________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
મહાપુરુષોની સાચી ઓળખાણ કરાવે છે. પરિણામે કર્મો હલકાં થાય છે. એટલે સારા ઉદાત્ત ચરિત્ત મહાનુભાવોના ગુણોની હાર્દિક અનુમોદનાપૂર્વક પ્રશંસા કરવી તે વ્યવહારશુદ્ધિનો બીજો પાયો છે.
૨૦૦
૭. આપત્તિમાં જરા પણ દીનભાવ ન ધરાવવો - વ્યવહારમાં કર્મોના સમ-વિષમ ઉદય દરેકને અનુભવવા પડે. તેમાં પુણ્યની મંદતાએ મોટે ભાગે વિષમ-અશુભ કર્મોના ઉદયમાં, જરા પણ દીનભાવ ન ધરાવવો. કેમ કે આપણે અજાણતાં કે રાગદ્વેષથી આપણી શકિતને પુદ્ગલના રાગના ધોરણે અવળી દિશામાં કર્મના માધ્યમે પ્રવર્તાવી છે. કાંટા આપણે વેર્યા છે તો તે વાગે ત્યારે બૂમબરાડા પાડે શું વળે ? આપણાં કરેલ કર્મો આપણે ભોગવવાનાં જ ! ગુનો કર્યો છે તો સજા ભોગવવાની જ ! એમાં દીનભાવ કર્યો કે રોએ શું વળે ? તેવું કરનાર ખરેખર સમજતો નથી કે હાથનાં કર્યાં હૈયે વાગે છે. માટે આપત્તિ અશુભ કર્મોના ઉદયે આવી છે. તેમાં દીનભાવ ન ધરાવવો, એ જ ખરેખર સમજદારીનું ફળ છે.
-
૮. સંપત્તિમાં નમ્રતા ધારણ કરવી - વ્યવહારશુદ્ધિનો ચોથો પાયો એ છે કે શુભ કર્મોના ઉદયે સંપત્તિ, અધિકાર કે સત્તાની પ્રાપ્તિ થયા પછી માન બડાઈ – અભિમાન – અહંકાર ન ધરાવવાં. આ બધી કર્મની લીલા છે. મારું ગૌરવ નથી પણ પુણ્યનું ગૌરવ છે. સિંહાસને બેઠો તે રાજા. ખુરશીએ બેઠો તે પ્રધાન, તેમાં જાત ભણતર કે હોશિયારી કામની નથી. પૂર્વજન્મના શુભકર્મનો આ વિપાક છે. કર્મજન્ય આ સ્થિતિનું અભિમાન કરવાથી નવું કર્મ બંધાય, ફરી બીજી વાર આવી તક ન મળે. માટે જે મળ્યું છે તેમાં વિવેક જાળવી નમ્રતા ધારણ કરવી ખાસ જરૂરી છે. નમ્રતા રાખવાથી વ્યાવહારિક રીતે પણ લોક-આદર મળે. આધ્યાત્મિક રીતે નવાં શુભ કર્મો બંધાય તો ફરીથી આ લક્ષ્મી-સત્તા મેળવવાની તક ઊભી થાય છે. એટલે વ્યવહારશુદ્ધિના ચોથા પાયામાં સંપત્તિમાં અભિમાન ન કરતાં નમ્રતા ધારણ કરવી એ વાત છે.
-
Jain Education International
-
આ રીતે ચતુરંગી સદાચારના પાયા પર ચતુરંગી વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ બતાવ્યું. બાકીના ૧૨ ગુણોનું વર્ણન હવે પછી.
For Private & Personal Use Only
www.jainelibrary.org