________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
ક્રિયામળ. ૨, ભાવમળ.”
ક્રિયામળ એટલે “વસ્તુતત્ત્વના પરમાર્થને ઓળખ્યા પછી તે પરમાર્થને પામવાના સદુપાયોને અમલમાં મૂકવા માટેની આત્મિક પ્રવૃત્તિને અટકાવનારું તત્ત્વ.” ભાવમળ એટલે “અંતરથી આત્માના વિકાસને અટકાવનાર કર્મ અને તેને નોતરનાર રાગ-દ્વેષની પ્રવૃત્તિઓની વિરસતાને સમજવા, નિર્ણય કરવાની આપણી અંતરની શકિતને અવરોધનાર તત્ત્વ.” શાસ્ત્રીય પરિભાષામાં - “ક્રિયામળ એટલે ચારિત્ર મોહનીય, ભાવમળ એટલે દર્શનમોહનીય.” બન્ને આત્માના વિકાસને અટકાવનારા છે, છતાં દર્શન મોહનીય કરતાં ચારિત્ર મોહનીય આત્માના વિકાસને વધુ અટકાવે છે. લક્ષ્મ વિનાની પણ જ્ઞાનીની બતાવેલ વિધિશુદ્ધ ક્રિયાઓ અને જ્ઞાની નિશ્રાએ કરવાના પ્રયત્નોના પરિણામે સરવાળે આત્માના વિકાસની ચાવી હાથે જડે જ ! દર્શન મોહનીયની તીવ્રતાને ઘટાડનાર ક્રિયાયોગના રાજમાર્ગ પર, ચારિત્ર મોહનીયના ઘટાડાથી થતી ક્રિયાઓ દ્વારા આવી શકાય છે. એટલે કે –
આત્માના શુદ્ધ સ્વરૂપની વાત યથાર્થ છતાં તેની અધિકારિતાનો વિકાસ, તે તે ગુણસ્થાનકની યથાયોગ્ય પડાવશ્યક ક્રિયાઓનું યથાસ્થિત પાલન, જ્ઞાની નિશ્રાએ કરવાની તત્પરતાથી થયા વિના, નિશ્ચયનયની વાતો આત્માને અનાદિકાળથી ઘેરી વળેલ ક્રિયામળ (= જ્ઞાનીયોની નિર્દેશેલ ક્રિયાઓ પ્રત્યે અંતરંગ અરુચિ)માં વધારો કરનારી નીવડે છે. મૅટ્રિકનું પાઠ્યપુસ્તક ss.c. માં ભણનારાને ઉપયોગી, પણ તે પૂર્વે એબીસીડી લૂંટનારાને મૅટ્રિકની ટેક્ષબુકોની વાતો રજૂ કરાય તો પેલા બિચારાને હજી અંગ્રેજી વાંચતાં ય ન આવડતું હોય તેના માટે S.S.C. નું પાઠ્યપુસ્તક મૅટ્રિકવાળા માટે ઉપયોગી છતાં નિરર્થક નીવડે છે. આ રીતે આત્માના અશુદ્ધ સ્વરૂપ = વર્તમાનકાલીન અવસ્થા - તેના કારણ અને વારણની વાતોની ગેડ બેઠા પહેલાં, શુદ્ધ આત્મસ્વરૂપની નિતાંત શુદ્ધ એકાંત હિતકર પણ વાતો, અધ્યાત્મના વિકાસના માર્ગને ડોળી નાંખે છે. ઉભયતો ભ્રષ્ટ તે આરાધક બની જાય છે. જે વાત પૂ ઉપા. શ્રી યશોવિજય મહારાજ ૧૨૫ ગાથાના સ્તવન (ઢાળ ૫)માં કહે છે કે,
“નિશ્ચય નવિ પામી શકે છે, નવિ પામે વ્યવહાર,
પુણ્યહીન જે એહવાઇ, તેહને કવણ આધાર ?” એટલે ગુરુતત્ત્વ વિનિશ્ચય ગ્રંથમાં જણાવેલ ભાવમળ – ક્રિયામળમાં, પૂ, ઉપા યશોમહારાજે અપેક્ષાએ ભવભ્રમણને વધારનાર ભાવમળ = દર્શન મોહનીય છતાં, બાળ જીવો માટે સૌથી વધુ હેરાન કરનાર ક્રિયામળ = ચારિત્ર મોહનીયના ઉદયને જણાવેલ છે, કે જેનાથી બાળજીવો, અનંત ઉપકારી પરમ જ્ઞાની નિર્દિષ્ટ વિશુદ્ધ આત્મસ્વરૂપના ધ્યેય સુધી પહોંચનાર ક્રિયાઓના રાજમાર્ગને, જ્ઞાનીયોની નિશ્રાએ વિધિ અને શાસ્ત્રીય મર્યાદાના યથાયોગ્ય પાલન સાથે અપનાવી શકતા નથી.
જિનશાસને આ જાતની વિષમ ગૂંચનો ઉકેલ, અણસમજ દશામાં પણ શ્રાવક કુળના સંસ્કારોની ગળથૂથીમાં સંકલ્પ – હિંસાનો ત્યાગ, રાત્રિભોજન, અભક્ષ્ય-ભોજન આદિનો ત્યાગ, શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ, ષડાવશ્યકનું દ્રવ્યથી પણ વિધિ-શુદ્ધ પાલન, આદિ તત્વોને ગૂંથી કરી દીધો છે. આ વાતને ખૂબ ગંભીરતાથી વિચારશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org