________________
૨૯૨
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
વાતાવરણમાં અશુભ નિમિત્તોથી લીધેલી પ્રતિજ્ઞાનું બળ ગુમાવી દેવાની ભૂલ થતી નથી. પ્રતિજ્ઞા એટલે પ્રાણ સાટે પણ નભાવી તેને સમર્પિત થઈ જવાની તત્પરતા. તેનાથી જીવનશુદ્ધિનો આદર્શ માર્ગ બહુ જલદી ઓળખાય છે. માટે દરેક વિવેકી આરાધકે પ્રતિજ્ઞાપાલનની દઢતા કેળવવા સતત ઉપયોગશીલ રહેવાની જરૂર છે. આટલા માટે જ મુમુક્ષુ માટે જીવનશુદ્ધિના પંથે ચાલવું એ મુશ્કેલભર્યું જણાય છે.
૧૨. કુલમયાર્દાઓનું પાલન - માણસ વિદ્વત્તા, સંપત્તિ કે સત્તાના ઉચ્ચ શિખરે પણ પહોંચી જાય, છતાં પોતાની કુળ પરંપરાગત ચાલી આવતી શિષ્ટજનમાન્ય મર્યાદાઓને ખૂબ જ વફાદારીપૂર્વક પાળવા માટે સતત જાગ્રત રહે – પ્રયત્નશીલ રહે. પોતાની પુણ્ય સંપત્તિ વધવાથી સામાન્ય કુળની મર્યાદાઓને નભાવવામાં લાજ-શરમ ન અનુભવે. તેમજ કુલમર્યાદાના પાલનના આધારે વકરતી વાસનાઓને કાબૂમાં રાખી શકાય. વાતાવરણ - સહ્યોગી મિત્રોના ગમે તેવા દબાણ વચ્ચે પણ સમજુ માણસ પોતાની કુળમર્યાદાઓની ભૂમિકાને નબળી ન પડવા દે. વિચારોમાં આવેશ કે વાસનાનાં તોફાનો જાગે તો પણ પોતે ક્યા કુળનો છે ? મારા પૂર્વજોએ કેવી આદર્શ મર્યાદાઓ નકકી કરી છે ? તેનું ગહન, આદરપૂર્વક સન્માન કરવા સાથે તે કુળમર્યાદાઓના ગંભીરપણે પાલન કરવાની તત્પરતા વ્યવહારશુદ્ધિનો પ્રાણ છે. આનાથી આપણે સ્વચ્છંદવાદ પર કાબૂ મેળવી શકીએ છીએ. તેમજ અનાદિની આપણી માનસિક દુવૃત્તિઓ પર પણ સહજ કાબૂ મેળવાય છે.
આ મુજબ વ્યવહારશુદ્ધિ માટે જરૂરી મહત્ત્વના જ ગુણોનો વિચાર કર્યો. આના વિકાસથી જીવનશુદ્ધિને મેળવવા ઝંખનાર સાધકને આંતરિક યાત્રામાં ખૂબ સરળતા થાય છે. આની ખામી જીવનશુદ્ધિનાં તત્ત્વોની મૌલિક ભૂમિકાને નબળી પાડી દે છે.
બાકીના ૮ ગુણોની વાત હવે પછી.
२४
અપ્રાપ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org