________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
કરતાં મુખ્ય પ્રધાન કાર્યનું લક્ષ્ય ન ચૂકવું. વિચારોની જાગૃતિ, લક્ષ્યની સ્થિરતા આવેથી આ વાત સુકર બને, માટે જીવનશુદ્ધિને ઇચ્છતા પુણ્યાત્માએ મોંઘા માનવભવને મેળવ્યા પછી ખરું કરવા જેવું કામ કર્મોનાં બંધનને તોડવાનું. તે માટે વિરતિ માર્ગે જ્ઞાનીઓની નિશ્રાએ આગળ ધપવાનું. તે પ્રધાન કાર્યનો દૃઢ આગ્રહ ક્ષણે ક્ષણે જીવનમાં કાયમ રાખવો જરૂરી છે.
૨૯૪
૧૬. પ્રમાદત્યાગ - જીવનશુદ્ધિના પંથે ધપવા ઇચ્છતા પુણ્યાત્માએ મોહ-અજ્ઞાનના મિશ્રણમાંથી જન્મતા પ્રમાદને જીવનમાંથી સદંતર હઠાવવા પ્રયત્ન કરવો જોઈએ. પ્રમાદનો બીજો ભેદ વાસના અને અજ્ઞાનના મિશ્રણથી ઊપજે છે. તે પણ ન હોય તો જ જીવનશુદ્ધિના પંથે ઝડપભેર ધપી શકાય. છતાં તે બીજા ભેદના પ્રમાદ કરતાં, મોહ-અજ્ઞાનના મિશ્રણમાંથી જન્મતા પ્રમાદના પ્રથમ ભેદને તો સદંતર હઠાવવા પ્રયત્ન જીવનશુદ્ધિના પંથે પગલાં માંડનારે કરવો ખાસ જરૂરી છે. પ્રમાદનો આ પ્રથમ ભેદ શાસ્ત્રીય પરિભાષામાં દર્શન મોહનીય કર્મના ઉદયથી આકાર લે છે. પ્રમાદનો બીજો ભેદ તે વાસના અજ્ઞાનના મિશ્રણથી જન્મે છે તે ચારિત્ર મોહનીયના ઉદયથી આકાર પામે છે. આ બન્ને ભેદોમાં પ્રથમ ભેદ જીવનશુદ્ધિના માર્ગે ધપતા પુણ્યાત્માના જીવનમાં અવરોધક બને છે. બીજો ભેદ ગતિમાં મંદતા લાવે પણ જીવનશુદ્ધિના પંથે અવરોધક સીધી રીતે બનતો નથી. માટે મોહ-અજ્ઞાનના મિશ્રણથી જન્મતા પ્રમાદના પ્રથમ ભેદને, દર્શન મોહનીયના ઉદય રૂપે હઠાવવા વિશિષ્ટ પ્રયત્ન વિવેકી મુમુક્ષુ પુણ્યાત્માએ કરવો ખાસ જરૂરી છે. આ પ્રથમ ભેદ પર વિજય મેળવનાર પુણ્યાત્મા, આરાધકભાવને કેળવી પ્રમાદનો બીજો ભેદ કે જે ચારિત્ર મોહનીયના ઉદયથી જન્મે છે, તેને હઠાવવા પ્રબળ પુરુષાર્થ કરી શકે છે.
ਬ
Jain Education International
૨૬
સાગર જૈન ઉપાશ્રય, પાટણ
૧૧-૧૧-૮૫
વિ જીવનશુદ્ધિ માટે પૂ આ શ્રી હરિભદ્રસૂરિ મન્ત્રીએ યોગબિંદુ ગ્રંથ (ગા૰ ૧૨૬ થી ૧૩૧/૨)માં દર્શાવેલ ૨૦ મુદ્દાના કાર્યક્રમની વિચારણામાં ગયા પત્રમાં વ્યવહારશુદ્ધિ કરાવનારા ૪ સદ્ગુણોનું સ્વરૂપ વિચાર્યું.
ટ્વી
For Private & Personal Use Only
www.jainelibrary.org