________________
શ્રી નમસ્કાર મહામંત્ર તવચંદ્રિકા
૫ માઈલ વડાવલી ગામે રથયાત્રાના પ્રસંગે હું અશોક સામઅને બીજા ત્રણ – ચાર સાધુઓ સાથે ચાણસ્માથી સાંજે (ભા. સુ. ૯) ૩ વાગે નીકળ્યો. ભાદરવાની ગરમી, જાપની ગરમી, વિહારની ગરમી બધી ભેગી થઈ, ચાણસ્માથી રાા માટ દૂર એક પરબડીમાં વિસામો, પાણી વાપર્યું. થોડીવારે બફારાથી ગભરામણ થવા લાગી, થોડીવારે હું બેભાન થઈને પડી ગયો. ઠંડું પાણી છાંટ્યું - વાયરો નાંખ્યો, કંઈ અસર ન થઈ. ત્યાં અશોક સા. મહોશિયાર એટલે સમજી ગયા કે આ પેલી અસર છે. તુરત પાણીનો ઘડો મારા માથે તાળવે ધારબદ્ધ પાણી નાંખવા રૂપે ખલાસ કર્યો. માણસ મોકલી ગામમાં ખબર આપ્યા. પૂગુરુદેવશ્રી હતા. બીજું પાણી મંગાવ્યું. સંઘવાળા દોડાદોડ ર૦/૩૦ માણસ આવ્યું. ડૉકટરો પણ આવ્યા, પણ અશોક સાવ મની કુનેહથી ઈંજેક્ષન દવાની ધમાલથી બચી ગયો. ખાટલામાં નાંખી સાંજે ના વાગે ગામમાં પાછા આવ્યા. ૧%(૧૨0 માણસ સાથે ચાણસ્મા ઉપાશ્રયે બેભાન હાલતમાં આવ્યો. ઠંડા વાયરા – પાણીના પોતાનો પ્રયોગ ચાલુ થયો.
સવારે ૬ વાગે કંઈક ભાન આવ્યું, ખરેખર તો ૧૦ વાગે. બરાબર સાંજે ૪ વાગે લગભગ ભાન ગયું તે બીજે દિ' ૧૦ વાગે ભાન આવ્યું. પ્રાય: ૧૪ કલાક બેભાન રહ્યો. આ રીતે જ્ઞાનીની મર્યાદામાં વચન કાયાને ગોઠવી કરાતા યથાવત્ જાપથી આવનારાં વિદનોની જાણ થાય છે. એટલું જ નહીં તેમાંથી હેમખેમ બચાવ પણ થાય છે.
અંતરંગ શક્તિ પરમાત્મ શક્તિ સાથે જોડાય એ જરૂરી છે. તે જોડાણ વિધિ-મયાર્દાના આલંબનથી થાય છે. આનાથી સાધના માર્ગનાં બધાં વિદનો હટી જાય છે અગર આવનારાં વિદનોનો શકિત-વિકાસમાં સદુપયોગ પણ થાય છે.
વિધિવત્ વચન - કાયાના સંયમ સાથે કરાતા જાપથી ઊપજતી વિચારશકિત અંતરને સાધનાને અનુકૂળ બનાવવા ઉપયોગી બનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org