________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
STD
૩૯
દ્વા
૨૩-૮-૮૩
પાલનપુર
વિ શ્રી નવકારનો આરાધક કદી મૂંઝાય નહીં. દીનભાવ ન સેવે, કેમ કે કર્મોની ઉપાધિથી થતી ગૂંચમાં ભૂતકાળમાં કરેલ અવળા પુરુષાર્થનું આ પરિણામ છે. એમ સમજી મૂંઝાય નહીં અને પંચપરમેષ્ઠી જેવાં સર્વકર્મોને મૂળથી હઠાવી દેનારાનું શરણ મળ્યું છે. હવે શી ચિંતા !
૮૫
ગમે તેટલાં કર્મો ભલેને ઉદયમાં આવે! એટલે ગૂંચાય પણ નહીં. શ્રી નવકારનો આરાધક શુભ પરિસ્થિતિમાં હસતા મુખે વિચરે એ જ ખરી આરાધકતાની સફળ નિશાની છે. શ્રી નવકારનો આરાધક મૂંઝાય કે ગૂંચાય તો શુભ કર્મના ઉદયમાં !!
કેમ કે માંડમાંડ મહાપ્રયત્ને દેવગુરુધર્મની છત્રછાયા તળે મન-વચન કાયાને ગોઠવી શુભ ક્રિયાઓથી સવળા પુરુષાર્થની દિશામાં આત્મશકિતને વાળી જે પુણ્યની રાશિ ભેગી કરી છે. તે પુણ્યના ઉદયે મળેલ સાધન સામગ્રીનો સદુપયોગ મહાપુરુષોની ભિકત કે તેમની આજ્ઞા મુજબ ન થાય અને કદાચ જન્મ-જન્માંતરના સંસ્કારના લીધે ઇંદ્રિયો, વાસના કે બુદ્ધિ-મનના ખેંચાણ તરફ જો પુણ્યોદયથી મળેલ સામગ્રીનો દુરુપયોગ થઈ જશે તો ફરી આવી સામગ્રી નહીં મળે.
Jain Education International
આમ પુણ્યના ઉદયમાં ખરેખર હકીકતે શ્રી નવકારનો આરાધક કદાચ મૂંઝાય કે ગૂંચાય, પણ અશુભકર્મ(પાપ)ના ઉદયમાં ગૂંચાય નહીં. આ ખરેખર લોકોત્તર વાત છે.
-
લૌકિકમાં તો વિષમ સ્થિતિમાં માણસને મૂંઝવણ – ગૂંચવાડો થાય. જ્યારે શ્રી નવકારના આરાધકને આરાધનાથી પ્રગટતા વિવેક-પ્રકાશના આધારે કચરો ઓછો થાય કે જૂનું દેવું ઓછું થાય તેમાં મૂંઝાવાનું કે ગભરાવાનું શું? ઊલટું રાજી થવાનું કે કચરો ગયો કે દેવું ઘટ્યું! પણ શુભ કર્મના ઉદયમાં મળેલ સામગ્રીનો સદુપયોગ ન થાય તો ગૂંચવાડો ઊભો થાય કે મારી શકિતઓ અવળે માર્ગે જાય છે. અગર મારી મૂડી શુભકર્મની ઓછી થાય છે. એમાં ખરેખર ચિંતા - મૂંઝવણ થાય એ ઉચિત છે.
શ્રી નવકારના વ્યવસ્થિત જાપ બળે અંતરની સૂઝ આવી કેળવાય જેથી વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવે. સંસ્કારોની દુનિયામાં રઝળતી આપણી વૃત્તિઓની રખડપટ્ટીથી ઊભી થતી વિષમસ્થિતિઓમાં ખરેખર જવાબદાર તો આપણે છીએ કે વૃત્તિઓને જાપ કે આજ્ઞાના માધ્યમથી પરમેષ્ઠીઓના શરણે રાખી નહીં તો વૃત્તિઓ સંસ્કારોની દોરવણીથી હરાયા ઢોરની માફક જ્યાં ત્યાં અશુભ માર્ગે રખડતી રહે. પરિણામે જીવનમાં અવરોધરૂપ કર્મોના ઢગલા તે વૃત્તિઓના રઝળપાટથી ભેગા થાય, તેમાં નવાઈ શી ?
For Private & Personal Use Only
www.jainelibrary.org