________________
૨૧૬
શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા
આપણી આરાધનામાં યોગ્યાયોગ્યનો વિચાર જ્ઞાની ગુરુની નિશ્રાએ કરવામાં જરૂર પૂરતો બુદ્ધિ - મનનો ઉપયોગ કરવો. નહીં તો આપણી આરાધનાનો ગુરુમંત્ર સમર્પણભાવ કદી વિકાસ ન પામે. કેમ કે બુદ્ધિ - મનની સ્વતંત્રતાનો છેદ તે ખરું સમર્પણ ગણાય.)
આરાધનાના પંથે સમર્પણ બે જાતના થાય છે. બુદ્ધિ - મનથી સમર્પણ થાય જેમકે બુદ્ધિએ પસંદ કર્યા કે આ મહારાજ સારા છે, વિદ્વાન છે, જ્ઞાની છે. મનથી પણ સમર્પણ થાય કે આ મહારાજનો સ્વભાવ સારો - મને ગમે તે રીતે વાતો કરે છે આદિ. પણ ખરેખર આત્માનું સમર્પણ ત્યારે થાય કે જ્યારે આત્માનાં કમનાં બંધનો તોડવા માટે જ્ઞાનીઓએ જે જ્ઞાની સદ્ગરનાં લક્ષણો જણાવ્યાં છે તેવા જ્ઞાની સદ્ગરની ખોજ ભલે બુદ્ધિ - મનથી કરે પણ નિર્ણય આત્મા પોતાનાં કર્મબંધનો તોડવા ઉપયોગી તરીકે કરે ને પછી સમર્પણ થાય તે સાચું સમર્પણ. તે થયા પછી બુદ્ધિ – મનને ન ગમે તેવી પ્રવૃત્તિ ગુરુની કદાચ દેખાય તો ગુરુની ન્યૂનતાઓ નબળાઈઓ ગુરુ કર્યા પૂર્વે જોઈ લેવાય પણ ગુરુના શરણે ગયા પછી તે તરફ દષ્ટિ જ ન કરાય. એટલે બુદ્ધિ - મનને તે તરફ નિષ્ક્રિય બનાવાય તે ખરું સમર્પણ થયું ગણાય.
ટૂંકમાં બુદ્ધિ - મનની સ્વતંત્રતાના ત્યાગરૂપ સમર્પણની ભૂમિકા આરાધનાના પંથે આત્મશુદ્ધિના લક્ષ્યથી ચાલનારાએ કેળવવી જરૂરી છે.
રેડસિગ્નલ = આમાં ગુરુના દોષ જેવાય જ નહીં. ગુરુ છદ્મસ્થ હોય ભૂલે આપણે કંઈ જોવાય નહીં. એવું થાય તો દષ્ટિરાગ પેસી જાય. અવસરે એકાંતમાં વિનયપૂર્વક રજૂઆત થાય કે આ કેમ ! આમ કેમ ? મારી ટૂંકી બુદ્ધિમાં આ વાતનું રહસ્ય સમજાતું નથી એમ ટકોર કરી શકાય. તેમ કરવાથી યોગ્ય ગુરુ જલદી પોતાની ભૂલ હોય તો સુધારી શકે.
પણ તેવો પ્રસંગ જવલ્લે જ આવે, મોટે ભાગે સાધકના દષ્ટિરાગનું કારણ દોષ છે. હકીકતમાં ગુરુની છદ્માવસ્થાની ભૂલ કયારેક હોય છે. બહુ ગંભીરપણે સાવધાનીની જરૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org