________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૪૩
શ્રી નવકાર મંત્રના વર્ષોમાં એક એવી અદ્ભુત શકિતની ધારા છે કે જેથી પૌદ્ગલિક શક્તિ ખૂબ જ કાબૂમાં આવે છે જેથી તેની વિકૃત અસરો જીવનમાં ન આવે સાથે જ આત્મિક શકિતનું ઉત્થાન થાય છે.
પણ શ્રી નવકારના અક્ષરોમાં રહેલી આ શક્તિધારાને પ્રસ્તુતિ કે સક્રિય બનાવવા માટે વ્યવસ્થિત રીતે આસન, સમય, સંખ્યાના ધોરણને જાળવી જાપની ખાસ જરૂર છે.
આવો વ્યવસ્થિત જાપ જેટલો વધુ થાય, જેટલી તેની માત્રા વધે, તેટલી આપણી આંતરચેતના વધુ જાગ્રત થઈ શ્રી નવકારના અક્ષરોમાં રહેલી દિવ્ય શક્તિધારા સાથે સંપર્કમાં આવે. માટે મુડની ચિંતા – રાહ ન જુઓ, નિયત સમયે, નિયત આસને, નિયત સંખ્યામાં જાપ કરવા બેસી જ જવું.
મારો પોતાનો અંગત અનુભવ છે કે ૧૦ મિનિટ પૂર્વે મને ખૂબ ડોળાયેલ હોય, જાપ કેમ થશેની ચિંતા હોય પણ નિયત સમયે જ્યાં જાપ શરણાગતિ ભાવે શરૂ કર્યો કે અર્જટ કોલની જેમ એક, બે ને ત્રીજા નવકારે મનની ચંચળતા ગાયબ, અંતરથી શકિતનો સ્રોત વહેતો થાય.
તમો પણ આ દિશામાં જરા આગળ વધો, મને ત્રણ વર્ષની વૃત્તિએ આ અનુભવ થયો છે. તમો પુણ્યશાળી છો કે વિશિષ્ટ રીતે શ્રી નવકારના સંપર્કમાં આવી તેમની શકિતઓ તમો ઝીલી શકો છો. તમારે માત્ર નિયત સમય, નિયત સ્થાન (આસન), નિયત સંખ્યા આ ત્રણ ધોરણને જાળવી મુડની પરવા કર્યા વિના જાપમાં લીન થવું.
બાયટ્રાયલ - ત્રણ પખવાડિયા કરી જુઓ, અદ્ભુત દિવ્યશક્તિનો અનુભવ જરૂર થશે, અંદર વહેલાસર શાન્તિના સમુદ્રની અપૂર્વ ઊર્મિઓ અનુભવાશે. આવા જાપ માટે તમે ૧ બાંધી માળાથી શરૂઆત કરો - મંગળજ્યોતથી જાપ કરવો, પણ સમય-સ્થાન સંખ્યામાં ફેરફાર ન કરવો. તમારી અંદરની અમાપ શક્તિઓનો સ્રોત વહેલો અનુભવાશે. બસ આ વખતે ટૂંકોને ટચ પણ ખાસ અમલમાં મૂકવા જેવી વાતથી આ પત્ર પૂરો કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org