________________
૩૧૮
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
આદિ વિશિષ્ટ સામગ્રીના સહકાર સાથે પ્રભુ વીતરાગ પરમાત્માનું આલંબન લે છતાં, તેના રાગાદિક દૂષણોનો ક્ષય ન થાય એવું કદી ન બને.
આ રીતે પ્રભુ વીતરાગ પરમાત્માનાં ચરણોનું શરણ સ્વીકારવા રૂપ ભક્તિ જગતના સર્વ ભવ્ય જીવોને સંસારના કારમા અનંતાનંત કર્મનાં બંધનોથી છોડાવનારી છે. તે ભક્તિને કલ્પવૃક્ષની ઉપમા આપવી તે અપ્રસ્તુતોપમા છે, કેમ કે કલ્પવૃક્ષ એ કંઈ જગતના જીવોનાં કર્મનાં બંધનોને તોડી શકતાં નથી- માત્ર પુણ્યના ઉદયના ધોરણે, સાંસારિક પદાર્થો જેવા કે રાગાદિ દૂષણોને ઉપજાવનાર – વધારનાર છે - ને આપનારા છે. એટલે પ્રભુભકિત જગતના સમસ્ત ભવ્યજીવોનાં રાગાદિ દૂષણોને મૂળથી નાશ કરનારી, તેની સમાનતા, જગતના ભૌતિક પદાર્થોને પણ પુણ્યના ઉદયના ધોરણ મુજબ આપવાની સીમિત શકિતવાળા કલ્પવૃક્ષ સાથે શી રીતે કરાય? કદાચ કરાય તો પણ તે મેરુ પર્વત અને સરસવના દાણા જેટલું એ બંને વચ્ચે અંતર ગણાય. અને મેરુ પર્વતની વિશાળતા આગળ સરસવના દાણાનું અસ્તિત્વ નજીવું ગણાય તેમ વીતરાગ પ્રભુ પરમાત્માની ભક્તિ સામે કલ્પવૃક્ષની મહત્તા નજીવી ગણાય.
“विजयतां जिनशासनं नम्"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org