________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
તેથી ભૌતિક ઐશ્વર્ય કરતાં શ્રી નવકારનો આરાધક આંતરિક આઐશ્વર્ય તરફ વધુ ઝંખનાવાળો હોય છે. આ ઉપરાંત જીવનવિકાસમાં આડાશ ઊભી કરનાર અશુભ કર્મોની પરંપરાને મૂળમાંથી નષ્ટ કરી નાંખવાની વિરાટશકિત અંતરંગ નમસ્કારમાં ગૂંથાયેલી પડી છે.
તેનો લાભ શ્રી નવકારના વ્યવસ્થિત જાપ દ્વારા આરાધક પુણ્યાત્મા ઉઠાવી શકે છે. આ રીતે શ્રી નવકારનો આરાધક અંતરથી ખૂબ જ પ્રસન્ન અને પાપકર્મોના સંસ્કારોના પડળને ભેદવામાં શૂરવીર બની રહે છે. આવા શ્રી નવકારના આરાધક તરીકે નીચેના ચાર સદ્ગુણોનો વિકાસ કરવો જરૂરી છે.
૪૧
૧) દાનરુચ :
પુણ્યના ઉદયથી મળી આવેલ ચીજોને પાત્રાનુસાર યથાયોગ્ય રીતે સદુપયોગ કરવાની તત્પરતા. મળેલી ચીજ માત્ર ભોગ-ઉપભોગમાં વાપરવી તે તેનો સદુપયોગ નથી. પણ મળેલી ચીજને દીન-દુષિઓને સહાયક થવા રૂપે તેમજ ગુણવાન મહાપુરુષોની ભિકત અને બહુમાનમાં વાપરવી તે સદુપયોગ કહેવાય.
આ રીતના સદુપયોગ કરવાની દિશામાં સતત મન-વચન-કાયાથી પ્રવર્તવા માટેની તત્પરતા તે શ્રી નવકાર મહામંત્રના આરાધકની પ્રાથમિક ફરજ છે.
૨) કષાયોની મંદતા :
-
જેનાથી આત્મા સંસારમાં - કર્મોના બંધનમાં ફસાય – તેનું નામ કષાય – એટલે પૌદ્ગલિક ભાવો - પદાર્થોને મેળવવાની લાલસા = લોભ. પૌદ્ગલિક પદાર્થોને મેળવવા આડકતરા કરવા પડતા પ્રયત્નો = માયા. આંધળાના ઢેખાળાની જેમ પુણ્યના ઉદયથી પ્રચુરમાત્રામાં મળી આવતા પૌદ્ગલિક પદાર્થોથી થતો માનસિક અહંકાર = માન. મેળવેલા પૌદ્ગલિક પદાર્થોના ભોગમાં રુકાવટ કરે તે પદાર્થો છીનવી જાય તે વખતે થતો માનસિક આક્રોશ એટલે ક્રોધ.
=
આ રીતે પૌદ્ગલિક લાલસા = લોભમાંથી માયા, માન, ક્રોધ એ ત્રણે ભયંકર દુર્ગુણો ઊપજે છે.
આ રીતે આ કષાય ચોકડીમાં આપણે ફસાઈને આરાધનાના માર્ગેથી વિચલિત થઈ જઈએ છીએ. પણ શ્રી નવકારના આરાધક તરીકે આ ચાર કષાયોની મંદતા થવી ખાસ જરૂરી છે.
તેમાં પૌદ્ગલિક ભાવના પદાર્થો એ મારા નથી, હું અજર-અમર શુદ્ધ, બુદ્ઘ, મુકત, નિરંજન, સિદ્ધ જેવો છું, એ ભાવ વધુ દઢ કરવાથી દુનિયાના પદાર્થો પ્રતિ લાલસા – આસકિત ઘટવા માંડે છે. પરિણામે કષાયો = માયા – માન – ક્રોધ ઘટવા માંડે છે.
આ રીતે અનાદિકાલીન પૌદ્ગલિક પદાર્થોને મેળવવાની લાલસાનો ઘટાડો કરવો શ્રી નવકારના આરાધકની બીજી ફરજ છે.
૩) ગુણાનુરાગ :
શ્રી નવકારનો આરાધક દોષદૃષ્ટિના બદલે ગુણગ્રાહીતાનો વિકાસ કરનારો હોય. જગતનો કોઈ પદાર્થ એવો નથી કે જેમાં એકલા ગુણ હોય કે એકલા દોષ હોય. દરેક પદાર્થમાં ગુણ પણ હોય અને દોષ પણ હોય. એ પ્રમાણે જીવમાત્રમાં ગુણ-દોષ બંને હોય, પણ દષ્ટિની વિકળતા કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org