________________
૩૦
સાધક પોતાની આરાધનામાંથી ભ્રષ્ટ થઈ જાય છે. માટે દિશાનો વિવેક જરૂર જાળવવો.
૪) વળી જાપમાં માળા પણ ચોકકસ નકકી કરેલી એક જ રાખવી.
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
જેના પર શ્રી નવકાર મહામંત્ર ગણતા હોઈએ તેના ઉપર બીજા કોઈ દેવ-દેવીના મંત્રનો જાપ ન કરવો.
દરેક જાપની વર્ણશકિતની અસર શ્રી નવકારવાળીના મણકા પર થતી હોય છે ધીમે ધીમે તે અસર ગાઢી થઈને આપણા આંતરમનના વિકારી તત્ત્વને ખસેડવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે.
વળી માળા પોતાની બીજાને ગણવા ન આપવી, બીજાની ગણેલી માળાથી શ્રી નવકારનો જાપ ન કરવો, કેમ કે દરેકના મસ્તિષ્કમાંથી ભિન્ન ભિન્ન પ્રકારની વિચાર-વિદ્યુત જાપ વખતે ભિન્ન ભિન્ન રૂપે પ્રસરતી હોય છે. તેની અસર નવકારવાળીના મણકા પર રહે છે. A કરંટ C કરંટની જેમ અસરો જુદી જુદી, તેમ દરેકના મોહના સંસ્કારોની અસર તળે મસ્તિષ્કમાંથી ભિન્ન ભિન્ન રૂપે વિચાર વિદ્યુતના તરંગો વહે, તે બધા એકબીજામાં મિશ્રણ પામી આરાધક પુણ્યાત્માની આંતર પ્રવૃત્તિમાં સ્થાઈ બનનાર જાપની અસરને ડોળી નાંખે છે. માટે માળા પણ નિયત જ રાખવી.
૫) વળી જાપમાં સંખ્યાનું નિયતીકરણ એટલે ચોકકસ સંખ્યાથી કરાતો જાપ વિશિષ્ટ રીતે શકિતશાળી બની ગમે તેવા અંતરનાં બંધનોને ફગાવી નાંખે છે.
જેમ કે મિલેટ્રીના સૈનિકોના નિયત પગના ઉઠાવ કે કદમની મિલાવટથી વિશિષ્ટ વાતાવરણ સર્જાય છે. કયારેક તો મોટા પુલને પણ તોડી નાંખનાર તે પોલીસોની કવાયત બની જાય છે.
ફ્રાંસમાં ઈ.સ. ૧૮૯૦માં આવી ઘટના થયેલ કે મોટી નદી પર તે વખતના ।। લાખના ખર્ચે તૈયાર થયેલ નવા પુલ પર સેંકડો ખટારા વાહનો મોટરો ચાલી છતાં જે અસર ન થઈ તે અસર ત્રણ વર્ષ પછી લશ્કરી ટુકડીના ક્રમબદ્ધ કવાયત પ્રમાણે છ ટુકડી પસાર થતાં જ પુલ વચ્ચેથી તૂટી ગયો.
કૉન્ટ્રાકટર પર કેસ થયો, બધી રીતે તપાસતાં ન્યાયાધીશને કંઈ પણ કૉન્ટ્રાકટરની ભૂલ ન લાગી, પણ છેવટે વૈજ્ઞાનિકની મદદથી સાઉડ-શબ્દની ક્રમબદ્ધતામાંથી ઊપજતી વિરાટ શકિતનો ખ્યાલ આવતાં કૉન્ટ્રાકટરને નિર્દોષ છોડી દીધો. પણ તે પુલ પરથી લશ્કરી ટુકડીને પસાર ન થવા દેવી. કદાચ લશ્કરી જવાનો તે પુલ પરથી પસાર થાય તો લેફ્ટ - રાઈટની સિસ્ટમથી નહીં પણ સામાન્ય માનવીની જેમ ચાલીને જાય આવો ચુકાદો આપ્યો.
આ ઉપરથી નિયત સંખ્યા - ચોકકસ રીતે કરાતો જાપ કેટલો શકિતશાળી છે? તે સમજાશે. અર્થાત્ ઓછામાં ઓછો જાપ ૩ નવકારથી શરૂ થાય. તો પછી ૩ નવકાર જ રોજ નિયત સમયે ગણવા. કો'ક દિ ત્રણ, કો'ક દિ ૧૨, કો'ક દિ આખી માળા આવો ઢંગઘડા વિના મન માની રીતે જાપ કરવાથી જાપની શકિત આખી ડોળાઈ જાય. માટે જે સંખ્યામાં જાપ શરૂ કર્યો તે જ ચાલુ રાખવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org