________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
મનાર થી કર્મ બંધાય
નમાર થી કર્મ છૂટે.
મનાર્ થી જીવન રાગાદિ દૂષણોથી કલુષિત થાય.
તમારી થી આત્મા વિવેકશીલ બની રાગાદિ દૂષણોથી રહિત બને.
એટલે શ્રી નવકાર મહામંત્ર આપણા આત્મારામ શેઠની અનાદિકાલીન ગુલામીનાં બંધનો તોડનાર છે.
તેથી જ તે મહામંત્ર કહેવાય છે.
ગયા પત્રમાં મન્ = મનને
*= બચાવે
તે મંત્ર
૨૭
મનને અશુભ વિકલ્પો = રાગાદિ દૂષણોથી બચાવે તે મંત્ર.
પણ આ શ્રી નવકાર તો મનને સર્વથા કાબૂમાં લઈ આત્મા પર વળગેલ સઘળાં કર્મોનાં આવરણો ખસેડવા સમર્થ છે. તેથી તેને મહામંત્ર કહ્યો છે.
જગતના મંત્રો ગણવાથી તેના અધિષ્ઠાયક દેવ – દૈવીને ત્યાં કરંટ પહોંચે અને તેઓ આવીને મદદ કરે એટલે આવેલ આફત કે મુશ્કેલીથી મન જે ખરાબ વિચારોના ચક્રાવે ચઢ્યું હોય તેમાં ઘટાડો
થાય.
આ ભાવમાં મનને બચાવનાર તરીકે જગતના પદ્માવતી, અંબિકા, ચકેશ્વરી, માણિભદ્ર અને ઘંટાકર્ણ આદિના બીજાક્ષરોને મંત્ર તરીકે ગણ્યા છે.
પણ આ નવકારમાં કોઈ દેવ-દેવીની ઉપાસના નથી, દેવ-દેવીને રાજી કરવાનો પ્રયત્ન નથી-દેવ-દેવીની કૃપાની રાહ જોવાની નથી.
ચાલુ મંત્રોમાં આપણા પુણ્યની ખામી હોય તો દેવ-દેવીને ત્યાં કરંટ ન પહોંચે - અને તેઓ પ્રસન્ન ન પણ થાય. પરિણામે ગણેલા મંત્રો નકામા પણ જાય.
Jain Education International
પણ શ્રી નવકાર તો ઈસ હાથ દિયા, ઈસ હાથ લિયા રોકડિયો છે. આમાં કોઈ દેવ-દેવી પાસે ભીખ નથી માંગવાની, માત્ર આપણા આત્મા પરનાં કર્મોનાં આવરણ ખસે કે ઝળહળાટ સુખ-શાંતિનો દરિયો સામે છે. તેમાં ડૂબકી મારી શાશ્વત આનંદ મેળવી આપનાર શ્રી નવકાર છે. તેથી તેને મહામંત્ર કહેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org