________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વદા
જેના અણુએ અણુમાં શ્રી નમસ્કાર મહામંત્ર પ્રસરી ગયો હતો અને સકલ સંઘ શ્રી નમસ્કાર મહામંત્રનો પરમ આરાધક, પરમ શ્રદ્ધવંત ભકિતવંત બને અને શ્રી સંઘનો અભ્યદય શ્રી નમસ્કાર મહામંત્રની ભકિત વડે થાય એવી સતત ભાવના ભાવનાર પૂ. પં. જી મ. ના જીવનમાં ઘણી બધી વિટંબણાઓ-તકલીફો-હેરાનગતિઓ ઊભી થઈ છતાં પણ કોઈના પ્રત્યે અભાવ, અસૂયા, વેરઝેરના બદલે સર્વ પ્રત્યે સતત મૈત્રી-કરુણા-માધ્યશ્મભાવનો ધોધ વહી રહ્યો હતો.
પૂપં. ભદ્રંકર વિ. મ. શ્રીએ વ્યવહારનય અને નિશ્ચયનયનો જબરજસ્ત સમન્વય સાધ્યો હતો. કયાં કોની પ્રધાનતા અને ગૌણતા તેની રૂપરેખા અત્યંત સુગમ, સ્પષ્ટ અને શાસ્ત્રીય હતી.
પૂ. ગુરુદેવશ્રી કહેતા કે પંન્યાસજી મ. ની દષ્ટિ ખૂલી ગઈ છે. એટલે એ કોઈ પણ સાધકને તેની સાધનામાં કયાંય તકલીફ કે ગૂંચવાડો ઊભો થાય તો તરત સમજીને ઉકેલી શકતા, અન્ય દર્શનની જુદી જુદી આરાધનાની પદ્ધતિઓ - જિનશાસનમાં કેવી રીતે, કયાં સુસંગત છે, તે તેઓ ખૂબ સારી રીતે સમજાવી શકતા.
પં. પંન્યાસજી મનાં લખાણોમાં કયાંય પક્ષાપક્ષી ન દેખાય અને તેમનો એક પણ શબ્દ કયાંય આઘો-પાછો કરી ન શકાય તેમજ ઉમેરી કે બાદ પણ ન કરી શકાય. બધું જ યથાર્થ રીતે ગોઠવાયેલું જ મળે. પ. પૂ. આચાર્ય આનંદસાગરસૂરિજી મ. સા.
પૂજ્ય સાગરજી મ. ની ઓળખ આપવી એટલે અમારા જેવા માટે સૂર્યની ઓળખ આપવા દીપક” ધરવા જેવી ચેષ્ટા ગણાય.
શ્રી જૈન સંઘમાં પૂર સાગરજી મ.ની વિદ્વતા, આગમાર્થની રહસ્યવેદિતા “અંતરીક્ષજી તીર્થના કોર્ટ આદિ પ્રસંગે પ્રગટ થતી સાત્ત્વિકતા વગેરે જગજાહેર છે.
આવા પૂજ્ય સાગરજી મ. સાથે પૂજ્ય ગુરુદેવશ્રીને નીચેના પ્રસંગથી અંતરંગ સંબંધ બંધાયો.
પૂજ્ય આગમોદ્ધારકશ્રી ! જેમણે પોતાના જીવનના છેલ્લા દિવસો પરમયોગીની અવસ્થામાં પસાર કર્યા. મહાપુરુષોના જીવનને શોભે તેવી રીતે અનશન નહીં, પણ અનશન જેવું કરી પરમજ્ઞાની સાધુની ઉત્કૃષ્ટતાનાં દર્શન થી સંઘને કરાવ્યાં. છેલ્લા દિવસોમાં અસહ્ય વેદનામાં મૌનમાં, જ્ઞાન-ધ્યાનમાં જ મગ્ન રહેલા, તપાગચ્છમાં છેલ્લાં કેટલાંય વર્ષોમાં પ્રાય: ભાગ્યે જ કોઈ સાધુ ભગવંતોએ આવી રીતે “ઇચ્છિત-મરણ'થી દેહત્યાગ કર્યો હશે. આચાર્ય દેવેશની પાછલી અવસ્થા સમયે કુમાર અવસ્થામાં પ્રવેશેલા પૂ. ગુરુદેવશ્રી એક આગમિક શબ્દના અર્થરહસ્ય માટે પુસ્તકોનાં પાને-પાનાં ઉથલાવ્યા કરે પણ ગેડ બેસાડી ન શકે. કલાકો પસાર થાય, પણ રહસ્યશોધક પૂ. ગુરુદેવના મનમાં અધૂરાપણું ખટકયા કરતું હતું. આચાર્યશ્રીએ જોયું અને ઈશારો કરીને બોલાવ્યા, વાત જાણી અને તેમણે પુસ્તકનાં પાનાં ફેરવાવ્યાં અને જ્યાં તેનો અર્થ હતો ત્યાં જ આગમોદ્વારકશ્રીએ હાથ મૂક્યો. ગુરુદેવ એકદમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org