________________
શ્રી સમસ્કાર મહામંત્ર તથંદ્રિકા
૬ પૂ. ગુરુદેવશ્રીએ જુદા જુદા ઘણા વિષયોનાં પુસ્તકો વાંચ્યાં. સાથે અંગ્રેજી ભાષામાં લખાયેલાં ઘણાં પુસ્તકો વાંચ્યાં છે. અને કયારેક તેમને પૂછતા, સાહેબ! આ બધું આપ કયારે વાંચો છો ? કેવી રીતે યાદ રહે છે ? ત્યારે પૂ. ગુરુદેવશ્રી કહેતા, શ્રી નવકારના ધ્યાનના બળે મારે જરૂરી “અર્ક' જ વાંચવાનો, તે તુરત જડે છે અને તે શ્રી નવકારની કૃપાથી યથાયોગ્ય સમયે યાદ પણ આવી જાય છે. પૂજ્યશ્રીની શક્તિ સારભૂત વસ્તુ ઉપર કેન્દ્રિત થતી, ને ઊંડાણ પણ પૂરેપૂરું સમજાઈ
૬ પોતાના જીવનની શરૂઆતમાં વાંચેલ વૈદિક શાસ્ત્રની ઋચાઓ, મંત્રો, તેમને એવા યાદ હતા કે, એક વખત પાટણથી “ચારૂપ' જતાં રસ્તામાં એક શિવમંદિરમાં વિશ્રામ અર્થે રોકાયા ત્યારે ત્યાંના ભૂદેવો વૈદિક શાસ્ત્રની ક્રિયાઓમાં ઉચ્ચારણોમાં કયાંક કયાંક ભૂલ કરતા હતા. તે વખતે પૂ. ગુરુદેવે તેમનું ધ્યાન દોર્યું કે, ભૂદેવ ! આમ નહિ પણ આમ બોલાય! અને ભૂદેવો આશ્ચર્યચકિત થઈ ગયા કે “જૈન સાધુને વૈદિક શાસ્ત્રની ઋચાઓની આવી જાણકારી !!” પૂગુરુદેવશ્રી ચોમાસાની શરૂઆતમાં શ્રી નવકારની આરાધનાની રૂમની વિધિ સહ સ્થાપના કરતા. શ્રી નવકારના જુદા જુદા પટો અને પરમાત્માના ફોટા રાખતા અને ત્યાં નિયમિત રાત્રે જાપ કરતા અને વિશિષ્ટ દિવસોમાં ફક્ત બાહ્ય શિષ્ટાચાર માટે વ્યાખ્યાન, ગોચરી પૂરતા બહાર આવી એકાંતમાં મૌન સાથે જાપ કરતા. સર્વ વ્યવહારો તેમના તે સમય પૂરતા બંધ રહેતા. શેષકાળ દરમ્યાન પણ વિશિષ્ટ દિવસોની અપૂર્વ સાધના ખૂબ યાદગાર રીતે કરતા, તેમાં તેમની દીક્ષા તિથિ પોષ દશમીની ઉજવણી ખૂબ અદ્ભુત અનેરી રહેતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના કોઈ પણ તીર્થમાં બેસીને આરાધના કરતા, જેના બળે તેમના ચારિત્ર મોહનીય કર્મો ક્ષય પામે. પ્રભુજી સમક્ષ “મનમંદિરમેં આયે, જિણંદ રાય” વગેરે સ્તવન મન ભરીને કલાકો સુધી ઘૂંટી ઘૂંટીને રટન કરતા, જેનો ગુંજારવ આજે પણ કાનમાં યાદ આવતાં આનંદ આવે છે પરંતુ પૂજ્યશ્રી દીક્ષા તિથિના જાહેર આયોજનોથી મુકત રહેતા. પક પૂ. ગુરુદેવશ્રી સંપૂર્ણ શ્રી નવકાર બોલવાની ચોક્કસ પદ્ધતિ બતાવતા અને તેઓ વ્યાખ્યાનની પાટ
ઉપર પણ તે જ પદ્ધતિથી શ્રી નવકાર બોલતા - બોલાવતા. જેમ શ્રી નવકારના અક્ષરો લખવા
માટે હતું, તેમ શ્રી નવકાર ઉચ્ચારવાની પદ્ધતિમાં હતું. " પૂજ્યશ્રીનું એક આગવું લક્ષણ હતું કે, કોઈ પણ પત્ર લખાણમાં શ્રીનવકારનું પ્રતીક રહેતું અને વર્ણયોગના માધ્યમે શ્રી નવકારનો જાપ કરવા માટે મંગલજ્યોત જેમાં (૧૦૮ નવકાર જુદા જુદા રંગમાં આખા છપાવેલ)ની નાની પુસ્તિકા શ્રીસંઘ સમક્ષ રજૂ કરી. શ્રી નવકારના ચિત્રપટ સમક્ષ આંખ જાય અને ખ્યાલ આવે કે આ નવકારનો પટ પૂ. ગુરુદેવશ્રીનો છે ! કારણ કે તેઓ પૂર્ણવિરામ, અલ્પવિરામ આદિમાં પોતાની રીતે ખૂબ ચોક્કસ રહેતા, તેમાં તસુભાર ફેરફાર રહેવા પામતો નહીં. એટલું જ નહીં, તેવો જ અણીશુદ્ધ લખવા માટેની પ્રેકિટસ પડે તે માટે શ્રીનવકાર લખવાની આરાધકોને વિધિ આપતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org