________________
શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા
૨૯૧
જ
૨૩ – ૨૪
ચારૂપ | સાગરનો ઉપાશ્રય, પાટણ
૩૧-૮ | ૧૦-૯-૮૫ ગયા પત્રમાં વ્યવહારશુદ્ધિના પાયાના ૪ગુણોનો વિચાર કર્યો. હવે વ્યવહારશુદ્ધિના ટકાવા માટેના મહત્ત્વના ૪ ગુણો જણાવાય છે.
૯. અવસરે માપસરનું બોલવું - વ્યવહારમાં બોલવા માટે યોગ્ય સમયની ખાસ કિંમત છે. જીવનશુદ્ધિની તમન્નાએ જીવનયાત્રાના પંથે ધપવા માટે બોલવાની કળા હસ્તગત કરવી જોઈએ. કયારે બોલવા જેવું છે ? કયારે બોલવાથી લાભ છે ? એ વાત યોગ્ય રીતે સમજવાથી જીવનશુદ્ધિના પંથે ધપવાનું આદર્શબળ મળે છે. વગર વિચાર પ્રસંગ જોયા વિના બોલનારા ઘણી વાર ઓડનું ચોડ વેતરી દે છે. સામાને ઓળખ્યા વિના અગર પરિસ્થિતિને વિચાર્યા વિના બોલવાથી મોટે ભાગે અશાંતિ ઊભી થાય છે તેમજ વિચારોની મૌલિકતા ધરમૂળ ઘટી જાય છે. દુન્યવી રીતે કે અણસમજની કોટિમાં મુકાવું પડે છે. તેથી સમયે – તક જોઈને યોગ્ય રીતે બોલાયેલું વચન ઇષ્ટ સિદ્ધિ કરનારું થાય છે. વળી તે પણ પ્રમાણસરનું હોય તો વધુ અસર કરે છે. દોઢડહાપણ - વધુ પડતી વાતો સામાને મૂંઝવી નાખે છે. તેથી સમજુ વિવેકીએ માપસરનું બોલવાનો આગ્રહ રાખવો ઘટે. “બહુ બોલે તે બાંઠો” એ લોક-કહેવતના આધારે વધુ પ્રમાણમાં જરૂર વિના બોલનારો વાયડો પણ કહેવાય છે. તેથી વ્યવહારશુદ્ધિને જાળવવા માટે અવસરે - માપસરનું બોલવું જરૂરી છે. તે રીતે તકની કિંમત સમજનારો આદેયવાકય બની જાય છે. મોટે ભાગે તેનું વચન કોઈ ઉથાપે નહીં. - ૧૦. બોલેલા વચનને પાળવાની તત્પરતા - વ્યવહારમાં પ્રામાણિક રીતે જીવનારાને બહુ જ ઓછું બોલવાનો આગ્રહ રાખવો જરૂરી છે. તેમજ બોલ્યા પછી તદનુરૂપ સક્રિયતા જાળવવી વધુ જરૂર છે. “અભી બોલ્યા ને અભી ફોક”ની નીતિ સમજ વિવેકી માણસને છાજે નહીં. તેથી આદેય વાકયતા તો નહીં જ પણ વિશ્વસનીયતા પણ લોકોમાં ન ટકે. વિચારોની ભૂમિકામાં જવાબદારીનું તત્ત્વ બરાબર સ્થિર ન થયું હોય તો બોલનારાને પોતાના વચનની કિંમત સમજાતી નથી. પરિણામે બોલેલા વચનની જવાબદારી ન સમજી શકવાથી બોલેલા વચનને નભાવવાની તૈયારી ટકતી નથી, જેથી વ્યવહારમાં તે પ્રામાણિકની કક્ષામાં રહેતો નથી. કયારેક આવેશકે આવેગમાં સમજદાર પણ વધુ પડતું બોલી નાંખે છે. માટે જીવનશુદ્ધિના રાજપથે ચાલવા ઈચ્છતા દરેક વિવેકીએ સમજણપૂર્વક તોલી-માપીને અમલમાં મૂકવાની તૈયારી સાથે વચનો બોલવાની ટેવ રાખવી ઘટે.
૧૧. જે વાત કબૂલી તેને કર્યે જ છૂટકો - લીધેલી પ્રતિજ્ઞાને નભાવવા, સક્રિય કરવા તત્પરતાની કેળવણી. વ્રત-નિયમ-પચ્ચક્ખાણ કે અભિગ્રહોના પાલનની મહત્તા જીવનશુદ્ધિ માટે ખૂબ જ છે. તેથી લીધેલી પ્રતિજ્ઞાના પાલન માટે દઢતા ખાસ જરૂરી છે. આનાથી જીવનમાં અશુદ્ધિના તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org