________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૨૬૮
55T
૧૦
વઢવાણ
૨૧-૫-૮૫ ગયા પત્રમાં આત્મસ્વરૂપની અનુભૂતિ માટે શાસ્ત્રીય પદ્ધતિએ તથા ભવ્યતા માટે શુદ્ધ = જ્ઞાનીનિશ્રાએ શાસ્ત્રીય મર્યાદાપૂર્વકના વિધિશુદ્ધ-ધર્મની પ્રાપ્તિની પ્રધાનતા જણાવેલ. તે માટે – ચતુ:શરણ ગમન - દુષ્કૃત ગહ – સુકૃત અનુમોદના.
આ ત્રણ સાધનોની સર્વાધિક મહત્તાનું સૂચન કરેલ પરંતુ તેમાં એક મહત્વની વાત તરફ આપણે ખાસ ધ્યાન દેવાની જરૂર છે કે આપણા મૌલિક શુદ્ધ સ્વરૂપનો વિચાર જ્ઞાની સુવિહિત ગીતાર્થ ગુરુ ભગવંતોના મુખથી વિનયપૂર્વક મેળવેલ શાસ્ત્રથવણથી થવો જરૂરી છે.
પુસ્તકિયા આપમેળે કરાયેલ વાંચનથી મેળવાતો આત્માના શુદ્ધ સ્વરૂપનો વિચાર કયારેક આપણા અંતરના સહજમળના ક્ષયની ખામીએ અવળી ગેડ બેસાડી દે છે. પરિણામે શુદ્ધોઉં, બોહે, નિરંજનોહંની નિરપેક્ષ ધૂનમાં ક્રિયાયોગની સર્વાધિક મહત્તા સ્વીકારવાના બદલે અજાણ્યું પણ તેની અવગણના થવા પામે છે.
આંતરિક પરમાર્થ સત્તાનો અધ્યવસાય એ આપણા ક્રિટ યોગને વધુ વિધિપુષ્ટ બનાવી લક્ષ્યગામી બનાવે છે એ વાત સદંતર સાચી છતાં તેની પકડ યોગ્ય ન થાય તો મૂઠથી પકડવાના બદલે અણી તરફથી તલવારની પકડ આપણા આંગળાં કાપનાર છે. એટલે હું કોણ ? મારું સ્વરૂપ શું ? તેનો વિચાર આપણા આત્મામાં વ્યવસ્થિત રીતે અસમદ્ધિનું કાર્ય કરી શકે તે માટે, ત્રણ મહત્ત્વનાં સાધનો જણાવ્યાં છે. - અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી ભાષિત ધર્મનું શરણોપગમન નિખાલસભાવે ફળની ઝંખના
વિના તુંહી તુંહી રૂપે આ ચાર તત્ત્વોને જીવનતત્ત્વનાં સંચાલક બનાવવાં. - દુષ્કત ગહ = અત્યાર સુધી આત્મભાવને વીસરી, જડ-પુદ્ગલ પદાર્થના ખેંચાણ સાથે કરેલ સર્વ
પ્રવૃત્તિઓનો નિખાલસ ઇકરાર. - સુકૃતાનુમોદના = આપણા વિશુદ્ધ આત્મસ્વરૂપના પ્રત્યક્ષ આદર્શરૂપ. બીજની ક્ષાયિક કે માયોપથમિક ભાવે મોહનીયને ખસેડી મેળવેલ વિશિષ્ટ આત્માની વિશુદ્ધ અવસ્થા પ્રતિ, હાર્દિક ખેંચાણનો ભાવ.
આ ત્રણથી આપણા વિશુદ્ધ આત્મજીવનના અનુભવ માટેની સાધનાનો પાયો નંખાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org