________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
તેના બદલે આમ થયું હોત તો ! આ મારું, આ તારું, આવા બધા વિચારો વિષયો પ્રતિ રાગની તીવ્રતા સૂચવે છે અને પરમેષ્ઠીઓ પ્રતિ દૃઢરાગમાં કે તેઓની સર્વહિતકરતા પર અવિશ્વાસ સૂચવે છે. એટલે ખરી રીતે તો નાનું બાળક (છ મહિનાનું) માની ગોદમાં એકદમ નચિંત નિર્ભય વિચારશક્તિના પ્રયોગ વિના મસ્તીથી ઊંઘે છે. સામે કૂતરું - આગ આદિ અનિષ્ટો હોય તો યે ગભરાતું નથી, એને કશી જ ચિંતા નથી, એ બધું માતા સંભાળે. આ રીતે આપણે સમજ- ભાનપૂર્વક પંચપરમેષ્ઠીઓના શરણે લીન થઈ જઈએ ત્યારે ખરી શ્રદ્ધા કેળવાઈ એમ ગણાય. આવી શ્રદ્ધાના પાયા દૃઢ થયા પછી વિચારોની ગતિશીલતા બંધ થાય તો પછી વિચારોમાં સંઘર્ષ રહે જ શી રીતે ?
૪
૨૩૨
આ રીતે આરાધનાના પંથે ચાલતા પુણ્યાત્માઓ લક્ષ્ય પ્રતિ જાગૃતિનું બળ કેળવી તેમના પ્રતિ દૃઢ ભકિતરાગ કેળવી વિષયોના વિરાગને ઉપજાવે.
D
આવા વિષયવૈરાગ્યથી શ્રદ્ધા મજબૂત થાય છે. આરાધના આવી શ્રદ્ધાના બળથી સફળતાને વરે છે.
Jain Education International
૧૪
૧-૧૧-૮૩
આરાધનાના પંથે ચાલતાં ઉત્સુકતા આરાધનાની શિતને ધીમી કરી નાંખે છે. પાત્રતા હોય ત્યાં ઉત્સુકતા ન હોય. ઉત્સુકતા હોય ત્યાં પાત્રતાની ખામી ગણાય. કૃપા મેળવવાની, ફળ મેળવવાની, સિદ્ધિઓ મેળવવાની, અને આપણા મનની કલ્પનાઓને સાકાર કરવા આદિ ઘણી જાતની ઉત્સુકતાઓ હોય છે.
દ્વા
ઉત્સુકતા એટલે આરાધ્ય તત્ત્વ પ્રતિ શ્રદ્ધાની ખામી - આરાધ્ય તત્ત્વ સંપૂર્ણ શકિતશાળી છે. તેની પ્રામાણિક પ્રતીતિ ગુરુવચનથી કે જાતઅનુભવથી કર્યા પછી શ્રદ્ધાનો દોર મજબૂત થાય છે. તેમાં વિવિધ જાતની ઉત્સુકતા જાગે એટલે આરાઘ્યતત્ત્વ પ્રતિ જાણે આપણે શંકાની નજરે જોતા હોઈએ એવું થવા પામે. આ બધા અજ્ઞાત મનમાં પડેલા જૂના સંસ્કારો આપણને આરાધનાના મૂળ રસ્તા પરથી ખસેડી કેડીના માર્ગે ધકેલી સંસારના ચકરાવે ચઢાવવાની ક્રૂર રમતો છે. આમાં આરાધક
For Private & Personal Use Only
www.jainelibrary.org