________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
આવી આરાધનાની ભૂમિકાએ પહોંચવું અને તેને અનુકૂળ પ્રયત્નો તે ખરેખર આપણા જીવનની સફ્ળતાની પારાશીશી છે.
૧૦૨
જિનશાસનની મર્યાદા એ છે કે આરાધના પંથે ધપતા અંતરમાં સ્વચ્છંદભાવ કે જ્ઞાની નિર્દિષ્ટ સામાચારી – સાધન – પ્રક્રિયા તરફ ઉપેક્ષાભાવ જરા પણ ન ચાલે. તેનાથી આરાધનાનો પંથ હાથમાંથી સરકી જાય છે.
=
લૌકિક પદ્ધતિની આરાધના યોગસાધના, ધ્યાનપ્રક્રિયા આદિરૂપે અંતરમાં જ્ઞાનીઓએ નિર્દેશેલ આત્મા, તેની વર્તમાન સ્થિતિ, તેનાં કારણો અને ઉપાયોના દુર્લક્ષ્યના પરિણામે સરવાળે અહંભાવ આદિ વિકારોને વધારનારી થાય છે. જ્ઞાનીઓએ ચીંધેલ આ પંથની બેદરકારી પણ એમાંથી જન્મીને ભવિષ્યમાં વિશિષ્ટ આરાધનાની ભૂમિકા દુર્લભ થાય તેવું બનવા પામે છે. તેથી જ્ઞાનીઓની મર્યાદા પ્રમાણે સાધુ કે શ્રાવક જીવનની પ્રાથમિક ભૂમિકાના કર્તવ્યોના પાલનરૂપ સામાચારી આરાધનાનો પ્રાણ છે.
તેથી જાપથી આત્મશકિતનો વિકાસ ત્યારે શકય બને જ્યારે કે બીજની વાવવાની ક્રિયા સાથે ખાતર, પાણી આદિના સંયોગની જેમ જાપ સાથે પ્રભુપૂજા, ગુરુવંદન, સામાયિક, વ્રતનિયમ, પચ્ચક્ખાણ આદિપે છ આવશ્યકનું નિયમિત પાલન થવું જોઈએ.
જેમાં શ્રાવક જીવનમાં વિવેકને મેળવવા, ટકાવવા જિનપૂજા ખૂબ જ જરૂરી છે. તે પણ સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા સાથે ચૈત્યવંદનરૂપ ભાવપૂજા વાળી જરૂરી છે.
જાપથી થતી આત્મશુદ્ધિનું સત્ત્વ આત્માને સ્પર્શે કયારે જ્યારે કે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા સહિત ભાવપૂજાથી અંતરના આત્માની શુદ્ધિ થવા પામી હોય – તો તેમાં જાપની શુદ્ધિ ટકી શકે.
-
માટે જાપના પ્રયત્ન સાથે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા સાથે ભાવપૂજાની ખાસ જરૂર છે. સામાયિક, ગુરુવંદન, રાત્રિભોજનનો ત્યાગ, નાટક, સિનેમા, હોટલ, અભક્ષ્ય આદિનો ત્યાગ, વ્રત, નિયમ, પચ્ચક્ખાણ આદિ દ્વારા જાપની શકિતને અંતરમાં ટકાવી શકાય.
મારા જીવનના પ્રત્યક્ષ ઉદાહરણથી સ્પષ્ટ સમજાય તેમ છે કે, પૂર્વની પુણ્યાઈએ નાની વયે ।। વર્ષની વયે ઉકાળેલા પાણી (રાત્રે પણ) પીવાની મનાઈ, રઢ, સુસંસ્કારી માતા-પિતાની કેળવણી, ૬॥ જેવી લઘુ વયે, પ્રભુશાસનના સંયમની પ્રાપ્તિ, પરાણે બળાત્કારથી પણ છ થી ૮૦૦૦ શ્લોકો શાસ્ત્રોના મુખ પાઠ કર્યા, ૧૨ વર્ષની વયથી અધ્યાત્મશુદ્ધિ, આત્મવિકાસની રુચિ તેવું સાહિત્ય વાંચન, તેવા જોગી - સંતોનો પરિચય કરવાની સ્પૃહા, આ બધું છતાં ૨૨ વર્ષની ચઢતી વયે પૂ. પં શ્રી કાંતિ વિ. મ જેવા અદ્ભુત વૈરાગી મહાપવિત્ર પરમ પુણ્યાત્માનાં ૩૪ વર્ષ સુધી સતત અવારનવાર થતા પરિચયથી આગમિકજ્ઞાનની બારાખડી અભ્યાસ સાથે ઉચ્ચ કોટિના ગૂઢ આગમિક છંદગ્રંથોનું વાંચન કરવાના પ્રતાપે ભૂમિકા ઘડાઈને તૈયાર થયેલી, ૩૨ થી ૩૭ના ગાળામાં માંદગીના બહાને શ્રી નવકારની જીવનમાં પધરામણી થઈ તો ધોયેલું કપડું તેના પર રંગ સારો ચઢે તેની જેમ આગમિક જ્ઞાન, સામાચારી – પાલન, આદર્શ બ્રહ્મચર્ય, ઉચ્ચકોટિનું ચારિત્ર, દેવગુરુ કૃપાએ મેળવી શકયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org