________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
જોયેલ સત્યનો ઝણકાર આપણા જીવનને સ્પર્શે છે.
‘આત્મા છે, કર્મથી દુ:ખી થાય છે. કર્મોના બંધનથી છુટાય એટલે પરમપદ – મોક્ષમાં અનંત અક્ષય સુખ મળે છે.’’ આ જાતનું સત્ય શબ્દના માધ્યમથી શ્રોત્રેન્દ્રિય દ્વારા બુદ્ધિ સુધી પહોંચે છે, પણ બુદ્ધિથી હૈયામાં જે રસ્તે થઈને તે સત્ય જાય છે. તે દ્વાર અણવપરાશથી આપણી બેદરકારીથી BLOCK UP થઈ ગયું છે.
શ્રી નવકારના જાપની આગવી વિશેષતા એ છે કે બુદ્ધિથી હૈયામાં સત્યને ઊતરવાનો જે માર્ગ આપણી બેદરકારીથી અણવપરાશથી લગભગ ખોરવાઈ ગયો છે તે માર્ગને સ્વચ્છ કરી વહેતો કરવાનું કામ શ્રી નવકારના જાપથી થાય છે.
વળી શ્રી નવકાર મહામંત્રનો જાપ આપણા જીવનમાં વિચારોની નવી દિશા ખોલે છે કે, આ સંસાર દુ:ખમય છે. સંસારના દેખીતા સારા સુખનાં સાધનો કે સુખરૂપ લાગતા પદાર્થો પણ અંદર દુ:ખના પ્રવાહથી લથબથ હોય છે. ઉપરના આછા પાતળા કલ્પના રૂપ સુખના પડદાની પાછળ ભયંકર દુ:ખની પરંપરા આપણી આસપાસ ફરી વળે છે.
આપણી દૃષ્ટિમાં શોર્ટલાઇટના દોષથી ક્ષણિકસુખના વિચારોની જે વિકૃતિ છે તે શ્રી નવકારના જાપથી હટી જાય છે. અને દરેક પદાર્થમાં દીર્ઘદષ્ટિથી આનું ભાવી પરિણામ કેવું ? તેનો વિચાર કરવાની ટેવ વિકસે છે.
૯
શ્રી નવકારના જાપથી હકીકતે આપણા જીવનના વિકાસમાં ઉપયોગી પદાર્થો તરફ આદરભાવ ઊપજે છે. તેનાથી જીવનના વિકાસની દિશામાં આપણે નકકર પગલાં ભરી શકીએ છીએ.
Jain Education International
આવા મહામહિમાશાળી અપૂર્વ દિવ્યશકિતઓના નિધાન શ્રી નવકાર મહામંત્રના અદ્ભુત જાપ દ્વારા તમે તમારા અંતરના દ્વારને ઉઘાડી જગતના પદાર્થોની વાસ્તવિકતા ઓળખાવનાર દિવ્યદૃષ્ટિને મેળવી જીવનશક્તિઓના વિકાસની સાચી દિશામાં પગલાં ભરી હકીકતે અંતરંગ શકિતથી સમૃદ્ધ બનો એ મંગલ કામના.
פל
-
૩૦
અપ્રાપ્ય
For Private & Personal Use Only
તી
www.jainelibrary.org