________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
થવા
.
. •
•
•
•
• •
• •
•
•
•
•
• •
•
•
•
•
સંસારના સુખોની ક્ષણિકતા, પરિણામ – કટુતાના વિચારથી સાચો વૈરાગ્ય અને માધ્યય્ય ભાવ પ્રગટે છે.
વધુમાં એમ પણ સમજાય છે કે આ જગતના સચેતન કે અચેતન પદાર્થો મારાં સુખ-દુઃખના કારણ નથી પણ તે પદાર્થો પ્રતિ ઊપજતા રાગદ્વેષનાં પરિણામો મારા સુખ-દુ:ખનાં કારણ છે. એટલે મારી પોતાની અજ્ઞાનદશાથી ઊપજતા રાગદ્વેષનાં પરિણામો જ મને સુખી-દુ:ખી બનાવે છે.
એથી જગતના સારા-ખોટા પદાર્થો પ્રતિ કુદરતી માધ્યચ્ય ભાવ કેળવાઈ જાય છે. આ રીતે મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યશ્મભાવનો ટૂંકમાં ૭ પત્રોમાં વિચાર કર્યો. એકંદરે આખી ટૂંકી ફળશ્રુતિ આ પ્રમાણે છે. મૈત્રીભાવની કેળવણીથી . . . .
. . . . . ઈર્ષાભાવ કરણાભાવની કેળવણીથી . . . . . . . . . . . . • • • •
. . . . . દ્રોહભાવ પ્રમોદભાવની કેળવણીથી. . . . . . . . . . • • • • • •
. . . અસૂયાભાવ માધ્યશ્મભાવની કેળવણીથી . . . . . . . .
• . . . ક્રોધભાવ.
આત્મામાંથી છૂટે છે. ઈર્ષા = અદેખાઈ દ્રિોહ = બીજાને નુકસાન પહોંચાડવાનો ભાવ.
અસૂયા = ગુણમાં દોષદષ્ટિ. ક્રોધ = પોતાને થતું નુકસાન બીજ ઉપર ઓઢાડવાનો ભાવ. આ ચાર ભાવનાઓને વારંવાર વિચારણા અને મનનના બળે જીવનમાં અપનાવવા જેવી છે.
મહાપુરુષો પણ આ ૪ ભાવનાઓના બળે જ જીવનને ઉદાત્ત બનાવી શકયા છે. તમો શ્રી નવકાર મહામન્તના આરાધક તરીકે આદર્શ જીવન કેળવવા આ ૪ ભાવનાઓનું બળ સતત વધારો એ મંગળ કામના...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org