________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
૧૨-૧૩ વર્ષની વયથી આત્મસાધના કરી દિવ્ય તેજ મેળવવા બ્રહ્મચર્યની સાધના માટે યોગ, યમ, આસન, પ્રાણાયામ, મૂળબંધ, વજ્રબંધ અને પ્રણવનો ચક્રવેધી જાપ અને આ અંગેના કેટલાક વિશિષ્ટ સાહિત્યના વાંચનથી વિચારોની માત્રા ખૂબ સુંદર થઈ.પરિણામે વિકારી વાસનાઓ જરા પણ નજીક ન આવે. આ સ્થિતિનું નિર્માણ શ્રી નવકારની કૃપાથી આ લેખકે અનુભવ્યું છે.
જો કે તમારા બધાના સંયોગો મારા કરતાં વિષમ પણ ગણાય, વળી તમો સંસારના વાતાવરણમાં અને મારા તે વખતે આજથી ૨૦-૨૨ વર્ષ પૂર્વે ભૌતિકવાદી લકઝરી ટાઈપ વિલાસી વૃત્તિ, તેવાં મોહક સાધનોની ઓછાશ તેથી તમો અત્યારે જે રીતે આંતરિક આધ્યાત્મિક સ્ટાન્ડર્ડ જાળવી રહ્યા છો તે બદલ મને ખૂબ ગૌરવ છે, આહાર-વિહારના સંયમ સાથે થોડીક જાગૃતિ કેળવાય તો હજુ તમારા જીવનમાં આધ્યાત્મિક ભૂમિકા વધુ પ્રબલ બને તે મારી મહેચ્છા છે.
તમોને નિરાશ-નિરૂત્સાહી બનાવવા મારું આ લખાણ નથી. તમો જુવાનીના પ્રારંભકાળ પૂર્વે શ્રી નવકાર માતાની છત્ર છાયા તળે આવી ગયા છો અને મંત્રદીક્ષા જેવી ઉત્તમ સ્થિતિને લાયક બન્યા છો.
શ્રી નવકાર પ્રતિ તમારી શ્રદ્ધા-ભકિત સમર્પિતભાવ ખરેખર અનુમોદનીય છે. છતાં થોડા તમે આમાં વધુ વ્યવસ્થિત બનો એ અંતરની મહેચ્છા છે.
כה
Jain Education International
૨૧૧
૧૦૮
શ્રી નમસ્કાર મહામંત્રની જાપ શક્તિ માટે જરૂરી
F
૧) જાપ માટે શ્રી નવકારનું આકર્ષક ચિત્ર સામે રાખવું.
૨) વાતાવરણ મનમોહક રાખવું.
૩) જાપની ગુપ્તતા જળવાય તે જરૂરી છે.
૪) મેરુનું ઉલ્લંઘન ન થાય.
૫) મણકાને નખનો સ્પર્શ ન થાય.
૬) નિયત સમયે, નિયત સ્થાને, નિયત સંખ્યાએ જાપ કરવાથી શક્તિ – સંચય થાય, સ્થાન-સમય બદલવાથી શકિત ડોળાઈ જાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org