________________
૨૦૦
જીવનશુદ્ધિ ખરેખર અણમોલ છે!
આવી અણમોલ જીવનશુદ્ધિ શ્રી નવકાર મહામંત્રના પ્રતાપે તેવા વિશિષ્ટ સંયોગો દ્વારા મેળવવાની તકવાળા પીરિયડમાંથી તમો પસાર થઈ રહ્યા છો તે ખરેખર તમારા સૌભાગ્યની વાત છે.
તમારે તમારા વિચારોમાં આ વાતની સમજણપૂર્વક એવી છાપ ઊભી કરવી જોઇએ કે જેથી આ તક મળી છતાં જેટલો જોઈએ તેટલો વિકાસ હજુ થઈ શકયો નથી. તેના પાયામાં જે ખૂટતાં તત્ત્વો છે તેનું તમને સ્પષ્ટ ભાન થાય, નિરાશા કે હતાશાનું વાતાવરણ ન કેળવાય, પણ સૂક્ષ્મ રીતે વિચારોનાં આંદોલનો ઊપજે, જેની ખબર તમારા અજાગ્રત મનમાં ઘેરી પડી રહે અને સમય આવ્યે જાગ્રત મનની ભૂમિકા પર તેની અમિટ છાપ ઊપસે કે જેથી સમજણપૂર્વક પુરુષાર્થની ભૂમિકા કેળવવા તમો સમર્થ થઈ શકો, તેવી ભૂમિકાના ઘડતરની હાલના તબકકે ખાસ જરૂર છે.
આ માટે તમારે નિખાલસપણે નિયત સમયે જાપ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, આહાર વિહારની સાત્ત્વિકતા અને નિયમિત શ્રી નવકારના સાહિત્યના વાંચનની ખાસ જરૂર છે. તમો આ માટે જરા લક્ષ્ય રાખી પ્રયત્નશીલ બનો એ ખાસ જરૂરી છે.
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
બીજો માર્ગ છે એકલા વર્ણયોગની સાધનાનો, જેટલા બને તેટલા વધુ નિયત સંખ્યા, સ્થાન, સમયની મર્યાદા જાળવી વધુમાં વધુ શ્રી નવકારનો જાપ તમે વર્ણયોગની મર્યાદા પ્રમાણે કરો તો પણ ઝડપી આંતરિક વિકાસ થઈ શકે.
આ માર્ગ દેવગુરુકૃપાએ મને મળ્યો છે. હું તે રસ્તેથી પસાર થઈ આજે અમુક ભૂમિકાએ આવ્યો છું, પણ તમે સંસારી જીવ છો - મારી અને તમારી ભૂમિકામાં ફરક છે. તમારી આસપાસ સંસારી મોહજાળના લફરાં અને વ્યાવહારિક જવાબદારી ઘણી, તેથી તમો એકલા વર્ણયોગની સાધનાના માર્ગે જઈ ન શકો. પણ વર્ણયોગને કેંદ્રમાં રાખી તેના સહયોગી તરીકે
* સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા,
* સાત્ત્વિક આહાર ચર્ચા,
* પવિત્ર વાતાવરણ,
(ભાઈબંધોના વ્યવહાર પર કાબૂ) * શ્રી નવકારનું સાહિત્ય વાંચવું.
Jain Education International
-
આ ૪ બાબતો વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય તો તમારી વિશિષ્ટ ભૂમિકા કેળવાઈ જાય કે જેના માટે બીજા સાધકોને હજુ ઘણા પ્રયત્નની જરૂર પડે. તમે પુણ્યશાળી છો કે તમોને ઊગતી ઊછરતી જુવાનીના દ્વાર ખૂલે તે પહેલાં શ્રી નવકાર અને જિનશાસનના મર્મ સમજી શકાય તેવા સંયોગો મળ્યા.
હવે માત્ર થોડીક સાવધાનીની જરૂર છે. તમારી આસપાસ મોહાળ પથરાઈ રહી છે તેમાંથી સાવધાનીપૂર્વક રસ્તો કાઢી આજ સુધી મેળવેલી આરાધનાની પાયાની શકિતઓ ગૂંચવાઈ ન જાય એ રીતે માર્ગ કાઢી આરાધનાના આગળના સ્ટેજ પર વધવા – જવા ઉત્સાહભેર તૈયાર રહેવાનું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org