________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
આંતરશકિતઓ વિકાસની દિશામાં ઉત્ક્રાંતિ કરવા માંગે છે પણ આપણા જાગ્રત મનના નિયંત્રણ વિના પૂર્વકૃત સંસ્કારોની દોરવણીથી જાગ્રત મન સ્વચ્છંદપણે આંતરશકિતઓના વિકાસનાં દ્વાર બંધ કરી દે છે.
૨૨૦
તેમાં જાગ્રત મન મુખ્ય ભાગ ભજવે છે, માટે પંચપરમેષ્ઠીઓને ભજવાના એક પ્રકાર તરીકે રૂમો નું ઊંધું રૂપ મોળ. મો = હું જાગ્રત મનનું ક્રિયાત્મક સ્વરૂપ ને ળ = નહીં. - જાગ્રત મનને સ્વતંત્ર પ્રવૃત્તિની સત્તા ન આપવામાં આવે તો અંતરાત્માની શકિતઓના વિકાસઘટકો સક્રિય બની શકે.
વળી જાગ્રત મનની સક્રિયતામાં સંસ્કારોના રાજા અહંભાવ ભળે એટલે અંતરાત્માને વિકાસની ગતિમાં ખૂબ જ અવરોધ થાય.
“શ્રી નવકારનો આરાધક અહંભાવને આધીન ન થાય’'
દરેક પ્રવૃત્તિમાં કર્તવ્યનિષ્ઠા અને પરમેષ્ઠીઓની આજ્ઞાને કેન્દ્રમાં રાખી પ્રવર્તે. જાગ્રત મન વચ્ચે ખળભળાટ કરે, કેમ કે આજ્ઞાનુસારી જીવનથી મનની ગતિવિધિ નિયંત્રિત થઈ તેનું અસ્તિત્વ ખતમ થાય તેવી પણ સ્થિતિ ઊભી થાય, એટલે જાગ્રત મન આજ્ઞાનુસારી જીવનના પંથે ડખા ઊભા કરે જ !! પણ આપણે સભાન રહી જાગ્રત મનના ઊભા થતા ડખાઓને ડામવા કર્તવ્યનિષ્ઠા – આજ્ઞાની વફાદારીને વળગી રહેવું ઘટે. સાધકના જીવનમાં આવા વિષમ પ્રસંગો ઘણી વાર આવે છે. પણ તે વખતે આંતરમન - અંતરાત્માની શકિતઓને આગળ લાવવા માટે જાગ્રત મનને નિષ્ક્રિય બનાવી આજ્ઞાનુસારી જીવન જીવવાના પ્રયત્ન થાય ત્યારે અંતરશકિતઓનો સ્રોત - ધોધ ફૂટી નીકળે છે. એ માટે શકય પ્રયત્ને મથામણ કરવી જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org