________________
શ્રી નમસ્કાર મહામંત્ર તન્વચંદ્રિકા
STT
૯૮
૨૧--૮૪
વિચારોની દુનિયામાં વિચરવું સહેલું છે પણ આચારના ચોકઠામાં વૃત્તિઓને ટકાવવી ઘણું કઠણ કામ છે પણ શ્રી નવકારના શ્રી આરાધકને નવકારના ૭મા પદના “નવ્વપાવપ્પણ” ભાવાર્થમાં સમાયેલ કોલ – કે સર્વ પાપો = આત્મવિકાસને અવરોધક અંતરાયોને હઠાવવાનો – હૈયામાં ખૂબ શ્રદ્ધાથી ટકાવી રાખવો જોઈએ.
પંચ પરમેષ્ઠીઓ હકીકતમાં આપણા પર કેટલો અનહદ ઉપકાર કરી ગયા છે અને અત્યારે પણ કરી રહ્યા છે તે વિવેકબુદ્ધિથી સમજવાની જરૂર છે. અરિહંતોએ શાસન સ્થાપ્યું. મોક્ષમાર્ગનો ઉપદેશ આપી કર્મની જંજાળમાંથી છૂટવાનો ઉપાય દર્શાવ્યો.
સિદ્ધ ભગવંતોએ જિનશાસનને સફળપણે આરાધવાના પરિણામે આત્મશુદ્ધિનો મહા આદર્શ – પરમ સત્ય શાશ્વત સિદ્ધપદ પ્રાપ્ત કરવાનો આદર્શ પ્રેકટિકલરૂપે આપણી સામે રજૂ કર્યો છે.
આચાર્ય ભગવંતોએ શ્રી તીર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં બાળજીવોને માર્ગસ્થ રાખવા સ્વયં પંચાચારનું પાલન કરી પંચાચારની મર્યાદાઓના રહસ્યને પ્રેકિટકલ આચાર પદ્ધતિ સહિત દેશના પદ્ધતિ દ્વારા જગત સામે રજૂ કરી પ્રભુ શાસનની સર્વ હિત-કારિતાનો પરિચય પ્રાણીમાત્રને મળે તે રીતે મહા-ઉપકારનું કામ આદર્યું છે.
ઉપાધ્યાય ભગવંતોએ અજ્ઞાનના અંધકારમાં મોહમૂઢ બનેલ સંસારી પ્રાણીઓને હિતકારી કલ્યાણનો માર્ગ પ્રભુ – આગમન પઠન – પાઠન દ્વારા બતાવી અજ્ઞાન નિદ્રામાંથી જાગૃત કરી પ્રભુ શાસનના રાહે ચઢાવવાનું મહા હિતકર કાર્ય કરે છે.
પૂ. સાધુ ભગવંતોએ આત્મશુદ્ધિના રાજમાર્ગ પર સ્વયં ચાલી આત્મશુદ્ધિના અવરોધરૂપ કષાયો-વાસનાઓ-અસતુ પ્રવૃત્તિઓના આવેગ – કે જે અશુભ કર્મ = મોહનીયના ઉદયથી પ્રેરિત થયેલ સંસ્કારોથી ઊપજે છે, તે સંસ્કારોને સંયમ – વિવેક અને સદાચારના ત્રિવિધ દબાણથી કાબૂમાં રાખી આત્મશુદ્ધિનો રાજપથ ભવ્યાત્માઓ માટે સરળ રીતે ઉપસ્થિત કર્યો છે.
આ રીતે આપણા જીવનમાં કર્મના ડોળાણથી થયેલ માનસિક, વાચિક અને કાયિક મલિનતાની વ્યાપક અસરોમાંથી મુકત થવા પંચપરમેષ્ઠીઓ ખૂબ જ અસાધારણ સહયોગ આપી રહ્યા છે. સવાલ છે માત્ર, આપણી તેઓ પ્રતિ નિષ્ઠા = શરણાગતિનો! તે વિના પ્લગનું જોડાણ ન થાય અને પ્લગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org