________________
૩૨
સંતોષવા શાસ્ત્રજ્ઞાની વિદ્વાન-જાણકાર હોવાના અભિમાનના શિખરે ચઢી લાંબી પહોળી સુફિયાણી વાતો કરું છું, એટલે હું તો રોટલો, મરચું ખાઉં છું. હું કંઈ શ્રી નવકારના રસાસ્વાદને છતી શક્તિએ, છતો ભંડાર ભરપૂર છતાં ચાખતો નથી.
કેટલો મહામૂઢ હું? કેવી પ્રબળ આત્મવંચના! ભારે ગ્લાનિ થઈ છે. હવે હું મારા મિથ્યા અભિમાન શબ્દ પંડિતાઈ અને વાક્પટુતાના વસ્ત્રો ઉતારી જાપના માધ્યમથી શ્રી નવકારના અથાગ જળાશયમાં ડૂબકી મારું છું. જ્યારે દેવ-ગુરુની કૃપાએ મારા અંતરનાં આવરણો ખસી અંતરનો સ્વાદ ચાખવા મળશે એટલે ફરી તમારી સામે પત્ર દ્વારા ઉપસ્થિત થઈશ. એમ કરી મોહનભાઈને દર અઠવાડિયે ૮ થી ૧૦ પાનાં ભરીએ એવા ૫૭ કાગળો ફા વ૰ ૨ નાગપુરથી શિખરજી તરફ વિહાર કર્યો ત્યારે લખાયા. લગભગ નાગપુરથી ૩૦ માઈલ દૂર બંગાળની સરહદ લગભગ (ગામનું નામ યાદ નથી) આ દિવ્ય સ્ફુરણા થઈ ત્યારથી અઠવાડિયે પત્રો લખવાની પદ્ધતિ હતી તે બંધ કરી.
-
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
આ ઉપરાંત નાગપુર ચોમાસામાં મોહનભાઈને જૈન દર્શન ઉપર ૩૫૦ પાનાં મોટી ડાયરીનાં લખાયાં, ચોમાસાના ઉત્તરાર્ધમાં થી નવકાર મહામંત્ર અંગે ૫૦ પાનાં મોટી ડાયરીનાં લખાયેલ, આ બધું કંદોઈનું કામ બંધ કરી ર૦૧૧ના પો સુ॰ ૧૩ થી મિથ્યાભિમાન આદિના કપડાં ઉતારી શ્રી નવકારના જળાશયમાં ડૂબકી મારી કે ફાગણ સુદ ૧૪ શિખરજીમાં ૧૮ લાખ નવકારે પહોંચ્યો. અને કાનપુરના ચોમાસામાં દિવાળી લગભગ ૪૨ લાખ નવકારે પહોંચ્યો. દિવસે દિવસે જાપની નિયમિત પ્રક્રિયાથી અદ્ભુત રસાસ્વાદ આવવા માંડ્યો, પરિણામે અનેક શાસ્ત્રીય પદાર્થોની ગૂંચો આપોઆપ ઉકેલાવા માંડી, અનેક દિવ્યસૃષ્ટિનાં સાક્ષાત્ દર્શન થવા માંડ્યાં. અને ધીમે ધીમે વૃત્તિઓ એવા દિવ્ય રસાસ્વાદમાં લીન થઈ ગઈ કે હું દેવગુરુકૃપાએ કયાંય સાધનાનાં સોપાનો વટાવી વિશિષ્ટ સિદ્ધિઓનાં શિખરોની નજીક પહોંચ્યો. આ રીતે જાપની વ્યવસ્થિત પ્રક્રિયા અદ્ભુત શકિતઓને વિકસાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org