________________
શ્રી નમસ્કાર મહામંત્ર
ચંદ્રિકા
નયસાપેક્ષ વિચારથી મેળવવું ઘટે.
આ દષ્ટિએ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની મંદતાએ, આત્મા અને પરમાત્માના શુદ્ધ નયસાપેક્ષ સ્વરૂપને નહીં સમજનારા પણ કુલક્રમાગત શ્રદ્ધાના બળે, જ્ઞાનીઓની નિશ્રાએ, વિધિયોગના પાલનપૂર્વક ક્રિયાઓને આચરનારા, ઔદયિકભાવના બળને ઘટાડી શકે છે. આવા પુણ્યવાનોની અપેક્ષાએ માત્ર જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની લીલારૂપે, અધ્યાત્મની માત્ર વાતો કરી, પૂર્ણ સત્પુરુષના યોગે બધું થાય – હાલ તો માત્ર આપણે શુદ્ધાત્મદષ્ટિ કેળવવાની જરૂર છે. આવી રજૂઆત કરી, થોડી ઘણી શકય વિરતિ પણ ઉપેક્ષણીય ગણી, જીવનશકિતઓને યથાર્થ રીતે સંયમિત કરવાના પંથે આવી શકતા નથી - આ એક મોટી કમનસીબી છે.
તે જીવ પુણ્યવાન છે કે, જે જિનશાસનની ઓળખાણ પૂઆ. શ્રી હરિભદ્રસૂરિજી, પૂ. ઉપાય શ્રી યશોવિજયજી મ., પૂ. શ્રી દેવચંદ્રજી મઆદિ મહાપુરુષોના ગ્રંથોનું વ્યવસ્થિત રીતે વાંચન કરી, મેળવી શકયા છે, અને યોગ્ય અવસર જે મળ્યો તેમાં ક્રિયાયોગની મહત્તા, જ્ઞાનીનિથા, અને વિધિમર્યાદાના પાલન સાથે મહત્તા સમજી, તદનુસાર તે શુભ પંથે ધપે છે. અધિકારનો વિકાસ તે આનું નામ કે સર્વજ્ઞ પ્રણીત ક્રિયાયોગના મહત્વને જે યથાર્થ રીતે ઓળખી શકે છે. તે ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે.
લલિ
પાલીતાણા
૧૫-૪-૮૫ વિજણાવવાનું કે, આત્માની વર્તમાનકાલીન અશુદ્ધ વિભાવ દશાનો નયસાપેક્ષ ઇકરાર નિખાલસપણે થયા વિના અંતરથી વીર્ષોલ્લાસ વિભાવદશાને હઠાવવા માટે થઈ શકતો નથી.
જે આપણા મનમાં ભૂમિકાની દઢતા થયા વિના, કાચા પારા જેવા નિશ્ચયનયની વાસના, ક્રિયાયોગથી મોહના સંસ્કારોની યથાયોગ્ય ક્ષીણતા થયા પૂર્વે બેસી જાય કે હું તો શુદ્ધ, બુદ્ધ, મુકતસ્વભાવી છું, તો હકીકતે આપણી સાચી અને સ્વીકારવા લાયક છતાં અધિકારભેદે આ વાત, મુમુક્ષભાવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org