________________
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
આ રીતે માત્ર બે વર્ષના સ્થાન-સમયના નિયતીકરણપૂર્વક નિયમિત કરાયેલ જાપ બળે વિકસેલ પાત્રતાના આધારે વગર વિચાર્યે ઠેઠ મહાવિદેહ ક્ષેત્રના સમવસરણના અણધાર્યા દુર્લભ દર્શન થયા. આ બધો પ્રતાપ જાપની પાત્રતાનો અને તે માટે નિયત સ્થાન – સમયની મર્યાદાના પાલન સાથે દેવગુરુકૃપાના પાત્ર બની થયેલ જાપનો પ્રભાવ! .
જીવનમાં આવા અનુભવો ઘણા થયા છે. તે દરેકના મૂળમાં જાપ અને તેની નિયમિતતાનો પ્રભાવ ઘણો અનુભવ્યો છે. ખરેખર જાપ એટલે આત્મશક્તિની સુષુપ્તિને પરમાત્મ શક્તિનાં આંદોલનોથી હઠાવવાનો પવિત્ર પ્રયાસ છે.
તમો બધા તેમાં યોગ્ય રીતે આગળ વધો એ મંગળ કામના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org