________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
STU
४०
પાલનપુર
૨૮-૮-૮૩ શ્રી નવકારની આરાધના એ કોઈ બીજાની આરાધના નથી. આપણા આત્મદેવની આરાધના છે, એટલે આપણા આત્મા ઉપર વળગેલ અહંભાવ – મમતાનાં બંધનો ફગાવી દેવાની સાધના છે. પરિણામે આપણા અંતરના સદ્ગુણોનો ભંડાર આપણને અનુભવવા મળે. તેથી શ્રી નવકારની આરાધના એ બીજની ઉપાસના કે ખુશામત નથી. પણ આપણી ખોવાઈ ગયેલ – છીનવાઈ ગયેલ ગુણસંપત્તિનો કબજો મેળવવા વિશિષ્ટ પુરુષાર્થરૂપ આરાધના છે.
આનું નામ ઉપાસ્ય = ઈષ્ટદેવના નામે નથી, જેમ માણિભદ્રજીનો મંત્ર, પદ્માવતીનો મંત્ર, આદિમાં મુખ્યતા તે તે ઉપાસ્ય દેવ-દેવીનું મહત્વ છે. પણ આ નવકારમાં ઉપાસ્ય તત્વ કોઈ છે જ નહીં. જેની ઉપાસના છે તે તો આપણો આત્મા જ છે. તે તો આપણે પોતે જ છીએ, માત્ર તેના પર આવરણો ખસેડવાના પુરુષાર્થની જ મહત્તા છે. તે પુરુષાર્થ કરવાના આદર્શરૂપે પંચપરમેષ્ઠીઓ જેઓએ આવા વિશિષ્ટ પુરુષાર્થ દ્વારા પોતાના આત્મતત્ત્વની શકિતઓનો સફળ ક્રમિક વિકાસ કર્યો છે. એટલું જ નહીં સફળ વિકાસનો માર્ગ પણ દર્શાવ્યો છે. તે પંચ પરમેષ્ઠીઓના આદર્શને સામે રાખી પોતાની પુરુષાર્થ શકિતને વ્યવસ્થિત રીતે વિકસાવવી તેનું નામ શ્રી નવકારની આરાધના અગર શ્રી નમરકાર મહામંત્ર છે.
એટલે શ્રી નમસ્કાર મહામંત્રનો ભાવાર્થ આપણી આત્મશક્તિઓનો સફળ વિકાસ કરવો તે છે, પણ દિશાસૂઝ વગર કરામ પુરુષાર્થથી મુશ્કેલી – અનર્થો વધે છે. તેથી પંચપરમેષ્ઠીઓને = તેઓની આજ્ઞાને દષ્ટિ સમક્ષ રાખી યોગ્ય પુરષાર્થ કરવાની તત્પરતા કેળવવી એ શ્રી નવકાર મહામંત્રની આરાધનાનું હાર્દ છે. બીજાની આશાએ કરાતી સાધના આખરે ફળે કે ન પણ ફળે! કેમ કે તેમાં સામા દેવ-દેવીની પ્રસન્નતાની અપેક્ષા રહે.
પણ આપણી પોતાની જાતને જ આજ્ઞાના પગથાર પર લાવી મલિન તત્ત્વોથી જાતને અળગી કરવા માટે તીવ્ર પુરુષાર્થની જ જરૂર છે.
આવા મહાશકિતશાળી શ્રી નમસ્કાર મહામંત્રની આરાધક કેટલો પ્રસન્ન હોય! ગમે તેવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પરમેષ્ઠીઓના તેજથી સ્પષ્ટ માર્ગદર્શન મેળવી કેટલી સ્વસ્થતાપૂર્વક પરિસ્થિતિઓની વિષમતાને જીરવી શકે! એ ખરેખર લાંબા ગાળાની આરાધના બળે સમય.
એવી ભૂમિકાના ઘડતર પછી દુનિયા જેની પાછળ ગાંડી-ઘેલી થઈ દોડે છે, તે દેવ-દેવીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org