________________
૨૮૨
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
જ્ઞાનીની નિશ્રાએ, વિશિષ્ટ આરાધના કરવાનો ઉલ્લાસ.
આવી તત્ત્વનિષ્ઠા જીવનશુદ્ધિનો પાયો છે. આમાંથી સાચી અધ્યાત્મ પરિણતિનો વિકાસ થાય છે. શાસ્ત્રકાર ભગવંતોની દર્શાવેલ આત્મશુદ્ધિની પ્રક્રિયાઓ તરફ અંતરંગ આદરભાવ એ તત્વનિષ્ઠાનું બાહ્ય સ્વરૂપ. તેના અંતરંગ સ્વરૂપમાં ભવનિર્વેદ, કમને બંધનરૂપ ગણી તેને તોડવાની તત્પરતા આદિ સદ્ગુણો છે – કે જે મોહના ક્ષયોપશથી પ્રગટે છે.
૧૮
ચારૂપ તીર્થ
૧૬-૭-૮૫ જિનશાસનની યથોકત ક્રિયાઓ વ્યવસ્થિતપણે વિધિના આગ્રહ સાથે કરવામાં આવે તો, તે ક્રિયાઓ મોહના સંસ્કારોના ક્ષયના પરિણામે સદનુષ્ઠાનરૂપ થવા પામે છે - જે સદનુષ્ઠાનથી માત્ર નિર્જરા જ થાય.
આ સંદનુષ્ઠાનનું લક્ષણ યોગદષ્ટિસમુચ્ચય નામના ગ્રંથમાં પરમ પૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરિ મ. આ રીતે જણાવે છે કે –
માતઃ કાળે તિ, વિન: સંપામ: |
जिज्ञासा तन्निसेवा च सद्गुष्ठानलक्षणम् ।। અર્થાત્ જે ક્રિયાઓ જ્ઞાની ગીતાર્થ ગુરુની નિશ્રાએ, મર્યાદાના પાલન અને વિધિપરાયણ બની કરાય તો નીચેનાં છ લક્ષણો જીવનમાં વિકાસ પામે –
૧. આદર = હૈયાનો ઉમળકો.
૨. અંતરંગ પ્રીતિ-રૂચિ = ક્રિયા કરતી વખતે અંતરના ઉલ્લાસની ભેળવણીથી તન્મય થવાની પ્રવૃત્તિ.
૩. વિપ્ન - અંતરાયોનો નાશ = વિશિષ્ટ ક્રિયાઓના આસેવનથી નિર્જરા અને એમાંથી ઊપજતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org