________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વયંઠા
પૂજ્ય ગુરુદેવશ્રીનાં અંતરસ્પર્શી સંસ્મરણો...
પૂજ્યશ્રીના અનંત ઉપકારનો બદલો કયારેય ચૂકવી શકાય તેમ નથી, તેમના ગુણાનુવાદ ગાવાનો આ અપૂર્વ અવસર રખે ચૂકી જવાય તેમ સમજીને બહુમુખી પ્રતિભાશાળી પૂ. ગુરુદેવશ્રીના સાગર જેવા અપાર ગુણોનું પાણીના બુંદ સમાન અલ્પ વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે.
- પૂજ્યશ્રીના જીવનઘડતરમાં તેમના સાંસારિક પિતા (ગુરુ ઉપાધર્મસાગરજી મ. સા.), આગમોદ્ધારક પૂજ્ય શ્રી આનંદ સાસૂરિ મ. સા., પ. પૂ. માણેકય સાસૂરિ મ. સા., અધ્યાત્મયોગી પંશ્રી ભદ્રંકર વિ. મ. સાનો અનન્ય ફાળો છે. તેઓશ્રીની દિવ્યકૃપાએ પૂ. ગુરુદેવશ્રીના જીવનને સાધુતાની ઉચ્ચ ભૂમિકાએ લાવીને મૂકી દીધું. “શાસન સુભટ - જ્યોતિર્ધર પ. પૂ. ઉપાધ્યાયજી ધર્મસાગરજી મહારાજ”
પૂર્વભવની આરાધનાનું બળ અને માતાપિતાના સુસંસ્કારોને કારણે જ બાળક અમૃતકુમાર માત્ર છ વર્ષની બાળવયે સંયમ લેવા તત્પર બન્યા. જેમને ૬ વર્ષની વયે સંયમ લેવાની ઉચ્ચ ભાવનામાં સુસંસ્કારોએ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમના વિશિષ્ટ સંસ્કારોની આછી ઝલક નીચે મુજબ છે.
સવા વર્ષની કુમળી વયે કાચા પાણીનો ત્યાગ કર્યો, રાા (અઢી) વર્ષની વયે તો સમજપૂર્વક કાચા પાણીનો ત્યાગ કર્યો અને કાચું પાણી ન પિવાય તેવી દઢ મનોભાવના ઉદ્ભવેલી હતી. વળી શાસ્ત્રીય દષ્ટિએ ત્યાજ્ય એવા પદાર્થો જેવા કે બરફ, બોર, ગોળી - ચોકલેટ, આઈસક્રીમ જીવનમાં કયારેય વાપર્યા નથી.
ત્રણ વર્ષની વયથી ઉભયકાળ પ્રતિક્રમણની આવશ્યક ક્રિયાનો પ્રારંભ કરી દીધો હતો જે જીવન પર્યન્ત કયારેય તૂટ્યો ન હતો. ત્યારથી જ રોજ એક સામાયિક શરૂ કરેલ જે આખરે સર્વવિરતિ સામાયિક સુધી પહોંચી હતી.
માતાપિતા અમૃતકુમારને નાનપણમાં જ કષ્ટ સહન કરી શકે તે માટેના પાઠ ભણાવતાં. સ્નાન કરી ઊઠતા અને શરીર લૂછતા ત્યારે માથામાં આગળ આવેલા નાના નાના વાળને હાથેથી ખેંચાવતા જેથી બાળકને કેશલોચ જેવી કષ્ટદાયક ક્રિયાને સહન કરવાનો અભ્યાસ થતો.
માતાપિતા બાળકને ધર્મના સંસ્કાર પડે તે માટે પર્વ-તિથિએ સ્વયં પૌષધ વ્રત લેતાં અને સાથે સાથે બાળકને પણ પૌષધ વ્રત લેવરાવતાં. પૌષધમાં પણ સ્વાધ્યાય, અધ્યયન અને વ્રત પચ્ચકખાણ કરાવતાં હતાં.
બાળકમાં સુસંસ્કારોનું જ ભાથું બંધાય તે માટે ખૂબ જ જાગૃતિ રાખતા. બાળકને જે તે બાળકો સાથે જે તે રમત ન રમવા દે, નિર્દોષ અને બુદ્ધિવર્ધક રમતો રમાડતા અને કોઈપણ પ્રકારની અસભ્યતા કે કુસંસ્કારોનો ઓછાયો ન પડે તેની સતત કાળજી રાખતાં હતાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org