________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
SJ)
પાલનપુર
૧-૯-૮૩ આરાધના એટલે ઉપાસના.
ઉપ = પાસે; આસના = બેસવું - એટલે આરાધ્યતત્ત્વની આજ્ઞાના પાલન કરવાના યથાશકય પ્રયત્ન સાથે આરાધ્ય તત્ત્વની નજીક જવાનો પ્રયત્ન = ઉપાસના – આરાધના.
- પંચપરમેષ્ઠીઓની આજ્ઞા એક છે કે જેમ બને તેમ મોહના સંસ્કારોનો ક્ષયોપશમ કરવા પ્રયત્નશીલ રહેવું જેથી પરિણામે ક્ષાયિકભાવે મોહ જીવનમાંથી ચાલ્યો જાય. મોહનો સમૂળ નાશ થઈ જાય. આ આજ્ઞાને સાકાર બનાવવા યથાશકય સઘળા પ્રયત્નો કરવા તે આરાધક તરીકેની આપણી પવિત્ર ફરજ છે, પરિણામે વિષયની વાસના અને કષાયની કારમી ભીંસ જીવનમાંથી અદશ્ય થવા માંડે.
જેમ જેમ આરાધના અંતરમાં ઊતરતી જાય તેમ તેમ સાબુ - સોડાથી મેલ છે. તેમ આપણા અંતરના મેલરૂપ વિષય – કષાયોનું જોર ઘટે જ !!! પણ આપણી વૃત્તિઓમાં આરાધના સ્થિર થતી નથી. તેનું પરિણામ એ આવે કે પ્રવૃત્તિઓ ધર્મની કદાચ રહે પણ વૃત્તિઓમાં રહેલ વિષય – કષાયોનો કચરો આપણી ભાવનાઓને કલુષિત કરે, એટલે ગાડી સ્ટાર્ટ થાય, ભડભડાટ થાય પણ, ગીયર ન બદલાય તો ગાડી પોતાની જગ્યા ન છોડે તેમ આપણા જીવનમાં બહારથી કદાચ ધર્મક્રિયાનો વ્યાપ વધેલો લાગે, પણ રાગ - દ્વેષ, વિષય – કષાયોની ભૂમિકાથી આપણી જીવનશકિતઓ આગળ ન વધી શકે. માટે શ્રી નવકારને વૃત્તિઓના ઊંડાણ સુધી પહોંચાડવા વર્ણયોગની પદ્ધતિએ જાપ બહોળા પ્રમાણમાં કરવો જોઈએ.
વર્ણયોગ એટલે નિયત સ્થાને, નિયત સમયે, નિયત સંખ્યાથી શ્રી નવકારના ચાટને દૃષ્ટિથી વાંચવાના પ્રયત્ન પછી અંતરીક્ષથી શ્રી નવકારના અક્ષરોને વાંચી રહ્યા હોઈએ તેવો સતત જાપ ચાલુ રહેવો જોઈએ. તે સાથે જેમ બને તેમ જાપની સંખ્યાનું પ્રમાણ વધારતા રહેવું જોઈએ. પ્રથમ તો શ્રી નવકારના અક્ષર પ્રમાણ જાપ થઈ જાય ત્યારે ૬૮ લાખના જાપ સુધી પાકી મજબૂત ભૂમિકા – ફાઉન્ડેશન બંધાય, પછી કરાતો જાપ ઉપરના ચણતરરૂપ ગણાય. ગૃહસ્થો માટે શ્રી નવકારના જાપ સાથે (૧) અભક્ષ્યત્યાગ, (૨) કઠોર ભાષાત્યાગ, (૩) માર્મિક ટોણાંનો ત્યાગ, (૪) પરનિંદાનો ત્યાગ, આ ૪ ચીજના પાલન સાથે જિનપૂજા, જિનવાણી (સ્વાધ્યાય) (આધુનિક કોઈ ગ્રંથો – ચોપડીઓ ન વાંચવી) અને બ્રહ્મચર્ય-પાલન સાથે રોજની ૩ સવારે 8 સાંજે એમ પાંચ બાંધી માળા નિયમિત છ મહિના ગણવાથી આરાધનાનો પ્રકાશ જીવનમાં ફેલાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org