________________
૨૭૩
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચિંદ્રિકા
IIIo
૧૩
હારીજ
૭-૬-૮૫ વિ. જિનશાસનની ઓળખાણના મૂળભૂત પાયા તરીકે ગુણની કક્ષાવાર પડાવશ્યકમય સદનુષ્ઠાનોનું વિધિવત આસેવન ગયા પત્રમાં ઉપયોગી બતાવ્યું.
તેમાં મહત્ત્વની એક વાત એ પણ વિચારવા જેવી છે કે, આત્મા, કર્મ અને તેનો સંબંધ અનાદિનો માનવા સાથે, કર્મજન્ય વિકૃતિઓના પાયામાં આપણા આત્માની સાહજિક અનાદિકાળની કર્મમળથી ખરડાવાની યોગ્યતાનો સ્વીકાર સમજણપૂર્વક કરવો જરૂરી છે.
તો જ્ઞાનીઓનાં વચનો પ્રમાણે અને શાસ્ત્રીય મર્યાદાપૂર્વક ક્રિયાયોગના આસેવનમાં જ્ઞાની નિશ્રા અને વિધિયોગનું અમૃતમય મિશ્રણ ભળે, કેમ કે આ અમૃતમિશ્રણથી જ આત્માની વૈભાવિક યોગ્યતા = કર્મમળને ગ્રહણ કરવાની યોગ્યતાનો ઘટાડો થાય છે. પરિણામે ક્રિયાયોગ સફળતાની કક્ષાએ પહોંચે છે.
અન્ય દર્શનવાળાઓએ તત્વજ્ઞાન કે બ્રહ્મજ્ઞાન અગર બીજા વિશિષ્ટ ક્રિયાકાંડ - અનુષ્ઠાનોથી આત્માની મુકિત માની છે, પણ હકીકતમાં આત્મા બંધાયો છે કર્મથી – અને તે કર્મ ગ્રહણ કરવાની મલિન યોગ્યતા આત્મામાં અનાદિકાળથી સક્રિય છે. આ વાત જૈન દર્શન સિવાય કોઈએ માન્ય નથી રાખી. માયા, ભ્રમ, ઉપાધિ અને ભ્રમણા આદિ દ્વારા આત્માને મલિન કરનાર તત્ત્વની વાસ્તવિકતા સત્તાનો જ સ્વીકાર જૈનદર્શન સિવાય કોઈએ કર્યો નથી.
જો આત્મા હકીકતમાં વાસ્તવિક કો'ક વિજાતીય તત્વથી બંધાયો જ ન હોય તો મુકિત–મોક્ષ આદિ શબ્દો કે તે માટેનાં તત્ત્વજ્ઞાન કે કર્મકાંડ આદિની મહત્તા જ શી ? જે ચીજનું હકીકતમાં અસ્તિત્વ જ નહીં તેના નિવારણ માટે ભગીરથ પુરુષાર્થ શી રીતે ઉદ્ભવે ? તે માટે જ્ઞાનીની નિશ્રા કે વિધિયોગની મહત્તા સમજાય શી રીતે ?
આ જ વાત આપણે ત્યાં છેલ્લાં કેટલાંક (૪૦/૫૦) વષથી અનધિકારે નિશ્ચયનયની વાતોની રજૂઆતથી, બાળજીવોના માનસમાં નિશ્ચયનયની એકાંગી વાસના સુદઢ થવાથી, “હું તો શુદ્ધ છું, બુદ્ધ છું, મુકત છું, નિસંગ છું, નિર્લેપ છું.” તેમજ “એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ ન કરે'', “દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે, અન્ય નિરપેક્ષ છે” વગેરે શબ્દોથી આત્માની વર્તમાનકાલીન અશુદ્ધ
સ્વરૂપની હયાતી, આપણા અવળા પુરુષાર્થને આભારી છે, એ વાત સાવ ગૌણ અગર નહીંવત્ બનાવી દેવાથી, આત્માના શુદ્ધ સ્વભાવની વાતો, કક્ષા વગર વ્યવહારનયની વાતોની ઓળખાણ થયા પહેલાં ઘંટાઈ જવાથી, આત્માના વિકાસ-શુદ્ધ સ્વરૂપની વાતો, આત્માને જિનશાસનના એકાંત હિતકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org