________________
૧૦૮
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
સ્થાન – સમય – સંખ્યાની ચોકસાઈ અને સતત ૨૪ કલાકના ૪૫ દિવસના મૌનથી આત્માની શકિતઓના આડે રહેલ વિવિધ આવરણો મૌન અને સ્થાન - સમય સંખ્યાની ચોકસાઈથી ઓગળવા માંડ્યા.
જો આ વખતે શ્રી નવકાર હોત તો વધુ લાભ થાત, પણ ભાવયોગે બીજી બાજુ વૃત્તિઓ હતી છતાં ગુરુકૃપાએ અને મૌન, સ્થાન, સમય, સંખ્યાની ચોકસાઈની મર્યાદાનો મેળ પડી જવાથી અંતરની જીવન શકિતઓનો વિકાસ સાહજિક રીતે સરસ થવા માંડ્યો.
મારું તો અનુમાન - પ્રાય: સાચું છે કે એ જાતના મૌનના સાતત્ય અને સ્થાન - સમય - સંખ્યાના નિયતીકરણથી બીજાઓને દુર્લભ તેવા વિશિષ્ટ કોટિના દિવ્ય અનુભવો ભલે! નિમ્નસ્તરના, પણ મારી આત્મસાધના માટે જરૂરી શરીર – શુદ્ધિ, કષાયોનું શમન, રોગોથી છુટકારો અને આંતરિક પવિત્રતાનાં અનેક મૌલિક તત્ત્વોની માહિતી મેળવવા ખૂબ ઉપયોગી નીવડ્યા,
આ બધી પાત્રતાની વિકાસની ભૂમિકાએ જ ન જાણે કેમ રાજરાજેશ્વર શ્રી નવકાર મહામંત્ર મારા વિશુદ્ધ થયેલ અંત:કરણ મન મસ્તિષ્ક – શરીરના યોગ્ય સહયોગના પરિણામે વિરાજમાન થઈ શકયો, નહીં તો ભૌતિક રીતે અશુદ્ધ શરીર, વૈચારિક રીતે અશુદ્ધ મન અને બાહ્ય વાતાવરણથી પ્રભાવિત થઈ જવાની નિમ્ન ભૂમિકા પર રાજરાજેશ્વર શ્રી નવકાર મહામંત્ર શી રીતે આવી શકે?
એટલે જે થયું તે મારા આત્મહિત માટે થયું. મારો મુદ્દો એ છે કે, તમો સંસારની મોહમાયાની ઝપેટમાં કયારેક આરાધનાને ગૌણ ન બનાવી દો અને તેની મહત્તાને વિસારી ન દો, એ માટે આંતરિક અપૂર્વ વૈચારિક બળની કેળવણી શ્રદ્ધા-ભક્તિ અને બહુમાનની ત્રિપુટી માટે સતત પ્રયત્નશીલ રહેશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org