________________
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
પૂર્વના મહાપુરુષોએ આ રીતના સમર્પણથી જીવનશકિતઓનું વિશિષ્ટ ઉત્થાન કર્યું છે.
મારા જીવનમાં પણ ૨૦૫માં તબિયતની શાતા પૂછવા આવેલ પૂ. પં. શ્રી ભદ્રંકર વિ. મ.ના સામાન્ય ટકોરરૂપ ઈશારાથી જાપ શરૂ થયો - નાગપુરના મોહનભાઈના નિમિત્તથી ઊંડાણમાં જવાનો પ્રસંગ આવ્યો. પણ પૂ. પં. શ્રી ગુરુદેવના ટકોરાથી બહુ વ્યવસ્થિત નહીં પણ એક ધારો જાપ પાંચ વર્ષ ચાલ્યો. તેના પરિણામે પ્રાપ્ત થયેલ નિર્મળ દષ્ટિથી અંતરમાં ઉકળાટ ઘણો થયો કે શ્રાવક આટલો ઊંડો ઊતરે અને હું માત્ર મીઠાઈ બનાવનાર કંદોઈની માફક માત્ર શબ્દ પંડિતાઈ કરું! એ કેમ ચાલે! અને પછી ૪ મહિના ઊંડો ઊતર્યો, ત્યાં તો અથાગ રત્નરાશિ ઝવેરાતના ઢગલે ઢગલા જોયા અને પછી નિયત સમય – નિયત સ્થાન - નિયત સંખ્યાથી જાપમાં એવો લાગી ગયો કે બીજા ૪-૫ વર્ષમાં તો મારું જીવન નવકારમય અને અનંત આનંદના દરિયામાં ડૂબકી મારતો થઈ ગયો. પછી દેવગુરુકૃપાએ ઉત્તરોત્તર આરાધનાના માર્ગે વધતો ગયો. અંતરનું સમર્પણ સં. ૨૦૧૧ માગસર વદ ૧૧ હસ્તિનાપુર (દિલ્હી) તીર્થે પ્રગટ થયું.
તે વખતે કાા મહિનામાં સમય, સ્થાન, સંખ્યાના નિયત ભાવ સાથે ૧૦ થી ૧૨ લાખ નવકાર ગણ્યા. પરિણામે અંતરનું સમર્પણ કેળવાયું. તમારે પણ સમર્પણ સાથે જાપનું બળ વધારવું ખાસ જરૂરી છે. જાપમાં ખૂટતા તત્ત્વો ઉમેરવાની ખાસ જરૂર છે.
ale
૩૫
પાલનપુર
૫-૮-૮૩ વિ શ્રી નવકારના લાડીલા ત્યારે બની શકાય જ્યારે કે બિનશરતી શરણાગતિ ભાવ વિકસે. “અનકંડિશનલ સરન્ડર શીપ
ઈઝ બેઝીક ઓફ સિદ્ધિ” આ વાક્યના પરમાર્થને સમજી કોઈપણ કામના વગર માત્ર આત્મશુદ્ધિ માટે શ્રી નવકારની શરણાગતિ સ્વીકારાય ત્યારે આપણી આંતરશકિતઓ વિકાસ પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org