________________
૨૨૮
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
આ ભૂમિકા આરાધકોએ સતત પ્રયત્ન કરીને પણ મેળવવી જરૂરી છે. આ માટે તત્ત્વચિંતન, શ્રી નવકારના સાહિત્યનું વાંચન કરવાના પરિણામે આપણા અંતરમાં ડોકિયું કરતા રહેવું ઘટે, જેથી આપણા દોષોમાં ઘટાડો કેટલો થયો ? તેનો ખ્યાલ રહે.
આ વિના બાહ્ય - પ્રતિભાસિક આરાધનાના અહંકારથી અંતરમાં રહેલ દોષોનો ભંડાર ઉભરાતો જાય અને આપણે ગાફેલ રહીએ.
પરિણામે કયારેક વિશિષ્ટ નિમિત્ત પામી આપણામાં અંતર વિસ્ફોટ થાય અને આરાધનાને ન છાજે એવાં વમળો ઊભરાવા માંડે ત્યારે આપણને ખુદને વિચાર થઈ જાય કે શ્રી નવકારની આટલી આરાધના પછી આવું કેમ? પણ પદ્ધતિપૂર્વક આત્મનિરીક્ષણ દ્વારા અંતરમાં ડોકિયું કરવાનો પ્રયત્ન ન કરવાના પરિણામે આવું બનવા સંભવ છે. માટે ચેતતા નર સદા સુખી !!! તેથી શ્રી નવકારની આરાધનામાં જાપ પછી ૧૦ મિનિટ આત્મનિરીક્ષણ દ્વારા ભૂતકાલીન પ્રવૃત્તિઓની સમીક્ષા વધુ નહીં તો ગઈ કાલે શું શું કર્યું? તેમાં હકીકતમાં મારા કર્તવ્યનું પાલન કેટલું? અને પર પંચાત કેટલી ? ગુણાનુરાગની પ્રવૃત્તિ કેટલી? દોષદષ્ટિની વિક્રિયા કેટલી? આવું ચિંતન કરતા રહેવાની ખાસ જરૂર છે. આના પરિણામે આરાધનાની અંતરંગ અસર આપણામાં સ્થાઈ થવા પામે છે.
“અંતરના દોષોને ઓળખવા એ જ ખરેખર આરાધનાની સફળતાની પ્રથમ નિશાની છે.” તે પ્રતિ આપણે વધુ લક્ષ્ય આપીએ એ ખાસ જરૂરી છે.
આજનું પવિત્ર સૂત્ર છે “અંતર્મુખી બનો”
૧૧
૧૩-૧૦-૮૩ વિ, નવકારના આરાધકે આરાધનાના પરિણામે પ્રાથમિક કક્ષાએ ૩ ચીજો મેળવવાની, ૧. સમર્પિતભાવે શરણોપગમન ૨. પંચપરમેષ્ઠીઓની આજ્ઞાનું પાલન (ભાવાત્મક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org