________________
શ્રી નમસ્કાર મહામંત્ર નવચંદ્રિકા
ઊપજતા મિથ્યા-આત્મસંતોષના બળે વિકસતી બેજવાબદારીને કર્તવ્યનિષ્ઠા અને પોતાની કક્ષાને અનુરૂપ ફરજના સજાગ ભાન દ્વારા દૂર કરવા મથે તે શ્રી નવકાર મહામંત્રની આરાધક !!!
* આરાધનાના પંથે જ્ઞાન સાથે ચારિત્રનો અને તે બંનેનો સમ્યગુદર્શન સાથે પુનિત સંબંધ સ્થાપી રત્નત્રયીની આરાધના દ્વારા જીવનને કર્મનિર્જરારૂપ સફળતાના પંથે વાળવા મથે તે શ્રી નવકાર મહામંત્રની આરાધક !!!
આવા મહામહિમશાળી શ્રી નમસ્કાર મહામંત્રને ઓળખવા – સમજવા અચૂક ઉપાય - નિયત સમયે – નિયત સ્થાને - નિયત સંખ્યાથી જાપ કરવો એ જ અમોઘ ઉપાય છે. આવી વિધિપૂર્વક કરાયેલ જાપની પ્રક્રિયાથી એવી ઉદાત્ત શકિતનો વિકાસ થાય છે કે જેથી પ્રબળ અતિ નિબિડ ગાઢ પણ કર્મનાં આવરણો આપોઆપ ઓગળી જાય છે.
મારા જીવનનો પ્રત્યક્ષ દાખલો છે કે ૨૦૧૧ના પોષથી - નાગપુરના મોહનભાઈની તીવ્ર જિજ્ઞાસાવાળા પત્રોના સમાધાન લખવાના પ્રસંગે એક વખત રાત્રે 10 થી રમાં અપૂર્વ ફરણા થઈ કે ગૃહસ્થ વ્યક્તિ સંસારની મોહ જાળમાં ફસાયેલ પણ બુદ્ધિ યોગના માધ્યમથી આટલો બધો ઊંડો ઊતરે તો જ્ઞાનયોગ – ક્રિયાયોગના સુમેળવાળા સંયમના પંથે આવવા ઉપયોગી પૂર્વના અદ્દભુત વિશિષ્ટ પુણ્યના ઉદયે વિશિષ્ટ ધર્મના રંગે રંગાયેલ શ્રાવક કુટુંબમાં જન્મ થયો કે – જ્યાં રાા વર્ષની નાની વયે ઉકાળેલા પાણીની પ્રેરણા મળી, અનેક વિરોધના વંટોળ વચ્ચે પણ ફા વર્ષની નાની વયે અક્ષરજ્ઞાન પણ નહીં, નવકાર પણ પૂરો સ્પષ્ટ ના આવડે, તેવી વયે સંયમ અદ્ભુત રીતે સંસ્કારી માતા-પિતાના અગણિત ધર્મ - અડગતા બળે મળ્યું.
વધુમાં મારા જીવનને શાસનાનુકુળ વિશિષ્ટ બનાવવા, વ્યાખ્યાન- ગોચરી-વિહાર બધી જવાબદારી ઉઠાવી. અને નાનપણમાં હું ઘણો તોફાની ઉદંડ હતો. દંડશાસ્ત્રના પ્રતાપે મને કાબૂમાં રાખી એવા સુંદર સંસ્કારો પૂ તારક ગુરુદેવે માલવા જેવા બાહ્ય નિમિત્તોની ખરાબ અસર ન મળે તેવા પ્રદેશમાં મારા જીવનને ઘડવા તનતોડ મહેનત પૂ. ગુરુદેવે કરી, પુણ્યાત્મા મોહનભાઈની જેમ હજુ મારા મનમાં જીવન શુદ્ધિના અચૂક મંત્ર સમા શ્રી નવકાર મહામંત્ર માટે આવી તમન્નાભરી જિજ્ઞાસા કેમ નથી જાગતી ? ખૂબ શરમ, ગ્લાનિ અને અથુપાત થયો. પ્રાય: તો કેવળ વિસં. ૨૦૧૧નો પોષ સુ. ૧રનો હતો. ૧૫ થી ૨૦ મિનિટ ખૂબ રડ્યો. છેવટે જાણે ઝબકારો થયો કે, “ગાંડા! એ છે કેમ? હજુ શું બગડ્યું છે? સમાઈ જા શ્રી નવકાર મૈયાની ગોદમાં ! ઉઠાવ તારી માળાને! ધણધણાયે જા - જાપના રણકાર ને! તારા અંતરનાં પડલ ઓગળી જશે અને જીવનનું પરમ સત્ય તારી રાહ જોઈને ઊભું છે તેના સ્વાગત માટે યોગ્ય બની જા.”
આ અંતરના ઝણઝણાટીભર્યા દિવ્ય સૂચનને વધાવી બીજે જ દિવસે મોહનભાઈને પત્ર લખ્યો કે હવે હું કંદોઈનો ધંધો બંધ કરું છું. તમને બુદ્ધિયોગના બળે શાસ્ત્રોના હવાલા આપી શ્રી નવકારની જાત જાતની મીઠાઈ તમારા પ્રશ્નોની જિજ્ઞાસા તૃપ્ત કરવા રૂપે પીરસતો હતો, પણ હું તો કંદોઈ જેમ ઘેર જઈ રોટલો ને મરચું ખાય તેમ હું તો પટપટ મણકા ઉતારવાની ક્રિયા વેઠ ઉતારવાની જેમ માંડ ૩ માળા શ્રી નવકારની જેમ તેમ લોચા વાળવા રૂપે ગણું છું. તમારા પત્રોમાં તમારી જિજ્ઞાસાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org