________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્તયંકિઠા
પૂ॰ ગુરુદેવશ્રી ગમે તેટલાં કાર્યમાં કે ગમે તેટલી કટોકટીભરી પરિસ્થિતિમાં શ્રી નવકારની આરાધના કરવા બેસે અને ૧-૨-૩ નવકાર ગણતાં જ બહારના વ્યવહારનાં કનેકશનો કટ થઈ જતાંની સાથે શ્રી નવકારનાં દિવ્ય કનેકશનમાં જોઈન્ટ થઈ જાય અને શ્રી નવકારનો એક એક અક્ષર એક એક ફૂટ કરતાં મોટો દેખાય.
27
પૂ. ગુરુદેવશ્રીને ૨૦૧૩-૧૪માં શ્રી નવકારની આરાધનામાં દિવ્ય અનુભવો થયા. અનેક પ્રકારની જાત જાતની સ્ફુરણાઓ થઈ. ચિત્રપટો બનાવ્યા, શ્રી નવકાર મહામંત્રના મહાપૂજન - બૃહદ્ - મધ્યમ અને લઘુ એમ ત્રણ જાતનાં સ્પષ્ટ થયા. તેમાં જાપ પછી શ્રી નવકારનાં પદો, શાસ્રપાઠોની સાથે રાત્રે ધ્યાન વખતે સિનેમાની સ્લાઈડોની જેમ આવતા.
પૂ ગુરુદેવશ્રીએ પાલીતાણામાં આગમમંદિરના પાછળના ભાગમાં જંબુદ્રીપમાં આગળના દ્વાર પાસે ત્રણ દિવસનું શ્રી નવકારનું પૂજન તેઓશ્રીએ એકલું ભણાવેલ અને તે વખતે મંત્રોચ્ચારો જે ઝડપથી શુદ્ધ ઉચ્ચારેલ તથા જુદી જુદી જાતની જે મુદ્રાઓ થતી તે ફરીથી જોવી દુર્લભ છે. કયા મંત્રાક્ષરથી શું અસર થાય તેની સાથે કઈ મુદ્રા હોવી જોઈએ; તેનું તેમને ખૂબ ઊંડું જ્ઞાન હતું. જુદા જુદા અઘરા મંત્રાક્ષરો ખૂબ શુદ્ધ રીતે સ્પષ્ટ અને ખૂબ ઝડપથી બોલતાં સાંભળવા એ આજે સ્વપ્નવત્ લાગે છે. તે યાદ કરતાં આજે ખૂબ આનંદની લહેરો ઊઠે છે. તે પૂજન દરમ્યાન પૂ. ગુરુદેવશ્રીએ એકાંતમાં કહેલ કે પૂજન દરમ્યાન ઘણા દેવદેવીઓ પધાર્યાં હતાં, અને તેમને આવકારવા અને વિદાય આપવા વિશિષ્ટ પ્રયોજનોની જરૂર રહે છે.
પૂ॰ ગુરુદેવશ્રી ઘણી વાર શ્રી શેરીસા તીર્થમાં જાપ કરવા રોકાતા અને ત્યાં નીચે ભોંયરામાં શ્રી લોઢણ (ડોલણ) પાર્શ્વનાથ પ્રભુ સમક્ષ ‘જાપ' માટે બેસતા. તેઓ કહેતા કે, પ્રભુજી સાક્ષાત્ બેઠા છે. ત્યાં તેમને થયેલી દિવ્ય ઘટનાની નોંધ તેમણે લખેલી છે. જાણે કે તેમણે પરમાત્માની વાણી સાંભળી હોય.
ૐ ચાણસ્માના ‘‘ભટેવા'' પાર્શ્વનાથ દાદાનો ઇતિહાસ - ઘટનાઓ – પ્રદક્ષિણામાં ફોટા ચિત્રો રૂપે દર્શાવેલ છે અને તેના ગ્રંથ પણ બહાર પાડેલ છે. અહીં પણ શ્રી નવકારની પૂજ્યશ્રી પરની કૃપાના દર્શન થાય છે.
પૂજ્ય ગુરુદેવશ્રી વ્યાખ્યાનની પાટ ઉપર બેસતા. કાર્યવ્યસ્તતાના કારણે શેના વિષે શું બોલવાનું છે તેનો વિચાર પણ કરી શકતા નહિ પણ ૩ નવકાર ગણે અને વિષયને અનુરૂપ પ્રવાહ શરૂ થતો.
ૐ શ્રી નવકારની આરાધનાના બળે પૂ ગુરુદેવશ્રીને કેટલીક ઘટનાઓનો અગાઉથી અણસાર આવતો. શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ દાદાની મૂર્તિનાં દર્શન થયાં. અને ત્યાં ખૂબ જહેમત ઉઠાવીને બાવા પાસેથી પ્રભુ મેળવ્યા. અંતે તીર્થમાં પરમાત્માની પ્રાણપ્રતિષ્ઠા સમયે પોતાની યૌગિક શકિતઓ વડે તેમાં પ્રાણપ્રતિષ્ઠા કરી અને તીર્થને જાગતું કર્યું પણ કયાંય પોતાના નામની ‘કામના’ રાખી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org