________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
S
વિ. સં. ૮૦૭માં બપ્પભટ્ટીસૂરિ દીક્ષાભૂમિ, મોઢેરા
७७
STETR
તા
૧૫૯
તમારી આરાધના યથાવસ્થિત - વ્યવસ્થિત ચાલુ હશે થ્રી નવકારની આરાધના રૂપ ગાડીને ૪ પૈડા છે. ૧) જ્ઞાની નિશ્રા, ૨) વિધિપાલન, ૩) યથાવસ્થિતતા, ૪) વ્યવસ્થિતતા.
૫-૧-૮૪
તમારા જીવનમાં ૧-૨ પૈડાં તો બરાબર છે, પણ ૩-૪ પૈડાં સંસારની ઉપાધિઓના કારણે અસ્ત-વ્યસ્ત થઈ જાય છે.
પુણ્યવાનો, તમે ખરેખર આરાધનાના દિવ્યપંથના સફળ યાત્રિક છો. ખરેખર, આત્મસમર્પણ તમે કેળવ્યું છે.
તમે નિષ્ઠા કેળવી છે, શ્રદ્ધાનો પાયો તમારો જબરો છે છતાં કેમ આમ હાલકડોલક! જરા સ્વસ્થ થાઓ !
Jain Education International
તમો સંસારની માયામાં કેમ અટવાઈ ગયા છો! બધું શ્રી નવકારના ચરણે સોંપો, ગાડીમાં બેઠા પછી પોટલું માથે શા માટે! આરાધનાના પંથે શરણાગતિભાવ ખૂબ જરૂરી છે. તેના વિના આત્મસમર્પણ શકય ન બને.
તમે ત્રણે એક-બીજાના પૂરક સહયોગી બની એક-બીજાની આરાધનાની ગાડીને વેગવંતી બનાવો એ અંતરની શુભેચ્છા.
વળી તમારી જીવનયાત્રાના પ્રારંભનાં ૧૨ થી ૨૧ વર્ષોના ગાળામાં પૂર્વ-પુણ્યયોગે શ્રી નવકારની આરાધનાનો પંથ યોગ્ય રીતે મળી ગયો તે તમારા જીવનની આગવી વિશેષતા છે.
For Private & Personal Use Only
પૂ સાધુ-સાધ્વીઓની સેવા-ભકિત--વૈયાવચ્ચ અને દેરાસરની પૂજા સાથે પૂર્વજન્મના સપુણ્યે સરળતા, શ્રદ્ધા-ભકિતનો વારસો જે મળ્યો તેના પરિણામે જીવનમાં જીવનવિકાસનાં અનેક અવરોધક તત્ત્વોની નબળી અસરમાંથી બચીને જુવાનીના ઉંબરે જીવનશકિતઓના વહેણને અવનતિની ખીણ તરફ લઈ જવાના વળાંકમાંથી આત્મશુદ્ધિના શિખર તરફ ધીરતાભર્યાં કદમ ભરી શકો છો.
આમ તમે મહાપુણ્યવાન છતાં કયારેક ભલભલા જ્ઞાનીઓને પણ મૂંઝવનારી મોહમાયાના પ્રચંડ વાવાઝોડામાં ફસાઈને આરાધનાના ૪ પૈડાંમાંથી ૩ - ૪ પૈડાની ગરબડમાં ફસાઈ જાઓ છો, છતાં મહામહિમશાળી પુનિત શ્રી નવકાર મહામંત્રના પ્રતાપે તમો પાછા આરાધનાના પંથે વ્યવસ્થિતપણે
www.jainelibrary.org