________________
૧૦
(જે આપણા અપરિચિત છે)ના હિતનો વિચાર જ ખરેખર આધ્યાત્મિક જીવનનો પાયો છે.
વિશ્વના પ્રાણીમાત્રના હિતનો ‘‘શિવમસ્તુ સર્વ જગત:’’ ‘“જગતના સર્વ જીવો સુખી થાઓ'’ એ રૂપનો વિચાર મૈત્રીભાવ ગણાય છે.
૧. આ મૈત્રીભાવથી ઉપકારીઓની હિતચિંતા ન કરવાથી ઊપજતો કૃતઘ્નતા દોષ દૂર થઈ કૃતજ્ઞતા ગુણ વિકસે છે.
૨. એ રીતે સ્વજનોની હિતચિંતા ન કરવાથી ઊપજતો કૃપણતા દોષ ટળી ઉદારતા ગુણ વિકસે છે.
૩. તેમજ પરિચિતોની હિતચિંતા ન કરવાથી ઊપજતો સ્વાર્થીપણાનો દોષ ટળી પરોપકાર ગુણ વિકાસ પામે છે.
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૪. તે રીતે અપરિચિતોની હિતચિંતા ન કરવાથી ઊપજતો એકલપેટાપણાનો દુર્ગુણ ટળી પરમાર્થવૃત્તિનો ગુણ વિકસે છે.
આરાધક પુણ્યાત્માને ખાસ કરીને છોડવા જેવા ૪ મહાદુર્ગુણો છે.
૧. કૃતઘ્નતા – દોષ
૨. કૃપણતા - મહાદોષ
૩. સ્વાર્થીપણું – ભયંકર દુર્ગુણ
૪. એકલપેટાપણું – મહાભયંકર દુર્ગુણ
શ્રી નવકારના આરાધકે મૈત્રી ભાવના વ્યવસ્થિત વિકાસબળે નીચેના ચાર સદ્ગુણો મેળવવા પ્રયત્ન કરવો.
૧. કૃતજ્ઞતા – કોઇના નાના પણ ઉપકારને ભૂલવો નહીં.
૨. ઉદારતા – આપણી પાસેની ચીજ-શકિતનો યથાશકય સદુપયોગ.
૩. પરોપકાર – બીજાનું કામ કરી છૂટવાની તૈયારી.
૪. પરમાર્થવૃત્તિ - બીજાનું કામ કરી ન શકાય તો પણ મનમાં બીજાનું સારું કાર્ય સારી રીતે નિર્વિને પાર પડો એવી હાર્દિક ભાવના.
ઉપરના ૪ સદ્ગુણોને એકેક અઠવાડિયું જીવનમાં અમલમાં મૂકતા રહેવાની ખાસ જરૂર છે.
આ સદ્ગુણોના વિકાસ માટે મૈત્રીભાવની કેળવણી ખાસ જરૂરી છે.
આ સદ્ગુણોના વિકાસથી આધ્યાત્મિક જીવનને ડોળી નાંખનાર ચાર મહા દુર્ગુણો પર ક્રમશ: વિજય મેળવાય છે.
૧. કૃતજ્ઞતાથી ૨. ઉદારતાથી ૩. પરોપકારથી
Jain Education International
કૃતઘ્નતા પર વિજય કૃપણતા પર વિજય સ્વાર્થવૃત્તિ પર વિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org