________________
મને ખબર છે પૂજ્યશ્રીની વાચનાના અન્યોએ કરેલા ઉતારા જે ‘ગરવો ગિરિરાજ' નામના પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે. એ પણ કેટલા આદરપાત્ર બન્યા છે. ત્યારે આ તો સ્વયં ગુરુદેવશ્રીનું જ લખાણ ! કેટલું આદર પામશે ?
એની કલ્પના કરવી પણ બાલિશતામાં લેખાશે. નિશ્ચિત;
Jain Education International
આ પુસ્તક અનેકોનું માર્ગદર્શન બનશે. હા; એક સૂચન જરા કરી લ... પૂજ્યશ્રીનું આ પુસ્તક વાંચતા પૂર્વે પૂજ્યશ્રીનો પરિચય જરૂર મેળવી લેવો. એ દ્વારા પૂજ્યશ્રી પ્રતિ શ્રદ્ધા સ્થાપિત થયા બાદ વંચાતું આ પુસ્તક નવા જ ક્ષિતિજોનાં દર્શન કરાવશે.*
પૂજ્ય ગુરુદેવશ્રીના સંસારપક્ષે નાનાં બેન પૂજ્ય સાધ્વીશ્રી સુલસાશ્રીજી મનું આ પુસ્તક બાબત ખંતીલું ધ્યાન બહુ મોટો પ્લસ-પોઈન્ટ છે. આવાં અન્ય પણ પુસ્તકો શીઘ્ર પ્રકાશિત બને તો પૂજ્યશ્રીના ચિન્તન-ચમકારા ઠેર-ઠેર અજવાળું પાથરનારા બને. એ નિ:શંક વાત છે.
દ
* આ માટે ‘પૂજ્ય ગુરુદેવશ્રી' નામનું મારું લખેલું પુસ્તક જરૂર સહયોગી બની શકશે.
ગુરુચરણલીન હેમચન્દ્રસાગર
For Private & Personal Use Only
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
www.jainelibrary.org