________________
૨૭૧
વિના ઊભું થાય છે,
તેથી ચતુ:શરણ, દુષ્કૃત ગર્હ અને સુકૃતાનુમોદન દ્વારા જ્ઞાની ગુરુના ચરણે બેસવાની ભૂમિકા કેળવવાની ખાસ જરૂર છે. પછી જ્ઞાની ગુરુ અધિકાર મુજબ, જે શાશ્વત આરાધનાના ખજાનાની ચાવીરૂપ જે અનુષ્ઠાનોનો રાજમાર્ગ સૂચવે તેનાથી, આપણા આત્માની વિશુદ્ધિ થયા વગર રહે જ નહીં ! આ એક અનુભવસિદ્ધ જ્ઞાનીઓનો ટંકારવ = સિંહગર્જના છે.
તમો ખરેખર વિવેકી, તત્ત્વપ્રેમી, ઉદાત્ત વિવેકસંપન્ન, મુમુક્ષુતાની કક્ષાએ પહોંચેલ પુણ્યાત્મા છો. વળી આ જાતની જિનશાસનની ઓળખાણ તમોએ સમજણપૂર્વક મેળવી છે. એટલે જ્ઞાનીઓનાં વચનોને યથાવત્ તમારી સામે રજૂ કરવા અંતરનો ઉમળકો આવે છે. તમોએ આ ઉમળકાને અનુરૂપ પાત્રતા કેળવી પણ છે. એટલે તમારો ઝડપી આત્મવિકાસ થાય તેમ લાગે છે.
શંખેશ્વર
סל
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૧૨
Jain Education International
૨-૬-૮૫
પરમાત્માના શાસનની ઓળખાણ અશુભ સંસ્કારોમાંથી જન્મતા કર્મમળના ક્ષય વિના થવી શકય નથી. તે કર્મમળનો ક્ષય આપમેળે કયારેય થતો નથી- જાણતાં કે અજાણતાં આત્માના પુરુષાર્થથી (જે તે શાસ્ત્રીય પરિભાષામાં - જાણતાં = સમજદારીથી આત્મકેંદ્રિય કે આત્મશુદ્ધિના લક્ષ્યથી થતો પુરુષાર્થ = સકામનિર્જરા અને અજાણતાં = એટલે આત્મિક સમજણ વિના પુદ્ગલ કેંદ્રિય કે પૌદ્ગલિક પદાર્થો મેળવવા કરાતો કે થતો પુરુષાર્થ = અકામ નિર્જરા) થવા પામે છે.
ની
એટલે કર્મમળના ક્ષય માટે પુરુષાર્થની ખાસ જરૂર છે. તે વિના જિનશાસનની યથાર્થ ઓળખાણ થઈ શકતી નથી. પણ તે પુરુષાર્થ સકામ નિર્જરારૂપ હોવો ઘટે. તે વિના શાસનની ઓળખાણ આડે કર્મમળનો જેવો ને જેટલો ક્ષય જોઈએ તે સુશકય નથી.
તેથી સકામ નિર્જરાના પાયાના ત્રણ અંગોનો સંયોગ મેળવવો જરૂરી બને છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org