________________
શ્રી નમસ્કાર મહામંત્ર તનચંદ્રિકા
૪. પરમાર્થવૃત્તિથી – એકલપેટાપણા પર વિજય આ માટે નીચેના ગ્રંથોમાંથી ખાસ વાચના લઈ પછી દર ગુરુ – શનિએ વાંચવું. ૧. અધ્યાત્મકલ્પદ્રુમ - મોતીચંદ ગિરધર કાપડિયા અધિ. ૧, શ્લોક ૧૧ થી ૧૬. ૨. શ્રી શાંતસુધારસ - મોતીચંદ ગિરધર કાપડિયા પ્રક. ૧૩ – ૧૪ – ૧૫ – ૧૬ ૩. શ્રી યોગશાસ્ત્ર (હેમચંદ્રસૂરિ મ.)- પ્રકાશ- ૪ થો, લો. ૧૧૭ થી ૧૨૧
આ રીતે આ ગ્રંથોમાંથી ઉપરના શ્લોકો જુદા લખી લઈ મુખપાઠ કરી રોજ સામૂહિક પાઠ કરવો જરૂરી છે. જે સંબંધી રૂબરૂ વાત.
સાગર જૈન ઉપાશ્રય, પાટણ
૧૫-૪-૮૩, ચૈત્ર સુ. ૨, શુક્રવાર જીવન શક્તિઓના વહેણને સંસ્કારોની દિશામાંથી વાળી પરમાત્માની આજ્ઞા તરફ વાળવું તેનું નામ સાધના છે.
તમે પુણ્યશાળી છો કે નાની વયે પણ તમોને સાધનાનો માર્ગ મળ્યો છે, અને યથાશક્તિએ અમલમાં મૂકવા તત્પર બન્યા છો.
ભાઈલા! પાણીને નીચે વહેતું કરવા કાંઈ પ્રયત્નની જરૂર નથી.
એ આપમેળે જ ગમે ત્યાંથી ઢાળ શોધી નીચે વહેવા માંડે છે. પણ તેને ઊંચે ચઢાવવા કે ઉપરની તરફ લઈ જવા સતત પ્રબળ પુરુષાર્થની જરૂર પડે છે, તેમ જીવન શકિતઓ = ઈન્દ્રિયો – બુદ્ધિ - મન - વિચારો આદિ અનાદિકાળના અભ્યાસથી ઉપજેલા અશુભ સંસ્કારોના ઢળાણ તરફ આપોઆપ વગર શીખવા વહેવા માંડે છે.
પણ પરમાત્માની આજ્ઞા એ ઉપરની દિશા છે. ચાલુ - રાબેતા કરતાં વિશિષ્ટ પ્રયત્નબળે જીવન શકિતઓ વિવેક, વિનય, સદાચાર, નમ્રતા, આત્મશુદ્ધિ, જ્ઞાનીઓની સેવા, પરોપકાર ઈન્દ્રિયદમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org