________________
શ્રી નમસ્કાર મહામંત્ર તખ્તચંદ્રિકા
૧૨૭
Sાક
S
પાલનપુર
૧૨-૧૧-૮૩ વિ. જીવન એટલે માત્ર શ્વાસપ્રક્રિયાની હલનચલન નથી, પણ જીવન- તત્વને સક્રિય થવા માટે જરૂરી દશ દ્રવ્યપ્રાણો = ૫ ઈન્દ્રિય, મન, વચન, કાયા, શ્વાસોચ્છવાસ અને આયુષ્યની સુવ્યવસ્થિત જાળવણી સાથે સદુપયોગ તેનું નામ જીવન.
માત્ર શ્વાસોચ્છવાસ અને આયુષ્ય સાથે જીવનનો સંબંધ સ્થૂળ દષ્ટિએ છે.
હકીકતમાં આ દશ દ્રવ્યપ્રાણોથી આપણા અંતરના મુખ્ય ભાવજીવનના પ્રાણભૂત અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્ય આ ચાર ભાવ પ્રાણોનું જતન થાય તો વાસ્તવિક રૂપે જીવન જીવ્યું ગણાય.
બાકી તો લુહારની ધમણમાંથી પણ હવા નીકળે છે. એટલે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા તે સાચું જીવન નહીં, જડ જીવન ગણાય.
કેમ કે તેમાં જડ – પૌદ્ગલિક પદાથથી જ માત્ર સારસંભાળ લેવાય છે પણ અંતરના ગુણો જે કે આત્મતત્વનાં મૂળભૂત પરિચાયક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આ ચાર બાબતોની દરકારવાળું જીવન સાચું જીવન – ભાવજીવન ગણાય.
જરા અઘરી આ વાત છે પણ શ્રી નવકાર આપણા અંતરના મૂળભૂત આ ચાર ગુણોની માવજત કરે છે.
ભાવજીવન જીવવા માટે અંતરની જાગૃતિ ખાસ જરૂરી છે. શ્રી નવકારના જાપથી જાગૃતિ કેળવાય છે. પણ તેના માધ્યમ તરીકે અંતરના મૂળભૂત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યરૂપ પ્રાણભૂત શકિત - તત્ત્વોને વિકસિત કરવાની ખાસ જરૂર છે.
આ માટે જરૂરી તત્વ તરીકે આચારનિષ્ઠા અને જ્ઞાની ગુરુની નિશ્રાની ખાસ જરૂર છે. જ્ઞાની ગુરુની નિશ્રાના અભાવે આપમતિ-સ્વચ્છેદભાવ પર કાબૂ ન આવે, તે વિના આચારનિષ્ઠાનું ઘડતર થઈ ન શકે.
હકીકતે ધૂળ-કચરરૂપ દેખાતી માટી જેમ કુશળ કારીગરના હાથે કેળવાઈને વિશિષ્ટ ઘાટરૂપે થઈ વ્યવહારનાં ઉપયોગી કાર્યોમાં અપૂર્વ ફાળો આપે છે તેમ આપણી અંતરની જીવનશકિત જડ જીવનના ફંદામાં ફસાઈ દુઃખ-અશાંતિના ઉકરડામાં ગૂંચાયેલી છતાં સ્વચ્છેદભાવના નિરોધના બળે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org