________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૨૪૩
વિશિષ્ટ જાપથી, શ્રી નવકારના અક્ષરોના વિધિપૂર્વક જાપથી થતા – ઊપજતાં આંદોલનોથી મોહના સંસ્કારોનું ઘડતર - જે મોહની તીવ્રતાથી થયું હોય છે - તે મોહ નરમ પડે છે.
| સરવાળે આપણામાં સંસ્કારોની નિષ્ક્રિયતા થવા પામે છે. પરિણામે વિચારો સ્વચ્છંદવાદના પંથે જતા અટકી જાય છે. આપણી અંતર્ચેતનાના આદેશ વિના સંસ્કારોની દોરવણીથી ઊપજતા વિચારોના આંદોલનને શમાવવાની આરાધનામાં વહેલી તકે જરૂર છે. આ માટે જ્ઞાની નિશ્રા અને શરણાગતિ સાથે વિધિપૂર્વક જિનપૂજા – સામાયિક – વ્રતનિયમ પચ્ચકખાણ આદિ છ આવશ્યકના પાલન સાથે શ્રી નવકાર મહામંત્રના વર્ણયોગની પ્રક્રિયા સાથે ઉદાત્તભૂમિકાનો જાપ એ જીવનશુદ્ધિનું સફળ મહત્ત્વનું અંગ છે, તેને અપનાવવું જરૂરી છે.
આરાધના પંથે ધપી વિશિષ્ટ આત્મશુદ્ધિ મેળવનારા પુણ્યાત્માઓ આ રીતે જ જીવનયાત્રાને ગોઠવી શુદ્ધિનાં સોપાનો ચઢી ઉચ્ચકોટિની નિર્મળતાના શિખરે પહોંચે છે.
કયારેક એવું પણ બને છે કે આ જાતની શુદ્ધિના રાજમાર્ગની કો'ક કડી ખૂટવાથી આડરતે ફંટાઈ ગયેલ, આરાધક પુણ્યાત્માઓ ખૂટતી કડી પૂર્વની આરાધનાથી ઊપજેલા પુણ્યના આધારે બીજા જન્મમાં મેળવી પોતાની આરાધનાની મંગલયાત્રા જે આડરતે વિકૃત થવા પામેલ તે સુધરવા પામે છે.
- જેમ કે કમઠની ધૂણીમાં બળતો નાગ (લાકડાની બખોલમાં) ભયંકર મરણાંત કષ્ટની વેદના ભોગવી રહેલ પણ અતિશયધારી વિશિષ્ટ દિવ્યજ્ઞાની શ્રી પાર્શ્વકુમાર તેના ઉદ્ધારની વાતને હૈયામાં રાખી, બીજા કંઈ પણ લૌકિક પ્રયોજન વિના અશ્વારૂઢ થઈ કમઠ પાસે જઈ જરા યોગસાધનાની આડી વાત ઉપાડી લાકડામાં બળતા નાગને કઢાવી સેવકમુખેથી શ્રી નવકાર મહામંત્ર સંભળાવી ગયા જન્મની તેની ધર્મઆરાધનામાં અવિધિ – ઈષ અને અનાદરથી પડેલ ફાચરથી અટકી ગયેલ જીવનસાધનાનો માર્ગ પ્રબળ પ્રભાવશાળી શ્રી નવકારના તેજસ્વી વણે પતિતપાવન શ્રી પાર્શ્વનાથ પ્રભુની નિષ્કારણ ભાવકરુણાભરી દષ્ટિથી ખૂબ શકિતવંતા બની નાગે પૂર્વભવમાં કરેલ વિરાધનાના દોષને હઠાવી નાગના જીવની આત્મશકિતને ભૂતકાલીન આરાધનાના દિવ્ય તેજવાળી બનાવી ભયંકર દુર્ગતિમાંથી બચાવી નાગકુમારના ઈન્દ્રપદવી જેવા ધરણેન્દ્રપદવી નામના અપૂર્વ સ્થાનને પામવા સૌભાગ્ય અપાવ્યું.
આ રીતે શ્રી નવકારની વ્યવસ્થિત વર્ણયોગની પ્રક્રિયા સાથે વ્રત - ૫ - નિયમ આદિ ભવ્ય ધર્માનુષ્ઠાનોના બળથી વિરાધનાના થતા થયેલા દોષોને દૂર રાખી આત્મશક્તિને પરમાત્મ શકિત ભણી ગૌરવભરી રીતે વાળે છે.
આ પંથે તમે તમારી વ્યાવહારિક જરૂરિયાતોનો લક્ષ્યાંક નિયત કરી તેની પૂર્તિ પછી તમે તમારા જીવનને આધ્યાત્મિક સ્તરે ટકાવી ઉદાત્ત રીતે સાત્વિક ભૂમિકાએ લઈ જવા મહામંત્ર શ્રી નવકારની ઉત્તરોત્તર દિવ્ય આરાધનાના પંથે સફળતાપૂર્વક આગળ વધો એ મંગલ કામના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org