________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
* જ્ઞાની ગુરુની નિશ્રા * વિરતિ (યશાશય)નું પાલન. * આત્મશુદ્ધિનું (કર્મનિર્જરાનું) લક્ષ્ય.
આ ત્રણ વિના સકામ નિર્જરા સંભવિત નથી. જોકે ખરેખર સકામ નિર્જરા છઠ્ઠા ગુણસ્થાનકથી શરૂ થાય, પણ સ્થૂળ વ્યવહાર નથી ઔપચારિક રીતે કારણના કારણ તરીકે ચોથે અગર કવચિતુ વિરલ અપવાદ તરીકે પ્રથમ ગુણસ્થાનકે પણ સકામ નિર્જરા છે.
કેટલાક જ્ઞાની ગુરુની નિશ્રાના રહસ્યને ન સમજનારા જ્ઞાનવાદીઓ, ક્રિયાની ભારોભાર અરુચિને છાવરવા ક્રિયાથી કર્મ બંધાય – તે પુણ્ય બંધાય, પુણ્ય ભોગવવા સંસારમાં રખડવું પડે, દેવ ગતિનાં પુણ્ય ભોગવી ચાર ગતિનાં અશુભ કર્મો ઉપાર્જિત કરાય. વળી નિર્જરા તો છઠ્ઠા ગુણઠાણા વિના થાય નહીં, તો ક્રિયા છઠ્ઠા ગુણ. પહોંચ્યા પછી વાત. અત્યારે ક્રિયાની શી જરૂર ? આમ કહી અથવા ક્રિયાને અટકાવવાની સોનેરી ક્ષણો – માનવભવની લાખેણી તકને હાથે કરી એળે ગુમાવી દેતા હોય છે. તેથી ઉપર જણાવ્યા પ્રમાણે ત્રણ મહત્ત્વનાં અંગો સાથે સકામ નિર્જરા મુમુક્ષભાવ પેદા થવાની સાથે સંભવી શકે.
પણ તેની પૂર્વતૈયારી રૂપે કુળ-સંસ્કારજન્ય લોકરૂઢિગત વ્યવહારોની પ્રક્રિયા પ્રમાણે શ્રાવકોચિત છ આવશ્યકનું યથાશકય આસેવન જ્ઞાની ગુરુની નિશ્રાએ વિધિ-શાસ્ત્રોની મર્યાદાના પાલનના આગ્રહ સાથે કરવું જરૂરી છે. આનાથી પ્રાથમિક ક્રિયામળ = ચારિત્રમોહનો અમુક ભાગ જે પ્રભુશાસનની પાયરીએ ચઢવાના ક્રિયાના રાજમાર્ગ પર આવતા જીવને અટકાવનાર તત્ત્વ - નો ક્રમિક યથાયોગ્ય ઘટાડો થાય છે.
પણ બાળપોથી ભણ્યા વિના કે બારાખડીની વર્ણમાળા ઘૂંટ્યા વિના સીધી પાંચમી = સાતમીની ચોપડીઓ વાંચવા બેસનારને શી રીતે વાંચતાં આવડે ? એ પ્રમાણે આત્મશુદ્ધિના રાજમાર્ગ પર આવતા આત્માને અટકાવનાર પ્રાથમિક કમળને હઠાવવા ખાસ જરૂરી ગુણસ્થાનકને અનુરૂપ સ્વસ્વકક્ષાનું પડાવશ્યક આદિનું આસેવન, જ્ઞાની ગુરુની નિશ્રાએ વિધિ-શાસ્ત્રીય મર્યાદાના પાલન સાથે પાયાની ચીજ તરીકે ન થાય, તો આગળના ગુણ અનુભવી શકવા લાયક આત્માનુભૂતિ આદિ મહત્વના પદાર્થોનો અનુભવ શી રીતે શકય બને ?
માટે વિવેકી સુજ્ઞ આત્માએ આંતરિક શુદ્ધિના રાજમાર્ગે આવવા, પ્રાથમિક તૈયારીરૂપ આંતરિક મળને હઠાવવા, પડાવશ્યક આદિ જિનશાસનની પ્રાથમિક ક્રિયાઓનું સેવન કરવું જરૂરી છે.
એટલે શાસનની ઓળખાણનું સદ્ભાગ્ય મળ્યું છે તેની ખૂબ ખૂબ અનુમોદના કરશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org