________________
૨૧૦
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
વિવેકબુદ્ધિની માત્રાનો ઘટાડો કયારેક આપણને સંસ્કારોને પરવશ બનાવી મૂકે છે તેથી વિવેકબુદ્ધિના ધોરણને જાળવવા નિયત સ્થાન – સમય સંખ્યાના જાપની પણ તેટલી જ મહત્તા છે.
એટલે સાધનો બધાં તમારાં જાણીતાં છે તે મુજબ તમો યથાયોગ્ય પ્રગતિ પણ કરી રહ્યા છો છતાં તેમાં રહેલ થોડી ઢીલાશ સમજણપૂર્વક દૂર કરવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે.
૧ ૦૭
જૈન આગમ મંદિર, પાલીતાણા
૧૯-૧૦-૮૪ વિ શ્રી નવકારની આરાધના વાસનાના વિકારોને શમાવનારી બને છે એ અનુભવ સિદ્ધ હકીકત સાધકોની છે.
તમે પણ શ્રી નવકારના સાધક છો પણ પ્રાથમિક ભૂમિકાના ઘડતરમાં હજુ અટવાયા છો, જેથી વાસનાઓનો ચકરાવો કયારેક તમને મૂંઝવે છે પણ સાધના અને તે પણ શ્રી નવકારના સાધકને પ્રાથમિક ભૂમિકાથી જરાક આગળ વધતાં જ નિર્વિકારિતાનો રસ્તો જડી આવે છે, સંસાર પ્રત્યેનો રાગ ઢીલો થઈ જાય છે. ભલે! સાધુપણું ન લઈ શકાય, છતાં સંસારની મોહકતા અંતરને સ્પર્શે નહીં તેવું તો માનસ તૈયાર થઈ જાય છે. આ હું અનુભવવાણી મારા જીવનના પ્રત્યક્ષ અનુભવથી લખી રહ્યો છું.
તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે શ્રી નવકારની વધામણી જીવનના પરોઢકાળમાં થવાના બદલે બહુ મોડી ગધ્ધાપચીશીના પાછલા ભાગે મારા કો'ક પૂર્વ જન્મના પુણ્યથી નાગપુરના મોહનભાઈના નિમિત્તથી તથા અસાધ્ય વાતવ્યાધિ પ્રસંગે શાતા પૂછવા પધારેલ અનંતોપકારી વાત્સલ્યનિધિ પૂ. પં. શ્રી ભદ્રંકર વિ. મની ટકોર કે ગાંડા! આવી સરસ તક મળી છે ને! શ્રી નવકાર નથી ગણતો – બસ આટલી જ થતાં રાજરાજેશ્વર - વિરાટ શકિતશાળી શ્રી નવકાર મહામંત્રની પધરામણી જીવનમાં વિ. સં. ર૦૫ના ફા. સુ. ૧૦ના રોજ પ્રાય: થઈ. જો કે આ પૂર્વે પૂર્વજન્મની કો'ક વિશિષ્ટ આરાધનાના પ્રતાપે વિકારી વાસનાઓના અટપટા આટાપાટામાં ફસામણીની તકોમાંથી પણ તે વખતે નાની એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org