________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૨૮૫
પ્રબળતાએ શિષ્ટજન તો શું પણ સામાન્ય લોકોને પણ ટીકા કરવાનું મન થાય તેવી પ્રવૃત્તિ જો આચરે તો ધર્મ-શાસનની કેટલી અપભ્રાજના થાય ? માટે વિવેકી ધર્મનિષ્ઠ આરાધક પુણ્યાત્માઓ, સદનુષ્ઠાનની ગુરુગમ એવં જ્ઞાની નિશ્રાએ આચરણાનું સદ્ભાગ્ય મેળવ્યા પછી, અનાદિકાળના મોહજન્ય સંસ્કાર વિભ્રમથી એવી સ્થિતિ ઊભી થાય કે જેમાં શિષ્ટજનમાન્ય લોકાચારનું પાલન અને ઔચિત્ય વ્યવહારનું પાલન ન થાય, વધુમાં લોકગહણીય પ્રવૃત્તિ આચરાય તો તે સદનુષ્ઠાન યથાર્થ રીતે નિર્જરાનું અંગ ન બને. ઊલટું ધર્મશાસનની અવહેલનાના નિમિત્તરૂપ આપણે થઈ, અનેક જીવોનાં કિલષ્ટ કમને બંધના નિમિત્તભૂત બની જઈએ.
તેથી સમજણશક્તિ અને વિવેકબુદ્ધિના સદુપયોગ દ્વારા સદનુષ્ઠાનની આચરણા સાથે, ઉપર જણાવેલ ત્રણે બાબતોના યથાર્થ પાલન માટે વિશિષ્ટ પ્રયત્ન કરવો જ જોઈએ. સદનુષ્ઠાનમાં સતુ વિશેષણ જે છે તે. આ અને આવી બીજી પણ શાસ્ત્રીય મર્યાદાઓ તરફ આપણું ધ્યાન કેંદ્રિત કરે છે.
આ રીતના સદનુષ્ઠાનના પાયા પર આ જિનશાસન ટકેલું છે. એ વાત ખાસ યાદ રાખવા
૨૦
ચારૂપ તીર્થ
૪-૮-૮૫ આત્માની સહજ શુદ્ધ અવસ્થાના ભાન સાથે તે અવસ્થાની પ્રાપ્તિ માટે જ્ઞાનીઓએ ચીંધેલ ક્રિયાયોગના આસેવનની, આત્મશુદ્ધિના ચાહકો માટે ખૂબ જરૂર છે. “ક્રિયા જ્ઞાન સહિત જોઈએ” એ વાકયનો મર્મ સમજવા જેવો છે. જ્ઞાન એટલે જાણકારી – પણ જ્ઞાનના ૩ નિક્ષેપ થાય. તેમાં શ્રુતજ્ઞાનના અક્ષરો – ગ્રંથો – શાસ્ત્રો વગેરે દ્રવ્ય કૃતજ્ઞાન છે. તેના જ્ઞાનથી, શાબ્દિક વિચારણાથી દ્રવ્ય જ્ઞાન ઊપજે છે. પણ જ્ઞાનના પરમાર્થભૂત કર્મ-નિર્જરાના લક્ષ્યની જાગૃતિ તે ભાવજ્ઞાન કહેવાય છે. ભાવનો અર્થ વસ્તુની મૌલિક શકિત. જેમ માટીનો ઘડો નિભાડામાં પકાવ્યા વિનાનો કાચો હોય તો તે દ્રવ્યઘટ કહેવાય અગર યે વિશેષે કાણાવાળો ઘટ પણ દ્રવ્યઘટ કહેવાય. કેમ કે ઘટના જે ભાવ = પાણી ભરવા રૂપની મૌલિક શકિત, તેનો અભાવ કાચા ઘડામાં અને કાણા ઘડામાં છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org