________________
૨૧૨
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
૭) જાપનાં વસ્ત્રો, આસન ખૂબ સ્વચ્છ રાખવાં, પગ ન અડકે તેનો ખ્યાલ રાખવો. ૮) જાપનાં સાધનો, વસ્ત્રો વ્યવસ્થિત જગ્યાએ રાખવાં, બીજાને ન આપવાં. ૯) જાપ માટેનાં વસ્ત્રો રોજ ગરમ પાણીથી ધોવાં, તેમજ વસ્ત્રો કે આસનનો જાપ સિવાય અન્ય
ઉપયોગ ન કરવો. ૧૦) જાપ વખતે મનમાં ક્રોધ કે કામવાસના જાગે નહિ તે માટે સાવધ રહેવું. ૧૧) જાપ વખતે ચિત્તને સ્વસ્થ બનાવવા શ્રી નવકારના ચિત્ર-પટ સામે ધારીને થોડી વાર જોઈ
રહેવું. તેમાંથી નીકળતી શકિતઓના ધોધમાં નિર્મળ થઈ રહ્યાની કલ્પના કરી જાપ શરૂ કરવો. ૧૨) જાપ વખતે શરીર સ્વચ્છ જોઈએ, હાથ-પગ તો જરૂર પવિત્ર કરવા. ૧૩) સવારે ૪ થી ૭ સુધી જાપ પૂર્વ દિશા સન્મુખ અને સૂર્યાસ્ત પછી એક કલાકથી દશ વાગ્યા
સુધી જાપ ઉત્તરદિશા સન્મુખ કરવાનો આગ્રહ રાખવો. ૧૪) જે સ્થાને કે આસને શ્રી નવકારનો જાપ કરતા હોઈએ તે સ્થાન કે આસન ઉપર બીજે કંઈ
પણ જાપ કે ધર્મક્રિયા કરવાનો આગ્રહ ન રાખવો. ૧૫) જાપના આસન સિવાય એમ જ જમીન પર બેસી જાપ ન કરવો. ૧૬) જાપ ફકત આત્મશુદ્ધિ-ચિત્તશાન્તિના ધ્યેયથી કરવો. ૧૭) જાપ વખતે અન્ય કંઈ પણ કામના કે ઈષ્ટસિદ્ધિનો વિચાર ન કરવો. ૧૮) શરણાગતિભાવ અને સમર્પણભાવ વધુ કેળવી આવી પડેલ આપત્તિ દૂર થાય કે ઈષ્ટ કાર્યસિદ્ધિ
થાય એવા વિચારો સાહજિક રીતે દૂર કરવા. ૧૯) શ્રી નવકારનો જાપ શરૂ કર્યા પછી જાપની શકિત નકકર રૂપ લઈ અંતરમાં ફેલાવાની શરૂઆત
થઈ છે તેની નિશાની રૂપે – ૦ શરીરે ઠીક ન રહે, ૦ અંદરથી ગમે નહીં, ૧ ગ્લાનિ જેવું થાય, ૦ સંજોગો વિષમ થાય, ૦ અણધારી મુસીબત આવે, ૦ માનસિક વ્યગ્રતા, ૦ કામક્રોધના પ્રસંગો, ૦ શીધ્ર ફલદાયી અન્યમંત્રોની સિદ્ધિ = ચમત્કારો તરફ મન વળે.....
આ બધો કચરો બહાર આવે છે. માટે ગભરાવું નહીં. આવું થાય એ તો આપણી જાપની ગાડી દેવ-ગુરુ-કૃપાએ આગળ વધી રહી છે અને અનિષ્ટોના આધ્યાત્મિક સ્ટેશનોમાંથી પસાર થઈ રહ્યા છીએ – એમ સમજવું. આવું ન થાય તો ચિંતા કે જાપ-શક્તિ હજુ સક્રિય થઈ
નથી. ૨૦) આરાધનામાં આવી પડતાં ઉપરનાં વિઘ્નો માટે યોગ્ય-અધિકારી ગુરુદેવને વાત કરવી. અન્યને
વાત પણ ન કરવી. ૨૧) જાપ કરતી વખતે બનાવટી. પણ માનસિક પ્રસન્નતા કેળવવી. ૨૨) ધાન્યની સુરક્ષા માટે વાડ, પાણી, ખાતરની જેમ જાપમાં વધુ સ્થિરતા લાવવા સહયોગી સાધન
તરીકે પ્રભુભકિત ૦ગુરુસેવા ૦દુ:ખીઓના દુ:ખની કરુણા, સ્વકક્ષાને યોગ્ય નૈતિક – વ્યાવહારિક
ધોરણ જાળવવા વ્યવસ્થિત પ્રયત્ન કરવો. ૨૩) જાપથી સઘળું બળ મળે છે એ સત્ય હોવા છતાં એકાંગીપણું વાસ્તવિક રીતે હિતાવહ નથી.
તેથી જાપની સાથે દૈનિક કર્તવ્યો પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, નવકારશી, ગુરુભકિત, અભક્ષ્યત્યાગ, તિવિહાર, ચઉવિહાર, પર્વતિથિએ વ્રત નિયમ આદિ કરવું ખાસ જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org