________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચિંદ્રિકા
૨૪૧
૧૯
૮-૧૨-૮૩ વિ. મહાપુરુષોની સોબતે આપણા વિચારો લક્ષ્યગામી બને છે. તેમાં આડે આવતા પૂર્વના અશુભ સંસ્કારોના અવરોધને હઠાવવા માટે આપણે મહાપુરુષોની આજ્ઞાને સમર્પિત થવાની ખાસ જરૂર છે.
આપણી વાસનાઓ-વૃત્તિઓમાં સહજ રીતે અહંભાવ અને સ્વાર્થની માત્રા ભરપૂર હોય છે તેને સમર્પણભાવ અને આજ્ઞાનિષ્ઠાના સાવરણાથી વાળી ઝૂડી તેની જગ્યાએ નમ્રભાવ અને પરમાર્થવૃત્તિઓની સ્થાપનાની ખાસ જરૂર છે.
તમારા જીવનમાં હાયર એજ્યુકેશન સાથે ભૌતિક વાતાવરણની ગાઢી અસરને તમો પૂર્વપુણ્યના બળે અંતરને સંતપુરુષોના સહવાસથી નમ્રતા – વિનય અને ગુણાનુરાગના ત્રિવેણી સંગમમાં ભૂસવા સમર્થ બન્યા છો એ ખરેખર તમારી જીવનશુદ્ધિ માટે સફળ ભૂમિકા છે. તેમાં અનંત પુણ્યના ઉદયે શ્રી નવકારની આરાધનાની સોનેરી તક ઝડપી શકયા એ વધુમાં વધુ તમારા ઉદાત્ત જીવનના શિખરે પહોંચવાની અચૂક નિશાની છે. તમો વ્યવસ્થિત નિરંતર ઉપયોગશીલ રહી આત્મશુદ્ધિના લક્ષ્યને જાગ્રત રાખી વ્યવસ્થિત જાપ, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, સ્વાધ્યાય, ગુણાનુરાગ, પરદોષદર્શન ત્યાગ, અને પરનિંદાનો પરિહાર આદિના આસેવન દ્વારા તમે આરાધનાના ઉચ્ચ શિખરે વૃત્તિઓને લઈ જવા સફળ થાઓ એ મંગલ કામના !!! તમારા ઘરના વાતાવરણમાં કુટુંબમાં, સ્ત્રી-પુત્રાદિમાં શ્રી નવકારની શ્રદ્ધા – સમર્પિતતાનું વાતાવરણ જે જામી રહ્યું છે તેમાં તમે સમજણપૂર્વક વધારો કરશો.
પ્રશસ્ત વેશભૂષા, સાત્વિક આહાર, આરાધનાના મુખ્ય પાયા છે.
શકય હોય તો રાત્રે થી ૯માં કુટુંબના બધા સભ્યો શ્રી નવકારના મંદિર સમક્ષ બેસે – શ્રાવિકા તથા પુત્રીઓ બેસે – પણ બધા સમૂહમાં શ્રી નવકાર ૩ વાર બોલી, ચત્તારિમંગલં ત્રણ વાર બોલી, શિવમસ્તુ ગાથા ૩ વાર બોલી “જય અરિહંત શ્રી અરિહંત જય અરિહંત શ્રી અરિહંત' આ ધૂન ૨૧ વાર (સોમ, ગુરુ, શનિવારે) રોજ ૭ વાર ચલાવવી. પછી “જે સમરે શ્રી નવકાર તે ઊતરે ભવપાર” ત્રણ વાર બોલવું. આટલું આ શનિવારથી જરૂર કરશો. વિશેષ - “ચેતન ! જ્ઞાન અજવાળીએ” એ માર્મિક પદ તમને આપવાની સૂચના પરમદિ’ થઈ છે. તમો પૂનમે શંખેશ્વર જરૂર અનુકૂળતા હોય તો આવવા વિચારશો. ત્યાં રૂબરૂ આપીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org