Book Title: Mahasati Shree Sursundarino Ras
Author(s): Veervijay, 
Publisher: VAdachauta Samvegi Jain Mota Upashray
Catalog link: https://jainqq.org/explore/006196/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ARVIN મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (વિશ્વાસે તરી ગયા વહાણ) અનુવાદિકા : સાધ્વીશ્રી જીતકલ્પાશ્રીજી * સાત કૉડીમાં ૨/ઝ મેncI68 Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુપાર્શ્વનાથાય નમઃ શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમ: શ્રી શત્રુંજ્ય તીર્થાય નમઃ નમો નમઃ શ્રી ગુરૂ નેમિ સૂરયે પંડિત પ્રવર શ્રીમદ્ વીરવિજયજી વિરચિત महासती श्री सुरसुटरीनो रास (વિશ્વાસે તરી ગયા વહાણ) (ગુજરાતી ભાવાનુવાદસહ) -: પ્રેરક :વ્યાકરણાચાર્ય પૂ. આચાર્યશ્રી વિજય હેમચંદ્ર સૂરીશ્વરજી મ. સા. તથા વિધ્વર્ય પૂ. આચાર્યશ્રી વિજય શીલચંદ્ર સૂરીશ્વરજી મ. સા. -: અનુવાદિકા - ગૂરૂકૃપાકાંક્ષી સાધ્વી શ્રી જીતકલ્પાશ્રીજી મ. સા. -: પ્રકાશક :શ્રી વડાચૌટા સંવેગી જૈન મોટા ઉપાશ્રય, વડાચૌટા, સુરત - ૩૯૫ ૦૦૩. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુર સુંદરીનો રાસ (ગુજરાતી ભાવાનુવાદસહ) © સર્વાધિકાર સુરક્ષિત ૨. નકલ : ૧૦૦૦ મૂલ્ય : રૂ।.૨૦૦=00 પ્રથમ આવૃત્તિ : સંવત ૨૦૫૪ શ્રાવણ વદ નોમ તા.૧૬/૮/૯૮ પ્રાપ્તિસ્થાન : શ્રી દેવીકમલ જૈન સ્વાદ્યાયમંદિર ઓપેરા સોસાયટી સામે, નવા વિકાસ ગૃહ રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭. શ્રી છાપરીયા શેરી જૈન મોટા ઉપાશ્રય C/o વીણાબેન સનતકુમાર છાપરીયા શેરી, મહિધરપુરા, સુરત - ૩૯૫ ૦૦૩. ૩. શ્રી ભૂપેન્દ્રભાઇ મોહનલાલ બદામી દરિયા મહેલ, સુરત - ૩૯૫ ૦૦૩. ફોન : ૪૨૫૦૩૮ • મુદ્રક ૦ જૈનાનંદ પ્રિન્ટીંગ પ્રેસ દરિયા મહેલ, સુરત - ૩૯૫ ૦૦૩. મુખપૃષ્ઠ સૌજન્ય : શારદાબેન મોતીલાલ શાહ, નડીયાદવાલા સુપુત્રો નરેન્દ્રકુમાર, હસમુખભાઇ, કીરીટભાઇ, પંકજભાઇ પુત્રવધુઓ જીનમતીબેન, તરૂલતાબેન, વંદનાબેન, લતાબેન સુપુત્રી કુસુમબેન હસમુખલાલ શાહ અને વર્ષાબેન હેમંતકુમાર શાહ Page #4 -------------------------------------------------------------------------- ________________ ( 6 ) ASAN શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાન ૐ 3ી શ્રીં શ્રી ધરણેન્દ્ર પદ્માવતી પરિપૂજિતાય શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમઃ સૌજન્ય : સ્વ. મોતનગૌરી મોહનલાલ બદામી તથા શ્રીમતી હંસાબેન ભૂપેન્દ્રભાઇ બદામી પુત્ર નિર્ભયકુમાર તથા તેજસકુમાર, પુત્રવધુ જ્યોતિબેન, પુત્રી રૂપાબેન તથા સોનાબેન Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકની પેન જણાવે છે...! ચિનગારીને સામગ્રી મળે અને જ્યોતરૂપે પ્રગટે. પ્રકાશ પાથરે. તેમ... પ.પૂ.સૂર્યપ્રભાશ્રીજી મ. સા.ના શિષ્યા સા. જીતકલ્પાશ્રીજી મ. સા.ને ૩-૪ વર્ષથી સુરસુંદરીના રાસનોઅનુવાંદ ક૨વાની ભાવના હતી. પંડિતશ્રી વીરવિજયજી મ. સા. કૃત પદ્ય ‘સુર સુંદરીનો રાસ' પુસ્તક મેળવી સં.૨૦૫૩ના છાપરિયા શે૨ી જૈન મોટા ઉપાશ્રયમાં ચાતુર્માસ દરમ્યાન અનુવાદ કાર્ય સુંદર રીતે પૂર્ણ કર્યું. અમારા શ્રીસંઘના અનન્ય ઉપકારી પૂ.સા.શ્રી સૂર્યપ્રભાશ્રીજી તથા અમારા સંઘના જ (લાડીલા પુષ્પાબેન) સાક્ષી પ્રશશીલાશ્રીજીની પુણ્ય સ્મૃતિમાં સા.શ્રી જીતકલ્પાશ્રીજીએ રાસને અનુવાદ સહ પુસ્તક રૂપે પ્રકાશીત કરવાનું વિચાર્યુ. એક એક કડી મળીને સાંકળ બને છે...... પુસ્તકના છાપકામની સોહામણી સાંકળ..... તેની એક કડી બન્યા શ્રી વડાચૌટા સંવેગી જૈન મોટા ઉપાશ્રય સંઘના શ્રાવક-શ્રાવિકાઓ. તો અન્ય કડી બન્યા છે કથાને આધારે સુંદર ચિત્રો તૈયાર કરી આપનાર હીનાબેન નરેશભાઇ શ્રોફ તથા ભામિનીબેન પ્રવિણભાઇ શાહ. સુંદર ચિત્રાલેખન કરી પુસ્તકની શોભા વધારી છે. આ પુસ્તકનું સુંદર-સુઘડ અને આકર્ષક છાપકામ કરી જૈનાનંદ પ્રિન્ટીંગ પ્રેસના સંચાલક શ્રી ભપેન્દ્રભાઇ મોહનલાલ બદામી તથા તેમના પુત્રો નિર્ભયભાઇ તથા તેજસભાઇએ બધી કડીઓને સાંકળી લઇ સુંદર ગ્રંથ તૈયાર કરવામાં સહાય કરી છે. પ.પૂ. જીતકલ્પાશ્રીજી મ.સાહેબે આ પુસ્તક પ્રકાશનનો લાભ અમને આપ્યો એ અમારા માટે સોનાનો સૂરજ ઉગ્યા સમાન છે. આ પૂજ્યશ્રીનો ઉપકાર અમો ભૂલી શકીએ તેમ નથી. પં. વીરવિજયજી કૃત ‘સુરસુંદરીના રાસ’નું સરળભાષામાં અનુવાદન, સુંદર આલેખન સાથે તૈયાર કરી આપ પુણ્યાત્માઓના કરકમલો સુધી પહોંચતું કરવામાં સહાયક સહુનો આ પ્રસંગે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. વાચકવર્ગના હૃદયમાં શ્રી નમસ્કાર મહામંત્રનું સ્થાન અવિચલ – દૃઢ થાય તેવી ભાવના સહ. લી. શ્રી વડાચૌટા સંવેગી જૈન મોટા ઉપાશ્રય ના ટ્રસ્ટીગણ Page #7 -------------------------------------------------------------------------- ________________ સ્પૃહાવીય સ્વાધ્યાય સાહસ્રનું સ્વાગત શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કન્ધ - સ્વરૂપ, પરમતારક, ભવાદપિતારક મહામંત્ર શ્રી નવકારમંત્રના અલૌકિક મહિમાને વર્ણવતો અને બ્રહ્મચર્ય વ્રતના પાલનથી થતા આત્મ-લાભને આલેખતો કાવ્ય ગ્રંથ એટલે સુરસુંદરીનો રાસ. શીલ-સદાચારને દઢ નિષ્ઠાથી વળગીને જીવનારા આત્માને કેટલી અને કેવી આકરી કસોટીઓ તથા યાતનાઓમાંથી પસાર થવું પડે છે; અને ક્યારેક તો આ યાતનાઓ કેટલી બધી મર્માન્તક અને જીવલેણ હોઇ શકે છે અને છતાં દેઢ નૈષ્ઠિક આત્મા કેવો ઘોર વીર્ષોલ્લાસ ફોરવીને કેવો હેમખેમ એ યાતનાઓમાંથી બહાર નીકળી જાય છે, તેની હૈયાને હલબલાવી મૂકે અને ભલભલાને થીજાવી મૂકે તેવી કથા એટલે મહાસતી સુરસુંદરીના જીવનની કથા. આપણા જૈનશાસનની એક જાણવા જેવી ખૂબી છે. જૈન ઇતિહાસમાં નહિ પરણેલ અને બાલબ્રહ્મચારિણી જ રહેલ મહાસતીઓનો મહિમા અને નામોલ્લેખ મળે છે ખરો, પરંતુ તેના કરતાં પરણેલ હોય અને પોતાનું સઘળું જીવન (સાંસારિક જીવન) મન-વાણી-કાયાથી પતિવ્રતા ધર્મના અણીશુદ્ધ આરાધનામાં જ વીતાવ્યું હોય અને મનથી જ નહિ, પણ સ્વપ્નમાં પણ પરપુરુષ તરફ આકર્ષાઇ ન હોય, તેવી શીલવંત મહાસતી શ્રાવિકાઓનો મહિમા અને નામ-યાદી ઘણી મોટી જોવા મળે છે. આ સૂચવે છે કે બ્રહ્મચર્ય મહત્ત્વનું છે, પરંતુ નિષ્ઠા તો તેથીયે અનેકગણી અગત્યની છે. સીતા, દ્રૌપદી, કુંતી, શીલવતી, દમયંતી, મૃગાવતી, સુલસા, ઋષિદત્તા, અંજના, પ્રભાવતી, રૂક્ષ્મણી – આવાં તો અઢળક નામો જૈન ગ્રંથોમાં મળે છે કે જેઓ પરિણીત હોય, ઘરસંસારી જ હોય અને છતાં જેમની ગણના મહાસતી તરીકે થતી હોય અને બહુશ્રુત ગુરૂ ભગવંતો પણ જેમનાં ગુણ ગાવામાં પોતાને કૃતાર્થ અનુભવતા હોય. આનું એક માત્ર કારણ સ્વધર્મ-પાતિવ્રત્યમાં અડોલ-અડગ નિષ્ઠા અને સાથે સાથે એવી જ દઢ ધર્મશ્રદ્ધા. મહાસતી સુરસુંદરી આવી જ એક શ્રદ્ધાવંત અને અડગ નિષ્ઠાવંત શ્રાવિકા છે. આ મહાસતીનું ચરિત્રાલેખન અત્યંત રસપ્રદ, રોચક, ઘટનાસભર અને ક્યારેક તો કરૂણ પણ છે. આ ચરિત્ર પ્રાકૃત ભાષામાં તો પ્રખ્યાત છે જ. પરંતુ બાળ જીવોના ઉપકાર ખાતર આપવા અમર યશનામી કવિરાજ શ્રી વીર વિજયજી મહારાજે, પંડિત શ્રી શુભવીરે, એ ચમત્કારિક કથાનકને સરળ છતાં ગંભીર એવા 'રાસ' રૂપે ગુજરાતી ભાષામાં ઢાળ્યું છે, જે એમનો મોટો ઉપકાર છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબ સૌજન્ય : શ્રી શાંતિલાલ મણીલાલ શાહ, શ્રીમતી વીણાબને શાંતિલાલ શાહ પુત્ર ચેતનકુમાર પુત્રવધુ મનીષા, પુત્ર ભાવેશકુમાર, પૌત્ર ભવ્યકુમાર Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ શુભ-વી૨ની કવિતા વિશે કાંઇ પણ કહેવું તે અ-કવિ એવા આપણા માટે અયોગ્ય અને અસ્થાને જ `ગણાય. પણ છતાં એટલું કહેવું જોઇએ કે આથમતા મધ્યકાળના તેઓ સર્વોત્તમ કવિ છે. આથમતા સૂર્યની શાતાદાયક હૂંફ અને તેના વિવિધરંગી આયામો આપણને આ કવિની કવિતામાં વ્યાપકપણે અનુભવવા મળે છે. ૧૮-૧૯માં સૈકામાં કવિવરો તો અનેક થયા, અને તેમની કવિતા અદ્ભુતમાણવાયોગ્ય તેમજ ભક્તિપ્રેરક પણ ખરી જ; પરંતુ ગેયતા, શબ્દપસંદગી, અભિવ્યક્તિનૈપુણ્ય અને ભાવોત્પાદકતા - આ ચાર તત્ત્વોમાં તો ‘શુભવીર’ જ મેદાન મારી જાય, એમાં શંકા નહિ. つ આવા મહાન કવિ જ્યારે મહાસતી સુ૨ સુંદરીના ચરિત્રને હાથમાં લે, ત્યારે મૂળે સુગંધ-છલકાતું એ ચરિત્ર કેવું રસ-મધુર બની જાય તે તો આ રાસના સમગ્ર વાંચનમાંથી પસાર થનારાને જ અનુભવ ક૨વા દઇએ. કિનારે બેઠા બેઠા અનુભૂતિના ઘરમાં માથું મા૨વું ઉચિત પણ કેમ ગણાય? આ રાસ ગ્રંથનું વર્ષો પૂર્વે પ્રકાશન થયેલું, જે આજે તો અલભ્ય છે અને નવોદિત વર્ગમાં અજ્ઞાત પ્રાય પણ છે. વળી એ પ્રકાશન માત્ર મૂળ રાસકૃતિ નું જ થયું છે. મૂળ કૃતિમાં અર્થ ગાંભીર્ય ઘણું છે, અને શબ્દો તથા પ્રયોગો પણ જૂની ભાષા તથા શૈલીના છે, જેના કારણે આજે તેનો અર્થ સમજવાનું જરા કઠણ પડે તેમ છે. આ કઠિનતાનું નિવારણ કરવાનો વિચાર સાધ્વી શ્રી જીતકલ્પાશ્રીજીના મનમાં કોઇ શુભ પળે ઊગ્યો, અને તેમણે પોતાનાં ગુરૂજીની સ્મૃતિમાં સ્વાધ્યાયલક્ષી એવું આ કાર્ય ક૨વા માટે મને પૃચ્છા કરી. આવું કાર્ય થાય તો મને અત્યંત ગમે. મેં તરત સંમતિ દર્શાવી. તેમની ઇચ્છા હતી કે હું તેમને જરૂર જણાય ત્યારે સહાય-માર્ગદર્શન કરૂં. મેં તેનો સ્વીકાર પણ કર્યો. પણ મારે કહેવું જ જોઇએ કે તેમને હું આ કાર્યમાં સંપૂર્ણ મદદરૂપ બની શક્યો નથી. મારાં અનેક અન્ય કાર્યો-રોકાણોમાં તેમની આ પ્રવૃત્તિમાં હું મદદગાર ન થઇ શક્યો, તેનો આ પળે અફસોસ અવશ્ય થાય છે. સાધ્વીશ્રી જીતકલ્પાશ્રીજીએ અનુવાદ તથા વિવેચન કરવામાં પોતાની રૂચિ તથા ક્ષયોપશમને અનુસારે પ્રશંસાપાત્ર પ્રયાસ કર્યો છે. તેમનું આ પહેલું જ લેખન-સાહસ છે, તેથી ક્ષતિઓ રહી પણ હોય, તો પણ તે ક્ષમ્ય છે. એક સાધ્વીજી આ પ્રકારનું સાહસ કરે એ જ મારી દૃષ્ટિએ બહુ મહત્વનું છે. અને વિશેષ મહત્વની બાબત એ છે કે એમણે પોતાનાં સ્વર્ગસ્થ ગુરૂજી સાધ્વી શ્રી સૂર્યપ્રભાશ્રીજી તથા ગુરૂ બહેન સાધ્વી શ્રી પ્રજ્ઞશીલાશ્રજીની પુણ્યસ્મૃતિમાં આ સાહસ કાર્ય કર્યું છે. ગુરૂજનોની સ્મૃતિમાં પૂજા, આંગી, પ્રભાવના, સામાયિક અને નિત્ય સ્વાધ્યાય સંગ્રહ કે સ્તવન સજઝાય સંગ્રહોનું પ્રકાશન કરવાનો ચાલ તો સાધ્વી - સમુદાયમાં વર્ષોથી છે અને તે પરંપરાને તેઓ દૃઢપણે વળગી રહીને તેનો પાકો અમલ કરતાં જોવા મળે છે. પણ ગુરૂજનોની સ્મૃતિમાં એક ગંભીર અને ઉત્તમ રાસ-ગ્રંથને Page #11 -------------------------------------------------------------------------- ________________ લેવો, તેનું વિવેચન યથામતિ-શક્તિ તૈયાર કરવું અને છપાવવું, તે તો સાચે જ, એક નવતર અને સાહસરૂપ પ્રયોગ છે, જે સુજ્ઞજનોના ધન્યવાદને પાત્ર જ ગણાય. સાધ્વીશ્રી સૂર્યપ્રભાશ્રીજીનું સ્મરણ થતાં જ હૃદયમાં એક ઉત્તમ, ગુણિયલ, સાલસ અને ભદ્રિક આત્માની મુદ્રા ઉપસે છે. તો પ્રજ્ઞશીલાશ્રીજીને યાદ કરતાં એક વ્યવહાર કુશળ, સંઘાડાની સારણાવારણા કરનાર અને પોતાના ગુરૂને સમર્પિત એવાં એક આત્માની છાપ અંકિત થાય છે. બન્ને સાથ્વી ભગવંતોની દુઃખદ, કરૂણ અને અકાળ વિદાયનો ગમ આજે પણ અમારા આખાયે સમુદાયના સહુ સાધુ-સાધ્વીઓને એવો ને એવો જ છે. એમના જીવનની વિશેષ વાતો તો સાધ્વી શ્રી જીતકલ્પાશ્રીજી પોતાના નિવેદનમાં લખશે, એટલે તે વિશે અહીં લખવું પ્રસ્તુત નથી, પરંતુ તે બન્ને સમયસાધક આત્માઓની પવિત્ર સ્મૃતિમાં આવું સરસ પ્રકાશન થાય છે તે ખરેખર અનુમોદનીય, અનુકરણીય લાગે છે. આવું ઉત્તમ કાર્ય કરવા બદલ સાધ્વીશ્રી જીતકલ્પાશ્રીજીને લાખ લાખ ધન્યવાદ આપું છું. સાથે ભલામણ પણ કરું છું કે આ પ્રકાશન થકી પ્રારંભાયેલી સ્વાધ્યાય-યાત્રા હવે અટકે નહિ, ઝાંખી ન પડે, બીજા કાર્યોને વ્યવહારોમાં આ યાત્રા ખોરવાય નહિ, તેની જાગૃતિ રાખજો. બધું લખાય તે છાપવાનું આવશ્યક નથી હોતું, પણ વાંચન-લેખન-શ્રવણ-મનન આ બધું સ્વાધ્યાય રૂપ તો છે જ, અને એ સ્વાધ્યાય જ આ કાળમાં દુર્બળ આત્માઓનું શ્રેષ્ઠ ને પ્રષ્ટ આલંબન છે, તે કદી ભૂલવું નહિ. અષાઢ વદ ૧૦, ૨૦૫૪, વલસાડ. - વિજય શીલચક્ર સૂરી. Page #12 -------------------------------------------------------------------------- ________________ (અનુવાદકની કલમે...) સુરસુંદરીના રાસનો અનુવાદ સાકાર થયો છે ત્યારે ... કાળના પ્રવાહની સાથે અતીતમાં ડોકિયું કરતાં .. ૫૦ વર્ષ પૂર્વે મુદ્રિત પં. વીરવિજયજી કૃત રાસનું અલભ્ય પુસ્તક હાથ લાગ્યું, અને ... મનમયૂર નાચી ઉઠ્યો ... હૈયાની ધરતીમાં ધરબાયેલી ‘સુરસુંદરીની કથા' રૂપી બીજને અંકુરો ફૂટ્યાં .. ૨૦૫ની સાલમાં, જીવનરથના સારથી સમા પૂ. ગુરૂદેવશ્રી સૂર્યપ્રભાશ્રીજી મ.સા.ની અમીકૃપા અને ગુરૂબેન શ્રી પ્રજ્ઞશીલાશ્રીજીની સતત પ્રેરણારૂપે સહાયતાથી ગ્રંથાનુવાદના માર્ગે કદમ ઉઠાવ્યા ... કલમ હજુ તો કદમ બે કદમ માંડે ત્યાં કૃપાળુ ગુરૂમૈયા અને કરૂણાળુ ગુરૂબેન અનંતના માર્ગે ઉડી ગયા ... હૈયાની હામ તૂટી, મનની સ્વસ્થતા ખુટી ... આદર્યા કામ અધૂરા રહ્યા ... સમય વીતતા ભૂપેન્દ્રભાઈ બદામીની સતત ટકોર અને રેખાબેન કાપડિયાના ટેકાથી વેરવિખેર થયેલ હામ અને સ્વસ્થતા પુનસંચિત થઈ ... અધૂરા રહેલા આદર્યા (કામ) નું અનુસંધાન કર્યું. પૂ.આ.વિ. હેમચંદ્રસૂરિ મ. સા. તથા પૂ. આ. વિ. શીલચંદ્રસૂરિ મ. સાહેબે પ્રેરણા-વારિનું સિંચન કર્યું.... અને જાણે ... દેવલોકગત પૂજ્યોની દિવ્યકૃપાથી સંધાન સડસડાટ ચાલ્યું. સં.૨૦૫૩ની સાલમાં શ્રી સુપાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં પૂ. સુવર્ણપ્રભાશ્રીજી મ.સાની નિશ્રામાં છાપરિયા શેરી મોટા ઉપાશ્રય ચાતુર્માસ દરમ્યાન “સુર સુંદરીનો રાસ” નો અનુવાદ ગ્રંથ રૂપી વૃક્ષ આકાર પામ્યું... પ. પૂ. આ. ભ. શીલચંદ્રસૂરીશ્વરજી મ.સા. એ આ પુસ્તકની પ્રસ્તાવના લખી; આશીર્વચન આપે એવો મને ભાવ હતો. શ્રુત અને શાસનના અનેક વિધ કાર્યોમાં વ્યસ્ત હોવા છતાં તેમણે પ્રસ્તાવના લખી આપી, આ વૃક્ષને નવપલ્લવિત કરી મારા ઉત્સાહને બમણો કરી દીધો છે. હું સદા માટે તેમની ઋણી છું... જીવન જીવવાની અને જીવનના ઝંઝાવાતો સામે ધર્મના સહારે ઝઝૂમવાની – આત્મશક્તિનો અંદાજ અને પ્રેરણા આપતો આ રાસ શાસનના પ્રાંગણમાં સંકલ્પ, શ્રદ્ધા અને સમર્પણના આદર્શ પુષ્પો વેરી પવિત્રતાનો પમરાટ ફેલાવે છે. સૌ કોઇ એ ગુણ પુષ્પોની સુવાસને માણી જીવનને પવિત્ર વિકાસના પંથે વાળે એવી અંતરની આરઝુ ... 4ખના ... આ ગ્રંથાનુવાદ દરમ્યાન મારી અલ્પમતિના કારણે ક્યાંય પણ ક્ષતિ રહી ગઈ હોય, શ્રી જિનાજ્ઞાવિરૂદ્ધ લખાઇ ગયું હોય તો એનું હું અંતઃકરણપૂર્વક ત્રિવિધ - ત્રિવિધ મિચ્છામિદુક્કડમ્ માંગું છું .. - સા. જીતકલ્પાશ્રીજી Page #13 -------------------------------------------------------------------------- ________________ સવંદન સમર્પણ... જેઓશ્રી અત્યંત જાગ્રત હતા, સંયમ જીવનના વિશુદ્ધ પાલનમાં... જેઓશ્રી ભયભીત હતા, પ્રમાદના સેવનમાં... જેઓશ્રી વ્યથિત હતા, સંયમ જીવનમાં લાગતા અતિચારોમાં... જેઓશ્રી નાડ પરીક્ષક હતા, સમુદાયના નાના-મોટા સાધ્વી વૃંદના... જેઓશ્રીનું વ્યસન હતું, ગ્લાન - તપસ્વી બાલ સાધ્વીના વૈયાવચ્ચમાં... જેઓશ્રી પાપભીરૂ હતા, રખેને કોઇની ભાવહિંસા થઇ ના જાય જેઓશ્રી કઠોર હતા જિનાજ્ઞાના પાલનમાં... જેઓશ્રી નિર્યામણામાં અવ્વલ હતા, સાધકના અંત સમયની સમતા સમાધિ ટકાવી રાખવામાં... એ મમ અનંતોપકારી પૂજ્યપાદ કમળપ્રભાશ્રી મહારાજ સાહેબના કરકમળોમાં આ ગ્રંથ સાદર સમર્પિત કરું છું. એ ઉપકારોમાંથી યત્કિંચિત્ અનૃણી બની કૃતકૃત્યતા અનુભવુ છું. -ગુરૂકૃપાકાંક્ષી Page #14 -------------------------------------------------------------------------- ________________ મોતના પડકારને ઝીલી લઇને મસ્ત સમાધિ ટકાવી રાખનાર તનમે વ્યાધિ મનમેં સમાધિ સચ્ચારિત્ર ચૂડામણી પૂ. દાદી ગુરુદેવ પ.પૂ.કમલપ્રભાશ્રીજી મ. સા. સૌજન્ય : શ્રી અરવિંદભાઇ જી. દોશીના ધર્મપત્ની સ્વ. ભગવતીબેન અરવિંદભાઇના સ્મરણાર્થે, પુત્ર હિતેષકુમાર પુત્રવધુ ફાલ્ગુનીબેન તથા પુત્ર દિવ્યેશકુમાર પુત્રવધુ જિજ્ઞાબેન Page #15 --------------------------------------------------------------------------  Page #16 -------------------------------------------------------------------------- ________________ ગાઉં ગુરૂવરના ગુણગાન ધ્યાન મૂલં ગુરોતિ, પૂજા મૂલં ગુરોઃ પાદ) મંત્રમૂલં ગુરોવર્ઘ, મોક્ષ મૂલં ગુરોઃ કૃપા ” આ સંસારમાં ધ્યાન ધરવા યોગ્ય હોય તો ગુરૂદેવની મૂર્તિ, પૂજા કરવા યોગ્ય હોય તો ગુરૂદેવના ચરણ કમળો, મંત્રની સાધના કરવી હોય તો માત્ર ગુરૂદેવના વચનો, અને જો મોક્ષ મળતો હોય તો તેમાં પણ માત્ર ગુરૂદેવની કૃપા. જગતના જીવોજો આચાર વસ્તુ મેળવી લે, તો તેનો સંસાર સીમિત, વાસમાપ્ત થાય છે. પણ. પણ આ અતિદુષ્કર છે. ખરેખર મંદમંદ વહેતા વાયરાને પકડવો અસંભવિત નથી, ફૂલોની ફોરમને મુઠ્ઠીમાં કેદ કરવી અશક્ય નથી, સાગરના તળિયાને માપવું દુષ્કર નથી, સાગરના કિનારે રહેલા રેતીના કણિયાને ગણવા અશક્ય નથી. પણ.... પણ... ગુરૂદેવના જીવન કવનને શબ્દોમાં બાંધવું અશકય છે, કારણ શબ્દોની સીમા છે. જ્યારે ગુરૂદેવના ગુણો અસીમ છે. કેમ કરીને વર્ણવું? ગુણ તમારા ઝાઝા, અમારું જ્ઞાન થોડું. દીવડાની જેમ ટમટમતા આકાશના તારલીયો અગણિત, તેમ ગુરુવર્યોના ગુણો અગણિત છે. આકાશમાં રહેલા સૂર્ય, ચંદ્ર, તારા વગેરેને આપણે દૂરથી નિહાળીએ છીએ તો કેટલા નાના દેખાય છે. પણ નજીક જઇને નિહાળીએ તો તેની વિરાટતા જોવા મળે છે. હાં... આજ રીતે ગુરૂવર્યોને નજીકથી નિહાળતાં અલૌકિક ગુણવૈભવ જોઈ મહેસુસ થાય છે કે મને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. આસન્નપકારી ગુરુદેવના ગુણવૈભવને કીર્તન કરવાની તક મળી. પૂજ્યશ્રીના જીવનને અલપઝલપ અંકિત કરવાનો મારો આ પ્રયાસ, દીપકના પ્રકાશમાં સૂર્યપ્રકાશને શોધવાના પ્રયાસ જેવો છે, છતાં સાહસ કર્યું છે. ગરવી ગુજરાતના મધ્યમાં શીરમોડે શોભતો ખેડા જીલ્લો, આ જીલ્લાના નવલા નડિયાદ તાલુકામાં ખોબલા જેવડું વસેલું મહોળેલ ગામ છે. જયાં પૂજ્યશ્રીનું મોસાળ અને જન્મભૂમિ હતી. સંવત ૧૯૯૦, માગસર વદી દના શુભદિને માતા કમળાદેવીની કુક્ષીએ જન્મ લીધો. પિતા કાન્તીભાઈના કુળ અજવાળવા પુણ્યશાળી બાળાનું નામ, ફઇબાએ સુશીલા રાખ્યું. સુ = સારૂં, શીલ = સ્વભાવ. સારા સ્વભાવવાળા, અર્થગર્ભિત નામને સાર્થક કરતા હોય તેમ બાલઉછેર થવા લાગ્યો. મોસાળમાં જન્મધારણ કરનાર સુશીલાને સુસંસ્કાર સભર કરવા માતપિતા સંસ્કારનું સિંચન કરવા લાગ્યા. Page #17 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય જેવી તેજસ્વી કાન્તિવાળી સુશીલાની કુશાગ્રબુદ્ધિ, જેમાં વિવેક વિનયની ઉણપ દેખાય જ નહિ, સમયને જતાં વાર લાગતી નથી. જોતજોતામાં બે વર્ષના વહાણા વાયા, માતા કમળા દેવીએ બીજીપુત્રીને જન્મ આપ્યો. નાની બેન તારા પણ મોટીબેનની સાથે સંસ્કારોથી ઘડાવવા લાગી. આ જુગલ જોડી સરસ્વતી-લક્ષ્મી સમ શોભતી હતી. આ જોડીને ભાઇની ખોટ જણાઇ. તે ખોટ વિધાતાએ પૂરી કરી. આ કહેવાતી દુનિયામાં કાન્તીભાઇનો સંસા૨ હર્યો ભર્યો લીલોછમ બગીચો જાણે ન હોય, તેમ દીસતો હતો. કાળ રાજાને ન ગમ્યું. પ્રેમાળ પિતાને ઉપાડી લીધા. ખીલેલો બગીચો ઘડીના છઠ્ઠા ભાગમાં વેરવિખેર બની ગયો. નાનકડા દીકરાને જોઇને મન ઠરતું હતું. તે પણ કાળરાજાને ગમ્યું નહિ. ૨૦ દિવસમાં પિતાની પાછળ પુત્રે પણ વિદાય લીધી. દીકરાએ માતાને, વીરાએ આ બેનડીઓને રડતી મૂકી દીધી. ઉજ્જડ બનેલા સંસારમાં માતાને સાર ન દેખાયો અને ત્યાં જ વૈરાગ્યના બીજ વવાયા. સમય થતાં બીજને અંકુર ફૂટ્યા. કમળાબેને નિર્ણય કર્યો મારી બંને પુત્રીઓને ક્ષણ ભંગુર સંસારના, નાશવંત સુખોનો પડછાયો પણ પડવા દેવો નહિ. માતાને સંતાનના ભાવિની ચિંતા હતી. મનથી નિશ્ચય કરી લીધો કે મહાવીર પ્રભુના માર્ગે જવુ છે. ‘‘સાથે મારી બંને પુત્રીને લઇને’' આ વાતની જાણ બંને દીકરીના મામાઓને થતાં સાવધાન થઇ ગયા. બેનની સાથે ભાણીઓને ક્યાંયે સાથે ન જવા દે. સુશીલાને તો મોસાળમાં રાખી લીધી. પ્યારી પ્રવજ્યાની પ્રાપ્તિ : શ્રી સિદ્ધગિરિની છાયા, અલબેલા દાદાની નિશ્રામાં પૂર્વના પ્રબળ પુણ્યોદય, યોગાનુયોગે આ ત્રણનો ત્રિવેણી સંગમ થઇ ગયો. મળેલી સોનેરી તક વધાવી લીધી. પૂ. શાસન્સમ્રાટના આજ્ઞાવર્તિની, વાત્સલ્યની વીરડીસમા પૂ.દેવીશ્રીજી મ.સા.નોસમાગમ થયો. અકારણ સ્નેહવર્ષામાં ભીંજાયા, વાત્સલ્યના અ લા ચુંબકે ખેંચાયેલા પુણ્યવંતી સુશીલા માતા-બેનની સાથે સંયમ લેવા તત્પર બન્યા. સંવત ૨૦૦૨ માં, મહાવીર પરમાત્માના કેવલજ્ઞાનનો શુભ દિવસ, વૈ.સુ.૧૦ના શુભ વેળાએ, સાપ કાંચળી ઉતારે તેમ સંસારને ત્યજી દીધો. ચંદનબાળાના વેષને ધારણ કરી લીધો. કમળાબેન - પૂ.કમળપ્રભાશ્રીજી મ.સા., સુશીલાબેન – પૂ. સૂર્યપ્રભાશ્રીજી મ.સા., તારા બેન – પૂ. તિલકપ્રભાશ્રીજી મ.સા. આદિ ત્રણ નવા નામ થી વિભૂષિત બન્યા. (ત્રણ) ત્રિપુટી મ.સા. ભોગાવલિ કર્મના ફુરચે ફુરચા ઉડાવી દીધા. “બિહામણો સંસાર ટળ્યો, સોહામણો સંયમ મળ્યો’’ જે દિનથી સંયમના સ્વાંગ સયા, તે દિનથી પ્રમાદને ખંખેરી નાખ્યા, જ્ઞાનની લગન લાગી. ગુરૂકુળવાસમાં, પૂજ્ય ગુરૂવર્યોની નિશ્રામાં, અપૂર્વ આનંદને ઉલ્લાસપૂર્વક સાધનાની કેડીએ કદમ ભરવા લાગ્યા. સંસા૨ી સગાઓ આવી મળ્યા. આંધીની જેમ તૂફાન આવી ગયા. ગુરૂમાતાની અડગતાએ આવેલ તોફાનો સામે ટક્કર ઝીલી. ચારિત્રને આંચ ન આવી. ૧૦ Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી અભ્યાસમાં ઓતપ્રોત થઇ ગયા. તીક્ષ્ણ પ્રજ્ઞાશીલ પૂજ્યશ્રી જ્ઞાનના ઘૂંટડાનું પાન કરવા લાગ્યા. ૧૧ વર્ષની કુમળી વયે જ્ઞાનને આત્મસાત્ કરવા લાગ્યા. વિનય, વિવેક હતો તેમાં વધારો થયો. સમુદાયમાં સૌને પ્રિય થઇ પડ્યા. અભ્યાસની નેમ અને આત્માનો પ્રેમ વડીલોની છત્રછાયાએ, અસીમકૃપાએ સાધુતાને પચાવવા સાધુ આચાર સાધુક્રિયાના સૂત્રો ટૂંક સમયમાં કંઠસ્થ કરી લીધા. દશવૈકાલિક આદિ ગ્રંથોનું પણ પઠન થઈ ગયુ. જ્ઞાનના તીવ્ર ક્ષયોપશમે કર્મગ્રંથ, પંચસંગ્રહ કમ્મપયડી આદિ કઠિન ગ્રંથો અર્થસહિત કર્યા. ત્યારબાદ લઘુવૃત્તિ તર્કસંગ્રહ, મુક્તાવલિ આદિ વિષયોનો ગહન અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીનો લગભગ બધો જ અભ્યાસ પંડિતવર્ય (મોટા) ધીરૂભાઈ પાસે થયો હતો. અભ્યાસની સાથે સાથે સ્વાધ્યાયને ક્યારેય ચૂક્યા નથી. હંમેશા વહેલી સવારે શ્રી દશવૈકાલિકનો સ્વાધ્યાય કર્યા બાદ પ્રતિક્રમણ કરતા. અપ્રમત્તભાવે ક્રિયાઓ કરતા. સ્તોત્ર-પાઠ-જાપ-પણ નિયમિત કરતા. આરાધના ક્ષેત્રમાં ત્રિપુટી કદમ કદમ મિલાવીને આગળ વધવા લાગી. ભગીરથ પુરૂષાર્થ હોય ત્યાં કઠિન શું લાગે? પૂજ્યશ્રીના હૈયામાં અજબ ગજબની હામ હતી. સતત જ્ઞાનાભ્યાસે પાપભીરુતા દિલમાં વસી હતી. દરેક પ્રવૃત્તિ જયણાયુક્ત હતી. જ્ઞાનમાં મોખરે હતા અને હૃદય નિઃસ્પૃહને નિર્દોષ હતું. ભાલ ઉપર ભવ્યતા તરવરતી હતી. મુખઉપર પ્રસન્નતા વાણીમાં મૃદુતા જોવા મળતી. ગુસ્સો તો ક્યારેય જોવા મળ્યો નથી. આવા સદ્ગુણોની સુવાસે અમ જેવા કંઈક પામર જીવોને સંયમના સ્વાંગ અપને ભવ સાગરથી તાર્યા છે. આચારનિષ્ઠા અપૂર્વ હતી, મેરુ સમ અડગ હતા. પૂજ્યશ્રીના સાધનાના વર્ષો વીતવા લાગ્યા. જીવનમાં ભક્તિ-ગુણ અદ્વિતીય હતો. વિહારમાં સૌથી આગળ જ હોય, અને વડીલો આવતા સુધીમાં આહાર પાણીની તૈયારી થઈ ચૂકી હોય. ક્યારેય મુખ પર ગ્લાની જોઇ નથી. ગુરૂમાતા તથા વડીલો પ્રત્યે સમર્પણ ભાવ અજોડ હતો. ગુરૂમાતાનું વચન એજ જીવનમંત્ર હતો. સંવત ૨૦૪૦ની સાલ સમેતશિખરની યાત્રા કરવા બંને બેનોને સાથે રવાના કર્યા. પાછળથી પોતે જીવલેણ દર્દમાં ઘેરાઈ ગયા. ઉભય ઉપકારી ગુરૂમાતાના સમાચાર મળતાં ૪૦-૪૦ કીલોમીટરના ઉગ્રવિહાર કરી, પૂજ્યશ્રી ઉપકારી ગુરૂમાતાની ભક્તિમાં હાજર થઈ ગયા. ગુરૂમાતાની છેલ્લા શ્વાસોશ્વાસ સુધી સમતા, સમાધિ ટકાવી રાખવા અખંડ આરાધના કરાવી, નિર્ધામણા કરાવી અને યત્કિંચિત અનૃણી બન્યા. સંયમયાત્રીની અર્ધશતાબ્દિ - સંસારાવસ્થામાં ૧૧ વર્ષ વીતાવેલ પૂજ્યશ્રીએ માતા-બેનની સાથે સંયમ ગુપ્તપણે ધારણ કર્યો હતો કારણકે સંસારી મામાઓનો સખત વિરોધ હતો પણ દીક્ષાની પળ-ઘડી, અને દિવસ, મંગળ સ્વરૂપે શ્રેષ્ઠ હશે. જે અત્યાર સુધીમાં ૫૦વર્ષના મહેંકતા સંયમજીવનને શોભાવ્યું હતું. સંસારી સગા તેમજ ભક્તજનો તરફથી સંયમજીવનના ૫૦ વર્ષ રૂપ અર્ધ શતાબ્દીની અનુમોદનાર્થે, પરમાત્માનો મહોત્સવ ઠાઠમાઠથી ઉજવાયો. વૈશાખ સુદ ૧૦-દીક્ષાદીન તો અપૂર્વ રીતે ઉજવ્યો. જાણે આજે જ દીક્ષા ગ્રહણ ન કરી હોય... ૧૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ અજબ ગજબની સહનશીલતા : સમય સરતો ગયો, સંયોગો પલટાતા ગયા. સંયમની સુંદરતર આરાધનામાં અશુભોદયે કસોટી આદરી. છેલ્લા કેટલાય સમયથી પૂજ્યશ્રીને ગાદી મણકાની તકલીફ હતી. દિનપ્રતિદિન મણકા ઘસારાને કારણે ચાલવામાં ઘણી તકલીફ પડવા લાગી. અસહ્ય દુઃખાવો થાય. સહનશીલતા ગજબની કે ક્યારેય મુખ ઉપર ગ્લાની છવાયેલી જોઈ નહોતી. ડૉક્ટરો કહેતા હતા : સાહેબ! આપશ્રી હવે ઓછું ચાલવાનું રાખો. જેટલું ચાલશો તેટલા ઘસારા વઘતા જશે, થડ વિના વૃક્ષ ક્યારેય ઉભુ રહી શકતું નથી. આપણું શરીર આવું થઈ ગયું છે. રૂની પૂણી જેવા મણકા થઇ ગયા છે આપ કેવી રીતે ચાલી શકો છો? અમને આશ્ચર્ય થાય છે આવી અસહ્ય પીડા હોવા છતાં જ્ઞાન-ધ્યાન-ક્રિયા વગેરેમાં પ્રમાદ ક્યારેય કર્યો નથી. ડોલીનો ઉપયોગ કરવો પડ્યો તો પણ કચવાતા મને. ડોલીમાં પણ બેસી ન શકાતું. છેલ્લે વ્હીલચેરનો ઉપયોગ કર્યો. ભાવિ ભૂલવે છે ત્યારે ન બનવાનું બની જાય છે. સંવત ૨૦૫૨ની સાલે અમદાવાદથી સૂરત તરફ વિહાર નક્કી થયો. આ વેળાએ પૂજ્યશ્રીની વિહારની ભાવના ઓછી હતી. છતાં ક્ષત્ર-સ્પર્શના બળવાન હશે. તેમ જાણીને ચે.વદ ૩ શનિવારે પૂજયશ્રીન વિહાર થયો. કાળની ઘડી પિછાની શકાતી નથી ખબર નહોતી કે અનિચ્છાએ થયેલો પૂજ્યશ્રીનો વિહાર રાજનગરની ધરતીને છેલ્લી વિદાય આપી હશે. આ વેળાએ બંને બેનોનું છૂટા પડવાનું દશ્ય પણ ગંભીર હતું. નાની બેન પૂ.તિલકપ્રભાશ્રીજી મ.સા. મોટીબેન પૂજ્યશ્રીને જાણે પરાણે વિદાય ન આપતા હોય, ને પૂજ્યશ્રી પરાણે વિદાય ન લેતા હોય તેમ ભાસતુ હતું. આ આખરી મિલન કહો કે આખરી વિદાય હશે. " ક્રમાનુસાર વિહાર કરતાં ચે.વદ ૬ના રોજ નાયકા મુકામે આવ્યા. પૂજયશ્રીને નાયકા નહોતુ આવવું. અમે જ લઈ આવ્યા. કારણકે આ રસ્તે વાહનવ્યવહાર ઓછો. તેથી ચાલવામાં સરળતા રહે. ખબર નહોતી કે કાળે પોતાનો પંજો આ તરફ પણ લંબાવ્યો હશે. ચૈત્ર વદ ૭, બુધવાર... એ ગોઝારો દિન આવી ગયો. એ દિનનું પરોઢિયું. ગરમીના દિવસો, સૌ વિહારની તૈયારી કરવા લાગ્યા. નિત્યક્રમ પ્રમાણે પૂજ્યશ્રી ઋષિમંડળ ગણવા લાગ્યા. હંમેશા ધીમા અને ગંભીર સ્વરે જ ગણતા આ સ્તોત્રને તે દિવસે ઘણા ઉંચા સ્વરે ગણવા લાગ્યા. મેં કહ્યું, પૂજ્યશ્રી! આજ કેમ? તા કહ, તું બહાર સામાન મુકાવે છે તો તને ક્યાંથી સંભળાય? માટે મોટે અવાજ ગણી રહી છે. નિષ્ફર કુદરત! તને શું કહું? પૂજયશ્રીના મુખે બોલાયેલા મંત્રાક્ષરો શું છેલ્લા હશે? અમૃત ઝરતા આ વચનો આખરી બની ગયા. સમય થતાં સૌને મંગલાચરણ સંભળાવી વિહાર વાટે ચાલી નીકળ્યા. સૌ સાથે જ હતા. વાસણા ગામના પાદરેથી અમને સૌને ટૂંકા રસ્તે જવાની સૂચના કરતાં પૂજયશ્રી ખેડાના માર્ગે આગળ વધ્યા. આ માર્ગ છૂટા પડ્યાને ૫ મિનિટ ૧૦ મિનિટ પણ થઇ નથી. બરાબર એ સમયે કાળમુખે મોકલેલ યમરાજના સ્વરૂપમાં પાછળથી ધમધમ કરતી આવી રહેલી ટ્રકે, પૂજયશ્રીને તથા પ્રજ્ઞશીલાશ્રીને સાથે રહેલ બંને બાઇ સાથે ટક્કર લગાવી ચાલી ગઇ. બંને મહારાજ બાઇઓ સાથે રસ્તા પર જોરદાર પછડયિા હજુ પળ બે પળ પુરી નથી ત્યાં તો આ ચારેયના આયખાને ભરખી લેવા બીજી ટ્રક આવી ગઇ, અને તેની ઉપર ફરી વળી. પળવારમાં ચારેયના પ્રાણ પંખેરુ કાળના ખપ્પરમાં ખપી ગયા. ૧૨ Page #20 -------------------------------------------------------------------------- ________________ હાહાકાર મચી ગયો. સાથે રહેલો ભાઇ રાજુ દોડી આવ્યો. લોહીના ખાબોચિયામાં તરબોળ જોયેલા પ્રજ્ઞશીલશ્રીજીને, પગમાં ઇજા પામેલા પૂજ્યશ્રીને, રામ રમી ગયેલા બંને બેનોને જોતાં કરૂણકલ્પાંત કરવા લાગ્યો. રોડ ઉપર જતી ગાડીનો સહારો લઈને માતર પહોંચી ગયો. સંઘને જાણ કરી. ચારે કોર સમાચાર પહોંચી ગયા. રાજનગરમાં પૂજયશ્રીના બેન પૂ. તિલકપ્રભા મ.સા. સમાચાર મળતાં કાળો કલ્પાંત કરવા લાગ્યા. સંઘના ભાઈ બહેનો, સંસારી સગાઓ ભેગા થઈ ગયા. સૌ સમાચાર સાંભળી અકસ્માત સ્થળે પહોંચી ગયા. ત્યાંનું કરૂણ દશ્ય જોતાં સૌની આંખોમાં ચોધાર આંસુ ઉભરાયા. ભયંકર આવેલી આ આંધીના પ્રત્યાધાતોના પડછાયા અમારી ઉપર પડ્યા. વાસણા ગામમાં પ્રવેશતાં એક સાધ્વી મહારાજને પગે જોરદાર ઠેસ વાગી. મારા પુસ્તકના પાકીટનો પટ્ટો તૂટી ગયો. ક્ષણમાત્ર અમે સૌ ત્યાં અટકી ગયા. વિચારવા લાગ્યા. આવું કેમ થયું? શું ખબર આ પ્રત્યાઘાતના એંધાણ અમારા શિરછત્રના હતા. આ આગાહીને ન સમજી શક્યા. માતર તીર્થની વાટે આગળ વધવા લાગ્યા. પહોંચ્યા પાદરે. અમને આ સમાચાર આપવા માતરથી માણસ આવ્યો. કહે કે પૂજ્ય મહારાજને અકસ્માત થયો છે. થોડું ઘણું વાગ્યું છે. હોસ્પીટલ લઈ ગયા છે. આ સમાચાર સાંભળતા અમારા હાલ.. વર્ણન કરી શકતી નથી. હતાશ થઈ ગયા. પહોંચ્યા વિના છૂટકો નહિ, સૌ ચલાય તેટલા ઉતાવળે ચાલી નીકળ્યા. પહોંચી ગયા સુમતિનાથ દાદાની નિશ્રાએ! ત્યાંનું વાતાવરણ જોતાં, તો અમારા હાજા ગગડી ગયા. રે વિધાતા! આ શું સૂઝયું? ચોધાર આંસુએ પરમાત્માના દર્શન કર્યા. મંદિરે ફરતા માનવોનું જાણે કીડીયાળું ન ઉભરાયું હોય. અમે ધર્મશાળામાં આવ્યા. અગ્રગણ્ય ભાઇઓ અમારી પાસે આવી આશ્વાસન આપવા લાગ્યા. સાચા સમાચાર આપવાની કોઈની પણ હિંમત ન ચાલી. જ્યારે જાણ્યા ત્યારે અમારે માથે આભ તૂટી પડ્યું. કાળા કલ્પાંતની સીમા ન રહી. રે ભગવાન!આ કાળો કેર! આવો સિતમગાર ગુજારતા શરમ ન આવી!તે વેળાએ પૂજ્યશ્રીના કેવા હાલ હશે? કેવી પરિસ્થિતિ સર્જાઇ હશે? અંત સમયે એમની પાસેથી ૫-૧૦ મિનિટ માટે ક્રુર કાળમુખ યમરાજાએ અમને વેગળા કરી દીધા. અમારા કાળાં કલ્પાંતે માનવ મેદનીને રડતી કરી મૂકી. આસનોપકારી પૂજ્યશ્રીને વિહારમાં મૌન જ હોય. બંને મહારાજના હાથમાં નવકારવાળી હતી. પરમાત્માનો જાપ ચાલુ હતો. કાળરાજાએ શ્વાસને ઝુટવી લીધો. સમાધિઝૂંટવી નહોતી. ગુરૂશિષ્યાના મુખે શ્રી નમસ્કાર મહામંત્રનો જાપ ચાલુ હતો. અણધાર્યા આવી પડેલા ઉપસર્ગને સહન કરતાં અમારી જીવનનૈયાના સુકાનીએ સદાને માટે આંચ મીંચી દીધી. પાર્થિવપૂત દેહને અમદાવાદ લઇ જવાનું નક્કી થયું. અમે સૌ પૂજ્યશ્રીના પૂણ્યદેહના અંતિમ દર્શન માટે અમદાવાદ તરફ વિહાર કરવા નિર્ણય કર્યો. એ ચૈત્રવદની સાતમનો ગોઝારો દિન, કાળઝાળ ગરમી, ઉપવાસના પચ્ચકખાણ સંઘે જવાની ના પાડી. ૪૦ કી.મી. કમ પહોંચાશે? અમે તો વાત કરી. આ ભવમાં પૂજ્યશ્રીના પુણ્ય દેહના દર્શન હવે થવાના નથી. નિર્ધામણા ત ન કરાવી શકાય. અંતિમદર્શનથી પણ વંચિત રાખશો? અમારી આરઝુ સાંભળનાર શ્રી સંઘના ટ્રસ્ટીશ્રી નટુભાઇ મનુભાઇ વગેરે પૂજ્યશ્રીના પાર્થિવદેહના દર્શન કરવા માતર લઇ આવ્યા. પરલોકવાસી પૂતાત્માના દેહને જોતાં... સૌના હૈયા હાથમાં ન રહ્યા... ૧૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ “આંખે આંસુ અનરાધાર, ગુરૂ વિના બન્યા નિરાધાર” ઉપર આકાશ, નીચે ધરતી... કાળમુખા કાળે અમારૂં શિરછત્ર છીનવી લીધું. અરે.. રે... હવે અમારું કોણ? અમારા પ્રમાદને ખંખેરનાર ગુરૂદેવ? આપ વિના અમારી સારસંભાળ કોણ કરશે? આપની નિશ્રામાં રહેલા અમે હવે ક્યાં જઇશું? અમારી આજ આવી ગોઝારી ઉગશે, એની ખબર નહોતી. અમને આજદિન સુધી આમને દુનિયાદારીની કશી જ ખબર નથી. ઘેઘુર વડલા સમ અમે આપની નિશ્રામાં રહેતાં, ક્યાં દિવસે ઉગે છે? ક્યાં રાત પડે છે?તે ખબર પડી નથી. હવે ક્યાં જઇશું? કોની પાસે રહીને આરાધના કરીશું? મને તો કંઈ જ સમજ પડતી નથી. હવે મેં જાણ્યું કે આ એક માનવપંખીનો મેળો. સાંજે સૌ ભેગા થયા, સવાર પડતાં સૌ વિખરાઈ ગયા. પૂજ્યશ્રી! હૈયું ભાંગી પડ્યું છે. હિંમત હારી ગઈ છું. આ માર્ગે જનાર ક્યારેય પાછા ફરતા નથી એ નિર્વિવાદ છે. આ વાત સમજવા છતાં, પ્રભુનું શાસન પામવા છતાં, છદ્મસ્થપણાને લઇને કલ્પાંત કરી રહ્યા છીએ. હે પરમતારક પૂજ્યગુરૂદેવ! અંત સમયે ચારા કરી દીધા. રે ભાગ્યવિધાતા! વર્ષોથી ગુરૂનિશ્રામાં રહેતી થોડીપળો માટે વિખૂટી? મારી આટલી પુણ્યની કચાશ? નિર્ધામણા કરવાની તક પણ મને ન સાંપડી. ઋણ અદા કરવાનો અવસર ન મળ્યો. સૂર્યોદયે સૂર્યાસ્ત: સાંજ પડે સૂર્યનું અસ્ત થવું તે એક નિત્યક્રમ છે. પરંતુ સૂર્યોદયે સૂર્યાસ્ત થવો એ કાળનો કારમો ઘા છે. પૂજ્યશ્રી અને અંતરવાસી પ્રજ્ઞશીલાશ્રીજી અકાળે અસ્ત થતાં અમ જીવનમાં સદાને માટે અંધકાર છવાયો. પ.પૂ.સૂર્યપ્રભાશ્રીજી મ. સા. સ્વયં સૂર્યવત્ પ્રકાશીત હતા. આપનો ઝળહળતો પ્રકાશ અમને ક્યારેય નહિ મળે? આપે આપનું આત્મકલ્યાણ સાધી લીધુ. સદાને માટે નેત્રમિંચાયા, એ પરમ પવિત્રદેહનાદર્શન ક્યારેય પણ થવાના નથી. ભવાંતરે મળશો તો પિછાની નહિ શકીએ. શું કરીએ? અમદાવાદ પાલડી દેવી કમલ ઉપાશ્રયથી પૂજ્યશ્રીની અંતિમયાત્રા, હજારો માનવોની વચ્ચે, સુરત, ભરૂચ, ભાવનગર, મુંબઇ, નડિયાડ, આણંદ આદિ સંઘના શ્રાવક શ્રાવિકાઓ સમાચાર સાંભળતા દોડી આવ્યા. પાર્થિવ દેહના દર્શન કરીને સૌ રડી પડ્યા. હજારોના હૈયા ઉપકારીને યાદ કરીને રડતા હતા. કકળતા હતા.રે કાળરાજા! નાની વયે સંસારને લાત મારીને ચાલી નીકળેલા પુણ્યાત્માએ તારુ શું બગાડ્યું? કયા ભવનું વેર લીધુ? સમજાતું નથી. પૂજ્યશ્રી!અમે સૌ પત્થર સરીખા, આપશિલ્પી બની, પ્રેમના હથોડા મારી અમારાઘાટઘડ્યા, મમતાથી સંભાળ્યા, સમતાથી સમજાવ્યા, ભાવથી ભણાવ્યા, સંસ્કારોથી સિંચ્યા, વાત્સલ્યથી નવરાવ્યા, એ ઉપકાર શું ભૂલાય. હે ગુરૂમાતા, અમારી જન્મદાત્રી માં આ ભવની ઉપકારી, જ્યારે આપતો ભવોભવના ઉપકારી. ૧૪ Page #22 -------------------------------------------------------------------------- ________________ * હે પરોપકારી!“એ ઉપકાર તમારો કદીયે નવિસરે” સંસારના કીચડમાંથી બહાર કાઢી રત્નત્રયીના અમૃત ઘુંટડા પીવરાવ્યા, વાત્સલ્યના વરદાન દીધા. આગમમાંથી વલોવીને શ્રુતના સાગરમાં નવરાવ્યા. “સ્વ”નું ભાન કરાવ્યું. પૂજ્યશ્રી આપશ્રીની ન પૂરાય તેવી ખોટ પડી ગઈ છે. આપશ્રીની યાદમાં અમારા હૃદય અને નયનો સદા ભીના રહે છે. જે ભીનાશને કોઇ લુછનાર નથી. હે પૂજ્યશ્રી!“આપનું ચરણ સદાને માટે નમન”બની રહો.આપ અમારી વચ્ચેથી ચાલ્યા ગયા છો. કાળરાજાએ આપને અમારી વચ્ચેથી છીનવી લીધા છે. પણ તેની તાકાત નથી કે આપની સ્મૃતિઓ છીનવી લે. આપની સ્મૃતિઓ અજર અમર બની રહેશે. આપનો ગુણવૈભવ પણ અમારી વચમાં છે, પેલુ ગીત યાદ આવે છે: આપ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર” હે ગુરૂદેવ! આપ જ્યાં હો ત્યાં પરમાત્માનું શાસન પામો. અખંડ આરોગ્ય પામો. આપ સુખસમાધિ પામો. આપનું લક્ષ એ લબ્ધ બની રહો. ખાસ છે તેની પ્રાપ્તિ હો. આપના ગુણો સાગર જેટલા છે. આ સાગરને તરવા માટે બે હાથ લંબાવ્યા છે. શું તરાય? ગુંજાયશ નથી. છતાં આ અવસરે સ્મૃતિઓને તાજી કરવા ને લાંબા કાળ સુધી ટકવા આપશ્રીનું જીવનગાન ગાયુ છે, જેમાં અતિશયોક્તિનો આશય નથી. છતાં છદ્મસ્થભાવે થઈ હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડમ્. પૂ. તિલકપ્રભાશ્રીજી મ.સા. ની છત્રછાયામાં અમે અમારા હૈયાના દર્દો હળવા કરી, રત્નત્રયીની આરાધનામાં સ્થિર થયા. એ ઉપકારીના ઉપકારોને કૃપાશીષ સમજી જીવનની કેડીએ પગલા ભરીએ છીએ. અંતમાં હે ગુરૂદેવ.. આપની આજ્ઞા અમારો આચાર બનો. આપના વચનો અમારા શાસ્ત્ર બનો. આપની કૃપા અમારું કવચ બનો. આપની સહનશીલતા અમારા બદનમાં રહે. આપની લગન અમારું લક્ષ બને. આપની સાધના અમારી સિદ્ધિ બની રહે. અમ ઉપર કૃપાદૃષ્ટિ વરસાવો. પ્રાંતે... આપશ્રી જ્યાં હોય ત્યાં પ્રભુશાસન પામી, આરાધનાથી ઓતપ્રોત બની નજીકના જ ભવમાં સકળકર્મને અળગા કરી શીધ્રાતિશીધ્ર ભવનિસ્તાર પામો. એજ અમ અંતરેથી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. ગુરૂકૃપાકાંક્ષી સા. જીવકલ્યાશ્રી. ૧૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ પપૂ. સમયજ્ઞ પ્રજ્ઞશીલાશ્રીજી (માસી) મસા.ની જીવનઝરમર “કુટુંબમાં રત્ન એક અનોખુ, તેજ લઇને અવતર્યું, અનેક સંકટો આવવા છતાં, શાસનમાં જેનું મન ઠર્યું શાસન પ્રભાવનામાં, સદા હૈયુ ઉત્સાહથી ભર્યું, ધન્ય છે માસી મ.સા.ને, જેણે ગુરૂનું નામ રોશન કર્યું.” આ વિરાટ વિશ્વબાગમાં વિવિધ વર્ણા અનેક પુષ્પો ખીલે છે. પોતાની ડાળી ઉપર મુસ્કુરાહટ કરતાં તે પુષ્પો ઔદાર્ય ભાવથી સૌંદર્ય અને માધુર્ય ફેલાવી કંઇકને આકર્ષે છે. સહુને ખુબો દે છે, ઠંડક આપે છે, મન પ્રસન્ન કરે છે. વળી ક્યાંક હવાના ધોકે, તે પુષ્પ ડાળ ઉપરથી ખરી પડી, માટીમાં મળી જાય છે. માટીને પણ સુરભિત બનાવી દે છે. બસ, આવા જ પ્રકારે અમારા પૂ.માસી મ.સા ઉર્ફે પૂ. પ્રજ્ઞશીલાશ્રીજી મ.સા.નું જીવન હતું. ભારતની ભૂમિ ઉપર ગુર્જરદેશના મધ્યભાગમાં ખળખળ કરતી વહેતી તાપી નદીના કિનારે પ્રાચીન સૂર્યપુરી નગર અર્વાચીન સુરત શહેરથી વિખ્યાત છે. આ નગરીના વડાચૌટામાં જિનશાસન પામેલા શ્રાવક નગીનદાસભાઈ ડાહ્યાભાઈ કાપિડયા રહેતા હતા. તેમની ગૃહિણી ઉમેદકોર બેન હતા. ચરિત્રનાયિકાનો આ ગૃહિણીની કુક્ષીએ સંવત ૧૯૮૯ ચૈત્ર વદ ૧ના રોજ જન્મ થયો. મહાપુણ્યશાળી આ બાળાના લાક્ષણિકતાને અનુસારે ફઇબાએ નામ પાડ્યું “પુષ્પા', કુટુંબમાં આ પુષ્પકળી ગુલાબની જેમ ખીલી ઉઠી. પુણ્યની કંઇક ઉણપતાએ બાલ્યાવસ્થામાં પિતાનું છત્ર ગુમાવ્યું. માતાએ પિતાની ખોટ સાલવા ન દીધી. બાળઉછેરમાં ધર્મના સંસ્કારોનું પાન કરાવવા લાગ્યા. ભાઇબેનોમાં સૌથી નાની આ લાડલી પુષ્પાએ કુટુંબના સભ્યોના દિલ જીતી લીધા. સૌની પ્યારી બની ચૂકી. ભવાંતરના પ્રબળ પુણ્યોદયે ધર્મની આરાધના સર્વ સામગ્રી મળતાં દેવગુરૂ પ્રત્યે દિનપ્રતિદિન અનુરાગ વધ્યો. દેવગુરૂની ભક્તિ અપાર હતી. પૂર્વના ચારિત્રમોહનીયના ક્ષયોપશમે ચારિત્ર લેવાના ભાવ જાગ્યા. સંસારની અસારતા જણાઈ. ગુરુગમથી વૈરાગ્યના વાવેતર થયા. માતાની અપાર મમતાએ માર્ગ મોકળો ન થયો. સંયમની તીવ્રતમન્ના હોવાછતાં અનુમતિ ન મળી. પણ મનની મકક્મતાએ આ ભાવનાને હૈયામાં, ભારેલા અગ્નિવત્ છુપાવી રાખી. સમયને જતાં શું વાર લાગે? મોટીબેન મોતનબેનને પ્રાસંગિક કારણો લઈને નાનીબેન પુષ્પાબેનને પોતાને ઘરે લઇ આવ્યા. બનેવી મોહનલાલના પરિચયે દીક્ષાની ભાવના વધારે દઢ બની. યોગાનુયોગે ૧૬ Page #24 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. પ્રશાંતમૂર્તિ સૂર્યપ્રભાશ્રીજી મ. સા. પ. પૂ. સમયજ્ઞ પ્રજ્ઞશીલાશ્રીજી મ. સા. સૌજન્ય : સ્વ. કેસરીચંદ નરોત્તમદાસ કાપડિયા તથા સ્વ. રમણબેન કેસરીચંદ કાપડિયા પરિવાર સુરત Page #25 --------------------------------------------------------------------------  Page #26 -------------------------------------------------------------------------- ________________ છે શાસનસમ્રાટના આજ્ઞાવર્તી પ્રશાંતમૂર્તિ પ.પૂ.પાદ્ સૂર્યપ્રભાશ્રીજી મ.સા.નો સમાગમ થયો. હૈયામાં રહેલી સંયમની ભાવનાને પ્રગટ કરી. મમતાળુ માતાનું મોહબંધન છૂટી ગયું. માતા સ્વર્ગવાસી બન્યા. મોટીબેનની નિશ્રામાં રહેતા પુષ્પાબેનનો રસ્તો સરળ બની ગયો. વડીલ બંધુઓ-બેનોની અનુમતિ મેળવી લીધી. બદામી મોહનલાલે પણ રજા આપી. બદામી કુટુંબની પ્યારી પુષ્પામાસી સંયમ માટે ઉજમાળ બન્યા. મોટીબેન મોતનબેન તથા બનેવી મોહનલાલ બદામીએ ઠાઠમાઠથી મહામહોત્સવપૂર્વક સંયમના માર્ગે મોકલ્યા. એ દિન હતો સંવત ૨૦૨૮, મહા સુદ ૧૧ - ૨૬મી જાન્યુઆરી બુધવાર. પરમ તારક પ.પૂ. કમળપ્રભાશ્રીજી મ.સા. શિષ્મા પરમવિદુષી પ.પૂ.સૂર્યપ્રભાશ્રીજી મ.સા.ના ચરણે પોતાનું જીવન સમર્પિત કર્યું. સંસાર વેશ છોડી ચંદનબાળાનો વેશ પહેરતાં પુષ્પાબેન મટી પ.પૂ.પ્રાશીલાશ્રીજી મ.સા.ના નામથી પ્રસિદ્ધી પામ્યા. અપ્રમત્તભાવે ચારિત્રના સોપાન એક પછી એક, ઉત્સાહ આનંદપૂર્વક સર કરવા લાગ્યા. ઉપસર્ગો અને પિરષોએ ઘેરો ઘાલ્યો. છતાં પણ મુખડા ઉપરનો ભાવ પલટાતો નહિ. પ્રસન્નતાપૂર્વક અશુભકર્મોને વિદારતા હતા. સહનશીલતા કેવી? સિદ્ધગીરીની નિશ્રામાં ગિરિરાજની નવ્વાણુ કરતા માસી મ.સા.ને મરણાંત ઉપસર્ગ આવી ગયો. દર્શન કરવા જઈ રહેલા માસી મ.સા. એક તરફ ગાયનો ધક્કો લાગ્યો. રોડ પર પડેલા પૂ.માસી મ.સા. હજુ ઉભા થાય ન થાય. ત્યાં તો પાછળથી ઘોડાગાડી આવીને ઘોડાનો પગ, માસી મ.સા.ના માથા ઉપર આવી ગયો. પગની ખરી માથાના મધ્યભાગમાં ઉંડી વાગી ગઈ. લોહીનો ફૂવારો છૂટ્યો. સાથે રહેલા પૂ. જતકલ્પાશ્રી મ.સા. તરત જ ડૉ. બકરાણી પાસે લઈ ગયા. બીજી તરફ તેમના ગુરૂજીને સમાચાર મોકલ્યા. સંધ્યાકાળ થઈ જવા આવી હતી. ડૉ. આ ઇજા જોતાં ગભરાયા. તાળવામાં ઉંડો ઘા. શું કરવું? નીડરપણે માસી મ.સા. કહેવા લાગ્યા, “ડૉ. સાહેબ મુંઝાવો નહિ, તમને યોગ્ય લાગે તે રીતે કરો. મને બધું જ સહન થશે.” દર્દીનો જવાબ સાંભળી આશ્ચર્ય પામેલા ડૉ. ટાંકા લેવા માંડ્યા. હસતા મુખે પીડાને સહન કરતાં કહેવા લાગ્યા, “ઉપકારી ઘોડો, મારા કર્મ ખપાવવાનો અનેરો અવસર મને આપ્યો'. આવી અપૂર્વ સમતા સાથે સહનશીલતા હતી. અશાતાવેદનીયનો ઉદય જબ્બર હતો. શારીરિક તકલીફો તો અવારનવાર આવી જતી. છતાં પોતાની આરાધનામાં ઉની આંચ આવવા દીધી નથી. ક્યારેય પ્રમાદને પોતાની પાસે આવવા દીધો નથી. સમુદાયના એક સાચા અર્થમાં કહુ તો વૈદ્યરાજ અથવા ડૉક્ટર હતા. નાના માટો સાધ્વી મ.સા. ના કોઇપણ દર્દ આવતાં પ્રથમ તેમની જ સલાહ લેવાતી. અને પોતે પણ સારવાર કરવામાં કમીના રાખતા નહિ. બાળ - તપસ્વી – ગ્લાન - વૃદ્ધની વૈયાવચ્ચમાં તેમનો નંબર પહેલો ગણાતો. ૧૭ . Page #27 -------------------------------------------------------------------------- ________________ માસી મ.સા. તમારી વળી શી વાત કરવી? નયાવિ મુકખો ગુરૂ હિલણાએ” ગુરૂ હિલનામાં કદીયે મોક્ષ નથી” આગમનું આ સૂત્ર આપે આપના જીવનમાં તાણાવાણાની જેમ વણી લીધું હતું. ક્યારેય પણ ગુરૂના દિલને દુભાવ્યું નથી. સાંભળ્યું છે કે પરમ ઉપકારી ગુરૂજનોને આપણા હૈયામાં વસાવવા સહેલ છે પણ... પણ “ગુરૂ હૈયામાં વસવું” અતિ દુષ્કર છે. પૂ. માસી મ.સા. આપનો ગુરૂ સમર્પિત ભાવ અનેરો હતો. અદ્ભુત સમર્પિતતા એ ગુરૂ હૈયે વસી ચૂક્યા હતા. ૨૫ વર્ષના સંયમ કાળ દરમ્યાન ગુરૂને જીતી લીધા હતા. સમુદાયના સાધ્વીગણનો પ્રેમ પણ એટલો સંપાદન કર્યો હતા. અમે જ્યારે જ્યારે આપની પાસે આવ્યા છીએ ત્યારે ત્યારે આપના મુખડા ઉપર હાસ્ય રેલાતું જોયું છે. ઉદાસીનતા ક્યારેય જોઈ નથી. જ્ઞાન ધ્યાનમાં પણ એટલાજ આગળ હતા. સજઝાયો સ્તવનોનો ક્યારેય તોટો પડ્યો નથી. પર્વતિથિએ તો તેમની પૂર્ણ તૈયારી જ હોય. ધ્યાનમાં પણ એવા જ ઓતપ્રોત હતા. પ્રાયઃ રાત્રિના ૧૧ વાગ્યા પહેલાં સંથારો કર્યો હોય તેવું મે જોયું નથી અને સાંભળ્યું પણ નથી. આવા અનેક ગુણોથી એમનું જીવન મહેંકતુ હતું. અમે સૌ તેમની પાસે જતાં ત્યારે અમારી સંસારની સળગતી સમસ્યાઓમાં પુષ્કરાવર્તના મેઘની જેમ કામ કર્યું છે. અપૂર્વ શાંતિ-સમતાથી અમારી આગને બુઝવતા અને પરમાત્માના માર્ગે વધુ જોડતા. નિખાલસતા ગંભીરતા-ઉદારતા-સહિષ્ણુતા આદિ ગુણોથી શોભતા પૂ.માસી મ.સા. વ્યવહારદક્ષ પણ એટલા જ હતા. ક્યારેય ઉચિત વ્યવહારને ચૂક્યા નથી. આંણા એ જ ધર્મ કઈ વાર આ સૂત્ર તેમના મુખેથી અમે સાંભળ્યું છે. આ સૂત્રને આત્મસાત્ બરાબર કર્યું હતું. ગુરૂ શિષ્યાની અમર જોડી સમુદાયમાં અપૂર્વ શોભતી હતી. જ્યાં જાય ત્યાં સાથે જ જાય. ચાહે દર્શનાર્થે જવાનું હોય ચાહે વંદનાર્થે જવાનું હોય. “ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે” મર્યાદા પુરૂષ શ્રીમદ્ રામચંદ્રજી જે સુપ્રભાતે ગાદીએ બેસવાના હતા. તે જ પ્રભાતે વનવાસ લીધો. આવતી કાલ કેવી ઉગશે? કોઈને ખબર નથી. પૂર્વના પ્રબળ પાપના ઉદયે વિહાર કરતા ગુરૂ શિષ્યાની જોડીને કાળરાજાને ન ગમ્યું. અકસ્માતના ભોગ બન્યા. ગુરૂશિષ્યાની જોડી કાળના પંજરમાં સપડાઈ ગઇ. પરલોકની વાટે ચાલી નીકળ્યા. જેનો હાથ પકડ્યો હતો, તેનો સાથ લઇને પરલોકના પ્રવાસી બની ચૂક્યા. હંમેશાં સાથે જ રહેતી ગુરૂશિષ્યાની જોડી અંતઘડી સુધી સાથે રહી, સાથે જ ચિર વિદાય લીધી. ૧૮ Page #28 -------------------------------------------------------------------------- ________________ અકાળે સૂર્યોદય સૂર્યાસ્ત થયો, પુષ્ય ખરી પડ્યું, પરિમલ રહી, ફૂલ ગયુ ફોરમ રહી ગઈ. દિવેલ ખૂટ્યું, જત બુઝાઈ ગઈ. અમ કુટુંબ રૂપ માન સરોવરના હંસ સમા માસી મ.સા. ગુરૂ સાથે ઉડી ગયા. હંસ જ્યાં જશે ત્યાં તેને માન સરોવર મળી રહેશે, પણ અમને ઘણી ખોટ પડી છે. અમને હવે સાચો રાહ કોણ બતાવશે? માસી મસા.? આપનું નામ તો પુષ્પ, આપનું હૃદય પણ પુષ્ય જેવું કોમળ હતું. રગેરગમાં શાસન પ્રત્યે અવિહડ પ્રીતિ હતી. આવા ગુણોથી આપનું જીવન ઝળહળતું હતું. આપ જ કહો ત્યાંથી અમ સૌ ઉપર અમી વરસાવતા રહો. જે અમીવર્ષા અમ જીવન ધર્મરંગથી રંગાયેલું રહે, વધુ શું કહું? આપ પણ જ્યાં હો ત્યાં પરમાત્માનું શાસન પામી, આરાધના કરી શીધ્રાતિશીધ મોક્ષ તરફ પ્રયાણ કરો. એજ શાસન દેવ પ્રત્યે પ્રાર્થના. એજ લી. માસી કપાકાંક્ષી રૂપા બદામી ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ બહણ સ્વીકાર આ ગ્રંથાનુવાદમાં અથેતિ, પૂજ્ય ગુરૂવર્યોની નેહ નીતરતી કૃપા વરસી.. તે.... જીવનની મૂડી સમા આશીષોની અમીવર્ષામાં હૈયું ભીંજાય છે.. આસનોપકારી સ્વ.પૂ.ગુરૂદેવ સૂર્યપ્રભાશ્રીજી મ. સાહેબે હયાતીમાં સતત પ્રેરણા આપી અને સ્વર્ગગમન બાદ દિવ્યાશિષ વરસાવી કાર્ય સમાપ્તિમાં અદશ્ય સહાય કરી છે. હૃદયસ્થ ગુરૂદેવ સ્વર્ગસ્થ થયા પણ હૃદય સિંહાસન પર અવિચલ સ્થાન ધરાવતાં ગૂરૂદેવની હું સદાને માટે ઋણી છું. અલભ્ય એવા મૂળ રાસ ગ્રંથ દાત્રી શ્રી રમણબેન કેશરીચંદ કાપડીયાને આ પ્રસંગે યાદ કરું છું... વળી. રાસની ગાથાઓમાં કઠીન શબ્દોનું અર્થઘટન કરી આપનાર સહાયિકા સહાધ્યાયી પૂ. બાપજી મ.સા.ના સમુદાયના ભદ્રજ્ઞાશ્રીજી મ.સા.નો મારા પર ઉપકાર છે. અન્ય સામગ્રી સહાયકો છાપરીયાશેરી મોટા ઉપાશ્રયના ટ્રસ્ટી શ્રી રોહિતભાઈ ફુલચંદભાઈ શાહ તથા વીણાબેન સનતકુમાર શાહનો પણ આમાં મહત્વનો ફાળો છે. અનુવાદનું પ્રથમ વાંચન, સુધારો, વધારો ખંતથી કરી આપનાર પ્રોફેસર બી.ટી. પરમાર, નાનપુરા અઠવાગેટ તેમજ છાપરીયા શેરીના અ.સૌ. ભાનુમતીબેન અમૃતલાલ વકીલ, અ.સૌ. રૂપલ રાકેશકુમાર શાહ, અ.સૌ. લત્તાબેન પ્રસન્નચંદ્ર, અ.સૌ. દીપ્તિ હેમંતકુમાર શાહ આ સર્વ સહાયકને આ પ્રસંગે હું કેમ ભૂલું? પ્રસન્ન મને તત્કાલ ઝેરોક્ષનું કામ કરી આપનાર જયશ્રીબેન મહેશભાઇ – મહીધરપુરા, વીણાબેન હર્ષદભાઈ શાહે ગોળ શેરી વાળાએ મને આ રીતે સહાય કરી છે. કાળજીપૂર્વક પ્રફુ રીડીંગ કરી આપનાર શ્રીયુત પ્રા. પ્રવિણભાઈ એમ. પાસવાળા (નિવૃત્ત પ્રાધ્યાપક, નવયુગ સાયન્સ કોલેજ)નો આ પ્રસંગે હું આભાર માનું છું. ' કથાના આધારે ચિત્રો તૈયાર કરી આપનાર કુમારી હીનાબેન અરૂણભાઇ શ્રોફ તથા ભામિનીબેન પ્રવિણભાઈ શાહ આ બંને બેનોએ પુસ્તકની શોભા વધારી દીધી છે. આ ગ્રંથાનુવાદ છાપવાનું માથે લઈ મને તેની ચિંતામાંથી મુક્ત કરવા માટે શ્રી જૈનાનંદ પ્રિન્ટીંગ પ્રેસવાળા ભૂપેન્દ્રભાઇ બદામીને ઋણ સ્વીકાર કરતી વેળાએ વિસરી શકું તેમ નથી! - સા. જીતકલ્પાશ્રીજી ૨૦ Page #30 -------------------------------------------------------------------------- ________________ અમને લાભ મળ્યો છે પૂ. તિલકપ્રભાશ્રીજી મ.સા. ના ઉપદેશથી પૂ. વિદ્યુપ્રભાશ્રીજી મ.સા. ના ઉપદેશથી પૂ. સ્વયંપ્રભાશ્રીજી મ.સા. ના ઉપદેશથી પૂ. ચંદ્રપૂર્ણશ્રીજી મ.સા. ના ઉપદેશથી પૂ. કલ્પરત્નાશ્રીજી મ.સા. ના ઉપદેશથી પૂ. કલ્યરત્નાશ્રજી મ.સા. ના ઉપદેશથી પૂ. કૃતિરત્નાશ્રીજી મ.સા. ના ઉપદેશથી પૂ. હેમલત્તાબાઈ મહાસતી ના ઉપદેશથી પૂ. હર્ષપદ્માશ્રીજી મ.સા. ના ઉપદેશથી ૫. દીપ્તિપ્રજ્ઞાશ્રીજી મ.સા. ના ઉપદેશથી મુંબઈ સુથરી, કચ્છ શાંતિવન, અમદાવાદ વડાચૌટા, સુરત વડાચૌટા, સુરત સુરત સુરત વાંસદા, નવસારી. પાલી, રાજસ્થાન ચાણસ્મા શ્રી છાપરીયાશેરી જૈન મોટા ઉપાશ્રય શ્રી વડાચૌટા સંવેગી જૈન મોટા ઉપાશ્રય શ્રી સીમંધરસ્વામી જૈન ઉપાશ્રય શ્રી વડાચૌટા જૈન વિદ્યાશાળા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ, રાંદેર રોડ જૈન સંઘ શ્રી નાનપુરા મૂર્તિપૂજક શ્વેતાબંર જૈન સંઘ શ્રી કતારગામ જૈન સંઘ (બહેનોનો ઉપાશ્રય) શ્રી અઠવાલાઈન્સ જૈન સંઘ શ્રી નાનપુરા બહેનોની પૌષધશાળા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન દેરાસર પેઢી શ્રી મહાવીર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ શ્રી દેવીકમલ જૈન સ્વાધ્યાય મંદિર શ્રી મહાવીર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ છાપરીયા શેરી, સુરત. વડાચૌટા, સુરત વડાચૌટા, સુરત વડાચૌટા, સુરત રાંદેર રોડ, સુરત દિવાળીબાગ, સુરત કતારગામ, સુરત અઠવાલાઇન્સ, સુરત નાનપુરા, સુરત દોલતનગર, બોરીવલી, મુંબઈ ઓપેરા સોસાયટી, અમદાવાદ ઓપેરા સોસાયટી, અમદાવાદ વિજયનગર, અમદાવાદ ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી પરમાનંદ જૈન સંઘ વિતરાગ સોસાયટી શ્રી પુરૂષાદાનિય પાર્શ્વનાથ સેટેલાઈટ શ્રાવિક જૈન ઉપાશ્રય શ્રી લવારની પોળ શ્વેતાંબર મૂર્તિપૂજન જૈન સંઘ શ્રી લાલાભાઈની પોળ શ્રાવિક જૈન ઉપાશ્રય શ્રી મંગળપાર્ક સોસાયટીની આરાધક બહેનો શ્રી વિશા શ્રીમાળી જ્ઞાતિ સંઘ શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ પાલડી, અમદાવાદ સેટેલાઈટ, અમદાવાદ લવારની પોળ, અમદાવાદ લાલાભાઇની પોળ, અમદાવાદ મંગળપાર્ક, અમદાવાદ બ્રાહ્મણવાડા, બોરસદ. નડિયાદ શ્રી છાપરિયા શેરી જૈન મોટા ઉપાશ્રયની આરાધક બહેનો શ્રી વડાચૌટા જૈન સંઘની આરાધક બહેનો શ્રી નસરીન અબ્દુલ વહાબ શેખ અ.સૌ. સોનીબેન દ્વારકાદાસ ડીંગે સ્વ. શાન્તાબેન ઠાકોરલાલ શાહ હ. ભાનુબેન અમૃતલાલ સ્વ. મેનાબેન ફુલચંદભાઈ શાહ હ. વીણાબેન સનતકુમાર અ.સૌ. કાન્તાબેન જયંતીલાલ ગાંધી અ.સૌ. સુશીલાબેન જયંતીલાલ શાહ હ. વર્ષાબેન અ.સૌ. કાશ્મીરાબેન જીતેશભાઈ અ.સૌ. ઇન્દ્રાવતીબેન શાંતિલાલ શાહ (લંડન) હ. નિપુણાબેન શેઠ શ્રી શાહ મોહનભાઇ મારવાડી શેઠ શ્રી શાહ પ્રકાશચંદ્ર મારવાડી સ્વ. દમયંતીબેન રતિલાલ કાપડિયા હ. માલતીબેન - સોનલબેન સ્વ. કાન્તાબેનના સ્મરણાર્થે હ. મધુબેન જયકુમાર શ્રોફ શ્રી દિનેશચંદ્ર મોહનલાલ બદામી અ.સૌ. મીનાક્ષીબેન સુરેન્દ્રભાઈ સરૈયા ગં.સ્વ. ભાનુબેન સુરેન્દ્રકુમાર કાપડિયા અ.સૌ. મધુરીબેન ઇશ્વરલાલ ચોકસી અ.સૌ. અનિલાબેન નિપુણભાઈ ઝવેરી છાપરિયા શેરી, સુરત વડાચૌટા, સુરત વડાચૌટા, સુરત વડાચૌટા, સુરત ગોળશેરી, સુરત છાપરીયા શેરી, સુરત છાપરીયા શેરી, સુરત છાપરીયા શેરી, સુરત છાપરીયા શેરી, સુરત છાપરીયા શેરી, સુરત સુતાર શેરી, સુરત સુતાર શેરી, સુરત વડાચૌટા, સુરત વડાચૌટા, સુરત વડાચૌટા, સુરત વડાચૌટા, સુરત વડાચૌટા, સુરત વડાચોટા, સુરત વડાચૌટા, સુરત Page #32 -------------------------------------------------------------------------- ________________ અ.સૌ. બકુલાબેન દિલીપભાઈ શાહ અ.સૌ. કલાબેન સુભાષભાઇ મોદી અ.સૌ. નયનાબેન દિલીપભાઇ મોદી અ.સૌ. અરૂણાબેન પ્રદીપભાઇ શાહ અ.સૌ. નિર્મળાબેન મહેશભાઇ અ.સૌ. રમીલાબેન રજનીભાઇ અ.સૌ. કંચનબેન બાબુલાલ શાહ સૌરભના ઉપધાન તપ નિમિત્તે હ. પી.એમ.શાહ અ.સૌ. પુષ્પાબેન ભોગીલાલ શાહ અ.સૌ. વૈશાલીબેન કેતનકુમાર શાહ અ.સૌ. ભારતીબેન પંકજકુમા૨ કેસ૨વાલા કુ. મોક્ષાબેન ભૂપેન્દ્રકુમાર સ્વ. સાંકુબેન મૂળચંદભાઇ હ. મૂળચંદભાઇ અમૃતલાલ પરિવાર અ.સૌ. લીલાબેન રતિલાલ શાહ અ.સૌ. કપિલાબેન કનૈયાલાલ પંચાલ અ.સૌ. કુસુમબેન હસમુખાભાઇ શાહ સ્વ. મૂળચંદભાઇ ધૂળાભાઇ હ. મોતીલાલ મૂળચંદભાઇ પરિવાર સ્વ. મોતીલાલ મૂળચંદભાઇ હ. શારદાબેન મોતીલાલ પરિવાર શ્રી મનહરભાઇ બી. શાહ અ.સૌ. વર્ષાબેન હેમંતભાઇ શાહ અ.સૌ. પદમાબેન વિનોદચંદ્ર પરીખ શ્રી સંદીપકુમાર રમેશચંદ્ર સ્વ. શાંતિચંદ દીપચંદ ઝવેરી (તાસવાલા) અ.સૌ. પ્રમિલાબેન શાંતિચંદ ઝવેરી (તાસવાલા) અ.સૌ. નિરંજનાબેન રતનચંદ ઝવેરી અ.સૌ. નિર્મળાબેન સોભાગચંદ શાહ અ.સૌ. અલકાબેન અશોકકુમાર શાહ કડોદ પાર્લે પોઇન્ટ, સુરત સિદ્ધચક્ર એપા., સુરત સોનીફળિયા, સુરત રાંદેર રોડ, સુરત રાંદેર રોડ, સુરત કૃભકોનગર, સુરત નાનપુરા, સુરત વિતરાગ સોસાયટી, અમદાવાદ વિતરાગ સોસાયટી, અમદાવાદ ચંપાપુરી સોસાયટી, અમદાવાદ લવારની પોળ, અમદાવાદ અમદાવાદ અમદાવાદ લાલાભાઇની પોળ, અમદાવાદ ફતાસા પોળ, અમદાવાદ નડિયાદ નડિયાદ નડિયાદ બોરસદ વડોદરા બોરીવલી, મુંબઇ બોરીવલી, મુંબઇ બોરીવલી, મુંબઇ બોરીવલી, મુંબઇ કાંદીવલી, મુંબઇ કાંદીવલી, મુંબઇ Page #33 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ વિરહ ગીત (રાગ : અમી ભરેલી નજરો રાખો.) અમી ભરેલા નયનોમાંથી વરસતી, અમૃતધારા રે. ગુરૂના મુખથી સદા વહેતા, વચનો પ્યારા પ્યારા રે. ૧ છક્કાયના રક્ષક - છ ત્યાગી સાથે, જીતા ઉજ્જવળ કાવ્ય તરંગ રે, ગુરૂ-ગુરૂબહેનોનો વિયોગ થાતા, પડ્યો છે રંગમાં ભંગ રે... ૨ વિહાર કરતાં માતર આવતાં, ગોઝારી બે ટ્રક આવી રે, સૂર્યપ્રભા ગુરૂ પ્રજ્ઞશીલાને, કમોતે લઈ ચાલી રે... ૩ આવું અદ્ભુત ક્યાંય ન દીઠું, ગૂરૂ-શિષ્યા બે સાથે રે, સંસાર છોડી પરલોકે પણ, અખંડ જોડી શોભે રે..૪ પચાસ વર્ષના સંયમી ગુરૂજી, કંઈક જીવોને તાર્યા રે, દેવી-કમલને સુનુ મૂકીને, ગુરૂજી સ્વર્ગે સિધાવ્યા રે..૫ સૂરત શહેરના લાડીલા પુષ્પાબેને, ગુરૂ ચરણે જીવન સોંપ્યું રે, પચ્ચીસ વર્ષથી સંયમ પાળી, ગૂરૂ સાથે જીવન પૂર્ણ કીધું રે...૬ અંશી ત્યાગી આત્માઓને, હતી સૂર્યની છત્ર છાયા રે, શિષ્યા-પ્રશિષ્યાને રડતાં મૂકીને, ગુરૂ-ગુરૂબહેન થયા ન્યારા રે. ૭ ૨૦પરની ચાલે ચૈત્ર વદી સાતમે રે, વિનય-સૌમ્ય-જીત-રાજ સંગે, ઉજવળ-દીપ્તિ-રનધર્માને અંગે, રેખા-રક્ષી-ભાનુને મનમેં વિયોગ વેદના સાલે રે. ૮ (રચયિતા : ભાનુબેન સુરેન્દ્રભાઈ કાપડિયા, વડાચૌટા, સુરત. પૂજ્યશ્રીની ગુણાનુવાદ સભામાં ગવાયેલું ગીત) ૨૪ Page #34 -------------------------------------------------------------------------- ________________ ॥ ૐૐ હ્રીં શ્રીં અર્ધું નમઃ । પંડિત પ્રવર શ્રીમદ્ વીરવિજયજી વિરચિત महासती श्री सुरसुंदरीनो रास પ્રથમ ખંડ મંગલાચરણ (દોહરા) 'સકલગુણાકર પાસજી, શંખેશ્વર અભિરામ; મન વાંછિત સુખ સંપજે, નિત સમરતા નામ. ૧ ઇષ્ટ મનોરથ પૂરતી, ચૂરતી અલીક વિઘન્ન; કવિજન જનની ભારતી, વારતી અલીક વચન્ન. ૨ કાશમીર પ્રતિ વાસિની, સોલ નામ જશ શુદ્ધ; જે ભવિ નિત સમરણ કરે, તસ હુએ નિરમલ બુદ્ધ. ૩ ભારતી સરસતી શારદા, હંસગામિની જેહ; વિદુષાંમાત કુમારિકા, વાગેસરી શુચિદેહ. ૪ બ્રહ્મસુતા ત્રિપુરા કહી, વાણી શ્રી વરદાય; વિશ્વ - વિખ્યાતા તું સહી, ધ્રુવવાણી શ્રુતદાય. પ ભાષા ગૌરી જાણીએ, ઇત્યાદિક જશ નામ; પ્રણમુ હું નિત્ય પ્રેમશું, જે ગુણ સુખનું ધામ. ૬ ત્રિભુવનમાતા શારદા, તુજ ઉપકાર મહંત; સિદ્ધ અનંતા તે થયા, તુજથી શિવવધૂ કંત. ૭ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ Page #35 -------------------------------------------------------------------------- ________________ . સાનિધ્ય કરજો. માતજી દેજો વચન વિલાસ; પ્રથમ ઉદ્યમ મે માંડીયો, જેમ હુએ અધિક ઉલ્લાસ. ૮ સુરસુંદરી શીયલે સતી, સતીયોમાં સુપ્રકાશ; તાસ રાસ રચતાં થકાં, મુજ મુખ કરજો વાસ. ૯ બુદ્ધિ મંદ છે માહરે, પણ તુમ ભક્તિ સમેત; કોકિલ જે મધુ-૨વ કરે, આમ્ર સમંજરી હેત. ૧૦ ૧-સર્વગુણની ખાણ, ૨-અપ્રિય ભાવાર્થ : ગ્રંથકાર શ્રી વીરવિજયજી મહારાજ મંગલાચરણ કરવા માટે ત્રેવીસમા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રાર્થના કરતા કહે છે કે... જગતમાં સઘળા ગુણોનો ભંડાર, મનોવાંછિત આપનાર, સુખ સામગ્રી આપનાર, હંમેશાં જેમનું નામ સ્મરણ કરવા યોગ્ય તથા સૂર્ય કરતા તેજસ્વી જેમનું નામ શંખેશ્વર છે એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જય પામો. જય પામો. હે સરસ્વતી માતા! શ્રી નવકાર મહામંત્ર ઉપર અવિહડ શ્રદ્ધા તેમજ શીલરક્ષણના સંબંધવાળો રાસ રચવા હું તૈયાર થયો છું. તો, હે માતા! મને સહાય કરો. મા! આપ કેવા છો? ઇચ્છિત મનોરથ પૂરનાર છો. અસત્ય ને અપ્રિય વચનને દૂર કરનાર છો. કાશ્મીર પ્રદેશમાં વસવાવાળા છો. વળી કવિશ્રી સરસ્વતી માતાનુ જુદા જુદા નામથી સ્તવના કરે છે. હે ભારતી! હે સરસ્વતી! હે શારદા દેવી! હે હંસગામીની! હે વિષામાતા! હે વાઘેશ્વરી! હે કુમારિકા! હે પવિત્ર દેવી! હે બ્રહ્મસુતા! હે ત્રિપુરા દેવી! હે વિશ્વવિખ્યાતા! હે ગૌરી! આવા અનેક નામોથી આપ ઓળખાવ છો. વળી આપ, તો કવિજનોની, પંડિતોની માતા છો. આપ મારી પણ માતા છો. તો કૃપા કરીને મા૨ી જીભે વાસ કરજો. આપનું સ્મરણ જે ભવ્ય જીવો કરે છે તેની બુદ્ધિ નિર્મળ બને છે. તેથી હું પણ આપને નમસ્કાર કરુ છું. જે નમસ્કાર, અમારા માટે ગુણસુખના ધામરુપ છે. હે ત્રિભુવનમાતા! હે શારદા મૈયા! જગત ઉપર આપનો ઉપકાર મહાન છે. તમારી કૃપાથી આપની વાણીથી શ્રુતધર્મને સમજી આઠ કર્મની જંજીરને તોડી અનંતા જીવો શિવસુંદરીના સ્વામી બન્યા છે. માટે આપનો ઉપકાર ભૂલાય તેમ નથી. હે માત! મને આપના સાન્નિધ્યમાં રાખો અને મને વચનરસ આપો. કારણ, મહાસતી સુરસુંદરીના ગુણગાવા હું તૈયાર થયો છું. હુ જાણુ છું મારી અલ્પ મતિ છે. છતાં મેં ભગીરથ પ્રયત્ન આદર્યો છે. બે હાથ વડે સમુદ્ર તરી ન શકાય. છતાં સાહસ કર્યુ છે સમુદ્ર તરવા. તેજ રીતે મહાસતીના ગુણ ઘણા છે તેને હું આ ગ્રંથમાં ગાઇને ગુણગ્રાહી બનવા ઉજમાળ બન્યો છું. મારી જીલ્લાઅે આપનો વાસ હોય પછી મારે કંઇ જોવાનું રહેતું નથી. જરુર, મારો આ પ્રયાસ જગતના જીવોને આનંદ અને ઉલ્લાસને વધારનારો બનશે. તમારી ભક્તિયુક્ત મારી મંદબુદ્ધિ, આંબાડાળે કોયલ મંજરી દેખીને કલ૨વ કરે, તેમ ખીલશે. શ્રોતાજનો! કવિ એ અહીં આધ્યાત્મિક ભાવમંગલ કર્યુ છે. બાહ્યમંગલમાં કુંભ ઘડો મૂકો. ગોળ ધાણાં ખાઇ શરુઆત કરો. જ્યારે મેં તો પ્રથમ પંચ પરમેષ્ઠિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્મરણરુપ મંગલ કર્યુ. તે મંગલ કર્યા પછી સરસ્વતીની સ્તુતિ કરી. હવે ગુરુવરની સ્તવના રુપ મંગલ કરે છે. ભવરણમાં ભટકતા એવા પ્રાણીને ગુરુભવગંતો ભોમિયા સમાન છે. દઝાડતી અને બળતી એવી મરુભૂમિમાં ગુરુભગવંત તરુવર સમાન છે. ઉપકારી ગુરુવર્યોની સ્તવના કરે છે. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ ઢાળ - પહેલી (લક્ષણ પાંચ કહ્યાં સમક્તિ તણાં. એ દેશી) સગુરુ પંચ સમિતિને જે ધરે, ખટકાયક પ્રતિપાલ; સુગુણનર. ખટવ્રત ધારક વારક કુમતિના, દીપકથી અંધકાર. સુગુણનર. શ્રવણ ધરી કરી ભવિજન સાંભળો - એ આંકણી ૧ એહવા મુજ ગુરુને ચરણે નમી, કરશું વચન વિશેષ; સુ. ગુરુભક્તિ વિણ વચન જે ઉચ્ચરે, રસ નવિ આપે રે લેશ સુ. શ્ર. ૨ જમતાં જનને રસવતી રસ દીયે, જો હોય માંહે હવે; જિમ નિરમલ અંજન આંજ્યા થકી, વાધે અધિકું રે તેજ. સુ. શ્ર. ૩ તસ પ્રણમી કરી બોલું જિનવરે, ભાખ્યો ધર્મવિલાસ; જેહવો જગમાં પુરુષ વખાણીયે, તેહવો વચન વિલાસ. સુ. શ્ર. ૪ સરવારથ વિમાન થકી ચવી, તેત્રીસ અયરનું આય; મરુદેવી જનની ઉયરે વસી, જમ્યા ઉત્સવ થાય... સુ. શ્ર. ૫ સુરપતિ સવિ મલી સુરગિરિ ઉપરે, હવરાવ્યા જિનરાજ; રુષભ કુમર દિનદિન વધતા થકા, જેમ દ્વિતીયાનિશિરાજ, સુ. શ્ર. ૬ રુપવતી દો પરણ્યા સુંદરી, યૌવન ભર જબ આય; ભરતાદિક શત પુત્ર પરિવર્યા, શુભ નીતિ પંથ બતાય. ... સુ. શ્ર. ૭ ટયાસી લાખ પૂરવ ગૃહવાસમાં, યુગલા-ધર્મ નિવાર; સંયમ લેઈ કર્મ ખપાવીયા, કેવલજ્ઞાન ભંડાર. ... સુ શ્ર. ૮ સમવસરણ વિરચે સવિ સુર મલી, બેઠા ત્રિભુવન ભાણ; આઠે પ્રાતિહાર જ શોભતાં, લોકાલોકના જાણ. .... સુ. શ્ર. ૯ માદાતણી વદિ તેરસ વાસરે, શિવસુંદરી ભરતાર, સાદિ અનંતે ભાંગે જે હુઆ, ભવી પ્રણમો સુખકાર... સુ. શ્ર. ૧૦ સો ભગવંત સંતસુખદાયકા, આદિ ધરમ જેણે દાખ્યો; દાન શીયલ તપ સંયમ ભાવના, વિરતાવિરતિ રે ભાખ્યો. સુ. શ્ર.૧૧ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી યુગાદિદેવે પ્રકાશીયો, જશ ધ્યાને હોયે પુષ્ટિ; મંત્ર અનાદિ આદિ કો નવિ લહે, તેહિ જ પંચપરમેષ્ઠી. સુ. શ્ર. ૧૨ જેણે એક ચિત્તે આગે આરાધીયો, ઈહ પરભવ સુખ પાયો; સુરસુંદરી સતીએ આરાધીયો, તવ તસ કષ્ટ પુલાયો.. સુ. શ્ર. ૧૩ રાસ રચ્યો શ્રી સુરસુંદરી તણો, તેહની પહેલી રે ઢાળ; વીર વિજય કહે ભવિયણ સાંભળો, ભાવે થઈ ઉજમાળ. સુ. શ્ર.૧૪ ૧-રસોઇ, ૨-સાગરોપમનું ભાવાર્થ : અનંત ઉપકારી અરિહંત શ્રી શંખેશ્વર પરમાત્માની સ્તુતિ કરી. ત્યારબાદ શ્રુતદેવીની સ્તવના કરી. હવે.. પરમ ઉપકારી ગુરુ ભગવંતને નમસ્કાર કરતાં કવિવર કહી રહ્યા છે કે, મારા ગુરુદેવ કેવા છે? જે પાંચ સમિતિને ધારણ કરે છે, છકાય જીવના રક્ષણ કરનારા, પાંચ મહાવ્રતને છઠ્ઠ રાત્રિભોજન ત્યાગ. એમ છ વ્રતના ધારક, કુબુદ્ધિને દૂર કરનારા, જેમ દીપકથી અંધકાર જાય તેમ જ્ઞાન દૃષ્ટિએ અજ્ઞાનતા દૂર કરી છે તેવા હે સુગુણજનો! તમે સૌ સાંભળો. આવા મારા ગુરુ મહારાજને ચરણે નમસ્કાર કરીને જે કંઈક કહેવાનું છે તે તેમની કૃપાથી કહીશ. જગતમાં જે જન ગુરુભક્તિ વિના જે કંઈ કહે છે, લખે છે, તે વચનોમાં રસકસ હોતો નથી. અર્થાત્ ભવ્યજનોને એ ઉપદેશની અસર થતી નથી. માટે ગુરુ કૃપા તો જોઇએ. જેમ પ્રમાણસર મસાલાથી ભરપૂર એવી રસવતી રસોઇ મનુષ્યને જમવામાં રસ પડે છે તેમ, વળી નિર્મળ એવા કાજલને આંખમાં લગાડવાથી તેજ વધે છે તેમ, ગુરુભક્તિ કૃપાથી જ મારા સર્વ કાર્યો સિદ્ધ થાય છે. એવા મારા ગુરુને નમસ્કાર કરી જિનેશ્વર ભગવાને ભાખેલા ધર્મને કહું છું. જે ધર્મ આ જગમાં વખણાયો છે એવો ધર્મ સર્વને વિશ્વસનીય છે. પ્રથમ ધર્મને બતાવનાર આ અવસર્પિણી કાળમાં પ્રથમ જિનેશ્વરનો આત્મા તે વેળાએ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમના આયુષ્યને સ્વાધ્યાયમાં નિર્ગમન કરી રહ્યો હતો. આયુષ્ય પુરુ થતાં પરમાત્મા ત્યાંથી ચ્યવીને, અયોધ્યા નગરીના કુલકર નાભિરાયાની રાણી શ્રી મરુદેવી માતાને ઉદરે આવ્યો. પૂર્ણ માસે શુભ દિવસે ફા.વદ ૮ના રોજ પરમાત્માનો જન્મ થયો. છપ્પનદિકકુમારીએ સૂચિકર્મ કર્યુ. ૬૪ સુરપતિએ મેરુપર્વત પર જન્મ મહોત્સવ કર્યો અને નાભિરાજાએ પણ અયોધ્યાનગરીમાં જન્મ ઉત્સવ કર્યો. બારમા દિવસે સજજન સંતોષી ઋષભકુમાર નામ રાખ્યું. બીજના ચંદ્રની જેમ ઋષભકુમાર વધતાં યૌવનાવસ્થાને પામ્યા. માતા પિતાએ સુનંદા ને સુમંગલા નામની બે સુંદરી સાથે પરણાવ્યા. બંને સ્ત્રીઓ સાથે સાંસારિક ભોગોને ભોગવતાં ઋષભકુમારને ભરત આદિ ૧૦૦ પુત્રો ને બ્રાહ્મી સુંદરી બે પુત્રીઓ થઈ. પિતાએ રાજ્યનો ભાર ઋષભને સોંપ્યો. રાજ્યનીતિને ચલાવતાં, વ્યવહાર ધર્મને બતાવતાં ૮૩ લાખ પૂર્વ વર્ષ વહી ગયા. એ અવસ્થામાં ઋષભે યુગલાધર્મનો વિચ્છેદ કર્યો. એ વખતે ભાઇ બેનના લગ્ન થતા. ને સંસાર વ્યવહાર ચાલતો હતો. પણ યુગલિકમાંથી એક પુરુષ મરી જતાં સ્ત્રી એકલી પડતાં તે યુગલીયાએ નાભિ રાજાને સોંપી તે સુંદરીની સાથે ઋષભના લગ્ન થયાં. તેથી યુગલિક લગ્નનો નિષેધ થયો. માટે કહેવાય છે કે પરમાત્માએ યુગલા ધર્મનું નિવારણ કર્યું. ત્યારબાદ ઋષભકુમારે ફા.વદ.૮ના દિવસે દીક્ષા અંગીકાર કરી. સંયમ સ્વીકાર્યો. ધાતી કર્મ ખપાવી ને પ્રભુને મહાવદ-૧૧ના દિવસે નિરુપમ એવું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તે નગરી હતી પુરિમતાલનગરી. હાલ તે નગરી ઇલ્હાબાદ (અલ્હાબાદ પ્રયાગ)માં પરમાત્માનું કેવલજ્ઞાન સ્થળ છે એવું જાણવા મળ્યું છે. જયાં આજે તે નગરીની માન્યતાએ જીર્ણોદ્ધાર ચાલી રહ્યો છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #38 -------------------------------------------------------------------------- ________________ દેવો સહિત ૬૪ ઇન્દ્રો પુરિમતાલ નગરી આવ્યા. સમવસરણની રચના કરી. પરમાત્મા સિંહાસન પર બિરાજ્યા. સાક્ષાત્ જાણે બીજો સૂર્ય ઉદય પામ્યો હોય તેવા પરમાત્મા આઠ પ્રાતિહાર્યોથી શોભતા હતા. સમવસરણમાં બેસી પરમાત્માએ ભવ્ય જીવોના કલ્યાણ કરનારી એવી દેશના આપી, જેથી અનેક જીવો ધર્મની આરાધના કરી સિદ્ધિ પદ પામ્યા. પ્રથમ તો પરમાત્માએ પોતાની માતાને શિવસુંદરી જોવા મોકલી. ત્યાર બાદ ૧ લાખ પૂર્વ દિશામાં રહેલા પ્રભુ પોષ વદ ૧૩ના રોજ નિર્વાણ પામ્યા. સકલકર્મનો ક્ષય કરી મોક્ષપદને પામ્યા. જે હાલ પર્વ પ્રવર્યું છે તે મેરુ તેરસ. આદિને કરનાર પ્રભુ સાદિ અનંત ભાંગે સિદ્ધ થયા. આવા પરમાત્મા તે સર્વ જીવોને, સજ્જનને, સુખ આપનારા, ધર્મની આદિ – શરુઆત કરી. માટે આદિનાથ – પણ કહેવાયા. પરમાત્માએ દાન, શીલ, તપ, ભાવના, સંયમ, વિરતિ, અવિરતિ, આદિ સ્વરુપે ધર્મને પ્રકાશ્યો. જે ધર્મની આરાધના વડે આત્મા પુષ્ટ બને છે. આદિ નથી જેની એવા મંત્રાધિરાજ શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન જે ભવ્યજીવો ચિત્તમાં ધારણ કરે , છે તેઓ આ ભવ પરભવ સુખ સંપદાને પામે છે. પરંપરાએ મોક્ષ સંપદાને પણ મેળવે છે. આ મહામંત્ર પંચપરમેષ્ઠી સ્વરૂપ શ્રી નમસ્કાર મંત્રની આરાધના મહાસતી સુરસુંદરીએ પોતાના જીવનમાં કરી. જેના પ્રભાવે પોતાને આવેલ કષ્ટો દૂર થયા. આ મહાસતી સુરસુંદરીનો રાસ, તેના પ્રથમ ખંડ, પહેલી ઢાળ સમાપ્ત કરતાં રાસ કર્તા વીરવિજય મ. સા. કહે છે કે હે ભવ્ય જીવો! સાવધાન થઈને સાંભળો. પ્રથમ ખંડે પ્રથમ ઢાળ સમાપ્ત (દોહરા) કવણ સતી સુરસુંદરી, કિમ રાખ્યું તિણે શીલ; પરમેષ્ઠી મહિમા થકી, કિમ મસા પામી લીલ. ૧ કવણ દેશ માતા પિતા, સા કુણ પુણ્ય પવિત્રા; શ્રવણ કરી થિર સાંભળો, શ્રોતા તાસ ચરિત્રા. ૨ ૧-સુરસુંદરી ભાવાર્થ : હે ગુરુભગવંત! મહાસતી સુરસુંદરી કોણ? ભયંકર સંકટો વચ્ચે આ મહાસતીએ શીલનું રક્ષણ કેવી રીતે કર્યું? વળી તે સતીના જીવનમાં પરમેષ્ઠી રુપ-નમસ્કાર મહામંત્રના પ્રભાવથી લીલ-વિલાસને કઈ રીતે પામી? મહાસતીના માતાપિતા કોણ? ક્યા દેશમાં વસનારી? કેવા પુણ્યના ઉદયથી આ બધુ પામી? કૃપા કરીને આ મહાસતી સુરસુંદરીનો સવિસ્તાર વૃત્તાંત પ્રકાશો? અમને સૌને સતીના ચરિત્રને સાંભળવાની ઘણી ઉત્સુકતા છે. શ્રોતાવર્ગની વાત સાંભળીને ગુરુભગવંત કહે છે તે શ્રોતાજનો! તે મહાસતીના ચરિત્રને કહું છું. તમે સૌ મનસ્થિર કરીને સાંભળો! (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #39 -------------------------------------------------------------------------- ________________ ૬ ઢાળ - બીજી (એક દિન પુંડરીક ગણધરુ રે લાલ. - એ દેશી) જંબુદ્વીપ સોહામણો રે લો, વર્તુલાકારે વખાણ રે, નગીનો. ત્રણ લાખ અધિકી કહી રે લો, પરિધિનો પરિમાણ રે. નગીનો. ઋદ્ધિ સમૃદ્ધિ ગુણે રુઅડો રે લો. એ આંકણી. ૧ તિલક તણી પરે દીપતો રે લો, 'ભ્રમણીને ભાલ રે, ન. અંગ અનોપમ દેશ છે રે લો, સુંદર ભરત વિચાલ રે. ન. ઋ. ૨ તિણે દેશે ચંપા ઇસે રે લો, નામે નય૨ી પ્રધાન રે, ન. સુખીયા લોક વસે સહુ રે લો, દીએ સુપાત્રે દાન રે. ન. ઋ. ૩ દાનશાલા બહુલી તિહાં રે લો, નિરધનને આધાર રે ન. સારિકા વિણ નવિ કહે રે લો, વચન થકી કોઈ માર રે. ન. ઋ. ૪ નારી કબરી બન્ધન વિના રે લો, જાણે ન બંધ પ્રચંડ રે, ન. દંડ વહે ચૈત્ય ઉપરે રે લો. રાય ન જાણે દંડ રે. ન. ઋ. પ - નાયક નારી નદી વહે રે લો. નિપુણ નર નાપિત રે, ન. *નર્મા નાગ નરેસરુ રે લો. નારી વહે નેઉર નીત રે. ન. ઋ. ૬ ન્યાય નાલ નાલિયર બહુ રે લો, નાતિ નઠર ઇમ એહ રે, ન. સહજે દીસે જિહાં ઘમાં રે લો, નગર કહીજે તેહ રે. ન. ઋ. ૭ તે નયરીનો રાજીયો રે લો, રિપુમર્દન નૃપ જોય રે, ન. અવની વ્યે અસિને બલે રે લો, પ્રબળ પ્રતાપી સોય રે, ન. ઋ. ૮ પટરાણી રતિસુંદરી રે લો. રુપે ૧॰શચી કુણ માત્ર રે, ન. વ્રતધારી શુદ્ધ શ્રાવિકા રે લો, પ્રતિવ્રતા પુણ્ય પાત્ર રે. ન. ઋ. ૯ રાય અને રતિસુંદરી રે લો, ભોગવે સુખ સુવિચિત્તરે, ન. માંસ-નખ ૧૧જલ-ઝષ પરે રે લો, કામિની પ્રીતમ પ્રીત રે. ન. ઋ. ૧૦ દોય સુત ઉપરે સુતા રે લો, ગરભે ઉપની જામ રે, ન. માસ ત્રીજાને આસરે રે લો, દોહદ ઉપના તામ રે. છબીલી! જીવ ઉત્તમ ઇમ જાણીયે રે લો. એ આંકણી ૧૧ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ Page #40 -------------------------------------------------------------------------- ________________ ધર્મ થાનક ધન વાવરુ રે લો, પાળુ દયા કરું પાત્ર રે, છ. દીન દુઃખીને સુખ દીઉં રે લો, પોષે પ્રેમે સુપાત્ર રે. છ. જીવ ૧૨ કુંજર બેસી વનાંતરે રે લો, ક્રીડા કરું સસનેહ રે, છ. દોહદ ઈષ્ટ જે ઉપજે રે લો, પૂવે રાજા તેહ રે, છ. જી. ૧૩ ગરભ અધમ જબ ઉપજે રે લો, તક્ર wદધિ પશીત અન્ન રે, છ. ચોરી કરીને ચાખવા રે લો, માતાનું હોય મન રે. છ. જી. ૧૪ નેવાં ઇંટ કલિહાલા ભખે રે લો, પાપીનો કરે સંગ રે, છ. ક્રોધ કરે મિથ્યા વદે રે લો, પરનિદામાં રંગ રે, છ. જી. ૧૫ દેવ ગુરુ પણ નવિ ગમે રે લો, કલહ કરે દિન રાત રે, છ. એ સઘળાં કરે પ્રીતશું રે લો, જીવ અધમની માત રે. છ . જી. ૧૬ માસ પૂરણે રતિસુંદરી રે લો, જનમી પુત્રી અનુપ રે, છ. નામ ધર્યું સુરસુંદરી રે, લો સુરસુંદરી સમ રુપ રે.છ. જી. ૧૭ સુરસુંદરીના રાસની રે લો, એ કહી બીજી ઢાળ રે, છ. વિર કહે શ્રોતા સુણોરે લો, ઉચ્છક થઈ ઉજમાલરે. છ. જી. ૧૮ ૧-પૃથ્વી રૂપી સ્ત્રી, ર-સોગટી, ૩- ચોટલા, ૪-તેલ મસળનાર, પ-હાથી, ૬-ઝાંઝર, ૭-તોપ, ૮-જ્ઞાતિ, ૯- કરવેરો નહિ, ૧૦-ઈન્દ્રાણી, ૧૧-પાણીને માછલું, ૧૨-હાથી, ૧૩-છાશ, ૧૪-દહીં ૧પ-ઠંડુ; ટાઢું, ૧૬-કોલસા, ૧૭-દેવાંગના; અપ્સરા, ૧૮-ઉત્સુક ભાવાર્થ : ચંપાનગરીની ભવ્યતા ચૌદ રાજલોક પ્રમાણ ત્રણ લોકના મધ્યમાં તિર્થાલોક રહેલો છે. આ તિર્થાલોક લાંબો પહોળો એક એક રાજ પ્રમાણે છે અને ઉર્ધ્વ અધો મળી ને ૧૮00 યોજન પ્રમાણ છે. તેના મધ્યમાં જંબૂ વૃક્ષથી શોભતો, એક લાખ જોજન પ્રમાણવાળો, જંબુ નામો દ્વીપ રહેલો છે. આ દ્વીપ થાળીની જેમ રહેલો છે. તેની ફરતાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રી વર્તુળાકારે બધા વલયાકારે રહેલાં છે. આ દ્વીપની પરિધિ ત્રણ લાખથી અધિક જોજનની રહેલી છે. તે આ જંબુદ્વીપમાં સાત મોટા ક્ષેત્રો રહેલા છે. મધ્યમાં મેરુ પર્વત છે અને છ વર્ષધર પર્વતો છે. આ દ્વીપની દક્ષિણ દિશાને છેડે અષ્ટમીના ચંદ્રની આકૃતિવાળુ ભરત નામે ક્ષેત્ર છે. તે સિદ્ધાચળ મહાતીર્થના સદ્ભાવવાળુ હોવાથી સર્વક્ષેત્રોમાં અગ્રપદ ભોગવે છે. આ ક્ષેત્ર ઋદ્ધિ સિદ્ધિ થી ભરપૂર છે. આ ક્ષેત્રની અંદર ૩૨૦૦૦ દેશો છે. તેમાં માત્ર સાડી પચ્ચીસ દેશ આર્ય છે. બીજા અનાર્ય છે. ભરત ક્ષેત્રના છ ખંડ પૈકી દક્ષિણ બાજુના મધ્યખંડમાં પૂર્વ બાજુનો પ્રદેશ ઘણો રળિયામણો છે. આ રળિયામણા પ્રદેશોમાં જિનેશ્વર ભગવંતો અવતાર લે છે. કેવલજ્ઞાન પણ આ ભૂમિમાં પ્રાપ્ત કરે છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #41 -------------------------------------------------------------------------- ________________ આ દક્ષિણ ભરતના મધ્યખંડમાં, પૃથ્વીરૂપી સ્ત્રીના ભાલ સમો અંગ નામનો દેશ છે. તે દેશના મધ્યભાગમાં ચંપા નામની નગરી છે. દેશની સઘળી નગરીઓમાં આ નગરી પ્રધાન પણે રાજે છે. લંકાનગરી અને અલકાનગરીએ પણ આ નગરીથી લજ્જા પામી સમુદ્રમાં ઝંપાપાત કર્યો. ચંપાપુરી ચોરાશી ચૌટાવાળી છે. ઉત્તમ જનો તેમાં વસેલા છે. નગરીના લોકો ઘણા સુખી છે. સુપાત્રદાન આદિ દાન દેવામાં ઉત્સાહ આનંદવાળા છે. કહેવાય છે કે કુબર અઢળક ધનનો સ્વામી અને મેરુપર્વત સુવર્ણમય હોવા છતાં તે બન્ને કઠણ અને કંજુસ છે. જ્યારે આ નગરીમાં વસનારા લોકોમાં જરા પણ કંજુસાઇ નથી. ઉદાર દિલના છે. નિર્ધનોના આધારભૂત નગરમાં મોટી મોટી દાનશાળાઓ પણ ઘણી રહેલી છે. વ્યાપારીઓ ધનવાન છે. સ્ત્રીઓ અનુપમ અને શીલવતી છે. મગધદેશના અધિપતિ શ્રેણિકના પુત્ર કાણિકે પિતૃ સ્મૃતિથી મગધમાં વ્યથા વધી જતાં રાજગૃહી રાજધાનીને બદલે ચંપાનગરીને રાજધાની બનાવી હતી. જે ચંપાનગરીમાં આપણા બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના પાંચ કલ્યાણકો થયા હતા. જે ચંપાનગરીમાં પેલી સતી સુભદ્રાએ સતીત્વના પ્રભાવે નગરીના દરવાજા ખોલ્યા હતા. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં આવતા સમુદ્રપાલ શ્રેષ્ઠિની કથા પણ આ નગરીમાં સંકળાયેલી છે. વળી નવપદના આરાધક શ્રીપાલ મહારાજા પણ આ નગરીના રાજા હતા. મહાપુરુષોના પુણ્યથી પવિત્ર થયેલી આ ધરતી હતી. આ નગરીની પ્રજા ધર્મપ્રેમી હતી. તેમના વ્યવહારમાં હિંસાવાચી શબ્દ ‘‘માર’ પણ વપરાતો નહોતો. તે માર શબ્દ સોગટાબાજીની સોગટીમાં જઇ વસ્યો હતો. તેથી આ નગરીમાં પાપનો પ્રવેશ થતો નહતો. નગરની પ્રજાને રાજા તરફથી કોઇપ્રકારનું બંધન ન હતું. તેથી બંધને સ્ત્રીઓનાં ચોટલામાં વાસ કર્યો હતો. પ્રજા ગુણવાન વિનયશીલ હતી. તે કા૨ણે રાજા તરફથી દંડ (સજા) પણ નહોતો. દેવાલયોના શિખરે દંડ શોભતો હતો. વળી આ નગરીની નારીઓ નદીની જેમ નિર્મળ અને પવિત્ર જીવન જીવતી હતી. અર્થાત્ શીલ સદાચારને ધા૨ણ કરે છે. નાપિત માણસો પણ ઘણા નિપુણ હતા. પગનું માલિશ કરનારાથી લઇને બધી જાતિના માણસો વસતા હતા. ઉત્તમ જાતિનાં હાથીઓ રાજદરબારે ઝુલતા હતા. નગર નારીઓ નિર્ભયપણે આવાગમન કરતા પગમાં રહેલા ઝાંઝરના ઝણકારે નગરી ને શેરીઓ ગલીઓ સાક્ષાત્ ગીતો ગાય છે એવી દીસતી હતી. નગરને ફરતા નાળિયેરીના વૃક્ષો નગરની શોભામાં વધારો કરતા હતા. આ નગરીનો “રિપુમર્દન'' રાજા ન્યાય, સત્ય, ચારિત્ર્યના સુવાસથી મહેંકતા જીવનવાળો હતો. રાજા ત્રણ પ્રકારના હોય. એક રાજા પ્રજાના દિલ ઉપર બેસી રાજ્ય કરે, બીજો પ્રજાના દિલમાં ધાક બેસાડી રાજ્ય કરે, ત્રીજો પ્રજાની મિલ્કત પર લોભ દૃષ્ટિથી રાજ્ય કરે. જ્યારે ચંપાનગરીનો રાજા પ્રથમ કક્ષાનો હતો. સાથે સાથે મહાપરાક્રમી પણ હતો. અસિના બળ વડે કરીને પૃથ્વી પર સંપૂર્ણ પણે પોતાની આણ વર્તાવતો હતો. તેની ઉદારતા, બલિષ્ટતા, અહિંસા આદિ ગુણોથી શ્રાવકના વ્રતોથી યુક્ત હતો. પ્રજાપાલકતા હોવાથી પ્રજાપ્રિય હતો. ભારત વર્ષના સર્વરાજાઓમાં ટોચના સ્થાને હતો. સોનામાં સુગંધ સમાન આ નરેશની પટ્ટરાણી “તિ સુંદરી'' રહેલી છે. ઇન્દ્રાણીના રુપને હરાવે તેવું અધિકતર રુપ હતું. વળી ગુણવાન, શીલવાન, સહધર્મચારિણી, પતિવ્રતા આદિ ગુણોથી શોભતી હતી. રાજા જૈન ધર્મનો ઉપાસક હતો. તો રાણી પણ પરમાત્મા શાસનને પામેલી વ્રતધારી શુદ્ધ શ્રાવિકા હતી. રાજા અને રાણીનો સંસાર સુખમાં ચાલ્યો જાય છે. સંસારિક સુખોને ભોગવતાં અને ધર્મને પણ સાધતા હતા. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ८ Page #42 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનો જન્મ પ્રબળ પુણ્યશાળીને ધર્મ, અર્થ, કામ ત્રણે ફળે છે. રાજા-રાણીને આ ત્રણ પુરુષાર્થથી મળ્યા હતા અને મોક્ષ મેળવવાની ભાવના પ્રબળ હતી. ઉભયની પ્રીતિ નખ અને માંસ જેવી, જળ અને મત્સ્ય જેવી તેમજ દુધ અને પાણી જેવી હતી. ક્યારેય મતભેદ પડ્યો નથી. પ્રીતિ એકમેક અને અપૂર્વ હતી. દુધ અને પાણી એક થાય એટલે પરસ્પર પ્રીતિ થતાં બંને એકરુપ થઇ ગયા. દુધે તમામ ગુણ પાણીને આપી દીધા. બંનેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, એકરુપ થઇ ગયા. પછી તેના માલિકે કાર્યવસાત્ તેને અગ્નિ ઉપર મૂક્યું. એટલે પાણી દુધનો ઉપકાર સંભાળીને પહેલું બળવા માંડ્યું. પ્રીતિના કારણે પાણીના કષ્ટની આ સ્થિતિ દુધથી સહન થઇ નહિ. પાણી બળી જતાં તે ઉભરાવવા લાગ્યું અને અગ્નિમાં પડવા ઉછળ્યું. માલિકે જાણ્યું કે આ બધું ઉભરાઇ જશે. એટલે તેમાં પાણી છાંટ્યું. અર્થાત્ તેના મિત્રનો સયોગ કરાવ્યો. તરતુ દુધ શાંત થયું. જો પ્રીતિ હોય તો આવી હોવી જોઇએ. રાજા રાણીના સંસાર ઉદ્યાનમાં બે પુત્ર રુપે ફૂલ ખીલ્યા. રાજવૈભવોમાં ઉછળતા બંને રાજકુમારો મોટા થવા લાગ્યા. વળી રાણીએ શુભ દિવસે ગર્ભને ધારણ કર્યો. ત્રણ માસ થતાં રાણીને જુદા જુદા પ્રકારના શુભ દોહદો ઉત્પન્ન થવા લાગ્યા. દોહદની વાત રતિસુંદરી પોતાના સ્વામીને કહે છે, હે સ્વામી! ભાવિમાં આવનાર આપણું સંતાન મહા પુણ્યશાળી છે. જેના પુણ્યથકી મને સારા દોહદ થાય છે. ગર્ભના પ્રભાવે ધર્મક્ષેત્રમાં ધન વાપરવાની ઇચ્છા થાય છે. જીવદયા પાળું, તીર્થયાત્રા કરું, ગુરુભગવંતના સુપાત્રે દાન આપું. હાથીની અંબાડી ઉપર બેસીને વનવિહાર કરી વનમાં જઇને સ્નેહને આનંદથી ક્રીડાને કરું. રિપુમર્દન નરેશ આ સારા પ્રકારના દોહદને જાણીને રાણીની બધીજ ઇચ્છા પુરી કરે છે. જેમ જેમ દોહદ થાય છે તેમ તેમ રાજા પુર્ણ કરે છે. વનવિહારમાં રાજા સાથે જાય છે અને વનક્રીડા કરે છે. દોહદો પૂર્ણ થવાથી આનંદમાં રહેતી ધર્મની આરાધના કરતી રાણી સુખપૂર્વક ગર્ભને વહન કરે છે. જે સ્ત્રીની કુક્ષીમાં અધમ જીવ આવે તો તે સ્ત્રીને છાશ-દહીં ખાવાનું મન થાય. ઠંડી થઇ ગયેલી રસોઈ ખાય. વળી રસોડામાં રસોઇ કરેલી હોય અથવા પોતે બનાવતી હોય તો છાની છાની રસોઇને ચાટી જવાનું મન થાય. અર્થાત્ ચોરી કરીને ખાવાનું મન થાય. વળી ઘરના છાપરે રહેલા માટી નળિયા, કોલસા, ઇંટ, મટોડું વગેરે પણ ખાય છે. પાપીઓની સંગતિ કરે. આ સંગતિથી પાપાચરણ પણ કરી નાંખે છે. અધમ ગર્ભના પ્રભાવે મન કલુષિત રહે છે. વારંવાર ગુસ્સો કરે છે. અસત્ય પણ બોલી દે છે. ધર્મની કોઇપણ પ્રવૃત્તિ કરવાનું મન થાય નહિ. ધરના ઓટલે અથવા પાડોશીના ઓટલે બેસીને વિકથા-કુથળી પરિનંદા કરે. એમાં જ રસ વધારે પડે છે. તો વળી તેમાં દેવ-ગુરુ તો ક્યાંથી યાદ આવે? કલહપ્રિય પણ વધારે હોય છે. ઘરના પરિવાર સાથે ઝધડા કરે બીજા લોકો સ થે પ્રીત કરવા જાય. પણ પછી પ્રીતિ ટકતી નથી. આ રીતે અધમ જીવનું પોષણ કરે છે. જ્યારે રતિસુંદરી પટ્ટરાણી અનિષ્ટ દોહદને ધારણ કરતી નથી. ધર્મમાં વધારે રત રહેતી રાણી સુખપૂર્વક ગર્ભને વહન કરે છે. પૂર્ણ માસ થતાં રતિસુંદરી રાણીએ જેની ઉપમા ન આપી શકાય એવી અનુપમ પુત્રી રત્નનો જન્મ આપ્યો. પુત્રીરત્નની વધ મણિ મળતાં રાજા આનંદ પામ્યો. બે રાજકુમાર પછી આ રાજકુંવરીનો જન્મ, વળી પુણ્યશાળી પણ ઘણી છે. પુત્રીજન્મનો મહોત્સવ કર્યો. બારમે દિવસે જ્ઞાનીજનો તેડ્યા. સ્વજન સંબંધીઓને રાજ દરબારે બોલાવ્યા. પુત્રીના નામકરણ અર્થે બોલાવી પ્રીતિ ભોજન કરાવ્યા. રાજકુંવરીના રુપ સ્વર્ગની દેવી કરતાં ચડી જાય તેવું હોવાને કા૨ણે રાજાએ ‘સુરસુંદરી’ નામ રાખ્યું. આ પ્રમાણે સુરસુંદરીના રાસની આ બીજી ઢાળ કહી. પંડિત વીરવિજયજી મહારાજ કહે છે. હે શ્રોતાજનો ઉત્સુક થઇને આનંદપૂર્વક ચરિત્રને સાંભળવા ઉજમાળ બનો. પ્રથમ ખંડે બીજી ઢાળ સમાપ્ત મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ Page #43 -------------------------------------------------------------------------- ________________ દોહરા "સિતપણે જિમ વાધતો બીજનો ચંદ્ર વિશાલ; તિમ ગુણ રુપે અલંકરી, પુજે વધતી બાલ. ૧ જિમ “ગિરિકંદરોમાં વધે, નિર્ભય ચંપકવેલ, વસે સુખે તિમ ઘર રહી, સુંદરી મોહન વેલ. ૨ ચતુર વિચક્ષણ જબ હવી, સાત વરસની જામ, માતપિતા હરખે કરી, ભણવા મુકી તા. ૩ પંડિત બહુ યતને કરી, શિખવે કળા અભ્યાસ, વૈયાકરણાદિક ભણે, કરતી વિનય વિલાસ. ૪ ઇણ અવસર નિશાળમાં, નામે અમરકુમાર, તે સાથે કુમરી તણી, પ્રીત બની સુખતા.પ કવણ વડો નિશાળીયો, કવણ માત કુણ તાત. શ્રોતા જન એક ચિત્તશું, નિસુણો તસ અવદાત. ૬ ૧-શુક્લપક્ષે, ૨-પર્વતની ગુફા, ૩-હકીકત ભાવાર્થ : રાજાને ત્યાં જન્મ લેવો તે પણ પુણ્યાઇનું કામ છે. રાજકુળમાં ક્ષત્રિયકુળ આદિમાં જન્મ લેવો હોય તો ભવાંતરમાંથી ઉચ્ચગોત્ર કર્મ સાથે લઈને આવવું પડે. એવા કર્મના અનુસાર સુરસુંદરી રાજકુળમાં અવતરી. શુકલપક્ષમાં બીજનો ચંદ્રમા વધતો, પૂનમે સંપૂર્ણ ગોળાકારે પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે. તેવી કળાએ રાજકુમારી રાજભવનમાં ગુણથી, ૫થી, પુણ્યથી અધિક અધિક વધવા લાગી. પર્વતની ગૂફામાં રહેલી ચંપક નામની વેલડી જેમ નિર્ભયપણે વધે છે. તેમ રાજબાલિકા રાજભવનમાં નિર્ભયતાથી રમતી ગમતી ખેલકુદ કરી રહી છે. પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતી એક ખોળાથી બીજા ખોળામાં કૂદતી બાળા સુખભવમાં ઉછળવા લાગી. વૃધ્ધિ પામતી બાલિકાને જોઈને માતા અને પિતા ઘણા જ આનંદ પામતા હતા. નવા નવા પ્રકારના ખેલ ખેલતી હતી. અને પરિવારમાં આનંદ પમાડતી હતી. બાલ્યાવસ્થાને અનુસરતું તોતડું બોબડું બોલતી હોવાથી સર્વના મનનું રંજન કરતી હતી. પુત્ર પારણે ને વહુ બારણે' કહેવતને અનુસરીને બાળાની ચપળતા વિચક્ષણતા ચતુરાઈ દેખાવા લાગી. અનુક્રમે વધતી બાળા સાત વરસની થઇ. તેને ભણાવવા માટે માતાપિતા આનં ણિ અને હોંશિયાર વિદ્યાગુરુ છે. વિદ્યાગુરુ બહુ કાળજી રાખીને સર્વ કળાઓ શીખવાડે છે. પાસન (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #44 -------------------------------------------------------------------------- ________________ જે માતાપિતા પોતાના સંતાનને ભણાવતા નથી. તે સંતાનની કેવી દશા? સુજ્ઞજનો કહે છે : माता शत्रुः पितावैरी, येन बालो न पाठितः । न शोभते सभा मध्ये, हंस मध्ये बको यथा ॥ અર્થ:- પોતાના સંતાનને ભણાવતી નથી તે માતા શત્રુ છે અને પિતા વૈરી છે કારણ સંતાન મોટા થયે મુર્ખ બને છે. સજ્જનો કે પંડિતોની સભામાં શોભતો નથી. ભણ્યા વગરનો માનવી સંજ્જન કે પંડિતની સભામાં શું સમજે? જેમ કે હંસોની સભામાં બગલો કેવો શોભે અર્થાત્ શોભતો નથી. તેમ અજ્ઞાની ક્યાંયે શોભતો નથી. આ તો રાજદુલારી છે. પૂર્વના પ્રબળ પુષ્ય યોગે રાજાને ત્યાં જન્મ લીધો છે. વળી બે રાજકુમાર પછી રાણીએ પુત્રીને જન્મ આપ્યો છે. એના વિકાસમાં રાજારાણી પૂરી તકેદારી રાખે છે. “ઉત્તમ જીવોને વિદ્યાગુરુ માત્ર સાક્ષી રૂપ હોય છે.” વિવેકી બાળા વિનયપૂર્વક વ્યાકરણ આદિ વિષયોનો અભ્યાસ કરે છે. આ જ અરસામાં સુરસુંદરીના વિદ્યાગુરુ પાસે અમરકુમાર પણ ભણે છે. તેણે પંડિતના મનને જીતી લીધું છે. પરીક્ષામાં સાચી મહેનતે ઉત્તીર્ણતા મેળવતા ને આજ સાચું જ્ઞાન જીવનના અંત સુધી ઉપકારી બની રહેતું. અમર અને સુરસુંદરી એક જ પંડિત પાસે ભણતા ગુરુકુળ વાસમાં રહેતા. બીજા પણ ઘણા વિદ્યાર્થીઓ ભણતા હતા. પણ આ બંને તો ભણવામાં શ્રેષ્ઠ હતા. પંડિતના દિલને જીતી લીધું હતું. તે સાથે ભણતા સાથે રમતાં બંને વિદ્યાર્થી વચ્ચે ધીમે ધીમે નિર્દોષ નિર્મળ એવી પ્રીતિ બંઘાઈ. શ્રોતા પ્રશ્ન પૂછે છે :- આપ આ કથા કહી રહ્યા છો તો તેમાં આ શ્રેષ્ઠ વિદ્યાર્થી અમરકુમાર કોણ? તેના માતાપિતા કોણ? કથાનકમાં નવું પાત્ર આવે કે તરત પ્રશ્ન થાય. કવિરાજ પણ શ્રોતાગણનાં રસને અખંડ રાખવાને માટે ઉઘમવંત બન્યા છે. ઢાળ-ત્રીજી (હુઓ ચારિત્ર જુત્તો, સમિતિને જુત્તો, વિશ્વનો તારુજી - એ દેશી) હવે તે હિજ નગરી, ચંપા સખરી, વિશ્વમાં - જયકારી. નિવસે તિહાં રંગે, સમક્તિ સંગે, વાસિઓ - મનોહારી. ગણે પંચપરમેષ્ઠી ઘનાવહ શ્રેષ્ઠી, વિશ્વમાં - જયકારી. સજ્જન પરિવારે, મગતિ ઉદાર, પરવર્યો - મનોહારી. ૧ તસ ખટ ગુણપ્યારી ધનવતી નારી, વિશ્વમાં - જયકારી, રુપ રંગે સારી, અપછ૨ હારી, જેહથી મનોહારી, સા ભકિત મહેલા, ભોજનવેલા વિ.- જય. જિમ માત જમાડે, બે સી ઉડાડે મક્ષિકા - મ. ૨ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #45 -------------------------------------------------------------------------- ________________ વચને જિમ મૈત્રી, ખેમા ધરિત્રી,- વિ. કાર્યો જિમ દાસી, ધર્મે વાસી, શ્રાવિકા, મ. ભોગવે નરનારી, સુખ સંસારી- વિ. શુક્તિ જિમ મોતી, પુન્ય પનોતી કામિની, મ. ૩ તસ ઉયર સરોવર, હંસ બરોબર, વિ. કુળ કીરત કરિયો, સુર અવતરિયો ગર્ભમાં - મ. શુભ સ્વપ્ર દિખાવે, દોહદ પાવે, વિ માસ પૂરણ જાયો, કુલવધૂ ગાયો, મોદશું મ. ૪ નાતિ સજજન પોષી, તેડી જોષી- વિ. અભિધાને અભૂત, અમરકુમાર સુત થાપિયો – મ. આઠ વરસની સુંદર રુપે પુરંદર- વિ. લોકલક્ષણ દેખી, સુગુણ ગવેખી, મોહતા- મ. ૫ દેખી મતિ તાજી, માત પિતાજી, વિ. બે સી નિજ ધામે, “હદયરામે, ચિંતવે- મ. થયો પુત્ર વિચક્ષણ, પણ વિદ્યાવિણ - વિ. કાંઇ શોભે નહિ તિમ, જીવ વિના જિમ, દેહડી- મ. ૬ જિમ નારી વિના નર, પુરા વિના ઘર, વિ. નૃપ ન્યાય ન દાખે, જિમ મદ પાખે કુંજર -મા. ભકિત વિણ નારી, નવિ હોય પ્યારી - વિ. જિમ નીર વિના સર, શસ્ત્ર વિના શૂર, શું કરે - મ. ૭ ભ્રાતા ગત સ્નેહા, વિણ દૃગ નેહા, વિ. સુત વિદ્યા પાખે, ભાર ન રાખે, ગેહનો, - મ ઈમ બોલ્યા વાણી, શેઠ શેઠાણી, - વિ. જયોતિષીને આગે, મુહૂરત માંગે અડું - મ ૮ શુભ મુહુરત લીધું, જોષીએ દીધું - વિ. જિહાં વિદ્યા સારી, રાજકુમારી, શિખતી - મ તિહાં આવી ઉલ્લાસે, પંડિત પાસે, - વિ. મૂકી શ્રીફળ શીખે, પોતા સરીખે, છાત્રાશું - મ ૯ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #46 -------------------------------------------------------------------------- ________________ આરતી અવગણતો, અંકને ભણતો, - વિ. નીતિ શાસ્ત્ર વિચારે, લિપી અઢારે શિખતો - મ હસ્વાદિક વણે, વૈયાકરણે - વિ. ભણે ધાતુ અધાતો, શબ્દ સધાતો, સાધતો - મ ૧૦ ન્યાય તર્ક વખાણે, પિંગલ જાણે. વિ. કલા કાવ્યની ભરિયો, આપે દરિયો, શાસ્ત્રનો - મ થયો વૈદક શાસ્ત્રી, તે ગુણ પાત્રી - વિ. નવો ધવંતરિયો, જાણે ઉતરિયો સ્વર્ગથી -મ ૧૧ તિહાં અમરકુંવરજી, આળસ વરજી - વિ. દિન થોડા માંહિ, શાસ્ત્ર ઉછાંહિ, શિખીયો - મ પંડિત મન ભાવે, બાળ ભણાવે - વિ. વડો નામ ધરાવે, પઢત હરાવે, અવરને - મ ૧ ૨ શુભ રંગ રસાલે, ત્રીજી ઢાળે. વિ. સુરસુંદરી રાસે, વીર પ્રકાશે, રંગશું. - મ સાંભળજો શ્રોતા પુન્ય પનોતા - વિ. શુભ ધ્યાને સુણજો, શાસ્ત્રાને ભણજો ઉદ્યમે - મ ૧૩ ૧-પૃથ્વી, ર છીપ, ૩-ઈન્દ્ર, ૪-ઘરમાં, પ-હૃદય રુપી બગીચામાં, ૬-હાથી, ૭-સરવાર, ૮-દષ્ટિ; ચક્ષુ ભાવાર્થ : અમરકુમાર આ જ ચંપાનગરીમાં જૈન ધર્મમાં રકત, સમકિતના રંગથી વાસિત, પંચપરમેષ્ઠિમાં મગ્ન, પરમ શ્રાવક ધનાવહ નામના શ્રેષ્ઠી વસતા હતા. સજજનોથી પરિવરેલ, પરિવારયુકત શ્રેષ્ઠી દરિયાવ દિલના હતા. દેવ ગુરુની હરહંમેશ ભક્તિ કરતા. શ્રેષ્ઠી ઉદાર, ગંભીર, દયાવાન આદિ ગુણોથી શોભતા હતા. શ્રેષ્ઠીનો વ્યવસાય ઘણો હતો. દેશ વિદેશમાં શરાફી પેઢીઓ ચાલતી હતી. નિષ્ઠાવાન શેઠને ગુણવતી, પ્રેમાળ સરલ સ્વભાવવાળી અપ્સરાને હરાવે તેવી રૂપવાન, નામના અર્થને સાર્થક કરનારી વનવતી નામે નારી હતી. સ્વામીના પરિવારમાં એકમેક થઇને રહેનારી, તેની સ્વામી ભકિત અજોડ હતી. ભોજનવેળાએ માતા બાળકને પ્રેમથી જમાડે તેવી જ રીતે ધનવતી પોતાના પરિવારના દરેક સભ્યને જમાડતી. પાસે બેસી પ્રેમપૂર્વક પીરસતી. પંખો સાથે રાખતી. ભોજનથાળમાં આવતી માખીઓને ઉડાડતી. રસભર વાર્તા કરતી. તેણીનું (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #47 -------------------------------------------------------------------------- ________________ વચન સ્વજન પરિવારમાં આદરણીય હતું. કલ્યાણમિત્રની ગરજ સારતી. સહનશીલતામાં સાક્ષાત્ બીજી પૃથ્વીધરા સમ શોભતી હતી. કાર્ય કરવામાં કુશળ દાસીને પણ હરાવતી હતી. પરમાત્માના શાસનને હૈયે વસાવ્યું હતું. સહધર્મચારિણી હતી. પુણ્યશાળી શ્રેષ્ઠીનો સંસાર સુખમાં ચાલ્યો જાય છે. ધર્મ, કર્મને કરતાં ઘણો કાળ વીતવા લાગ્યો. છીપમાં મોતી પાકે, સરોવરમાં હંસ શોભે, તેમ સરોવ૨સમ રાજકુળમાં રાણીની કુક્ષી રુપી છીપમાં, મોતીની જેમ દેવલોકમાંથી કોઇ પુણ્યશાળી આત્મા અવીને આવ્યો. બાળના પુણ્યે માતાને શુભ સ્વપ્રો આવવા લાગ્યા. વળી જુદા જુદા પ્રકારના દોહદ પણ થવા લાગ્યા. શ્રેષ્ઠી ધનાવહ, પત્નીના સ્વપ્નોના અર્થને જણાવતા. ધનશ્રી ઘણી આનંદિત થાય છે. શેઠ દોહદને પૂર્ણ કરે છે. સમય થતાં પૂરણ માસે ધનવતીએ શ્રેષ્ઠ એવા પુત્રને જન્મ આપ્યો. શેઠની હવેલી આનંદના હિલોળે ચડી. પરિવારમાં આનંદ-પ્રમોદની છોળો ઉછળવા લાગી. કુળવધુઓ માંગલિક ગીતો ગાય છે. પુત્રરત્નની વધાઇએ શ્રેષ્ઠીની હવેલીએ અખિયાણાં ભેટણાં આવવા લાગ્યાં. શ્રેષ્ઠીએ બારમે દિવસે કુટુંબીઓને, જ્ઞાતિજનોને, સંબંધીઓને, સજજનોને બોલાવ્યા. જોષીઓને પણ બોલાવ્યા. લાડકવાયા લાલનું નામ ‘અમર’ રાખ્યું. આંગણે આવેલા સૌ સજજનોને પ્રીતિભોજન કરાવીને પહેરામણી પણ આપી અને જન્માક્ષર બનાવ૨ના૨ જોષીઓને પણ સંતોસ્યા. ઘણા વર્ષ સુધી ચાલે તેટલું દ્રવ્ય આપ્યું. દિવસ ૫૨ દિવસ જવા લાગ્યા. શ્રેષ્ઠી પુત્ર અમરકુમાર વધતો આઠ વર્ષનો થયો. રુપ એટલું અદ્ભુત ખીલ્યું કે સાક્ષાત્ ઇન્દ્ર મહારાજ ન હોય! એવો શોભતો હતો. બાળકુમારના લક્ષણો, બાળચેષ્ટા એવી અદ્ભુત હતી જે જોવાને લોકોના ટોળા ભેગા થતા. શેરીએ રમવા જતો ને બધાને મોહ પમાડતો. વયથી નાનો હતો પણ બુદ્ધિએ વૃદ્ધ હતો. પરિપકવતા પામેલાની વાતો જેવી વાતો કરતો. બાળકની બાલપ્રવૃત્તિ જોઇને માતા પિતા ઘણા હરખાતાં. હવે માતા પિતા પોતાના બાળના ભાવિની વિચારણા ક૨વા લાગ્યાં. બાળક હોશિયાર ઘણો છે છતાં તેને વિદ્યા પ્રાપ્ત કરાવવી પડશે. વિદ્યા વિનાનું જીવન કેવું? વળી જીવ વિનાનો દેહ, સ્ત્રી વિનાનો પુરુષ, પુત્ર વિનાનું ઘર, ન્યાય વિનાનો રાજા, મદ વિનાનો હાથી, ભકિત વિનાની સ્ત્રી જેમ શોભતી નથી તેવી જ રીતે આપણો કુંવર વિદ્યા વિના શોભશે નહિ. વળી પાણી વિનાનું સરોવ૨શસ્ત્ર વિનાનો સુભટ પણ શું કામનો? સ્નેહ વિનાનો ભાઇ, ચક્ષુ વિનાનો સ્નેહ, તેમ વિદ્યા વિનાનો નર પશુ સમાન છે. અભણ માણસની સમાજમાં કંઇ કિંમત નથી. વળી કુટુંબનો ભાર પણ ઉપાડી શકતો નથી. તેથી કરીને આપણા કુમારને યોગ્ય પંડિત પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે મુકવો જોઇએ. કુંવરનો વિદ્યાભ્યાસ શુભ દિને શુભ વેળાએ જોષીને બોલાવીને કુમા૨ને ભણવાનો દિવસ જોવરાવ્યો. સારો દિવસ આવતાં માતા પિતા મનને રંગે નગરની બહાર આવેલા પ્રખર પંડિતને ત્યાં આનંદ અને ઉલ્લસાપૂર્વક ભણવા માટે મૂકયો. વિદ્યાદાતા પંડિતને પણ પુરસ્કાર રુપ ભેટણા મૂકે છે. બીજા પણ વિદ્યાર્થીઓ પંડિત પાસે ભણવા માટે રહેલા છે. સમગ્ર વિદ્યાર્થીઓને પણ મીઠાઇઓ વહેંચે છે. અમરકુમાર પંડિતને ત્યાં ગુરુકુળવાસમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે વિદ્યા સંપાદન કરવા લાગ્યો. કુશાગ્ર બુદ્ધિ તીવ્ર અને તીક્ષ્ણ હોવાને કારણે પંડિત જે કંઇ પણ ભણાવે તેને શીખતાં જરા યે વાર લાગતી નથી. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૧૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ અંકશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અઢાર પ્રકારની લિપિ આદિ જુદા જુદા વિષયોમાં મન લગાવીને ભણતાં વાર ન લાગી. વળી વ્યાકરણને, શબ્દધાતુને સાધતો, ન્યાય-તર્ક, છંદશાસ્ત્રને પણ આત્મસાત્ કર્યા. કાવ્યકળાને સાધતો વિવિધ પ્રકારના કાવ્ય બનાવવા લાગ્યો. આવા પ્રકારના વિષયોને ભણતા અમરકુમારે વૈદક શાસ્ત્રની પણ જાણકારી મેળવી લીધી. આમ અનેકવિધ શાસ્ત્રોને ભણતાં ને વૈદ્યપણાને જાણતો જાણે સાક્ષાત્ સ્વર્ગમાંથી ધવંતરિ ઉતરી આવ્યો ન હોય? તેમ શોભતો હતો. પ્રમાદને ખંખેરી નાંખીને પ્રખર પુરુષાર્થને કરતો ગુરુકૃપાએ ગુરુ પાસેથી થોડા કાળમાં બધા જ વિષયોમાં પારંગત થવા લાગ્યો. આ જગતમાં જ્ઞાનનો પાર જ નથી. આયુષ્ય પરિમિત છે અને વિઘો પણ ઘણા છે. માટે જેવી રીતે હંસ પાણીમાંથી દૂધને જ ગ્રહણ કરે છે તેવી રીતે ઉત્તમ પુરુષો સાર સાર વસ્તુને ગ્રહણ કરે છે. તે રીતે ભણતા અમરકુમાર સાથે સાથે વિનય વિવેકને ભૂલતા નથી. કહ્યું છે કે વિદ્યા વિનયથી શોભે છે. વિનયયુકત વિદ્યાને મેળવતો કુમાર પંડિતને પણ મનથી વહાલો લાગે છે. આપણે હૈયે ગુરુ આવીને વસે એમાં કોઈ જ નવાઈ નથી. પણ આપણી એવી પ્રવૃત્તિ હોવી જોઇએ, જે પ્રવૃત્તિથી ગુરુના હૈયામાં આપણું સ્થાન હોય. વીરલા જ ગુરુના હૈયે વસનારા હોય છે. ઉતાવળાપણું અમરકુમારમાં જરા યે નથી. પંડિત પણ મન મૂકીને કુમારને ભણાવે છે. સાથે બીજા વિદ્યાર્થીઓ પણ ભણી રહ્યા છે. બધા જ વિદ્યાર્થીઓમાં અમર મોખરે હતો. સૌને મનગમતો, બધાના દિલમાં વસેલો કુમાર ઘણો આગળ વધવા લાગ્યો. વડો શિરતાજ બનેલો કુમાર શુભ રસપૂર્વક ભણતાં બીજાને માત કરે છે. સુરસુંદરીના રાસની ત્રીજી ઢાળમાં કવિરાજ કહે છે, હે શ્રોતાજનો! પુણ્યશાળી છો. તેથી શુભધ્યાન પૂર્વક સાંભળો અને આ રીતે શાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઉદ્યમવાળા બિનજો. ત્રીજી ઢાળ સમાપ્ત મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૧૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ (દોહરા) સાર, પત્ર છેદની જે કલા, ધનુરવેદ અભ્યાસ, ગજભ્રમ અશ્વપરીક્ષણી, શિખે પંડિત પાસ. ૧ મંત્ર તંત્રની જે કહી, કલા બહું તેર પંડિતને સંતોષતો, શિખે અમરકુમાર. ૨ રાજ સુતા સુરસુંદરી, કલા વિવેક વિશાલ, ચોસઠ જે મહિલાતણી, શિખે ગુણમણિમાલ. ૩ એક દિન રાજુકમારિકા, ગ્રીષ્મઋતુને કાલ, ભોજન મનગમતું કરી, આવી તે નિશાલ. ૪ ૧-સ્ત્રીઓની ભાવાર્થ : કુમાર વિવિધ પ્રકારની વિદ્યાઓ ભણી રહ્યો છે. સાથે વિવિધ પ્રકારની કળાને પણ સાધે છે. પરીક્ષા પત્રછેદ, ધનુર્વેદ, ગજભ્રમ (હાથીને ભ્રમમાં નાખીને જીતી લેવો) અથવા હાથીને ભગાવવા ઘોડાની સવારી આદિ કળા પંડિત પાસે શીખી રહ્યો છે. વળી શેષ રહેતી મંત્ર-તંત્ર આદિ કળાને ભણતો કુમા૨ ૭૨ કળાને શીખી ગયો. પ્રથમ નંબરે આવતા અમરકુમારને જોઇને ગુરુ પણ ઘણા જ સંતોષને પામતા હતા. તે જ પ્રમાણે આ પંડિત પાસે રાજકુમારી સુરસુંદરીએ વિનય વિવેકયુક્ત સ્ત્રીઓની ૬૪કળાને આત્મસાત્ કરી લીધી. ઉનાળાનો સમય હતો. ગરમીનો કાળ હતો. તે વેળાએ એકદા કુંવરી મનગમતું ભોજન કરીને ભણવા આવી છે. ઢાળ-ચોથી (ચોપાઇની - દેશી) એક દિન ઉષ્ણઋતુને કાલ, ભોજન કરી આવી નિશાલ, મંદ મંદ પવન તિહાં વહે, તે દેખી સા નિદ્રા લહે. ૧ ઇણે અવસર સો શ્રેષ્ઠિકુમાર, બાળક અવર તણે પરિવાર, રાજકુમારી સૂતી જિહાં, તે પણ આવી બેઠો તિહાં. ૨ કુમરી 'વસ્રાંચલ અભિરામ, ગાંઠડી બાંધી દીધી જામ, કોડી સાત હતી ગુણગેહ, કુમરે છોડી લીધી તેહ. ૩ બાળક એક તણે કર દીધ, શિખામણ તસ એહવી કીધ, સુખડી એહની જેસી મલે, તેસી લાવો મુજ આગલે. ૪ ૧૬ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #50 -------------------------------------------------------------------------- ________________ ઇમ નિસુણીને ઉભો થયો, એકલડો ચઉટામાં ગયો, હાટે ફરતાં જોતાં મીઠ, અતિ રુઅડી ગુલધાણી દીઠ. પ વેચાતી લીધી ગહગહી, લાવી કુમરને દીધી સહી, કુમર સઘલાને એક કરી, કુમરે દીધી વહેંચણ કરી. ૬ ભણવા બેઠા જક્ષણ કરી, તેહવે જાગી નૃપકુમરી, કુમરીને તવ અમરકુમાર, સુખડીનો કહે ભાગ ઉદાર. ૭ રાખી મૂક્યો છે તુમ તણો, તે આરોગ્યા પુંઠે ભણો, તવ કુમરી બોલી ચિત્તઆણ, આણી એહ કુણે ગુલધાણ. ૮ વલતું કુમર કહે તે વાત, તુમ વસ્ત્રાંચલ કોડી સાત, મેં તે લેઇ અણાવી એહ, મ ધરીશ ચિત્ત અવર સંદેહ. ૯ ચટકો લાગ્યો ચિત્તમાં સુણી, કુમર પ્રતિ કહે રે! અવગુણી, કિહાંનો તું મોટો શેઠિયો, આ કાલે અભિનવ ઉઠીયો. ૧૦ પારકો અરથ ગ્રહી વ્યય કીધ, એહમાંહિ શી ભલાઇ લીધ, કહ્યા વિના તે વહેંચણ કરી, તેં મુજ સૂતી વેચી ખરી. ૧૧ એ તુજ કલા કુર્ણ શિખવી, ઇમ કીતિ નહિ વાધે નવી, મા જાણે મુજ પુત્ર સુપુત્ર, પણ ન રહે તુજથી ધર સૂત્ર. ૧૨ જો પંચે બોલાવ્યો બહુ, તો તેં અવગણી નાંખ્યા સહુ, જો નિશાલે વડેરો કહ્યો, તો સરિતાના પૂર જ્યું વહ્યો. ૧૩ કુમર કહે તું થોડે કામ, એવડો કાંઇ કહે વિરામ, કરત સાત કોડિયે કિસ્યું, જે તુજ દુઃખ લાગે છે ઇસ્યું. ૧૪ કહે કુમરી તુજને શું કાજ, સાત કોડીએ લેયત રાજ, સુણી કુમર અણ બોલ્યો રહ્યો, ડંસ સોય મનમાંહિ ગ્રહ્યો. ૧૫ પિતા એહનો આ-પુરધણી, કિમ ઉત્તર વાળું તેહ ભણી, વલિ પ્રસ્તાવ લહીશું યદા, સઘળાં કાજ કરીશું તદા. ૧૬ ઇસી વિમાસણ સૂધી કરી, નવિ જલ્પાવી પછે કુમરી, અનુકરમે તે બિહું ગુણ કલા, શિખ્યાં શાસ્ત્ર અરથ અમલા. ૧૭ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૧૭ Page #51 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનો રાસ રસાલ, તેહ તણીએ ચોથી ઢાલ, દેશી ચોપાઈની મેં ભણી, વીર કહે ચિત્ત ધરજ્યો ગુણી. ૧૮ ૧-સુરસુંદરી, ર-વસ્ત્રનો છેડો, ૩-ભક્ષણ, ૪-બોલાવી ભાવાર્થ : સંકલ્પની ચિનગારી ગ્રીષ્મઋતુનો કાળ હતો. બપોર પછીનો સમય હતો. પવન મંદ-મંદ વાતો હતો. તે વેળાએ ભોજન કરીને આવેલી બાળાને નિંદ્રાદેવીએ ઘેરો ઘાલ્યો. નિશાળના ચોગાનના છેડે એક ઘટાદાર વૃક્ષતળે સૂઇ ગઇ. નિદ્રાધીન થઇ ગઇ. એવા ટાણે શ્રેષ્ઠીકુમાર પોતાના સહાધ્યાયી સાથે ચોગાનમાં આવ્યો છે. જ્યાં આ બાળા સૂતી હતી, તેનાથી થોડે છેટે બીજા વૃક્ષ નીચે વિદ્યાર્થીઓ સાથે જ્ઞાનગોષ્ઠી કરતો હતો. અચાનક કુમારની નજર સૂતેલી બાળા ઉપર પડી. દૂરથી નિગાહ નાખતાં (SAST) ( i પ્રજા નિદ્રાદેવીના ખોળે સુરસુંદરી, અમરકુમાર કરે મજાક મીઠી. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #52 -------------------------------------------------------------------------- ________________ બાળાના સાદલાને આંચળે કંઇક પોટલી જેવું દેખાતાં બાલ સ્વભાવે કુંવરી નજીક જઇને પોટલી છોડી તો તેમાં બાંધેલી સાત કોડી દેખી. કુમારને કુતૂહલ પેદા થયું. સાત કોડી કેમ બાંધી હશે? ઠીક! જે હોય તે. પણ વિચાર કરતાં સાત કોડી સાથે રહેલા વિદ્યાર્થી મિત્રને આપતાં કહ્યું. હે મિત્ર! ગામમાં તું જા. ને બજારમાં જજે. મીઠાઇવાળાની દુકાનેથી આ સાત કોડીની જેટલી મીઠાઈ આવે તેટલી તું લઈ આવ. પુણ્યશાળીનું કામ કોણ કરવા તૈયાર ન હોય? સૌ કોઇ હોય. કુંવરે મિત્રના હાથમાં સાત કોડી આપી. તે તરત જ બાલમિત્ર દોડતો ગામમાં પહોંચી ગયો. ચાલતા બજારમાં મીઠાઈવાળાની દુકાને પહોંચ્યો. કંદોઈ તે વખતે સુખડી બનાવતો હતો. વિદ્યાર્થી મિત્ર કંદોઈને મીઠાઇ અંગે પુછવા લાગ્યો. ને મનથી નિશ્ચય કર્યો. ગરમાગરમ સુખડી બની રહી છે. તે જ લઇ જવા દે. કુમારને વાત કરીશ. કુમાર મારી વાત સાંભળી આનંદ પામશે અને મને શાબાશી આપશે. તરત જ પોતાની પાસે રહેલી સાત કોડી કંદોઇના હાથમાં આપીને બદલામાં સુખડી માંગી. સુખડીનું પડીકું લઇને નિશાળ જવાને રસ્તે રવાના થયો. વેગે આવીને કુમારના હાથમાં આપી. બાજુમાં બાળા સૂતેલી જ હતી. એક નજર કુમારે બાળા તરફ નાંખી. ઠીક! હજી તો તે ઊંધે છે. હાસ્ય-વિનોદ કરતા પોતાના મિત્રમંડળને પડીકું ખોલીને ભાગ પાડીને સુખડી વહેંચી આપી. પોતે પણ ભાગમાં આવતી લીધી. એક ભાગ સુંદરી માટે પડકામાં રાખ્યો. મિત્ર સહિત કુમાર સુખડીને આરોગી ગયો. પાછળ પાણી પીને સૌ ભણવાને માટે પોત પોતાના સ્થાને ચાલ્યા ગયા. અહીં કુમાર એકલો જ રહ્યો. ને ભણવા બેઠો. તે બંને વિદ્યાર્થી કુમાર અને કુંવરી વચ્ચે નિર્દોષ નિર્મલ દોસ્તી બંધાઇ હતી. દરરોજ ભણવા કારણે ચર્ચા વિચારણાશંકા સમાધાન કરતા હતા. બંને વચ્ચે નિર્મળ પ્રીતિ બંધાઈ હતી. તક મળતાં કુમાર આજે કુંવરીની મીઠી મશ્કરી કરવામાં પડ્યો. ઊઠે એટલે વાત. ક્યારે જાગે તેની રાહ જોતો કુમાર ત્યાં રહ્યો. તેવામાં જ સુરસુંદરી જાગી. કુમારને જોતા સફાળી બેઠી થઇ ગઈ. હજી સ્વસ્થતા પામે તે પહેલાં કુમારે કહ્યું, હે સુર! આ તારો ભાગ છે. તે આરોગી પછીથી ભણજે. સુરસુંદરી એકીટસે કુમારની સામે જોઈ રહી. વિચારવા લાગી. સુખડી શું?.ભાગ શું? મને તો કંઈ જ ખબર નથી. અમરને પુછવા લાગી. સુખડી કોણ લાવ્યું? શા માટે આજ સુખડી ખાવાની? કોઇ પ્રસંગ છે? કુમાર કહે, ના! કોઈ પ્રસંગ નથી. તું સૂતેલી હતી. અમે સૌ અહીં આવ્યા તારા વસ્ત્રના છેડે ગાંઠ બાંધેલી પોટલી જોઈ. સહજતાથી ખોલી. તો સાત કોડી નીકળી. મેં તેની સુખડી મંગાવી. બધાને ગળ્યા માં કરાવ્યા. ને ત્યારે તો તું સૂતી હતી. તારો ભાગ રાખીને બધાને સુખડી વહેંચી દીધી. આ વાતમાં તુ સંશય ન રાખતી. નિરાંતે તારો ભાગ તું આરોગી જા. આ વાત સાંભળતા કુંવરીને તો સખટ ચટકો લાગ્યો. ગુસ્સો પણ સાથે આવ્યો. કુમારને કહેવા લાગી, – રે અવગુણી! બીજાનું દ્રવ્ય લઈને ખરચીને ઉજાણી કરાવી. આ તારી હોશિયારી? પારકા પૈસે દિવાળી? એમાં તે શી ભલાઇ કરી? ઠીક! સૂતેલી અબળાને આંચળેથી ગાંઠ છોડવી, દ્રવ્ય લેવું, આ તારી ખાનદાની? વળી મને કહ્યા વિના ખડી મંગાવી. મને પુછયા વિના સુખડી વહેચી પણ નાખી. આ તારી મર્દાનગી! તને હક્ક કયો? આવું કરવાનો. મોટા ઘરનો દીકરો. આવા કૃત્યો કરતાં શરમાયો પણ નહિ. આવી કળા ક્યાં શીખી? કોણે શીખવી? આવી કળાએ શું કીર્તિ આબરુ વધશે ખરી? કુમાર મૌન જ રહ્યો છે. કુમરી તો બોલ્ય જ જાય છે. માં જાણે મારો દીકરો સુપુત્ર છે. મારા ઘરનો ભાર ઉપાડશે. મોટા ઘરનો દોઠિયો. નવો શેઠ બની આવ્યો. માં જાણે મારો દીકરો કુળનો દીવો છે. પણ બધું જ અંધારુ. આ દુષ્કૃત્ય કરતાં શરમ ન આવી? પંડિતે ઘણું માન આપીને વડો બનાવ્યો. એનું આ પરિણામ નદીના પુરની જેમ તારી હોંશિયારી બધી વહી ગઈ. આટલું બોલી કુંવરી કંઈક શાંત થઈ. ત્યારે કુમારે ઠંડે કલેજે જવાબ આપ્યો આવી નાની શી વાતમાં (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #53 -------------------------------------------------------------------------- ________________ આવડું મોટું સ્વરુપ શા માટે કરે છે? આ બધું બોલે છે તે શું તને પણ શોભે છે? સાત કોડી મેં લીધી. તેમાં શું થઇ ગયું. સાત કોડીમાં તો તુ શું કરત! જેથી તને આટલુ બધું દુઃખ લાગ્યું છે. કુંવરી કહે - રે! શ્રેષ્ઠિકુમાર! સાત કોડીની તારે મન કંઇ કિંમત દેખાતી નથી. પણ સાંભળ સાત કોડીમાં હું તો રાજ્યને મેળવી શકીશ. આવાં વચનો સાંભળીને કુમારને ઘણું જ દુઃખ લાગ્યુ. કુંવરીના અપમાનને સહન કરી લીધુ. મૌન રહ્યો. મનમાં સમસમી રહ્યો. લાગ્યું કે અહીં બોલવું હવે ઉચિત નથી. પણ હૈયામાં ભારે ચોટ લાગી. આ વચનો તેને હૈયે સોયની જેમ ભોંકાયા. રાજાની દીકરી છે. તેથી હાલ કંઇ જ બોલવામાં સાર નથી. કુંવરીના વચનો કારમા ઘા જેવા લાગ્યા. ને ગાંઠવાળી, ક્યારેક અવસર આવે આનો ઉત્તર આપીશ. ને સઘળું કાર્ય કરી બતાવીશ. આમ વિચારીને કુંવરીને ન બોલાવીને પોતાને સ્થાને ચાલ્યો ગયો. અનુક્રમે બંને જણાએ બાકી રહેલી કલા આદિ વિદ્યાને શાસ્ત્રના અર્થને ભણી લીધા. આ પ્રમાણે ભણતાં બંનેનો અભ્યાસ પૂર્ણ થયો. સુરસુંદરીના રાસની પ્રથમ ખંડની ચોથી ઢાળ ચોપાઇ રાગથી પૂ વીરવિજયજી મહારાજે કહી તે તમે સહુ ચિત્તને વિષે ધારણ કરજો. ને ક્યારેય અજુગતુ કાર્ય ન કરીએ જેથી પાછળથી પસ્તાવાનો વારો આવે. ૨૦ પ્રથમ ખંડે ચોથી ઢાળ સમાપ્ત ★ શ્રી નવકારમહામંત્રનો મહિમા (દોહરા) હવે નિજ નિજ માતાઠવે, જૈનાચાર જ પાસ; સંઘયણાદિક સવિ ભણે, દંડક ક્ષેત્ર સમાસ. ૧ પાસે પોષહશાલમાં, સાધવી સુગુણ પવિત્ત; એક દિન બેઠી નમી કરી, સુરસુંદરી સુવિનીત. ૨ વિનય કરી તવ પૂછતી, સાધવીને ઘરી નેહ, શ્રી નવકાર તણો કહો, મહિમા જાસ અછેહ. ૩ તવ વળતું ગુરુણી કહે, સાંભળ રાજકુમારી; મંત્ર પરમેષ્ઠી શાશ્વતો, ચૌદ પૂરવનો સાર. ૪ ભાવ સહિત જપતાં થકાં, સપ્ત અયર દુઃખ નાશ; એક અક્ષરથી જાણજો, એક પદે પંચાસ. ૫ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ Page #54 -------------------------------------------------------------------------- ________________ ગુરુદત્ત આમ્નાયે ગણે,.જે લખ એક નવકાર; તીર્થંકર અભિધાન તે, બાંધે નર નિરધાર. દ આઠ કોડ લખ આઠ વલિ, અઠ્ઠસહસ સય અટ્ટ; અષ્ટ અધિક ભક્તે ગણે, તે પામે પરમટ્ઠ. ૭ મનવાંછિત તસ સંપજે, જે જપે નિત નવકાર; ક્રુષ્ટ ટળે લક્ષ્મી મલે, જિમ જગ શિવકુમાર. ૮ ભાવાર્થ : બંને બાળકોનો વ્યવહારિક અભ્યાસ પૂરો થયો. હવે બંનેને પોતપોતાની માતા ધર્મના સંસ્કારો, ધર્મની જાણકારી મેળવવા જૈનાચાર્ય પંડિતની પાસે ભણવા મુકે છે. બુદ્ધિશાળી બંને બાળકો વિનયપૂર્વક પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ચાર પ્રકરણ, ભાસ્ય - - કર્મગ્રંથ, વળી આગળ વધીને ક્ષેત્રસમાસ આદિ ગ્રંથોને ભણતાં સૂત્રથી અને અર્થથી જ્ઞાન મેળવે છે. અમર પોતાની હવેલીએ ભણેછે. કુંવરી રાજમહેલમાં અભ્યાસ કરે છે. આ નગરમાં પૌષધશાળાઓ પણ હતી. નજીક પૌષધશાળામાં ગુણવાન પવિત્રતાને ધારણ કરતાં પૂ. સાધ્વી મ.સા.રહેલા છે. એકદા રાજદુલારી સુરસુંદરી પૂ. સાધ્વી મ. સાહેબ પાસે આવે છે. વિનય, પૂર્વક નમન કરી વંદન આદિ કરીને બેસે છે. સુવિનીત સુરસુંદરી હાથ જોડીને પ્રશ્ન કરે છે. પૂજ્યશ્રી શ્રી નવકાર મહામંત્રનો મહિમા શું છે? તે કૃપા કરીને મને બતાવશો! પરોપકારી પૂજ્ય સાધ્વી મ.સા. કહે છે. શ્રી નમસ્કાર મહામંત્રનો મહિમા હે રાજકુમારી! સાંભળ! શ્રી નવકાર મંત્રનો મહિમા અપરંપાર છે. પંચ પરમેષ્ઠીરુપ આ મહામંત્ર શાશ્વતો છે. જેની અંદર ચૌદપૂર્વનો સાર સમાયેલો છે. મહિમાની શી વાતો કરવી! જેટલો મહિમા ગાઇએ તેટલો ઓછો છે. એનો અર્થ પણ અપરંપાર છે. જગતના જીવોનું આ મંત્રને ગણતાં દુઃખ, દુર્ભાગ્ય, દારિદ્રયપણું ચાલ્યું જાય છે. સુખી સૌભાગીને ધનવાન બને છે. વળી ઉત્કૃષ્ટભાવે ગણતાં સાતેય પ્રકારના ભય ચાલ્યા જાય છે. સાત સાગરોપમના દુઃખોનો નાશ કરવાની શક્તિ મહામંત્રના એક અક્ષરમાં રહેલી છે. ભાવ પૂર્વક એક અક્ષરથી સાત સાગરોપમના દુ:ખ નાશ પામે છે. એક પદને ગણતાં પચાસ સાગરોપમના દુઃખો જાય છે. જ્યારે સમગ્ર નવકારને ગણતાં પાંચસો સાગરોપમના દુઃખો ટળે છે. વળી ગુરુની આજ્ઞાએ એક લાખ વાર નમસ્કાર મહામંત્રનો જાપ કરે તો તે મનુષ્ય શ્રી જિનનામ કર્મનું ઉપાર્જન કરે છે. તીર્થંકર નામ કર્મ બાંધે છે. જે પ્રાણી પોતાના જીવનમાં આઠ કરોડ, આઠ લાખ, આઠ હજાર અને આઠસો આઠ નવકારને ગણે, તો તે નિશ્ચયથી ઇષ્ટફળને મેળવે છે. હંમેશા જે નવકારને ગણે છે તેના કષ્ટો દૂર થાય છે. તેમજ મનોવાંછિતને મેળવે છે. શિવકુમારની જેમ અઢળક લક્ષ્મીને પ્રાપ્ત કરે છે. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૧ Page #55 -------------------------------------------------------------------------- ________________ ઢાળ - પાંચમી (ઘાતકીખંડના ભરતમાં - એ દેશી) રત્નપુરી નગરીમાં, નૃપ દમિતારિ વસંત; શ્રીયશોભદ્રહ નામે, શેઠ વસે ધનવંત. ૧ દેવપૂજા નિત કરતો, શ્રાવક બિરુદ ધરંત; જો ગતિય થિર ધ્યાને, પરમેષ્ઠી સમરત. ૨ તેહ તણો સુત સુંદર, શિવકુમાર અભિધાન, સાત વ્યસનને સેવે, આપે થઇ અશાન. ૩ ઘણું એ પિતાએ વાર્યો, પણ ન મૂકે કુકર્મ; શિખવીઓ બહુ કષ્ટ, પણ ન કરે તે ધર્મ. ૪ અંત સમે યશોભદ્ર, બોલાવ્યો નિજ બાલ; મધુર સ્વરે કરી ભાખે, હિતકર વાત રસાલ. ૫ માન માંગી તુજને કહું, સાંભળ શિવકુમાર; સંકટ આવે ગાઢો, તવ ગણજે નવકાર. ૬ દાક્ષિણ્યતાએ માન્યું, પુરો પિતા નું વચન; સુરલોકે પછે પોહતો, શેઠ કરી શુભ મન. ૭ સાત વ્યસનને પોષતાં, બનીઠી લખમી સર્વ માન મહત્વ ન પામે, નિઃસ્વ થયો ગયો ગર્વ. ૮ એક દિન તેહને મલીયો, ત્રિદંડિક ધુતાર; - તે આગે શિવ ભાખે, નિરધનનો અદિકાર. ૯ ત્રિદંડિયો કહે સાંભળ, વાત કરી થિર કાન; જો હું કહું તે તું કરે, તો કરું ધનદ સમાન. ૧૦ એક મૃતકને અણાવી, કૃષ્ણ ચતુર્દશી રાતિ; મંડલ માંડી મસાણે, બેઠા બિહું ધરી ખાંતિ. ૧૧ મૃતક તણે કરી દીધી, ખગ ઉઘાડી એક; પગતળીયાં ઓહલાસે, શેઠ કુમાર અવિવેક. ૧ ૨ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #56 -------------------------------------------------------------------------- ________________ ગિદંડીયો જઈ દૂરે, બેસી કરતો જાપ, ઇણ અવસર તિહાં સુણજો, પ્રગટ્યો દૈતવ પાપ. ૧૩ શિવકુમાર મને ચિંતે, સંકટ પડીયો તામ; ત્રિદંડીયે સવિ કીધો, મુજ હણવાનો કામ. ૧૪ ઉઠી મૃતક સહી મુજને, ખડ્ગ હણસે એહ; ઇહાં થકી ન નસાયે, ઇણિ પેરે ચિંતે તેહ. ૧૫ ઇણ અવસર તિહાં સાંભર્યો, જનક વચન સુખકાર; મન વચ કાય એકાગ્રે તવ જપતો નવકાર. ૧૬ ત્રિદંડીઆના મંત્ર બળે, કરી મૃતક લગાર; સળસળી ઉઠવા લાગ્યો, પાછો પડચો તત્કાળ. ૧૭ એક દોય ત્રણવાર, ઉછળીને ભૂમિ પ્રપાત; પણ નવકાર પ્રભાવે, ન કરી શકે તે ઘાત. ૧૮ રીસ ચડી વેતાલને, મૃતક અધિષ્ઠિત જેહ; ખડગે કરી શિર છેદે, ત્રિદંડીયાનો તેહ. ૧૯ મંત્રતણે મહિમાયે, ગિદંડીયો તત્કાળ; સોનાનો ફરસો થયો, દીસતો ઝાક ઝમાલ. શિવકુમાર તે દેખી, અતિ આશ્ચર્ય લહંત, મનચિંતે નવકારનો, મહિમા અતુલ અનંત. ૨૧ રાત્રિ ભણી તિહાં સાંતી, વસુધામાંહી તેહ; ભૂપ તણી આશાએ, આણે તે નિજ ગેહ. ૨૨ મસ્તક કોઠો રાખી, વાવરે અંગ ઉપાંગ; રજનીયે અક્ષત હુએ, મહિમા અમર ઉત્તાંગ. ૨૩ થોડા વાસરમાંહિ, બહુલ થયો ધનવંત; અનુક્રમે ગૂરુ સંયોગે, તત્વત્રયી સુલહંત. ૨૪ ચૈત્ય સુવર્ણમય કરે, શિવકુમાર ગુણવંત; મણિમય પ્રતિમા થાપે, વિશ્વમાં વિજય વરંત. ૨૫ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૦ ૨૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કરી મુગતિ ગયો, સાદિ અનંત નિવાસ, સાંભળ તું સુરસુંદરી, મોહટો મહિમા તા. ૨૬ એણી પેરે શ્રી નવકારનો, મહિમા મહિમ મહંત; ઈહભવ સુખ પરભવ વલિ, સિદ્ધિ-વધૂ-વર-કંત. ૨૭ રાસ રચ્યો રળીયામણો, તેહની પાંચમી ઢાળ; વીર કહે શ્રોતા ઘરે, હોજો મંગલ માળ. ૨૮ ૧-નાશપામી, ૨-દરિદ્રી, ૩-કુબેર ભંડારી, ૪-અંધારી ચૌદશની રાત્રિએ, પ-મસળે, ૬-કપટ, ૭-પુરુષ, ૮સંતાડીને, ૯-પેટ. ભાવાર્થ : શિવકુમાર આ ભરતક્ષેત્રમાં રત્નપુરી નામની નગરી હતી. દમિતારી નામના રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં યશોભદ્ર નામના ધનાઢ્ય શ્રેષ્ઠી વસતા હતા. જિનેશ્વરની આજ્ઞાને માનતા આ શ્રેષ્ઠી જૈનધર્મનું ચુસ્તપણે પાલન કરતા હતા. શ્રાવકવર્ગમાં શ્રેષ્ઠી મોખરે હતા. આવશ્યક ક્રિયા કરતા, ત્રિકાળ જિનપૂજા કરતા, પંચપરમેષ્ઠિરુપ શ્રી નવકાર મંત્રનો ૧૦૮ વાર અહર્નિશ જાપ કરતા. ક્યારેય પણ પોતાની આ આરાધનાનું ચૂકતા ન હતા. પુણ્યશાળી શેઠને સાંસારિક સુખોમાં ક્યાંયે ઉણપ ન હતી. હર્યો ભર્યો સંસાર હતો. સંસારી સુખોને ભોગવતા શ્રેષ્ઠીને એક સંતાન શિવકુમાર નામે પુત્ર હતાં. સંતોષી શેઠ સદાયે ધર્મમાં મગ્ન રહેતા. પુણ્યબળે પરિવાર, નોકરવર્ગ વફાદાર હતો. વેપાર પણ પૂરબહાર ચાલતો હતો. પેઢીઓ પણ સદ્ધર હતી. પોતાના પુત્રને ધર્મના સંસ્કારનું સિંચન કરતાં પુત્ર પેઢીને અને ધર્મને સાચવે તે રીતે તૈયાર કરવાની ખુમારી ધરાવતા. પણ દૈવયોગે દરિયામાં ચાલતી નાવમાં એક કાણું પડે તેમ શેઠની પુણ્યરાશિમાં પાપનો છાંટો ઉદયમાં આવ્યો. પોતાની ઇચ્છા બે પુત્રને તૈયાર ન કરી શક્યા. શિવકુમાર મોટો થતાં સાતે વ્યસનમાં ડુબી ગયો. “માણસ ધારે શું? કુદરત કરે શું? શેઠની ઇચ્છા મનની મનમાં જ રહી ગઈ. એકનો એક પુત્ર અવળે માર્ગે ઉતરી ગયો. ઘણા પ્રયત્નો શ્રેષ્ઠીપુત્ર શિવ ન સુધર્યો. પિતાની લક્ષ્મી ઉપર મનમાની મોજ ઉડાવવા લાગ્યો. પિતાનો વાર્યો સમજાવ્યો ન સમજ્યો. સાતે વ્યસનો સેવતો ભારે કુકર્મ કરવા લાગ્યો. તો ધર્મની વાત કરવાની ક્યાં રહી? ધર્મને તો ક્યારેય કરતો નથી. નાનપણમાં અતિશય લાડમાં ઉછરેલો શિવકુમાર માતાપિતાના હાથમાં ન રહ્યો. બાજી બધી જ અવળી પડી. એમ કરતાં શ્રેષ્ઠી મરણપથારીએ છે. શિવકુમાર ઘરે આવે ન આવે. શેઠને પુત્રની ચિંતા ઘણી જ સતાવે છે. હું તો જઈશ પણ આવું શું? સમજુ શેઠ કર્મ ઉપર વાત છોડે છે. પોતાની સમાધિમાં જ રહે છે છતાં પોતાનું મન બાળકના ધ્યાનમાં વિચલિત થઈ જાય છે. ને શિવકુમારને પોતાની પાસે બોલાવે છે. અંત સમય નજીક આવી ગયો છે. મીઠા શબ્દોમાં દીકરાને વહાલ કરતાં કહે છે, હે દીકરા! સાંભળ! હું તો જાઉં છું. આ ધન દોલત છે તે બધું જ તારુ છે. તને ધર્મ ગમતો નથી તો ધર્મની બીજી શી વાત કરું? છતાં પણ મારી એક વાત સાંભળ તારા જીવનમાં ક્યારેક સંકટ આવી પડે ત્યારે શ્રી નવકાર મહામંત્રને ગણજે. સંકટથી તું ઉગરી જઇશ. બચી જઇશ. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૨૪ Page #58 -------------------------------------------------------------------------- ________________ અવળે માર્ગે ગયેલ પુત્ર શિવકુમારને પિતાની વાત સાંભળવી ગમતી નથી. પણ કુળની ખાનદાની હોવાથી તેનામાં રહેલો દાક્ષિણ્ય ગુણ-તે ગુણથી પિતાનું વચન સ્વીકારી લીધું. પિતાને હા પાડી. હું નવકારમંત્રને સંકટ આવે જરુર ગણીશ. વચનનો સ્વીકાર થતાં યશોભદ્ર સમાધિને સાધતાં દેવલોકે પહોંચ્યા. શિવકુમારને પિતાનું બંધન ખટકતું હતુ. તે બંધન પણ હવે દૂર થયું. સંપૂર્ણપણે સ્વતંત્રતા મળતાં સાતે વ્યસનમાં પૂરબહારમાં ડુબી ગયો. આ ભયંકર વ્યસનને કારણે થોડા કાળમાં પિતાની સમગ્ર લક્ષ્મી ગુમાવી દીધી. ધનવાન શિવકુમાર હવે નિર્ધન બન્યો. સમાજમાં, મિત્રમંડળમાં હવે ક્યાંયે તેનું માન ન રહ્યું. વ્યસન માટેના પૈસા તો ઠીક, પણ એક ટંક ઉદરપૂર્તિના પણ ફાંફા પડવા લાગ્યા. માન ન રહ્યું. મહત્ત્વ પણ તેનું ઘટી ગયું. આવી હાલતે તો શિવકુમારનો ગર્વ જે કંઇ હતો તે પણ ઓગળી ગયો. રસ્તા પરનો રઝળતો શિવકુમારની કરુણ હાલત થઇ ગઇ. પૈસા માટે ફાંફા મારે છે પણ કોઇ ન પૈસા આપે, ન કોઇ પોતાને આંગણે ઊભો રાખે. એવામાં એકદા શિવકુમાર નગરીની શેરીએ ભટકી રહ્યો છે ત્યાં કોઇ એક ધુતારો સન્યાસી મળ્યો. સન્યાસીની આગળ પોતાની કરુણ કહાની કહી સંભળાવી. ધૂર્ત સન્યાસી કહે, સાંભળ! જો તારે ધન મેળવવું હોય તો મારી વાતને કાન દઇને સાંભળ! હું કહું તે પ્રમાણે કરે તો તું જેવો પહેલા ધનવાન હતો તેવો તને, કુબેર જેવો ધનવાન બનાવી દઉં. શિવકુમારને અત્યારે ધનની જરુર હતી. તે પછી આગળ પાછળનું કંઇ જ ન વિચારે. ત્રિદંડિક ; સન્યાસીની સાથે વાતથી બંધાઇને જ્યાં લઇ જાય ત્યાં તેની પાછળ ચાલ્યો. બંને જણા નગરી છોડીને સ્મશાન હતું ત્યાં આવ્યા. ધૂર્ત ત્રિદંડિકે શિવની પાસે એક મૃતક મંગાવ્યું. તું ગમે ત્યાં જઇને પણ એક મૃતક (શબને) લઇ આવ. ધનની આશાએ શિવકુમાર ઘણું રખડ્યો. ત્યારે એક મૃતક મળી ગયું. ખભે નાંખીને શબને લઇને સ્મશાને ધૂર્ત સન્યાસી જ્યાં રહેતો હતો, ત્યાં આવ્યો. મહિનાના વદ પખવાડિયાની અંધારી ચૌદશ છે. સ્મશાનમાં ધૂર્તે એક મોટું કુંડાળું બનાવ્યું. મૃતકના હાથમાં તલવાર મુકી. શિવકુમારને આ મૃતકના પગના તળીયા ઘસવા બેસાડ્યો. સૂતેલા મૃતકના હાથમાં તલવાર બરાબર ગોઠવીને પછી સન્યાસી માંડલાની બહાર થોડે દૂર જઇ જા૫ ક૨વા બેસી ગયો. ધનના લોભે લોભાયેલા શિવકુમાર આ ધૂર્તની કપટક્રિયા જાણી ગયો. હે ભગવાન! ખરેખર! આ સન્યાસીના પંજામાં સપડાઇ ગયો છું. ધૂર્ત જાપ ક૨શે ને આ મૃતકના હાથમાં રહેલી તલવાર મને હણી નાખશે. ખરેખર! હું સંકટમાં આવી ગયો છું. મારો બચવાનો કોઇ કિનારો દેખાતો નથી. એવો ફસાઇ ગયો છું જેને લઇને અહીંથી ભાગી છૂટાય તેમ પણ નથી. આ પ્રમાણે ચિંતામાં શિવ પડી ગયો. બચવા માટે હવે શું કરુ? કોઇ ઉપાય સુઝતો નથી. આવા અવસરે પિતાની અંતિમ અવસ્થાએ પિતાએ આપેલી હિતશિક્ષા સાંભરી આવી. પિતાના વચનો યાદ આવ્યા. ‘સંકટમાં આવી પડે ત્યારે નવકાર મંત્રને ગણજે’ મૃતક પાસે બેઠેલો શિવકુમાર સાવધાન થઇને મન-વચન-કાયાની એકાગ્રતાએ શ્રી નવકારમહામંત્રને ગણવા લાગ્યો. દુઃખમાં જ ધર્મ યાદ આવે. ભગવાન સાંભરે. તે વિના ભગવાન પ્રાયઃ બહુ ઓછા યાદ આવે. · હવે આ બાજુ મંત્રને ભણતા ધૂર્ત સન્યાસીનો મેલીવિદ્યાના મંત્રનો જાપ ચાલુછે. જે જાપના પ્રભાવે થોડી જ વારમાં મૃતક સળવળવા લાગ્યું. તેનામાં ચેતના પ્રગટી. પળ બેપળ ન થઇ ત્યાં તો આ મતક સહસા ઉઠવા લાગ્યું. પણ ત્રિદંડિકના મંત્રબળે હાથમાં રહેલી તલવાર બરાબર પકડીને જ્યાં ઉઠવા જાય છે ત્યાં પાછી નીચે પડી જાય છે. એક વાર નહિ બે વાર નહિ ત્રણ ત્રણવાર આ મૃતક ઉઠવા જાય ને ત્રીજીવાર પણ જમીન ઉપર ઢળી પડ્યું. ધૂર્તની મેલી વિદ્યાના મંત્રના બળે મૃતક ઉભા થઇને તલવાર વડે શિવકુમારને હણવા જાય છે પણ હણવાને માટે પોતે ઉભો જ રહી શકતો ન મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ હતો. કારણ કે શિવકુમાર સંપૂર્ણપણે મનવચન કાયાની એકાગ્રતાથી નવકારમહામંત્રના જાપમાં લાગી ગયો હતો. આ મંત્રના પ્રભાવે મૃતક શિવકુમારને હણી શકતો નહોતો. ઘાત કરી શક્યો નહોતો. ત્રિદંડિકની પાસે મંત્ર એવો હતો જે મંત્ર બલે વૈતાલ તેને આધીન થતો. જે કહે તે બધું જ કામ વૈતાલ કરતો. મૃતકના શરીરમાં મંત્રબળે વૈતાલે પ્રવેશ કર્યો હતો. મંત્ર બળે ત્રણવાર શિવકુમારને મારવા માટે ઉઠ્યો. પણ શિવકુમારની પાસે નવકાર મહામંત્રનું બળ કુંડાળાકારે રહીને શિવકુમારનું રક્ષણ કરે છે. વારંવાર મંત્રનો જાપ કરતા ત્રિદંડિકની ઉપર વૈતાલને ગુસ્સો આવે છે. ગુસ્સામાં ચોથીવારે વૈતાલે તલવારથી ત્રિદંડિકનું શિર છેદી નાંખ્યુ. ત્રિદંડિકની ઇચ્છા બુરી હતી. તેની પાસે જે મંત્ર હતો તે મંત્રબળે મૃતક શિવકુમારને મારીને શિવકુમારનું શરીર સોનાનું બની જાય. પણ પુણ્યશાળી શિવકુમાર નવકાર મંત્રના પ્રભાવે બચી ગયો. જેમ કે ‘ખાડો ખોદે તે જ પડે” એ કહેવત અનુસાર ત્રિદંડિક પોતે જ હણાયો. અને એ પોતે જ સુવર્ણ પુરુષ બની ગયો. સ્મશાન ભૂમિએ અડધી રાત પસાર થઇ ગઇ. શિવકુમારે આંખ મીચી દીધી હતી. નવકારમય બની નવકારનો જાપ ચાલુ હતો. ત્રિદંડિકનો બબડવાનો અવાજ સંભળાતો બંધ થઇ ગયો તેમજ મૃતક ઉભું થઇને પડવાનો અવાજ પણ બંધ થઇ ગયો. સ્મશાનમાં સૂમસામ શાંતિ થઇ ગઇ. થોડીવારે શિવકુમારે આંખ ખોલી. ઘોર અંધારીરાત, તારલીયાના પ્રકાશમાં સોનાનો બની ગયેલ મૃતકનો દેહ ઝાકઝમાળ દીપતો હતો. વાતનો તાગ પામી ગયેલ શિવકુમાર સાહસ કરીને માંડલામાંથી બહાર આવ્યો, પલવારમાં મનમાં નિર્ણય કરીને સુવર્ણ પુરુષને જમીનમાં સંતાડી દીધો. આ ધટનાથી શિવકુમારને નવકાર મંત્રનો મહિમા અનંત અનેરો લાગ્યો. તેની શ્રી નવકાર મંત્ર ઉપર અટલ શ્રદ્ધા આવી. પ્રભાત થયું. વહેલી સવારે શિવકુમાર નગર ભણી ચાલ્યો. નગરના પાદરે વહી રહેલ નદીના જળમાં સ્નાન કરીને કિનારે બેસી નવકારનો થોડીવાર જાપ કરીને, નગ૨માં ગયો. ત્યાંથી સીધો રાજ દરબારે રાજાની પાસે પહોંચી ગયો. સર્વ વૃત્તાંત રાજાની આગળ કહી સંભળાવ્યો. રાજા આ વાત સાંભળી આશ્ચર્યચકિત બન્યો. રાજાની અનુજ્ઞા મેળવીને શિવકુમાર સ્મશાને જઇને સુવર્ણ પુરુષને પોતાના ઘરે લઇ આવ્યો. સુવર્ણ પુરુષ ના ધડ તથા પેટનો ભાગ એમનો એમ રહેવા દઇ અન્ય અંગ ઉપાંગો છેદી સુવર્ણ મેળવી બજારે જઇને ઘ૨સામગ્રી લાવ્યો. ધીમે ધીમે પૂર્વની જેમ હતો તેવો ધનાઢ્ય બની ગયો. દિવસે અંગ-ઉપાંગ છેદે રાત્રિ જતાં વળી તે સુવર્ણપુરુષના હતા તેવા અંગ ઉપાંગ બની જતાં. નવકારમંત્રનો મહિમા અપરંપાર છે. શિવકુમારે સાતે વ્યસનને છોડી દીધા. પિતા કરતાં પણ સવાયો બન્યો. હવે શિવકુમારને ગુણવંત ગુરુનો સમાગમ થયો. ધર્મને સાધવા લાગ્યો. ગુરુપાસે તત્વત્રયી રુપ દેવ-ગુરુ અને ધર્મની સંપૂર્ણ જાણકારી મેળવી. દિનપ્રતિદિન ધર્મની આરાધનામાં આગળ વધવા લાગ્યો. સુવર્ણમય ૫રમાત્માનું મંદિર બંધાવ્યુ અને જિનેશ્વરની રત્નમય પ્રતિમા ભરાવે છે. ગુરુનિશ્રા એ પ્રતિષ્ઠા મહોત્સવને ઉજવે છે. આ રીતે એકવાર પાયમાલ બનેલો શિવકુમાર નવકાર મંત્રના પ્રભાવે વિશ્વમાં વિજયપતાકા મેળવે છે. જિનશાસનની અજોડ પ્રભાવના કરાવે છે. સુંદરતમ ધર્મની આરાધના કરી સકળ કર્મનો ક્ષય કરી મુક્તિપદ મેળવે છે. પૂ. સાધ્વી મ.સા. કહે છે : હે સુરસુંદરી! નવકારમંત્રનો મહિમા મોટો છે. આ ભવમાં સુખ મેળવે છે. પરભવમાં વળી સુખસાહ્યબી પામે છે. પરંપરા એ સિદ્ધિવધૂને મેળવે છે. આ પ્રમાણે રળિયામણા રાસની આ પાંચમી ઢાળ નવકારમંત્રના મહિમાવાળી પૂર્ણ કરતા કવિરાજ કહે છે કે તમે સૌ પણ નવકારમંત્રની આરાધના કરો, જેથી પરંપરાએ શિવપદના ભાગી બનો. પ્રથમ ખંડે પાંચમી ઢાળ સમાપ્ત ૨૬ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #60 -------------------------------------------------------------------------- ________________ પરીક્ષા (દોહરો) મધુર ગિરા ગુરુણી તણી, નિસુણી ધરિય વિવેક; સુરસુંદરી નૃપનંદિની, વંદના કરતી છે ક. ૧, વંદન નમન કરી તિહાં, અભિગ્રહ લીધો સાર; મેં ગુણવા નિત ભાવશું, અડદિયસય નવકાર. ૨ યથાશક્તિ વળી માહરે, નવકારસી પચ્ચકખાણ; પાલું મનશુદ્ધ કરી, દેહ ધરે જગ પ્રાણ. ૩ એ કદિન પંડિત પરવરી, સુંદરી અમરકુમાર; રાજસભામાં આવીયા, નિજ નિજ ધરી શણગાર. ૪ મજાક કરી કંઠે હવે, હાર પચીર ધરી અંગ; ને ત્રાંજનકુંડલ યુગલ, નાશા મોતિક ચંગ. ૫ તિલક વલય કંચુક મણિ, પાય નૂપુર ઝંકાર; કર કંકણ તાંબુલ સરસ, કુસુમ સુગંધી હાર. ૬ દ્રાવલિ જસ પંટિકા, ચંદન ચતુ૨ ઉદાર; સુરસુન્દરીએ ઇણિપ, સોલ સજ્યા શણગાર. ૭ શિર મુંડિત મજ્જન તિલક, વસ્ત્ર ધરે બહુ મૂલ; ગાગ વિલેપન મુદ્રિકા, કુંડલ મુકુટ અમૂલ. ૮ ખડગ કરે પગ મોજડી, હા૨ કરી પટ બંધ; તાંબુલ, કરકરણ ચતુર, શ્રુત સુવિચાર અબંધ, ૯, શેઠ-સુતે પણ એહવા, સોલ ધર્યા શણગાર; રાજત “સદસિમાં યથા, શચી-મધવા અવતાર. ૧૦ ઈભ્ય ધનાવહ તતખિણે, બેઠો ભૂપતિ પાસ; તે દેખી હરખિત હુઈ, વિદ્યા વિનય વિલાસ. ૧૧ અરથ અગોચર ગ્રુતતણાં, પૂછે ધરીય વિવેક; બુદ્ધિબળે એક એ કનો, આપે ઉત્તર છે ક. ૧૨ ૧-વાણી, ર-વિધિપૂર્વક, ૩-એકસો આઠ, ૪-સ્નાન, પ-વસ્ત્ર, ૬-સભામાં મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #61 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : પૂજ્ય ગુરુણીની મીઠી મધુરી વાણીમાં શ્રી પંચપરમેષ્ઠી રુપ નમસ્કાર મહામંત્રનો મહિમા સાંભળીને, વિનયશીલ સુરસુંદરી વિવેકપૂર્વક ગુરુના ચરણે વંદન-નમસ્કાર વિધિપૂર્વક કરતી મનમાં ઉત્સાહ લાવી હાથ જોડી કહી રહી છે. તે ગુરુદેવ! મને અભિગ્રહ આપો. મને નિયમ કરાવો. આજથી હું હર હંમેશ ૧૦૮ વાર શ્રી નવકારમંત્રનો જાપ કરીશ. વળી યશાશક્તિએ હું નવકારશીનું પચ્ચકખાણ કરીશ. મારા દેહમાં જ્યાં સુધી હું પ્રાણને ધારણ કરીશ અર્થાત્ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી આ નિયમ મનની શુદ્ધિપૂર્વક પાળીશ. ગુરુજીએ નિયમ પચ્ચખાણ સુંદરીના મનોબળ પારખીને કરાવ્યા. ત્યારબાદ કુંવરી પોતાના મહેલે આવી. પરીક્ષા અમરકુમાર પોતાના આવાસે રહ્યો છે. રાજકુમારી મહેલમાં રહી છે. બંનેના ભણ્યાનું પારખું કરવા, પરીક્ષા આપવા માટે રાજા રાજદરબારમાં બાળકોને બાલાવે છે. બંને પોતાના પંડિતની સાથે રાજસભામાં આવવા માટે તૈયાર થાય છે. રાજસુતા સોળ શણગાર સજે છે. સુગંધી દ્રવ્ય-વાળા પાણીથી સ્નાન કરીને, કુંવરી મૂલ્યવાન વસ્ત્ર ધારણ કરે છે. કંઠને વિષે નવસેરો હાર દાસીએ પહેરાવ્યો, આંખે અંજન આંક્યું, કાને કુંડલ ધર્યા, નાકે નથણી પહેરાવી, ભાલમાં તિલક કર્યું છે, ઝંકાર કરતુ ઝાંઝર પગે પહેર્યું. હાથમાં મણિમય કંકણ ને મુખમાં તંબોળને મુકતી, બાળાના ગળામાં સુગંધી પુષ્પોનો હાર પહેરાવે છે. સોળે શણગાર સજી દાસી સાથે રાજસભામાં આવવા તૈયાર થઈને નીકળે છે. આ બાજુ હવેલીથી અમરકુમાર પણ પરીક્ષા માટે આવવાનો છે. રાજા પરીક્ષા લેવાના છે. તેથી તે પણ તૈયાર થાય છે. હજામ પાસે માથાના વાળ વ્યવસ્થિત કપાવેછે.દાઢી-મુછ કરાવે છે. સુગંધી દ્રવ્યો નાખેલા પાણીથી સ્નાન કરે છે. ત્યારબાદ સુગંધિત દ્રવ્યોનું વિલેપન કરીને મૂલ્યવાન વસ્ત્રોનું પરિધાન કરે છે. અંગો અને ઉપાંગોને શણગારે છે. પોતાની દસે આંગળીએ વેઢ અને વીંટી પહેરે છે. કાને કુંડલ, મસ્તકે અમૂલ્ય એવો મુગટ, હાથમાં તલવાર લે છે. પાયે મોજડી પહેરે છે. ગળામાં નવસેરો હાર, કમરે પટબંધને બાંધે છે. હાથમાં કંકણ ધારણ કરે છે. મુખમાં તાંબુલ મુકતો રાજસભામાં જવા તૈયાર થાય છે. અમરકુમાર અને સુરસુંદરી સોળે શણગાર સજી શ્રુતસાગરના અર્થને પામતા-વિચારતા જાણે સાક્ષાત્ બનેઈન્દ્ર ઇન્દ્રાણી હોય તેમ શોભતા પોતપોતાના આવાસેથી નીકળી રાજસભાએ આવે છે. ઉચિત સ્થાને સૌ બેસે છે. સુરસુંદરી તો સાક્ષાત્ સરસ્વતી સમ ભાસતી હતી. રાજસભામાં નગરજનો પણ સૌ આવી ગયા છે. રાજ આમંત્રણને ઝીલતા અમરકુમારના માતપિતા પણ રાજસભામાં “વા તૈયાર થઇ ગયા છે. લાડકવાયા પુત્રની પરીક્ષા રાજા લેવાના છે. તેથી હૈયામાં હરખ માતો નથી. હરખધેલા માતપિતા પાલખીમાં બેસી રાજદરબારે આવી ગયા છે. આવતા શેઠનું સ્વાગત પ્રધાન કરે છે. તે રાજાના સિંહાસનની બાજુમાં શેઠનું આસન ગોઠવાયુને શેઠ બેઠા. રાજ દરબારે લેવાતી પરીક્ષા જોવાને સૌ ઉત્સુક બની ગયા છે. તે જોઈને પ્રશ્નોના જવાબોને સાંભળવા સૌ અધીરા બની ગયા છે. હવે રાજા બંને પરીક્ષાર્થીઓને વારાફરતી શ્રુતના અગોચર પ્રશ્નો કરી રહ્યા છે. વિવેકી વિદ્યાર્થીઓ પોતાના બુદ્ધિબળે એક એક પ્રશ્નના ઉત્તર વિવેકપૂર્વક આપી રહ્યા છે. સભા સાંભળીને આશ્ચર્યમુગ્ધ બની જાય છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #62 -------------------------------------------------------------------------- ________________ ઢાળ - છઠ્ઠી (સુત સિદ્ધારથ ભૂપનો રે - એ દેશી) પ્રશ્નોત્તર પૂછે તિહાં રે, એક પછે એક જાણ; પ્રથમ સમસ્યા કુમર કહે રે, રાયતણી લહી આણ રે... ૧ સુંદરી?ચિત્ત ઘરો, હૃદયારામે ધારી રે, પ્રશ્નોત્તર કરો.. આંકણી કુમારની પ્રથમ સમસ્યા પઢમકખર વિણ મત કરો રે , બીય વિણ ન કહો રે કોય; વિણ ત્રીજે વરીઓ રમા રે, તુમ નેત્રોપમ સોય રે. . ચિ. ૨ કુમારીનો ઉત્તર - હરિણ કુમારની બીજી સમસ્યા પઢમકખર વિણા જિલી રે, પૃથિવી કાય કહેત; બીજા વિણ પંખિણી કહી રે, સહુ વંછે વિણ અંત ૨. સું. ચિ. ૩ કુમારીનો ઉત્તર - સુખડી કુમારની ત્રીજી સમસ્યા અને કુમારીનો ઉત્તર. પ્રથમ વિણ સલ્લ પેટમાં રે, બીય વિણ ન વદો રે વાચ; નહિ ભલો ત્રીજા વિના રે, તુર્ય વિના સૂરિવાચ રે. સું. ચિ. ૪ સોય જપી પાતક હણો રે, શ્રી જિનશાસનસાર; સુરસુંદરી કહે સાંભળો રે, ચિહું અક્ષરે નવકાર રે. કુમરજી ચિ. ૫ કુમારીની પહેલી સમસ્યા પઢમકખર વિણ હદયથી રે, ટાલી શુચિ કરો દેહ; મધ્યક્ષર વિણ જીતીયે રે, બલથી અધિકી તેહ રે... કુ. ચિ. ૬ અંત્યક્ષર વિણ આપણું રે, લાગે સહુને મીઠ; ત્રણ મળી તસ ઉપમા રે, તે તુમ વદને દીઠ રે. કુ. ચિ. ૭ કુમારનો ઉત્તર - કમલ કુમારીની બીજી સમસ્યા પ્રથમ વિણ ઉભી રહે રે, બીમ વિણ મૃતપતિ નાર; અંત્યક્ષર વિણ જે કહી રે, અને ગ્રહી નિરધાર રે. કુ. મિ. ૮ કુમારનો ઉત્તર - “રાખડી (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૨૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ કુમારીની ત્રીજી સમસ્યા પઢમક્ષર વિણ દુર કરે રે, વિવાહ કારણ માંહી; મધ્યક્ષર વિણ આંગણે રે, પય ધૃત-સુખ ઉચ્છહિ રે. કુ. ચિ.૯. અંત્યક્ષર વિણ શબ્દ તે રે, દુરગતિ દાયક હોય; ત્રણે અવયવ મેલજ્યો રે, તે તુમ ચરણે જોય રે. કુ. ચિ. ૧૦ કુમારનો ઉત્તર - પાવડી' કુમારીની ચોથી સમસ્યા અને કુમારનો ઉત્તર આદિ વિના શ્રાવક જના રે, પીએ ઉદક તે સાર; તેહિજ મધ્યાક્ષર વિનારે, જગ સંહારણ હાર રે. કુ. ચિ. ૧૧. અત્યાર, વિણ તેહની રે, ન ગમે કોઈને રે વાચ; શેઠ-કુમર કહે ઈણિપરે રે, સુણજ્યો “કાગલ’ સાચ રે. કુ. ચિ. ૧૨ ઇણિ અવસર નરપતિ કહે રે, કુમારને ધરિય વિવેક; જો બહુશ્રુત તુમે અભ્યસ્યાં રે, તો અરથ કહો અમ એક કુ. મિ. ૧૩ રાજાએ કુંવરને પુછેલી સમસ્યા તથા તેનો ઉત્તર સાર કિસ્યું સરોવર તણું રે, દાનવ વંશે વિખાય; સદા સુહાગણ મનરા રે, વેશ કીયે ઓળખાય રે. કુ. ચિ. ૧૪ એક વયણે એહનો રે, ઉત્તર દીએ ધરી નેહ અમરકુમાર કહે નૃપ સુણો રે, “કંબલિવેશા તેહરે. નૃપ!અવધારજો. ૧૫ માન દિએ નૃપ અતિ ઘણું રે, નિસુણી શાસ્ત્ર વિચાર સુરસુંદરી પ્રતિ નૃપ કહે રે, કહો અમ અરથ ઉદાર રે. સુ. ચિ. ૧૬ રાજાએ પુછેલી કુમારીને સમસ્યા તથા તેનો ઉત્તર કાવ્ય તણો કહો રસ કિસ્યો રે, ચકવાને દુઃખદાય; કુણ અસતી પ્રિય નર કીયો રે, વેશ્યા ચિત્ત સુહાય રે. સુ. ચિ. ૧૭ એ કે વયણે એહનો રે, ઉત્તર ઇણિ પરે થાય; કુમરી કહે સુણજો પિતા રે, “અત્યમંત” કહાય રે. નૃપ. અવ. ૧૮ ઉO (મહાસતી શ્રી સુરસુંદરીનો રસ) Page #64 -------------------------------------------------------------------------- ________________ સમસ્યા ઇમ કહી ઘણી રે, બિહું જાણે સભા સમક્ષ; લોક સવે ચિત્ત ચમકિયા રે, દેખી ઉભય મતિ દક્ષ રે. નૃપ. ૧૯ રાસ રચ્યો રળિયામણો રે સુરસુંદરીનો રસાલ; વીર કહે શ્રોતા સુણો રે, તેહની છઠ્ઠી ઠાળ રે. નૃપ. ૨૦ ભાવાર્થસભા ઠઠ જામી છે. અપૂર્વ નીરવ શાંતિ છવાઇ છે. જેમ જેમ રાજા પ્રશ્ન પુછે તેમ તેમ બંને વિદ્યાર્થી વારાફરતી તરતજ જવાબ આપે છે. હવે રાજા કુમારને કહે છે તમે સમસ્યાને કરો. તેનો જવાબ કુંવરી આપે. વિવેકી કુમાર રાજાને હાથ જોડી તેમની આજ્ઞા માથે ચડાવી, રજા માંગીને કુંવરીને સમસ્યા કહે છે. ( Aks + રાજસભામાં સવાલ પૂછાય, સાંભળી જવાબ સૌ હરખાય. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #65 -------------------------------------------------------------------------- ________________ હે કુંવરી! મારી સમસ્યાને હૃદયને વિષે ધારણ કરજો. વિચારીને જવાબ આપશો. ૧) કુમારની પ્રથમ સમસ્યા - હે સુંદરી! ત્રણ અક્ષરનો એક શબ્દ છે. એ શબ્દનો પ્રથમ અક્ષર બાદ કરતાં બાકી રહેલા બે અક્ષરનો જે શબ્દ બને તે વસ્તુ કોઇએ કરવા જેવી નથી. વળી તેજ ત્રણ અક્ષરના એ શબ્દમાંથી બીજો અક્ષર બાદ કરીને પહેલા અને ત્રીજા એમ બે અક્ષરનો જે શબ્દ બને, તે વસ્તુ કોઇએ કહેવા જેવી નથી, અને એજ ત્રણ અક્ષરના શબ્દમાંથી ત્રીજો અક્ષર બાદ કરતાં જે બે અક્ષર રહ્યા તેનો અર્થ લક્ષ્મીપતિ થાય છે. તેમજ ત્રણ અક્ષરનો તે આખોયે શબ્દ તમારા નેત્રોની ઉપમાને યોગ્ય છે. કુમારીની સમસ્યા પૂર્તિ - તે ત્રણ અક્ષરનો શબ્દ “હરિણ' છે. કારણ કે - “હ” વગર થતો “રિણ" શબ્દનો અર્થ ઋણ - દેવુ થાય છે અને તે કોઇએ કરવા યોગ્ય નથી. “રિ” વગરનો થતો “હણ” શબ્દ હિંસાની આજ્ઞા આપનારો હોવાથી તે કોઈને ય કહેવા યોગ્ય નથી. અને “” વિનાનો થયો “હરિ' શબ્દનો અર્થ વિષ્ણુ થાય તે રમા એટલે લક્ષ્મીને વર્યાનું પ્રસિદ્ધ છે. વળી ત્રણેય અક્ષરનો શબ્દ સ્ત્રીઓના નેત્રોને હરિણનાં નેત્રોની ઉપમા અપાય છે. એ પણ જાણીતી વાત છે. પ્રક ૨) કુમારની બીજી સમસ્યા - કુમાર રાજાની સામે જોઇને કહે છે, હે રાજન! મારી સમસ્યાનો અર્થ બરાબર છે. રાજાની આજ્ઞા લઈને કુમાર બીજી સમસ્યા પૂછે છે. તે કુંવરી! ત્રણ અક્ષરનો શબ્દ છે જેનો પહેલો અક્ષર બાદ કરીએ તો બાકીના બે અક્ષરથી બનતો શબ્દ સફેદ પૃથ્વીકાયને જણાવે છે, બીજો અક્ષર બાદ કરતાં બાકીના પહેલા અને ત્રીજા એમ બે અક્ષરોથી બનતો શબ્દો કોઈ પંખિણીને જણાવે છે અને ત્રીજો અક્ષર બાદ કરીએ તો બાકી રહેલા પહેલા બે અક્ષરોનો જે શબ્દ બને છે, તેને સહુ કોઈ ઇચ્છે છે અને આખોયે શબ્દ મીઠાઈનું નામ બને છે. કુમારીની સમસ્યાની પૂર્તિ - તે ત્રણ અક્ષરનો શબ્દ “સુખડી” છે. કારણકે પહેલો અક્ષર બાદ કરતાં “ખડી” શબ્દ સફેદ પૃથ્વીકાય છે. બીજો અક્ષર બાદ કરતાં “સુડી” શબ્દ થાય તે એક જાતિને પંખિણી (પોપટી) જણાવે છે. ત્રીજો અક્ષર બાદ કરવાથી “સુખ” શબ્દ બને છે કે જેને સહુ કોઈ ઇચ્છે છે. ત્રણેય અક્ષરનો શબ્દ મીઠાઇનું નામ પણ થાય છે. ૩) કુમારની ત્રીજી સમસ્યા - હે સુંદરી! ચાર અક્ષરનો શબ્દ છે, કે જે શબ્દનો પહેલો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને તે પેટના શલ્યને સૂચવે છે, બીજો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને છે, તે બોલવા જેવો નથી, ત્રીજો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને તેવા રહેવું એ કોઈને માટે સારું નથી, અને ચોથો અક્ષર બાદ કરતાં જે શબ્દ બને તેના જેવી આચાર્ય ભગવંતની વાણી હોય છે, વળી તે આખો શબ્દ જે જણાવે છે તેને જપવા દ્વારા પાપનો નાશ સધાય છે અને એ જૈન શાસનના સારરુપ છે. કુમારીની સમસ્યાપૂર્તિ - હે કુમાર! તમારી સમસ્યાના ચાર અક્ષરનો શબ્દ છે “નવકાર” છે. કારણકે “ન જવાથી રહેતો “વકાર” શબ્દનો અર્થ વિકાર અગર ચૂક થાય છે અને તે પેટમાં શલ્ય રૂપ છે, “વ” જવાથી રહેતો “નકાર” શબ્દ કોઇને પણ સારા કામમાં કહેવા જેવો નથી. “મા” જવાથી રહેતો નવર” શબ્દ નવરા અર્થને જણાવે છે અને કોઈ માણસ નવરો હોય તે સારુ નહિ. (નવરો બેઠો નખ્ખોદ વાળે – એવી કહેવત પણ છે) તથા “ર” અક્ષર જવાથી બનતો “નવકા” શબ્દ એ નૌકા અર્થને જણાવે છે, અને પૂ. આચાર્ય ભગવંતોની વાણી સંસારસાગરમાં ડૂબેલા પ્રાણીઓને તારવા માટે નૌકા સમાન જ છે. વળી શ્રી નવકારમંત્રને જપવાથી સઘળાં પાપોનો નાશ કરી શકાય છે અને એ કારણે શ્રી જૈનશાસનના સારભૂત છે એમ પણ કહેવાય છે. રાજા તરફથી આજ્ઞા લઈને કુમારે ત્રણ સમસ્યા પૂછી ને કુમારીએ યોગ્ય પૂર્તિ પણ કરી. હવે રાજા સુરસુંદરી સામે (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૩૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ જુએ છે. પ્રજાજનો પણ એકીટસે જોઇ રહ્યા છે. હવે કુંવરી કેવી સમસ્યા પૂછે છે એ સાંભળવાને સૌ ઉત્સુક છે. કુંવરી પિતા સામે જુએ છે. રાજા કહે છે - હે રાજકુમારી! તમારા જવાબોથી અમે સૌ આનંદ પામ્યા છે. તમારા બંનેના પંડિત પણ ઘણા હર્ષિત થયા છે. કુમારની પરીક્ષામાં તું પાસ થઇ. હવે તમે પણ કુમારને કંઇક અર્થગર્ભિત સમસ્યા પૂછો. રાજાની આજ્ઞાને હાથ જોડી માથું નમાવીને, કુમારી પિતાની આજ્ઞા લઇને કુમારને પ્રશ્ન કરેછે. હે કુમરજી! સ્વસ્થતા પૂર્વક મારી સમસ્યા સાંભળો. ૧) કુમારીની પ્રથમ સમસ્યા ઃ- ત્રણ અક્ષરનો શબ્દ છે. પહેલો અક્ષર કાઢતાં બાકી રહેલ બીજો અને ત્રીજો અક્ષર મળીને બનતો શબ્દ, તેને હૃદયમાંથી દૂર કરવા દ્વારા દેહને પવિત્ર બનાવવો જોઇએ. બીજો અક્ષર જતાં બાકી રહેલા પહેલા અને ત્રીજા એમ બે અક્ષરના મળવાથી જે શબ્દ બને, તે શબ્દ બલથી પણ અધિક છે અને તેનાં દ્વારા સૌ કોઇ જીતી જાય છે. અને ત્રીજો અક્ષર જતાં પહેલા અને બીજા બે અક્ષરથી બનતો જે શબ્દ તે પોતપોતાનું હોય તો સૌને વહાલું લાગે છે, તેમજ તે ત્રણ અક્ષરોથી બનતો આખોય શબ્દ તમારા મુખની ઉપમાને યોગ્ય છે. કુમારની સમસ્યાપૂર્તિ :- હે કુમારી! તમારા ત્રણેય અક્ષરથી પૂછાયેલ શબ્દ “કમલ” એવો બને છે કારણકે ‘ક’ જવાથી રહેલો ‘મલ' હૃદયમાંથી કાઢવાથી મન પણ નિર્મલ થાય છે અને એથી તન પણ નિર્મલ થાય છે. ‘મ’ જવાથી રહેલો ‘કલ' શબ્દ કળાને જણાવે છે, અને બળથી ન જીતી શકાય એવા માણસોને ‘કલ’થી જીતી શકાય છે માટે તે બળથી પણ અધિક છે. અને ‘લ' જવાથી રહેતો ‘કમ' શબ્દ ‘કામ' એવા અર્થને જણાવે છે અને કામ તો સૌને પોતપોતાનું પ્રિય હોય જ છે. તેમજ મુખને કમલની ઉપમા અપાય છે. એ વાત સુપ્રસિદ્ધ જ છે. ૨) કુમારીની બીજી સમસ્યા ઃ- કુંવરી પિતાની સામે જુએ છે અને કહેછે - હે પિતાજી! મારી સમસ્યાનું અર્થઘટન કરતાં જવાબ કુમા૨ે બરાબર કહ્યો. રાજાની આજ્ઞા લઇને કુંવરી હવે બીજી સમસ્યા પૂછે છે. ત્રણ અક્ષરનો શબ્દ છે કે જેમાંનો પહેલો અક્ષર જતાં બાકી રહેલા બે અક્ષરોથી બનતા શબ્દનો અર્થ ‘‘ઉભી રહેલી’’ એવો થાય છે. બીજો અક્ષર જતાં બાકી રહેલાં પહેલા અને ત્રીજા એ બે અક્ષરોથી બનતા શબ્દ ‘‘વિધવા'' એવો અર્થ થાય છે. અને ત્રીજો અક્ષર જતાં બાકી રહેલા પહેલા અને બીજા, બે અક્ષરોથી બનતા શબ્દવાળી વસ્તુને જો અનાજમાં નાખી હોય તો તેનાથી અનાજનું રક્ષણ થાય છે. ત્રણેય અક્ષરનો અર્થ લૌકિકપર્વમાં ધાગાથી બંધુ બંધાય છે. કુમારની સમસ્યાપૂર્તિ - કુંવરી! તે ત્રણ અક્ષરનો એક શબ્દ ‘રાખડી' છે. કારણકે ‘રા’” જવાથી બનતા ‘‘ખડી’’ શબ્દનો અર્થ ઉભી રહેલી થાય છે, જ્યારે બીજો અક્ષર ‘‘ખ’’ જતાં બનતા ‘‘રાડી’’ શબ્દનો અર્થ રાંડેલી એટલે ‘‘વિધવા’’ થાય છે, અને અંતિમ અક્ષર ‘ડી’ જવાથી ‘‘રાખ’ શબ્દ બને છે જે અનાજમાં નાંખવાથી અનાજનું રક્ષણ થાય છે. ત્રણેયનો ભેગો અર્થ લૌકિક પર્વ રક્ષાબંધનને દિવસે બેન ધાગાની બનેલી રાખડી બાંધવના હાથે બાંધે છે. ૩) કુમારીની ત્રીજી સમસ્યા ઃ- રાજદુલારી પિતાની સામે જુએ છે. રિપુમર્દન રાજા બંને સમસ્યાના જવાબ સાંભળી દીગ્મૂઢ બની જાય છે. રાજા કુંવરીની સામે જોઇ ત્રીજી સમસ્યા પૂછવા સંમતિ આપે છે. આજ્ઞા લઇને કુંવ૨ી કુમા૨ને પૂછે છે - હે કુમા૨! વળી ત્રણ અક્ષરનો શબ્દ છે કે જેમાંનો પહેલો અક્ષર બાદ કરતાં રહેલા બે અક્ષરનો જે શબ્દ બને છે, તે વિવાહના પ્રસંગે પ્રથમ કરાય છે. બીજો અક્ષર બાદ કરતાં બાકી રહેલાં પહેલા અને ત્રીજા અક્ષર એ બે અક્ષરોથી જે શબ્દ બને છે તે જો ઘરના આંગણે હોય છે તો દુધ અને ઘીનુંસુખ ગણાય છે. તથા ત્રીજો અક્ષર બાદ કરતાં પહેલા બે અક્ષરથી બનતો જે શબ્દ તે કરવાથી તે દુર્તિને પમાડે છે. વળી તે ત્રણેય અક્ષરોથી જે બને છે, તે તમારા પગમાં જોવાય છે. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૩૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ કુમારની સમસ્યાપૂર્તિ - હે સુંદરી! તમારા ત્રણેય અક્ષરનો શબ્દ બને છે પાવડી' કારણકે – પહેલો અક્ષર ‘પા જતાં ‘વડી’ શબ્દ બને છે અને તે લગ્નમાં પહેલી કરાય છે. ‘વ’ જતાં પાડી' શબ્દ બને છે અને એ ઘરના આંગણે હોય તો દુધ-ઘીનું સુખ થાય છે. તથા “ડી” જતાં પાવ' શબ્દ બને છે. તેનો અર્થ ‘પાપ થાય છે અને તે કરવાથી તે દુર્ગતિને દેનાર બને છે. આખો શબ્દ “પાવડી” છે અને તે પગમાં પહેરવાની વસ્તુ છે એ તો સુનિશ્ચિત જ છે. ૪) કુમારીની ચોથી સમસ્યા - ત્રણ અક્ષરનો શબ્દ છે કે જેમાંનો પહેલા અક્ષર બાદ કરતાં બાકીના બે અક્ષરોથી જે શબ્દ બને છે તેવા પાણીને શ્રાવક જન પીએ છે, બીજો અક્ષર જતાં બાકીના પહેલા અને ત્રીજા અક્ષરના યોગથી જે શબ્દ બને છે તેનો અર્થ “જગતનો સંહાર કરનારો થાય છે અને ત્રીજો અક્ષર બાદ કરતાં પહેલા અને બીજા અક્ષરોથી બનતો જે શબ્દ, તેની વાણી કોઇનેય ગમતી નથી. કુમારની સમસ્યા પૂર્તિ - તમારા ત્રણેય અક્ષરોનો શબ્દ “કાગલ” છે. “કા જતાં “ગલ' શબ્દ રહે છે અને શ્રાવક જનો હંમેશા ગાળેલું પાણી જ પીએ છે. “ગ” જતાં “કાલ' શબ્દ બને છે, અને તે જગતનો સંહાર કરનારો છે તે વાત સુપ્રસિદ્ધ છે. તથા લ’ જતા “કાગ રહે, તેની વાણી કર્કશ, સૌ કોઈને અપ્રિય લાગે છે. રાજસભામાં કુમાર અને રાજસુતાની અન્યોન્ય પૂછાએલ પ્રશ્નોત્તરીથી રાજા અને સભાજનો સાંભળી ઘણા આનંદિત થયા. માંહોમાંહે બોલતા હતા કે બંને બાળ બુદ્ધિનિધાન છે. ભણ્યાની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ગયા. તેમના પંડિતોને પણ ઘણા ઘણા ધન્યવાદ છે, જેઓએ આવા પ્રકારની વિદ્યા આપીને વિદ્યામાં પારંગત બનાવ્યા. હવે રાજા આ અવસરે વિવેકને ધારણ કરીને કુમાર અને કુંવરીને પોતે સમસ્યાઓ પૂછે છે. રાજાની સમસ્યા કુમારની સમસ્યાપૂર્તિ - હે કુમાર! તમારી વિદ્યાને ધન્યવાદ છે. તમને પણ ધન્યવાદ છે. તમારી બુદ્ધિ હોશિયારીપૂર્વક અપાયેલ જવાબોને સાંભળી મને ઘણો જ આનંદ થાય છે. હવે હું તમને બંનેને જે કંઇ સમસ્યા પૂછું છું તેનો પણ તમારી બુદ્ધિથી જવાબ આપજો. સરોવરનો સાર શો!" દાનવ વંશનો વિખ્યાત રાજા કયો? સદાય સૌભાગ્યવતી નારી કઈ? અને મારવાડ દેશના માણસો કયા વેશે ઓળખાય છે? – આ ચારેય પ્રશ્નનો જવાબ એક જ વચન શબ્દમાં આપો. અમરકુમારે તરત જ જવાબ આપ્યો. હે મહારાજ! તે આખોયે શબ્દ “કંબલિશા” છે. કારણકે “ક” અર્થ પાણી થાય છે. જે પાણી સરોવરનો સાર છે. “બલિ' નામનો દાનવંશમાં વિખ્યાત રાજા થયો છે, ‘વેશા' એટલે વેશ્યા એ જ સદા સૌભાગ્યવતી નારી છે, કારણકે તેના અનેક ભોગવનારા હોય છે, એટલે તે સદાય સૌભાગ્યવતી છે. તથા મારવાડના માણસો કાંબળીના વેશથી ઓળખાય છે માટે શબ્દ બને છે કેબલિવેશા. કુમારનો જવાબ સાંભળી રાજા અત્યંત આનંદિત થયા. આવા અગોચર પ્રશ્નના જવાબ સાંભળી કુમારને વિશેષ પ્રકારે માન આપે છે, મનમાં વધારો કરે છે. હવે રાજા કુંવરીને પુછે છે, હે કુંવરી! જે કંઈ પુછું છું મનમાં ધારણ કરી વિચારીને જવાબ આપશો. રાજાએ કુંવરીને પૂછેલી સમસ્યા - કાવ્યનો રસ કયો? ચકવાને દુઃખ દેનાર કોણ? અને અસતી તથા વેશ્યાને કયો પુરુષ પ્રિય હોય છે? આ ત્રણનો એકજ વચને શબ્દ ઉત્તર કહો. પિતાએ પુછેલા ત્રણેય પ્રશ્નોના જવાબ તરત જ રાજકુંવરીએ આપ્યો. હે પિતાજી! તે આખોયે શબ્દ “અત્યમંત” છે. કારણકે – “અસ્થમંત'નો અર્થ અર્થવાળો પણ થાય છે, અને જે કાવ્ય અર્થવિનાનું છે તે કાવ્ય જ નથી. એટલે કાવ્યનો ૩૪ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #68 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિક રસ અર્થવાળો પણ હોવું એ છે, વળી “અસ્થમંત’નો અર્થ “આથમતો” પણ થાય છે કે જે આથમતો સૂર્ય ચકવાને દુઃખ દેનાર થાય છે કારણ કે સૂર્ય આથમતાં ચકવા-ચકવીનો વિયોગ થઇ જાય છે. તથા “અસ્થમત” એટલે અર્થવાળો-ધનવાળો-ધનવાન પુરુષ જ અસતી તથા વેશ્યાને પ્રિય હોય છે. કુંવરીનો જવાબ સાંભળી રાજા ઘણો જ પ્રસન્ન થયો. પ્રજાજનો પણ ઘણા આનંદિત થયા. સભા સમક્ષ લેવાયેલી પરીક્ષામાં બંને વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. લોકો પણ પોતપોતાના ચિત્તને વિષે ચમત્કાર પામ્યા, આશ્ચર્ય ગરકાવ બની ગયા. કેવી પુણ્યાઇ? બુદ્ધિનિષ્ણાંત બંને વિદ્યાર્થીઓને ઘણા ઘણા ધન્યવાદ આપ્યા. અંતરના આશીર્વાદ દેતાં સભા ધીમે ધીમે વિસર્જન થઇ. મહાસતી સુરસુંદરીનો રસદાયક રળિયામણો આ રાસ - તેની આ છઠ્ઠી ઢાળ, હે શ્રોતાજનો! તમે સૌ એકચિત્તે સાંભળો. પ્રથમ ખંડે છઠ્ઠી ઢાળ સમાપ્ત (દોહરો) અધ્યાપક આણંદિયો, નિજ શ્રમ સફલો થાય; ઇભ્ય નરેશર હરખિયા, સજજન સર્વે સુખ પાય. ૧ ભૂપે પંડિત બહુ પરે, સંતોસ્યો ધરી નેહ; સભા વિસરજી તતખિણે, પહંતા નિજ નિજ ગેહ. ૨ 'આઠ વરગ મહિલા કલા, કુશલ હવી શુભવાસ; દેખી વિધુ અંબર ફિરે, કરવા કલા અભ્યાસ. ૩ તે દેખી નૃપ રાગથી, વર ચિંતા દિનરાત; એક દિવસ રાણી પ્રત્યે, રાય કહે તે વાત શ૪ ૧-આઠનો વર્ગ-૬૪ થાય, તે સ્ત્રીઓની ૬૪ કલાસ ૨-ચંદ્ર, ૩-આકાશ ભાવાર્થ : રાજાની સભાએ લેવાયેલી પરીક્ષામાં પોતાના બંને વિદ્યાર્થીઓએ રાજા અને પ્રજાને આનંદ કરાવ્યો. જાણી અધ્યાપક ઘણાં જ રંજિત થયા. બંને વિદ્યાર્થીઓને ભણાવવામાં કરેલો પુરુષાર્થ શ્રમ સફળતાને પામ્યો. રાજા પણ આનંદ પામ્યા. પરિવાર આદિ પણ ઘણા ખુશ થયા, રાજા પંડિતોને બહુમાન આપીને ઘણી ભેટો આપી. નેહપૂર્વક મોટું દાન આપીને સંતોષ્યા. ત્યારબાદ સભાને વિસર્જન કરી ને સૌ પોતપોતાને સ્થાને પહોંચ્યા. બંને વિદ્યાર્થીઓ પોતાના અધ્યાપકને પગે લાગી, રાજાને પણ પ્રણામ કરી, શ્રેષ્ઠીને પણ હાથ જોડી પ્રણામ કરી સ્વસ્થાને પહોંચ્યા. શ્રેષ્ઠીપુત્ર પિતા સાથે હવેલીએ જવા નીકળ્યો. રાજકુંવરીએ પણ સ્ત્રીઓની ૬૪ કળાને આત્મસાત (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૩૫ Page #69 -------------------------------------------------------------------------- ________________ કરી છે અને સાથે પાકશાસ્ત્ર રસવતી રસોઇમાં પણ પ્રવીણતા દાખવી છે. પોતાના મહેલમાં કળાને ીલવવા લાગી. દરરોજ અવનવી વાનગીઓ બનાવીને માતાપિતાને જમાડે છે. આ કળામાં વિશેષ વિશેષ પ્રવિણતા મેળવે છે. આ બાળાની કળા જોઇને ચંદ્રમા પોતે આ કળાનો અભ્યાસ કરવા આકાશમંડળમાં રાતદિવસ ભમ્યા કરે છે. ગુણવાન સંતાનની ચિંતા હંમેશા માતાપિતાને રહેતી જ હોય છે. બાલ્યકાળ પૂરો થઇ ગયો. યુવાવસ્થાને પ્રાપ્ત થયેલી કુંવરીની ચિંતા રાજાને વધારે ચિંતાતુર કરે છે. કારણ કે ભાવિની ચિંતા જ સતાવે દીકરીને માટે વરની જ મોટી ચિંતા હોય છે. એકદા રાજા આ ચિંતાને લઇને રાણીના મહેલે ગયો અને રાણીને કહે છે. ઢાળ સાતમી (સ્વામી તુમે કાંઇ કામણ કીધું... એ દેશી) એક દિવસ રાજા પરભાત, રાણી પ્રત્યે કહે તેહિ જ વાત; કામિની, મનમોહન પ્યારી, વિશ્વમાં જન મોહન મારી, સાંભળો રંગીલી - એ આંકણી. એ કુમરી સુરસુંદરી બાલ, શિખી વિનય વિવેક વિશાલ...કા...૧ જાણે શાસ્ત્ર વિનોદ વિચાર, ચાતુરતાદિક ગુણ નહિ પાર; યૌવનવય પૂરણ લહી સાર, જગમાં રુપ તણો ભંડાર...કા...૨ દેખી કુમરી જીવ દયાલ, કવિ ઉપમા દેવે તત્કાલ; પંચબાણ તણી રાજધાની, જાણે સ્વર્ગ થકી સા આણી...કા...૩ અધર વિદ્રુમ હસિત સિત ફુલ, કુચફલ કઠિન કલશ બહુમૂલ; શ્લાધ્યવદન શોભે ગુણ થોકે, અંબરથી 'દ્વિજરાજ વિલોકે...કા...૪ શુકલપક્ષે, અભ્યસે સુવિષાદ, પુનિમને દિન કરતો વાદ, વાદ કરતા લઘુતા પાવે, દિન દિન ખિણપણું તિણે થાવે...કા...પ કર્ણે દોય સમુજજલ પહલકે, ઇન્દુ હરિ સમ કુંડલ ઝલકે; કંઠે બિરાજે નવસરહાર, તે જાણી જે હરિ પરિવાર...કા...૬ સારંગ અક્ષ ઇષુ સા મૂકે, પંથ વહંતા નરને રોકે; નેત્ર વિલોકી ત્રપાએ વિનકો, ચંદ્રવિમાન વિચે મૃગ પેઠો...કા...૭ નાશા મૌકિતક વાળી સુહાય, વેણિ ટિતટશું લપટાય; સુંદર પેખી કટિતટીલંક, વનમાં હિર ગયો આણી શંક...કા...૮ પાણિ ચરણ જિમ પંકજ નાલ, લાજી વસ્યા જલમાં સુકુમાલ; ચરણ થકી ચિઠુંઅંગુલ ચરણો, ઉંચો પહિરો રાતા વરણો..કા...૯ ૩૬ મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ) Page #70 -------------------------------------------------------------------------- ________________ દેખી સુંદરી રુપની રેખા, સર્વ સુપર્વ થયા અનિમેષા નેત્ર સહસ્ર કર્યા મઘવાએ, કુમરી રુપ જુએ સુલીલાએ...કા...૧૦ તાસ ગુણ થુણવા શુભ મન્નલ કરે વિધાતા ચાર વદશ સાંભળવા તસ ગુણ સંપૂર્ણ ભારતીતાત કરે અઠ કર્ણ...કા...૧૧ રાજત જંગમ મોહન-વેલી, ચાલતી ચાલ જિસી ગજગેલી, યૌવનવય સખી સન્મુખ જોતી, કેલ કરતી પુન્ય પનોતી કા...૧૨ આવી યૌવનભર મતવાલી રાય કહે મેં પુત્રી ભાલી, એ સરિખો વર નહિ જગમાંહિ, ચિંતા તેહ અએં દિલમાંહિ.કા.૧૩ સરિખા સરિખો જો વર થાવે, તો અમ હંસ ઘણું સુખ પાવે, પ્રાણ વિસંચિત પૂરણ પાપ, તો હુએ કર્મે કુજોડા લાય...કી...૧૪ નારી સુદક્ષા Žકંતે સોગ, ઉપજે કેલ કંથેરનો યોગ, એક એકને વયણે પરજાલે, તેહ તણું ઘર કહો કિમ ચા ચાલ..કા...૧૫ જિનમત નારી મિથ્યામતિ ભર્તા, કામિની દાતા કંત કૃપણતા; ભુંગલ દેઇ જમવા બેસે, તેહ તણે ઘરે કહો કુણ પેસે...કા...૧૬ રાય કહે જોતાં ભૂપીઠો, પણ એ કુમરી યોગ્ય ન દીઠો; પણ એક આપણો છે પુર-શેઠ, મેં વ્યવહારી ધનાવહ દીઠ...કા...૧૭ પુત્ર અનુપમ તેહનો જાણ, પાલે સદા જિનવરની આણ; રુપે અમર હરાવે જેહ, અમરકુમર અભિધાને તેહ ...કા...૧૮ અમરકુમારને આપણી બાળ, બિહું જણ ભણિયા એક નિશાળ; શાસ્ત્ર સંવાદ કરાવ્યા કોડ, તવ મેં સરખી પરખી જોડ ...કા... ૧૯ ચિત્ત રુચે જો તે ગુણવંત, તો કરીએ કુમરીનો કંત; તવ રાણી કહે નિસુણો રાય, તે કીજે તુમને જે સુહાય સાહિબા. મન મોહન પ્યારે, મોહના રંગીલે... એ ટેક...૨૦ તુમ ચરણામ્બુજ રેણુ સમાન, હું છું સાંભળો! બુદ્ધિનિધાન; મુજ પૂછિયો એ કવણ વિચાર, જે કરશો તે મુજ મન પ્યાર ...સા..૨૧ રાય કહે પુત્રીની માતા, તસ મન ગમતે હોય સુખ શાતા; ઇણિપરે દંપતી નિશ્ચય કીધ, જિહાં સુસંપ તિહાં હોઇ સિદ્ધ ...સા...૨૨ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૩૭ Page #71 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનો રાસ રસાલ, વીર કહે એ સાતમી ઢાળ, સાંભળી શ્રોતા થિર ચિત્ત કરજો, ઉકિત સુયુકિત ચિત્તમાં ધરજો. સા... ૨૩ ૧-કામદેવ, ૨-ઉજવલ, ૩-પ્રશંસનીય મુખ, ૪-ચન્દ્ર, પ-ઓછા ભારવાળા, ૬-ચંદ્ર તથા સૂર્ય સમાન, ૭ સૂર્યમંડળ, ૮-સિંહ, ૯-દેવ, ૧૦-ઈન્દ્ર, ૧૧-બ્રહ્મા, ૧ર-બ્રહ્મા ભાવાર્થ એક સવારે રાજા પોતાના મનની વાત રાણીને કહે છે, હે કામિની! તું મારા મનને મોહ પમાડનારી છે. હે વહાલી! તું મારી વાત સાંભળ. પતિની વાત સાંભળીને આશ્ચર્ય પામતી રતિસુંદરી પણ આતુરતાપૂર્વક પતિ સામે જોઈ રહી. રાજા કહે છે. હે દેવિ! આપણી આ બાળા બાલ્યાવસ્થા છોડીને હવે યુવાવસ્થાને પામી છે. આપણે ઇચ્છતા હતા તે અભ્યાસ કળાઓ વગેરેમાં આગળ વધે. પણ આપણા મનના ઉછરંગથી અધિકતર આ બાળાએ પ્રવીણતા મેળવી છે. ભણવા સાથે વિવેક, વિનય અને વિશાળતાને વિકસાવ્યા છે. શાસ્ત્રના અર્થને કરતી, વિનોદ કરાવતી, તેના ચાતુર્યપણા આદિ ગુણોનો પાર નથી. સમગ્ર શાસ્ત્રનો અભ્યાસ આત્મસાત્ કર્યો છે. જેમ જેમ યૌવનપણાને પામતી જાય છે તેમ તેમ તેનામાં રુપ પણ અનેકગણું વધતું જાય છે. તેના રુપ આગળ અપ્સરા પણ પાણી ભરે છે. કવિ પણ આ બાળા માટે ઉપમા આપતા કહે છે, કુંવરી કેવી છે? સાક્ષાત કામદેવની રાજધાની - સ્વર્ગમાંથી ઉતરીને પૃથ્વીતળને વિષે ન આવી હોય? તેવી શોભતી હતી. આ બાળાના હોઠ પરવાળા જેવા હતા. પ્રશંસનીય મુખ ઘણા ગુણોથી શોભતું હતું. જાણે સાક્ષાત્ બીજો ચંદ્રમા ન હોય? મુલ્યવાન કળશ જેવા તેણીના બંને કુચફળ-સ્તન શોભતા હતા. આકાશમાં ચંદ્રમાં પણ તેના મુખને જોવા માટે ભમ્યા કરે છે. સોળે કળાએ ખીલેલી સુંદરીના વાદ કરવાને શુકલપક્ષે ચંદ્રમા ભમતો ભમતો પૂર્ણિમાએ પૂર્ણ કળા સહિત ખીલે છે. તેના કરતાં વધારે ખીલવા માટે પોતાની શકિત ન હોવાને કારણે વિષાદને ધરતી પુનમ પછી દિવસે દિવસે વિદ પખવાડિયે] લઘુતાને પામતો ક્ષીણ થતો જાય છે. તેની આગળ કુંવરી વધુ ને વધુ ખીલવા લાગી છે. જયારે ચંદ્રમા ખેદ પામીને ક્ષીણ થતો જાય છે. કુંવરીના બંને કાને હળવા બે કુંડલ સાક્ષાત સૂર્ય અને ચંદ્રમાની જેમ શોભતા હતા. તે ગળામાં પહેરેલો નવસેરો હાર જાણે સૂર્ય ચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા આદિ જયોતિષ પરિવારો તેમાં આવી વસ્યા ન હોય તેમ લાગતું હતું. કુંવરીની આંખો હરણ જેવી હતી. તેને જોઇને માર્ગમાં જતાં આવતાં મનુષ્યો થંભી જતા હતા. વળી તેણીના નેત્રો જોઇને મૃગલો ભાગી જઈને ચંદ્રના વિમાનમાં જઇને સંતાઈ ગયો. નાક-નાસિકાએ મોતીની સળી પહેરી છે. માથાના કેશકલાપ કમર સુધી લટકી રહ્યા છે. સુરસુંદરીની કટિમેખલા અતિશય સુંદર હતી. જેને જોઇને વનનો રાજા સિંહ શંકા લાવીને જંગલમાં ચાલ્યો ગયો. વળી તેના ચરણ, કમળની નાળ સરિખા હતા. તે જોઇને કમળની નાલે પાણીમાં વસવાટ કર્યો. ચરણ થકી ચાર આંગળ ઊંચો ચોયણી ચિણિયો-ઘાઘરો] લાલ વર્ણનો પહેર્યો હતો. આવા પ્રકારની શોભતી કુંવરીના રુપની રેખા જોતાં દેવલોકના દેવોની આંખો સ્થગિત થઈ ગઈ. તેથી તેઓ અનિમેષ નેત્રવાળા બન્યા. ઇન્દ્ર મહારાજે આ સુંદરીને જોવાને હજાર નેત્ર કર્યા. બ્રહ્માએ પણ આ રુપવાન મારીકુંવરીના શુભ ગુણોની સ્તવના કરવા ચાર મુખ કર્યા અને તેના ગુણને સાંભળવા આઠ કાન કર્યા. સાક્ષાત જંગમ મોહન વેલડી શોભતી હતી. ચાલતી હતી તો જાણે ગજપતિ ચાલે, રાજહંસ જેવી ગતિ હતી. તેણીની યૌવન વયરુપ સખી તેના સન્મુખ જોયા જ કરતી હતી અને યૌવનપણા પામેલી પુણ્યપનોતી પુત્રી કંઈ અવનવી રમતો રમતી હતી. આવી મદભર યૌવનપણાને પામેલી આપણી રાજકુમારીને હે દેવિ! આવી પુત્રીને જોયા પછી મને એના વરની ચિંતા ઘણી થાય છે. આ જગમાં (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૩૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ મારી કુંવરીને યોગ્ય સમજુ ચતુર સુજાણ એવો રાજકુમાર જોવામાં કયાંયે આવતો નથી. તેથી મને ઘણી જ ચિંતા થાય છે. સરખે સરખાની જોડી મળી જાય તો મારો હંસલો-મારો જીવ મહાન સુખને પામે. હે ભદ્રે! જો પૂર્વના સંચિત પાપો ઉદયમાં આવે તો કજોડા થાય છે અને પછી આખો યે જન્મારો ઝુરી ઝુરીને જાય છે. સ્ત્રી સમજુ ડાહી, ગંભીર અને પંડિતા હોય અને જો તેનો ભરથાર મુર્ખ ગાંડો ઉતાવળો અને અભણ હોય તો શું થાય? આવા ભરથાર સાથે જીવન જોડાતા સ્ત્રીની શી દશા! જિંદગી ભર શોક કરવો રહ્યો. જેમ કેળની સાથે કંથેરનું ઝાડ હોય તો કેળની કેવી દશા! કેળને કેટલું દુઃખ સહન કરવું પડે! તેવી જ રીતે મુર્ખ ભરથારના એક એક વચન સ્ત્રીને બાળે છે. સારાસારનો વિવેક જ ન હોય પછી શું થાય? સંસાર કેવો ચાલે?એમાં તે વળી જો જિનમતને હૈયામાં ધારણ કર્યા છે તેવી સ્ત્રીને ... અન્ય ધર્મી મિથ્યામતિ ભરથાર મળે તો શું થાય? જો વળી સ્ત્રી દાતાર હોય અને કંથ કૃપણતાનો અવતાર હોય તો પણ શું થાય? વળી બારણું બંધ કરીને જમવા બેસનારના ઘરે કોણ આવે? કોઇ આવે નહિ. હે કામિની! પૃથ્વીતળને વિષે જોતાં મને આપણી કુંવરીને યોગ્ય કોઇ કુંવર નજરે દેખાતો નથી. પણ આપણા નગરમાં એક વ્યવહારી શેઠ ધનાવહ દીઠા છે જેનું મન હંમેશા જિનમતને વિશે ૨મે છે. પરિવાર સઘળો યે જિનધર્મને વિશે રાચનારો છે. આ શેઠનો ગુણિયલ વિવેકી જિનધર્મને માનનારો સ્વરુપવાન એકનો એક લાકવાયો પુત્ર છે. તેનું નામ અમરકુમાર છે. આપણી કુંવરીને જયારથી પંડિત પાસે ભણવા મૂકી છે ત્યારથી આ શ્રેષ્ઠીપુત્ર એ જ પંડિત પાસે વિદ્યાભ્યાસ કરતો હતો. બંનેનો અભ્યાસ સાથે જ ચાલતો હતો. ચતુર અને સુજાણ ભણવામાં સુરસુંદરીની બરોબરી કરનારો છે. પંડિતનું મન પણ આ શ્રેષ્ઠીપુત્ર હરી લીધું છે. બંનેના અભ્યાસપૂર્ણ થયે રાજસભામાં શાસ્ત્ર સંવાદ કરવા વિદ્યાનું પારખું જોવા મેં બંનેને બોલાવ્યા. ત્યારે મેં ત્યાં જ બંનેની સરખે સરખી જોડ પારખી હતી. બંને હરિફ વિદ્યાર્થી કોઇ કોઇથી ઉતરે તેમ નહોતા. મારી નજરે આ બંનેની જોડી સરખી છે. જો તારું મન માનતું હોય તો ગુણવંત કુમારનું માંગુ શ્રેષ્ઠી પાસે મુકું. આપણી કુંવરી માટે મને આ કુમાર જ શ્રેષ્ઠ અને યોગ્ય લાગે છે. રાજાની વાત સાંભળી રતિસુંદરી કહેવા લાગી-હે સ્વામીનાથ! આપને ઠીક લાગે તેમ કરો. સુખ ઉપજે તેમ કરો. હે સાહિબ! હું તો આપના ચરણ કમળની રજ છું. મારી બુદ્ધિ પગની પાનીયે આપતો બુદ્ધિનિધાન છો. આપ જે કરશો તે સૌ કુંવરીના હિતને માટે જ કરશો. એમાં સ્વામી મારો વિચાર પણ તમારી ઇચ્છામાં ભળી જાય છે. રાણીની સંમતિ સાંભળી રાજા કહેવા લાગ્યો. હે મોહિની! પુત્રીની માતા તમે છો તમારા મનને ગમતું કરવામાં સહુને સુખસાતાકુશળતા જ રહે. આ પ્રમાણે દંપતી વાટાઘાટો કરીને છૂટા પાડ્યા. સુંદરીના રાસની ઢાળ સાતમી પૂર્ણ કરી, હે શ્રોતા! તમે સૌ ચિત્તને વિષે ધારણ કરજો. * પ્રથમ ખંડે સાતમી ઢાળ સમાપ્ત મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ⭑ ⭑ ૩૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ કુંવરીનું પાણિગ્રહણ (દોહરા) ૪૦ અવનિપતિ ઇમ ચિંતવી, રતિસુંદરી સહ જી; પછે અનુચર મોકલ્યો, શેઠ-ઘરે સ પહુા. ૧ શેઠ ધનાવહ આવીયા, અનુચર સાથે તામ; રાય આદર બહુ દીયો, બેઠા કરીય પ્રણામ. ૨ રાય કહે સુણ શ્રીપતિ, તુમ દીઠે સુખ સાત; ચિત્તરુચે જો તુમ તણે, તો કીજે એક વાત, ૩ અમ પુત્રી સુરસુંદરી, તુમ સુત અમરકુમાર; પાણિગ્રહણ કરાવીએ, યુગતું છે નિરધાર. ૪ વળતું શેઠ વચન કહે, પ્રભુ તુમ વચન પ્રમાણ; મનગમતું વૈદે કહ્યું, નિસુણો જીવન પ્રાણ. મુજને તુમે જે આદિશ્યું, તે કરવું નિરધાર; ઇણિ વાતે હું હરખિયો, મ કરો વાર લગાર. ૬ રાય શેઠ ઇમ બિહું જણે, ઇણિપ૨ે કીધ વિચાર; જ્યોતિષી પંડિત તેડીને, લીધું લગન ઉદાર. ૭ ૫ ભાવાર્થ : ચંપાનગરીના અવિનતિ રાજા રિપુમર્દન, પોતાની પટ્ટરાણી સાથે કુંવરીની વાતનો વિચાર કરીને, નિર્ણય કરીને તરત અનુચરને બોલાવી અને કહ્યું- હે અનુચર! તમે આપણા નગરમાં રહેલા ધનાવહ શ્રેષ્ઠીને ત્યાં જઇને મારો સંદેશો પહોંચાડો. જઇને કહેજો કે કે શેઠ! આપને રાજા યાદ કરે છે. માટે આપ રાજ મહેલે પધારો. રાજાની આજ્ઞા સ્વીકારીને અનુચર તરતજ ત્યાંથી નગરમાં રહેતા ધનાવહ શ્રેષ્ઠીને ત્યાં પહોંચી રાજાની આજ્ઞાને કહી સંભળાવી. રાજાની આજ્ઞાને ઝીલતા ધનાવહ શ્રેષ્ઠીએ અનુચરનો આદર સત્કારને બહુમાન કર્યું. તરત શેઠ રાજમહેલે જવા માટે તૈયાર થઇને નીકળ્યા. રાજમહેલમાં રહેલા રાજા, શ્રેષ્ઠીની રાહ જોઇને બેઠા છે. ત્યાં તો અનુચર શ્રેષ્ઠીને લઇને આવી ગયો. શેઠને જોતા રાજા સામે ગયા અને હાથ જોડ્યા. શ્રેષ્ઠીએ પણ પ્રત્યુત્તર રુપે હાથ જોડી એકબીજાનાં પ્રણામ ઝીલ્યા. રાજાએ શ્રેષ્ઠીનો ઘણો આદર સત્કાર કર્યો. ત્યારબાદ ઉચિત આસન પર શ્રેષ્ઠીને બેસાડ્યા. પોતે પણ સિંહાસન પર બેઠો. શ્રેષ્ઠી બોલ્યા - હે મહારાજ! આ સેવકને કેમ સંભાર્યો? પછી રાજા કહે - હે શ્રીપતિ! તમોને જોતાં અમને ઘણો જ આનંદ થયો છે. સુખ પણ થયું છે: એક બીજાના કુશળતાના સમાચાર પૂછ્યા બાદ રાજને વાત કહી. હે શ્રેષ્ઠી! મારી વાત સાંભળો. . તમારા હૈયામાં ઉતરે તો મારી વાતને માન આપજો. વાતનો સ્વીકાર કરજો. દીકરીનો બાપ રાજા હોય કે મહારાજા હોય પણ દીકરાના બાપની આગળ નાનો જ કહેવાય. પોતાની કુંવરીનું માગું મુકવું છે તેથી વિનમ્ર ભાવે વિનંતી કરે છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #74 -------------------------------------------------------------------------- ________________ હે શેઠ! અમારી કુંવરી એકની એક ભણી ગણી તૈયાર થઈ છે. રાજસભામાં પરીક્ષા પણ લેવાઇ. તેમાં ઉત્તીર્ણતા પામી છે. વળી યૌવનના આંગણે આવીને ઊભી છે. માત-પિતાને તેના વરની ચિંતા સહજ રીતે હોય. અમારી સૌની નજર તમારા દીકરા અમરકુમાર ઉપર ઠરી છે. મારી કુંવરીને યોગ્ય તમારો કુમાર દેખાય છે. તો તે બંનેનું પાણિગ્રહણ કરાવીએ તો? મને આ જોડલાની યોગ્યતા લાગે છે. વળતું શ્રેષ્ઠી કહેવા લાગ્યા - હે મહારાજ! આપનું વચન મને પ્રમાણ છે. મને મનગમતુ પ્રભુ આપે કહ્યું. દર્દીને ગમતું જો વૈદ્ય કરે તો દર્દી કેટલો રાજી થાય? તેવી રીતે હે રાજન! આપે કહ્યું તે બરાબર છે. મને જે આદેશ આપ્યો છે તે નિશ્ચયથી મેં ઝીલી લીધો છે. આપની આ વાત સાંભળીને મને ઘણો જ આનંદ છે. આમ રાજા અને શ્રેષ્ઠી બંને જણાએ વિચાર કરી પંડિત જ્યોતિષી ને બોલાવી લ ઢાળ-આઠમી (હવે શ્રીપાલકુમાર વિધિપૂર્વક મજ્જન કરેજી - એ દેશી) હવે ભૂપાલને શેઠ, કંકોતરી સઘળે ઠવેજી; આવે સ્વજન વરગ, જાણી મોટો મહોત્સવેજી. ૧ આવે નૃપાંગજ અન્ય, લેઇ પરિઘલ સઘલોજી, ઇણિપરે જાણે તેહ, જીવ્યાથી જો યો ભલોજી. ૨ તિણે કારણે મૃતશાલ, વાદ કરે સહ ગિરિવરેજી; વિવાહ તણી સામગ્રી, નિજ નિજ સૌથે તે કરે છે. ૩ કુમકુમ કેરા હસ્થ, દેવે મંગલ કારણે જી; નીલ રણમય પાન, બાંધ્યા તોરણ બારણે જી. ૪ પાપડ બહુલ વણાય, વડી વડારણ દે વડીજી; કેળવતાં પકવાન, ધવલ મંગલ દીએ ગોરડી જી. ૫ દરજી બેઠા બાર, સોની પણ ઘાટ જ ઘડે જી; બેઠા બિહું ઘર બાર, જડિયા મણિ માણેક જડેજી. ૬ મોટા મંચક શ્રેણિ, બાંધ્યા મોટા માંડવાજી; પંચ વરણ મનોહાર, ચંદ્રઆ સોહે નવાજી. ૭ યાચક જન બહુ દાન, કારાગાર છોડાવતાજી; દુઃખિયાના દુઃખ છે હ, જીવ અમાર પળાવતાજી. ૮ નિપાઈ મનોહર, જાણે અવર ચંપાપુરીજી; સ્વર્ગ-થકી સુરનારી ઉત્સવ જોવા ઉતરી જી. ૯ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #75 -------------------------------------------------------------------------- ________________ થઇ થે ઈંકાર કરંત, ઇણિપરે પાટા નચાવતાજી; સ્વજન વરગ સવિ સાથ, ભોજન ભક્તિ કરાવતાજી. ૧૦ સોવન-મણિમય કુંભ, ચૉરી ચિંહુ પખે ચીતરીજી; મહકે સબલ સુગંધ, માલ કુસુમ અતિ ફુટ રજી. ૧૧ નિરદુષણ સુખકાર, લગન દિવસ જબ આવિયોજી; વર વહુ બિહું કરે સ્નાન, સવિ શૃંગાર પહિરાવિઓજી. ૧૨ કુંવર શ્રીફળ હાથ, વરઘોડે સવિ સંચર્યાજી. યોધ જુવાન જગીસ, સહસગમે સવિ પરિવર્યાજી. ૧૩ ગુહિર ફૂરે નિશાન, વાજે વાજિંત્ર સુરતણાજી; રાગ તણાં જે જાણ, રાગ રંગ કરતાં ઘણાજી. ૧૪ ચાલે અશ્વ નચંત, સોહે પંકિત ગજતણીજી; રથ બેઠી મેં બદ્ધ, ગીત ગાન કરે જાનણીજી. ૧૫ મલિયા લોકના થોક, પેખે મહોત્સવ નવનવે જી; ઈમ મોટે મંડાણ, કુંવર આવ્યા માંડવે જી. ૧૬ પોંખી આણે સાસુ, ચૉરીમાં ઉલટ ઘણે જી; કર મેળાવો કીધ, વેદ પાઠ બ્રાહ્મણ ભણે છે. ૧૭ કરી અગ્નિની સાખ, મંગળ ચારે વરતીયાજી; ફેરા ફિરતાં શેઠ, દાન નરેશે બહુ દિયાજી. ૧૮ કે લવિયો કંસાર, સરસ સુગંધો મહ-મહે જી; કવલ હવે મુખમાંહિ, અન્યો-અન્ય ગહ-ગહજી. ૧૯ ઇણિપરે પરણ્યા દોય, અમરકુમાર સુરસુંદરીજી; પહિરામણી કરે રાય, ઘર પહુરા હરખે કરીજી. ૨૦ સુખમાંહિ દિનરાત, યૌવનવય સવિ યોગવે જી; નરનારી શુભ જોડ, પંચ વિષય સુખ ભોગવે છે. ૨૧ સુરસુંદરીનો રાસ, ઢાલ કહી તસ આઠમીજી; વીર કહે ભવી જાણ, પરમેષ્ઠી - ધ્યાને રમીજી. ૨૨ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #76 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : A રાજા અને શેઠ બંનેના પરિવારમાં આ વાતની જાણ થઇ. પ્રજાજનોએ પણ આ વત જાણી, સૌ આનંદિત થયા. બરાબર જોડી જામી છે. બંને પાત્ર બરાબર છે. રાજ્યના જોષીએ શુભમુહૂર્ત પણ દીધું. ને હવે બંને પક્ષે લગ્નની તૈયારીઓ થવા લાગી. હવે રાજા અને શેઠ બંને જણા કુંવરી-કુમારના લગ્નની કંકોત્રીઓ સઘળી જગ્યાએ મોકલી આપે છે. કંકોત્રી મળતાં સ્વજન વર્ગ-જ્ઞાતિજનો-સંબંધીઓ સગાઓ તેમજ મિત્રમંડળ આદિ સૌ આ મહોત્સવમાં આવવા લાગ્યા. રાજાની કુંવરીના લગ્ન હતા. આમંત્રણ-નિમંત્રણ મળતાં સાજન માજન આવતાં નગરીમાં માનવોની મહેરામણ ભરચક થઇ. મિત્રરાજાની કુંવરીઓ પણ ભેટણાં લઇને ત્યાં આવી છે. જુદી જુદી નગરીઓમાં મોકલેલ આમંત્રણોએ ઘણા રાજકુમારો પણ વિવાહમાં આવ્યા છે. રિપુમર્દન રાજાએ-પ્રધાનને બોલાવીને આવનાર મહેમાનોને ઉતરવાની રહેવાની આદિ ઉત્તમ પ્રકારની સગવડો કરી રાખી છે. આવનાર સૌ માનતા કે આવી શ્રેષ્ઠ કુંવરીના લગ્ન જોવા એતો જીવ્યા કરતાં જોયું ભલું! એના જેવી વાત હતી. લગ્નની તૈયારી-બંને પક્ષે થઇ રહી છે. રાજમહેલે અને શ્રેષ્ઠીની હવેલીએ. અમરકુમારે પણ નિશાળે સાથે ભણતા સહુ મિત્રવિદ્યાર્થીઓને પણ લગ્નમાં બોલાવ્યા છે. શુભ અવસરે પ્રથમ મંગલમાં માંગલિક કાર્ય અર્થે કુંમકુંમના હાથ દેવરાવે છે. આસોપાલવના રત્નમય નીલ વર્ણના પાનનાં તોરણો બારણે બંધાય છે. નગરની સૌભાગ્યવંતી સ્ત્રીઓ ધવલ માંગલિક એવા લગ્નના ગીતો ગાય છે. વડારણ સ્ત્રીઓ રાજમહેલમાં અને શ્રેષ્ઠીની હવેલીએ જઇને શુભદિવસે વડી અને પાપડ વણે છે. પકવાન પણ જુદા જુદા પ્રકારના તૈયાર થઇ રહ્યા છે. બંને જગ્યાએ મહોત્સવના ગીતો ગવાય છે. બંને પક્ષે દરજીને બારણે બેસાડ્યા છે. અવનવા વાઘા સીવે છે. સોની પણ સોનાના રૂપાના, હીરા માણેકના જુદા જુદા અલંકારોના ઘાટ ઘડે છે. ઘડેલા દાગીનાઓમાં મોતી માણેક જડવાવાળા દાગીનામાં મોતી માણેકને જડે છે. સારાયે નગરમાં આનંદ આનંદ વર્તાઇ રહ્યો છે. રાજાને દરબારે રાજદુલારીના લગ્નમાં મોટો માંડવો નંખાયો છે. તે લગ્નમાં આવેલા મહેમાનોને બેસવા માટે મંડપમાં મોટા મોટા માંચડાની લાઇનો નાખી છે. તેની ઉપર બેસી સૌ કોઇ લગ્નનો લ્હાવો લઇ શકે, જોઇ શકે. લગ્નમંડપમાં પાંચેય વર્ણના ચંદ૨વા બાંધ્યા છે. લગ્નની ખુશાલીએ યાચકોને ઘણું દાન આપવા લાગ્યા છે. બંદીખાને બંધાએલા બંદીઓને છોડી દેવામાં આવ્યા છે. દુઃખીયારાના દુઃખને દૂર કરવા માટે રાજ તરફથી બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સારાયે નગરમાં અમારી પડહ – હિંસા ન કરવી વજડાવે છે. વળી આ નગરી એવી શણગારી હતી કે જે નગરીને જોવા માટે સ્વર્ગમાંથી દેવીઓ, અપ્સરાઓ ઉતરી આવી હતી. ચોરે ચૌટે માનવસમુદાય થોકે થોકે ભેગા થઇને અવનવી વાતો સાંભળે છે. રાજતરફથી નાટક મંડળીઓના પાત્રો થૈ થૈ કરીને નાચી રહ્યા છે. વળી રાજના રસોડે સ્વજન વર્ગ-જ્ઞાતિજનો સાથે મળીને ભોજન કરેછે. આમ તૈયારી ચાલી રહી છે. ને એમ કરતાં લગ્નદિન નજીક આવી ગયો. લગ્નની ચૉરી કેવી ચીતરી છે? સુવર્ણમય જેના થાંભલા છે જેની ઉપર મણિ માણેક જડ્યા છે, થાંભલા ઉપર મણીમય કુંભ મુક્યા છે. ચૉરી ઉપર ફૂલોની સજાવટ એવી કરી છે કે આખોયે મંડપ સુગંધી પુષ્પોથી મહેંકી રહ્યો છે. સંસારના સુખને આપનાર લગ્નદિન લગ્નઘડી પણ નજીક આવી ગઇ છે. પોતપોતાના સ્થાને રહેલા વરરાજા અને કન્યા પીઠીએ ચડે છે. કુળ-ગોત્રની પિતરાણીઓ પીઠી લગાવે છે. સુગંધી જલવડે સ્નાન કરે છે. ત્યારબાદ લગ્નને યોગ્ય એવા વાઘાનું પરિધાન કરે છે, શ્રૃંગારને સજે છે. લગ્ન કરવા જવાને માટે તૈયાર થયેલ વરરાજા અમરકુમારને સૌભાગ્યવંતી સ્ત્રીના શુકુન થતાં, હાથમાં શ્રીફળ લઇને વરઘોડે ચડ્યા છે. જુવાનિયા-વૃદ્ધ વડીલો-નાના, મોટા સાજન-માજન સાથે મોટે મને વરઘોડો ચૌટામાં આવ્યો. વાજિંત્રો ઘણા વાગી રહ્યા છે. જુદા જુદા આલાપે શરણાઇઓ પણ વાગી રહી છે. અશ્વો નાચી રહ્યા છે. તેની પાછળ હાથીઓ શ્રેણીબદ્ધ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૪૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ ચાલી રહ્યા છે. તેની પાછળ નગરનારીઓ રથમાં બેઠી માંગલિક ગીતો ગાઇ રહી છે. સાજન માજન સાથે ધનાવહ શેઠ, ધનવતી શેઠાણી વરઘોડામાં મહાલી રહ્યા છે. વરઘોડો નગરની શેરી-શેરીએ ફરતો રાજમાર્ગ આવ્યો. આમ મોટા મંડાણે વરરાજા રાજમાંડવે આવ્યા. રાણી, સાસુજી-રતિસુંદરી જમાઇરાજને પોંખવા માટે આવ્યા. ત્યારે બીજી તરફ વરઘોડે ચડેલા અમરકમર નીચે ઉતર્યા અને તોરણે આવ્યા. તોરણને છળીને સાસુએ પોંખેલા જમાઈરાજ લગ્નની ચોરીમાં આવ્યા. જાનૈયાઓ મંડપમાં આવ્યા છે. રાજારાણી પ્રધાન આદિ રાજપરિવાર આંગણે આવેલા વેવાઇ-વેવાણને તથા જાનમાં આવેલા સાજનને સત્કાર કરવામાં પાછી પાની કરતા નથી. લગ્ન ઘડી આવતાં રાજમહેલેથી સોળે શણગાર સજેલી રાજકન્યાને પણ ચૉરીમાં પધરાવે છે. રાજ ગોર મહારાજા વેદપાઠોને ભણે છે. મોટા મનથી રાજ-રાણી પોતાની એકની એક લાડકવાયી કુંવરીનું કન્યાદાન કરે છે. ત્યાં હસ્તમેળાપના અવસરે હસ્તમેળાપ કરાવે છે. ત્યારબાદ અગ્નિની સાક્ષીએ. બ્રાહ્મણ, માતા-પિતા અને આવેલ સાજન માજનની સાક્ષીએ, ચાર ફેરા રુપ ચાર મંગળ વર્તાય છે. ચાર મંગળ વેળાયે રાજા જદાં જુદાં દાન કરે છે. વળી કંસાર જમવાની વેળાએ પ્રીતેથી વર કન્યાને અને કન્યા વરને કંસાર જમાડી રહી છે. સાસુજી સ્નેહથી કંસારમાં ઘી અને સાકર ભેળવીને પીરસી રહ્યા છે. આડબંરપૂર્વક મોટા મહોત્સવે શ્રેષ્ઠિપુત્રના ધામધૂમથી લગ્ન થયા. રાજાએ કન્યાદાનમાં મૂલ્યવાન વસ્તુઓ આપી. વેવાઈ વેવાણ આદિ પરિવારોને પણ ઘણી મોટી મોટી પહેરામણી આપી. મંગલના ચાર ફેરા ફરતા વળી વિવિધ પ્રકારના દાન આપ્યા છે. ભારે હૈયે માત-પિતા દીકરીને શિખામણ આપીને જમાઇને પણ ઘણી ભલામણ સાથે દીકરીને સાસરે વળાવી. શ્રેષ્ઠિપુત્ર પહેરામણી સહિત કન્યાને લઈને પોતાની હવેલીએ આવ્યા. લગ્ન મહોત્સવ નિમિત્તે શ્રેષ્ઠિ ધનાવહે આડંબર પૂર્વક જિનમંદિરે અઠ્ઠા મહોત્સવ મંડાવે છે. સંસારમાં પગરણ માંડવા તૈયાર થયેલા પતિ-પત્ની પરમાત્માને ક્યારેય ભૂલતા નથી. ઘરે આવતા પહેલાં વરઘોડિયા પ્રથમ જિનમંદિરે દર્શન કરીને પછી ઘરે આવ્યા. હવે પરમાત્માની ભક્તિ સહિત ત્રિકાળપૂજા આવશ્યક ક્રિયા કરતા, પિતાજીની પેઢી સંભાળતા, અમરકુમારનો સંસાર સુખમાં ચાલ્યો જાય છે. પાંચેય વિષયોમાં સંપૂર્ણ પણે સુખમાં મહાલતા પતિ-પત્નીના કેટલાયે દિવસ રાત ગયા એ સમયની પણ ખબર ન પડી. આનંદમાં મગ્ન રહેલા અમરકુમાર માતાપિતાના વિવેકને ભૂલતા નથી. સુરસુંદરી પણ મર્યાદાપૂર્વક વિનયથી સાસુસસરાને માતા-પિતાથી અધિક માનતી, સેવા કરી રહી છે. તાણે વાણે વણાએલા વિવેક-વિનયથી સાસુ-સસરાના દિલને જીતી લીધા છે. રાસની આઠમી ઢાળ સમાપ્ત કરતાં પૂ. વીર વિજયજી મ. સા. કહે છે કે પંચપરમેષ્ઠી પ નવકાર મંત્રની આરાધનાથી સંસારી જીવો સુખોને મેળવે છે. પરંપરાએ મોક્ષ સુખને પણ મેળવે છે. પ્રથમ ખડે આઠમી ઢાળ સમાપ્ત (ચોપાઈની દેશી) ખંડ ખંડ જિમ ઇસુ ખંડ, સુરસુંદરીનું ચરિત્ર અખંડ; શ્રી શુભવિજય ગુરુથી લહ્યો, ખંડ પ્રથમ વીરવિજયે કહ્યો. ૧ જેમ શેરડીના સાંઠામાં કટકે કટકે વિશેષ મીઠાશ હોય છે, તેમ આ રાસમાં પણ ઘણી મીઠાશ છે. આ સુરસુંદરીનું ચરિત્ર અખંડ છે. આ રાસનો પહેલો ખંડ ગુરુદેવ શ્રી શુભવિજયજી મહારાજના મુખથી જે પ્રમાણે સાંભળ્યો, એજ પ્રમાણે વીરવિજયજી મહારાજે કહ્યો. પ્રથમખંડ સમાપ્ત ૪૪ (મહાસતી શ્રી સુરસુંદરીનો રસ) Page #78 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય ખંડ (દોહરા) સરસ વચન રસ વરસતી, સરસતી માતા જેહ; દાયક વયણ વિલાસની, હું પ્રણમ્ ઘરી નેહ. ૧ પ્રથમ ખંડ અખંડ રસ, પૂરણ હુઓ સુપ્રમાણ; બીજો ખંડ કહુ હવે, સુણજ્યો શ્રોતા જાણ. ૨ જાણજ શ્રોતા આગળે, કલા સમસ્ત પ્રમાણ; મૂરખ શ્રોતા આગળે, કવિ-વચ નિષ્ફળ જાણ. ૩ નિદ્રા રીસ કરે બહુ, ગોઠ કરે અધ-દૃષ્ટ; નિજ અંગજ ખેલાવતો, અધ બિચિ જાય ઉત્તિષ્ક. ૪ જાનુ વચ્ચે મસ્તક ઠવી, બેસે જાણે મૂક; તે આગે કવિની કલા, વાંસનલીમે ફૂંક. પ શ્રોતાગુણ હૃદયે ધરો, વિનયવંત શુભ રીત; નેહ ધરી સનમુખ જુએ, પ્રસન્ન સદા જસ ચિત્ત. ૬ સુગુણ સુવિધિ સુજાણ નર, પંડિત ગુણ પરખંત; મસ્તક ધૂણે ચમકતો, યુક્તિ-ગ્રહી હરખંત, ૭ ચિત્ત ચતુરાઇ આગળા, વિકસિત નયન વદન્ન; તવ કવિયણ દાખે કલા, પામી શ્રોતા જન્મ. ८ તે માટે ચિત્ત સજ કરી, શ્રોતા દેઈ કાન; સાતે વિકથા પરિહરી, સુણજો થઇ એક તાન. ૯ એક દિવસ હવે શેઠને, આવી વધામણી સાર; વાહણ આવ્યાં સાંભળ્યાં, તવ તિહાં હર્ષ અપાર. ૧૦ મંદિર સવિ વસ્તુ ભરી, લેખું કરે સુત નિત; અમરકુમરને તવ વસ્યો, વ્યાપારનો રસ ચિત્ત. ૧૧ ૧-વાંસની નળી, ૨-કવિની કળાથી અને કથાની રસિકતાથી ચમત્કાર પામી માથું ધૂણાવે. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ગ (૬) Page #79 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ - હવે ગ્રંથકર્તા બીજોખંડ ચાલુ કરતાં પહેલાં સરસ્વતી માતાની ઉપાસના કરે છે. હે સરસ્વતી મૈયા! આપની અસીમ કૃપા મારી ઉપર વરસી છે. વળી આવી રહેમનજર મારી ઉપર રાખજો. હે માતા! મારી જીભે આવીને વસો. અને રસવાળા એવા વચનોને હમેશાં વરસાવજો. વચનના વિલાસનું દાન કરજો. મારી મંદબુદ્ધિ છે. તમારી સહાયતાથી જે કંઈ મારી લખવાની ભાવના છે તે પૂર્ણતાને પામે. હું આપને ભાવપૂર્વક પ્રણામ કરું છું. મારા પ્રણામને સ્વીકારજો. દેવગુરુ કૃપાથી અને આપની સહાયતાથી મારો પ્રથમખંડ મધુરરસથી પૂર્ણતાને પામ્યો, જે સુપ્રમાણ છે. હવે આગળ આ મહાસતિની રસિક કથાને કહેવા માટે બીજા ખંડનો પ્રારંભ કરું છું. હે શ્રોતાજનો. તમે સાંભળજો, કારણકે શાસ્ત્રને જાણનારા શ્રોતાઓ હોય તો વક્તાની કળા પ્રમાણભૂત છે. નહિ તો... મૂરખ શ્રોતા હોય તો તેની આગળ વક્તાની કળા નિષ્ફળ જાય છે. મૂરખ શ્રોતા આઠ પ્રકારે કહ્યા છે. ઊંધે, રીસ કરે, વાતો કરે, ઝોકાં ખાય, શરીરના ચેનચાળા કર્યા કરે, અડધેથી ઊભા થઈ ચાલી જાય, બે પગની વચ્ચે માથું નાખી રાખે, ને મુંગાની જેમ બેસી રહે. આવા શ્રોતાની આગળ વક્તાની કળા વાંસની નળી એટલે ભૂંગળીમાં કુંક મારવાથી જેમ હવા બીજી બાજુ નીકળી જાય, તેમ ધર્મકથા જે કહી હોય તે રહેતી અથવા એક કાને સાંભળી બીજા કાને નીકળી જાય છે. એ ધર્મકથાની કંઇજ અસર થતી નથી, માટે શ્રોતાઓ! તમે સૌ વિનીત અને વિવેકી છો, સારી રીતે સાંભળો. હું જે કહું તે ચિત્ત દઈને સાંભળો. તમે સૌ સ્નેહ ધરીને મારી સન્મુખ જુઓ, પ્રસન્ન ચિત્તવાળા, ગુણની ગવેષણા કરનારા, સારી રીતે વિધિને જાણનારા છો. સમજુ મનુષ્યો : ગુણોનું પારખુ કરનારા હોય છે. કવિની કળાથી રસિકતાથી ભરપૂર એવા ચમત્કારોને જોતાં સાંભળવામાં મસ્ત બની જાય જે કારણે તેનું મસ્તક ધુણવા લાગે. અર્થાત્ ડોલી ઉઠે છે. યુક્તિ પ્રયુક્તિપૂર્વક વક્તાના વર્ણવેલા ગુણોને ગ્રહણ કરે છે. ચતુરાઈપૂર્વક નયનો વિસ્ફારિત થતા હોય છે ત્યારે વક્તાને કથા કહેવામાં વધારે રસ પડે છે. આવા શ્રોતાગણ પામીને કવિ પોતાની કળા વિશેષ પ્રકારે દાખવે છે. તેથી તમે સૌ ચિત્તની એકાગ્રતાપૂર્વક કાન દઈને સાંભળો. વળી સાતે પ્રકારની વિકથાને છોડી દઇને એક તાન થઈને સાંભળજો. સાતે પ્રકારની વિકથા - સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા, રાજ કથા, મદકારાણિક કથા. દર્શનભેદિની કથા અને ચારિત્ર ભેદિની કથા આ સાતે કથાઓ વિકથા કહેવાય જે ત્યાગ કરવા લાયક છે. ધર્મશ્રવણ વેળાએ અવશ્ય ત્યાગ કરવી જોઇએ. પિતાની સાથે દરરોજ અમરકુમાર પેઢી ઉપર બેસે છે. પેઢી પર આવતા અવનવા વેપારીઓ અવનવી ચીજ-વસ્તુને પણ જુએ છે. વેપારીઓની સાથે ઓળખાણ પણ શ્રેષ્ઠી ધનાવહ કરાવે છે. સમજુ અને ગુણીયલ કુમાર સામા ચિત્તને હરણ કરનારો બને છે. એકદા શેઠની પેઢીએ વધામણી આવી. દરિયા કાંઠે પરદેશથી વહાણ આવ્યા છે. સાંભળી શેઠ અને પેઢીના માણસો સૌ હર્ષિત થયા. શેઠે વેપારી સાથે સોદો કરી વહાણમાં આવેલી વસ્તુને વખારે ભરાવી દીધી. પુત્રની સાથે વસ્તુનું લેખુંલખાણ કરાવ્યું. દરરોજ બજારમાં આવેલ માલનું વેચાણ ચાલુ થયું. તેનો હિસાબ અમરકુમારે સંભાળ્યો છે. આ રીતે વેપારમાં ભળતાં કુમારને હવે દિવસે દિવસે વ્યાપાર કરવાનો રસ જાગવા લાગ્યો. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૪૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ ઢાળ - પહેલી (ક્રીડા કરી ઘરે આવીયો.. એ દેશી) વ્યાપારનો રસ ચિત્ત વસ્યો, અમરકુમાર ગુણવંત રે; વિનયે જનકની આગળ, ઈમ ભાસે વિરતંત રે, વ્યાપારનો રસ ચિત્ત વસ્યો. ૧ કુમાર કહે સુણો તાતજી, ચાલીશ હું પરદેશો રે; લખમી ઉપાર્જન કારણે, જોશું દેશ વિદેશો રે. વ્યા. ૨ મુજ મન ઉલટ ઉપનો, મંડુક કૂપનો જેહ રે; જાણે શું જલધિ તણી, વાત તે સકલ અછત રે. વ્યા. ૩ તેણિ પરે હું નવિ થઈ રહું, વલિ જનપદ ઇમ ભાસે રે; મધ્યમ બાપ ગુણે સુણ્યા, ઉત્તમ આપ પ્રકાશે રે. વ્યા. ૪ બાલપણે મન વિસ્તરે, તેહનું કાજ સરે શે રે; લખમી મેલે તુમ છતે, તિણે જાઇશ પરદેશ રે. વ્યા. ૫ સુણી અપૂરવ વત્સતણાં, વયણ ઘણું દુઃખ થાત રે; જલબૃત નેત્રે જનક કહે, રુડી કહી તમો વાત રે. વ્યા. ૬ સાંભળો નંદન આપણે, લચ્છીનો નહિ પારો રે; તે વિલસો વસતિ વસી, જેહુ ભર્યા ભંડારો રે. વ્યા. ૭ પર દેશે કિમ મોકલું, પ્રાણ થકી તું વાહલો રે; ઘડીય ન ધીરુ એકલો, પુણ્યને પંથે ચાલો રે. વ્યા. ૮ કુમાર કહે ધન તાતનો, જે વિલસે દિનરાતો રે; ધિમ્ ધિમ્ જીવિત તેહનું, નિજ પુણ્ય સુખ સાતો રે. વ્યા. ૯ વિવિધ ચરિત્તને દેખીએ, પુણ્ય પ્રમાણ કલીજે રે; સજન દુર્જન જાણીએ, તિણે પરદેશ ચલીજે રે. વ્યા. ૧૦ જો જાવા પરદેશમાં, નહિ આપો મુજ આણો રે; મૂકીશ ભોજન પરિહરી, આજથી નિશ્ચય જાણો રે. વ્યા. ૧૧ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #81 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય સુતનો જાણીને, શેઠ સજાઇ કરાવે રે; પ્રવહણ દ્વાદશ સજ કરી, વસ્તુ કરીયાણે ભરાવે રે. વ્યા. ૧૨ ઈણિ અવસર સુરસુંદરી, ધરી ઉલટ શિર નામી રે; નિશ્ચય આવીશ હું સહી, તુમ સાથે સુણો સ્વામી રે. વ્યા. ૧૩ તુમ વિણ વાસર દોહિલા, ઝૂરતાં વિરહ જગાવે રે; કંથ-વિહુણી કામિની, લોક કલંક ચઢાવે રે. વ્યા. ૧૪ પ્રાણે સર મુજ વાલા, પ્રીતમ વયણ મ ચૂકો રે; સાથે તેડો મુજને, એકલી ઘેર મ મૂકો રે. વ્યા. ૧૫ માતપિતા સસરો સાસુ, પ્રિય વિણ ન ગમે કોઇ રે; એકલી નારી મ મૂકીએ, શાસ્ત્ર વિચારી જોઈ રે. વ્યા. ૧૬ રાજ્યસન ભોજન વસુ, રાજ્ય રમણી ઘર પ્રાયરે; સૂનાં મૂક્યાં એટલાં, અન્ય અધિષ્ઠિત થાયરે. વ્યા. ૧૭ કુમાર કહે પરદેશમાં, પગ બંધણ ન ખટાય રે; વળતું કુમરી કહે ઈમ્યું, દેહ જિહાં તિહાં છાય રે. વ્યા. ૧૮ સમ સંપી ઈમ દંપતી, મુહૂરત વિજય સધાવે રે; પામી આણ રાયની, માતા તિલક વધાવે રે. વ્યા. ૧૯ રાસ રચ્યો રળિયામણો, તેહને બીજે ખંડે રે; વીર કહે ઢાળ પહેલી, ભાવિ પદારથ મંડે રે. વ્યા. ૨૦ ભાવાર્થ : ધીમે ધીમે ગુણીયલ પુત્રને વ્યાપારમાં રસ વધ્યો તે જાણીને પિતાને પણ હરખ માતો નથી. વિનયયુક્ત વચનાથી કુમાર સૌને પ્રભાવિત કરે છે. પેઢી ઉપર નાનાશેઠની હવે તો ઘણી બોલબાલા વધી ગઈ. વ્યાપારીઓએ ચંપાનગરીમાંથી કરિયાણા આદિ લેવા જેવી વસ્તુઓ લઈ વહાણો ભરી દીધા ને વળી વેપાર માટે વ્યાપારીઓ પરદેશ જવા માટે તૈયાર થયા એ જાણીને કુમારનું મન પરદેશ વ્યાપાર કરવા માટે લલચાયું. પોતાની ઇચ્છા વિનયયુક્ત વચનોથી પિતાની આગળ કહી સંભળાવી. “હે પિતાજી! અમને પરદેશ જવાની ઘણી ઉત્કંઠા છે. ધન કમાવવાને કારણે પરદેશ જાશું. દેશ પરદેશ જોશું. નસીબને અજમાવશું. મારા મનમાં ઘણો આનંદ ઉપજ્યો છે. સમુદ્રની વાતો કૂવામાં રહેલ દેડકાને શી ખબર હોય? એવી જ મારી દશા છે. સમુદ્ર જેવી દુનિયાને હું ઓળખતો નથી. મારું જીવન કૂવાના દેડકા જેવું બંધિયાર લાગે છે. હવે દેડકાની પેઠે મારે જીવવું નથી. મારી દેશ પરદેશ જોવાની તીવ્ર તમન્ના છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રસ) Page #82 -------------------------------------------------------------------------- ________________ વળી લોકમાં પણ કહેવાય છે કે ઉત્તમ પુરુષો પોતાના નામથી ઓળખાય. મધ્યમ પુરુષો બાપના નામથી ઓળખાય છે. વળી અધમ પુરુષો મોસાળે-મામાના નામથી ઓળખાય છે. અધમાધમ પુરુષો સસરાના નામથી ઓળખાય છે. હે પિતાજી! આ નાની ઉંમરે બહારની દુનિયા જોવા વડે કરીને મન વધારે ખીલે છે. માનસિક વિકાસ થાય છે અનુભવોમાંથી પસાર થાય છે. બુદ્ધિ વધારે ખીલે છે. તે કારણે અમારું કામ સરે છે. પિતાજી આપની લક્ષ્મી ઘણી છે. સઘળી લક્ષ્મી પિતાના હાથબળે ઉપાર્જન કરેલી છે. તેને હું છોડી દઇશ. આ વેપારીઓ સાથે હું પરદેશ જઇશ. વિનયી પુત્રના અણધાર્યા આશ્ચર્યકારી અને દિલને દુઃખ થાય તેવા વચનો સાંભળી પિતાને ઘણું જ દુ:ખ થયું. આંખે આંસુની ધાર વછૂટી. કંઈક સ્વસ્થ થઈને લાડલા પુત્રને કહેવા લાગ્યા. હે વત્સ! તેં વાત રુડી ને સારી કરી, જે વાત કરીને અમારો જીવ ચાલ્યો જાય. હે વ્હાલા નંદન! આપણે ત્યાં લક્ષ્મી કળી ન શકાય તેટલી અઢળક રહેલી છે. ભર્યા ભંડારો દીકરા તારા માટે છે. મનવાંછિત ભોગ વિલાસને ભોગવો. વળી પ્રાણથકી તું વધારે અમને વહાલો છે. તને પરદેશ કેવી રીતે મોકલું? સાત - સાત પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન હોતે છતે પરદેશ જવાની જરુર નથી. તું અહિંયા જ રહીને વેપારને સંભાળ. ઘડીભર પણ તને એકલો નહિ મૂકું. તે કારણે વ્યવહાર સાથે ધર્મ માર્ગે ચાલો, જેથી સહુને સુખડાં થાય. કુમાર કહે - હે પિતાજી! આ ધન-માલ-મિલકત આપની છે. પિતાના પૈસે મોજમજા ઉડાડનાર દિકરાને ધિક્કાર છે. તેનું જીવિત પણ ધૂળ છે. માટે પુણ્યને અનુસારે નસીબ અજમાવવા, જુદા જુદા પ્રકારના ચરિત્ર આશ્ચર્યોને જોવાને માટે જવુંજ છે. વળી સજ્જન દુર્જનની રીતિને પણ જાણીશ. ઓળખીશ તે કારણે પણ પરદેશ જવાની રજા આપો. જો મને જવાની રજા નહિ આપો તો આજથી જ આહાર પાણીનો ત્યાગ કરીશ. આ મારો મક્કમ નિર્ધાર છે. આ મારો નિશ્ચય છે તેમ જાણજો. પુત્રે પરદેશ જવાની જે રઢ લીધી તે કેમેય કરીને મૂકે તેમ નથી. તેથી કરીને ન છૂટકે જવાની રજા આપી. આ વાતની માતા ધનવતીને ખબર પડતાં ઘણી જ દુઃખી થઈ. ને વહેલી વહેલી દોડી આવીને આ વાતનો વિરોધ કરવા લાગી. પણ દીકરાએ લીધેલી હઠ ન મૂકી. શેઠે શેઠાણીને સમજાવ્યા ને રજા આપવા કહ્યું. દીકરાને કમને રજા આપો. પિતા દીકરાની જવાની તૈયારી કરવા લાગ્યા. વેપાર અર્થે બાર વહાણ તૈયાર કરવાની આજ્ઞા આપી. ને તે માટે જહાજોમાં પોતાના દેશની પ્રખ્યાત વસ્તુઓ અને રિયાણા ભરાવ્યા. આ અવસરે હવેલીમાં રહેલી સુરસુંદરીને પણ આ વાતની જાણ થઇ. ને પોતાના સ્વામીને હાથ જોડીને પ્રણામ કરતા કહેવા લાગી. હે સ્વામીનાથ! આપની સાથે હું નિશ્ચયથી આવીશ. તમારા વિના એક ઘડી પણ હું રહી નહી શકું. વળી તમારા વિનાના મારા દિવસો કાઢવા ઘણા કઠણ અને દોહિલા છે. અને એ દિવસો મારા ઝુરી ઝરીને વિરહની ઝાળમાં જશે. વળી આ દુનિયા પણ કંથ વિનાની કામિનીને કલંકિત કરતાં વાર નહિ લાગે. હે પ્રાણનાથ! તમે મુજને વહાલા છો, પ્રાણથી પણ અધિક વહાલા છો. હે પ્રીતમ, મારું આ વચન માન્ય કરજો. મારા વચનને ઠુકરાવશો નહિ. મને સાથે લઇ લેશો. આપ વિના હું પળવાર પણ રહી નહિ શકું. મને ઘરને વિષે એકલી ન મુકશો. મને સાથે લેજો. મારી આ વિનંતી તમે સાંભળો. હે પ્રિય! માત-પિતા તુલ્ય સાસુ સસરા, વળી આ નગરમાં મારા માતપિતા-આદિ સઘળો પરિવાર હોવા છતાં પ્રિય સ્વામી વિના મારે તો બધું અંધારું છે. મને ક્યાંયે ગમે નહિ. વળી સ્ત્રીને જ્યારે એકલી ન મુકવી જોઈએ. એમ શાસ્ત્રમાં પણ વાત આવે છે. શાસ્ત્રને વિચારીને જુઓ કે રાજ્યસન, તૈયાર થયેલ ભોજન, ધન, રાજ્ય, રમણી (સ્ત્રી) અને ઘર આ છએ ક્યારેય સૂનાં ન મૂકવાં. સૂની પડેલી આ છ વસ્તુનો અન્ય માલિક થતાં વાર લાગતી નથી. હે નાથ! માટે જ કહું છું તમારી સ્ત્રીને સઘળોયે પરિવાર હોવા છતાં સૂની મૂકી ન જશો. કુમાર કહે - હે સુંદરી! તારી વાત સાચી છે. પણ સાંભળ! પરદેશમાં સ્ત્રી સાથે હોય તો પગબંધન કેટલું! ભય કેટલો? તું આવવા માટે હઠ ન કર. કુંવરી કહે - હે (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૪૯ Page #83 -------------------------------------------------------------------------- ________________ પ્રાણેશ્વર! જ્યાં દેહ હોય ત્યાં તેની છાયા હોય. દેહથી છાયા કદી જુદી ન હોય. તેમ હું આપની છાયારુપ ક્યારેય છૂટી નહીં રહું. પતિ-પત્નીના ચાલી રહેલા સંવાદમાં કુમારને નમતું જોખવું પડ્યું. અને કુંવરી જવા તૈયાર થઇ ગઇ. બંનેએ સંપીને વિચાર કર્યા બાદ માત-પિતાને વાત જણાવી. પુત્ર જતાં દુ:ખ ઘણું હતું. તેમાં વળી પુત્રવધૂની જવાની વાત સાંભળતાં વધારે દુ:ખી થયા. દુ:ખી હૈયે પિતાએ જોષી પાસે શ્રેષ્ઠ મુહૂર્ત જોવરાવ્યું. શુભ દિવસ આવી ગયો. આ વાતની જાણ રિપુમર્દન રાજા અને રતિસુંદરીને થતાં ચિંતિત થયાં. જમાઇ અમરકુમા૨ે સાસુ સસરાની રજા માંગી. દુભાત દિલે રાજાએ આજ્ઞા આપી. શુભ દિવસ આવી ગયો. માતા પુત્ર-પુત્રવધૂને લલાટે ચાંલ્લો કરી, ચોખાથી વધાવે છે. શુભ આશીર્વાદ આપે છે. આ પ્રમાણે પરિવારની અનુજ્ઞા મેળવી. ૨જા મેળવી અમર-સુરસુંદરી પરદેશ જવા તૈયાર થયા છે. રાસની બીજાખંડની પહેલી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ કહી રહ્યા છે કે ભાવિમાં જે બનવાનું છે તે અવશ્ય બનીને રહે છે તેમાં કોઇ મિથ્યા કરી શકતું નથી. દ્વિતીય ખંડે પ્રથમ ઢાળ સમાપ્ત (દોહરા) માત હવે શિક્ષા દીએ, અમર કુમર ને પરદેશે જઇ સિરિ લહી, સકળ કરો વિ પણ સુણ નંદન તાહરી, સરસ સુકોમલ દેહ; પણ પરદેશે ચાલતાં, સુખ દુઃખ સહશો કેહ. ૨ ગુણ બત્રીસ પશુઅ તણા, ધરજો હૃદય મોઝાર; તો પરદેશે રિપુજના સકલ કરે તુમ સાર. ૩ સિંહ એક બગ એક ગુણ, ચરણાયુધના ચાર; વાયસ પંચ ગુણા ગ્રહો, ખટ શુન ખર ત્રિણ સાર. ૪ ચારમતિ ૫રધાનની, હંસ મોર ભૃગ મીન; માળી કોલ કોકિલ લોહક એ સવિ એક ગુણેન પ તામ; કામ. ૧ ભાવાર્થ: અમર સુરસુંદરી શ્રેષ્ઠિપુત્ર - પુત્રવધૂ પરદેશ જાય છે. આ વાત સારા યે નગરમાં ફેલાઇ ગઇ. સૌને આનંદ થયો. માતા દીકરાને હવે શિખામણ આપતા કહે છે. વિનયશીલ અમરકુમાર માતાની વાત સાંભળે છે. : ‘હે દીકરા! પરદેશ જાવ છો તો લીલાવડે કરીને લક્ષ્મીને મેળવો, તમારી ઇચ્છા મુજબના સઘળા કામોને સફળ કરો. તમારી આશાઓ ફળીભૂત થાઓ. પણ હે નંદન! સાંભળ, તારું શરીર નાજુક નમણું છે. તારો દેહ સુકોમળ છે. પાણી માંગતા દૂધ મળ્યા મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૫૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ છે. એવા સુખોમાં રહેલો તું પરદેશમાં, આવતા સુખદુઃખને કેમ સહન કરીશ? તેં કયારેય તડકો છાંયડો જોયો નથી. જવાની હઠ લીધી છે તેથી ના કંહી શકતા નથી. સર્વ સમયે સાવધાન રહેજો. બીજી પણ વાત સાંભળ. જગતના પ્રાણીઓની પાસે કઇને કઇ ગુણ તો હોય છે. જુદા જુદા પ્રાણીઓ પાસેથી ૩૨ ગુણો મેળવવા જેવા છે. જે હું કહું તે તું સાંભળ! અને હૃદયને વિષે ધારણ કરજે. આવા ગુણોથી શત્રુ પણ મિત્ર થઇને રહે છે. જે કા૨ણે પરદેશમાં કયારેક કોઇ શત્રુ થઇને આવે તો આ ગુણોથી કરીને તેનું દિલ જીતાઇ જવાથી તમારી સેવા ક૨શે. આ ગુણો વ્યવહારિક નિપુણતાના છે. આત્મદૃષ્ટિપૂર્વક આ ગુણોને કેળવી શકાય છે. બત્રીસ ગુણોમાં કેટલાક ગુણો તો પશુઓના વિશે રહેલા છે. ' સિંહનો એક ગુણ (૧), બગલાનો એક ગુણ (૧), ચરણાયુધ (કુકડાના) ચાર (૪), વાયસ-કાગડાના પાંચ ગુણ (૫), કુતરાના છ ગુણ (૬), ગધેડાના ત્રણ ગુણ (૩), પ્રધાનના ચાર ગુણો (૪), એમ મળીને (૨૪) થાય. વળી હંસ, મો૨, હરણ, માછલુ, માળી, શિયાળ, કોયલ, અને લુહાર આમ આઠનો, દરેકની પાસેથી એક એક ગુણ, એમ ૮ ગુણો મળી કુલ ૩૨ ગુણો થાય. ઢાળ- બીજી (સુપાસ સોહામણા રે- એ દેશી) માય કહે, નંદન પ્રતે, ગુણ બત્રીસ ઉદાર, કુમરજી સાંભળો- એ આંકણી. જિમ કાંતારે એકલો, ગુણ સાહસિક હરિ સાર... કું. ૧ ઇન્દ્રિય ગોપવીને રહે, જિમ બગલો એક ધ્યાન; તિમ નર દેશ-કાલ લહી, કાર્ય કરે એકતાન. કું...૨ મુહૂરત બ્રાહ્મીએ ઉઠીએ, યુદ્ધ કરે રિપુ યોગ; બાંધવ વર્ગ સહિત જમે, બલ જેતો કરે ભોગ. કુ...૩ ઇણપરે ચરણાયુધ તણાં ચાર ગુણ કહેવાય; વાયસના હવે સાંભળો, પંચ ગુણ ગ્રહવાય. કું...૪ મૈથુન ગુપ્ત કરે સહી, કાલે સૌધ કરાય; અપ્રમાદી ગુણ જાણીએ, ધીઠો નવિ ખેતરાય. કું...પ નિંદ્રા સ્ટોક ને જાગતો, શૂર ને સ્વામી ભક્ત; ભૂખ્યા ન ઉઠે સંતોષી, શ્વાનતણા ખટ્ ઉકત, કું...૬ દુ:શ્રાંતોપિ વહત ભાર, શીતોણ નવિ દેહ; સંતોષે સતતં ચરે, રાસભના ત્રણ એહ. કું...૭ મેધા ચાર સચિવની, પરપંચી વાચાલ; સર્વ ભણી સંતોષતો, પર મન લહે તત્કાલ. કુ...૮ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૫૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ પર દુગ્ધ પીએ જિમ જગ હંસા, જલને શ્રવે અપાર; તિમ અવગુણથી ગુણ લીએ, તે નર ઉત્તમ સાર. કું...૯ માન તજે પગ દેખીને, મોર તથા નર જાન; ગુણ ઢંકી નિજ અવગુણ ગ્રહે, મૂકી મન અભિમાન. કું..૧૦ વનમાં ચરતો નાસતો, ફરી જુએ જિમ હણ; તિમ નર પાપ કરતડા ફરી વિચારે મર્ણ. કુ...૧૧ મીન પ૨ે ચંચલ નરા, પોતા તણે વલિ કામ; આળસુ મંદ તણી પરે, બેસી રહે નહિ ઠામ. કુ...૧૨ માળી મધ્યરોપે સહી, ચંપાનું વન ખંડ; ફરતા ધંતૂર પરમુખા, થોહર ને એંડ કું...૧૩ ઇણે દૃષ્ટાંતે નર વલિ, હૃદયે ધરિય વિવેક; મિત્ર કુમિત્ર ભૂંડા ભલા, સકલને ન કરે એક. કું... ૧૪ કોલ તણી પ૨ે સણગીઓ, સંકટ પડે પલાય; ક્ષણમાં ઉભો અહિં વલિ, ક્ષણમાં જોયણ જાય. કુ...૧૫ કોકિલ પરે મધુરું વદે, સકલ સભાને સુહાય; વિણ દીધે જસ તેહના, દીધે કીર્તિ ન માય. કું...૧૬ ભાંગા કટકા લોહના, જિમ સાંધે લોહાર; ભાંગ્યા મન જે મેલવે, લક્ષણ એહ અપાર. કું... ૧૭ એ ગુણ બત્રીસ જે કહ્યા, ધરજો હૃદય મોઝાર; તો સુખ સંપદ પામશો, વૃદ્ધ ચાણકય વિચાર. કું...૧૮ વલિ પરદેશે ચાલતાં, રહેજો જાગતાં ચાર; સંકટ કષ્ટ પડે જિહાં તિહાં ગણજો નવકાર. કુ...૧૯ પશ્ચિમ યામે જાગજો, વ્યાદિ ઉપયોગ; તો સુખ ઇહ પર લોકમાં, શ્રાદ્ધવિધિ સંયોગ કું... ૨૦ કર્મણે ધન સંપડે, ધર્માંણે ૫૨લોય; જિહાં સૂતાં રવિ ઉગમે તિહાં નર આયુ ન જોય. કું...૨૧ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ Page #86 -------------------------------------------------------------------------- ________________ કુમર કહે મુજને દેઇ, આશિષ સુખમાં રહેજો; માતાજી સાંભળો. માય કહે કુશલા રહો, દરસણ વહેલું દેજો. કું...૨૨ બીજા ખંડ તણી કહી, બીજી ઢાળ રસાલ; વીર-પણે પરદેશમાં, મા કહે રહેજો બાલ. કું...૨૩ ભાવાર્થ: માતા ધનવતી અમર-સુરસુંદરીને ગુણોની વાતો કરી રહી છે. કોની પાસે કયો ગુણ છે તે કહું છું તો સાંભળ! સિંહનો- સાહસિક ગુણ ગણાવ્યો છે. તે ગુણથી સિંહ જંગલમાં નિર્ભયપણે એકલો રહે છે. સાહસિકતાના ગુણને ગ્રહણ કરજો. બગલોઃ પોતાની ઇન્દ્રિયોને ગોપવી એક ધ્યાનમાં સ્થિર રહેવા રુપ ગુણ બગલામાંથી લેવાનો છે. કોઇ પણ કાર્યમાં એકલીનતારુપ ગુણ જણાવ્યો છે. કુકડોઃ ચાર ગુણો (૧) બ્રહ્મ મુહૂર્તો એટલે ચાર ઘડી- (એક કલાક ને ૩૬ મિનિટ) બાકી રહે રાત ત્યારે ઉઠવું. (૨) દુશ્મનનો યોગ થતાં લડી લેવું. (૩) કુટુંબની સાથે બેસીને જમવું (૪) બળના પ્રમાણમાં ભોગ કરવો. કાગડો : પાંચ ગુણો, (૧) મૈથુન ગુપ્ત રીતે કરવું (૨) અવસરે રહેવા માટેનું મકાન-સ્થાન તૈયાર કરી લેવું. (૩) પ્રમાદ ન કરવો. (૪) ધૃષ્ટ બનવું. (૫) કોઇથી છેતરાવું નહિ. કુતરો : છ ગુણો (૧) નિદ્રાની અલ્પતા (૨) જાગૃતિ (૩) શૌર્ય (૪) સ્વામીભકિત (૫) ભૂખ્યા ઉઠવું નહિ એટલે આહારમાં શરમ ન રાખવી. (૬) સંતોષ. ગધેડો : ત્રણ ગુણો (૧) ખૂબ થાકેલો હોવા છતાં ભાર વહન કરે. (૨) ટાઢ-તડકો શરીરને લાગે તે ગણે નહિ. (૩) સંતોષથી હંમેશા ચરે. પ્રધાનઃ - બુદ્ધિના ચાર ગુણો પ્રધાન પાસે હોય છે તે લેવા જોઇએ. (૧) પ્રપંચ (૨) વાચાળતા (૩) સર્વને સંતોષવા (૪) બીજાના મનને તાત્કાલિક પારખી લેવો. હંસઃ એક ગુણ - પાણીવાળા દૂધમાંથી દુધ પીએ છે પાણી છોડી દે છે તેમ અવગુણમાંથી પણ જે ગુણ હોય તે જ લેવારુપ ગુણ હંસમાંથી લેવા જેવો છે. મો૨ઃ એક ગુણ- મનોહર પીંછાને ધરનારો મોર પોતાના પગને જોઇ માન તજે છે. તેમ માણસે પણ અભિમાન મૂકી ગુણો ઢાંકી અવગુણ શોધી કાઢીને દૂર કરવા. હરણઃ - એક ગુણઃ હરણ વનમાં ચરતાં કે નાસતાં પાછળ વળી જોયા કરે છે તેમ માણસે પણ પાપ કરતાં ફરી ફરી મરણનો વિચાર કરવો. માછલુંઃ એક ગુણ આળસું નહિ બનતા ચપળ બનવાનો ગુણ. માળીઃ એક ગુણ માળી જેમ ચંપક, ગુલાબ વગેરે છોડવાઓને વચ્ચે રોપીને તેની આજુબાજુ ધંતુરા- થોર અને એરંડા વિગેરેને રોપે છે તેમ માણસે પણ વિવેકી બનીને સુમિત્ર, કુમિત્ર તથા ભલા-ભૂંડા વિગેરેને એક સરખા નહિ ગણતાં યોગ્યતા મુજબ વર્તાવ કરવો. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૫૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ શિયાળ એક ગુણઃ સંકટ આવતાની સાથે પલાયન થઈ જાય છે. કોયલ : એક ગુણ મધુર બોલવું. લુહાર : એક ગુણ : ભાંગેલા લોઢાના ટુકડાઓને સાંધે છે તેમ માણસે પણ કોઇના મન ભાંગ્યા હોય, એટલે એકબીજા વચ્ચે દુશ્મનાવટ થઈ હોય તો તે ટાળીને બંનેનાં મનને મેળવી આપવા. આ પ્રમાણે માતાએ ૩૨ ગુણોને જણાવતાં અમરને છેલ્લે કહે છે આ ગુણોને હૈયામાં ધારણ કરજો. વૃદ્ધ ચાણક્યના વિચારો નીતિકારોએ નોંધ્યા છે, તો તે વિચારો થકી મહાન, સુખ અને મોટી સંપદાને પામશો. વળી પરદેશમાં સર્વ સમયે સાવધાન જાગૃત રહેજો. વળી કયારેક કષ્ટ પડે, મુશ્કેલીમાં મુકાઇ જાવ તો નવકાર મંત્રને જરુર ગણજો. દરરોજ તો ગણવાના જ મહામંત્રને પણ સંકટ વિપત્તિ પડે ત્યારે તો તરત જ પળનો ય વિલંબ કર્યા વિના મંત્રને ગણવો. રાત્રિના પશ્ચિમ ભાગે એટલે રાત્રિના છેલ્લા પહોરે જાગજો અને દ્રવ્યાદિક એટલે પાણી વડે હાથ પગ ધોઇને શ્રાવકને યોગ્ય પંચપરમેશ્વરનું ધ્યાન પ્રતિક્રમણ આદિ આવશ્યક ક્રિયાને કરજો. તે આરાધના વડે આ ભવ પરભવ સુખને મેળવશો. વળી પરદેશમાં કયાં ય પણ જાવ આવો તો સર્વ સમયે સાવધાન રહેજો. ભવાંતરે કરેલા શુભકર્મના ઉદયે ધન મળે છે અને ધર્મજનોને ધર્મની આરાધના કરવાથી વળી પરલોકને વિશે ધનની પ્રાપ્તિ થાય છે. સૂર્યોદય થયે છતે જે નર સૂતો રહે છે તેનું આયુષ્ય ક્ષય પામે છે. માટે કરીને રાત્રિના વિષેની પાછળની ચાર ઘડી બાકી રહે ત્યારે નિદ્રાનો ત્યાગ કરજો. આ પ્રમાણે દીકરાને હિતકારી હિતશિક્ષા આપી. અમરકુમાર માતાને કહે છે તે માતાજી! હવે મુજને આશીર્વાદ આપો અને આપ બંને કુશળરુપ સુખમાં રહેજો. વળી માતાના હૈયે દીકરો પરદેશ જાય છે તેનું ઘણું દુઃખ છે. એ દુઃખને અંતરમાં છુપાવીને આશીર્વાદ આપી રહી છે. કુશળ રહેજો. શરીરને સંભાળજો. તમે બંને શાંતિ સમતાને ધારણ કરજો અને વળી વેગે પાછા વળજો અને અમને દર્શન આપજો. આ પ્રમાણે બીજા ખંડને વિષે બીજી ઢાળને સમાપ્ત કરતાં મા પોતાના પુત્રને કહી રહી છે કે વીરતા-શૂરવીરતાપૂર્વક પરદેશમાં સંચરજો. હેમખેમ કુશળપણે રહેજો. દ્વિતીય ખડે બીજી ઢાળ સમાપ્ત (૫૪ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #88 -------------------------------------------------------------------------- ________________ (દોહરા) રતિસુંદરી રાણી કહે, સુરસુંદરીને પતિવ્રતા વ્રત પાલજો, ધર્મશું. ધરજો સંકટ કષ્ટ પડે જિહાં, તિહાં કરજો શુભ ધ્યાન, ગુરુ દરશિત મહિમાનીલો, પરમેષ્ઠી એકતાન. ૨ કંથ પહેલી જાગજો, માગજો વિનય કરત; ઇમ અમ કુલ અવાલજો, પાળજો શીલ મહંત. ૩ ઇમ શિક્ષા દીધી ઘણી, નિજ માતાએ ત્યાંહિ; નૃપ રાણી જામાતને, શીખ દીએ ઉચ્છાંહિ. ૪ તુમ હાથે થાપણ ઠવી, વાલ્હી જીવિત એહ; અમ પુત્રી પરદેશમાં, નવિ દેશો તસ છે હ. પ હવે કુમર જાવા ભણી, કરે સજાઇ સાર; પ્રવહણ સરવે સજ કર્યા, વાણોત્તર પરિવાર. ૬ એમ; પ્રેમ. ૧ ભાવાર્થ: અમરકુમાર સુરસુંદરીને હિતશિક્ષા આપી. આશીર્વાદ પણ આપ્યા. હવે રાણી રતિસુંદ૨ી પોતાની દીકરી સુરસુંદરીને શિખામણ આપતાં કહે છે કે ‘હે સુંદરી, પરદેશમાં પતિ સાથે જાય છે તો સર્વ સમયે સાવધાન રહેજો. પતિવ્રતાવ્રતને પાળજો. ગળથુથીમાં મળેલા ધર્મના સંસ્કારોનું પ્રેમપૂર્વક પાલન કરજો. હૈયામાં ધર્મને ધા૨ણ કરજો. પરદેશમાં સંકટો આવવાના છે, તો સંકટ આવતાં કષ્ટ પણ ઘણું જ પડવાનું. તે વેળાએ શુભ ધ્યાનપૂર્વક પંચપરમેષ્ઠિરુપ નવકાર મહામંત્રનું ધ્યાન વિશેષ પ્રકારે ધરજો. પરમ ઉપકારી ગુરુ ભગવંતે બતાવેલ ધર્મને તથા મહિમાવંત મહામંત્રને પળવાર પણ ભૂલતા નહિ. વળી સવારે પતિ પહેલા ઉઠજો. સ્વામીનો વિનય કરજો. આ રીતે અમારા કુળની આબરુને વધારજો, કુળને અજવાળજો, શીલ સદાચારને પાળજો. આ પ્રમાણે દીકરીને હિતશિક્ષા દીધા બાદ રાજા અને રાણી જમાઇને પણ શિક્ષારુપ બે શબ્દ શિખામણ કહે છે, હે કુમાર! પરદેશ દોય સંચરો છો.. સર્વ સમયે સાવધાન રહેજો. તમારા હાથમાં, મારી આ દીકરી રુપી જે ગણો તે થાપણ, અમારા કાળજાની કોર તમને દીધી છે. તેને રુડી રીતે જાળવજો. અમને એ ઘણી જ વહાલી છે. એ જ અમારું જીવિત છે. પરદેશે નવનવી સ્રીઓને પરણો તો અમારી દીકરીને ભૂલતા નહીં. છેહ કયારે ય ન દેતા. આ રીતે વડીલોએ અમરકુમારને શિખામણ દીધી. ત્યારબાદ કુમાર પરદેશ જવાની શેષ રહેલી તૈયારી કરવા લાગ્યો. પિતાને તૈયાર કરેલા ૧૨ વહાણોને સંભારી લીધા, જોઇ લીધા. વાણોત્તર એટલે મહેતાજી આદિ બીજા પણ વેપારઅર્થે કામ કરનાર પરિવારને પણ સજજ થવાનો આદેશ અપાઇ ગયો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૫૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ ઢાળ - ત્રીજી (વિનતિ અવધારે રે, પુરમાંહિ પધારે રે. - એ દેશી) હવે અમરકુમારે રે, બહુલે પરિવારે રે, પરદેશે સુધારે રે, સાથે સુંદરી રે; મુહૂરત ઉદારે રે, સહુને સુખકાર રે, વિજ્યાખ્ય મનોહાર, વિજય જગમાં કરું રે. ૧ ચંદ્ર સુવિશેષે રે, નાડી સર પેસે રે, તવ ચાલે પરદેશે, તો નર, લખમી લહે રે; ઈમ શાસ્ત્ર પ્રકાશે રે, વિવેક વિલાસે રે, તે પહિલે ઉલ્લાસે રે, ઇણિપરે કહે રે. ૨ હવે કુમાર ચાલે રે, શુભ શકુન નિહાલે રે, સજજનને પરિવારે રે, પંથે ચાલતા રે; જલધિતટ આવે રે, સાજન મિલાવે રે, નરનારી સુહાવે રે, પ્રવહણમાં સહી રે. ૩ સુંદરી ગુણપેટી રે, રતિસુંદરી બેટી રે, હિયડા ભર ભેટી રે, માતા-પિતા મલ્યાં રે, માતા-પિતા પનોતારે, સુત સન્મુખ જોતા રે; નયનાશ્રુકૃત રોતાં રે ગેહ ભણી વળ્યાં રે. ૪ પ્રવહ પરયાણ રે, ધ્રુ -અધિપતિ જાણ રે, ભરે દોરે નિસાણ રે, નિજ મતિ કેળવી રે; માલિમ પુસ્તક વાણી રે, સુખા સુખાણી રે, સાચવણ કરે રાણીરે, નિજ મતિ ભેળવી રે. ૫ બેઠાં ચિહું કોર રે, કરે સજજ સઢ દોર રે, બહુલા કરે જોર, મસાગત ખારુઆ રે; ધજવટ બહુ તો રે, માંહિ બહુ વાજિંત્ર રે, શિર ચામર છટા કરે, પ્રવહણ ચલે રે. ૬ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૫૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : - સવિ સઢ હંકારે રે, ધન પવન ઉદારે રે, વેગે પ્રવહણ સવિ ચાલે રે, જોયણ ખિણ પ્રતે રે, મગરમચ્છ તે મોટા રે, ફિરતા જિમ જોટા રે, સુસુમારાદિક લિ છોટા, પરસ્પર ઝૂઝતારે રે. ૭ બેઠા બિહું પોતે રે, ઇમ કૌતુક જોતે રે, લંઘ્યો બહુ પંથ મહોતે રે, જલધિમાં સહી રે; દ્વીપ સિંહલે જાવે રે, તે દૂર કહાવે રે, દ્વીપ જક્ષ તિહાં વિચે આવે રે, જલમીઠા જિહાં રે. ૮ તિહાં પ્રવહણ રાખે રે, નિર્યામક, ભાખે રે, સઘલા શેઠની સાખે રે, ઇણિપ૨ે કહે રે; લીધાં જલ નીઠાં રે, ઇણે દ્વીપે મીઠાં રે, જલ ઇંધણ લેવા ઉઠાં રે, પણ પ્રભુ સાંભળો રે. ૯ ઇહાં રાત્ર ન રહીએ રે, રહતા દુઃખ લહીએ રે, જાહ પાપી જે કહીએ રે, દ્વીપ અધિપતિ રે; રાત્રે જસ વાસ રે, મારે જા તાસ રે, તિણે લીજે જલ ગ્રાસ રે, શીઘ્રપણે ઇહાં રહે. ૧૦ ચાલો લેઇ નીર રે અનુકૂલ સમીર રે, તિણે કારણે થાજો વીર-વિજય જિમ પામીયે રે; સુરસુંદરી રાસરે, ખંડ બીજે પ્રકાશે રે, ઢાળ ત્રીજી સરસ વિલાસે રે, ભવિયણ સાંભળો રે. ૧૧ સાગરની સફરે - અમરકુમાર-સુરસુંદરી પરદેશ જવાને માટે તૈયાર થઇ ગયા છે. વહાણને સંભાળનારા ખલાસીઓ, નાવિકો, માલને સંભાળાનાર માણસો, હિસાબકિતાબ રાખનારા મહેતાજી તેમજ નોકર-ચાકર વર્ગ પણ તૈયાર થઇ ગયો છે. સહુને સુખ થાય ને આનંદમંગળને કરનાર એવું શુભ મુહૂર્ત પણ આવી ગયું, જે મુહૂર્ત વિજય નામનું હતું, જે મુહૂર્ત જગમાં વિજય કરનારો થાય. પરદેશ જવાની મનોકામના પૂર્ણ થતાં અમરકુમારના હૈયામાં આનંદ માતો નથી. માતા-પિતા, સ્વજનોને છોડતાં હૈયામાં દુઃખ થાય છે. પણ સામે અવનવી દુનિયાને જોવાનો ઘણો આનંદ થાય છે. હર્ષ-શોક વદનવાળો કુમાર હવે ચંદ્રનાડીમાં પ્રાણવાયુ શ્વાસનો પ્રવેશ થતાં કુમારે પ્રયાણ આદર્યું. પોતાની હવેલીએથી શુભ શુકનને લેતા બહાર નીકળે છે. ચંદ્ર નાડી એટલે ડાબી નાસિકામાં પવન વડે પૂર્ણ વાયુનો પ્રવેશ થાય તો અવશ્ય કાર્યસિદ્ધિ થાય છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૫૭ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ' ', સાગર સફરે જતો કુમાર, વિદાય આપતો સ્વજન પરિવાર મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #92 -------------------------------------------------------------------------- ________________ ‘વિવેક વિલાસ’ નામના ગ્રંથમાં બતાવે છે કે, ચંદ્રનાડી પ્રવેશે પ્રયાણ કરે તો પુષ્પાદિક વડે પ્રતિમાની પૂજામાં, ધનના ઉપાર્જનમાં, વિવાહમાં, કિલ્લા-પર્વત અને નદીના આક્રમણમાં અવગાહનમાં, ગમનમાં, આગમનમાં, જીવિતવ્યના પ્રશ્નમાં, ગૃહ-ક્ષેત્ર (ખેતર) પશુ આદિને સંગ્રહ કરવામાં, મૂલ્ય વડે વસ્તુને ખરીદવામાં, મૂલ્ય વડે વસ્તુને વેચવામાં, વૃષ્ટિ વરસાદના પ્રશ્નમાં, રાજાદિની સેવામાં, ખેતેમાં (બીજ-વપનમાં) હલાહલ આદિ વિષભક્ષણમાં, જય થશે કે નહિ? એવા પ્રશ્નમાં, શાસ્ત્રના અધ્યયનમાં, રાજયાભિષેક આદિથી મંત્રીપદની સ્થાપનામાં અને સર્વ શુભ કાર્યમાં, ચંદ્ર-વામનાડી પ્રવેશ-પ્રવાહ શુભ છે. કાર્યના પ્રશ્નકાલે અને કાર્યના આરંભકાલે જો વામ-ડાબી નાસિકાના પવન વડે પૂર્ણ વાયુનો પ્રવેશ થાય તો નિઃશંકપણે કાર્યસિદ્ધિ થાય છે. તે વેળાએ નમસ્કુમારને ડાબી નાસિકાએ પવન વડે પૂર્ણ પ્રાણવાયુનો સંચાર થયો. શુભ શુકનને જોતાં સજજન આદિ પરિવારથી યુકત પંથને વિષે પ્રયાણ કરે છે. સાથે માત-પિતા, રાજા-રાણી અન્ય સ્નેહીજનો પણ ચાલે છે. આટલા બહોળા પરિવારયુકત કુમાર અને સુંદરી સમુદ્રકિનારે આવે છે. ત્યાં ઘણા બીજા પણ નગરજનો કુમાર ને સુરસુંદરી જાય છે તેથી મૂકવા માટે સૌ આવે છે. દરિયા કાંઠે સંખ્યાબંધ માણસોનો મેળો જામ્યો છે. આમ ઘણા સાજન, માજન અને નગરની નારીઓ પણ કુમારને વળાવવા કાંઠે આવી છે. વહાણમાં સાથે આવવાવાળા પુરુષો અને સ્ત્રીઓ વહાણમાં ચઢી ગયા છે. ધનાવહ શેઠ ને શેઠાણી ધનવતીને અમર પગે લાગ્યો. વળી રાજા રિપુમર્દન- રાણી રતિસુંદરીની રાજદુલારી પતિ પાછળ પરદેશ જોવા પ્રયાણ કર્યું છે તે સુરસુંદરી ગુણોથી ભરેલી પેટી છે. તેને માતા હૈયા ભરી ભરીને ભેટે છે ને આંખ આંસુની ધારા ચાલી જાય છે. રાણી સુરસુંદરીને છેલ્લે કંઇ જ કહી શકતા નથી. કુમારના માતાપિતા પોતાના પુણ્યશાળી લાલને જોઇ રહ્યા છે. નયનોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો છે. માતા પિતા દીકરાને ભેટી રહ્યા છે. પરદેશની પ્રીત શી! પરદેશ જનાર પાછા આવે ત્યારે આનંદ. કયારે આવે તે નકકી જ નહીં. માટે અમર-સુદંરીનું માતાપિતા માટે છેલ્લું મિલન હતું. સાથે આવેલ સ્વજન પરિવાર પણ આ વિખૂટા પડતા કુટુંબમેળાને જોઇ શકતા નથી. એ સૌની આંખો પણ સજળ બની છે. એમ કરતાં જે સાથે આવવાનો પરિવાર તે પણ ભારે હૈયે વહાણમાં ચડવા લાગ્યો. બારે વહાણને સંભાળનારા સૌએ પોતાની જગ્યા સંભાળી લીધી. ને સમય થયે વહાણે પ્રયાણ કર્યું. છૂટો પડતો સ્વજન વર્ગ સૌ હાથ હલાવીને આવજો આવજો કરી રહ્યા છે. માતા-પિતા પણ છેલ્લી શિખામણ આપતાં કહે છે કે બેટા! ક્ષેમકુશળના સમાચાર મોકલજે. સુરસુંદરીને સાચવજે. સાથે આવેલ પરિવારની પણ દેખભાળ બરાબર કરજે. આ બાજુએ બારે વહાણોને એકી સાથે હંકારવા માટે શુભ સમયે તોપ ફોડી ને તરત જ બધા જ વહાણો એકી સાથે ગતિમાન થયા. સઢવાળાએ સઢને સંભાળી લીધા. વહાણ દેખાયા ત્યાં સુધી દરિયા કિનારે રાજા-રાણી, શેઠશેઠાણી, બીજો પણ પરિવાર ત્યાં ઉભો છે. જયારે દેખાતા બંધ થયા ત્યારે સૌ અશ્રુભીની આંખોને લૂછતા નગર ભણી પાછા ફર્યા. ધ્રુવતારાને જોનારા અધિપતિ ધ્રુવતારાને જુએ છે ને દિશાને જાણીને તે રીતે વહાણને હંકારવાની આજ્ઞા કરે છે. નિઆણ ભરનારા દોરી વડે નિઆણને માપી રહ્યા છે. માલિમ જાતિના પુરુષો પાંજરામાં બેઠા થકાં પટ અને પુસ્તક પટાકા જુએ છે. સુકાનને સંભાળનારા લોકો સુકાનને બરાબર સંભાળપૂર્વક સંભાળીને સુકાન ચલાવે છે. બધા જ વહાણના ખલ સીઓ, ખારવાઓ, સૌથી વધારે મહેનત જેમને પડે તે સૌ પુરુષો સઢની દોરીને સંભાળી રાખે છે. બારે વહાણોને શેઠ ધનાવહે શણગાર્યા હતા, જે શણગારની ગરિમા જુદી હતી. વળી દરેક વાહણમાં જુદા જુદા પ્રકારના વાજીંત્રો પણ ક્યા હતા. ધ્વજાઓ-પતાકાઓ, પણ ફરકી રહી હતી. કવિ ઉપમા કરે છે. આ ધ્વજા વાવટા જે બહુ ફરકી રહ્યા છે ને વાજિંત્ર વાગે છે તો જાણે કે વહાણના શિરે છત્ર ન હોય? તેમ શોભતા હતા. દરિયાઇની સફર કરતા (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૧૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રવહણોના સઢને હંકારે છે. પવન પણ અનુકૂળ હોવાને કારણે ચાલી રહેલા સઘળાયે વહાણો તો ક્ષણ વારે તો યોજનના યોજન કાપવા લાગ્યા. વહાણો એટલી બધી ઝડપે ચાલી જાય છે કે જેની ગતિ માપી શકાતી નથી. સમુદ્રમાં મોટા મોટા મગરો, મોટાં મોટાં માછલાંઓ, સુસુમાર જાતિના વળી નાનાં નાનાં માછલાંઓ એકબીજા પર ઝઝુમતાં- દોડતાં દેખાય છે. વહાણમાં બેઠેલા સૌ લોકો આ સમુદ્રના દ્રશ્યને જોયા કરે છે. અમર-કુંવરી જે વહાણના ઝરુખે બેઠા છે તે ઝરુખેથી દંપતી પણ આ સમુદ્રની લીલાને કૌતુકથી જુએ છે અને આશ્ચર્ય પામે છે. એકબીજાને દ્રશ્યો બતાવતાં- વળી કેટલાક દિવસો વીતી ગયા. ને માઇલોના માઇલો, જોજનના જોજન દૂર પહોંચી ગયેલા વહાણોને હવે સિંહલદ્વીપ જવાને અતિ વેગથી ખલાસીઓ ચલાવી રહ્યા છે. પણ સિંહલદ્વીપ તો ઘણો જ દૂર છે. જતાં એવા સમુદ્ર માર્ગે નિર્જન યક્ષદ્વીપ આવી રહ્યો છે. અવારનવાર આ માર્ગે જતાં ખલાસીઓ-પંજરી લોકોએ વહાણમાં રહેલાને સમાચાર આપ્યા. સૌ સાવધાન થઇ જાઓ. તમે સૌ અકળાઇ ગયા છો. થોડા સમયમાં જ જમીન દેખાશે. દ્વીપ દેખાશે. હરિયાળી દેખાશે. સૌએ ત્યાં ઉતરવાનું છે. પોતપોતાના વહાણમાં ખૂટતા મીઠાં પાણી અને રસોઇ માટે જોઇતા ઇંધણ લઇ લેવાના છે. સૌ કિનારાની રાહ જોતા આનંદ કિલ્લોલ કરી રહ્યા છે. ત્યાં તો કિનારો દેખાયો. અમર અને સુંદરી પણ કિનારો જોતાં ઘણાં જ આનંદ પામ્યા. દરિયાની અંદર વહાણ સિવાય કંઇ જ દેખાતું નહોતું. કિનારો જોતાં સૌ હર્ષિત થયા. જોતજોતામાં જેની રાહ જોતાં હતાં તે યક્ષદ્વીપ આવી ગયો. ક્રમસર વહાણોએ પોતાના લાંગર નાખ્યા, સઢ સંકેલી લીધા. વહાણોના ચલાવનાર સૌથી મોટો નિયામક અમર અને સુરસુંદરીને કહેવા લાગ્યો, હે પ્રભુ! અમે આ દ્વીપે દિવસના જ આવીએ છીએ. ઇંધણ ને પાણી પૂરતું જ રોકાઇએ છીએ ને તરત જ રવાના થઇ જઇએ છીએ. માટે સૌ કિનારે ઉતરો ને સૌ પોતાના ઇંધણ પાણી લઇ લેજો. બને તેટલું જલદી કામ કરવાનું છે. હે નાના શેઠ! આપ સાંભળો! અમે રાત્રિને વિષે અહીં આવતા નથી. રહીએ તો ઘણું દુઃખ પામીએ. આ દ્વીપ હરિયાળી હોવાથી રળિયામણો લાગે છે. હવામાન ઠંડુ, કુદરત પણ એવી સરસ ખીલે છે. ન રહેવું હોય તો પણ રહેવાનું મન થઇ જાય. પણ હે સ્વામિ! આ દ્વીપનો માલિક અધિપતિ એક પાપી એવો યક્ષ અહીં વસવાટ કરે છે. આ યક્ષ રાત રહેનારને મારી નાખે છે. માટે ઇંધણ પાણી અર્થે આવેલા આપણે સૌ કોઇ એ લીધા પછી તરત રવાના થઇ જવું પડશે. બધાને સૂચનાઓ અપાઇ ગઇ. કિનારે સૌ ઉતરવા લાગ્યા. એમ આ મહાસતી સુરસુંદરીના રાસના બીજા ખંડની ત્રીજી ઢાળે, સૌ વી૨ થઇને વિજય પામવા માટે કવિએ વાત કરીને ઢાળની સમાપ્તિ કરી. ત્રીજી ઢાળ સમાપ્ત ૬૦ ★ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ Page #94 -------------------------------------------------------------------------- ________________ (દોહરા) પ્રવહણથી સહુ ઉત્તરી, જલ ઇંધણ લે લોક; કૌતુક જોતાં અતિ ઘણાં, ફરતા નરના થોક. ૧ અમરકુમાર પણ ઇણે સમે, દેખ કૌતુક સાર; વન વાડી પાદપ જુએ, સુરસુંદરી સહ નાર. ૨ સુંદરી થાકી તિણ સમે, કુમારે પણ વિશ્રામ; પાદપ છાયાયે તિહાં, બેઠા દંપતી તા. ૩ કંત ઉસંગે સુંદરી, નિદ્રાવશ થઈ નાર; તવ કુમર બેઠો, તિહાં, હૃદય કરે કુવિચાર. ૪ ભાવાર્થ - યક્ષદ્વીપે સિંહલદ્વીપ તરફ જઈ રહેલા વહાણ, વચમાં આવતા યક્ષદ્વીપે ઇંધણપાણી માટે સૌ ઉતર્યા. જેને જે કામ કરવાનું તે સૌ પોતપોતાના કામે લાગી ગયા. વળી કેટલાક દ્વીપના સૌંદર્યને જોવા માટે કિનારે આમતેમ ફરી રહ્યા છે. કૌતુકને જોવા માટે અમરકુમાર પણ સુરસુંદરી સાથે દ્વીપ ઉપર ફરી રહ્યો છે. દીપના કિનારેથી દૂર રળિયામણો બગીચો હતો. તેને જોવાનું સુંદરીને મન થતાં કાફલાથી થોડે દૂર બંને જણ ઉદ્યાનમાં સહેલ માણવા માટે ગયા. અવનવી વનરાજી જોતાં સુંદરીને ઘણો જ આનંદ થાય છે. અમરને કહી રહી છે પરદેશ જવા નીકળ્યા તો આ બધું જોવા મળ્યું. નહિ તો કુદરતની લીલા ક્યાં દેખત? આમ વાતો કરતાં ને કરતાં દંપતીએ લતા મંડપ જોયો, ત્યાં બંને જઇને બેઠા. અવનવી વાતો કરતાં સુંદરી થાકી ગઈ. શીતલ વાયુ મંદ મંદ વાય રહ્યો છે, હૈયે ટાઢક પણ છે, ચિંતા કોઈ જ નથી, થાકેલી સુરસુંદરી સ્વામી અમરકુમારના ઉત્સગે માથું મુકીને સૂઈ ગઈ. વાત કરતી બાળાને મીઠી નિંદર આવી. નિર્ભયપણે બાળા સ્વામીના ખોળામાં નિદ્રાવશ થઈ ગઈ. હવે કુમાર એકલો પડ્યો. નિર્દોષ પત્નીને જોયા જ કરે છે. કેવી બાળ ભોળી છે? વિચારમાં ઊંડો ઉતરી ગયો. કુમાર પત્નીના ગુણોને સંભારતો થકો વળી અવનવા વિચારોમાં ગરકાવ બની ગયો. અવળચંડુ મન યારેય નવરું બેસી રહેતું નથી, મગજને પણ બેસવા દેતું નથી. સારા-નરસા વિચારો આવ્યા જ કરવાના. તેમાં વળી જો એકાન્ત હોય તો તો આ વિચારો, વણથંભ્યા આગળ વધ્યે જ જાય છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે એકાન્ત અને અંધકાર બહુ ભૂડાં ભયંકર અને ખતરનાક છે. એકલો પડેલો અમરકુમાર ભૂતકાળની દુનિયામાં પહોંચ્યો ને કુવિચારના આડે ચડ્યો. ઢાળ - ચોથી (બીજી અશરણ ભાવના - એ દેશી) અમરકુમાર ચિત્ત ચિંતવે, એ સુંદરી અવદાત રે, બાલપણા માંહિ જે થઇ, સાંભરી પૂરવ વાત રે; મે રમતાં લઘુ જાત રે, નિશાળે કૌડી સાત રે, લેઈ સુખડી ખાતરે, તવ મુજ ગાળ દેવાત રે, ડિસ મ ધરશો રે પ્રાણીયા. એ આંકણી. ૧ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #95 -------------------------------------------------------------------------- ________________ ( ૬૨ ઇણિપરે સઘલા સાંભર્યા, પ્રાગવિભાષિત બોલ રે, ક્રોધાનલ તનુ-ગૃહ ભર્યો, નિષ્ઠુર થયો નિટોલ રે, ચિત્ત ફરતો ચડોલ રે, દેઉં કોડી સમોલ રે, કિમ લેશે રાજ્ય બોલ રે. ડેંસ. ૨ ઇણિ પરે ચિત્તે ચિંતવી, કરી બુદ્ધ કુબુદ્ધ રે, સૂતી મેહલી એકલી, અબળાનેહ વિલુદ્ધ રે, સાથે તેડી સક્રોધ રે, કામ કર્યો મતિ ઊંઘરે, ન કરે કામ જે લોધ રે, થયો દેખતો અંધ રે. ૐસ. ૯ ચાલ્યો પાપી એકલો, સૂતી મેહલી સાજ રે, કોડી સાત બાંધી કરી, તસ ચીરે તજી લાજ રે, લખીઆ અક્ષર તાજ રે ઇણિ કોડીએ ગ્રહે રાજ રે, ઇણિપરે કીધ અકાજ રે, ક્રોધી જે કરે કાજ રે, તસ ન રહે જગલાજ રે, જનપદમાં અપભ્રાજ રે, ક્રોધ મ કરશો રે પ્રાણીયા... એ આં. ૪ ક્રોધ તણે વશ પ્રાણીયો, શું શું ન ન કરે અન્નાણરે, પરદુ:ખ ચિત્તમાં ન લેખવે, દ્વેષતણે રસ જાણ રે, નાશે સકલ વિન્નાણરે, પુણ્યતણી કરે હાણ રે, પૂરે પાપની ખાણ રે, શિવગૃહ અર્ગલા જાણ રે, નરક વિના નહિ ઠાણ રે... ક્રોધ. ૫ પૂરવ કોડ ચરણ ગુણે, વાસિત આતમા જેણ રે, ક્રોધ વિવશ હુંતા દોઘડી, પામે ફલતણી હાણ રે, ઇમ સિદ્ધાંત પ્રમાણ રે, દંડકરાય પ્રધાન રે, પાલક નામે અન્નાણ રે, પાચસે મુનિવર જાણ રે, ક્રોધે પીલતો ઘાણ રે, પામ્યા કેવલનાણ રે. પોહતાં શિવસુખ ઠાણરે, ઉપદેશમાલ વખાણ રે. પાલક નરક નિશાણ રે... ક્રોધ. ૬ (મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નચંદ્ર ઋષીસ્વરુપ, નિર્મલ ધ્યાન જ ધ્યાય રે, શ્રેણિક અનુચર દુર્મુખે, ક્રોધાનલ સળગાય રે, સપ્તમ દલિક મેલારે, શુક્લ ધ્યાને ફેડાયરે, કેવલ દુગ પ્રગટાય રે, ખેમા જગત મનાય રે, વીર જિણંદ કહ્યા રે, સાંભળ શ્રેણિક રાય રે. ક્રો. ૭ નિઃક્ષત્રી વસુધાકરે, પરશુરામ કમાણ રે, સુભૂમ બ્રહ્મદત્ત ક્રોધ શું, સપ્તમ નરક ઠાણ રે, વળિ નિસુણો ભવિ-પ્રાણ રે, ભોગે અભ્જ માણરે, કરે કર્મ બંધાણ રે, રાજગ્રહીય મંડાણ રે, ભિક્ષુ દ્રુમક અશાણ રે, પાડચો લોક ભંગાણ રે, સપ્તમ નરક પ્રયાણ રે. ક્રો. ૮ સપરાક્રમ નૃપ બાંધવા, સરસ તનુ સુકુમાલ રે પ્રેતવને શુભ ધ્યાનશું, કાયોત્સર્ગ વિશાલ રે, મુનિવર ગજસુકુમાલ રે બાંધી મસ્તક પાલ રે, પ્રાચીન કર્મ સંભાલ રે, ચડીયા ઉપશમ ડાલ રે, ટાળી સકલ જંજાલ રે, શિવસુંદરી વરમાલ રે, સોમીલ જે વિકરાલ રે, ક્રોધીએ કર્યો કાલ રે, માધવતી દુઃખજાલ રે, એ વિ ઉપદેશમાલ રે, ક્રોધ. ૯ ઇણિપરે આગમ જાણતો, ક્રોધે શેઠ કઠોરે, તતખિણ પોહતો પ્રવહણો, અબલા શું કરી જોર રે, નર-રુપે થયો ઢોર રે, કીધું પાપ અધોર રે, સાથ માંહે કરે શોર રે... ક્રોધ. ૧૦ હાકાં પ્રવહણ વેગ શું, નથિ રહેવું અહીં રોક રે, જો મુજ નારીને હણી, ઇમ બોલે મુખ કોક રે, મેહલે મોટી પોક રે, રુદન કરે સવિ લોક રે, કુમરીનો ધરે શોક રે, ચાલ્યા પ્રવહણ થોક રે, ક્રો. ૧૧ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૬૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ રાસ રચ્યો રળિયામણો રે, સુરસુંદરીનો રસાલ રે, બીજા ખંડણી કહી, ચોથી ઢળકતી ઢાળ રે, કહે જિનવીર કૃપાલ રે, ભવિયણ ક્રોધને ટાળ રે, બાંધો પુણ્યની પાળ રે. ક્રોધ. ૧૨ ભાવાર્થ - વેરનો બદલો દરિયાનો કિનારો, પૂરબહાર ખીલેલી વનરાજીથી ભરેલું ઉપવન. લતામંડપ નીચે વિશ્રામ કરતા દંપતી નિર્ભયપણે નિદ્રા લેતી સુંદરી, ને કુવિચારે ચડેલો એકાન્તમાં રહેલો કુમાર. સુંદરી સ્વપ્ન સૃષ્ટિમાં વિહરે છે. કુમારને ભૂતકાળ આંખ સામે તરવરે છે. ચિત્તને વિષે બાળપણાની દુનિયામાં ચાલ્યો ગયો. ઠીક! આ બાળા મારી સાથે ભણતી. અમે સાથે ભણતાં રમતાં. આજ અમે આ સ્થાને પહોંચ્યા. પણ.. પણ. કુવિચારોના વાદળો અચાનક ધસી આવ્યા. ઘણી બધી સારી વિચારસરણીએ ચડી ગયેલા કુમારને સાત કોડીની વાત સાંભરી આવી. એક પછી એક થયેલ વાતો સ્મરણ પટ પર આવવા લાગી. મેં આંચળેથી છોડેલી સાત કોડી, મંગાવેલી સુખડી, સરખે ભાગે વહેંચીને દીધેલી સુખડી, સુંદરીનો ભાગ રાખી, અમે સૌ એ ખાધી, સુંદરીએ કરેલું અપમાન. સુખડીની વાત, તેથી દીધેલી ગાળ, બાલ્યકાળની બધી વાતો તાજી થઇ. હા તે વાળેએ મેં જવાબ આપ્યો નહોતો. મૌન રહીને અપમાનને ગળી ગયો. હૈયે લાગ્યો એ ડંખ. એ ડંખ અત્યારે કુમારને બમણા જોરથી હૃદયમાં ડેખવા લાગ્યો. બદલો લેવાની વૃત્તિ થઇ આવી. મન અને વિવેક બુદ્ધિ વચ્ચે જોરદાર ઘમસાણ ચાલુ થયું. મને કહે કે કુમાર! તક મળી છે બદલો લેવાની. છોડી દે પત્નીને! મેવળશે રાજ. પછી જો જે તેના હાલ! વિવેકી બુદ્ધિ કહે – હે કુમાર! આ અબળા ઉપર આવા કુવિચાર? બાળપણની વાત અત્યારે વિસરાઇ ગઇ છે. આ વાતને હવે શું? બધું જ છોડીને આવી છે તારી સાથે ને તારા વિશ્વાસે તારી સેવા ભક્તિમાં ક્યાંયે ઓટ આવવા દીધી છે? ભૂલી જા બધું જ ભૂલી જા. બિચારી અબળાના બોલનો બદલો લેવાનો છોડી દે. સુખી સંસારને દુ:ખમાં ન નાખ. કુમારની બુ બુદ્ધિ અને મન વચ્ચે ચાલેલું યુદ્ધ. આખરે મનનો વિજય થયો. વિવેક બુદ્ધિ હારી ગઇ. કુબુદ્ધિએ કુમારનો કબજો લીધો. કહી દીધું સાત કોડી દઈ દે. જો હવે તે શું કરે છે? કેવી રીતે રાજ લે છે? સાતે કોડી કાઢીને સુંદરીના આંચલે બાંધી દઉં. આ પ્રમાણે વિચારતા સબુદ્ધિ ચાલી ગઈ. કુબુદ્ધિથી બદલો લેવાનો પાકો નિર્ણય થઈ ચૂક્યો. વિશ્વાસઘાત કરવા તૈયાર થયો. સૂતેલી સુંદરીને શી ખબર કે મારો સ્વામી વિશ્વાસઘાત કરશે. સ્નેહને ભૂલી ગયો. પ્રીતિ ભૂલી ગયો. કુંવરીની વફાદારીને ભૂલી ગયો. ન કરવાના કામ કરવાને માટે તૈયાર થયો. કઠણ કલેજાના માણસો ન કરે તેવું કામ કરવા કુમાર તૈયાર થયો. આ ટાપુ ઉપર એકલી સ્ત્રી છોડી દેવા તૈયાર થયો. જાણે છે કે અહિંયા એનું કોણ! શું કરશે બિચારી! પણ ડખેલી વાત હૈયે ધસી આવતાં બધું જ ભૂલીને દેખતાં છતાં અત્યારે આંધળો બની ગયો છે. સૂતેલી કુંવરીના આંચલે નિર્લજજ કુમારે સાત કોડી બાંધી દીધી. ને ઉપર લખી દીધું કે સાત કોડીથી રાજ્ય મેળવજે. ખોળામાં રહેલું માથું હળવેકથી નીચે મુકી દીધું. ને એકલી સૂતેલી બાળાને છોડીને પૂર્વભવના ભયંકર પાપના ઉદય કુવિચારોને રવાડે ચડેલો કુમાર નિર્દય બનીને ચાલ્યો. હજુ ચાર ડગલા ગયો વળી મનમાં વિચાર આવ્યો. કુમાર આ શું કરો છો! પાછા વળો. સ્વીકારી લ્યો. ન છોડો આ નિર્જન ટાપુ ઉપર. વળી મેલા મને હરાવી દીધો. ક્રોધના વશે પડેલા માણસો અકાર્ય કરવામાં પાછા પડતા નથી, જેથી જગમાં તેની લાજ રહેતી નથી. સમાજમાં અપભ્રાજના થાય છે. માટે હે ભવ્ય જીવો, ક્યારેય ક્રોધને વશ ન થશો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ६४ Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની ભગવંતો કહે છે, ક્રોધના વશ થકી પ્રાણીઓ શું શું ન કરે! અર્થાત્ અનર્થ જ કર્યા કરે. બીજાના દુઃખને સમજી શકતા નથી. ફક્ત 4ષના માર્ગે ચાલતા હોય છે. અવળે માર્ગે જતાં થોડું પણ જે રહેલું જ્ઞાન તે પણ નાશ પામે છે. ભવાંતરથ લાવેલા જે પુણ્ય તેની હાનિ થાય છે. પુણ્ય હાનિ થતાં પાપનાં પોટલાં માથા પર ખડકાય છે. પાપની જે ખાણ હોય તેને ભરે છે. આવા ક્રોધીજીવાત્માને માટે શિવનગરના દ્વાર બંધ થાય છે. ક્રોધ એ શિવપુરની અર્ગલા છે. છેવટે તેનું સ્થાન નરક સિવાય બીજે ક્યાંયે હોતુ નથી. હે પ્રાણીઓ, તમે કોઈ ક્રોધ ન કરશો. શાસ્ત્રમાં કેટલાયે ઉદાહરણો ટાંક્યા છે કે ક્રોધને વશ થયેલ જીવોની શી શી હાલત થઇ છે. પૂર્વોડ વર્ષ સુધી સુંદરતા સંયમ ચરિત્રની આરાધના કરનાર મહાન પુણ્યશાળી આત્માઓ, ફક્ત બે ઘડી ક્રોધને વશ થતાં પૂર્વક્રોડ વર્ષના સંયમના ફળને ખોઈ નાખે છે. ચારિત્રને બાળી નાખે છે. આવી વાતો સિદ્ધાન્તના પાને લખાઈ છે. દંડક રાજા પાલક મહામંત્રી આ ભરતક્ષેત્રમાં સાવત્થી નગરીના રાજા જિતશત્રુની રાણી ધારણીનો રાજકુમાર અંધકકુમાર, રાજકુંવરી પુરંદરા હતા. રાજકુમારીને કુંભકારનગરના રાજા દંડકને પરણાવી. દંડકરાજાને પાલક નામનો અભવ્ય દુષ્ટ બુદ્ધિ વાળો મંત્રી હતો. એકદા રાજ્યના કામ અંગે પાલક સાવથી નગરીમાં આવ્યો. તે વખતે વીસમા શ્રીમુનિસુવ્રત સ્વામી વિહાર કરતાં આ નગરીમાં આવ્યા. પ્રભુના મુનિઓની અવહેલના પાલકે કરી. નિંદા વિકથા આદિ કરવા લાગ્યો. તે સાંભળી અંધકકુમારે પાલકને ધુત્કારીને કાઢી મુક્યો. તેથી પાલક ખંધકકુમાર ઉપર ઘણો રોષે ભરાઈને પોતાના નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ પરમાત્માની દેશના સાંભળવા પિતા સાથે ખંધકકુમાર પણ ગયો. દેશના સાંભળી વૈરાગ્યે થતાં પિતાની અનુમતિ લઇને ૫૦૦ રાજકુમાર સાથે પરમાત્મા પાસે દીક્ષા લીધી. નિરતીચારપણે સંયમ પાળતા ઉગ્ર તપ કરતાં જ્ઞાન ધ્યાનમાં ઘણા આગળ વધી ગયા. એક વખત પરમાત્મા પાસે બંધક મુનીએ જ્ઞાના માંગી. હે પ્રભુ! બેનના દેશમાં જવાના ભાવ છે. આજ્ઞા આપોતો તે તરફ જઈએ. પ્રભુ કહે, હે મહામુની! તમારા બેનના દેશમાં મરણાંત ઉપસર્ગ આવશે. બંધક મુની કહે, પ્રભુ! જીવતા પણ આરાધના સુંદરતર થાય છે. મરણ આવશે તો મોક્ષ સુખને પામશું. ઉપસર્ગનો ભય નથી. પ્રભુ કહે, હે મહામુનિ! આ ૫૦૦ શિષ્યોને પણ મરણાંત ઉપસર્ગ આવશે. સૌ કહે ભલે. હસતાં હસતાં ઉપસર્ગને સહન કરતાં કર્મને વિદારશું. પ્રભુની આજ્ઞા લઇ ૫૦૦ શિષ્યો સાથે બંધક મહામુનિ બેનના દેશ કુંભકાર નગરી તરફ વિહાર કરી ગયા. આ સમાચાર પાલકને મળી ગયા. તેણે વેર લેવાનું નક્કી કર્યુ. નગર બહાર ઉદ્યાનમાં જમીનમાં ખાડો કરીને હજારો હથિયારો ગુપ્ત પણે મંડારી દીધા. આ બાજુ મુનિ મહારાજ ૫૦૦ શિષ્યો સાથે આ ઉદ્યાનમાં સ્થિરતા કરી. રાજાને વધાઇ ગઇ. બંધક મુનિ પધાર્યા છે વંદન કરવા માટે પાલક ને કહ્યું. પાલક કહે,મહારાજ! આ સાધુ ઢોંગી છે. સાધુના વશમાં ૫૦૦ સુભટો લઈને આવ્યો છે. જે તમારું રાજ લઈ લેવા આવ્યો છે. તેણે તો પહેલેથી જ ઉદ્યાનમાં હથિયારો સંતાડ્યા છે. રાજાને સાથે લઈને ઉદ્યાનમાં સંતાડેલા પોતે હથિયારો કાઢી બતાવ્યા. વાત બંધ બેસતી આવી. દંડક રાજા મુનિઓ પર ક્રોધે ભરાયો અને બધા જ મુનિને બંધનમાં નાંખી દઇને પાલકને સોંપી દીધા. આ મુનિઓને જે શિક્ષા કરવી હોય તે કરજે. રાજાની આજ્ઞા મળતા ઘણો આનંદ પામતો પાલક મુનિઓની કદર્થના કરવા લાગ્યો અને મુનિઓને તેલની ઘાણીમાં તલવાની સજા ફરમાવી. ૫૦૦ મુનિઓને ઘાણી પાસે લઈ ગયો. અંધક મુનિને ઘાણી પાસે એક થાંભલે બાંધી દીધા. ૫૦૦ શિષ્યોને વારાફરતી ઊંચકીને ઘાણીએ પીલવા લાગ્યો. ક્રોધને વશમાં વેરનો બદલો લેતો પાલક ઘણો આનંદ પામવા લાગ્યો. જ્યારે મુનિ અંધકે પોતાના ૫૦૦ શિષ્યોને નીજામણા કરાવવા લાગ્યા. ૪૯૯ નીજામણા કરાવી અંતગ્રહ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૬૫ Page #99 -------------------------------------------------------------------------- ________________ કેવળી થઇ મોશે પહોંચી ગયા. જે છેલ્લા બાળ મુનિ હતા તેના માટે બંધક મુનિએ મના કરી. મને પહેલા પીળી નાંખ પછી બાળ મુનિને પીળજે. પાલક મંત્રી માને ખરો? બાળ મુનિને ઉંચક્યા અને ઘાણીએ નાંખ્યા. તેઓ પણ કેવળ પામી મોક્ષે ગયા. પણ બંધક મુનિ છેલ્લે મનને કાબૂમાં ન રાખી શક્યા. ક્રોધે ભરાયા અને નિયાણું કર્યું કે મારા ચારિત્ર બળે હવે પછીના ભવે આ રાજા અને પાલકને મારનારો થાઉં. ને બંધક મુનિએ ઘાણીએ પીલાયા અને અગ્નિકુમાર દેવ તરીકે ઉત્પન્ન થયા. ક્રોધના આવેશમાં પાલક મંત્રીએ કેવા ભયંકર કુકૃત્યો કર્યા અને છેવટે મરીને સાતમી નરકે પહોંચ્યો. ક્રોધના ફળે બંધક મુનિ કે જેઓએ ૫૦૦ શિષ્યોને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવી અને પોતે પણ આ માટે સક્ષમ હોવા છતાં છેલ્લી ઘડીએ ક્રોધ આવતાં નીયાણું કર્યું અને મોક્ષ માર્ગથી વિચલીત થયા. તેજ રીતે પલક મહામંત્રીએ ક્રોધના ભયંકર ફળ સાતમી નારકીએ ઉત્પન્ન થઈ ભોગવ્યા. પોતનપુરના રાજર્ષિ શ્રી પ્રસન્નચંદ્ર મુનીશ્વર ઉત્કૃષ્ટ પણે સંયમને પાળતા હતા. એકાદ રાજગૃહી નગરની બહાર ધ્યાનમાં ઊભા હતા. બે હાથ ઊંચા અને એકાગ અદ્ધર, આંખ બંધ કરી અપૂરવ ધ્યાનમગ્ન હતા. શ્રેણિક રાજાના દુર્મુખ અનુચરના શબ્દો કાને પડતાં. -- “અહિં ધ્યાન ધર્યું છે. રાજનગરી ભયમાં - પરિવાર બધો ચિંતામાં છે. આવો ધર્મ કોને કહ્યો? આ વચનો સાંભળતા મુનિ ક્રોધે ભરાયા. ભાન ભૂલ્યા. ધ્યાનમાંને ધ્યાનમાં રણસંગ્રામ ચાલુ થયો. ક્યાં સુધી? સાતમી નારકીના કર્મદલિક બંધાયા. (આ દલિકમાં રસ નાખ્યો ન હતો) ને એ માનસિક યુદ્ધ કર્યું. કોઇ શસ્ત્ર ન રહેતા, માથાનો મુગટ લેવા હાથ ઉપાડ્યો માથે મુંડન ભાન થયું હા! હું ક્યાં? પાછા વળ્યા. પળમાં પાછા શુક્લધ્યાન કરીને ક્રોધથી બંધાયેલા નરકના દલિકને એપવીને, કેવલજ્ઞાન-દર્શન મેળવ્યું. આવી ક્ષમતા? ક્રોધ જતાં આવે. ક્રોધ હોય ત્યાં ક્ષમા ન હોય. ક્ષમા હોય ત્યાં ક્રોધ ક્યારેય રહેતો નથી. હે શ્રેણિક! સાંભળ! આ રીતે વીરનિણંદે કહ્યું છે. વળી પરશુરામે ક્ષત્રિય વિનાની પૃથ્વી કરી. તેની સામે બ્રહ્મદત્ત ચક્રવર્તિએ ક્રોધને વશ થઈને ૨૧ વખત બ્રાહ્મણ વિહોણી પૃથ્વી કરી. ચક્રવર્તિપણાને પામેલા બ્રહ્મદત્ત અને સુભૂમિ ક્રોધના વશ થકી સાતમી નરકને પામ્યા. - કૂમકકુમાર વૈશાલી નગરીમાં શેરીએ શેરીએ પુણ્યવિહોણો કુમક હાથમાં શકોરું લઇને ફરી રહ્યો છે. આખો દિવસ રખડવા છતાં ઉદરપૂર્તિ પણ (ભીખ) મળતી નથી. એકદા વસંતોત્સવની ઉજવણીમાં નગરજનો નગરની બહાર વનમાં ગયા છે. નગરી આખી ખાલી છે. ઠુમક પણ પોતાનું શકોરું લઈને ભીખ માંગવા નગરજનોની પાછળ વનમાં ગયો. વનોત્સવમાં નગરલોકો મન મૂકીને ક્રિડા આનંદ મનમાની મોજ માણી રહ્યા છે. દુમકની સામે જોવાની કોઈને ફુરસદ નથી. ભૂખથી પીડાયેલો દુમક લોકો પાસે ખાવાનું માંગે છે. પણ પૂર્વના પાપના ઉદયે સૌ તેને ધુત્કારે છે. પણ ચપટી ખાવાનું કોઈ આપતું નથી, કંટાળેલો ઠુમક ગુસ્સે થયો. વનની બાજુમાં નાના પર્વત ઉપર જઇને બેઠો. વિચારે છે કે મને કોઈ ખાવા આપતું નથી. પણ અહિંયા કેવી મિજબાની ઉડાવે છે. લોકો પાસે છે ઘણું પણ મને કોઈ આપતું નથી. તો આ બધાને એકી સાથે આ પર્વત ઉપરથી આ મોટી શિલા ગબડાવીને મારી નાંખુ, ખાવાનું ન મળતાં આર્તધ્યાનમાં પડેલો કુમક ગુસ્સામાં “સૌને મારી નાંખુ' આ પ્રમાણે રૌદ્ર ધ્યાનમાં ચાલ્યો ગયો. કેટલા દિવસનો ભૂખો હોવાથી તે તદન અશક્ત છે છતાં ઘણું બળ એકઠું કરીને પર્વત ઉપરની શીલા ગબડાવવા મહેનત કરી. પણ શિલા ગબડે તે પહેલા તે ગબડ્યોને તે જ શિલા ને તે આવી ગયો અને તેનું કરૂણ મોત થયું. આમ રૌદ્ર ધ્યાનને પરિણામે તે નરકમાં પહોંચી ગયો. પરાક્રમથી યુક્ત ત્રણખંડના અધિપતિ કૃષ્ણમહારાજા જેના બંધુ છે, તેના નાનાભાઈ સુકોમળ શરીર વાળા ગજસુકુમાર પ્રેતવને જઇ શુભધ્યાન ધરતા હતા. કાયોત્સર્ગમાં રહેલા મુનિની ઉપર સોમિલ સસરાએ પૂર્વકૃત વેરને સંભારતા ક્રોધથી ધમધમતા માટીની પાધ માથે બાંધી, ખેરના ધગધગતા અંગારા ભર્યા. ક્રોધને શરમ ન આવી. આવો ભયંકર ઉપસર્ગ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #100 -------------------------------------------------------------------------- ________________ કરતા સસરા ઉપર, મુનિ ઉપશમ ભાવને ટકાવી રાખતાં, સકલ કર્મનો ક્ષય કરીને કેવલજ્ઞાન પામી શિવસુંદરીને વર્યા. ક્રોધી વિકરાલ સોમિલ ભયંકર કર્મને બાંધીને આયુષ્ય પૂર્ણ કરીને માધવતી નામની સાતમી નરકે ભયંકર દુઃખને ભોગવે છે. જે ઉપદેશમાળામાં બતાવ્યું છે. આવા પ્રકારના વિપાકોને જાણતા, આગમને પણ જાણતા, છતાં અમરકુમારે ક્રોધ થકી કઠણ કલેજુ કરી નાંખ્યુ. ને ત્યાંથી મૂઠીવાળીને દોડતો દરિયા કાંઠે આવીને બૂમાબૂમ કરી મૂકી. દોડો! દોડો! આ દ્વીપના યક્ષરાજે આવીને સુરસુંદરીને મારી નાંખી. અબળાના ઉ૫૨ જોર કરીને માણસ હોવા છતાં પશુ કરતાં વધારે શેતાન-પાપી બનીને, અઘોર પાપને કરતો વહાણમાં ચડીને મોટેથી બધાને આ પ્રમાણે કહેવા લાગ્યો. તમે સૌ જલ્દી વહાણમાં ચડી જાઓ. જલ્દી વહાણને હંકારી દો. અહીં ક્ષણવાર પણ રોકાવું નથી. મારી પત્નીને ભરખી ગયો. વળી પાછો અહિં આવશે. મેં છોડાવવા ઘણો પ્રયત્ન કર્યો. પણ હું મારી પત્નીને ન બચાવી શક્યો. તદન ખોટાં બોલાયેલાં વચનો સૌને સાચાં લાગ્યાં. જરા પણ વિલંબ કર્યા વિના સૌ વહાણમાં ચડી ગયા. ખલાસીઓએ વહાણો હંકારી મૂક્યા. વહાણમાં રહેલો ન૨-પિશાચ બનેલો કુમાર મોટે મોટેથી રડવા લાગ્યો. તેનું રડવાનું સાંભળીને વહાણમાં રહેલા સઘળા લોકો પણ રડવા લાગ્યા. ખોટું રડવાનું ક્યાં સુધી ચાલે! સુંદરીનો શોક કરતા વહાણવટીઆઓ વહાણો વધારે વેગથી ચલાવવા લાગ્યા. યક્ષદ્વીપનું નામ પડતાં સૌને કાળજા કંપવા લાગ્યા હતા. જીવ બચાવવા ઇષ્ટદેવનું સ્મરણ કરતાં કિનારાને જલ્દી છોડી દીધો. આ પ્રમાણે ક્રોધને ધારણ કરતી આ બીજા ખંડ, તેની ચોથી ઢળકતી ઢાળ કહેતાં કવિરાજ કહે છે કે ભવ્યજીવો! જિનેશ્વર ભગવાનની કૃપા મેળવી હૃદયમાંથી ક્રોધને સદાને માટે વિદાય આપજો અને પુણ્યની પાળને બાંધજો. દ્વિતીય ખંડે ચોથી ઢાળ સમાપ્ત (દોહરા) અબળા પાછળ એકલી, જાગી કુમરી જાહે; નવિ દેખે પ્રીતમ સમીપ, ઉપની અંતર દાહ, ૧ ઇમ બોલે તિહાં સુંદરી, પ્રીતમ સુગુણ ગરિઠ; ગુપ્ત છપીને કિહાં રહ્યો, મોહન મુજ મન ઇઠ. ૨ ભાવાર્થ : યક્ષદ્વીપને પળવારમાં છોડી દેતાં, વહાણો સડસડાટ કરતાં આગળ ચાલવા લાગ્યા. વહાણમાં રહેતા લોકો ભયના માર્યા પાછું વળીને દ્વીપ સામે એક નજર પણ નાંખતા નથી. પ્રપંચી કુમારે પત્નીને છોડી દીધી. આ સાચી વાત એક કુમાર જાણે. બીજા કોઇને કશી ખબર નથી. ખોટો શોક કરતો, સુંદરીને સંભારતો થકો વહાણમાં રહ્યો છે. પણ પત્ની ભૂલાતી નથી. હવે આ બાજુ યક્ષદ્વીપમાં મુકેલી અબળા સુરસુંદરી ઊંધ પુરી થયે જાગી. બિચારીને કંઇ જ ખબર નથી. જ્યારે કુંવરી જાગી. પોતાનું માથું નીચે મુકેલું છે. પોતાની પ્રીતમને માથા પાસે બેઠેલો ન જોતાં સફાળી બેઠી થઇ. હૈયે ફાળ પડી. અંતરમાંથી આહ નીકળી ગઇ. ને બોલવા લાગી. હે પ્રીતમ! હે ગુણવાન! આપ ક્યાં ગયા? મારા મનને આનંદ પમાડનાર હે મોહન! છળીને આપ ક્યાં સતાઇ ગયા! જલ્દી આવો! મને દર્શન આપો. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૬૭ Page #101 -------------------------------------------------------------------------- ________________ ઢાળ - પાંચમી (જીવ જીવન પ્રભુ કિહાં ગયા રે, - એ દેશી) છાનો છપી પિઉ કિહાં રહ્યો રે, મોહન મુજ મન ઇઠ રે, નિરાધાર હું એકલી રે, એણે દ્વીપે હું ચીઠ રે. છાનો. ૧ પ્રીતમ આવો ઉતાવલા રે, સાદ કર ઇમ ભાસ રે; કાંતારે કરતાં થકાં રે, હાંસી તે હોઈ વિખાસ રે. છા. ૨ પરણી તરુણી વેલડી રે, જલ પાખે સૂકાય રે; સીંચો પ્રેમ સુધાર સે રે, જિમ નવપલ્લવ થાય રે. છા. ૩ "જીવન વિણ જલ-જીવડો રે, તિમ તુજ વિણ મુજ થાય રે; પ્રગટ્યો વિરહાનલ તનુ રે, કિમહિ ન તેહ ઓલ્હાય રે. છા. ૪ સુગુણ સનેહી સાહિબા રે, રે! રઢિયાલા મિત્ત રે; રૂદન કરતી દેખીને રે, કાં ન કરે ઋજુ ચિત્ત રે. છા. ૫ જીવન તું મુજ જીવનો રે, સાંભળ સુકુલવતંસ; બાળપણે જે બોલીયા રે, સો રખે આણો ડંસ રે, છા. ૬ મેં કલહંસ કરી ગયો રે, હોવે રખે હવે કાક રે; સુરદ્યુમ લહી સેવ્યો સદા રે, આપે રખે ફલ આંક રે. છા. ૭ રુદન કરતી આંસુ ઢલે રે, લુહે ચીરે કરી જામ રે; પાલવે લખીયા ઓલખ્યા રે, અક્ષર વાંચ્યા તામ રે, છા. ૮ એહ કોડી સાતે કરી રે, રાજ્ય ગ્રહ તું નાર રે; હા! હા! કરી ધરણી ઢળી રે, સુરસુંદરી તિણીવાર રે, છા. ૯ કુણ બોલ તિહાં ટાઢો દીએ રે, કુણ છાંટે શીત મુર્છા વળી થઇ ચેતના રે, શીતલ લહિય સમીર રે, ૧૦ બોલે ઇમ સુરસુંદરી રે. એ. આ. અડવડતી ભૂમી પડે રે, કરતી રુદન વિલાપ રે; પંખી પણ દુઃખ દેખીને રે, ચિત્ત ધરતા સંતાપ રે. બોલે. ૧૧ રે! પીઉડા કાં પૂરવે રે, પૂરવ ભવનું વેર રે; કાં નવિ જલધિમાં ધરી રે, કાં નવિ દીધું ઝેર રે. બોલે. ૧૨ રે! પ્રીતમ મેં તાહરો રે, ન કર્યો કિંપિ વિનાશ રે, વિણ અપરાધે દ્વીપાંતરે રે, મેલી કાંઇ નિરાશ રે, બોલે. ૧૩ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #102 -------------------------------------------------------------------------- ________________ સમરી લઘુ પણ વાતડી રે, કાતડી દીધી કંઠ રે; બોલ્યા બોલ હષ્યાંમસે રે, તે તેં બાંધી ગંઠ રે, બો. ૧૪ એવડો રોષ હૃદયે હતો જો, તો શું પરણી દેખ રે; પરણી કાં કરી પ્રીતડી રે, મૂકી મારગ દ્વેષ રે, બોલે. ૧૫ સમિધ મૃતકસમ છે યદા રે, નિજથી ઉપનો જાણ રે; નાવ બહુલ ભારે ભર્યો રે, છેહ ન દે જલખાણ રે, બોલે. ૧૬ તેહથી પણ તું નિરગુણી રે, વિશ્વાસઘાતી ચંડાલ રે; મેં સવિ પંડુર પથ ગણ્યું રે, ન લહી કપટની જાલ રે, બોલે. ૧૭ પીઅરિયાં અલગાં રહ્યાં રે, મૂકી ગયો ભરતાર રે; હૈ! હૈ! દૈવ તું શું? કરે રે, નિર્દયી તુજ ધિક્કાર રે, બો. ૧૮ ઓછા પુરુષ ન ઓસરે રે, કરતા કુકર્મ અજાણ રે; દોષ ચઢે અબલા શિરે રે, તે તુચ્છ પુણ્ય પ્રમાણ રે, બો. ૧૯ સીતા સતી જગમાં વડી રે, રામે કરાવ્યું અધીજ રે, નીચ વયણ નિસુણી કરી રે વિણ દોષે મન ખીજ રે. બો. ૨૦ રુદન કરતી બાલિકા રે, વાલે વલિ મન આપ રે; દોષ કિશ્યો ભરતારનો રે, આવ્યા ઉદય કૃત-પાપ રે, બો. ૨૧ પૂરવભવે હું પાપિણી રે, કીધાં કર્મ અધોર રે; પારકા અવગુણ ઉચર્યા રે, નિજ અવગુણનો ચોર રે, બો. ૨૨ માયથી વચ્છ વિછોહિયા રે, કીધો પય અંતરાય રે; પંખી બંધન પાડિયા રે, સર કૂપ દ્રઢ સોસાય રે, બો. ૨૩ સાત વ્યસન રસે સેવિયા રે, મિત્ર શું કપટ કરાય રે; થાપણ રાખી ઓળવી રે, સંતાપ્યા મુનિરાય રે. બો. ૨૪ જોરે વ્રત ખંડાવિયા રે દીધાં અજાગતાં આલ રે; શ્રી જિનવચન વિરાવિયાં રે, ઇમ કરી પાતક જાલ રે, બો. ૨૫ તે સવિ આવી સામટી રે, પૂરવ કર્મની લીલ રે; ઇણે દ્વીપે હું એકલી રે, કિમ રહેશે મુજ શીલ રે, બો. ૨૬ શીલ થકી જગ પામીએ રે, સંપદ જસ સુખ સાત રે; દુષ્ટ-સુરાસુર-કિન્નરા રે, ન કરે કોઈ ઉપધાત રે. બો. ૨૭ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૬૯ Page #103 -------------------------------------------------------------------------- ________________ બીજા ખંડતણી કહી રે, પંચમી ઢાલની લીલ રે; બાવન વીર - વિજય કરે રે, તેહની જે ધરે શીલ રે, બો. ૨૮ ૧-પાણી, ર-સૂકું લાકડું, ૩-મેં ધોળું એટલું દૂધ માન્યુ, ૪-પ્રાચીનકાળમાં માણસ અપરાધી છે કે નહીં તે નક્કી કરવા પાણી કે અગ્નિ વડે કરવામાં આવતી પરીક્ષા. ભાવાર્થ : સુરસુંદરીનો કલ્પાંત હે મોહન મારા મનના ઇષ્ટદેવ! મારાથી સંતાઇને આપમાં રહ્યા છો? આપ જલ્દી આવો. હે નાથી હું અહિં નિરાધાર એવી એકલી રહેલી છું. હે પ્રાણનાથ! જ્યાં સંતાયા હોય ત્યાંથી ઉતાવળા આવો. હું આપને બોલાવી બોલાવીને હવે થાકી ગઈ છું. આ નિર્જન ટાપુના જંગલમાં આવી સંતાવવાની મશ્કરી ન કરે. હે સ્વામી! હું કેટલા સાદ દઉં. હસવામાંથી ખસવાનું ન થઈ જાય. મને મુંઝવણમાં ન નાખો. જળ વિના વેલડી સુકાય તેમ છે સ્વામી! તમારા પ્રેમ રુપી પાણીથી પરણેલી સ્ત્રીને સિંચશો નહિ તો આ તરુણ સ્ત્રી પણ કરમાઇ જશે. માટે જલ્દી આવો. પ્રેમ સુધારશે મને સિંચીને નવપલ્લિત કરો. જેમ પાણી વિના (પાણીના) જીવો તરફડે, તેમ તમારા વિના અહીં મારી દશા કેવી થઇ છે? તમારા વિરહે મારું શરીર દાઝે છે. તે કોઈ ઉપાયે આ દાહ શાંતિ થાય તેમ નથી. હે સુગુણ! સ્નેહી સાહિબ! હે પ્રેમ પ્યારા મિત્ર! તમારી પત્ની તમારા વિના ચોધાર આંસુ સારી રહી છે. રડતી સ્ત્રીને જોઇ તમારું દિલ કઠોર કેમ બન્યું છે? હૃદયને કોમળ કરો. સરળ બનાવીને મને સંભારી લ્યો. હે પ્રાણજીવન! મારા જીવનનો આધાર! હે ઉત્તમ કુળના અવતંસ! બાળપણે બોલાયેલા બોલનો હૈયામાં ડંખ ન રાખતાં. હે સ્વામી! મેં તો આપને કલહંસ સમાન ગણ્યા છે. હવે કાગડા ન થતા! મેં તો કલ્પવૃક્ષ સમજીને સેવા કરી છે. આપ આકડાના ફૂલની જેમ ન ફળતા. આમા રુદન કરતી જંગલના વૃક્ષોને રડાવતી એક વૃક્ષની પાછળ જોઇને બીજા વૃક્ષે પતિને જોવા દોડતી. આંસુને લુંછતી, ચારે કોર સ્વામીને જોતી પાલવ વડે આંસુને લુછવા લાગી, સ્વામીને ન જોતા ઊંચા સાદે રડી રહી છે. એક એક ક્ષણ કાળઝાળ જેવી લાગતી. આંસુ લૂછતાં લૂછતાં પાલવના છેડે કંઈક પોટલી જોઈ. અને પાલવને છેડે લખેલા અક્ષર જોયા. પાલવની ગાંઠ છોડીને અક્ષર પણ ઓળખ્યા. દ્રવ્યને ગણતાં સાત કોડીને જોઈ. અક્ષર વાંચ્યા “સાત કોડીઓ, હે સનારી! રાજ્યને ગ્રહણ કરજે” શબ્દો વાંચતાની સાથે જ હા! હા! કરતી ધરતી પર ઢળી પડી. મૂછિત થઈ ગઈ. નિર્જન ટાપુ પર એકલી અટુલી અબળાને ત્યાં આશ્વાસનના ઠંડા શબ્દો કોણ કહેવાનું હતું. તેમજ ઠંડુ પાણી છાંટનાર કોણ હતું? કોઈ પવન નાંખનાર પણ ન હતું. ક્યાં સુધી અચેતન અવસ્થામાં પડી રહી. દરિયાકિનારે મંદ મંદ આવતા શીતલ પવનથી મૂચ્છ દૂર થઈ. ચેતના આવી. ને ત્યાં તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. કલ્પાંત કરતી સુંદરી ઉભી થઇને ચાલવા જાય છે ત્યાં તો પડતી આખડતી વળી ભૂમિ ઉપર પડે છે. મોટા સાદે રડતી, અથડાતી કૂટાતી, વારંવાર જમીન ઉપર પડતી, ઊભી થઈને ચાલતી, અતિશય આક્રંદ કરતી, વિલાપ કરતી, બગીચામાંથી બહાર આવે છે. સુંદરીનો કલ્પાત સાંભળી વૃક્ષોના પાંદડાં સ્થિર થઈ ગયાં. પંખીઓ સુદંરીને જોઇને ઘણા દુઃખી થયા. વાતાવરણ કરુણામય બની ગયું. ત્યાં રહેલા સઘળા જીવો જાણે ચિત્તને વિષે ખેદ ન કરતા હોય. તેમ સુરસુંદરી ઉપર સૌ સહાનુભૂતિભાવ દર્શાવતા હતા. O મહાસતી શ્રી સુરસુંદરીનો સસ) Page #104 -------------------------------------------------------------------------- ________________ ઘણા કલ્પાંત સાથે રડતી સુંદરી થાકી. બેઠી તટના પટમાં, ....... વળી મોટેથી રડતાં બોલવા લાગી. હે પ્રીતમ! બાળપણની વાતને યાદ કરીને મનમાં ડંખ રાખીને, પૂર્વભવના વેર શા માટે લેવા તૈયાર થયા. તરછોડવી હતી તો વહાણમાંથી સમુદ્રમાં કાં ન નાખી! અથવા ઝેર કેમ ન દીધું. મને સમુદ્રમાં નાખી હોત, ઝેર આપ્યું હોત તો પણ સારું. એકવાર મરવું જ હતું ને તે મરી જાત. પણ મને અહીં સુધી શું કામ લાવ્યા? હે સ્વામી! મેં તમારું કંઇજ બગાડ્યું નથી. તો ભયંકર નિર્જન ટાપુ પર મને એકલી નિરાધાર કેમ છોડી દીધી? અપરાધ વિનાની મને છોડી દેતાં તમારા હૈયાને કઇજ આંચકો ન આવ્યો. જરાપણ દયા ન આવી. આમ નિર્દય બનતાં શરમ ન આવી? મારો કોઈ મોટો અપરાધ નથી? જેની આવી મોતના ઘાટ ઉતારવાની ભારે સજા કરી. બાલ્યકાળની વાતો સંભારી મને આવો દગો દીધો. ગળે પકડીને ઘક્કો માર્યો. બાળપણમાં હસવાના બહાને તમે તેની ગાંઠ વાળીને અત્યાર સુધી તેનો રોષ હૃદયમાં રાખ્યો હતો. તો પછી પરણ્યા શું કામ? એ દાવ વાળવા માટે જ મારી સાથે લગ્ન કર્યા? પરણ્યા પછી પણ પ્રીત આટલી બધી કેમ કરી? હૈયામાં વૈષ રાખી ઉપરથી પ્રેમ દેખાડી મને અધવચ્ચે રસ્તામાં રઝળતી મૂકી દીધી. ચાલતી ચાલતી સતી સમુદ્ર કાંઠે આવી. વહાણોને ન જોતાં સુંદરી વળી મૂર્શિત થઇ. કિનારે પડેલી સુંદરીને વળી ઠંડી લહરના પવનના સુસવાટે ચેતના આવી. દૂર દૂર જઇ રહેલા વહાણો જોઇ રહી. વળી પછી કકળતી બોલવા લાગી. હે નાથ! આ સાગર થકી પેદા થયેલુ લાકડું તેમાંથી બનાવેલ નાવ. આ નાવ ઘણો ભાર ભરીને આ સાંગર ઉપર ચાલી રહી છે. સાગરને તેથી ઘણું દુઃખ થાય. છતાં આ સાગર તે નાવનો છેહ દેતો નથી. ડુબાડી દેતો નથી. હેમખેમ સામે કિનારે નાવને પહોંચાડે છે. તે સમુદ્ર કરતાં પણ હે નાથ! તું વધારે નિર્ગુણી બન્યો. હું તો તારા વિશ્વાસે પરદેશ જોવા નીકળી, ને ભયંકર વિશ્વાસઘાત કરીને તુ વિશ્વાસઘાતી બન્યો. મેં તને ન ઓળખ્યો. હે ચંડાલ! મેં ધોળી વસ્તુ જેટલી જોઇ તે બધી જ વસ્તુ મને ઉજળી દૂધ જેવી લાગી. ધોળું એટલું બધું જ દૂધ સમજી. પણ કપટીના કપટની જાળને ન જાણી, ઉપરથી ઉજળો ભાસતો તું હૈયાથી કાળો હશે તે મને ખબર ન પડી. શું કરું? હે કિરતાર! પિયેરીયાં દૂર રહ્યા. જેનો સંગ કર્યો હતો તે ભરતાર પણ અધવચ્ચે મૂકી ગયો. હૈ! હૈ! નસીબ! તું આવો નિર્દયી બન્યો? તને ધિક્કાર છે. તને જરા પણ મારી દયા ન આવી. સ્વામીથી છૂટી પાડવી હતી તો અહિંયા શા માટે? ચારેકોર પાણી વચમાં જન વિનાનો ટાપુ - હું . જાઉં? કરવી જ હતી નાથ વિનાની તો કોઈ નગરના સીમાડે, ઘોર ભયંકર અટવીમાં, પર્વતની ટોચે - આવા સ્થળે છોડી હોત તો બીજાના સહારે મારા કર્મશત્રુને હઠાવત. હાય! અહિંથી હવે હું ક્યાં જાઉં? મારા શીલનું રક્ષણ કેમ કરીશ? દુર્જન માણસો ક્યારેય ખરાબ કર્મ કરવામાં પાછી પાની કરતા નથી. તેમજ દોષનો ટોપલો અબળાના શિરે નાખી દે છે. પોતે નિર્દોષ થઇને ખસી જાય છે. મહાસતી સીતાની પણ નીચ માણસના વચનો સાંભળી શ્રી રામચંદ્રજીએ પણ નગરની બહાર સતીની અગ્નિપરીક્ષા કરી. શીલના પ્રભાવે સતીનો જય જયકાર થયો. પુણ્યાઇની કચાશે શીલવતી મહાસતીઓને માથે પણ કલંક આવ્યા. સતીને ભયંકર વિટંબણાઓનો પાર નથી. કોણ આશ્વાસન આપનાર! આમ રુદન કરતી પોતાના મનને મનાવતી, કરેલા પાપોની નિંદા કરતી, આપમેળે આશ્વાસન પામતી, સ્વામીનો વાંક એમાં શો? મારા બાંધેલા કર્મો ઉદયે આવ્યા. તે ચેતન! વિચાર કર. ભવાંતરમાં મેં પાપિણીએ અઘોર કર્મ કર્યા હશે, પારકા દોષો જોયા હશે. મારા દોષો ઢાંક્યા. મારા અવગુણ ઢાંકી, બીજાના અવગુણ ગાયા હશે. એમાં સ્વામીનો શો દોષ? મનને સ્વસ્થ કરતી, વળી પૂર્વે બાંધેલા પાપો સંભારતી બોલે છે. મેં ગાય થકી વાછરડાં, અને બાળકોને મા થકી વિખૂટા પાડ્યા હશે. સ્તનપાન કરતાંઓને મેં અંતરાય પાડ્યો હશે અથવા પક્ષીઓને પાંજરામાં નંખાવ્યા હશે. સરોવર-કૂવા-વાવ-તળાવના પાણી સૂકાવી નંખાવ્યા હશે. સાતે પ્રકારના વ્યસનોને રસપૂર્વક સેવ્યા હશે. સ્વજન-મિત્ર મંડળની વચ્ચે મેં માયા - કૂટ કપટ કેળવ્યા હશે. ભોળાજનોની થાપણ સાચવવા લીધી પછી પચાવી પાડી. અર્થાત્ મેં પાછી આપી નહિ હોય. અજ્ઞાન વશ થકી મુનિ ભગવંતોને સંતાપ્યા હશે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) 9૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ મળેલી સત્તાના મદમાં લોકોના શીલને બળાત્કારે ખંડન કરાવ્યા હશે. નિર્દોષની ઉપર ખોટી શંકા લાવીને આળ ચડાવી હશે. વળી ભવાંતરે મળેલું જિનશાસન, તેમાં જિનેશ્વર ભગવાનને માન્યા નહિ હોય, આવા ભયંકર દુષ્કૃત્યોને લઇને મેં પાપોના ખડકલા ભેગા કર્યા હશે. તે સઘળાયે મારા પાપો આજે એકી સાથે ઉદયમાં આવ્યા. આ કર્મની જાળને આ નિર્જન ટાપુ ઉપર કેવી રીતે તોડી નાખીશ? આવા કપરા સંયોગોમાં મારા શીલનું રક્ષણ કઇ રીતે કરીશ? હે કિરતાર! તું શા માટે રૂઠ્યો? હવે મારું કોણ બેલી? પ્રાણના ભોગે પણ શીલનું રક્ષણ તો કરીશ. જગતમાં શીલ થકી આપદા નાસે, સુખ સંપદા પામે. વળી રખડતા દુષ્ટ દેવો-માનવો ક્યારેય ઉપઘાત કરતા નથી. રાજદુલારી સુરસુંદરી ક્ષત્રિયની બેટી છે. ખમીર તો લોહીના બુંદે બુદે ઉછળતું હતું. આવી પડેલી અણધારી ભયંકર આપત્તિને યાદ કરતાં ઘણું રડી લીધું. હવે નિશ્ચયથી શીલના રક્ષણની ચિંતામાં મગ્ન છે. ધર્મને પામેલી આ બાળા હવે સંયોગોને આધીન બની કેવી રીતે પોતાના શીલને પાળશે ને કેવી કસોટીએ ચડશે એ આ પાંચમી ઢાળ - બીજા ખંડની સમાપ્તિ બાદ આગળ પૂ. વીર વિજયજી મ. સા. શું કહે છે? શું બને છે? હે ભવ્યો! હવે સાંભળો ને શીલ માટે સાવધાન બનો. પાંચમી ઢાળ સમાપ્ત ⭑ (દોહરા) હવે સુંદરી ચિત્તવાલીને, બેઠી ધરિય વિવેક; પરમેષ્ઠી ચિત્ત સમરતી, ધરતી ધરમે ટેક. ૧ ગઇ વસ્તુ સોચે નહિ. આગમ ચિંતા નાંહિ; વર્તમાન વરતે સદા, સો શાતા જગમાંહિ. ૨ શ્રી નવપદ સ્મરણ કરે, જેહથી દુરિત પલાય; હિર - કિરહિર જરિ જલ જલણ બંધનભય સવિ જાય. ૩ સુંદરીનું દુઃખ દેખીને અસ્ત થયો રવિ તામ; તિમિર ભરે ભૂત શર્વરી બેઠી તરુઅધ ઠામ. ૪ ૫૨દેશે નવિ કીજિએ, નિદ્રા તે દુઃખ હેત; ઇમ જાણી જાગ્રત રહે, શીયલ સન્નાહ સમેત. પ ૧-સિંહ, ૨-હાથી, ૩-સર્પ, ૪-શત્રુ, ૫-પાણી, ૬-અગ્નિ, ૭-રાત્રિ, ૮-વૃક્ષનીનીચે. ભાવાર્થ : માતપિતાની લાડકી, અમરકુમાર શ્રેષ્ઠીની પત્ની આ યક્ષદ્વીપે નિરાધાર બનીને ચોધાર આંસુએ રડી રહી છે. પડખે કોઇ નથી. ઉપર આભ અને નીચે ધરતી. આંખ સામે અફાટ દરિયો. તે સિવાય કંઇ જ નથી. શીલને સાચવવા સંકટો મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૭૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ ઘણા આવે, શીલ જ સંકટોથી બચાવે. એ ક્યારેય ન ભૂલતા. કંઇક સ્વસ્થતાને આપમેળે પ્રાપ્ત કરે છે. મનને સમાધાન કરાવીને વિવેકી કુંવરી વૃક્ષની નીચે બેઠી છે ને ચિત્તને વિષે પંચપરમેષ્ઠીના ધ્યાનમાં મગ્ન બની છે. શ્રી નવકારમંત્રમાં અતૂટશ્રદ્ધાવાળી રાજકુમારી ધરતી ઉપર બેસી મન-વચન કાયાની એકાગ્રતાએ નવકારમાં એકદમ તલ્લીન બની. ભૂખતરસ બધું જ ભૂલી ગઈ છે! શાસ્ત્રમાં કહ્યું છે કે ગયેલી વસ્તુનો શોક ન કરવો, ને ભવિષ્યની પણ ચિંતા ન કરવી. પણ ભવિષ્યકાળ ઉજમાળ બનાવવા વર્તમાનમાં એ રીતે વર્તે. ખરેખર, તે જ સમજુ અને જ્ઞાતા જાણવો: શ્રી નવપદરુપ નવકારનું સ્મરણ જે કોઈ કરે છે તેનાં સર્વ પ્રકારના દુરિતો અને દુ:ખો નાશ પામે છે. વળી સિંહ, હાથી, સર્પ, શત્રુ, પાણી, અગ્નિ-બંધન આદિ બધા જ પ્રકારના ભયો નાશ પામે છે. કવિ ઘટના કરે છે. કરુણ કલ્પાંત કરતી સુંદરીનું ભયંકર દુઃખ જોઇને સૂર્ય પણ પોતાના કિરણો સંકેલીને અસ્તાચલે ચાલ્યો ગયો. સતીનું દુ:ખ ન જોઇ શકતો સૂર્ય અસ્ત થયો. અર્થાત્ રાત્રિ પડી. રાત્રિ તો અંધકારને ભરી રહી હતી. સતીનો દિવસ તો જેમ તેમ કરીને ગયો. રાત્રિ તો કેવી બિહામણી બની. ઘોર અંધકાર નિર્જન ટાપુ, દરિયા કિનારો, પાણીથી ઉછળતા મોજાનો ભયંકર અવોજ, આંખે જોઇ ન શકાય, કાને સાંભળી ન શકાય. વળી વનચર પશુઓના પણ અવાજ આવવા લાગ્યા. પણ સાવધાન થઇ ગયેલી સુંદરી તરુવર નીચે આસન લગાવી નવપદનું ધ્યાન ધરતી બેઠી છે. કહ્યું છે કે પરદેશમાં દુઃખના હેતુભૂત એવી રાત્રિને વિષે નિદ્રા ન લેવી. સુંદરીશાયલ પ બખ્તરથી યુક્ત છે અને નિદ્રા પરિહરીને શ્રી પંચપરમેષ્ઠીમાં એકાકાર બની છે. | ઢાળ - છઠ્ઠી (સંભવ જિન અવધારીયે - દેશી) ઇણિ અવસર તે દ્વીપનો, જક્ષ અધિષ્ઠિત જેહ; સપાપી. માણસ ગંધ લહી કરી, આવે હણવા તેહ. સપાપી. નવપદથી સુખ પામીયે રે... એ આંકણી. ૧ શ્રી નવપદ જપતી થકી, બેઠી દીઠી બાલ, સનેહી. યણ સુકોમલ બોલતી, પુન્યવતી સુદયાલ. સનેહી. નવ. ૨ શ્રી નવપદ મહિમા થકી, અનુકંપા તસ આવી. " " " શાંત હૃદય જશે તદા, સુરસુંદરી બોલાવી. સુબેટી. નવ. ૩ કવણ કાજે તું એકલી, અબળા સુણ, (કુણ?) અવદાત, સુબેટી. નિરધારી શું ઉચ્ચરે, તે સઘળી કહો વાત. સુબેટી. નવ. ૪ કહે કુમારી સુણો તાતજી, મુજ વીતકની વાત, પિતાજી. મૂલ થકી સઘળો કહ્યો, અનુભવિયો અવદાત. પિતાજી. નવ. ૫ શ્રી નવપદ સમરણ કરું, જેહથી દુઃખ અપહાર; પિતાજી. નિરાધારી મુજ કિમ કહો, શ્રી જિનધર્મ આધાર. પિતાજી. નવ ૬ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૭૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ ઇમ નિસુણી કુમરી તણાં, વિનયતણાં સુવચન્ત; પિતાજી જક્ષ કહે સુણ નંદના, તું જગમાં ધન ધન્ન. સુબેટી. નવ. ૭ પુત્રી કરી તસ માનતો, ઉપવન ચાર દેખાવે; સનેહી. પ્રાણવૃત્તિ ફલથી કરે, ઇણિપરે કાલ ગમાવે. સનેહી. નવ. ૮ શીલ સદા નિજ સાચવે, જાપ જપે નવકાર; સનેહી. નવ. નિર્ભયથી સુખમાં રહે, જક્ષ કરે નિત સાર. સનેહી. નવ. ૯ એહવે એક વ્યવહારિયો, પ્રવહણ બેસી જાય, સનેહી. તે પણ તખિણ ઉતરી, જલ ભરવાને આય. સનેહી નં. ૧૦ બેઠી નિર્ભય સુંદરી, ત્રિદશપતિ વધૂ-રુપ; સનેહી તે દેખી ચિત્ત ચિંતવે, વ્યવહારી રહી કૂપ. સનેહી. નવ. ૧૧ દ્વીપ અધિષ્ઠાયક અ છે, એહિજ દેવી માત, સનેહી. કરજોડી ઉભો રહ્યો. પ્રથમ કરી પ્રણિપાત. સનેહી. નવ. ૧૨ સતીય કહે હું માનુષી, નહિં દેવી સુણ શેઠ; સનેહી. પૂર્વ ચરિત્ર પ્રકાશતી, તે આગળ ધુર ઠેઠ. સનેહી. નવ. ૧૩ વ્યવહારી કહે સાંભળો, મુજ સાથે તું ચાલ; સનેહી. કહે સુંદરી આવું તદા, જો એક વયણ સંભાલ. સનેહી. નવ. ૧૪ પુત્રી કરીને જો ગણો, અથવા બહેન સમાન. સનેહી એહ વચન ચૂકો નહિ, તો તુમ સાથે પ્રયાણ. સનેહી નવ. ૧૫ કંત વિહુણા નર જિકે, તે મુઝ જનક ને વીર; સનેહી. બીજા ખંડ તણી કહી, છઠ્ઠી ઢાળ રસીલ. સનેહી. નવ. ૧૬ ૧-ઇન્દ્રાણી જેવુ રૂપ. ભાવાર્થ : સુરસુંદરી સમગ્ર સંસારને ભૂલી ગઇ છે. ભયંકર રાત્રિએ ચારે તરફ ઘેરો ઘાલ્યો છે. સુરસુંદરી તો પરમાત્માનો ધ્યાનમાં મગ્ન બની છે. એ અવસરે યક્ષદ્વીપનો અધિષ્ઠાયક યક્ષ જે મહાપાપી છે તે માણસની ગંધ આવતા, હણવા માટે જ્યાં સુંદરી રહી છે તે તરફ દોડી આવે છે. શું થાય છે? તે સાંભળો! મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૭૪ Page #108 -------------------------------------------------------------------------- ________________ M મહાસતી બેઠી નવકારના ધ્યાનમાં, યક્ષરાજ આવ્યો ખાવાનાં તાનમાં યક્ષ ખાંઉ ખાંઉ કરતો ધસી આવ્યો છે. સુંદરી નવકારમય બની ગઇ છે. તેને તો કશી જ ખબર નથી. કે ‘હું ક્યાં છું’ તે પણ ભૂલી ગઇ છે. માણસ ભક્ષી યક્ષરાજને જોતાં તો એમ જ લાગે છે કે હમણાં જ સુંદરીના સોએ વર્ષ પુરા થઇ જશે. કહેવાત છે ‘“રામ રાખે તેને કોણ ચાખે' એક વાળ વાંકો કરવાની કોઇની તાકાત નથી. પુણ્યરુપી રામ જેને રાખે છે. તે નિર્ભય છે. મહાપૂરુષો કહે છે (ધર્મો રક્ષતિ રક્ષિતઃ) જે ધર્મનું રક્ષણ કરે છે. તે ધર્મ તેનું રક્ષણ કરે છે. પોતાનું સર્વસ્વ સોંપીને પ્રભુ સમર્પિત બની જાય છે. તેની સંપૂર્ણ જવાબદારી પ્રભુની બનીને રહે છે. સુરસુંદરીની નજીક યક્ષરાજ આવી ગયો. ભયંકર ગર્જનાઓ કરતો ધમપછાડા કરતો આવી ગયો છે. ચાર ડગલાં દૂર રહેલી બાળાને જોતાં જ થંભી જાય છે. સુંદર બાળા, વળી મધુર અને સુકોમળ વયણથી કંઇક ગણગણતી, આંખ મીંચીને બેઠેલી સુંદરીને જોતાં શાંત થઇ ગયો. ખાઉં ખાંઉં કરતો આવેલ રાક્ષસ શાંત થઇને ઊભો છે. શીલ જેનું બખ્તર બન્યું છે, શ્રી નવકાર મંત્રઃ જેનો રક્ષણહાર બન્યો છે, તે મહાસતી સુરસુંદરીને આ યક્ષરાજ કંઇ જ કરી શકતો નથી. બલ્કે તેના હૈયામાં દયાએ જન્મ લીધો. યક્ષરાજના હૈયે આ સ્ત્રી પ્રત્યે સ્નેહની સરવાણી ફુટી. મધુર અને મીઠા અવાજે બોલાવે છે. હે બાળા! આવા ઉજ્જડ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૭૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ અને ભયંકર વનમાં તું એકલી ક્યાંથી? અહીંયા એકલી શા માટે બેઠી છે? વળી આ મીઠા સ્વરે તું શું બોલે છે? મહાસતી નવકારના જાપમાં, કર્ણને પ્રિય લાગે એવા શબ્દો સાંભળે છે. વળી રાક્ષસ આગળ બોલે છે. અહીં બેસવાનો તારો શો ઇરાદો છે? તું એકલી છે? તારી સાથે બીજુ કોઈ નથી? હે સુંદરી! તારી સઘળી વાત મને કહે. સુંદરીએ વાત સાંભળી. આંખ ખોલીને જુએ છે. જોતાંવેત કંપારી છૂટે છે, ક્રૂજી જાય છે, કારણ સામે ભયંકર રાક્ષસ ઊભો છે. રાક્ષસે જોયું કે મને જોઇને બાળા ડરી ગઈ છે. તેથી વળી પાછો કહે છે. હે બેટી! મારાથી ડરીશ નહી. તને જોતાં મને મારી પુત્રી જોયા જેટલો આનંદ થયો છે. હવે તુ અહિં નિર્ભય છે. તે સુણીને સુરસુંદરીનો ભય ઓછો થયો. આ ટાપુના રાક્ષસને ઓળખી લીધો. આ દ્વીપનો અધિપતિ જ મારી ગંધ આવવાથી આવ્યો છે. મારો કોળિયો બનાવીને ગળી જવા જ આવ્યો હશે. પણ.... પણ શ્રી નવપદના પ્રભાવે મારો ઘાત કરી શક્યો નથી. મારા પ્રત્યે કરુણા પ્રગટી છે. વિશ્વાસ પેદા થતાં થયું કે મારી વાત કરવામાં હવે વાંધો નથી. એવું વિચારીને રાક્ષસને કહેવા લાગી. હે પિતાજી! મારી વિતક કથા શું કહું? તમે પુછયું તો કહું છું. એમ કહી અહિં સુધી બનેલી બધી જ બીના યક્ષરાજ આગળ કહી. હે તાત! હવે અહીં એકલી બેસીને શ્રી નવપદમય નવકારનો જાપ કરી રહી છું. તેના પ્રભાવે મારા દુઃખો દૂર થશે. આજ મારો સહારો છે. શ્રી જિનેશ્વર ભગવાને બતાવેલ ધર્મમાં અવિહડ શ્રદ્ધા છે. એજ મારો આધારભૂત છે. એના પ્રભાવે મારા સઘળા સંકટો દૂર થશે. સુરસુંદરીના વિનયયુક્ત વચનો સાંભળી, યક્ષરાજ કહેવા લાગ્યો. હે પુત્રી! આ જગતને વિષે તું ધન્ય છે. જે તારો પતિ તને મૂકીને ચાલ્યો ગયો. છતાં તું તારી નસીબને દોષ દે છે. શીલ માટે પણ તને ધન્ય ધન્ય છે. બેટા! હવે ચિતા ન કરીશ. તારી આફતોનેહું દૂર કરીશ. દૈવી શક્તિ વડે સતીની ચારેબાજુ ફરતા ચાર ઉપવન બનાવી દીધા. મહાસતી રહી શકે તેવી નાનીશી મઢુલી બનાવી દીધી. આ રીતે વાતો કરતાં સતીની રાત પુરી થઈ. સવાર થતાં સતીના શીયળથી ચમકતા મુખારવિંદને જોવા સૂર્ય ઉદયાચલે આવ્યો. પ્રાત:કાર્ય પતાવીને સતી તો શ્રી નવકાર મંત્રના જાપમાં લાગી. યક્ષના ઉપવનમાં આવેલા વૃક્ષો ઉપરના ફળો ઉતારી ઉદરપૂર્તિ કરી લે છે. ઉપવનમાં વહેતા મીઠા પાણીના ઝરણાથી પોતાની તૃષાને તૃપ્ત કરે છે. દિવસનો મોટો ભાગ નવકારના જાપમાં વીતાવે છે. દિનભરની થાકેલી હવે નિર્ભય હોવાથી રાત્રિએ નિદ્રા લે છે. કેટલોક કાળ આ રીતે સુંદરીનો વીતી જાય છે. જંગલમાં સદા-સાવધાન રહેલી બાળા શીલને પણ સાચવે છે. યક્ષરાજ પણ દરરોજ રાજકુંવરીની સાર-સંભાળ કરે છે. હવે એકદા કેટલાક વહાણો લઈને એક વેપારી સિંહલદ્વીપ તરફ વેપાર અર્થે જઈ રહ્યો હતો. જળ અને ઇંધણ માટે પોતાના વહાણો આ યક્ષદ્વીપના કિનારે થોભાવે છે અને પોતાના માણસોને કહી રહ્યો છે. ત્વરતિ ગતિએ ઇંધણ-પાણી ભરી લ્યો. અહીં વધારે વાર થોભવું નથી. સૌને યક્ષરાજનો ભય મોટો હતો. વેપારી પોતાના માણસોને કામે લગાડી દઇને પોતે દરિયા કિનારે કુદરતી સૌંદર્યને જોવા માટે આમતેમ ફરી રહ્યો છે. તેવામાં દૂર બગીચામાં નિર્ભય પણે બેઠેલી ઈદ્રાણીના રુપને હરાવે એવી દેવકન્યા સમ સુંદરી જોઈ અને વિચારમાં પડ્યો. શું આ કોઈ અપ્સરા હશે? શું આ કિન્નરી હશે? અથવા આ દ્વીપની કોઇ અધિષ્ઠાયિકા દેવી હશે? આ કોણ હશે? આ પ્રમાણે વિચારતો મઢુલીએ પહોંચ્યો. સુર સુંદરીને જોતાં હાથ જોડી પ્રણામ કરી વિનયપૂર્વક પૂછવા લાગ્યો, “આપ કોણ છો?” સુરસુંદરીએ દુનિયાને પિછાણી નથી, પોતાની સામે હાથ જોડીને ઊભેલા વેપારીના વિનયયક્ત પ્રશ્ન સાંભળી, સતીને આપ્તજન મળ્યા જેટલો આનંદ થયો. ને કહેવા લાગી. હે શેઠ! સાંભળો! હું દેવલોકની કોઈ દેવી નથી. હું તો તમારી જેમ માનવ સ્ત્રી છું. આટલું બોલતા સતીનું હૈયું ભરાઈ આવ્યું. શેઠ સાંત્વન આપે છે. સતીએ તેને પોતાની વિતક કથા કહી. માનવ સ્ત્રીની વાત સાંભળી સહાનુભૂતિ દર્શાવતા શેઠ કહેવા લાગ્યા. અહીંયા રહેવાની જરુર નથી. તું અમારી સાથે ચાલ. સતી કહે - હે શેઠ? મારી વાત સાંભળો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૭૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ મને પુત્રી તરીકે માનવાના હોય તો તમારી સાથે આવું. આ જગતમાં વિશ્વાસ કોઇનોયે રાખવા જેવો નથી. તેથી જો પુત્રી કે બેન તરી સ્વીકારી અને સ્વીકાર્યા પછી ક્યારેય આ વચન ચૂકવાનું નહિ કારણ કે મારા સ્વામી સિવાય આ જગતને વિષે જે કોઇ પુરુષો વસે છે તે તો મારા પિતા અને ભાઇ બરાબર છે. આ પ્રમાણે બીજા ખંડને વિષે છઠ્ઠી ઢાળ પૂર્ણ થઇ. સતીને પતિના વિયોગે હવે આગળ કેવી કેવી આફતો આવશે? એ બતાવવા કવિરાજ આગળ કહેશે. તે હવે સાંભળો. | દ્વિતીય ખંડે છઠ્ઠી ઢાળ સમાપ્ત (દોહરો) વલિ નિસુણો તમો તાતજી, એ મુઝ વચન ઉદાર; જો મુઝ પીહરિએ કવો, તો તુમ સાથ વિહાર. ૧ અથવા જો તેહને, સિંહલ દ્વીપે જે હ; ચાલ્યો છે મુજ વાલહો, પ્રવહણ સહિત જ તે . ૨ વાત સકલ માની કરી, પુત્રીપણે ધરી તામ; પ્રવહણ બે સારી કરી, ચાલ્યો શેઠ હરભમ. ૩ અનુક્રમે મારગ જતાં, દિવસ કે તલે તેહ; ૫ અનોપમ દેખીને, કામે વ્યાપી દેહ. ૪ ૦૫ સમારે નિજતણું નયન નચાવે નેહ; નિજ સુવર્ણ-આદર્શ માં, જુએ સમર-વશ તે હ. ૫ રન ધરે ચિંતા કરે, ચિત્ત ન સુહાવે સોર; સુવર્ણ હ દેખી હસે, કવિ વ્યભિચારી ચોર. ૬ ભાવાર્થ - નિર્જન ટાપુ પર મહાસતી સુરસુંદરી યક્ષરાજની સહાયથી પોતાના જીવન નિર્વાહને વહન કરતી, નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી રહી છે. ત્યાં વેપારી પોતાના વહાણો લઈને આવ્યો છે. સતીને પોતાની સાથે લઇ જવા તૈયાર થયો છે. પણ જો તે વચનથી બંધાય તો જ જવા માટે તૈયાર છે. | સતી કહે છે તાતજી! વળી મારી વાત સુણજો. મને બહેન પુત્રી સમ ગણીને તમારી સાથે લઇ ચાલો. મારો પતિ સિંહલદ્વીપ નગરમાં ગયો છે. સાથે ઘણા વહાણો છે. વળી આગળ જઇને મારા પિયેરના ગામે પહોંચાડશો તો તમારી સાથે આવવા તૈયાર છું. અથવા તમે જો સિંહલદ્વીપ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૭૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ જતા હો તો ત્યાં પણ આવવા તૈયાર છું. વેપાર માટે મારા સ્વામી ત્યાં ગયા છે. સાથે ઘણો મોટો પરિવાર છે. મારા નસીબ થકી મારા પતિનો મેળાપ ત્યાં થઇ જશે. સતીની વાતનો સ્વીકાર કરીને, પુત્રીપણે માનીને, સતીના રુપમાં અંજાએલો હરામી શેઠ પોતાના વહાણમાં બેસાડીને લઇ ચાલ્યો. સુંદરીએ યક્ષરાજની રજા પહેલેથી લઇ લીધી હતી કે દિવસના કયારેક વહાણ આવી જશે તો ચાલી જઇશ. યક્ષરાજે પણ રજા આપી. બેટા! તારું હિત થાય ને તારું શીલ સચવાય તેમ હોય તો તું તારે વહાણમાં ચાલી જજે. હવે વહાણમાં બેઠેલા દરિયા માર્ગે જતાં કંઇક કેટલા દિવસો જવા લાગ્યા. વહાણમાં રહેલો વાણિયો-વેપારી હવે તક મળી છે, સતીને પોતાની કરવાની. વહાણમાં રહેલી હવે કયાં જવાની છે? આ પ્રમાણે વિચારતો શેઠ રુપમાં પાગલ બન્યો છે. કામવાસના તેના શરીરે વ્યાપી છે. આ સુંદરી પોતાના તરફ ઢળે એવા ઉપાય કરવા લાગ્યો. અરીસામાં પોતાના રુપને જોતાં ... સુંદરી પાસે જવા માટે પોતાના રુપને વધુ શણગારવા લાગ્યો. કામદેવને વશ પડેલો દાસ સતીને આપેલા વચનને ભૂલી ચાલ્યો. નયનોને નચાવતો સતી સામે આવે છે. રુપ પાછળ પાગલ બનેલો શેઠ પોાતનું ભાન ભૂલ્યો. સુંદરીને મેળવવાની ચિંતામાં, હૈયે શાંતિ જરાયે નથી. મહાસતી સુરસુંદરીના અનુપમ રુપ દેખીને વ્યભિચારી શેઠ હૈયામાં હસી રહ્યો છે. સુવર્ણ : અર્થ ત્રણ થાય છે. સુવર્ણ- સારા અક્ષર તેને જોઇ કવિ આનંદ પામે. સુવર્ણ. સુ- વર્ણ સુસારુ રુપ તેને જોઇને વ્યભિચારી હર્ષ પામે છે. સુવર્ણ- સોનુ. તેને જોઇને ચોર હર્ષ પામે છે. શેઠ તો પોતાનો સુંદર દેહપોતાનું રુપ જોઇને વધુ આનંદ પામ્યો છે. મનમાં થાય છે કે મારા વહાણમાં રહેલી આ સ્ત્રી મને જોઇને જરુર વશ થઇ જશે. પણ કામાંધ શેઠને કયાંથી ખબર હોય કે આ સુંદરી તો મહાસતી છે. ઢાળ સાતમી (દેખી કામિની દોય કે કામે વ્યાપિયો રે હે કામે. એ દેશી) દેખી સુંદરી શેઠ કે કામે વ્યાપિયો રે- કે કામે વ્યાપિયો રે, બોલનો કરીય અબોલ, નિટોલ તે પાપિયો રે. -કે નિ. કુંજર - કર્ણને પીપલ પર્ણ તણી પરે, રે- કે. ૫. જિમ વસુધેશનું માન, શેઠનું ચિત્ત ફરે રે- કે. શે. ૧ અન્ન ન ભાવે અહર્નિશ, નિદ્રા નવિ લહે રે- કે. નિ. જગમાંહિ નર આઠ તે, નિદ્રા નવિ ગ્રહે રે- કે.- નિ. બહુલ કુટુંબને સ્વજનને વિ-મુકતહ વ્યાધિયો રે- કે. મુ. વિદ્યાર્થી ધન લોભ, સરોષી દાધિયો રે. કે- સ. ૨ રમણી વિયોગી નારી, પરાણી રસ થકે, રે- કે- પ. વાયસ પૂર્ણ તડાક, તજી કુંભોદકે રેઘો ન પેખે ઉલૂક, રજનીએ વાયસા, રે- કેકામાંધ નવિ દેખે, વાસર ને નિશા રે- કે-વા. ૩ કે-ત. ૭૮ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #112 -------------------------------------------------------------------------- ________________ ઝાળ વિરહ વિકરાલ, તનુ મંદિર ભર્યો, રે- કે- ત. તેહ સમાવણ હેત, વચન એક ઉચ્ચર્યો, રે- કે. -૧. કુલ લજજા તજી શેઠ, કહે સુણ સુંદરી, રે - કે- ક. મ ધરીશ દુઃખ લગાર, હૃદય તું ગુણ પુરી, રે- કે- હૃ. ૪ પંચ વિષય સુખ ભોગવ, મુજશું કામિની, રે- કે- મુ. પ્રવહણ ને ધનમાલ, તું હી ઘરસામિની, રે- કે- તું. વ્યંગ્ય સમાણી વાણી, સુણી ચિત્ત દુઃખ ધરે, રે- કે- સુ. સતીય કહે નર ઉત્તમ, થઇ શું ઉચ્ચરે રે-કે થ. પુત્રી પણે કરી મુઝને, પ્રવહણમાં ધરી રે. કે. પ્ર. નવિલાજો હવે શેઠ, ઇણે બોલે ફરી, રે. કે. ઇ. તુમે વડા વિવહારી, વચન કિમ તોડીએ .......કે...વ. પરનારીને પાપ, ભવોભવ બૂડીયે .......કે...ભવ... ૬ મૂરખ હઇએ વિમાસો, નિજ બુદ્ધિ વલી રે...કે... નિ. પૂર્વે સતી શિર કષ્ટ પડયા પણ નવિ ચલી રે... કે... ૫. કાળ વિમાસે બુદ્ધિ, કુબુદ્ધિ હૃદય રહી રે.. કે..કું. તિણે તુમ ફીટણ કાળ, આવ્યો જાણું સહી રે .......આ. ૭ (સોરઠી - દુહો-) રાવણ તણે કપાળ, અટ્ટોત્તરસો બુદ્ધિ વસે, લંકા ફીટણ કાળ, એકો બુદ્ધિ ન સંભવી. ૧ ઢાળ ચાલુ વ્યવહા૨ી કહે સાંભળ, સુંદર સુંદરી, રે- કે- સું. તું મુઝ કામિની હોય અવર સવિ પરિહરી, રે- કે.- અ મેં તુઝ કામિની કારણ, પ્રવહણમાં ગ્રહી, રે- કે- પ્ર. જે હુએ આપણી જાઇ કે, તે પુત્રી કહી રે- કે- તે ૮ જળ પ્રસ્તાવ કહ્યાનો, જેહવો પામીએ, રે-કે-જે. તેહવું કહીએ ત્યાંહિ તો, જગ સુખ પામીએ. રે- કે-જગ. પૂરવ બોલ્યા બોલ, કિસ્યા સંભારીએ. રે. -કે-કિ. વર્તમાન વરતે તે, ચિત્તમાં ધારીએ રે- કે - ચિ. ૯ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૭૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ એકવાર જેહ શું મન, માન્યું સાન્નિધ્ય, રે-કે-મા. તેહ કહે તિમ કરતાં, પ્રીતિ ઘણી વધે, રે- કે- પ્રી. ઇમ નિસુણી સતી સુંદરી, ચિત્ત ચિંતે ઇસ્યું, રે- કેચિ. એ મુજ લોપશે શીલ, હવે કરવું કિસ્યું રે- કે- હવે-૧૦ શીયલ વિહુણા માણસ, તૂર-સમા કહ્યા રે- કે- તૂ. ઇહ - પરભવ સુખ શીયલ, તણાં શાસ્ત્ર કહ્યાં રે- કે- ત. જલધિમાંહિ ઝુંપાપાત કરું હવે, રે- કે - પા. પ્રાણહરણ વિણ જીવતાં શીયલ ન સંભવે રે- કે- શી ૧૧ ઇમ ચિંતી દીએ ઝંપા- પાત તિહાં સતી, ૨- કે- પા. ચિત્ત સમરી નવકાર, શીયલ મહિમાવતી રે- કે- શી. ડોલવા લાગ્યું પ્રવાહણ, શેઠનું તતખિણે, રે- કે- શી. લોક કરે પોકાર, મુખે પ્રભુ પ્રભુ! ભણે નરે- કે મુખે. ૧૨ ઉછળે અંબર પ્રહણ, વાયુ પ્રચંડથી, રે- કે - વા. વાયુ પ્રવેશે પતાકા, ફાટે ડંડથી, રે- કેકા. વાહણ થયું શતખંડ, પ્રચંડ પવનવતી, રે- કે- પ્ર. શેઠ સકલ પરિવારશું બૂડયો દુરમતી. રે- કે- બૂ ૧૩ સતીય કુદૃષ્ટ જોતાં, જીવથકી ગયા રે- કે - જી. કાર્ય ન સરિયો કાંઇ કે આપે દુ:ખી થયા, રેકે- આ. પદ્મોત્તર દ્રુપદી હરી, ધાતકી ખંડમાં, રે કે- ધા. તસ લજજા હરિ હરી, તારક માર્તડમાં, રે- કે તા. ૧ 5 દસરથ સુત પ્રિયા જાનકી, દશકંધર હરી, રે. કે- દ. અબ્રહ્મના અભિલાષથી નરગપુરી વરી, રે- કે- ને. કિંપિ ન સરિયો કાર્ય, સ્વદશમપ્તક ગયાં રે- કે- સ્વ. સીતા સતી નિજ શીયલ, અશ્રુતપતિ થયાં રે- કે- અ. ૧૫ પ્રવહણ ખંડ અખંડ ફલક સુરસુંદરી રે - કે - ફ. પામી ભુજાએ વિલગ્ન, જલોદધિ નિસ્તરી રે- કે- જ. બે નાતટપુર પાવે, નવપદ ચિત્ત ધરી રે- કે - ન. લોક દયા બહુ આણે, દેખી સુંદરી રે - કે - દે ૧૬. (મહાસતી શ્રી સુરસુંદરીનો રસ Page #114 -------------------------------------------------------------------------- ________________ વર-પણે દુઃખમાંહિ, શીયલે પરાક્રમી રે- કે- શી. બીજા ખંડની ઢાલ, કહી એ સાતમી, રે- કે- ક. પુષ્ટાલંબન રુપ, ફલક કરમાં ધરો રે- કે - ફ. સુરસુંદરી પરે ભવિયણ, ભવજલ નિસ્તરો રે- કે- ભ. ૧૭ ભાવાર્થ : શેઠના સહારે, વહાણમાં બેઠેલી સતીના કેટલાક દિવસો સુખમાં ગયા. વળી પાછા અશુભ કર્મના આંચળા સતી ઉપર ઉતરી આવ્યા. જયારથી શેઠે સુંદરીને જોઇ ત્યારથી ભારેલા અગ્નિ વધુ કામથી પીડાએલો હતો. સતી પણ શેઠના હાવભાવથી સમજી ગઇ હતી કે એક દિવસ મારે માટે ખરાબ આવવાનો છે. તેથી સાવધાન થઈને જ વહાણમાં રહેલી છે. ને પળે પળે શ્રી નવકાર મહામંત્રના જાપ ચાલું છે. સતીને અવિહડ શ્રદ્ધા છે કે મારા શીલનું રક્ષણ ધર્મ જ કરશે. કામાંધ બનેલો શેઠ સુંદરી પાસે નયનોને નચાવતો નચવતો આવે છે. સતી સમજી ગઇ. હવે મારે ખૂબ જ સાવધ રહેવું પડશે. બીજા પણ ઘણા વહાણો હતા. પણ સતી સમુદ્રમાં બીજે જાય પણ કયાં? આપેલા વચનને ભૂલી ગયો. નિશ્ચ આ શેઠ વિશ્વાસઘાતી નીવડશે. આપેલા વચનને પણ પાળશે નહિ. હાથીના કાનની જેમ, પીંપળના પાંદડાની જેમ શેઠનું ચિત્ત ચકડોળે ચઢયુ છે. વાસનાનો કીડો એવો સળવળ્યો છે કે અન્ન પાણી પણ ભ વતાં નથી. નિદ્રા પણ હરામ થઇ ગઇ છે. સુંદરીને મેળવવાની ઇચ્છા પૂરી ન થાય ત્યાં સુધી શેઠનું ચિત્ત ઠેકાણે આવે તેમ નથી, કર્તાપુરુષ કહે છે કે જગતમાં આઠને ઊંઘ આવતી નથી. (૧) મોટા કુટુંબવાળો અથવા ઘણા સંતાનવાળો (૨) સ્વજનનો વિયોગી (૩) રોગિસ્ટ (૪) વિદ્યાર્થી (૫) ધનનો લોભી (૬) ક્રોધી (૭) સ્ત્રીવિયોગી (૮) તરુણ સ્ત્રીના રસમાં રકત- આ આઠેય કયારેય સુખની નિંદ્રા પામી શકતા નથી. ' વળી પાણીથી ભરેલા તળાવ કે સરોવરને છોડીને કાગડો પાણીના ઘડામાં ચાંચ બોળે. ઘુવડ દિવસે જોઇ શકતી નથી. | કાગડો રાત્રિને વિષે કશું જ જોઈ શકતો નથી. તે કરતાં તો કામાંધ માણસો તો રાતે કે દિવસે જોઇ શકતા નથી. કામાંધ બનેલા શેઠની આ દશા થઇ છે. શેઠના શરીરરૂપી મંદિરમાં વિકરાળ એવા વાસનાની ભયંકર વિરહ ઝાળભરી છે. તે વિરહઝાળને સમાવવા, શાંત કરવા, લજજાને નેવે મૂકીને સતી સુંદરીને કહેવા લાગ્યો, હ, સુંદરી! તારા હૃદયને વિષે જરાયે દુ:ખને ધારણ કરીશ નહિ હે ગુણવતી ! તારા પ્રબળ પુણ્યથી હું તને મળ્યો છે. તો મારી સાથે પાંચેય વિષયોના સખને મ ગવ, મારા ધનમાલ, આ વહાણો. બધું જ તારું છે. હું તો તારા ચરણનો દાસ છું. મારા ધનદોલતની તું સ્વામિની છે. મારી સાથે મન મૂકીને સ્વચ્છા મુજબ સઘળો યે પ્રકારના ભોગો ભોગવી લે. કામાતુર બનેલા શેઠના વચનો સાંભળી, સતીને ઘણો આઘાત લાગે છે. શેઠની બધી જ વાત કળી ગઇ. મન સાથે વાત કરીને નિર્ણય કરી લીધો. હે આત્મા! સાવધાન. ઉપર આભ, નીચે ધરતી, વળી આજુબાજુ જળબંબ આ વાણિયો શીલ સાચવવા નહીં દે, શીલને માટે પ્રાણની આહુતિ આપવી પડશે. તો તું એ રીતે તૈયાર રહેજે. ત્યારબાદ શેઠને કહેવા લાગી- હે નરોત્તમ! તમે આ શું બોલો છો. દીકરી ગણીને મારો સ્વીકાર કર્યો. હું પિતા સમજીને તમારી સાથે આ પ્રવહણમાં આવી. અને હવે આ રીતે મારી સાથે વર્તન કરતાં શરમ નથી આવતી? વચન આપીને હવે કેમ ફરી જાઓ છો? તમે તો સમાજમાં વેપારના ધોરણે મોટા વ્યહવારિયો-વડા કહેવાઓ છો. વચનની કિંમત તો રાખો. શા માટે વચન તોડી રહ્યા છો. વળી પરસ્ત્રીની ઇચ્છા કરવી એ મહાપાપ છે. અને આ પાપ ભવોભવ ડુબાડે છે. હે મુરખ! હૈયે વિમાસો - વિચારો. તમારી પોતાની બુદ્ધિએ વિચારો. પૂર્વકાળમાં પણ સતીઓના શિરે ઘણાં જ કષ્ટ પડયા. છતાં મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #115 -------------------------------------------------------------------------- ________________ શીલવતી મહાસતીઓ કયારે ય વિચલિત મનવાળી થતી નથી. હે શેઠ! તમારો વિનાશકાળ નજીક દેખાય છે. તેથી આવી અવળી બુદ્ધિ સુઝી છે. ‘‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ’” આ દુર્બુદ્ધિએ તમારી ખાનાખરાબી કરી નાંખી છે. ખરેખર! હવે ખબર પડી કે તમારો ફીટણકાળ નજીક આવી ગયો લાગે છે. વળી સતી આગળ બોલે છે. દુહો-લંકાનો રાવણરાય, ત્રણ ખંડનો અધિપતિ, જેના લલાટે ૧૦૮ પ્રકારની બુદ્ધિ ભરેલી છે છતાં સીતાના હરણથી લંકાના ફીટણકાળે રાવણની એક પણ બુદ્ધિ તેમજ એક પણ વિદ્યા કામ ન આવી. રાવણને કોઇ ન બચાવી શક્યું. ન સતીની વાત સાંભળી શેઠ કહેવા લાગ્યો, હે સ્વરુપવાન સુંદરી! આ સંસારમાં તું મારા મનની માલિકણ છે. બીજી જે કોઇ હોય તેને ત્યજી દીધી છે. મારા મનની ઇચ્છાઓ પૂરી કરવા માટે હે કામિની! મેં તને મારી સાથે વહાણમાં લીધી છે. હે, દેવી! તેં મને પિતા કહ્યો, ને મેં તને પુત્રી તરીકે તારી વાતનો સ્વીકાર કર્યો હતો. પણ તે વેળાએ અવસર ઉચિત તારી પ્રસ્તાવનાનો મેં સ્વીકાર કરી દીધો હતો. અવસર ઉચિત વર્તી લેતા જ આ જગમાં સુખી થવાય. માટે હે સુંદરી! પહેલા જે બોલ બોલ્યા તેને ભારવા વડે કરીને શું? વર્તમાનને જોઇને ચાલીએ તો મહાસુખ પામીએ. મારી વાતને દિલમાં ધારણ કરીને હૈયામાં ઉતાર. વળી જેની સાથે એક વાર મન મળી ગયું હોય, પ્રીતિ સાચી બંધાઇ ચૂકી હોય, તો તેને કેમ વિસરાઇ. માટે હે મોહિની! જે પ્રમાણે કહે તે પ્રમાણે કરતાં હે પ્યારી! હે મન વલ્લભા! આપણી પ્રીતિ ઘણી જ વધશે. માટે તું મારી સામે જો. સ્નેહથી સામું જો. હું તને ઝંખુ છું. મારી આ વાતનો સ્વીકાર કરી લે. પછી તને કયારેય દુઃખી નહીં થવા દઉં. તને સાતેય પ્રકારના સુખની લહાણ વરસાવી દઇશ. સમુદ્રમાં ઝંપાપાત અઢળક સંપતિનો માલિક, ભોગનો ભિખારી, ન કરવાના કાર્ય કરવા તૈયાર થયા છે. અત્યારે જે કોઇ શેઠને જુએ તે કહી શકે કે આજે શેઠની આંખમાં વાસનાના સાપોલિયા રમી રહ્યા છે. આંખ એ અંતઃકરણનો અરીસો છે. સુંદરીના રુપને દૂરથી ઊભેલો વાણિયો પી રહ્યો હતો. પણ તેને કયાં ખબર હતી કે. ફૂટેલા પાત્રમાં કયારેય અમૃત ટકી રહે નહિ. પળે પળે મોહનો નશો વધવા લાગ્યો. સતીના રુપમાં ક્ષાત્રધર્મની સાચી ખુમારી હતી. પવિત્ર નારી પર આક્રમણ કરતાં પાપી શેઠ પાછી પાની કરતો નથી. સુરસુંદરીને આતિથ્ય અને વૈભવોથી ખેંચવાના પ્રયાસો ઘણા કર્યા. એની સગવડતા સાચવવામાં કોઇ કમી ના રાખી. સેવામાં દાસદાસીઓ પણ ઘણા મૂકી દીધાં છે. પોતાના જ વહાણમાં સતીને રહેવામાટે અલાયદો સુસજિજત મોટો એક ખંડ કાઢી આપ્યો હતો. અહીંયા રહેતી સતી એ પોતાના સ્વામી અમરકુમારને સંભાતી શ્રી જિનેશ્વર ભગવાનનું સ્મરણ શરુ કર્યું છે. ભોગના ભિખારી શેઠે ધીર્મ ધીમે આવનજાવન વધારી દીધું છે. શેઠ આવે ત્યારે સતી સખત સાવધાન થઇ જતી. એટલે ચિંતા કરતી શીલની, અમરને યાદ કરતી, ભૂતકાળમાં ઓ નિષ્ઠુર અમર! તમને આ શું સૂઝયું? તમારા સુરની શી દશા થશે? એ પણ વિચાર્યું નહીં. કિશોરાવસ્થામાં બોલાયેલા મારા એ શબ્દો આટલા બધા સ્નેહ ધોધથી ય ન ધોવાયા. વળી પોતાનો ભૂતકાળ ભૂલી અને વર્તમાનમાં આવી ગઇ. શેઠના બોલાયેલા શબ્દોથી સમજી ગઇ. હવે આ શેઠ મારી લાજ લૂંટશે. મારા શીલને ચૂંથી નાંખશે. હવે શું કરવું? વળી પરમાત્માના ધ્યાનમાં લાગી. વળી પૂર્વકૃત કર્મની આકરી સજાએ સુરને આછી કંપારી આવી ગઇ. ખરેખર! સંસાર સ્વાર્થથી ભરેલો છે. કોઇ કોઇનું યે નથી. મારા સ્વામી જ મારા ન રહ્યા, તો કોણ મારું થવાનું? આ સંસારમાં શીલ વિનાના માણસોને આંકડાના ફુલસમા કહ્યા છે. આ ફુલની કંઇ જ કિંમત નથી. તેમ તેવા માણસની કિંમત કંઇ જ નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે આ ભવ અને પરભવમાં શીલના પ્રભાવે સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે. ઉપવનમાં રહેલા ગુલાબ મોગરો વગેરેની કિંનત છે. કારણ કે આ પુષ્પો સુગંધીદાર છે. તેની પાસે સહુ કોઇ જાય મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૮૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ છે. શીલવંત માણસો ગુલાબ મોગરા જેવા હોય છે. સુરસુંદરી વિચારી રહી છે. આ પાપી શેઠ મારા રુપે મોહ્યો છે. રૂપ પાછળ પાગલ થયેલો મને સહારો આપીને વહાણમાં સાથે લઇ આવ્યો છે પણ પ્રાણના ભોગે મારા શીલને આંચ તો નહિ જ આવવા દઉં. તે કારણે આ સમુદ્રમાં ઝંપાપાત કરીશ. શીયળ સાચવવા જતાં પ્રાણની આહુતિ આપીશ. હે શાસનદેવ! મને સહાય કરજો. પાપી શેઠથી બચવા કાજ, સતી કરે સમુદ્રમાં ઝંપાપાત (મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ ૮૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે વિચારીને સુરસુંદરી ચિત્તને વિષે નવકાર મંત્રને ધારણ કરતી વહાણના કિનારે આવીને ઊભી છે. શેઠ પણ તેની પાછળ આવી ઊભો. શેઠને ખબર નથી કે શીયલ માટે સાહસિક આ અબળા તો ઝપાપાત માટેની તૈયારી કરી છે. શેઠ સુંદરીનો હાથ પકડવા જાય ત્યાં તો સતીએ સમુદ્રમાં ઝંપલાવી દીધું. સતીના શીયળનો મહિમા અપરંપાર છે. સતીને સંકટમાં નાખતા શેઠના વહાણો તત્પણ ડોલવા લાગ્યા. સઢના દોર હાથમાં ઝાલ્યા રહેતા નથી. પ્રચંડ વંટોળિયો ચડી આવતા તરત સમુદ્રના પાણી ઉછળવા લાગ્યા. વહાણ પર રહેલા લોકો ભયની ચિચિયારી પાડી રહ્યા છે અને મુખમાંથી સહુ પોતાના ઇષ્ટદેવનું નામ લેવા માંડયા. વહાણોમાં પવન પૂરાવાથી ધ્વજા વાવટા ફાટવા લાગ્યા. તેના દંડ પણ તૂટવા લાગ્યા. જોતજોતામાં પ્રચંડ પવનના સુસવાટાથી વહાણના સો જેટલા ટુકડા થતાંની સાથે શેઠ અને તેનો સઘળો કે પરિવાર જળસમાધિ પામ્યો. સતી સામે કુદૃષ્ટિથી જોતાં શેઠ પોતાના જીવથી ગયો. તે પાપીનાં છાંટા પરિવારને પણ લાગતાં તે પણ સહુ જીવથી ગયા. અને પોતાનું કાર્ય કંઈ જ ન થયું. સઘળા યે દુઃખી થઈને મરણને શરણ થયા. જગતમાં ઝળહળતું જયવંતુ વ્રત હોય તો એક શીયલવ્રત. શીયલના પ્રભાવે સુભદ્રાએ ચંપાનગરીના બંધ થયેલા દ્વાર ખોલ્યા. શીયલના પ્રભાવે મનોરમાએ પોતાના પતિ ઉપર આવેલું કલંક દૂર કર્યું. આવા કંઇક ઉદાહરણો ઇતિહાસના પાને નોંધાયા છે. ઘાતકીખંડનો પક્વોત્તર રાજા, ત્રણ ખંડનો સ્વામી, દ્રૌપદીના રુપનું વર્ણન સાંભળી આસક્ત થયો. જંબુદ્વીપ ભરતક્ષેત્રમાંથી હરણ કરી ગયો. પાંડવપત્ની પાછી લાવનાર વાસુદેવે કૃષ્ણ મહારાજા ત્યાં જઈને લઇ આવ્યા. પોત્તરની લજજાને હરણ કરનાર કૃષ્ણ મહારાજા સૂર્યસમાન શોભતા હતા. પદ્મોત્તર જગતરૂપી આકાશમાં તારલાની ગણતરીમાં મૂકાયો. વળી અયોધ્યાવાસી દશરથનંદન શ્રીરામચંદ્રજીની પ્રિયા જાનકીને લંકાપતિ રાવણ હરણ કરીને લાવ્યો. અબ્રહ્મના અભિલાષથી મહાસતી સીતાને સતાવી. સ્વામીથી વિખૂટી પાડી, પરસ્ત્રીની વાંછાએ રણમાં રોળાયો , નરક ગતિને પામ્યો. ઘણો સમજાવ્યો. ન સમજયો, રાવણ ને ઘડીના છઠ્ઠા ભાગમાં હતો ન હતો થયો. શીયલ પ્રળ વે સતી સીતા બારમા દેવલોકે અશ્રુતપતિ દેવ થયા. શ્રાવકના બાર વ્રતમાં આ ચોથું વ્રત, શીયલ બ્રહ્મચર્યવ્રત દુષણ વગરનું જ દીવા સમાન છે. બાકી ૧૧ વ્રતોમાં કદીક લાગતા દુષણરુપ અતિચારોને પ્રાયશ્ચિત કરતાં શુદ્ધ અને પવિત્ર કરી શકાશે. જયારે આ વ્રતમાં કે ઇ બાંધછોડ ! અતિચાર છે જ નહિ. શુદ્ધ મન વચન કાયાથી જ પાળવાનો રહે છે. મહાસતી સુરસુંદરીએ નવકારમંત્રને ગણતા ગણતા જ સમુદ્રમાં ઝંપલાવ્યું. અગાધ દરિયો! સતીના શા હાલ? સાગરમાં સમાઈ ગયેલા શેઠના વહાણના પાટિયા આમતેમ ઉછળતાં એક પાટિયું સતીના હાથમાં આવી ગયું. સુંદરીએ તો આ પાટિયાને મજબૂત પકડી લીધું કે હાથમાંથી છૂટે જ નહિ. પાણીના મોજાં ઉછળતાની સાથે જ સુદંરી સહિત પાટિયું પણ ઉછળતું હતું. ભાનમાં હતી ત્યાં સુધી શ્રી પંચપરમેશ્વર રુપ નવકાર મંત્રનો જાપ ચાલુ રહ્યો. પછી તો સતી બેભાન થઇ ગઇ. બેભાનમાં પણ પાટિયું છૂટી ગયું નથી. એ એની જોરદાર પુણ્યાઇ. પાટિયે રેશમની મડાગાંઠ ન દીધી હોય તેમ સુરસુંદરી રહી હતી. સુરસુંદરીના સંત ને શીલનું રક્ષણ કરવા મહાસાગર વહારે આવ્યો હતો. કેટલોક સમય સમુદ્રમાં તણાતી, પછડાતી, કૂટાતી, બેનાતટપુરના કિનારે સાગરે લાવીને મૂકી દીધી. પાટિયા સાથે કિનારે પડેલી સુંદરી હજી બેભાન હતી. મધરાતે કિનારે આવી. બેભાન અવસ્થામાં હતી. સવાર પડતાં જાગૃતિ આવી. હાથ પગ બે ચાર વાર હલાવ્યા. આંખ ખૂલીખબર નથી સતીને કે હું કયાં છું? (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #118 -------------------------------------------------------------------------- ________________ સાગરમાં કે કિનારે? ઓહ! અરિહંત ભગવંત.! આટલું બોલતા વળી પાછી આંખ મીચી દીધી. શરીર ભીનું. કપડાં ભીનાં ઠંડીથી જકડાઇ ગયેલી એનામાં તાકાત જ નહોતી રહી. બરાબર એ જ સમયે બેનાતરપુરના લોકો કિનારા તરફ આવી રહ્યા હતા. ત્યાં કોઇની નજરે સતી ચડી ગઇ. તે માણસે બધાને આ સ્ત્રીને બતાવી. લોકોએ પણ દયા ખાધી. અરેરે! આવી હાલતમાં આ નારી! કયાંકથી તણાઇને આવી લાગે છે. સતી શીયળના પ્રબળ પ્રભાવથી વીર બનીને દુ:ખને સહન કરી રહી છે. આ બીજા ખંડની સાતમી ઢાળ પૂર્ણતાને પામે છે. કવિરાજ કહી રહ્યા છે કે પુષ્ટ આલંબન રુપ પાટીયાને હાથમાં ધરો જેથી કરીને સુરસુંદરીની જેમ હે ભવ્ય જીવો! તમે પણ સંસારરૂપી સમુદ્રને પાર પામો. દ્વિતીય ખંડે સાતમી ઢાળ સમાપ્ત (દોહરા) ઇણિ અવસર એક સાંભળો, તેહ નગરની વાત; નૃપકુંજર આલાનથી, છૂટો કરે ઉતપાત. ગાસ પડાવે નગરમાં, પાડે મંદિર હાટ; સુભટ સવે દૂરે રહ્યા, રાય ધરે ઉચાટ. કલાલ મંદિર પાડીને, સકલ સુરા તિણે પીધ; પુરબાહિર તે નીકળ્યો, ભાંજી કપાટ સમીધ. ૩ ચિહું દિશે લોકને ભંજતો, પામ્યો સાયર તીર; સુરસુંદરી કરી દેખીને, નિજ ભયભ્રાંત શરીર. ૪ તવ નિજ કર્મ નિહાળતી, સમુદ્ર તીર સા બાલ; નાસી અબળા વિ શકે, દેખી ગજ વિકરાળ. ૫ સૂઢે કરી સતીને ગ્રહી, અંબર નાખી ઉલાલ; એક વિદેશગ પોતમાં, જઇ પડી તાસ વિચાલ. ૬ પુર જનતા તે દેખીને, કાંઠે રહ્યા સવિ જેહ; હે હૈ કુંજર પાપીએ, નારી હણી નિસ્નેહ. ૭ કર્મ કઠિન કોપે ચઢ્યો, બલવંત બોલ્યો કોય; માન મધરશો માનવી, કરમ ક૨ે તે હોય. ૮ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૧ ૨ ૮૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ કર્મ કર્યા છૂટે નહિ, કર્મ સબલ દુઃખખાણા; કર્મ તો વશ પ્રાણીયો, શું કરે જાણ અજાણ. ૯ ભાવાર્થ - મહાસતી સુરસુંદરીને ખાત્રી થઈ કે હું આ કોઈ અજાણ્યા નગરના દરિયાના કિનારે આવી છું. એટલી જ ખબર છે મેં સમુદ્રમાં ઝંપાપાત કર્યો. એના સ્મરણમાં સમુદ્રમાં આવેલ ભયંકર તાંડવ યાદ આવતાં વહાણ પરથી કૂદી પડેલી તે યાદ આવ્યું. વળી શ્રી નવકાર મંત્રને યાદ કરીને ગણવા લાગી. થાકીને લોથપોથ થયેલી બાળાને હજુ ચેતના જ આવી હતી. ઊભા થવાની તાકાત તો હતી જ નહિ. એવે અવસરે આ નગરમાં એક વાત બની ગઈ. નગરના રાજાનો હાથી મદ ઝરતો મદોન્મત્ત બનીને ગાંડો થઈ ગયેલ. આલાનથી છૂટો થઈ નગરમાં ભારે કોલાહલ મચાવી રહ્યો હતો. અને તે ઘણા વેગથી આ તરફ દરિયા કિનારે આવી રહ્યો હતો. નગરના રસ્તામાં ઘુમતો સૌને ભય પમાડતો હતો. બજારની દુકાન, હાટ હવેલીઓને તોડી નાખીને દોડતો રાજમાર્ગ પર આવી ગયો હતો. તેને કાબૂમાં લેવા મહાવતો તેની ચારે બાજુ ઘુમી રહ્યા હતા. પણ કેમેય પકડાતો નહોતો. રાજ્યના સુભટો તો દૂર રહી ગયા. હાથીના અતિશય તોફાને રાજાને ભારે ચિંતામાં મૂકી દીધો. ઘણા ઉપાય કરવા છતાં મહાવતના વશમાં આ હાથી આવતો નહોતો. વળી તેમાં આગળ જતાં દારુની દુકાને ઘૂસ્યો. દુકાનના ચૂરેચૂરા કરી નાંખ્યા. દુકાનમાં રહેલા સુરાના ભાજનમાંથી દારુ પણ પી લીધો. હવે શું બાકી રહે તોફાન કરવામાં? ફરતો ફરતો નગરનો દરવાજો તોડીને નગરની બહાર નીકળી ગયો. પોતાની ચારેય તરફ ફરતા માણસના ટોળાને ભાંજતો ગાંડોતૂર હાથી દરિયા કિનારા તરફ દોડ્યો. આંધી આવી રહી છે.... આ બાજુ કિનારા પર રહેલા માણસો સતીની મદદે જતા હતા. હૈયામાં કરુણાની સરવાણી ફૂટી. જ્યાં સતી છે ત્યાં પહોંચે છે. તેવામાં દૂરથી કારમી ચીસ સંભળાઈ. જે દિશાથી અવાજ આવ્યો ત્યાં નજર કરી તો હાથીને આ તરફ દોડતો આવતો જોયો. સુરસુંદરીના સહાયે આવેલા સૌ જીવ બચાવવા આમ તેમ દોડી ગયા. સુરનું ત્યાં કોણ બેલી! સુરમાં બેઠા થવાની પણ તાકાત નથી તો ઊભી તો કેવી રીતે થાય? દોડી પણ કેવી રીતે જાય? સુરસુંદરી મહા મહેનતે હી સહી શક્તિ ભેગી કરી બેઠી તો થઈ. તોફાને ચડેલો હાથી વિકરાળ છે. સ્વરુપ જેને જોતાં જ સૌના હાંજા ગગડી જાય એવો આ હાથી રસ્તાની ધૂળ રેતીને ઉડાડતો સુરસુંદરી જ્યાં બેઠી છે તે તરફ જ ધસી આવે છે. સુર તરફ ધસી આવતા હાથીને જોઇને દૂરથી ચિચિયારી પાડીને કહેવા લાગ્યા, “રે બાઈ! ઝટ ઊભી થા! હાથી જો તારા તરફ જ આવે છે”. સુરસુંદરી સભાન હતી. મહાવતો અને સુભટો હાથીને કાબુમાં લેવા ઘણાજ પ્રયત્નો કરવા છતાં હાથી કાબૂમાં બિલકુલ આવતો નથી. કિનારે ઊભેલા લોકો બૂમાબૂમ કરી રહ્યા છે, “રે બાઈ! દોડી આ હાથી હમણાં તારા સોએ વર્ષ પૂરા નાખશે હમણાં તને કચડી નાખશે.” સુરસુંદરી અશક્ત હતી. ડગલુંય દૂર ખસી ન શકી. ભય થી કંપી રહી છે. આંખ આડા કાન દઈ દીઘા. મુખમાંથી ક્રોઘની જવાળા અને લાલઘૂમ નેત્રે હાથી સતી સામે જોઈ રહ્યા છે. સતીની પળવારમાં આંખ ખૂલીને ભયંકર દ્રશ્ય જોતાં આંખ મીચી દીધી. સતી ધડક ધડક છાતીએ શ્રી નવકાર મહામંત્રને ગણવા લાગી અને પોતાના કર્મને સંભારવા લાગી. ત્યાં તો હાથીએ સુરની કમરે સૂંઢ વીંટાળી લીધી. સતીએ પોતાની અંતિમ ક્ષણ જ સમજી લીધી. ક્ષણવારમાં અમરની યાદ આવી ગઈ, રે અમર! તારો શો વાંક! મારા બાંઘેલા કર્મે જ મને દુઃખની ગર્તામાં નાખી છે. નમો અરિહંતાણે- આટલા શબ્દો સતી બોલે તેટલી વારમાં તો હાથીએ સતીને કુલના દડાની જેમ આકાશમાં ઉછાળી. કિનારે ઉભેલા લોકો એક દશ્ય જોઈ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૮૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ કારમી ચીસ પાડી ઉઠયા. પણ કરે શું? હાથી તો સુંદરીને ઉછાળીને સાગરમાં મસ્તી કરવા પડયો. લોકો બોલી રહ્યા છે કે રે આ પાપી હાથીએ નિરપરાધી અસહાય બાઇને હણી નાખી. તે વેળાએ પરદેશી કોઇ એક વહાણ કિનારે લંગર નાખી ઉભેલું હતું અને તે અહીંથી ઉપડવાની તૈયારીમાં હતું. વિદાય લઇ રહેલા આ વહાણના લંગર ઊઠી ગયા, સઢ ચઢી ગયા. પવન અનુકૂળ હતો. ખારવાઓએ માછલાં પકડવા જાળ વહાણ ઉપર બાંધી રાખેલ. હવામાં ગોથા ખાતે સુંદરીનો દેહ એ જાળપર પડયો.જો જાળ ન હોત તો સતીના શરીરના ટુકડા થઈ ગયા હોત. પણ સતીને કેટલા દુઃખ વેઠવાના છે તે તો કોણ કહી શકે? વહાણ તે ગતિમાન થઇ ગયું હતું. ઘબાક કરતો અવાજ આવતાં વહાણમાં રહેલાં સૌ કોઈ ચમક્યાં જાળમાં કોઈ સ્ત્રી આવીને પડી છે. ખારવાઓએ જાળને સાચવીને છોડી સ્ત્રીને નીચે ઉતારી. સુર તો બે પાન હતી. માલિકની આજ્ઞાથી દાસીઓ સતીની સેવા કરવા લાગી. જ્ઞાની ભગવંતો કહે છે કે પૂર્વસંચિત કર્મ કઠોર અને જો ચીકણા હોય અને જ્યારે તે ઉદયમાં આવે છે અર્થાત એ કર્મ કોપે ચડે છે ત્યારે માનવી પામર બની જાય છે માટે કહે છે હે માનવ! કયારે ય અભિમાન ન કરીશ. કર્મ આગળ કોઇનું ય ચાલતું નથી. કર્મનાવશથકી પ્રાણી જ્ઞાની હોય કે અજ્ઞાની હોય પણ તે શું કરી શકે? ઢાળ આઠમી (ધન ધન તે દિન માતરો, અથવા કરમ ન છૂટે રે પ્રાણીયાએ દેશી) કર્મ શુભાશુભ જે કર્યા, વિણ ભોગવીએ પ્રાણ, કરમ ન છૂટે રે પ્રાણીયા, કોડ-કલ્પ પ્રમાણ; માન મ ધરશો રે માનવી. એ- આંકણી- ૧ જિમ જગ વાછરુ, સહસ્સામાં, જનનીને વલગત; પ્રાચીન કર્મ કર્યા નિકે, તિમ કર્તાને દહંત. મા. ૨ ચક્રી સુરવર જિનવર!, માધવ ને બલદેવ; તે પણ કરમે વિડંબિયા, દૈવ અબલ નિકમેવ. મા. ૩ કરમ વિપાક કટુક દાણાં, આદિસર અરિહંત; આહાર ન પામ્યા કર્મથી, અંતરાય મહંત. મા. ૪ તપ કરતાં માયા કરી, મલ્લિ જિન અવધાર; તીર્થ કર પદ પામીયો, નારીનો અવતાર. મા. ૫ સંગમ ગોપાલે કીયો, ઉપસર્ગજ રીસ; નામે મહાવીર જગપતિ, પાડી કરમે ચીસ મા. ૬ સુરપતિ રુપ વખાણિયો, તે વિણઠો તતકાલ; સાત રોગ ઉપના સહી, બોલે ઉપદેશમાલ. મા. ૭ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #121 -------------------------------------------------------------------------- ________________ સાતશે વરસ લગે સહાાં, માને દુ:ખ અપાર; દેવે પર સા કરી, ચક્રી સનતકુમાર. મા. ૮ સુભૂમ સુખ અતિ ભોગવે, ષટ ખંડનું રાજ; લોભ થકી લવણોદધિ, બૂડયો ચરમ જહાજ. મા. ૯ સર્વ સ્પર્વ દૂર ગયાં, લોભે લાજ વિનાશ; માઘવતી દુઃખ ભોગવે, શ્યો કર્મ વિશ્વાસ. મા. ૧૦ બ્રહ્મદત્તને અંધો કીયો, કર્યા પાપ અઘોર, કુરુમતી! કુરુમતી! બોલતો, માઘવતી દુઃખ સોર. મા. ૧૧ કૃષ્ણ પિતા ને મીશ્વર ગુરુ, પુરી ઋદ્ધિ સમૃદ્ધિ; ઢંઢણ આહાર ન પામીયા, કૃત કર્મ પ્રસિદ્ધ મા. ૧૨ દશરથ દેશોટો દીયો, જુઓ કર્મ વિલાસ; લગ્ર વશિષ્ઠ આપીઓ, રામ રહ્યા વનવાસ. મા. ૧૩ લંકાનગરી રાજીઓ, રાણો રાવણ નામ; તે જ પ્રતાપે આકરો, પ્રગટી ભૂવિ મામ. મા. ૧૪ લોક અવક્તા આણતા, ચૂકવતા ચિત્ત જે હ; નવગ્રહ રાણે રાવણે, પાયે બાંધ્યા તેહ. મા. ૧ ૫ લાખ સવા જસ દીપિકા, કરે અર્ક રસોઇ; સોમ સિંહાસન માંડણ, ઢાલે ચામર સોઇ. મા. ૧૬ ખેરા ખલે મંગલ ખડો, વાંચે ગુગુરુ વેદ, ખગ ગ્રહી રાહુ રહે, કરે અરિગણ છે દ.મા. ૧૭ બુધ દેખાડે આરસી, કેતુ પખાલે થાલ; પનોતી પાણી ગળે, બાર કરે રખવાલ. મા. ૧૮ વિધિ તા- ઘર દાંટી દળે, એ ક મના નિશદિશ; પોળ ગ્રહી ઉભા રહે, સુર કોડી તેત્રીશ. મા. ૧૯ નવ દુર્ગા શુભ આરતી, ઉતારે સા ધીર, જમરાજા રાવણ ઘરે, "ભેંસો થઈ ભરે નીર. મા. ૨૦ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #122 -------------------------------------------------------------------------- ________________ પવન બોહરે આંગણું! ગણપતિ કરે રખવાળ, અગનિ વસ્ત્ર પખાલતો, હરિ આણે કુલમાળ. મા. ૨૧ બ્રહ્મા પુરોહિત થાપીઓ, પદવી પ્રતિ વાસુદેવ, નામે ગૈલોક્ય કંટકી, સુર ડરતા કરે સેવ. મા. ૨૨ એક લાખ બાંઘવ ભલા, સવા લાખ પુત્ર, સહસ બત્રીસ અંતે ઉરી, મંદોદરી સુપવિત્ર. મા. ૨૩ કોડ નવાણું રાક્ષસા, કરે ઓળગ રંગ, સંજીવની વિદ્યા મુખે, રણમાં રિપુ ભંગ મા. ૨૪ દસ મુખ વીસ ભુજા સહી, એકવીસ ઘણું દેહ, ત્રીસ સહસ્ત્ર વર્ષ આઉખું, રાણો રાવણ તેહ. મા. ૨૫ સમુદ્ર વિચાલે અડો, દ્રીપ રાક્ષસ જોય, જલમાં જ જોયણ સાતશે, પહુલ-પણે દૂર હોય, મા. ૨૬ પોહોળો જોયણ પાંચશે, નવશે ઉંચ પ્રમાણ, ગઢ લંકા સોહામણો, સિંહા રાવણ ઠાણ. મા. ૨૭ એ શિવશાસ્ત્રમાંહિ કહ્યો, સ વિરુદ્ધ નિશમ્ય તે જો ઈ મેં ભાખીયો, જુઠ સાચ અગમ્ય. મા. ૨૮ તિહાં પણ જઈ દેવજ નડયો, પડયો નરકાવાસ, માહની કર્મના વશ થકી, દશ મસ્તક નાશ. મા. ૨૯ શ્રેણિક કઠપંજર પડયો, માગધેશ કહાય, ઇહ-પરભવ દુઃખ ભોગવે, કિશ્યો માન ગ્રહાય. મા. ૩૦ ફલક સહિત એ સુંદરી, કરી વર વિકરાલ, હૈ હે ગજ ઘાત કરી, પડી પોત વિચાલ. મા. ૩૧ બીજા ખંડ તણી કહી, એહ આઠમી ઢાળ, વીર કહે ભવિયણ તુમ, ટાળ કર્મ જંજાલ. મા. ૩૨ ૧-ચર્મરત્નરૂપ વહાણ, ર-સાતમી નરક, ૩-સૂર્ય, ૪-ચંદ્ર, પ-પાડો, ૬-વાળીને સાફસૂફી કરો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #123 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : હે ચેતન! કુદરતને ત્યાં ન્યાય છે કે શુભ કે અશુભ કર્મ જે બંધાય છે. તેને બાંધનાર આપણે છીએ. કર્તા સો ભોક્તા કરેલાં કર્મ પોતાને જ ભોગવવા પડે છે. ભોગવ્યા વિના એ કર્મ ક્યારેય છૂટતા નથી. વિણ ભોગવ્યે કર્મથી બચવા માટે ક્રોડ ઉપાય કરો તો પણ કર્મસત્તા આગળ કંઇ જ ચાલતુ નથી માટે ભગવંત કહે છે કે હે જીવ! કયારેય માન ન કરીશ. માન કરવા વડે શું થાય? કર્મના ભારે બંઘ થાય. તેથી સાવઘાન થઇને કર્મ બાંધતા વિચાર કરજે. કર્મરાજાએ તીર્થંકર ભગવંતને છોડ્યા નથી. તો તારી શી વિસાત! કવિરાજ કહે છે કે ગોવાળોયાની પાસે હજારો ગાયોનુ ઘણુ હોય. સાંજે વનવગડા એથી ગાયોને ઘર ભેળી કરતાં... ઘરે રહેલાં વાછરડાં હજારો ગાયોમાં પોતાની માતાને શોધી તેને વળગી પડે છે. તેવી જ રીતે પૂર્વે બાંધેલા કર્મો ઉદયકાળે પોતાનો કર્તા જ્યાં હોય ત્યાં પહોંચી જાય છે અને વિપાક બતાવવાના હોય છે તે બતાવે છે. કર્મે કોને છોડ્યા? કોઇને નહિ. - પછી ચક્રવર્તી હોય કે ઇન્દ્ર, જિનવર કે વાસુદેવ, બળદેવ જે કોઇ હોય કર્મ થકી સૌ વિડંબનાઓને પામ્યા છે. ખરેખર! આ જગતમાં નસીબ કહો કે કર્મ કહો એ જ હંમેશાં બળવાન છે. કર્મથી બળવાન બીજું કોઇ જ નથી. કર્મના વિપાક ઘણા કડવાછે. પ્રથમ તીર્થપતિ આદીશ્વર ભગવાન પૂર્વસંચિત અંતરાય કર્મના ઉદયે ૧૩ માસ ૧૦ દિવસ સુધી આહાર ન પામ્યા. શ્રી મલ્લિનાથ ભગવાન પોતાના પૂર્વભવે તપ કરવા માટે માયા કરતાં તીર્થકરપણામાં... પણએ માયાથી સ્ત્રીપણાને પામ્યા. મહાવીર પરમાત્માને પણ કર્મરાજાએ છોડ્યા નથી. ભવાંતરના બાંધેલા પાપના ઉદયે, દીક્ષા ગ્રહણ કર્યા બાદ સંગમે ઘોર ઉપસર્ગ કર્યા અને ગોવાળીયાએ પરમાત્માના કાને ખીલ્યા ઠોક્યા. જે ખીલા કાઢતાં જગપતિ ધી ચીસ પડાઇ ગઈ હતી. માનને ધારણ કોઇ ન કરશો. સનતકુમાર ચક્રવર્તી જેના રુપના વખાણ ઇન્દ્રમહારાજાએ કર્યા. તે વખાણને સહી ન શકતા હૈ દેવોએ ચક્રવર્તીની પરીક્ષા કરી રુપનું અભિમાન આવતાં ચક્રવર્તીને એકી સાથે સાત સાત રોગો ઉત્પન્ન થયા. આ રોગ એ ૭૦૦ વર્ષ સુધી ચક્રવર્તીને પીડ્યા. અભિમાન કરતાં રોગની પ્રાપ્તિ ને પ્રશ્ચાત્તાપે સંયમ ગ્રહણ કર્યો. અભિમાનને ત્યજી દોધું ને આત્મકલ્યાણ કરી લીધું. ૧-સનતકુમારને ૧૬ રોગ થયા છે એવી પણ વાત આવે છે. છ ખંડનો માલિક સુભૂમ ચક્રવર્તી આટલી સાહ્યબી ઓછી પડતાં લોભના વશથકી બીજા છ ખંડ જીતવા પોતાના ચર્મ રત્નરુપ વહાણમાં બેસીને ઘાતકીખંડે જવા લવણ સમુદ્રમાં ચાલ્યો. અભિમાન હતુ કે કરોડો દેવો મારી સેવા કરે છે. એની સહાયથી બીજા છ ખંડ જીતવા એ રમત છે. પણ એ અભિમાન, એ લોભે લાજ ન રાખી. વહાણને ચલાવતા સઘળા દેવો તે વેળાએ આવા પાછા થયા. અને સાતમો ખંડ (બીજા છ ખંડનો પ્રથમ ખંડ) જીતવ ને બદલે સાગરમાં ડૂબ્યો અને માધવતી નામની સાતમો નરકે જઇને વાસ કર્યો. કરમને શરમ નથી. ક્યારેય કર્મનો વિશ્વાસ ન રાખતા. વળી, બ્રહ્મદત્ત ચક્રવર્તી ભયંકર ઘોર પાપી, જેણે પોતાની ધરાને બ્રાહ્મણ વિહોણી કરી હતી તે છેલ્લી ઘડીયે પોતાની પ્યારી સ્ત્રી કુરુમતી કુરુમતી (સ્ત્રી રત્ન) બોલતો મરીને સાતમી નકે પહોંચ્યો ને ભયંકર દુઃખો ભોગવી રહ્યો છે. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૯૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ જેના પિતા-૩ ખંડના અધિપતિ કૃષણ મહારાજની સમર્થ રહેલા છે. સમૃદ્ધિનો પાર નથી. બાવીસમા તેમનાથ ભગવાન જેના ગુરુ છે, એવા કૃષ્ણ મહારાજાનો રાજકુમાર જે ઢંઢણકુમાર અપાર રિદ્ધિ સિદ્ધિ છોડીને દીક્ષા ગ્રહણ કરી. પણ પૂર્વભવના અંતરાય કર્મ જબ્બર બાંધેલા, જેના ઉદયે આહાર પામતા ન હતા. અભિગ્રહ હતો મારી લબ્ધિએ આહાર મળે તો વાપરવો. બીજાની લબ્ધિએ નહિ. છેવટે તો આહાર ન જ મળ્યો. પૂર્વ કરેલા કર્મના વિપાકો કેવા છે? મર્યાદા પુરુષ શ્રી રામચંદ્રજીને ગાદીએ બેસવા માટે શ્રેષ્ઠ અને ઉત્તમ મુહૂર્ત શ્રી વશિષ્ઠ ઋષિએ બતાવ્યા. કર્મવશ થકી તે જ દિવસે દશરથે રામચંદ્રજીને દેશવટો દીધો. વનવાસ જવાનું કહ્યું. વળી લંકાપતિ રાવણ રાયને દુનિયા સારી રીતે ઓળખે. એવા રાજાનો પ્રભાવ કેવો? તેજવંત તપેલા સૂર્યના જેવો આકરો, સઘળી ભૂમિને હાથવગી કરનાર, રાવણની આણને ચૂકવતા, અથવા આણને સ્વીકારતા નહિ તેની બૂરી અવસ્થા કરતો હતો. વળી કેવો? મહાસત્તાધારી રાવણે નવગ્રહને પોતાના પગે દીધા હતા. ૧૬ હજાર વિદ્યાઓ, સાધના મેળવી હતી. સવા લાખ દીવડા ઝળહળતા તેના દરબારે. નવ ગ્રહોને જુદા જુદા કામ કરવા પડતા હતા. રાવણના રસોડે સૂર્ય રસોઈ કરે, રાજ દરબારે રાવણના બેસવાના સિંહાસનની બંને બાજુ ચંદ્ર ચામર ઢાળે છે, વાવણી કરેલા ક્ષેત્રનું રક્ષણ મંગળ કરે છે. રાવણના રાજ દરબારે નિત્ય સવારે વેદપાઠ ગુરુ કરે છે. હંમેશાં બુધ આરસી બતાવે છે. રાવણના પગનું પ્રક્ષાલન કેતુ કરે છે. શનિ હંમેશા રાજ દરબારે પાણી ભરે ને ગાળે છે. જ્યારે રાહુ હાથમાં તલવાર ગ્રહણ કરીને દુશ્મનના ગણનો છેદ કરે છે. વિધિઃ રાતદિવસ રાજ રસોડે ઘરઘંટી બનીને અનાજને દળ્યા કરે છે. ૩૩ કરોડ દેવતાઓ ચોકીદાર બનીને લંકાનગરીના બધા જ દરવાજે ચોકી પહેરો ભરે છે. નવદુર્ગા હંમેશાં રાવણની આરતી ઉતારે છે. યમરાજ હંમેશા પાડો થઈને પાણી ભરે છે. વાયુકુમાર હંમેશા રાજ્યનું આંગણું સાફ કરે છે. ગણેશજી હંમેશા રાવણનું રક્ષણ કરે છે. અગ્નિકુમાર હંમેશા રાજ્ય પરિવારના વસ્ત્રોને ધુવે છે. હરિ હંમેશા રાજબગીચામાંથી ફુલો લઈને ફૂલોની માળા બનાવી આપે છે. બ્રહ્મા રાજ દરબારમાં રાવણનો રાજપુરોહિત બન્યો છે. આવા મહાપરાક્રમીને પુણ્યથી પ્રતિવાસુદેવની પદવી મળે છે. ત્રણખંડનો માલિક, રૈલોક્ય કંટકીની સેવા દેવો ડરતા ડરતા કરી રહ્યા છે. વળી પરિવાર કેટલો બહોળો? એક લાખ બાંધવો છે. સવા લાખ પુત્રો છે. અંતેપુરમાં બત્રીસ હજાર રાણીઓ છે. મુખ્ય પટ્ટરાણી પદે શીલવતી સદાચારી મહાસતી મંદોદરી રહેલી છે. નવ્વાણુ કરોડ રાક્ષસો અહર્નિશ રાજાની, રાજ્યની ખડે પગે સેવા કરી રહ્યા છે. વળી સંજીવની વિદ્યા મુખ્ય છે જેમાં એવી અનેક વિદ્યાનો ધણી, જે વિદ્યાબળે રણસંગ્રામમાં દુશ્મન રાજાના સૈન્યને પળવારમાં ભાંગી નાખતો હતો. વળી રાવણ કેવો? જેને દસ મુખ છે. વીસ હાથ રહ્યા છે. ઊંચાઈ એકવીસ ધનુષની છે. ૩૦ હજાર વર્ષનું આયુષ્ય વાળો છે. મહાન પુણ્યશાળી, રાવણની નગરી કેવી? સમુદ્રના મધ્યમાં રહેલી છે. ૭૦૦ જોજાન લાંબો, ૧૭૦ જોજન પહોળો - ૯૦૦ જોજન ઊંચો એવો આ નગરીનો ફરતો કોટ રહેલો છે. આ કિલ્લાથી રક્ષણ કરાયેલા આ મહાન રાક્ષસદ્વીપ લંકાનગરીનો માલિક રાવણરાય હતો. તેનું વર્ણન અનન્ય એવા શિવ આદિ શાસ્ત્રોમાં ઘણું કર્યું છે. તે વર્ણન સાંભળીને અહીં મેં લખ્યું છે. સાચું જૂઠ તો કેવલીગમ્ય. અરિહંત પરમાત્માનો પરમ ઉપાસક હતો. ભાવિમાં તીર્થકર પદને મેળવવા વાળો સમર્થ રાણો, પણ નસીબ – દુર્ભાગ્યના વશ થકી, મોહનીય કર્મના વશે. સીતા સતીના હરણના નિમિત્તે મરાયો. દશ મHક છેદાયા અને નરકાવાસે પહોંચ્યો, જ્યાં ભયંકર દુઃખો ભોગવી રહ્યો છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ Page #125 -------------------------------------------------------------------------- ________________ મગધેશ શ્રેણિક વીર પરમાત્માનો પરમ ભક્ત, ભાવિપ્રથમ તીર્થંકરપદ પ્રાપ્ત કર્યુ છે, જેણે એવા મહારથીને પણ કર્મના વિપાકો વડે સગા દીકરાએ લાકડાના પિંજરામાં પૂર્યો. તે પણ પાપના ઉદયે મરીને નરકમાં ચાલ્યો ગયો. આ ભવમાં છેલ્લે છેલ્લે ઘણું દુઃખ ભોગવ્યું અને પરભવમાં પણ દુઃખ ભોગવી રહ્યા છે. તો આ સુરસુંદરી કર્મવશે શી વિસાતમાં? પાટીયા સહિત કિનારે આવી હાથીએ ગગનમાં ઉછાળી. હે નસીબ! તને ધિક્કાર છે! હાથી વડે ફેંકાયેલી ને નસીબ થકી વળી પાછી બીજી વાર વહાણના મધ્યભાગમાં પડી. ખારવાઓએ છોડી જાળ ને બચાવી બાળ. આમ બીજા ખંડને વિષે આઠમી ઢાળને સમાપ્ત કરતાં કવિરાજ કહે છે કે ભવ્ય જીવો! તમે સૌ આ સાંભળીને કર્મની જાળને તોડવાનો ઉદ્યમ કરો. * ૯૨ દ્વિતીય ખંડે ઢાળ આઠમી સમાપ્ત * (દોહરા) પ્રવહણપતિ તવ દેખીને, મૂરછાગત સા નાર; સીંચે શીતલ નીરશું, વળી ચેતના સાર. ૧ મેવા મીઠાઇ દીએ, ભક્ષણ કરવા તેહ; નવિ વંછે તે સુંદરી, કરમ વિડંબિત જેહ. ૨ આરોગે અતિ આગ્રહે, અશન પાન તે બાલ; શ્રમ અપગમથી સુંદરી, સ્વસ્થ થઈ તત્કાલ. ૩ પોતપતિ સા દેખીને, અંગે વ્યાપ્યો. કામ; નયન નચાવે નેહ શું, બોલે વચન વિરામ. ૪ શંકાના શૂળ કર્યા નિર્મૂળ ભાવાર્થ : મહાસતી બેભાન છે. ક્યાં છું તે ખબર નથી. વહાણના માલિક ત્રીને ભાનમાં લાવવા દાસીઓને સોંપી. શીતલ પાણી છાંટવા લાગી. વીંઝણા વડે પવન નાખવા લાગી. ઘડી બે ઘડીના પ્રયત્નો વડે કંઇક ચેતના આવતાં સળવળી. અર્ધબેભાનમાં ‘‘અમર’’ શબ્દ બોલીને વળી પાછી મુર્છા પામી. ‘અમર’ શબ્દનો સંબંધ-અર્થ-દાસીઓ કંઇજ ન સમજી શકી. પ્રવહણપતિ વળી પાછો દાસીઓ પાસે આવીને આ સ્ત્રીને જુએ છે, પૃચ્છા કરે છે. દાસી કહેછે કે સ્વામિન્! થોડીવાર પહેલાં ભાન કંઇક આવતાં ‘અમર’ એટલો જ માત્ર ૨૬ બોલી, વળી પાછી બેભાન બની ગઇ છે. ઠીક! તમે સૌ ઉપચાર ચાલુ રાખજો. મહાસતી મી સુરસુંદરીનો રાસ Page #126 -------------------------------------------------------------------------- ________________ સતી સ્ત્રીને ભાનમાં લાવવા વિવિધ પ્રકારના ઔષધોપચાર ચાલુ છે. શરીરમાં ઉષ્મા-ગરમી લાવવા કેશર-કસ્તુરી પણ શરીરે લગાડી રહી છે. વળી થોડો સમય થતાં સુરસુંદરીએ આંખો ખોલી. પોતાની સેવા કરતી સ્ત્રીઓને જોઇ. બધું નવું લાગતું હતું. હું ક્યાં છુ? તમે કોણ છો? સુરના મુખેથી આટલા શબ્દો સરી પડ્યા. મુખ્યદાસી બોલી – બહેન! તમે ગભરાશો નહિ. કુદરતે તમને બચાવી લીધા છે. તમે અમારા વહાણમાં છો. સુંદરી વિચારવા લાગી. હું અહીં કેવી રીતે આવી. મને.. મને.. તો.. હાથીએ... વાત યાદ આવતાં સુંદરીને આંખે અંધારા આવવા લાગ્યા. બહેને! એ વાત જવા દો. વિચારો છોડી દો. આયુષ્યના બળિયા તમે, અમારા વહાણ ઉપરની જાળમાં પડ્યા. ત્યાંથી તમને અહીં નીચે ઉતાર્યા અમારા માલિકના કહેવાથી અમે તમારી સુશ્રુષા કરી રહ્યા છીએ. હવે તમે પૂરા ભાનમાં આવ્યા છો જાણી આનંદ. વાર્તાલાપ સાંભળી શેઠ કમરામાં આવ્યા. ક્ષેમકુશળના સમાચાર પુછયા. આશ્વાસન આપ્યું. સેવામાં બે દાસી રહી. બીજી બધી ચાલી ગઇ. શ્રમિત થયેલી આ સતીને માટે દાસી કેસર મિશ્રિત દૂધ અને પાણી વગેરે આપે છે. સુંદરી કઇજ લેતી નથી. મીઠાઈ-મિષ્ટાન્ન સાથે બીજું ભોજન પણ આપે છે. સુંદરી કંઈ જ લેતી નથી. સતી તો વિચારમાં ગરકાવ છે. અહાહા! કર્મની વિડબના મને ક્યાં સુધી લઈ જશે? ક્યાં સુધી સતાવશે? ઓ નિષ્ફર હૃદયના અમર! ટાપુ પર છોડી તે કરતાં વહાણમાંથી જ મને સમુદ્રમાં ધકેલી દેવી હતી ને! કંઈક વિચારો આવતાં સતીની આંખે આંસુ ઉભરાયાં. આંચળે બાંધેલી પોટલી, જેમાં રહેલી સાત કોડી અનામત હતી. પતિની થાપણ સંભાળી લીધી. કંઈક સ્વસ્થ થઈ સામે ઊભેલા શેઠ દાસી આદિ પરિવાસ્ના અતિશય અનુગ્રહે કંઈક આહાર લીધો અને તૃપ્ત થઈ. ધીમે ધીમે સુરસુંદરીને સ્વસ્થતા પ્રાપ્ત થઈ. અમરકુમારને યાદ કર્યા. ક્યાં હશે? શું કરતા હશે? સતી પતિને ક્યારેય ભૂલે નહિ. સુંદરીને સ્વસ્થ જોઇને શેઠ આવ્યો. સવારે શેઠનો ચહેરો જે જોયો હતો, તે કરતાં અત્યારે ચહેરો સતીને જુદો લાગ્યો. સંસાસ્માં પુરુષોની આંખો સ્ત્રીઓના રુપ અને સૌંદર્ય પાછળ લુબ્ધ જ હોય છે. સતીને આજે શેઠની આંખમાં વિકાર દેખાયો. વિચારવા લાગી કે અહીંયા પણ મારું શીલ કેમ રહેશે? કેમ સાચવીશ? હવે સુર સાવધાન થઇ ગઇ. એનું હૈયું ઠંડકતું હતું. પોતાના કર્મને રડતી હતી. શેઠના શરીરે સુંદરીને જોતાં કામ વ્યાપ્યો. ભયંકર વાસનાથી ભૂખ્યો બનેલો શેઠ સતીને કહે છે - હે સુંદરી! તું કુશળ છે ને? તું તો મારા માટે સર્જાયેલી છે. તેથી જ તું મારા વહાણમાં આવી. બ્રહ્માએ મારા માટે જ તને ઘડી છે. આવા પ્રકારની વાણીને બોલતો શેઠ કટાક્ષબાણને ફેંકતો નયનોને નચાવતો સુંદરી નજીક આવી ગયો. ઢાળ નવમી (પાપસ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ - એ દેશી) મધુર સુકોમલ વચને શેઠ બોલાવતો, આપ ચલ્યો પર-ચાલણ ભાવ જણાવતો; સતીય તણે મન કિંપિ ન ભાવે તે સહી, કહે જલધિમાં નાંખો મત રાખો અહિં. ૧ આગે શેઠ હુઓ એક અનાથ વ્યાપિયો, પ્રવહણ ભાંગ્યુ જલમાં બૂડ્યો પાપિયો; પૂર્વ ચરિત્ર કહ્યું સવિ મૂલથકી તિણે, તે નિસુણી સતિ-કેડ તજી તિહાં તતખિણે. ૨ (महासती श्री सुरसुंधरीनो रास) (૯૩) Page #127 -------------------------------------------------------------------------- ________________ સોવનકુલ નગરે તે લેઇને આવીયો, એહ વિચાર કુબુદ્ધિ કરી સંભાવિયો; એહશું અવર વિચાર, તે કરવા દોહિલો, એહને વેચી દ્રવ્ય કરું હવે બોહલો. ૩ ઈમ ચિત્ત ચિંતવી, શેઠ ગ્રહી સુરસુંદરી, નિર્લજજ ચહટામાંહિ, જઈ વેચણ ધરી; ઈણ અવસર એક ગણિકા પંથે જાવતી, વિનયવતી તનુ શોભિત રુપ લીલાવતી. ૪ રુ૫ દેખી કુમારીનું વેશ્યા ચિંતવે, નિરુપમ કુમરી એહ મણુએ નવિ સંભવે, જિમ તિમ કરી મુઝ મંદિર આણું સુંદરી, સા મૂલ પૂછે શેઠને ઈમ નિશ્ચય કરી. ૫ શેઠ કહે સુણ વેશ્યા સત્ય વચન ઇછ્યું; લક્ષ સેવામાં ન દીઉં ઓછે વિત્તશું. લક્ષ સવા તસ આપી સુંદરીને ગ્રહી, નિજ ગેહાગત તહે આણંદે ગહગહી. ૬ કહે વેશ્યા સુણ વચ્છ શિખામણ સુંદરી, અંગ થકી સવિ આરતી દૂરે પરિહરી; આરોગો નિત જે મન ભાવે તે સહી, સોવન ખાટ હીંચોળે ખેલો ઘર રહી. ૭ વચ્છ કરો જલમજજન મલ વર્જન કરો, દીપ અનંગ મહ૫ તનુ ચીવર ધરો; તિલક ધરો નિજ મસ્તક ને ત્રાંજન કરો, ચંદન-લેપ તન-ભુષણ બહુલાં ધરો. ૮ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #128 -------------------------------------------------------------------------- ________________ કર-કંકણ મુખ-તાંબૂલ અધરે ૨કતતા, જિમ કામી નર દેખી ચિત્ત આસક્તતા; નવ નવ વેશ કરી સુખમાં દિન જો ગવો, મનગમતા નરશું યૌવનસુખ ભોગવો. ૯ "કર્ણ - વિદગ્ધ વચન નિ સુણી વેશ્યાતણા, ચિત્તા ચિંતે સા બાલ કરમ દુઃખ અતિ ઘણાં, જમવશ પડિયો પ્રાણીઓ પા૫ સમાચરે, સુખ દુઃખ સહતાં રોષ કિશ્યો પર ઉપરે. ૧૦ નાવ્યો કરમનો છે હ હજી કાંઇ માહરે, ધિગ ધિગ સૌખ્ય સુરુપ અતિ એ માહરે, ધિગ ધિગ યૌવનવેશ વિષય અનલે દહી, વિષય તણો વિશ્વાસ ન કરશ્યો નર કહી. ૧૧ વસંતપુરે સિંહસેન નરાધિપ અંગજા, સુકુમાલિકો નામે રુપ સુરુપજા, શશક ભશક દોઇ બાંધવ સા વનમાં ઠવી, કામ તણે વિશ્વાસે વિડંબી સાધવી. ૧ ર ઉપદે શ માલ રસાલ વિશાલ કથા કહે, ધિમ્ મુજ યૌવન વેષ કરમા કિમ નવિ દહે; કિમતિ ન ગલિઓ ગર્ભ ઉદરથી માતનો, કાં દીધો અવતાર, કરમ-દુઃખ- દાતનો. ૧૩ કાં નવિ સરજી છાર ન ચુક્યું પાલણું, બહિર ન દે ભુવિ ક્યાં પામી દુઃખ જાણું, કાં નવિ ટે “અંબર દુઃખિયા ઉપરે, દૈવતણે શિર દાટ કે દુઃખિયા નહિ મરે. ૧૪ સુરસુંદરીને રાસે બીજા ખંડની, નવમી ઢાળ કહી એ શીલ અખંડની; ૨હી પરવશ નિજ શીલ જુઓ કિમ રાખશે. વીર કહે વીરતાંત તે આગળ દાખશે. ૧૫ ૧-કાનને બાળી નાંખે તેવા, ૨-આકાશ. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #129 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : ગુલામોના બજારે.. સંધ્યા ઢળી રહી હતી. કુદરતી શોભા નિહાળતી, પોતાના કર્મની લીલાને વિચારી રહી છે. શેઠ પડખે ક્યારે આવી ઉભો? ખબર નથી. અમરને સંભારતી, કર્મને વિદારતી સતીના આંખે આંસુ ઉભરાયાં. શેઠ પૂછવા લાગ્યો - સુંદરી રડવાનું કારણ? મધુર અને સુકોમળ વચનોથી બોલાવતો વિકારી બનેલો શેઠ નયનો નચાવતાં કહેવા લાગ્યો. હું તારો છું મારી સઘળી સંપત્તિ તારા ચરણોમાં સમર્પિત કરીશ. મારા હૃદયમાં તારું જ સ્થાન છે. બીજાનું નહિ. એમ બોલતો બોલતો સતીની નજીક પહોંચી ગયો. સતી તરત દૂર ખસી ગઇ. મનમાં વિચાર્યું અહીં પણ મારું શીલ જોખમમાં છે. છતાં સાહસ તો કરવું જ પડશે. શેઠને કહેવા લાગી - હે હે ભાઈ આ શું બોલે છે? તમારી માનવતાને પાંગળી ન બનાવો. શેઠ - તને દુઃખી જોઇને મારું હૈયું કંપે છે. સુરસુંદરી :- હે ભાઈ! વિષયવાસના રુપી પશુના શિકાર ન બનો અનાથ નારીના આંસુ પ્રતિ સહાનુભૂતિ દાખવો. પાશવીવૃત્તિ દાખવતાં કુદરત બદલો આપે છે. નિરાધાર એવી હું તમારી આશ્રિત બહેન છું. આની પહેલાં પણ હું વહાણમાં હતી. વહાણનો માલિક તમારી જેમ જ મારી પાછળ પાગલ બન્યો. કામાતુર બનેલો શેઠે મને સતાવતા જીવિતને ખોયું. અચાનક આંધી તુફાન ચડી આવ્યા. કુદરત કોપે ત્યારે કોઈનીયે બનતી નથી. શેઠ! સઢ તૂટ્યા, દોર તૂટ્યા. વહાણ તૂટ્યું અને શેઠે પરિવાર સહિત જળ સમાધિ લીધી. હું પણ સમુદ્રમાં પડી હતી. મને વહાણનું પાટિયું મળતાં બચી ગઈ. નીચ શેઠથી છૂટી. હાથીના સૂંઢથી છૂટી આવી પડી તમારા વહાણમાં. શેઠ! કોઈને સતાવવાથી સુખી થવાતું નથી. આ રીતે પૂર્વે થયેલી શેઠની દશાને કહી રહી છે. સુરસુંદરીના તે શબ્દોની ઘેરી અસર થઇ. બોલે છે : બહેન! મને ક્ષમા કરો. મારા જાગી ઊઠેલા વિકાર બદલ પસ્તાઉં છું. હવે તમને નહીં સતાઉં. આગળ કોઇ શહેર આવશે ત્યાં તમને મૂકી દઈશ. સુંદરી વિચારે છે કે, શું આ પશ્ચાતાપ સાચા હૃદયનોહશે? કે પછી ભૂતકાળના પ્રસંગને અનુસારે ભયનો? પણ પછી સુંદરી સામે શેઠનું વર્તન બદલાઈ ગયું. ક્યારેક ક્યારેક કુશળતા પૂછવા આવતો. સુંદરીના કહેવા અનુસાર પ્રલયના ભયથી મલિન વૃત્તિ દાબી દીધી હતી. યૌવનાના રુપને પીધું નહિ તો કઈ નહિ પણ એને તો જવા દઊં નહીં. શહેર આવે પછી વાત. નાખુદાએ સમાચાર આપ્યા - હે શેઠ! સૌ સમુદ્રમાં કંટાળ્યા છે. કંટાળો દૂર કરવા આવતી કાલે સવારે સોવનકુલ નગર આવી જશે. આ સમાચાર સાંભળી સૌ રાજી થયા. શેઠ સુંદરી પાસે આ સમાચાર કહેવા માટે આવ્યો. તે બેન! આવતી કાલે આપણા વહાણો સોવનકુલ નગરમાં પહોંચશે. “મને ત્યાં ઉતારી દઇશ”. સુરસુંદરી – ભાઇ! તમારું કલ્યાણ થાઓ. તમારો ઉપકાર નહિ ભૂલું. શેઠ પોતાના સ્થાને ચાલ્યો ગયો. ત્યાં જઈને વિચારે છે કે મને મળેલું અમૂલ્ય સ્ત્રી રત્ન મને કામ ન આવ્યું. તો ઠીક! મફતમાં જવા નહિ દઉં. વળી સતી પ્રત્યે શેઠ શઠ અને નિર્દય બન્યો. બજારમાં જઈને વેચી તેના મૂલ્ય કરી લઉં. સોવનકુલનગર આવતા વહાણે લંગર નાખ્યા. સૌ કિનારે ઉતર્યા. નિર્લજ્જ બનેલો શેઠ સુરસુંદરીને લઈને બજારમાં ગયો. સતીને ખબર નથી કે અહીં માનવની હરાજી બોલાય છે. ગુલામનો વેપાર થાય છે. તે તો એક બાજુએ ઊભી છે. તે વખતે નગરની પ્રખ્યાત ગણિકા ત્યાંથી નીકળે છે. ને આ સુંદરી તેના જોવામાં આવી. સતીનું રુપ જોતાં જ અંજાઈ ગઈ. વિચારે છે કે આ સ્ત્રી કોણ હશે? દૂર ઊભેલી ગણિકા સુંદરીને એક નિગાહે જોઈ રહી છે. આવું ૫ તો દેવ કન્યાનું હોય, માનવ કન્યાનું આવું ૫ મેં જોયું નથી. આવું કન્યારત્ન જો મારા મહેલે આવે તો! કોઈ પણ ઉપાય આ કન્યાને મેળવી લેવી. જેથી કરીને, જેની પાછળ અઢળક સંપત્તિ ચાલી આવશે. ગણિકાએ તપાસ કરાવી કે આ સ્ત્રીનો માલિક કોણ? ચોકી કરતા શેઠને દૂરથી જોયા. ઇશારા વડે એક તરફ બોલાવીને સ્ત્રીના મૂલ પુછે છે. શેઠજી! તમારા માલની કિંમત બોલો! શેઠ - હે ગણિકા સત્ય કહું છું કે સવા (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #130 -------------------------------------------------------------------------- ________________ લાખ મુદ્રા! જુઓ! આ સ્થળે સુંદરીના દેહનું લિલામ. વેશ્યા કહે, તમે ઘણી કિંમત્ત મૂકી. શેઠ - સવા લાખ એટલે સવા લાખ. એક પણ મુદ્રા તેમાંથી ઓછી ન લઉં. વેશ્યા ઃ ભલે. વેશ્યાએ સવા લાખ મુદ્રા ગણી આપી. શેઠ લઇને સ્વાના થઇ ગયો. કુદરત કહેવા લાગી - ઓ નરાધમ! તારા આશ્રયે આવેલી પવિત્ર નારીને આખરે આ સ્થિત્તિમાં મૂકી રુપને તારાથી લૂંટી ન શાયું એટલે તેને બજારમાં લૂંટવા મૂક્યું? સોવનકુલનગરની પ્રખ્યાત વૈભવશાલી વેશ્યાને ત્યાં વેચી દીધું. ધિક્કાર છે તને! હે સુંદરી! તારા નસીબમાં કેટલા સંકટો સહવાના બાકી હશે! કોણ ઉત્તર આપે? સુરને ખબર નથી કે મને અહીં વેચવા માટે ઊભી રાખી છે. તેનો સોદો તો દૂરથી થઇ ગયો હતો. હવે ગણિકા સુંદરીને કહે છે ચાલ મારે ઘરે. આગળ ગણિકા અને પાછળ સુંદરી ચાલી રહી છે. બજારમાં કે રસ્તામાં સુંદરી ઊંચી નજરે ક્યાંયે જોતી નથી. મનમાં શ્રી નવકાર મંત્રનો જાપ ચાલુ છે. હવેલી પહોંચ્યા પછી વેશ્યાએ દાસીને સુંદરી સોંપી. ને બધી વાત સમજાવી દીધી. ને સુંદરીને પણ કહેવા લાગી. હે બેટી! સાંભળ હૈયેથી દુઃખને તદ્દન વિસરી જા. મારે ઘરે હવે નિરાંતે રહેવાનું છે. તે અનેક પ્રકારના દુઃખો અને વિડંબનાઓ વેઠી છે. પતિએ તને છોડી દીધી છે. હવે અહીં સ્વસ્થ થા! સૌ સારવાના થશે. સાંત્વનયુક્ત વચનો સાંભળી સુરને કંઇક ટાઢક વળી. હે દીકરી! અહીં હવે તને કોઇ દુઃખી કરી શકવાનું નથી. મનગમતા ભોજનને આરોગો. તાચ થાકને દૂર કર. મારા મહેલમાં સેનાનો હિંડોળો છે. મન માન્યા ઝુલે તુ ઝુલ. હીંચકા ખાવ. આટલા દિવસની શ્રમિતનું સુગંધી તેલનું મજ્જન કરાવ. અને સુગંધીદાર પાણીથી સ્નાન કર. મારે ત્યાં મૂલ્યવાન હીરના ઊંચાં ચીર-રેશમી વસ્ત્રો છે તે પરિધાન કરો. હે બેટી! કપાળે કુંકુમનું તિલક કરો. આંખે કાજળનું આંજન કરો. વળી તારા શરીરે તને મનગમતાં મારા ભૂષણ અલંકારને પહેર. આ ખજાનામાં જે વસ્ત્ર આભૂષણ છે તે દીઐ તારા માટે છે. વળી શરીર પર ચંદનનું વિલેપન કરો જેથી તને શીતળતા પ્રાપ્ત થાય. આ પ્રમાણે વેશ્યાએ સુંદરીને કહ્યું. દાસી સુરસુંદરીને સ્નાન કરાવવા સ્નાનાગારમાં લઇ ગઇ. સુરસુંદરીને ખબર નથી કે આ કોનું ઘર છે? દાસી સાથે સ્નાનાગારે જતાં મનમાંથી આહ નીકળી ગઇ. ઓહ! અમર! તને શું ખબર કે મારે ઠેર ઠેર પરાયા ઘરમાં ભિખારીની જેમ રહેવું પડશે. સંપૂર્ણ સગવડતાના કા૨ણે સુંદરીએ મુક્ત મનથી સ્નાન કર્યુ. અને શ્રમને દૂર કર્યો. વૈશ્યાના કહેવા પ્રમાણે દાસીએ મૂલ્યવાન રંગીન વસ્ત્રો, અલંકારનો થાળ વગેરે લાવીને સુંદરીને આપ્યા. સુરસુંદરીએ ના પાડી. હે બેન! સ્વામી વિયોગે મને આ કિંમતી વસ્ત્રો અલંકાર ન શોભે. પહેરવાની ના પાડી. સાદા વસ્ત્રો અને સૌભાગ્યનો શણગાર - ચાંલ્લો કર્યો અને સાદા કંકણ પહેર્યા. ગળામાં સાદી કંઠી પહેરી. પોતાના પુરાણા કપડાં સંભાળી લીધાં. જેને છેડે સાત કોડી હતી. તે પણ પોતાના આંચળે બાંધી દીધી. શરીરથી પવિત્ર બનેલી સુંદરી કમરાના એક ખૂણે બેસી શ્રી નવકાર મહામંત્રનું આરાધન કરે છે. શાંત ચિત્તથી પરમાત્માનું સ્મરણ કરે છે. આ બાજુ દાસી પોતાની અક્કાને સમાચાર આપે છે કે સુંદરી તૈયાર થઇને બેઠી છે. વેશ્યા નયનો નચાવતી, હસતી રમતી સુંદરી જ્યાં બેઠી છે ત્યાં આવે છે. તે વેળાએ સત્તીનું ધ્યાન પણ પૂર્ણ થયું હતુ. ત્યાં આવેલી અક્કાને હાથ જોડીને નમસ્કાર કર્યા. સાદા વસ્ત્ર જોઇને દાસીને કહ્યું કે દીરીને આ કપડાં? દાસી કહે મેં આપ્યા પણ સુંદરી કહેવા લાગી મા! મને આ વસ્ત્રો જ શોભે. બીજા નહિ. અક્કા હેવા લાગી - બેટા! તારે તો સોલે શણગાર સજવાના છે. હાથમાં કંકણ, હોઠને લાલ રંગ કરવા માટે તાંબૂલને લ્યો. નવા નવા વેશનું પરિાન કરવાનું. તેથી તારા આ સુંદર શણગારે જગતના પુરુષો તને જોઇને વધુ આસક્ત થાય. તારું યૌવન ખીલખીલાટ છે. ધનવાનો, રાજકુમારો, આદિ તારા ચરણ મશે. અને તું પણ મનગમતા માણસોની સાથે આ યૌવનના સુખને ભોગવીશ. (महासती श्री सुरसुंदरीनो रास 63 ૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ કાનને દઝાડે એવા શબ્દો સાંભળી સુંદરીથી સહજ રીતે ઓહ બોલાઈ ગયું. હે મા! તમે આ શું બોલો છો? વેશ્યા બોલી - મને ઓખળતી નથી. કેમ? હું આ નગરીની ગણિકા છું ને વહાણવટિયાએ તને અહીં સવા લાખ મૂલથી વેચી દીધી છે. મેં તને મૂલ આપીને ખરીદી છે. માટે તારે મારું પદ સાચવવા તૈયાર થવું જ પડશે. તારા ચરણોમાં મારું સકલ સુખ, સઘળી સમૃદ્ધિ સર્વસ્વ કીર્તિ હું અર્પણ કરીશ. સુરસુંદરી સાંભળી ન શકી. આગળ કહેવા લાગી – નહિ મા! આગળ ન બોલો – આવા સુખ સળગી જાઓ - આવા વિલાસો ફના થઈ જાઓ. વેશ્યા ચાલી ગઈ. સુંદરી એકલી પડી. ઘડીવાર માટે વિચારવા લાગી. રે શેઠ! આ નિરપરાધી નારીનું પૈસાથી લીલામ કરીને ગયો? તને જરાયે દયા ન આવી. હે કીરતાર! વેશ્યા પણ એક સ્ત્રી છે ને! એના હૈયે પણ મારા તરફ કરુણા આવતી નથી. હે કર્મરાજા! હજુ મારે કેટલાં દુઃખો વેઠવાના છે? કેટલું રખડવાનું બાકી હશે? યમરાજાના વશમાં પડેલો પ્રાણી જેમ ઘણાં પાપ આચરણ કરે છે તો શું મારે અહીં એ રીતે પાપનું આચરણ કરવું પડશે? પૂર્વકૃત પાપના ફળોને ભોગવું છું. ને હજુ કેટલા પાપો બાંધીશ. સુખ દુઃખ કર્મ અનુસારે ઉદયમાં આવે છે. તો તે ચેતન! શા માટે બીજા ઉપર રોષ કરવો. હજુયે પૂર્વભવમાં બાંધ્યા મારા અશુભ કર્મ ભોદ્વાઈ ગયા નથી. રે જીવ! ભવાંતરે બાંધતા વિચાર ન કર્યો અને હવે સંતાપ કરે શું વળે? હે દેવ! ધિક્કાર છે આ મારા રુપને? જે રુપથી સુખ સાહ્યબી ભોગવવા રાજકુળ હું અવતરી. શ્રેષ્ઠીવર્યને ત્યાં પરણી. આજ એ રુપે મને દુઃખી દુઃખી કરી નાખી. મારા રુપ સાથે થન થન કરતુ યૌવનવય છે. જેથી જોનારતો મારા રુપ અને યૌવન પર મુગ્ધ બની જાય છે અને તે પુરુષો ન આચરવાનું આચરણ કરી બેસે છે. જગતના જીવો ક્યારેય આવા વિષયો પર વિશ્વાસ ન કરશો. નહિ તો મારી જેમ સૌ કોઇના હાલ બે હાલ થઇ જશે. સ્ત્રીઓના હાલ કેવા થાય છે? વસંતપુર નામે નગર હતું. તે નગરીનો રાજા સિંહસેન, તેને સુકુમાલિકા નામે સ્વરુપવાન રાજકુંવરી હતી. કુંવરી પછી રાણીએ બે પુત્રોને જન્મ આપ્યો. તેમનાં નામ શશક, ભશક રાખ્યું. પૂર્વના પ્રબળ મોહનીય કર્મના ક્ષયોપશમથી ત્રણેય વીરપ્રભુના માર્ગે સંચર્યા. બેન સાધ્વી અતિશય સ્વરુપવાન હોવાને જ્યાં જાય ત્યાં બધા જ જોવા આવે. તેથી બંને ભાઇઓ સાથે બેન-સાધ્વી વિચરે છે. તેથી પોતાનું રક્ષણ થાય. તપ પણ ઘણા આકરા કરે છે. એકાદ વિહાર કરતાં જંગલમાં બેનને તરસ લાગી. ભાઇ પાણીની તલાશ કરવા જાય છે. અતિશય તૃષાએ સાધ્વી મુછિત બની ગયા. બેનની આ દશા જોઇ બંને ભાઈ સમજ્યા કે બેન હવે જીવતા નથી. પાણી વિના પ્રાણ નીકળી ગયા છે. તેથી જંગલમાં તે ઝાડ નીચે મૂકી દીધી. આગળ વિહાર કરી ગયા. પાછળથી કોઇ સાર્થવાહ પોતાના કાફલા સાથે ત્યાંથી નીકળ્યો. સાધ્વીને જોયા. તેના રુપને જોતાં, અંજાઈ ગયો. તપાસ કરતાં ખબર પડી કે બેભાન છે. સાર્થમાં ઊંચકી લીધી. ઉપચાર કર્યા. ભાનમાં આવી. કર્મવશે સાર્થવાહ આગળ કઈ ન ચાલ્યું. ને કામ પશે પડેલો ને રુપમાં પાગલ બનેલા સાર્થવાહે પોતાની સ્ત્રી બનાવી. આ કથા ઘણા વિસ્તારથી ઉપદેશમાળામાં લખાઈ છે. આમ વિચારતી વળી પોતાના કર્મને નિંદતી યૌવનવયને ધિક્કારતી રહી છે. વળી વિચારે છે કે જો આટલા અધોર કર્મ હતા તો હે કિરતાર! મને મારા માતાના ગર્ભમાં ગાળી નાખવી હતી. જન્મ શું કામ આપ્યો? અશુભ કર્મના ઝાડ ઊગવાના હતા તો મને અવતાર શા માટે આપ્યો? સુરસુંદરી હતાશ થઈને વેશ્યાના મહેલની પાછળ દીધેલા સુંદર કમરામાં બેઠી છે. ને કંઇક વિચાર કરી રહી છે. શું કરુ? હાય! હું છાર (રાખ) રુપે ઉત્પન્ન કેમ ન થઈ? અથવા પારણામાં માએ સુવડાવી ત્યારે પારણું તુટી કેમ ન ગયું? તુટી ગયું હોત તો મરી જાતને. વળી તે કરતાં ગર્ભ થકી બહાર ન આવી હોય તો આ પૃથ્વી ઉપર આવી દુઃખની પરંપરા ન પામતને? આ દુઃખીયારી ઉપર આકાશ પણ ન તૂટી પડ્યું? હે કર્મરાજ! આવા દુઃખીયારા ઉપર હદ ઉપરાંત દુઃખનો દાટ વાળને જેથી દુ:ખીયારા મરી જાય. ભારે કમ હું દુઃખનો ઘણોભાર માથે પડતાં મરતી નથી. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૯૮) Page #132 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી પોતાનું શીલ અખંડપણે પાળી રહી છે. વેશ્યાને ત્યાં આવી છે. સતી મહાસંકટમાં છે. ઘણું વિચારી રહી છે. આ પ્રમાણે બીજા ખંડની નવમી ઢાળ પૂર્ણ થઇ. પરવશ પણું હોવા છતાં સતી પોતાના શિયલનું રક્ષણ કેવી રીતે કરશે તે પૂ. વીરવિજયજી મ. સા. હવે આગળ કથાને કહેશે. સતી વીર થઈને કેવું રક્ષણ કરે છે. તે હવે જોજો. દ્વિતીય ખંડે નવમી ઢાળ સમાપ્ત (દોહરા) સુરસુંદરી ઈમ ચિંતવે, કિશ્ય કરે કિરતાર; પરવશ શીયલ ન ઉગરે ધિ ધિર્ મુજ અવતાર. ૧ શ્ય વશ રાંકપણું ભલું, શ્યો પવરશ રંગરોલ; વર પોતાની પાતળી, કિશ્યો પરાયો ઘોલ. ૨ વેશ્યાને વળતું કહે, ગાય દિવસ મ કહીશ, મુજ આગળ એ વાતડી પછે સમસ્ત કરીશ. ૩ જો મુજશું અતિ માંડશો, તો તનું ત્યાગ કરીશ, મુજ દુઃખ વિસરાયે થકે, પછે સમસ્ત કરશે. ૪ ઇમ નિસુણી ગણિકા તિહાં, વલતું ન વદી કાંય; ઇમ ચિંતે સા અનુક્રમે, કાર્ય સમસ્ત જ થાય.૫ અનુક્રમે પરચિત્ત ભીંજીએ, કપટે શટલુ હણાય; અનુક્રમે દ્વીપ વશ હુએ, સલિલે શૈલ ખણાય. ૬ ૧-પાણીથી પર્વત ખોદાય. ભાવાર્થ: સોવનકુલનગરી, વળી નગરયોષિતાની હવેલી. વેશ્યાના કારાગારમાં રહેલી મહાસતી સુરસુંદરી વિચારી રહી છે. દિવસ પૂરો થવા આવ્યો છે. શ્રી નવકારને પળવાર પણ ન ભૂલતી. સતી પોતાના અવતારને ધિક્કારતી થકી સ્વગત બોલી રહી છે. અઈ મારુ શીલ શો રહેશે? મારા શીલનું રક્ષણ કઈ રીતે કરીશ? શીલ રક્ષણ માટે જો ગરીબાઇ મળતી હોય તો મને મંજુર છે. પણ અહીં પરવશપણે પૈસાની છોળો ઉછળતી ધનિકના ઘરે શીલ વિનાનું રહેવું નકામું છે. આવી પરાયી વેશ્યા મને શી રીતે જીવવા દેશે. ઠીક! જે થાય તે પણ મારા શીલનું રક્ષણ કરીશ. હે શાસન દેવ! મને સહાય કરજો. નવકારને ગણતી થકી રાત પુરી કરી. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૯૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ સવાર પડતાં સતી તો પરમાત્માના ધ્યાનમાં લીન છે. દાસી આવીને જોઈ ગઈ. ધ્યાન પુરું થતાં વેશ્યા આવી. રે બહના! મારી વાત વિચારી લીધીને! હવે આ મારો રસ્તો અપનાવ્યે જ છૂટકો.. મારા મૂલ આપેલા વસુલ કરવા જ પડશે ને? વાત સાંભળી સુરસુંદરી કહેવા લાગી- હે અકકા! મારી આગળ તમારી વાત જે કરવી હોય તે વાત ત્રણ દિન પછી કહેજો. સતી મનથી મજબૂત થઇને બોલી રહી છે. ઉપાય સુજતાં વળી વાત કરે છે. જો ત્રણ દિન અંદર આવી વાત કરશો, મારી પાસે કોઈ કામ માંગશો તો સાંભળી લ્યો. હું મારા પ્રાણ ત્યજી દઇશ. અણધાર્યું આવી પડેલું મારું આ દુઃખ જયાં સુધી વિસરી ન જાવું ત્યાં સુધી કંઈ જ કહેશો નહિ. દુઃખ વિસરે પછી તમે જે કહેશો તે કરીશ. સ્ત્રીના ખુમારીભર્યા શબ્દો સાંભળી વેશ્યા સ્તબ્ધ બની ગઇ. જવાબ ન આપતાં મૌનપણે સતીની વાતનો સ્વીકાર કરીને ઊભી છે ને મનમાં વિચાર્યું કે બળથી કાર્ય પાર નહિ પડે. કળથી કામ લેવું પડશે. એમ ચિંતીને ત્યાંથી ચાલી ગઇ. જો સામી વ્યકિતને જીતવી હોય તો પ્રેમ પાથરવો પડે. પ્રેમથી જીતી શકાય. તો ધાર્યું કામ પાર પાડી શકાય. કપટ કળાથી શત્રુ હણી શકાય છે. હાથી જેવો હાથી પણ ક્રમે કરીને વશ કરાય છે. વળી પર્વતને પણ ઓગાળવો હોય તો પાણીના સતત મારથી ઓગાળી શકાય છે, પડી નંખાય છે. એ જ રીતે આ સ્ત્રીને (સુરસુંદરીને] પણ વશમાં લેવા કળથી કામ લેવું પડશે. ઢાળ દસમી (પૂર હોએ અતિ ઉજલું રે... એ દેશી) સુરસુંદરી હવે ચિંતવે રે, કીધાં કર્મ અઘોર; કિણ આગળ કહું વાતડી રે, કરમે પામી કઠોરે રે. ભવિયાં! કર્મતણી ગતિ જોય, કરમે સુખદુઃખ હોય રે, ભ. કરમ સમો નહિ કોય રે ભવિયાં... એ... આંકણી. ૧ કરમે વેચાણી ઇહાં રે, વેશ્યા દુર્જન સંગ; ખલ પાસે રહતાં થકા રે, શીયલ તણો હોય ભંગ રે. ભ. ૨ એ કાદશ સંયોગથી રે, પામે જગત વિનાશ; કુમંત્રીથી નરપતિ રે, મુનિવર લોભ નિવાસ રે. ભ. ૩ પુત્ર વખાણે ઉનમતિ રે, વિદ્યા વિણ દ્વિજ જાત; કુનંદનથી કુલ નહિ રે, દ્વેષે મૈત્રી - પ્રપાત રે. ભ ૪ લાજ નહિ મદિરાશ્રયે રે, નિધણિયાતો ખેત, કંત વિહુણી કંતયા રે, વિત્ત પ્રમાદ નિકેત રે ભ. ૫ દુર્જન ખલ સેવા થકી રે, વિણસે શીલ મહંત રે; છિદ્ર સહિતના સંગથી રે, ઝલ્લરી દુઃખ લહંત રે. ભ. ૬ (महासती श्री सुरसुंधरीको सस) Page #134 -------------------------------------------------------------------------- ________________ વિદ્યા - વસુ- અલંકૃત તનુ રે, પણ છે દુર્જન જેહ; મણિયે ભૂષિત અહિપતિ રે, શું ન કરે ભય તેહ રે. ભ. ૭ હસ્ત સહસ્ત્ર કરી થકી રે, તુરગથી દશ અરનેશ, "શકટથી થકી કર પંચષા રે, દુર્જનથી પરદેશ રે. ભ. ૮ લહી અવસર સતી એકલી રે, નાઠી દેહ સમેત; પુર બાહિર ચલી એકલી રે નવપયઝાણ સંકેત રે. ભ. ૯ ઈણિ અવસર એક પેખીયો રે, મોટો દ્રહ વિકરાલ; જલબૃત મચ્છ ઘણાં તિહાં રે, દીએ ઉછલતા ફાલ રે. ભ. ૧૦ સા ચિંતે મુજ જીવતાં રે, શીયલ નહિ લવલેશ; પરેદેશે અબલાતણું રે, વિન્ ધિક્ યૌવન વેશ રે. ભ. ૧૧ અગ્નિ પ્રવેશ કરી મરે રે, જલધિ ઝંપે સાર; પણ જીવે વ્રત ભાંગીને રે, ધિર્ ધિમ્ તસ અવતારે રે. ભ. ૧૨ ઈમ ચિંતી અબલા તિહાં રે, પરમેષ્ઠી સમરંત; સમરી શાસનદેવતા રે, ઝંપાપાત કરંત રે.ભ. ૧૩ મચ્છ તણા મુખમાં પડી રે, પણ નવિ દાઢ લગત; તે મચ્છ ધીવરે કાઢીયો રે, જાણી પાર અત્યંત રે. ભ. ૧૪ યતને મચ્છ તે છે દીયો રે, કાઢી નારી વિશેષ; ચિંતી રંભા ઉર્વશી રે, દેખી રુપની રેખ રે. ભ. ૧૫ શીતલ વાયુ પ્રચારથી રે, સ્વસ્થ કરી સા નાર; ભેટ કરી જઈ રાયને રે, રંજયો રાય અપાર રે. ભ. ૧૬ સુરસુંદરીના રાસનો રે, બીજો ખંડ રસાલ; શુભ ગુણ સંચિત એ કહી રે, તેહની દશમી ઢાલ રે. ભ. ૧૭ ૧-શેષનાગ, ૨-હજાર, ૩-હાથી, ૪-હાથ, પ-ગાડું, ૬-પાંચ છ ગાસી શ્રી સુરસુંદરીનો રાસ) Page #135 -------------------------------------------------------------------------- ________________ સોવનકુલ નગરમાં ભાવાર્થ : કર્મની લીલા ન્યારી છે. કર્મવશ પડેલા આત્માઓ ઘડીમાં ઊંચે ચડાવે અને ઘડીમાં નીચે પછાડે છે. કર્માધીન બનેલી ચરિત્રનાયિકા સુરસુંદરી પોતાના કઠોર અને અઘોર કર્મને વિચારી રહી છે. હે ભવ્યજીવો! કર્મની ગતિ જુઓ! કરમથી સુખદુઃખ મળે છે. આ જગતમાં સૌથી બળવાન હોય તો એક કર્મરાજા. તેના પંજામાંથી છૂટવું રમત વાત નથી સર્વથા કર્મનો ક્ષય કરીએ તો કર્મના પંજામાંથી છૂટાય. તો જ આ જીવાત્મા શાશ્વવત પરમ સુખને મેળવે છે. રે ચેતન! તે બાંધ્યા કર્મ - તે કર્મને અનુસારે હું અહીં વેચાઈ ગઈ. અને આ વેશ્યાના સંકજામાં ભયંકર સપડાઈ છું. આ દુર્જનના સંગે મારા શીયળનું શું? ખરેખર! જગતમાં કામીજનો દુર્જન કહેવાય છે. તેના સંગથી મારા શીયળની હાનિ થશે. હે દેવ! હું શું કરું! ખરેખર! આ જગતના લોકો અગિયારના સંગથી વિનાશ ને પામે છે ૧ કુમંત્રીથી રાજા. ૨ લોભ થકી મુનીવર, વખાણ કરવાથી પુત્ર, પુત્ર ઉદ્ધત થાય) ૪ વિદ્યા વિનાનો બ્રાહ્મણ (અજ્ઞાનતાથી બ્રહ્મણ ) ૫ કુપુત્રથી કુલ ૬ ઈર્ષા-દ્વેષ થી મિત્રતા, ૭ દારુના આશ્રયથી (સેવન થી) લજજા, ૮ માલિક વગરનું ખેતર, ૯ પતિ વિનાની પત્ની (વ્યાભીચારીણી બની જાય.) ૧૦ પ્રમાદ થકી ધન, ૧૧ દુર્જન ની સેવાથી શીલ-વિનાશ થાય છે માટે અગિયારનો સંગ ન કરવો. વળી નાના એવા છિદ્ર થી ઝલ્લરી-ઝાલર પણ મોટા દુઃખને પામે છે. વિદ્યા અને ધનથી શોભતો ધનવાન પણ જો દુષ્ટ-દુર્જન હોય, મણિથી શોભતો ફણીધર, - આ બધાનો કયારેય વિશ્વાસ ન કરવો. આ સર્વથી ડરી ને દૂર રહેવું. હાથીથી હજાર હાથ, ઘોડાથી દસ હાથ,ગાંડાથી પાંચ-સાત હાથ, દૂર રહેવું પણ દુર્જન થકી તો પરદેશ - ઘણા દૂર રહેવું. કયારેય નજીક ન રહેવું. સુરસુંદરીએ ત્રણ દિવસની અવધિ માંગી લીધી. ત્રણ દિવસમાં અક્ક મળવા, પણ આવી નથી તે તક લઈને સુંદરીએ અહીથી નાસી જવાનો ઉપાય વિચાર્યો. બે દિવસમાં સતીએ મહેલ થકી ક્યાંથી અવાય જવાય, દરવાજા વગેરે જોઈ લીધા, ત્રીજી રાત્રી એ, વેશ્યા દાસ-દાસી પરિવાર નિદ્રાધીન હતો. હવેલીમાં અપર્વ નીરવ શાંતિ હતી. તે સમયે સતી પોતાની સાથે શીયળ અને સાહસ લઈને નવકાર મંત્રને ગણતી મહેલ ના દરવાજા ખોલીને ધીમી ગતિ એ ચોર પગલે હવેલીના ચોગાનમાં આવી. મહેલમાંથી નીકળી જતાં કંઈક સ્વસ્થ થતાં આગળ ચાલી. પાંદડાં પગે અથડાતા અવાજ થયો. ઝાપે બેઠેલો વૃદ્ધ ચોકીદાર જાગતો જ હતો. અવાજ થતાં પડકાર કર્યો. કોણ? સતી કહે, એક અભાગણી સ્ત્રી. અત્યારે અહીંયા કેમ? સતી કહે, ભાઈ! મારા પર દયા કરો. સુરસુંદરીની વાણીમાં વ્યથા અને હૈયામાં દર્દ હતું. ચોકીયાતના હૃદય પર ઘેરી અસર થવા લાગી. સુરસુંદરી – આગળ બોલવાનું ચાલુ રાખ્યું-ભાઈ! તમે સજજન દેખાઓ છો. એક બહેનની શીયળ સાચવવા મદદ કરો. મને આ પાપના ઘરમાંથી બચાવો. જિનેશ્વર દેવ તમારું ભલું કરશે. આજે નહીં બચાવો તો કાલે મારી જીંદગી નહીં હોય. ભાઈ મને બચાવો... મને બચાવો. સ્ત્રીના શબ્દો સાંભળી ચોકીયાત પીગળી ગયો.અને સુરસુંદરી આ વૃદ્ધ ચોકીયાત ની સહાય થી ઝાંપાની બહાર નીકળી ગઈ. સતી એ છૂટયાનો શ્વાસ લીધો. હૈયે ટાઢક થઈ. વૃદ્ધ ચોકીયાત ને પણ દયા આવતા ગામની બહાર સુધી મૂકીને બીજા ગામે જવાનો રસ્તો બતાવી વૃદ્ધ ચોકીયાત ઘરે પાછો વળ્યો. શીયળ-સાહસ સાથે છે જેને, હૈયે નવકાર છે જેને મધરાતે અંધકાર વચ્ચે સતીએ પ્રવાસ શરુ કરી દીધો. પતિ વિયોગી, અનેક સંકટોને સહન કરતી, ઉઘાડા પગે, સાથ સહકાર વિના, નસીબ જયાં લઈ જશે ત્યાં જવા નીકળી પડી.જેના હૈયામાં સુખ શબ્દ દેશવટો લીધો હતો, તે સતી નવકાર મંત્રને ગણતી ચાલી જાય છે. જેના પિતા રાજા હતા. જેના પ્રતિ પાસે અબજો ની દોલત હતી, હાલ તો અનાથ એવી સુરસુંદરી આંસુને સારતી વનની વાટે ચાલી જાય છે. નવપદરૂપ નવકારના ધ્યાન માં સંકેતને પામતી જંગલની કેડીએ ચાલી જાય છે. રાત વાસમાં પૂરી થતાં પરોઢ (મહાસતી શ્રી સુરસુંદરીનો સસ) Page #136 -------------------------------------------------------------------------- ________________ થવા આવ્યું છે વિના વિલંબે સતી ચાલી જાય છે. સોનેરી સવાર થવા લાગી છે. સતીને તેની પણ પરવા નથી. સતીમુખ જોવા ભમતો સૂર્ય ઉદયાચલે આવતાં ઉષારાણી વધામણાં લઇને આવી છે. તે પણ સતીને માન્ય નથી. તેનું મન નવકારમાં છે. રસ્તો કાપે જાય છે. અવિરત પણે આખી રાત ચાલી. તેથી સુરસુન્દરી ઘણી જ થાકી ગઈ છે. ત્યાં તો દૂર સુદૂર ભવ્ય મહેલોના શિખરો દેખાયા. જંગલ પૂરું થયું. વસ્તીમાં આવી. નગરજનો આવતા જતા દેખાયા. સુરના હૈયે કંઈક ટાઢક થઇ. તેવામાં સુરસુંદરીને શાંત વિશાળ સ્વચ્છ પાણીથી ભરપૂર સરોવર દેખાયું. તેનાથી નગર થોડું દૂર હતું. વહેલી સવાર હોવાને કારણે માણસોની અવરજવર ઓછી હતી. તાપ અને સંતાપથી પણ થાકેલી હતી. ધીમે ધીમે ચાલતી સુરસુંદરી સરોવર તીરે આવી. મંદ મંદ વાતો ઠંડો પવન આવતો હતો. સતીએ કિનારે રહી હાથ પગ ધોયા. સ્વસ્થ બની. સરોવરના કાંઠે બેઠી છે. વિચારી રહી છે, શું કરવું? કયાં જવું? સરોવરમાં પણ મોટા મોટા મગરમચ્છને માછલાં મોટી મોટી ફાળો ભરતાં પાણીની સપાટીએ આવીને સતી સામે જુએ છે ને વળી પાછાં સરોવરમાં અદ્રશ્ય થઈ જાય છે. કુદરત સવારે ખીલી છે. સતીને આનંદ નથી. મારા જીવવા વડે કરીને શું? જયાં જાઉં ત્યાં મારું શીલ જોખમાય છે. મારા અવતારને ધિકકાર હો? આ પરદેશમાં એકલી નિરાધાર અબળાની શી શી દશા? હે કિસ્મત! તું મારા ઉપર ઠયો છે. જયાં જાય છે ત્યાં દુઃખના મોટા ડુંગરા જ ખડકાય છે. દુઃખને સહન કરવાની શકિત છે. પણ. પણ. મા.. શીલ! મારા શીલનું ? આ યૌવને મારી શી દશા બેસાડી? આ યૌવનને પણ ધિકકાર હો! શીલ માટે તો અગ્નિપ્રેવશ પણ કરીને મૃત્યુને વરીશ. શીલ માટે સમુદ્રમાં ઝંપાપાત કરીશ. પણ. પણ આ દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી શીલને જરા પણ આંચ આવવા નહિ દઉં. હે શાસનદેવતા! મારો આ અફર નિર્ણય છે. તમે સહાયભૂત થજો. જગમાં જે જીવો વ્રત ભાંગીને સુખેથી જીંદગી જીવી રહ્યા છે, તેના અવતારને ધિકકાર હો! વળી સરોવર તીરે બેઠેલી વિચારોના વમળે ચઢેલી સતી કંઈક વિચારે છે, મને પતિએ તરછોડી છે. હું કેવી રીતે તેને મેળવીશ. કયાં મળશે? ઠીક! પણ હજુ તો તેને મેળવવા જતાં કેટલા સંકટો આવશે? તે ખબર નથી. તે કરતાં આ સરોવરમાં ઝંપાપાત કરીને મારું જીવન સમાપ્ત કરી દઉં. જૈન સિદ્ધાંતોને જાણતી, પળે પળે નવકારને ગણતી છતાં હૈયે હિંમત હારી ચૂકી છે. એક શીલને માટે ... જયાં જાય ત્યાં શીલને મ ટે જ ભયંકર સંકટો ઊભા થતા. તેથી હવે મનથી નિશ્ચય કરી શાસન દેવતાને યાદ કર્યા. સરોવરના અધિષ્ઠાત્રી જ દેવીને પણ યાદ કરી. સતીએ સરોવરમાં ઝંપાપાત કર્યો. પડતાંની સાથે સતી તો પાણીમાં અદ્રશ્ય થઇ ગઇ. મોટા નરના મુખમાં જઈને પડી, મોટો શિકાર મળતાં મગર સતીને ગળી ગયો. મોટી મોટી દાઢોને દંત હોવા છતાં સતીને એક પણ દાંત દાઢ વાગી નહિ. ને એક કોળિયામાં મગરે પેટમાં ઉતારી દીધી. કેવી દશા! આ સરોવરના કિનારેથી થોડે 3 દૂર માછીમારને ઝુંપડા હતા. ને આ માછીમારોએ માછલાં પકડવા કિનારે મોટા લાકડા બાંધ્યા હતા. તેના આધાર સરોવરમાં જાળ પાથરી હતી. કુદરતે કરીને આ મગર જ માછીમારની જાળમાં ફસાઇ ગયો. મગરનું વજન વળી એમાં સતાને ગળી ગયેલો તેથી બમણાં વજનવાળો મગર જાળમાં તરફડાટ કરવા લાગ્યો. મગરના તરફડાટથી જાળની સાથે બાંધેલું લાકડું જોરજોરથી હચમચી ઉઠયું. તે જોઇને માછીમાર દોડી આવ્યો. વિચાર કરતો હતો કે કોઇ મોટો મગર આવ્યો લાગે છે. મહાપરાણે જાળને ખેંચી કિનારે લાવ્યો. માછીમારના કેડે કટારી હતી. જાળમાં રહેલા મગરને કટારીથી છેદી નાખ્યો. સરોવરનું પાણી રકતવર્ણનું થઇ ગયું. મગર કિનારે મરેલો પડ્યો છે. ધીવરે જાળ છોડી નાખી. પછી મ ના શરીરના ટુકડા કરવા જાય છે ત્યાંતો તેની કટારી અટકી. રુપે રંભા સરખી સ્ત્રીને જોઈ આશ્ચર્ય પામી ગયો. માછીમારને પણ દિલ હતું. દિલમાં દયા ઉભરાઈ. સ્ત્રીને જોતાં હળવેકથી સ્ત્રીને બહાર કાઢીને જોયું. સ્ત્રી બેભાન હતી. મૃત્યુ પામી નહોતી. મગરને ત્યાં મુકી દીધો. સ્ત્રીને ઉંચકી પોતાની ઝુંપડીએ લઈ ગયો. ધીવર પત્નીએ ચૂલો પેટાવીને રમ પાણી કર્યું. તેને સાફ કરી. ગરમાટો કર્યો. એક બાજુથી પવન નાંખવા લાગ્યો. ઘડી બે ઘડી થતાં સુંદરી ભાનમાં આવી. ધીવરોને આવા અનુભવો વારંવાર થતા હોય છે. તેના ઉપાયોને પણ જાણતા હોય છે. સુરસુંદરીને (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #137 -------------------------------------------------------------------------- ________________ નવું ચેતન આવ્યું. ભાનમાં આવતા ભગવાનને પહેલાં યાદ કર્યા. તેની પાછળ તરત પોતાનો પતિ પણ યાદ આવ્યો. આજુબાજુ રહેતા ધીવરો ત્યાં ભેગા થઇ ગયા. સુંદરીને સૌ જોઇ રહ્યા છે. સુરસુન્દરી પૂછે કે હું કયાં છું? ધીવરે કહ્યું, બેન! ગભરાઇશ નહિ. ભગવાનની દયાથી તમે બચી ગયા છો. ધીવરની પત્નીએ પોતાના કપડાં પહેરવા આપ્યાં. પોતાનાં લોહી કાદવથી ખરડાયેલાં કપડાં બદલી નાંખવા કહ્યું. ધીવરની ઝુંપડીએ રહેલી સુંદરીએ ધીવરપત્નીના જાડાં કપડાં પહેર્યાં. પોતાનાં કપડાં ધીવર પત્નીએ ધોઇ સુકાવી દીધાં. સૂકાઇ ગયેલાં કપડાં વળી પાછા પોતે બદલીને સ્વામીની થાપણ આપેલી સાત કોડી છેડે બાંધી દીધી. ધીવરે જમવા માટે આગ્રહ કર્યો. પણ તેણે ફક્ત દૂધ જ લીધું. માછીમારને ત્યાં આહા૨માં સતીને કલ્પે તેવું કંઇ હોય જ નહિ. દૂધથી ક્ષુધાને શાંત કરી. એમ કરતા દિવસ પૂરો થયો. સંધ્યાવેળા થઇ. નવકારના જાપને ભૂલી નથી. ધીવર પરિવાર સાથે સુખદુઃખની વાત કરતી શ્રમિત સુંદરીએ ત્યાં રાત વીતાવી. સવારે સમયસર પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરી જાપ પણ કરી લીધો. હવે પ્રભાતે ધીવરે સુંદરીને કહ્યું કે બેન! ચાલ. સુંદરીએ કહ્યું, ભાઇ! કયાં લઇ જાવો છો? ધીવર કહે- તમને યોગ્ય સ્થળે પહોંચાડી દઇશ. ધીવરના કહેવાથી ઝુંપડીએથી નીકળી સતી ધીવરની પાછળ પાછળ ચાલી. ધીવરને થયું કે આ રમણી તો રાજાને ત્યાં શોભે. મારે ત્યાં નહિ. તથી તેને લઇ જઇને રાજાને ભેટ ધરું. રાજાને ભેટ ધરવાથી મોટું ઇનામ આપશે. આવું વિચારીને ધીવર રાજાને ત્યાં પહોંચ્યો ને રાજાને ભેટ ધરી. રાજા સુંદરીને જોતાં જ આનંદ પામ્યો. રાજાએ ધીવરને વાતની પૃચ્છા કરીને ઇનામ આપીને રવાના કર્યો. સતી સુરસુંદરીના રાસની બીજા ખંડમાં પૂ. શુભવિજયજી મ. [મારા ગુરુજી] ગુણોને એકત્રિત કર્યા. વીરવિજય મહારાજે તે ગુણોને કહીને આ દશમી ઢાળ પૂર્ણ કરી. દ્વિતીય ખંડે દસમી ઢાળ સમાપ્ત ⭑ (દોહરા) પૂરવ નિસૂણી વારતા, સુંદરી મુખથી રાય; પટરાણી સમ ચિંતવી, અંતેઉરમાં હાય. ૧ પક્વ-બદરી-ફલ ઉપમા, ઉદ્ગત વનહ મઝાર; ના૨ી યૌવન એકલી, કુણ નવિ ખાય લગાર. ૨ તાંબૂલ નીર તટાકનું, નારી યૌવન વેશ; જલ પીવા ભોગ્ય જ લહી, ઇચ્છે ૧-પાકી, ૨-બોરડીનું ફૂલ, ૩-ઊગેલી, ૪-બોરડી વનમાં ઊગેલી હોય, તેમાં તેના બોર પાકેલા હોય, તો કોણ ખાવા ન લલચાય? એકલી યુવાન સ્ત્રીને પણ એની ઉપમા આપી છે, કારણકે યુવાન સ્ત્રીને એકલી જોઇ કામાંધ પુરુષો સહેજે લલચાય છે. કુણ ન નરેશ. ૩ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૪) Page #138 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : રાજાએ ઇન મ આપ્યું. ઇનામ મળતાં ધીવર આનંદ પામ્યો અને સતીને પ્રણામ, રાજાને પ્રણામ કરીને રાજમહેલમાંથી નીકળી ગયો. હર્ષ રાજા સુરસુંદરીને પૂછે છે - સુંદરી! તું ક્યાં રહે છે? રાજાએ આટલું પૂછતાં સુંદરી ચોધાર આંસુએ રડી પડી. આશ્વાસન આપતાં રાજાએ કંઇ આગળ ન પૂછ્યું. સતી રડી રહ્યા બાદ કંઇક સ્વસ્થ થઇ. પોતાની હૃદયની વ્યથા સાથે કરમની કા કહી રહી છે. રાજા તો સતીના રુપને જોઇ રહ્યો છે. પટ્ટરાણી પદે શોભે એવી આ સ્ત્રી છે. એમ વિચારતો રાજા એક દાસીને બોલાવી. સુરસુંદરીને સોંપીને ભલામણ કરીને અંતઉરમાં મોકલી. દુઃખી સુંદરી હવે રાણીઓના આવાસે પહોંચી. રાજમહેલ મળ્યો. છતાં પળવાર માટે શ્રી નવકાર મહામંત્રને ભૂલતી નથી. રાજાએ સુંદરીની આખી કથા સાંભળી. ત્યક્તા સ્ત્રી છે. જુવાન સ્ત્રી છે. દુઃખ હળવું થયે હું કહીશ તે પ્રમાણે તે માની જશે. કહ્યું છે કે જંગલમાં બોરડી ઉગેલી હોય અને તેમાં યે વળી તેના ફળ-પાકાં હોય, તો તે પાકાં મીઠા ફળ ખાવા કોણ લલચાતું નથી? અર્થાત્ બધાને ખાવાનું મન થાય. તેવી જ રીતે યૌવનવય સ્ત્રીની પણ આ હાલત હોય છે. કારણકે યુવાન સ્ત્રીને એકલી જોઇને કયો પુરુષ તેના તરફ ન ખેંચાય? સૌ પોતાની ઇચ્છા પૂર્ણ કરવા તૈયાર થાય જ. વળી તાંબુલ તળાવનું પાણી, યૌવનવતી નારી, આ ત્રણ જેને મળે તેને કયો પુરુષ છોડી દે? અર્થાત્ કોઇ છોડી ન દે. બધાજ ગ્રહણ કરે. ઢાળ - અગિયારમી (નમો નિત નાથજી રે - એ દેશી.) તવ પટરાણી ચિંતવે રે, દેખી રુપ વિશાલ; મુજ સુખ વિચહણ કારણે રે, ક્યાં થયું શોકનું સાલ; અગમ ગતિ દૈવની રે, દૈવ વડો સંસાર; અદેખો જગ દહે રે,દૈવ કરે તે હોય, કુણે ચાલે નહિ રે - એ આંકણી. ૧ તીર્થંકર લક્ષ્મી ઘણી રે, વે૨ સપત્ની સહાય, સ્નેહ હરિ બલદેવનો રે, એ તિન અધિક કહાય. અગમ. ૨ પૂર્વ દિશા ઉદય રવિ રે, તવ પશ્ચિમ દિગ શ્યામ, પૂર્વ શ્યામ અસ્પંગતે રે, નારી પરસ્પર કામ. અગમ. ૩ પૂરવ વાત સુણી કરી રે, આવી રાણી રાત, સુરસુંદરી પ્રતે ઇમ કહે રે, સુણ બહેની મુજ વાત. અગમ. ૪ કહે તો બહેની નાસવું રે, નૃપ દુઃખ દેશે અગાધ, વલતું સુંદરી ઇમ કહે રે, એ મુજ કારજ સાધ. અગમ. ૫ રાત્રે રાણીએ નાસવી રે, નાઠી સા ભયભ્રાન્ત, ઝાંસિ ઝડોઝડ ઝાંખરાં રે, ચરણે રુધિર ઝરંત. અગમ. ૬ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૧૦૫) Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ર૫ણ હિંડોળે ખેલતી રે, ભોજન કૂર કપૂર, તસ શિર એ વેળા પડી રે, દૈવ તું રહેજે દૂર. અગમ. ૭ બેસી સુખાસન પાલખી રે, સેવક સેવ હાર, તસ શિર એ વેળા પડી રે, દૈવ તું રહેજે દૂર. અગમ. ૮ ક્ષણ ખંડો ક્ષણ વાટલો રે, ક્ષણ પુરો ક્ષમ લીહ, દૈવ ન દીધા શિહરે, સરવે સરીખા દીહ, અગમ. ૯ ૧પંથે તસ્કર ઝાલતા રે, અબળા પંથ ઉજેટી, પાલિમાંહિ લેઇને કરીરે, પલ્લીપતિને ભેટી. અગમ. ૧૦ પલ્લીપતિ અતિ મોદ શું રે, કહે મુજ કામિની હોય, સતીય કહે એ વાતનો રે. નામ ન લેશો કોય. અગમ. ૧૧ પશ્ચિમ દિગ રવિ ઉગમે રે, જલ ધિય લોપે સીમ, હિમાચલ પાવક હુવે રે, સતીય ન લોપે નીમ.. અગમ. ૧૨ ઇમ નિસુણી ક્રોધે ચઢચો રે, પલ્લીપતિ વિશેષ, દુગ્ધપાન પન્નગપતિ રે, દુર્જનને ઉપદેશ. અગમ. ૧૩ હસ્ત ઉભય ક્રમ દોય છે રે, પુરુષાકાર દિખાય, વાત શીત પ્રકંપતો રે, કિમહિ ન સૌધ કરાય. અગમ. ૧૪ શુચિમુખિ! દુરાકૃતિ રે, સો પંડિત શું વાદ, ઘર કરવા શક્તિ નહિ રે, ઘર ભંજક ઉન્માદ, અગમ. ૧૫ યાદેશ તાદૃશ પુરુષને રે, નવિ દીજે ઉપદેશ, વાનરે સુગૃહી નિગૃહી રે, તિમ દુર્જન સવિશેષ. અગમ. ૧૬ ખડ્ગ ગ્રહી પલ્લીપતિ રે, મારણ ધાવે જામ, નવપદ શાસન દેવતા રે, સુંદરી સમરે તામ. અગમ. ૧૭ તવ તસ થંભે દેવતારે, દીએ ચપેટ પ્રહાર, શરણે રાખે સુંદરી રે, પલ્લીપતિ તિણિવાર. અગમ. ૧૮ અદૃશ્ય હુઇ તવ દેવતા રે, મૂકી જીવતો તેહ, પલ્લપતિ પાયે પડ્યો રે, થર થર કંપિત દેહ. અગમ. ૧૯ બાઇ તુમે કરુણા કરી રે, મન માને સિંહા જાઓ, શીયલમાંહે મોટા તુમે રે, ઇમ બોલે તે રાઓ. અગમ. ૨૦ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #140 -------------------------------------------------------------------------- ________________ તવ ચાલી સતી એકલી રે, ભીષણ ગત કાંતાર, એક સરોવર પેખીયો રે, જિહાં જલહંસ અપાર. અગમ. ૨૧ નીર ગલી તિહાં વાવયું રે, પામી ઇષ્ટ સમીર, નિંદ લહે સા સુંદરી રે, શયન સરોવર તીર. અગમ. ૨૨ ઇણિ અવસર એક પંખીયો રે, પંખીમાં શિરદાર, એક ઉદર પૃથગ ગ્રીવા રે શ્રોતા નયન જસ ચાર. અગમ. ૨૩ રાણ પાદ છે જે હને રે, વાચા મણુએની જેહ, ભિન્ન ફલેચ્છા આય ખુરે, ભારંડ પંખી તેહ. અગમ. ૨૪ તિણિ સા અંબર ઉડતાં રે, દીઠી સુંદરી ગ્લાન, મુખમાંહી લેઈ ઉડીયો રે, જાણી મૃતક સમાન. અગમ. ૨૫ જીવતી જાણી વ્યોમથી રે, પડતી મૂકી બાલ, વિદ્યાધર વિમાનમાં રે, જાઇ પડી તાસ વિચાલ. અગમ. ૨૬ બીજા ખંડતણી કહી રે, એ અગ્યારમી ઢાળ, વીરવિજય કહે ભવી કરો રે, નવપદ ધ્યાન વિશાળ. અગમ. ૨૭ ૧-દુર્જન ઉપદેશ આપવો એ સર્પને દુગ્ધપાન કરાવવા સમાન છે, ૨-મનુષ્યની વાણી. ભાવાર્થ : રાજા તો રમણીય રૂપવતી સ્ત્રી મળતાં આનંદ પામ્યો છે અને જો માની જાય મારી વાત તો મારી પટ્ટરાણી બનાવી દઉં. આવા સ્વપ્નો સેવી રહ્યા છે. તો આ બાજુ અંતઉરમાં દાસી સુરસુંદરીને લઇને રાણી પાસે પહોંચી. રાણીવાસમાં જતી સુંદરી વિચારી રહી છે. આવો દયાળુ રાજા મળ્યો છે તો મારા સઘળાથે સંકટો દૂર જશે ને મને ચંપાનગરી જરુર પહોંચાડશે. એ શ્રદ્ધા સાથે નવકાર ગણતી રાણીવાસમાં પહોંચી. વળી રાજાના કહેવા પ્રમાણે દાસીએ જુદો કમરો ખોલી આપ્યો. સતીને જોતી બધી વ્યવસ્થા કરીને દાસી બાજુના જ કમરામાં મહારાણી પાસે આવી. દાસી મુખેથી સુંદરીનો ઇતિહાસ જાણી લીધો. સુરસુંદરીનું રુપ જોઇને મહારાણી પામી ગયા હતા કે મારું પદ આ સ્ત્રી લઇ લેશે. સાવધ તો થઈ ગઈ હતી. મારા સુખનો ભાગ પડાવવાવાળી આ શોક્યનું શૂળ ક્યાંથી ઉભું થયું? નહિ તો કહેવાય છે કે એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ કરીએ તો ઇર્ષા જ જોવા મળે. પરિણામ માઠું આવે. સતીને સહાય વાતનો દોર પકડી લીધો. રાજા જરુર પટ્ટરાણી પદ આ સ્ત્રીને આપશે. હું તો રસ્તામાં રઝળતી થઇ જઇશ. હવે સમજાયું આ તો મારા માર્ગમાં કાંટા નાખવા ઊભી થઇ છે. જુઓ તો ખરા! અગમ ગતિ નસીબની છે. ખરેખર! દેવ જ આ જગતમાં વડો શિરતાજ છે. આખું જગત નસીબની અદેખાઈ કરતું ઇર્ષાથી બળી રહ્યું છે પણ દેવ કરે તે થાય. કોઈનું મેં તેની આગળ ચાલતું નથી. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૧૦૭) Page #141 -------------------------------------------------------------------------- ________________ આ જગતમાં ત્રણ વસ્તુ અધિક હોય છે. તીર્થંકર પ્રભુની લક્ષ્મી, સપત્નીનું વેર, હરિ-બળદેવનો (વાસુદેવ-બળદેવ) સ્નેહ. પૂર્વ દિશાનો સૂર્ય અર્થાત્ ઉદયાચલે આવતાં પશ્ચિમ દિશા કાળી પડે છે. અસ્તાચલ ઉપર જતો સૂર્ય પૂર્વ દિશાને કાળી પાડે છે. તે કરતાં તો સ્ત્રીઓ તો પરસ્પર કામ અર્થે શ્યામ પડે છે. એકબીજાની ઇર્ષાના બળે મોં કાળા કરીને ફરે સુરસુંદરીને અલાયદો મહેલ આપ્યો હતો. તે કારણે પટ્ટરાણી વધારે ઇર્ષાળુ બની. વધારે વહેમી બની. ખરેખર! રાજાએ પટ્ટરાણી બનાવવાની વૃત્તિએ સુરસુંદરીને જુદો મહેલ આપ્યો છે. તરત તે જ દિને રાણી સુરસુંદરીના મહેલે ગઇ. ઔપચારિક કુશળતા પૂછી. દાસી સાથે લઇને આવેલી. આગંતુક સ્ત્રીને માટે વસ્ત્રો અલંકાર આદિ લઇને આવેલી. રાણીએ સુરસુંદરીને કહ્યું - બેન, આ વસ્ત્રોને આભૂષણો લાવી છુ. જુના વસ્ત્રો ઉતારી નાખો આ વસ્ત્રો પહેરજો. મુખે મીઠું બોલતી પટ્ટરાણી તો સુરસુંદરીની આપ્તજન બની ગઇ. સુરનું રુપ જોઇને રાણીની શંકા વધુ દૃઢ થઇ. મારા કરતાં અનેક ગણી દેખાવડી આ સ્ત્રી, પતિ ત્યકતા છે. જરુર મારું સ્થાન લઈ લેશે. ગમે તે ભોગે તેને અહીંથી ભગાડું. રાજા આવતાં પહેલાં આ બધી વાત પતાવી દેવી જોઇએ, જેથી કરીને આ સ્ત્રીનો રાજાને વધુ પરિચય ન થાય. પોતાના સ્વાર્થમાં રમતી ઇર્ષાળુ રાણીએ સતી સુરસુંદરીની ખબર અંતર પૂછી. તેના જીવનની ભૂતકાળની વાત પૂછી. સુરને પણ પોતાની બેન મળી હોય તેમ લાગ્યું. પોતાની આપવીતી રાણી આગળ ચોધાર આંસુએ રડતી રડતી કહી દીધી. રાણી આશ્વાસન આપતાં કહે છે કે બેન! હવે કંઈ તારે ભય રાખવાનો નથી. તું તારે અહીં તારી બેનનું ઘર સમજીને રહેજે. શાંતિથી તું તારા ભગવાનને ભજજે. મુખે મીઠુંને હૈયું કાતિલ બની ગયું છે. તેવી રાણી આડી અવળી વાતો કરીને પોતાના મહેલે આવી. દાસી સાથે મંત્રણા કરવા લાગી. ખરેખર! ભગવાને રુપ તો કેવું આપ્યું છે? ઇન્દ્ર મહારાજ પણ આ રુપ જોઇને રંભા ઉર્વશીને ભૂલી જાય. તો મારા સ્વામીની શી વાત? બિચારી દુઃખિયારી ઘણી છે. આપણે ત્યાં આવી છે. તો તેના દુઃખને દૂર આપણે કરવા જોઇએ. પણ આમ કરવા જતા હે દાસી! મારું જીવનધૂળધાણી બની જાય. હું જાતે જ કુહાડો મારા પગ ઉપર મારી રહી છું. મારી જીંદગી હોડમાં મૂકી રહી છે. દાસી કહે - સ્વમાની એનું જે થવું હોય તે થાય. તમારી જીંદગી બરબાદ ન કરો. ગમે તે ઉપાયે રાજા તેને મળે તે પહેલાં જ તે સ્ત્રીને અહીંથી વિદાય કરી દો. આ પ્રમાણે બંને વિચારીને સાંજ પડતાં વળી રાણી દાસી સાથે સુરસુંદરી ના મહેલે આવી. સુરસુંદરીએ ઊભા થઇને આવકાર આપ્યો. બંને સાથે બેઠા છે. વાતો કરે છે. રાણી પણ તેનું દુ:ખ સાંભળી દુઃખિત થઇ હતી. પણ તેને થયું કે મારી શોક થશે તો મારું શું થશે? એ કલ્પનામાં સુરસુંદરીનું દુ:ખ તેને ઘણું ઓછું દેખાયું વાર્તાલાપ સાંભળી રાણી કહે છે. બેન! તારા શીયળ-પ્રેમને માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સુર કહે - મોટી બેન! આપના આશીર્વાદથી મારું શીયળ વધુને વધુ ઉજ્જવળ બને. હવે રાણીએ તક ઝડપી - કહેવા લાગી, સુરસુંદરી! બેન કેમ અટકી ગયા? રાણી કહે - હે બેન! તારી શીયળ માટે પ્રાણ આપવા સુધીની સાહસિકતા જોઇ. પણ... પણ... તારા શીયળ સાથે એક વાત સંબંધ ધરાવતી હોવાથી મારુ મન કહે છે કે - વળી અટકી ગઈ સતી કહે - રાણી સાહેબ! તમે અટકો નહિ, જે હોય તે મને કહો. મારા શીયળને લગતી શી વાત છે? રાણીએ સણસણ કરતું તીર ફેંક્યું - સાંભળ! સુરસુંદરી! તારે સાવધાન રહેવું પડશે. મારા સ્વામી સજ્જન છે. તને ચારિત્ર ખૂબ પ્રિય છે. તો તો સુરસુંદરી બોલી - શું મહારાજ ખરાબ છે? રાણી કહે - ના! ના! મારા સ્વામી એવા નથી. પણ.. પણ....! જ્યારથી સુરસુંદરી રાજમહેલમાં આવી હતી ત્યારથી તે માનતી હતી કે હવે હું અહિયાં નિર્ભય છું. ત્યાં વળી સ્થિર હૃદયવાળી સુના હૈયામાં અસ્થિર ભાવો ઉભરાવા લાગ્યા. રાણી બોલી - સુર? તમે શીયળ માટે જો અહિં રહ્યા હોય તો તમારું ચારિત્ર જોખમમાં ન મૂકાય. માટે જ અત્યારે તમને કહેવા આવી. સુરસુંદરી કહે - બેન! તમારો ઉપકારૂક્યારેય (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ) Page #142 -------------------------------------------------------------------------- ________________ નહિ ભૂલુ. તો હું હવે અહીં શું કરું? ક્યાં જવું? રાણી કહે - તું ચિંતા ન કર. હું તને ગુપ્ત સહાય કરીશ. તો સાંભળો! અહિંથી તમે મારા મહેલના પાછળના રસ્તે ભાગી જાવ. રાજા આવતાં પહેલાં તમે રવાના થઇ જાવ. જો રહેશો તો રાજા તરફથી ઘણા જ ખો પામશો. મારી દાસી તમને નગર બહાર મૂકી જશે. વાત સાંભળી સુરના આંખમાં આંસુનો વરસાદ વરસવા લાગ્યો. નસીબને કહી રહી છે કે તું મને ક્યાં સુધી ભટકાવીશ. રાણીએ દિલાસો આપતાં કહ્યું- બેન! તમે ઘણા દુ:ખ સહન કર્યા. હવે તો લાગે છે કે તમારા દુઃખનો અંત આવશે. કાતિલ હૃદયવાળી રાણી હૈયામાં હસી રહી છે કે મારું કામ પતી ગયું. જ્યારે સતીના હૈયામાંથી ઊના ઊના આંસુ સાથે નિસાસા બહાર નીકળી રહ્યા હતા. રાણીને કહેવા લાગી. તમે મને બચાવી લીધી. તમારો ઉપકાર ક્યારેય નહિ ભૂલું. રાણીએ સંતોષનો શ્વાસ લીધો. ઇર્ષા કેવી ચીજ છે. દેવ જેવા સ્વાર્મ ને દ્રોહ કરતાં પણ ન અટકી. સાંજ પડી. સતીના દુ:ખ જોવા અમર્થ બનેલો સૂર્ય જગતમાં ઊભો ન રહેતાં વિદાય લઇ લીધી. અંધકારના ઓળા પૃથ્વી તળને ઘેરી વળ્યા છે. રાણી અને દાસી સુરસુંદરી પાસે આવ્યા. સુરસુંદરી તો પરમાત્માના ધ્યાનમાં બેઠી નવકાર મહામંત્રનો જાપ કરી રહી હતી. દિવસ ક્યારે પુરો થયો. રાત ક્યારે પડી! કશી જ ખબર નથી. સુરના જીવનમાં વળી કાળો અધંકાર વ્યાપી ગયો. એને કંઇજ સૂઝતું નથી. વળી એના જીવનમાં અંધકાર છવાયો. એક નવકાર મહામંત્રનું સ્મરણ તેના માટે કે કાશરુપ છે. બાકી ચોમેર ધકાર છવાયો છે. રાણી ક્યારે પોતાની પાસે આવી તે ખબર ન પડી. સતીના ખભે હાથ મૂકતી રાણી બોલી. બેન! તું શું કરે છે? તારો સમય થઇ ગયો છે? દાસી પણ તૈયાર છે. જાપ કરતી સુર તરત ત્યાંથી ઊઠીને રાણીને પગે લાગી. દાસીએ કહ્યું - તૈયાર છો? સુર કહે - હા હું તૈયાર છું. રાણીનું હૈયું હતું હતું ને ઉપરથી ખોટ રડી રહી છે. દાસીને શિખામણ આપી દરવાજા સુધી સુરની સાથે ગઇ. ત્યાંથી તરત પાછી વળી ગઇ? દાસી અને સતી ધીમા પગલે મહેલના પાછળના ગુપ્ત માર્ગે બહાર સહી સલામત નીકળી ગયા. નગરની બહાર નીકળી દાસી કહેવા લાગી - બેન! રાણી સાહેબના કહેવા પ્રમાણે તમને સલામત અહીં સુધી લઇ આવી. પણ અહીંથી પાછી વળીશ. તમે આ સીધા જ માર્ગે ચાલ્યા જજો. આ રસ્તો વિકટ છે. પણ સીધો જ છે જે તમને સામેની નગરીએ પહોંચાડશે. એમ કડી દાસી પાછી ફરી. દાસીનો આત્મા દાસીને કહે છે, રે! આ નિર્દોષ નારી ઉપર તમે કેવો જુલમ ગુજાર્યો. તમને જરા પણ દયા ન આવી. મનોમન બબડી, પણ તે સિવાય છુટકો નહોતો. ત્યારબાદ સતી ત્યાંથી વિકટમાર્ગે જંગલની કેડીએ, શીયળના રક્ષણ માટે, ભયને પામતો ઉતાવળી ગતિએ ચાલી જાય છે. મનમાં ડર છે કે રખેને રાજાને ખબર પડે ને મારી પાછળ રાજસેવકો શોધવા તાકલે ને હું પકડાઇ જાઊં તો અહીં તેનો કાઇ સાથી નથી. દુઃખ, સંતાપ અને ભય ત્રણ સાથે છે અને નવકાર મંત્રનું સ્મરણ તેના કષ્ટને કાપે છે. પલ્લીપતિની ઝુંપડીએ વનવગડાની વાટે, અંધારી રીતે, શીયળ અને સાહસ સાથે નવકારમંત્રના જાપ સાથે, માર્ગને વિષે ચાલી જાય છે. કેવા કર્મરાજનો કોપ. રસ્તામાં વૃક્ષો પરથી પડતાં પાંદડાં પગમાં આવતાં તેનો થતો અવાજ, વળી ઉજ્જડ વિકટ માર્ગ છે, કાંટા ને કાંકરા પગમાં ભોંકાતા સતીના પગમાંથી લોહીની ધાર ચાલુ થઈ ગઇ. તેની પરવા નથી. એકલી અટુલી પણ ઉતાવળા વેગથી ચાલી રહી છે. કર્મની ગતિ જુઓ. હે ભવ્ય જીવો! રત્નના હિંડોળે હિંચનારી, રેશમી ચિર પહેરનારી, કૂરકપૂરથી ભરપૂર ભોજન કરનારી, રાજાની એકની એક કુંવરી, શ્રેષ્ઠીપુત્રની પત્ની, ખરેખર! કર્મરાજાએ કેવી હાલતમાં મૂકી દીધી છે. રસ્તે રઝળતી થઇ ગઇ. આજ તેના શિરે દૈવે કેવો દાટ વાળ્યો છે. હે દેવ! આવા દુ:ખ દેતા શરમ નથી આવતી? તારાથી રામે ભય પામીએ છીએ. માટે તું તો દૂર રહેજે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #143 -------------------------------------------------------------------------- ________________ સુખાસને બેસનારી વિરામાસને વસનારી, પાલખીમાં જતી-આવતી, દાસીઓ જેની રાતદિવસ સેવામાં રહેનારી, આ બાળાને પૂર્વે કરેલા કર્મના ઉદયે, કેવી વેળા આવી પડી? નસીબને શું વધારે કહીએ? જુઓને ચંદ્રમાની હાલત! ક્યારેક કટકા રુપે, ક્યારેક આખો ગોળ, ક્યારેક પૂર્ણ હોય, ક્યારેક રેખા રુપે હોય છે. દૈવે કોઇન ક્યારેય એક સરખા દિવસો દીધા નથી. સતી વિચારે છે કે નગરથી જેટલા દૂર જવાય તેટલું વધુ સારું. રાજાના રાજ્યની સીમા વટી જવાય પછી વાંધો નહિ. મધરાત જામી હતી. સતી અવિરત ગતિએ નવકા૨ના જાપ સાથે ચાલી જતી હતી. જંગલના પ્રાણીઓની ચિચિયારી સંભળાતી ત્યારે સતી ભયથી થરથરી જતી હતી. સૌભાગ્યના લક્ષણયુક્ત શણગારે શોભતી સતીના કપાળે તિલક, હાથમાં હી૨વલયો અને નાક ઉ૫૨ નથણી, કાને કુંડલ શોભતાં હતાં. વળી રાજાના સેવકોથી પકડ.ઇ જઇશ એ પણ ભીતિ હતી. રાત્રિના ઘોર અંધકારમાં સતીના હાથે રહેલા હીરવલયો તારલિયાની જેમ ઝગમગતા હતા. સુંદરી જે માર્ગેથી ચાલી જાય છે. તે જ ઉજ્જડ માર્ગે ધાડપાડુ ચોરની ટુકડી બીજી કેડીએથી સતીના માર્ગમાં બરાબર ભેગી થઇ ગઇ. ત્યાં સતીના હાથે ચમકતા હીરવલયોને જોતા એક ચોરની નજર, જતી સુંદરી ઉપર પડી. મહામૂલ્યવાન સૌભાગ્યનું પ્રતીક આજે ચળકતું હતું. તે આજે ખંજર નીવડ્યું. એક ચોર બીજાને કહે, કોઇ જતું લાગે છે. બીજો કહે છે કે અલ્યા સ્ત્રી લાગે છે. ત્રીજો કહે દીનાનાથે આપણી ઉપર દયા કરી છે. આ રીતે વાતો કરતાં હતા. ચાલતી સતી ચોરની નજીક આવી ગઇ. સ્ત્રીને જોતાં જ એક જણ બોલ્યો – ખબરદાર ! કોણ છે? હજુ સુરસુંદરી જવાબ આપે તે પહેલાં બધા જ ચોરોએ તેને ઘેરી લીધી. સુર તો ગભરાઇ ગઇ. ચોરે પૂછ્યું - તું કોણ છે? સતી - હું દુઃખીયારી નારી છુ. ચોર કહે - તે આવી રાત્રિ ટાણે કેમ નીકળી છે? સતી કહે - દુઃખની મારી. ચોરો અંદરો અંદર બોલે છે. અલ્યા બાઇ ઘણી દુઃખી છે પણ એનું રુપ તો જો. અંધારામાં પણ દેવી જેવી શોભે છે. સુર કહે - ભાઇ! મને કેમ રોકી છે. મારી પાસે તો કંઇ નથી. ચોર કહે - હાથમાં શું ચમકે છે? સુર કહે - લ્યો ભાઇ! તમારે જોઇએ તો આ લઇ લ્યો. પણ મને જવા દો. એમ કહી સતીએ હાથમાંથી કંકણ કાઢીને આપી દીધા. કંઠે પહેરેલી મોતીની માળા પણ આપી દીધી. છતાં સતીને જવા ન દીધી. એક કહે - હવે આ સ્ત્રીને ઉપાડી લ્યો. આપણા સ૨દા૨ની રાણી બનાવીશુ. આપણો સ૨દા૨ ખુશ થશે. - બધા જ ચોરો સતી નજીક ગયા. સતી કહે - ભાઇ! મને શા માટે હેરાન કરો છો! મારી પાસે જે છે તે તમને આપી દીધું. હવે મને જવા દો. ચોર કહે - અલી યે ડાહી થા મા! હાલ્ય અમારી સાથે, એમ કહી સતીનું કાંડું એક ચોરે પકડયું. સુરસુંદરી ધ્રુજી ઊઠી. કહેવા લાગી. મારું કાંડું ન પકડો. હું તમારી સાથે આવું છું. કહીને ચોરની પાછળ પાછળ ચાલવા લાગી. કુદરત પણ જાણે રે હાસ્ય કરી રહી છે. રે સુર! તારા નવકારે અને તારા ચારિત્રે તને શું આપ્યું? સુરસુંદરીની આત્મશક્તિ પોકારી ઊઠી. મારી પવિત્રતા પાસે વિશ્વની સંપત્તિ ધૂળ સમાન છે. મારા પવિત્ર નવકાર મહામંત્ર પાસે બીજા મંત્રો પાણી ભરે છે. નવકાર મારો બેલી છે. એ મારી સાથે છે ત્યાં સુધી મને આંચ આવવાની નથી. મારી સામે કોઇ માથું ઊંચુ નહીં કરી શકે. મારા દેહને પણ કોઇ અભડાવી નહિ શકે. ચોરોની સાથે આડી અવડી કેડીએ ચાલતાં ખુલ્લા મેદાન જેવી જગ્યા આવી. તેમા ભીલના પચ્ચીસ પચ્ચાસ ઝૂંપડાં હતા. સવાર પડી ગઇ હતી. નીરવ શાંતિ હતી. ભીલની સ્ત્રોઓ પાણી ભરતી હતી. ઝૂંપડાની વચ્ચે ખાટ નાખીને ઝૂંપડીનો સરદાર બેઠો હતો. ત્યાં આ ચોરો સતીને લઇને પહોંચ્યા. બધા ચોરો સરદારને રામ-રામ કહીને બેઠા. સરદાર કહે - અલ્યા! આવી રુપાળી બૈરી કોની લઇ આવ્યા! એક ચોર બોલ્યો, એ તો આ મારગે એકલી એકલી હાલી જતી હતી તે અમે પકડીને તમારા માટે લઇ આવ્યા. સાથે સતી પાસેથી લીધેલી હીરવલયોનો મોતીની માલા સરદારના હાથમાં આપી. (૧૧૦ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #144 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીના કોમળ ચરણકમળો આવા ખાડા-ટેકરા-કાંટાવાળા રસ્તે આવીને ઘસાઇ ગયા હતા. તેમાંથી રુધિર વહ્યા કરતું હતું. આખે તે આખમાંથી એક સરખી અશ્રુધારા ચાલી જતી હતી. ખૂબ જ થાકી ગઇ હતી. અહીં પણ કોઇ બેસવાનું કહે તો બિચારી જમીન ઉપર બેસે! તે તો એક બાજુએ ઉભી ઉભી નવકારને ગણતી આ લોકોની વાતો સાંભળતી હતી. તેમાંથી એક જણો બોલ્યો - અલી બૈરી -- સાંભળ! આ અમારો સરદાર છે. તેની તું આજથી ઘરવાળી છો. અને અમારી સૌની રાણી છો. સતીના કર્મોએ હદ કરી નાખી. સતીને સૌ ભેગા થઇને સતાવવા લાગ્યા. સુરસુંદરી આ વાત સાંભળીને ધ્રૂજી ઊઠી, ચોરને કહ્યું. ભગવાનનો તો ડર રાખો. હું ખૂબજ થાકી ગઇ છું. સરદાર અને તેના માણસો આ વાત સાંભળવા તૈયાર નહોતા. સરદાર તો સતીના રુપને જોઇ જોઇને પી રહ્યો હતો. અને હૈયામાં ખૂબ જ હરખાતો હતો. પોતાની ભાવિ સ્ત્રી બનશે. આ વિચારમાં ઘણો ખુશ હતો. સરદારે પણ સતીને છંછેડી. અલી! મારી ઘરવાળીહાલ! હવે હાલ મારા ઘરમાં, તારે તો બારે મેહ વરસ્યા છે. એમ કહી સતીની પાસે પહોંચ્યો સતીને પકડવા. સતી તરત આઘી ખસી ગઇ. તે વખતે સુરસુંદરીને થયું આ તો જીવતો યમદૂત છે. આ લોકોના હાથમાંથી છૂટવું મુશ્કેલ છે. પણ સાહસ તો કરવું પડશે. કાં તો આ સ્થળે મૃત્યુ થાય! કાં તો વિજય થાય. મનથી દેવગુરુને યાદ કરી લીધા. શાસન દેવતાને પ્રાર્થના કરી લીધી સામે આવતા સરદારને પડકાર કર્યો. ભાઇ! ત્યાં જ ઊભો રહેજે. મારા માટે કોઇ વિચાર કરીશ નહિ. સરદાર કહે :- તું અમારા હાથ નીચે છે. આજથી મારી ઘરવાળી તું છો. તે હાલ હવે મારા ઘરમાં. સતી કહે:- આ વાત કરીશ નહિ, સ્ત્રી તરીકે તો જરાયે નામ ન દઇશ. રખેને સૂર્ય પૂર્વ છોડી પશ્ચિમ દિશામાં ઊગે. સમદ્ર મર્યાદા કદાચ લોપે. બરફનો પર્વત હિમાલય તે કદાચ અગ્નિ બની જાય તો પણ સતી પોતાના શીયળવ્રતમાંથી ચલિત નહિ થાય. સતીની વાત સાંભળી, સરદાર તથા બીજા પણ બધા સાથીદારો ક્રોધે ભરાયા. કહ્યું છે કે દુર્જનને ઉપદેશ આપવો, સર્પને દુગ્ધ પાન કરાવવું નકામું છે. વિપરીત જ થાય. તેમ સતીના વચનોએ આ પલ્લીપતિ સરદારને વધારે ઉશ્કેયો. બે હાથ અને બ પગ તેમજ પુરુષાકારે નપુસંકની જેમ દેખાય. તેમજ વાતે વાતે ગુસ્સાને લઇને કંપતો તેનો ક્યારેય વિશ્વાસ ન કરાય. પલ્લી પતિ લાલચોળ બની ગયો છે. સતીને કહેવા લાગ્યો, હે સોયના જેવા મુખવાળી! હે દુષ્ટ દેખાવવાળી! તારા મુખને સંભાળીને બોલ! પંડિતની સાથે શું વાદે ચઢી છે? પોતાનું ઘરનું રક્ષણ કરવાને શકિતમાન નથીને ઘર ભાંગવા તૈયાર થઇ છે ડાહ્યાનું વચન છે કે જેને ઉપદેશ ન અપાય. તેમાં વળી દુર્જનને વિશેષથી ન અપાય. જેમકે ડાહી એવી સુઘરી વાનરને ઉપદેશ આપવા જતાં વાનરને ગુસ્સો આવ્યો. ને સુઘરીને માળો પળવારમાં પીંખી નાખ્યો. સુઘરીનું દર ભાંગી નાંખ્યું. જયારે દુર્જન તો એના કરતાં વધારે નુકશાન કરનારા હોય છે. સરદાર દુર્જનમાં દુર્જન હતાં. સુરસુંદરી સતીને પોતાના ઘરમાં લઇ જવા, ગુસ્સામાં તેનો હાથ પકડ્યો. રાક્ષસના પંજામાંથી એક ઝાટકે પોતાના હાથ સરદારના હાથમાંથી છોડાવતી સતી કહે – ખબરદાર! જો મારા શરીરને અડક્યો છે. તો... હવે સરદારે પોતાના કમરે લટકતી તલવારને હાથમાં લીધી, બબડવા લાગ્યો - આ બૈરી તો બહુ બહાદુર લાગે છે. એમ કહીને ફરીથી સુરસુંદરીનું કાંડું પકડ્યું. ભીલ સરદાર અને સુરસુંદરી વચ્ચે હવે રસાકસી જામી. બીજીવાર હાથ પકડતાં જે સતીનું જોર વધી ગયું. સુરસુંદરીએ ભીલના જડબા પર એક લપડાક મારી દીધી. સુરસુંદરી હવે પોતાના જીવન-મરણના નિર્ણય પર આવી ગઈ હતી. તેના મોં ઉપર ક્ષાત્રતેજના ઝગારા મારતા હતા. તમાચો પડતાં જ સરદાર દસ કદમ દૂર હટી ગયો. સુરે મક્કમતાથી ગંભીર સ્વરે કહી દીધું “મારી પાસે આવવાનું જરાયે સાહસ ન કરીશ” સરદારને આ નારીનો તમાચો વસમો પડ્યો. વનવગડાનો ભીલ તમાચો સહન કરે? મ્યાનમાં રહેલી તલવાર ખેંચી. - નારીને કહેવા લાગ્યો. હું મરદનો દીકરો, હમણાં બતાવી દઉં છું. મારા સામે હાથ ઉગામ્યો? હમણાં તને બતાવી દઉં કહીને સતીને મારવા માટે દોડ્યો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #145 -------------------------------------------------------------------------- ________________ N oll VM દે Sup. Simil ji તા'N\0/II/III) »jur, mo . suu - સુરસુંદરી જપી મંત્ર કાઉસ્સગ્નમાં, પલ્લીપતીની તલવાર લટકે આકાશમાં ત્યાં તો સુરસુંદરીએ કહી દીધું. તારામાં તાકાત હોય તેટલા જોરથી મારા ઉપર તલવાર ચલ વ. એટલું કહી સુરસુંદરીએ આંખ બંધ કરીને મેઘ-ગંભીર સ્વરે નવપદમંત્રનો જાપ ચાલુ કર્યો. મંત્ર શબ્દોની અચિંતા શક્તિ સતીનું કવચ બની ગયું. વાયુ થંભી ગયો. દિશાઓ કંપવા લાગી. એક અસહાય નારીના હૈયાની શ્રદ્ધા, તેમજ શીયળવ્રતનું અખંડપણું અને સાહસિકતાએ ગજબનો ચમત્કાર સર્યો. શાસનદેવો સતીની સહાયે આવ્યા. સતી તો નવકારમય બની ચૂકી હતી. ભીલે હણવા માટે ઉગામેલી તલવાર હવામાં અદ્ધર રહી ગઇ અને હાથ પણ ઊંચો રહ્યો. અદેશ્ય પ્રહાર પડવા લાગ્યા. ભીલનું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયુ. જીભ થોથરાવા લાગી. નયન ચકળવકળ થવા લાગ્યા. બીજા ભીલો પણ ત્યાં ઊભા ઊભા થરથર ધ્રુજવા લાગ્યા. સો બોલવા લાગ્યા. આ માનવ સ્ત્રી નથી, કોઈ દેવી લાગે છે. એમ સમજી સૌ સતીને શરણે આવ્યા. સતીએ આંખ ખોલી. સર્જાયેલો ચમત્કાર દેખીને સતી મનોમન શાસનદેવતાના ઉપકારને યાદ કરવા લાગી. નમસ્કાર મંત્રનો પ્રભાવ જોઇને આનંદ પામી. શ્રી જિનેશ્વર ભગવાન ઉપર ઓવારી ગઈ. પલ્લીપતિ સુરસુંદરીને ચરણે પડી કહે – હે માવડી! મેં તમને ઓળખ્યા નહિ. મને માફ કરો. રે બાઇ! તમે કંઈ કરુણા કરી, તો અમે જીવતા રહ્યા છીએ. સૌ તેની પૂજા કરવા લાગ્યા. થાકેલી સતી ઘડીક વિસામો લેવા બેસે છે. ભીલો (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૨) Page #146 -------------------------------------------------------------------------- ________________ તેને ખાવા પીવા માટે બધું લાવ છે, મીલસ્ત્રીઓ સતીના પગની માવજત કરવા લાગ્યા. ભોજન ખપે તેવું નહોતું. તેથી સુરે ફક્ત દૂધ જ લીધું. પાણી લીધું. ત્યાર પછી ભીલોએ કહ્યું હે માતાજી! આપનું મન જ્યાં જવા ચાહતું ત્યાં આપ પધારો. ભીલોની રજા લઇ સુરસુંદરીએ ત્યાંથી કોઇ ગામ તરફ પહોંચાય એ રીતે ભીલોએ બતાવેલી કેડીએ હવે સતી આગળ ચાલવા લાગી. ભીલ પરિવાર એકલી જતી સ્ત્રીને દૂર સુધી મુકી આવ્યા. સૌ બોલી રહ્યા કે શીયળવંતી આ સ્ત્રી મોટી દેવી છે. સૌ દૂરથી, ચાલી જતી સતીને હાથ જોડીને પગે લાગી રહ્યા હતા. પલ્લીમાંથી ચાલી નીકળેલી મહાસતી સુરસુંદરીએ ભયંકર મોટા જંગલમાં પ્રવેશ કર્યો. ભંયકર અને ભીષણ જંગલમાં સાચો માર્ગ ભૂલી. આડા રસ્તે ચડી ગઇ. ત્યાં તો ભયંકર પશુઓ આમતેમ દોડી રહ્યા છે. દૂર દૂર સિંહની ત્રાડ સંભળાય છે. વળી ક્યાંક ક્યાંક અજગર ફંફાડા મારતા દેખાય છે. સતી બધાથી ડરતી ડરતી અને નવકારને ગણતી આગળ વધી રહી છે. તેને હવે ભૂખ અને તરસ પણ લાગી છે. સતીને ખબર નહોતી કે કપરા દિવસો પોતાને આવશે. તેની જરા પણ કલ્પના નહોતી. ક્યાંક જળાશય મળી જાય એ આશાએ દોડે છે. ઉતાવળી ચાલે છે. આંખે તો અંધારા આવે છે. નસીબ જોગે સતીએ આમતેમ જોતાં સ્વચ્છ પાણીથી ભરપુર સરોવર જોયું. તેમાં કલહંસ વિહરી રહ્યા હતા. બાજુમાં મોટું ઉપવન હતું. સરોવર જોતાં થોડી શાંતિ થઇ. કિનારે ભૂખ પણ લાગી હતી. બાજુમાં રહેલા ઉપવનના વૃક્ષો ઉપરથી ફળોતોડીને ખાધાં. સંધ્યા ઢળવા આવી હતી. રાતવાસો અહીંજ કરવાનું વિચારીને સતી એક વૃક્ષનીચે જમીન સાફ કરી આસન લગાવી ને બેઠી. એક પ્રહર સુધી નવકારમંત્રનું આરાધન કર્યું. સરોવર કિનારો હતો. જંગલના પુષ્પોની મહેંક હતી. મંદ મંદ વાયુ વાઇ રહ્યો હતો. આરાધન પુરું થતાં સતી હાથનું ઓશીકું કરીને સૂઇ ગઇ. દુઃખીયારા માણસને ઊંધએ આશીર્વાદ રૂપ હોય છે. નવી ઉપાધિ સતી ઘસઘસાટ ઊંધી ગઈ હતી. તેણે અવસરે એક મહાકાય પક્ષી આવ્યું. જેને જગત ભારડ પક્ષી તરીકે ઓળખે છે. પંખીઓમાં તે રિદાર છે. આ પક્ષીને એક પેટ, બે માથા, કાન અને આંખ ચાર ચાર હોય છે. વળી પગ ત્રણ, જ્યારે જીવ બે હોય છે અને ભાષા મનુસ્યની હોય. આકાશથી ઉતરી, સરોવરના પાણીમાં ઘણી મસ્તી માણી. જળચર જીવો ફફડી ઉઠ્યા. તે પછી કિનારે આવી ચારે બાજુ નજર ફેરવી જુવે છે. બે જીવ હોય તેથી બંને એક મનવાળા હોય છે. જ્યાં સુધી એક મન વાળા હોય ત્યાં સુધી તેનું જીવન ટકે છે. મન જુદા થતાં તેઓ મૃત્યુ પામે છે. આવા પક્ષીઓ ક્યારેક જોવા મળે છે. વળી ક્યારેય તે પ્રમાદને કરતા નથી. કિનારે આવી આ પક્ષીને આમ તેમ જોતાં સૂતેલી સુંદરી જોવામાં આવી. તેને થયું કે કોઇ માણસનો મૃતદેહ પડેલો છે એટલે તરત જ ફૂલને ઉપાડે તેમ તેણે સુરસુંદરીને પોતાના ચાંચમાં ઉપાડી લીધી. પાંખ ફફડાવી આકાશમાં ઉડવા લાગ્યું. સુર તો ભરનિંદરમાં હતી. અચાનક પોતે અદ્ધર ઊંચકાઇ, તેથી જાગી ગઈ. જોયું આ શુ હું ક્યાં જાઉં છું? મને અહીં કોણે ઉપાડી? અરે! હું કોઈ પક્ષીના પંજામાં સપડાઈ છું. હવે છૂટવું મુશ્કેલ છે. તેનાથી કારમી ચીસ નંખાઈ ગઈ. તે ચીસ સાંભળી ભાખંડ પક્ષીના કાન ચમક્યા. તે જીવતા માણસનો ક્યારેય શિકાર ન કરે. મળેલો શિકાર જીવતો છે જાણી તરત જ પક્ષીએ ચાંચ પહોળી કરી દીધીને સુરસુંદરીને છોડી દીધી. ઊંચે આકાશમાંથી સુરસુંદરી બરફનું ચોસલું ધરતી ઉપર ધસી આવેને! તેમ ગુલાંટને ગોથાં ખાતી ખાતી નીચે આવવા લાગી. ક્યાં પડશે? સાગર ઉપર કે પહાડ ઉપર નગરમાં કે જંગલમાં? હે ભવ્યજીવો! તમે વિચારો સતીનો દેહ ક્યાં પડશે? કર્મ સબળ બળવાન છે. ગબડતો સતીનો દેહ નસીબયોગે કોઇ વિદ્યાધર વિમાન લઇને જતા હતા. તેના જોવામાં સતી આવી ને તરત વિદ્યાબળે પોતાના વિમાનમાં ઝીલી લીધી. ઊંચે આકાશેથી પડતી સુંદરી વિદ્યાધરના વિમાનમાં પડી. બેભાન અવસ્થામાં છે. વિદ્યારે પોતાની મંત્ર શકિતએ વિમાનને અટકાવ્યું. ભાનમાં લાવવા માટે હવે વિદ્યાધર શું કરે છે? (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #147 -------------------------------------------------------------------------- ________________ L ' સતી પક્ષીની પાંખમાં, છૂટી તો.. આવી પડી વિદ્યાધરના વિમાનમાં પૂ. વીર વિજય મહારાજ આ અગિયારમી ઢાળ સમાપ્ત કરતાં કહે છે કે શ્રોતાજનો! તમે કાન દઈને હવે આગળ રક્ષણ સાંભળજો. ને નવપદનું ધ્યાન સદા હૈયે ધરજો. શીલ માટે સદા ઉજમાળ બનજો. રિતીય ખંડે અગિયારમી ઢાળ સમાપ્ત (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ: (દોહરા) સુરસુંદરી વિમાનમાં જઇ, પડી તાસ વિચાલ; વિદ્યાધર તે દેખીને, હરખિત થયો ઉજમાલ. ૧ ચાલ્યો ગ્રહી મંદિર ભણી, તવ બોલે સા નાર; મુઝને નવિ રાખો અહિં, નાંખો ધરણી મઝાર. ૨ વિદ્યાધર કહે તુમ તણી, વાત કહો સવિ તંત; સુરસુંદરી કહે સાંભળો, પૂરવ કથા વિરતંત. ૩ વિદ્યાધરનું વિમાન માનવભક્ષી ભા૨ેડ પક્ષીના મુખમાંથી છૂટેલી સુરસુંદરી વિદ્યાધરના વિમાનમાં બેભાન પડી. વિદ્યાધરના વિદ્યાબળે સુરસુંદરી તરત જ ભાનમાં આવી. સતીનું રુપ જોઇને વિદ્યાધર મનમાં હરખ્યો. વિમાન ગતિમાન કર્યું. સતી ભાનમાં આવતા સફાળી બેઠી થઇ ગઇ. સુરને ખબર નથી હું કયાં છું? વિદ્યાધર સમજયો કે સ્ત્રી ગાભરું બની ગઇ છે. કંઇ વિચારી રહી છે. વિચારધારા તોડવાને વિદ્યાધરે સુરસુંદરીને બોલાવી. બહેન! ગભરાશો નહિ. તમે સંપૂર્ણ નિર્ભય છો. સતી બોલી – હું કયાં છું? તમે એક વિદ્યાધરના વિમાનમાં છો. ‘ભાઇ! મને છોડી દ્યો. મારે મન તો મૃત્યુ જ શ્રેય છે. મારે તો મૃત્યુ વિસામો છે, સ્ત્રીની વાત સાંભળી વિદ્યાધર બોલ્યો - બહેન! તમારું આયુષ્ય બળવાન છે. આકાશમાંથી નીચે પડતાં તમારા પુણ્યથી હું આવી ગયો. તમે બચી ગયા છો, માટે હવે મરવાનો વિચાર ન કરો. હવે સુરસુંદર સંકટોથી પરેશાન અને જીવનથી હતાશ થઇ ગઇ હતી. સૌની સહનશકિતની પણ મર્યાદા હોય ને? સુર બોલી- ભાઇ! હું બહુ દુ:ખિયારી છું. મને મરવા દો. તમે મને અહીંથી પડવા દો. મારા જીવન દર્દનો અંત આવે. વિદ્યાધર બોલ્યો- બહેન! અકાળે મૃત્યુને શરણે શું કામ જવું? એકવાર તો અવશ્ય મરવાનું છે. આપઘાત કરતાં ય દુઃખનો અંત નહિ આવે. અધૂરા કર્મ તો બીજા ભવમાં પડે છે. આ રીતે વિદ્યાધરે આશ્વાસન આપતાં સતીને મરતાં અટકાવી. હવે તું જરા પણ નિરાશ ન થઇશ. તારું નામ શું? ‘સુરસુંદરી' બેન! તેં ઘણાં દુ:ખો સહન કર્યા હશે તેથી જીવનથી કંટાળી ગઇ હશે. તારી વિતક કથા કહે. હું સાંભળીશ અને બનતા બધા જ પ્રયત્ને સહાય કરીશ. સહાનુભૂતિ દાખવતાં વિદ્યાધરને સતી પોતાની આપવીતી કહેવા લાગી. હે ભાઇ! સાંભળો. ઢાળ બારમી [તુજ મુજ રીઝની રીઝ, અટપટ એહ ખરીરી- એ દેશી] ચંપાનગરી રાય, રિપુમર્દન જે કહ્યોરી; રિપુમર્દન જગમાંહી, તે મુઝ તાત લહ્યોરી. ૧ તિણે નગરે ધનવંત, એક વ્યવહા૨ી વડોરી; તસનંદન સહ મુઝ, કરમે જોગ જડચોરી. ૨ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૧૧૫) Page #149 -------------------------------------------------------------------------- ________________ દંપતી હોય પરદેશ, ચાલ્યા શીખ લહારી, મૂકી દ્વીપ વિચાલ, ચાલ્યો કંત વહીરી, ૩ તવ મુઝ મલિયો એક, વ્યવહારીય વડોરી; બૂડ્યો પોત સહિત, કરમે તેહ નક્યોરી. ૪ ગજ ઘાતે પડી નાવ, તો તિહાં શેઠ મલ્યોરી; કામમયી મુઝ રુપ, દેખી ચિત્ત ચલ્યોરી. ૫ પૂરવ નિસુણી વાત, કિંપિ ન કાર્ય સરેરી; સોવનકુલ પુર મુઝ, વેચણ તેહ ધરેરી. ૬ કેતી કહું હું વાત, કરમે વીતી જિસીરી; તે કહેતાં ઉપહાસ, લહિયે કરમ વસીરી. ૭ પ્રભુ પુરે થઈ વાત, ખેચર રાય સુણોરી; અરિમર્દન નરપાલ, તેહિ જ નયર તણોરી. ૮ ધરટક નામે વિપ્ર, દુઃખિત તો વસેરી; લેવા શ્રી પરદે શ, ચાલ્યો કરમ વસેરી. ૯ વાણારસી પુરી માંહી, ભિક્ષા ભ્રમણ કરે રી; પણ નવિ પામી ભીખ, રાત્રે ભૂખ મરે રી. ૧૦ પાસે રજકની ક્ષીર, ખાધી ભૂખ વસેરી; અનુકરમે તે વિપ્ર, નિજ પુર આવ્યો જશેરી. ૧૧ પુણ્ય થકી ૫ તાસ, પુરોહિત માન કરે રી; અન્ય દિવસ તસ ગેહ, નાટક નાચ કરે રી. ૧ ર પણ નવિ રીઝે મૂઢ, કિંપિ ન તાસ દીયોરી; ચિંતે પેટક તામ, એક ઉપાય કયોરી. ૧૩ જહ જહ ધરટક કીધ, તહ તહ કહેશું હવે રી; ભીત થકી દીએ દાન, સંતોષે વિભવેરી. ૧૪ લબ્ધ ઉપાય તે ધૂર્ત, પુનરપિ જામ કહેરી; નિજ મુખ ગુપ્ત પ્રકાશી, પુરોહિત હાંસી લહેરી. ૧૫ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #150 -------------------------------------------------------------------------- ________________ કહે ખેચર સુણ બહેન, સાચી વાત કહીરી; પણ તુઝ બાંધવ પાસ, હાંસી કિંપિ નહીરી. ૧ ૬ મૂલ કરી મુઝ તામ, વેશ્યા લઇ ગઇરી; સાંભળ ખે ચર રાય, આગળ જેહ થઇરી. ૧૭ શીલ રખોપા કાજ, નાઠી ત્યાંહ થકીરી; ભૂતપણે આવાસ, નાઠી તિહાં થકીરી. ૧૮ પલ્લીપતિ સરતીર, સૂતી પંખી ઝહીરી; જીવતી જાણી મુઝ, દૈવે નાંખી અહીંરી. ૧૯ નિજ વીતકની વાત, સુરસુંદરીએ કહીરી; સાંભળી ને ચર તામ, ચિંતે ચિત્ત ગ્રહીરી. ૨૦ નામે અનંગ એ કામ, શું એ જગત ફરેરી, જો હોત અંગ વિશે ષ, તો શું જગિન કરે રી. ૨૧ ધન ધન એ સતી બાલ, શોભિત શીલ તનુરી; પૂરણ ભાગ્યે કીધ, દરિસણ એહ તણુરી. ૨૨ સાંભળ બહેની વાત, દુઃખને દૂર તજોરી; તું મુઝ બહેન સમાન, બેઠી ધરમ ભજોરી. ૨૩ એ મુઝ વચન પ્રમાણ, નિશ્ચય જાણ ઇશ્ય રી; સરીખા સકલ ન હોય, ઘણુંઅ શું કહીએ કિડ્યુરી. ૨૪ વાજી ‘વારણ લોહ, પત્થર કાષ કહારી; નારી પુરુષ ને *તો ય અંતર બહુલ લહારી. ૨૫ રહે સુરસુંદરી ત્યાંહ આલ જંજાલ તજે રી; બેઠી ધરિય વિવેક, સુખમાં ધર્મ ભજે રી. ૨૬ સુરસુંદરી ગુણ શ્રેણિ ઉત્તમ રાસ લહારી; પૂરણ બીજો ખંડ, બારમી ઢાલે કહોરી. ૨૭ શીલ ધરો ભવી જે મ, જશ શુભ વિજય વરોરી; વીર પણ એક ચિત્ત, નવપદ ધ્યાન ધરોરી. ૨૮ ૧-ઘોડા, ૨ હાથી, ૩-લોઢું, લોખંડ, ૪ પાણી. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #151 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : સુરસુંદરી વિદ્યાધરને કહે છે-ભાઈ! તમારું આશ્વાસન મારે માટે તો અમૃત સમાન છે. ભરતક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ ચંપાનગરી રહેલી છે. તે નગરીનો રાજા રિપુમર્દન છે. રતિસુંદરી રાણી છે વળી તે નગરીમાં ધનવંત એક મોટા શ્રેષ્ઠી વસે છે. તે શ્રેષ્ઠીના પુત્ર સાથે પૂર્વકર્મના ઋણાનુબંધે મારા લગન થયાં. અમે દંપતી પરદેશ જોવાને માટે વડીલોની શીખ અને આશીર્વાદ લઈને વહાણની સફરે નીકળ્યા. શ્રેષ્ઠી સસરાનો વેપાર દેશ-પરદેશ ચાલતો હતો. તેથી અનુભવીઓની સાથે નીકળ્યા. રસ્તામાં નિર્જન દ્વીપ ઉપર મારો સ્વામી મને છોડી દઈને ચાલી ગયો. મારા પુણ્યયોગે બીજો એક વ્યવહા૨ીયો આવ્યો એની સહાયથી,યક્ષના નિર્જન ટાપુ છોડી તે વહાણમાં ચાલી. મારા રુપે તે વ્યવહરીયો લુબ્ધ થયો. મને સતાવવા લાગ્યો.મેં મારે શીલના રક્ષણ કાજે સમુદ્રમાં ઝંપાપાત કરવા વિચાર્યુ. ત્યાં તો અચાનક વાવાઝોડું આવ્યું. નિર્લજ્જ શેઠ ન સમજયો.મારી પાછળ આવ્યો. હું વહાણના તૂતક પર આવી.વહાણ તો ઉછળવા લાગ્યું. પાપી ન સમજયો. મેં તૂતક પરથી સમુદ્રમાં ઝંપલાવી દીધું ને વહાણ પણ તરત જ તૂટી ગયા. પરિવાર સહિત શેઠે સમુદ્ર સમાધિ લીધી.મને તે વહાણનું પાટિયું મળી જતાં કોઈ અજાણ્યા કિનારે જઈ ને પડી.અજાણ્યા કિનારાની નજીકના નગરનો ગાંડો થયેલો હાથી કિનારે આવ્યો. મને સૂંઢ વડે ઉપાડી ગગનમાં દડાની જેમ ઉછાળી. સમુદ્રમાં જતાં એવા વહાણની વચમાં પડી. વહાણનો શેઠ મારી તરફ બૂરી નજરે જોવા લાગ્યો. મેં પૂર્વે બનેલા શેઠનો વૃતાંત કહ્યો. ભય પામેલા શેઠે મને સતાવવી છોડી દઈને સોવનકુલ નગરના બજા૨માં ઊભી કરી દીધી. મારા રુપને માણી ન શકયો. તેથી બજારમાં વેચી- ને તો દામ તો કરી લઉં. સવાલાખ મુદ્રાએ મારુ લીલામ વેશ્યાને ત્યાં કર્યું. ન રે ભાઈ! મારી કથની કેટલી કહું? કર્મે મારી ઉપર કાળો કેર વર્તાવ્યો છે જે સાંભળતાં, મારી હાંસી થાય છે.જગતમાં નવ વસ્તુ ગુપ્ત રાખવા જેવી છે,જેથી કરીને પસ્તાવું ન પડે.આયુસ્ય,ધન,ઘરનું છિદ્ર,ખાનગી વિચારણા,મૈથુન, ઔષધ, . દાન,માન અને અપમાન. આ વસ્તુ કયારેય કોઈને કહેવી નહિ. હે ખેચ૨ાય! આગળ એક વાત બની ગઈ તે સાંભળ! એક નગરમાં અરિમર્દન નામે રાજા રાજય કરતો હતો. તે નગરમાં ધરકર નામે ગરીબ બ્રાહ્મણ દુઃખી અવસ્થાએ જીવતો હતો. કર્મવશ થકી આ નગરમાં ભિક્ષા માંગતા પેટ પૂરું થાય તેટલી પણ મળતી નથી. દાન લેવા માટે નગર છોડી અન્યત્ર ચાલ્યો ગયો. ફરતો ફરતો વાણારસી નગરી આવ્યો. ભિક્ષા અર્થે અરજ કરતો, સારી નંગરી માં ફર્યો. પણ કયાંયે ભિક્ષા ન મળી. અનાયાસે ધોબીના ઘ૨ની પાસે રાતે પહોચ્યો, ભુખ્યો હતો. ધોબીએ પોતાના ધેર પડેલી ખીર ખાવા આપી. ખીર ખાઈ રાત વિતાવી. સવાર પડતાં બ્રાહ્મણ વળી નગરીની ગલીએ ગલીએ ફર્યો. નસીબે યારી ન આપી. રખડતો રખડતો ઘેર પાછો આવ્યો. પૂર્વના પાપ ખપી ગયાં.પુણ્યયોગે રાજાની મહેર થતાં પુરોહિતપણાને પામ્યો. હવે એકદા પુરોહિતના આંગણે નાટયમંડળી જુદા જુદા પાત્ર થકી નાટક કરી રહી છે. આ પુરોહિત અને તેનો પરિવાર નાટક જોઈ રહયા છે. પણ પુરોહિત રીઝતો નથી. પુરસ્કાર પણ આપતો નથી મંડળીનો નાયક વિચારે છે કે કોઈ એવો ઉપાય કરું જલ્દી રીઝીને મને દામ મળી જાય. મારું કામ થઈ જાય. વિચાર કરતાં ઉપાય હાથ લાગ્યો. પુરોહિતની પૂર્વાવસ્થાને આબેહૂબ નાટક દ્વારા પ્રદર્શિત કરવી જેથી પુરોહિત તરત દાન આપી દેશે. આબરુ ના ભયથી પુરોહિત રીંઝશે. એવું વિચારીને નાનપણથી ધ૨ક૨ની કથા મેળવી લીધી. અને પછી એક એક પાત્ર એવા ગોઠવીને નાટક ભજવવા લાગ્યો. ધરકર બ્રાહ્મણની ગરીબ અવસથાથી લઈને શરુઆત કરી. પુરોહિત સમજી ગયો. મારી ગુપ્ત વાત નાટક દ્વારા પ્રકાશ કરવા માંડી છે તરત રાજી થઈને નાટક બંધ કરાવી પુરસ્કાર-ભેટ આપી દીધી.ગુપ્ત વાતને ઢાંકવા પુરોહિતે રાજી થઈને દામ આપ્યા. નાટકના મુખ્ય નાયકનું કામ પતી ગયું. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૧૧૮) Page #152 -------------------------------------------------------------------------- ________________ પોતાની વાત ઉઘાડી ન પડે તે માટે પુરોહિતે કેવું કામ કર્યું હે બંધુ! બ્રાહ્મણની જેમ હું મારી ગુપ્ત વાતો ઉઘાડી કરવા લાગી છું. તો તેમાં તેની જેમ મારી હાંસી નહિ કરોને! ખેચરે કહ્યું રે બેનડી! દુઃખિયારી બેનની વાત સાંભળી હસી કરવી તે મને શું ભતું નથી. રડતાનાં આંસુ લૂછવાનું શીખ્યો છું નહિ કે કોઈને દુઃખ પહોંચાડવા! માટે તું તારા ભાઈ આગળ વાત કરતાં સંકોચ ન રાખીશ. સુરને હવે વિશ્વાસ પૂરેપૂરો થતાં વળી પોતાની કરુણ કહાની આગળ વધારી હે બંધુ, નગરયાપિતાએ મુલ આપીને મને ખરીદી લીધો. મને તો કશી જ ખબર નહિ. દિનભર તો વેશ્યા ન દેખાઈ. સાંજે મારી ખબર લીધી. ધીમેધીમે વાત કરતાં તાગ પામી ગઈ કે હું વેશ્યાના પાશામાં આવી છું. રે નસીબ! પુરુષથી બચવા આપઘાત કર્યો. હવે બાકી રહે તે સ્ત્રીના પંજામાં સપડાઈ. રે બાંધવાન! વિચાર કર. વેશ્યાને ત્યાં શીલ શે સચવાય! ઘર તેનું હતું ધર્મ મારો હતો. રાત્રિભર શ્રી નવકાર મંત્રનો જાપ કર્યો. દિનભર પણ જાપમાં ગયો. બીજી રાત્રિએ સૌ ઊંધતા હતાં. ચૂપચાપ હવેલીથી નીકળી ગઈ. નગરી છોડી દીધી. વનની વાટે નિકળી ગઇ. નિર્ભય બની વેશ્યાથી ભાવિનો ભય સતાવતો હતો. આગળ કેવું વિતશે? જ્ઞાનીને ખબર, સવાર પડતાં વન ઓળંગી વ્યવહારુ માર્ગે નીકળી, નિર્મળ નીર ભરેલું સરોવર જોતાં હાથપગ ધોઈ પંચપરમેષ્ઠીનું ધ્યાન ધર્યું. ત્યાં નિર્ણય કર્યો. જેમ જેમ દિવસો જાય છે તેમ શીલ મારું જોખમાતુ ચાલ્યું. શીલ માટે તો પ્રાણ ત્યજી દેવા તૈયાર થઈ. ભય સરોવરમાં શાસન દેવતાને યાદ કરી ઝંપલાવી દીધું. મોટા મગરમચ્છુ મારો કોળિયો બનાવી દીધો. માછીમારની જાડામાં મગર ફસાયો, છદાયો ને તેના પેટમાંથી બેભાન અવસ્થામાંથી માછીમાર મને લઈ ગયો. ઉપચારો વડે વળી હું ત્યાં જીવિતને પામી.માછીમારે પોતાની નગરીના રાજાને મારી ભેટ ધરી. અંતઃપુરમાં મોકલી ત્યાં પટરાણીની સહાયતાથી પાછળના ગુપ્ત માર્ગે ભાગી છૂટી. વળી મારો રઝળપાટ ચાલુ થયો. વનની વાટે પરમાત્માના ધ્યાનમાં ચાલવા લાગી. રસ્તામાં જ ચોરોએ પકડી, પોતાના સરદારને સોંપી. ઘરવાળી બનાવવા મારી પાછળ પડયો. એ રાક્ષસના પજામ થી કેમ કરી છૂટાશે? પણ શ્રી નવકાર મંત્રના પ્રભાવે શાસન દેવતાએ સારો પરચો બતાવી દીધો. સી મને પગે લાગવા લાગ્યા. દેવી માની પૂજા કરવા લાગ્યા, વળી ત્યાંથી એજ રાત્રિએ છાનીમાની ભાગી છૂટી. માગે અજાણ્યો પણ મારું ભાગ્ય જયાં લઈ જાય ત્યાં, જે માર્ગ મળ્યો તે માર્ગે આગળ પ્રવાસ ચાલુ થયો. ભૂખ અને તૃષાથી પીડાતી જંગલને રસ્તો કાપવા લાગી. સવાર પડવાને થોડી વાર હતી. ત્યાં સરોવર દેખાયું. જોતાં કંઈક સાતા વળી. હાથ પગનું પ્રક્ષાલન કર્યું. ઘડીવાર શ્રી પંચપરમેષ્ઠીનું ધ્યાન ધરી લીધું. સમય થતાં પાણી વાપરીને વૃક્ષના ફળો ઉતારી ઉદરપૂર્તિ કરી સ ત ચાલવાને કારણે પગ હવે ચાલવાની ના પાડતા હતા. મન પણ ઘણું થાકી ગયું હતું. સરોવરના તીરે વૃક્ષ નીચે વિશ્રામ લેવાને બેઠી, ઘડીક નિદ્રા લેવામાટે આડે પડખે થઈ. ઘસઘસાટ ઊંઘી ગઈ. ભારડ પક્ષીએ ઉપાડી ને હું તમારા વિમાનમાં પડી, સુંદરીની વીતક કથા સાંભળીને ખેચરની આંખ પણ ભીની થઈ ગઈ. ખેચર વિચારવા લાગ્યો.હૈયામાં અહોભાવ જાગ્યા. કામદેવની સ્ત્રી તેમજ દેવાંગના રુપને હરાવે તેવા અધિકતર રુપને જોઈને કામદેવ કોને ન સતાવે? સતી કેવી કેવી મોટી વિડબનાઓને પામી છે. ધન્ય છે આ મહાસતીને! યૌવનવયમાં પતિથી ત્યજાયેલી આ સુંદરીએ કામદેવને મહાત કર્યો. શીલને અખંડ રાખું શીલ સદાચારથી મોં પર કેટલી તેજસ્વિતા શોભે છે. પૂણ્ય જોરદાર હશે, તો આ શીલવતી નારીના મને દર્શન થયા. ત્યાર પછી સતીને કહેવા લાગ્યો. હે બહેન! મારી વાત સાંભળ. હવે ત ખંખેરી નાખ. આ તારો ભાઈ, માજણ્યો સમજજે. હવે મનમાં જરાયે દુઃખને ધારણ કરીશ નહિ. આજથી તું તારા ઈષ્ટદેવની અનન્ય ભકિત કરજે. અને ધર્મની આરાધના કરજે. મારું આ વચન તું સત્ય સમજી લેજે. નિશ્ચયથી હું તારા દુ:ખને ખંખેરી નાખીશ. જીવન નૈયા તારી ઝોલા ખાય છે. મને વિશ્વાસ છે કે તું હેમખેમ પાર ઉતરી જશે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) 11. ૫ડી. દુઃખને Page #153 -------------------------------------------------------------------------- ________________ બેન! વધું શું કહું? જગતના જીવો એક સરખા હોતા નથી. સંસારમાં જીવો ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોય છે. કહ્યું છે કે ઘોડા, હાથી, લોંખડ, પત્થર -લાકડું, નારી, પુરુષ અને નિર્મળ પાણી જે સૌ પોતાના ધર્મની અપેક્ષા એ એકબીજાથી ઘણા અંતરવાળા હોય છે. સુરસુંદરીને વિદ્યાધર પર હવે શ્રદ્ધા બેઠી. પોતાના પૂર્વકૃત બાંધેલા અશુભ કર્મનો અંત આવવા લાગ્યો છે. એમ સમજીને આળપંપાળ મુકી, વિવેકી સુંદરી વિમાનમાં બેઠી, પરમાત્માનું ધ્યાન ધરતી રહી છે. ગુણની શ્રેણી સમાન સુરસુંદરીના ગુણોથી ઉતમ એવો આ રાસ, તેના કર્તા પૂ. વીરવિજયજી મ.સા બારમી ઢાળ સમપ્ત કરતાં બીજો ખંડ પણ સમાપ્ત કરે છે. વળી તેઓ કહે છે હે ભવ્યજીવો! તમે સી રાસ સાંભળી શીલને ધારણ કરજો, જેથી જગતમાં (જશ વિજયજી) જશ અને (શુભ વિજયજી) શુભ તમારું સોનું થાય. દ્વિતીય ખડે બારમી ઢાળ સમાપ્ત કળશ [ચોપાઈની દેશી] ખંડ અખંડ મધુરતા ઘણી, સુરસુંદરીને ચરિત્રે ભણી; સુરસુંદરી દુઃખથી નિસ્તરી, પુણ્ય ઉદય સ્થિતિ જગ વિસ્તરી. ૧ એક ખંડની મધુરતા માણ્યા પછી આ બીજા ખંડની મધુરતા ને મીઠાશ સુરસુંદરીના ચરિત્રને ભણતાં હજી પણ આગળ આગળ કહેતા ખંડને વધુ મીઠાશ મેળવો.હવે સતીનું દુ:ખ-અશુભ કર્મ અસ્ત પામ્યું છે. તે પુણ્યનો ઉદય જગતને વિષે વિસ્તાર પામ્યો છે. તે હવે જુઓ. દ્વિતીય ખંડ સમાપ્ત (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #154 -------------------------------------------------------------------------- ________________ તૃતીય -ખંડ (દોહરા) ચઉમુખજા વિમલાનના, શિષ્ટમતિ શુભવાસ; શારદ સાર દયા કરી, દેજો વચન વિલાસ. ૧ શંખેશ્વર મુઝ વાલણે, સાલિબ સુગુણ ગરિષ્ઠ; તાસ પસાયે મુજ હવે, મંગલ લલિત વિશિષ્ઠ. ૨ બીજો ખંડ અખંડ રસ, પૂર્ણ થયો શુભ ચિત્ત; ત્રીજો ખંડ કહુ હવે, સુણજો ભવી સુવિનીત. ૩ કવિયણ નિજ દાખે કલા, શ્રોતા ચિત નિરખત; અંબર શશી સરતી કલા, વનજ વને વિહસંત. ૪ કવિયણ ભુંચસમા જિકે, શ્રોતા ઉખર ખેત; દગ્ધ બીજ વક્તા વચન, તિહાં શ્યો ફલ સંકેત. ૫ ધિરે બધિર મળ્યા જિસા, ન લહે તત્વ સંકેત; તિમ કવિ શ્રોતા બિહુ સમા, તિહાં નહિ ધર્મકો હેત. ૬ શ્રોતા મુર્ખ ચતુર કવિ, ચાર મુરખ દૃષ્ટાંત; ધર્મ લાભ મુનિવર થકી, નિસુણી કલહ કરત. ૭ સભ્ય નરા ચઉદશ વિધા, હંસ મહિષ શુક શૈલ; કર્ક મશક મૃત ચાલણી, કુંભ સ-છિદ્ર ને વ્યાલ. ૮ ઇંદુ પશુ માર સમ, જલના ઓઘ સમાન; તિણે કારણ શ્રોતા સુણો, ચઉદ અવર ગુણવાન. ૯ સુગુણ કવિ શ્રોતા ચતુર, કરતાં શાસ્ત્ર વિવાદ; પયમાંહિ સાકર ભલી, પીતાં સખરા સ્વાદ. ૧૦ તે માટે ચિત્ત સજજ કરી, સુણજો આગળ વાત; સુરસુંદરી ગુણવંતીના, સકલ કહું અવદાત. ૧૧ ધાર્મિક પંડિત કૈાતુકી, વૈરાગી નરનાર, ઇસી કથા આગલ કહ્યું, તસ ચિત્ત રંજણહાર. ૧૨ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૧૨૧ Page #155 -------------------------------------------------------------------------- ________________ અબલા પ્રબલ પરાક્રમી, સબલ શીયલ સુસહાય; સુખ પ્રગટયો દુઃખ મીટ ગયો, પ્રબલ પરમેષ્ઠી-પસાય. ૧૩ વિમલ હૃદય ખેચરપતિ, કહે સુણ બેની વાત; દુઃખ મ આણીશ કિંપિ તું, નિસુણો મુઝ અવદાત. ૧૪ ભાવાર્થ : શ્રી મહાસતી સુરસુંદરીના ચરિત્રને આગળ કહેવા માટે કવિરાજ શ્રી મંગલરુપ શ્રી સરસ્વતી દેવીની ઉપાસના કરતાં કહે છે. હે બ્રહ્મા પુત્રી! હે પવિત્ર મુખવાળી! હે સરસ્વતી માતા! આપ મારા પર પ્રસન્ન થાઓ.મને સદ્બુદ્ધિ આપજો. મારી જીભ પર આવી ને વસજો, જેથી આ રાસમાં જે વચનો મુકાય તે વચનો સૈાને આનંદ કરનારા થાય . વળી મારા ઉપર દયા કરીને, મારું સારું કરજો. મને વચનવિનોદ એવો આપો જે વાણી વડે કરીને સતીને અન્યાય ન થાય.અને શ્રોતાના રસને જાળવી શકું. વળી પરમાત્માની પણ સ્તવના કરે છે. હે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ!હે વહાલા જિનેશ્વર દેવ! હે સાહિબા! આપની પાસે સારા ગુણોનો ભંડાર છે. મારા ઉપર મહેરબાની કરો! આપનું નામ જ મંગલ સ્વરુપ, આપનું ગુણ કીર્તન પણ મંગલ સ્વરુપ છે. આપની મહેરબાનીથી જ આ મારો પુરુષાર્થ પૂર્ણતાને પામશે. આપના પુણ્ય પ્રભાવે મહાસતીના ચરિત્રને સુંદર પદોના લાલિત્ય વડે ફરીને બીજો ખંડ પૂર્ણ કર્યો. વળી મારા પરમ ઉપકારી, ગુરુદેવની કૃપાએ, તેમની શુભનિશ્રાએ રહી તેમની સહાયથી ગ્રંથની શરુઆત કરીને અહીં સુધી પહોચ્યો. હવે આપ સૈા એ જ રીતે મારી ઉપર કૃપા વરસાવતાં રહો. જે કારણે કરીને ત્રીજો ખંડ શરુ કરે છે. કવિરાજ ગ્રંથના મધ્યમાં પણ મંગલ કરીને હવે આગળ વધે છે. હે ભવ્ય જીવો! તમે સૈા વિનીત છો. વિનયથી સાંભળો. કવિજનો પોતાની કળાને શ્રોતા આગળ દર્શાવે છે. જે કળાએ કરીને શ્રોતાના ચિત્ત પ્રસન્ન થાય છે. જે-આકાશમાં રહેલો ચંદ્ર પોતાની કળાને દિન પ્રતિદિન વધારતો, વનમાં રહેલા ચંદ્રમુખી કમળોને ખીલાવે છે. તેમ કવિરજની કળાએ કરીને શ્રોતારુપ કમળો ખીલે છે. જો વકતા ભૂંચ-ભુંડ સરખા હોય તો શ્રોતા ઉખળ ભૂમિના ખેતર સરખા હોય છે. તેમાં ફળની પ્રાપ્તિ નથી. વળી વકતાનું વચન દાઝી ગયેલા બીજ સરખું હોય તો ત્યાં પણ ફળની પ્રાપ્તિ નથી. વળી બહેરાંને બહેરાં મળે તો તત્ત્વ પામી શકતાં નથી. તેમ વકતા અને શ્રોતા બંને અજ્ઞાન હોય ત્યાં પણ સારું ફળ નિપજે નહિ. અર્થાત્ ધર્મની વાત સમજાવી શકે નહિ. અને શ્રોતા સમજી શકે નહિ. જો વકતા ચતુર હોય ને શ્રોતા મૂરખ હોય તો પણ ત્યાં ફળની પ્રાપ્તિ કંઇ જ ન થાય. તે ઉપર શાસ્ત્રમાં ચાર મુર્ખાની કથા બતાવી છે. ચારેય મુખ ની નજીકથી મુનિ ગોચરી માટે નીકળ્યા. ચારેય મુર્ખાઓએ નમસ્કાર કર્યા. મુનિ ભગવંતે ધર્મલાભ આપ્યો. તે ણીને ચારેયે અંદરોઅંદર કજીયો કર્યો. એક કહે મને ધર્મલાભ આપ્યો, બીજો કહે મને આપ્યો. આમ કજીયો ક૨વા લાગ્યા. કવિરાજ કહે સભામાં બેઠેલા શ્રોતાઓ ચૌદ પ્રકારે હોય છે. તે આ પ્રમાણે ૧. હંસ જેવા : હંસ દૂધ પાણી ભેગા હોય તો યે દૂધ પીએ છે અને પાણી ત્યજે છે. તેમ સાર લેનારા શ્રોતાઓ. ૨. મહિષ : પાડા જેવા : પાડો જેમ આખા તળાવને ડહાળેળે તેમ બોધ નહિ લેનારા અને કેવલ સભાને ડહોળનારા. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૨૨) Page #156 -------------------------------------------------------------------------- ________________ ૩. શુક-પોપટ જેવા : પોપટ મુખપાઠ કરે છે. પણ અર્થ જાણે નહિ. તેમ શબ્દગ્રહી બની ભાવને નહિ જાણનારા. ૪. શૈલ- પર્વત જેવા : પર્વત કે પત્થર ગમે તેટલા પાણીએ પણ જેમ પલળે નહિ તેમ સાંભળે પણ કશી અસર થાય નહિ. ૫. કર્ક-કાચબા જેવા : કાચબો જેમ ડોળા કાઢવા સિવાય કંઇ કરી શકતો નથી. તેમ માત્ર ડોળા કાઢનાર. ૬. મશક- મચ્છર જેવા : મચ્છર જેમ જેનું લોહીપીએ જેમ જેને દંશ દે તેમ ઉપદેશ દેનાર ને ડંસ દેનારા - હેરાન કરનારા. ૭. મૃત- મડદા જેવા : મડદાની માફક ચેતનહીન જેવા બનીને સાંભળનારા. ૮. ચાલણી જેવ : ચાલણી માંથી આટો નીકળી જાયને થૂલું રહી જાય, તેમ સારને તજી અસારને ગ્રહણ કરનારા. ૯. સછિદ્ર કુંભ જેવા : કાણા ઘડામાં પાણી રહે નહિ તેમ સાંભળે ખરા પણ યાદ કાંઇ રાખે નહિ. ૧૦. વ્યાલ- સર્પ જેવા : સાપને દૂધ પીવા આપો તો યે તેનું ઝેર બનાવે. તેમ સારી વાતને ખરાબ રુપે જ લેનારા. ૧૧. ઇન્દુ-ચન્દ્ર જેવા : ચન્દ્ર જેમ સૌમ્યતાને ધરનારો છે તેમ હૃદયના સૌમ્ય સ્વભાવવાળા. ૧૨. પશુ જેવા પશુમાં જેમ વિવેક નથી હોતો તેમ વિવેક વિનાના. ૧૩. માર્ઝાર-બિલાડા જેવા : બિલાડો જેમ શિકારની શોધમાં ફરે છે તેમ વક્તાના છિદ્રો જોવાને જ તલપાપડ થનારા. ૧૪. જલના ઓવ એટલે સમૂહ જેવા : પાણીનો સમૂહ જયાં નીચાણ હોય તે દિશાએ વહે ને ખાડો હોય ત્યાં ભરાય. તેમ હલકી મનોવૃત્તિના પોષક રુપ ઉપદેશમાં જ રાચનારા અને તેવા જ ઉપદેશકોના શ્રોતા થનારા. વળી કવિરાજ કહે છે કે હે ભવ્યો! ધર્મોપદેશનું શ્રવણ કરનારા શ્રોતા જો ચૌદ ગુણોએ સહિત હોય તેને તે ચૌદ ગુણો સ્વર્ગ અને અપવર્ગ એટલે મોક્ષ દેનારા થાય છે. તે ચૌદ ગુણો : “ વકતા ઉ૫૨ ભકિત ૨. ગર્વરહિતપણું ૩ શ્રવણની રુચિ ૪. ચંચળતાનો અભાવ ૫. મર્મજ્ઞપણું ૬. પ્રશ્ન કેમ, કયાં ને કયારે થાય? એ વિગેરેનું જ્ઞાન ૭. બહુશ્રુતપણું એટલે જેણે ઘણું વાંચ્યું હોય અને સાંભળ્યું હોય તે ૮. અપ્રમતપણું ૯. આંખમાં નિદ્રાનો અભાવ ૧૦. ઉત્તમ બુદ્ધિ ૧૧. દાનશીલતા ૧૨. વિકથાનો ત્યાગ ૧૩. ઉપકાર કરનાર ઉપર પ્રીતિ દાખવનારા ૧૪. નિન્દાનો ત્યાગ. કવિરાજે શ્રોતાન ચૌદ ગુણો બતાવ્યા. તે જ રીતે વકતાના પણ ચૌદ દેખાડે છે. : તે ચૌદ ગુણો ઃ ૧. વચન શકિતવાળો ૨. વિસ્તાર અને સંક્ષેપનો જ્ઞાતા ૩. પ્રિય કહેનાર ૪. અવસરો ચિતને જાણનારો ૫. સત્યવ દી ૬. સંદેહને છેદનારો ૭. સઘળાં શાસ્ત્રોમાં નિપુણ ૮. વસ્તુના પૂરતા અને આવશ્યક વર્ણનમાં વિલંબ નહિ કરનારો ૯. સંપૂર્ણ અંગવાળો ૧૦. લોકોને રંજન કરનારો ૧૧. સભાને જીતનાર ૧૨. અહંકાર વિનાનો. ૧૩. ધર્મનું આચરણ કરનાર ૧૪. સંતોષી હોવા જોઇએ. આ ચૌદ ગુણોથી યુકત વકતા પણ સ્વર્ગ અને અપવર્ગ- મોક્ષને મેળવે છે. ઉપર બતાવ્યા એ ગુણોથી યુકત વકતા અને શ્રોતા ચતુર હોય તો ત્યાં શાસ્ત્રનો વાદવિવાદ અને વિનોદ કરવો પ્રમાણ છે. જેમ કે દૂધમાં સાકર ભળતાં તે દૂધ પીતાં અતિશય મીઠું લાગે છે. તેમ શાસ્ત્રની વાતોમાં આનંદ -ઉલ્લાસ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૧૨૩) Page #157 -------------------------------------------------------------------------- ________________ મીઠાશ આવે છે અને લાભ પણ ઘણા થાય છે. તે કારણે કરીને હે શ્રોતાજનો! ગુણવંતી સુરસુંદરીના ચરિત્રને આગળ કહું છું. તે તમે સૌ એકાગ્ર મનવાળા થઇને સાંભળો. જે નર અને નારીઓનાં હૈયામાં ધર્મ વસેલો હોય, કંઇક શાસ્ત્રને ભણેલા હોય, ઉત્સુકતાવાળા હોય, આવી કથા સાંભળીને પ્રાયઃ વૈરાગ્યને પામનારા હોય, તે આગળ આ રસિક કથાને હું કહું તો તેમના દિલને આનંદ ઉપજાવ. જગતમાં જયારે અબળા સબળા બને છે ત્યારે શીલને માટે પ્રબળ પરાક્રમ દાખવે છે અને શીલના રક્ષણ માટે પ્રાણની આહૂતિ પણ આપવા તૈયાર થાય છે તે નારીઓના નામનો ઉજજવળ ઇતિહાસ સર્જાય છે. વળી પંચપરમેષ્ઠીના ધ્યાનથી, તે ઉપર અતૂટ શ્રદ્ધાથી સતીઓના દુઃખ દૌર્ભાગ્ય દૂર થાય છે. અને સુખનો સૂરજ ઉગે ચરિત્ર નાયિકા મહાસતી સુરસુંદરીને પણ શ્રી નવપદના ધ્યાન પસાથે દુઃખ દૂર થશે ને સુખ આ વી મળશે. હવે સતી વિમાનમાં સ્વસ્થતા જાળવીને બેઠી છે. બંને વચ્ચે મૌન છવાયું છે. મૌનને તોડતાં સતી ખેચરરા ને પૂછે છે, ભાઇ. આપનો પરિચય.... નિર્મળ- પવિત્ર અને ઉજજવલ હૃદયવાળો, ખેચર પોતાની ઓળખ આપે છે. તે બહેન! મનમ થી દુઃખને દૂર કરી દે. ને હું જે કહું તે તું સાંભળ. ઢાળ- પહેલી (સુમતિનાથ ગુણશું મિલીજી એ દેશી) ખે ચરપતિ કહે સાંભળો જી માહરી વાત વિશેષ; ઉત્તર શ્રેણિનો રાજીયોજી, મણિશંખ નામે નરેશ. મનમોહન બહેની સાંભળોજી, મુજ શુભ વાત, આંકણી. ૧ તસ પટરાણી ગુણવતીજી, લવણિમ લીલાધામ, શીલ ગુણે કરી રાજતીજી, હેમચૂલા તસ નામ. મ. ૨ રતજટી તસ પુરાણું જી, દેઇ પિતા મુઝ રાજ; અસાર સંસાર જાણી કરીજી, કીધું આતમ કાજ મ. ૩ દ્વીપ નંદીસરે સંયમીજી, દુકકર તપ દહે દેહ; સમતા સમીરે ટાળતાજી, મિથ્યા સંચિત ખેહ. મ. ૪ જૈ નાલય બાવન છે ,વંદતા દુઃખ વિસરાલા; શાશ્વત જિન પડિમા કહિજી, ચઉઠીસય અડ્યાલ. મ.૫ તિહાં જઉ મેં જિન પૂજિયાજી, વલી વાંધા મુનિરાજ; હર્ષોત્કર્ષ થયો ઘણોજી, જિમ લહયું ત્રિભુવન રાજ. મ. ૬ મહાસતી. શ્રી સુરસુંદરીનો રાસ) Page #158 -------------------------------------------------------------------------- ________________ વંદીને વળતાં થકાંજી, જબ જાઉં મુઝ ધામ; પૂરવ પુણ્યબળે કરીજી, બહેન મલી મુઝ તામ. મ. ૭ કાજ સર્યા વંછિત ફળ્યાજી, ચાલ હવે મુઝ ગેહ; વાત તમારી સાંભળીજી, ઉપનો કરુણા સનેહ. મ. ૮ ચાર અછે મુઝ કામિનીજી, મહત ગૃપાંગજા તેહ; રુપ રંગ રસ રતિ મલીજી, પ્રેમ લત્તા-દ્રગ નેહ. મ. ૯ તે મુઝ અહનિશ ઇમ કહેજી, બહેન અંછે તુમ જેહ; તસ આણો આણું કરીજી, સેવ કરાં અમે સ્નેહ. મ. ૧૦ તિરે કારણે તુઝને કહુંજી, બહેન સકલ ગુણ જાણું, ચાલ હવે મંદિર ભણીજી, કરી જાઉં તુઝ આણું. મ. ૧૧ એ ઉદર જિમ ઉપનિજી, તેહવી તુઝને ગણે હ; એ, વચન વૈ માનજોજી, આણો રખે સંદેહ. મ. ૧૨ ઈંગિત આકારે કરીજી, ને રા વદન પ્રસ્તાવ; ચેસ્ટા ગતિ વચને કરીજી, લહીએ અંતરગત ભાવ. મ. ૧૩ ઇમ ચિંતી સુંદરી કહેજી, સુણ બાંધવ સુખકાર; પ્રથમ નંદીશ્વરે દ્વીપનીજી, યાત્રા કરાવો સાર. મ. ૧૪ હું ભગિની તું બાંધવોજી, એહ વયણને સંચ; નીતિશાસ્ત્ર પણ ઇણિ પરેજી, બોલ બાંધવ પંચ. મ. ૧૫ તવ ખેચર પાછો વલેજી, નંદીસર ભણી આય; દેખી જિન પડિમા તિહાંજી, સા કહે ધન્ય જિનરાય. મ. ૧૬ જિનાવર કે રે દરિસરે છે, જેણે ન નામી કોટી; અનંત ભાવાંતર જીવડાજી, તે સિર વહશે પોટ. મ. ૧૭ ત્રીજ ખંડે ઇણિપરે જી, ઢાલ પ્રથમ સુણસંત; વીર કહે સુંદરી તણોજી, પુણ્ય ઉદય પરંત. મ. ૧૮ ૧૬૪૪૮ શાશ્વત જિન પ્રતિમા, ર-મોતા રાજાની પુત્રીઓ, ૩-નિશ્ચયથી, ૪-ડોક, પ-ભારનાં પોટલાં (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #159 -------------------------------------------------------------------------- ________________ નિંદીશ્વર દ્વીપની યાત્રાએ ભાવાર્થ :ખેચરરાય સુરસુંદરીને પોતાનો પરિચય આપે છે. હે બહેન! આ જંબુદ્વીપના વૈતાઢય પર્વત ઉપર ઉત્તરશ્રેણી નામનો સેંદર્યથી મઢેલો દેશ છે. ત્યાં દેવો અને વિદ્યાધરો રહી શકે છે. અમારી સહાય વગર મનુષ્યો ત્યાં જઈ શકતાં નથી. વિદ્યાધરોનો અધિપતિ મણિશંખ નામે રાજા રાજય કરે છે. મનને આનંદ આપનાર હે બેનડી! મારી સારી અને શુભ વાતને સાંભળ! વળી આ રાજાને લાવણ્યની લીલાના ધામ સરખી, ગુણવતી અને શીલવતી હેમચુલા નામે પટ્ટરાણી છે. તેમનો પુત્ર હું રત્ન જટી નામે રહેલો, તારી સાથે વાત કરી રહયો છું. આ સંસાર ને અસાર જાણીને માતાપિતાએ મને રાજય સોંપીને પાવનકારી, મોક્ષદાયિની એવી પ્રવજયાને અંગીકાર કરી છે. તેઓ પોતાના આત્માનું કલ્યાણ કરી રહયા છે. નંદીશ્વર દ્વીપે પિતામુનિ દુષ્કર તપ કરી, દેહને દમી રહયા છે. સમતા રુપ વાયુ વડે, અનાદિકાળથી આત્મા ઉપર લાગેલા મિથ્યાત્વના પડલોને હટાવી રહયા છે. નંદીશ્વર દ્વીપે શાશ્વતા જિનાલયો છે, જેમાં અંજનગિરિ ઉપર ચાર, દધિમુખ પર્વત ઉપર સોળ,અને રતિકર નામના પર્વત ઉપર બત્રીસ, કુલ બાવન જિનાલય થાય છે. એક જિનાલયમાં શાશ્વત જિન ચૌમુખથી રહેલા છે. વળી તે જિનાલય સો જોજન લાંબા, પચાસ જોજન પહોળા અને બોત્તેર જોજન ઊંચા છે. ચારે દિશાના જિન મંદિરોમાં ગણત્રી કરતાં ૬૪૪૮ કુલ શાશ્વતી પ્રતિમા રહેલી છે. સઘળીયે પ્રતિમાને વંદન કરતા દુઃખ વિસરી જવાય છે. દર્શન પૂજા કરતાં સઘળાં પાપો નષ્ટ થાય છે. તે ભગિનિ! હું તે નંદિશ્વર દ્વીપે ગયો હતો. એ સઘળી જિનપ્રતિમાની પૂજા કરી. ત્યાર બાદ ત્યાં રહેલા પિતામુનિના દર્શન કર્યા હતા. વંદન કર્યા. એ દર્શન પૂજન વંદન કરતાં મને ઘણો જ આનંદ થયો. જાણે ત્રણ ભુવનનું રાજય ન મેળવ્યું હોય એટલો આનંદ થયો. ત્યાંથી પાછો વળતાં મારા રાજય તરફ જઈ રહ્યો હતો. ત્યાં તમે બહેન રુપે મળ્યા. આજ મારા પુણ્ય સઘળા ફળ્યા છે, જે મુજ ભાગ્ય થકી તમે મને મળ્યા. મને તમારો પ્રિયબંધુ માનજો. અંતરંગ સહાનુભૂતિ મળતાં સુરસુંદરીને ત્યાં હર્ષના આંસુ સરી પડયાં રત્નજી વળી કહે છે, બહેન - હવે મારા ઘરે ચાલ. તારી કરુણ કહાની સાંભળીને મારા હૃદયમાં વધુ કરુણા તારા તરફ ઉત્પન્ન થઇ છે. હવે તને કયાંયે જવા નહિ દઉં. હું મારા પિતાને એકજ છું. મારે પણ બેન નથી. ભાગ્યવશે તું મને સાંપડી છે. મારા ઘરે મોટા મોટા રાજાની પુત્રીઓ ચાર તે મારી સ્ત્રીઓ રહેલી છે. તે ચારેય રમણીઓ રુપે રંગે રસભરી રહેલી છે. તે જોતાં આનંદ થશે. તે ચારેય આનંદ પ્રમોદ કરતી મારા ઉપર સરખી પ્રેમદષ્ટિ રાખી રહી છે. તેમની રોજ ફરિયાદ છે, તમારી બેનને લઇ આવોને હું કહેતો, અવસર આવે લઈ આવીશ. રોજ બેનના નામની માળા જપતી. વળી કહેતી હતી કે જલ્દી લાવોને. અમારે નણંદીના આણાની હોંશ છે. અમારે નણંદબાની સેવા કરવી છે. આવી રીતે મારી પત્નીઓની ભાવના છે. તો હવે મારા ઘરને વિષે ચાલ. હું તારું આણું કરિયાવર મોટો કરીશ. તને કહું છું કે આપણે એક ઉદરથી જન્મ્યા. એમ હું તને ગણીશ. મારા તારા વચ્ચે કોઇ જાતની ભેદરેખા નહિ હોય. આ મારું વચન નિશ્ચય સમજજે. તેમાં જરા સંદેહ ન કરતી, શંકા - આણતી. ભાઇની વાતને ઇગિતાકારે બેને તરત જ સ્વીકારી લીધી. વચન ઉપર શ્રદ્ધા થવાથી નયન અને મૂળથી વચન માની લીધું. હૃદયમાં થતી શંકાનું નિવારણ કરીને રત્નજી ને કહેવા લાગી.- ભાઈ! નંદીશ્વર દ્વીપ અહીથી કેટલું દૂર હશે! રત્નજી વિદ્યાધર કહે છે. - શું કામ છે? સુરસુંદરી કહે છે. છેલ્લા કેટલાય સમયથી સાધુસંતના કે પરમાત્માના દર્શન કર્યા નથી. ભાઇ! તો મને ત્યાંની જાત્રા કરાવોને! જાત્રા કરવાની ભાવના જાગી છે. જો જાત્રા કરાવો તો હૃદય મારું શાંતિ અનુભવશે. વળી હું તારી બેન, તું મારો બાંધવ, તો આ મારું વચન માન. નીતિશાસ્ત્રમાં પાંચ પ્રકારે બાંધવ કહ્યા છે (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧. એક માતાની કુક્ષિમાં જન્મેલ ૨. સાથે ભણનાર ૩. મિત્ર ૪. રોગમાં સેવા કરનાર ૫. રસ્તામાં વાતચિત નો મિત્ર આ પાંચેય પ્રકારના ભાઇ કહ્યા છે. માટે કરીને હે ભ્રાતા! અતિ દુર્લભ એવી આ તીર્થયાત્રા મને કરાવો. ભાઈ કહે ભલે. . છે કે, .. $ પs & '\ \ \\U, હ ૦ ૦ ૦ ૦ (ii[[/a fitter ધમી જીવડા, દર્શનની ઝંખના, નંદીશ્વરની યાત્રા, ગુરુદેવની દેશના. બેનનો પ્રસ્તાવ સાંભળી રત્નજીએ તરત પોતાના વિમાનને વિદ્યાબળ પાછું વાળ્યું નંદીશ્વર તરફ રવાના થયો. સુરસુંદરીને કહે છે બેન! તારી ઇચ્છા પૂરી કરીશ પછી મારા રાજયભવનમાં જઇશું. થોડીવારે તો વિમાન નંદીશ્વર દ્વીપે જઇ પહોંચ્યું વર રાયે વિમાનને દ્વીપ ઉપર ઉતાર્યું. બંને ભાઇ બેન જિનેશ્વર ભગવાનના દર્શન કરવા માંડયાં. નંદીશ્વર દ્વીપની શોભા અપાર હતી ત્યાનું કુદરતી સૌંદર્ય, ત્યાંની ભવ્ય સમૃદ્ધિ, ત્યાં વસતા દેવોના વિશાળ ભવન ની કલા અભૂત હતી. ખાવો રળિયામણો દ્વીપ જોતાં સુંદરી પોતાના જીવનમાં ધન્યતા અનુભવવા લાગી. રતનટી સુરસુંદરીને બધાં જ જિનમંદિરોમાં લઇ ગયો. હૈયાના ઉલ્લાસભેર ભાવપૂર્વક પરમાત્માને જુહાર્યા. વાંદ્યા, સ્તવ્યા કહેવા લાગી ધન્ય ધન્ય છે તે જિન રાજ! અતિદુર્લભતાએ પણ મને આપના દર્શન થયા. આજે મારા પુણ્ય પ્રગટ થયા. મારા પાપના પડળો ધોવાઈ ગયાં. રતાપના દર્શનથી મારા તાપ સંતાપ શાંત થઈ ગયાં. હે દેવાધિદેવ! આપના દર્શન થતાં જેની ડોક માથું (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૨) Page #161 -------------------------------------------------------------------------- ________________ નમતું નથી તે જીવાત્મા પાપના પોટલાં માથે લઇને અનંતા સંસારમાં ભટકે છે. મારે આ સંસારમાં ભટકવું નથી. આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે પ્રથમ ઢાળ સમાપ્ત કરતાં કર્તા કહે છે કે :- હવે સતી સુંદરીનો પુણ્ય (દય થયો છે. તૃતીય ખંડે પ્રથમ ઢાળ સમાપ્ત (દોહરો) દશ ત્રિક અભિગમ સાચવી, સુંદરી ચિત્ત ઉછાંહી, ચૈત્યવંદન ચિત્ત ઉલ્લસે કરતી સંસ્કૃત માંહી. ૧ વિશ્વાધાર! જિણે સરુ, નિર્ભય! પરમાનંદ! રૂપાતીત ૨સાદતીત! વર્ણાતીત! નિણંદ; ૨ સ્પર્શ- ક્રિયાતીત, નમો સંગવિવર્જિત સર્વ; નિરહંકાર-મલક્ષ! તું સાદિનાન્ત! ગતગર્વ? ૩ કર્માષ્ટક -દલપંકિત -ભિન્જ, વીર્યાનનત! પત્થ; અકલામલ! નિકલંક! તાત! નૌમિ પ્રલબ્ધ મહO! ૪ ચૈત્યવંદન ઇણિપરે કરી, સ્તવન કહે મનરંગ; સ૬ મહુર ગંભીર વન્ન જુત્ત મહત્વે પ્રસંગ. ૫ ઇમ તિહાં જિન સ્તવના કરી, નીસરતા જિન-ગેહ; તીર્થ સકલ પ્રણમી કરી, પાછાં વલિયાં તેહ. ૬ મણિશંખ સાધુ વંદીને, બેઠા આગલ જામ; વિકસિત વંકા નયન લડી, ધર્મ કહે ગુરુ તા. ૭ વિદ્યાધર મુનિભગવંતની દેશના ભાવાર્થ સુરસુંદરી રાજી વિદ્યાધર સાથે નંદીશ્વર દ્વીપના શાશ્વત જિનમંદિરો શાશ્વતા જિનેશ્વર પરમાત્માન દર્શન કરી રહી છે. ૮૪ આશાતનાઓને જાણતી, તે આશાતનાઓને ટાળતી, વિધિવત્ પરમાત્માના મંદિરે ૧૦ પ્રકરની ત્રિકને સાચવતી, તેમજ પાંચ પ્રકારના અભિગમને સાચવતી થકી ભક્તિ કરી રહી છે. અંગપૂજા કરી, ત્યારબાદ અગ્રપૂજા પણ કરી. હવે પછી ભાવપૂજા રુપ પરમાત્મા સામે બેસીને ચૈત્યવંદન કરવા લાગી. ચિત્તના ઉલ્લાસે, મનની પ્રસન્નતાએ પ્રભુનું સ્તવન પરમાત્માના ગુણોથી યુકત છે. તે વિશ્વાધાર! હે જિનેશ્વર! હે પરમાનંદ! હે રુપાતીત! હે જિવંદ! આપને નમસ્કાર હો. વળી આપ કેવા છો! સર્વસંગથી રહિત નિરહંકારી મલક્ષ છો. સાદિનાન્ત છો. ગર્વરહિત છો. અષ્ટકર્મદલની મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૧૨) Page #162 -------------------------------------------------------------------------- ________________ પંકિતને ભેદનારા! ક વીર્યાનન્ત! હે પ્રસસ્થ! હે અકલામલ! હે નિષ્કલંકી! હે જગત્પિતા! હું આપને કોટિ કોટિ વાર વંદન કરું છું. આ પ્રમાણે ધીમા સ્વરે સ્તવનથી ગુણોનું કીર્તન કરીને બહાર આવી. એ પ્રમાણે બીજા બધા જિનાલયોના દર્શન કર્યા. રત્નજીટી હવે સુરસુંદરીને લઈ પોતાના પિતામુનિ ભગવંતની પાસે ગયો, બંને જણાએ વિધિવત વંદના કરી. મુનિના દર્શન થતાં રાંદરીનું હૈયું પુલકિત બની ગયું. મુનિભગવંતની સામે યોગ્ય જગ્યા એ બેઠા. મુનિ પણ યોગ્ય જીવ જાણી ધર્મને કહેવા લાગ્યા. ઢાળ બીજી (ગુરુ વાણી સુણી વરદત્તેજી જાતિસ્મરણ લડ્યો. એ દેશી.) દેશના દીએ ગુરુ જ્ઞાનીજી, તે ભવિ પ્રાણીને; જે હ જિર્ણોદે ભાસીજી,તે હિત જાણીને. ૧ ધર્મ કરો ભવિ પ્રાણીજી, નિસુણી જિનવાણી; હૃદયારામે વખાણીજી, વરીએ શિવરાણી. ૨ દાન દયા દેવ પૂજાજી, દમ દીક્ષા વિરતિ; પંચ દકારા જે હને જી, નહિ તસ દુરગતિ. ૩ નિ ત્ય-મિત્રાસમ દેહજી, સ્વજના પર્વ સમા; ધર્મ પરમ દેહાં જાણોજી, મિત્રા જુહાર સમા, ૪ જાન જાગતિ કો ઇ લેઇજી, પરણવા નર જાયે; લગન સમય ગયો ઉંઘીજી, દુઃખ ભર પસ્તાવે. ૫ તિમ નર વિવિધ પ્રમાદેજી, ધર્મ શ્રવણે હારે; વિષય સુખમાં રમતાંજી, અંતે સંભારે. ૬ દાન દીયો તપ કરજો જી, ભાવન ચિત્ત ધરી; શીયલ થકી સુખ લેશેજી, જિમ સુરસુંદરી. ૭ ખે ચર કહે કહો સ્વામીજી, સા કુણ સુંદરી, તવ ગુરુ કહે તુમ પાસે જી, બેઠી ગુણ-ભરી. ૮ ખેચર રત્નજટીએજી, નિસુણી દેશના; સતી ઉપર બહુ રાગજી, ધરતો શાંત મના. ૯ સતી કહે તવ ગુરુને જી, પુજય પ્રકાશીએ; અશુભ કરમ હજી કેતોજી, તે મુઝ ભાસીએ. ૧૦ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #163 -------------------------------------------------------------------------- ________________ કહે ગુરુ બહુ ક્ષય પામ્યું છે, તુજ પૂરવ પાપ; કંત બેનાતટે મિલશે જી, મ ધરીશ સંતાપ. ૧૧ સાધુના ચરણ નમીને જી, બેસે વિમાન સતી; નિજ બાંધવ સહ ચાલેજી, અંબર ગુણવતી. ૧૨ પંથ વહેતા સતીને જી, ખે ચરરાય કહે; વાત સુણો બહેનજી, ભેદ ન જીમ લહે. ૧૩ ચાર રમણીની આગેજી, સ્નેહ ભરે રહો; પ્રાચીન સુખ દુઃખ પામ્યાજી, તે નવિ કાંઇ કહો. ૧૪ મંત્ર ચઢયો ષ- ક જી, વિણસે વાત હિસી; ભેદ ન લહે ચતુ:ક જી વર દો કર્ણ વસી.૧૫ રાય તણો જિમ વિણઠોજી, મંત્રી કુબજ સુણી; નૃપ ભિક્ષાચર કીધોજી, કુંજક રાજય ધણી. ૧૬ સુંદરી કહે કહો ભ્રાતાજી, તે કુણ રાય થયો; લીલાવતી પુર સ્વામીજી, મુકુંદ નામે જયો. ૧૭ રાણી તસ સુશીલાજી, કંત વયણ રાગી; મતિ મેહર તસ મોટોજી, મંત્રી વડભાગી. ૧ ૮ અન્ય દિવસ નૃપ ચાલ્યો જી, વન કે લી ક૨વા; કેલી કરી ઘર વલિયો છે, જે હ ગયો રમવા. ૧૯ નયર દ્વારે જબ આવ્યો છે, તવ દીઠો રમતો; ધૂણે ધસે બહ નાચેજી, કુહુર્જક મન ગમતો. ૨) આ નૃપ આવાસેજી, નિત રાખે પાસ, ચિત્તરંજ તિમ કરતો જી, કૈાતુક ઉલ્લાસે. ૨૧ ટૂંકાકર પગ ગલિયાજી, કોટિશું ખંધ મલી; ગીત મધુરસર ગાવેજી, રાયશું પ્રીત મલી. ૨૨ રાયસભાએ સઘળે છે, અંતે ઉર ફરે; રાત દિવસ નૃપ પાસે જી, કોઈ ન દૂર કરે. ૨૩ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #164 -------------------------------------------------------------------------- ________________ અન્ય દિવસ ગૃપ મંત્રીજી, બેઠા દોય મલી; કાંઇક ગુપ્ત વિચારજી,કરવા મન ૨લી. દેખી કુબ્જ ક પાસેજી, મંત્રીશ્વર કહે; રાય સુણો ષટ્ કરણેજી, વાત વિઘાત લહે. ૨૫ વલતું કહે નૃપ સાચુંજી, નહિ કુબ્જક તિસ્યો; મંત્રી કહે મહારાજજી, નહિ અવસર ઇસ્યો. ૨૬ ગયો ક૨ીય પ્રમાણજી, મંત્રી ગેહ ભણી; પાલે રાય ઉદારજી, નૃપ ઘર લચ્છી ઘણી. ૨૭ એક દિન રાજ સભાએજી, આવ્યો યોગી જણો; સિદ્ધરુપ બહુ જાણજી, વિધા મંત્ર તણો. ૨૮ દેખી રાયની ભકિતજી, રાયને તેહ દીએ; વિદ્યા જેહ પરાણીજી, કાય પ્રવેશ લીએ . ૨૯ મંત્ર કહી ગયો યોગીજી, નરપતિ નિત્ય ભણે; કુબ્જક શ્રવણે સુણતાંજી, નૃપ નવિ શંક ગણે. ૩૦ નૃપ ભણતાતે શિખ્યોજી, કુબ્જક ગુપ્તપણે; કુબડ સહ ગૃપ ચાલ્યોજી, એક દિન વન ભણે. ૩૧ રાયે મૃતક તિહાં દીઠીજી, કાયા વિપ્ર તણી; મંત્ર-પરીક્ષા કરવાજી, કહે કુબ્જક ભણી. રે! કુબ્જક કાંઇ માનેજી, મહિમા મંત્ર-તણો, કહે કુબ્જક સવિ ખોટોજી, મહિમા મંત્ર-તણો. ૩૩ ઇમ નિસુણી ગૃપ આયેજી, નિજ-હરિ કુબ્જ-કરે; મંત્ર બલે તજી કાયાજી, વિપ્રનું દેહ ધરે. ૩૪ કુબ્જક મંત્ર પ્રભાવેજી, રાયની કાય વરે; સ્વાંગ તજી,ચઢી અશ્વેજી, ગૃપ પ્રતિ ઉચ્ચરે. ૩૫ સાંભલ ગૃપ દ્વિજ-કાયજી, મેં તુજ રાજ્ય ગ્રહયો; તુઝને ગમે તિહાં જાઓજી, કાંઇ વિમાસી રહયો. ૩૬ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૪ ૩૨ (૧૩૧) Page #165 -------------------------------------------------------------------------- ________________ લીલાવતી-પુર પાયોજી, સુખભર સૈધ ગયો; અંતે ૧૨ સુખ સંગ્રેજી, કુજ ક રાજ ભયો. ૩૭ સુરસુંદરીને રાસે જી, ત્રીજા ખંડ તણી; વીર વિજય કહે બીજીજી, ઢાલ વિશાલ ભણી. ૩૮ ભાવાર્થ નંદીશ્વર દ્વીપની એક ટેકરી ઉપર વૃક્ષ નીચે મુનિ ભગવંત આસન લગાવીને પોતાની સાધનામાં મગ્ન હતા. યોગ્ય જીવ જાણી મુનિ ભગવંત ઉપદેશ આપે છે. પરમાત્માએ દેખાડેલા હિતને કરનારો મીઠા અવાજે ઉપદેશ આપી રહયા છે. હે ભવ્યજીવો! પરમાત્માની વાણી સાંભળીને ધર્મની આરાધનામાં વધુ ઉદ્યમવાળા થાઓ, પરમાત્માને હૈયામાં મનમંદિરમાં સ્થાપન કરો. તેના સહારે સંસારસાગરને પાર પામો. અને મોક્ષને શી મેળવો. વળી પાંચ જેઓ પ્રકારના ‘દ' કારને જે આત્મસાત કરે છે તેને દુર્ગતિ કયારેય મળતી નથી. પાંચ ‘દ' કારઃ- ૧ દરરોજ યથાશકિત દાન કરો. ૨ જીવ માત્ર ઉપર દયા રાખો. ૩ ત્રિકાળ દેવની-જિનેશ્વરની પૂજા કરો. ૪ પાંચ ઇન્દ્રિયનું દમન કરો. એટલે પાંચ ઇન્દ્રિયને કાબુમાં રાખવી. ૫ પરમાત્માએ આદરેલી સર્વવિરતિ રુપ દીક્ષાને આદરો. વળી પોતના દેહને મિત્ર સરીખો, હંમેશા માનવો, જયારે સ્વજનો પર્વ સમ કહ્યા છે. મિત્ર સમ દેહ- સાધન બનતાં તેની પાસેથી ઇચ્છિત એવો ધર્મ કરી લેવો જોઈએ. શીલની શાલ ઓઢે તે ન્યાલ.. જેમ કોઇ નર વાજતે ગાજતે જાગતે જોડીને, જાન લઇને, પરણવા જાય, અને લગ્ન વેળાએ, હસ્તમેળાપ સમયે, જો ઝોકું ખાઇ જાય, પછી શું થાય? લગ્ન ઘડી ઊંધમાં ગઇ પછી જ પસ્તાવાનું જ રહે. આવી ઘડી ફરીવાર આવતી નથી. પસ્તાવો કરીને દુઃખી જ થાય છે. તે જ રીતે મહા પુણ્યયોગે નરભવ પામીને મનુષ્ય પ્રમાદના વશ થકી ધર્મની આરાધના કરતો નથી. ધર્મને પણ કરતો નથી, અને માત્ર વિષય સુખમાં રત રહે શરીરની આળપંપાળ કરે તેમાં જ જીવન પૂરું કરે. પછી છેલ્લી ઘડીએ ધર્મને સંભાળે. શું વળે? માટે પ્રમાદનો ત્યાગ કરી ધર્મ માટે ઉદ્યમ કરો. દાન, શી તપ અને ભાવરુપ ધર્મના ચાર પાયા કહ્યા છે. તે ધર્મ ને સૌ આદરો, પાળો. જે શીલના પ્રભાવે કરીને સુરસુંદરી સુખને વરી. આટલું કહી મુનિ વિરામ પામ્યા.તે વેળાએ ખેચરરાય રતજટીએ મણિશંખ મુનિપિતાને પૂછ્યું કે સ્વામીજી! તે કોણ સુરસુંદરી? મુનિ ભગવંત કહે –જે તારી પાસે બેઠી છે. તે જ મહાસતી સુરસુંદરી છે. મુનિભગવંતના મુખેથી સુરસુંદરીના શીલની વાત જાણી ઘણો આનંદ થયો. પોતાની ધર્મની બહેન સમજી તેના દુઃખમાં ભાગ પડાવવા તૈયાર થતો આશ્વાસન આપતાં નંદીશ્વર દ્વીપની યાત્રા કરાવી. તેમાં વળી પિતા મુનિ જ્ઞાની હતા, તેમણે સ્વમુખે આ સતીના વખાણ કર્યા. રતજીને સુંદરી ઉપર વધુ અહોભાવ જાગ્યો. રુપ જોઇને હૈયાના ખૂણામાં દુર્ભાવ થયેલ તે હવે બિલકુલ શાંત બની ગયો. દષ્ટિ નિર્મળ બની. હવે સુરસુંદરી વિનમ્ર ભાવે કર જોડીને મુનિભગવંતને પૂછે છે. હે મુનિરાજ! મારા ઉપર આટઆટલા સંકટો પડવા છતાં મને મારા સ્વામીનો મેળાપ નહિ થાય? પૂજયશ્રી! પૂર્વના અશુભ કર્મના ફળ ઘણાં ભોગવ્યાં. હજુ કેટલા બાકી છે? મને મારા સ્વામી નહિ મળે? જ્ઞાની મુનિભગવંત જ્ઞાન બળે સુંદરી ને સાંત્વન આપતા કહે છે. -બહેન! તારા પૂર્વ કર્મનો ભોગવટો પૂરો થવા આવ્યો છે. અશુભ કર્મ ઘણા ક્ષય પામ્યા છે. શ્રી નવકારમંત્રની આરાધનાથી, તારી અચળ શ્રદ્ધાથી તારા કર્મમળ ધોવાઇ ગયા છે. થોડા સમયમાં તારી સામે સુખનો માર્ગ ખુલ્લો થશે. વળી તારો ‘સ્વામી’ તને ‘બેનાતટ' (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૩૨ Page #166 -------------------------------------------------------------------------- ________________ નામના નગરમાં મળશે. તું ધર્ય રાખજે. અશુભ કર્મ પુરા થાય છે. હવે શુભ કર્મનો ઉદય થાય છે. સંસારીઓ જેને સુખ માને છે તે સુખ તને મળે. છતે હે બહેન! તે સુખમાં તલ્લીન ન બનતી, તારાં તીર્થકર પરમાત્માને નિરંતર યાદ કરજે. તેના પવિત્ર સ્મરણથી ભવસાગરને તરી જઇશ. જ્ઞાની એવા પિતામુનિ ભગવંતની આશ્વાસન યુકત પવિત્ર વાણી સાંભળીને સુંદરીના હૃદયમાં અનેરો ઉત્સાહ પ્રગટ્યો, પરમ આનંદ પામી. રતજી અને સુંદરી મુનિભગવંતને ફરીથી વંદન કરીને ચાલ્યા. દૂર સ્થિર કરેલા વિમાનમાં જઈને બંને બેઠા. સતી નવકારને ગણતી ખેચરરાયે વિદ્યાબળે વિમાનને ગતિમાન કર્યું. વિમાન નંદીશ્વર દ્વીપને છોડીને ઉત્તર શ્રેણી તરફ જવા રવાના થયું. સતી દૂરથી દેખાય ત્યાં સુધી દ્વીપના જિનાલયોને જુહાર કરી રહી હતી . મનમાં આનંદ સમાતો ન હતો. અણધારી આ દ્વીપની યાત્રા થઈ. માનવને દુર્લભ આ યાત્રા દેવ થકી- વિદ્યાધર થકી સહાય મળે તો જ થાય. ભાઈના ઉપકારને સંભારતી થકી વિમાનમાંથી દેખાતા નીચેના સાગર મહાપર્વતો વિશાળ નદીઓ ભયંકર વન,ભવ્ય સરોવરો વગેરે જોઇ રહી છે. કુદરતી સૌંદર્યને જોવામાં તલ્લીન બનેલી સુંદરીને વિદ્યારે પૂછયું કેમ! બેન! જોવાની મઝા આવે છે ને? સુંદરી કહે- ભાઈ! કયારેય આવું જોયું નથી. પછીતો જોવામાં મઝા આવે જને! વિદ્યાધરે વિમાનનો વેગ વધાર્યો, સડસડાટ કરતું વિમાન સાત સમંદર,પર્વતોને ઉલ્લંધીને જંબુદ્વીપમાં આવેલા ઉત્તર શ્રેણી પ્રદેશમાં આવ્યું. આ પ્રદેશ દેવો વિદ્યાધરો અને ગાંધર્વો કિન્નરોથી ગૌરવવંત બનેલો છે. સુંદર નદીઓ, હિમથી આચ્છાદિત રહેલા મનોહર પર્વતો, ફૂલોની ફોરમથી મહેંકતા વન ઉપવનો-શાંત અને ભવ્ય નગરોથી શોભતા ઉતર શ્રેણીના મધ્યમાં રહેલા રાજમહેલે ઉતર્યુ. વિમાનમાં જતાં રસ્તામા વાતો કરતાં વિદ્યાધર સુરસુંદરીને સૂચના આપી રહ્યો છે. તે બેન! મારી વાત સાંભળ! મારી ચાર રમણીઓ સાથે ઘણા હેતપ્રીતથી ને સ્નેહથી રહેવાનું છે. તું રહીશ એ મને વિશ્વાસ છે. પણ- પણ મારી આ ચાર સ્ત્રીઓ પાસે તારો ભૂતકાળ બતાવીશ નહિં. સુખ દ:ખનો ઇતિહાસ કયારેય ખોલીશ નહિ. તારી ગુપ્ત વાત પણ કરવી નહિં. ગુપ્ત વાત છ કાને જાય તો વાત વિણસી જાય છે. જેથી કરીને તારી અને મારી વચ્ચે વાત રહે. ત્રીજાની આગળ જણાવવી નહિ. તે જ વાત ચાર કાને રહી હોય ત્યાં સુધી ગુપ્ત રહે છે. અને બે કાને રહેલી વિચારણાને તો બ્રહ્મા પણ પાર પામી શકતો નથી. તે માટે એક કથા કહું તે સાંભળ!. ભાવિના ભેદ-ભરમ રાજા અને મંત્રીની અગત્યની મંત્રણા હતી. રાજાના મિત્ર કુબડા એ સાંભળી તો રાજા ભીખ માંગતો થયો. અને કુબડો રાજયનો માલિક થઇને બેઠો. સુરસુંદરી પૂછવા લાગી- હે ભ્રાત! એ રાજા કોણ? કઇ રીતે ભિખારી થયો? રત્નજી કહે - સાંભળ બેન! ભરતક્ષેત્રમાં લીલાવતી નામની એક નગરી હતી. ધનધાન્યથી પૂર્ણ હતી. પુણ્યશાળી આ નગરીનો મુકુન્દ નામે રાજા હતો. પ્રજા વત્સલ હતો. પ્રજા પણ ઘણી સુખી હતી. રાજાને શીલે શોભતી સુશીલા નામે પટરાણી હતી. સ્વામીના વચનની અનુરાગીને અનુસરનારી હતી. વળી મતિ મેહર નામનો બુદ્ધિશાળી મુખ્ય પ્રધાન હતો. રાજય વ્યવહાર રાજાના પુણ્યબળે બરાબર ચાલતો હતો. રાજા તરફથી પ્રજાને સંર્પણ શાંતિ હતી. એકદા રાજા પોતાના રસાલા સાથે વન ઉદ્યાને રમવા ગયો. વનવાડી રમવા જઈ રહેલા રાજા પરિવાર, સમય થતાં નગરમાં પાછા આવે છે. નગરમાં પેસતાં નગરના દ્વાર આગળ રાજાએ એક કુબડાને જોયો. દરવાજે રહેલો કુબડો જુદા જુદા પ્રકારની ચેષ્ટાઓ કરતો જેમકે મથું ધુણાવવું, જાતજાતના ખેલ કરવા, વગેરેથી પ્રજાજનોને હસાવતો હતો. લોકોથી ઘેરાયેલો હતો. કુતૂહલપ્રિય રાજાએ કુબડાને જોયો. કાણો કુબડો, એવો પણ રાજાને ગમ્યો. રાજા વાજાં ને વાંદરા કહેવત અનુસાર રાજાને કુબડો ગમતાં પોતાની સાથે લઈ લીધો. પોતાની સાથે રાજમહેલે લઈ આવ્યા. પોતાના આવાસમાં પોતની પાસે જ કુબડાને રાખવા લાગ્યા. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #167 -------------------------------------------------------------------------- ________________ જુઓ તો ખરા! બેન! પુણ્યાઇની શી વાત કરવી? કયાં રાજા ને કયાં કુબડો? રાજાને હવે દિન પ્રતિદિન કુબડા સાથે પ્રીતી વધવા લાગી. રાજા કુબડાને પોતાના પાસે રાખતાં, કુબડો પણ રાજા ના દિલને આનંદ ઉત્પન્ન થાય તેવા પ્રકારની ચેષ્ટાઓ કરતો. હોંશિયાર અને ચાલાક કુબડો રાજાને અનુકૂળ થઈ ને રહ્યો. કુબડાનું રૂપ કેવું? હાથ અને પગ ટૂંકા, ખૂંધ અને ડોક એક થઈ ગયા હોય એવા લાગતા હતા. વળી આ ઠીંગુજી પણ હતા. આવા કુબડાજીને જોતા લોકો પણ આશ્ચર્ય પામી આનંદ પામતા હતા. વળી લોકોના દિલને જીતવા અને રાજાને રંજન કરવા માટે કુબડો મધુરા ગીત ગાતો,સાથે જુદા જુદા ચાળાઓ પણ એવા કરતો જે જોઇને રાજા આનદ પામતો. ને કુબડા પ્રત્યે પ્રેમ ભાવનો વધારો કરતો. હવે કુ% તો રાજાનો જમણો હાથ બની ગયો છે. રાજયમાં જયાં જાય ત્યાં આંગળિયે સાથે સાથે કુલ્ક હોય જ. રાજાની સાથે રાજયસભમાં, રાજમહેલમાં, રાણીવાસમાં પણ જાય. “અતિ સર્વત્ર વર્જયેત્ ' રાજાની સાથે અતિશય પ્રીતી કારણે કરીને કુબડાની સાથે રાજ પરિવારને ગમતું નથી. પ્રધાનો વગેરેને પણ આ ઉભયની પ્રીતી રીતભાત ગમતા નથી. પણ શું કરે? સત્તા આગળ શાણપણ નકામુ છે. રાજાને કોઈ કહી શકતું નથી કે આ કુબડાની પ્રીત શી? અંતઃ પુરમાં રહેલી રાણીઓને પણ રાજા સાથે આવતો કુબડે ગમતો નથી. કોઇની હિંમત નથી કે રાજાને આ દોરતી તોડાવી શકે. એકદા રાજ્ય કારણ કરી રાજા અને મંત્રી મંત્રણાગૃહમાં મળ્યા છે. તો સાથે આ કુબડાભાઈ પણ હતાં. માણાગૃહમાં ગુપ્ત વિચારણા કે વાટાઘાટો કરવા માટે બંને ભેગા થતા હતા. મંત્રીશ્વર કુજને સાથે આવેલા જોઇને રાજાને કહેવા લાગ્યો. હે રાજન! છ કાને થયેલી વાત વિદ્યાતને પામે છે, નાશ પામે છે. માટે જે વાત કરવી છે, તે વાત માટે આપ વિચારો. વળતે રાજા કહેવા લાગ્યો-હે મંત્રીશ્વર! તમારી વાત સાચી છે. પણ આ મારો મિત્ર વિશ્વાસુ છે. માટે એનો બીજો કોઈ જ વાંધો નથી. તે છતાં મંત્રીશ્વર કહેવા લાગ્યા :- હે મહારાજા! આ અવસરે વાત કરવી ઉચિત નથી. આટલું કહી રાજાને પ્રણામ કરીને મંત્રીશ્વર પોતાના ઘરે ચાલ્યા ગયા. આ રીતે કુલ્થ રાજાની સાથે આનંદને ભોગવતો ઇચ્છા પ્રમાણે દ્રવ્ય વાપરતો એવો આ કુન્જનો ઘણો કાળ વીતી ગયો. ધીમે ઘીમે કરતાં રાજાની કૃપાથી કુ% મહાસુખને પામતો રાજાનો પડછાયો બની રહયો છે. એક દિવસ રાજસભામાં મંત્રતંત્ર જડી બુષ્ટિ આદિ વિદ્યાનો જાણકાર કોઈ યોગી પુરુષ આવ્યો. તેને જોઇને રાજાએ તેનો ઘણો આદર સત્કાર કર્યો.તથા અનેક પ્રકારની સેવા અને ભક્તિ કરી. રાજાની વિનયયુક્ત ભકિત જોઈને યોગીરાજ ઘણા ખુશ થયા. પ્રસન્ન થયેલ યોગી રાજાને એક મંત્ર આપે છે, જે મંત્રનું નામ “પરકાયા પ્રવેશ”. યોગીરાજ રાજાને આ મંત્ર ભણાવતા હતા. કુજે પણ આ મંત્ર ભણી લીધો. યોગી તો મંત્ર આપીને અન્ય સ્થળે ચાલ્યા ગયા.રાજા આ મંત્ર હંમેશા ભણે છે. કુલ્ક પણ મંત્રને અહર્નિશ ભણે છે. કુષે એકાંતમાં આ મંત્રને કંઠસ્થ કરવા લાગ્યો. રાજાને કુન્જ ઉપર અપાર પ્રેમ છે. વળી સંપૂર્ણ વિશ્વાસ પણ છે. વળી એક વખત રાજા અને કુજ બંને ફરવા ગયા. બંને એકલા છે. સાથે રાજયપરિવાર કે અન્ય કોઈ રસાલો નથી. વનમાં આમતેમ ફરતાં બંને જાતજાત ને ભાતભાતની વાતો કરતા ફરી રહ્યાં છે. તેમાં રાજાએ અને કુન્નુએ મૃતક જોયું. આ મૃતકની કાયા બ્રાહ્મણની હોય તેમ લાગ્યું. યોગીપુરુષે આપેલો મંત્ર કંઠસ્થ થઈ ગયો હતો. તે મંત્ર યાદ આવી જતાં કુન્જને કહેવા લાગ્યો. હે મિત્ર! યોગીરાજનો આપેલો મંત્ર, તે સાચો હશે કે ખોટો એમાં રાજાને સંદેહ છે. માટે આ મંત્રનો મૃતક દેહ ઉપર પ્રયોગ કરીએ. વળી હે કુન્જ! આ મંત્રનો મહિમા કેવો છે? એ પ્રત્યક્ષ જોઇએ. કુબ્ધ કહેવા લાગ્યો. આ જગત તો આવા મંત્રોતંત્રોથી ભરમાઇ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #168 -------------------------------------------------------------------------- ________________ ગયું છે. તે કંઈ સારા હોતા નથી. યોગીરાજે ભલે આપને મંત્ર આપ્યો. બલ્ક આ બધું ખોટું જ હોય છે. રાજા કહેવા લાગ્યોઃ- હે કુન્જ! મા મારો ઘોડો તું સાચવજે. હું આ મંત્રની પરીક્ષા કરું છું. આ પ્રમાણે કહીને કુલ્થને ઘોડો આપીને મૃતક પાસે મંત્ર ભણ્યો. તરત જ રાજાનો આત્મા રાજાનું શરીર છોડીને સામે રહેલા મૃતક બ્રાહ્મણના શરીરમાં પ્રવેશ કયો. તરત જ મૃતક બ્રાહ્મણ સજીવન થઈ બેઠો થઈ ગયો. જીવ વિનાનો રાજાનો દેહ જમીન પર ઢળી પડયો. કજે પણ તરતજ ગુપ્ત પણે મત્રને ભણીને ખાલી પડેલા રાજાના દેહમાં પ્રવેશ કરી લીધો. ને કુજ ઢળી પડયો. રાજા ગરીબ બ્રાહ્મણ બની ગયો. કુન્જ રાજા બની ગયો, ને રાજાએ આપેલો ધોડો લઇ લીધો ને રાજાને કહેવા લાગ્યો. તે બ્રાહ્મણ! આજથી આ તમારું રાજય તે મારું છે. હું આ રાજયનો માલિક બની ગયો. તમારે જયાં જવું હોય ત્યાં ચાલ્યા જાવ. વેશ બદલીને ઘોડાની ઉપર છલાંગ મારી બેસી ગયો. ને ઘોડાને લીલાવતી નગર તરફ દોડાવી ગયો. અણધાર્યા રાજા થતાં અને રાજય મળતાં ખાનંદિત થયો. ત્યાંથી રાજમહેલ તરફ રવાના થઇ ગયો. ત્યારબાદ રાજદરબારે આવી રાજમહેલમાં પહોંચી ગયો. જુઓ! જીવ છે, કુન્જનો, શરીર છે રાજાનું. આ ભેદના ભ્રમને કોણ ટાળે! કે ઈ ઓળખતું નથી કે આ કુબડો છે. હવે આ કુન્જ રાજા અંતઃ ઉરમાં, રાજમહેલમાં, રાજદરબારમાં રાજઉદ્યાનમાં અને મંદિરોમાં બધે જ,જયાં મનફાવે ત્યાં પહોંચી જતો. મનસ્વીપણે સ્વૈછિક સુખોને ભોગવવા લાગ્યો. આ પ્રમાણે સુરસુંદરીના રાસની ત્રીજા ખંડને વિષે વિશાળ એવા ભેદભરમને જણાવતી રહી છે. કવિરાજ આ રાસની બીજી ઢાળ સમાપ્ત કરતા કહે છે હે ભવ્ય જીવો! જગતમાં સદાચારતાને નીતિને પામનાર સંપૂર્ણ પણે સુખની પૂર્ણતાને પામે છે. હવે પછી ચરિત્રને શું કહે છે, તે જોઈએ. તૃતીય ખંડે ઢાળ બીજી સમાપ્ત (દોહરા) વિપ્રપ રાજા ઘણું, શોચે નિજકૃત-કાજ; વયણ ન માન્યુ મંત્રિનું, તો ન રહિ મુજ લાજ. ૧ મેં મૂરખે હાથે કર્યો, તો કિંહનો નહિ દોષ; કર્મ કર્યા ફળ ભોગવો, હવે શું પૂછું જોષ. ૨ મન ચિંતે નિજ પુર જઇ, સંભાળવું સ્ત્રી મં2િ; તે માને નહિ જો કદા, તો મારે એ કાંત. ૩ કહિંસે કાયા કુણ તણી, એ ભિક્ષાચાર કોય; તો તિહાંથી વલી નાસતાં, મુ ઝને દોહિલિ હોય. ૪ જિમ સરજીયો તિમ અનુભવો, જીવ મ કર તું કલેશ; સંપદ હોઈ તો દાર ભલાં, નહિતર વર પરદેશ. ૫ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૩૫) ૧૩૫ Page #169 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : લીલાપુર નગરીની ઉપર કુબ્જ રાજાએ આધિપત્ય બરાબર જમાવી દીધુ છે. કોઇનેય આ વાતની ખબર ન પડી. હવે આ બાજુ વનમાં બ્રાહ્મણના રુપમાં રાજા ઘણો જ પસ્તાય છે. પણ શું કરે? સાચી વાતને માનવાકોઇ તૈયાર થાય તેમ હતું નહિ. પોતાના કરેલા અકાર્ય ઉપર ઘણો જ શોક કરી રહયો છે. ખરેખર મેં મારા મંત્રીની વાત ન માની. આખરે મારી લાજ પણ ન રહી. મેં મુરખ બનીને મારા હાથે મારું કામ વિણસાડયું.મારી વાત હવે કોણ સાંભળે? મેં મોટી મુર્ખાઇ કરી. મારા હાથના કર્યા મારા હૈયે જ વાગ્યા. અહિંયા કોનો દોષ કાઢવો? કોઇને ય દોષ દેખાય ન.િ. મારા પૂર્વ સંચિત પાપના ઉદયે આવેલી પરિસ્થિતિને વધાવી લેવી પડશે. હવે પૂછવા પણ કોને જવું? જયોતિષીને પણ પૂછીને કરવું શુ? વળી રાજા વિચારે છે કે નગરમાં જઇને મારી રાણીઓને આ સાચી વાત કહું, મંત્રીશ્વરને પણ એકાન્તમાં આ વાત કરું. રખેને આ વાત ન માને તો? બની છે એવી ઘટના કે કોઇ માને નહિ. અને તેમાં દરિદ્રી બ્રહ્મણના રુપમાં મને ભિખારી ને ગાંડો સમજી રાજયના માણસો પાસે મરાવે તો, હવે મારે શું કરવું? વનમાં વૃક્ષ નીચે બેસી ગયો લમણે હાથ દઇને? અહિંયા તેનું કોણ સાંભળનાર? રાજદરબારે જઇને પરકાયા પ્રવેશ વિદ્યાની વાત વડે રાજપરિવાર કંઇપણ ન સાંભળે. નકલી બનેલો રાજા જો તેને ખબર પડી જાય તો મને જ મારી જ નંખાવે. તો મારે ત્યાંથી નાસી છૂટવાનું ઘણું જ અઘરું થઇ પડે. તો શું કરું? અનેક વિચારો રાજાને સતાવી રહયા છે. રાજાએ પોતાના મનને મનાવી લીધું. હું માનવ! આ કર્મનું સર્જન તેં કર્યું છે. તે તેના ફળને ચાખ. હવે કલેશ કે ખેદ કર્યો શુ થાય! આવી અવસ્થાએ ઘરે જવું તે મારે માટે શ્રેય નથી. સંપત્તિ હોય ત્યારે ઘરે ભલા, અન્યથા ગરીબીમાં પરદેશ જ સારો. પરદેશ માં રખડીને દહાડાં પૂરા કરતાં કર્મના વિપાક, ભોગવી લેવા એ જ શ્રેષ્ઠ છે. એમ વિચારીન વૃક્ષ નીચેથી રાજા ઉઠયો. નગરી તરફ જતાં માર્ગને છોડી દીધો. બીજી દિશા તરફ ચાલ્યો. (૧૩૬) ઢાળ-ત્રીજી (પાપ સ્થાનક હો કે ચઉદયું આકરું, -એ દેશી. ) ઇણિપરે ચિંતી હો કે,દેશાઉર ભણી, લડી ગતિ કર્મ તણી; કુબ્જક રાય થયો, અંતે ઉર ગયો. દ્વિજ રુપ ચાલ્યો હો કે, હવે તે સુણજો હો કે, વિષયાસકતે હો કે, રાણી પૂછે હો કે, કુબ્જક કિહાં ગયો, નૃપ કહે વનચરે હો કે, માર્યો નિધન થયો; સવિ મન ચિંતે હો કે, એ રુડું થયું, જે કુબ્જકનું હો નિત અંતે ઉર હો પટરાણી મન હો કે, કે આજ કે, કે, કુબ્જેક કપટી હો પણ નવિ આવે હો કે, મરણ ભયું સુખમાં જાવતો, પ્રેમ ઉપાવતો; ૧ નૃપ કાયા વરી, વાચા પાધરી. ૩ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #170 -------------------------------------------------------------------------- ________________ એક દિન રાણી હો કે, મન ચિંતા ધરે, મંત્રી તેડી હો કે, ઇણિપરે ઉચ્ચરે; સુણજો મંત્રી હેા કે, રાયની વાત અસી, નહિ એ ભૂપતિ હેા કે, કોઈ કાયા વસી. ૪ વયણ ન જાણે હો કે, હાવ ભાવ કહી, કોક કથાના હો કે, આસન જાણે નહિ; નાણ વિનાણનહો કે, શાસ્ત્ર -તણી કલા, દુહા હરિયાલી હો કે, ન લહે આમલા. શકિત ગતિ મતિ હો કે, નહિ ચતુરાઇ કસી, મન નવિ માને હો કે, એહ શું નિત્યવશી, મત્રીશ્વરજી હો હો કે, એ મુઝ કામ કરો, કહે મતિ મહેર હો કે, માત ન ચિંતન ધરો ૬ અહર્નિશ મુઝને હો કે, એ ચિંતા સહી, દિન થોડામાં હો કે, પ્રગટ કરું અહી; ઇમ કહી મંત્રી હો કે, નિજ મંદિર લહ્યો, બુદ્ધિ વિમાસી હો કે, જઇ .નૃપને કહ્યો. સ્વામી છે તુમ હો ગ્રહ પીડા સહી, પીડે નહી; ૫ કે, પૂણ્ય મંડે જીમ કરી જે હો કે, દાનશાળા હો કે, નૃપ આદેશ લહી, તપી તપોધન હો કે, ભિક્ષુક ગુરુ ગહી. ૮ આવે વિદેશી હો કે, વિપ્રાદિક ઘણા, તણાં; પાય ખટ્ટરસ કો નવિ કહે, પાય પખાલે હો કે, મંત્રી તેહ પખાલી હો કે, બે ભોજન હો કે પછે બે પદ ઉત્તર હો કે, જે પણ તે ભોજન હો કે, મનગમતું લહે; વિદેશે હો કે, બહુલી ખ્યાત ચલી; વિપ્રાકૃતિ નૃપ હો કે, શ્રવણે સાંભલી. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ દેશ ૫૬ ઉચ્ચરે, આદર કરે. ૯ ૧૦ (૧૩૭ Page #171 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યો પંથે હો કે, મન ઉલટ ધરે, આવ્યો અસુરો હો કે, તેહિજ, મંત્રી ધરે; પાય પખાલી હો કે, બે પદ ઉચ્ચરે, તાસ પડુત્તર હો કે, પૂરણ દ્વિજ કરે. ૧ ૧ તે નિસુણી હો કે મંત્રી મોદ લહે, તેડયો મંદિર હો કે, ગુપ્ત પણે રહે; સ્નાન સુંગધી હો કે, મર્દન તેલ કરે, ખટરસ ભોજન હો કે, મુખ તંબો લ ધરે. ૧ ૨ ઈણિપરે રહેતા હો કે, એક દિન મંત્રી સરે, બુદ્ધિ ઉપાવી હો કે, પુહતો રાણી ઘરે; તવ રાણી મૃત હો કે શુક ઉત્સગ ધરી, બેઠી દીઠી હો કે, શું ક શો કે કરી. ૧૩ કહે મંત્રીસર હતો કે, માતા સાંભળો, રાયને તેડી હો કે, એણી પરે ઉચ્ચરો; એ શુક વલ્લભ હો કે, મુઝને ગુણ પ્રિયો, માર્ગારી દુષ્ટ હો કે, તાસ વિઘાત કીઓ. ૧૪ કોઈ સંન્યાસી હો કે, મંત્રી મંત્રી કરે, તેહને તેડો હો કે, જીમ શુક સજજ કરે; તેહની વાચા હો કે, હું મસ્તક ધરું, આણ ન લીધું હતું કે, તે કહે તિમ કરું. ૧૫ શીખ દેઈ ઇમ હો કે, મંત્રી સર વલે, તવ પટરાણી હો કે, નૃપ તેડું કરે; કુન્જક- રાજા હો કે, આવ્યો સંચરી, મન ચિંતી થઇ હો કે, રાણી પાધરી. ૧૬ રાયને રાણી હો કે, બહુ આદર કરે, મૃતને ત્રાંસુ હો કે, ઇમ સા ઉચ્ચરે; દેવ અછે કોઈ હો કે, શુકને સજજ કરે, તે નિસુણીને હો કે, કુક મન ધરે. ૧૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #172 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાબલથી હો કે, બહુ ઉચ્છાહ ધરે, રાણી રીઝવવા હો કે, શુકમાં સંચરે; દ્વિજ-રુપ-નૃપને હો કે, મંત્રી, સંચ કર્યો, તવ નિજ કાયા હો કે, પ્રેમે રાય વર્યો. ૧૮ શુકને મારી હો કે, નરપતિ રાજ્ય ગ્રહો; જુઓ ષક હો કે, દુઃખ વૈદેશ લહયો, ખે ચરપતિ એ હો કે, એ વાર્તા કહી; સુરસુંદરી હો કે, તે ચિત્તમાં ગ્રહી. ૧૯ દૃષ્ટ જોતાં હો કે, બિહુ કેતુક ઘણાં; પ્રેમે પામ્યો હો કે, નિજ પૂર બિહું જણાં, ઘર ઘર તોરણ હો કે, બાંધ્યા મોદ ભરે, સુરસુંદરીજી હો કે, પુરમાં સંચરે. ૨૦ નિજ ઘર લાવ્યા હો કે, તસ બહુમાન કરી, દેખે ભોજાઇ હો કે, નણંદ આણંદ ભરી; અંગો અંગે હો કે, ભેટે . તે ઘણું, દરિસણ પામ્યો હો કે, પુણ્ય તુમ તણુ. ૨૧ સુરસુંદરીનો હો કે, ઉત્તમ રાસ ભણ્યો, પુણ્ય અખંડે હો કે, ત્રીજો ખંડ સુયો; ઢાલ એ ત્રીજી હો કે, શ્રોતા ચિત્ત ધરો, શુભ ચિને કરી હો કે, તસ બહુમાન કરો. ૨૨ ભાવાર્થ રાજા પ્રત્યક્ષ પાપના ઉદયનો અનુભવતો, જંગલની વાટે ચાલી નીકળ્યો. બ્રાહ્મણ રુપે રાજા કર્મની ગતિને વિચારતો માર્ગને કાપી રહ્યો છે. કોઈ નગરમાં જઈ ભિક્ષા માટે રખડીને આજીવિકા ચલાવીશ. કાં તો કોઈ મજુરી મળી જાય તેવું પણ કોઈ કામ કરવાની વિચારણાએ, ભગવાનને યાદ કરતો, આજે એકલો અટૂલો જઈ રહ્યો છે. કર્મની ગતિ ન્યારી છે. તેને કોઈ પણ પીછાણી શકતું નથી. હવે આ બાજુ લીલાવતી નગરમાં રાજમહેલમાં નકલી રાજા મનમાની મિજબાની ઉડાવી રહ્યો છે. વિષયાસકતા બનેલો રાજા અંતેપુરમાં જાય છે. ત્યાં પટ્ટરાણીએ રાજાનું બહુમાન-સ્વાગત કર્યું. ત્યારબાદ રાણી પૂછવા લાગી, હે ” મહારાજ! તમારો મિત્ર કુન્જ કયાં ગયો?રાજા બોલ્યો - હે પ્રિયે! અમે બંને જંગલમાં સાથે ફરવા ગયા હતા.વનવગડાનું મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૧૩૯ Page #173 -------------------------------------------------------------------------- ________________ જંગલી પ્રાણી આવતાં હું ઝાડ ઉપર ચડી ગયો. બિચારો મારો મિત્ર ચડી ન શકયો. હિંસક પ્રાણીએ મારી નાંખ્યો. આ સમાચાર સાંભળીને રાણી મનમાં રાજી થઈ. હાશ! એક બલા ગઈ. હવે રાજા નિરાંતે એકાન્ત મળશે. આ વાતની જાણ રાજ્ય પરિવારમાં થઇ ગઈ. રાજાની સાથે કુન્જ ફરતો ને મિત્ર બની ગયો. તે કોઈનેય ગમતું નહોતું. આવા પ્રકારના મૃત્યુ પામેલા કુન્જના સમાચાર જાણીને રાજપરિવાર - મંત્રીશ્વર વગેરે સૌ રાજી થયાં. કુન્ધરાજાને હવે ઘણી શાંતિ થઇ. જાણ્યું કે હવે મને કોઈ ઓળખી શકવાનું નથી. નિર્ભય પણે રાજમહેલમાં અંતેપુરમાંને વળી રાજદરબારે રાજાવત્ જતો આવતો થઇ ગયો. સભામાં પણ સમયસર જતો હતો. રાજાના ભોજનને પણ મન માન્યા આરોગતો હતો. અંતેપુરમાં રાણીઓ સાથે મનગમતા ભોગવિલાસને ભોગવતો હતો. પટરાણી પાસે પણ આવતો હતો. પ્રેમની વાતો કરતો હતો. કપટી કુજને ખબર નથી કે મારી આ સાચી વાત પ્રગટ થશે ત્યારે મારા શા હાલ થશે? પટ્ટરાણીને રાજા પ્રત્યે મનથી જે સદભાવ થવો જોઇએ તે થતો નથી. ઊંડે ઊંડેથી અવાજ આવે છે કે આ રાજા સાચો નથી. નહિ તો મારા સ્વામીને જોતાં મને કેટલો આનંદ થાય? આ રાજાને જોતાં મારા દિલમાં જરાયે આનંદ થતો નથી. વળી આ રાજાની વાણી અને વ્યવહાર પણ જુદાં પડતાં હતાં. રાજારાણીના આટલા વર્ષોના સહવાસમાં ગયા તો તેની અપેક્ષા એ રાજાનું બોલવું, ચાલવું, ખાવું, પીવું, વગેરે પ્રવૃતિમાં આ રાજાના લક્ષણો જુદા પડવા લાગ્યા. ચતુરને હોંશિયાર પટ્ટરાણી સમજી ગઈ કે માનો કે ન માનો પણ આ મારો સ્વામી નથી. મારા સ્વામીને નખશિખ ઓળખું છું. હાવભાવ ને સારી રીતે જાણું છું. આ રાજાની વાણી મારા સ્વામી જેવી નથી. મનમાં નિશ્ચય કરી લીધો. જરુર દાળમાં કાળું છે. આ રીતે વિચારતી રાણીએ નવા રાજાનું પારખું કર્યું. શ્રદ્ધા થઈ સાચો રાજા નથી. ત્યારબાદ પોતાના મહેલે મંત્રીશ્વરને બોલાવ્યા. પટ્ટરાણી કહેવા લાગી, હે મંત્રીશ્વર! આ રાજા તે મારા સ્વામી નથી. આ સાચા રાજા નથી. કોઈ વિદ્યાબળે રાજાના દેહને ધારણ કરીને રહેલો છે. મારી સાથેના સંબંધમાં સાચા રાજાનું એક પણ વચન તે જાણતો નથી. હાવભાવ પણ તેના જુદા પડે છે. માટે હે મંત્રીશ્વર, માનો કે ન માનો, પણ આ સાચો રાજા નથી એમ મારું અંતર કહે છે. કોઇપણ કારણે કાયાનું પરિવર્તન કરીને રાજા બન્યો છે. વળી પણ કથાની અનુસાર આસનને જાણતો નથી.શાસ્ત્ર વિશેનું જ્ઞાન પણ નથી. જ્ઞાન વિજ્ઞાન ની કળાને જાણતો નથી. દુહા વગેરે ના લાલિત્યપણાને જાણતો નથી. સમજી પણ શકયો નથી. વળી તેની શકિત-ગતિ-બુદ્ધિ વગેરે અસલી રાજાને મળતું કંઈ પણ આવતું નથી. ચતુરાઈ પણ દેખાતી નથી. મારું મન માનતું નથી. મને આ મોટી ચિંતા દરરોજ થાય છે. મંત્રીશ્વર શાંતિથી રાણીની વાત સાંભળીને કહેવા લાગ્યો. હે માત! આપ ચિંતા ન કરો. મને પણ આજ ચિંતા સતાવી રહી છે. રાજદરબારમાં રાજયને લગતાં કાર્યોમાં આ રાજાના વિચારો વાણી વર્તન વ્યવહાર બધાં જ જુદાં પડ્યા છે. તેથી મને પણ શંકા છે કે આ નકલી રાજા છે. પણ તે માત! તમે ધર્ય” ધારણ કરો. થોડા દિવસમાં જ સાચીવાતને પ્રગટ કરીશ. આ રીતે રાણી સાથે વાતો કરી મંત્રીશ્વર પોતાના આવાસે પાછો આવ્યો. પોતાને જે વાતની શંકા હતી તેમાં વળી રાણીની પણ શંકા ભળી. હવે મતિમહેર મંત્રીશ્વરને ચિંતા થઈ. સાચો રાજા શોધવો પડશે. આ રાજાએ આ રાજતંત્ર ચાલશે નહિ. વિચારોમાં ચડી ગયો. શું કરવું? ઉપાય મળતો નથી. બુદ્ધિશાળી પ્રધાન પણ ઘડીક વિચારોના વમળોમાં અટવાઈ ગયો. કંઈક રસ્તો શોધવો જ પડશે. વળી ઉપરની વાત વિચારતાં જ સવારે રાજદરબારે પહોંચી ગયો. રાજસભામાં રાજા પણ આવ્યા. યથાવત્ રાજનું કામ ચાલુ થયું. મંત્રીશ્વર રાજાની સાથે બેઠા છે. વાતનો દોર (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #174 -------------------------------------------------------------------------- ________________ પડતાં રાજાને કહેવા લાગ્યો. હે રાજન! હમણાં આપને ગ્રહ પીડા ઘણી છે. પાનીયે શનીને રાહુ બેઠા છે. તો આ પીડાને દૂર કરવાને, ગ્રહોના બળને શાંત કરવા આપને પુણ્યની ઘણી જરૂ૨ છે. જે પુણ્ય વડે કરીને ગ્રહની પીડા તમને ન થાય. રાજા કહે - હે મંત્રીશ્ર૨! મને સમજ પડે નહિં. તમે જે પ્રમાણે મારું પુણ્ય વધે ને ગ્રહપીડા શાંત થાય તે પ્રમાણેનો ઉપાય કરો. મંત્રીશ્વર કહે - હે રાજન! તે માટે દાન પુણ્ય કરો. આપણા નગરમાં મોટી દાનશાળા ખોલીએ. નગરના કે નગર બહારના કોઇપણ માણસને આ દાન લઇ જવાનું છે. રાજાએ આદેશ આપી દીધો. ને તરત મંત્રીશ્વરે નગરના મધ્યમાં મોટી દાનશાળા ખોલી નાંખી.દાનશાળામાં બ્રાહ્મણો તપસ્વી -ભિક્ષુકો-વટેમાર્ગુ-પરદેશી સૈા કોઇને આવવાની ૨જા હતી. દિન પ્રતિદિન દાનશાળા યાચકોથી ઉભરાવવા લાગી. દાનશાળાની વાત ચોતરફ પ્રસરી ગઇ. મંત્રીશ્વર પોતેજ દાનશાળામાં હાજર રહેતા. દાન લેવા આવનાર દરેકના ચરણનું પ્રક્ષાલન મંત્રીશ્વર પોતે કરતાં હતા.પદ-પ્રક્ષાલન સમયે મંત્રીશ્વર બે પદનું ઉચ્ચારણ કરતા. એક શ્લોકના બે ચરણ બોલીને પછી આગંતુકના ચરણ કમલને ધોતા હતા. ત્યારબાદ આદર સત્કાર અને ષટ્સ ભોજન કરાવતા.નેપછી હાથમાં દક્ષિણા પણ દેતા હતા. બે પદ – અડધો શ્લોક :- “ષટ્કર્મો મિઘતે મંત્રઃ જ્ઞાનૈવ મિદ્યતે'' - સાચા રાજાની શોધ માટે મંત્રીએ દાનશાળા ખોલી છે. તે માટે મંત્રીશ્વર એક વાત એવી ઉચ્ચારે છે, ‘‘ છ કાને ગયેલી વાત ભેદાય છે, પણ તે વાત કુબડાથી ભેદાતી નથી.’’ જે વાત કહી તે રાજા અને મંત્રી જાણે છે. એકવાર ખાનગી વાત કરવાની હોય મંત્રીએ રાજાને કહ્યું કે – કોઇપણ વાત છ કાને જતાં છૂપી રહી શકતી નથી, માટે આ કુબ્સને કાઢો.’' ત્યારે રાજા એ કહેલું કે -એ વાત સાચી છે કે -છ કાને ગયેલી વાત ગુપ્ત રહેતી નથી, પણ આ કુબડો તેવો નથી. પરંતુ સમય એવો મળતાં કુબડાએ જ રાજાને દગો દીધો.મંત્રીને આ કલ્પના હોવાથી સાચા રાજાને શોધવાના ભાવમાં આ બે પદ બોલે છે. આ પ્રમાણે મંત્રીના ઉપાય વડે સાચા રાજાની શોધ ચાલુ થઇ. નવા રાજાને ગ્રહપીડાની શાંતિ માટે રાજમહેલમાં મૂકી દીધો. સાચો રાજા આવી જશે, એ શ્રદ્ધા વડે મંત્રી જાતે જ બે પદ ઉચ્ચારે છે. દાનશાળામાં આવના૨ પથિકો ભિક્ષુક કે બ્રાહ્મણો આ પદ સાંભળે છે. પણ કોઇ તેના ભેદને ન જાણતાં જવાબ આપતાં નથી. સહુ ભોજન કરીને દક્ષિણા લઇને ચાલ્યા જાય છે. આ વાતની ખબર ગરીબ બ્રાહ્મણ સાચા રાજાને બીજા કોઇ ભિક્ષુક થકી મળી. આ સમાચાર સાંભળતાં (મુકુન્દ રાજા) બ્રાહ્મણ ભિક્ષુકને આનંદ થયો. તરત ત્યાંથી તે બ્રહ્મણ લીલાવતીપુરે આવ્યો. ગરીબ બ્રાહ્મણના વેષમાં રહેલો રાજા પોતાનૢ નગરીમાં આવતાં હર્ષ સમાતો નથી. આ આનંદમા પોતાની દીનતા પણ ભૂલી ગયો. પોતાની નગરીના દર્શન, તેમજ આટલા બધા દિવસે પકવાન મળશે ને દક્ષિણા મળશે. તે આશાએ દોડી આવ્યો છે. નગરમાં પ્રવેશ કયાંથી કરવો ખબર હતી .તેથી સડસડાટ શેરીઓ વટાવતો,બજારોને ઉલ્લંઘતો નગરના મધ્ય ભાગે આવી પહોંચ્યો. દાનશાળા જોતાં રાજાનું હૃદય પુલકિત બની ગયું. દાનશાળામાં સવારે સૂર્યોદય પછી બે ઘડી પછી દાન આપતા હતા. સાંજે સૂર્યાસ્ત વેળાએ બે ઘડી પહેલા દાનશાળા બંધ થતી હતી. બ્રાહ્મણ પણ મંત્રીશ્વરની દાનશાળા એ દાન લેવાને માટે આવ્યો. મંત્રીશ્વરને પોતાની ટેક હતી કે આવનારના ચરણકમળ મારે જ ધોવા. પછી જમવા માટે આમંત્રણ કરતો. પછી દક્ષિણા આપતો. ચરણકમળના પક્ષાલ કરતી વેળાએ મંત્રી પોતે બે પદ બોલતો હતો. બ્રાહ્મણના વેષમાં રાજાના ચરણકમળને મંત્રીશ્વરે ધોયા. ને બે પદ બોલ્યો. તે બે પદ સાંભળીને બાકીના બે પદની પૂર્તિ દ્વિજ (બ્રાહ્મણ) કરે છે. બ્રાહ્મણની પાદ પૂર્તિ : ‘“લ્મોડાં નાયને રાના, રાના મવતિ 'મિક્ષુઃ'' (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૧૪૧ Page #175 -------------------------------------------------------------------------- ________________ આ શ્લોકની પૂર્તિ બ્રાહ્મણે કરી. બીજાઓ તો આ વાતના રહસ્યને જાણતા નથી. એટલે આવનારા કોઈપણ યાચક મંત્રીના પદનો જવાબ આપતા નથી. પણ જયારે વિપ્ર રુપને પામેલો સાચો રાજા આવે છે, ત્યારે તો તે સમજી જાય છે. અને એથી પ્રત્યુત્તર આપે છે કે - અડધા શ્લોકનો અર્થ - “આ કુબડો રાજા બને છે. અને રાજા ભિખારી બને છે.” બ્રાહ્મણનો જવાબ સાંભળીને સાચો રાજા પોતાને હાથ લાગવાથી મંત્રીને ઘણોજ આનંદ થયો. ત્યારબાદ દાનશાળાએ ભોજન કરાવીને દક્ષિણા આપી. આનંદ પામતો મંત્રીશ્વર આ બ્રાહ્મણને પોતાને આવાસે લઈ આવ્યો. પોતાનો માલિક મળ્યાનો આનંદ થયો. પણ આવી દુર્દશા જોઇને ઘણો દુઃખી થયો. પોતાના મંદિરે જઈને, પાતોના નોકરો થકી રાજાના શરીરે તેલનું મર્દન કરાવ્યું. પછી સુંગધી દ્રવ્યો નાંખેલા પાણીથી સ્નાન કરાવ્યું. વળી ભોજન કરાવી તંબોલને આપતો મંત્રીશ્વર કહે છે, કે હે રાજન! અમારું પૂરણ કે આપ મળી ગયા. બંને જણા ઘણા દિવસે ભેગા થયા. એકાન્તમાં બેસીને મંત્રણા કરી લીધી. રાજાએ બનેલી બધી જ હકાકત મંત્રીશ્વરને કહી સંભળાવી. આ સાંભળીને મંત્રીશ્વર પણ દુઃખી થયા. ત્યારબાદ રાજાને ગુપ્ત પણે પોતાના મંદિર માં રાખે છે. મંત્રીશ્વરના મહેલે રહેતા કેટલાક દિવસો વીતી ગયા. હવે એક વખત યુકિત પૂર્વક વાત વિચારી. રાજાની સાથે વાટાઘાટો કરીને મંત્રી રાણીના આવાસે પહોંચ્યા. પટ્ટરાણીને દાસી એ સમાચાર આપ્યા. મંત્રીશ્વર પધારે છે. તરત રાણી એ આવવા માટે અનુમતિ આપી. તે વેળાએ પટરાણી પોતાનો વહાલો પોપટ થોડીવાર પહેલા મરી ગયો હતો. રાણી તે મૃત પોપટને ખોળામાં લઈને બેઠી હતી. એ જ સમયે મંત્રીશ્વરને આવવાનું થયું. વહાલા પોપટના મરણથી રાણી શોકને ધરતી બેઠી હતી. પોપટના શોકમાં ડૂબેલી રાણી આવતા મંત્રીશ્વરનું સ્વાગત કરવાનું પણ ચૂકી ગઈ. મંત્રીશ્વરતો દાસી સાથે પટ્ટરાણી પાસે આવી ઉભા રહયા. પટ્ટરાણીને કહેવા લાગ્યા. તે રાજમાતા! આ શું કરો છો? રાણી કહે –હે મંત્રીશ્વર! આ મારા વહાલા પોપટ પાછળ મારો સમય કયાં ચાલ્યો જતો હતો તેની ખબર પડતી નહોતી. તમે પણ અમારી ખબર લેવા આવતા નથી.આ પોપટ ચાલ્યો ગયો. હું એના વિના કેમ જીવીશ? શું કરું?! મંત્રીશ્વર ન રડું તો! મંત્રીશ્વર કહે - માતા! સાંભળો. શોક કરવો છોડી દો. ને હું કહુ તે તમે સાંભળો. અત્યારે તમે રાજાને બોલાવો. આવેએટલે કહો કે આ પોપટ મારા વહાલામાં વહાલો છે. તે અત્યારે મરી ગયો છે. હું એના વિના રહી નહિ શકું. બિલાડાએ મારી નાંખ્યો છે. આ મારા પ્રાણ પ્રિય પોપટને સજીવન કરો. તો જ મારા જીવીતને જોશો. માટે હે રાજન! તમે કોઈ સંન્યાસીને બોલાવો. મંત્ર-તંત્ર જાણનાર હોય,વળી જોષને જોનાર હોય તેને બોલાવો. મારા પોપટને સજીવન કરો. તે કહેશે તે બધું જ હું માથે ધરીશ. માંગે તેટલા દામ આપીને પણ સજીવન કરો,તેની આજ્ઞાને હું નહિ તોડું. તે જે કહે તે કરવા હું તૈયાર છું. આ પ્રમાણે રાજમાતાને શીખવીને મંત્રીશ્વર પાછા વળ્યા. મંત્રીશ્વર જલ્દી પોતાને આવાસે આવી, રાજા અને મંત્રીશ્વર ગુપ્ત રીતે રાણીના મહેલે પહોંચીને રાણીના આવાસમાં સંતાઈ ગયા. મંત્રીશ્વર ગયા બાદ પટ્ટરાણી સુશીલાએ દાસીને તરત રાજા પાસે મોકલીને કહેવરાવ્યું કે, હે રાજા! મહારાજા! આપને હમણાં હમણાં રાજરાણી બોલાવે છે. રાજા પણ દાસીની વાત સાંભળી રાણીના મહેલે પહોંચી ગયા. મંત્રીશ્વરની વાત ને અનુસાર મનમાં વિચારીને રાણી રાજાને કહેવા લાગી. હે રાજન! આવો પધારો! આસન બેસવા આપ્યું. ત્યારબાદ રાણી રડવા લાગી. રડતાં રડતાં કહેવા લાગી,હે રાજન! આ મારો પોપટ વહાલામાં વહાલો છે. તેને સજીવન કરો, હું એના વિના મહાસતી શ્રી સુરસુંદરીનો સસ) Page #176 -------------------------------------------------------------------------- ________________ જીવી નહિ શકું રાણીની વાત સાંભળી રાજા કહેવા લાગ્યો, હે પ્રિયે! રડીશ નહિ, હું તારા શુકને સજીવન કરું છું. દેહધારી રાજામાં જીવ તો કુબડાનો હતો, બુદ્ધિનો રાજાની નહોતી. ચતુરાઈ પણ રાજાની નહોતી. હલકી જાતનો. આગળ પાછળ વિચારવાની શકિત હોય નહિ. રાણીને શાંત કરવા પોતાને આવડતી પરકાયા પ્રવેશ વિદ્યા મંત્રને ભણીને, રાજાના દેહમાંથી નીકળી પોપટના શરીરમાં પ્રવેસી ગયો. રાજાનો દેહ ખાલી પડયો. બુદ્ધિશાળી પ્રધાને તરત જ રાજાને મંત્ર ભણવા કહ્યું. આ તકની રાહ જોતા હતા. રાજા એ પણ તે મંત્ર બળ વડે કરીને રાજાના ખાલી પડેલા શરીરમાં પ્રવેશ કરી દીધો. અને રાજા આનંદિત થયો. રાણીના ખોળામાં રહેલો પોપટ જેમાં કુજનો જીવ હતો તે પોપટને પકડી રાજાએ મારી નાંખ્યો. અને મુકુન્દ રાજાએ પોતાનું રાજય સંભાળી લીધું. આ પ્રમાણે કુજની કથા ખેચરરાય રતનટી સુરસુંદરીને કહી રહયો છે, હે બેન! છ કાને ગયેલી વાતથી કુલ્થ પ્રાણ ખોયા. રાજાને રાજય છોડી ઘરઘર ભટકવું પડયું. ભિખારીપણામાં રાજાએ કેટલું દુઃખ સહન કર્યુ? ભાઇની વાતને સુરસુંદરી એ ચિત્તમાં ગ્રહણ કરી. શિખામણને માથે ધરી. ભાઇએ કહ્યું કે ભૂતકાળમાં બનેલી બીનાને કયારેય તારી S S 1 / વિદ્યાધરના મહેલમાં, પાપોદય ભાગ્યો, પુણ્યોદય જાગ્યો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #177 -------------------------------------------------------------------------- ________________ ભાભીઓ આગળ કહેવી નહિ. બસ એ જ મારી વાત ખાસ ધ્યાનમાં રાખજે. વાત પૂરી થઈ, ભાઇ અને બહેન કુદરતની લીલાને નિહાળતાં, રસ્તામાં આવતા પહાડો-દ્વિપને જોતાં પોતાની ઉત્તર શ્રેણી એ વિમાન પહોંચી ગયું. ઉતર શ્રેણીમાં રહેલા પોતાના નગરમાં પ્રવેશ કરતાં ત્યાં રહેલા કેતુકને બતાવતા રમજટીએ વિમાનને પોતાના નગરે ઉતારી દીધું. વિદ્યાબળે કરીને રાજટીએ નગરને શણગાર્યુ. રાજમહેલે પણ સમાચાર મળી ગયા કે રાજા પોતાની બહેનને લઈને આવી રહ્યા છે. ચારે સ્ત્રીઓ પોતાના સ્વામી અને નણંદનું સ્વાગત કરવા ગઈ. રાજાએ બેન આવ્યાની ખુશાલીમાં તોરણો બંધાવ્યા છે. સૌની આનંદની અવધિ રહી નથી. બહુમાન કરીને પોતાના મહેલે બેનને લઇ આવ્યો. આનંદ વિભોર બનેલી સુંદરી પણ ભાભીઓને જોઇ ઘણી ખુશી થઈ. ભાભીઓના સ્વાગતને ઝીલતી રાજમહેલમાં પ્રવેશ કરે છે. એકબીજાને ભેટે છે. ભામણાં પણ નણંદીના ઐ લે છે. ભાભીઓ કહેવા લાગી હે મોંઘી નણંદબા! તમારા ભાઈને કેટલાયે દિવસથી કહેલું કે નણંદીને તેડી લાવો. આજ અમારી હોંશ પૂરી કરી. અમને તમારા દર્શન થયા આજે અમારે સોનાનો સૂરજ ઊગી ગયો છે. તમારી વાટ જોઇ જોઇને અમારી આંખો પણ થાકી ગઇ. આ પ્રમાણે વિદ્યાધરના ઘરે સતીના પૂર્વના પુણ્યપ્રગટ થયાં. ત્રીજા ખંડને વિષે સતીના ઉતમ રાસની ત્રીજી ઢાળ અખંડ પુણ્ય પણ પ્રગટ થશે. હે શ્રોતાજનો ચિત્ત ધરીને સતીનુ બહુમાન કરો. તૃતીય ખંડે ત્રીજી ઢાળ સમાપ્ત (દોહરા) ચાર વહુ બહુમાન કરી, કરે પ્રતિપતિ તાસ; કુણ ગુણવંતને નવિ ભજે, જિમ કસ્તુરી વાસ. ૧ ઇષ્ટ પરમ-પરમેષ્ઠી જે, દુરિત વિનાશી જે હ; તેહ તણા સુપસાયથી, પામી સૈન્ય અછે હ ૨ ૨શીલ- તનુત્રા- ધૃતાંગ જસ,મોટો પુણ્ય પસાય સાધ્વસ અલીક વિઘન ટળે, ઇષ્ટ મળે સુખદાય. ૩ ૧-ભક્તિ, ૨-જેણે શીયલ રૂપી બખ્તર શરીર ઉપર ધારણ કર્યું છે તે. ૩-ભય. સમર્પણના ઓજસ ભાવાર્થ - | ઉત્તર શ્રેણીના અધિપતિ વિદ્યાધર રતજીના મહેલમાં સતી સુંદરી હવે વિદ્યાધરની ચાર સ્ત્રીઓની વચ્ચે રહેલી છે. સતીના પાપો ક્ષય પામ્યા છે. પ્રબળ પુણ્યનો ઉદય થયો છે. વિદ્યાધર પત્નીઓ સતીનું બહુમાન પુર્વક અપૂવ ભકિત કરી રહી છે. કહેવાય છે કે જગતમાં ગુણવંતને કોણ ન ભજે. સો ગુણવંતની ભકિત કરે જ. કસ્તુરી સરખી ગુણવંતોની ભકિત રહેલી છે. ઘણાં વર્ષથી નણંદીની હોંશ હતી બોલાવવાની. તે હોંશ આજ રજટીએ પૂરી કરી દીધી. સંસારના જીવો સારાને ઝંખે ખરાબ એવી લસણની વાસને પસંદ નહિ કરે, સૌ કોઇ કસ્તુરીની સુંગધની ઝંખના કરે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #178 -------------------------------------------------------------------------- ________________ સતી સુરસુંદરીના જીવનમાં સુખ પછી દુઃખ અને તે પછી હાલતો પતિ સિવાયના બધાં જ સંયોગો સુખના દેખાય છે. સતીએ કયારેય સુખમાં મર્યાદા મૂકી નથી, દુઃખમાં અકળાઇ ગઇ નથી. પરમસુખને આપનાર પંચ પરમેષ્ઠી ના ધ્યાનને કયારેય ભૂલો નથી. કસોટીઓ ઘણી જ આવી છતાં સુવિશુદ્ધ ખંડ શીલના પ્રભાવે દુઃખ અને દૌર્ભાગ્ય વિનાશ પામ્યા. અને નવપદરુપ નમસ્કાર મહામંત્રના પ્રભાવે સુખ સૌભાગ્યને પામી. કવિરાજ કહે છે કે જે આત્મા શીલ રુપી બખ્તરને ધારણ કરે છે. તે માણસો શીલના પ્રભાવ થકી મોટી પુણ્યાઇ અને યશ કીર્તિ મેળવે છે. વળી સાતેય પ્રકારના ભયો નાશ પામે છે. આવતા વિદ્ગોને પણ ટાળી દે છે. ઇચ્છિત ફળ મેળવે છે. ઢાળ - ચોથી (મેરે સાહિલ તુમહિ હો, પ્રભુ પાસ જિગંદા. એ દેશી) પુણ્ય સખાઈ જબ કરે, તવ દુરિત પલાય; અલિય વિઘન દૂરે ટળે, મનવંછિત થાય. પુ. ૧ વિદ્યાધર નિજ નારીને, કહે મધુરી વાણી; બાલિકા બહેન એ માહરી, જાણી ઘર પ્રાહુણી. પુ. ૨ સૌ ધ પધારી પ્રાહુણી, દીજે ચાર રસ્તા, પાણી વાણી બે સણો, આદર સહ અશ. ૫ ૩ ભકિત મ ભૂલશો કામિની, એહની ક્ષણમેવ; જિમ સુપ્રસન્ન હોવે બહેનડી તિમ કરજો સેવ. ૫ ૪ તવ ચારે ૨મણી કહે, સાચું કહાં સ્વામી; ભકિત કરશું બહુપરિ, નણદલ શિર નામી. પુ ૫ ભકિત કરે નિત નવ નવી, મીઠાઈ મેવા; ચાર વહુ સુંદરી-તણી, નિત કરતી સેવા. ૫ ૬ સુખભર બાંધવને દારે, રહેતી સતી તેહ; દુધ સલિલ તણી પરે, સતી બાંધવ સ્નેહ. પુ. ૭ ક્ષીરે નિજ ગુણ નીરને, આખા ગુણ પાળે; પયનું દુઃખ દેખી કરી, નીર નિજ તનુ બાળે. પુ. ૮ મિત્રાનું દુઃખ દેખી પડે, શિખિમાં પય પ્રીત; પાણી થકી પાછું વળે, એ સજજન રીત. ૫. ૯ બે સી વિમાને ભ્રાતને, સતી યાત્રા કરતી, પૂજા કરે જિનરાજની,નવકાર સમારતી. પુ. ૧૦ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૪પ) Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬) સતીય શિરોમણી સુંદરી, ચિત્ત નિરમલ રાખે; ખેચરની રમણી પ્રતે, જિન મારગ દાખે. પુ. ૧૧ જીવા જીવાદિક તત્ત્વની, ઓળખાણ કરાવે, નવપદ મહિમા વર્ણવે, ષદ્રવ્ય બતાવે. પુ. ૧૨ સજ્જન શાસ્ત્ર- વિનોદથી,અનુગમતા કાળ, મૂર્ખને નિદ્રા કલહથી, વ્યસને ગમે કાળ. પુ. ૧૩ કોઇ દિન રમતાં સોગઠાં, નણદલ ભોજાઇ, કોઇ દિન ચૈત્ય જુહારતી, સાથે લેઇ ભાઇ. પુ ૧૪ ગુણ-નિષ્પન્ન-શૃંગારથી, શોભે ગુણવંતી; ઉત્તમ સમકત-ચીર છે, દયા કંચુક ખંતી. પુ. ૧૫ હાર અમૂલક શીલ છે, તપ તિલક વિરાજે; સત્ય વચન તાંબૂલ જ્યો, દાન કંકણ છાજે. પુ. ૧૬ લજ્જા અંજન આંજતી, જિન પંથે ચચાર; ફુલવંતી નારી-તણાં, બોલ્યા શૃંગાર પુ. ૧૭ સુંદરીને અતિ સ્નેહથી, ભોજાઈ શૃંગારે; ચીર અમૂલક પહેરતી, શિર શોભિત હારે પુ. ૧૮ તિલક કરે ભાલસ્થલે, અંબર જિમ ચંદ; કજ્જલ નેત્રાંજન કરે, કર કંકણ વૃંદ. પુ. ૧૯ આભરણાદિક શોભતે, ભોજાઇ પહેરાવે; સુખમાં રહેતાં સતીતણું, રુપ અધિકું થાવે. પુ. ૨૦ તે દેખી ખેચરપતિ, ચિત્ત વિદ્દલ થાય; ઉક્ત વચન સંભારીને, રાખે ચિત્ત ઠાય. પુ. ૨૧ ત્રીજે ખંડે ઢાલ એ, શુભ ચોથી કહાયે; સુરસુંદરી લીલા કરે, પરમેષ્ઠી પસાયે. પુ. ૨૨ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #180 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ હે જગતના જીવો! હે પુણ્યવંત પ્રાણીઓ! પુણ્ય સરખુ કરો. જે પુણ્ય વડે કરી અલિય વિપ્નો અને દુરિતો પણ ટળી જાય છે. મનોવાંછિત સુખને પ્રાપ્ત કરે છે. રમજટી પોતાની સ્ત્રીઓને કહે છે. હે દેવીઓ આ મારી ધર્મભગીની છે. તમે સહુ તેની સગવડ બરાબર કરજો. વળી આપણા ઘરે તો પ્રાહુણી છે. થોડા દિન આ મહેમાનને તો આપણે બરાબર સાચવવાના છે. ઘેર આવેલા મહેમાનને પાણી, મીઠી વાણી તેમજ આદરપૂર્વક બેસવા માટે આસન આપવું, પ્રીતિ પૂર્વક ભોજન કરાવવું. આ ચાર પ્રકારના રતો છે. તે તો જરુર મહેમાનને આપવા જોઇએ. બહેનની મહેમાનગીરીમાં કચાશ ન રાખતા, ક્ષણ માત્ર પણ તેની સેવાથી દુર ન રહેશો. આ મારી બેનડી જેમ વધારે પ્રસન્નતા પામે તે પ્રમાણે કરજો. આ પ્રમાણે કહી રાજા રાજસભામાં ગયો. ત્રણચાર દિનથી રાજસભા સની હતી. તેને સંભાળી લીધી. ચારેય રમણીઓ સ્વામીના વચનને માથે ચડાવીને બહુ પ્રકારે નણંદીની ભક્તિ કરે છે. નણંદીને સેવામાં દિન કયાં આથમ્યો તે પણ ખબર ન પડી. હવે સુરસુંદરીના દિવસો સુખમાં જવા લાગ્યા. ભાભીઓ નણંદી ઉપર અપાર સ્નેહ ભીંજવે છે, પ્રેમ અને પ્રીતિ દાખવે છે. નિત્ય નવી નવી મીઠાઇઓ બનાવીને બેનની સેવામાં મૂકે છે. નિત્ય વિવિધ પ્રકારનાં ભોજન બનાવીને નણંદને જમાડે છે. આ પ્રમાણે મન મૂકીને ચારેય વિદ્યાધરીઓ નણંદની અતિશય ભક્તિ સેવા કરી રહી છે. ઉદાર અને પ્રેમાળ રમણીઓ સુરસુંદરીની અપૂર્વ ભક્તિ કરે છે. હવે સતીના સુખના દિવસો આવ્યા દુઃખના વાદળો વિખરાઈ ગયાં. સુખપૂર્વક બાંધવને ઘરે રહે છે. દૂધ અને પાણીની પેરે સતી અને વીરનો નિર્મળ સ્નેહ હતો. દૂઘની પાસે ઉજ્જવળ ગુણ રહ્યો છે. કવિ ઘટના કરતાં કહે છે કે દૂધ પોતાની પાસે રહેલ ઉજ્જવળ ગુણ પાણીને આપે છે. ત્યારે પાણી પણ ધોળું બની જાય છે. જયારે દૂઘને ગરમ ચૂલા ઉપર મૂકે છે ત્યારે દૂધને ગરમ થતાં જોઇને બેન રુપ પાણી ઘણું દુઃખ પામે છે. અને ગરમ થઇને પોતે પોતાના ભાઇનું દુઃખ જોઇને બળી જાય છે અર્થાત્ દૂધ ગરમ કરતાં પાણી પોતાનો ભોગ આપે છે. પાણી પોતે બળી જાય છે. આ રીતે બેન નિર્મળ પ્રેમ અંતરંગ થઈ જાય છે. વળી અતિશય ગરમ થયેલું દુઘ પાણી પી બેનના દુઃખને જોઈ ન શકતા વઘુ ગરમ થઈ તપેલી બહાર જવા નીકળે છે કે તરત પાણીની અંજલી ભરીને નાખતા ઉભરાતા દૂધનો ઉભરો શાંત થઈ જાય છે. આ છે દૂધ-પાણીની સાચી પ્રીત. આનંદના દિવસો જંતા વાર લાગતી નથી. હવે સતી ભાઇના વિમાનમાં બેસીને ભાઈ ભાભીઓ સાથે નવીનવી યાત્રા કરવા જાય છે. દરરોજ જિનપૂજા કરે છે. સાધ્વી મહારાજે આપેલાં નવકાર મહામંત્રને પળવાર ભૂલી નથી. નવકાર મંત્રનો પ્રગટ પ્રભાવ પોતાના જીવનમાં અનુભવાયો પછી એ મહામંત્ર સતી શું ભૂલે? ભાઈને ત્યાં મળતાં સતી ખાન-પાન માનમાં પણ નવકારને ભૂલતી નથી. સતીઓમાં શિરોમણી સુરસુંદરીનું મન નિર્મળ હતું. તેમાં વળી વધારે નિર્મળ બની. ભાઇને ત્યાં આવીને ભાભીઓ સાથે રહેતાં છતાં સ્વામીને ભૂલી નથી. કયારેક ભાભીઓની સાથે સતી જ્ઞાનગોષ્ઠી પણ કરે છે. તેમાં શ્રી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલો અહિંસામય ધર્મની વાતો ચાલે છે. અનહદ શ્રદ્ધા શ્રી નવકાર મહામંત્રની વાતો ચાલે છે. નવકાર મંત્રને ગણવાનું ભૂલી નથી. આ ભારતની ભૂમિ બહુરત્ના વસુંધરા છે. તેમાં નિઃસ્વાર્થ ભાવે પરોપકાર કરનારા ઘણા વિરલાઓ પાક્યા છે. એ પૈકી રત્નજી પણ સતી માટે મહાન ઉપકારી છે. ઉત્તર શ્રેણીના સૌમ્ય અને સૌરભથી મહેકતા વાતાવરણમાં સુંદરીના દિવસો આનંદપૂર્વક વીતી રહ્યાં છે. ભાભી સાથે જીનભાસિત તત્ત્વોની વાતો કરે છે. જીવાદિ નવતત્વની ઓળખાણ કરાવે છે. પર્ દ્રવ્યની પણ વાતો કરે છે. ત્યારે સ્ત્રીઓ જૈનધર્મી છે. પણ જૈન સિદ્ધાંતોનો ઉંડો અભ્યાસ કર્યો નથી. તેથી ઘણી તત્ત્વની વાતો સુંદરી પાસેથી જાણીને આનંદિત થાય છે. વળી તેમાં નવપદ મહિમાને પણ બતાવતાં કહે છે. મંત્રબળના પ્રભાવે હું સુખી છું મને આત્મિક સુખ નવકાર મંત્રના જાપથી મળી છે. મંત્રબળની વાતો નીકળી છે. સુંદરી (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૪૭) Page #181 -------------------------------------------------------------------------- ________________ કહે તમે સહુ વિદ્યાધરો છો. તમારી પાસે વિદ્યાનો ભંડાર છે. એમાં નવાઈ શી? પરંતુ અમારા માનવ લોકમાંયે એવા ચમત્કારો હજુયે વિઘામાન છે. રાણીઓ કહે મંત્રના ચમત્કાર સુંદરી:- “હા મંત્રના રાણી કયો મંત્ર સતી એ છે નમસ્કાર મહામંત્ર. તેના પ્રભાવથી ભવસાગર તરી શકાય છે, સર્વ સંકટોને દૂર કરે છે. બાહ્ય સંપત્તિ મળે છે. અને અત્યંતર સંપત્તિ પણ મળે છે.” રાણીઃ- “અમે પણ અમારા જીવનમાં સર્વશ્રેષ્ઠ આ નવકાર મહામંત્રને જ માનીએ છીએ. ખરેખર સજ્જનોનો સમય શાસ્ત્રની ચર્ચા વિચારણાના, વિનોદમાં પસાર થાય છે. જ્યારે દુર્જનોનો સમય નિદ્રામાં, વળી કજિયામાં છેવટે વ્યસનોમાં પૂરો થાય છે. આ સર્જન અને દુર્જનમાં મોટો તફાવત છે. સતી ધર્મને આરાધતી, ભાભીઓની સેવાને પામતી, વળી ભાઇના નિર્મળ પ્રેમને ઝીલતી વળી અવનવા તીર્થોની યાત્રા કરતી થકી સમયને વીતાવે છે. વળી ભાભીઓ સાથે સોગઠા બાજી પણ રમે છે. વળી કોઇ દિન ભાઈ ભાભીઓને લઇને શ્રી જિનેશ્વર ભગવંતોના ચૈત્યોને જુહારવા જાય છે. શીલ, સદાચાર, સહનશીલતા થૈયતા આદિ ઘણા બધા ગુણોના શૃંગારથી શોભતી ગુણવંતી સુરસુંદરી રહેલી છે. વળી સતી કયાં વાઘાને ધારણ કરે છે તે કહે છે. સતીએ સમક્તિ રુપ ઉત્તમ પ્રકારના ચીર પહેર્યા છે. ક્ષમાને ધારણ કરતી દયા રુપી કંચુકી પહેરી છે. અખંડ શીલ રુપી અમૂલ્ય હાર પહેર્યા છે. ભાલમાં તપ રુપી તિલક ઝળહળી રહ્યું છે. મુખને વિષે સત્ય વચન રુપ તાંબૂલ રહેલું છે. દાનરુપી કંકણ સતીના હાથમાં શોભી રહ્યા છે લજ્જા પી અંજન આંખને વિષે રહેલું છે. સતીત્વપણાને ધારણ કરતી જિનેશ્વરના માર્ગે ચાલી રહી છે. ઉત્તમ કુલની સ્ત્રીઓના ગુણોથી નિસ્પન્ન જે જે શૃંગાર કહ્યાં છે તે ગુણોને સુરસુંદરીએ આત્મસાત્ કર્યા છે. વળી ભાભીઓ અતિસ્નેહથી સુરસુંદરીને દ્રવ્ય શૃંગારથી શણગારે છે.અંગ ઉપર અમૂલ્ય રેશમી ચીર પર્યા છે. કંઠને શોભે તેવો નવશરો હાર ગળામાં આરોપે છે, નયને કાજલ આંજે છે, હાથે રનમય કંકણ, લલાટના મધ્યે સૌભાગ્યના લક્ષણથી યુક્ત ચાંલ્લો કરે છે. તે ચાલ્લો કેવો શોભે છે જેમ કે આકાશને વિષે પૂર્ણિમાના ચંદ્ર જોયો. આવા વિવિધ પ્રકારના આભરણ અલંકારોને ભોજાઈ પહેરાવે છે. આવા પ્રકારના બાહ્ય ને અત્યંત ગુણોથી શોભતી સતી સુરસુંદરી ના સુખમાં દિવસો જાય છે. જેમ જેમ દિવસો જાય છે તેમ તેમ સતીનું રુપ લાવણ્ય અધિક અધિકતર ખીલે છે. આવા સુખોમાં રહેતી સતી પતિને કયારેય પળવાર માટે પણ ભૂલી નથી. સતિનું અતિશય સ્વરુપ ખીલેલું જોઈને રતજીનું મન ચંચળ બન્યું. સુરસુંદરી સતીને જોતાં વિઘાઘરની દષ્ટિ બદલાઈ. પણ પોતે આપેલું વચન યાદ આવતાં મનને કાબૂમાં રાખે છે. આ પ્રમાણે આ ત્રીજા ખંડને વિષે સુરસુંદરીના સુખનું વર્ણન કરતી આ ચોથી ઢાળ સમાપ્ત કરતાં કહે છે કે શ્રી નવકાર મહામંત્રથી સૌ સારાં વાનાં થાય છે. તૃતીય ખંડે ઢાળ ચોથી સમાપ્ત (મહાસતી શ્રી સુરસુંદરીનો રસ) Page #182 -------------------------------------------------------------------------- ________________ (દોહરો) સુખભર તિહાં રહતાં થકાં, ગયો કેટલો કાળ; વિદ્યાધર મન ચિંતવે, દેખી સુંદરી બાળ. ૧ એ જિહાં કહે તિહાં મૂકીએ, રખે ચૂકીએ બોલ; રુપ અનુપમ દેખીને, ચિત્ત હુએ ડામાડોલ. ૨ વિષહર વિષ પાછુ ગ્રહે, ગારુડશે જસ પ્રેમ; નારી નાગિણી જે ડસ્યા, તે વિષ ન વલે કે મ. ૩ મુનિવર સરીખા પણ ચલ્યા, દેખી નારી વિકાર; દુર્જય છે જગ જીવને, વ્યાપ્યો સકલ સંસાર. ૪ કલાકુશલને વિકલ કરે, પાડે પંડિત મામ; ધીર પુરુષનું ચિત્ત ચલે, જાસ મકરધ્વજ નામ. ૫ શૂર વીર મોટા રહે, સ્ત્રી આગળ કરજોડ; ચઉગત્તિમાંહી જીવડો, ફરતો વિષય મ છોડ. ૬ પર શાસનમાંહી કહી, કામ તણી બહુ વાત; તપસી-દેવતણા કહું, તે સુણજો અવદાત. ૭ ૧-ટેક, ર-કામદેવ. વંદના પાપ નિકંદના ભાવાર્થ: ઉત્તર શ્રેણીના અધિપતિ રાજટી ખેચરરાયને ત્યાં ધર્મભગિની સુરસુંદરીને સુખમાં ઘણો કાળ વીતી ગયો. આર્ય સન્નારી સ્વપ્નમાં પણ પ્રાણેશ્વરને ભૂલતી નથી. સ્વામી વિયોગીની સ્ત્રીને સુખ કંટક સમાન લાગે છે. વિદ્યાધરરાયને ત્યાં દૈવી સુખસામગ્રી હોવા છતાં કયારેક કયારેક ઉદાસીન બની જાય છે. કયારેક ભૂતકાળમાં ભૂલી પડી જાય છે. ત્યારે પતિની યાદ ખૂબ આવે છે. પણ છતાં સમજે છે કે અંતરાય કર્મ નહિ તૂટે ત્યાં સુધી અમરકુમાર મને મળવાના નથી. એની યાદમાં દિવસો વિતાવે છે. રમજટીની ચારે સ્ત્રીઓ સરસંદરીને ઘણું કરીને એકલી પાડતી નથી. કોઇને કોઇ ભાભી કયાંકથી ભેગી થઈ જાય છે. આ બાજુ રતજી મનમાં વિચારે છે બહેનડી તરીકે બોલાવી અને સાચવી છે. શીલ સાથે શરીરનું પણ અતિશય સ્પ ખીલ્યું છે. મારું મન ચલિત થાય તે પહેલાં સુંદરી જયાં કહે ત્યાં મૂકી આવવી, જેથી આપેલું વચન મારું મિથ્યા ન થાય. તેની સાથે હું વચન થી બંધાયેલો છું. માટે હવે હું ચૂકી ન જઉં. વળી વિદ્યાધર વિચારે છે કે આ વિષયો કેવા છે? સર્પનું વિષ તો સારુ. ગારુડીકના પ્રેમ થકી સર્પ કદાચ વિષને પાછું ચૂસી લે. પણ આ નારી રુપી નાગણ જેને ડેસે છે તે ડખના ઝેરને ઉતારવું બહુ કઠિન છે. કહે છે કે ઘણું કરીને આ વિષ ઉતરતું નથી. સુખ વૈભવને છોડીને ચારિત્રને ગ્રહણ કરનારા મહામુનિવરો પણ નારી દેખીને ચલાયમાન થયા છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #183 -------------------------------------------------------------------------- ________________ સંસારના જીવો આવા પ્રકારના વિષયોના વિષ થી પીડાએલા છે.અને તે દુર્જય છે. કેમેય કરીને જીતી શકાતો નથી. સમગ્ર કળાને જાણનાર એવા કલાકાર પણ સ્ત્રી આગળ નામર્દ બની જાય છે. મહાન પંડિતોને કામદેવ પછાડે છે. ધીર પુરુષોને પણ હચમચાવી મૂકે છે. રણસંગ્રામમાં મહારથીઓ પરાક્રમ વડે શત્રુને હરાવનારા શૂરવીરો સ્ત્રી આગળ હાથ જોડીને ઊભા રહે છે. કામદેવને વશ પડેલા જીવો ચારગતિના ચોગનમાં ફર્યા કરે છે. લોકોત્તર શાસનમાં કામદેવને જીતીને સંસારનો પાર પામ્યા છે. એવી કંઈક કથાઓ સાંભળી છે. પણ લોકિક શાસ્ત્રમાં કામદેવના પંજામાં સપડાયેલા તપસ્વીઓ લપસી પડયા છે. દેવો પણ સ્થાનથી કયારેક ભ્રષ્ટ થયા છે. તેઓની વાત કહું તે સાંભળો. ઢાળ પાંચમી (અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, એ દેશી) નામ અનગી રે મહાભટ જાણીયે, પરદર્શનમાં થરાયો રે, જસ-તપ બલ- થી રે, ત્રિભુવન રંજતા, કપાયન ઋષિરાયો રે, રાજદીજીરે ઈણિપરે ચિંતવે, દુષ્કર કામ વિકારો રે. એ ટેક .૧ હસ્તિ નાગપુર એહી જ ભારતમાં, શાંતનું રુપ આહેડી રે; અન્ય દિવસ નૃપ મૃગવધ કારણે, ચાલ્યો ભટ સંપ્રેડી રે. રત. ૨ નૃપ એકાકી રે મૃગ પૂંઠે વહ્યો, અટવી ગત તવ દીઠો રે; સપ્ત ભૂમિકા આવાસ સવિસ્મયી,નૃપ તિમાંહી પેઠો રે. ૩ તવ એક કન્યા રે જલ ભાજન ગ્રહી, નૃપ સન્મુખ સા આવી રે, વિનય કરંતી રે તસ આસન દીયે,નૃપ પૂછે ચિત્ત ભાવી રે. રત. ૪ કવણ કાજ તું રહે છતાં એકલી, સા કહે સુણો રાજાનો રે, જહુ ખેચર તસ હું નંદના, રે ગંગા નામ સુજાણો રે. રત. ૫ પૃસ્ટ જનક નૈમિત્તિક બોલીયો, પાંડુકવન વર પ્રાપ્તિ રે, તસ વાકયે મુજ જનકે ઈહાં ધવી, આજ તે સકલ સમાપ્તિ રે. રત. ૬ નૃપ નિસુણી ગાંધર્વ પરણતો, ઋદ્ધિ સહિત ઘર આયો રે, ગંગા-સંગે રે સુખને સેવતાં, ગાંગેય સુત તિણે જાયો રે. રતા. ૭ ઈણ અવસર તેહિજ પુરપરિસરે, યમુના નઈ ઉપકંઠે રે, પારાસુર ઋષિ તપ કરતાં થકા, માર્યા કામ ઉલ્લંઠે રે. રત. ૮ મચ્છગંધા રે એક ધીવરસુતા, દીઠી રુપની રેખા રે, ધ્યાનથી ચૂકયો રે. તેહને આદરી, સુખ સંસારી વિશેષા રે. રત. ૯ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૫) Page #184 -------------------------------------------------------------------------- ________________ દિવસ કેટલે રે, પુત્ર જનમ હુઓ, નામ દ્વીપાયન દીધો રે, તાપસી દીક્ષા રે, યૌવન તપ કરે, ઇણે અવસર જે પ્રસિદ્ધો રે. ૨૧. ૧૦ શાંતનુ રાજા રે ક્રીડા કારણૈ, નઇ યમુના ઉપકંઠી રે, તવ મચ્છગંધા રે તસ દૃષ્યે પડી, મનમાં લાગી મીઠી રે. ૨૧. ૧૧ તાસ જનકને રે, કહે મુજને દીઓ, કહે ધીવર સુવિચારો રે, મુજ પુત્રીના રે પુત્રને જો દીઓ, રાજય સકલ ઘરભારો રે. ૨૧ ૧૨ વચનગ્રહીને મચ્છગંધા દીએ, ગતગેહો નૃપ ધીર્યો રે, સુખ ભોગવતાં રે દોય સુત પામતો, ચિત્રાંગદ ચિત્રવીર્યો રે ૨૧. ૧૩ સર્વ કલા બહુત્તર પ્રવીણ હુઆ, પરલોકે ગૃપ શિક્ષા રે. ચિત્રાંગદને રાજય સકલ દીયો, ગાંગેય તાપસ દીક્ષા રે. ૨૧. ૧૪ રિપુજન યોગે રે, ચિત્રાંગદ પડયો, ચિત્રવીર્ય તસ પાટે રે, અંબિકા-બાલિકા - અંબા વહુ, સુખ સેવે સુત માટે રે. ૨૧. ૧૫ પુત્ર વિના ચિત્રવીર્ય મરણ લહયો, ત્રણ્ય વધૂ રડી રોતી રે, સુત વિણ રાજય કહો કોણ ભોગવે, તિણે કારણે છલ જોતી રે. ૨૧. ૧૬ ગાંગેય-પ્રેરી રે પ્રથમજ અંબિકા, આવી દ્વીપાયન પાસે રે, સુરકાંતા સમરુપને દેખીને, ચૂકયો, ધ્યાન વિમાસે રે. ૨૧. ૧૭ તેહની સાથે રે દ્વીપાયન ઋષિ, સુખ સેવે સંસારી રે, ત્રિણ સ્ત્રી નિજ ભ્રાતની સેવતો, નિત્ય એકેકી નારી રે. રત. ૧૮ ઉગ્ર તપસ્વી રે માસક્ષમણ કરે, પારણે શુસ્ક સેવાલો રે, એહવો તપસ્વી રે કંદર્પે હણ્યો, અબલા આગળ બાલો રે. ૨૫ ૧૯ દર્શન જેહનું રે, પુરુષનું ચિત્ત હરે, સ્પર્શનથી બલ જાયે રે. સંગમે વીર્ય હરે દુર્ગતિ દીએ, નારી રાક્ષસી પ્રાયે રે. રક્ત. ૨૦ ત્રીજે ખંડે રે એણિપરે ચિંતવે, ખેચર પંચમી ઢાલે રે, વીરવિજય કહે તેહને વંદીએ, જે કંદર્પને ટાલે રે. ૨૦. ૨૧ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૧૫૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : આંધી આવી રહી છે આ જગત ઉપર કામદેવનું સામ્રાજ્ય ઘણા વિસ્તારને પામ્યું છે. મહાભટ સરખા કામદેવ તો પરશાસનમાં પણ ઘણાને વિટબંનાઓમાં નાખ્યા છે. કામને વશ પડેલા જીવો શું નથી કરતા? અનેક અનર્થોને ઊભા કરે છે. અન્ય શાસ્ત્રોમાં આવી અનેક કથાઓ નોંધાઇ છે. તપસ્વી દ્વીપાયન ઋષિયરાય તપ થકી સારા જગતને આશ્ચર્ય અને આનંદને પમાડતા હતાં.આ ઋષિનું તપ વખણાતું હતું. પણ આ મહાભટને કામદેવે પછાડયા. તપથી હારી ગયા. આ પ્રમાણે ખેચરરાય રતજટી વિચારી રહયો છે. જો આ મહાન તપસ્વી દુસ્કર તપ કરીને કાયાને શોષવાવાળા કામદેવથી શોષાઈ જાય તો હું તેની આગળ કેમ ટકી શકું? વળી હસ્તિનાપુરના રાજા શાંતનુ હતા. ગુણવાન, શીલવાન,પ્રજા વત્સલ આદિ ગુણોથી શોભતા હતા. પણ એક દૂષણ ભયંકર હતું. જે દુષણની પાછળ ભયંકર હિંસા હતી. એ દૂષણ હતું શિકાર કરવાનો ભયંકર શોખ. આ વ્યસનથી નિરપરાધી વનરાર પ્રાણીઓની હિંસા કરતા. એકવાર રસાલા સાથે જંગલમાં શિકારે ઉપડયો.જંગલમાં મૃગલાને જોતા પાછળ પડયો. મૃગતો પલવારમાં પલાયન થઇ ગયું. ત્યાં રાજા પણ તેની પાછળ જતાં, પોતના રસાલાથી ભણવારે છૂટો પડી જંગલમાં એકલો થઈ ગયો. એકલો રાજા હવે પાછો ફરે છે. મૃગલો બચી ગયો. પાછા વળતાં રાજા જંગલમાં સાત મજલાનો મોટો મહેલ જોયો. જોતાં જ આશ્ચર્યમાં ગરક થઇ ગયો. ભૂલો પડેલો રાજા ઘણો થાકેલો પણ હતો. આવા પ્રકારનો મહેલ જોતાં વિસ્મય પામતાં આ મહેલમાં ગયો. મહેલની શોભા અવનવી હતી. તેમાં કોઈ હતું નહિ. રાજા મહેલમાં ગયો. એક માળ, બે માળ ચડયો. પણ કોઈ જ નહિ. મહેલ સાવ ખાલી લાગ્યો. આશ્ચર્ય પામતાં તે તો ધીમે ધીમે માળ ઉપર માળ ચડવા લાગ્યો. સાતમે માળે પહોંચતાં રાજાએ એક કન્યા જોઇ. કન્યા પણ રાજાને જોઇને હાથમાં પાણીનું ભાજન લઇને રાજાની સન્મુખ હસતી હસતી આવી. બે હાથ જોડી વિનય યુકત ચિત્તને આનંદ થાય તેવા મીઠા વચન વડે રાજાને બેસવા માટે આસન આપ્યું. સ્વરુપવાન દેવકન્યા જેવી કન્યા. તેમાં વળી વિવેકથી પાણી વડે રાજાનું સ્વાગત કર્યું. તે જોતાં રાજાને ગમી ગઇ. રાજાની દૃષ્ટિ તો કન્યાને જોવમાં હતી. પાણી લેતાં રાજા પૂછે છે - હે કન્યા તું એકલી કયાં કારણે અહીં રહી છે?-કન્યા મરક મરક હસી રહી છે. વળી રાજા બોલ્યો, આ ભયંકર અટવીમાં રહેલા મહેલમાં એકલી શા માટે રહી છે? કન્યા કહે :- હે રાજન! વિદ્યાધરોની નગરીના જનુ નામના વિદ્યાધર રાજાની હું પુત્રી છું. મારું નામ ગંગા છે. યૌવનના આંણે આવી ઊભેલી પોતાની બાળાને માટે રાજાને ચિંતા થવા લાગી. એકદા કોઈ એક નિમિત્તને જાણનાર નૈમિત્તિકને બોલાવીને મારા પિતાએ મારા માટે યોગ્ય પતિની પૃચ્છા કરી. કે પતિની પ્રાપ્તિ કેવી રીતે થશે! નૈમિતિકે કહ્યું - હે મહારાજા! તમારી નંદના માટે યોગ્ય વરની પ્રાપ્તિ પાંડુકવનમાં થશે. તે કારણથી મારા પિતાએ આ પાંડુકવનમાં મહેલ બાંધીને મને અહિંયા રાખી છે. અહીં રહેલી મને દરરોજ પિતા મળવા આવે છે. નૈમિત્તિકના વચન અનુસાર આજે સઘળી વાત બરાબર મળી આવી છે. શાંતનુ રાજાને તો પહેલી નજરે જોતાં જ કન્યા મનમાં વસી ગઇ હતી. તેના રુપ ઉપર મોહિત થયો હતો. તેમાં વળી સુંદરીની આ વાત સાંભળી ઘણો આનંદિત થયો. કામવશ થકી મહાન ગણાતા રાજાઓ, ઋષિઓ ચલિત થયા છે. મારા મનની ઇચ્છા સુંદરી એ સામેથી વધાવી લીધી. શાંતનુ રાજાએ મહેલમાં ગંગાસુંદરી સાથે ગાંધર્વવિધીથી લગ્ન કર્યા. ઘણી ઋદ્ધિ સહિત સુંદરીને લઇને નગરમાં (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૧૫૨ Page #186 -------------------------------------------------------------------------- ________________ આવ્યો. અપ્સરાના પને હરાવે તેવી ગંગા રાણી હતી. બીજી રાણીઓને ભૂલી જતો રાજા ગંગામાં ઓતપ્રત બની ગયો. ગંગાના સંગે સારી દુનિયા ભૂલ્યા. રાજય રાજસભાને ભૂલ્યા. ગંગાના મહેલમાં દિનરાત વિતાવતો રાજા અનેક પ્રકારના સુખોને ભોગવવા લાગ્યો. સુખને વિલસતાં... ગંગાએ ફળસ્વરુપે પુત્રને જન્મ આપ્યો. તેનું નામ ગાંગેય રાખ્યું. જે ભીષ્મ પિતામહ તરીકે મહાભારતને પાને ઓળખાયા. આ અવસરે હિન્તનાપુર નગરીની બહાર જમુના નદીના કાંઠે એક આશ્રમ હતો. આ આશ્રમમાં પારાસુર નામે મહાન તપસ્વી ઋષિ હતા. નદી કાંઠે ઉગ્ર તપ કરતાં, ને પારણે નદીની સેવાલ વાપરતાં. આવા મહાન ઋષિઓને ઉત્કંઠ એવા કામદેવે હણ્યા છે. ઋષિ તપ કરતાં થકાં પોતાના ધ્યાનમાં મસ્ત રહેતા. એકવાર કોઇ માછીમારની મચ્છગંધા નામની કન્યા આ ઋષિના જોવામાં આવી. કન્યાનું રુપ દેવકન્યાને હરાવે તેવું હતું. ઋષિ તે કન્યાને જોતાં ધ્યાનથી વિચલિત થયા. એ કન્યાને પોતાના આશ્રમમાં રાખી લીધી. તેની સાથે વૈયિક સુખોને ભોગવવા લાગ્યા. તપ અને ધ્યાન બંને ઋષિના ચાલ્યા ગયા. કામ વિહ્વળ બનેલા જીવોની શી દશા? ઋષિ રાત કે દિન જોતા નથી. મચ્છગેધામાં ઓતપ્રોત બન્યા છે. સંસાર ભોગવતા મચ્છગંધાએ પુત્રને જન્મ આપ્યો. પારાસર ઋષિએ પુત્રનું નામ દ્વીપાયન રાખ્યું. ઋષિપુત્રને તાપસી દીક્ષા આપી. યાવનપણામાં આવતો દ્વીપાયન આશ્રમમાં રહયો થકો તપ અને ધ્યાનમાં રહેવા લાગ્યો. પિતાની જે। પોતે પણ તપસ્વી ઋષિ તરીકે જગતમાં ઓળખાવા લાગ્યો. ખરેખર! કામદે ને મહાત કરવા કોઇ સમર્થ નથી. જે એના પંજામાંથી છૂટયા તે મહામૂનિઓ આત્મકલ્યાણ કરી ગયા છે. આવા તો કોઇ વિરલા જ હોય છે. હસ્તિનાપુરનો નરેશ શાંતનુ ક્રીડા કરવાને માટે યમુનાને કાંઠે આવે છે. અચાનક શાંતનું રાજાની દૃસ્ટિ માછીકન્યા મચ્છગંધા પર પડી. જોતાં જ મનમાં મીઠી લાગી. ગંગાને મેળવી. હવે જુઓ! કામથી પીડાતો રાજા કુળજાતિ પણ નથી જોતો. મચ્છગંધામાં મન લાગ્યું. ધીવરની પાસે આ કન્યાની માંગણી કરી. ધીવર શરત કરે છે. જો મારી પુત્રીના પુત્રને રાજગાદી આપો તો મારી કન્યા આપુ. શરત મંજુર કરીને શાંતનુ રાજા એ મચ્છુગંધાને મેળવી રાજમહેલમાં લઇ આવ્યો. ગંગાને છોડી,રાજા મચ્છગંધામાં મસ્ત બની ગયો. સ્વૈચ્છિક સુખોને ભોગવતાં બે પુત્રો થયા. તેમનાં નામ ચિત્રાંગદ અને ચિત્રવીર્ય પાડે છે. બંને રાજકુમાર બાલ્યવયથી હોશિયાર હતા. યોગ્ય વયે પિતા બંને પુત્રોને ભણાવે છે. બંને પુત્રો વિદ્યા ગુરુ પાસે ભણતાં બોત્તેરકળામાં પ્રવીણ થયા. શાંતનુ રાજાએ આપેલા વચન અનુસારે ચિત્રાંગદને ગાદી ૫૨ સ્થાપિત કર્યો. ગંગાપુત્ર ગાંગેય, જે ભીષ્મપિતામહ કહેવાયા, તેમણે તાપસોની તાપસી દીક્ષા લીધી. આયુસ્ય પૂર્ણ થતાં શાંતનુ રાજા પરલોકે પહોંચ્યા. શત્રુરાજાના યોગથી ચિત્રાંગદ મરાયો. રાજગાદી ઉપર ચિત્રવીર્ય આવ્યો. ચિત્રવીર્યને ત્રણ રાણીઓ હતી.અંબા,અંબિકા અને અંબાલિકા. સંસારના ભોગો ભોગવવા છતાં રાજાને ત્રણે રાણી થકી એક પણ પુત્રની પ્રાપ્તિ ન થઇ. અપુત્રીયો રાજા મરણ પામ્યો. ત્રણે રાણી પોક મૂકી રડી રહી છે. પુત્ર વિના રાજગાદી કોણ ભોગવે? તે કારણે છળકપટને કરતી હતી. ચિત્રવીર્યના મોટાભાઇ તાપસ ગાંગેયે. ત્રણેય સ્ત્રીઓને ઉપાય બતાવી પ્રેરણા કરી. તમે ત્રણેય વારાફરતી, નદીના કાઠે તપ કરતાં દ્વીપાયન ઋષિ પાસે જાઓ. તે ઋષિ થકી તમને જરુર પુત્રપ્રાપ્તિ થશે. તેથી પ્રથમ રાણી રથ લઇને દીકિનારે રહેલા આશ્રમમાં પહોંચી. દેવલોકની દેવીના રુપ કરતાં અધિકગણું રુપ આ ત્રણેય રાણીઓનું હતું. વળી ઋષિને પોતાના તરફ આસકત કરવાના હતા.તેથી અંબા સોળે શણગાર સજીને ઋષિ પાસે પહોંચી છે.અંબાનું ૫ જોઇને તપસ્વી દ્વીપાયન ધ્યાન થકી ચલિત થયો. રાણીમાં આસકત થયો. ઉગ્ર તપ, ઉગ્ર ધ્યાનને મૂકીને રાણી સાથે - સાર ભોગવે છે. ઋષિ મહાન તપસ્વી હતા. બીજે દિને બીજી રાણી ઋષિ પાસે પહોંચી. ત્રીજે દિને ત્રીજી રાણી ઋષિ પાસે પહોંચી. દ૨૨ોજ વારાફરતી ત્રણેય રાણીઓ આ ઋષિના આશ્રમે જવા લાગી. પુત્ર પ્રાપ્તિ માટે (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૧૫૩ Page #187 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણેય સ્ત્રીઓ સાથે સંસાર ભોગવે છે. ઋષિ મહાન તપસ્વી હતા. ઉગ્રતપસ્વી માસક્ષમણ કરે અને પારણે નદીના કાંઠે સૂકાઇ ગયેલી શેવાલ વાપરે. છતાં કંદર્પે આ મહાન ઋષિને હણ્યો. ભાઇની પત્નિને પણ જોતો નથી. ખરેખર! કામથી પીડાયેલા જીવો સ્ત્રી આગળ સાવ રાંકડા બની જાય છે. કહેવાય છે કે સ્ત્રીનું દર્શન ચિત્તનું હરણ કરે છે. વળી સ્ત્રીના સ્પર્શ થકી પુરુષનું બળ હણાય છે. અને જો સ્ત્રીનો સંગ કરે તો વીર્ય શકિત હણાય છે. દુર્ગતિને આપનારી નારી ખરેખર! રાક્ષસી પ્રાય: કરીને કહેવાય છે. પૂ.વીરવિજયજી મ.સા.રાસના ત્રીજા ખંડને વિષે પાંચમી ઢાળને સમાપ્ત કરતાં કહે છે કે ખેર રરાય આ પ્રમાણે વિચારે છે કે કંદર્પ થકી ભલભલા હણાયા તો મારી શી વાત! માટે કંદર્પને ટાળવા માટે વીર શૂરવીર નવું જોઇએ. અને જે બન્યા છે તેઓને વંદન કરીએ. તૃતીય ખડે પાંચમી ઢાળ સમાપ્ત (દોહરા) જગ જન દુર્જય કામ છે, લોક સકલ દુઃખદાય; એહવા ઋષિ તપસ્વી નડયા,પામ્યા દુતિ ઠાય. ૧ વિશ્વામિત્ર ઋષિ થયો, તપસી લબ્લિનિધાન; કંદર્પને દ પડયો, હાર્યો તપ અજ્ઞાન. ૨ ઇક વનમાં નિત્ય તપ કરે, ઋષિશ્વર વિશ્વામિત્રી; તપસી વસિષ્ઠ શું તેહને, શ, ભાવ અમિરા. ૩ માસ માસ કરે પારણું, રવિસભુખ ધરે દૃષ્ટ, ચિહુંદિશ અનલ પ્રબલ બળે, જ્ઞાનવિના તપ વૃષ્ટ. 3 સંસારની ઘટમાળ ભાવાર્થ : વળી ખેચરરાય કંદર્પથી બચવા માટે મનમાં કેવા કેવા વિચારો કરે છે. ખરેખર! સંસારનો માનવી સંસારમાં બધે જ જય અને વિજય મેળવે છે. પણ, દુર્જય એવા કામને જીતી શકતો નથી. કામવાસના થકી લોકો ઘણા દુ: ખી થાય છે. મોટા મોટા ઋષિઓને તપસ્વીઓને કામપીડાએ સતાવ્યા. અને દુર્ગતિમાં ચાલ્યા ગયા. મહાન ઋષિ તપસ્વી વિશ્વામિત્ર કેવા! જેમણે જગતમાં મહાન ઉગ્ર તપ કરીને, અનેક પ્રકારની લબ્ધિઓ મેળવી હતી. આ ઋષિ કામદેવના વશ થકી હારી ગયા. તપથી હાર્યા. કેટલી અજ્ઞાનતા! વિશ્વામિત્ર ઋષિરાય વનમાં રહેતા. કયારે નગર ગામમાં આવતા ન હતા. હંમેશા આશ્રમમાં રહેતાં તપ જપ કરતા. પોતાને આશ્રમે આવેલા તાપસીને ભણાવતા અને તપ કરાવતા, આવા જ મહાન બીજા ઋષિ વસિષ્ઠ નામે હતા. તે પણ તપ જપ ક્રિયાકાંડમાં પારંગત હતાં. પણ કોઇક કારણ થકી વિશ્વાત્રિ વસિષ્ઠ સાથે (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૫૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ શત્રુભાવ થકી શત્રુ બની ચૂક્યા હતા. બંને ઋષિઓની આરાધના સરખી હતી. પોતપોતાના સ્થાનમાં રહીને મહિના મહિનાના તપ કરતાં. આ તપમાં સૂર્ય સન્મુખ દૃષ્ટિ રાખીને માસક્ષમણ કરતા. વળી પારણા કરતા. વૈશાખ મહિનાના ધોમધખતા તપતા સૂર્ય સામે આતાપના લેતા. ચારે દિશાઓને બાળતો એવા સૂર્યના તાપને પણ ગણકારતા ન હતા. પણ જ્ઞાનવિનાનું આ રૂ૫ ફોગટ હતું. અજ્ઞાનતપની શી કિંમત? આવા ઉગ્ર તપ કરીને કાયાને શોષવી રહયા હતા. ઢાળ છઠ્ઠી (સત્તરમું પાપનું સ્થાન. -એ દેશી) ઇણિ અવસર પુરુષ જ એક, વસિષ્ઠ ઋષિને કહે છેક; મુઝ યજ્ઞ કરાવો વિવેક હો લાલ, કામ તણી ગતિ જો જયો, જે કામ થકી નવિ ગંજયો; તે તો મુનિવર વંદના હો જો હો લાલ, . . . કામ.-એ ટેક - ૧ વસિષ્ઠ કહે મહાભાગ, તું પતિતને નહિ લાગ; કદા ન કરાવું હું યાગ, હો લાલ કામ. ૨ નવ પાછો વલિયો તુરંત જઈ વિશ્વામિત્ર નમંત; નિજયશાની વાત કરતા હો લાલ. કામ. ૩ વસિષ્ઠ ઋષિ વચ ધાતે, વિશ્વામિત્ર કહે સુખસાતે; તુઝ યજ્ઞ કરાવું પ્રભાતે હો લાલ, કામ. ૪ ઋષિ સઘળાને તેડાવ્યા, વસિષ્ઠ વિના સવિ આવ્યા, વિશ્વામિત્રો યાગ કરાવ્યા, હો લાલ. કામ. ૫ વિશ્વામિત્ર તે નરને વદેહ,જા સ્વર્ગે તું સ્વયં દેહ; જબ સ્વર્ગે ગયો નર તેહ હો લાલ. કામ. ૬ જા ઇન્દ્ર કહે તું પાછો, થઈ પતિત યજ્ઞ કરો છો; આવ્યો પાછો તેહ નિભ્રંછો હો લાલ. કામ. ૭ વિશ્વામિત્રે વળી મોકલીયો, હરિ કોપે ચિત્ત પ્રજવલિઓ, મય ભીક પાછો સ વિલિયો હો લાલ. કામ. ૮ સુર ઉપર વૈર વસાડી,નવી સૃષ્ટિ કરવા માંડી; તપશકતે આળસ છોડી હો લાલ. કામ. ૯ તે દેખી વજી વિચારે અહો તપની શકિત અપારે; મુઝ ઠામ ગ્રહે નિરધારે, હો લાલ. કામ. ૧૦ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #189 -------------------------------------------------------------------------- ________________ કરી કોઈ ઉપાય પડાવું, એહની તપશકિત હરાવું; કંદર્પને દર્પે ચલાવું હો લાલ. કામ ૧ ૧ ઈમ ચિંતી ઇન્દ્ર તેડાવી, મેનિકા દેવી આવી; તસ આગળ વાત સુણાવી. હો લાલ કામ. ૧ ૨ જાઓ વિશ્વામિત્ર ચલાવો, તપશકિત સમસ્ત હરાવો; એહ કામ કરી ઇહાં આવો, હો લાલ. કામ ૧૩ દેવી નિસુણીને વહે છે, જિહાં વિશ્વામિત્રી રહે છે; તિહાં આવી ઉપાય ગ્રહે છે હો લાલ. કમિ. ૧૪ ઋતુ અવતારિયો જે વસંત, વનસ્પતિ સઘળી હસંત; જિમ દેખી ચિત્તા ઉલસંત, હો લાલ. કામ. ૧૫ પંચવર્તી પુસ્પજ થાંવે, સુગંધી પરિમલ પાવે; તે ભોગિતણે ચિત્ત ભાવે હો લાલ. કામ. ૧૬ ભ્રમરા રણઝાટ કરતા, મંદ મંદ સમીર વરતા; કે ઇ વનચર જંતુ ફરતા, હો લાલ. કામ. ૧૭ કે કી-યુગ વનમાં ભમતાં, શુક શુકી સ્વરે રમતાં; સુખ સંગે રહે દિન ગમતાં, હો લાલ. કામ. ૧૮ મંજરી સહકારે વરતી રહી કોકિલ ટહુકા કરતી; તસ મંજરી આનન ધરતી, હો લાલ. કામ. ૧૯ ઇમ ઋતુ વસંત કરીને, સ્વાભાવિક રુપ ધરીને; નવશત શું ગાર શરીરે, (વરીને) હો લાલ. કામ. ૨૦ ઋષિ આગળ નાટિક કરતી, સ્વર કોકિલને અપહરતી; સ્વરનાદ ઠેકાણે આદરતી, હો લાલ. કામ. ૨૧ ગીત ગાનને વીણા વજાવે, કરે હાવભાવ નૃત્ય થાવે; કથા કામની હાસ્ય લહાવે, હો લાલ. કામ. ૨૨ સુખિયાને સૌખ્ય કરાવે, દુઃખિયાનું દુઃખ હરાવે; નાદ પંચમ વેદ ધરાવે, હો લાલ. કામ. ૨૩ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #190 -------------------------------------------------------------------------- ________________ મન-શ્રવણ-હરણ જિમ ધૂા, કંદર્પનો અગ્રએ દૂત; એ કામી નર ચિત્ત જુત્તા હો લાલ. કામ. ૨૪ મેનિકા ગાવે ગીત, ઋષિ પંજયો તે નિસુણીત્ત, વિધુ-મંડલ મૃગ એક ચિત્ત, હો લાલ. કામ. ૨૫ જબ નેત્ર ફઘાડી વિલોકે, તવ અક્ષ-ઈષ સા મૂકે; તે બાણ કિમ નવિ ચૂકે, હો લાલ. કામ. ૨૬ કંદર્પને બાણે વીંધ્યો, તિણે તપસી જાજ૨ કીધો, દેવીએ આલિંગન દીધા, હો લાલ. કામ. ૨૭ કામ વિહલ અંગ કરે, તે સાથે વિષય સુખ સેવે; નિજ આતમ સફલ ગણે વે, હો લાલ. કામ. ૨૮ ઘણો કાળ વિષય સુખ ભાર્યો, તપ ધ્યાન તણો ફલ હાર્યો; દૂરગતિનો પંથ વિસ્તાર્યો, હો લાલ. કામ. ૨૯ એહવા ઋષિને પણ ખાતો, તો અવરાની શી વાતો; મુઝ સરીખા કિંકર જાતો, હો લાલ. કામ. ૩૦ મહાભારતમાંહી વિસ્તાર, ઋષિ સઘળા એ અવધાર; ચૂકયા તપથી નિરધાર, હો લાલ. કામ. ૩૧ શુભ ઉત્તમ રાસ રસાલે, ખંડ ત્રીજે છઠ્ઠી ઢાલ, મહાવીર જે કામને ટાલે, હો લાલ. કામ. ૩૨ ૧-નેત્ર; કટ ક્ષિ રૂપ બાણ. ભાવાર્થ : ઘોર તપ કરતાં વિશ્વામિત્ર અને વસિષ્ઠને લાભ કેટલો! આ તપ જિન શાસન પામેલા જીવોએ કર્યો હોય તો અનંત લાભ મેળવી લી યો હોત. તપ કરતાં વસિષ્ઠ ઋષિ પાસે કોઇ એક પુરુષ આવ્યો. ચરણકમળમાં પ્રણામ કરીને ઋષિ પાસે બેઠો છે. હાથ ૧૧ડીને વિનંતી કરે છે. હે ઋષિરાય! મારે યજ્ઞ કરાવવો છે. કૃપા કરીને મને તેનો લાભ આપો. આપ પધારો. અને ય કરાવો. વિનયયુકત પ્રાર્થના કરી રહ્યો છે. કવિરાજ કહે છે કે સંસારમાં કામવાસનાની ગતિ બહુ વિચિત્ર છે. તે થકી કોઇ છૂટી શકયું નથી. તેના થકી જે છૂટેલા છે તે મહામુનિભગવંતો છે. તેમને ત્રિવિધ ત્રિવિધે વંદન કરું છું. હવે કથાને કાગળ કહેતાં વસિષ્ઠ કહે છે- હે મહાભાગ! તું પતિત છે. પતિતને આ લાભ અપાય નહિ. માટે હું તારી પાસે કયારેય યજ્ઞ કરાવીશ નહિ. યજ્ઞની ના પાડતાં પુરુષ હતાશ થઈ ગયો. ત્યાંથી હાથ જોડીને રવાના થઈ ગયો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #191 -------------------------------------------------------------------------- ________________ રસ્તામાં વિચાર કરતો જઈ રહ્યો છે, બીજા ઋષિ ભગવંતને વિનંતી કરુ ને હા પાડે તો મારી ભાવના પૂરી થાય. તરત વિશ્વામિત્ર ઋષિ યાદ આવ્યા. તરત વિશ્વામિત્ર ઋષિના આશ્રમે ગયો.પ્રણામ કરીને ચરણ પાસે બેઠો. ઋષિ પૂછે છેમહાભાગ! કેમ આવવું થયું? પુરુષ કહે- હે મુનિભગવંત! મારે યજ્ઞ કરાવવાની ભાવના છે અને તે માટે હું આપની પાસે આવ્યો છું. વસિઋષિને યજ્ઞની વાત કરી.મને ના પાડી. તેથી આપની પાસે આવ્યો છું. શત્રુભાવને કારણે વિશ્વામિત્ર વસિષ્ઠનો પતિત પાસે યજ્ઞ ન કરાય તે વચનનો છેદ કરવા પતિતને યજ્ઞ માટે હા પાડી. આવતીકાલે યજ્ઞ કરાવીશ. વિશ્વામિત્ર મુનિએ યજ્ઞની હા પાડતાં, તેમના કહેવા મુજબ બીજાપણ કેટલાયે ઋષિમુનિઓને આ યજ્ઞમાં આવવા માટે આમંત્રણ અપાયા. સમયસર સૌ ઋષિ મહાત્માઓ આવી ગયા. વિશ્વામિત્રએ વસિષ્ઠને આમંત્રણ ન આપ્યું. તેથી વસિષ્ઠ વિના સઘળા ઋષિઓ હાજર થયા. સૌની હાજરીમાં યજ્ઞ નિર્વિધ્ધ થઈ ગયો. ત્યારબાદ વિશ્વામિત્ર યજ્ઞ કરાવનાર પુરુષને કહે છે - યજ્ઞના પુણ્ય થકી તારા એ દેહથી તું પોતે સ્વર્ગમાં જા. વિશ્વમિત્રની કૃપાથી પુરુષ સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં પહોચ્યો અને ઇન્દ્રની સભામાં પણ ગયો. ત્યાં ઇન્દ્ર કહ્યું કે તું કયાંથી આવ્યો? પુરુષ કહે - વિશ્વામિત્ર ઋષિ પાસે યજ્ઞ કરાવ્યો. અને એમની કૃપાથી આપને ત્યાં આવ્યો છું. ઇન્દ્ર કહે - તું તો અછૂત છે. તારી પાને યજ્ઞ કરવાય નહિ. ઇન્દ્ર સભામાંથી કાઢી મૂકયો. ત્યાંથી નીકળી તે પુરુષ વળી પાછા વિશ્વામિત્ર ઋષિ પાસે આવ્યો. પુરુષની પાસેથી વાત સાંભળી, છતાં વળી પાછો તે પુરુષને ઋષિએ સ્વર્ગમાં ઇન્દ્ર પાસે મોકલ્યો. ના કહેવા છતાં બીજીવાર મનુષ્યનાદેહે આવેલો જોઇને ઇન્દ્ર મહારાજ ઘણા કોપાયમાન થયા. આ પતિત ભય પામી ત્યાંથી ભાગી છૂટયો.વળી ઋષિ પણ પતિતને પાછો આવેલો જોઇને ઇન્દ્રદેવની ઉપર વૈર ઉત્પન્ન થયું. સૃષ્ટિનું નવું સર્જન કરવા માટે, આળસ ખંખેરી ઉગ્ર તપ કરવા લાગ્યો. તપબળથી ઇન્દ્રનું સિંહાસન ચલાયમાન થતાં ઇન્દ્ર વિચારવા લાગ્યો છે. અહો! આ ઋષિએ તપ આકરો આરંભ્યો છે. તેમની શકિત અપરંપાર ભેગી કરી છે. હજુ પણ જો તપમાં આગળ વધશે તો મારું સ્થાન ઋષિ મેળવી લેશે. એટલી ઊંચી તપની પરાકાષ્ટાએ પહોંચવાની તૈયારી છે. મારું સ્થાન ન જાય એવો ઉપાય અજમાવવો પડશે. તપશકિતથી પાછો પાડવો પડશે. પડી જાય તો મારું સ્થાન છે તેમ જ રહેશે. એવું વિચારીને કંદર્પની પીડામાં નાખુંતો જ શકિત ઓછી થાય. તરત જ મેનકાદેવીને બોલાવી તેને સકલ વાત સમજાવીને કહ્યું “પૃથ્વીતળ પર રહેલા વિશ્વામિત્ર ઋષિરાયને તપથી વિચલિત કરો.” તપશકિત જે છે તે સધળી શકિતનું હરણ કરી લ્યો. હે .વી! આ કામ જલ્દી જઇને કરી આવો. ઇન્દ્ર મહારાજની વાત સાંભળી મેનકા સ્વર્ગથી સડસડાટ પૃથ્વી તળને વિષે આવી. વિશ્વામિત્ર ઋષિ જે જંગલમાં રહયા છે ત્યાં આવી ઉપાય અજમાવવા લાગી. ત્યાં જઈને બધું જુએ છે. બુદ્ધિશાળી મેનકા ઉપાય શોધી રહી છે કે આ ઋષિને શી રીતે વિચલિત કરવા? ઉપાય મળી જતાં આનંદ પામતી મેનકાએ આ જંગલમાં સાક્ષાત્ વસંતઋતુ બનાવી દીધી. છ ઋતુની વનસ્પતિ ખીલી છે અને નવપલ્લવિત થઇને હસી રહી હતી. તે જોઇને માણસનું દિલ પણ ઘણુંજ આનંદિત અને ઉલ્લસિત બન્યું. દૈવી શકિતથી આ બધું સર્જન કરે છે. વળી વૃક્ષની ડાળીએ ડાળીએ પંચવર્ણના પુષ્પ ખીલી રહયા હતાં. તે પુષ્પોની સુગંધી પરિમલ, પવનથી ચારેય દિશાએ ફેલાય રહી છે. ભમરાઓ પુષ્પો ઉપર બેસી ગુંજારવ કરે છે. વળી મંદ મંદ શીતલ પવન વાઇ રહ્યો છે. કોઇક વનચર પશુઓ આમતેમ દોડી રહયા છે. ને જાતજાતના અવાજો કરે છે. મોર-ઢેલના યુગલો આમતેમ વનમાં ભમે છે. એના પોપટના જોડકાં ઇચ્છા મુજબ ઘુમી રહ્યા છે. સૌ પોતપોતાના સુખમાં મગ્ન હતાં. તે અવસરે આંબા વૃક્ષે મંજરીઓ આવી ગઈ છે. ખીલેલી મંજરીને જોતાં કોળી કોયલ પણ ટહુકાર મીઠો કરી રહી છે. મુખમાં મંજરી લઇને આનંદ પામે છે. આવા પ્રકારની વસંતઋતુ ખીલવીને જંગલને જાણે એક દૈવી સુંદર ઉપવન સમું બનાવી દીધું. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #192 -------------------------------------------------------------------------- ________________ '' ત્યારબાદ સહજ રુપવાળી મેનકા નવા નવા શણગારને ધારણ કરતી, ઋષિની આગળ વિવિધ પ્રકારના નાટક કરવા લાગી. ગીતો પણ ગાઇ રહી છે. કોયલના અવાજને હરાવે તેવા તો મીઠો મધુરો સ્વર હતો. મુનિ આગળ ગીતગાન કરતી, વળી વીણા બજાવતી, વળી હાવભાવ યુકત નૃત્ય પણ કરતી હતી. શરીરનાં અંગોને જુદા જુદા વાળતી, નચાવતી હાસ્યયુકત કામની વાતો કરે છે. ઋષિ તો તેમના ધ્યાનમાં છે. સુખી જીવોને વધારે સુખી કરતી અને દુઃખિયાના દુઃખને દૂર કરનારી પાંચ પ્રકારના અવાજને કરતી ઋષિ સામે રહેલી છે. પ્રેમયુકત વાતો કરતી મેનકાના બોલ ઋષિ રાજના મનને હરણ કરી લે તેવા છે. કામદેવના ઘરની અગ્રેસરી દૂતી બનીને ઋષિને હરાવવાના પ્રયતો કરી રહી છે. મહાન ધૂર્તી બનીને જેણે કામી પુરુષોને જીતી લીધા છે. મેનકા હાવભા। સાખે ગીતો ગાઇ રહી છે. પળવાર માટે પણ વિરામ પામતી નથી. ધ્યાનમાં રહેલા ઋષિ એકસરખા ગવાતાં ગીતો સાંભળી આનંદ પામ્યા. કર્ણપટ પર આવતા શબ્દોએ ધ્યાન મૂકાવ્યું. આંખ ખોલીને જુએ છે. તો સામે અપ્સરા થૈ થૈ નાચી રહી છે. અને ઋષિ સામે જોવા કરીને નેત્ર કટાક્ષ રુપ બાણને ફેંકે છે. મેનકાએ બાણ એવું મૂકયું છે કે નિશા બરાબર લાગે. નિશાન ચૂકયું નથી. વિશ્વામિત્ર ઋષિરાયના હૈયાને વીંધી નાખ્યું. કામબાણથી વીંધાએલા ઋષિ ધ્યાન ચૂકયા ને તપથી પણ ચૂકયા.મેનકાનો ઇરાદો હતો જ કે કેમે કરીને ઋષિને હરાવવા. ઋષિરાયને હસતાં જોઇ મેનકાએ ગળે આલિંગન દીધું. દર્શનથી દિલ હરી લીધું. હવે મેનકાનો સ્પર્શ થયો. સ્ત્રીનો સ્પર્શ થતાં ઋષિના શરીરે કામે ઘેરો ઘાલ્યો. કામવાસનાએ વિહ્વળ બનાવ્યા. ઋષિ પડયા. ઋષિ પણાથી ખસ્યા. ને મેનકા સાથે વિષયસુખ ભોગવવા લાગ્યા. કામાતુર ઋષિ દિવસ રાત પણ જોતા નથી. પોતાની ઇચ્છા મુજબ મેનકા પણ ઋષિ સાથે અત્યંત વિષયસુખને ભોગવે છે. આ સુખે બંને જણા પોતાના આત્માને સફળ ગણવા લાગ્યા. વિષયાસકત બનેલા ઋષિ અને મેનકાનો ઘણો કાળ વીતી ગયો. તે પણ ખબર ન પડી. ઋષિ વિશ્વામિત્રએ કરેલા તપ અને ધ્યાન ફોગટ ગયા. હારી ગયા અને દુર્ગતિના ભાગી બન્યા. દુર્ગતિમાં ચાલ્યા ગયા. મોટા મહારથીઓ, ઋષિઓ પણ જો કામદેવથી ઘવાયા હોય તો બીજાની વાત શી કરવી? એમાં વળી મારા જેવા કિંકરની તો શી દર્શા! રનજટી પોતે આ રીતે વિચારે છે. મહાભારતમાં ઘણા ઘણા ઋષિઓ સ્ત્રી થકી કામદેવને વશ થઇને તપથી ચૂકય ની વિસ્તારથી વાતો આવે છે. પૂ.વીરવિજયજી મહારાજ કહે છે ઉત્તમ અને શુભ એવા આ રસપૂર્વક રાસની ત્રીજાખંડની છઠ્ઠી ઢાળ સમાપ્ત કરી. તે સાંભળીને મનને મજબૂત બનાવી મહાશૂરવીર બનીને કંદર્પના ઘરનો કામ છે તેને દૂર કરજો, ટાળજો. તૃતીય ખંડે છઠ્ઠી ઢાળ સમાપ્ત (દોહરા) એહવા ઋષિ પણ કામથી, પડિયા દૂરગતિ ઠાય; જિણે કંદર્પને પરિહર્યો, ધન ધન તે મુનિરાય. ૧ ચદ્રને જયોતિષચક્રમાં, દીધી વડાઇ જામ; કરવા નમન સુપર્વગણ, આવ્યા ચંદુને ઠામે. ૨ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૧૫૯) Page #193 -------------------------------------------------------------------------- ________________ તવ નિજ ગુરુ વાચસ્પતિ, રુપવતી તસ નાર; ચંદ્ર તેહને ભોગવી, બુધ સુત જભ્યો સાર. ૩ શશિ સુરપતિ સરીખો થયો, કામિની આગળ રંક; અઘટિત વસ્તુ સેવતા, પામ્યો હરણ કલંક. ૪ ચોસઠ દીવા જો બલે, બાર રવિ ઉગંત; તસ ઘર તદપિ તિમિર ભરો, જસ ઘર પુત્ર ન હંત. ૫ ચડી ચડાના વયથી, ઇમ નિસુણી તતકાલ; યમદગ્નિ તાપસ પડયો, તપ તપતો બહુ કાલ. ૬ ૧-દેવોનો સમૂહ, ૨-ચકલી ચકલાના વચનથી. જો જે રતન રાખમાં રોળાય ના ..... ભાવાર્થ : ઇતિહાસના પાને જેમના તપ, જપ, ધ્યાન નોંધાયા છે એવા સમર્થ ઋષિ મુનિવરો પણ કામદેવને વશ થઇને દુર્ગતિમાં ચાલ્યા ગયા છે. તેમાં વળી કોઇક વિરલાઓ કંદર્પની સામે પડ્યાં છે. કંદર્પને પરિહર્યો છે. આવા કંદર્પને જીતનાર મુનિ ભગવંતો આ જગતને વિષે ધન્ય ધન્ય બની ગયા છે. મુનિભગવંતોના નામથી ભારતનો ઇતિહાસ ઉજળો મનુષ્યોની વાતો સાંભળી કંદર્પ દેવોને પણ છોડયા નથી. જયોતિષના વિમાનમાં વસતા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારાઓ વગેરેમાં સૌથી અગ્રેસર ગણાતો ચંદ્ર. તેની શી વાત કરવી? સૌથી મોખરે ચંદ્ર તો તેને વડીલ ગણીને દેવો વિમાનો લઇને ચંદ્ર ને મવાને માટે મળવાને આવે છે. ચંદ્રના કામ કેવા! પોતાના ગુરુ બૃહસ્પતિ છે. તે ગુરુની રૂપવતી નારી હતી. ચંદ્ર તે સ્ત્રીમાં આસક્ત બન્યો. ગુરુપત્નીને ભોગવી. ને તે થકી બુધ પુત્રનો જન્મ થયો. આ લૌકિક શાસ્ત્ર માં વાત આવે છે. આવી ભયંકર કામવાસનાની શી વાત કરવી? A કામને વશ પડેલો ચંદ્ર ગુરુપત્નીને પણ ના છોડી ને પોતાની ઇચ્છા પૂરી કરી. અકૃત્ય થકી પુત્રની પણ પ્રાપ્તિ થઇ. ચદ્ર સુરપતિ હોવા છતાં, સ્ત્રી આગળ બિચારા રાંક બની જાય છે. આવા અકાર્ય કરતાં ચંદ્રને હરણનું કલંક મળ્યું. વળી લૌકિક ધર્મમાં વાત આવે છે કે જેના ઘરે હંમેશા ચોસઠ દીવા બળતા હોય, બાર બાર સૂર્ય ઊગે આંગણ માં, પણ જો તેના ઘરે પુત્ર ન હોય તો . કહેવાય છે કે તેનું ઘર અંધકારથી ભરેલું છે. ઘણા કાળથી ઉગ્ર તપ કરતો ઋષિરાય શ્રી જમદગ્નિ તે પણ જંગલમાં ચકલા ચકલીની વાતો સાંભળીને કામથી હણાયા, ને દુર્ગતિમાં ચાલ્યા ગયા. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #194 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સાતમી (સિદ્ધગિરિ ધ્યાવો ભવિકા - એ દેશી.) વિશ્વતણી જે સૃષ્ટિ કરતો, બ્રહ્મા એહવું નામ ધરતો, લાલન! નામ ધરં તો; ભવ ઉદ્દે ગ , લહી વનમાંહી, પંકજભૂ તપ કરતો ઉછાંહી, લાલન કરતો! ઉછાંહી. ૧ અઢાર કોડી વરસ તપ કરતાં, ગયા પ્રજાપતિ કાનન ફરતાં, લાલન! કાનન ફરતાં; ઇણે અવસર તિહાં ઇદ્ર વિમાસે, નિજ ઇન્દ્રાણીને આગળ ભાસે, લાલન! આગળ ભાસે. ૨ બ્રહ્માનો તપ આવો હરાવી ઇમ નિસુણી ઋષિ પાસે તે આવી, લાલન! પાસે તે આવી; પૂર્વ તણી પરે નાટિક માંડી, ચૂકાવ્યો ઋષિ ધ્યાનને છાંડી, લાલના ધ્યાનને છાંડી. ૩ બ્રહ્મા તૂઠો કહે વર માગો, સુરસુંદરી કહે સાહિબ જાગો, લાલન! સાહિબ જાગો; છાગ સુરા અમને આદરિયે, કહે પ્રજાપતિ એ ન ઉચ્ચરિયે, લાલન! એ ન ઉચ્ચરિયે. ૪ તુમ સંસર્ગ લગે તપ જાયે, ઋષિને છાગનો વધ ન કહાયે, લાલન! વધ ન કહાયે; પણ એ મદિરા પાણી સરીસી, તિરે તુમ વચનથી અમો આદરશી, લાલન! અમો આદરશી. ૫ મદિરાપાન કર્યો - ઋષિ રણિયો. બુભક્ષાવશે છાગને હણિયો, લાલન! છાગને હણિયો; સુરાંગના સહ કીધી ક્રીડા, સુખ સાંસારિક મૂકી તે બ્રીડા લાલન! મૂકી તે બ્રીડા. ૬ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૬ ૨ રહ્યો અશેષ અલ્પ બ્રહ્મા પણ તપ છાંડડ્યો, દક્ષિણ દિશિ કેર નાટિક માંડયો,લાલન! નાટિક માંડયો; લાજ લગે ન શકે જબ જોઇ, કહે તપથી મુખ દક્ષિણ હોઇ, લાલન! દક્ષિણ હોઇ. ૭ પ્રાચીન પશ્ચિમ ઉત્તર હોવે, ચાર વદન સહુ તપ ફલ ખોવે, લાલન! તપ ફલ ખોવે; સુરવધૂ નાટિક અંબર ચલિયો, પંચમ મુખ તવ બ્રહ્મા નિકલિયો, લાલન! બ્રહ્મા નિકલિયો. ૮ ઇશ્વરે તે મુખ છેદ્યો વિપાકે, હાસ્ય કરી ગઇ સુર - વહુ નાકે, લાલન! સુર - વહુ નાકે; ચઉમુખ હુઓ પંચમ મુખ વામ્યો. દાસપણો તેહ નારીનો પામ્યો, લાલન! નારીનો પામ્યો. ૯ રમણીથી ચૂકયો, ધ્યાનતણું ફલ વનમાંહી મૂકયો, લાલન! વનમાંહી મૂકયો, ભાનુ સહસ્ત્ર કિરણ જુઓ ધરતો, તિમિર-હરણ વસુધામાંહી ફરતો, લાલન! વસુધામાંહી ફરતો. ૧૦ ઇણિ રન્નાદે દેખી, કરતો પ્રાર્થન સુગુણ ગવેખી, લાલન! સુગુણ ગવેખી, સા કહે તાહરો તેજ ખમાએ, નહિ તિણે કરી જો ન્યૂન થાએ, લાલન! જો ન્યૂન થાએ. ૧૧ વિધાતા પાસે છાનું, ઓછું કરો રુપ ઇમ કહે ભાનુ, લાલન! ઇમ કહે ભાનુ, તવ લગે ઓછું કરું રુપ તોલે, મુખથી જબ લગે તું નહિ બોલે, લાલન! તું નહિ બોલે. ૧૨ સંઘાડે ભાનુ ચઢાવ્યો, પતાછતાં રવિ જબ દુઃખ પાયો, લાલન! જબ દુઃખ પાયો; ઉપશે દુઃખ બહુત પોકાર્યો રીસ ચઢાવીને ઘાતે ઉતાર્યો, લાલન! ઘાતે ઉતાર્યો. ૧૩ અવસર જઇ તવ મહાસતી શ્રી સુરસુંદરોનો રાસ) Page #196 -------------------------------------------------------------------------- ________________ આદરી જઇ રહ્નાદે દેવી, સ્મરવિવશ દુઃખ સહિ સુખ સેવી, લાલન! તિમિરારિ સુર-શ્રેણીમાં વડિયો, તે સરીખો પણ સ્ત્રી-વશ પડિયો, લાલની સ્ત્રી વશ પડિયો. ૧૪ ઇક વન - ગૌ તમ ઋષિ તપ કરતાં, નારી અહલ્યા સહ સુખ વરતા, લાલન! સહ સુખ વરતા; ઇન્દ્ર તે દેખી રુપ “વિલે વ્યો, નારી અહલ્યા સહ સુખ સેવ્યો, લાલન! સહ સુખ સેવ્યો. ૧૫ દેખી માર્કાર . રુપ નીકળતો, શાપ દીએ ઋષિ કોયે તે બળતો, લાલન! કોપે તે બળતો, ભગો સહસ્ત્ર ભવ તવ ઇન્દુ! મનાવ્યો મલી સુરવૃન્દ મુનીન્દ્ર, લાલન! વૃન્દ મુનીન્દ્ર. ૧૬ ને – સહસ્ત્ર તે નામ કરાવ્યું, નારી તણે વશે એ દુઃખ ભાવ્યું, લાલન! એ દુઃખ ભાવ્યું, ઇણિપરે ઋષિ તપસી સ્મર નડિયા, ચૂક્યા તપ ભવ-પાસમાં પડિયા, લાલન! પાસમાં પડિયા. ૧૭ જગ જનતા ઋષિ મૃગ સમ જાણો, ચક્રી સુરપતિ દ્વીપ વખાણો, લાલન! દ્વીપ વખાણો; કે શરી-સમ કંદર્પ કહાયો, અષ્ટાપદ-સમ જિન મુનિરાયો, લાલન! જિન મુનિરાયો. ૧૮ સુરસુંદરીને રાસ રસાલે, ત્રીજા ખંડની સાતમી ઢાળે, લાલન! સાતમી ઢાળે; જન્મ લહી જિણે કામ વિહાયા, ધન ધન તે વીર જનની એ જાયા, લાલન! જનની એ જાયા. ૧૯ ૧-બ્રહ્મા, ૨-ઈન્દ્રિાણી, ૩-શરમ, ૪-દેવલોકમાં, ૫-છોલતાં, ૬-બ્રહ્માએ, ૭-સૂર્ય, ૮-આસક્ત થયો. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #197 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : આ જગતમાં મોહરાજાના રાજયમાં કંદર્પ જીવોની ઉપર કાળો કેર વર્તાવ્યો છે. રાજટી ખેચરરાય ગહન વિચારમાં પડી ગયો છે. મહામુનિઓ, મહારથીઓ, કામદેવના પંજામાં આવતાં સ્થાનભ્રષ્ટ થઇને દુર્ગતિએ ચાલ્યા ગયા છે. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા એવું નામ ધારણ કરનાર મહાઋષિ હતા. નિમિત્તો મળતાં ભવથી વૈરાગ્ય પામ્યા. સંસારથી ઉદ્વેગ પામેલા બ્રહ્માજી તપ કરવા માટે વનમાં ગયા. પ્રજાના પ્રતિ બ્રહ્માએ જંગલમાં રહીને ઘોર તપ આરંભ્ય. આ તપ કરતાં અઢાર કરોડ વર્ષ વીતી ગયા. આ તપની જાણ ઇન્દ્ર મહારાજને સભામાં થઇ. આ તપથી મારી જગ્યા મારું સ્થાન લઈ લેશે. આવા પ્રકારની ભીતી થઇ. અને પોતે પોતાના સિંહાસન માટે મોટી ચિંતા થઈ. સંસારમાં પોતાનું સ્થાન ચાલ્યું જાય તે કોઇને ગમતું નથી. વિચારતા ઉપાય લાધ્યો. પોતાની પટ્ટરાણી ઇન્દ્રાણીને બોલાવીને કહે છે, હે દેવી! પૃથ્વી તળને વિષે જંગલમાં રહીને બ્રહ્માજી ઘોર તપ કરી રહયા છે. તમે જઇને તે ઋષિ ને તપમાંથી વિચલિત કરો. સ્વામીની વાત સાંભળી ઇન્દ્રાણી આજ્ઞા મેળવી તરત જ પૃથ્વી ઉપર આવે છે. તપ કરી રહેલા બ્રહ્માજી જયાં રહ્યા છે ત્યાં પહોચી જાય છે. પહેલા કરેલા નાટકોથી ઘણાને હરાવ્યા હતા. તેથી ઇન્દ્રાણીને બ્રહ્માજીને હરાવવા રમત વાત હતી. સુંદર નાટકનો આરંભ કર્યો. સાથે સાથે પ્રેમયુકત ગીતો પણ ગાવા લાગી. બ્રહ્માજી ધ્યાનથી વિચલિત થયા. ધ્યાનને છોડીને ઇન્દ્રાણીના નૃત્યો જોતાં મન ઇદ્રાણી ઉપર ઢળી પડયું. ઋષિપણે ચાલી ગયું. ઇદ્રાણીના સંગથી આનંદ પામેલા બ્રહ્માએ વરદાન માંગવા માટે કહ્યું. હે દેવી! તમને જે જોઇએ તે માંગો. હું પ્રસન્ન થયો છું. તમારા ઇચ્છિતને આપીશ. ઇન્દ્રાણી આ તકની રાહ જોતી હતી. તક મળી જતાં બ્રહ્મા પાસે માંગે છે. - હે ઋષિરાજ! આપ મારી ઉપર પ્રસન્ન થયા હોય તો અમને આપો મદિરા અને બોકડાનું માંસ. બ્રહ્મા બોલ્યા :- હે દેવી! તમારા સંગથી અમારું તપ ગયું પણ હું એક ઋષિ છું. તે સમજીને તમારે કાગનું માંસ ન યાચવું જોઈએ. પણ મેં વચન આપ્યું છે. તો તે વચન અનુસાર મદિરા તો પાણી સમાન છે. તેથી તારી સંગે અમો મદિરા પાન કરીશું. આ પ્રમાણે કહીને ઋષિએ મદિરાપાન કર્યું. મદિરાપાને ઋષિને ઘણી ભૂખ લાગી હતી. ભયંકર ભૂખ કેમ કરીને શાંત ન થતાં બોકડાને હણી નાખ્યો. ભુખ-સુધાને શાંત કરી. ત્યારબાદ બ્રહ્મા સુરાંગના સાથે લજજાને મૂકીને ક્રીડા કરવા લાગ્યા. સાંસારિક સુખને ભોગવવા લાગ્યા. તપનું ફળ નિષ્ફળ ગયું. ' છતાં કદાચ કંઇક તપ બાકી રહી ગયું હોય તો, તે વિચારીને સુરાંગનાએ દક્ષિણ દિશામાં ફરીથી નાટકનો આરંભ કર્યો. લજજા-શરમ મૂકીને બ્રહ્મા પોતાની શકિતને દક્ષિણ દિશા તરફ નવું મોં બનાવીને સુરાંગનાનો નાટક જોવા લાગ્યા. વળી ઇન્દ્રાણી પૂર્વ પશ્ચિમ દિશાએ પણ નાટક કરવા લાગી. બ્રહ્માએ બાકી રહેલી દિશાઓ તરફ પોતાના મુખને નવું બનાવતાં ગયા. ને ઇન્દ્રાણીના વિવિધ પ્રકારના નૃત્યોને જોવા લાગ્યા. બ્રહ્માએ પોતાના ચાર પ્રકારના મુખ બનાવી સમગ્ર કરેલા તપને નેવે મૂકી દીધું. હું સાવું છું તે પણ ભૂલી ગયા. કરેલું ઉગ્ર તપ નિષ્ફળ ગયું. અઢાર કરોડ વર્ષ સુધી કરેલા તપને કામલોલુપ્ત બનેલા બ્રહ્માએ ગુમાવી દીધું. દેવાંગનાએ ચાર દિશાએ નાટક કરી ચાર મુખવાળા બ્રહ્મા બનાવીને, વળી આકાશમાં જઈને નૃત્ય કરવા લાગી. દેવાંગનાના નાટકને જોવાને માટે બ્રહ્માએ પોતાનું પાંચમું મુખ બનાવી આકાશ તરફ જોવા લાગ્યા. આકાશમાં રહેલા ઇશ્વરે બ્રહ્માના પાંચમા મુખનો છેદ કર્યો. મુખના છેદથી બ્રહ્માને ઘણી વેદના થઇ. ઇન્દ્રાણી આવા પ્રકારના બ્રહ્માને જોઇને હાસ્ય કરતી કરતી પોતના સ્થાને ચાલી ગઈ. લોકને વિષે ચારમુખવાળા બ્રહ્મા પ્રસિદ્ધ પામ્યા. પાંચમા મુખે નિંદાને પામ્યા. સમર્થ બ્રહ્મા ઋષિ પણ નારી આગળ દાસપણાને પામ્યા. આવા પ્રકારની સ્ત્રીથી હણાયેલાં બ્રહ્માએ વનમાં તપ કર્યું અને એ જ વનમાં તપના ફળને ખોઈ બેઠા. તપને વેચી નાંખ્યું. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #198 -------------------------------------------------------------------------- ________________ વળી હજારો કિરણોથી શોભતો સૂર્યદેવ પૃથ્વીતળને વિષે રહેલા અંધકારને દૂર કરે છે. દિવસ રાત ભમતો સૂર્ય પોતાના પ્રકાશ વડે હરકોઈ જગ્યાએ અજવાળું કરે છે. પોતે સ્વયં પ્રકાશિત સૂર્ય... રત્નાદે નામની દેવીને જોતાં જ પોતે પોતાનામાં રહેલા સારા ગુણોની અવગણના કરતો પ્રાર્થના કરવા લાગ્યો. હે દેવી! હું તમને ઝંખુ છું. રત્નાદે દેવી કહેહે સૂર્ય! તારી પ્રાર્થનાને હું સ્વીકારું . પણ તારા તેજને હું સહન કરી શકતી નથી. તેથી તેને અપનાવી શકતી નથી.પણ જો તું વિધાતા પાસે જઈને છૂપી રીતે તારા તેજને, તારા રૂપને ઓછું કરાવી દે. દેવીમાં આસકત બનેલો સૂર્ય તરત વિધાતા પાસે પહોંચ્યો. વિધાતાને છાની રીતે કહેવા લાગ્યો કે મારા રૂપને ઓછું કરી આપો. વિધાતા કહે- સૂર્ય! તારું રુપ ઓછું તો કરી દઇશ. પણ જયાં સુધી તારુ રુપ ઓછું થાય નહિ ત્યાં સુધી હું તારા રૂપને છેદયા કરીશ ને ત્યાં સુધી તારે મૌન રહેવું પડશે. શરતનો સ્વીકાર કર્યો. વિધાતાએ સૂર્યના રુપને હીન કરવા, છેદવા માટે સૂર્યને સંઘાડ ઉપર (યંત્ર ઉપર) ચડાવ્યો. જે સંઘાડો છેદન કરવાનું કામ કરવા લાગ્યો. મુખ છોલાવા લાગ્યું. પીડા વધવા લાગી. શરત છે રુપ ઓછું ન થાય ત્યાં સુધી મન. છેદાતા સૂર્યને ઘણું દુઃખ થવા લાગ્યું. પણ છતાં તે દુઃખને સહન કરતાં મૌન રહયો. કામવિવશ જીવો કેવા પ્રકારના દુઃખને સહન કરે છે! સૂર્ય પડતાં દુઃખને સહન ન કરી શકયો અને ચીસ પાડી ઉઠ્યો. તરત વિધાતાને ગુસ્સો આવ્યો. અને સંવાડા ઉપરથી ઉતારી નાખ્યો. ત્યાંથી નીકળીને સૂર્ય રતાદે પાસે પહોંચી ગયો. રતાદેએ સૂર્યને આવકાર્યો. આદર સત્કાર કર્યો. કામવિવશ સૂર્ય ઘણા પ્રકારના દુઃખને સહન કરીને રતાદે સાથે ઇચ્છિત સુખને ભોગવવા લાગ્યો. તેજસ્વી સૂર્ય દેવોની શ્રેણીમાં અગ્રેસર મનાય છે. છતાં સ્ત્રીનો વશ થકી કેવા પ્રકારની કંદર્પના પામ્યો? શકિતશાળી અગ્રેસર સૂર્યની આ દશા! તો મારા જેવાની શી દશા? રનટી વિચારે છે. વળી ગતમ ઋષિ પણ કામદેવના હાથમાં ચડી ગયા. વનમાં રહીને તપ કરતાં ગૌતમ ઋષિ અહલ્યા નારીમાં આસકત બન્યા. અને મનમાન્યા સુખો વિલસતા હતા. તપના ફળ શું? કંઈ જ નહિ. એકદા ઈન્દ્ર અહલ્યાને જોઇ. અહલ્યાના રૂપને જોઈ આસકત બન્યા. ઇન્દ્રાણી અપ્સરા જેવી આઠ આઠ પટ્ટરાણી હોવા છતાં નારીના રૂપમાં આસકત? કંદર્પથી હણાયા. દેવો તો શકિતશાળી હોય છે. અહલ્યામાં લુબ્ધ બનેલા ઇન્દ્ર ગૌતમ ઋષિથી ગુપ્ત રીતે અહલ્યા સાથે વિષયસુખ ભોગવ્યા. અહલ્યા પણ પોતાના સ્વામીને મૂકીને ગુપ્તપણે ઇન્દ્ર સાથે વિષયને સેવે છે. સવારે ત્યાંથી નીકળતાં ઇન્દ્રને મુંઝવણ થઈ. ઋષિ આંગણામાં બેઠા હતાં. ઇન્દ્ર પોતાના રુપને બદલી બિલાડો બનીને આશ્રમમાંથી બહાર નીકળ્યો. ઋષિએ બિલાડાને જોતાં ઓળખી ગયાં. ગુસ્સો આવ્યો. આવેશમાં આવેલ મહાન ઋષિએ ઇન્દ્રને તરત જ ત્યાં શાપ દીધો, હે ઇન્દ્ર! “ તારા હજારો ભવ થાઓ.” ઋષિના શાપથી ઇન્દ્ર કકળી ઉઠયો. હવે શું થશે? દેવસભામાં રહેલા દેવોએ ભેગા થઈને આ ઋષિ મહાત્માને મનાવ્યા. કોપને શાંત કર્યો. સમજાવ્યા. પણ શાપનું શું? દેવોના મનાવ્યા ગૌતમ ઋષિએ કહ્યું- ઠીક હજાર ભવને બદલે હજાર આંખ વાળો થાઓ. ત્યારથી ઈન્દ્રને હજાર આંખ થઈ. તે ઇન્દ્ર “સહસ્ત્રાક્ષ” નામથી પ્રખ્યાત થયા. નાગણ સરખી નારીના સંગે ઇન્દ્ર મહારાજા પણ આવા પ્રકારની વિડંબના પામ્યા.?તો મારી શી દશા? આવા પ્રકારે કંઈ ઋષિઓ તપસ્વીઓ કામપીડાથી પીડાયા, તપ ધ્યાનથી ચૂકયા અને ભવ સમુદ્રમાં પડયા. આ જગતમાં ઋષિઓ મૃગલા સરિખા ચંચળવૃત્તિ વાળા કહ્યા છે. ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો અને ઇન્દ્રો આદિ હાથી સમાન છે. તે સઘળામાં કામદેવ સિંહ સમાન કહેવાય છે. જગતમાં સિંહ વધુ બળવાનને શકિતવાળો છે. તો તેને પણ જીતનારા આ જગતમાં છે. શેરને માથે સવાશેર હોય છે. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ( ૧૫) Page #199 -------------------------------------------------------------------------- ________________ સિંહને જીતનાર અષ્ટાપદ નામનું પ્રાણી છે. સિંહને હરાવે છે. તેવી રીતે કામદેવરુપ સિંહને હરાવનાર આ જગતમાં જિનેશ્વર ભગવાન અને તેમના સાધુ ભગવંતો અષ્ટાપદ સરખા દીસે છે. ખરેખર આ જગતમાં જન્મ લઇને જે પ્રાણીઓ કામદેવને જીતીને ગયા છે તેઓ ધન્ય ધન્ય બન્યા છે. તેમની માતા પણ ધન્યતા અનુભવે છે. ધન્યવાદ ઘટે છે એવા વિરલાઓને! આ પ્રમાણે પૂ. વીરવિજય મ.સા. કામવિજેતાને ધન્યવાદ આપતાં ત્રીજા ખંડને વિષે સાતમી ઢાળ સમાપ્ત કરે છે. તૃતીય ખંડે સાતમી ઢાળ સમાપ્ત (દોહરા) કામ વિડંબન આગળ, સુરપતિ સરીખા રાંક, અંગ વિનાના સંગથી, પામ્યા કરુક વિપાક. ૧ મંડપકૌશિક મહાઋષિ, તાપસમાં શિરદાર, વિધવા સ્ત્રી રસે આદરી, સુખ વિલસે સંસાર. ૨ છાયા નામે તસ સુતા, સકલ કલા વિજ્ઞાન, માતપિતા મન ચિં તવે, બે સી એ કણ થાન. ૩ આપણે તીરથ કીજીએ, જિમ હુયે આગળ સાથ, પણ પુરતી કહો કેહને, જઈએ ભળાવી હાથ. ૬ જિહાં થકી નવિ ઉપજે, કિંચિત્ પુત્રી વિનાશ, તિહાં પુત્રીને મૂકીએ, એવો એક કીનાશ. ૫ ઇમ ચિંતી યમરાયને,સુતા ભળાવી તેહ, બિહું ચાલ્યા તીરથ ભણી, પુણ્ય કરણ ગુણ-ગેહ. ૬ આશ્ચર્યની હારમાળા... ભાવાર્થ - ખેચરરાય પોતાના મનને સમજાવી રહ્યા છે. વિચારી રહ્યા છે. મારે ઘેર આવેલી નારી, તેને બેન કહીને બોલાવી, જતન મારું મન બગડે તો મારી શી દશા! આ જગતમાં કામદેવની વેદનાને કોઇ સહન કરી શકતું નથી. સહન કરે છે તે આ જગતમાં વીરપણાને પામ્યા છે. કામદેવ આગળ ઇન્દ્ર મહારાજ રાંક બની જાય છે. કામદેવ કેવો! જેને અંગ નથી અને ઉપાંગ પણ નથી. છતાં તેના સંગથી કડવા વિપાકો ભોગવવા પડે છે. વળી રતજટી ભૂતકાળમાં ચાલ્યો ગયો. મંડપ કૌશિક નામના મહાન ઋષિ થયા. તપમાં અગ્રેસર હતા. વિધવા સ્ત્રી નજરે ચડી ગઈ. તેને જોતાં કામવાસના (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #200 -------------------------------------------------------------------------- ________________ જાગી. અને પોતાના આશ્રમમાં તે સ્ત્રી સાથે સ્વૈચ્છિક સુખો ભોગવવા લાગ્યા. તપથી પડયા. ઋષિ ને વિધવાનો સંસાર ચાલ્યો. સંસાર ભં ગવતાં વિધવા સ્ત્રીએ એક પુત્રીને જન્મ આપ્યો. ઋષિરાયે પોતાની કન્યાનું નામ છાયા રાખ્યું. સારા સંસ્કારનું ચિંતન કરતાં ઋષિએ પુત્રીને સકળ કળા સારી રીતે શીખવાડી. ૬૪ કળામાં પ્રવીણ બનાવી. એકદા છાયાના માતાપિતા - ઋષિરાય અને તેમના પત્ની નિરાંતે એક સ્થાન ઉપર બેઠાં છે. અલકમલકની વાતોથી વિરામ પામેલા વિચારે છે. આપણે હવે ચારે તીરથની યાત્રા કરીએ, જેથી કરીને પુણ્યને એકઠું કરીએ તો વળી પાછા ભવાંતરમાં સાથ રહે. છાયાની મા કહે :-હે નાથ! તમારી વાત સાચી છે. પણ આપણી દીકરીને કયાં રાખવી? ઋષિ કહે - દીકરીને વિશ્વાસુ હોય તેને સોંપીએ, જેથી કરીને દીકરીનો અને દીકરીના હૈાવનનો વિનાશ ન થાય. અને પાછળથી પસ્તાવું પણ ન પડે. તે કારણ થી માતાપિતાએ છાયાને પોતાના વિશ્વાસુ યમરાજાને સોંપી. અને બંને જણા પાપને ધોવા પુણ્ય કરવા અર્થે જગતના તીરથની યાત્રા કરવા નીકળ્યા. ઢાળ આઠમી (ત્રીજે ભવ વીસ સ્થાનક તપ કરી. -એ દેશી.) દેખી સરુપ તિહાં 'રવિપુત્ર, નારીપણે આદરો, જાર પુરુષના ભયથી છાયા,ઉદરમાંહી યમ ધરતો રે. પ્રાણી મદન વિંડબન જો જો એ આંકણી. ૧ સ્નાન કરે ગંગામાં જયા ઠરે, તસ નઇ તીર હવંત, વાયુ દેવ સા-વાત લહીને, મિત્ર અગ્નિને કહંત રે. પ્રા. ૨ તો અગ્નિ ખપ માંડયો ઘણેરો, છાયાનું શું એક મન્ન, અગનિ છાયા વિષયસુખ પ્રેમે, વિલસે યમથી પ્રચ્છન્ન. પ્રા. ૩ યમની ભીતથકી અગનિને, રકત-વિષય સા નાર, ગુપ્તપણે વિષયસુખ સેવી, રાખે ઉદર મઝાર રે. પ્રા. ૪ વળી ઉદરમાં યમ રાખે તેહને, સુખ વિલસે નિજ ધામ, સુર તેત્રીસ કોડી રહે ભૂખ્યા, અનલનો જાણે ન ઠામ રે. પ્રા. પ વિણ અગનિ કહો કિમ અન્ન પાકે, ભૂખ કહો કિમ વામે, ઇમ સુરલોક કોલાહલ દેખી, ઇન્દ્ર સમાચાર પામે રે. પ્રા. ૬ મઘવા વાયુ મિત્રને પૂછે, વાત સકલ તિણે ભાખી, વજ્ર વદે કરો પ્રગટ શિખિને, લોક સકલ દુઃખ દાખી રે. પ્રા. ૭ પવને નિજ ઘર તેડયા, ભોજન કરવા સુરગણ જાણ, સકલને એક એક આસન માંડયાં, યમને આસન ત્રણ્ય રે. પ્રા. ૮ (મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ - (૧૬૭) Page #201 -------------------------------------------------------------------------- ________________ કરજોડી વાયુ કહે યમને, ઉદર મધ્યે છે નારી, ઇણિ આસન તે કાઢી બેસારો, યમનૃપે તામ બેસારી રે. પ્રા. ૯પવન કહે નારી તે ધરીઓ, પાવક ઉયર મઝાર, આસન રિકત અ છે તિણિ કારણ, વેગે કાઢી બેસાર રે. પ્રા. ૧૦ સા ભયભ્રાંત શિખિને કાઢી, થાપ્યો આસન જામ, તે દેખી યમદેવ તે કોપ્યો, દેખો વિડંબન કામ રે. પ્રા. ૧૧ ડંડ ગ્રહી યમ મારણ ધાયો, તવ શિખિ એકલો નાઠો, કામ વિવશ પાવક દુઃખ સહતો, વૃક્ષોપલમાં પેઠો રે. પ્રા. ૧૨ હજીય લગે જોયો મલે, અગ્નિ નીકળે કાસ્ટોપલથી, સમરવિકાર વિગોપન ભાખી, પરશાસન-વ્યતિકરથી રે.પ્રા. ૧૯ અષ્ટાપદ જિણે બલે ઉપાડયો, સો દસમુખ પણ ચૂકયો, નંદીષેણ મુનિ વેશ્યા વયણે ઓધો મુહપત્તિ મુકયો રે. પ્રા. ૧૪ આર્દ્રકુમાર સરીખા ઝુઝાર, તાસ ઉતાર્યા નીર, વિશ્વ ત્રિતય ફરતો વિણ શસ્ત્ર, નામે મદન ભટ વીર રે. પ્રા. ૧૫ આઠમી ઢાલ એ ત્રીજે ખંડે, ભાવે ભવી ચિત ધરજો, મદન વિંડબન દૂર કરીને, જગજસ શુભ સુખ વરજો રે. પ્રા. ૧૬ ૧-યમ, ૨-ઇન્દ્ર, ૩-ઇન્દ્ર, ૪-અગ્નિ, પ-લડવૈયા. ભાવાર્થ : " સંસારમાં કયારેય કોઇનો પણ વિશ્વાસ કરવો નહિ. કહેવત છે કે “ સગા બાપનો ય વિશ્વાસ કરવ નહિ. '' છતાં દુનિયા વિશ્વાસે ચાલે છે. પુત્રી છાયાને યમરાજાને સોંપી માતાપિતા તીરથની યાત્રા કરવા નીકળી ગયા હવે આ બાજુ શું થાય છે! તે કવિરાજ કહે છે કે છાયા ઋષિ કન્યા છે. રુપ સ્વરુપે ચડિયાતી છે. યાવનના આંગણે આવેલી છે. યમરાજા છાયાનું રુપ જોઇને અંજાઇ ગયો. વિશ્વાસથી સોંપીને ગયેલા ઋષિરાયની કન્યા સાથે પોતાની નારી તરીકે વ્યવહાર કરવા લાગ્યો. છાયા સાથે વિષયસુખને ભોગવે છે. પોતાની પત્નીને હવે બીજા કોઇ જોઇને તેનો જાર પુરુષ ન થાય તે ભય થકી યમરાજા છાયાને પોતાના પેટમાં સંતાડી દીધી. એકલી કંયાં યે મૂકતો નથી. જયાં પણ જાય ત્યાં પોતાની સાથે સંતાડીને રાખે છે. હે પ્રાણી! કામની વિડંબના ભયંકર છે. માટે સૈા સાવધાન બનજો. કામદેવના પંજામાં કયારેય ન સપડાતા. જયારે યમરાજ ગંગા નદીએ સ્નાન કરવા જાય છે ત્યારે આ છાયાને ઉદરમાંથી કાઢીને નદીના કાંઠે “ સાડે છે. સ્નાન કરીને આવ્યા બાદ વળી પાછો પેટમાં ધારણ કરી લે છે. આ વાતની જાણ વાયુકુમારને થઇ. તે વાત વાકુમારે પોતાના મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૬૮) Page #202 -------------------------------------------------------------------------- ________________ મિત્ર અગ્નિકુમારને કહી. અગ્નિકુમારે નદીના કિનારે બેઠેલી છાયાને જોઇ. સ્વરુપવાન સ્ત્રી છાયાને જોતાં મુગ્ધ બન્યો. એકબીજાની નજર મળતાં બંને એક મન થયા. યમરાજાથી ગુપ્ત પણે આ બંને વિષયસુખ ભોગવવા લાગ્યા. યમરાજની બીક બંનેને હતી. છાયા યમરાજ કરતાં અગ્નિકુમારમાં રકત વધારે હતી. અગ્નિકુમાર વિના રહી શકે તેમ ન હતી. યમરાજથી ગુપ્તપણે અગ્નિને છાયાએ પોતાના પેટમાં સંતાડી રાખ્યો ને ગુપ્તપણે આગ્ન સાથે રમે છે. વળી તે બંને યમરાજના ઉદરમાં રહે છે. યમ પોતાના મંદિરે આવ્યો ત્યારે છાયાની સાથે કામક્રીડા કરે છે. અગ્નિકુમાર કયાંય દેખાતો નથી. યમરાજના ઉદરે છાયા સાથે સુખ ભોગવે છે. તે કારણે તેત્રીસ કરોડ દેવતાની રસોઈ કેવી રીતે થાય? અગ્નિ કયાં યે દેખતો નથી. દેવતાઓ ભૂખથી પીડાવા લાગ્યા. અગ્નિ વિના રસોઇ થાય નહિ. ને ભૂખ જાય નહિ. તેથી દેવલોકમાં મોટો કોલાહલ મચી ગયો. આ સમાચાર ઇન્દ્રને મળ્યા. વાયુકુમારને બોલાવ્યો. ને અગ્નિકુમારના સમાચાર પૂછયા“તારો મિત્ર કયા ગયો?” વાયુકુમારે સકલ વાત ઈન્દ્રને કહી. ઇન્દ્ર વાયુને કહે છે- લોકના કલ્યાણ અને સુખને માટે પણ તમે અગ્નિને પ્રગટ કરો. ઇન્દ્રની આજ્ઞા થતાં વાયુકુમારે દેવલોકના બધા દેવોને પોતાને ત્યાં જમવાને માટે બોલાવ્યા. બધાને બેસવા માટે એક એક આસન આપ્યા. જયારે યમરાજને બેસવા માટે ત્રણ આસન મંડાવ્યા. બધા દેવોની વચ્ચે વાયુકુમાર યમરાજને હાથ જોડી કહેવા લાગ્યો. તમારા ઉદરે જે સ્ત્રી રહેલી છે, તેને કાઢીને આ આસન ઉપર બેસાડો. દેવોની હાજરીમાં વાયુકુમારે આ પ્રમાણે કહેતાં યમરાજે ઉદરમાંથી છાયાને કાઢીને આસન ઉપર બેસાડી. આસન ઉપર બેઠેલી સ્ત્રીને હવે વાયુકુમાર હાથ જોડીને કહે છે કે હે નારી! તારા ઉદરે પાવકને રાખ્યો છે અને બહાર કાઢીને આ આસનને શોભાવો. આ વાત સાંભળી ભયભીત બનેલી છાયાએ પોતાના પેટમાથી અગ્નિને કાઢયો. અને આસન ઉપર બેસવાનું કહ્યું. આ પ્રમાણે પોતાની સ્ત્રીના પરાક્રમ જાણીને યમરાજા ઘણો કોપે ચડ્યો. હાથમાં લાકડી લઈને અગ્નિને મારવા દોડયો. અગ્નિકુમાર ત્યાંથી નાસી છૂટયો. કામને વશ થયેલો અગ્નિ દુઃખને સહન કરતો દોડીને વૃક્ષની બખોલમાં સંતાઈ ગયો. ત્યારપછી અત્યારે પણ અગ્નિને જોવો હોય તો લાકડામાં જોવા મળશે. હવે અગ્નિનું સ્થાન કાસ્ટમાં રહ્યું છે. ત્યારથી અગ્નિ થતાં જોવો હોય તો તે કાષ્ટથી તરત પ્રગટ થાય છે. અન્ય શાસ્ત્રમાં આવા પ્રકારની વાત સાંભળવા મળે છે. ત્રણ ખંડનો અધિપતિ રાવણરાય, પોતાના બાહુબળે કરીને અષ્ટાપદ પર્વતને ઉપાડનાર, ૧૬ હજાર વિદ્યાનો માલિક કામથી પીડાયેલો સતી સીતાના હરણથી આ જગતમાં પોતાનું સર્વસ્વ હારી ગયો. દુર્ગતિને પામ્યો. વેશ્યાના વચનથી નંદિણ મહામુનિએ ઓધો અને મુહપતિ મૂકી દીધા. આર્દ્રકુમાર મોહરાજાની સામે પડકાર નાખનાર ભાવ લડવૈયો તે પણ સ્ત્રી સંસર્ગથી હારી ગયો. ત્રણ જગતમાં શસ્ત્ર વિના ફરતો, મહાન ભડવીર એવા કામદેવે મદને ભલભલાના પાણી ઉતારી નાખ્યા. અને દુર્ગતિમાં મોકલી દીધા. આ પ્રમાણે ત્રીજા ખંડને વિષે આઠમી ઢાળ પૂરી થાય છે. કવિરાજ કહે છે હે ભવ્ય જીવો! મદનની વિડંબના દૂર કરીને જગતમાં યશ અને સારા સુખને પામજો. તૃતીય ખડે આઠમી ઢાળ સમાપ્ત (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #203 -------------------------------------------------------------------------- ________________ (દોહરો) ઇણ અવસર સુણજો તિહાં ઓપમ લંક સમાન, નિવસે સંત વસંતપુર, સૌખ-સમૃદ્ધિ-નિધાન. ૧ 'રિપુ ગણ-તમ-મર્દન-હરિ, શાસ્ત્ર-ગતિ મતિ સાર, તે નગરીનો રાજિયો, શ્રીપતિ નામ ઉદાર. ૨ રાજકાજ ગુણ આગળ, પરપંચી વાચાલ, મતિ મેહર મંત્રીશ્વ, બુદ્ધિ નિધાન કૃપાલ. ૩ હય ગય વેગ પરીક્ષતા, ધૈર્ય વીર્ય ગુણવાન, ચંદ્ર ધવલ સેનાપતિ, યુદ્ધ સમય સાવધાન. ૪ વેદવેદાંગાર્ધ શતા, જાપ હોમ કરે નિત, આશીર્વાદ ગૃપા કૃત, છે સુરદત્ત પુરોહિત. ૫ તિણે નગરે શ્રેષ્ઠી વસે, નામ સુગુણ શ્રી દત્ત, પુરોહિતશું છે તેહને, મિત્રભાવ ગુણ- ૨૪. ૬ ઈક દિન પૂછે મિત્રને, શેઠ ગુહાની વાત, જો નારી ગુણવંત હોય, તો લહીયે સુખસાત. ૭ વળતું પુરોહિત શેઠને કહે નિધન-ગત-નાર, તો પરણી નારી નવી,પણ સુણ એ ક વિચાર. ૮ ભાવાર્થ : ખેચરરાય કંઇક વિચારોમાં ચડી ગયો છે. કામની વિડંબના જોતાં વળી આગળ વિચારી રહ્યો છે. એવા અવસરે એક નવી વાત સૌ સાંભળો. લંકાનગરીની ઉપમા આપી શકાય તેવી વસંતપુર નામની નગરી છે, જે નગરી સુખસમૃધ્ધિનો ભંડાર છે. તે નગરીનો રાજા શ્રીપતી શત્રુના સમૂહરુપી અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન છે. જે શાસ્ત્રને જાણનારો, બુદ્ધિશાળી, પ્રજા વત્સલ, ગુણ છે. તે રાજાનો રાજકારણમાં નિપુણ, ગુણસંપન્ન, ન્યાયસંપન્ન આદિ ગુણોથી શોભતો એવો મતિમહેર નામનો મંત્રીશ્વર છે. તે પણ બુદ્ધિશાળી છે. વળી હાથી ઘોડાના વેગની પરીક્ષામાં હોશિયાર નિપુણ તેવો પૈર્યવાન, શૂરવીર, ગુણવાન, ચંદ્રધવલ નામે સેનાપતિ છે. આ સેનાપતિ યુદ્ધના સમયમાં પળે પળે સાવધાન રહેનારો મહારથી અને પરાક્રમી હતો. વળી રાજાને વેદવેદાંત જાણનારો મંત્ર-જાપને દરરોજ કરનારો, પૂજા-પાઠ કરવાવાળો, હંમેશા નગરના રાજાને આશીર્વાદ આપનારો સુરદત્ત નામે પુરોહિત હતો. તે નગરીને વિશે સારા ગુણોથી શોભતો શ્રીદત્ત નામનો શ્રેષ્ઠી પણ રહેતો હતો. પૂર્વના પુણ્ય અનુસારે શ્રીદત્ત અને પુરોહિત સુરદત્ત વચ્ચે મિત્રતા ઘણી હતી. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #204 -------------------------------------------------------------------------- ________________ એકદા શ્રીદત્ત પાઠ પોતાના મનની અંદરની છાની વાત પુરોહિત સુરદત્ત મિત્રને પૂછવા લાગ્યો. હું મિત્ર જો સ્ત્રી બરાબર ગુણવાન મળી હોય તો સાતે ય પ્રકારના સુખ સહજ ભોગવી શકાય છે. બાકી સંસારમાં સુખ મળતું નથી. મિત્રની વાત સાંભળી પુરોહિત કહેવા લાગ્યો, હે મિત્ર, તારી સ્ત્રી નિધન થઈ છે. તો હવે બીજી ગુણવાન એવી કન્યા સાથે લગ્નને કર, પણ તે અંગેની મારી વાત સાંભળ. ઢાળ નવમી [ઇ અવસર એક ડુંબનું રે આવ્યું ટોળું એક રે ચતુર નર. એદેશી] મિત્ર કહે સુણ શેઠજી રે, નારી છે અસમાન રે, ચતુર નર જગમાં ચાર પ્રકારની હોલાલ, પવિની હસ્તિની ચિત્રિણી રે, શંખિની નારી એ જાણ રે, ચતુ ભિન્ન ગતિમતિ ચારની હો લાલ, ૧ ગંધ કમલ સમ પદ્મિની રે, હસ્તિની મઘ સમાન રે, ચતુ. ઉત્કટ ગંધ તે ચિત્રિણી હો લાલ, ખારો ગંધ તે શંખિની રે, વળી નિસુણો ગુણવાન રે, ચતુ. મુખશોભા કરે તો પવિની હો લાલ, ૨ હસ્તિની ઉરશોભા કરે રે, ચિત્રિણી કરી તટી દેશ રે ચતુ. પગ-શોભા કરે શંખિની હો લાલ, કેશ સુહુમ ઘન પદ્મિની રે, હસ્તિની સૂક્ષ્મ કેશ રે, ચતુ વાંકા કે શ તે ચિત્રિાણી હો લાલ, ૩ કેશ દીર્ઘ શૂકર સમારે, બોલે વિવેક વિલાસ રે, ચતુ. લગ્ન પરસ્પર શંખિની હો લાલ. બાલસે બેસે પદ્મીની રે, પીઠ હસ્તીની તલ ફુલવાસ રે ચતુ ઘરગણતી ફરે શંખિની હો લાલ. ૪ તાંબૂલ વલ્લભ પદ્મિની રે, હસ્તિની વાલ્ડો હાર રે, ચતુ વાહલું ચીર તે ચિત્રીણી હો લાલ, વાત ભલી પણ નવિ રુચે રે, પર નિંદા અસરાલ રે, ચતુ વાહો કલહ નિત શંખિની હો લાલ, ૫ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #205 -------------------------------------------------------------------------- ________________ મોગરેલ તેલ પદ્મિની રે, હસ્તિની નાગરવેલ રે ચતુ, તેલ સુગંધી મસ્તકે હો લાલ, ગ્લાધ્ય વદન શિર શોભતે તે ચિત્રિણી ઘાલે ધુપેલ રે, ચતુ, ધૂલ ઘાલે શિર શંખિની હો લાલ, ૬ ઇત્યાદિક લક્ષણ કહ્યાં રે, કોક દેવની વાણ રે, ચતુ. પુણ્ય સવિ સુખ પામિયે હો લાલ, ઇભ્ય સુતા એક જોવતાં રે, શ્રીમતી સુગુણ સુજાણરે, ચતુ. તે પરણો શ્રીદાજી તો લાલ, ૭. અનુક્રમે પરણ્યા શેઠજી રે, વિલસે સુખ સંસાર રે, ચતુ. ગુણવતી શ્રીમતી નારીશું હો લાલ જિનવચને રતિ શુભ મતિ રે, દાન માન ઉપગારે રે ચતુ, દાને દંપતી સોહતાં હો લાલ, ૮ સવિ રૂડા સવિ બોલણાં રે, કાર્ય સકલ સમરત્વ રે, ચતુ. ફોગટ જલધર ગાજતો હો લાલ, દાન દીયંતે જાણીએ રે, જાસ પહેલાં હસ્થ રે, ચતુ સીથપાક ભટની પરે હો લાલ, ૯ અન્ય દિવસ હવે શેઠજી રે, અર્જન ધન વ્યવસાય રે, ચતુ. દેશ વિદેશ વજે યદા હો લાલ, તદા પુરોહિત મિત્રને રે, સૌંધ ભળાવી જાય રે, ચતુ. અન્ય દિવસ શ્રેષ્ઠી હવે હો લાલ, ૧૦ ગેહ ભળાવી મિત્રને રે, શેઠ ચાલ્યો વ્યાપાર રે, ચતુ. અર્જન ધન દેશાંતરે હો લાલ, મિત્ર પુરોહિત નિત્ય કરે રે, શ્રીમતી નારી સંભાળ રે, ચતુ. કામ કાજ તેહનાં કરે હો લાલ, ૧૧ શ્રીમતી રુપ સપતા રે, દેખી વ્યાપ્યો કામ રે, ચતુ. કામ તણી ચે સ્ટા કરે હો લાલ, એક દિન તેહ જણાવતો રે, શ્લોક કરીને કામ રે, ચતુ. તાસ પડુત્તર સા કરે તો લાલ, ૧૨ (મહાસતી શ્રી સુરસુંદરીનો સસ) Page #206 -------------------------------------------------------------------------- ________________ 'काले प्रसुप्तस्य जनार्दनस्य मेघांधकारासु च शर्वरीषु । मिथ्या न वक्ष्यामि विशालनेत्रे,ते प्रत्ययाय प्रयामाक्षरेषु ॥१॥ સા પ્રદિ – नेह लोके सुखं किश्चित् च्छादितस्यां हसा भृशम् । मितं च जीवित नृणां, तेन धर्मे मतिं कुरू ॥२॥ [પૂર્વની ઢાળ ચાલું]. દિન કેતે વીતે થકે રે, પુનરિપ આવ્યો તામ રે, ચતુ પુષ્પાદિક તાંબુલ દીએ હો લાલ, નયન નચાવે નેહશું રે, જાય નિત તાસ ધામ રે, ચતુ. એક દિન ઈણિપરે ઉચ્ચરે હો લાલ. ૧૩ શ્રીમતી નજરે નિરખીએ રે, હું તુઝ કંતનો મિત્ત રે, ચતુ. મે મતિ તવ ગુણ ૨કત છે હો લાલ, જલ વિણ વેલી સૂકે હો સદા રે, નારી નર વિણ નિતરે, ચતુ. મુઝ સાથે લીલા કરો હો લાલ, ૧૪ કંત વિદેશે ચાલિયો રે, દુઃખ દીએ કુણ પ્રાણ રે, ચતુ. જે હશું નેહ તે વાલહો હો લાલ, ઇમ નિસુણી સતી એમ કહે રે, શીલરથણ ગુણ ધામ રે, ચતુ. ઉત્તમ થઇશું ઉચ્ચરો હો લાલ, ૧૫ તે નર ઉત્તમ જાણી એ રે, મરણ અંગી કરર રે, ચતુ. પણ જન વિરુદ્ધ ન આચરે હો લાલ, હિંસા અલીક વચન્નથી રે પરધન પરવધૂ-ત્તરે, ચતુ. જીવ નરક પ્રતે સંચરે હો લાલ, ૧ ૬ બાંધવ જાણી તુમ ભણી રે, દેઇ ભલામણ કંતરે, ચતુ. દેશ ચલ્યો વિશ્વાસથી હો લાલ, રક્ષણ કારણે જે કરી રે, ચીભડાં વાડ ભખ રે ચતુ. તાસ રાવ કણ સાંભળે હો લાલ, ૧૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪) ૧૮ ચતુ રાણી ગુરુપત્ની કહી રે, શેઠ વધૂ નીજ માત રે, ચતુ. મિત્ર વધૂ કહી પાંચમી હો લાલ, એ પાંચે માતા સમી રે, એ નીતિ શાસ્ત્રની વાત રે, ચતુ. ઉત્તમ નર ચૂકે નહિ હો લાલ. કહે પુરોહિત શું ઘણો રે, બોલો વિરુઓ બોલ રે, ચતુ. રાખી જાણે ઘર આપણું હો લાલ, તો મુઝ વયણ સમાચરો રે કર મુઝશું કલ્લોલ રે, નરભવ લાહો લીજીએ હો લાલ, ઇમ નિસુણી સતી શ્રીમતી રે, કહે વિમાસી તામ રે, ચતુ. પહિલા પ્રહરમાં આવજો હો લાલ, ઇમ સંકેત કરી ગયો રે, પુરોહિત નિજ ધામ રે, ચતુ. તળ ચિંતે સતી એકલી હો લાલ, કરી શૃંગાર સતી ગઇ રે, સેનાનીને પાસ રે, ચતુ. વાત સંકેલ કહી તેહને હો લાલ રે, વલતું કહે સેનાપતિ રે, દેશું શિખામણ તાસ રે, તુ. મુઝ આગળ એ શું કરે હો લાલ વારીશ હું પુરોહિતને રે, પણ મુઝને ઘર તેડ રે, ચતુ. કહે સતી મત ઉચ્ચરો હો લાલ, ઉત્તમ થઇ કિમ બોલીયે રે, પરવધૂની તજો કેડ રે, ચતુ. અમૃતથી વિષ ઉછળે હો લાલ, ૨૨ સેનાની કહે થોડું લવો રે, મુઝ તેડે તુઝ લાજ રે, ચતુ. વધસે વલતું સતી કહે હો લાલ, તુમ વચન કુણ ઉથપે રે, તિણે કરી મહારાજ રે,ચતુ. બીજા પ્રહરમાં આવજો હો લાલ, તસ સંતોષી સતી ગઇ રે, મંત્રીશ્વરની પાસ રે,ચતુ. વાત સકલ કહે તેહને હો લાલ, સેનાનીને વારજો રે, બોલે વયણ કુવાસ રે, ચતુ. મુઝ દાર આવવા ખપ કરે હો લાલ, ૨૪ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૧૯ ૨૦ ૨૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ મંત્રી તવ વલતું વદે રે મુઝ આગળ એ રાંક રે, ચતુ. સેનાપતિનું શું ગજું હો લાલ. શિખામણ દેશું અમો રે, કાઢી એહનો વાંક રે, ચતુ. જિમ ન કરે ફરી એહવું હો લાલ, ૨૫ સેનાનીને વારશું રે પણ મુઝને ઘર તેડ રે,ચતુ. વાળ વધારું તાહરું હો લાલ, કહે સતી દૂરે તજો રે, પર-રમણીની કેડ રે, ચતુ. બોલ્ય પૂરણ ઠર્યા હો લાલ, ૨૬ તુમ મુખથી શું નીકળે રે, નીરથી શિખી પ્રતિકૂલ રે, ચતુકરોહિણી પતિથી ઉષ્ણતા હો લાલ, મોટા છોટાઈ. કરો રે, નિજ શિર ઘાલો પૂલ રે, ચતુ. કુંજ૨પરે અવિવેકથી હો લાલ, ૨૭ મંત્રી કહે થોડું લવો રે, મુઝ આવે તુઝ વાન રે, ચતુ. વધશે વલતું સતી કહે રે હો લાલ, તુમ વચન કોણ ઉથપે રે, સુણજો સુગુણ નિધાન રે, ચતુ. ત્રીજે પ્રહરે આવજો હો લાલ. ૨૮ ઇમ સંતોષી સતી ગઈ રે, શ્રીમતી નરપતિ પાસ રે, ચતુ. વિનય કરીને ઈમ કહે હો લાલ, મતિમહેર તુમ મંત્રવી રે, સાહિબ વારો તાસ રે, ચતુ. મુઝ ઘર આવવા ખપ કરે હો લાલ, ૨૯ સા દેખી મોહયો થકો રે ભૂખ કહે એ રાંક રે, ચતુ. મુઝ આગળ એ શું કરે હો લાલ, મંત્રીશ્વરને વારશું રે કાઢી એહનો વાંક રે, ચતુ. પુનરપિ જિમ ન કરે ફરી હો લાલ. ૩૦ શિખામણ દેશું અમો રે, પણ મુઝને ઘર તેડ રે, ચતુ. મુઝ સંગે રંગે રમો હો લાલ, કહે સતી તજીએ સદા રે, પર-રમણીની કેડ રે, ચતુ. રાય પ્રજાનો પિતાનો કહો હો લાલ. ૩૧ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #209 -------------------------------------------------------------------------- ________________ પરાન પરવસ્ત્ર કહ્યો રે, વિસહરશું અતિ રોલ રે, ચતુ. પરશય્યા પરકામીની હો લાલ, પરનિંદા પરવેશ્મને રે, દુજર્જન શું કલ્લોલ રે, ચતુ. ઉત્તમ નર દૂરે તજો હો લાલ, ૩૨ રાય કહે થોડું લવો રે, ધણી પ્રજાનો રાય રે, ચતુ. ધણી વચન કુણ ઉથપે હો લાલ, કહે સતી કુણ ઉથપે રે તુમ વચન નરરાય રે, ચતુ. ચોથે પ્રહરે આવજો હો લાલ, ૩૩ ઈમ સંકેત કરી જુજૂઆરે, નિજ ઘર ગઈ સતી સાચ રે.ચતુ. પથંક જઈ બેઠી સતી હો લાલ, હદયારામે ચિંતવે રે, વળગ્યા ચાર પિશાચ રે, ચતુ. શીલ રણ કિમ રાખશું હો લાલ, ૩૪ શીલથી સદ્ગતિ પામીએ રે, લહીયે મૈખ્ય વિશાલ રે, ચતુ. જસ શુભ સંપદ પામીએ હો લાલ, સુરસુંદરીના રાસની રે, એ કહી નવમી ઢાલ રે, ચતુ. ત્રીજે જાણજો હો લાલ. ૩૫ ૧- બાલ બચ્ચા સાથે, ૨-આ શ્લોકના ચાર પદના પ્રથમ પ્રથમ અક્ષર દ્વારા પુરોહિત કામની પ્રાર્થના કરે છે - અર્થ બને શ્લોક પછી જણાવ્યો છે, ૩-અગ્નિ, ૪-ચંદ્રથી. ભાવાર્થ - પુરોહિત પોતાના મિત્ર શ્રીદત્ત શ્રેષ્ઠીને કહે છે-તે મિત્ર! સંસારમાં નારીઓ અસમાન હોય છે. એક સરખી હોતી નથી. જગતમાં સ્ત્રીના ચાર પ્રકાર કહ્યા છે. ૧. પધીની, ૨. હસ્તીન, ૩, ચિત્રિન, ૪. શંખિની, જે સ્ત્રી પોતાના પતિને વફાદાર હોય છે. તે નારીનું સ્થાન શ્રેષ્ઠ છે. વળી સાથે સાથે હલકી પણ નારી હોય છે. સદગુણોથી યુકત નારી મળી જાય તો નારી એ નારાયણી બની રહે છે. દુર્ગુણો થી યુકત હોય તો નારીને નરકની ખાણ પણ કહી છે. સ્ત્રીના ચાર પ્રકારના જે નામો બતાવ્યા છે તેના લક્ષણો નીચે મુજબ છે : પદ્મિની સ્ત્રીના શરીરની ગંધ - કમલ સરખી હોય છે. હસ્તિની સ્ત્રીના શરીરની ગંધ - દારુની તીવ્ર ગંધ સરખી હોય છે. ચિત્રિણી સ્ત્રીના શરીરની ગંધ - દારુની તીવ્ર ગંધ સરખી હોય છે. શંખિની સ્ત્રીના શરીરની ગંધ - ખાર સરખી હોય છે, મહાસતી શ્રી સુરસુંદરીનો રસ) ૧૭૬ Page #210 -------------------------------------------------------------------------- ________________ પદ્મિની સ્ત્રી હંમેશા મુખની શોભા કરે છે. હસ્તિની સ્ત્રી હંમેશા પેટની શોભા કરે છે. ચિત્રિણી સ્ત્રી હંમેશા કમરની શોભા કરે છે. શંખિની સ્ત્રી હંમેશા પગની શોભા કરે છે. પધિની સ્ત્રીના વાળ સુવાળા, લાંબા તેમજ જથ્થામાં ઘણા હોય છે. હસ્તિની સ્ત્રીના વાળ ટૂંકા હોય છે. ચિત્રિણી સ્ત્રીના વાળ જાડા, વાંકાચૂકા હોય છે. શંખિની સ્ત્રીના વાળ ડુકકરની જેવા બરછટ વાંકા હોય છે. પદ્મિની સ્ત્રી બાળ-બચ્ચા,આદિ પરિવાર વચ્ચે રહે. હસ્તિની સ્ત્રી કુટુંબ પરિવારની પાછળ રહે. ચિત્રિણી સ્ત્રી એકબીજાની પૂંઠે લાગી રહે. શંખિની સ્ત્રી ઘર ઘર ભટકતી, ગણતી ફરે. પદ્મિની સ્ત્રીને વહાલું તાંબુલ હોય. હસ્તિની સ્ત્રીને વહાલો હાર હોય. ચિત્રિણી સ્ત્રીને વહાલાં કપડાં હોય. શંખિની સ્ત્રીને વહાલો કજિયો હોય. પધિની સ્ત્રી માથમાં મોગરો આદિ સુગંધિ તેલ નાંખે. હસ્તિની સ્ત્રી માથામાં નાગરવેલનું તેલ નાંખે. ચિત્રિણી સ્ત્રી માથામાં ધુપેલ નાંખે. શંખિની સ્ત્રી માથામાં ધૂળ નાંખે. ઉપર કહ્યા જે લક્ષણોથી યુકત સ્ત્રીઓની વાત કોકદેવની આવા પ્રકારની વાણી છે. આવા પ્રકારની વાતો સુરદત્ત પુરોહિત પોતાના મિત્ર શ્રીદત્તને કહી રહયો છે. સ્ત્રીની પરીક્ષા કરીને પછી લગ્ન કરજે. છતાં પુણ્યથી જ સુખ મળવાનું છે. તેમાં કોઈ મિથ્યા કરનાર નથી. મિત્રના કહેવાથી શ્રી દત્ત વિચારે છે આ નગરમાં શ્રેષ્ઠીની શ્રીમતી નામની કન્યા ગુણવાન અને શિક્ષિત છે. તેની સાથે શ્રી દત્ત શેઠ માંગુ મૂકે છે. પુષ્ય યોગે બંનેના લગ્ન થયા. બંનેનો સંસાર સુખમાં ચાલ્યો જાય છે. દંપતિ પોત પોતાની ફરજોને કયારેય ભૂલતાં નથી, બંનેના જીવનમાં આનંદ અને ઉલ્લાસ દેખાય છે. જૈન ધર્મના સંસ્કારો વારસામાં મળ્યા છે. જેનું જતન કરે છે. ઉભયના મન કયારેય જુદા નથી. જિનવચનમાં રકત રહે છે. વળી બંનેની મતિ દાન ધર્મ માં રમે છે.દાન ધર્મથી દંપતિ શોભે છે. વળી શુભ આદેય કર્મના પ્રભાવે બંનેના વચનો મીઠાં છે. લોકોને માટે આ વચનો આદરણીય બની રહયા છે. પોતાનાં સઘળાયે કાર્યો કરવામાં સમર્થ છે. કાળો મેઘ જગતને દાનમાં મન મૂકીને પાણી આપે છે. પણ ગર્જના કરતો વર્તે છે. જયારે આ દંપતી દાન આપે છે. પણ ગાજયા વિનાનું દાન આપે છે. સીથપાક ભટની જેમ દાન આપે છે. ' (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #211 -------------------------------------------------------------------------- ________________ અન્યથા એક અવસરે શ્રીદત્ત શેઠને ધન કમાવવાને માટે પરદેશ જવાનું થયું. ઘરને વિષે એક પત્નિી એકલી હતી. શેઠે પોતાના મિત્ર સુરદત્તને હાટ હવેલી વિગેરેનું રક્ષણ કરવા માટે કહ્યું. વિશ્વાસુ મિત્રને બધું જ સોંપીને શેઠ પરદેશ જવા નીકળ્યા. નિશ્ચિત બનીને શ્રેષ્ઠી ધન અર્થે વ્યપાર કરવા પરદેશની વાટે ચાલ્યા ગયા. ડાહ્યા પુરુષો કહે છે કે સ્વાર્થી મિત્રથી ચેતતા રહેજો. કલ્યાણ મિત્ર અર્થાત ધર્મમિત્ર બનાવજો. જે મિત્ર સુખમાં સાથ આપે જ. પણ દુઃખમાં વધારે સાથ આપે તો તેને સાચો કલ્યાણ મિત્ર સમજવો. શ્રેષ્ઠી તો પરદેશમાં સંચર્યા. મિત્રએ ભળાવેલું કામ સુરદત્ત પુરોહિત દરરોજ શ્રેષ્ઠીની પત્ની શ્રીમતી પાસે આવે છે. કામકાજ અંગેની પૃચ્છા કરી, કામ પતાવી ચાલ્યો જાય છે. જે કંઇપણ કામ હોય તે આ મિત્ર પતાવ છે. શ્રીમતીની સંભાળ રાખે છે. શ્રીમતી રુપે સ્વરુપે ફૂટડી છે. વળી તેનો પતિ પરદેશ ગયો છે. હવેલીમાં રહેલી શેઠાણી એકલી છે. નિત્ય આવાગમન કરતાં મિત્ર સુરદત્ત નું મન બગડ્યું. ચંચળ મને વિહુવલ બનાવ્યો. શ્રેષ્ઠી પત્નીના રુપમાં અંધ બન્યો. દેહમાં કામ વ્યાપ્યો.હવે તેનું વર્તન વ્યવહાર બદલવા લાગ્યા. કામની વાતો કરવા લાગ્યો. કુચેષ્ટાઓ કરતાં નારી પાસે આવવા લાગ્યો. શ્રીમતી પાસે ભોગની પ્રાર્થના માટેનો શ્લોક લખીને આપ્યો. પ્રેમની વાતો વારે વારે કરવા લાગ્યો. શ્રીમતી સમજી ગઈ. પુરોહિતની દાનત બગડી ગઇ છે. સાવધાન થવાની તક મળી ગઈ. શ્લોક આપીને પુરોહિત ચાલ્યો ગયો. શ્લોક વાંચી અર્થ સમજી ગઈ. જવાબમાં શ્લોક લખીને મોકલ્યો. હું કામ પુરોહિતે શ્લોકના ચાર પદના પ્રથમ પ્રથમ અક્ષર દ્વારા કામની પ્રાર્થના કરી છે. શ્લોક : काले प्रसुप्तस्य जनार्दनस्य, मेघांधकारासु च शर्वरीजु । मिथ्या न यक्ष्यामि विशालनेत्रे, ते प्रत्ययाय प्रथमाक्षरेषु॥ શ્રીમતીએ આપેલો જવાબઃ શ્લોકના ચાર પદના પ્રથમ પ્રથમ અક્ષર દ્વારા જવાબ આપે છે. શ્લોક : नेह लोके सुखं किश्चिति, च्छादितस्यांहसा भृशम् । मितं च जीवित नृणां, तेन धर्मे मतिं कुरू ॥ શ્લોકનો ભાવાર્થ :પુરોહિતના શ્લોકનો અર્થ :- હે! વિશાલ નેત્રવાળી સ્ત્રી મેઘથી અંધકારવાળી એવી ચોમાસાની ત્રિમાં હું તને ઇચ્છું છું.” તે હું જૂઠું નથી કહેતો.- પ્રતીતિ માટે ચારે પદના પ્રથમ અક્ષરોથી મેં જણાવ્યું છે. શ્રીમતીનો જવાબ : હે પુરોહિત! આ લોકમાં પાપવડે અત્યંત આચ્છાદિત થયેલા માનવીને થોડું પણ સુખ હોતું નથી. મનુસ્યનું જીવન ક્ષણભંગુર છે. માટે ધર્મમાં જ બુદ્ધિ રાખ.-પ્રતીતિ માટે ચારે પદના પ્રથમ પ્રથમ અક્ષરથી - “હું તને ઇચ્છતી નથી.” મેં તને જણાવ્યું છે. પુરોહિતના શ્લોકનો જવાબ બુદ્ધિશાળી શ્રીમતીએ શ્લોકથી મોકલ્યો. તે વાંચીને કામી પુરોહિત કેટલાય દિવસો સુધી શ્રીદત્ત શ્રેષ્ઠી ના ઘરે આવ્યો નહિ. વળી થોડા દિવસ ગયા અને પુરોહિત મિત્રના ઘરે પુષ્પ તાંબૂલ વગેરે લઇને આવે છે. શ્રીમતી પાસે આવતાં નયનોને નચાવતો, સ્નેહથી બોલાવવા લાગ્યો. શ્રીમતી કંઈ જવાબ આપતી નથી. પુષ્પ તાંબૂલ આદિ જે વસ્તુ શ્રીમતીને આપે છે. શ્રીમતી તે વસ્તુ એક બાજુ મૂકી દે છે. ત્યારબાદ પૂર્વવત શ્રીમની પાસે આવવા લાગ્યો. શ્લોકનો જવાબ વાંચ્યો. વિચારતાં સમજી ગયો છે. શ્રીમતી મને દાદ આપવાની નથી. (મહાસતી શ્રી સુરસુંદરીનો શસ) (૧૭) Page #212 -------------------------------------------------------------------------- ________________ મારી વાતને ઠુકરાવી દીધી છે. છતાં પણ નિર્લજજ સમજતો નથી. અને વળી પાછો પ્રીતીયુકત સુંદર વચનોને બોલતો કામકાજ અંગેની પૃચ્છાને કરતો દરરોજ આવવા લાગ્યો. વળી એક વખત પુરોહિત લજજા મૂકીને શ્રીમતીને કહે છે. હે સુંદરી! મારી સન્મુખ તો જો. હું કોણ છુ. તા૨ા કંતનો મિત્ર તારો દાસ છું. તારા ગુણો જોઇને મારું મન તને ઝંખી રહ્યું છે. શ્રી દત્તનો અંગત કહેવાઉં. તો મારી સામે જો. વૃક્ષને વળગેલી વેલડીને વૃદ્ધિ માટે પાણી સિંચવું પડે છે. નહિતો તે વેલડી સુકાય જાય છે. તેમ તું પણ કંત વિનાની કરમાઇ ગઇ છે. હું તને નવપલ્લિત કરવા આવ્યો છું. મારી સાથે મન મૂકીને ક્રીડા કર. તારો પતિ પરદેશ ગયો છે. અત્યારે હું તારો પતિ છુ. પતિ કયારે આવશે તે ખબર નથી. તો હે પ્રિયે! તું શા માટે દુઃખને પામે છે? જે પ્રેમથી તને બોલાવે છે તેનો સ્વીકાર કરી લે. હું તને સ્નેહથી નવરાવીશ. મારી સંગતે આવ. મને પ્રેમથી બોલાવ. આમ અકાળે મુરઝાઇ ન જઇશ. કામાંધ પુરોહિતના વચનો એ શ્રીમતીને અકળાવી દીધી. શ્રીમતીને તે વેળાએ ઘણો જ ગુસ્સો આવ્યો. પણ અહિંયા કળથી કામ લેવું પડશે. ગુસ્સો મનમાં સમાવી લીધો. પુરોહિતને મીઠા વચનોથી કહે છે- હે ઉત્તમ ન૨! તમે આ શું બોલો છો? મનુસ્ય જીવનમાં શીલ એતો રતની ખાણ છે. જે પ્રાણીઓ શીલરતને ધારણ કરે છે. તે જગતમાં ઉત્તમતાને પામે છે. શીલનું રક્ષણ કરનાર જગતમાં પૂજાય છે. મરણાંતે પણ સતી અન્યને ન ઝંખે. મરણને જરુર પસંદ ક૨શે. પણ શીલનું જતન ક૨શે. તમે સજજન થઇને શું બોલો છો? સજજન પુરુષો લોકવિરુદ્ધ આચરણ ન કરે. વળી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે હિંસા કરનાર, વચનથી જૂઠું બોલનાર, પરધનનું હરણ કરનાર, અને પરસ્ત્રીમાં રકત-(૨મના૨) પ્રાણીઓ નરકમાં ચાલ્યા જાય છે. હે પુરોહિત! મારા સ્વામી તમને બંધુ-મિત્ર સમજીને, અંગત સ્વજન માનીને વિશ્વાસથી તમને હાટ હવેલી પત્ની આદિનું રક્ષણ સોંપી ગયા છે. તમને આ જવાબદારી સોંપી, પછી તમારો મિત્ર નિશ્ચિતપણે પરદેશ ગયો છે. હે શ્રેષ્ઠી મિત્ર! રક્ષણ કરવું તે તમારો ધર્મ છે. રક્ષણને બહાને તમે આ શું કરો છો? મિત્રદ્રોહી ન બનો. વળી ખેતરના રક્ષણ માટે કરેલી વાડ, ખેતરમાં થયેલા પાકનું ભક્ષણ કરે. અર્થાત વાડ જો ચીભડાં ગળે. તો તે ચીભડાં બચવા માટે બુમરાણ કરે કોણ સાંભળે! માટે તમે વિચારો. આ ભયંકર અકાર્યથી અટકી જાવ. વળી હે પુરોહિત! નીતીશાસ્ત્રમાં કહ્યું છે કે રાજાની રાણી, વિધાગુરુની પત્ની, શેડની સ્ત્રી, તેમજ જન્મ આપનારી પોતાની માતા, અને પાંચમી મિત્રની પત્ની, એ માતા કહેવાય છે. આ પાંચેય સ્ત્રીને માતા સમાન ગણવાની કહી છે. તો તે વચન થકી હું, પણ તમારી માતા સરખી છું. માટે મારી સામે કુદૃષ્ટિથી ન જો. શ્રીમતી સતીને વાત સાંભળીને પુરોહિત કહે છે- હે દેવી! ઘણું કહેવાથી શો ફાયદો? વિપરીત બોલવાથી શો ફાયદો? તારી હવેલીમાં તારા મારા સિવાય બીજું કોઇ નથી. મારી વાત માની જા. અહીં કોઇ જોનાર નથી. આપણે મનમાની માંજ ઉડાવીએ. આવા અવસર ક્યારેય ફરી નહીં મળે. હે માનુની! બધી વાત છોડી મારી સાથે કલ્લોલ કર. મળેલી જિંદગી ને સફળ કર. કર્ણદગ્ધવચન સાંભળી શ્રીમતી વિચારી રહી છે. કામાતુર બનેલો અત્યારે કંઇ સાંભળવાનો નથી. સંકટમાં મૂકાઇ છું. ક્ષણમાત્ર ૫૨માત્માને યાદ કરી ઉપાય વિચારે છે. નરાધમથી બચવા સતી વિચાર કરે છે, ક્ષણ બેક્ષણ વિચારતાં ઉપાય મળી ગયો. પુરોહિતને કહ્યું,-ઠીક! તમારી વાત મેં સાંભળી. આજે રાત્રિના પ્રથમ પ્રહરે તમે આવજો. સતીની વાત સાંભળી મનમાં હરખાયો. ત્યાર પછી સંકેત અનુસાર આવવાનું કહીને નરાધમ પુરોહિત પોતાના ધરે પહોંચ્યો. હવે શ્રીમતી પોત તૈયાર થઇને રાજયના સેનાધિપતિ ચંદ્રધવલ પાસે પહોંચી ગઇ. જારપુરુષ પુરોહિતથી બચવા અને પોતાના શીલના રક્ષણ માટે સેનાપતિની મદદ લેવા માટે ગઇ. સેનાપતિને મળીને બનેલી બીના- બધીજ સેનાનીને મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૧૭૯ Page #213 -------------------------------------------------------------------------- ________________ કહી. તે સાંભળી સેનાની કહે છે, હે સુંદરી! સાંભળ! હું ત્યાં આવીને પુરોહિતને શિખામણ ૫ શિક્ષા કરીશ.મારી આગળ તેનું કંઈ ચાલશે નહિ. તું ચિંતા ન કરીશ. આ પ્રમાણે કહીને સતી સન્મુખ જોઇ રહયો છે. સતીના રૂપને જોઈને મોહી પડયો.હું આ રૂપને ચૂસી લઉં. મળેલી તક ગૂમાવવી એ મૂરખનું કામ છે. વિચારીને શ્રીમતીને કહે છે - હે દેવી! પુરોહિતને શિક્ષા કરીશ. પણ મારી વાત સ્વીકારવી પડશે. મને તારે ઘરે બોલાવ. મને તું બોલાવે તો પુરોહિતથી બચાઉં. સતી સમજી ગઈ કે સેનાની પણ મારા રુપે મોહયો છે. હવે શું કરવું? ક્ષણ વિચારીને કહેવા લાગી- હે સેનાની! તમારે તો તમારા નગરની પ્રજાનું રક્ષણ કરવાનું હું આ નગરની પ્રજાજન છું. તેને બદલે તમે ઉત્તમ થઈને આ શું બોલો છો! પરસ્ત્રીની પૂંઠે કયારેય ન પડીએ. તેને તો દૂરથી છોડી દેવી જોઇએ. અમૃત જેવું જીવન-તેમાં વિષ શા માટે નાખો છો? સેનાની બોલ્યો - હે દેવી! ઘણું બોલવથી શો લાભ! માટે મારે ઘેર આવ્યા છો તો તમારી લાજ રાખીશ. માટે તમે થોડું બોલો, અને મને તમારે ઘેર બોલાવો. સતી પણ આ વાત સાંભળી ચિંતામાં પડી. એકથી બચવા ગઈ તો બીજો પાછળ પડયો. ઉપાય તો કરવો જ રહયો. તરત સતીએ કહ્યું - હે સેનાની મહારાજ! તમારું વચન કોણ લોપે? તમે મારે ત્યાં રાત્રિના બીજા પ્રહરે આવજો. આ પ્રમાણે સેનાનીને સંતોષી સતી ત્યાંથી રાજયના મંત્રીશ્વર અતિમહરના મહેલે સીધી જ ગઈ. પુરોહિત સેનાની સાથે બનેલી ઘટના મંત્રીશ્વર ને કહી સંભળાવી. મંત્રીશ્વર આ સઘળી વાત સાંભળતા સતીની સામે એકીટશે જોઈ રહ્યો છે. સતીના રુપથી મન વિચલિત થયું. સતીની વાત સાંભળી કહેવા લાગ્યો. હે દેવી! સેનાનીને હું વારીશ. શિક્ષા પણ કરીશ. સેનાની મારી આગળ ગરીબ રાંક છે. મારી આગળ તેનું કંઇ ન ચાલે. ગમેતે પ્રકારે તેનો વાંક બતાવીને શિક્ષા કરીશ, જેથી કરીને ફરીથી આવી ખરાબ દષ્ટિથી તારી સામે ન જુએ. પણ મને તો તારા ઘરે બોલાવવો પડશે. મને બોલાવવાથી તારો વાન વધારીશ. મારી સંગતે તને ઘણો આનંદ થશે. સતીએ શીલ રક્ષણ માટે જેની જેની સહાય માંગી તે બધાની નજર બગડી. રાજાનો મુખ્યમંત્રી તેની પણ નજર બગડી. અને એક નારી પાસે ન મંગાય. તેવી અધમ માંગણી કરી. રે! કામાંધ માણસનો કયારેય વિશ્વાસ ન રખાય! શું કરું! સતી વિચારે છે. પછી કહેવા લાગી :- હે મંત્રીશ્વર! તમે આ શું બોલો છો? તમે કોણ? તમારું સ્થાન કર્યું. પરસ્ત્રી મા-બેન, સમાન છે. તેની પૂંઠે ન પડાય! તેનાથી તો દૂર જ રહેવું જોઇએ. હે ઉતમ! હે મંત્રીશ્વર પાણી માં કયારેય અગ્નિ જોયો છે. સંભવે ખરો! શીતલ ચંદ્રમાને વિષે ઉષ્ણતા સંભવે? તમે સૌ સજજન અને મોટા સજજન છો? મોટા થઈને આવા હલકા નીચ કાર્ય કરવા તૈયાર થયા છો. તમને શોભતું નથી. કંઇક વિચારો. અવિવેકી હાથીની જેમ જાતે જ માથામાં ધૂળ ઘાલવા તૈયાર થયા છો. જંગલમાં રહેલો હાથી, જયારે બહુ ખુશમાં હોય ત્યારે જમીન પર આળોટતાં આળોટતાં આનંદમાં આવી ધૂળને ઉછાળે. પોતાના શરીરને ધૂળથી ઢાંકી દે. વળી આજુબાજુ પણ બેફામ ધૂળને ઉડાડે. સાક્ષાત ધુળરૂપી જળથી હાથી પોતે સ્નાન કરે છે. ધૂળથી ઢંકાઈ જાય એટલી ધૂળને ઉછાળે. જંગલના હાથીને વિવેક નથી. નહિ તો ધૂળ પોતાના શરીર ઉપર નાખે? ન જ નાંખે. એવી રીતે હે મંત્રીશ્વર! હાથી અવિવેકી છે. આપ તો વિવેકી છો. મારી વાતને સાંભળો અને સમજો. સતીની વાત સાંભળી કહેવા લાગ્યો - હે સુંદરી! ઘણું બધું બોલી ગઈ. મેં સાંભળ્યું નથી. સમજયો નથી. માટે થોડું બોલ વધારે બોલવાની જરૂર નથી. મને તારે ઘરે બોલાવ. મને બોલાવાથી તારી લાજ વધશે. વળી મારા સંગતે તારો વાન પણ વધશે. સતી સમજી ગઈ કે મંત્રીશ્વરની બુદ્ધિ પણ બગડી. તે પણ મારી પાછળ લાગ્યો છે. શું કરવું? ઠીક! સેનાનીનો જે ઘાટ, તેવો મંત્રીશ્વરનો પણ ઘાટ ઉતારીશ. આ પ્રમાણે વિચારી સતી કહેવા લાગી. હે સુગુણ! હે બુદ્ધિનિધાન! તમારા વચનને મારાથી લોપાય નહિ. રાત્રિના ત્રીજા પ્રહરે મારે ત્યાં આવજો. આ પ્રમાણે કહી મંત્રીશ્વરને સંતોષી સતી નગરના રાજા શ્રીપત્તિ પાસે પહોંચી. રાજાને વિનય કરી હાથ જોડીને કહેવા લાગી હે રાજન! જો તમારો (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #214 -------------------------------------------------------------------------- ________________ મંત્રીશ્વર છે તે મારી પૂંઠે પડયો છે.આપ તેનું વારણ કરો. તે મંત્રી મારે ઘેર રાત્રિના વિષે આવવાનું કહે છે. મારી ઉપર મોહિત થયો છે. તમારા મંત્રીશ્વરથી મારું રક્ષણ કરો. શ્રીમતીની વાત સાંભળતા સાંભળતાં રાજા તેના રુપ સામે જોઇ રહ્યો છે. તે પણ શ્રીમતી ઉ૫૨ મોહિત થઇ ગયો. શ્રીમતીની વાત સાંભળી કહેવા લાગ્યો. હે સુંદરી! મંત્રી તો મારો નોકર છે. તેનાથી હું તને બચાવીશ. ન વાંક હોવા છતાં વાંક બતાવીને મંત્રીને તારા થકી દૂર કરીશ. અને શિક્ષા પણ એવા પ્રકારની કરીશ કે ફરીથી તારા સામું જોશે નહિ. તારા માટે હું બધું કરવા તૈયા૨ છું. પણ મારી વાત સાંભળ. મને તારા ઘરે બોલાવ. તારા ઘરે મને બોલાવીને મારી સાથે મન મૂકીને તું ૨મજે. હું પણ તને ઝંખું છું. મને બોલાવવાથી તારા બધાં કાર્યો સફળ થશે. મારે ત્યાં તો સંપત્તિનું સરોવર છે. રાજાની વાત સાંભળીને શ્રીમતીના છકકા છૂટી ગયા. બધા થકી હું છૂટવા માંગું છું. એક થકી બીજાની મદદ માંગુ છું. તો બીજા મારી જ માંગ કરે છે. હે દેવ! આ શું થવા બેઠું છું. સ્વામી પરદેશ ગયો છે. ઘેર મારી શી દશા બેઠી છે? ભલે રાજાએ પણ મારી માંગણી કરી તેને પણ સ્વાદ ચખાડું. વિચારીને રાજાને કહેવા લાગી. -હે રાજન! આપ તો પ્રજાના પિતા છો. હું તમારી પ્રજામાંની એક છું. વળી પરસ્ત્રી પણ છું. તો આ માંગણી ન કરાય. પરસ્ત્રીની કેડે ન પડાય. જે થકી નરકની ભીતિ છે. પ્રજાના પાલક પિતા પુત્રીનું રક્ષણ કરવું જોઇએ,નહિ કે ભક્ષણ. હે રાજન! બીજાનું અનાજ, બીજાના વસ્ત્રો એ ઝેર સમાન છે. વળી બીજાની શૈય્યા બીજાની સ્ત્રી, બીજાની નિંદા, બીજાનું ઘર,દુર્જન સાથેનો આનંદ, આ સઘળી વસ્તુને સજજન પુરુષો દૂરથી ત્યજી દે છે. માટે હે મહારાજા! આપ વિચાર કરો. જે કાર્ય પાછળ આપની નિંદા થશે હાંસી થશે. આપના મોભાનું શું થશે? સતીની વાત સાંભળી શ્રીપત્તિ કહે છે - હે રુપસુંદરી! મને વધારે કહેવામાં લાભ કંઇ નથી. માટે થોડું બોલ. પ્રજાનો પિતા રાજા કહેવાય છે. ને તે રાજા પ્રજાનો ધણી પણ કહેવાય છે. તેથી હું તારો ધણી પણ થયો ને? સતી સમજી કે રાજા સમજાવ્યા છતાં સમજે તેમ નથી. જે પહેલા ત્રણે ને મુદત આપી છે તેમ આ રાજાને પણ આપવી. એમ વિચારીને સતી કહે – હે મહારાજા! ધણીનું વચન ઉત્થાપાય નહિ. વચન માન્ય કરવું પડે. હું તમારા વચનને અંગીકાર કરુ છું. આપ મારા ઘરે આવવાનું કહો છો. તો ભલે પધારજો. રાત્રિના ચોથા પ્રહરે પધારજો. ચારેયને જુદાજુદા સમયે આવવાનું કહી, સંકેત બતાવીને શ્રીમતી હવેલીએ આવી. ચિંતાતુર સતી પોતાના કમરામાં પલંગ પર બેઠી છે. સતી વિચારે છે કે કામાંધ બનેલા ચાર પિશાચ મને વળગ્યા છે. મારા શીલને કેમ સાચવીશ. શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરતી થકી વિચારી રહી છે. પ્રાણ પરલોકે જાય તે મંજુર છે. પણ શીલ ભંગ નહિ થવા દઉં. મનથી નિશ્ચય કરે છે.ખરેખર! શીલથી સદ્ગતિ મળે છે. શીલથી મોટી અને વિશાળ આવી સુખસાહ્યબી મળે છે. વળી તે થકી યશ અને શુભરુપ સંપદાની પ્રાપ્તિ થાય છે. સુરસંદરીના રાસની ત્રીજા ખંડના નવમી ઢાળ પૂરી કરતાં કવિરાજ કહે છે કે હે ભવ્યજીવો! શીલ રત્નનું રક્ષણ કરજો. તૃતીય ખંડે નવમી ઢાળ સમાપ્ત ★ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ★ (૧૮૧ Page #215 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : : (દોહરા) નિજ મંદિર પાસે અછે, પાડોસણી સહિ એક; શ્રીમતી તસ મંદિર જઇ, શિખવે તાસ વિવેક. ૧ ચાર ઘડી રહે પાછલી, રણીની નિરધાર; અતિ રડતી ઉઘડાવજે, મુઝ મંદિરના દ્વાર. ૨ પત્ર ફટ વંચાવજે, નિધન થયો તુઝ નાહ; ઇમ શિખામણ દેઇ કરી, નિજ ઘર આવી ઉછાંહ. ૩ દીર્ધ મંજુષા એક છે, ચાર વખારાવંત; સજજ કરી બેઠી ઘરે, દાસી સહિત નચિંત. ૪ સતી શ્રીમતી વિચાર કરે છે. રાત્રિ શરુ થતાં સંકેત અનુસારે આ ચારેય દુર્જનો ઉલ્લંઠ પિશાચો આવશે. હવે શું કરવું? વિચારતી કંઇક ઉપાયને શોધતી હતી ત્યાં ઉપાય હાથમાં આવી ગયો. પોતાની હવેલીની બાજુમાં રહેતી પડોશણ ને ત્યાં ગઇ. પાડોશણે આવકાર આપ્યો. શ્રીમતી ત્યાં બેઠી. અને કહેવા લાગી. રે બાઇ! મારે ધર્મ સંકટ આવ્યું છે. તો મારુ કામ કરવું પડશે. આજની રાત્રિની સવાર પડવામાં પાછલી ચાર ઘડી બાકી રહે ત્યારે તું મારા આંગણામાં આવજે. લોટા મોટા અવાજે રડતી રડતી મને બોલાવજે.મારો દરવાજો જોર જોરથી ખખડાવીને હચમચાવી મૂકીને, દરવાજો ખોલાવજે. અને આ પત્ર તને આપી જાઉં છું. પત્રમાં વાત ખોટી લખી છે. તે તુ મને જલ્દીથી આવીને કહેજે કે હે શ્રીમતી! માઠા સમાચાર આવ્યા છે. તારા પતિનું નિધન થયું છે. અને મોટે થી ૨ડજે. આ પ્રમાણે શિખામણ આપીને શ્રીમતી હવેલીએ પાછી આવી. પોતાના બેઠક રુમમાં જઇ બેઠી. તરત દાસીને બોલાવીને કહે છે. આપણી વખારમાં એક મોટો પટારો છે. તે પટારો તું નોકર પાસે કઢાવીને અહીં લઇ આવ. દાસી થકી પટારો મંગાવી લીધો. પોતાની હવેલીના દિવાનખાના પાસેની રુમમાં મૂકાવ્યો. નચિંત થઇ શેઠાણી દાસી સાથે બેઠી છે. ઢાળ દસમી (૧૮૨ (ધન ધન જિનવાણી - એ દેશી) નિજ દાસીને કહે સતી તામ, આવે પુરોહિત જામ રે, ગતિ કામની જો જો . આદર કરી તસ દેજો માન, પછે મુઝને કરજો સાન રે, ગ. ૧ વસ્ત્ર કોથળી કરજો હાથ, પથંક લગે જજો સાથ રે, ગ. કહેજો ઇમ બેસો ઇણે ખાટ, સ્વામિની જોવે વાટ રે. ગ. ૨ તિમિર હરણ 'હરિ જગમાં ભમતો, પુરોહિતને અણગમતો રે, ગ. જાર પુરુષ નારી દિન-ઇંદો, ચોરને ન ગમે ચંદો રે, ગ. ૩ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ Page #216 -------------------------------------------------------------------------- ________________ કૈાતુક જોવા શીઘ્ર ચલંતો, પશ્ચિમ વાસ કરતો રે, ગ. પુરોહિત તવ અતિ ઉલ્લટ ધરતો, અંગે સજાઇ કરતો રે, ગ. ૪ વસ્ત્રાભરણ કુસુમ તંબોલ, પહિરે શ્રૃંગાર સોલ રે, ગ. જાણે પુરોહિત કારજ સિદ્ધો, લાખ દ્રવ્ય કર લીધો રે. ગ. પ સાંજ સમે આવ્યો ૨સ ગિદ્ધો, દાસીએ આદર દીધો રે, ગ. સ્વામી પધારો મધ્ય આવાસે, આવ્યો શ્રીમતી પાસ રે, ગ. ૬ શ્રીમતી તસ સત્કાર કરંતી, આસન અગ્ન ધરંતી રે, ગ. જે આપે તે સવિ કર લેતી દાસીને શિક્ષા દેતી રે, ગ. ૭ તૈલાયેંગન મજ્જન કરજો, આગલ આસન ધરજો રે,ગ. સર્વ ભોજન સામગ્રી કરાવો, રાત્રી પ્રહર ગમાવો રે, ગ. ૮ દાસી પણ તે રીતે કરતી, શ્રીમતી આગલ કરતી રે, ગ. દુગ્ધાદિક સવિ ભોજ્ય કરીને, કહે સતી હેત ધરીને રે,ગ. ૯ તંબોલ સંબંધી વિચાર. (દોહરા) ૧ પહિલું પત્ર મુહ દિઠ વિણ, ભખે ફોકલ નેહ, સાત જન્મ દાલિ દ્રિયો, નિર્ધન હુવે તે હ . પત્ર અગ્રને બીટ નસ, એ ચૂંટચા વિણ ખાય, દુષણ બહુલાં અનુક્રમે, દાલિદ્ર- રુપ તે થાય. ૨ પગ અગ્ર બ્રહ્મા વસે, સારદ પત્રહ મૂલ, વચલી નસે કાત્યાયની, તિણે એ કરવા દૂર. ૩ (ચોપાઇની- એ દેશી) અંગૂઠા પાસે તર્જની, ચૂને લેવે તે વર્જવી; પત્ર પુઠિ તિણી લિપી ખાય, સુરાપાન સરખું કહેવાય. ૪ ચૂનો અંગુઠે લીજીએ, પત્ર મધ્ય લેપન કીજીયે, તે તંબોલ ભખે સુખ હોય, અમૃતપાન સમ કહીયે સોય. પ ઇણે વિવેકે ખાધા પાન, મૃગમદ કપુરમાંહી વિજ્ઞાન, શ્રીમતી કહે પુરોહિત ઉછરંગ, જિણે ખાધા તિણે પામ્યો રંગ. ૬ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૧૮૩) Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પૂર્વની ઢાળ- (દસમી) ચાલુ ઇણિપરે ભોજન સરસ કરાવી, રયણી એક પ્રહર ગમાવી રે. ગ. જઇ પથંકે બેઠો સાર, સેનાની આવ્યાં ઘર-બાર રે. ગ. ૧૦ સાન કહી કહે ઉઘાડો બાર, પુરોહિત કહે કુણ દ્વાર રે, ગ. શ્રીમતી કહે ન લહું કુણ કાજ, સેનાની આવ્યા મહારાજ રે. ગ. ૧૧ સાંભળી શબ્દ પુરોહિત જંપે, તસ્કર પરે તનુ કંપે રે, ગ. કરો પ્રચ્છન્ન રખે મુઝ દેખે, શ્રીમતી તામ ઉવેખે રે. ગ. ૧૨ તેડયા કુણે જે તમો ઇહાં આવ્યા, રોઝ તણી પરે ભાવ્યા રે, ગ. કિહાં પ્રચ્છન્ન કરું કહો છાને, પેસો મંજીષને ખાને રે. ગ. ૧૩ પેઠો પુરોહિત તતખિણ જામ, તાળુ દીયે સતી તામ રે, ગ. સેનાની ઘરમાં હી આવ્યા, સકલ સામગ્રી લાવ્યા રે. ગ. ૧૪ જેહ દીએ તે હાથે ધરતી, નવી સજાઇ કરતી રે, ગ. કરતાં સકલ સજાઇ તામ, પૂર્ણ થયાં કેંદ્રય-યામ રે.ગ. ૧૫ મંત્રીશ્વર આવ્યા તિણિવાર,સેનાની કહે કુણ દ્વાર રે, ગ. વલતું કહે સતી શ્રીમતી નાર, છે મંત્રીશ્વર ઘર-બાર રે. ગ. ૧૬ શું કારણ આવ્યો તુઝ ધામ, શું જાણે હશે કોઇ કામ રે, ગ. તો વહિલી મુઝને સંતાડ, તું પછે બાર ઉઘાડ રે,ગ. ૧૭ કિહાં પ્રચ્છન્ન કરું કહો છાને, પેસો મંજીષ ખાને રે, ગ. બીજે વખારે પેઠા જામ, તાળું દીએ સતી તામ રે, ગ. ૧૮ મંત્રી નિજ મંદિરમાં લેવે, શ્રીમતી ભકિત કરેવે રે, ગ. ચોથે પ્રહરે પધાર્યા રાય, મંત્રી પેઠા તિણે ઠાય રે, ગ. ૧૯ તૃતીય વખારે તાલક દેતી, નૃપને મંદિર લેતી રે, ગ. કરતાં ભકિત નરિંદની સાર, નિશિ ચરમ રહી ઘટી ચાર રે. ગ. ૨૦ તતખિણ. પાડોસણ જઇ બાર, કરે અત્યંત પોકાર રે, ગ. શ્રીમતી સાંભળ તુઝ ભરતાર,માઠો આવ્યો સમાચાર રે, ગ. ૨૧ આવી કુટુંબ સહિત હું વહેલી, બાર ઉઘાડ સહેલી રે, ગ. ઇમ નિસુણી સતી મૂર્છા પામે, રુદન કરે તિણે ઠામે રે. ગ. ૨ ૨ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #218 -------------------------------------------------------------------------- ________________ રાય કહે રાખો મુઝ છાને, પેઠા મંજુષને ખાને રે. ગ. તાળુ દીયે સતી તુર્ય વખારે, કૂચી ધરણી મઝાર રે. ગ. ૨૩ ઉગ્યો સૂર્ય હુઓ પરભાત, શેઠની સહુ કરે વાત રે, ગ. મૂઓ અપુત્રિઓ ઇક વ્યવહારી, વાત કરે દરબારી રે. ગ. ૨૪ તાસ સિરિ દરબાર મગાવે, રાણી રાય શોધાવે રે, ગ. રાય પ્રધાન ન કોઇ દીઠા, અરિ-ભયથી શું નાઠા રે. ગ. ૨૫ ચાર મિલી ગયા છે કુણ કામ, વાત એ સકલ વિરામ રે, ગ. રાણી કહે સેવકને તામ, આણો સિરિ મુઝ ધામ રે. ગ. ૨૬ સેવક શેઠ તણે ઘર જાય, કહે લચ્છી કુણ હાય રે, ગ. કહે સતી એ મંજુષ-મઝારે, મૂકી છે ભરતારે રે. ગ. ૨૭ ઠામ અવર ન લહુ હું કોય, તામ ઉપાડે સોય રે, ગ. સેવક કષ્ટ કરી જઈ વહેલી, અંતે ઉરમાં મહેલી રે. ગ. ૨૮ રાણી જાણી અતિ ઘણો ભાર, ચિંતે હૃદય મઝાર રે, ગ. નૃપ આવ્યા પહેલું કંઇક છાનુ, કાઢી લીલ એક ખાનું રે. ગ. ૨૯ તાળું પ્રથમ ઉઘાડયું જામ, પુરોહિત પ્રગટયા તામ રે, ગ. લહી આશ્ચર્ય કહે નૃપ-ધરણી, એહ કિસી તુમ કરણી રે. ગ. ૩૦ હસત વદન પુરોહિત ભાસે, આગળ કેતુક ઘાસે રે, ગ. બીજુ તાળ ઉઘાડી જો જો, પછે મુઝ દુષણ દેજો રે. ગ. ૩૧ અનુક્રમે તે ચારે નીકળિયા, પરસ્પર દૃષ્ટ મળિયા રે, ગ. નીચું જોઈ રહયા તિરિવાર, જો જો મદન-વિકાર રે, ગ. ૩૨ વિશ્લથ વસન બ્રિીડા લહી નાઠા, નિજ મંદિર જઈ પેઠા રે, ગ. ચિંતે પુરોહિત બેસી ધામ, નારી તણું જુઓ કામ રે. ગ. ૩૩ વાહલા વિસસીએ નહી, એ હુિં એણે સંસાર, ઇક વૈરીને વિષહર અને વિરકિત નાર. ૧ વૈરી રુઠો દાહ દીએ, વિષહર ચાંપ્યો ખાય, ચિત્ત વિરતી ગોરડી, બાલી વિષ દેઈ જાય. ૨ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #219 -------------------------------------------------------------------------- ________________ પૂર્વની ઢાળ ચાલુ શ્રૃંગી અનલ જલરૃપ અસિ ધારો, વેશ્યાનારી સોનારો રે, ગ. એ વિશ્વાસ મ કરશ્યો કોય, પોસ્યા નિજ નવિ હોય રે, ૩૪ તેડાવે નૃપ શ્રીમતી નાર, પહેરાવે અલંકાર રે, ગ. સતી સુખાસણ બેસી ઉદારે, ગઇ નિજ ઘર પરિવારે રે, ગ. ૩૫ દિન કેતે આવ્યો ભરતારો, પુણ્યે જય જયકારો રે, ગ. રત્રજટી ચિત્ત ચિંતે એમ, રખે મુઝ નીપજે તેમ રે. ગ. ૩૬ ત્રીજે ખંડ એ રાસ રસાલે, તેહની દસમી ઢાલ રે, ગ. શુભ ચિત્તે જિણે કામ વિહાયા, તિણે વીર બીરુદ ધરાયા રે. ગ. ૩૭ ૧-સૂર્ય, ૨-સોપારી, ૩-સરસ્વતી, ૪-બે પહોર, ૫-એક જાતનું વિષ ભાવાર્થ : સતી શ્રીમતી પોતના આવાસે બેઠી છે.ભાવિમાં આવનાર સંકટને દૂર કરવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. પોતાની દાસીને કહે છે- રાતના પ્રથમ પ્રહરે પુરોહિત આવશે. જો જે તો ખરી કામી પુરોહિત કેવા બનીને આવશે? ખરેખર! કામની ગતિ કેવી ભયંકર છે? કામને વશ પડેલા પ્રાણીઓ ભાન ભૂલી જાય છે. હે દાસી! હું મારા કમરામાં રહેલી છું.પુરોહિત આવે ત્યારે તેનો આદર સત્કાર કરજેા.માન પણ ઘણું આપજો. દિવાનખાનામાં બેસાડીને જે કંઇ લાવ્યા હોય સાથે તે તમને આપે તે ગ્રહણ કરી લેજો. પછી મને સાદ કરીને સમાચાર આપજો. વળી કહેજો આ ખાટ ઉપર આપ બિરાજો. મારા સ્વામિની હમણાં આવશે. મારી વાટ જોવી પડશે. આ પ્રમાણે દાસીને કહીને શ્રીમતીએ સૂચના કરી દીધી. (૧૮૬ હવે આ બાજુ શ્રેષ્ઠીની હવેલીએથી પુરોહિત નીકળીને ઘેર ગયો છે. રાત કયારે પડે તેની રાહ જોઇ રહયો છે. વળી મિત્રપત્ની એ મને રાત્રે બોલાવ્યો છે. તેથી હૈયે હરખ સમાતો નથી. અંધકારનું હરણ કરનારો સૂર્ય પુરોહિતને ગમતો નથી. સૂર્ય અત્યારે અણગમતો થઇ પડયો છે. કયારે અસ્ત થાય! કયારે રાત પડે! તેની રાહ જોઇ રહયો છે. રાહ જોવાતી પળો ઘણી લાંબી હોય છે. જાર પુરુષ કે સ્ત્રીને ઇચ્છિત સંયોગને દૂર કરનાર દિવસનો ઇન્દ્ર જે સૂર્યને ગમતો નથી. ચો૨ને ચંદ્ર ન ગમે. દુનિયાભરના કૈાતુક અને આશ્ચર્યને જોતો સૂર્ય અસ્તાચલ પર પહોંચવાની તૈયારી કરી રહયો છે. ત્યારે જાર પુરુષ પુરોહિત, શ્રેષ્ઠીની હવેલીએ જવાની તૈયારી કરી રહયો છે. શરીરને શણગારવા લાગ્યો. મૂલ્યવાન નવાં વસ્ત્રો ધારણ કરે છે. અલંકારો પહેરવા લાગ્યો. પુરુષને શોભતા સોળે શણગાર સજી રહયો છે. મુખમાં તાબુલને મૂકે છે. પુરોહિત આજે અતિશય આનંદમાં છે. એના આજે સઘળા મનોરથ ફળ્યા છે. જાણે સઘળા કાર્યની સિદ્ધિ થઇ હોય તેમ માનતા પુરોહિતે પોતાની તિજોરીમાંથી લાખ દ્રવ્ય કાઢયા. તે દ્રવ્યની કોથળી હાથમાં લઇને શેઠાણો શ્રીમતી પાસે આવવા તૈયાર થયો. રાત્રિનો પ્રથમ પ્રહરતો હજી ચાલુ થાય તે પહેલાં જ પોતાના આવાસથી કામાતુર પુરોહિત શ્રીમતીની હવેલી પાસે પહોંચી ગયો. સ્વામિનીના કહ્યા મુજબ દાસીએ કામાતુર પુરોહિતને આવકાર આપ્યો. દરવાજા સામે જઇને આદર સહિત લઇ આવી. હે સ્વામી! પધારો! આગળ દાસી ને પાછળ પુરોહિત. મહેલના ખંડમાં મુખ્ય મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ Page #220 -------------------------------------------------------------------------- ________________ રહેલી શ્રીમતીને સમાચાર પહોંચાડી દીધા. પુરોહિત આવી ગયા છે. પુરોહિતને લઇને દાસી હરખાતી જયાં શ્રીમતી છે ત્યાં લઇ ગઇ. શ્ર મતીએ પણ તેનો સત્કાર કર્યો. બેસવા માટે આસન આગળ મૂકયું. આસન પર બેસતો પુરોહિત શ્રીમતીને લાખ દ્રયની થેલી હાથમાં આપતાં આપતાં શ્રીમતીની સન્મુખ જોઇ રહયો છે. સતી તેની સામે જોતી નથી. ઔપચારિક વાતો કરી દ્રવ્ય દાસીને આપતા કહી રહી છે કે આવેલા મહેમાનને લઇ જાવો. અને સુગંધીદાર તેલનું તેમને મજજન કરો. આસન પર બેસાડીને મજજન કરજો. સારી રીતે મજજન કરી સ્નાન કરાવો. ત્યારબાદ સર્વપ્રકારના ભોજનની વ્યવસ્થા કરાવો. મહેમાનનો થાક ઉતારી ષટુરસ ભોજન જમાડો. પછી ધીમે રહીને દાસીના કાનમાં કહ્યું કે જેમ તેમ કરીને એક પ્રહર રાત્રિ પૂરી કરી નાંખો. સ્વામિનીના કહ્યા મુજબ દાસી પણ તેવા પ્રકારના સમયને પસાર કરતી હતી. પુરોહિતના મહેમાનગીરીમાં દાસી ઉણપ લાવતી નથી. તેમ જ શ્રીમતી પણ અવરનવર પુરોહિત આગળ આવે છે અને જાય છે. વચમાં વચમાં દાસીને સૂચનાઓ કરતી જાય છે. મજજન કરાવ્યા બાદ સ્નાન કરાવ્યું. ત્યાર પછી આસન પર બેસાડ્યો. હવે મહેમાનને જમાડે છે. ત્યાં તો મસાલાથી ભરપુર દૂધનો કટોરો આવ્યો. દુધપાન પછી થોડીવારમાં ભોજન કરવા માટે બાજોઠ ઢાંળ્યો. થાળ ગોઠવાયો. વિવિધ પ્રકારના ભોજન તૈયાર હતા. મિષ્ટાન-મીઠાઇ ભાણામાં દાસી મૃકવા લાગી. આગ્રહ કરીને દાસી જમાડી રહી છે. સતી કૃત્રિમ સ્નેહ લાવીને કહે છે હે પુરોહિત! હવે તંબોલ લ્યો. એમ કહી નાગરવેલનું પાન હાથમાં આપે છે. તંબોલ માટે કહે છે પહેલાં તો વળી પાનનું મુખ જોયા વિના સોપારીનું જે ભક્ષણ કરે છે તે માણસ સાત જન્મ સુધી પ્રાયઃ દરિદ્ર અને નિર્ધન થાય છે. વળી નાગરવેલના પાનનો અગ્રભાગ અને નસને ચૂંટયા વિના જે ભક્ષણ કરે છે તે મોટું દૂષણ કહેવાય છે અને અનુક્રમે તે દરિદ્ર રૂપ થાય. પત્રના અગ્રભાગે બ્રહ્માનો વાસ છે. સરસ્વતીનો વાસ પાનના મુળમાં છે. પાનની વચલી નસમાં પાર્વતી વસે છે. તે કારણે કરીને આ ત્રણને વર્જીને પછી પાનનો ઉપયોગ કરવો. એવી લૈકિકધર્મમાં વાયકા છે. વળી આગળ કહે છે... હવે પાન ઉપર ચૂનો લેવાની રીત કહે છે. અંગૂઠા પાસે રહેલી તર્જની આંગળી એ ચૂનો ન લેવો. પાનની પૂંઠે ચૂનો ન લગાડવો. આ પ્રમાણે કરે તો સુરાપાન કર્યું છે. તેના સરીખું ગણાય છે. તો કેવી રીતે લેવો? ચૂનો અંગૂઠાએ લેવો. અંગૂઠાથી પાનને બરાબર મધ્યભાગે ચોપડવો. તેવા પ્રકારના તંબોલનું જે ભક્ષણ કરે છે તેને સુખ થાય છે. તેને અમૃતપાન સરખું કહેવાય. આ સૂચન અનુસાર દાસીએ પાન તૈયાર કર્યું. એ પાનનું ભક્ષણ પુરોહિત કરે છે. કહે છે વિવેકીજનો આવા પ્રકારના તૈયાર કરેલા પાનમાં મઘમઘતા મસાલા નાંખીને સ્વાદિસ્ટ પાનને આરોગે છે. તેવા પ્રકારના તાંબુલને બનાવતી શ્રીમતી કહે છે કે જે આવા તંબોલનું ભક્ષણ કરે છે તેને તેના સ્વાદની અને રંગની ખબર પડે છે. શ્રીમતી તથા દાસી આદિ ભેગા થઇને પુરોહિતને વિવિધ પ્રકારના ભોજન કરાવતી વળી તંબોલ આદિને આપતાં મીઠી મીઠી વાતો કરતાં ઘણો વખત પસાર કરી દીધો. ત્યારબાદ દાસી પુરોહિતને લઇને બીજા કમરામાં રહેલા પલંગ પર બેસાડયો. આ રીતે એક પ્રહર પુરો થઇ ગયો. ત્યાં તો બારણે ટકોરા પડયા. સંકેત અનુસારે બીજા પ્રહરે સેનાની પધારી ગયા. ને કંઠીના દરવાજા ખખડાવ્યા. ઇશારો કરીને કહે દરવાજો ઉઘાડ. પુરોહિતને ફાળ પડી કે અત્યારે કોણ આવ્યું હશે. તેથી પૂછવા લાગ્યો. અત્યારે કોણ આવ્યું? શ્રીમતી કહે- મને શી ખબર કોણ આવ્યું? તપાસ કરવા મોકલું. શ્રીમતીએ દાસીને દરવાજે મોકલી . દાસીને ખબર હતી. દરવાજે જઇને પાછી આવીને કહેવા લાગી-સેનાની આવ્યા છે. પુરોહિત સાંભળી ગભરાઇ ગયો. ખરેખરો મુંઝાઇ ગયો. ચોરની જેમ કંપતા કહેવા લાગ્યો. રે દાસી! હમણાં દ્વાર ન ઉઘાડીશ. પહેલાં મને અહીંયા ગમેત્યાં સંતાડી દે. પછી દ્વાર ઉઘાડજે. શ્રીમતી મને જલ્દી સંતાડી દે. રખેને સેનાની મને (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૧ણી Page #221 -------------------------------------------------------------------------- ________________ જોઇ જાય. દાસી તો હસવા લાગી. પુરોહિતના દીન વચનો સાંભળી શ્રીમતી કહેવા લાગી- તમને અહીં કોણે બોલાવ્યા હતા? તે તમે આવ્યા. જંગલમાં રખડતાં રોઝની પેરે અહીં આવી ભરાયા છો. પુરોહિતની અવગણના કરતી સતી વળી કહે છે કે મારે ત્યાં સંતાવા જેવી કોઇ જગ્યા નથી. કયાં તમને સંતાડું? પુરોહિત કહે- શ્રીમતી ગમેતેમ કર. પણ મને જલ્દી સંતાડી દે. પછી દરવાજો ખોલજે. શ્રીમતી કહે - ઠીક! મારા ઘરમાં પુરાણો પટારો છે ત્યાં તમને સંતાડી દઉં. ત્યાં સંતાઇ જાવ. એમ કહીને તરત જ દાસીને ઇશારો કર્યો. વળી પટારો જયાં રાખ્યો હતો તે કમરો ખોલીને પટારામાં પુરોહિતને પૂર્યા. તરત સતીએ ચાર ખાનાવાળા પટારાના પહેલાં ખાનામાં પુરોહિતને પૂરીને તાળું દઇ દીધું. ત્યારબાદ હસતી દાસીએ દરવાજો ખોલ્યો. આનંદભેર સેનાનીને હવેલીના મધ્ય ખંડમાં લઇ આવી. સેનાની પણ પોતાની સાથે સામગ્રી લઇને આવ્યા છે. પૂર્વે... પુરોહિતની જે રીતે આગતા સ્વાગતા કરી હતી તે રીતે સેનાની પણ દાસી ભકિત કરવા ત્તત્પર થઇ. સેનાની પોતાની સાથે દ્રવ્ય આદિ લાવ્યા હતા તે સર્વ વસ્તુ શ્રીમતીના હાથમાં આપતાં સતીની સામે એક સરખી દૃષ્ટિથી જોયા કરે છે. સતીએ પણ ઇશારાથી દાસીને કહી દીધું છે કે પુરોહિતની પાછળ એક પ્રહર પુરો કર્યો તેમ આ શેતાનની પાછળ પણ તે જ રીતે બીજો પ્રહર પૂરો કરવાનો છે. આદર સત્કારતેલનું માલિશ-સ્નાન-ત્યારબાદ ષટ્સ ભોજન અલકમલકની વાતો કરતાં તાંબૂલ આદિ આપીને દાસી તેને પલંગ ઉપર બેસાડે છે. એટલામાં તે બીજો પ્રહર પુરો થયો. હજુ તો સેનાની પલંગ ઉપર બેસવા જાય ત્યાં બેઠો ન બેઠો ને બારણે ટકોરા પડયા. કોઇ આવ્યું છે, જાણી સેનાની ગભરાયો. હે દેવી! અત્યારે કોણ આવ્યું? શ્રીમતી કહે કે મંત્રીશ્વર આવ્યા છે. સેનાનીને તો મંત્રીનું નામ પડતાં ગુસ્સો આવ્યો. ખરી પળ હવે મારી આવી ત્યાં વચમાં કયાં આવી ગયો? રંગમાં ભંગ પડયો. શ્રીમતીને પૂછ્યું “અત્યારે તમારે ત્યાં કેમ! તેને ઘરબાર બૈરી છોકરા પરિવાર બધું જ છે. છતાં તમારે ત્યા કયાં કારણે આવ્યો? સતી કહે :-મને શી ખબર? અત્યારે મારે ત્યાં કેમ આવ્યો હશે? અહીં આવે એટલે ખબર પડે. સેનાની કહેવા લાગ્યો. હે સુંદરી! બધી વાત પછી. દરવાજો પછી ખોલજે. પહેલાં મને સંતાડી દે. શ્રીમતી કહે- કાં સંતાડું? મારે ત્યાં સંતાડવા જેવી જગ્યા નથી. સેનાની કહે- હે દેવી! ગમેતેમ કર. મને સંતાડયા પછી દ્વાર ઉઘાડજે. શ્રીમતી કહે- બીજુ તો કોઇ સ્થાન નથી, જૂનો પટારો છે. તેમાં સંતાઇ જાવ. દાસીને ઇશારો કરતાં મંજુષાવાળો કમો ખોલ્યો. ને મંજુષાનું બીજુ ખાનું જેવું ખોલ્યું કે સેનાની જલ્દી જલ્દી પટારાના ખાનામાં ભરાઇ ગયો. એક ખાનામાં પુરોહિત બીજા ખાનામા સેનાપતિ સંતાઇ ગયો. દાસીએ ખાનાને તાળુ દઇ દીધું. ત્યારબાદ દાસીએ દરવાજો ખોલ્યો. ત્રીજો પ્રહર ચાલુ થઇ ગયો હતો. હવે શ્રીમતીને ત્યાં મંત્રીશ્વરની પધરામણી થઇ. દાસી આદર સત્કાર કરતી મહેલના મધ્યભાગમાં લઇ આવી. કેવી ભીતી! કાળા કામ કરવા નીકળેલા સમાજના રાજયના અગ્રેસરો પોતાને કેટલો ડર? રખેને મને કોઇ જોઇ જશે તો! આબરુનું લીલામ. રાજયની નોકરી ચાલી જાય. છતાં કામાંધ બીજું કંઇજ વિચારતા જ નથી. મંત્રીશ્વર પણ આ લાઇનના. મંત્રીમુદ્રાને ધારણ કરનારની આંતરિક વૃત્તિ કેવી! સતી પોતાના મંદિરે આવેલા મંત્રીશ્વરની સેવાભકિત દાસી દ્વારા ઘણી કરે છે. પુરોહિત-પછી સેનાની-તે પછી રાજયનો મહાબુદ્ધિ નિધાન મંત્રીશ્વર? તે મંત્રી પણ શ્રીમતીને રીઝવવા અને મનની મેલી મુરાદો પૂરી કરવા માટે અવનવા ભેટણાં લઇને આવ્યા છે. આસન બેસવા આપ્યું. આસન પર બેસતાં મંત્રીની નિગાહતો સતી ઉપર ચોંટી છે. પણ પોતની ચારેકોર દાસીઓ સેવા કરી રહી છે. સાથે લાવેલા ભેટણાં શ્રીમતીને આપવા માટે તૈયાર થયેલો મંત્રી શ્રીમતીના ઇશારા થકી દાસીઓ ગ્રહણ કરે છે. મંત્રીને તો શ્રીમતીના હાથમાં આપવું હતું ને તે રીતે તેના હાથને પકડવો હતો. પણ આ તો શ્રીમતી સતી નારી હતી. હર પળે સાવધ રહેતી હતી. આપેલી વસ્તુને ગ્રહણ કરીને દાસીઓ એ તેલ મજજન કર્યું. સ્નાન માટે લઇ ગઇ. શ્રીમતી વચ્ચે આંટો લગાવી જાય છે. મંત્રી તો જાણે શ્રીમતીને મેળવવામાં વિહ્વળ (૧૮૮ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #222 -------------------------------------------------------------------------- ________________ બની ગયો છે. દાસીઓ સમય વધારે લઈ રહી છે. સ્નાન પત્યા પછી ભોજનના થાળ મંડાવ્યા. ને મનગમતાં ભોજન કરાવી દાસી મંત્રીશ્વરને પલંગ પાસે લઈ જાય છે. ત્યાં તો મંત્રીશ્વરનો ત્રીજો પ્રહર પૂરો થઈ ગયો. ત્રણ કલાક દાસીએ તો જોત જોતામાં પસાર કરી દીધા. બાપડા રાંક બનેલા મંત્રીશ્વરને શી ખબર! મારો સમય આમ જ પૂરો કરશે. મંત્રીશ્વર માને છે હવે મને શ્રીમતી મળશે. સ્વપ્નો સેવતાં મંત્રીશ્વર શ્રીમતીની રાહ જોતો હતો. ત્યાં તો બારણે ટકોરા પડ્યાં. ચોથા પ્રહરે શ્રેષ્ઠીની હવેલીએ શ્રીપતિ રાજા આવ્યા. ભોગના ભિખારીઓ પોતાના સ્થાનને સાચવી શકતાં નથી. ટકોરા સાંભળી દાસી દરવાજે ગઈ. મંત્રીશ્વર પણ ટકોરા સાંભળી ગભરાયો. આનંદ ઓસરી ગયો. પૂછવા લાગ્યો હે દેવી! કોણ આવ્યું? દાસી કહે-શેઠાણી! આંગણે રાજા આવી ઊભા છે. દરવાજો ખોલવાનો છે. મંત્રીશ્વર તો હાંફળા ફાંફળા થઈ ગયા. શ્રીમતીને કહેવા લાગ્યા. હે દેવી! બારણાં હમણાં ન ખોલતી. પહેલાં મને તારી હવેલીમાં કયાંક સંતાડી દે. શ્રીમતી કહે જગ્યા નથી. મંત્રી કહે:- ગમે તે કર. પણ મને સંતાડયા પછી દરવાજો ખોલજે. સતીએ કહ્યું- સંતાવાની જગ્યા નથી. મારા ઘરમાં જુનો પુરાણો પટારો છે તેમાં સંતાડી દઉં. મંત્રીશ્વર કહે- જુનો હોય કે નવો. મને અત્યારે સંતાડી દે. દાસીને સંકેત કરતાં કમરો ખોલ્યો. પટારો પડયો હતો. ત્યાં મંત્રીશ્વરને લઈ ગઈ. ત્રીજું ખાતું ખોલતાં મંત્રીશ્વર પૂજતો ધ્રૂજતો પટારામાં પેસી ગયો. દાસી એ તરત તાળું દઈ દીધું. દાસી દરવાજે પહોંચી. દ્વાર ઉઘાડયા. શ્રીપતિ રાજાનો સત્કાર કર્યો. હવેલીમાં આવી ગયા બાદ શ્રીમતી પણ રાજા પાસે આવી. માન સન્માન આપી યોગ્ય આસને બેસાડયા. ત્રણની જે ભકિત કરીતે કરતાં રાજાની ભક્તિ વધારે કરવાની છે. ઇશારાથી સૂચન શ્રીમતીએ કર્યું. રાજા શ્રીમતીને જોતાં આનંદમાં આવ્યો. શ્રીમતી માટે પોતાની સાથે લઇ આવેલ ભેટસોગાદો-આભરણ અલંકારો વળી ઘણું દ્રવ્ય પણ સાથે હતું. તે બધું શ્રીમતીને આપવા લાગ્યો. તેનો સ્વીકાર કરતી શ્રીમતી દાસી પાસે બધું ગ્રહણ કરાવે છે. રાજાના શરીરે તેલનું માલિશ, ત્યારબાદ સ્નાન, પછી ભોજન એમ કરતાં ચોથો પ્રહર પૂરો થવા લાગ્યો. ત્યાં જ બારણે ટકોરા પડયા. ચાર પ્રહર પૂરા થવા આવ્યા હતા. રાજાના આનંદમાં રંગમાં ભંગ! રાજા બોલ્યો અત્યારે કોણ? શ્રીમતી કહે- મહારાજ! મને શી ખબર કોણ આવ્યું છે! રાત્રિની ચાર ઘડી બાકી હતી ત્યાંતો પડોશણને શીખવાડયું હતું તે સમયસર દરવાજે આવી ગઈ છે. અને મોટા સાદે રડતી રડતી, શ્રીમતીને બૂમો પાડતી દરવાજો ખોલવાનું કહે છે. રાજા કહે કે હમણાં દરવાજો ન ખોલતી. મને તારા ઘરમાં સંતાડી દે. પછી દરવાજો ખોલજે. રાજને કયાં સંતાડું? સંતાવાની જગ્યા નથી. રાજા કહે- ગમે તે ઉપાયે મને સંતાડવો જ રહયો. કમરો ખોલ્યો. પેટારાના ત્રણ દરવાજાને તાળાં હતાં. હવે ચોથું બાકી હતું. તે ખોલાવે છે. ને રાજા તરત જ પટારામાં સંતાઈ ગયો. પછી દાસીએ તરત તાળું દઈ દીધું. એક દાસીએ દરવાજો ખોલ્યો. પાડોશણ દોડતી આવી કહેવા લાગી, રે બેન! આ ચીઠી આવી છે. વાંચ. તારો પતિ પરદેશ ગયો હતો. તેનું ત્યાં નિધન થયું છે. અર્થાત્ પરદેશે મૃત્યુ પામ્યો છે. આવા માઠા સમાચાર સાંભળીને સતી મૂછ પામી. તરત શીતોપચાર કરતાં કંઈક ભાનમાં આવી. વળી કલ્પાંત કરતી શ્રીમતી મોટે મોટેથી રડવા લાગી. જ્ઞાની કહે છે સાચાને પહોંચી શકીએ. જુઠાને ન પહોંચાય. તેમાં વળી સ્ત્રી ચરિત્ર. બ્રહ્મા પણ પહોંચી ન શક્યા. તો આપણે શી વિસાતમાં? આ રીતે શ્રીમતીએ રાત પસાર કરી. પટારાની ચાર ચાવીઓ શ્રીમતીની પાસે છે. સવાર થવા આવી. શીલને અખંડ રાખવાનો સતીનો ઉપાય સફળ થયો. સતીનું મુખ જોવા માટે ઉદયાચલે સૂર્યદેવ આવી ગયા. અંધકાર દૂર થયો. પરદેશમાં શેઠનું નિધન થયાના સમાચાર નગરીમાં વ્યાપી ગયા. અપુત્રિયો શ્રેષ્ઠી મરણ પામ્યો. સહુ શોકને વ્યકત કરતાં શેઠાણીને મળવા સૈ આવવા લાગ્યા. આ બાજુ રાજદરબારમાં પણ વાત પહોંચી ગઈ. કોઈ એક દરબાર સમાચાર (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૮૯ Page #223 -------------------------------------------------------------------------- ________________ આપ્યા. અપુત્રિયો શ્રેષ્ઠી મૃત્યુ પામ્યો. રાજનો નિયમ હતો. અપુત્રિયાનું ધન રાજભંડા૨માં આવે. રાજમહાલયમાં રાજાની શોધખોળ થવા લાગી. રાજાના આદેશ વિના શેઠનું ધન લેવા કઇ રીતે જાય? રાણીવાસમાં પણ આ રીતે વાત પહોંચી. રાણી પણ સેવકો થકી તપાસ કરાવે છે. રાજા ન મળતાં, પ્રધાનને બોલાવે છે. પ્રધાન પણ મળતાં નથી. ત્યારબાદ સેનાનીને બોલાવે છે. સેનાનીનો પત્તો નથી. ગયાં કયાં? રાજપરિવારમાં ઉહાપોહ થઇ ગયો. નગ૨માં પણ વાત પ્રસરી ગઇ. રાજા, પ્રધાન, સેનાની કયાં ચાલ્યા ગયા હશે? કોઇ દુશ્મનના સમાચાર આવ્યા હશે? શું તેના ભયથી નાસી ગયા હશે? છેવટે રાણી રાજસેવકને બોલાવવા માટે મોકલે છે. પુરોહિત પણ ઘરે નથી. રાણી વિચારે છે કે આ ચારેય ભેગા થઇને કયાં ગયા હશે? એવું શું કામ આવી ગયુ હશે? રાજ્યને સુનું મૂકીને ચાલ્યા ગયાં? ખેર! રાણીએ આ કામ સંભાળી લીધું. રાજસેવકો બોલાવ્યા. અને નગરમાં શ્રીદત શ્રેષ્ઠીને ત્યાં જવા માટે કહ્યું. શેઠની હવેલીમાં લક્ષ્મી દ્રવ્ય હોય તે લઇ આવો. અને મારા આવાસમાં મૂકો. રાણીની આજ્ઞાથી સેવકો શેઠની હવેલીએ પહોંચ્યા. રાણીની આજ્ઞા શેઠાણીને કહી. શેઠે દ્રવ્ય કયાં મુકયું છે? સેવકો પૂછવા લાગ્યા. શેઠાણી કહેવા લાગી મારા તો સ્વામી બધી લક્ષ્મી આ મંજાષામાં મૂકીને પરદેશ ગયા છે. બીજા સ્થાને તો તેમણે કયાંયે ધન રાખ્યું નથી. અને કમરો ખોલીને મોટી મંજાષા બતાવી. સેવકો મહાકષ્ટ હવેલી માંથી બહાર લઇ આવ્યા. ત્યાંથી ઉચકીને રાણીના મહેલે મંજાષાને મૂકી. મંજાષા ઘણી વજનવાળી હતી. બિચારા સેવકો પણ તેને ઊંચકીને લઇ આવતાં ઘણા થાકી ગયા. રાણીએ જોયું કે મંજાષામાં ઘણું દ્રવ્ય હશે અને દરદાગીના, હીરામોતી, માણેક આદિ ઝવેરાત પણ હશે. તેથી વિચાર કરવા લાગી કે રાજા આવતાં પહેલાં મંજુષા ખોલીને એક ખાનું ખોલીને દ્રવ્યને કાઢી લઉં, જેથી રાજાને ખબર ન પડે. હું છાનું કાઢી લઉં.એ રીતે વિચારી રાણી એ પ્રથમ તાળું ખોલ્યું. તો તેમાંથી પુરોહિત નીકળ્યો. રાણી એ તો દ્રવ્ય ઝવેરાતને માટે ખાનું ખોલ્યું. અને આ શું? આશ્ચર્યમાં પડી. રાણી પૂછવા લાગી, હે પુરોહિત! આ શી રીતે બન્યું? તમે પટારામાં કયાથી? ત્યારે હસતો હસતો પુરોહિત કહેવા લાગ્યો, મને જોઇને આશ્ચર્ય પામ્યા? હજી તો આગળ નવા નવા કંઇક કૈાતુક જુઓ. બીજુ તાળું ખોલો! પછી મારા દોષને જોજો. પુરોહિતના કહેવાથી રાણી એ અનુક્રમે બાકીના ત્રણેય તાળાં ખોલ્યાં. ચારેય પ્રગટ થયા. એકબીજાની સામે જોવા લાગ્યા. આશ્ચર્યની સીમા ન રહી. સહુને પોતાના કાર્યની ખબર હતી. બિચારા શરમે ચારેયએ નીચે જોયું. એક બીજા ન બોલે કે પૂછી શકતાં ન હતાં. હે ભવ્યજીવો! મદનના વિકારને જો જો. રાણી આગળ ચારેય શરમિંદા બની ગયા. ક્ષોભ પામતા પોતાના વસ્ત્ર સંભાળતા શરમા માર્યા નારીવાસથી ચારેય નીકળી ગયા. અને પોતાના આવાસે ચાલ્યા ગયા. પોતને સ્થાને જઇ ને સૈા વિચારમાં પડી ગયા છે. પુરોહિત પોતાના ઘરમાં બેસી વિચારે છે,નારીનું કેવું કામ છે! હું એને ઓળખી ન શકયો. વહાલાનો વિશ્વાસ પણ કયારેક ઠગારો નીવડે છે. આ સંસારમાં ત્રણ વસ્તુ વહાલી હોવા છતાં તેના ઉપર વિશ્વાસ ન રાખવો. વૈરી,વિષધર અને વિરકત નારી. દુશ્મન દુભાય તો અગ્નિ દાહ દે છે, સર્પને જો છંછેડયો તો પ્રાણ લઇ લે. વિરકત નારી પણ જો રૂઠી તો ઝેર આપવામાં અટકતી નથી. માટે વહાલા વહાલા કરતા વહાલા કયારે વૈરી બની જાય છે તે ખબર પડતી નથી. વળી પણ આ જગતમાં વિશ્વાસ ન કરવા જેવી કેટલીક વસ્તુ રહેલી છે. જેવી કે શૃંગી નામનું વિષ(ઝેર), અગ્નિ, પાણી, રાજા, તલવાર, વેશ્યા સ્ત્રી અને સોની. આ સાત ઉપર વિશ્વાસ ન કરવો. આ સાતનું ભરણપોષણ કરો. ઘણું ન સાચવો છતાં એ કયારેય પોતાના થતાં નથી. શ્રીપતિ રાજા પણ શ્રીમતીએ કરેલા કાર્ય ઉપર વિચાર કરતો થઇ ગયો. બીજે દિવસે સતી શ્રીમતીને રાજદરબારે બોલાવે છે. સતીનો આદર સત્કાર કરીને તેને અલંકાર આદિ પહેરાવે છે. બહુમાન કરે છે. શીલ રતનને સાચવવા કરેલાં મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૯૦ Page #224 -------------------------------------------------------------------------- ________________ ઉપાયોની રાજા વગેરે સભાજનો અનુમોદન કરે છે. બહુમાન કરીને વિદાય આપે છે. રાજની પાલખી સતીને ઘેર મૂકવા જવા માટે મોકલે છે. સતી સુખાસને બેસીને ઘરે આવે છે. આવી રીતે સતીના કેટલાયે દિવસો સ્વામી વિનાના જાય છે. પરદેશનું કામ પતાવી,ધન ઉપાર્જન કરી, શેઠ પોતાને ઘેર આવે છે. આ બનેલી સઘળી બીના સાંભળી આશ્ચર્ય પામે છે. પોતાની પત્નીને ધન્યવાદ આપે છે. પુણ્યશાળી પુણ્ય ના પ્રભાવે જયાં હોય ત્યાં બધે જ જય જયકાર બોલાવે છે. રતજટી ખેચર આવા બધા વિચારોમાં ગરકાવ બની ગયો છે. અને પોતાના મનને અવળે માર્ગે જતું અટકાવે છે. બુદ્ધિ પણ મારી બગડી ન જાય તેની સાવધાની રાખે છે. આ ત્રીજા ખંડને વિષે દસમી ઢાળ પૂર્ણ થાય છે. કવિરાજ કહે છે કે શુભચિત્તથી જેણે મદન-કામદેવને દૂર કર્યો છે તે જ આ જગતમાં ‘‘વીર’’ નું બિરુદ મેળવે છે. તૃતીય ખંડે દસમી ઢાળ સમાપ્ત ★ (દોહરા) ઇણિપરે ખેચર ચિંતવી, કરી નિશ્ચય નિજ મશ; ઉકત વણ નવિ પાલટે, તે જગમાં ધન શ. ૧ વચને પાંડવ વન વસ્યા, વચન કાજે સિરિ રામ; લંક બિભીષણ થાપીઓ, રાવણ હણિયો જામ. ૨ વચન કાજે હરિશ્ચંદ્રજી, નીચ ઘર નીર ભરંત; જિણે મુખે વાચ અવાચ હુય, ધિગ તસ જન્મ કહંત. ૩ સત્ય વિના સુખ જગ નહિ, કો ન કરે વિશ્વાસ; સત્ય થકી સંપદ મલે, સત્ય જિહાં ઘાટ સાસ. ૪ ચાર નારીને ઇમ કહે, ભકિત કરો ધરી નેહ; દિન થોડામાં બહેનડી, વોલાવું નિજ ગેહ. પ ઇમ નિસુણી ચારે પ્રિયા, નણદીની કરે ભકિત, પ્રથમ નારી ભકિત કરે, પ્રેમ સહિત વર યુકિત. ૬ ભવાર્થ : આ પ્રમાણે વિચાર કરતા ખેચરરાયે મનમાં નિશ્ચય કર્યો..મેં વચન આપ્યું છે તે હું મિથ્યા-(ખોટું) નહિ થવા દઉં. મારા આપેલા વચનને ફોગટ નહિ થવા દઉં. અને વળી જગતમાં પણ તેને ધન્યવાદ છે કે આપેલા વચનને જીવનપર્યંત નભાવે છે, ટકાવી રાખે છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૧૯૧ Page #225 -------------------------------------------------------------------------- ________________ ભૂતકાળનો ઇતિહાસ જુઓ! વચનને ખાતર પાંડવોને વનમાં વસવું પડ્યું. વચન થકી શ્રી રામચંદ્રજીને પણ વનવાસ કરવો પડયો. વચનથી રાવણને હણી રામચંદ્રજીએ વિભીષણને લંકાનગરીની ગાદીએ બેસાડયો. દીધેલા વચનને પાળવા માટે હરિશ્ચંદ્રજીએ નીચ ઘરે પાણી ભર્યા. વચનબદ્ધ મહાપુરુષો કયારેય વચનનો લોપ કરતાં નથી. મહાપુરુષો વચનને માટે પ્રાણ આપવા તૈયાર થાય પણ વચનભંગ કયારેય ન કરે. વચન આપીને જે ફરી જાય, વચનભંગ કરે, તે માણસોની જગતમાં કોઈ કિંમત જ હોતી નથી. તેના જન્મ તથા જીવનને ધિકકાર છે. વળી સંસારમાં સર્વજીવો સાચું સુખ મેળવતાં હોય તો સત્ય વચનથી જ. સત્ય વચનથી સંપદા મળે છે. શ્વાસે શ્વાસે પણ સત્ય વચન જ નીકળે. કયારેય અસત્ય બોલતા નથી. તે મહાપુરુષો તરીકે વખણાયા છે. તેઓની કારકીર્દિ જગતમાં વ્યાપી છે. ખેચરરાય આવા ઊંચા પ્રકારની ભાવનામાં રમતો, પોતાના મન તથા બુદ્ધિ ઉપર કાબુ મેળવી લીધો. ત્યારબાદ પોતાની પ્રાણપ્રિય વહાલી ચાર પ્રિયાઓને નણંદી હવે થોડા દિનની મહેમાન છે. તેના ઘરે હવે સુખરૂપ પહોંચાડવાની છે. તો તમે સૌ સ્નેહ ધરીને કરવી હોય તેટલી ભકિત કરી લ્યો. મારી બેનની ભકિત વારે વાર મળવાની નથી. પોતાના સ્વામીની વાત સાંભળી ચારે વિદ્યાધરી નણંદીની ભકિત મનમૂકીને કરી રહી છે. ચારેય સ્ત્રીઓ વારાફરતી ભકિત કરે છે. તેમાં પહેલી સ્ત્રી પ્રેમયુકત શ્રેષ્ઠ ભક્તિ કરે છે. ઢાળ અગિયારમી (જી રે મારે લોભ તે દોષ અથોભ એ દેશી.) જી રે મારે નણંદીની કરે ભકિત,નારી પ્રથમ બેચર તણી, જીરેજી, જી રે મારે મન ઇસિત દીએ તાસ, મેવા મીઠાઇ અતિ ઘણી જીરેજી. ૧ જી રે મારે કહે તુમ બાંધવ પાસ, રુપ પરાવર્તન તણી જીરેજી, જી રે મારે વિદ્યા છે ગુણ ગેહ, લેજો નણદી સુખ ભણી જીરેજી. ૨ જી રે મારે બીજી ભકિત કરંત, અદષ્ટીકરણી ભલી જીરેજી, જી રે મારે વિધા છે સપખદાય, લે જો નણંદી તે વલી રેજી. ૩ જી રે મારે ત્રીજી ભકિત કરંત, પર વિદ્યા છેદન તણી જીરેજી, જી રે મારે શિખજો નણંદી તેહ, વિદ્યા સકલ શિરોમણી જીરેજી.૪ જી રે મારે ચોથી કહે પતિ પાસ, કંજર શત બલ જેહથી જીરેજી. જી રે મારે થાય તે લેજો બહેન, અરિગણ જીતીએ તેહથી,જીરેજી. ૫ જી રે મારે ઇણિપરે ચાર વધૂકત, બોલ ચાર સતી ચિત્તગ્રહે જીરેજી, જી રે મારે સુરસુંદરીને ઇમ, અન્ય દિવસ ખેચર કહે જીરેજી. ૬ જી રે મારે તુઝ ગુણગણ સહકારે, મુઝમન કીરને સુખ ઘણું જીરેજી. જી રે મારે તુઝ વિયોગનું દુઃખ, એક મુખે તે કિમ ભર્યું જીરેજી. ૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો શસ) Page #226 -------------------------------------------------------------------------- ________________ જી રે મારે એટલા દિન સુણ બહેન, ભકિત કશી ન કરી ઘણી જીરેજી, જી રે મારે પૂન્ય પનોતી બાલ, તું તો સકલ સોભાગિણી જીરેજી. ૮ જી રે મારે હંસ ગએ સર છોડી, હંસ સરોવર નહિ મણા જીરેજી. જી રે મારે તે સરને હોએ હાણ, ભમરાને પુષ્પ જ ઘણા, જીરેજી. ૯ જી રે માર જિહાં જાશો તિહાં આપ, જસ સુખ સંપદ સંભવે જીરેજી, જી રે મારે કિમ કહિએ તમો જાઓ, રસના શતખંડજ હુવે જીરેજી. ૧૦ જી રે મારે જગમાંહી કહો કુણ, નવિ વંછે ગુણવંતને જીરેજી, જી રે મારે ઉમાહયો મનમાંહી, જો મલવા હુએ કંતને જીરેજી. ૧૧ જી રે મારે તો બેનાતટ તુજ, વોળાવી આવું સહી જીરેજી, જી રે મારે માંગી લીઓ તુમે કાંઇ, જે જોઇએ તે મુઝ કહી જીરેજી. ૧૨ જી રે મારે કહે સતી સુણ વીર, પાર નથી તુમ ગુણ તણો જીરેજી, જી રે મારે સુખમાં તુમ ઉત્સંગ, કાલ ઇહાં વોલ્યો ઘણો જીરેજી.૧૩ જી રે મારે તે સવિ તુમ્હ પસાય, પુષ્પવતી ચારે વહુ જીરેજી, જી રે મારે મુઝને શીખવો તેહ, વિદ્યા જે તુશે કહું જીરેજી. ૧૪ જી રે મારે ચાર વધૂ કહી તેહ, વિદ્યા શીખી સધાવિયો જીરેજી, જી રે મારે ઉત્તમ નર ઇમ જાણ, ઉપગારી પૂરણ થયો જીરેજી. ૧૫ જી રે મારે હવે સુરસુંદરી તામ, મોકલાં મન સહુશું કરી જીરેજી, જી રે મારે મલિયા સજજન લોક, બોલાવે સતી હિતધરી જીરેજી.૧૬ જી રે મારે ખેચરી પૂજી પાય, કહે અમ સાર કહાવજો જીરેજી, જી રે મારે સમરી બાંધવ તુમ્સ, બાઇ વહેલાં આવજો જીરેજી. ૧૭ જી રે મારે બેસારી થિર ચિત્ત, ખેચરે નિજ વિમાનમાં જીરેજી, જી રે મારે લાવી મૂકી ત્યાંહ, બેનાતટ ઉદ્યાનમાં જીરેજી. ૧૮ જી રે મારે ઢાળ અગ્યારમી એહ, ત્રીજે ખંડે જાણજો જીરેજી, જી રે મારે ખેચર પરે શુભવીર, પર ઉપગાર રસિક હજો જીરેજી. ૧૯ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૧૯૩૭ Page #227 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાની પ્રાપ્તિ ભાવાર્થ : રતજટીની પ્રથમ પટ્ટાણી સુરસુંદરીની ભકિત કરે છે. મેવા મીઠાઇ પકવાન વગેરે ભાવપૂર્વક મનગમતાં પીરસી પ્રેમપૂર્વક જમાડી રહી છે. અતિ આગ્રહ કરી કરીને જમાડે છે. બેન! હવે તમે તો સાસરે જવાના. અમને આવો સેવાનો લાભ કયારે મળશે? જો બેની ! સાંભળ! જમતી નણંદીને ભાભી કહે છે કે હવે તમે જવાના છો, તો અમારી યાદીમાં તમારા ભાઇ પાસેથી વિદ્યાની માંગણી કરજો. ભાઇ પાસે બધી વિદ્યાનો ભંડાર છે. માંગશો તે આપશે.પણ તેમાં મારી યાદીમાં ૫ બદલવાની “રૂપપરાર્તિની” વિદ્યા લેજો. આ વિદ્યા તમારા સુખને માટે થશે. જીવનમાં ઘણી ઉપયોગી નીવડશે. આ વિદ્યા તમારા ભાઈ તમને જરુર પ્રેમપૂર્વક ભણાવશે. વળી તમે પણ વિદ્યાને સારી રીતે ગ્રહણ કરી શકશો. ત્યારબાદ બીજે દિવસે બીજી નારી નણંદીની ભકિત કરવા લાગી. પહેલી નારીની જેમ જ ભકિત કરી રહી છે. રતનટી પણ દરરોજ પ્રેરણા કરવા લાગ્યો. પ્રેમપૂર્વક-શ્રેષ્ઠ ભકિત-પ્રયુકિતપૂર્વક ભકિત કરતી થકી કહી રહી છે. હે નણંદીબ! હવે તમે તો અમને મૂકીને જવાના. સાસરીયા મળી જશે. અમને ભૂલી જશો. પણ અમે તો તમને ભૂલવાના નથી. અમારા સૌના સંભારણારુપે તમારા ભાઇ પાસે, “અદશ્ય કરણી” વિદ્યા મેળવજો. આ વિદ્યા તમારા માટે ઘણી સુખદાયી છે. જીવનમાં ઘણી ઉપયોગી થઇ રહેશે. માટે જરુર આ વિદ્યા મેળવજો. હવે ત્રીજી નારી ત્રીજા દિવસે નણંદની ભકિત કરવા લાગી. પહેલી, બીજીની જેમ મેવા મીઠાઇ જમાડીને પછી નિરાંતે બેઠા છે. નણંદીની સાથે અલકમલકની અવનવી વાતો ચાલી રહી છે. મમતા થકી બેનડીને, મનમાન્યા ભોજન કરાવ્યાનો સંતોષ માનતી ભાભી કહે છે બેની ! તમે જવાના? તમારો વિયોગ સહન નહિ થાય. અત્યાર સુધી તો કેવી મમતાથી અમારી સાથે રહ્યાં છો! અમારા સ્નેહ સંભારણા રુપે તમારા ભાઈ પાસેથી “પર વિદ્યા છેદિની.” વિદ્યાને પ્રાપ્ત કરજો. આ વિદ્યા સઘળી વિદ્યામાં શિરોમણી છે. ત્યારબાદ ચોથે દિવસે ચોથી નારી સુરસુંદરીની મનમાની ભકિત કરી રહી છે. અંતરંગ ભકિત વસી છે. અનુરાગ ને પ્રીતિથી ભોજન કરાવી રહી છે. ભોજન કરતી નણંદીને મીઠો ઠપકો આપી રહી છે. સાસરે જવાના છો. સાસરિયા મળશે. નવલો નાવલિયો મળશે. કેમ બરાબરને? ત્યારે આ ભાઈ કે ભાભી કોઈ યાદ આવશે નહિ. સાસરીના સુખમાં પિયેરનું પાંદડું પણ યાદ ન આવે. આવા નગુણા ન થતાં. તમારા ભાઈ તમને મૂકવા આવશે. અમારા સૌના સંભારણામાં ભાઇ પાસેથી “કુંજર શત બલ વિદ્યા મેળવી લેજો. કુંજર શત બલ એટલે સો હાથી જેટલું બળ પ્રાપ્ત કરવાની વિદ્યા, જે વિદ્યા વડે કરીને દુશ્મનના સમુહને જીતી શકાય. આ પ્રમાણે ચારે ભાભીની સેવા ભકિતને પામતી હતી. વળી ચાર ભાભીના ચાર બોલ જે વિદ્યા શીખવાના તેને પણ મનમાં અવધારણ કરે છે. એવામાં ખેચરરાય સુરસુંદરીને કહે છે, હે બેન! તારામાં રહેલા ગુણોની શી વાત કરું! ગુણના સમૂહરુપ તું તો મીઠી સહકાર(કેરી) સરખી છું. અને અમે સૌ પોપટ સરખા છીએ. મીઠી કેરીથી લચી પડેલા આંબાને પંખીઓ જોતાં ને તે કેરીને ખાતાં મહાસુખને પામે છે. અમે પણ તને જોતાં મહાસુખને પામતા હતા. પણ બેન! તે તો જવાની વાત કરી. પરદેશીની પ્રીતિ શી કરવી? છતાં મારે ત્યાં અત્યાર સુધી તું જે રહી, તેથી મને તથા તારી ભાભીઓને ઘણો આનંદ હતો. હવે તારા જવાથી, તારો વિયોગ અમથી નહિ સહેવાય. તારા વિયોગે અમે સૌ દુઃખી થઇ જઇશું. તારા વિયોગથી થતું દુઃખ, તે વર્ણન કઈ રીતે કરું. સુણ બેનડી! અત્યાર સુધી મેં તો તારી કંઈ ભકિત કરી નથી. તું (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #228 -------------------------------------------------------------------------- ________________ મહાપુણ્યશાળી છે, વળી સૌભાગ્યવતી છે. માનસરોવરમાંથી હંસ ઉડી જાય તો માન સરોવરની શોભા ચાલી જાય. તેવી જ રીતે અમારા પરિવાર રુપ માન સરોવરમાં તુ હંસ સરખી હતી. તારા જવાથી અમારી શી શોભા! વળી હંસ જયાં જાય ત્યાં તેને માન સરોવર મળી જશે. હંસને સરોવરની ખોટ નથી. પણ જે સરોવરમાંથી હંસ ઉડી જાય તે સરોવરને મોટી ખોટ પડી જાય છે. તેવી રીતે તારા જવાથી અમારે અહીં મોટી ખોટ રહેવાની છે. વળી ભ્રમરોને ઘણા પુષ્પો હોય છે. જયાં જશો ત્યાં તમારા પુણ્યવડે પુણ્યરુપ ઘણી સંપદાને પ્રાપ્ત કરશો. તમે જવાની ઇચ્છા દર્શાવી પણ અમે તમને કેમ કહીએ કે બેન તમે જાઓ. રજા કેમ આપી શકાય! એ કહેતાં તો અમારી જીભના સો ટુકડા થઈ જાય છે. કઈ જીભે તમને કહીએ કે બેન જાઓ. સંસારમાં ગુણવંતને કોણ ન ઝંખે? ગુણવંતની જગતમાં સૌ કોઈ ઇચ્છા કરે છે. અમે તમને ઝંખીએ છે. અને તમે તમારા સંતને ઝંખો છો. તો શું તમને રખાય! માટે તૈયારી કરો. હું આપને બેનાતટ નગરે મૂકી જઇશ. હે ભગિની! જે જોઇએ તે માંગી લ્યો. માંગશો તે આપીશ. Rય s\wp. GOD.. બેનાતટના ઉપવને, વિદ્યાધર મૂકી જતો બેનને. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૧૫) Page #229 -------------------------------------------------------------------------- ________________ કાકલુદી ભરી વણીમાં બોલતાં વીરાને બેની કહેવા લાગી. હે બંધુ! આટલા ઢીલા ન પડો. મન મકકમ રાખો. બેનપુત્રી તો પરાઈ છે. શા માટે મનમાં આટલું દુઃખ ધારણ કરો છો? ભાઈતમારા સૈનો ઉપકાર મારી ઉપર અપરંપાર છે. તમારા ગુણો પણ અપરંપાર છે. એમાંથી કયાં ગુણોનું વર્ણન કરું! વળી તમારી સૈની સાથે રહેતાં નવી નવી યાત્રા કરતાં, આટલા બધા દિવસો મારા કયાં ચાલ્યા ગયાં તે કશી ખબર ન પડી. ભાભીઓ સાથે આનંદમાં અવનવી તીર્થયાત્રામાં નગર-ઉપવનો માં કરવામાં કેટલો બધો સમય વીતી ગયો તે કશી ખબર ન પડી. એ સઘળી મહેરબાની તમારી તથા પુણ્યવંતી ચારે ભાભીની છે. તો તમારા ઉપકારો ને ભૂલીશ નહિ. | હે વીરા! મને માંગવાનું કહો છો. તો સાંભળો મારી ભાભીની પણ તેમાં પ્રેરણા છે. તો તમારી સૌની યાદી સંભારણાં રૂપ મને વિદ્યા શીખવાડો. જે હું કહું તે. ભાભીઓની યાદીમાં ચાર વિદ્યાની વાત કરી. વિઘાઘરે સતીને સાઘનાયુક્ત ચાર વિદ્યા આપી. સુંદરીએ ચારવિદ્યા સંપાદન કરી લીધી. સંસારમાં ઉત્તમ પુરુષો ઉપકાર કરવામાં સમજે છે. કયારેય ફરજ ચૂકતા નથી વિદ્યાઘર રતજટી તેમાં એક હતો. દુઃખી સતી સુંદરીને સહાયક બન્યો હતો. ને વળી વિદ્યાઓ પણ આપી. ઉપકારી આવી તક મળતાં ક્યારેય પણ તક ને ચૂકતા નથી. જયારે તક મળી જાય ત્યારે ઉપકાર કરી લે છે. પછી હાશ અને શાંતિ અનુભવે છે. હવે સતી સુરસુંદરીની બેનાતટ જવાની તૈયારી ચાલી રહી છે. વિદ્યાધર પરિવારનું મન જરાપણ નથી કે બેન અહિંથી જાય. મૂકવા ગયા વિના છૂટકો નથી. ઉત્તરશ્રેણીમાં વસતા નગર લોકોને પણ આ સમાચાર મળી ગયા. સતીને મળવા સજ્જન લોકો આવે છે. સતીને હિતધરીને બોલાવી મળીને જાય છે. ગુણિયલ સતી બધાને મન વસી ગઈ હતી. ભારે હૈયે સૌ વિદાયગિરિ આપે છે. ચાર ભાભીઓ નણંદીના પગમાં પડી નમસ્કાર કરે છે. અને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે. સુંદરી પણ રડી રહી છે. વળી ભાભીઓ રડતી રડતી કહી રહી છે. બેની અમને સંભારજો. કુશળતાના સમાચાર પણ મોકલજો એમ કહી નણંદીને વળગીને રડે છે. તમારો વીરો યાદ આવે, અમે યાદ આવીએ ત્યારે જરુર મળવા આવજો. દૂર ઊભેલો રનટી સૂનમૂન થઇ ગયો. તેનું હેયું પણ રડી રહ્યું છે. સતી પણ ભાભીઓને રડતી રડતી કહી રહી છે. તમે સૌ કુશળ રહેજો, મને સંભારજો. મારા વીરાને લઇને જરુર પધારજો. નણંદીની ખબર લેજો. આમ, વિદાય લેતી સુંદરી મનને સ્થિર કરી સ્વસ્થ ચિત્તે ભાઇના મહેલેથી નીકળી. ભાઈ રવજીએ તૈયાર કરેલા વિમાન પાસે આવે છે. વારંવાર પાછું જોતી સૌની વિદાયને ઝીલતી સતી ભાઇની સાથે વિમાનમાં બેસે છે. રતજટી વિમાનને વિદ્યાબળ ગતિમાન કર્યું એકબીજા દેખાયા ત્યાં સુધી સૌ હાથ હલાવતાં રહ્યાં. જોતજોતામાં વિમાન પવન વેગે ઉત્તરશ્રેણીની સીમા છોડીને ભરત ક્ષેત્રના સીમાડે થઈને બેનાતટ નગરના ઉદ્યાને આવી પહોચ્યું. આ પ્રમાણે ત્રીજા ખંડની અગ્યારમી ઢાળે કવિરાજ શૂભવીર વિજય મ.સા. કહે છે કે ખેચરરાયની જેમ તમે પણ સૌ બીજાના ઉપકારો કરવામાં રસ રાખજો. તૃતીય ખંડે અગ્યારમી ઢાળ સમાપ્ત (૧૯૬ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #230 -------------------------------------------------------------------------- ________________ દોહરા સતી તિહાં મેલી કરી, ગુણ ધરી ચિત્ત મઝાર; નિજ લોચન આંસુભરી, હઈડે દુ:ખ અપાર. ૧ ગુણ દેખાડી જે ગયા, ઉજજવલ હૃદય પવિત્ત; તે સજજન કિમ વિસરે, ક્ષણ ક્ષણ આવે ચિત્ત. ૨ કિમહિ ને પાછો તે વલે, નયણે પાવસ વૂઠ; જે સજજન સન્મુખ ગયા, તે કિમ દેવે પૂંઠ. ૩ સુંદરીને ઈણિ પરે કહે, ખેચર સુગુણ નિધાન; તુઝ વિણ તે ઘટી યામ-સમ, વાસર વરસ સમાન. ૪ ભાવાર્થ નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા ગયેલા ખેચરરાય અને સુરસુંદરીએ મણિશંખ વિદ્યાધર પિતામુનિ મુખેથી સાંભળ્યું હતું કે સુરસુંદરીને સ્વામીનો મેળાપ બેનાતટ નગરે થશે. તે વચનને અનુસાર રાજટી વિદ્યાધરે બેનને લઇને બેનાતટ નગરની બહાર બગીચામાં વિમાન ઉતાર્યું અને આ ભાઇબેન વિમાનમાંથી નીચે ઉતર્યા. બેનને ઉપવનના લતામંડપમાં મૂકીને ઊભો છે. બેનમાં રહેલા ગુણોને ધારણ કરતો. નાના બાળકની જેમ રતજી રડી રહ્યો છે. હૈયામાં દુઃખ અપાર છે. આ વિયોગને સહન ન કરતો રડી રહ્યો છે. બેન પણ સામે અપાર દુઃખ ને ધારણ કરતી ઊભી છે. સજ્જનોનાં હૃદયમાં ઉજ્જવલ અને પવિત્ર હોય છે, જે ગુણોને દેખાડીને જાય છે. તેઓ કયારેય વિસરતા નથી. પળે પળે યાદ આવ્યા કરે છે. સજ્જનતામાં ગણાતી સુરસુંદરીને સૌ યાદ કરે છે. રતજટી પણ બેનના ગુણોને સંભારતો ત્યાં ઊભો છે. બેનને ત્યાં એકલી મૂકીને જવાનું મન માનતું નથી. ચોધાર આંસુએ રડી રહ્યો છે. પાછો વળતો નથી. સમજે છે કે જે સજ્જન મુખ આગળથી ગયા હોય તેને પૂંઠ કેમ દેવાય? મૂકીને પાછું કેમ જાવું? સુરસુંદરીને હાથ જોડીને કહે છે. તે બેન! તારા વિના અમારી એક ઘડી તો એક પ્રહાર જેટલી લાગશે એક દિવસ વર્ષ સમાન થઈ પડશે? અમે તારા વિના કેમ રહી શકીશું. ઢાળ બારમી (તોરણથી રથ ફેરવી રે હાં. એ દેશી) રત્રજટી ખેચર કહે રે હાં, એતા દિન આનંદ; મેરે મનવમી, તે દિન કહિએ આવશે રે હાં, દેખશું તુમ મુખચંદ. મેરે મનવસી. ૧ બેહની સાથે પ્રીતડી રે હાં, કીધી ઘણે સનેહ; મેરે મનવમી, દૈવ વિછોડો પાડયો રે હાં, પૂરી ના પડી તેહરે મેરે. મનવસી. ૨ ઉત્તમ સાથે ગોઠડી રે હાં, જો મેલે કિરતાર; મેરે મનવાસી તો કાંઈ વિછોહ પાડિયો રે હાં, કાંઈ દુઃખ દેઓ અપાર. મેરે મનવાસી. ૩ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮) મન ઉલ્લસતો માહરો રે હાં, દેખી જસ મુખ શ્વેત, મેરે મનવસી તે સજ્જનથી વિછડયાં રે હાં, 'ઝૂરણ લાગ્યા નેત્ર. મેરે મનવસી. ૪ નમણાં ખમણાં બહુ ગુણારે હાં, જિમ 'કલ્યાણ કસંત મેરે, મનવસી એહવા સજ્જન માહરા રે હાં, હૃદય કમલમાં વસંત. મેરે મનવસી. ૫ વિસાર્યા નવિ વિસરે રે હાં, ચિતારયા દહંત, મેરે મનવસી સજ્જન હિયડે વસી રહ્યાં રે હાં, સુપને આવી મહંત. મેરે મનવસી. ૬ બહેની ચાલ્યા વિદશડે રે હાં, ઉભો મેલી નિરાસ, મેરે મનવસી હઇડામાં હી આજથી રે હાં, માસે નહિ નિસાસ. મેરે મનવસી. ૭ થોડા બોલા ઘણું સહા રે હાં, નાણે મનમાં રીસ, મેરે મનવસી એહવા સજ્જન તો મલે રે હાં, જો તુસે જગદીસ. મેરે મનવસી. ૮ બહેની મુખ દેખી કરે રે હાં, પૂરવતી મન હામ, મેરે મનવસી તુમ સહ ચૈત્ય જુહારતા રે હાં, મૂકી ભવનાં કામ, મેરે મનવસી ૯ ભોજન વેલાં સાંભળે રે હાં, કરતા મનની વાત, મેરે મનવાસી, કહિયે સયણ ન વિસરે રે હાં, ધ્યાન ધરું દિનરાત. મેરે મનવસી. ૧૦ મીઠાં વચન સુણાવતી રેહાં, કરતી શીતલ ગાત, મેરે મનવસી દૈવે વિછોહો પાડિયો રે હાં, કિમ જાશે દિ રાત, મેરે મનવસી. ૧૧ શ્રાંત જગતના જીવને રે હાં, વિશ્રામના ત્રિણ ઠાય, મેરે મનવસી સુઅંગજ નિજ અંગના રે હાં, ઉત્તમ સંગ સહાય, મેરે મનવસી. ૧૨ મુખ દેઠાં મીઠાં ગમે રે હાં, અમી ભર્યા દો નયણ, મેરે મનવસી સજ્જનીયાં સાલે નહિ રે હાં, સાલે સજ્જન-વયણ. મેરે મનવસી. ૧૩ બેહની હૃદય-કમલ વસી રે હાં, નયણે નવ દીસંત, મેરે મનવસી જનમારો કિમ જાયસે રે હાં, મુઝ મન સબલી ચિંત. મેરે મનવસી ૧૪ બહેની તોરે શુભ ગુણે રે હાં, મુઝ મન વીંધ્યો જોર, મેરે મનવસી ચિત્ત વિકસે तुझ દરિશને રે હાં, જીમ ઘન- વૂઠે મોર. મેરે મનવસી. ૧૫ બહેન ચાલ્યાં પરદેશડે રે હાં, કયું કરી મલીયે જાય, મેરે મનવસી દૈવે ન દીધી પાંખડી રે હાં, ન મલે કોય ઉપાય. મેરે મનવસી. ૧૬ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #232 -------------------------------------------------------------------------- ________________ સજ્જન સાથે પ્રીતડી રે હાં, કીધી થી સુખ કાજ, મેરે મનવસી. સુખ સુપના જયું વહિ ગયો રે હાં, દુઃખ લાધો ફરી આજ. મેરે મનવસી. ૧૭ સજ્જન તુમશું વાતડી રે હાં, જે કીધી દોઇ ચાર, મેરે મનવસી તે સંભારી જીવને રે હાં, એહિજ મુઝ આધાર. મેરે મનવસી. ૧૮ શું કહિને તુઝને ઘણું રે હાં, મુઝ મત વિસારેહ, મેરે મનવસી. એક વાર એક વરસમાં રે હાં, હિતશું ચિતારેહ. મેરે મનવસી. ૧૯ બહેન સંદેશા આપજો રે હાં, સુગુણા માણસ સાથ, મેરે મનવસી આણીને તે મુઝ પ્રતિ રે હાં, આપે હાથો-હાથ. મેરે મનવસી. ૨૦ કહે સતી વલતું તિહાં હો રાજ, સુણ બાંધવ એકવાત, મેરે મનવસી મોટો તુમ ઉપકાર છે હો રાજ, મુઝ દીધી સુખ સાત. મેરે મનવસી. ૨૧ બાંધવ તું મુઝ મન વસે હો રાજ, જયું ચકવી મનભાણ, મેરે મનવસી વિસારુ તુઝને નહિ હો રાજ, જબ લગે ઘટમેં પ્રાણ, મેરે મનવસી. ૨૨ બાંધવ તું મુઝ વાલહો હો રાજ, જેહવો વાહલો દામ, મેરે મનવસી અષ્ટ પ્રહર હઇડા થકી હો રાજ, કદી ન મહેલુ નામ. મેરે મનવસી.૨૩ બહુ કષ્ટ પાછો વલ્યો હો રાજ, રતજટી નિજ ધામ, મેરે મનવસી પહુંતો નિજ વિમાનશું હો કરતો સતી ગુણ ગ્રામ, મેરે મનવસી. ૨૪ ત્રીજે ખંડ બારમી હો રાજ, ઢાળ કહી ગુણ રાગ મેરે મનવસી વીર કહે ભવિ-પ્રાણિયા હો રાજ, ઉત્તમ શું ધરો રાગ મેરે મનવસી. ૨૫ રાજ, ૧-આંસુની વૃષ્ટિ, ર-નમસ્કાર, ૩-ક્ષમા, ૪-સુવર્ણ, ૫-શાંતિનાં ભાવાર્થ: ભાઇનું હૈયું રડે છે રત્નજટીનું હૈયું રડી રહ્યું છે. સતીને કહે છે કે બેન આટલા દિવસ તું અમારી સાથે રહી તો તે દિવસો અમારા સૌનાં આનંદમાં ગયા. હે બેન! તું તો અમારા સૌના મનમાં વસી ગઇ છે. તારું સ્મરણ કેમ કરી ભૂલાય તેમ નથી. વળી એ દિવસ ફરી કયારે આવશે કે જેમાં તારા મુખરુપી ચંદ્રમાને જોઇશ. તારી સાથે પવિત્ર પ્રીત એવી બંધાઇ છે. ઘણા સ્નેહથી તે પ્રીત કેમે કરીને છૂટે તેમ નથી પણ આ નસીબે આપણો વિયોગ કરાવ્યો. આપણી પ્રીતિને ટકવા ન દીધી. વળી હે વિધાતા ઉત્તમ સાથે પ્રીતડી જોડી જે આનંદ સાથે જ્ઞાનગોથી કરતાં હતા, પછી તેનો વિયોગ શા માટે કરાવો જોઇએ! જે વિયોગ અપાર દુ:ખને આપનારો બને છે. ઉજ્જવલ એવાતારા મુખ કમળને જોઇ મારું મન ઉલ્લસિત થતું હતુ તારા જેવા સજ્જનોથી છૂટા પડતાં આંખ ઝૂરવા લાગી છે. તે (મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ (૧૯૯૯ Page #233 -------------------------------------------------------------------------- ________________ બેન! તું ગુણીયલ છે. તેથી તો નમસ્કરણીય છે. વળી ક્ષમાની મૂર્તિ છે. સુવર્ણ કરતાં વધારે ચમકે છે. મારા સ્વજનો આવા છે જે મારા હૃદય કમલમાં વસ્યા છે. તેમાં તારો વધારો તું પણ મારા મનમાં વસી છે. ક્યારેય વિસરી શકાય તેમ નથી. રે બેન! આવા સ્વજનો વિસર્યા વિસરાતા નથી તેના સ્મરણમાં અમારું અંતર આજે દાઝયા કરે છે. આવા પ્રકારનાં સ્વજનો હૈયામાં એવા વસી ગયા છે, જેની યાદમાં અમે ઝર્યા કરીએ છીએ. આવા સ્વજનો દૂર ગયે છતે સ્વપનમાં કયારેય આવીને મળી જાય છે. ત્યારે આનંદ થાય છે. પણ જાગીને જોતાં સ્વજન ન મળતા ત્યારે પારાવાર દુઃખ થાય છે. તે બેની! તું તો આજથી વિદેશમાં વસનારી, અને હું કયાં રહેનારો આજ થી હવે તું ક્યાં વસવાની. મને આ રીતે નિરાશ મૂકીને જવાની છે ભલે જા પણ આ ભાઈ ને ભૂલી ન જતી. આ દેહમાં જયાં સુધી શ્વાસોશ્વાસ હશે ત્યાં સુધી હું તને કયારેય પણ વિસરીશ નહિ. તું થોડું બોલનારી અને ઘણું સહન કરનારી છે. બેન તમે મનમાં પણ કયારેય અમારા પ્રત્યે રીસ કરી નથી ગુણિયલ બેન! તારા સરીખા સ્વજન ક્યારે મળે. કિરતાર સંતુષ્ટ હોય તો જ મળે છે. બાકી ન મળે. હે ભગિની! તારું મુખ દેખી અમે સૌ આનંદ પામતાં હતા. તારું મુખ દેખતાં માનસિક હામ હિંમત પણ આવી હતી. અમારે ત્યાં તારા આવવા વડે કરીને અમારા રાજ્યના મહેલના બધા કામો મૂકીને તારી સાથે જિનમંદિરે જિનેશ્વરના દર્શન કરવા અમે સૌ નીકળી પડતાં. જમવાની વેળાએ તો કયારેય તને ભૂલીશું નહિ. ભોજન કરતી વખત સૌ એકબીજા સૌ પોત પોતાના મનની કેવી વાતો કરતાં હતાં. હવે આવી વાતો કયાં જઈને કરીશું? જે દિનથી તું આવી છે તે દિનથી આજ સુધી મેં કયારેય એકલાં ભોજન કર્યું નથી. હવે હું કોની સાથે ભોજન કરીશ? હે બેન! જયારે જયારે તું બોલતી કે કોઈને બોલાવતી ત્યારે તારા મુખથી મીઠાં વચનો જ નીકળ્યા છે. ગીતગાતી ત્યારે પણ તું અમને શીતળતા આપતી હતી. અમારુ હૈયું ઠંડક અનુભવતું હતું. હે દેવ! તું કેવો નિષ્ઠુર બન્યો જે અમારા જેવાં ભાઈ બહેનની પ્રીતને તોડાવી દીધી. તને જરાય શરમ ન આવી? બેન તારા વિના અમારાં દિવસ રાત હવે કેવાં જશે? મનથી તનથી શ્રમિત થયેલાં જીવો ત્રણ જગ્યાએ વિશ્રામ પામે છે સુપુત્ર, સુપત્ની અને સુસંગતિ, પુત્ર સારો, પત્ની સારી, અને સંગ સારો આ ત્રણ થકી માણસનો થાક ઉતરી જાય છે. બેન તારી સંગતિથી અમારો થાક ઉતરી જતો હતો. બેની જેના મુખ દેખતા મીઠાં લાગતાં હોય, વળી આંખો અમૃતથી છલકાતી હોય તેવા સ્વજન કે સજ્જન કયારેય ખટકતાં નથી. હું બેન! તું મારા હૃદયકમળમાં વસી ગઈ છે. જે મારી આંખથી હું જોઈ શકતો નથી. હવે તારા દર્શન કયારે થશે? તારા વિના અમારું જીવન કેમ જાશે એ મોટી ચિંતા મને થાય છે. અત્યાર સુધી સરલ ગુણવંતી તારા સંગે અમે ધર્મની આરાધના કરતાં હતા. પ્રમાદને ખંખેરીને તારી સાથે દર્શન યાત્રાએ આવતાં. હવે અમારા દિવસો કેવા જશે એની ચિંતા થાય છે. ભાઇનો વિલાપ કેવો બાંધવ મળતો આવા મળજો. જે હંમેશાં ગુણપક્ષી બની રહે. આરાધનામાં સાથે સહકાર આપનાર બેન શે ભૂલાય? ન જ ભૂલાય. વળી આગળ રતનટી બોલી રહ્યો છે. બેની ! તારામાં રહેલા ગુણોએ મારું મન વિંધાઈ ગયું છે. તારા દર્શનથી મારું મન કમળની જેમ વિકસિત પામતું અષાઢી માસના આકાશે ચડી આવેલા ઘનઘોર મેઘને જોઇને મયૂર નાચી ઉઠે તેમ મારો મનમયુર નાચી ઉઠતો હતો હતો. હે વહાલી બેનડી! તમે તો હવે મને છોડીને પરદેશ ચાલ્યા જશો. તેથી મળવાનો વખત કયારે આવશે? વિધાતાએ પંખીને પાંખો આપી તેમ મને આપી હોત તો કેવું સારું! પણ મને ન મળી. જો પાંખો આપી હોતે તો જરુર મન થતાં મળવા ઉડી આવત. હે બેન! સજજનની સાથે પ્રીતિ કરી હતી તે સુખને માટે કરી હતી. પણ આ પ્રીતનું સુખ સ્વપ્નવત નીવડયું. આખરે મારે તે દુઃખ ઊભું રહ્યું. હે ગુણિયલ બેન! તારા ઉપર કેટલો બધો મને વિશ્વાસ હતો. મારા મનની બે ચાર વાત મેં તને (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૧૦૦) Page #234 -------------------------------------------------------------------------- ________________ કરી. કંઈક વાતો તે મને કરી. વાત કરી હૈયાં ખાલી કરતાં હતા. તેવી વાતો હવે કોને કરીશ? આ તારા ભાઈનો એક આધાર તું હતી. તે આધાર ચાલ્યો જતાં હું કેવો બનીશ? વિશ્વાસુ બની! તને વધારે શું કહું? તને છોડીને જવાનું ગમતું નથી. ગયા વિના છૂટકો નથી. પણ..પણ.. આ પામર દુઃખી વીરાને ભૂલતી નહિ. રોજ નહિ. મહિનનહિ, વરસે દહાડે પણ આ ગરીબ ભાઈને પણ સુગુણ માણસ સાથે કુશળતાના સમાચાર મોકલજે. જે માણસ આવે આ તરફ તેની સાથે મને સમાચાર મોકલવાનું ભૂલીશ નહિ. ભાઇના વિલાપ સાથેની વાતો સાંભળી સુરસુંદરી પણ રડતી હતી. એક તરફ પોતાના પ્રિયતમને મેળવવાની તમન્ના. બીજી તરફ ભાઇનો પ્રેમ. કોને છોડું? અને કોને ભજું? સુરસુંદરી વિચારી રહી છે. ને ભાઈને કહેવા લાગી છે વીરા! તું મારા મનમાં ભાતૃપ્રેમના નાતે વસ્યો છે. હું તને કયારેય વિસરીશ નહિ. ભાભીઓને પણ નહિ ભૂલું. તારો ઉપકાર મારી ઉપર ઘણો જ છે. મને સુખસાતા -સમતા તમે ઘણી આપી છે. તું મારા મનમાં વસ્યો છે. જેમ કે ચક્રવીને મન સૂર્ય ઘણો વહાલો હોય છે. સૂર્યની હાજરીમાં ચકવાનો વિરહ ન હોય. વળી આ દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી હું તને નહિ ભૂલું. હે ભાઈ! તું મને ઘણો જ વહાલો છે. જેમકે જગતમાં સૌને પૈસો વહાલો છે. તે કરતાં પણ તું વધારે વહાલો છે. દિનરાતના આઠ પ્રહર- ૨૪ કલાકમાં હું તને કયારેય વિસરીશ નહિ. તારું નામ નહિ ભૂલું. બેનાતટના ઉદ્યાનમાં ભાઈબેન એકબીજાના ગુણો સંભારતા મહામહેનતે છૂટા પડ્યા. બેનને રડતી મૂકી અને પોતે રડતો રતજી પોતાના વિમાન પાસે પહોંચ્યો. ને વિમાનને ગતિમાન કર્યું. પાછું વળીને બેનને જોતાં જોતાં ક્ષણવારમાં આકાશમાર્ગે નજરની બહાર નીકળી ગયું. બેન એકલી રહી. આ પ્રમાણે ત્રીજા ખંડની બારમી ઢાળ- ઉત્તમ ગુણોનું કીર્તન કરતાં પૂ. વીર વિજયજી મહારાજ કહે છે હે ભવ્યજીવો! તમે સૌ આવા પ્રકારના ઉત્તમ ગુણો પ્રત્યે હંમેશા અનુરાગ પ્રીતિને કરો, જે ગુણો તમારામાં પ્રવેશે. તૃતીય ખંડે બારમી ઢાળ સમાપ્ત (દોહરા) હવે સતી સુરસુંદરી, વિદ્યા- ચાર પ્રણસિદ્ધ; નારી રુપ જ પરિહરી, નિરુપમ નરરુપ કીધ. ૧ નયરમાંહી આવીયો, આરામિક ઘર તેહ; નામ વિમલજસ આપણું, કહીને રહયો તસ ગેહ. ૨ આપ્યું ધન બહુ તેહને, માલણ હરખી તામ; કરી આદર નિજ મંદિરે, તેડે કરીય પ્રણામ. ૩ તસ માતા કરીને થાપીને, રહ્યો વિમલજસ તત્ર, મુ કલ હસ્તે જગ , જના, ઢાળે ચામર છટા. ૪ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #235 -------------------------------------------------------------------------- ________________ જસ ધન સંપત્તિ ગાંઠે હુએ, તિહાં લગે સહુ કોય; ભાભા કાકાજી કરે, બહેન સુમાતા જોય. પ તો તેહને જઇ સહુ નમે, જો દેખે ધનવંત; કંચનમય મંદર લહી, ગ્રહગણ ભ્રમણ કરત. ૬ કાલો કાણો કૂબડો, જે અલંકારીયો આથ; સર્વ કહે સોહમણો, જણ જણ ઝાલે હાથ. ૭ લચ્છી તુમારા નામને, હું જાઉં બલિહાર; બોલે નહિ જે બોલાવતા, તે નમી કરે હાર. ૮ યંત્ર તંત્રને ઔષધી, વિદ્યા મંત્ર વિરાજ; એકજ અરથ વશીકરણ, અવર ન સીઝે કાજ. ૯ કૃષ્ણ-તનું તવ જન કહે, કૃષ્ણ તણો અવતાર; કાજ વિચારીને કરે, આળસુ હોય અપાર. ૧૦ ઘર સંપૂરણ જો જમે, સ્તોક જમણની ટેવ; ધન લક્ષણ ઇમ જાણજો, સહુ કો સાથે સેવ. ૧૧ જસ આશા કરતાં ઘણા, વિનય વહેંતા જાસ; તે નવિ આવે. ઢૂંકડા, નિર્ધન નરની પાસ. ૧ ૨ મુખ સરસતી લવરી ઘણી, એ બહુ બોલે ફોક; ચપલ વિચક્ષણ હુવે તવ, કહે તસ વાનર લોક. ૧૩ સ્તોક જમે કહે રોગિયો, ઘણું જમે કહે ભીમ; મૃતક સમાન દલદ્રિયો, નિર્ધન લક્ષણ સીમ. ૧૪ સવિ રસ તસ ઘર પૂરતો, રહ્યો વિમલ જસવંત; અનુક્રમે એક દિન કલા, આપણી પ્રગટ કરંત. ૧૫ ૧-મેરૂ, ૨-ધન. (૨૦૨ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #236 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ - ભાઈ-બહેન છૂટાં પડયાં દુઃખી હૈયે બંધુ વિમાન થકી પોતાને સ્થાને ચાલ્યો. વિમાન દેખાયું ત્યાં સુધી બેનડી આકાશ તરફ મીટ માંડીને જોઇ રહી. નજર બહાર વિમાન જતાં સતીના આખે અનરાધર આંસુ અહીં કોણ આશ્વાસન આપવાનું હતું. હૈયું ખાલી થયું ત્યાં સુધી રડી. વનના વૃક્ષ નીચે ફસડાઈ પડી. સતીની આંખ આગળ ચિત્રપટ ની જેમ ભૂતકાળ આવવા લાગ્યો, એક પછી એક જીવંત પ્રસંગો યાદ આવવા લાગ્યા. છેલ્લે શુભકર્મના ઉદયે નંદીશ્વર દ્વીપની યાત્રાએ મન પ્રસન્ન બન્યું. હવે સજાગ બની. ભૂતકાળમાં વિહરતી સતી વર્તમાનમાં આવી. ધર્મ બંધુએ આપેલી ચાર વિદ્યાઓ યાદ આવી. સતી વિચારે છે કે હું એક સ્ત્રી છું તો મારું રુપ જ મને અનર્થ કરનારું બની રહ્યું છે. તેથી આ સ્ત્રીપણાનો ત્યાગ કરીને મેળવેલી રુપપરાવર્તન” વિદ્યા વડે રુપ બદલી પુરુષ રુપ ધારણ કરું. તેથી નિર્ભયપણે મારાથી બધે જઇ શકાય. વિદ્યાનો પ્રયોગ શ્રી નવકાર મહામંત્રના સ્મરણ સાથે કર્યો. અને તરતજ રુપ પરાવર્તન થઈ જતાં પુરુષ બની ગઇ. નવયુવાન સ્વરુપવાન પષ થયો. હવે સતી સ્ત્રીપણાથી આવતાં સંકટોથી બચશે. ઉપવનમાં થી નીકળીને બેનાતટ નગર તરફ ચાલવા લાગી. નગરમાં રહેતાં માળીને ત્યાં ઉદ્યાનમાં ગઇ. ત્યાં માલણને દ્રવ્ય આપીને તેના ઘરે રહેવા માટે વ્યવસ્થા કરાવી. માલણે નામ પૂછ્યું. સતી પોતાનું નામ “વિમલયશ” કહે છે. “દામ કરે કામ” દ્રવ્ય મળતાં માલણ ઘણી ખુશ થઇ. નવયુવાનની બધી જ સગવડ સાચવવા લાગી. પોતાના માટે જે મંદિર હતું તે મંદિરે લઈ ગઈ. વિમલયશ પણ માલણને માતાના સંબોધનથી બોલાવે છે. રાજીના મહેલેથી નીકળી ત્યારે ચાર ભાભીઓએ ઘણી ભેટો આપી હતી. રાજટીએ રત હાર આપ્યો હતો. આ બધા આભૂષણો અહીં ઘણા કામ આવ્યા. માલણને એક અલંકાર આપી દિલ જીતી લીધું. માલણે કુમારને રહેવા સુંદર ઓરડો કાઢી આપ્યો. પાણીની વ્યવસ્થા કરી ગઇ. અહિંયા સ્થાયી અમરકુમારનો ભેટો થશે એ શ્રદ્ધાએ આ નગરે ચાલી આવી છે. વિમલયશ પોતાના ઉજજવલ નામને સાર્થક કરવા તેનું પૂણ્ય વહારે આવ્યું. માળીએ આવી આસન પાઠવું. નવપદ રુપ શ્રી નવકાર મહામંત્રનું ધ્યાન ધરે છે. તેવામાં માલણ જમવા માટે પૂછવા આવી. હું કંદમૂળ આદિ જમતો નથી. તે સિવાય બધું ચાલશે. માલણ ચાલી ગઈ. વિમલ વિચારે ચડયો. છૂટા હાથે દ્રવ્યને આપતાં જગતના જીવો ખમ્મા ખમ્મા કરે છે. છત્રને પણ ધરે. ચામર પણ ધરે, દ્રવ્યની કેવી છે બોલબાલા! માણસની પાસે સંપત્તિ હોય ત્યાં સુધી સંસારના સગપણ સારી રીતે નભે છે. સંસારની આ મહાન વિચિત્રતા. સૈો કાકા-મામા શબ્દો વડે આવકારે છે. પોતે સૌને બેન-બેન મામા કહીને બોલાવે છે. ધનના માન છે. ધનિકોને સૌ નમે છે. પ્રણામ કરે છે. કહેવાય છે કે મેરુપર્વત સોનાનો છે. તેથી સૂર્ય ચંદ્ર આદિ જયોતિષચક્ર મેરુપર્વતને ફરતા દરરોજ આટા માર્યા કરે છે. તે જ રીતે કાણો-કાળો કુબડો માણસ પણ જો ધનવાન હોય તો લોકોને સોહમણો સુંદર લાગે છે. ધનની બોલબાલાએ સૌ તેનો હાથ પકડે છે. તેની નિશ્રામાં રહેવાનું પસંદ કરે છે. હે લક્ષ્મી દેવી! તમારો પ્રભાવ અચિંત્ય છે. તમારા નામની બલિહારી છે. તમારા નામના તો ઓવારણાં લેવા જોઇએ. એકવાર સામે મળતાં પણ બોલાવતાં નથી. તે લોકો ધન આપતાં સામે ચડી બોલાવવા આવે છે. હાથ જોડી પગે પણ લાગે.પૈસાનો પ્રભાવ તો કેવો? મંત્ર- તંત્ર- જડી-બુટી-ઔષધી આદિ આ અર્થ(ધન) માં સમાઈ જાય છે. ધન એક વશીકરણ રુપ છે. આ વશીકરણથી બધાં જ કામની સિદ્ધિ થાય છે. ધનવાન રંગે કાળો હોય તો સહુ તેને કેવી રીતે બોલાવે! અહાહા! કૃષ્ણનો અવતાર છે. જાણે સાક્ષાત કૃષ્ણ નહોય તેવા દીસો છો. આવી ઉપમાઓ આપી સ્વાર્થી જીવો પોતાનું કામ કઢાવી લે છે. બુદ્ધિશાળી જો આળસુ હોય તો આવા ધનિક પાસેથી પોતાનું કામ સાધી લે છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રસ) ૨૦૩) Page #237 -------------------------------------------------------------------------- ________________ ધનવાનોનું લક્ષણ કહે છે. ધનધાન્યથી પૂર્ણતા પામેલા પ્રાણીઓને થોડું જમવાની ટેવ હોય છે. પણ પ્રાયઃ કરીને કમથોડું ખાનાર હોય છે. લોકોની સેવા પણ વધારે મેળવતાં હોય છે. લોકો ધન ધાન્યની આશા મોટી મોટી રાખે. સેવા કરીશ તો મને કંઇક મળશે.આવી આશામાં ધનવાનોનો વિનય પણ ઘણો કરે. સેવા પણ વધારે કરે, પણ તે કરતાં જો વિપરીત હોય, એટલે ગુણવાન હોય, સ્વરુપવાન હોય પણ જો તેની પાસે ધન ન હોય તો તેની પાસે કોઇ જતું નથી. વળી ઘણા માણસોના મુખે સરસ્વતી વસી હોય પણ વિવેક ન હોય તો શું કરે? જયાં ત્યાં લવ-લવ કર્યા કરે. મર્યાદા વિનાનું ઘણું વધારે બોલવું તે પણ ફોક છે. સ્વભાવથી ચપળ હોય, બુદ્ધિ વિચક્ષણ હોય પણ જો તે વધુ બોલનારો હોય તો તેને વાનર જેવો કહેવાય છે. થોડું જમે તો લોકો તેને રોગિયો કહે છે. હકીકત પણ છે રોગી માણસ વધારે ન જમી શકે. ઘણું જમે તો તેને ભીમ કહે છે. ધન વગરનો માણસ દરિદ્ર બિચારો,જીવતાં છતાં પણ મરેલા બરાબર છે. આ નિર્ધનના લક્ષણો છે. આપણાં ચરિત્ર નાયક વિમલયશકુમાર માલણના ઘરે, બધા પ્રકારના રસને પામતો આનંદથી રહે છે. માલણ પણ ત્યાં પોતાના દીકરા કરતાં અધિક માનતી તેની બધી સુવિધાઓ પૂરી પાડે છે. એ રીતે રહેતાં કેટલાક દિવસો ચાલ્યા ગયાં. એક દિન વિમલયશ પોતાની કળાને પ્રગટ કરે છે. ઢાળ - તેરમી (સ્વામી સીમંધરા વિનતિ.. એ દેશી.) કરિય વિજ્ઞાને એક વીંજણો, આપિયો માલણ હાથ રે; કંચને લક્ષ સવા ગ્રહ, વેચજો જઇ તમો સાથ રે. ગુણનિધિ ઉત્તમ પદ વરે.- એ ટે ક. ૧ એહનો એહ ગુણ ભાખજો, દીર્ધકાલી જ્વર જેહ રે; વીંઝતા દાહજ્વર સવિ ટલે, ઔષધે નવિ શમ્યો તેહ રે. ગુ. ૨ નિસુણી ઇમ માલણે માંડિયો, રાજમાર્ગે જઈ સોય રે, મૂલ અતોલ તસ સાંભળી, કરે હાસ્ય સહુ કોય ૨. ગુ. ૩ સંધ્યા સમય વ્યવહારિયો, એક પરિક્ષાતણે હેત રે; સા સહ વીંઝણો લઇ ગયો, ઘર સુત રોગ સંકેત રે. ગુ. ૪ તતખિણે તેહના વાયુથી, તસ થયો શાંત વરદાહરે, મૂલ સવિ માલણને દીયે, લહિય આશ્ચર્ય ઉચ્છાહ રે, ગુ. ૫ એહ નિયરી તણો રાજિયો, નામે ગુણવંત ગુણપાલ રે; વીંજણો લેઇ વ્યવહારિયો, ભેટ કરી તેહ ભૂપાલ રે. ગુ. ૬ ગુણ સુણી રાય હરખ્યો ઘણું, નૃપ કહે તુઝ કુણે દીધ રે; શેઠ કહે માલણ પાસથી, સુણો મહારાય મેં લીધ રે. ગુ. ૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) On Page #238 -------------------------------------------------------------------------- ________________ સા-પ્રતિ તેડીને નરપતિ, પૂછતો કરીય બહુમાન રે; બાઈ પંખો કહો કિહાં લિયો, સા કહે સુણો ગુણવાન રે. ગુ. ૮ છેક નર એક પરદેશિયો, આવીયો મુઝ ઘરે સ્વામી રે; તેણે કર્યો પંખો વિજ્ઞાનથી, વિમલજસ નામ પરિણામ રે. ગુ. ૯ ભૂપે સુખાસન મોકલી, અવર વરસુભટ પરિવાર રે; માલણ મુખ સુણી કુમાર તે, ધરે અંગ શૃંગાર રે. ગુ ૧૦ રહિત શૃંગાર નવિ શોભીએ, શ્વસુર-ગેહે દરબાર રે; નારી પાસે રિપુ સંસદિ, આડંબર કૃત સાર રે. ગુ. ૧૧ કમર તવ બેસી સુખાસને, ભેટયું વર કર લેવ રે; રિકત હાથે નવિ જોઈએ, નિમિત્તિયો નૃપ ગુરુદેવ રે. ગુ. ૧૨ અનુચર વર ભટે પરિવર્યો, આવીયો રાય ની પાસ રે; કરિય પરણામ ઠવી ભેટ, બોલાવે નૃપ તાસ રે. ગુ. ૧૩ વિનય વિવેક વિજ્ઞાન તસ, કલા દેખી મનોહાર રે; રંજિયો રાય ઇણિપરે કહે, તું વર માંગ કુમાર રે. ગુ. ૧૪ અરથ પૂરણ સવિ માહ રે, કુમાર કહે તુમ્હ સુપસાય રે; મુઝ વચન નિષ્ફલ નવિ હુએ, વર યાચ કહે રાય રે. ગુ. ૧૫ કમર ચિંતી ચિત્ત આપણે, માંડવી માંગી તિહાં લીધ રે, નરપતિ કરી બહુમાન તસ, ખાસ આવાસ બહુ દીધા રે. ગુ. ૧૬ તરણિ-રશ્મિ પર તેહનો, વિસ્તર્યો પ્રગટ જસ થોક રે; આણ નિજ સુભટગણ શિર ધરે, નૃપ પર આણ વહે લોક રે. ગુ. ૧૭ દાન દીયે યાચક લોકને, તે કરે કીરતિ વિસ્તારે રે; ઇમ સુખે નિશદિન અનુક્રમે, પુણ્યથી વિશ્વ જયકાર રે. ગુ. ૧૮ માંડવીએ જે ધન ઉપજે, વ્યય કરે તે ધરમ ઠામ રે; ધરમથી સયલ વંછિત ફલે, અમૃતપદ સૈન્ય સુરધામ રે. ગુ. ૧૯ ધ્યાન અરિહંત ઉર-પંકજે, ધરત દુઃખ-તકિય નિઃશંક રે; સતત મુકકોસ ધૃત જિનતણી, પૂજા કરે ત્રણ ટંક રે, ગુ. ૨૦ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #239 -------------------------------------------------------------------------- ________________ એક શત અષ્ટ નવકાર નિત, ગણે જાણી ઉપગાર રે, જેહથી રોગ રૌરવ ટળે, સુખદ ભય- ભંજણહાર રે. ગુ. ૨૧ સમળી ભરુઅચ્ચે નવપદ સુણી, શ્રાધવિધિમાંહી તસ ઠામ રે, નૃપ- સુતા સિંહલદ્વીપમાં, પ્રિયસુદંસણા તસ નામ રે. ગુ. ૨૨ જાણી ઇમ નિત નવપદ ગણે, પુણ્ય બલ શીયલ બલવંત રે; તિહાં રહયો લલિત લીલા કરે, વિમલજસ સંત ગુણવંત રે. ગુ. ૨૩ રાસ સુરસુંદરીનો ભલો, પૂર્ણ થયો તૃતીય તસ ખંડ રે; રંગ સંગ જસ આકૃતિ, રોપિયો જગત જસ ઝંડ રે. ગુ. ૨૪ શુભ વિજય સુગુરુપદ અનુસરી, વીર કહે ધન્ય સતીબાલ રે; ખંડ ત્રીજે સતી સુખ વરી, દુઃખ હરી તેરમી ઢાલ રે. ગુ. ૨૫ ભાવાર્થ : બાલ્યવયમાં ગુરુકુળવાસમાં રહીને મેળવેલી ૬૪ કળાને સંભારતો વિમલયશ વિચારી રહ્યો હતો, ત્યાં માલણ આવી. ભાઈ! શું વિચાર કરો છો? વિમલયશ કહે - માતાજી! વિચાર તો આવે જ ને! આ ગામનો હું બિલકુલ અજાણ્યો છું. તે માટે મારે ગામની પૂરી જાણકારી તો મેળવવી પડશે ને! તો મા તમે જ કહો ને! માલણ કહે - દીકરા! આ નગરી જેવી બીજી કોઇ નગરી નથી. નગરીનો રાજા ગુણપાલ છે. નામ પ્રમાણે ગુણ રહેલા છે. પ્રજા ઘણી સુખી છે. રાજા તરફથી કોઈ પ્રકાર નો રંજાડ નથી. સુખ શાંતિ અનુભવે છે. કોઈ વાતે પ્રજાને દુઃખ નથી. ધન ધાન્યથી ભરપૂર છે. સુખસમૃદ્ધિ પણ અપાર છે. વેપાર ધંધા પણ સારા છે. માલણ પાસેથી નગરીની વાતો સાંભળીને વિમલયશ પોતાની કળા થકી પંખો બનાવવા વિચાર્યું.માલણ પાસે પંખાને યોગ્ય સાધનો મંગાવી લીધા. વિમલયશ વીંઝણો બનાવવા લાગ્યો. માલણે જમવા માટે પુછયું. પરદેશી તમે શું લેશો? મા મારા માટે સાદી રસોઇ બનાવજે. કુમારે જોત જોતામાં વીંઝણો બનાવી દીધો. વાંસની ખપાટ ઉપર ફૂલો ગોઠવીને સુંદર પંખો બનાવ્યો. જોતાં જ આશ્ચર્ય ઉપજે. અને પોતાની પાસે રહેલી વિદ્યાથી અધિષ્ઠિત કર્યો. માલણને પંખો આપીને અને કહ્યું - મા સાંભળો. આ વીંઝણો દૈવી છે. તેના ફૂલ કરમાતા નથી. બજારમાં જઈને તમારે વેચવાનો છે. પંખાની કિંમત સવાલાખ મુદ્રાની છે. તેનાથી એક પાઈ ઓછી ન લેવી. કિંમત સાંભળી માલણ તો ડઘાઈ ગઈ. વિચારમાં પડી. તરત કુમારે કહ્યું, મા શું વિચારો છો? કિંમત સાંભળી ડરી ગયા. આ પંખાનું કામ અજબગજબનું છે. પંખામાં ગુણનો ભંડાર ભર્યો છે. એની ઉત્તમતા શું છે? વિશેષતા શું છે? તે સાંભળો!. “આ પંખાનાં ફૂલો કદી કરમાતાં નથી. અને જે આ પંખાથી વાયુ નાંખે તેના સર્વ રોગ નાશ પામે છે. નવું જીવન પ્રાપ્ત કરે છે. અનેક પ્રકારના ઉપાયો કરવા છતાં જે રોગો શાંત ન થયા હોય તે આ પંખાના પવનથી શાંત થઇ જાય છે. વીંઝણાની વિશેષતા સાંભળી હસતી હસતી માલણ પંખાને લઇને નગરમાં ગઈ. રાજમારગમાં ભરાતા બજારમાં જઇને ઊભી, જે બજારમાં શ્રીમંતો આવતાં, ગરીબો પણ આવતાં, માલણ વીંઝણો લઈને એક બાજુ ઊભી છે. સુંદર પંખો જોઇને એક ભાઇએ પૂછયું, બાઈ પંખાની કિંમત શું છે? માલણ કહે-“સવા લાખ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #240 -------------------------------------------------------------------------- ________________ મુદ્રા” કિંમત સાંભળી ભાઇ તો ડઘાઇ ગયો. દસ કોડીની કિંમતના પંખાનું મૂલ્ય સવા લાખ મુદ્રા. શું વાત છે? આજુબાજુવાળા પણ કિંમત સાંભળી હસવા લાગ્યા. માલણ પણ છોભીલી પડી. છતાં મક્કમતાથી જવાબ આપે છે. લોકોને થયું કે આ બાઈ દીવાની લાગે છે. આટલી મોટી કિંમત સાંભળી માલણના ફરતું લોકોનું ટોળું જમા થઇ ગયું. લોકોને મન કુતૂહલ વધ્યું. કોઇએ પુછયું. કિંમત તો ઘણી ઓછી છે? પણ આ પંખાના ગુણ તો કહ્યા નહિ. તે સાંભળી માલણ પંખામાં રહેલા ગુણોનું વર્ણન કરવા લાગી. પણ આવો મોંઘો પંખો કોણ લે? હવે માલણની સાંજ પડવા આવી. સૈ કિંમત પૂછે. પણ કોઈ લેવા તૈયાર ન થયું. સંધ્યા વેળા થઇ. તે વેળાએ નગર તો એક ધનપતિ વ્યવહારિયો નીકળ્યો. લોકોના મુખેથી પંખાની વાત સાંભળી માલણ પાસે આવ્યો. પંખાની પૂછપરછ ચાલી. શેઠના ઘરે પોતાનો પુત્ર રોગથી પીડાતો હતો. ઘણા ઉપાયો કરવા છતાં દાહજવર શાંત થતો ન હતો. શેઠ ઘણા ચિંતિત હતા. બજારમાં થતી વાતો સાંભળી માલણ પાસે આવ્યો. માલણને કહે છે બાઇ! મે હમણાં જ તારા પંખાની કિંમત અને ગુણની વાત સાંભળી ને તારી પાસે આવ્યો છું. પંખાની કિંમત ઘણી છે. એ શરતે લઈ જાઉં? આ પંખાની પરીક્ષા કરીને પછી કિંમત તને પૂરી આપીશ. તું પંખો લઇને મારી સાથે મારી હવેલીએ આવ. માલણને પોતાને ઘરે લાવ્યો. માલણના હાથમાં પંખો લઈને પોતાનો પુત્ર જયાં સૂતો હતો, રોગથી પીડાતો હતો, ત્યાં લઇ ગયો. પંખાથી પવન નાંખવા લાગ્યો. પુત્રને ધીમે ધીમે પવન નાંખવા લાગ્યો. જેમ જેમ પંખાની હવા દીકરા ઉપર થઇને પસાર થવા લાગી. તેમ તેમ તેનો તાવ-દાહરૂર ધીમેધીમે શાંત થવા લાગ્યો. તેની લાબા કાળની બિમારી હતી. તે પંખાના પવનથી દૂર થઈ. શરીરનું પરિવર્તન થવા લાગ્યું. દરદીએ આંખ ખોલી. પંખાનો આવો ચમત્કાર જોઈ ને શેઠના આશ્ચર્યનો પાર ન રહ્યો. થોડીવારમાં દીકરો નીરોગી થયો. નવું જોમ આવ્યું. પરિવાર પણ બધો આનંદિત થયો. શેઠે તરત જ માલણને સવાલાખ મુદ્રા ગણીને આપી દીધી. નોકર પાસે થેલી લેવરાવી. માલણને માન આપી બગીચામાં તેના સ્થાને પહોંચાડ્વા મોકલ્યો. શેઠ તો જાણે સાક્ષાત્ દેવ આવ્યા ન હોય તેમ માનવા લાગ્યો. શેઠ વિચાર કરવા લાગ્યો, આવા પ્રકારના ગુણોથી શોભતો પંખો નગરના રાજાને ભેટ આપું. તો લાખો લોકોનો ઉદ્ધાર થશે. મારે ત્યાં રાખવાથી શું? કેવી ઉદારતાં! કેવા ઉમદા વિચારો! સવાલાખથી ખરીદેલો પંખો રાજાને ભેટ આપવાની ભાવના. સવારે શેઠ પંખો લઈને રાજા ગુણપાલ પાસે પહોંચ્યો.શેઠનો સત્કાર રાજા એ કર્યો. શેઠ પણ વિવેકી હતાં. બે હાથ જોડી પ્રણામ કર્યા. રાજાએ કહ્યું કેઃ-આપના પુત્રને કેમ છે? શેઠ કહે મહારાજ! મારા પુત્રને સારું છે. મૃત્યુના મુખમાંથી બચી ગયો છે. ચમત્કારિક પંખાના પ્રભાવે. એમ કહી ખેસમાંથી દેવી પંખો આપતાં કહ્યું. રાજન! આપને ભેટ ધરું છું. અને પંખાના ગુણોની વાત કહી. ગુણો સાંભળી રાજા પણ હરખાયો. પંખાને હાથમાં લઇને જરા સંધ્યો. અરે વાહ! આની સુગંધ તો દિવ્ય છે. આ પંખાનો સર્જનહાર કોઇ દિવ્ય મહાવિદ્યાવંત હોવો જોઇએ. શેઠ કહેસર્જક કોણ છે ખબર નથી, પણ આ દિવ્ય પંખો રાજદરબારમાં શોભે. એટલે આપને દેવા આવ્યો છું. રાજા કહે- શ્રેષ્ઠી! આ પંખો તમને કોણે આપ્યો? શેઠ કહે- આપણી માલણ પાસેથી, બજારમાં આપણા નગરની માલણ આ પંખો લઇને વેચવા આવી હતી. તેની પાસેથી મેં ગઇકાલે લીધો. મારા દીકરાનો લાંબાકાળનો દાહજવર શાંત થયો. રાજાએ પોતાના માણસો મોકલી બગીચામાંથી માલણને બોલવી, રાજાએ માલણનો આદરસત્કાર કરીને પુછયું, તે માલણ! પંખો તમે ક્યાંથી મેળવ્યો? પંખો બનાવનાર કોણ છે? માલણ કહે- “હે મહારાજ! સાંભળો, મારા આવાસે પરદેશી ગુણવાન એક નવયુવાન આવ્યો છે. જેનું નામ વિમલયશ છે. પોતાની કળાથી આ પંખો બનાવ્યો છે. રાજાએ દેવી પંખાના સર્જક વિમલયશને માન સહિત સભામાં લાવવા માટે બોલાવવા પોતાના માણસોને પાલખી લઇને મોકલ્યા. માલણ સાથે આવેલા રાજસેવકોએ રાજાનો સંદેશો કુમાર વિમલયશની આગળ સંપૂર્ણ સમાચાર વિવેકથી કહી સંભળાવ્યા. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #241 -------------------------------------------------------------------------- ________________ માલણે આવીને વિમલયશને રાજાના સમાચાર કહ્યા. વિમલયશ પણ હરખાયો. રાજદરબારે જ થાય છે. નવાં નવાં વસ્ત્ર આભરણ અંગે ધરે છે. વળી બીજા શણગારને પણ ધરે છે. | શિષ્ટ પુરુષો કહે છે કે સસરાગૃહ-વળી રાજગૃહ, સ્ત્રી પાસે, દુશ્મનની સભામાં કયારેય પણ શણગાર વિના ન જઈએ. શણગાર વિના જઈએ તો શોભા ન પામીએ. આડંબરપૂર્વક જવું જઇએ. કુમાર રાજદરબારે જવા તૈયાર થયા. માલણ એકબાજુ ઉભી ઉદાસીન છે. કુમાર કહે - મા! તમે ઉદાસ ન બનો. તમારો ઉપકાર ન ભૂલું. માલણને પ્રણામ કરીને રાજસેવકોએ લાવેલી પાલખીમાં બેઠો. સાથે રાજાને આપવા માટે શ્રેષ્ઠ ઉત્તમ એવાં ભેંટણાં લીધાં છે. કહ્યું છે કે નિમિત્તિક, રાજા-ગુરુ અને દેવ પાસે કયારે ખાલી હાથે ન જવું. તેથી કુમારે પણ વિવિધ પ્રકારના ભેદણાં લીધાં. રાજસેવકોથી પરિવરેલો કુમાર રાજાની પાસે આવ્યો. વિવેકી કુમારે રાજાને જોતાં હાથ જોડી પ્રણામ કર્યા અને સાથે લાવેલ ભેટયું રાજાની આગળ મૂકયું. રાજાએ કુમારને પ્રેમપૂર્વક બોલાવે છે. તેના વિનય, વિવેક, વિજ્ઞાન આદિને જોતાં રાજા ઘણો ખુશ થયો છે. મહારાજાએ કુમારનું સ્વાગત કર્યું. પોતાની પાસે રહેલા આસન પર બેસવા કહ્યું. કુમાર રાજાની બાજુમાં બેઠો. રાજા કહે- હે કુમાર! તમારી દૈવી કળાને જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. આપના જેવા વિદ્યાવંત પુરુષો ધન્યવાદને પાત્ર છે. આ સાંભળી વિમલયશ બોલ્યો- રાજન! આપનું હૃદય ગુણપૂજક છે. તેથી મારા જેવા દુઃખી યુવાનને આપે સન્માન આપ્યું. હે પરદેશી કુમાર! તમારી કળાને જોતાં હું ઘણો ખુશ થયો છું. માટે માંગો? તમે કંઈ પણ માંગો, હું વચન આપુ છું. જે માંગશો તે આપીશ. કુવંર કહે- હે મહારાજા! આપની મહેરબાની જ બસ છે. મારે કંઈ જોઇતું નથી. તમારી કૃપાથી મારી પાસે ઘણું દ્રવ્ય છે. રાજા કહે- કુમાર! મારું વચન કયારે મિથ્યા થશે નહીં. તારી ઇચ્છા હોય તે માંગ. આ રાજાના અતિશય આગ્રહ જોતાં મનમાં વિચાર આવ્યો. શું માગું? કુમાર કહેરાજન! આપનો આગ્રહ છે તો મને તમારા નગરના “માંડવી” જકાતનાકાના અધિકારીની જગ્યા જોઈએ. એ જગ્યા આપો. રાજાએ તરત જ સભા મધ્યકુમારને કુમકુમ તિલક કરીને બહુમાનપૂર્વક પોતાની નગરીના કાંઠાના જકાતનાકાનો અધિકારી બનાવ્યો વિમાલયશનો મન મયૂર નાચવા લાગ્યો. અંતરમાં આશાની વીજળી ઝબૂકવા લાગી. ગુણપાલ રાજાએ કુમારને સૂચન કર્યું કે રાજસચિવને મળીને જકાતના બધા નિયમો જાણી લેજો આજથી જકાત નાકાના મુખ્ય અધિકારી તરીકે તમારી નિમણૂંક કરું છું કુમારે કહ્યું હે મહારાજ આપ જેવા આદર્શ રાજવી એક અપરિચિત પ્રત્યે જે લાગણી વ્યકત કરી છે તે બદલ હું આપનો આભાર માનું છું. આપ મારા માટે પૂજ્ય છો. કુમાર તમારા રહેવા માટેની વ્યવસ્થા આવતી કાલે રાજ તરફથી થઈ જશે. સાગર કિનારે મારો મહેલ છે ત્યાં તમે આરામથી રહેજો. વળી તમારી સેવામાં દાસદાસી પણ આવી જશે. વિમલયશ રાજાનું ભવ્ય વદન ને અપૂર્વ ઉદારતાને નિહાળી રહ્યો. રાજાએ પોતાની સાથે કુમારને ભોજન કરાવ્યું. - કુંવર વિમલયશ પોતાના સ્થાને ચાલ્યો ગયો. માલણને તો પહેલાથી સમાચાર મળી ગયા હતા. કુમાર હવે પોતાને ત્યાંથી ચાલ્યો જવાનો. હૈયે હામ થતું હતું. ઉદાસીન ચહેરો જોઈ કુમારે પૂછ્યું, મા ઉદાસ કેમ છો? દીકરા શું કરું? મહેમાન કયાં સુધી રહે. તમે તો રાજના મહેમાન બની ગયા. આ માને તો ભૂલી જવાના. પછી તો મારી શી દશા? કુમાર કહે મા તમે મને પહેલો આશરો આપ્યો છે. તમને કયારેય નહિ ભૂલું. મને રહેવાનો મહેલ જે આપ્યો છે તે મહેલે મને દરરોજ તમારા બાગમાંથી ફુલો લઈને પહોંચાડજો. મારા ઈષ્ટદેવની પૂજા તમે આપી ગયેલા ફુલોથી કરીશ. બરાબરને! હવે તો રોજ મને મળશોને. આનંદને! કુમારની વાત સાંભળી માલણ ઘણી ખુશ થઈ. જે કંઈ સામાન ઓરડામાં રાખ્યો ૨૦૮ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #242 -------------------------------------------------------------------------- ________________ હતો તે ભેગો કરવા લાગ્યો. માલણ પણ મદદ કરવા લાગી. બીજે દિવસે રાજ દરબારેથી રાજસેવકો કુમારને લેવા આવ્યા. પોતાના સામાન સાથે માલણને પ્રણામ કરીને રાજસેવકો સાથે ચાલ્યો સાગર કિનારે આવેલ મહેલમાં ઉતારો થયો. કુમાર વિમલયશ આવ્યા. રાજકૃપાએ પણ પુણ્યની નિશાની છે. અશુભકર્મ ટળ્યાં છે. શુભનો ઉદય વર્તે છે. મહેલને જોતાં કુમાર હરખાયો. અણધારી આ મોટી પદવી મળતાં નગરમાં કુમારનો સૂર્યના તેજની જેમ ઘણો યશ વિસ્તાર પામ્યો. બેનાતટની રાજધાની ખૂબ વિશાળ હતી. વેપાર-ઉદ્યોગ ખૂબ વિકસેલા હતા. દરિયા કિનારેથી વ્યપાર ધમધોકાર નગરમાં ચાલતો હતો. આવતા જતાં વહાણો જકાત ચૂકવતા હતા. કુમારનો મહેલ ભવ્ય હતો. મહેલના ઝરૂખેથી સાગરનો કિનારો દેખાતો હતો. આવતાં જતાં વહાણો દેખાતાં હતા. સાગરનું મધુર સંગીત સંભળાતો હતો. ઉષાસંધ્યાના રમ્ય દૃશ્યો દેખાય છે. ઉપવનમાંથી પુષ્પોની પરિમલ આવી રહી છે. અહિંયા વિમલયશને વધારે ગમી ગયું. જકાતના નિયમો મંત્રીશ્વર પાસેથી જાણી લીધા. પદવી પર બરાબર ગોઠવાઇ ગયેલા કુમારે કામ બરાબર સંભાળી લીધુ. રાજાએ કુમારના હાથ નીચે ઘણા રાજસેવકો જકાતખાતામાં ગોઠવ્યાં હતા, તે સઘળા સેવકો રાજાની આજ્ઞાની જેમ કુમારની આજ્ઞાને વહન કરે છે. ઉદારદિલવાળો કુમા૨ નગરજનો-યાચકોને દાન આપે છે. પરદેશી કુમાર પોતાની યશ અને કિર્તી વિસ્તારવા લાગ્યો. જકાતમાંથી મળતા દ્રવ્યને ધર્મસ્થાને વાપરવા લાગ્યો. ખરેખર ધર્મથી સકલ વાંછિત પ્રાપ્ત થાય છે. અહિંયા કુમાર સુખે રહેવા લાગ્યો. આમ અનુક્રમે કેટલાયે દિવસો આનંદ અને સુખમાં વીતવા લાગ્યા. ખરેખર! પુણ્યથી આ જગમાં જયજયકાર થાય છે અને અમૃતના સ્થાનરૂપ સુખના ઘર રૂપ એવાં દેવલોકની સાહ્યબી મળે છે. કુમાર ઉર્ફે સુરસુંદરી હૈયામાં નવપદ રૂપ અરિહંત આદિનું ધ્યાન ક્યારેય ચૂકતી નથી. ધીમે ધીમે તેના સઘળા દુઃખો નાશ પામવા લાગ્યા છે. કુમાર સાગર કાંઠે રહેલો હોવા છતાં નિત્ય જિનમંદિર પૂજા કરવા નગરમાં આવે છે. પૂજા કર્યા બાદ નિયમ અનુસારે ૧૦૮ વાર મહામંત્ર શ્રી નવકારનો જાપ પણ કરીલે છે. ક્યારે પણ આ જાપ ધ્યાનને આખા દિનમાં ચૂકતો નથી. તેના ધ્યાન થકી રોગને ભયંકર નરકના દ્વાર બંધ થઇ જાય છે. સમગ્ર પ્રકારના ભયને દૂર કરનાર છે. આવા ઉપકારી નવકારને હંમેશાં ગણતાં સુખ અને સંપદા પણ મળે છે. શ્રાદ્ધવિધિપ્રકરણમાં પણ કહ્યું છે કે નવપદરૂપ નમસ્કાર મહામંત્રને ભરૂચનગરમાં રહેલી સમડીએ સાંભળ્યો. છેલ્લી અવસ્થાએ તરફડીયાં મારતી સમડીને મુનિભગવંતે નવકાર સંભળાવ્યો. તેના પ્રભાવે સમડી મરીને સિંહલદ્વીપના રાજાની રાજકુંવરી સુદર્શના થઇ. આ પ્રમાણે વિમલયશના સ્વાંગમાં સતી પણ પુણ્યનો અનુભવ કરતી થકી નવકારને ગણે છે. અત્યારે પુણ્ય બળવાન બની ચૂક્યું છે. બેનાતટ નગરે આવાસમાં આનંદ કરતાં દિવસો પસાર કરે છે. એક દિવસે જકાતનાકાના સઘળા માણસોને બોલાવ્યા અને કહ્યું સાગર કિનારે જે કોઇ વહાણ આવે, તે વહાણના માલિકને જકાત લઇને તરત સીધો વિદાય ન કરવો. પરંતુ તેનું નામ, ઠામ, ગામ વગેરેની માહિતી મેળવીને મને જણાવવી, મારી આજ્ઞા લઇ પછી જ એ લોકોને વિદાય કરવા. માણસો બિચારા આ કથનનું રહસ્ય શું સમજે? તેઓને થયું કે જકાતના હિસાબ બારોબર ખતાવવાથી જે પાંચ પૈસા મળતા હતાં તે હવે નહિ મળે. તે ધન હવે રાજ ભંડા૨માં ચાલ્યો જશે વિમલયશ આ લોકોની મુઝવણ પામી ગયો. માણસોને પગાર વધારી આપવાની ખાત્રી આપી. તેથી લોકોમાં સંતોષની લાગણી ફેલાણી. વિમલયશના રાત્રિ અને દિવસો સ્વામીના સ્નેહ મિલનની આશામાં વીતતા હતા. એકાંત મળતાં કદીક ભાગ્યને રડી મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૦૯) Page #243 -------------------------------------------------------------------------- ________________ પણ લેતો હતો. જકાતનાકાનું કાર્ય કુશળતાપૂર્વક કરતો હતો. ન્યાયપૂર્વકની આવકથી રાજભંડાર છલકવા લાગ્યો. પણ વિમલયશુનું હૈયું છલકાતું નથી. કયારેક નિરાશાનાં વાદળો ચડી આવે છે. પદવીને વફાદાર હતો. વિમલયશને જે ધન ધન આ નગરના અનાથ, ગરીબ, અસહાય માણસોને દાનમાં આપતો હતો નગરમાં તેની પ્રશંસા થવા લાગી. રાજપરિવાર સાથે મૈત્રી જામી ગઇ. તેના પ્રેમાળ સ્વભાવથી સૌ આકર્ષાયા હતા. વિમલયશના મહેલે ઘણીવાર રાજા, પુરોહિત, નગરશેઠ, પ્રધાન સાથે મળીને આવતા. સહુનું માન જાળવીને માનપૂર્વક વિદાય કરતો હતો. આમ, સુખે દિવસો જવા લાગ્યા. ગુણી કુમારના ગુણો ગવાતાં હતા અને પુણ્યના અંકુર ફુર્યા હતા. મહાસતી સુરસુંદરીનો રાસ, તેનો આ ત્રીજો ખંડ, તેરમી ઢાળ વૈરાગ્યની છોળો ઉછળતી રંગરાગ ભરેલા સંસારમાં પણ વૈરાગ્ય આવતાં વાર લાગતી નથી સતીના ચરિત્રે આ જગતમાં સડી એવી યશની ઝંડી ફરકાવી રહી છે. પૂ શુભ વિજયજી ગુરુના ચરણ કમળને અનુસરતા હંમેશા પૂજ્ય શ્રી વીરવિજય કહે છે, આ સતી બાલાને શિયળને સાચવવા ઘણા કષ્ટો સહન કરવા પડ્યા. અને તે કારણે ભયંકર કર્મને ખપાવ્યા અને સતી પણ હવે મહાસુખને મેળવે છે. તૃતીય ખંડે બારમી ઢાળ સમાપ્ત કલશ. (ચોપાઈની દેશી) ખંડ અખંડ એ ત્રીજો ખંડ, સુરસુંદરીનો રાસ અખંડ, દાનાધિપ પદ સતીયે ગ્રહયો, પુણ્યપ્રબલે જસ શુભ જગ લહયો...! આ સતીના રાસનો ત્રીજો ખંડ અખંડ પ્રવાહે કહ્યો. આ સુરસુંદરીના શ્રેષ્ઠ એવા કુમારના સ્વાગંમાં મોટી પદવી પામી છે. વળી જગતમાં મહાન પુણ્ય પ્રભાવે શુભ અને યશને મેળવે છે. તૃતીય ખંડ સમાપ્ત મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #244 -------------------------------------------------------------------------- ________________ ચર્તુથ ખંડ દોહરા પંકજભૂ- તનયા નમું કર પુસ્તક વરમાલ; સરસતી વરસતી વાણીને આપે વયણ રસાલ. ૧ અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણો ભંડાર; તે ગુરુ ગૌતમ સમરતાં, દીએ વચ-લબ્ધિ વિચાર. ૨ શંખેશ્વર ઇશ્વરવિભુ પૂરીસાદાણી પાસ; પરમેષ્ઠિ નિસુણાવિને, પશગ કૃત સુરવાસ. ૩ પરમેષ્ઠિના ગુણ ઘણા, એક મુખે ન કહાય; રત્નાકર બહુ જલ ભર્યો, ગર્ગરીમે ન સમાય. ૪ પૂરણ ત્રીજો ખંડ એ, થયો સકલ-સુખ-ખાણ; ચોથો પાય કહ્યુ હવે, સુણજો શ્રોતા જાણ. ૫ મન રીઝે તનુ ઉલ્લસે, રીઝ બુઝ એક તાન; તે ઇચ્છા વિણ શ્રુતકથા- કરણ બધિર પુર ગાન ૬ વિમલ જસ જસ ઝગમગે, આણ વહે ભટ લોક; વાત પૂરવ ચિત્ત સાંભળી, ચિત્તમાં લાગી ચોક. ૭ મુનિ વચન હૃદયે ઘરી, તેડી અનુચર તામ; મહેલ્યા તેહને શીખવી, દ્વાર દ્વાર પુર ઠામ. ८ વ્યાપારી પરદેશથી, જે આવે ઇણે ઠાણ; મુઝ આગળ સંભળાવીને, પછી વાળજો દાણ. ૯ ઇણિપ૨ે કાલ ગમે સદા, સુખમાંહી દિનરાત; એ હવે તિણે નગરે થયો, તે સુણજો ઉત્પાત. ૧૦ ૧-સરસ્વતી, ૨-ગાગરમાં મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૧૧ Page #245 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ કવિરાજ શ્રી પૂ. વીરજ્યજી મહારાજે ત્રણ ખંડ નિવેંબે પૂરા કર્યા હવે ચોથો ખંડ શરુ કરે છે. મંગલાચરણ આદિ મળે કર્યું હવે છેલ્લા ખંડમાં મંગલ સ્વરુપ સૌનું સ્મરણ કરે છે. હે સરસ્વતી મૈયા! હું તમને નમું છું તમે કેવા છો! શ્રેષ્ઠ પુસ્તક હાથમાં ઘારણ કર્યુ છે. સરસ વાણીને વરસાવતી સૌને વચનનો વિલાસ એટલે વાણીના રસાલાથી યુક્ત વચનોને વરસાવ્યાં છે. અત્યાર સુધી મને મારી જીભે વરસીને રસ પૂર્વક વચનને વહેડાવ્યાં છે. મૈયા જગતમાં જીવોને વાણીનો વિલાસ અનાદિ કાળથી કરાવ્યો છે. હવે આગળ તેવી રીતે વરસજો. હવે ગૌતમ ગુરુની સ્તુતિ કરે છે. હે ગુરુભગવંત આપની પાસે તો અનેક પ્રકારની લબ્ધિઓ ભરેલી છે. તો આપનું સ્મરણ કરતાં મને વચન રુપ લબ્ધિ જરુર આપશો. વઢિયાર દેશમાં વસતા હે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ! હે પુરૂષાદાનિ પાર્શ્વનાથ પ્રભુ આપે સર્પને નવકાર મંત્ર સુણાવી દેવલોકનો વાસી ધરણેન્દ્ર બનાવ્યો. નવકારમાં રહેલા પંચપરમેષ્ઠીના ગુણો ઘણા રહેલા છે. હે પ્રભુ એ ગુણોની વાતો આ એક મુખથી કહી શકાય તેમ નથી. જેમ કે રત્નાકર સાગરમાં ઘણું પાણી છે? તો શું મારી ગાગરમાં સમાય? ન જ સમાય. સઘળા સુખની ખાણ સમાન આ ત્રીજો ખંડ, દેવ ગુરુ કૃપાએ કરી પૂર્ણ થયો છે. હવે એ જ કૃપાએ કરી ચોથા ખંડને આરંભ કરું છું. હે સુજ્ઞ જનો! તમે સૌએ ત્રીજા ખંડ સુધી આ મહાસતીને સાંભળી, હવે આગળ આ કથાને કહું છું તે સાંભળજો. જે કથા સાંભળતાં મન સંતોષ પામે છે, દેહ ઉલ્લસિત થાય વળી જે એક તાન બનીને સાંભળે તેને આત્મબોધ પણ થયા વિના રહેતો નથી આ કૃત કથા સાંભળવાની ઇચ્છા ન થાય તો શું થાય? જેમ બહેરા આગળ ગીત ગાવાથી શો ફાયદો? ભેંસ આગળ ભાગવત વાંચવાથી શો ફાયદો? તેવી રીતે આ કથા સાંભળવા છતાં કંઈ લાભ થતો નથી. વિમલશે નામ પ્રમાણે ગુણને કેળવ્યા છે. નામ ઉજ્જવલ થી ઉજ્જવલ એવા કુમારનો યશ ચારે કોર વિસ્તાર પામ્યા. ન્યાયપૂર્વક જીવનપંથે ચાલતાં સૌનો પ્રિય બની ગયો છે તેની આજ્ઞા સૌ પ્રેમથી સ્વીકારીને ઉલ્લાસપૂર્વક કામ કરે છે. વળી સૌનાં દિલને જીતી લીઘા છે. તેની આશા ભરી મીટમાં અમરકુમારને વહાણો જોવાની ઝંખના હતી. સાગર સામે જોતાં ઝરુખામાં ઊભો છે. વળી પાછો ભૂતકાળમાં ચાલ્યો જાય છે. યક્ષદ્વીપ પછી સાર્થવાહના વહાણોમાં ઝપાપાત યાદ આવતાં કમકમાટી આવી જાય છે. વેશ્યાગૃહ, ભીલ લૂંટારા. યાદ આવતાં અંધારા આવી ગયા. ભારડ પક્ષી વિદ્યાધરનું વિમાન સ્મૃતિપટમાં આવતાં કુમારની આંખો સજલ બની. તેનું સ્ત્રી હૃદય રડી ઉછ્યું. સ્વામીવિયોગી સ્ત્રીનું હૃદય સ્વામીને કેવું ઝંખતું હોય તેની બીજાને શું ખબર પડે? આટલી સુખ સાહયબી મળવા છતાં પણ કુમારના રુપમાં મહા સતી દુઃખી થઈ રહી છે. અમરને યાદ કરી રહી છે. ભીની આંખે સાગર દેવને પ્રાર્થના કરી રહી છે. એ સાગરદેવ! મારા અમરને મને પાછા સોંપી દો. સ્વામીના વિયોગમાં ઝૂરતી સતીના બદલે કુમાર બનેલા વિમલયશને મુનિભગવંતના વચનો યાદ આવ્યા. અતૂટ શ્રદ્ધા હૃદયે હતી. તેથી સ્વસ્થ થતાં વાર ન લાગી અને તરત મહેલેથી નીચે ઉતરીને જકાતનાકા ઉપર પહોંચી ગયો. અનુચરો બોલાવ્યાં અને નગરના ચારે બાજુના જેટલા દ્વારો હતા તે દ્વારે દ્વારે માણસો મૂકવાની વાત કરી હતી. વાત બધી જ સમજાવી શિખામણ આપી કે જે કોઇ વહાણ માર્ગો પરદેશી વ્યાપારી આપણાં બંદરે ઉતરે તે તે વ્યાપારીનો અહેવાલ મને આપવાનો મને સમાચાર આપવાના, પછી જ તેની પાસેથી દાણ લેવાનું સીધું દાણ-કર લઈને વિદાય ન કરવો. આ કડક સૂચનાનો અમલ બરાબર કરજો. કોઈ પણ વેપારીને મને સમાચાર આપ્યા વિના જવા ન દેવો અમર જરુર વહાણો લઈને આવશે જ. તેની રાહ જોતા કુમારનાં કેટલાય દિવસો પસાર થઈ ગયા. પણ હજુ તેનાં અંતરાય કર્મ અશુભ કર્મ પૂરું થતું નથી. ત્યાં સુધી અમર આવે કયાંથી ઘર્મને આરાધતો નવકારમંત્ર ગણતો સુખમાં દિવસો પસાર કરે છે. એ અરસામાં બેનાતટ નગરમાં મોટો ઉત્પાત મચી ગયો છે તે સાંભળો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #246 -------------------------------------------------------------------------- ________________ ઢાળ પહેલી (જીહો બેઠો કુંવર ગોખડે- એ દેશી) જીતો ઈણિ અવસર તસ્કર, તિહાં જીહો ખાત્ર દીએ ઘર થોક, જીહો ઉપદ્રવ અહનિશ કરે, જીહો થાય દુઃખી પુરલોક. રસિક જન સુણજો કૌતુક વાત. જીહો ચોર કરે ઉતપાત, રસિકજન એ આંકણી. ૧ જીહો રાતે બુબારાવ પડે, જીહો ન લહે પુરજન નિંદ; જીહો ધાય “વાહર કર નવિ ચઢે, જીહો પડહ વજાવે નરિંદ. ૨ જીહો આપે મુઝ હાથે નિકો, જીહો ચોર ગ્રહીને રે વીર; જીહો તેહને મુખ માગ્યું દઉં, જીહો સુણજો સયલ સધીર. ૩ જીહો રતસાર વ્યવહારિયો, જીહો બીડું છબે તિરિવાર; જીહો ચોર કહે નિજ માતને, જીહો નિસુણો નગર વિચાર. ૨.૪ જીહો નંદન વચને નીસરી, જીહો ગઈ પાણિયારીને માર્ગ, જીહો સુંદરી શિર બેહડાં ધરી, જીહો વાત કરે ચલે માર્ગ. ૨. ૫ જીહો ચોર અઘોર કરમ કરે, જીહો પણ નવિ પકડે રે કોય; જીહો રત્નસારે બીડું છખ્યું, જીહો કેમ પકડશે સોય. ૨. ૬ જીહો નારી-વચન ઇમ સાંભળી, જીહો નંદનને કહી વાત; જીહો ચોર વણિગ વેશે કરી, જીહો રતસાર ઘર જાત. ૨. ૭ જીહો બેઠો જુહાર કરી કહે, જીહો કાઢો રત મહથ્થ; જીહો લેશું અમો પરદેશીયા, જીહો કહ્યાં શેઠે મહથ્થ. ૨. ૮ જીહો પણ તસ્કર મન નવિ રુચ્યાં, જીયો પાછો વળિયો રે તેવ; જીહો ઠામ ઠેકાણું જોઈ કરી, જીહો ગત તસ્કર નિજ ગેહ. ૨. ૯ જીહો રાત્રે ખાતર દેઈ કરી, જીહો ડાભડો રનનો લીધ; જીહો શેઠ-તણું ગ્રહ્યું પોતિયું, હો ડાભડો બંધન કીધ. ૨. ૧૦ જીહો નીસરતાં ખાતર વિચે, જીહો મસ્તક અંગ ઘસંત; જીહો 'વેદન સહિત ઘરે ગયો, જીહો માતને વાત કહેત. ૨. ૧૧ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૨૧૩ Page #247 -------------------------------------------------------------------------- ________________ જીહો માય કહે નંદન સુણો, જીહો મૂકો ચોરી ઉપાય; જીહો કોઇ દિન જાશો જીવથી, જીહો દેખશે જબ મહારાય. ૨. ૧૨ જીહો ચોર કહે માતા સુણો, જીહો તે નહિ તાહરો રે નંદ; જીહો ભાવી કથાનક સાંભળો, જીહો સુણતા હોય આનંદ. ૨. ૧૩ જીહો એક તસ્કર ઉજેણીએ, જીહો ચાલ્યો પંથે રે જાય; જીહો દધિભાજન મસ્તક ધરી, જીહો સાથ સ્ત્રીઓનો થાય. ૨. ૧૪ જીહો કહે નારી નર સાંભળો, જીહો રસદ-કથા કહો ખાસ, જીહો કથા બહુ તિહાં સાંભળી, જીહો લહી સ્ત્રીઓ ઉલ્લાસ. ૧૫ જીહો દુગ્ધાદિક પાઈ કહે, જીહો સરસ-કથા કહો શેણ, જીહો રસ ચુઇ ટપકાં પડે, જીહો પામીએ શીધ્ર ઉજેણ. ૨. ૧૬ જીહો ધૂરત ચિંતે કેડે પડી, તો કહું કથા હવે ખાસ; જીહોડાંગ ગ્રહી કેડે પડયો, છાહો ભાગ્યા ભાજન તાસ. ૨. ૧૭ જીહો પૂંઠે પડી આભેરણી, જીહો નાઠો ધૂરત તેહ; જીહો ક્ષણમાં ઉજેણી લહી, જીહો ગત એક ડોકરી ગેહ. ૨. ૧૮ જીહો ધુરત કહે માતા સુણો જીહો દ્યો જલ પાનને હેત; જીહો કહે તું કિહાં થકી, જીહો આવ્યો કેણ સંકેત. ૨. ૧૯ જીહો ધુરત કહે લંકા થકી, જીહો આવ્યો કે જલ માત; જીહો સા કહે લંકા કિમ દહી, જીહો રામે તે કહો વાત. ૨. ૨૦ જીહો તૃષાક્રાંત ખીજ્યો કહે, જીહો કે માતા જલ શીત; જીહો પછે સકલ વાર્તા કહું, જીહો જિમ થઈ રામની જીત. ૨. ૨૧ જીહો દીધું જલ તે પી કરી, જીહો જવાલી અનલે તસ ધામ; જીહો માત જુઓ લંકા બળે, જીહો ઇમ કહી નાઠો તામ. ૨. ૨૨ જીહો ડોસી પણ કેડે પડી, જાણે આભેરણી સહત્યાંહી, જીહો ધૂરત ગયો કંદોઈને, જીહો હાટે સુખડી જ્યાં હી. ૨. ૨૩ જીહો સેવ સુંવાળી દહીંઠરાં, જીહો પેંડા ખાજાં રે દીઠ; જીહો નામ ફરી ફરી પૂછતો, જીહો સયલ સુખડી નીઠ. ૨. ૨૪ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #248 -------------------------------------------------------------------------- ________________ જીહો કંદોઇ મુખ સાંભલી, જીહો ખાજાં તસ્કર ધામ; જીહો બાલ ગોપાલાદિક ભણી, જીહો દીધાં ભક્ષણ કામ. ૨. ૨૫ જીહો માંગે દામ તદા કહે, જીહો વિણ પરઠે શ્યા રે દામ, જીહો ખાંજા મુખથી કહી કરી, જીહો કિમ હવે હુએ હરામ. ૨૬ હો કંદોઇ કેડે પડયો, જીહો તસ્કર નાઠો રે જાય, જીહો ઘાંચીને સૌધે ગયો, જીહો હો તિહુંન જણ પૂંઠે ઘા. ૨. ૨૭ જીહો તસ ઘરમાં પેઠો જિસે, જીહો દીઠું તેલ મહંત; જીહો સ્તોક તેલ વિક્રય ગ્રહી, જીહો મસ્તક માંહી ઠવંત. ૨. ૨૮ જીહો ઢોળ્યું તેલ તિણે સમે, જીહો રમતાં તસ સુતે રોક, જીહો ધૂરત તદા કપટે કરી, જીહો મૂકે મોહટી પોક. ૨. ૨૯ જીહો ઘાંચણ આવી ઉતાવળી, જીહો પૂછે રુદન કરો કેમ; જીહો કહે તુજ પુત્રે ઢોળિયું, જીહો તેલ માહરું કેમ. ૨. ૩૦ જીહો સા કહે બીજું તુજ દઉં, જીહો છાનો રહે ગુણધામ; જીહો તવ કહે એ તૈલજ વિના, જીહો બીજાનું નહિ કામ. ૨. ૩૧ જીહો કરતો રુદન ન ઓસરે, જીહો તવ સા કરીય વિચાર; જીહો તેલ ઢળ્યું દારિદ્ર ગયું, જીહો ઇમ બોલી સા નાર. ૨. ૩૨ જીહો ધૂરત કહે તૈલ જ ઢળે, જીહો જાય દાલિદ્ર ખલું નાર, જીહો શા કહે નિશ્ચય તુઝ ગયું, જીહો દાલિદ્ર અવધાર. ૨. ૩૩ જીહો ઇમ નિસુણી વિસ્મિત મુખે, જીહો ધૂરત ઉઠયો કલિ-ગેહ; જીહો તેલ સકલ ભાજન ભર્યા, જીહો ઢોલી નાંખ્યો તેહ. ૨. ૩૪ જીહો ઘાંચણને ઇણિપરે કહે, જીહો બાઇ જુઓ દૃગન્યસ્ત; જીહો તુઝ સુત પતિ શત પેઢીનું, જીહો કાઢયું દારિદ્ર સમસ્ત. ૨. ૩૫ જીહો હા હા કરતી આકુલી, જીહો ઘાંચણ ફૂટે રે પેટ; જીહો પૂરત તણો પાલવ ગ્રહી, જીહો સા કહે ચલ નૃપ નેટ. ૨. ૩૬ જીહો રત કહે શ્વસ્તન દિને, જીહો જઇશું ભૂપતિ પાસ; જીહો ઝઘડો સયલ મટાવશું, જીહો લહશો જિમ ઉલ્લાસ.૨. ૩૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૧૫) Page #249 -------------------------------------------------------------------------- ________________ જીહો ઇમ નિસુણી ચારે જણા, જીહો ઘાંચીને ઘરે રાત, જીહો શયન કર્યા તિહાં સામટાં, જીહો ધૂર્ત સકલ દુઃખ-દાત. ૨. ૩૮ જીહો ધૂર્ત કપટ કેલિ કરી, જીહો પ્રથમ પ્રહર ગત-રાત; જીહો ગુપ્ત તદા ઉઠી કરી, જીહો મંત્રીશ્વર ઘર જાત. ૨. ૩૯ જીહો ચોથા ખંડ તણી કહી, જીહો ઢાળ પ્રથમ સુવિશાલ; જીહો વીર કહે શ્રોતા ધરે, જીહો હો જો મંગલ માળ. ૨.૪૦ ૧-બુમાબુમ, ૨-હાર, માણસોનું ટોળું, ૩-વેદન, દુ:ખ ભાવાર્થ વિમલયશે “માંડવી”(જકાતખાના)ની જગ્યાને બરાબર સંભાળી લીધી છે. રાજયના નિયમ અનુસાર રહેતા કુમારે નિયમિત કામ સંભાળી લીધું છે. તેવામાં નગરમાં મોટો ઉત્પાત મચી ગયો છે. નગરમાં ચોરી થઇ રહી છે. એક ચોર દરરોજ કોઇને કોઇ ઘરે ખાતર પાડે છે. કેટલાય દિવસથી ખાતર પાડતો ચોરનો ઉપદ્રવ વધી ગયો છે. નગરના લોકો ઘણાં જ દુઃખી થઈ રહયા છે. તે રસિકશ્રોતાઓ! આ કૌતુકને સાંભળો. ચોરે કેવો મોટો શોર મચાવ્યો છે? જેના ઘરમાં ચોરી કરવા જાય તેનું બધું જ લૂંટી ચાલ્યા જાય છે. સવારે શું ખાવું? શું પીવું? એ પણ મોટી ચિંતા થઇ પડી છે. કોઈ વસ્તુ રહેવા દેતો નથી. રાત્રે ખળભળાટ થતાં સૌ કોઈ બૂમાબૂમ કરે છે. ચોરની ભીતિથી પ્રજાની નિંદ હરામ થઈ ગઈ છે. ચોર ચોરી કરીને લોકો જોતાં જ તેને પકડવા પાછળ પડે છે. પણ કોઈ પકડી શકતું નથી. બેનાપુરના નગર રક્ષકો ચોરને પકડવા તનતોડ મહેનત કરી રહ્યા છે. પરંતુ ચાલાક ચોરને કોઈ પકડી શકતું નથી. આ વાત રાજાની પાસે પહોંચી. બધી વાત સાંભળી રાજા ચિંતામાં પડયો. ઉલ્લેઠ ચોર મારી પ્રજાને રંજાડી રહયો છે. નગરમાં પુસ્કળ ચોરીઓ થવા લાગી. રાજા નગરરક્ષકો ઉપર ગુસ્સે થાય છે. આટ આટલા દિનથી ચોરી થવા છતાં તમે કોઈ ચોરને પકડી શકતા નથી. કોટવાલો શું કરે છે? રક્ષકે કહ્યું- હે મહારાજ! કોટવાલ તો અથાગ પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ આ ચોર એટલો બધો ચાલાક છે કે એનો પત્તો મળતો નથી. રાજા કહે- ચોર ચાલાક, તમે સી મૂર્ખા! એમજ ને? પ્રજાના દુઃખે દુઃખી થનાર રાજાની હૈયાવરાળ હતી. ચોર કોઈ રીતે પકડાતો નથી. કોટવાલ નગરરક્ષકો બધા રાજા આગળ આવ્યા છે તે વાતનું નિવેદન કરે છે. રાજાએ રાજસભા ભરી. રાજા કહેવા લાગ્યા- મારી વ્હાલી પ્રજા! આપણાં નગરમાં ચોર ઉલ્કાપાત મચાવે છે. તમારા સૌના મનમાં ભયની લાગણી પ્રસરી ગઈ છે. પ્રજાની સંપત્તિ લૂંટાતી હોય ત્યારે રાજય તરફથી રક્ષણ માટે દરેક પ્રકારના પ્રયતો થવા જોઈએ. આ નીતિ અનુસાર હું સર્વને વિનંતી કરું છું કે આ ચોર ને જે વીર નર પકડી આપવા તૈયાર હોય તે મારો આ પડહ ઝીલી લે. ચોરને પકડી લાવનાર વીરપુરુષની હું કદર કરીશ. અને તેને મોં માંગ્યું ઈનામ પણ આપીશ. * દાસી જે રાજાની બાજુમાં સોનાના થાળમાં બીડાં લઇને ઊભી હતી, તે રાજાની સન્મુખ આવી. પ્રજા સામે પાનબીડાં નો થાળ ધરવા લાગી. સભામાંથી રતસાર નામનો વેપારી ઊઠીને રાજા પાસે આવ્યો. રાજાને પ્રણામ કરીને બીડું ઝડપ્યું ને કહેવા લાગ્યો, “મહારાજા! હું ચોરને ગમે તે ભોગે પકડીને આપના ચરણમાં હાજર કરીશ.” રાજા અને પ્રધાન ની ઉપર રહેમ નજર કરીને શાબાશી આપતા આશીર્વાદ આપ્યા. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૨૧૬ Page #250 -------------------------------------------------------------------------- ________________ આ ચોર માંત્રિક હતો. નગરની બહાર પૂર્વ દિશા તરફ એક ઝાડ નીચે એક શીલા છે. તેને મંત્ર દ્વારા ખોલે છે. આખો દિવસ ભોંયરામાં રહે છે. અને રાતે બહાર આવીને મનમાની ચોરી કરે છે. આ ચોરને પકડવાનું બીડું રતસારે ઝડપ્યું. ભોંયરામાં રહેલો ચોર માતાને કહે છે. હે મા! નગરમાં શું હિલચાલ ચાલી છે. બાતમી મેળવી આવો. દીકરાના કહેવાથી મા નગરમાં ચાલી, નગરમાં શું નવાજૂની બની રહી છે. પોતાના દીકરાએ કરેલી ચોરીની શી વાતો ચાલી રહી છે. તે જોવા માટે નગરની ભાગોળે આવેલા કવાકાંઠે જઈ રહી છે જયાં આ નગરીની સ્ત્રીઓ પાણી ભરવા આવે છે. નગરીની સ્ત્રીઓ સુંદરી અને દીકરીઓ માથે પાણી ભરેલા બેડાં લઇ જતાં માર્ગમાં અવનવી વાતો કરતી જાય છે. જો ને ચોરના અધોર કામ. કોઈના હાથમાં આવતો નથી. બીજી કહે- રે બેન! આજે તો મારા પાડોશી ને ત્યાં ચોરી કરી ગયો. ઘરમાં કંઈ જ રાખ્યું નથી. વળી ત્રીજી કહે- રાજા કે રાજાના માણસો પણ આ ચોર ને પકડી શકતા નથી. આપણો રાજા પણ ઘણી ચિંતામાં પડયો છે. વળી એક કહે- રાજાએ તો બીડું ફેરવ્યું. પેલા વેપારી વાણિયા રત્નસારે ઝડપ્યું છે. એ તો કેવી રીતે કેમ પકડશે! ચોરની મા તો આ વાતને સાંભળતી સાંભળતી પનિહારીઓની પાછળ ચાલી જાય છે. અને જયાં રત્નસારે ચોરને પકડવા માટે સાહસ કર્યું છે. એવા નારીના વચન સાંભળી તરત ત્યાંથી નીકળી પોતાના દીકરા પાસે આવી. પોતાના પુત્રને આ બધી હકીકત કહી. દીકરા સાવધ રહેજે. રાજા તરફથી તને પકડવાના પ્રયતો ચાલે છે. દીકરો કહે- સારું! ત્યારબાદ ચોર વાણિયાનો વેશ કરી રત્નસાર વેપારીને ત્યાં પહોંચી ગયો. રતસાર વેપારીને પ્રણામ કરીને ગાદી ઉપર બેઠો. શેઠને પણ લાગ્યું કે કોઈ પરદેશી વેપારી લાગે છે. પોતે પણ હાથ જોડીને પ્રણામ કર્યા. વિવેકપૂર્વક વાતો કરી. પછી કહે શેઠ! પરદેશથી આવું છું. મારે તો ખરીદવાના છે. તો તમારે ત્યાં મોંઘામાં મોંઘા જે રતો હોય તે બતાવો. મારે ભારે અને ઊંચો માલ ખરીદવાનો છે. રત્નસાર તો પોતાની દુકાને સારો ગ્રાહક આવ્યો છે માલ સારો વેચાશે. અને નફો પણ સારો મળશે. એવું સમજીને પોતાની પાસે જે માલ હતો તેમાંથી ઉંચી જાતના રતો લઇને નવા પરદેશી વેપારીને બતાવવા લાગ્યો. વેપારીના સ્વાંગમાં ચોરે રતો જોયા. માથું ધૂણાવવા લાગ્યો. પોતાને જાણે ન ગમ્યો હોય તે રીતે મુખ પર ભાવ વર્તાવવા લાગ્યો. બધાં જોયા પછી બોલ્યો, શેઠ! આ તો મને બહુ ન ગમ્યાં. આ કરતાં વધારે સારા હોય તો બતાવો ને! પોતે ચારેકોર દૃષ્ટિથી જોવા લાગ્યો. શેઠ વળી બીજા રતો શોધી રહયા છે. ચોરે જોઈ લીધું. રતો કયાં મૂકે છે? વળી શેઠને કહે છે કે મને તો એક પણ ગમ્યું નથી. એમ કહીને ત્યાંથી ઉઠ્યો. રતસારે શ્રેષ્ઠીનું ઘર –ઠેકાણું અને જગ્યા બરાબર જોઈ લીધી. પોતાના ઘરે ચાલ્યો ગયો. ત્યારપછી આરામ કરીને રાત પડે ચોર પોતાના સ્થાનેથી નીકળી નગરમાં દાખલ થયો. દિવસે જોઇને આવેલ ઠામઠેકાણું બરાબર ધ્યાનમાં હતું. સીધો રતસારને ત્યાં પહોંચી ગયો. રતસારના ઘરની ભીંતે ખાતર પાડયું. એટલે ઘરની ભીંતમાં મોટું કાણું પડયું. બખોલ દ્વારા ઘરમાં ઘુસ્યો. રાત્રિમાં ઘરનો પરિવાર ભરનિંદરમાં હતો. ચોર ધીમા પગલે પહોંચી ગયો. જયાં રતન ડાભલો મૂકેલો હતો ત્યાંથી ઊંચકી લીધો. શેઠના ધોતિયામાં ડાબલો બાંધી દીધો. અને તરત જયાંથી આવ્યો હતો તે ખાતર પાડેલ બખોલ દ્વારા સહેલાઈથી નીકળી તો ગયો. પણ બખોલની આજુબાજુ ઈટોને વગેરેને કારણે માથે હાથ પગ શરીરે ઉઝરડા પડયા. વેદના થઈ. પણ તે વેદનાને ન ગણકારતો ચોર પોતાના સ્થાને પહોંચી ગયો. માએ દીકરાને જોયો. સાથે ચોરી કરીને લાવેલો રતનો દાબડો પણ જોયો. તરત મા કહેવા લાગી, હે નંદન! આ ચોરી કરવાનો ધંધો છોડી દે, કયારેક પકડાઇ ગયો તો જાનથી મરી જઇશ. એમાં વળી નગરના રાજા તરફથી તને પકડવા માટે પડહ વજડાવ્યો છે. જો પકડાઈ ગયો તો જીવથી ચાલ્યો જઇશ. ચોર માને કહેવા લાગ્યો. હે માત! તું નિશ્ચિત રહે. રાજાના માણસોથી પકડાઈ જાય તેવો તારો દીકરો નથી. પકડાય તે બીજા સમજયાને મા! (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૨૧) Page #251 -------------------------------------------------------------------------- ________________ મા તેને માટે હું તને વાર્તા કહું તે સાંભળ. જે સાંભળતાં તને ઘણો જ આનંદ થશે. આ પ્રમાણે કહીને ચોરે વાર્તા કહેવા માંડી. ઉજજૈણી નગરી હતી. તે નગરીમાં એક ચોર રહેતો હતો. હંમેશા ચોરી કરવા જતો. એક વખત પોતાના ઘરેથી નીકળી નગરીમાં ચોરી કરવા જઈ રહયો હતો. રસ્તામાં દહિં વેચવાવાળી મહિયારણોનો તેને સાથ મળ્યો. ચોર તો આ મહિયરણોની સાથે વાત કરતાં કરતાં વાટ વટાવી રહ્યો હતો. બિચારી સ્ત્રીઓ ભોળી હતી. તેમને ધૂતારો મળ્યો. ધૂર્ત વાત ઉપાડી. રે! મૂંગા ચાલતાં રસ્તો કેમ પૂરો થાય? કથા કહો તો વાટ પૂરી થાય. મહિયારણ કહે-ભાઈ! તમે જ વાત કરો ને અમને તો કંઈક આવડતી નથી. ચોરને આ તક જોઇતી હતી મળી ગઇ. ધૂર્ત ચોર સ્ત્રીઓનો આનંદ થાય ને વાટ પૂરી થાય. રસકથા કહેવા લાગ્યો. સ્ત્રીઓનો એવી કથામાં રસબોળ કરી કે ગામ આવતાં પહેલાં પોતાની મટકીઓ ઉતારીને આ ચોરને ગોરસને દૂધ પીવડાવ્યું. વળી કહેવા લાગી કે હે સ્વજનહજુ પણ એક સરસ કથા કહો. જેથી ગામ જલ્દી આવી જાય. ધૂર્ત ચોર વિચારવા લાગ્યો. ખરેખર! આ સ્ત્રીઓ તો મારી બરાબર પૂંઠે પડી છે. હવે કથા એવી કહું કે જેથી ફરીથી મારું નામ ન લે. એવું વિચારી રસ્તાની બાજુમાં રહેલા ખેતરમાં ગયો. અને એક ડાંગ લઈને બાઇઓની પાછળ પડયો. ડાંગ વડે બધી બાઈઓના માથે રહેલી માટલીઓને ફટકા કરી મારી ભાગવા લાગ્યો. પોતાના માટલા ભાંગેલાંને દહીં દૂધ ઢોળાઈ જતાં ભરવાડણો ગાળો બોલવા લાગી. ધૂર્ત ચોર માટલાં ભાંગીને આગળ દોડવા લાગ્યો. પાછળ મહિયારણો પડી. આગળ ચોર પાછળ મહિયારણો દોડી રહી છે. જોત જોતામાં ઉજજૈણી નગરી પહોંચી ગયા. ચોર આગળ નીકળી ગયો. ગામમાં પેસતાં એક ડોશીમાંના ઘરમાં ઘુસી ગયો. ઘરમાં આવેલા અજાણ્યાને હજુ જુએ, પૂછે ત્યાં તો પૂર્વે કહ્યુંમા! બહુ તરસ લાગી છે. પાણી પીવડાવો. ડોશી કહે-તું ક્યાંથી આવ્યો? અને કયાં સંકેતે મારા ઘરમાં આવ્યો? ધૂર્ત કહેમા! લંકાથી આવ્યો છું. પણ મને તરસ લાગી છે. મા મને પાણી આપોને. માજીતો પાણી આપવેને બદલે પ્રશ્નો પૂછવા લાગી. રે પરદેશી! લંકાથી આવ્યા છો કહોને રામે લંકાને કેવી રીતે બાળી? તરસથી પીડાએલો ધૂર્ત આ માજી ઉપર ખુબ ખીજાયો. ને બોલ્યો- મા! મને પહેલાં ઠંડું પાણી આપો. પછી બધી વાત કરું કે રામની જીત કેવી રીતે થઈ. માજી લોટો ભરી પાણી લઇ આવી. અને ધૂર્તને પાણી પીવા આપ્યું. પાણી પીધાં બાદ ધૂર્ત ડોશીમાના રસોડામાં ગયો. ચૂલામાં સળગતું લાકડું લઈને ડોશીમાંના ઘરમાં બધી જગ્યાએ ચાંપ્યું. ડોશીમાંના ઘરમાં આગ લાગી. પછી બહાર જઇને માજીને કહે કે- જો મા! આ રીતે રામે લંકા બાળી. ડોશીમાના ઘરમાં આગ લગાડીને ડોશીમાને આગ બતાવી. ત્યાંથી ઊભી પૂંછડી એ નાઠો. બિચારી ડોશીમાં ઘર જાય છે. તો ચારે કોર આગ. અરે! મારા ઘરનું પાણી પીધું ને મારા ઘરમાં આગ લગાડી. ડોશીમા પણ આ ધૂર્તની પાછળ દોડી. ત્યાં રસ્તામાં પેલી મહિયારણો પણ ભેગી થઈ. ધૂર્તની પાછળ બધાં દોડયાં. ધૂર્ત ચોર બજારમાં આગળ અને પાછળ પેલી બધી સ્ત્રીઓ. ચોર તો ભાગ્યો જાય છે. બજાર આવતાં કંદોઈની દુકાનમાં ઘૂસી ગયો. દુકાનમાં જાત જાતની ભાતભાતની મિઠાઇઓ જોઈ મોઢે પાણી છૂટયાં. કંદોઇને મીઠાઈના નામ પૂછવા લાગ્યો. એકની એક મીઠાઇનું નામ વારંવાર પૂછાતાં ને સુખડીના થાળમાં સુખડી ખાતો જાય અને પૂછતો જાય. વારંવાર પૂછાતાં સુખડી ખતમ કરી નાંખી. બધી સુખડી આરોગી ગયો. ત્યારબાદ કંદોઈ પાસેથી ખાજાં વગેરે મીઠાઈનો પડીકાં બંધાવ્યાં. ત્યાં રહેલા બાળકોને વહેંચી દીધી. બાળકો તો ખાવા લાગ્યા.કંદોઈએ મીઠાઇના પૈસા માંગ્યા. ધૂર્ત કહેતે મારી પાસે પૈસા નકકી કયાં કર્યા હતાં? મેં તો માંગી, તે મને આપી. મેં ખાધી અને બાકી આ બાળકો ને આપી દીધી. પૈસા તો કહ્યા નથી. તો પૈસા કેવા ને વાત કેવી! આ રીતે બોલતો ધૂર્ત કંદોઇને ખોટી રીતે છેતરી, પેટ ભરીને સુખડી આરોગી લીધી. આથી કંદોઇ ચિડાયો ને બોલ્યો, સુખડી ખાધી તેના પૈસા આપવા જ પડેને! ચોરે સાંભળ્યું ન સાંભળ્યું (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #252 -------------------------------------------------------------------------- ________________ ને દુકાન માંથી નાઠો. કંદોઈ પણ પોતાના પૈસા લેવાના છે તેથી ધૂર્તની પાછળ દોડ્યો. પોતાની પાછળ જાન આવી રહી છે, જાણીને બજારમાં બધાની નજર ચૂકથી ધૂર્ત ઘાંચીની હવેલીમાં પેસી ગયો. કંદોઈ પણ ચોરની પાછળ દોડતી સ્ત્રીઓ સાથે દોડવા લાગ્યો. આ સરઘસ નગરના રાજમાર્ગે વધતું વધતું શેરીની ગલી સુધી આવી ગયું. ત્યાં તો ધૂર્ત ઘાંચીના ઘરમાં તેલ જોયું. તેલ ઘણું મોંઘું હતું. તેથી થોડું વેચાતું લઈ પોતાના માથામાં નાંખ્યું. બાકીનું તેલ ચોકમાં રમતાં રમતાં ઘાંચીના છોકરા પાસે ઢોળી દીધું. અને ધૂર્ત મોટી પોક મૂકી રડવા લાગ્યો. રડવાનો અવાજ સાંભળી રસોડામાંથી ઘાંચણ ઉતાવળી ઉતાવળી દોડી આવી, પૂછવા લાગી- ભાઈ કેમ રડો છો? ધૂર્ત ચોર કહે મેં તારી પાસેથી મોંધું તેલ લીધું તે તારા દીકરાએ મારું મોંધું તેલ ઢોળી નાંખ્યું. આ પ્રમાણે કહીને ધૂર્ત કહે- મને તો તેલ એ જ જોઈએ. બીજું નહિ. મારું. ઢોળાઈ ગયું તે જ તેલ જોઈએ. એમ કહીને વળી ઘૂર્ત રડવા લાગ્યો. હાંફળી ફાંફળી ઘાંચણ ચોરને છાનો રાખવા માટે પ્રયા કરે છે તો ચોર વધારે મોટે થી રડે છે. ત્યારે ઘાંચણ વિચારી રહી છે, શું કરવું? વળી વિચાર આવતાં બોલી, હે પરદેશી! તું રડીશ નહિ. તેલ ઢોળવાથી જિંદગીનું દારિદ્રપણું ટળી ગયું. તેલ ઢોળ્યાની ચિંતા તું ન કરીશ. ધૂર્ત કહે- હું હૈ! સ્ત્રી! તેલ ઢોળાવાથી દરિદ્રતા ચાલી જાય છે? ઘાંચણ કહે- હા! ભાઈ! હા! નિશ્ચયથી દરિદ્ર અવસ્થા ચાલી જાય છે. તેલ ઢોળાઈ ગયું તો તારી દરિદ્રતા ચાલી ગઈ. ઘાંચણના મુખથી આ સાંભળતાં વિસ્મય પામેલો ધૂર્ત ત્યાંથી ઊઠીને ઘરમાં ગયો. ઘાંચણના ઘરમાં ભરેલા બધાંજ વાસણોને ઊંધા પાડી દઇને સઘળું તેલ ઢોળી નાંખ્યું. બાઈ તો બિચારી બોલતી રહી. ધૂર્ત તો જાત જોતામાં તેલ ઢોળી નાંખ્યું. પછી ઘાંચણને કહેવા લાગ્યો, રે બાઈ! મારી વાત સાંભળ, અને આ જો. મેં તારા પતિ અને પુત્રની સો સો પેઢીનું દરિદ્ર કાઢી નાંખ્યું છે. સઘળું દરિદ્ર ટાળી નાખ્યું છે. માટે ચિંતા ન કરતી. પોર્તાનું બધું જ તેલ ઢોળી નાંખેલું જોઇને ઘાંચણ હા! હા! કરતી આકુલ વ્યાકુલ બની પેટ માથું કૂટવા લાગી. ધૂર્તને પકડી બતાવવા લાગી, હરામખોર! આ શું કર્યુ? મને કેટલું બધું નુકસાન થયું. ચાલ રાજા પાસે લઈ જાવું. એમ કહીને એની બાંહયનો છેડો પકડ્યો. ધૂર્ત કહેવા લાગ્યો- બાઈ! આજે તો રાજાની પાસે આવું નહિ. હું આવતીકાલે રાજસભામાં રાજા પાસે આવીશ. તું ત્યાં આવજે. મારા નામનો ઝગડો પતાવીશું. તેવામાં ભરવાડણો, ડોશીમા અને કંદોઈ પણ આ બાઈના ઘર પાસે ભેગાં થઈ ગયાં. કલહ વધી ગયો. પૂર્વે બધાને કહ્યું કે તમે સૈ રાજદરબારે આવજો. ત્યાં ન્યાય મેળવીશું.. . ઘાંચીના ઘરે આ મેળો. બધાં જ ઘાંચીના ઘરે રાત રહ્યાં. આ ધૂતારો ચોર પણ રાત રોકાયો. મેં બિચારાં ધૂર્તના કારણે દુઃખી થતાં સૂઈ ગયાં છે. એક પ્રહર રાત પૂરી થઈ હશે ત્યાં તો માયાથી કપટી એવો ધૂર્ત ઉઠયો. ઘરમાં ઉઠીને જોયું. સૈ બિચારા ઘસઘસાટ ઉંઘતા હતા. તે રાત્રિને વિશે ધૂર્ત ગત રીતે ઘરમાંથી નીકળી ગયો. સીધો મંત્રીશ્વરના બારણે પહોંચ્યો. ટકોરા દીધા. તરત પ્રધાનના માણસે દરવાજો ખોલ્યો. ધૂર્ત પ્રધાન સામે આવીને પ્રણામ કરીને બેઠો. આ પ્રમાણે ચોથા ખંડને વિષે વિશાળ વાર્તાલાપ કરતી પ્રથમ ઢાળ પૂર્ણતા પામે છે. કવિરાજ કહે છે કે હે શ્રોતાજનો! ગુણગ્રાહી બનજો જેથી તમારે ત્યાં હંમેશા મંગળની માળા પ્રાપ્ત થાય. ચતુર્થ ખડે પ્રથમ ઢાળ સમાપ્ત (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #253 -------------------------------------------------------------------------- ________________ (દોહરા) કરીય પ્રણામ પ્રધાનને, બેઠો ધરી ઉલ્લાસ; કહે મંત્રી કુણ કામથી, કિમ આવ્યા અમ પાસ. ૧ ધૂર્ત કહે વિસ્મિત મુખે, કાન્તિ-નયરથી આજ; આવ્યો સરસ વધામણી, લાવ્યો છું મહારાજ. ૨ તુમ નૃપ! રાણી એક તિહાં, છે ગુણમાલા નામ; તિણે લક્ષણ લક્ષિત તનુ, જભ્યો સુત ગુણ-ધામ. ૩ તાસ વધામણી કારણે, આવ્યો છું નૃપ-પાસ, મુઝ દીએ બહુલ વધામણી, જો હુએ તુમ મુખવાસ. ૪ તુમ વચને મુઝ આપશે, તુરગ ગજાદિક રાય; કણ કુંજર-મુખથી પડે,કીડીનું પેટ ભરાય. ૫ કાલ સભાએ વધામણી, ખાશું પામી લાગ; મુઝ દેશે નૃપ તેહમાં, તુમચો પંચમ ભાગ. ૬ બોલ બંધ શાખી કરી, ઉઠયો પૂરત ઠેઠ; સેનાપતિ કોટવાલ ઘર, પુરોહિત પુરનો શેઠ. ૭ એ ચારે ને ઘર જઇ, મંત્રિાની પરે તેહ; પંચમ પંચમ ભાગ કહી, પામ્યો ઘાંચણ ગેહ. ૮ વિકસિત વકત્ર કમલ સમું, ચંદન સમ વચ શીત; ચિત્ત કપટ કર્તરી સમું, લક્ષણ ધૂર્ત પ્રતીત. ૯ ભાવાર્થ : ઘાંચીનું સઘળું તેલ ઢોળીને ભારે નુકસાન કરી ને રાત્રિના પ્રથમ પ્રહર બાદ ઝઘડાપ્રિય પૂર્વ પ્રધાનના ઘરે પહોંચ્યો. વિવેકનો ડોળ કરતાં હાથ જોડીને પ્રણામ કરતો પ્રધાન સામે બેઠો છે, મનમાં આનંદ અને ઉલ્લાસ છે. પોતાના પરાક્રમો થી ફુલ્યો સમાતો નથી. અજાણ્યો પ્રાહૂણો આંગણે આવેલો જોઇને મંત્રીશ્વરે હાથ જોડી નમસ્કાર કર્યા. વળી પૂછવા લાગ્યો- આપ ક્યા ગામના વતની છો? શા માટે અહીં અડધી રાત્રે આવવાનું બન્યું? વિસ્મય પામતાં ધૂર્ત જવાબ આપે છે. હું કાન્તિ નગરથી આવ્યો છું. હે મહારાજ! હું સુંદર વધામણી લઈને આવ્યો છું. તમારા રાજાની રાણી ગુણમાલા નામથી જે રાણી ત્યાં રહેલી છે તે રાણીએ સારા લક્ષણોવાળો અને ગુણોના ભંડાર સમા પુત્રને જન્મ આપ્યો છે. તે વધામણી આપવા રાજા પાસે આવ્યો છું. હે મંત્રીશ્વર! આ વધામણી હું રાજાને આપું તે કરતાં આપ આ શુભ સમાચાર આપો તો સારું. હું વધામણી આપીશ. તો પ્રસન્ન થયેલ રાજા મને ઘણું ધન આપશે. અને જો આપ વધામણી આપશો (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #254 -------------------------------------------------------------------------- ________________ તો આપના કહેવાથી મને હાથી-ઘોડા અને ધન પણ આપશે. મને લાભ થાય તેથી આપ સવારે રાજદરબારે વધામણી આપો. કહેવાય છે કે હાથીના મુખથી એક કણ જો નીચે પડી જાય તો કીડીના કુંટુંબનું પેટ ભરાય છે. હે મંત્રીશ્વર! આ મારી વાત સ્વીકારો. આવતી કાલે સભામાં રાજાને આ વધામણી આપતાં મને જે ભેટ મળશે તેમાથી તમને હું પાંચમો ભાગ આપીશ. પ્રધાન આ વાત સાંભળીને ધૂર્તની વાતમાં સંમત થયો. શરત પ્રમાણેની વાત બરાબર પાકી કરીને મૂર્ત ત્યાંથી નીકળીને સેનાપતિને ત્યાં પહોંચ્યો. મંત્રીશ્વરને જે વાત કરી પુત્રની વધામણીની. તે જ વાત ધૂર્તે સેનાપતિને કરી. પાંચમો ભાગ આપવાનો નકકી કર્યો. વળી ત્યાંથી નીકળીને અનુક્રમે કોટવાલ-રાજપુરોહિત તેમજ નગરશેઠને ત્યાં જઈ આવ્યો. સઘળી જગ્યાએ પુત્ર જન્મની વધાઇ અને જે ભેંટણું મળે તેમાંથી પાંચમો ભાગ આપવાની વાત કરીને ધાંચીને ત્યાં પાછો આવ્યો. ધૂર્ત-ચોર..વળી પાછો ઘાંચીને-ત્યાં આવ્યો. ને સૂઇ ગયો. ધૂર્તના કામ તો જુઓ. કેવો ઠગી રહ્યો છે. બધાને! ધૂર્તના લક્ષણ પણ જાણવા જેવા છે. વિકસિત કમળના જેવું મુખ હોય, ચંદન જેવી વાણી-વચન શીતળ હોય- અંતર તો માયાને કપટથી ભરેલું હોય તક મળતાં કાતરની જેમ કામ કરતાં વાર જ ન લાગે. આ લક્ષણો ધૂર્તના હોય છે. ઢાળ બીજી ( જીઓ જીઓ એ અચરીજ અતિ ભલું-એ દેશી) હવે ધૂર્ત વિભાત ઉઠી ગયો, સપરિવારે નૃપ ઠેઠ રે; ઇણિ અવસરે મંત્રી સેનાપતિ, કોટવાલ પુરોહિત હાં રે જાઓ જુઓ ૧ એ પાંચ જણા પણ આવીયા, મલ્યા રાજસભા જનરાય રે; કહે ધૂર્ત નમી નૃપને તદા, મહારાય કરો મુઝ ન્યાય રે, જીઓ. ૨ મહિયારી પ્રમુખ મુખ વારતા, સુણી કોપ્યો ભૂપ પ્રચંડ રે; કહે રાય સવાસો ખાસડા, ધૂરત શિરે દીજે દંડ રે. શુ. ૩ તવ હસી ક્રૂરત કહે રાયજી, માહરે છે ભાગિયા પાંચ રે; તેહને આપ્યા વિણ એકલો, કહો કિમ હું ખાઉં લાંચ રે. જી. ૪ મંત્રી આદિ જણ પાંચને, પણવીસ પણવીસ દેવાય રે; સુપસાય રે. જી. ૫ તવ રાજ સભા સઘળી હસી, ઇમ સાંભળી અંતર વાત રે; ધૂર્ત વંચ્યા છે દેવને, તો અવરતણી શી વાત રે. . ૬ ઉપહાસ્ય કરીને કાઢીયો, રૃપે રાજસભાથી તેહ રે; એક દિવસ વસે નૃપ સંસદ, બેઠા જન સહ કલિગેહ રે. જી. હું શેષ ઉપનાહ મસ્તકે, માહરે કરજો ૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૨૧) Page #255 -------------------------------------------------------------------------- ________________ ઇણ અવસર રાય-તણો તિહાં, તિણે ચોર્યો ચંદનહાર રે; નૃપ પાછો માંગે હાર તે, તવ સયલ કરે સુવિચાર રે. જી. ૮ ઇંગિત આકારે જાણિયો, તે હારનો ધૂરત ચોર રે; નૃપ પૂછે પણ નવિ માનીયો, કરે ચોર બહુ તિહાં સોર રે.જી. ૯ તિણે નગરી સાચી દેવતા, તેહનું છે ચૈત્ય વિખ્યાત રે; નર તેહિ જ સાચો જાણીએ, તિણે ચિત્ય જે રહે રાત રે. જી. ૧૦ કહે રાય જો હાર લીયો નહિ, તો સાચી દેવી અવદાત રે; નૃપ વચન સુણી તસ દેહરે, રહ્યો રાત ગઇ મધરાત રે. જુ. ૧૧ ઈણિ અવસર ખગહી કરી, કહે પ્રગટ થઈ તે દેવ રે; પાપી તે હાર ગ્રહયો સહી, એ ચોર્યાની શી ટેવ રે. . ૧૨ સુણી ચોર કહે તું પાપિણી, તેં ધૂત્યા સધવા લોક રે; વિણ લીધે ચોર મુઝને કહે, સત્ય નામ ધરાવે કોકરે. જી. ૧૩ કહે દેવી હું સહુ લોકમાં, શું સત્ય સુગુણની ગેહ રે; કહે ધૂર્ત જો સાચી તું અછે, તો ટાલ મુઝ સંદેહ રે. . ૧૪ એક જનક પુત્ર પરદેશથી, આવે છે ઉજેણી પંથ રે; છે નામ મહીધર બાપનું, સુત નામ અછે પલિમંથરે. જી. ૧૫ જબ પંથ વિશાલે આવીયા, તવ નારી મલી તિહા રોય રે, તસ ગંગા કમલા નામ છે, પણ માત સુતા તે હોય રે. . ૧૬ વિષયાકલ ચાર જણાં મલ્યાં, એક એકને નયણ મલતરે; અણજાણ્યા નરશું પ્રીતડી, તે પહેલાં નયન કરંત રે. જા. ૧૭ ગંધર્વ વિવાહે પરણીયો, મહીધર ડગલાને ત્યાંહી રે; ગંગા સાથે પલિમંથજી, પરણ્યા નિજ નિજ ઉચ્છાંહી રે. ૧૮ માતાને પરણ્યો દીકરો, દીકરીને પરણ્યો બાપ રે; કહો દેવી પરસ્પર શ્યાં થયાં, સસ્પણ નહિ તો તાજો છાપરે. જી. ૧૯ સુરીએ સગપણ વિચારતાં રવિઉદય થયો પર.ત રે; નૃપ સંસદિ જઇ પ્રણમી કરી, થયો સાચ ધૂરત વિખ્યાત રે. . ૨૦ મહાસતી શ્રી સુરસુંદરીનો રસ) રરર Page #256 -------------------------------------------------------------------------- ________________ ઇમ સકલ કથા કહી ધૂર્તની, કહે ચોર સુણો તમા માત રે; મુઝ પકડે એહવો નરપતિ, જગમાં નહિ કોઇ વિખ્યાત રે. બ્રુ. ૨૧ ઇણિ અવસર રતસાર ઘરે, જાગ્યા સવિ સયણ વિભાત રે; કહે રત્નસાર જઇ રાયને, મહારાય સુણો મુઝ વાત રે. ા. ૨૨. એહ ચોરે ઘર લૂંટયું સવે, નહિ પહેરણ પોતિયું ખાસ રે; ઇણે લોક સકલ હલોલીયો, વિ પકડે કોઇ તાસ રે. જા. ૨૩ સુરસુંદરી રાસ રસાલનો, ખંડ ચોથો બીજી ઢાળ રે; કહે વીર વિવેકી સાંભળો, ગતિ તસ્કરની અસરાલ રે. બ્રુ. ૨૪ ૧-કજિયાનું ઘ૨-ધૂર્ત. ભાવાર્થ : ધૂર્ત પાંચ પાંચ ઘર ફરી આવ્યો. રાત તો તેની તેમાં જ પૂરી થઇ ગઇ. સવારે ઘાંચીને ત્યાંથી નીકળી ભરવાડણો, ડોશીમા, કંદોઇ અને ઘાંચણ આદિને લઇને સમય થતાં રાજદરબારે પહોંચી ગયાં. આ અવસરે મંત્રીશ્વર- સેનાપતિકોટવાલ-રાજ પુરોહિત અને નગરશેઠ પણ પોતપોતાના આવાસમાંથી વધામણી આપવા રાજદરબારે પહોંચી ગયા છે. હે શ્રોતાઓ! જુઓ તો ખરા! આ ધૂતારાની ઠગવાની કળા. આવા ધૂતારા થી સાવધ રહેજો. પાંચેય ભેગાથઇ ને રાજદરબારમાં રાજા પાસે આવ્યા. રાજસભા પણ ભરાઇ ગઇ છે. રાજા પણ સભામાં આવી ગયા છે. ભલભલાને ભરમાવ્યા ધૂર્તે. કોઇ તેની કળાને પીછાની શકયું નથી. સભામાં કામ ચાલુ થયું. ધૂર્તે રાજાને નમસ્કાર કરીને પોતાની વાત શરુ કરી. હે રાજન! ન્યાય માટે આવ્યો છું. માટે મારી વાત સાંભળો. વાત ચાલુ કરી ત્યાં તો મહિયારણો પોતાની ફરિયાદ કરવા લાગી. આ ધૂતારા એ અમારી માટલીઓ ફોડી નાંખી. બપોરે જે બન્યું હતું તે કહેવા લાગી. ત્યારબાદ ડોશીમાએ પણ પોતાની વાત કરી. કંદોઇ, ઘાંચી આદિ સૌએ પોતપોતાની વાત કરી. આ એક માણસે અમને બધાને મોટામાં મોટું નુકસાન પહોંચાડયું છે. રાજા આ બધાની વાત સાંભળી કોપાયામાન થયો. આ ધૂર્તની વાતો આ બધાની પાસેથી સાંભળતાં મંત્રી આદિ પાંચે ય વિચાર કરી રહ્યા છે. સૈા મનમાં સમજી ગયા છે. આજ માણસ મારે ત્યાં આવ્યો હતો. વધામણી આપવાની વેળા-તક મળી નથી. સૈા પોતાના સ્થાને રહ્યા. ધૂર્તના કામોને સાંભળી રહ્યા છે. રાજાએ ગુસ્સે થઇ સેવકોને હુકમ કર્યો કે આ ધૂતારાને સવાસો ખાસડા મા૨વાનો દંડ કરું છું. તો તમે તેને સવાસો ખાસડા મારવા લઇ જાવો. ત્યાં તો ધૂતારો રાજાને કહેવા લાગ્યો. હે રાજન સબૂર! સબૂર! સાંભળો! ધૂતારો હસતો હસતો કહેવા લાગ્યો. આપના તરફથી મને જે બક્ષિસ મળે તેમાં મારે પાંચ ભાગિયા છે. તે ભાગીદારોને આપ્યા વિના મારે એકલાને બક્ષિસ ન લેવાય. લાંચ એકલા ન લેવાય. ભાગીદારોને ભાગ આપવો જોઇએ. તમારી સભામાં બેઠેલા મંત્રી આદિ પાંચ ભાગીદાર છે. તેઓને પાંચમો ભાગ-પચ્ચીસ ખાસડાનો દંડ વહેંચી આપો. બાકી રહે તે ભાગ મારે લેવાનો એટલે ખાસડા મારવાના બાકી રહે તે મારે માથે મારજો. ધૂર્તની વાત સાંભળી સભા હસવા લાગી. સૈા બોલવા લાગ્યા. જો આ ધૂર્તે રાજાને ઠગ્યા. તો આ બીજાની શી વાત? બધાને છેતરે તેમાં નવાઇની શી વાત! આવા ધૂતા૨ાને રાજા પણ શું કરે! અવહેલના -અપમાન કરીને રાજાએ સભામાંથી કાઢી મૂકયો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૨૩ Page #257 -------------------------------------------------------------------------- ________________ આ ધૂર્ત ચોર નગરમાં રહ્યો છે. રાજસભામાં કયારેક આવતો હોય છે. કજિયાના ઘર સમાન આ ધૂર્ત એકવાર રાજસભામાં, પરિવાર સહિત રાજા બેઠો છે.તક મળી જતાં આ ધૂર્ત રાજાનો ચંદનહાર ચોરી લીધો. આચાનક રાજાનું ધ્યાન ગળામાં ગયું. ચંદનહાર ન જોતાં વિચારમાં પડી ગયો. સહુ વચ્ચે આનંદ કિલ્લોલ હતો. રાજાનું મુખારવિંદ ફરી ગયું છે. ને બોલ્યા, મારો ચંદનહાર કોણે લીધો છે? જેણે લીધો હોય તે તરત આપી દે. નહિ તો આકરી શિક્ષા થશે. રાજાની વાત સાંભળી સૌ વિચારમાં પડી ગયા. અંદરોઅંદર વાતો કરી રહ્યા છે. મેં લીધો નથી. બીજો કહે મેં પણ લીધો નથી. તો હાર જાય કયાં? સહુનું ધ્યાન પેલા ધૂર્ત સામે ગયું. સને થયું, હાર આ ચોરે જ લીધો હશે. રાજાએ ધૂતારાને પણ કહ્યું. મારો હાર લીધો હોય તો આપી દે. ચોરે તો ત્યાં શોરબકોર કરી મૂક્યો. મેં હાર લીધો નથી. તો હાર જાય કયાં? સહુ ચિંતિત થઈ ગયા. આ નગરની બહાર સાચી દેવીનું મંદિર હતું. જે માણસ સાચો હોય તે જ આ મંદિરમાં રાત રહી શકે. બીજા નહિ. તેથી રાજાએ આ ઠગને આ દેવીના મંદિરમાં રાતવાસો રહેવાનો આદેશ આપ્યો. સત્યદેવી તને ચમત્કાર બતાવશે. ધૂર્ત ધૂર્તકળામાં હોંશિયાર હતો. નિર્ભય થઈને રાજાની વાત સ્વીકારી દેવીના મંદિરમાં રાત્રિ રહ્યો. ધૂર્ત દેવીને બનાવવામાં પણ પાછો નહિ પડે. અડધી રાત પૂરી થઈ ગઈ. મધ્યરાત્રિએ દેવીની આગળ આવી ઊભો છે. દેવીનો હજુ સુધી કોઈ ઉપદ્રવ જણાયો નથી. તેથી આનંદ પામે છે. તે જ અવસરે હાથમાં ખડુંગ લઇને સાચી દેવી તેની આગળ પ્રગટ થઈને બોલવા લાગી, ધૂર્ત તે રાજાનો હાર ચોર્યો છે તે ચોર છે રાજાનો હાર આપી દે. ચોરી કરવાની તને ભયંકર કુટેવ છે. રાજાના પૂછવા છતાં તું ના પાડે છે. મેં હાર લીધો નથી. શાહુકાર થઈને મારા મંદિરે રાતવાસો આવ્યો છે. હું તને જીવતો નહિ છોડું. દેવીની વાત સાંભળી ચોર કહેવા લાગ્યો- હે પાપિણી! આ નગરના લોકોને તે ઠગ્યા છે. ને મને ચોર કહેવા નીકળી છે. મેં હાર લીધો નથી. તું મને ચોર કહેવાવાળી કોણ? તું જૂઠું બોલે છે. દેવીની સાથે વાદવિાદ કરવા લાગ્યો. જેમતેમ કરીને સમય પુરો કરવો હતો. રાત પણ પસાર કરવી હતી. ચોર કહે- હે દુષ્ટા! તું જુઠી છે. ને મને ખોટો પાડે છે. તારું નામ સાચી દેવી છે. આ નામ તારું ફોગટ છે. ચોરના આવા વચન સાંભળી સત્યદેવી ગુસ્સે થઈ. કહેવા લાગી. હે ચોર! આ નગરના સઘળા લોકો મને સાચી દેવી તરીકે ઓળખે છે. હું સત્યપણાથી આ મંદિરમાં રહું છું. ધૂર્ત કહેવા લાગ્યો- જો તું સાચી દેવી હોય તો મને જે સંદેહ છે તેને તું દૂર કરે તો જ સાચી દેવી તરીકે હું તને માનું. આ પ્રમાણે કહી ચોરે કથા ચાલુ કરી. પરદેશી બે જણા આ નગરને વિષે આવી રહયા છે. ને પિતાપુત્ર છે. પિતાનું નામ મહિધર છે. પુત્રનું નામ પલિપંથ. નગરમાં આવતાં બે સ્ત્રી મળી.જે બંને મા દીકરી છે. માતાનું નામ ગંગા છે. દીકરીનું નામ કમળા છે. આ ચારેય ભેગા થતાં એકબીજાને જોતાં કામાતુર બન્યા. કહેવાય છે કે અજાણ્યા માણસની સાથે પ્રીતી કરાવનાર હોય તો આ નયનો છે. નયનથી જ પ્રીતિ થઈ જાય છે. પોતાના મનને કાબુમાં ન રાખી શકતાં ગાંધર્વ વિધિથી મહિધર કમળાને પરણ્યો. અને પલિપંથ ગંગાને પરણી ગયો. પોત પોતાના મનમાં જે જેને ગમ્યું તે રીતે તેની સાથે પરણી ગયા. મા ગંગાને દીકરો પરણ્યા. બાપ દીકરી ને પરણ્યો. તો હે દેવી! આપ બોલો! આ ચારેય ના પરસ્પર સગપણ શું થાય? સાચાપણાની છાપ ધરાવો છો તો સગપણ કહો. ધૂર્તની વાત સાંભળી દેવી સગપણ માટે વિચારમાં પડી. વાતમાં, કથામાં અને વિચારમાં શેષ રહેલી રાત્રિ પૂરી થઈ. ને સવાર થઈ ગયું. સૂર્ય ઉદય થયો. ખોટી કથા કહીને દેવીને છેતરનાર સારી રાત વાતમાં ખપાવીને દેવીને છેતરી. સમય થતાં ધૂર્ત રાજાની સમક્ષ આવીને ઊભો. ખોટો હોવા છતાં પણ ધૂર્ત તે નગરને વિષે સાચાપણાથી વિખ્યાત બન્યો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #258 -------------------------------------------------------------------------- ________________ બેનાતટ નગરમાં ઉલ્કાપાત મચાવતો ચોર આ પ્રમાણે પોતાની માતાને કહી રહયો છે. હે માત! મને પકડે એવો કોઇ નરબંકો જગતમાં નથી. માતા પણ દીકરાની વાત સાંભળી સંતોષ પામી. આ બાજુ નગરમાં સવારે રત્નસાર ઉઠયો. હવેલીમાં ચોરી થઇ ગઇ. જાણી દુ:ખી થઇ ગયો. ઘર ઘર તપાસતાં મૂલ્યવાન રત્નનો દાબડો જ ચોરાઇ ગયો. બીજુ પણ થોડું ગયું છે. રાજાની પાસે રત્નસાર આવી કહેવા લાગ્યો. હે રાજન! હું લૂંટાઇ ગયો. ચોરે મારું ઘર જ લૂંટી નાંખ્યું. મારું પહેરવાનું ધોતિયું પણ ઉપાડી ગયો. લોકોને પણ ખબર પડી ગઇ. હાહાકાર મચી ગયો. પણ કોઇ ચોરને પકડી શકતું નથી. આ પ્રમાણે સુરસુંદરીની રાસની ચોથા ખંડને વિષે બીજી ઢાળ સમાપ્ત કરતાં વીરવિજય મ. સા. કહે છે કે હે વિવેકી! ઉલ્લંઠ એવા ચોરની ગતિ કેવી છે? જુઓ તો ખરા! ચતુર્થ ખંડે બીજી ઢાળ સમાપ્ત (દોહરા) ઇમ નિસુણી ગૃપ પુનરપિ, પડહ વજાવે ગામ; કોટવાલ બીડું છબે, ન્રુપ પ્રણમીને તામ. ૧ તે નિસુણી તસ્કર ગયો, ચતુટે ફેરવી રૂપ; ભાંડ લોકને પૂછતો, ચોરનું સયલ સરૂપ. કપટ વચન કહે ચોર બહુ, નગર કરે ઉત્પાંત; કો તસ વારી નવિ શકે, પાડે બહુલાં ખાત. ૩ કોટવાલ હાવે વારશે, ઇણિપરે કરી ઉપહાસ; રાતે ખાતર પાડીયું, કોટવાલ આવાસ. ૪ તુરંગ રતન કાઢી ગયો, સયલ વિબુદ્ધ વિભાત; કહે નૃપને લૂંટયા અમે, હૈ હૈ અતિ ઉત્પાત. પ ઇણ્ણિ અવસર તિહાં આવીયો, પુરોહિત નૃપની પાસ; આશીર્વચન કહી ઇસ્યાં, બેઠો ધરી ઉલ્લાસ. ૬ નૃપ આગળ બીડું છબ્યુ, પુરોહિતે તિણે ", કામ; તે નિસુણી તસ્કર હસ્યો, દુર્જન-અવગુણ- ધામ. ૭ દુર્જનનું મન એહવું, જેહવું પાકું બોર; બાહિર રાતુ રંગભર, અત્યંતર કઠિન કઠોર. ૮ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૨૫) Page #259 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ બેનાતટ નગરનો શ્રેષ્ઠી રતસાર ચોર પકડવા જતાં પોતે જ લૂંટાઈ ગયો. રાજા વાત સાંભળી વિચારમાં પડી ગયો. વળી રાજા ફરીથી રાજસભામાં પડહ વજડાવી જાહેરાત કરે છે. રાજાનો આદેશ લઇને રાજસેવકો નગરીમાં પડતો વજડાવે છે. નગરના કોટવાલે પડહ ઝીલ્યો. રાજસભામાં આવીને રાજાને પ્રણામ કર્યા. રાજાના હાથે બીડું ઝડપ્યું. ત્યારબાદ કોટવાલ પોતાના ઘરે આવ્યો. આ બાજુ ચોર રતસારને ત્યાંથી ચોરી ગયા પછી પોતાને આવાસે રહ્યો છે. આરામ કરીને સાંજ પડે નગરીમાં થઇ રહેલી નવાજૂની જોવાને માટે પોતાનું રૂપ બદલીને ચૌટામાં પહોંચ્યો છે. ત્યાં રહેલા ચોરના સ્વરુપને જાણવા માટે પૂછવા લાગ્યો. ચૌટામાં રહેલા લોકો કહેવા લાગ્યા કે આ ચોર મહાઉíઠ છે. કપટી પણ પાકો છે. આ નગરીમાં ભારે ઉલ્કાપાત મચાવ્યો છે. કોઇ પણ પકડી શકતું નથી. ઘણાં ઘરમાં ખાતર પાડયા છે. લોકો સાંજ પડેને ભયથી ડરવા લાગે છે. કોઈ પણ આ ચોરને પાછું વાળી શકતાં નથી. રોજ રોજ નવા નવા ઘર પકડે છે. આ વાત સાંભળી ચોરે પૂછ્યું- આજે ચોરને કોણ પકડવા તૈયાર થયો છે. લોકો કહેઃ- આજે કોટવાલ પકડવા માટે તૈયાર થયા છે. વાત સાંભળીને મશ્કરી કરતો પોતાના ઘર ભેગો થઈ ગયો. તે જ રાત્રિએ ચોર કોટવાલના ઘરે પહોંચ્યો. ખાતર પાડીને કોટવાલના ઘરનો સામાન તથા ઘોડા-રતો વિગેરે લઈને ઘરે આવી ગયો. સવાર પડી. કોટવાલને ખબર પડી મારા ઘરે જ ચોરે ચોરી કરી. મૂલ્યવાન વસ્તુ ઉપાડી ગયો. અફસોસ કરતો રાજાની પાસે પહોંચ્યો. કપાળને કૂટતો કહેવા લાગ્યો. હે રાજન! ચોર પકડાયો નથી. ને હું જ લૂંટાઈ ગયો. મારી બધી જ વસ્તુ ઉપાડી ગયો. નગરમાં ભારે ઉત્પાત મચાવી દીધો છે. ' એ જ અવસરે રાજાની પાસે પુરોહિત આવ્યો. રાજાને આશીર્વાદ આપી પોતાને આસને બેઠો. રાજા અને કોટવાલની ચર્ચા ચાલતી હતી. તે ચર્ચા પુરોહિત સાંભળતો હતો. અવસર ઉચિત પુરોહિતે ચોર પકડવાનું બીડું ઝડપ્યું. આ સમાચાર પણ ચોરે મેળવી લીધા. અવગુણનો ભંડાર ભર્યો છે જેની પાસે તેવો દુર્જન છે ચોર. કહેવાય છે કે દુર્જનનું મન કેવું હોય? બોરડીના પાકા બોર જેવું હોય, બહારથી રંગ મનમોહક લાલ ચણોઠી જેવો, જયારે તે તો અત્યંતરમાં કઠિન-કઠોર હોય છે. ઢાળ - ત્રીજી (રાગ- બંગાલ) લોક કહે પુરોહિતને એમ, તસ્કર ઝાલશો સાહિલ કેમ; સાહિલ સાંભળો. ઈમ સુણતો ગયો પુરોહિત તેહ, દેવકુલે રમવાને ગેહ. સા. ૧ ઇભ્ય-રુપ કરી તસ્કર ત્યાંહી, જાગટુ રમવા ગયો ઉછાંહી, સા; હાર્યો પુરોહિત મુદ્રા રન, લીધી તસ્કરે જીતી થતત્ર. સા. ૨ ઈણિ અવસર નૃપ ભટ સંપ્રેડ, કાર્યવશે પુરોહિતને તેડ, સા. પુરોહિત જામ ગયો દરબાર, તવ તસ્કર ચિત્ત કીધ વિચાર, સા. ૩ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #260 -------------------------------------------------------------------------- ________________ એકલડો પુરોહિત ઘર જાત, નારીને કહે સાંભળ વાત સા. મિત્ર મુઝ તુમ જે ભરતાર, પકડયા નૃપે કરી કોપ અપાર, સા. ૪ તુમ ઘર લૂંટણ કારણ એહ, સંપ્રતિ રૃપ ભટ આવશે તેહ; સા. તિણ કારણ મુઝને કહ્યું એમ, સાર સાર સવિ કાઢજયો તેમ; સા. ૫ મુદ્રા રત નામાંકિત એહ, અહિનાણે મુઝ આપી તેહ; સા. સાચું જેણી નારી નિરાસ, સાર વસ્તુ સવિ આપી તાસ. સા. ૬ લેઇ ચાર ગયો નિજ ધામ, પુરોહિત નિજ ઘર આવ્યા તામ; સા. માંગે પાણી કહે તવ નારી, નથી કલશીયો પીવા વારિ.સા. ૭ શ્યો થયો દંડ તુમારો સ્વામ, મેં ઘર આપ્યું તુમચે નામ; સા. સાંભળી પુરોહિત કહે શું કીધ, હા! હા! ચોરે લૂંટયા પ્રસિદ્ધ. સા. ૮ કહે નૃપને હું આવ્યો આમ, તવ તસ્કરે મુઝ લૂંટયું ધામ; સા. ધનસાર શેઠને નાપિત એક, બે જણ મળી છબે બીડું છેક. સા. ૯ ઇભ્ય-રુપ કરી વાત સુણેહ, ચોર ગયો નાપિતને ગેહ; સા. શિર ભૂંડણ બેઠો તસ ધામ, નાપિતે કર્યું તેહનું કામ. સા. ૧૦ વળતું માંગે પરક્યો દામ, બોલ્યો તસ્કર તામ હરામ; સા. મોકલ તુઝ સુત માહરે સાથ, પરઠયો આપું તાહરો અત્યં; સા. ૧૧ નાપિત-સુત ગ્રહી તામ કિરાટ, ધનસાર શેઠને ગયો હાટ; સા. વસ્ત્ર અમુલક કાઢો શેઠ, લક્ષ મૂલ દેખાડ્યાં જેઠ, સા. ૧૨ વસ્ત્ર ગ્રહયાં તવ માંગે દામ, બોલ્યો તસ્કર તામ હરામ; સા. બેઠો છે મુઝ નંદન એહ, લાવું વિત્ત જઇ હું ગેહ, સા. ૧૩ નાપિત-પુત્ર બેસારી ત્યાંહી, ચોર ગયો નિજ ગેહ ઉચ્છાંહી સા, રાત પડી પણ નાવ્યો કોઇ, પુત્ર ગવેષે નાપિત સોઇ. સા. ૧૪ રોતો દેખી નંદન ત્યાંહી, નાપિત દેખી ઝાલે બાંહી સા., ધનસાર શેઠ કહે રે મંદ, લેઇ જાય છે કેહનો નંદ. સા. ૧૫ નિજ નિજ વાત કરી તિણે જામ, જાણ્યું તવ તસ્કરનું કામ; સા. નૃપ આગળ જઇ ભાખે સોય, મહારાય! લૂંટાણા દોય. સા. ૧૬ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૨) Page #261 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરીનો રાસ અખંડ, વ્યાપ્યો તસ્કર નયર પ્રચંડ સા., વીર કહે ભવી રાગ બંગાલ, ચોથે ખંડે ત્રીજી ઢાળ. સા.૧૭ ભાવાર્થ : રાજસભામાં ચોરને પકડ્વા પુરોહિતે બીડું ગ્રહણ કર્યું. આ બાતમી ચોરે મેળવી લીધી. પુરોહિતે બીડું છબી ઘરે આવતાં લોકો પૂછવા લાગ્યા. હે મહારાજ! ચોરને કઇ રીતે પકડશો? હે સાહિબ! સાવધાન રહેજો અત્યાર સુધી આ ચોરે ઘણાં ખાતર પાડ્યાં. શ્રેષ્ઠી, કોટવાલ પણ આ ચોરને પકડી શકયા નથી. આ વાત સાંભળતાં પુરોહિત પોતાને આવાસે પહોંચ્યો. પોતાના દેવકુલમાં મિત્રો સાથે પાના ૨મવા લાગ્યો. રાત્રિ જામી છે. સૈાને પાનાં રમવામાં મઝા હતી. તે અવસરે ચોર પોતાના ઘરે થી નીકળીને પુરોહિતના ઘરે આવ્યો. ધનાઢય વણિકનું રુપ લઇને આવેલ આ ચોર આ બધાની સાથે પાનાં જુગાર રમવા બેસી ગયો. કોઇએ ઓળખ્યો નહિ કે આ ચોર છે. ૨મતાં બધાની ભેગો ભળી ગયો. પુરોહિત અને શેઠના સ્વાંગમાં ચોર બંને ૨મી ૨હયા છે. કપટથી ચોર રમતો હતો. જાગાર રમતાં પુરોહિતના પાસા બધા જ ઊંધા પડવા લાગ્યા. વળી હારજીતની શરત હતી કે હારેલો આંગળી ઉપર પહેરેલી મુદ્રા આપી દેવી. પુરોહિત હાર્યો. પોતાના નામથી આંકત મુદ્રા આ ચોરને આપવી પડી. ચોર જીતી ગયો છે. તેથી મુદ્રા તો આપવી જ પડે. તે જ અવસરે પ્રસંગોપાત કંઇ કારણ આવતાં રાજાએ પુરોહિતના આવાસે સુભટને મોકલ્યો. સુભટ રાજાનો સંદેશો લઇને આવે છે. એ આંગળ રાજા બોલાવે છે. રાજાને ત્યાંનું તેડું એટલે હા કે ના કહેવાય નહિ. ઘરે પત્નીને કહેવા પણ જતો નથ. ૨મવાના સ્થાને થી સીધો જ પુરોહિત રાજદરબારે પહોંચ્યો. ચોરે આ તક ઝડપી લીધી. પુરોહિતના ઘરે એકલો પહોંચી ગયો. પુરોહિતના પત્નીને મળ્યો. વાત કહી- હે આર્યા! તમારો પતિ મારો ખાસ મિત્ર છે. અમે સૌ દેવકુલિકામાં પાનાં રમતાં હતા. કોઇ કારણસર મારા મિત્રની ઉપર રાજા કોપે ચડયો. તરત જ માણસોને મોકલ્યા. પુરોહિતને બોલાવી લાવો. રાજનું નોતરું. સાવધ રહેવું પડેને! સુભટો લઇ ચાલ્યા. જતાં એવા મિત્ર-પુરોહિતે મને એકાંતમાં બોલાવીને કહ્યું છે કે તું મારા ઘરે જા! રાજયના કોઇ કારણથી મને બોલાવ્યો છે. શા માટે મને બોલાવ્યો તે મને ખબર નથી. માટે હું ત્યાં દરબારે જાવુ છું. ઘરે જઇને મારી પત્નીને કહેજે. રાજયના કોઇક ગુના બાબતમાં હું પકડાયો છે.તેથી રાજા કયારે રુઠે તે ખબર નથી. માટે ઘરમાંથી જે કોઇ મા૨ી સારભૂત સારી સારી વસ્તુ અને માણેક, મોતી, રતો વગેરે કઢાવી લઇને તું તેનું રક્ષણ કરજે. અને એ માટે મારી આ નામવાળી મુદ્રા રત બતાવજે. આંગળીયેથી વીંટી કાઢીને પુરોહિત પત્નીને બતાવી. સુભટો પકડી ગયા તે જાણી ભયભીત અને ઉદાસ બની ગયેલી પત્ની પાસે આ બદમાશ ચોરે મૂલ્યવાન વસ્તુની માંગણી કરી. અણધાર્યા પકડી ગયેલા પતિની ચિંતામાં પુરોહિત પત્ની તરત તો મુંઝાઇ ગઇ. ચોરે પણ પોતાના મિત્રની મુદ્રા બતાવીને કહ્યું મારી પત્ની તને નહિ ઓળખે. તેથી મારા આ નામની મુદ્રા બતાવજે. પુરોહિત પત્નીને આ રીતે પાકો વિશ્વાસ બેસાડયો. બિચારી નારી એ તો ઘરમાં જઇને સારી સારી વસ્તુ જલ્દી કાઢીને ચોરને આપવા લાગી. ચોરે પણ પોટલું બાંધવા માંડયું. ને પોટલું લઇને ૨વાના થઇ ગયો. થોડીવાર પછી રાજદરબારેથી રાજાનું કામ પતાવી પોતાના ઘરે પુરોહિત આવ્યા. પોતાની પત્ની પાસે તરત પીવાનું પાણી માંગ્યું. પત્ની કહે- સ્વામી! સાંભળો! પાણી પીવા માટે મેં ઘરમાં લોટો રાખ્યો નથી. હે નાથ! રાજદરબારે ગયા હતા. કયા ગુનાને કારણે રાજાએ તમને બોલાવ્યા? શું શિક્ષા કરી? એવો કયો ગુનો કર્યો? રાત્રિએ પણ તમારે રાજદરબારે જવું પડ્યું. આ વાત સાંભળી પુરોહિત કહેવા લાગ્યો- હે દેવી! મેં તો કોઇ ગુનો કર્યો નથી. મને કોઇ શિક્ષા થઇ નથી. રાજાને મારું કામ હતું. બોલાવ્યો. તો ત્યાં દેવકુલિકામાંથી સીધો રાજદરબારે જઇ આવ્યો. પત્ની બોલી- હે મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૨૮) Page #262 -------------------------------------------------------------------------- ________________ નાથ! મેં તો તમારા નામથી ઘર ખાલી કરીને તમારા મિત્રને આપી દીધું. પુરોહિત બોલ્યો- આ તે શું કર્યું? નામાંકિત આ ચોરે મારું ઘર લૂંટી લીધું. ઘરની બધી જ ચીજ સીફતથી લઇ ગયો. પ્રભાતે ઊઠીને રાજાને ત્યાં પુરોહિત પહોંચી ગયો. પોતે લૂંટાઈ ગયાની વાત સંભળાવી. રાજાના હૈયે દુઃખ થયું. પણ તેમાં રાજા શું કરે! પકડવા માટે રાજા કડકમાં કડક હોવા છતાં ઉલ્લેઠ ચોર કોઇનાયેથી પકડાતો નથી. પણ જે બીંડ પકડે છે તેના જ ઘરે તે જ રાત્રિને વિષે ચોર મોટી ચોરી કરી જાય છે. શ્રેષ્ઠી-કોટવાલ-પુરોહિત ત્રણેય જણા નિષ્ફળ ગયા. ચોર ને પકડી ન શકયા. આ અવસરે રાજાની આગળ ધનસાર નામના નગરના શેઠ બેઠા હતાં. અને સાથે હજામ પણ રહેલો હતો. તો આ ધનસાર શેઠ અને હજામ એમ બંને જણાએ બીડું ઝડપ્યું. રાજાને નમસ્કાર કરીને પોતાના સ્થાને ચાલ્યાં. ચોર પણ આ બાતમી મેળવવા માટે સવારે ત્યાં જ સભાએ આવ્યો. મને પકડવા માટે રોજ ને રોજ નવા ઉપાયો રાજા શોધે છે. પણ અત્યાર સુધી એક પણ ઉપાયમાં ફાવ્યો નથી. પોતાની મૂછ ઉપર હાથ મૂકીને ગૌરવ અનુભવે છે. રાજસભામાં શેઠના સ્વાંગમાં ગયો છે. ચોર હવે નાપિત અને શેઠને ત્યાં જવાની તૈયારી કરી રહ્યો છે. ઘરેથી નીકળી સીધો નાપિતને ત્યાં પહોંચી ગયો. શેઠના વેષમાં ગયો છે. હજામત કરવા માટે બેઠો. માથું મૂંડાવવાનું છે. તૈયાર થઇ ને બેઠો. નાપિતે પણ પોતાના સાધનોથી શેઠનું માથું તથા દેઢી આદિની હજામત કરી આપી. કામ પતી ગયા પછી નાપિતે પૈસા માંગ્યા. હરામખોર ચોર તરત કહેવા લાગ્યો. રે! તે મારી સાથે પૈસાની વાત કયાં કરી છે? ને હવે તું પૈસા માંગે છે મારી પાસે હમણાં તો પૈસા નથી. તારે હમણાં જો પૈસા હજામત કર્યાના જોઈતા હોય તો તારા પુત્રને મારી સાથે મારા ઘરે તું મોકલે. મારી દુકાનેથી પૈસા આપી દઈશ. નાપિતે પૈસા માટે પોતાના દીકરાને ધૂર્ત માણસની સાથે મોકલ્યો. ચોર આ નાના છોકરાને લઈને ધનસાર શેઠની દુકાને પહોંચ્યો. આંગળિયે લીધેલા નાપિતપુત્રને આ લુચ્ચા ચોરે દુકાને બેસાડયો. હવે ધનસારને કેવો બનાવે છે? શેઠના વેષમાં પરદેશી જેવો લાગતો ચોર ગ્રાહક બની ગયો છે. તમારી દુકાનમાં સારામાં સારું જે અતિશય મૂલ્યવાન હોય તે બતાવો. મારે કપડું લેવું છે. શેઠ પણ ગ્રાહક જોઈને પોતાની દુકાનમાં મૂલ્યવાન જે કપડાં હતાં તે બતાવવા લાગ્યા. જેટલા કપડાં બતાવે તે બધાં ચોર પોતે રાખી લઈને પોટલું બાંધવા લાગ્યો. શેઠને તો એમ જ કે ગ્રાહક મને સારો મળ્યો. માલ મારો વેચાશે. મને નફો પણ સારો મળશે. ત્યારબાદ ધનસારે બધાં વસ્ત્રોનો હિસાબ કરીને પૈસા માંગ્યા. શેઠના વેપમાં રહેલો ચોર કહેવા લાગ્યો કે- હે શેઠજી! તમારા પૈસા આપવા જોઇએ. પણ હાલ મારી પાસે નથી. પૈસા લઇને પણ નીકળ્યો નથી. તમારી મોટી દુકાન જોઈને મને વસ્ત્રો લેવાનું મન થયું. તેથી કપડું લીધું છે. પણ સાંભળો. હું ઘરે જઈને પૈસા લઈને આવું છું. ત્યાં સુધી મારા પુત્રને તમારી દુકાને બેસાડો. પૈસા લઇને આવ્યા બાદ તમને પૈસા આપી દઇશ. ત્યારપછી મારા પુત્રને લઈ જઈશ. આ પ્રમાણે શેઠને કહીને નાપિતપુત્રને ધનસારને સોંપી ચોર વસ્ત્રોની પોટલી લઇને પલાયન થઈ ગયો. ઘેર જતાં ચોરના હૈયામાં હરખ માતો નથી. માલ મળ્યાનો આનંદ તો ખરો. તે છતાં ધનસાર શેઠ અને નાપિત લૂંટાયાનો આનંદ વધારે હતો. વળી પોતે તદન સહેલાઇથી બનાવીને માલ લઇને ઘરે આવી જાય છે. તેનો પણ આનંદ હતો. ચોરને ખબર નથી કે પાપ કરતાં કરતાં, પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે એ પાપનો ઘડો ફૂટયા વિના રહેતો નથી. ધનસાર શેઠ ગ્રાહકની રાહ જોઈ રહ્યો છે. બપોર થઈ ન આવ્યો. સાંજ પડવા આવી, પણ કિંમતી વસ્ત્રો લઈને ગયેલો શેઠનો ગ્રાહક ધૂર્ત ચોર ન આવ્યો. રાહ જોવાતી પળો ઘણી જ મોટી હોય છે. શેઠ તો વાટ જુએ છે. પૈસા લઇને હમણાં આવે. દિવસ પૂરો થવા આવ્યો. નાપિતે પોતાના ઘરે દીકરાની રાહ જોઇ. પૈસા લઇને દીકરો પણ ન આવ્યો. સાંજ પડી ગઇ. નાપિતને પોતાના દીકરાની ચિંતા થવા લાગી. પોતાના દીકરાને શોધવા નીકળ્યો. શેરીઓ ગલીઓમાંથી નીકળી (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #263 -------------------------------------------------------------------------- ________________ ચૌટામાં આવ્યો. આ બાજુ શેઠની દુકાને બેઠેલો નાપિતપુત્ર ભૂખ્યો અને તરસ્યો, બિચારો હવે તો તે રડવા લાગ્યો છે. નાપિત ફરતાં ફરતાં ધનસાર શ્રેષ્ઠીની દુકાને આવ્યો છે. ત્યાં જ પોતાના દીકરાને રડતો જોયો. દીકરાએ બાપને જોયો. દીકરા પાસે આવીને તેનો હાથ પકડીને ઉભો કરી દીધો. દીકરાને લઈને નાપિત ચાલ્યો. શેઠે નાપિતને જતો જોઈ બૂમ પાડી. રે ભાઈ! તું કોનો છોકરો લઈ જાય છે? નાપિત બોલ્યો- શેઠજી! આ દીકરો મારો છે. હું તેને શોધવા નીકળ્યો હતો. તમારી દુકાને રડતો હતો. તેથી હું તેને લઈ જાવું છું. શેઠ કહે- ઊભો રહે ભાઈ, એક ગ્રાહક આવ્યો, મારો માલ ઘણો લઈ ગયો. આ દીકરાને બેસાડીને ગયો, તે ગયો પાછો આવ્યો વી. નાપિતે પોતાની પણ વાત કરી. હજામતના પૈસા લેવા માટે મેં મારા દીકરાને તેની સાથે મોકલ્યો હતો. એકબીજાને ત્યાં બનેલી હકીકતને કહેતાં જાણી લીધું કે નકકી નગરમાં ચોરી કરતાં ચોરનું જ કામ છે. આપણે બંને ઠગાયા. તારે તો હજામતના પૈસા ગયા, જયારે મારે ત્યાંથી તો મૂલ્યવાન વસ્ત્રો લઈ ગયો છે. બીજે દિવસે સવારે ધનસાર શેઠ અને નાપિત રાજા પાસે પહોંચી ગયા. રાજાને કહેવા લાગ્યા. બીડું ઝડપ્યું, પણ હે મહારાજા! ચોરના હાથે અમે ઝડપાઈ ગયા. અમે જ લૂંટાયા. આ સાંભળીને રાજા વધારે ચિંતિત થયો. સુરસુંદરીના રાસમાં અખંડ રસ વહી રહયો છે. તે નગરમાં ચોરનો પ્રચંડ ભય વ્યાપ્યો છે. એ પ્રમાણે ચોથા ખંડની ત્રીજી ઢાળ કવિરાજે બંગાલ રાગમાં સમાપ્ત કરી છે. ચતુર્થ ખંડે ત્રીજી ઢાળ સમાપ્ત (દોહરા) વાત સુણી નૃપ દુઃખ ધરે, ચોરનું અગમ ચરિત્ર; પુનરપિ પડહ વજાવિયો, નગરમાંહી સુપવિત્ર. ૧ સોદાગર પરદેશીઓઆવ્યો છે એક ત્યાંહી; પુર બાહિર ને ઉતર્યો, તિણે છખ્યો પડહ ઉચ્છાંહી. ૨ કામ પતાકા નામ એક, ગણિકા પડહ છબંત; સોદાગર ગણિકા બિહું, નિજ નિજ ઘર આવંત. ૩ ઇભ્ય-રુ૫ તસ્કર કરી, ગયો ગણિકા ધામ; વેશ્યા આદર બહુ દીએ, આપ્યું બેસણ ઠામ. ૪ ભાવાર્થ બેનાતટ નગરના રાજા ગુણપાલ ઘણા જ ચિંતાતુર બની ગયા છે. ધનસાર શેઠ અને નાપિત પણ લૂંટાયા. આ સાંભળી રાજા વધારે દુઃખી થયો. આ ચોર ને કળી નશકાય, ગતિ કા ન જાણી શકાય તેવા ગહન ચરિત્રથી રાજા વધુ દુઃખી થવા લાગ્યા. ચોરને માટે જે લોકો સાહસ કરે છે, તેનું ઘર-દુકાન લૂંટાય છે. પોતાની પ્રજાનું દુઃખ જોઈ શકતા (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #264 -------------------------------------------------------------------------- ________________ નથી. વળી રાજસભામાં ચોરને પકડવા માટે પડહ વગડાવે છે. બીડું કોણ પકડ઼ે? હવે તો ચોરથી સૈા ડરવા લાગ્યા છે. આ અવસરે કોઇ એક પરદેશી સોદાગર નગરમાં આવ્યો છે. ચોરની વાત સાંભળીને સભામાં આવ્યો છે. અજનબી વાતો ચોરની સાંભળીને આગંતુક આ પરદેશીએ ચોરને પકડવા સાહસ કર્યુ. બીડુ પોતે છળ્યુ. નગરની બહાર પરિવાર રસાલા સાથે ઉતર્યો હતો. બીડું લઇને પોતાના સ્થાને ગયો. વળી સભામાં તે વખતે નગ૨ની કામપતાકા નામે ગણિકા, તે પણ ત્યાં હાજર હતી. તેણે પણ બીડું છછ્યું. ગણિકા બીડું લઇને પોતાના આવાસે આવી. મહાચાલાક ચોરે બાતમી મેળવી લીધી કે પરદેશી સોદાગર અને વેશ્યા, એ પ્રમાણે બે જણા મને પકડવા તૈયાર થયા છે. ચોર શેઠનો વેશ લઇને કામપતાકા ગણિકાને ત્યાં પહોંચ્યો. વેશ્યા ગ્રાહક સારો આવ્યો છે જાણી, આદર સત્કાર કર્યો. બેસવા માટે આસન આપ્યું. દાસીઓ પણ તેની સેવામાં હાજર છે. ઢાળ-ચોથી ( કરપી ભૂંડો સંસારમાં રે.-એ દેશી.) વેશ્યાએ આદર બહુ દીયો રે, શુભ આપ્યું આસન ઠામ, ચતુરા ચંપક ચાલતી રે, શુભ અંગ અનંગનું ધામ. વેશ્યા. ૧ કનક-કલશ-સમ થણ જુઅલ છે રે, પાય નૂપુર-ઝંકાર, મૈાતિક વાળી નાકે શોભતી રે, કંઠે નવસર હાર. વેશ્યા. ૨ નયન-કટાક્ષે નર વેધતી રે, બોલે હસત વદન્ન, વિનય વિવેક ચતુરાનના રે, બોલે ઇષ્ટ વચશ.. વે. ૩ ચોર કહે સુણ કામિની રે, સોદાગર પરિવાર, સહિત નયર બાહિર આવીયો રે, કહેતો આણું તુઝ દ્વાર. વે. ૪ સા કહે સુખથી મુઝ ઘર લાવીએ રે, સોદાગર જઇ શેઠ; વિત્ત કમાણી મુઝ બોહલી રે, કામ કહ્યું ભલું કેડ. વે. પ તતખિણ ચોર ઉઠી કરી રે, ગયો સોદાગર પાસ; તે પણ દે બહુ માનતા રે, જાણી સોદાગર ખાસ. વે. ૬ ચોર કહે સુણો શેઠજી રે, તમો વિદેશી લોક; અમે સોદાગર પુરવાસિયા રે, ચાલો તમે અમ 'ઓક. વે. ૭ ઇમ કહી અશ્વાદિક સહ લાવિયો રે, વેશ્યાને ઘર પાસ; આસણ બેસણ વિધિ સાચવે રે, પામ્યા હૃદય ઉલ્લાસ. વે. ૮ ચોર-સોદાગર રુપ કરી ગયો રે, કામ પતાકા પાસ, વેશ્યા પણ ચિત્તમાં હરખિત હુઇ રે, જાણી સોદાગર ખાસ. વે. ૯ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૩૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ - હાવભાવ વિકાર જણાવતી રે, બોલે સોદાગર તામ; હવણાં જાવું છે નૃપ મંદિરે રે, નૃપ મળવાને કામ. વે. ૧૦ પણ તનુભૂષણ નહિ બારણે રે, યોગ્ય નૃપાદિક ઠામ; તિણે કારણ તુમ ભૂષણ આપીએ રે, કીજેએ અમ કામ વે. ૧૧ વેશ્યાર્પિત ભૂષણ પહેરી કરી રે, આવ્યો સોદાગર પાસ; કહે નૃપ દ્વાર જઈશું અમો રે, દ્યો તુરગાદિક ખાસ. વે. ૧૨ ભૂપને અશ્વ દેખાડશું રે, દ્યો તિણે અશ્વ રતા, અશ્વ રતન્ન પાંચ આપી કરી રે, તે કહે કરજો યતન્ન.વે. ૧૩ તુરગારુઢ ગયો નિજ મંદિરે રે, ચોર કપટનો ગેહ; વાટ જોવંતા પડી શર્વરી રે, ચિંતે ઉભય ચિત્ત તેહ. વે. ૧૪ વેશ્યા મૂલ સોદાગર દેખીને રે, માગ્યાં ભૂષણ જામ; કહે મુઝ તુરગ પાંચ ગ્રહ યો રે, ભૂષણ દીઠાં તા.વે. ૧૫ તે નર કંત તમારો જાણી રે ) કહે કેહનો કંત; લૂંટયા લૂંટયા ચોર હસ્યામસ, 5 કહેત. વે. ૧૬ સુરસુંદરીનો રાસ સુહામણો રે, ચો કે ખંડ રસાલ, વીર કહે ભવી સાંભળો રે, તેહની ચોથી ઢાલ. વે. ૧૭ ૧-ઘર, ૨-રાત્રિ ભાવાર્થ - * ચોર શાહુકાર શેઠ બનીને વેશ્યાને ત્યાં ગયો. વેશ્યા પણ સમજી છે કે ગ્રાહક સારો છે. માલ સારો મળશે. માની આદર સત્કાર –બહુમાનમાં ઉણપ રાખતી નથી. સુંદર આસન બેસવા માટે આપ્યું. ચતુર વેશ્યા શેઠની સાથે વાત કરતાં પણ પોતાનાં અંગોને મરોડ આપતી, નયનો નચાવતી હતી. કામદેવના ધામ સરખી શોભતી હતી. કનકના કળશ સરખા વેશ્યાના સ્તનયુગલ શોભતા હતા. પાયે ઝાંઝરનો ઝમકાર હતો. નાસિકાએ મોતીની વાળી, કંઠે નવસેરો હાર હતો. નયન કટાક્ષ કરીને પુરુષના હૈયાને વીંધી નાંખતી હતી. નવજવાન જોબનવંતી વેશ્યા હસતી હસતી આંગતુક શેઠની સાથે વાર્તા વિનોદ કરી રહી છે. વિનય વિવેકથી યુકત ચતુરાઇથી વેશ્યા શેઠને મીઠાં વચનોથી આવકારે છે. પરદેશીને ક્ષેમ ને કુશળતાના સમાચાર પૂછયા. ત્યારબાદ ચોર કહે-હે કામિની! હું એક પરદેશી સોદાગર છું. પરિવાર સાથે આવ્યો છું. તમે કહો તો મારા પરિવાર અને સાથે રસાલો છે તેને લઈને હું તારા દ્વારે આવું. વેશ્યા કહેહે શેઠજી! તમે તથા તમારો પરિવાર મારે ઘેર પધારો. શા માટે નગરની બહાર ઉતર્યા છો? જાઓ તમે સૌને લઇને આવો. ચોરને તો જોઈતું હતું. નવા શેઠના સ્વાંગમાં ચોર સોદાગર પાસે પહોંચી ગયો. પરદેશી સોદાગરે આવેલા શેઠને (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #266 -------------------------------------------------------------------------- ________________ આવકાર્યા. ચોર શેઠ કહેઃ- હે પરદેશી સોદાગર! તમે સૌ આ નગરના અજાણ્યા છો. હું આ નગરનો સોદાગર વેપારી છું. અહિંયા રહેવું ઠીક નથી. મારે ઘેર સૈા ચાલો. આ પ્રમાણે કહ્યુ. પોતાના રસાલાને લઇ ને પરદેશી સોદાગર નગરમાં આવ્યો. શેઠે વેશ્યાની બાજુના ઘરમાં ઉતારો આપ્યો. શેઠના રુપે ચોરે પરદેશી સોદાગરની આગતાસ્વાગતા કરવામાં કંઇ કમી ન રાખી. પૂરેપૂરી સગવડ સાચવે છે.આવી ઘણી સરભરા કરતાં પરદેશી સોદાગર અને પરિવાર ઘણો આનંદ પામ્યો. હવે ચોર પોતાના આવાસે જઇને શેઠનો વેશ છોડીને સોદાગરનો વેશ લઇને કામપતાકા વેશ્યાને ત્યાં આવે છે. નવા ગ્રાહકને જોઇને વેશ્યા ઘણી આનંદ પામી.વેશ્યા કામના વિકારને કરતી, હાવભાવ દેખાડતી, સોદાગરને સતાવી રહી છે. સોદાગર કહે- હે કામિની! હે મનમોહિની! હું તારે ત્યાં જ રહેવાનો છું. પરદેશી છું. આ નગરીમાં વેપારમાટે આવ્યો છું. પણ અત્યારે મારે રાજાને મળવા ખાસ રાજદરબારે જવું પડે તેમ છે. તે માટે તારે ધીરજ ધરવી પડશે. હું હમણાં જ રાજમંદિરે જઇને આવુ છું. પણ વાત સાંભળ! મારી પાસે રાજદરબારને યોગ્ય વસ્ત્રો નથી. રાજા પાસે મારી પ્રતિભા પડે તેવા પ્રકારના આભૂષણો નથી. કહીને મારી શોભા રાજા આગળ વધે. આભૂષણ અલંકાર વિના રાજા આગળ મારી શી શોભા? તે માટે તમારા આભૂષણો આપો તો અમારું કામ થાય. સોદાગર પાછળ લુબ્ધ બનેલી વેશ્યાએ આભૂષણ અલંકાર સોદાગરને આપ્યા. આભૂષણો પહેરીને વેશ્યાને કહે હમણાં આવું છું. તું રાહ જોજે. આ પ્રમાણે કહી વેશ્યા દ્વાર સુધી મૂકવા ગઇ. ચોર પરદેશી સોદાગર પાસે પહોંચ્યો. પરદેશી સોદાગરને કહેવા લાગ્યો. હે પરદેશી! અમારે હમણાં રાજદ્વારે જવું છે. તમે વેચવા માટે ઘોડા વગેરે જે લાવ્યા છો. જો તેમાં તેજવંત રત્ન સરખા હોય તો બતાવો. એ બધામાંથી મને પાંચ રનઘોડા મને આપો. પરદેશી સોદાગરે પોતાના ઘોડા જે લઇ આવ્યો હતો. તેમાંથી ઘોડા મંગાવીને આપ્યા. પાંચ ઘોડાને આપતાં સોદાગર કહેઃ- હે શેઠજી! ઘોડા રાજાને બતાવજો. અને મૂલ્યવાન ઉત્તમજાતિના ઘોડાની વાત રાજાને સમજાવજો. ન વેશ્યાના આભૂષણો, સોદાગરના ઘોડા પાંચ લઇને ચોરે પોતાના ઘર ભણી દોટ મૂકી. કપટી ચોરની કળાને કોઇ પીછાની ન શકયું. નવા સોદાગર અને શેઠની આવવાની રાહ જોતાં રાત પડી. સોદાગર અને વેશ્યા બંને પોતપોતાના સ્થાને રહ્યા ચિંતા કરે છે. નવો સોદાગર તો આવવાનો હતો જ નહિ. રાહ જોતી થાકેલી કામપતાકા પોતાના ઘર પાસે આવેલા નવા સોદાગર પાસે પહોંચી. મૂળ સોદાગર ને જોઇને કહેવા લાગી :- હે સોદાગર! મારા અલંકારો લઇ ગયા તો આપવા પણ ન અવાયું? હું મારા આભૂષણો લેવા આવી છું. તે સાંભળી પરદેશી સોદાગર કહે- તારા ભૂષણો મેં ક્યાં લીધા છે? ભૂષણો પહેરેલો એક સોદાગર મારે ત્યાં આવ્યો અને ઉતમ જાતિના પાંચ ઘોડા માગ્યા. રાજાની પાસે જવું છે. તો ઘોડા બતાવવા આપો. તેજસ્વી પાંચ ઘોડા આપ્યા. શું એ માણસ તમારો સ્વામી નથી! વેશ્યા કહે :- સ્વામી કોનો! મારા સ્વામી કોઇ છે નહિ. હે સોદાગર! તમે અને હું એ ચોરથી ઠગાયા. લૂંટાયા. ચોરને પકડવા જતાં આપણે જ લૂંટાઇ ગયા. મહાસતી સુરસુંદરીનો રાસ સોહામણો છે. આ રસવાળી ચોથા ખંડની ચોથી ઢાળ. હે ભવ્યજીવો! તમે સૈા સાંભળો! આ રીતે પૂ. વીર વિજય મ.સા. કહે છે. ચતુર્થ ખંડે ચોથી ઢાળ સમાપ્ત મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૩૩) Page #267 -------------------------------------------------------------------------- ________________ (દોહરા) ગણિકા શેઠ જણાં બિહુ, ગયા નર સર પાસ; કહે સ્વામી મીઠે વયણ, લૂંટયા ઉભય નિવાસ. ૧ ધુત્તા હોયે સલખણા, અસતી હોય સલજજ; ખારું પાણી સીયલું બહુ કૂલ ફલિય અકજજ. ૨ પડહ વજાવે નરપતિ, બીડું છેલ્લું તિણિવાર; વિમલકીરતિ દિગંબરે, સાંભળ્યો ચોરે વિચાર. ૩ ભાવાર્થ : મહા ઉસ્તાદ એવા ચોરને પકડવામાં, હંફાવવામાં, સૌ નિષ્ફળ જાય છે. સોદાગર અને ગણિકા પોતાની મૂલ્યવાન વસ્તુ પોતાના હાથે જ ચોર ને આપી. આપમેળે લૂંટાયા. બંને જણા રાજાની પાસે પહોંચ્યા. રાજાને કહે છે- હે મહારાજા! આ ચોરે સોદાગર બની, મીઠાં વચનોથી અમને જીતી લીધાં ને અમારા બંનેના ઘર લૂંટી ભાગી ગયો. ચોરને પકડવા જતાં અમે જ ઠગાઇ ગયા. જગતમાં ધૂત માણસો સલક્ષણ હોય છે. અસતી સ્ત્રી વેશ્યા આદિ લજજાયુકત હોય છે. ખારુંપાણી શીતળ હોય છે. કલ્યાણકારી કાર્યો વિપ્નોથી ભરેલા હોય છે. અકજજ-અકાર્ય-ન કરવા જેવા કાર્યો જલ્દીથી ફળીભૂત થાય છે. ત્યારબાદ રાજસભામાં રાજ પડહ વજડાવે છે. પડહ સાંભળી ચોરની ગતિ સમજી ગયેલો વિમલકીર્તિ નામના દિગંબર શ્રાવકે પડહ ઝીલ્યો. ઢાળ પાંચમી (કુંવર ગભારો નજરે દેખતાંજી.- એ દેશી.) અકલ અગમ ગતિ ચોરની જી, નયર કરે ઉતપાત રે; વિમલ કરતિ પાસે ગયોજી, શ્રાવક-રુપ વિખ્યાત રે. અકલ. ૧ ધમ્મબુદ્ધિ હોઉ ઈમ કહીજી, આવી લાગ્યો પાય રે; વિમલકીરતિ દિગંબરુજી, પૂછે કરી સુપસાય રે, અકલ. ૨ કિહાં થકી તમો આવીયાજી, શ્ય કારણ અમ પાસ રે; તે કહે સાહિબ સાંભળોજી, માહરી એક અરદાસ રે, અકલ. ૩ સાહિબ હું પેટારથીજી, ભમિયો દેશ-વિદેશ રે; બહુજન સેવ્યા પણ નવિ ધન લસ્જી, કર્મગતિ સુવિશેષ રે. અ. ૪ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #268 -------------------------------------------------------------------------- ________________ છંદ કાહિકું શીશ અમૂલખ નામત, કાહિકુ સ્વામી મજુર કહાવત; કહેલું યુદ્ધમેં શૂર કરંત સો, પંડિત કાહેવું લોક રીઝાવત; કાલેકું દીન વચન વદંત સો, કાહિકું સાગરમેં ચઢી ધાવત; માન વહે છહ કૂપ અખૂટપે, જો નહિ પાપી પેટ નચાવત. (૧) પૂર્વની ઢાળ ચાલુ તવ સંસાર સઘલો તજીજી, પામી ભવ ઉદ્દે ગ રે; શ્રાવકનું કુલ માહરુંજી, આવ્યો તુમ સંયોગ રે. અકલ. ૫ જીવે વાર અનંતી પામીયાજી, સાંસારિકના ભોગી રે; પૂરણ પુણયથી પામીયેજી, તુમ દીક્ષાનો યોગ રે, અ. ૬ શ્રી પુર પાટણમાં વસ્જી, ઘો દીક્ષા મુઝ સાર રે, શિખવા આતમ સાધનાજી, ઉતારો ભવ પાર રે. અ. ૭ ગુરુ કહે શ્રાવક સાંભળોજી, આજ ન દીક્ષા યોગ રે; કોઇક કાર્ય-વસે મુઝ એકલુંજી, કરવું છે ધ્યાન સુયોગ રે. અ. ૮ નામ રાશલ લઘુ છાત્રને રે, દીધો ભળાવી તેહ રે; મંત્ર ધ્યાન કરવા ભણીજી, બેઠા ગુરુ એક ગેહ રે. અ. ૯ એકે ધ્યાન દોય જ્ઞાન છેજી, ત્રણયે તાન બનાય રે; પંથ ઘટે જણ ચારથીજી, બહુ જન કૃષણ કરાય રે. અ. ૧૦ રાસલ આદે સહુ નિદ્રા લહજી, નાઠો તસ્કર તામ રે; પ્રત્યુષ ઉઠી ગુરુ કહે રાસલાજી, લાવ ઉપધ મુઝ ઠામ રે. અ. ૧૧ ગુરુવચને મઠ ખોળિયોજી, નહિ ઉપધની વાત રે; રાસલ કહે ગુરુને જઇજી, તસ્કરે દીધો ઘાત રે. અ. ૧૨ જોગપટ્ટો કવલિકા નહિ,પુત્થય ઉવહિ નહિ દીસંત રે; મૂસ્યા ભાઈ ભૂસ્યા ઇણે પૂરેજી,ઈણિપરે ગુરુ બોલતરે. અ. ૧૩ પીંછી કમંડલ લાવો માહરીજી, જઇ સુણાવ કોટવાલ રે, શિષ્ય કહે સવિ લેઈ ગયો રે, ઈમ સુણી ગુરુને પડી ફાલ રે. અ. ૧૪ લિંગ મૂરખ મુઝ લેઇ ગયોજી, વગોવ્યા ઈણે વેશ રે; હા! હા! કષ્ટ કહી મૂચ્છ લીજી, શિષ્ય દીએ ઉપદેશ જે. એ. ૧૫ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #269 -------------------------------------------------------------------------- ________________ (૨૩૬) ખેદ મ કરો ગુરુ રાજિયાજી, ખેદ કરે છ્યું થાય રે; બોલે ઋષિ તવ ગદગદસરેજી, સાંભળ રાસલ ભાય રે. એ. ૧૬ વીશ દીનાર ભેષજ કારણેજી, રાખ્યા હતા મઠમાંહી રે; તે પણ લીધા પાપિએજી, માહરું ન મૂકયું કાઇ ૨. ૧૭ રાયને ગઇ તરત વધામણીજી, પડહ વજાવે નરિંદ રે, આરામિક ભીમાગ્યે આવીનેજી, પડહ ગ્રહયો પડછંદ રે.અ. ૧૮ માત-વયણ નિસુણી કરીજી, તસ્કર ચિત્ત હરખંત રે; રૂપ કરી વૃદ્ધ-યોગિનું જી, માળી-ઘર આવંત રે. અ. ૧૯ પ્રતિમા પુસ્તક જયોતિષીજી, વૈધ કવિત સુતાર રે; જુનો યોગી દેખીનેજી, રીઝે લોક અપાર રે. અ. ૨૦ યોગી દેખી ભીમો કહેજી, ધન તપસી યોગીન્દ્ર રે; માસ માસ કરું પારણુંજી, કહે યોગી વિણ જલબિંદ રે. અ. ૨૧ ભીમો એકાંતે ઋષિને કહેજી, પારણું માહરે ગેહ રે; યોગી કહે વત્સ સાંભળોજી, નહિ ભલો તુઝ ગેહ રે. અ. ૨૨ ભીમો કહે શ્વે કારણજી, યોગી કહે તિણિવાર રે; તાહરી માતા ડાકિણીજી, રાક્ષસ સમ અવધાર રે. અ. ૨૩ કામ- વિવશ નર નાખીનેજી, ભક્ષણ નરનું કરંત રે; જો નવિ માને તો જો પારખુંજી, દેખાડું વિરતંત રે. અ. ૨૪ કરજે શયન તસ ઢોલિએજી, યસ્ટિ સહિત નિરધાર રે; ભીમ સુણી ગયો ઘર ભણીજી, આવી માતા તિણિવાર રે. અ. ૨૫ સા કહે મુઝ ઘર કરો પારણુંજી, નહિ તુઝ ઘર ગુણવાન રે; કહે ઋષિ તિણે કારણેજી, તુઝ સુત કરે સુરાપાન રે. અ. ૨૬ જો ન માને તો જો પારખુંજી, કરજે સુત મુખ ઘ્રાણ રે; આજ નિશાએ તું એકલીજી, ઇમ સુણી ઘર કીધું પરયાણ રે. અ. ૨૭ ભીમ-વધૂ પણ આવી તિમ કહેજી, કહે ઋષિ તુઝ ઘર મુઝરે; પારણું કરવું નવિ ઘટેજી, સાંભળ તુઝ ઘર ગુજઝ રે. અ. ૨૮ તુજ પતિ નિજ માતા સાથે સદાજી, કંતા-પરે ભોગવે ભોગ રે, જો ન માને તો નિશિ પારખુંજી, જો જે મેલવી જોગ રે. અ. ૨૯ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ Page #270 -------------------------------------------------------------------------- ________________ તિહું જણ સુણી ક્રોધારૂણ થયાંજી, સૂતાં રયણી મઝાર રે; ભીમ-તણું મુખ સુંધવાજી, માય આવી તિણિવાર રે. અ. ૩૦ નીચી પડી મુખ સુંઘવાજી, ભીત ભક્ષણ દીધો દંડ રે; ભીમ-વધૂ પણ સાસુ ઉપરેજી, દેતી દંડ પ્રચંડ રે. અ. ૩૧ મારામરી કરતાં સહુજી, નીસર્યાઘરથી બાર રે; યોગી તદા અનુ પેસીનેજી, લૂંટી ગયો ઘરબાર રે. અ. ૩૨ સુરસુંદરીના રાસનોજી,ચોથો ખંડ ૨સાલ રે; વીર કહે જન કૈાતુકીજી, સુણજો પંચમી ઢાળ રે. અ. ૩૩ ૧-આજીવિકાર્થે ભાવાર્થ : ચોરે સમાચાર મેળવી લીધા. નગરમાં વસતા દિગંબર શ્રાવક વિમલકીર્તિએ મને પકડવા બીડું લીધું છે. ગર્વથી પોતાની મૂછને આમળતો સ્વગત બોલે છે. વાણિયો મને કેવો પકડે છે.! ખરેખર! ચોરની મતિ વિચિત્ર છે. જે ગતિને કોઇ કળી શકતું નથી. અગમગતિવાળો છે.નગરમાં મોટો ઉત્પાત મચી ગયો છે. જે બીડું પકડે છે તેનું ઘર માલ-મિલકત આદિ બધું લૂંટાઇ જાય છે. વિમલકીર્તિએ સાહસ કર્યુ છે. ચોરને પકડવા કેવો ઉપાય કરે છે? વિચારે છે આ બાજુ ચોર પ્રખ્યાત એવા શ્રાવકનું રુપ ધરીને પોતાના ઘરેથી નીકળી વિમલકીર્તિ પાસે આવે છે. શ્રાવકપણાના વેશમાં નગરમાં જયાં દિગંબર વિમલકીર્તિનો મઠ છે ત્યાં આવ્યો. વિમલકીર્તિને પ્રણામ કરીને બેઠો. વિમલકીર્તિ એ પણ સામે પ્રણામ કરવા હાથ જોડયા. પોતાના ઘરે સાધર્મિક શ્રાવક આવ્યો છે. તેથી તેનું ઐચિત્ય સાચવે છે. વિવેકી વિનયથી આગંતુક શ્રાવકને નામ પૂછે છે. ચોર પોતાનું નામ શ્રાવક ધર્મબુદ્ધિ કહે છે. વિમલકીર્તિ પૂછવા લાગ્યો- હે શ્રેષ્ઠી! આપ કયાંથી પધાર્યા? કયા કા૨ણે આપનું આગમન મારે ત્યાં? મારા લાયક કામકાજ હોય તો જણાવો. ધર્મબુદ્ધિ શ્રાવક કહે છેઃ- શેઠજી! મારી એક વાત સાંભળો. હું પરદેશી છુ. બહુ દૂરથી આ તરફ આવ્યો છું. આ પેટનો અર્થી હું આજીવિકાને માટે દેશ પરદેશ રખડું છું. ઘણાં માણસો ની સેવા કરી. પણ મારા પેટ પુરતું અન્ન મળતું નથી. ધનને માટે ઘણી મહેનત કરવા છતાં મને મળતું નથી. મારા પૂર્વના અશુભ કર્મના કારણે મેં કંઇ જ મેળવ્યું નથી. ઘણી મહેનત કરવા છતાં હું કંઇ પામતો નથી. છંદ : હે સ્વામી આ પાપી પેટ માટે મેં શું શું ન કર્યું? અર્થાત્ બધું જ કરી છૂટયો. અમૂલ્ય મારું શિર મેં કેટલાય આગળ નમાવ્યું. કેટલાકને સ્વામી બનાવી હું સેવક બન્યો. કોઇકવાર શૂરવીર યોદ્ધો બની લડયો. પંડિત બની કંઇક ને મેં રીઝવ્યા. કેટલીકવાર દીન-ગરીબ બનીને દીન વચનો બોલ્યો. કેટલીકવાર સાગર કિનારે દોડયો. પેટ ખાત૨ કોઇકવાર કૂવાકાંઠે પાણીથી પેટ ભર્યું. આ પેટે મને કયાં કયાં નચવ્યો નથી? એજ મારા માટે આશ્ચર્યની વાત છે. હે શેઠજી! તે કારણે ફરી મને આ સંસાર અસાર લાગ્યો. આ ભવથી મને વૈરાગ્ય પ્રગટ્યો છે. શ્રાવક મારું કુલ છે. હવે આ સંસારમાં મારે રહેવું નથી.હું તો તમારી પાસે આવ્યો છું. મારા પુણ્ય યોગે તમારો યોગ મને મળી ગયો. આ સંસારની ભોગ સામગ્રી આ જીવને અનંતાવાર મળી છે. તો પણ તૃપ્ત થયો નથી. તેથી હવે આ સંસાર છોડીને આપની મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૩૭) Page #271 -------------------------------------------------------------------------- ________________ પાસે દીક્ષા લેવા આવ્યો છું. હું પાટણ નગરીનો વતની છું. સંસારમાં મારું કોઈ સગું નથી. આપ કૃપા કરીને મને દીક્ષા આપો. અને ભયંકર સંસારમાંથી મને બચાવી લ્યો. સંસાર સમુદ્રથી મને પાર ઉતારો. વિમલકીર્તિ દિગંબર કહે છે શ્રાવક! તમે ભવ ઉદ્યોગથી દીક્ષા લેવા તૈયાર થયા છો. તે સારી વાત છે. પણ આજે દીક્ષાનો યોગ નથી. આજનો દિવસ દીક્ષા માટે સારો નથી. આવતીકાલે વિચારીશું. વળી સાંભળો-આજે મારે કારણવસાત્ એકાન્તમાં એકલાએ ધ્યાન ધરવાનું છે. માટે હું ધ્યાન ધરવા જાઉં છું. કટિરમાં રાશલ નામે મારો શિષ્ય છે. તે તમારી સંભાળ લેશે. આજે રોકાઈ જાવ. આવતી કાલે દીક્ષાની વાત. આ પ્રમાણે કહી વિમલકીર્તિએ રાશલને બોલાવ્યો. નવા શ્રાવક ધર્મબુદ્ધિની સંભાળ માટે ભલામણ કરી. અને પોતે ધ્યાન કરવાને અન્ય કુટિરમાં ચાલ્યા ગયા. શાસ્ત્રમાં કહ્યું છે કે ધ્યાન ધરવું હોય તો એકલાએ. ધ્યાનમાં બીજાને સાથે ન લેવો જોઇએ. ધ્યાન ધરવામાં એકલો. જયારે ભણવું હોય તો બે જણાં સાથે રહીને ભણતાં મઝા આવે. બે જણા ભણવામાં, ગીત ગાવા હોય, નૃત્ય સાથે કરવું હોય તો ત્રણનો સથવારો જોઈએ. ત્રણ ભેગા થાયતો ગીત-ગાન નાચ આદિ થઈ શકે. મુસાફરી વાટમાં ચાર જણાં જોઈએ. જો આ બધા કાર્યમાં ઘણા માણસો કરવા લાગે તો કાર્યસિદ્ધિ થતી નથી. ઘણાં માણસો એક કાર્યમાં જોડાય તો ખેંચાખેંચની સંભાવના રહે. ધર્મબુદ્ધિનો આખો દિવસ રાશલ સાથે પસાર થઈ ગયો. રાત પડી રાશલે નવા શ્રાવકને સૂવાની જગ્યા બતાવી. અને - પછી પોતાની જગ્યાએ નિરાંતે સૂઈ ગયો. સૌ નિદ્રાધીન થયા. ચોરને તો ઊંઘ આવતી નથી. સૌને ઘસઘસાટ ઊંઘતા જોયા. ચોર પગલે ઊભો થયો. કુટિરમાં જે હતું તે બધું લઇને રવાના થઈ ગયો. ગુરુ ધ્યાન ધરવા ગયા હતા. તેમની ઉપધી પણ ઉપાડી ગયો. સવારે સૌ જાગ્યા. ગુરુ ધ્યાન પૂરું કરીને કુટિરમાં આવ્યા. રાશલને કહે છે મારી ઉપધિ આપ. રાશલ ઉપાધિ લેવા ગયો. સારાયે મઠમાં જોઈ વળ્યો. પણ ગુરુજીની ઉપાધિ મળી નહિ. પાત્ર આદિ ભાજન પણ ન મળ્યા. રાશલ ગુરુ પાસે આવ્યો અને કહેવા લાગ્યો. હે ગુરુદેવ! ગઇકાલે આવેલ શ્રાવક મઠમાં નથી. ને સાથે તમારી ઉપાધિ નથી. વળી યોગ કરવાનો પટ્ટો નવકારવાળી કવલી, પુસ્તક આદિ કંઈ જ દેખાતું નથી. ચોર બધું જલઈને ચાલ્યો ગયો છે. શ્રાવક થઈને આવ્યો અને આપણે તૂટી ગયો. શિષ્યની વાત સાંભળી ગુરુ પણ આસનેથી ઊભા થઈ ગયા. મઠમાં જોવા લાગ્યા. કંઈ ન મળ્યું. અરે! ચોરને પકડવા જતાં હું જ લૂંટાઈ ગયો, આપણે તો લૂંટાઈ ગયા, ભાઈ લૂંટાઈ ગયા. અરે! રાશલ! મારી પીંછી અને કમંડલ આપ. નગરમાં જઈને કોટવાલ ને વાત કરું શિષ્ય કહે- ગુરુજી! એ પણ લઈ ગયો છે. આ વાત સાંભળીને ગુરુના હૈયામાં ફાળ પડી. અરે! મારું પણ બધું જ ઉપાડી ગયો. મારા લિંગને પણ ન રહેવા દીધું. મારી ઓળખ નિશાની રૂપ પીંછી, કમંડલ પણ લઈ ગયો. આ ચોરે તો મારો વેશ વગોવી નાંખ્યો. હા! હા! કરતાં ભૂમિ ઉપર મૂછ થઈ પડી ગયા. શિષ્ય ગુરુજીને મૂછમાંથી સ્વસ્થ કરવા ઉપાય કર્યા. ભાનમાં આવતાં વળી બબડવા લાગ્યા. આટલું બધું કષ્ટ આપી ગયો. શિષ્ય કહે- ગુરુદેવ! ખેદ ન કરો. હવે શું થાય? વિમલકીર્તિ બોલ્યો- હે રાશલ! મારી વાત સાંભળ! મારી કુટિરમાં દવા માટે વીસ દીનાર રાખી હતી તે પણ આ પાપી લઈ ગયો. દીક્ષાને બહાને મારું બધું જ લૂંટી ગયો. આ સમાચાર કોટવાળને મળ્યા. કોટવાળે રાજાને સમાચાર કહ્યા. વળી રાજદરબારે ચોરને પકડવા પડહ વગડાવ્યો. ભીમ નામના માળીએ સભામાંથી આવીને બીડું પકડયું. આરામિક ભીમો બીડું છલીને ઘેર ગયો. સભામાં ચોરની મા પણ હતી. આ વાત ઘરે જઈને દીકરા-ચોરને કહી. આ વાત સાંભળી ચોર ઘણો હરખાયો. હવે ચોર વૃદ્ધ યોગીનું રૂપ લઇને ભીમ માળીને ત્યાં આવે છે. હાથમાં દેવીની પ્રતિમા છે. બીજા હાથમાં જોષ જોવા માટે ટીપ્પણું પુસ્તક લીધું છે. વૈદકશાસ્ત્રને જાણતો હોય તેમ થોડી ઘણી ઔષધિઓ પણ સાથે લીધી છે. આવા ઠઠારા સાથે હાથમાં લાકડી લઈને ભીમના દરવાજે આવી ઊભો. તેની પાછળ લોકોનું ટોળું છે. કવિતા ગાતા ગાતા ઊભો છે. વૃદ્ધ એવા યોગીરાજને ૨૩) (મહાસતી શ્રી સુરસુંદરીનો સસ) Page #272 -------------------------------------------------------------------------- ________________ જોઇને ભીમને આવકાર આપ્યો. હે યોગીન્દ્ર! તમને ધન્ય છે. આપ તો તપસ્વી લાગો છો. કાયા કેટલી દુર્બળ થઈ છે. પધારો. યોગીરાજ મારે ત્યાં પધારો. યોગીના વેશમાં ચોર ભીમના ઘરે આવ્યો. ભીમ કહે- હે ઋષિરાજ! શું લેશો? યોગી કહે- હે વત્સ! મારે તો માસ માસના ઉપવાસ ચાલે છે. માસક્ષમણને પારણે માસક્ષમણ કરું છું. ઉપવાસમાં પાણી પણ લેતો નથી. ભીમ કહે-હે ઋષિરાય!માસના ઉપવાસનું પારણું મારે ત્યાં કરો. યોગી કહે- હે ભીમ! તારા ઘરે પારણું કરવું જોઇએ. વાત સાચી છે. પણ હું તારે ઘરે પારણું કરીશ નહિં. ભીમ કહે- ગુરુદેવ! કેમ ના પાડો છો. શું કારણ? ઋષિ કહેહે વત્સ! સાંભળ! તારું ઘર પવિત્ર નથી. તારી મા ડાકિણી છે. જીવતી ડાકિણી રાક્ષસ કરતાં વધારે ભયંકર છે. રાક્ષસ જેવો વ્યવહાર કરે છે.વળી કામાંધ બનીને પુરુષને પોતાના પંજામાં સપડાવીને મારી નાંખે છે. અને તે પુરુષનું લોહી પી જાય છે. અને માંસનું ભક્ષણ કરે છે. તારી મા નરભક્ષી છે. માટે તારે ત્યાં પારણું કરીશ નહિ. આ વાતનું પારખું કરવું હોય તો હું દેખાડું. રાત્રિએ ઢોલિયા ઉપર શયન કરજે. અને બાજુમાં લાકડી રાખજે. તને આ વાતનું પારખુ મળી જશે. વાત સાંભળી ભીમો પોતાના ઘરમાં ગયો. ઋષિ-ભીમના ઘરની સામે એક વૃક્ષ નીચે જઈ બેઠો. ભીમની માએ ઋષિને જોયા. તે પણ ઘરમાંથી નીકળીને ઋષિને પગે લાગવા ગઈ. હાથ જોડી પગે લાગી, કહેવા લાગી. હે સંત! મારે ત્યાં ભોજન માટે પધારો. ઋષિ કહે- હે માજી! તારું ઘર ગુણવાન નથી. તેથી તારે ઘેર નહિ આવું. માજી કહે- કેમ? ઋષિ કહે- તારો પુત્ર દારુ પીવે છે. તેથી તારુ ઘર અપવિત્ર છે. તારે પારખું કરવું હોયતો રાત્રિએ તારો દીકરો સૂઈ ગયો હોય ત્યારે તેના મુખને સુંઘજે. આ કામ છાનીમાની તું એકલી કરજે. ઋષિની વાત સાંભળી ડોશીમા તો ઘર ભેગા થઇ ગયા. તે પછી ભીમની વહુ ઋષિને પગે લાગવા આવી. પગે લાગીને આહાર કરવા માટે વિનંતી કરી. ઋષિરાજ મારે ત્યાં પધારો. ઋષિએ ના પાડી. તારું ઘર બરાબર નથી. માટે પારણું કરવા ઘરે આવીશ નહિ. ભીમની વહુ કહે-કયા કારણથી? ઋષિ કહે- તો સાંભળ! તારો પતિ પોતાની માની સાથે હંમેશા કામક્રીડા કરે છે. પોતાના કેતની જેમ વિષયોને ભોગવે છે. માટે નહિ આવું. જો તારે આ વાતની પરીક્ષા કરવી હોય તો આજે રાત્રે તું બરાબર જોજે. તું એકલી એકાંતે સંતાઇને જાગતી રહીને જોજે. આ વાત સાંભળી ભીમની વહુ મનમાં ઘણી ક્રોધ વાળી થઈ. ઋષિ પાસેથી ચાલી ગઈ. ઋષિના ભરમાવ્યા ત્રણે જણા એકબીજાની ઉપર ગુસ્સે થયા છે. અને રાત્રિ ક્યારે પડે? તેની રાહ જોઈ રહયા છે. રાત પડી. ઢોલિયા ઉપર પત્ર સઇ ગયો છે. પણ માની વાત જાણવી છે. તેથી જાગતો રહયો છે. મા પણ દીકરાનું પારખું કરવા તૈયાર થઇ છે. દીકરો ઊંઘી જાય તેની રાહ જોવા લાગી છે. દીકરો ઊંઘી ગયો હશે. એમ માનીને મા ધીમેથી ઊઠીને દીકરાના ખાટલા પાસે પહોંચી. દીકરાએ જોયું. મા ઉભી થઇ છે. દીકરો સાવધાન થઇ ગયો. મા-દીકરાના ખાટલા પાસે આવી. અને ધીમે રહીને નીચી નમી દીકરાના મોં પાસે આવી ને દીકરાનું મોં સુંઘવા લાગી. વહુ પણ જાગતી હતી. તે પણ મા-દીકરાના ચાળા જોવા તૈયાર હતી. મા જેવી દીકરાના મુખ પાસે પહોંચી તરત દીકરો બેઠો થઇને લાકડી સંભાળી. વહુ પણ હાથમાં લાકડી લઇને સાસુ પાસે આવી ગઈ. વહુએ સાસુને લાકડી ઉગામી ને દીકરો પણ માને લાકડી મારવા ખાટલામાં બેઠો થઈ ગયો. ત્રણેય રોઅંદર મારામારી કરતાં અને ઝઘડતાં બોલતાં બોલતાં ઘરની બહાર નીકળી ગયા. શેરીમાં ઝઘડતાં જોઈને ઋષિ તક જોઇને ભીમના ઘરમાં ઘૂસી ગયો. ઘરમાંથી વસ્તુ બધી લૂંટીને પોતે રવાના થઈ ગયો. આ પ્રમાણે સુરસુંદરીના રાસની ચોથા ખંડની પાંચમી ઢાળ ખૂબ રસથી ભરેલી છે. વીરવિજયજી મ. સા. કહે છે કે શ્રોતાજનો તે તમે સાંભળો. ચતુર્થ ખડે પાંચમી ઢાળ સમાપ્ત (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #273 -------------------------------------------------------------------------- ________________ (દોહરા) ઘર તસ્કર મૂસી ગયો, વાત કહી નૃપ પાસ; તવ નરપતિ વિલખો થયો, બેઠો થઇ નિરાસ. ૧ બ્રિજ નારાયણ નામ એક, વિદ્યા ચતુર્દશ જાણ, ધરિય માન તે આવીયો, ગૃપ ગુણપાલને ઠાણ. ૨ દેખી વિપ્ર નરે સરુ, કરે તદા નમસ્કાર; આશીર્વચન તે દ્વિજ દીએ, સંસ્કૃતમાંહી ઉદાર. ૩ કહે નૃપને પંડિત ઇચ્છું, હું પકડું તુમ ચોર, નૃ૫ હાથે બીડું ગ્રહી, પહું તો નિજ ઘર ઠો૨. ૪ ભાવાર્થ - મહાઉસ્તાદ ચોર કોઈનાયે પંજામાં આવતો નથી. આરામિક ભીમો લૂંટાઈ ગયો. લડાઈ પૂરી થતાં એકબીજાને વાત કરી તો સમજી ગયા. આ ઋષિ ચોર હતો. ઘરમાં આવ્યા. સર્વત્ર જગ્યાએ જોતાં બધી જ વસ્તુ લૂંટાઇ ગઇ. આ વાત રાજા પાસે સવાર પડતાં પહોંચી ગઈ. નગરજનોતો સાંજ પડે સૂઈ જાય ચિંતાથી. ઊઠે ત્યારે આ ચોરની ચિંતામાં જ. આજે ચોરે શું કર્યું હશે? કેવા પરાક્રમ કર્યા હશે! આખા નગરમાં આ ચોરની વાતો ચાલી રહી છે. હવે તો બીડું લેતા પણ સૌને ડર લાગે છે. વળી રાજદરબારે રાજાએ ચોરને પકડવાની ટહેલ નાંખી. સભામાં ચાર વિદ્યાના પરગામી, નારાયણ નામનો બ્રાહ્મણ રાજા પાસે આવે છે. રાજા તો ઉદાસ વદને બેઠા છે. મનમાં ઘણી નિરાશા ભરી છે. હતાશ થયેલા રાજાને બીજો કોઇ ઉપાય યાદ આવતો નથી. રોજ ને રોજ આવી ઉઘોષણા કરાવે છે. પણ તેમાં કંઈ જ ફાવટ આવતી નથી. જેણે ચાદ વિદ્યા ભણ્યાનું અભિમાન છે. તે નારાયણ બ્રાહ્મણ રાજાની પાસે આવી ને ઉભો છે. બ્રહ્મણને જોતાં જ રાજાને નમસ્કાર કર્યા. હું આ નગરનો પ્રજાજન છું. તેમ માની ને નારાયણે પણ નમસ્કાર ઝીલ્યા. સંસ્કૃતમાં આશીર્વાદ આપ્યા. પછી રાજાને કહેવા લાગ્યો હે રાજન! હું ચોરને પકડીને તમારી સામે હાજર કરીશ. આ પ્રમાણે બોલીને રાજાના હાથ થકી પાનનું બીડું લીધું. અને પોતાના ઘરે આવ્યો. ઢાળ - છઠી (દીઠો સુવિધિ નિણંદ સમાધિરસે ભર્યો હો લાલ -એ દેશી.) બીડું ગ્રહી ગયો વિપ્ર, ઘરે જબ એકલો હો લાલ. ઘ. તવ તસ્કર રુપ વિપ્ર, તણું કરી નીકળ્યો હો લાલ. ત. ગયો નારાયણ ગેહ, નમસ્કાર હ કરે તો લાલ, ન. કિમ આવ્યા કહ વિપ્ર, ચોર તવ ઉચ્ચરે હો લાલ. ચો. ૧ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ROJ Page #274 -------------------------------------------------------------------------- ________________ સાવત્થી નગરીનો વાસી, વિપ્ર છું હો લાલ, ચો. કરવા વેદ અભ્યાસ, ઈહાં આવ્યો અછું હો લાલ, ઈ. છે મુઝ મંદિલ નામ, નામ તુમ સાંભળી હો લાલ, ના. આવ્યો છું તુમ ગેહ, કહે પંડિત વળી હો લાલ, ક. ૨ કોઈ મુઝને ઓળખે, છે કે નહિ ઓળખે હો લાલ, છે. કહે મંદિલ રવિ છાંતો, નહિ સવિ ઓળખે હો લાલ, ન. ઇષ્ટ વચન રંજયો તવ, તસ આદર કરી હો લાલ, ત. રહ્યો નારાયણ ગેહ, હૃદય મૈતવ ધરી હો લાલ, ૨, ૩ ઘર મૂસી નિશિ નાઠો, ગયો નિજ મંદિરે હો લાલ, ગ. બુદ્ધ વિભાત સ વિપ્ર, નૃપાગ્રે પુત્યરે હો લાલ, નૃ. શિવ-ધમી ગોસાઇ, પડહ છબી આવીયો હો લાલ, ૫. તસ્કર પાડી ખાત્રને, મઠ લૂંટી ગયો હો લાલ, મ. ૪ મંજુ સિરિ- અભિધાન, બૈદ્ધ-મતનો ધણી હો લાલ, બૈ. પડહ છબી ઘર આવ્યો, તદા તસ્કર સુણી હો લાલ, તા. બૌદ્ધ શ્રાવકને વેશ કે, મઠ લૂંટી ગયો હો લાલ, મ. તે નિસુણી ભૂપાલનું, ચિત્ત દિલગીર થયો હો લાલ, ચિ. ૫ પરમહંસ કપિલાખ, બીડું ગ્રહી આવીયો હો લાલ, બી. બે ગદિયાણા સુવણે, પૂજયો તવ ભાવીયો હો લાલ, પૂ. કહે તસ્કર પ્રભુ- ધ્યાન, મુઝને શીખવો હો લાલ, મુ. જિમ આવે વિધિ શીધ્રપ્રતિમ સવિ દાખવો હો લાલ, તિ. ૬ ધ્યાન શીખણ રહી રાત્ર, સવિ લૂંટી ગયો હો લાલ, સ. તે નિસુણી ગુણપાલે, પડહ વજડાવીયો હો લાલ, ૫. સુરપ્રિય નામે નાસ્તિક, વાદી પાખંડીયો હો લાલ, વા. બીડું ગ્રહી તિરિવાર, નિરાલય આવીયો હો લાલ, નિ. ૭ ચોર સુણી ગણિકા-વાડે, જઈ ચિંતવી હો લાલ, વા. દીઠી ગણિકા એક, લઘુ વય સંભવી હો લાલ, લ. પરમાભૂત રુપ જાસ, વિલાસ મનોહરી હો લાલ, વિ. શશિ-વયણી અભિધાન, અનંગહ સુંદરી હો લાલ. અ. ૮ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #275 -------------------------------------------------------------------------- ________________ (૨૪૨) સુંદરીને તંબોલ, દેઇ તસ્કર કહે હો લાલ, દે. જો એક માહરું કાર્ય, કરણ તું શિર વહે હો લાલ, ક. તો તુઝ વસ્ત્ર પ્રધાન, દીનાર દસ આપશું હો લાલ, દી. સૂણી વેશ્યા ધન લુબ્ધ, કહે હા માનશું હો લાલ, ક. ૯ કહે તસ્કર અણબોલી, રહી કહું તે કરે હો લાલ, ૨. વેશ્યા લઇ સાથ, ગયો તેહને ઘરે હો લાલ, ગ. સુરપ્રિયને પરણામ, કરી કહે ગુણ ભરી હો લાલ, ક. નાસ્તિક મતમાં વાસિત, બહેન એ માહરી હો લાલ, બ.૧૦ તુમ હાથે લેવા ઇચ્છે, દીક્ષા સાર છે હો લાલ, દી. કહે સુરપ્રિય અમ દીખ્ખનો, એ આચાર છે હો લાલ, એ. દીક્ષા ગ્રહે ર નિજ, હાથે પશુ મારવો હો લાલ, હા. સુરાપન સહોદર શું, વિષયસુખ સારવો હો લાલ, વિ. ૧૧ પાત્ર એક જણ મુઝ સાથ, કરે ભોજન વહી હો લાલ, ક. કહે તસ્કર મુઝ બહેન, સવિ કરશે સહી હો લાલ, સ. રાત પડી તવ ધૂર્તને કહે, ગુરુ કામ છે હો લાલ, ક. મુઝ એકાંતે કાર્ય, વશે સૂવુ અછે હો લાલ, વ. ૧૨ તુઝ ભગિની મુઝ શિષ્યશું, મદિરા પીજીયે હો લાલ, મ. કહે તસ્કર ગુરુ વચન, પ્રમાણહ કીજીયે હો લાલ, પ્ર. બેસારી વેશ્ય વિચાલ, વિકાર જણાવતી હો લાલ, વિ. કરી મદિરાનું પાન, અવરને કરાવતી હો લાલ, અ. ૧૩ નાઠી ચેતના સયલની, વિ ધરતી પડયા હો લાલ, સ. રજાવતે સહ વેશ્ય, સકલને સાંકલ્યા હો લાલ, સ. વસ્ત્રાદિક સવિ લેઇ, યથાજાતે કર્યા હો લાલ, ય. તસ્કર મઠ લૂંટી નિજ, સૈાધે સંચર્યા હો લાલ, લ. ૧૪ રવિ ઉદયે સવિ જાગ્યા, લહે લજજા ઘણી હો લાલ, લ. ગુરુ દેખે તિણિવાર, ગતિ ચેલા તણી હો લાલ, ગ. ગુરુ પૂછે વેશ્યાને, એ બાંધવ તાહરો હો લાલ, એ. કહે વેશ્યા હું વેશ્ય, ન ભ્રાત એ માહરો હો લાલ, ન. ૧૫ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ Page #276 -------------------------------------------------------------------------- ________________ કહે સુરપ્રિય નૃપ પ્રણમી, મઠ ખાલી થયો હો લાલ, મ. પણ પરિવાર સમસ્ત, સ નગ્ન કરી ગયો હો લાલ, સ. ચોથે ખંડે ઢાલ, રસાલ છઠી કહે હો લાલ, ૨. વીર કહે પરધાન, હવે બીડું ગ્રહે હો લાલ, હ. ૧૬ ૧-નગ્ન. ભાવાર્થ - નારાયણ પંડિત રાજાના હાથમાંથી બીડું ગ્રહણ કરીને પોતાના ઘરે પહોંચ્યો. આ ભાળ પણ ચોરે મેળવી લીધી. બ્રાહ્મણના વેષમાં નારાયણના ઘરે આવ્યો. નારાયણને હાથ જોડીને નમસ્કાર કર્યા. નારાયણ પૂછવા લાગ્યો. તે બ્રાહ્મણ! આપ પરદેશી જણાવો છો, મારે ત્યાં આવવાનું આપનું શું પ્રયોજન? બ્રાહ્મણના વેષી ચોર બોલ્યો- હે પંડિત શિરોમણી! હું સાવસ્થી નગરીનો રહેવાસી છું. હું બ્રાહ્મણ છું. મારું નામ મંદિલ છે. વેદાંતનો અભ્યાસ કરવો છે. આપ ચૌદ વિદ્યાના જાણકાર છો. એવું સાંભળીને આપની પાસે ભણવા આવ્યો છું. નારાયણ કહે- મને આપ કયાંથી ઓળખો! મંદિલ બ્રાહ્મણ કહે- તમને સૌ કોઈ ઓળખે. તમે કોઈને ઓળખો યા ન ઓળખો. પણ તમને તો બધાં જ ઓળખે. સુરજ કયારેય ઢાંક્યો રહેતો નથી. સૂર્યને સૌ કોઈ ઓળખે. તમારું નામ સાંભળીને હું આવ્યો છું. આવાં મીઠાં અને કાનને પ્રિય વચનો સાંભળીને નારાયણ પણ ઘણો ખુશ થયો. બ્રાહ્મણના રૂપમાં ચોરના કેવાં પરાક્રમો. વાણી વડે નારાયણને પ્રભાવિત કરી દીધો. નારાયણે પોતાના ઘરમાં લઈ જઇને આદર સત્કાર કર્યો. મહેમાન બનીને ઘણા પ્રકારના માનને પામ્યો. આ રીતે દિવસ પસાર થઇ ગયો. કપટી હૃદયવાળો બ્રાહ્મણ મંદિલ રાત પડયાની રાહ જોતો હતો. કપટીનું મોં જોવામાં સૂર્યદેવને પણ લજ્જા આવતાં સંતાઈ ગયો. અર્થાત્ સૂર્યાસ્ત થયો. જે ઘડીની રાહ જોવાતી હતી તે ઘડી આવીને ઊભી રહી. ઘરનો પરિવાર ઘસઘસાટ નિંદમાં છે. અને ચોરે પોતાનું કામ ચાલું કરી દીધું. દિવસભરમાં જોયેલું જેટલી વસ્તુ હતી તે સઘળી વસ્તુ લઈને રાત્રિમાં પલાયન થઇ ગયો. ચોર સહીસલામત પોતાના આવાસે પહોંચી ગયો. સવારે સૈ જાગ્યા. જોયું તો ઘરમાંથી બધું જ ચાલ્યું ગયું છે. મંદિલ બ્રાહ્મણ પણ નથી. અરેરે! એજ ચોર હતો. બધું જ લૂંટી ગયો. રાજાને સમાચાર મળી ગયા. નારાયણ ના ઘરે પણ ચોરી થઈ. ઘરમાંથી ચોર બધું જ લૂંટી ગયો. રાજા પણ ઘણો જ દુઃખી થયો. વળી રાજસભામાં શિવધર્મને માનનારા ગોંસાઈ મહારાજે બીડું લીધું. તે રાત્રિએ ગોંસાઈના મઠમાં ખાતર પાડી બધું લૂંટી ગયો. બૌદ્ધ મતનો અનુયાયી મંજુશ્રીએ પડહ છળ્યો. ઘેર આવ્યો. તેવામાં ચોરે બૈદ્ધ શ્રાવકનો વેશ કરીને બોદ્ધનો મઠ હતો. તેમાં ખાતર પાડયું. આવા દરરોજ નિરાશા ભર્યા સમાચાર સાંભળી રાજા ઘણો જ દિલગીર થયો. પરમહંસના અનુયાયી કપિલ નામના ભગતે બીડું છખ્યું. ઘેર આવ્યો. તેવામાં ચોર પણ કપિલને ત્યાં આવ્યો. બે ગદિયાણા- એટલે ૧ તોલાની સોનાની લગડીથી કપિલની પૂજા કરી. હાથ જોડી કહેવા લાગ્યો. હે પ્રભુ! મને ધ્યાન , ધરવાનું શિખવાડો. એ વિધિ એવી શિખવાડો જેથી કરીને મને ધ્યાન ધરતાં જલ્દી આવડે. બે ગદિયાણાના સુવર્ણ કપિલને જીતી લીધો. પોતાના ઘરમાં ધ્યાન શીખવા માટે રાખ્યો. રાત પડી. અડધી રાતે ઘરમાં જે હતું તે બધું જ લઇને પલાયન થઈ ગયો. સવારે તો સર્વત્ર સમાચાર ફેલાઈ ગયા. ગુણપાલ રાજાને સમાચાર મળ્યા. ચોરને પકડવાના પ્રયતો ચાલુ છે. વળી રાજસભામાં પડહ વગડાવ્યો. સુરપ્રિય નામનો નાસ્તિક, વાદ કરવામાં પાખંડી હતો. તેણે બીડું લીધું. પોતાના આવાસે આવ્યો. ચોરે બાતમી મેળવી. બુદ્ધિશાળી (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #277 -------------------------------------------------------------------------- ________________ ચોર ગણિકા આવાસમાં ગયો. ગણિકાઓને જોતો જોતો આગળ જાય છે. તેમાં એક ગણિકા ઉંમરમાં નાની, દેખાવડીને જોઇ તેના ઘરમાં ગયો. ગણિકા પોતાના ઘરમાં આવેલા ગ્રાહકને જોઇને પ્રેમયુકત વચનો અને મનોહર વિલાસને કરતી વાત કરવા લાગી. ચોરે કહ્યું- તારુ નામ શું? ગણિકા મારું નામ શશી. આ શશીને પાનનું બીડું આપીને કહેવા લાગ્યો. મારું એક કામ કરવાનું છે. આ કામ તારે માથે લઇને કરવાનું છે. જો આ બતાવેલું કાર્ય કરી આપે તો તે બદલામાં તને હું કિંમતી વસ્ત્ર અને દસ દીનાર આપીશ. ધનલોભી વેશ્યા આ વાત સાંભળીને કહેવા લાગી- તમારું કામ જરુર કરીશ. શશી! જો સાંભળ! તૈયાર થઇ જા. મારી સાથે તારે આવવાનું છે હું જયાં લઇ જાવું ત્યાં તારે મારી સાથે આવવાનું. પણ તારે બિલકુલ મૈાન કરવાનું. ને ત્યાં હું જે કહું તે તારે સાંભળવાનું અને કામ બતાવું તે કરવાનું. ચોરની વાતમાં સંમત ને થઇને ચોરની સાથે ચાલી. ત્યારપછી ચોર ગણિકાને લઇને સુરપ્રિયના આવાસે આવ્યો. સુરપ્રિયને હાથ જોડીને કહેવા લાગ્યો. આ મારી નાની બેન છે. એ તમારા નાસ્તિક મતને માનનારી છે. લગ્ન કરવાની ના પાડે છે. તે તમારા હાથે દીક્ષા લેવાની ઇચ્છા ધરાવે છે. કૃપા કરીને મારી બેનને દીક્ષા આપો. આ વાત સાંભળી સુરપ્રિય કહેવા લાગ્યો, સાંભળ મહાભાગ! તારી બેનની દીક્ષા મારા હાથે થાય. પણ અમારી દીક્ષાનો આચાર છે કે દીક્ષા લેતાં પહેલાં દીક્ષાર્થી ભાઇ કે બેન પોતાને હાથે એક પશુનો વધ કરવો પડશે. અહીંયા જેટલાએ દીક્ષા લીધી છે તે બધા તેના સહોદર કહેવાય. તો તે સહોદર સાથે સુરાપન કરવું પડે. અને સહોદરને સંતોષવા વિષયસુખને પણ ભોગવવા પડે. વળી મારી પાસે આ એક જ પાત્ર છે. તેમાં ભોજન કરવું પડશે. આ બધું તેનાથી થશે. ચોર કહેવા લાગ્યો.તમે કહેશો તે બધું જ મારી બેન કરવા તૈયાર છે. પણ આપ તેને દીક્ષા આપો. ત્યારપછી સુરપ્રિયે તે બંનેને પોતાને ત્યાં રાખ્યા. એમ કરતાં દિવસ પૂરો થયો. રાત પડી. સૂરપ્રિય ધૂર્તને કહે છે કે મારે મહત્ત્વના કાર્ય માટે એકાન્તમાં સૂવાનું છે. તારી બેન મારા શિષ્ય સાથે એકાન્તમાં મદિરાપાન કરશેને? ચોર કહે- હા ગુરુજી! મારી બેનને તમારી દીક્ષા લેવી છે. માટે તમે કહેશો તે કરવા તૈયાર છે. બેનના રુપમાં ગણિકાએ પણ હા ભણી. ચોરના કહેવાથી ગણિકાને માન છે. ઇશારાથી વાત કરે છે. ગુરુના વચનને પ્રમાણ ક૨વા સૂચન કરે છે. રાત પડી. ચોરે ગણિકાને શિષ્યોની સાથે વચમાં બરાબર બેસાડી. અને શિષ્યોને મદિરા આપતી, આંખોને નચાવતી હાવભાવ કરતી હતી. પોતે પણ મદિરાનું સેવન કરતી હતી. થોડી થોડીવારે પોતાની ચારે બાજુ રહેલા સૂરપ્રિયના શિષ્યોને દારુ પીવડાવતી હતી. ધીમે ધીમે દારુનો નશો વધતો હતો. વેશ્યા વધારે-વધારે દારુ પીવડાવતી હતી. વળી નયનોને નચાવતી, હાથમાં રમાડતી શિષ્યોની સાથે રાત પસાર કરવા લાગી. જેમ જેમ દારુ પીતાં ગયા તેમ તેમ નશો ચડવા લાગ્યો. સૌ ભાન ભૂલવા લાગ્યા. ને ધરતી ઉપર ઢળી પડયા. વેશ્યા પણ દારુના નશામાં ભાન ભૂલી ગઇ. બરાબર બેભાન બન્યા છે. જાણીને ચોરે પોતાનું કામ કરી લીધું. સુરપ્રિયના શિષ્યોનાં અને વેશ્યાનાં વસ્ત્રો ઉતારી લીધા. વળી આજુબાજુ પણ લેવા જેવી ચીજો લઇ લીધી. ત્યારબાદ શિષ્યો અને વેશ્યાને દોરડાથી બાંધી દીધા. ચોર મઠમાંથી વસ્તુ, વસ્ત્રો આદિ લઇને પોતાના માર્ગે ચાલ્યો ગયો. સવાર પડી. સહુનો નશો પણ ઉતર્યો. સહુ નગ્ન હતા. એકબીજાને જોઇને શરમિંદા થયા. હસવા પણ લાગ્યા. એકાન્તમાં ગયેલા ગુરુ પણ તે વખતે આવ્યા. પોતાના શિષ્યો અને વેશ્યાને આવા પ્રકારના જોઇને વેશ્યાને પૂછવા લાગ્યા. કયાં ગયો તારો ભાઇ? વેશ્યા કહે - મારો ભાઇ નથી. હું તો વેશ્યા છું. વેશ્યા પણ છેતરાણી. સઘળી વાત જાણ્યા પછી સુરપ્રિય રાજાની પાસે પહોંચી ગયો. રાજન! અમે સૈા લૂંટાયા. મારા પરિવારને નગ્ન કરીને બધું જ લૂંટી ગયો છે. ચોથા ખંડને વિશે છઠી ઢાળ કૈાતુકથી ભરેલી છે. કહીને સમાપ્ત કરતાં પૂ. વીર વિજયજી મ.સા. કહે છે કે હવે પ્રધાન બીડું ઝડપે છે. (૨૪૪ ચતુર્થ ખંડે છઠ્ઠી ઢાળ સમાપ્ત (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #278 -------------------------------------------------------------------------- ________________ (દોહરા) : મંત્રી હવે બીડું ગ્રહે, ગૃપ પાસે તિણિવાર; ચિહું દિશ નાગાં ભાળીને, મૃત્યાદિક પરિવાર. ૧ ઉંચા તંબુ તાણીયા, તિહાં બેઠા પરધાન; વાત-સુણી ચિત્ત હરખિયો, તસ્કર કપટ- નિધાન. ૨ ભાવાર્થ : બેનાતટનગરમાં ચોરે હાહાકાર મચાવી દીધો છે. નગરમાંથી ઘણાબધાએ ચોરને પકડવા બીડું લીધું. સાહસ પણ કર્યુ. માથાભારે ચોરને કોઇએ પણ ન પકડ્યો. રાજા નિરાશામાં છે. બીડુ છળવાનું કહે છે. કોઈ ઉભુ થતું નથી. છેવટે નગરના મંત્રીશ્વરે રાજાના હાથમાંથી બીડું લીધું. પ્રધાને નગરના દરવાજે મોટા તંબુ નંખાવ્યા. રાજ સેવકો સાથે પહેરો ભરી રહ્યા છે. રાત્રિનો એક પ્રહર પૂરો થવા આવ્યો છે. પ્રધાન સાથે સેવકો ઉભા પગે ચોરની વાર જોઈ રહ્યા છે. આ વાતની કપટી ચોરને ખબર પડતાં ઘણો હરખાયો છે. ઢાળ સાતમી . (પંચમ સુમતિ જિનેસર સ્વામી કે સુણો જિનરાય- એ દેશી.) વાત સુણી નીકળીયો જો કે, તસ્કર રાય રે; રુપમહિયારીનું કરી ચોર કે, પંથે જાય રે. ૧ મહી લ્યો, મહી લ્યો, કરતી જેહ કે, ચતુરા ચાલ રે; મંત્રી આગળ નીકળી તેહ કે, દીઠી રસાલ રે. ૨ કહે મંત્રી અનુચરને તામ કે, તેડો એ નારી રે; નિજ ડેરામાંહી મહી કામ કે, તેડી સા નારી રે. ૩ કુંભ છે મદિરાએ કરી ભરીયો કે, ચંદર હાસ રે; પાન સુરા મંત્રીએ કરી કે, દહીં લહી ખાસ રે. ૪ ચંદ્રહાસ્ય મદિરા મદ ચઢિયો કે, થયો અચેત રે; ચોર-કારણ-હડિ તિહાં પગ જડિયાં કે નગ્ન કરેત રે. ૫ દશકલા પહેરાવ્યાં દોય હાથે કે, કરી ઉપહાસ રે; દાઢી મૂછ મૂંડયા નિજ હાથે કે, અરધા તાસ રે. ૬ લઘુ-વડીનીતિ કરી મુખ ઠામ કે, તસ્કરે તામ રે; પાદરા ઠવી કરી તામ કે, મંત્રી આરામ રે. ૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #279 -------------------------------------------------------------------------- ________________ ઈમ કરી ચોર ગયો નિજ ધામ કે, સુણો ભવિ- લોક રે; જો જ્યો એ મદિરાનું કામ કે, ટાલિએ રોક રે. ૮ મદિરા ઇહભવમાં દુઃખ દાઇ કે, અપજસ ઠામ રે; પરભવ દૂરગતિ નરગ સખાઈ કે, તજી ભવી નામ રે. ૯ નૃપ પૂછે આવી પરભાતે કે, બૃત્યને ત્યાંહી રે; તે કહે મહિયારી આજ રાતે કે, આલયમાંહી રે. ૧૦ આવી હતી દહીં વેચણ કાજ કે, ડેરામાંહી રે, બેઠા છે સા સહ મંત્રિરાજ કે, જોઇએ ઉછાંહી રે, ૧૧ નરપતિ મધ્ય વિલો કે જામ કે, હાસ્ય કરઇ રે; દીઠા મંત્રી ભોગવે તામ કે, ગુરુ ઠકુરાઇ રે. ૧૨ વદન અધો પડીયા જન દેખી કે, હાંસી કરંત રે; રાયે ચોર ચરિત્ર ગવેષી કે, જાયો વૃદંત રે. ૧૩ બીજે દિન નીસરીયો રાજા કે, નિશિ પરિવાર રે; સાથે લઈ મહાભટ તાજા કે, રહ્યો પુરબાર રે. ૧૪ ઇણે અવસર તસ્કર નીકલીયો રે રજકને રુપ રે; ગર્દભ ચીવર ગ્રહીને ચલીયો કે, દેખીયો ભૂપ રે, ૧૫ ભૂપ કહે નિશિ કિમ નીસરિયો કે, તું કુણ નાતિ રે, તે કહે સાહિબનો અનુચરીયો કે, રજકની જાતિ રે. ૧૬ રાણી તુમચી જે ગુણાધામ કે, પદમિની જાતી રે, તાસ વસન પ્રક્ષાલન સ્વામી કે નીસર્યો રાતિ રે. ૧૭ વૈત વસન તસ વાસ રે સ્વામી કે, લહિયા સુંગધ કે, વૃંદ ભ્રમર આવે તસ ઠામ કે, કરતાં ધંધ રે. ૧૮ રાય કહે તસ્કર ભય મોટો કે, કિમ કરી જાય રે, તે કહે ભૂપ છતાં ભય છોટો કે, વસન ધોવાય રે. ૧૯ ભૂપ કહે તસ્કર દૃગ વરજે કે, રજક તું ક્યાંહી રે. તવ પોકારવ બહુલ કરજે કે, આવશું ત્યાંહી રે, ૨૦ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #280 -------------------------------------------------------------------------- ________________ તહત્તિ કહીને તસ્કર આવ્યો કે, સર-તણે તીર રે, મૃન્મય કુંભને ચૂનો લાવ્યો કે, ભીંજવી નીર રે. ૨૧ ચૂનો કુંભને લેપી મેલ્યો કે, સ૨વર માંહી રે, નિજ હાથે કરી કુંભને ઠેલ્યો કે, તસ્કર ત્યાંહી રે. ૨૨ કરતો બંબારવ બહુ ભાંતિ કે નૃપ સુણી ત્યાંહી રે, ગયો અશ્વે ચઢી ઉજલી રાતે કે ગ્રહી અસિ બાંહી રે. ૨૩ નૃપ પૂછે કિહાં ચોર ગવેષી કે, રજક બતાય રે, તે કહે સાહિબ તુમને દેખી કે, જલ વિચે જાય રે. ૨૪ નરપતિ હરિ વસ્ત્રાદિ તજીને કે, ખડગ ગ્રહાય રે, વીર પરાક્રમ બહુલ સજીને કે, સર-વિચે ધાય રે. ૨૫ તસ્કર વસ્ત્ર રહરિ ગ્રહી આવ્યો કે શિબિર મોઝાર રે, કહે ભટને મે ચોર કઢાવ્યો કે નયરની બહાર રે. ૨૬ ઇમ કહી શિબિર સહિત પુર આવ્યો કે, દીએ પુર દ્વાર રે, અંતે ઉરમાંહી સોહાવ્યો કે, નિશિ સુખ સાર રે. ૨૭ નૃપ-કુમરી ગુણ મંજરી નામે કે, લેઇ ગયો ચોર રે, ધન બહુ લેઇ ગયો નિજ ઠામ કે, કુણ કરે સોર રે. ૨૮ નૃપ ગુણપાલક સકલ તે રાતે કે, ભ્રમણ કર્યંત રે; ઉઘાડયાં પુર દ્વાર વિભાતે કે, તવ ઓલખંત રે. ૨૯ બેઠાં નિજ રાજયે ગુણપાલ કે, શુભ સુશરીર રે; ચોથે ખંડ સાતમી ઢાળ કે, ઇમ કહે વીર રે. ૩૦ ૧-ઘોડો, ૨-ઘોડો. ભાવાર્થ : ધૂર્ત ચોરે રાજાની વાત સાંભળી, મને પકડવા માટે નગરના મંત્રીશ્વર તૈયાર થયો છે. ઠીક! નગરના દરવાજે તંબુ નાંખ્યા છે. હવે તે કપટનિધિ ચોર પ્રધાનને લૂંટવા માટે મહિયારી નું રુપ લઇને ચાલ્યો. માથે દહીં ભરેલી માટલી મૂકી છે. નગરના દરવાજા બધા બંધ થઇ ગયા છે. ફકત એક દરવાજો ખુલ્લો હતો. તે દરવાજા પાસે તંબુઓ નંખાઇ ગયા છે. ને ઉઘાડી તલવારે મંત્રી પહેરો ભરે છે. ધીમે ધીમે અંધકાર વધવા લાગ્યો હતો. બીજો પ્રહર ચાલુ થઇ ગયો હતો. બરાબર એજ સમયે ‘મહી લ્યો’ ‘“ મહી લ્યો'' એવા અવાજો કરતી મહિયારી બહારથી આવતી દેખાઇ. અને મંત્રીશ્વરની (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૪) Page #281 -------------------------------------------------------------------------- ________________ આગળથી નીકળી.તેને જોતાં પ્રધાને પડકાર કર્યો. કોણ છે? એ તો હું મહિયારી છુ. તે અત્યારે કયા જવા નીકળી છે? મહિયારી કહે- તું પૂછવાવાળો કોણ? પ્રધાન કહે- તને ખબર નથી. હું આ નગરનો પ્રધાન છું. મહિયારી કહે- ગુનો માફ કરજો મેં આપને ના ઓળખ્યાં. મારું દહીં મીઠું છે. ખાવું છે? પ્રધાન દહીં ખાવા લલચાયો. અનુચરને કહે આ નારી ને મારા તંબુમાં લઈ આવો. પ્રધાન ત્યાંથી પોતે પોતાના તંબુમાં ગયો. પાછળ અનુચર બાઈને લઈ તંબુમાં ગયો. નારીને મૂકી પોતે પાછો વળી ગયો. મહિયારીએ મીઠા દહીંના માટલી માથેથી નીચે મૂકી. પ્રધાનને દહીં આપવા માટે ભાજન લઈ આવી. ચોરે મટકીમાં દહીં ને બદલે ચંદ્રહાસ્ય નામની મદિરા ભરી હતી. અને તે મદિરા પ્રધાનને પીવડાવી દીધી. આ મદિરા પીતા તરત જ નશો ચડયો. અને ત્યાં ને ત્યાં અચેતન થઈ ઢળી પડયો. ચોરને માટે બાંધવા લાવેલા દોરડાને લઈનેપ્રધાનને નગ્ન કરી મહિયારીએ પ્રધાનને બાંધી દીધા. બંને હાથ ઉપર દશકલા રુપ દોરડાના દસ આંટા મારી બાંધી દીધા. પોતાના હાથે પ્રધાનના દાઢી મૂંછ અડધા અડધા કાપી નાંખ્યા. વળી મુખ ઉપર સંડાસ-બાથરુમ કરીને પગથી લાતો મારીને પ્રધાનના ઉતારેલા કપડાં લઈને નીકળી ગયો. પોતાના આવાસે પહોંચી ગયો. ચતુર પ્રધાનને ચોરે બરાબર થાપ આપી હતી. તેથી ચોર ઘણો જ હર્ષમાં હતો. હે ભવ્ય લોકો! સાંભળો! મદિરાના કામ કેવા? મદિરા પાનથી કેવા કેવા અનર્થો થાય છે. દારુને દારૂડિયો પીતો નથી પણ દારુ જ દારૂડિયાને પી જાય છે. મદિરા આ ભવમાં દુઃખ આપનારી હોય છે. અપજશ આપે છે. કુટુંબ પરિવારથી તિરસ્કાર પામે છે. કુટુંબ પરિવાર બેહાલ બની થાય છે. પૈસાથી ઘર ખાલી થઈ જાય છે. ભયંકર વ્યાધિઓનો ભોગી બને છે. જયાં જાય ત્યાં અપ્રિય થઈ પડે છે. જીવન ટૂંક બની જાય છે. મરીને પછીના ભવમાં દુર્ગતિ પામે છે. નરકે પણ પહોંચી જાય છે. માટે દારુથી વેગળા રહેજો. દારૂના વ્યસનથી દૂર રહેજો. તંબુમાં પ્રધાનજી દોરડાના બંધનમાં પડયા છે. બેભાનમાં રાત પૂરી થવા આવી. નોકરો બહાર દરવાજે પહેરો ભરે છે. સવાર થવા આવી. ન ચોર દેખાયો, ન પ્રધાનજી બહાર આવ્યા. સવાર પડી રાજા નગરના દરવાજે આવ્યા. પ્રધાનને જોયો નહિ. નોકરો ને પૂછવા લાગ્યો, પ્રધાન કયાં? નોકરોએ કહ્યું હે મહારાજા! રાત્રિએ મહિયારી આવી હતી. તેનું દહીં લેવું છે. ખાવા માટે તેથી ડેરામાં પ્રધાન અને તે મહિયારણ બેઠા છે. આપ ત્યાં જઇને જાતે જુઓ. રાજસેવકની આ વાત સાંભળી પ્રધાનને મળવા માટે રાજા તંબુમાં ગયા. તંબુમાં જતાં પ્રધાનની દશા જોઈ ઘડીક હસવું આવી ગયું. વળી વિચારવા લાગ્યા. અરે પ્રધાનપણાની ઠકુરાઈ ભોગવતાની આ દશા? મૂર્ણાગત પામેલા, દોરડાના બંધનમાં બંધાએલા, નગ્ન અવસ્થામાં... કરુણા આવી ગઈ. રાજાએ તરત પ્રધાન માટે કપડાં મંગાવી દીધા. પ્રધાનને ભાન આવતાં રાજાની આગળ શરમિંદો બની ગયો. પ્રધાન પાસેથી ચોરનો વૃત્તાંત જાણી લીધો. ગુણપાલ રાજાને આ વૃત્તાંત સાંભળી ઘણું દુઃખ થયું. અને સાથે ગુસ્સો પણ આવ્યો. એક સમર્થ રાજયમાં શું ચોરને પકડવાની તાકાત નથી? રાજાનું દિલ ઘણું ઘવાયું છે. રાજય દરબારે માનવ મેદની ઉભરાણી છે. ચોરને પકડવાની હિંમત હવે કોઇનામાં દેખાતી નથી? રાજસભામાં રાજાએ પડહ વગડાવવાનો બંધ કર્યો. પ્રજાજનો ને કહ્યું, તમે સૈ તમારા ઘરે જાઓ. હું હવે ચોરને પકડવાનો પૂરો બંદોબસ્ત કરીશ. ગમે તે ભોગે પણ ચોરને પકડવો જ રહ્યો. રાજાની ખુમારી અને ખમીર ઉછળી રહયું હતું. રાજાએ રાજસભામાં વીરત્વનું પ્રવચન કર્યું અને પોતે બીડું લીધું. ને કહેવા લાગ્યા હે પ્રજાજનો! હવે ચોરને પકડવાનું કામ મારે જ કરવું પડશે. આ સાંભળી પ્રજાજનોમાં હાહાકાર મચી ગયો. બીજો દિવસ પૂરો થયો. સાંજ શરુ થઈ હતી. રાજમહેલમાંથી રાજસેવકોથી પરિવરેલો રાજા નગરના દરવાજાની (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #282 -------------------------------------------------------------------------- ________________ બહાર ચોકીપહેરો બરાબર કરે છે. નગરના દરવાજા બધા બંધ કરાવી દીધા હતા. નગરમાં કોઇની તાકાત નહોતી કે કોઈ બહાર એકળી શકે. ચોકીદારો ચારે તરફ ગોઠવાઈ ગયા હતા. ગુપ્તચર વર્ગ પણ સંભાળ રાખવામાં મશગૂલ હતો. ચોરને જાણ થઇ ગઇ કે ખુદ રાજા સાથે મારે રમત રમવાની છે. મારે ઘણી સાવધાનીથી કામ લેવાનું છે. બુધ્ધિશાળી ચોર ધોબીનું રૂપ લઈને આવ્યો. સાથે એક ગધેડો છે કે જેની ઉપર કપડાંનું એક પોટલું છે. નગરમાંથી નીકળી દરવાજા આગળ આવ્યો. નગરની બહાર નીકળતા રાજાએ પડકાર નાખ્યો કોણ છે? રજક કહે - હે મહારાજ! હું રજક. રાજા કહે- અત્યારે કયાં જવા નીકળ્યો છે? રજક કહે- હું તો તમારો અનુચર છું. ગુણઘામ સરખી આપની રાણી જે પદ્મિની રહેલી છે. તેમના વસ્ત્રો ધોવાને માટે સરોવર જાઉં છું રાજા કહે આ અડધી રાત્રે કેમ? જા પાછો જા. કાલે વસ્ત્રોને ધોજે. આજે પાછો ચાલ્યો જા, રજક કહે : હે રાજા આ વસ્ત્રો દિવસે ન ધોવાય. પદ્મિનીનાં કપડાં સુંગધિત હોવાને કારણે દિવસે ભમરા ખેંચાઈ આવે છે. મને કપડાં ઘોવા ન દે. મને પણ ભમરો ડંખ મારે. હું તો દરરોજ રાણી સાહેબના વસ્ત્રો રાત્રે ધોવા જાવું છું. રાજા કહે જા કપડાં ઘોઈને વહેલો પાછો આવજે. ચોર તો ગધેડાને લઈને ગામને બહાર નીકળ્યો. વળી રાજા કહેવા લાગ્યા કે જો કપડાં ધોતાં ચોર જોવામાં આવે તો તરત મને બૂમ પાડજે. રજક કહે : જી મહારાજ. રજકને એટલું જ જોઈતું હતું. સરોવર તીરે પહોંચ્યો. ચોર ગધેડા ઉપર પોટલામાં માટીનો ઘડો લાવ્યો હતો. સાથે ચૂનો પણ હતા. સરોવરમાંથી પાણી લઈને ચૂનો ભીનો કર્યો. ચૂનો ઘડાને લગાડયો. ઘડો ઊંધો કરી, બહારથી ચૂનાનો લેપ બરાબર લગાડી દીધો. થોડીવાર થતાં લેપ સૂકાઇ ગયો. રજક ચોરે માટીનો ઘડો ઊંધી સરોવરમાં મૂકી દીધો. થોડો ઘક્કો મારતાં ઘડો સરોવરમાં આગળ આગળ જવા માંડયો. ઘડો ઘણો આગળ જતાં ચોર સરોવરનાં તીરે બૂમાબૂમ કરવાં લાગ્યો ઘણાં મોટા અવાજ કરીને બોલાવા લાગ્યો “દોડો... દોડો... ચોર અહિંયા છે. જલદી દોડો... રજકની બૂમો નગરના દ્વાર કાગળ ઊભેલા રાજા અને રાજસેવકોને સંભળાઇ. તરત જ રાજા પોતાના ઘોડા ઉપર બેસીને સરોવર કાંઠે આવ્યો. રજક પૂછવા લાગ્યો : કયાં ચોર છે? ઘોબી કહે, હે રાજા ચોરને જેવો જોયો કે તરત મેં બૂમો પાડી. મારી બૂમ સાંભળી, આ ગાડીમાં ભરાઇ ગયો. ઘોડા ઉપર આપને આવતાં જોઇ આ સરોવરમાં કૂદી પડયો. તમે અહિંયા આવતાં સુધીમાં તો જો આ સરોવરની વચમાં પહોંચી ગયો. રાજા કહે ચોર ક્યાં છે? રજક કહે, જુઓ જુઓ આ સરોવરની મધ્યમાં જાય. સરોવરનાં બરાબર મધ્યમાં પહોંચી ગયો જુઓ જાય. આ ચોરનું માથું દેખાય છે જુઓ આગળ સામે કિનારા તરફ ગયો છે. રાજાએ પણ જોયું. અજવાળી રાત હતી. દૂર કોઇ સફેદ જતું ચોરનું માથું દે માય છે. ચોક્કસ ચોર જ છે. ને તરત પોતાનો ઘોડો મૂક્યો. વસ્ત્રો પણ ત્યાં ઉતારી ત્યાં નાખી દીઘા હાથમાં તલવાર લઇને સરોવરમાં ચોરને પકડવા કુદી પડયો. શુરવીર રાજા મહા પરાક્રમી સરોવરની વચ્ચે તરવા લાગ્યા. બેનાતટ નગરનાં ગુણપાલ રાજાએ ચોરને પકડવા સરોવરમાં ઝંપલાવ્યું. તો આ બાજુ રજકના રૂપમાં ચોરે રાજાનાં લિ ધાં અને ઘોડા પર બેસી નગરના દ્વાર નજીક શિબિર પાસે પહોંચી ગયો. મહાભટ અને અનુચરો ને કહેવા લાગ્યો કે મેં એ રને પકડી ઘણી શિક્ષા કરીને નગરની બહાર કાઢી મૂક્યો છે. હવે આપણાં નગર સામું જોશે પણ નહિ. તમે સૌ ચાલો નગરમાં. આમ કહીને રાજસેવકો સાથે લઇને નગરના દરવાજામાં આવી ગયા. બઘા નગરમાં આવી ગયા. પછી રાજાનાં રૂપમાં ચોર કોટવાળ, ચોકીદારોને આદેશ આપ્યો કે નગરના દરવાજા બંધ કરી દ્યો. સવારે જ દ્વાર ખોલવાના છે. બહારથી કોઇ પણ આવનાર દ્વાર ખોલવા કહે તો ખબરદાર અડધી રાત્રે દ્વાર ખોલ્યા છે તો. સવાર સિવાય દ્વાર ખે લવા નહિ. આ પ્રકારની આજ્ઞા કરી સખત પહેરો મૂકીને રાજાના વેશે ચોર રાજમહલ તરફ રવાના થયો. રાજાનાં સ્ત્રોમાં કોઇ એ પણ તેને ઓળખ્યો નહિ. સડસડાટ અંતેઉરમાં પહોંચી ગયો. રાણીઓ, દાસીઓ આદિ સઘળી સ્ત્રીઓ દ સઘસાટ ઊંઘતી હતી. રાજાની કુંવરી પોતાના મહેલમાં ઉંઘતી હતી. ચોર ત્યાં પહોંચી ગયો. અને કુંવરી (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #283 -------------------------------------------------------------------------- ________________ ગુણમંજરીને ઉપાડી. ખભા ઉપર લઇને આવ્યો હતો તે રસ્તેથી મહેલની બહાર નીકળી ગયો. મહેલમાં જે કંઇ ધન ઘરેણાં વસ્ત્રો હતાં તે પણ સાથે લઇ લીધો છે. રાજાનો ઘોડો લઇને આવ્યો હતો તે ઘોડા ઉપર કુંવરીને સાથે લઇને રવાના થઇ ગયો. સવાર થતા ચોરનું કામ સારી રીતે પતી ગયું. પોતાના આવાસે આવી ગયો. ઊંઘતી કુંવરીને એક કમરામાં પલંગ પર સૂવાડી, પોતે પોતાના સ્થાને જઇને આરામ કરવા લાગ્યો. વિચારે છે કે રાજાની સાથે બાથ ભીડી તો ખરી, પણ સંકટ કોઇ ન આવતાં આબાદ રીતે કુંવરીને ઉપાડી લાવ્યો. પોતાની બુદ્ધિ અને બળ પર આનંદ માની રહ્યો છે. આ બાજુ નગરની બહાર ચોરને પકડવા ગયેલો રાજા સરોવરની મધ્યમાં રહેલા ચોરને જાણી માથું પકડવા ધસ્યો છે. મધ્યમાં પહોંચી ગયો પણ ત્યાં તો માટલી જોઇ નિરાશ થઇ ગયો. તરત જ પાછો ફરી ગયો. કિનારે આવ્યો. શું જોયું? ન જોયો ગધેડો ન જોયાં જુના વસ્ત્રો અને ન પોતાના ઘોડો અને નથી ત્યાં તો પોતાના વસ્રો. રજક પણ નથી. રાજા સમજી ગયો કે રજકનાં રુપમાં ચોર મને બનાવી ગયો. પોતાની શિબિરમાં આવવા નીકળ્યો. પણ ત્યાં તો ન શિબિર ન અનુચરો નગરના દરવાજે પહોંચ્યો દરવાજા બંધ થઇ ગયા હતા. રાજાએ દરવાજો ખોલવા પ્રયત્ન કર્યા ન ખૂલ્યો, ઘણી બૂમો પાડી છતાં ચોકીદારે દરવાજો ન ખોલ્યો. રાજા બહારથી કહે છે કે ચોર મને બનાવી ગયો છે. હું સાચો રાજા બહાર છું. મારો ઘોડો વસ્ત્રો બધુ લઇને ચોર અંદર આવી ગયો છે. તમે ખોલો, પણ આ વાત કોઇ સાચી માનવા તૈયાર નહતું અને પાણીથી ભીંજાએલો રાજા એક વસ્ત્ર અંગ પર હતું તે અવસ્થામાં બાકીની રાત દરવાજા બહાર પૂરી કરી. સવાર થતાં કોટવાળે દરવાજો ખોલ્યો. રાજાને સૌ કોઇ ઓળખી ગયાં. ભૂલની માફી માંગી. સાચી હકીકત એક બીજાએ જાણી. ચોર આપણને સૌને બનાવી ગયો. મારો ઘોડો લઇને રાજમહેલ ગયો છે. ચોકીદાર કહે હા મહારાજ રાજા રાજમહેલ તરફ ગયા છે. આ પ્રમાણે ચોથા ખંડની સાતમી ઢાળ પૂ. વીરવિજય મ.સા. અવનવા આશ્ચર્યો કરતાં ચોરના વર્ણન સાધ પૂરી કરી. ચતુર્થ ખંડે સાતમી ઢાળ સમાપ્ત * દોહરા નૃપ ચિંતે ગઇ નંદના, તસ્કર ચરિત અઘોર; મુઝને પણ ધૂતી ગયો, વ્યાપ્યો બહુ જન ચોર. ૧ ઇણે અવસર નિજ નયરમાં, કામલત્તાભિધ વેશ્ય; પડહ છબ્યો ઉત્કર્ષથી, પહુતી આપ નિવેશ્ય. ૨ રાજકુંવરીનું અપહરણ ભાવાર્થ : બેનાતટ નગરમાં રહેલો ચોર પકડાતો નથી. નગરજનોત્રાસ પામી ગયાં છે. રાજપરિવાર માંથી પ્રધાન કે ટવાળ પણ બીડયું લીધું પણ ચોરને ન પકડી શક્યાં. રાજા પણ બની ગયાં રાજાએ રાજમહેલમાં આવીને જોયું તો ચોર અન્તઃપુરમાં ભૂષણો, અલંકાર સહિત પોતાની કુંવરી ગુણમંજરીને ઉપાડી ગયો છે. સમાચાર સાંભળતા મહારાજના રોમે ોમ ક્રોધનો (૨૫૦ મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ) Page #284 -------------------------------------------------------------------------- ________________ અગ્નિ પ્રગયો. વળી કોઇપણ ઉપાયે પકડાતો નથી. તેથી હતાશ અને નિરાશ થઈ ગયા છે. અરે આ ચોરના અઘોર ચરિત્ર કેવા છે. મને પણ છેતરી ગયો. રાજસભામાં મહારાજ પ્રધાન વગેરે પરિવાર સહિત બેઠા છે. લાખ કરવા છતાં ચોર સપડાતો નથી. સૌ તેના પંજામાં સપડાયા છે. બીજે દિવસે રાજસભામાં ચોરને પકડવા બીડું ફેરવ્યું સાથે જાહેરાત કરી જે ચોરને પકડી લાવશે તેને મોટો પુરસ્કાર આપવામાં આવશે. આ સાંભળીને નગરની સુચતુર ગણિકા કામલત્તાએ બીડું ઝડપ્યું રાજકુમારીના અપહરણથી સારાયે નગરમાં ભય અને શોક વ્યાપી ગયો. ભાવિ સંકટની કલ્પનાથી પ્રજા ધ્રુજવા લાગી. કામલત્તા ગણિકા બીડું છબીને પોતાના આવાસે આવી. ઢાળ આઠમી (વેગલો રહેને વરણાગિયા-એ દેશી) સુણી વાત તે તસ્કર આવીયો, કરી વૈદ્યનું રુપ સુરૂપતા જો, કુબ્બા દાસી વેશ્યા તણી, પણ કુન્જાતનું કુરૂપતા જો, વાત સુણીને ચોર આવીયો. એ આ કણી. ૧ તેણે વૈધે તે દીઠી કુબજા, તસ કટીએ દીધ પ્રહારને જો, સરલ થઈ સા તતખિણે, ગઇ સ્વામિની પાસ વિચારીને જો. વાત. ૨ કહે કૃમ્ભા સ્વામિની સાંભળો, આવ્યો વૈધ અછે ઘર બારણે જો, વિદ્યા કલા મંત્રે ભર્યો, મુઝ અંગ કર્યું સુખ કારણે જો. વાત. ૩ તે કામલત્તા દેખી કરી, કહે તેડો ઈહાં એ વૈદ્યને જો, વૈઘ તદા ઘર આવીયો, કહે વેશ્યા ઉચ્છાંહી વૈદને જો, વાત. ૪ સુણો વૈદ્ય મનોહર પાતલી, મુઝ કીજે લધુતર રુપતા જો, વૈધ કહે છે પાધરું, ક્ષણમાંહી કરુ અનુપતા જો. વાત. ૫ એકાંતે ઓરડામાં જઈ, ચોર સાથે વેશ્યા લાવીને જો, મંત્ર બલે કરી રાસભી, કહે દાસીને બાહિર આવીને જો વાત. ૬ કાલે દિન પ્રહર ચઢયા વિના, ઉધાડશો નહિ એ બારણાં જો, આઠ પ્રહર તાળુ સહી, પછે કરજો ઉઘાડી ઓવારણાં જો. વાત. ૭ તુમ વેશ્યા લઘુ વય પામશે, ઈમ કહી ગયો ઘર વાસીને જો, રાય પ્રભાતે આવીયા, તવ પૂછે નરેશર દાસીને જો. વાત. ૮ કહે દાસી ઓરડામાંહી છે, ઉઘાટ રાસ ભી દેખતા જો, ચિંતે ભૂપ ગતિ ચોરની, સવિ સજજન તામ ઉવેખતા જો. વાત. ૯ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #285 -------------------------------------------------------------------------- ________________ નૃપગાંધી પિન-નર પારધી, ધૂર્તિ પ્રાણ વેશ્યા જાણીએ જો. પીડા પરની ચિત્ત નવિ લહે, તસ્કર ને વૈધ વખાણીએ જો. વા. ૧૦ નૃપ પુનરપિ પડહ વજાવતો, જે ઝાલે તસ્કર આગળો જો, રાજય અરધ કન્યા વળી, તસ દેશે નૃપ સહુ સાંભળો જો. વા. ૧૧ ગદર્ભ-ભયથી નવિ કો ગ્રહે, પડહો તવ આવી ઉતાવલો જો, પ્રણમી નૃપને બીડું ગ્રહે, માંડવિયો વિમલજસ એકલો જો. વા. ૧૨ છબી પડહ વિમલજસ આવીયો, નિજ સૈધે ચાલી રસાલ છે જો, પુણ્ય શુભોદય વિસ્તર્યો, ખંડ ચોથે આઠમી ઢાળ છે જો. વા. ૧૩ ભાવાર્થ : ચર વિચારે છે કે મને પકડવા માટે નગરગખિકાએ સાહસ કરીને બીડું લીધું છે. હવે તેના આવાસે જવા માટે બુદ્ધિશાળી ચોર વૈદ્યરાજનું રુપ લઈને નીકળ્યો. સંધ્યાના સમયે કામલત્તા ગણિકાના વિશાળ એવા વિલાસ ભવન પાસે એક વૃદ્ધપણાના રુપમાં, છતાં સ્વરુપવાન વૈદ્યરાજ આવીને ઉભા છે. ભવનના દરવાજે એક કુબડી દારની કુલ્લી તલવારે ચોકી કરે છે. વૈદ્યરાજને જોઇને કહે છે. તમે કોણ છો? વૈદ્ય- હું વૈદ્યરાજ છું. હું આનર્ત દેશના પ્રખ્યાત વૈદ્યરાજ છું. આ નગરની પ્રશંસા સાંભળી અહીં થોડા દિવસ રહેવા આવ્યો છું. કુબડી દાસી કમરથી વળી ગઇ હતી. વળી બેડોળ અને કદરૂપી પણ હતી, વૈદ્યરાજ રૂપે ચોરે આ દાસીની કમ્મરે લાત મારી, પગના પ્રહારથી દાસી કમ્મરથી સીધી થઇ ગઇ. અને દેખાવડી સ્વરુપવાન થઇ ગઇ. અરિસામાં પોતાના રૂપને જોવા લાગી. વૈદ્યરાજને બારણા પાસે બેસાડીને દાસી ઉતાવળી ઉતાવળી કામલત્તા પાસે પહોંચી ગઇ. હે સ્વામિની! સાંભળો. આપણા ભવન પાસે પરદેશ થી કોઇ વૈદ્યરાજ આવ્યા છે. મંત્ર વિદ્યા આદિ કળાને જાણે છે. મારી સામે જુઓ. હું કેવી દેખાઉ છું? ગણિકા આ ચમત્કાર સાંભળી અને જોઈને કહેવા લાગી વૈદ્યરાજને જલ્દી અંદર લઇ આવ. આ પ્રમાણે દાસીને કહ્યું. દાસી વૈદ્યરાજને માનસહિત લઇ આવી. ગણિકાએ વૈદ્યરાજને આદર સહિત આસન બેસવા આપ્યું. પોતે પણ વૈદ્યના સામે બેઠી, ઘિરાજને કહેવા લાગી, તે વેધરાજ ! સાંભળો. હું આજે કોને મળવાની નથી. એમ મારી દાસીઓને ના પાડી. કારણકે મેં આજે ચોરને પકડવા બીડું લીધું છે. ચોરને મારે ત્યાં આવવાનો ખુલ્લો પડકાર કર્યો છે. પરંતુ આપ તો વિદ્યાવંત વૈદ્યરાજ છે. તેથી હું આપનો સત્કાર કરું છું. વૈદ્યરાજે આભાર માન્યો. ગણિકા કહે:- હે વૈદ્યરાજ શું તમે નવુ વન આપી શકો છો? મારું થવન ઓસરતું જાય છે. મારો ધંધો રૂપ અને યવન પર જ ચાલે છે. જો તમે મને મનોહર, પાતળી- તસ્રણ યુવાને એવી સ્વરુપવાન બનાવશો. તો હું તમને માંગ્યું ધન આપીશ. વૈદ્ય કહ્યું- હે દેવી! મારી પાસે અપૂર્વ કળા છે. ક્ષણવારમાં તું ઇચ્છે તેવું રુપ બનાવી આપું છું. ગણિકા કહે- કહો કયારે પ્રયોગ કરવો છે? વૈદ્યરાજ કહે :- આ સમય બરાબર છે. ઘડી ચોઘડિયું સારું છે. પણ તે માટે તારે અને મારે એકાંત ઓરડામાં જવું પડશે. આવા ચોગાનમાં પ્રયોગ ન થાય. દાસીઓ, આદિ સી માંત્રિક વૈદ્યરાજની વાતો સાંભળી રહી છે. વળી વૈદ્ય કહે :- મને તમારા ખાસ અંગત ઓર માં લઇ જાઓ. ગણિકાને રૂપ યવન મેળવવું હતું. તે લાલસાએ એ વૈદ્યને લઈને પોતાનો અલાયદો ઓરડો હતો ત્યાં લઈને ગઈ. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #286 -------------------------------------------------------------------------- ________________ દાસીઓ બહાર ઊભી હતી. ઓરડામાં ગયા બાદ વૈદ્યે ઓરડો બંધ કરાવ્યો. સાંકળ પણ દેવરાવી. ત્યારબાદ વૈદ્ય ગણિકાને કહેઃ- દેવ ! આપ સ્થિર ઊભા રહો. ગણિકા સ્થિર ઊભી છે. વૈદ્યે કહ્યું આંખ બંધ કરીને કહો કે હે વૈધરાજ! મને નવું યૌવન આપો. ગણિકા આ પ્રમાણે બોલે છે. વૈદ્યે મંત્રબળે નવયૌવનને બદલે શું રૂપ આપ્યું? ‘ગધેડી’. પળવારમાં કામલત્ત. નવયૌવનને બદલે માણસપણું છોડી ગધેડી બની ગઇ. વૈદ્યરાજ તરત હસવા લાગ્યો. ગધેડીને દોરડીથી બારણાં પછળ ખીલીએ બાંધી દીધી. અને ઓરડામાં રહેલા વેશ્યાના ધનભંડારમાંથી ઘરેણાં ઉઠાવ્યા. બીજુ પણ જે લેવા જેવું હતું તે પણ લઇ લીધું. ત્યાંથી બહાર નીકળી દરવાજો બંધ કરી દીધો. મુખ્યખંડમાં ત્રણ ચાર દાસીઓ સ્વામિનીની રાહ જે તી હતી. વૈદ્ય રૂપી ચોરે આવીને કહ્યું કે તમારી સ્વામિનીના ઓરડાને તાળુ લગાવી દ્યો. ખોલશો નહિ. આઠ પ્રહર ગયા બાદ(૨૪ કલાક) આવતીકાલે સવારે બારણા ખોલજો. પછી સ્વામિનીના ઓવારણાં લેજો. આ ગણિકા ચોવીસ કલાકમાં લધુ વય પામશે. સુંદર સ્વરૂપવાન થઇ જશે. આ રીતે કહીને વૈદ્યરાજ નીકળી ગયા. ઘરભેગા થઇ ગયા. સવારે રાજા વેડ્યાને ત્યાં આવ્યા. દાસીઓએ આવકાર આપ્યો. સત્કારને ઝીલતો રાજા મુખ્ય ખંડમાં આવ્યો. વૈધરાજ આવ્યા હતા. ત્યારથી જે બધી બીના બની હતી તે કહી સંભળાવી. આ વાત સાંભળીને રાજાએ ઓરડો ખોલાવવા માટે દાસીને કહ્યું. દાસીએ કમરો ખોલ્યો. પોતાની સ્વામિનીને બદલે ગધેડી જોઇ. રાજાએ પણ જોઇ. ચિંતામાં પડી ગયો. રે! ચો૨ના ચરિત્રને કોઇ પિછાની શકતું નથી. ચોરે તો હદ કરી નાંખી. નગરના સવિ સજજનોની ઉપેક્ષા ક૨વા લાગ્યો છે. કોઇ મહાત્ કરી શકતું નથી.ગણિકાની દયા આવી. ચિંતાતુર રાજા ગણિકાને ત્યાંથી પાછો ફર્યો. આ જગતમાં અધમ રાજા-વાણિયો, ચાડિયો માણસ, શિકારી, ઠગ માણસ, મહેમાન અને વેશ્યા તેમજ ચોર અને વૈદ્ય આ બધા માણસો કયારેય પણ બીજાની પીડાને સમજી શકતા નથી. રાજા રાજસભામાં આવ્યા અને ચોરને પકડવા એલાન કર્યું. બક્ષીસ જાહેર કરતાં પણ ચોર ન પકડાયો. પડહ સૈા સાંભળે છે. વળી રાજાએ આગળ પોતે જાહેર કર્યું કે ‘જે કોઇ ચોરને પ ડી લાવશે. પકડી લાવનારને રાજય તરફથી અડધું રાજય અને મારી કુંવરી આપીશ. '' પણ કોઇ બીડું છબવા તૈયાર •. થયું. કારણકે ચોરે હદ કરી નાંખી હતી. જે ગ્રહણ કરે તેને ત્યાં જ ચોર પહોંચતો . છેલ્લે ગણિકાને ગધેડી બનાવી દીધી. આ ચોરના ભયંકર પરાક્રમોને લીધે ભય પામીને હવે કોઇ ચોરને પકડવા તૈયાર થયું નહિં. કોઇએ પડહને ીલ્યો નહિ. રાજસભામાં બેઠેલો વિમલયશ માંડવી પોતાના સ્થાનેથી ઊઠીને રાજાને પ્રણામ કર્યા. બીડું પકડયું. બીડું હણ કરીને, રાજાના આશીર્વાદ લઇ માંડવીઓ દરિયાકિનારે રહેલાં પોતાના મહેલે આવ્યો. વિમલયસનો પુણ્યના શુભ ઉદય હવે વિસ્તાર પામ્યો છે. આ નગરીને માટે.. એ પ્રમાણે ચોથા ખંડને વિષે આઠમી ઢાળ કવિરાજે સમાપ્ત કરી. ચતુર્થ ખંડે આઠમી ઢાળ સમાપ્ત (મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ ૨૫૩) Page #287 -------------------------------------------------------------------------- ________________ આવાર્થ : - (દોહરા) માંડવિયાને ઇમ કહે, સેવક સંઘલા તામ, પડહ છબ્યો શે કારણે, શીખ દીયો અમ સ્વામ. ૧ કરશે તસ્કર રાસભા, તિણે કારણે સુણો સ્વામ, ભય પામી નાઠા સર્વે, રહ્યો એકાકી તામ. 8. નિશિ એક થાનક બેસીને, સાધે વિદ્યા સાર અદિઠિ-કરણ-શત-હસ્તિ-બલ, પ૨-વિદ્યા-અપહાર. ૩ પરદેશીએ બીડું ઝડપ્યું. રાજસભામાં રાજાએ બીડું ફેરવ્યું. સાથે પડહ વજડાવ્યો. જે કોઇ વીરપુરુષ આ ચોરને પકડી લાવ તેને અડધું રાજ અને મારી પુત્રી આપીશ. પણ કોની હિંમત ચાલે? માયાવી ચોર સામે જંગ ખેલવા રમત વાત નહોતી. સભામાંથી કોઇપણ સાહસિક ન નીકળ્યો. સ્મશાનવત્ શાંતિ પથરાઇ ગઇ. સભામાં રાજા ચારેકોર નજર ફેરવે છે. ત્યાંતો રાજાની નજર ફરતી ફરતી વિમલજશ ઉપર પડી. પરદેશી કુમારે હામ ભીડી. બીડું ઉપાડી લીધું. ઊભો થઇને ગંભીર સ્વરે બોલ્યો- હે મહારાજ! હું પરદેશી છું. આપની રાજકીય બાબતમાં પડવા નહોતો માંગતો. પરંતુ આપન નિરાશ જોઇને મારે કહેવું પડે છે- હજી વીરતા મરી પરવારી નથી. હું બીડું પકડું છું, ને સાથે પ્રતિજ્ઞા કરું છું કે કોઇપણ ઉપાયે રાજકુમારીને મુકત કરાવીશ. ચોરને પકડીશ. રાજન! આપની નિરાશા જોઇને હું ઉભો થયો છું. રાજા સાંભળી ખુશ થયા. પરદેશીની પીઠ ઉપર હાથ ફેરવીને કહ્યું-હે નરોત્તમ! તું ચોકકસ ચોરને પકડીને લાવીશ. મા૨ી કીર્તિ બચી જશે. રાજા-પ્રધાન તેમજ રાજસભામાં બેઠેલા સભ્યો એ વિમલયશને આશીવાદ આપ્યા. સભા વિસર્જન થઇ. વિમલયશ પરદેશી બીડું ગ્રહણ કરીને પોતાના આવાસે આવ્યો. સઘળા સેવકો વિમલયશને ઘેરી વળ્યા અને કહેવા લાગ્યા, હે સ્વામી? આ શું કર્યુ? ચોર આપણને અહિંયા સૈાને ગધેડો બનાવી દેશે. તે કારણે અમને સાને ચોરનો મોટો ભય લાગે છે. અમે આજે અહીં નહિ રહેવાના. સ્વામી! અમે ચાલ્યા જઇશું. વિમલયશે પોતાના મહેલમાં સૌને છૂપાઇ જવા કહ્યું. સેવકોએ તે પણ ના પાડી. સાંજ થતાં સુધીમાં સા મહેલ છોડીને ચાલ્યા ગયા. મહેલ સાવ સૂનો થઇ ગયો. મહેલમાં માત્ર વિમલયશ હતો. વિમલયશે નકકી કરી લીધું કે ચોર હઠીલો છે. તે મારી પાસે ચોકકસ આવશે. અને મને લૂંટશે. રત્નજટીએ આપેલી વિદ્યા અત્યારે ને સહાય કરશે. તો મારે વિદ્યાનો પ્રયોગ કરવો પડશે. આજે બધી. વિદ્યા કામમાં લાગશે. એમ વિચારી રાત્રિમાં મહેલના એક ખૂણામાં બેસીને વિદ્યાને સાધે છે. અદૃશ્ય કરણી વિદ્યાનો પ્રયોગ કરતાં પોતે અદશ્ય બની ગયો. ત્યાં મહેલમાં એકબાજુએ પદ્માસન પર બેઠો છે. ને બાકીની વિદ્યાને સાધી રહયો છે. (૨૫૪) ઢાળ - નવમી (અરિહંત તે જિન વિચરતાજી.-એ દેશી.) પદ્માસન ધરી બેસીયાજી, વિમલજસા ગુણવંત; ૨૫ણી કૃત બહુ દીપિકાજી, સુણી તસ્કર નૃતંત. શુભોદય પુણ્યે સવિ સુખ સાત, દુસ્ટ ટળે ઉતપાત-શુ. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨. બાર ઉઘાડાં મેલીનેજી, એકાકી મહાવીર; તિર્ણ અવસર તિહાં આવીયોજી, તસ્કર કર-ગ્રહી તીર. શુ. ઘર પેસી ધન વિગ્રહીજી, જાય જિયે નિજ ધામ; માંડવિયો તે દેખીનેજી, પૂંઠે નીકળ્યો તામ. શુ. ૩ પુર બાહિર વટ એક છેજી, દૂર અછે ગૂઢ ઠામ; તાસ અધસ્તન ભુંયરુંજી, ચો૨-તણું તે ધામ. શુ. ૪ ચોર પેશી ભુંયરા- મુખેજી, દેવે સિલ્લા જામ; વિમલજસા વિદ્યા બલેજી, પેસી પૂંઠે તામ. શુ. પ ચોર કહે. ગૃપ-કુમરીનેજી, તું કહેતી હતી જે; માંડવિયો બલી માહરીજી, સાર કરસ્યું તેહ. શુ. ૬ તાસ આજ ઘર લૂંટીયુંજી, ભાગ્યું તસ બલ સાર; તે કારણ તુઝને કહુંજી, થાય હવે મુઝ નાર. શુ. ૭ કર્ણ-વિદગ્ધ વચન સુણીજી, કહે સા જીવિત મર્ણ; હોયે પણ મુઝને હજયોજી, માંડવિયાનું શર્ણ. શુ. ૮ ચોર સુણી ક્રોધારુણેજી, મારણ ધાવે રે જામ; કુંજર શત બલ આદરીજી, માંડવિયો કહે તામ. શુ. - ૨ે પાપી! તું શું કરુંજી, અબલા ઉપર જોર; સાદ સુણી! ચિત્ત ચમકિઓજી,કુણ મુઝ મંદિર ચોર. શુ. ૧૦ યુદ્ધ કરણ તસ્કર સજ્યોજી, તવ માંડવિએ રે ત્યાંહી; મુષ્ટિપ્રહારે નાંખીઓજી, બાંધ્યો ઝાલી બાંહી. શુ. ૧૧ કુમરી તસ્કર લેઇ કરીજી, નીકળ્યો બાહિર જામ, ઇણિ અવસર સુણજયો હવેજી, રાય કરે જે કામ. શુ. ૧૨ માંડવિયો નવિ દેખીયોજી, રાજાએ પરભાત, ચિંત હા! ગુણવંતનોજી, ચોરે કીધો ઘાત. શુ. ૧૩ માહરે પણ મરવું સહીજી, એ વિણ જીવવું કાંહી; ઇમ જાણી પુર બાહિરેજી, ચય રચી છે નૃપ ત્યાંહી. શુ. ૧૪ મહાસતી થ્રી સુરસુંદરીનો રામ ૨૫૫ Page #289 -------------------------------------------------------------------------- ________________ ઇણિ અવસર તસ્કર ગ્રહજી, કુમરી સહ ચય જયાંહી; માંડવિયો તિહાં આવીયોજી, આપ્યો તસ્કર ત્યાંહી. શુ. ૧૫ તે દેખી નુપ હરખીયોજી, નિસુણી ચોર વૃત્તાંત, કહે નૃપ માંડવિયા પ્રતિજી, તસ્કરનો કરો અંત. શુ. ૧૬ માંડવિયો કહે સાહિબાજી, એ નર વિદ્યા રે વંત, જેહ તમે હાથે ગ્રહ્યો છે, તે ન મરે ગુણવંત. શુ. ૧૭ ઇમ કહી ચોર છોડાવિયોજી, ઉત્તમ લક્ષણ એષ; ચોરી વ્યસન નિવારીયોજી, દેઈ તસ ઉપદેશ. શુ. ૧૮ સેવક કરી નૃપને દીયોજી, કુમારે તસ્કર તેહ; જે જેહનું ચોર્યું હતું જી, આપ્યું તસ તસ ગેહ. શું. ૧૯ માંડવિયાને ગૃપ દીએજી, રાજય અશ્વ તિરિવાર; ગુણમંજરી પરણી તિહાંજી, વિમલસો કુમાર. શુ. ૨૦ સુરસુંદરીના રાસનો જી, ચોથો ખંડ રસાલ; ભૂપ સજજન શુભ મોદીજી, એ કહી નવમી ઢાળ. શુ. ૨૧ ભાવાર્થ મહેલના એક ખૂણામાં વિમલયશ પદ્માસને અદેશ્ય બનીને બેઠો છે. રાત્રિ હોવાથી મહેલમાં દીવડા ઘણ કર્યા હતા. ચોર આવવાનો છે. એ જાણતાં વિમલશે મહેલમાં દીવાળી ન હોય તેમ અજવાળું કરી દીધું હતું. જયારે શુભ પુણ્ય ઉદયમાં આવે છે ત્યારે સુખશાતા-રુપ કુશળતા વર્તે છે. દુષ્ટ ઉપદ્રવો શાંત થાય છે. મહેલના બધા દરવાજા ઉઘાડા મૂકી દીધા છે. વિમલ્યશ શૂરવીર બનીને એકલો નિભર્ય પણે ચોરની વાટ જોતો બેઠો છે. ચોરને ખબર પડી ગઈ છે કે વિમલશે બીડું ઝડપ્યું છે. મધરાતે પોતાના આવાસેથી નીકળ્યો. વિમલયશના મહેલે પહોંચી ગયો. મહાચોરે આજે હાથમાં તીરકામઠાં લઈને આવ્યો છે. મહેલના બારણા ખુલા હતા. નિર્ભયતાથી આગળ વધ્યો. વિમલયશ શાંતિથી અદશ્ય પણે આ બધું નિહાળી રહયો છે. મહેલમાં ચારે બાજુ જોતાં જોતાં બધાં જ કમરા ફરી વળ્યો. મહેલમાં કોઈ હતું નહિ. તેથી જયાં જેટલું ધન દેખ્યું તે બધું ભેગું કર્યું. સોનું, ઝવેરાત પણ ઉઠાવ્યું. આજે ચોર ઘણો ફાવી ગયો હતો. વિમલયશનો માલ લૂંટીને પોટલું બાંધીને ધીરે ધીરે વિદાય થઇ રહ્યો છે. ચોરના ચહેરા પર અતિ આનંદ છે. મારાથી દરીને વિમલયશ ભાગી ગયો છે. તે ગેરવ લેતો હતો કે વિમલયશ પણ પોતાને પકડી ન શકયો. વિમલયશ બધું જ બરાબર જોઈ રહયો છે. મહેલમાંથી ચોર નીકળ્યો ત્યારે માંડવિયો વિમલયશ પાછળ નીકળ્યો. વિમલયશ વિચારતો હતો કે ચોરે આબાદ સપડાયો છે. અદશ્ય રીતે વિમલયશ ચોરની પાછળ ચાલી જાય છે. નગરની બહાર બંને નીકળ્યા. નગરીની બહાર થોડે દૂર વડનું વૃક્ષ હતું. તે વૃક્ષ નીચે ગુપ્ત સ્થાન હતું. આ ગુપ્ત સ્થાન ઉપર ચોર આવી ગયો. ચારેકોર નજર કરી. પોતાને કોઈ જોતું નથી. વિશ્વાસ થયો કે મને કોઇ અહિંયા દેખતું નથી. મ નીને ગુપ્ત (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #290 -------------------------------------------------------------------------- ________________ સ્થાનના દ્વારની શિલા ખસેડી અંદર ગયો. શિલા નીચે મોટું ભોંયરું હતું. એજ આ મહાચોરનું ધામ હતું. ચોરની પાછળ અદશ્ય વિમલયશ પણ ભોંયરામાં ઘૂસી ગયો. ચોરે શિલાને ખસેડી દરવાજો બંધ કરી દીધો. ચોર સીધો જ રાજકુમારી પાસે પહોંચ્યો. રાજ કુમારી વિચારોમાં અટવાયેલી જાગતી હતી. ચોર કુમારીને કહે- હે દેવી! તું વિમલયશની માળા ગણતી હતી ને! જો આજે તારા વિમલયશનો ભંડાર લૂંટીને આવ્યો છું. મેં આજે તેનું બળ ભાંગી નાંખ્યું છે. એ તો સાવ નિર્બળ નીકળ્યો. મારો સામનો કરવા પણ ત્યાં હાજર નહોતો. તું કહેતી હતી કે મારી સાર કરનાર માંડવીયો બળવાન છે. તે મારી વહારે આવશે. પણ હતો જ નહિ. મારી ભીતિથી કયાંક ભાગી ગયો. બોલ! હવે તારે શું કરવું છે? હું તને મારી ઘરવાળી કરવા લઇ આવ્યો છું. મારી વાત માને છે કે નહિ. કાન દઝાય એવાં વચનો સાંભળી રાજકુમારી ઘણી ગુસ્સે થઇ. આંખો લાલચોળ થઇ ગઇ. ચોરને કહેવા લાગી- રે. પાપી! તારા જેવા દુષ્ટ અને અધમનું વહેલું મોત થઇ જાય એટલું જ મારે કહેવું છે. સળગતા શબ્દો સાંભળીને ચોરને હાડોહાડ લાગી ગયું. ચોર બોલ્યો- “જો! રાજકુમારી! મારી વાત માનવી પડશે. હું તારો સ્વામી છું. તું મારી ઘરવાળી છે એટલે તું મોં સંભાળીને બોલજે. મારી તલવાર નિર્બળ નથી. સમજી''રાજકુમારી કહે- ઓ દુષ્ટ-પાપાત્મા! હું તને પણ કહું છું તું પણ મોં સંભાળી બોલજે. મારે તો એક શરણ માંડવિયા વિમલયશનું છે. એ જીવતાં હોય કે મરેલા હોય તે જ મારો આધાર છે. હું કયારેય તારા શરણે નહિ રહું. તારી તલવાર નિર્બળ નથી. તો ઉઠાવ તારી તલવાર અને ચલાવ મારી ઉપર. તારા જેવાને સ્વામી તરીકે સ્વીકારવા કરતાં મોતને શરણે જવું તે વધારે શ્રેયસ્કર છે. ચિનગારી જેવા શબ્દો ચોરના હૃદયમાં સોંસરવા ઉતરી ગયા. એની અસર આંખ પર થઇ. લાલઘુમ આંખ થતા મ્યાનમાંથી તલવાર ખેંચી કુમારીને મારવા દોડ્યો. વિમલયશનો પડકાર એ જ સમયે પાછળ થી સઘળું જોઇ, સાંભળી રહેલા વિમલયશે પડકાર કર્યો. રે પાપી ! બાયેલા! સ્ત્રી ઉપર તલવાર ઉગામવા તૈયાર થયો છે. શું તારી તેમાં બહાદુરી સમજે છે? મર્દનો પુત્ર હોય તો મારી સામે આવ. વિમલયશ તો તારી પાછળ જ આવ્યો છે. વિમલયશે તે વેળા કુંજર શતબળ વિદ્યાને પણ સાધીને સાથે રાખી હતી. પોતાનામાં સો હાથી નું બળ એકઠું થઇ ગયું હતું.ચાલ! મારી સામે સામનો કરવા. - અદેશ્ય અવાજ સાંભળી ચોર આશ્ચર્ય પામ્યો. મારા ઘરમંદિરમાં કોણ ચોર છે? તેની સાથે યુદ્ધ કરવા ચોર તૈયાર થયો. વિમલયશે મદેશ્ય કરણી વિધા પાછી ખેંચી લીધી. પ્રગટ થયો. તેને જોઇ ચોર ક્ષણવાર તો ડઘાઈ ગયો. વિમલયશના હાથમાં અષાઢી વીર જેવી તલવાર ચમકી રહી છે. એકવાર તો મુષ્ટિપ્રહારે વિમલયશ ચોરને પછાડ્યો. ચોર તો ગભરાઇ ગયો. પણ હિંમત ન હાર્યો. ઊભો થયો. વિમલયશ કહે- રે ચોર! હું ધારું તો તને હમણાં જ ધરતી ભેગો કરી શકું છું. પરંતુ મારે તારી મર્દાનગી જોવી છે. ચાલ ઉઠાવ તારી તલવાર. મહાચોર હવે ખરેખર ધુંધવાયો હતો. સંલવાર લીધી હાથમાં અને દોડયો. વિમલયશને મારવા દાવપંચ ચાલુ થયા. " આ પ્રસંગને નિહાળતી એક તરફ ઉભેલી રાજકુમારીના અંતરમાં આશ્ચર્ય અને આનંદનો પાર નહોતો. બંને વચ્ચે. ત્યાં જ સંગ્રામ થયો. વિમલયશ ચોરની તલવારના બે કટકા કરી નાંખ્યા. અને તેનું કાંડુ પકડી લીધું. વિમલયશના હાથમાંથી છૂટવા ચોરે ધમપછાડા ઘણાં કર્યા. પણ જેના શરીરમાં સો હાથીના બળની શકિત હતી, કયાંથી બિચારો છૂટે? વિમલયશ કહે- તને ઘણો ગર્વ હતો કેમ? મારા જેવો કોઇ બળવાન નથી. પણ હંમેશા શેરને માથે સવાશેર હોય જ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #291 -------------------------------------------------------------------------- ________________ મારી તાકાત તો એટલી છે કે તમે અત્યારે મારી પણ નાંખી શકું છું. પણ હું તેમ કરવા ઇચ્છતો નથી. ચોરે છૂટવા ઘણા પ્રયત્ન કર્યો પણ છૂટ્યો નહિ. કુમારી તો અવાક બનીને આ બધું જોઈ રહી હતી. વિમલયશ ચોરને સખત હાર ખવડાવી. ભોંયરામાં રહેલા દોરડાથી બાંધ્યો. બંધનમાં નાખેલા ચોરને અને રાજકુમારીને લઇ વિમલયશ ભોંયરામાંથી બહાર આવ્યા. જયારે આ બાજુ નગરમાં અંતિમ પ્રહર પૂરો થતાં રાજાને ત્યાં સમાચાર આવ્યા. હે મહારાજા! દરિયાકાંઠે મહેલમાં વિમલયશ નથી. અને તેમના મહેલના ભંડારો માંથી ઘણી મોટી ચોરી થઈ છે. વહેલી સવારે આ સમાચાર વાયુવેગે નગરમાં પ્રસરી ગયા. રાજ દોડતો વિમલયશના મહેલે આવ્યો. વિમલયશને ન જોતાં રાજા ચિંતામાં પડયો. અરે! હા! આ પાપી ચોરે ગુણવંત વિમલયશનો પણ ઘાત કરી નાંખ્યો લાગે છે. હવે મારે પણ જીવી ને શું કરવાનું? મારા પ્રયતો બધાં નિષ્ફળ નીવડયા. હું સાવ નિર્બળ નીવડયો, અન્ય રાજયોમાં મારી પ્રતિષ્ઠાનું પતન થશે. તો હવે મારે મૃત્યુ ને ભટવું પડશે. જીવવા માટે મારે હવે કોઇ ઓવારો નથી.રાજાએ નિશ્ચય કરીને આ આજ્ઞા આપી કે નગરની બહાર અત્યારે એક ચિતા તૈયાર કરાવો. મારે બળી મરવું છે. સૂર્યોદય થતાં તો આ વાત નગરમાં પ્રસરી ગઇ. જનમેદની ગામ બહાર ઉભરાવવા લાગી. રાજા નગરજનો-કર્મચારીઓ પ્રધાન વગેરેને કહેવા લાગ્યા. હું હવે તમારો રાજા થવાને લાયક નથી. તેથી અગ્નિ પ્રવેશ સિવાય મારો કોઈ રસ્તો નથી. આ સાંભળીને સહુના હૈયાં કંપી ઉઠ્યાં. સહુની આંખોમાં આંસુ ઉભરાવવા લાગ્યા. સહુ એકી સાથે બોલી ઉઠયા હે મહારાજ! આવું ન કરો. ન કરો. તમે તો અમારા દેવતુલ્ય છો. તમારો પ્રજા પ્રત્યેનો પ્રેમ અગાધ છે. હે મહારાજા! અમને રઝળતા ન કરો. તસ્કરને અભયદાન આ અવસરે દૂરથી ઘોડા ઉપર આવતો વિમલયશ દેખાયો. એકાએક આનંદ ધ્વનિ ગૂંજી ઉઠયો. રાજકુમારીને લઈને, ચોરને પકડીને વિમલયશ આવતો હતો. સહુની નજર એ તરફ ગઇ. મહારાજા પણ હર્ષ પામ્યા. સર્વના આનંદનો પાર ન રહયો. વિમલયશ ચોરને રાજાની આગળ હાજર કર્યો. રાજાને સોંપ્યો. રાજકુમારી તો પિતાને વળગી પડી. વિમલયશે કહ્યું હું! આપના આશીર્વાદથી બધું કામ પાર પાડીને આવી ગયો છું. સહુને સારા નરસાનું ફળ મળતું જ હોય છે. પ્રાણી છે કે ન ઇચ્છે પરંતુ કર્મ તો તેની પાછળ આવતાં હોય છે. ચોરનો પાપનો ઘડો ફૂટયો છે. રાજા વિમલયશને કહે- આ સળગતી ચિતામાં ચોરને નાંખી ઘો. તેનો અંત લાવી ધો. માંડવીયો વિમલયશ કહે- હે મહારાજા! આપની આજ્ઞા પાછી ખેંચી લ્યો, આ ચોરને મોતની સજા ન હોય. આ ચોર એક સમર્થ વિદ્યાવંત છે. તેણે પોતાની વિદ્યાનો અવળો ઉપયોગ કર્યો છે. તેથી દયાને પાત્ર છે. તે તમારા શરણે આવ્યો છે. જે શરણે આવે છે તેને ક્યારેય ગુણવાન મારતા નથી. આપ ગુણવાન છો. ચોરને અભયદાન આપો. ચોરને તેની વિદ્યાનું સ્વરૂપ સમજવાની તક આપો. વિમલયશની વાત રાજા એ માન્ય રાખી. ચોર બચી ગયો ઉત્તમ પુરુષોના લક્ષણો આવા પ્રકારના હોય છે. ત્યારબાદ વિમલયશ તેને સાચી સમજ આપી. રાજા આગળ હાથ જોડીને ચોરે ચોરી ન કરવાની પ્રતિજ્ઞા લીધી. વિમલશે રાજાનો સેવક તરીકે રાખવાની વાત કરી. ચોર શાહુકાર બન્યો. અને રાજાનો સેવક પણ બની ગયો. ત્યારપછી રાજકુમારીની ક્ષમા માંગી. પ્રજાના હૃદયમાં આનંદ છવાઇ ગયો. ચોરની સાથે રાજના માણસો ગુપ્ત સ્થાનમાં સાથે ગયા. જેનું જેનું ચોર્યું હતું તેનું તેને આપી ઘો. નગરમાં વિમલયશના યશોગાન ગવાઇ રહયા છે. રાજા વિમલયશની વીરતા ઉપર ખુશ થયા. વિમલયશની પીઠ (૨૫૮ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #292 -------------------------------------------------------------------------- ________________ ان است |||||||| A LLLLL {} $$$$$ વિમલયશના લગ્ન, સાત કોડીમાં મળે રાજ, વિમલયશ પહેરે વરમાળ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ચતુર્થ ખંડે નવમી ઢાળ સમાપ્ત * silica-da A BEA થાબડતાં કહે છે - હૈ મિત્ર! તમારા અપૂર્વ સાહસને બિરદાવું છું. આજથી તમે મારા રાજય ના અર્ધા ભાગીદાર છો. અને મારી કન્યાના સ્વામી છો. રાજકુમારી તો વિમલયશને ઝંખતી હતી. અપૂર્વ સાહસ થકી વિમલયશે કુંવરી ને મેળવી. કુમારીના અંતરમાં સ્નેહ ના સરોવર છલકાયા. પ્રીતિના રસઝરણાં ફૂટી નીકળ્યાં છે. રાજાએ ગુણમંજરીના લગ્ન ધામધૂમથી વિમલયશ સાથે કર્યા. મહાસતી ૨ ૨સુંદરીના રાસનો ચોથા ખંડ-નવમી ઢાળ- રાજા સજજન શુભ આનંદમાં મગ્ન બન્યા છે. તે રીતે પૂરી કરી. GAN Neil ilLD-LIN (૨૫૯) Page #293 -------------------------------------------------------------------------- ________________ (દોહરો) રાજય થયું બેનાતટે , સપ્ત કપર્દી સિદ્ધ, પુય બલે સુરસુંદરી, જે બોલ્યું તે કીધ. ૧ અન્ય દિવસ બેનાતટે, સુરસુંદરી ભરતા; પોત વિવિધ ભરી આવીયો, નામે અમર કુમાર. ૨ ભેટ ગ્રહી નૃપને મલ્યો, અમરકુમાર પરિવાર; માંડવિયે તવ ઓલખ્યો, મુખ-ઈગિત- આકાર. ૩ ૧-કોડી ભાવાર્થ : ગુણમંજરીના લગ્ન યવન એક ઉપવન છે. ગુણમંજરીનું વન થનગની રહ્યું છે. ગુણમંજરી વિમલયશને પ્રાણ આધાર સમજે છે. પરણીને સાસરે જવાના કોડ જાગ્યા છે. પિતાએ ધામધૂમથી વિમલ સાથે પરણાવી. નહીવન : શાણમાં ગુણમંજરીએ પગ મૂકી દીધો. થાવન હૃદયમાં આકાંક્ષાઓ ભરી છે. પ્રણયની પચરંગી દુનિયામાં તેણે વસવું છે. પણ. પણ.. વિમલયશ રાજા પાસે મૂકેલી શરતે ગુણમંજરીને પોતાના મહેલમાં રહેવું પડયું છે. તે વિમલયશના મહેલે જઈ શકી નથી. તો સ્વામીનાથ વિમલ પણ તેને મળવા આવી શકયા નથી. ધર્ય ડગવા માંડયું. ઉરના ભાવ વ્યકત કરવા છે. પણ તક મળતી નથી. “ નસીબ કયારે કયાં કેવી રીતે યારી આપે છે ખબર નથી. પુણ્યોદયે વિમલયશ ઉર્ફે મહાસતી સુરસુંદરી પોતાના આવાસે નિરાંતે બેઠી છે. ઉંડા ભૂતકાળમાંથી વર્તમાનમાં વિચારે છે. સાત કોડીએ બેનાતટ નગરનું અર્થે રાજય મેળવ્યું. બાલ્યકાળમાં મારા એ શબ્દો આજે આંખ આગળ સાકાર થઈ ને રહયા છે. સાત કોડી. અમરના શબ્દો... કાનમાં ગુંજી રહયા. પુરુષના વેશમાં હૃદયતો સ્ત્રીનું હતું. તે સ્વામી! આપના બોલાયેલા શબ્દો મારા પુણ્ય મારા જીવનમાં સાકાર બન્યા. હવે.. હવે. તમને મળવાની તમન્ના જાગી છે ખરેખર! માનવી ના અંત:કરણમાં પ્રગટતી આશાઓ અમર પણ હોય છે. અને ક્ષણિક પણ હોય છે. જે આશા પાછળ શ્રદ્ધા અને પુરુષાર્થ હોય તે આશા જીવંત બને છે. એવી જ આશા સતીના હૃદયમાં જીવંત હતી, પોતાની આશાને મૂર્તિમંત કરવા તેણે અપાર સંકટો સહન કર્યા, અને પ્રિયતમના સ્નેહ સ્મરણને હૈયામાં સાચવી રાખ્યું. વિમલયશના વેશમાં સંસારમાં સુખ અને કીર્તિ મેળવવા છતાં સુરસુંદરી પોતાના જીવન મંત્ર-શ્રી નવકારને- તથા જીવને ધન રુપ પોતાના પ્રિયતમને પળ માટે પણ વિસરી શકી નહોતી. એવી એક રાત્રિ ન હોય કે જેમાં તે આંસુ પાડતી ન હોય. દરિયાકિનારા પર રહેલા મહેલના શયનગૃહ તો જાણે આંસુનો ઇતિહાસ હતો. હવે પુણ્યરુપ સોનાનો સૂરજ જીવનમાં ઊગશે કયારે! એની રાહ જોવાતી હતી. આ અવસરે એક દિવસે બેનાતટના દરિયાકિનારે સુંદરીનો પ્રિય સ્વામી વણા મહિનાએ યાત્રા કરી પ્રવાસ ખેડીને આવ્યો છે. રતદ્વીપની સફળ યાત્રા કરીને પોતાના વતન તરફ જતાં અહીં બેનાતટે આવવાની ઇચ્છા નથી. પોતાના વહાણોમાં ભરેલો માલ છે તેનું દાણ ચૂકવીને અહિંથી આગળ જલ્દી જવું છે. પણ અહીંના નિયમના કારણે વહાણ સીધા જઈ શકતાં નહોતાં. અનિચ્છાએ પણ અમરકુમાર વૃદ્ધમુનિમજીના કહેવાથી રીઝવવા ભેટયું લઈને રાજદરબારે આવ્યો. પરિવારથી યુકત અમરકુમારે રાજાના ચરણે નજરાણું મૂકયું. રાજાની પાસે બેઠેલો માંડવીયો મુખના અણસારે ઓળખી ગયો. અંતરના ઊંડણમાં આનંદની લહેર આવી ગઈ. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #294 -------------------------------------------------------------------------- ________________ ઢાળ-દસમી (ધવલ શેઠ લેઈ ભટણું. એ દેશી.) અમરકુમર ગ્રહી ભેટણું, આવ્યો નરપતિ પાસે રે; માંડવિયે તવ ઓળખ્યો, પામ્યો ચિત્ત ઉલ્લાસ રે. અમર. ૧ નિજ સેવકને ઇમ કહે, એ વ્યવહારી જાઠો રે; એહની વસ્તુમાં આમલો, તિણે જઈ પાડો ભૂંઠો રે. અ. ૨ ભૂપને જઈ ઇણિપરે કહી, લાવો માહરી પાસે રે; સેવક જઈ નૃપને કહી, આણ્યો વિમલજસ પાસે રે. અ. ૩ પોત સયલ લૂંટી કરી, નિજ ઘર વસ્તુ ભરાવે રે; ચોર ચોર કહી દિનપ્રતે, સયલ મલી બીવરાવે રે. અ. ૪ નિજ સેવકને ઇમ કહે, બીહાવજો કહી ચોર રે; પણ નવિ કોઇ મારશો, કરજો વયણે જે રે. અ. ૫ હવે દિન દિન બીહાવતા, વિમલસ-ભટ તેહને રે; જીવતો ઉઠીશ કિણિપરે, જોખમ છે તુઝ દેહને રે. અ. ૬ જાતિ વણિક થઇ શું કરી? ચોરી તે સુણ શેઠ રે; ચોર નો કોઇ ધણી નહિ, કોપ્યો સાહિબ ઠેઠ રે. અ. ૭ એક દિવસ પડ્યો ધ્રાસકો, અમરકુમારને ત્યાંહી રે; ઉઠી ન શકે બાપડ, મૂછ ગત તનમાંહી રે. અ. ૮ શીતલ વાયુ પ્રચારથી, સચેત કર્યો તિરિવારે રે; ચિંતે પૂરવભવ કર્યા, આવ્યાં પાપ સમકાળે રે. અ. ૯ અમર કહે સાહિબ! સુણો, હું છું તુમ આધીન રે; મયા કરી મુઝ જીવતો, મૂકો ધન ગ્રહી દીન રે. અ. ૧૦ માંડવિયો તવ ઇમ કહે, તો તુઝ છૂટકો થાવે રે; શેર સવા ધૃત તું યદા, મુઝ પગતલમેં સમાવે રે. અ. ૧૧ કપટ પછેડી ઓઢીને, માંડવિયો તવ સૂતો રે; પગતલ તાસ લાંસતો, અમરકુમર ધૃત જુતો રે. અ. ૧૨ દોય પ્રહર પગ ચોળીયા, પણ ધૃત જબનવિ નીઠું રે; ચિંતી ચિત્ત મુખ માંડીયો, પીવા કારણ મીઠું રે. અ. ૧૩ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #295 -------------------------------------------------------------------------- ________________ માંડવિયે તવ ઝાલીયો, કહે શું કરે અઘોરી રે; લઘુપણાથી શીખીયો, એહ વ્યસન તું ચોરી રે. અ. ૧૪ ચોથે ખંડ એ કહી, ઢાળ દશમી સુવિશાલે રે; વીર કહે બંધન-થકી, છૂટશે આગલી ઢાળે રે. અ. ૧૫ ૧-મસળતો. ર ૦૪ . actor વિમલયશ ચિંતામાં.... દરિયાકિનારે રાજમહલ, ચિંતા કરે વિમલયશ (મહાસતી શ્રી સુરસુંદરીમો રાસ) Page #296 -------------------------------------------------------------------------- ________________ અમરકુમાર નું આગમન ભાવાર્થ : રાજદરબાર ભરાયો છે. રાજા સિહાંસને આરુઢ છે. રાજપરિવાર યોગ્ય સ્થાને ગોઠવાયો છે. તે અવસરે વહાણવટી અમરકુમાર ભેટલું લઇને રાજદરબારે આવ્યો. રાજાના ચરણ પાસે ભેટણું મૂકયું. માંડવિયો વિમલયશ ઓળખી ગયો. તે સિવાય અહીં તેને ઓળખનાર કોઇ જ હતું નહિં. અહીંનું વાતાવરણ અમરને દઝારતું હતું. પોતે ગુમાવેલી સુરસુંદરીનું સ્મરણ સતાવ્યા કરતું હતું. જેમ જેમ વહાણો દેશ તરફ ગતિ કરતાં હતાં તેમ તેમ તેના હૈયામાં સુરસુંદરી વધુ વધુ યાદ આવતી હતી. ઘેર પહોંચ્યા પછી પિતાજીને આગળ શું કહેવું? મારા મહાપાપનો પશ્ચાતાપ કોની આગળ કરવો? આવા અનેક પ્રશ્નોએ તેના હૃદયને ખળભળાવી મૂકયું હતું. તેથી તેનું મન ઉદ્વિગ્ન હતું. સાગરના કોઇ કિનારે થોભવું નહોતું. તણે તો તેના દેશમાં જલ્દી પહોંચવું હતું. પણ નસીબે બેનાતટના રાજદરબારે લાવી મૂકી દીધો. વિમલયશ ઓળખી ગયા. પોતાના હૈયામાં આનંદ થયો. બીજી પળે પોતાના સેવકને કહી દીધું કે આ વેપારી જુઠ્ઠો છે. તેના વહાણોની જપ્તી કરી લ્યો. તેને ભોંઠો પાડીને રાજાને કહો કે આ વેપારી તદન ખોટો છે. ત્યારપછી તેને મારી પાસે મારા આવાસમ લઇ આવો. વિમલયશની આજ્ઞા પ્રમાણે સેવક કામ કરીને વેપારીને વિમલયશ પાસે લઇ આવ્યો. તરત વિમલયશ પોતાના આવાસે પહોંચી ગયો. સ્વામીની પ્રતીક્ષા કરતી સુરસુંદરી ઉર્ફે વિમલયશ સ્વામીની દશા જોઇને સતી પામી ગઇ હતી. સ્વામી સુખી નથી. આ વિચારે તેના હૈયામાં આબુનો વેગ ઉછળ્યો. મહામહેનતે તે હૈયાના વેગને રોકીને સ્વસ્થ થતાં સેવકને બોલાવ્યો. આવેલ વેપારી અમરકુમારના બધા જ વહાણોની ચોકસાઇથી તપાસ કરો. અને બધો જ માલ લૂંટીને મારા મહેલની પાછળ રહેલા ઓરડામાં ભરાવી દ્યો. વળી તે વેપારીને કહો કે ‘ તમે ચોર છો’ આ રીતે એને વારંવા કહીને એને ભયભીત કરી દ્યો. પણ? છતાં કોઇએ તે વેપા૨ીને મારવાનો નહિં. વચન વડે કરીને સતાવવો પણ, મારવું નહિં. આ મારી કડક આજ્ઞા છે. આ પ્રમાણે અહિંયા પણ આજ્ઞા કરીને વિમલ પોતાના શયનખંડમાં ચાલ્યો ગયો. પથારી ઉપર પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તેનું મન કહે છે ‘‘સુરસુંદરી-સુરસુંદરી'' આજ રુદન શા માટે! આજ તો તારી જીવંત આશા ફળી છે. રુદન શા માટે આવે છે? કેમ! રડવું ન આવે? ભૂતકાળના પ્રસંગો શું સામાન્ય હતા? સાત કોડીનો કંપાવનારો પ્રસંગ શું ભૂલી શકાય તેવો હતો? કઇ સ્ત્રીને આ પળે રડવું ન આવે? સતીના હૈયાની આશા વીણાના સૂર-આજે રુદન વચ્ચે ગૂંથાયા હતાં. સતીને આંખે શ્રાવણ-ભાદરવો હતો. તેની પથારી ભીની થઇ ગઇ હતી. એકાદ નાની ચિનગારીથી દારુખાનું સળગી ઉઠે,તેમ સતીના હૈયા વચ્ચે દટાએલા વિચારો એકસામટા પ્રજ્વળી ઉઠયાં. ‘‘વિમલયશ’’? આજ તને શું થયું છે? યક્ષદ્વીપમ તને નિરાધાર મૂકીને ચાલ્યો ગયેલો સ્વામી આજ આંગણે આવ્યો છે. જે આશા ખાતર તે અપાર સંકટો સહન કર્યા હતા, તે આશા આજ જીવંત બનીને સામે આવી છે. તું શા માટે દુઃખી થાય છે? સુરસુંદરીના ઉછરેલા વિચારો કોઇ જાણી ૨ કતું ન હતું. આંસુ ગમે તેવા જખ્મી હોય. પરંતુ હૈયાનો ભાર હળવા કરવાનું પુણ્ય કામ તો જરુર કરે છે. આ બાજુ જયારે માંડવિયાના માણસો અમરકુમારને હેરાન કરી રહયા છે. હે શેઠ! તમે મોટું જોખમ ખેડયું છે. જીવતા ઘરે કેવી રીતે પહોંચશો. અમર આ વાત સાંભળી વિચા૨ે કરે છે, મેં કોઇ મોટો ગુનો કર્યો નથી. ને આ લોકો એ મને ગુનેગાર બનાવ્યું છે. વળી સેવકો સતાવી રહ્યા છે. શેઠ! જાતિએ વાણિયા છેા. અને ચોરી શા માટે કરી? ચોરનો કોઇ ધણી નથી. પણ અમારો શેઠ તમારી ઉપર ગુસ્સે થયો છે. મહાસતી શ્રી મુરસુંદરીનો રાસ (૨૬૩) Page #297 -------------------------------------------------------------------------- ________________ સેવકોની વાત સાંભળી અમરકુમારના હાંજા ગગડી ઉઠયા. ધ્રાસકો પડયો. ચોરી કરી નથી. છતાં ચોરીનો આરોપ આવ્યો છે. બિચારાને કયાં ખબર છે કે મને આ લોકો સતાવે છે. તે તેમના શેઠના કહેવાથી. ચોર ચોર શબ્દોને સહન ન કરી શકતો અમર મૂર્છિત થઇ ગયો. સેવકે શીતળ વાયુ અને પાણી સિંચનથી ભાનમાં લાવ્યો અમર વિચારી રહયો છે. મારા પૂર્વભવના પાપો ઉદયમાં આવ્યા છે. અમરને ઊભા થવાની પણ તાકાત રહી નથી. સેવકો ઊંચકી ને વિમલયશ પાસે લઇ આવે છે. તે જ અવસરે વિમલયશ પોતાના શયનખંડમાં મોઢું ધોઇ સ્વસ્થ ઇ જકાતખાતાએ આવ્યો. વિમલયશ હૈયું કઠણ કરીને આવ્યો હતો. સામે અમરકુમાર બેઠો છે. વિમલયશને અમરકુમારની સામે જોતાં આંખે અંધારા આવવા લાગ્યા. અમરકુમારના વદન સામે જોઇ ન શકયો. વદન કરમાયેલું હતું. નયનોમાંથી તેજસ્વિતા કયાં? વિમલયશ વિચારી રહયા છે. સ્વામીની અવદશા કેવી! નવયૈાવનની લાલી કયાં છૂપાઇ ગઇ? પુણ્યશાળી શ્રેષ્ઠીપુત્રનો સુંદર દેહ કેવાં કરમાયેલો જણાય છે. અમરના વિચારમાં ખોવાયેલા વિમલયશને સેવકે જાગૃત કર્યો. સ્વામી! આપની આજ્ઞા અનુસાર ચંપાનગરીના વેપારી અમરકુમારને લઇ આવ્યા છીએ.હે સાહેબ! નહીં આવવાની તો ના પાડતા હતા. વિચારના વમળમાં અટવાયેલો વિમલયશ સ્વસ્થ થઇ ગયો. બોલ્યો- હા! હા! લઇ આવ્યા વેપારીને! ઠીક! આગળ ન બોલી શકો. અમરકુમાર હાથ જોડીને માંડવીને કહે છે- હે સાહેબ! હું તો અત્યારે ઘણો દુઃખી છો. મારા જેવા દુઃખી માણસને શા માટે વધુ દુ:ખી કરો. મારે વતન જવાની ઉતાવળ છે. મહેરબાની કરીને મને જીવતો મૂકો. તમારે જોઇએ તેટલું ધન વહાણમાંથી લઇ લ્યો. બિચારા અમરને શી ખબર! મારી સુરનું મિલન મધુરું હોવા છતાં અધૂરું છે. પોતે સુરસુંદરીને ઓળખી શકયો નથી. વતનની વાટે જવા માટે વિમલયશને કરગરીને વિનંતી કરી રહયો છે, ત્યારે વિમલયશ અત્યારે કઠોર બની ગયો છે. હૈયું કોમળ છે. હવે સ્વામીને જવા દે ખરી. મુખ સુધી કોળિયો આવ્યો તો કં.ઇ જ ન જવા દે. વિમલયશે જવા માટે રજા ન આપી. અમર વળી પાછો બેભાન થઇને ત્યાં ઢળી પડયો. વિમલે પોતાના ઓરડામાં સેવક પાસે અમરને સુવડવ્યો. તેની સેવામાં લાગી ગયો. વળી અમર ભાનમાં આવ્યો. અમરે જવાની રજા માંગી. વિમલયશ કહે- તમારા વહાણની ચકાસણી કર્યા વિના અન્યાયની જકાત અમારે લેવાય નહિં અને ત્યાં સુધી ત તારાથી જવાય પણ નહિ. શેઠ! તમને અહીં શું દુઃખ છે? તમે અમારા કેદી નથી. અમારા મહેમાન છો. હું તમને દુ:ખી હિ કરું. ત્યારપછી અમરકુમારની સેવામાં દાસીઓને મૂકી દીધી. પોતે બહાર ચાલ્યો ગયો. સાંજ પડવા આવી. અમરને જવાની રજા ન મળી. r રાત પડી. વિમલયશે અમરકુમારની સૂવાની વ્યવસ્થા પોતાના કમરામાં કરાવી. બંનેને ઉંઘ આવતી નથી. વિમલયશની રાત વિમાસણને વિચારોમાં વીતે છે. જયારે અમરકુમારની વાત રડવામાં વીતે છે. સવાર થતાં પ્રાતઃકાર્ય પતાવીને અમરકુમાર વિમલયશને મળવા માટે આવ્યો. કહે છેઃ- હે સાહેબ! મારી પ્રાર્થના સ્વીકારો! વિમલે પૂછ્યું- કહો શું કામ છે? અમરકુમારે કહ્યું :- મારા જેવા મનના દુઃખીને શા માટે રીબાવો છો? વિમલ કહેઃ- હું આપને દુ:ખ આપતો હોય તેવું મને લાગતું નથી. અમર કહે :- આપ તો મોટા માણસ છો. મારા હૃદયમાં પળે પળે અત્યારે તો સેંકડો તીર ભોંકાય છે. મારે કોઇપણ ભોગે મારા વતનમાં જલ્દી પહોંચવું છે. મને કયાંય ચેન પડતું નથી. આપ કૃપા કરીને મને | મુકત કરો. આમ અધવચ્ચે શા માટે આફત ઊભી કરો છો? આપ કહો તે જકાત ચૂકવવા તૈયાર છું. શેઠ જરા દયા કરો. વિમળે કહ્યુંઃ- દયા! પુરુષોના હૃદયમાં દયા નથી હોતી. દયાનું સ્થાન સ્ત્રીના હૃદયમાં હોય છે. અમે આ રીતે દયા કરવા બેસીએ તો જકાતખાતાને દેવાળું જ કાઢવું પડે. અહીં તમને કોઇ વાતનું દુઃખ છે? અમર કહે :- જે દુ:ખ હોય તે મારો આત્મા જાણે છે ને સમજે છે. શું મારા માટે મુકિતના કોઇ બીજો માર્ગ નથી? વિમલયશના હૈયામાં કુતુહલ જાગ્યું -હસીને કહ્યું ‘‘મિત્ર; મુકિત માટે તમે ખુબ જ અધીરા બન્યા છો. મને લાગે છે(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૬૪) Page #298 -------------------------------------------------------------------------- ________________ તમે નવજવાન છો- તેથી પ્રેમાળ પત્નીને મળવાની ઝંખના તમારા પ્રાણને મુંઝવી રહી લાગે છે? ચાલો! જે હોય તે પણ હું તો તરંગી પુરુષ છું... પણ.. હા.. તમારી મુકિતનો એક વિચિત્ર માર્ગ દેખાય છે. અમરકુમારના હૃદયમાં પત્ની સંબધનો પ્રશ્ન હૈયા સોસરવો નીકળી ગયો તેનો જવાબ તે આપી શકતો નથી. પણ આટલા જવાબ આપ્યો :- મુકિત? અહીંથી છૂટા થવાય તેનો માર્ગ કૃપા કરીને બતાવો. વિમલ કહે- શરત વિચિત્ર છે- અમર કહે - ભલે વિચિત્ર હોય પણ મને તો તે કબૂલ છે: વિમલયશ ગંભ ૨ થઇ ને કહ્યું - “ જુઓ મિત્ર! હું ઘણા વખતથી ભયંકર દર્દથી પીડાવું છું. તે દર્દને દૂર કરવા મેં ઘણા વૈદ્યને બતાવ્યું તેમાં એક વયોવૃદ્ધ અનુભવી વૈધે કહ્યું - તમારા તળિયામાં સવાશેર ગાયનું ઘી કોઇ ઘસી આપે તો તમાર દર્દ મટે. બે લો શેઠ! મારી શરત મંજૂર છે? ઘી ઘસી આપશો! જો ઘી ઘસી આપશો તો તમને તરત છૂટી આપવામાં આવશે. વળી જકાત પણ માફ કરી દેવામાં આવશે. અમર કહે- તમારી આ સામાન્ય શરત મને મંજુર છે. કહો ક્યારે ઘી ઘસવા બેસું? વિમલયશ કહે - અત્યારે જ તમારી શરતને પૂરી કરી શકો છો! અમર ઘી ઘસવા માટે તૈયાર થયો. વિમલની બધી જ શરતને મંજુર કરી વિમલશે તરત દાસી દ્વારા સવાશેર ઘી મંગાવ્યું. અને પોતે પથારીમાં બેસી ગયો. વાટકીથી ઘી ઘસવા લાગ્યો. ઘી ઘસે અમરકુમાર, (સુરસુંદરી) વિમલયશ મનમાં મલકાય (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #299 -------------------------------------------------------------------------- ________________ વાહ! સુરસુંદરી! તારા તરંગ.? તારી આ વિચિત્ર શરત પાછળ કોઇ આશય ખરો? બુદ્ધિશાળી સુંદરી છે. તેનું એક એક કામ બુદ્ધિ પૂર્વક કરતી હતી. થોડીવારમાં વિમલે ખોટી ખોટી નિદ્રા શરુ કરી. નસકોરાં ચાલુ થયા ઊંઘતો નર બોલે જાગતો ન બોલે. અમરકુમારને હવે સમજાયું કે આટલું ઘી તો પંદર દિવસ પણ પગના તળિયામાં ન ઉતારી શકાય. બે પ્રહર સુધી એક સરખું ઘી ઘસ્યું. પણ કેટલું ઘસાય? અમર ઘી ઘસતાં થાકી ગયો. વિમલયશના મુખ સામે વેધક નજરે જોઇ લીધું. વિમલ ઘસઘસાટ ઊંધતો જણાયો. ઘી પતે તેમ નથી. શું કરવું? શું ઘી પી જવું? વિમલ સામ જોયું. અને ઘીનું પાત્ર ધ્રૂજતા હાથે લઇને મોં સુધી લઇ ગયો. ખોટી નિદ્રા લેતાં વિમલયશે તરત આંખ ખોલી. અમરનો હાથ પકડી લીધો. હસતાં હસતાં કહેવા લાગ્યો - રે શેઠ! આ શું કરો છો? વેપા૨ી કાવાદાવાન પ્રપંચમાં ખૂબજ કુશળ લાગો છો. બાલ્યકાળથી ચોરી કરવાનું શીખ્યા લાગો છો. તમે દગાથી કોઇના જીવનની હારજીત તો નથી કર્ર ને? વિમલયશના મર્મવચનો અમરના હૈયાની આરપાર ઉતરી ગયા. બાલ્યકાળનો ભૂતકાળ.. સુંદરીના છેડે થી છોલી સાત કોડીનો પ્રસંગ આંખ આગળ તરવરી રહયો છે. વળી હારજીતના વચને યક્ષદ્વીપ છોડેલી પોતાની પત્ની તે પ્રસંગ પણ આંખ આગળ આવી ગયો. અમર અહીં પળે પળે પોતાની પત્નીના સ્મરણોમાંથી વર્તમાનમાં પસ્તાવો કરી રહયો છે. વળી વિમલે કહ્યું શેઠ? આપણી શરતનો ભંગ થયો છે. તમારે છૂટવાનો જે રસ્તો હતો તે તમારા હાથથી બંધ થયો છે. તેથી તો રાજયના કાયદા અનુસાર જે રીતે થતું હશે તે રીતે થશે. ને તરત વિમલયશ પલંગમાંથી ઊભો થઇને બહાર આવી ગયો. અમરકુમાર ઝંખવાણો પડી ગયો. તેની આંખમાં આંસુ ઉભરાયાં. ત્યાં જ બેસી રહયો. કંઇક સ્વસ્થ થતાં ઊભો થયો. બહાર જઇને વિમલ સેવકોને કહ્યું કે પરદેશી વેપા૨ીને રહેવા માટે બાજુમાં રહેલા કમરામાં વ્યવસ્થા કરો. સેવક તરત વિમલયશના કમરામાં ગયો. શેઠને બીજા ખંડમાં પોતાની સાથે સાથે લઇ ગયો. પોતાના સાહેબની નાજ્ઞા કહી કે રજા ન આપે ત્યાં સુધી તમારે અહીં રહેવાનું છે. અને સેવામાં બે પરિચારિકા મૂકીને સેવક બહાર ચાલ્યો ગયો. અમરકુમાર ઓરડામાં આંટા મારે છે. સમય પૂરો કેમ થાય? સાંજ પડવા આવી. વિમલયશ કામ પતાવીને પોહાના શયનખંડમાં આવ્યો. અમરના આંસુ જમીન ઉપર સુકાયા નહોતાં. વિમલે તે જોયાં. વિમલ ના હૈયામાં કંપારી છૂટ . હૃદયમાં પ્રલયતાંડવનું ગર્જન થયું. આવા સમયે હૃદયની સ્થિતી કેવી હોય છે તે કહેવું કઠણ છે. ચિત્રને શબ્દોમાં વર્ણન કરી શકાય નહિં. જે કલ્પના કરીએ તે કરતાં સો ગણી વેદના માત્ર અનુભવ ગમ્ય છે. સંધ્યા વેળા થવા આવી. ૫ તાના શેઠ વહાણ ઉપર ન આવ્યા. રાહ જોઇને છેવટે શેઠના મુનિમજી તપાસ માટે આવ્યા. સેવકે મહેતાજીને સમાચાર આપ્યા. અમરકુમારને સાહેબની નજરનીચે રાખ્યા છે. તમે તેમને કોઇ મળી શકશો નહિ. આથી અમરકુમારને પણ ઘણું દુઃખ થયું. પરિચારિકા શેઠને જમવા માટે બોલાવવા આવી. અમર જમવા પણ ન ગયો. ખંડમાં રડતો હતો. સેવામાં રહેલી પચિારીકા પણ આ દશ્ય જોઇ રહી હતી. વિમલયશ રાજયના કામે રાજા પાસે ગયો. મહેલમાં આવતાં રાત પડી. સેવકને સમાચાર પૂછયા કે પરદેશી વેપા૨ી શું કરી રહયા છે? શેઠને માટે ભોજનની વ્યવસ્થા કરી છે. સેવકે કહ્યું- સાહેબ! આપના ગયા પછી વેધારી તો વારંવાર રડ્યા કરે છે. પરિચારીકા જમવા માટે ઘણું કહ્યું. પણ શેઠ જમ્યા નથી.વિમલયશના વેશમાં સુરસુંદરીના હૃદયમાં શેઠ ન જમ્યા તેની અકથ્ય વેદના થઇ રહી છે. સેવકને પૂછયું:-અત્યારે શેઠ કરે છે શું? ‘‘બેઠા છે’’ એમને હો કે વિમલયશ આવી ગયા છે. મળવું હોય તો આવે. આ પ્રમાણે વિમલયશે સેવકને બોલાવવા માટે મોકલ્યો. પોતે પોતાના કપડાં બદલીને વિરામ આસન ૫૨ અમરકુમારની રાહ જોતો બેઠો છે. (૨૬૬ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #300 -------------------------------------------------------------------------- ________________ સેવકે પરિચારિકાને બોલાવી ને કહ્યું પરદેશી શેઠને કહો કે શેઠ બોલાવે છે. પરિચારિકાએ અમરકુમારને સમાચાર આપ્યા. સાહેબ આવી ગયા છે. આપને મળવું હોય તો બોલાવે છે. આપની રાહ જોઇ રહયા છે. અમર ઉઠ્યો. સ્વસ્થતા પ્રાપ્ત કરવા હાથપગ ધોઇને મોં પણ બરાબર ધોઇને તરત વિમલયશ પાસે આવ્યો. આ પ્રમાણે સુરસુંદરીના રાસની આ ચોથા ખંડને વિષે વિશાળ એવી આ દસમી ઢાળમાં શેઠ સકંજામાં સપડાયા છે. બંધનમાં રહેતા શેઠને હવે કેવી રીતે વિમલયશ છોડશે. તે અધિકાર હવે પછીની આગળ ઢાળમાં કહેવાશે. ચતુર્થ ખંડે દસમી ઢાળ સમાપ્ત ⭑ ⭑ (દોહરા) લઘુપણાથી શીખીયો, હજીય ન ગઇ તુઝ ટેવ, જીવિશ કિમ હવે ઇમ સુણિ, લહી મૂર્છા તતખેવ. ૧ શીતલ વાયુ પ્રચારથી, સ્વસ્થ કરી તિણિવાર, વિમલજસા પૂછે તદા, પૂર્વ-તણો અધિકાર. ર વિમલ અમરની મીઠી મુંઝવણ ♦ માંડવી વિમલયશના આવાસમાં પરદેશી વેપારી અમરકુમાર માનસિક પીડાને વેઠી રહયો છે. વિમલયશે પોતાના ખંડમાં આવવા માટે સેવકને આજ્ઞા કરી. અમરકુમાર ભારે હૈયે પગ ઘસડતો વિમલયશ પાસે આવ્યો. અમરના મ્લાન વદન સામે જોતાં કહ્યું- પ્રવાસી શું નિદ્રા નથી આવતી? અત્યારે મળવા માટે ખાસ મેં બોલાવ્યા છે. અમર નીચી નજરે વાત સાંભળી રહ્યો છે. જવાબ શું આપે? શબ્દો જડતાં નથી. ઘી પી જવાનો ગુનો કરતાં પોતે હવે કોઇપણ ભોગે છૂટી શકે તેમ નથી. વિમલયશ ક :- શેઠ દેખાવમાં ભલા લાગો છો પણ આ ચોરી નું વ્યસન બાલપણાથી શીખ્યા હોય તેવું લાગે છે. જો આ ટેવ સુધાી હોતતો અત્યારે આ દશા નહોત. વિમલના વચનો સહન ન થયા. મુંઝાએલો અમર વિચાર માં છે હવે જીવાશે કેવી રીતે! આ છોડશે નહિ, મારે રહેવું નથી. ને આ વિચાર આવતાં અમર બેહોશ થઇને ઢળી પડયો. વિમલયશનું હૈયું હાથમાં ન રહયું. પોતે અને સેવકો થઇ ને તત્કાળ હોંશમાં લાવવાના પ્રયત્નો કર્યા. શીતળ પવનને ઉપચારોથી અમરકુમાર ભાનમાં આવ્યો. થોડીવારે સ્વસ્થ થયો. વિમલયશે પોતાની પાસે બેસાડયો. મિત્ર! શા માટે મુંઝાવો છો તમને હેરાન નહિ કરું. દુઃખી પણ નહિ કરું. તમારા માલની તપાસ કર્યા પછી તમને રજા આપીશ. અમરકુમાર હેઃ- મહાશય! દેખાવમાં દેવ જેવા લાગો છો. પરંતુ મને શા માટે પજવો છો. મારી આ સ્થિતિ મૃત્યુ સમી લાગે છે. કૃપા કરીને મને મુકત કરો. વિમલયશે મંદ હાસ્ય સાથે કહ્યું. આપ તો ઘણા કુશળ છો. આવા રમણીય સ્થાનમાં મૃત્યુની સંભાવના કેવી? તમારી સેવામાં મેં જરાયે કચાશ રાખી નથી. છતાં આવો ભયંકર આક્ષેપ કરો એ શી રીતે માની શકાય! દયાજનક સ્થિતિ જોઇને વળી વિમલયશે પૂછ્યું. મિત્ર! માનસિક દર્દ થી પીડાવ છો. હું તમારો સાહેબ નથી. અત્યારે એમ સમજો. એક મિત્ર તરીકે મને માની લ્યો. તમારા હૈયામાં ઘોળાતી વાતને ખુલ્લા દિલથી મારી આગળ કહો. જવાની શા માટે ઉતાવળ છે? (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૬૭) Page #301 -------------------------------------------------------------------------- ________________ ઢાળ- અગિયારમી (સાહેલાં હે -એ દેશી.) સાહેલાં હે, ચંપાપુરી મુઝ ઠામ, ઇભ્ય ધનાવહ મુઝ પિતા હો લાલ; સાહેલાં છે, ભૂપ-સુતા મુઝ નારી, ઉભય જણા લઘુવય હતાં હો લાલ. ૧ સાહેલાં હે રમતાં કિસહિક વાત, હંસ ગ્રહયો મેં ચિતમાં હો લાલ; સાહેલાં હે, વિણ અપરાધ વિદેશ, સા મેલી મેં દ્વીપમાં હો લાલ. ૨ સા. નિર્માનુષ જલમાંહી, અબલા શું કરતી હશે? હો લાલ; સા. મુઝને પણ કુબુદ્ધિ, આવી તિહાં વિધિના વિશે હો લાલ. ૩ સા. માંડવિયો કહે તુઝ, નાવી દયા તિણે અવસરે હો લાલ; સા. ઇમ નિસુણી તે શેઠ, કરતો રુદન ન ઓસરે હો લાલ. ૪ સા. સ્ત્રી હત્યા મેં કીધ, વિશ્વાસઘાતી થયો હું લાલ; સા. આજ સકલ કૃત પાપ, મુઝને બહાં પ્રાદુરભયો હો લાલ. " સા. માંડવિયો કહે તુઝ, નારી હતી રુપે કિસી હો લાલ; સા. તે કહે ગુણ શુભ વંદ, રંગ રુપે અપરાજિસી. હો લાલ. ૬ સા. ન ઘટે મુઝ મુખ એહ, સ્તવના કરવી રમણી તણી હો લાલ; સા. પંચાખ્યાન પ્રણમાણ, પણ મુઝ સાંભરે સા ઘણી હો લાલ. ૯ સા. સન્મુખ ગુરુ થુણંત, સેવક કામ વેલા લહી હો લાલ; સા. પુત્ર મૃતે થુણંત, નારી મૂએ પણ નવિ કહી હો લાલ. ૮ સા. પણ શું કરું મહારાજ, વજબંધન પ્રીતી હતી હો લાલ; સા. રુપ અનોપમ અંગ, પુણ્ય પનોતી સા સતી હો લાલ. ૯ સા. માંડવિયો કહે તુઝ, નારી-વાર્તા કો કહે હો લાલ; સા. તું શું કરે ગુણતાશ, ચિત હર્ષ કે'તો લહે હો લાલ. ૧૦ સા. શેઠ કહે વિણ પુણ્ય, કિહાં થકી સા મુઝ મલે હો લાલ; સા. માંડવિયો કહે નારી, મલે પણ તુમ ચિત્ત નવિ હલે હો લાલ. ૧૧ સા. સાંભળ મુઝ એક વાત, વિપ્ર હરિદત્ત એક પૂરે હો લાલ; સા. કરે કૃષિ પણ કાંઇ, ન ફલે તવ ચિંતા કરે હો લાલ. ૧૨ (મહાસતી શ્રી સુરસુંદરીનો રસ) Page #302 -------------------------------------------------------------------------- ________________ સા. ઉસ્મ-ઋતુ ને કાલ, એક દિન ખેત્ર-તરુ-તલે હો લાલ; સા. બેસી કરે વિચાર, કિમ મુઝ ખેત્ર નવિ ફલે હો લાલ. ૧૩ સા. ઇણિ અવસર તિણે ઠામ, દરમાં અહિપતિ દેખીયો હો લાલ, સા. મન ચિંતે એ દેવ, ખેત્ર-તણો છે શેષીયો હો લાલ. ૧૪ સા. નવિ પૂજયો મેં તેણ, કારણે કરસણ નવિ ફલે હો લાલ; સા. ચિંતી સરાવલા માંહી, બલિ બકુલ દવે આગલે હો લાલ. ૧૫ સા. વેદ સુણાવે વિપ્ર, ઘેર ગયો ઇણિપરે કરી હો લાલ; સા. આવી નમીય વિભાત, પન્નગ બહુ ભકિત ધરી હો લાલ. ૧૬ સા. દીઠાં પાંચ દીનાર, શરાવવામાં તિણે સવે હો લાલ; સા. વિક્રય કરી ગ્રહી ગાય, તમ પય દ્વિજ અહિને હવે હો લાલ. ૧૭ સા. દિન પ્રતે પાંચ દિનાર, વેદ સુણાવી ગ્રહી કરી હો લાલ; સા. આવે હરિદત્ત ગેહ,પુણ્ય ગતિ મતિ પાંસરી હો લાલ. ૧૮ સા. દિન કેતે હવે તેહ, લક્ષ્મીધર પુણ્ય વધ્યો હો લાલ; સા. પુત્રને શિક્ષા દેઇ, એક દિન પરગામે સધ્યો હો લાલ. ૧૯ સા. પુત્ર ગયો તિણે ઠામ, વેદ ભણે પય પાઠવે હો લાલ; સા. ફણી ગ્રહી પંચ દીનાર, દુગ્ધ- પાન કરતો હવે હો લાલ. ૨૦ સા. દેખી ચિંતે પુત્ર, એ દર સોનઇયે ભર્યું હો લાલ; સા. પગનો કરી ઘાત, સોનઇયા સવિ સંહજી હો લાલ. ૨૧ સા. ઇમ ચિંતી ગ્રહી યષ્ટિ, પૂંછ પન્નગનો છેદીયો હો લાલ; સા. ભસ્મસાત તવ કીધ, મુખ જવાલા અહિ દેખીયો હો લાલ. ૨૨ સા. દિન કેતે હરિદત્ત આવ્યો ઘર તવ સાંભળે હો લાલ; સા. પુત્ર મરણની વાત, ચાલ્યો અહિપતિ આગળે હો લાલ. ૨૩ સા. દુગ્ધ ઠવી ભણે વેદ, બહુ ભકિત બહુ દુઃખ ભર્યો હો લાલ; સા. પ્રગટ થઈ તવ સર્પ, શ્લોક વચન એક ઉચ્ચર્યો હો લાલ. ૨૪ 1 "त्वं स्मर सि निजपुत्रं पुच्छच्छे दं स्मराम्यहम् । भग्नचिते कुतः प्रीतिः तस्मात्सं वर पुस्तकम् ॥" મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #303 -------------------------------------------------------------------------- ________________ સા. માંડવિયો કહે શેઠ, નારી મળે ચિત નવિ હલે હો લાલ; સા. શેઠ કહે સુણ સ્વામી, મુઝ ચિત્ત મલવા ટલવલે હો લાલ. ૨૫ સા. કહે નૃપ ઇહાં તુમ પાસ, આવે તો હર્ષ હુવે કીસ્સો? હો લાલ; સા. સત્ય ન કહે તુમ નીમ, છે ઇમ સુણી ચિત્તમાં હસ્યો હો લાલ. ૨૬ સા. શેઠ કહે સુણ સ્વામી, વારંવાર પૃચ્છા કરો હો લાલ; સા. મુઝ મન હર્ષ જે હોય, તે જાણે જગદીસરો હો લાલ. ૨૭ સા. ઇમ નિશ્ચય કરી વાત, માંડવિયો ઉઠી કરી હો લાલ; સા. જઇ અંતે ઉરમાંહી રુપ પરાવર્તન કરી હો લાલ. ૨૮ સા. સોલ સજી શ્રૃંગાર, આવી તિહાં સુરસુંદરી હો લાલ; સા. દેખી અમરકુમાર હર્ષાશ્રુ-નેત્રે ભરી હો લાલ. ૨૯: સા. ચોથે ખંડે એહ, ઢાળ કહી અગિયારમી હો લાલ; સા. દંપતી મેલની વાત, વીર કહે મુજને ગમી હો લાલ. ૩૮૦ ૧-તું પોતાના પુત્રને સંભારે છે, હું પૂછના છેદનને સંભારું છું. મન જુદા થયા પછી પ્રીતિ ક્યાંથ હોય? તેથી (વેદના પાઠને) પુસ્તકને બંધ કર. ભાવાર્થ જો શેક! તમા૨ી વાત મને સાચી લાગશે તો કાલે સવારે જ આપને મુકત કરી દઇશ. વિમલયશે આ રીતે છૂટવા માટેની ખાત્રી આપી. અમરકુમારને થયું કે મારા હૈયાની બળતરા મારા હૈયામાં ભલે રહી. બીજાને કહેવાથી શું? વિમલે પૂછયું- મિત્ર! શું વિચારો છો? શું મારા ઉપર વિશ્વાસ નથી. તમારે જે કંઇ કહેવું હોય તે નિર્ભયતાથી કહો. મને મિત્ર માનીને કહો. હું તમને બનતી સહાય કરીશ. શું આપના ઉપર કોઇ સંકટ આવી પડયું છે? અમર કહેઃ મહાશય! મારું હૃદય ચીરીને બતાવું તો જ આપને મારા દર્દની ખબર પડે. વિમલે કહ્યું:- શેઠ! હું તમારો મિત્ર બનીને વાત કરું છું. તમે મને હજુ જુદો માનો છો. તમને હજુ મા૨ી વાત ઉપર વિશ્વાસ નથી. આટલી ખાત્રી આપવા છતાં તમારા દર્દને કહેવા માટે તૈયાર નથી. વિમલયશને અમરની કથા જાણવાની તમન્ના પ્રગટી છું, સ્ત્રી હ્રદયનો સ્વભાવ છે. સહનશીલતા તો સ્ત્રીની કહેવાય. પુરુષો સહન ન કરી શકે. વિમલે કહ્યું:- મિત્ર! તમારે તમારી કથા કહેવી હોય તો કહો, નહિ તો કંઇ નહિ. વધારે તો શું કહુ? પણ માનસિક વ્યથાથી તમે ઘણા દુ:ખી છો. તે હું જાણી શકયો છું. તમારે દેશમાં જવું હોય તો જઇ શકો છો. મારા તરફથી તમને મુક્તિ છે. વિમલના હૈયાના ઉદ્ગારોને સાંભળી અમર કહેઃ- ના! ના! શેઠ મને તમારી ઉપર વિશ્વાસ છે. હું મારી કહાની કહીશ. ભૂલનો એકરાર અમરકુમાર વિમલયશને ઓળખી શકયો નથી. અત્યારે પોતાનો આપ્તજન મિત્રવત લાગ્યો. • હૈયાની વરાળ કાઢવા તૈયાર થયો. દાઝેલા મને કહાની શરુ થઇ. હે સાહેબ! હું ચંપાનગરીનો રહેવાસી છું. ધનાવહ નામના ધનાઢય મહાસતી થ્રી સુરસુંદરીનો રાસ) (૨૭૦ Page #304 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠી મારા પિતા છે. આ નગરની રાજાની કુંવરી તે મારી ધર્મપત્ની. અમે બંને બાલ્યકાળમાં ગરકલવાસમાં સાથે ભણતા, રમતાં, વો રિસાતાં અને એક બીજાને મનાવતાં હતાં. પણ કોઇક વાતથી મારા ચિત્તમાં રાજસુતા ઉપર ડંખ રહી ગયો. યાવનના પ્રાંગણે આવ્યા. જોગાનુજોગ અમારા લગ્ન થયા. વિમલ કહે:- મિત્ર! આપના લગ્ન થયા છે? અમરકુમારે કહ્યું :- હા! હું પરિણીત છું. વિમલ કહેઃ-વિયોગનો અનુભવ કદી કર્યો છે? અમર - ‘હા’. તો સારું. મારી વેદનાને સમજી શકશો. તો હવે સાંભળો. રાજસુતાનું નામ સુરસુંદરી હતું. નામ પ્રમાણે રુપ-ગુણ હતાં. મારા પ્રેમ મંદિરની પ્રતિમા હતી. હું તેનો પૂજારી હતો. આજે પણ મારી સ્નેહમયી પત્નીને ભૂલી નહિ શકું. એક વખત મારી ઇચ્છા વિદેશયાત્રા કરવાની થઇ. માતાપિતાની ઇચ્છા ન હોવા છતાં પરાણે રજા મેળવી. મારી પત્નીએ મારી સાથે આવવાની હઠ કરી. હું તેની ઇચ્છાને આધીન થયો. મારી સાથે સમુદ્રન , જંગલના કષ્ટો હસતા મુખે સહન કરવા તૈયાર થઇ. અમારો પ્રવાસ શરુ થયો. પ્રવાસમાં ઘણા તોફાનો અનુભવ્યાં એ સમયે મારું આશ્વાસન મારી પત્ની જ હતી. સમુદ્ર વાટે વહાણો જઇ રહયા હતાં. ઇધણ પાણીની જરુરીયાત માટે વચમાં આવતાં નિર્જન યક્ષદ્વીપે અમારા વહાણો લાંગર્યા. નિર્માનુષ દ્વીપમાં મારી આશાનું મૃત્યુ થશે એવી કલ્પના પણ નહોતી. દીપનું સૌંદર્ય જોતાં એક વૃક્ષની શીતળ છાયામાં અમે બંને બેઠા. મારી પ્રિય પત્ની મારા ખોળામાં નિર્ભય રીતે સુતી હતી. ‘મિત્ર વિમલયશ!”.. તમને શું કહું? આટલું કહેતાં અમરકુમારે નિઃશ્વાસ નાખ્યો. હું એકલો પડયો. મન અવળચંડું ભૂતકાળમાં ચાલ્યું ગયું. બાલ્યવયની વાત યાદ આવી. ભારેલા અગ્નિની જેમ હૃદયના ખૂણામાં પડેલો પેલા ડંખ યાદ આવી ગયો. એ મારા હૃદયમાં ભરડાની જેમ જાગૃત થયો. આટલું કહેતાં તો અમરનું હૈયું ભરાઈ ગયું. હું નર મટી પિશાચ બન્યો. મિત્ર! શું કહું! આટલું બોલતાં નરકુમારે વિમલયશના બે હાથ પકડી લીધા. વિમલયશ પણ અમરની સામે જોઈ શકતો નથી. તેણે બીજી દિશામાં જોયું. આજ એનું દિલ પણ રડતું હતું. તે વિમલયશ શેઠ! મારા જેવો ક્રુ અને વિશ્વાસ ઘાતક પુરુષ આ સંસારમાં કોઈ નહિ હોય. નાની શી વાત સાતકોડીમાં રાજ મળે. આ શબ્દો મારા હૈયામાં વાગ્યા હતા. મારા સળગતા હૈયે, બદલો લેવાનો, વેર વાળવાનો નિર્ણય કરી લીધો. સૂતેલી નારીના આંચળે સાત કોડી બાંધી દીધી. અને લખ્યું કે “સાત કોડી થી રાજ મેળવજે.' મેં શું કર્યુ? તેનો વિવેક હું વિસરી ગયો. ને તેને એકલા મૂકીને હું ત્યાંથી ભાગી ગયો. આટલું કહેતા તેનું હૃદય ભરાઇ આવ્યું. વિમલયશના હૈયામાં પણ ખળભળાટ મચી ગયો. સ્વસ્થ થતા અમરને પ્રશ્ન પૂછ્યો કે “તમે તમારી પત્નીને છોડીને એકલા આવ્યા ત્યારે વહાણવટી વગેરેએ તમને કશું ન કહ્યું? અમર કહે - કહું છું ધીરજ રાખો. “મને જયારે મુનિમજી વગેરેએ પૂછયું ત્યારે મેં કહ્યું કે “તેને ય ઉપાડી ગયો છે." રે મિત્ર! મને દયા ન આવી. કે તે અબળાનું શું થશે? તત્કાળ વહાણો લઇને ચાલતો થઈ ગયો. પછી મને ઘણો જ પસ્તાવો થવા લાગ્યો. રે! બિચારી અબળા! એ નિર્જન ટાપુ ઉપર શું થયું હશે? તે વેળાએ મને આવી કુબુદ્ધિ કયાં સુઝી? મેં ભયંકર કૃત્ય કરી નાખ્યું. અમર ચોધાર આંસુએ રડી રહયો છે. વિમલયશ કહે - ત્યારે તમને જરાયે દયા ન આવી. નાની વાતમાં આવડી મોટી સજા કરી બેઠા. અમર કહે- મિત્ર! હું ત્યારે નરાધમ થઇ ગયો હતો. મને કંઈ જ ન સુઝયું. એના વિરહમાં ઝૂરી રહયો છું. આંસુ એ મારો ઇતિહાસનો વિસામો છે. મૃત્યુને ભેટવાની મારી ઇચ્છા હતી. તે પણ પૂર્ણ ન થઇ. આટલું બોલતાં ગળે ડૂમો ભરાઇ ગયો. અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. બોલ્યો - રે મિત્ર! હું તો વિશ્વાસઘાતી બન્યો. મારા હાથે મારી સ્ત્રીને મારી નાંખી. મેં સ્ત્રી હત્યાનું પાપ વહોર્યું છે. આ સઘળા કરેલા પાપો મારા અત્યારે ઉદયમાં આવ્યા છે. વધારે શું કહું? પણ આ અભાગીને તમે રોકી રાખ્યો. આ કથા કહેતાં અમરની આંખમાં અને સાંભળતાં વિમલયશની આંખમાં આંસુ વહેવા લાગ્યાં. સ્વસ્થ થઇને વિમલયશ કહે છે- મિત્ર! તમારી કરુણ કહાની મારા હૃદયને પીગળાવી રહી છે. શેઠ! તમારી સ્ત્રી રુપે રંગે કેવી હતી? (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૨૧) Page #305 -------------------------------------------------------------------------- ________________ વળી તમારી પત્નીના પછી કયાંયથી ભાળ કે સમાચાર મળ્યા હતા કે નહિં? અમર કહે- ના! ભાઇ! મેં એને એવા સ્થળે છોડી છે કે ત્યાંથી તેના સમાચાર આ જન્મમાં મળી શકે નહિં. કદાચ તેના જીવનનો અંત આવ્યો હશે વિમલયશ કહે- મિત્ર! તમારી નારી કેવી હતી? તે તો કહ્યું નહિં. સ્ત્રી હ્રદયતો ઘણું કોમળ હોય છે ચૂછતાં તો પૂછી પૂછી નાંખ્યું. પછી આગળ ન બોલી શકયો. પોતાની પત્ની તરફની સહાનૂભૂતિ દાખવતો ને પોતાના જીવનના ઝખ્મો ને રુઝવતો પ્રશ્ન સાંભળી અમરકુમારે કહ્યું:- રે ભાઇ! તેની શી વાત કરું! મેં તો ઘોર અન્યાય કર્યો છે. તના ગુણ-રુપરંગની શી વાત કરું? જગતમાં શુભ ગુણો જેટલા રહ્યા છે તે બધાં જ ગુણો વિધાતાએ તેનામાં મૂકી દીધ હતા. રુપ તો અપ્સરા પણ હારી જાય તેવું હતું. હે સજજન! મારી સ્ત્રીના વખાણ મારે મુખે ક૨વા ઉચિત નથી. વખાણ કરવાની રીત પાંચ પ્રકારની છે. તે પાંચ પ્રકાર તેનામાં હતા. પળવાર માટે હું તેને ભૂલી શકતો નથી. ખરેખર! તેના વખાણ તો કરવા ન જોઇએ. વ્યવહારમાં કહેવાય છે કે સ્તુતિ વખાણ કયાં ક૨વા? તો કહે છે કે ગુરુની સ્તુતિ ગુરુની સન્મુખ કરવી જોઇએ. સેવક નોકરના વખાણ સોંપેલું કાર્ય કર્યા પછી ક૨વા જોઇએ. પુત્રના વખાણ પુત્રના મૃત્યુ પછી ક૨વા જોઇએ. જયા૨ે સ્ત્રીના વખાણ તેના મરી ગયા પછી પણ ન કરવા જોઇએ. આશ્ચર્યની ઘટમાળ મહારાજ! પણ શું કરું? હું લાચાર છું. અમારી પ્રીતિ વજ્રબંધ જેવી હતી. જે કયારે તૂટી શકે નહિં. તેવી અભેધ હતી. વળી મહાન પુણ્યશાળી પણ હતી. વિમલયશે કહ્યું- “કદાચ કોઇ સમાચાર આપે તમારી સ્ત્રી જીવિત છે. તો... અમર કહેઃ- રે મિત્ર! એ સ્થાન એવું હતું કે જયાં મનુષ્ય એક રાત પણ રહી શકતો નથી. ત્યાં રહેનારનું મૃત્યુ નિશ્ચિત છે. બિચારા અમરને શું ખબર કે મારી પત્નીજ મને આ બધું પૂછી રહી છે. હૈયામાં જે હતું તે બધું જ કહેવા લાગ્યો. વિમલઃ- બરાબર છે. પરંતુ આયુષ્યના બળે કદાચ બચી ગઇ હોય તો શું કરો? વિમલે અમરની આંખ સામે જોઇને કહ્યું. અમરકુમારઃ- એવી આશા મારા મનમાં નથી. પણ કદાચ બચી ગઇ હોય તો હું એને યોગ્ય નથી. એનું પવિત્ર વદન જોવાનું બળ મારામાં છે જ નહિ. વિમલરે મિત્ર! બચી ગઇ હોય ને તને મળે તો તારા હૈયામાં હર્ષ થાય. જો થાય તો કેવો થાય? વિમલે અમર સામે જોયું. અમર કહે- અરે શેઠ! મારી તે સ્ત્રી મારા પુણ્ય વિના તે મને મળે નહિ. મારા તો પાપ અત્યારે પ્રગટ થયા છે. પુણ્ય પરવારી ગયું છે. આ વાત સંભવે તેમ નથી. વિમલયશ કહે- હે શેઠ! તમારી વાત ઉપરથી લાગે છે કે તમારી સ્ત્રી મળે તો પણ તમારું મન જરા પણ પીગળે તેમ નથી. સ્ત્રીની ભાળ મળી જાય તો પણ તમે તેને અપનાવવા તૈયાર નથી. તે ઉપર તમને એક વાર્તા કહું ત સાંભળો. કોઇ એક નગરમાં હિરદત્ત નામે ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. પત્ની પુત્રાદિ પરિવાર ઘણો હતો. આજીવિકા માટે નાનું શું ખેતર હતું. તે ખેતરમાં ખેતી વાવેતર ચોમાસામાં ઘણી મહેનતથી કરતો હતો.પુણ્યથી પાતળો, રસનાજ આદિ વાવતો અને લણતો. પણ તે વાવેતરથી કુટુંબનું ભરણપોષણ થતું ન હતું. હરિદત્ત એકદા ગ્રીષ્મઋતુમાં પોતાના ખેતરમાં રહેલા વૃક્ષ નીચે બેઠો છે. ઉનાળો-વૈશાખનો ધોમધખત તડકો. તરું છાયે બેસી બ્રાહ્મણ વિચાર કરતો હતો. રે અભાગિયા! આટલી મહેનત કરવા છતાં ખેતરમાંથી મને ફળની પ્રપ્તિ ઓછી કેમ થાય છે? શું કરું? કુંટુબનું ભરણપોષણ પણ કરી શકતો નથી. મનમાં દુઃખને ધારણ કરતો બેઠો છે. તે અવસરે વૃક્ષ નીચે રહેલા બીમાં એક સર્પને જોયો. વિચારમાં બેઠેલો હિરદત્ત વળી વિચારે છે કે આ નાગરાજ મારા ખેતરના (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૨૭૨ Page #306 -------------------------------------------------------------------------- ________________ અધિપતિ હોય તેમ લાગે છે. વળી મારા ખેતરનું રખોપું આ નાગરાજ કરતાં હશે. મેં તેમની કયારેય પૂજા કરી નથી. તે કારણથી મારું વ વેલું ધાન ઊગતું નથી. તો હવે એમની પૂજા કરું. એવું વિચારીને સર્પના દર પાસે બલિ-બાકરા મૂકયાં. અને વેદના શ્લોક ભાગ્યો. ત્યારપછી પોતાના ઘરે ગયો. વળી પ્રભાતે ઘરેથી બલિ બાકડા-દૂધ આદિ લઇને આવ્યો છે. સર્પના બીલ પાસે તે બ્રાહ્મણ બલિ-બાકડા મૂકીને પાસે લાવેલું દૂધ પણ મૂકે છે. આ રીતે નાગરાજની ભકિત, વેદપાઠ, દરરોજ સવારે આવીને કરે છે. અને પગે લાગે છે. ભકિત કરતાં પ્રસન્ન થયેલા નાનારાજે બ્રાહ્મણને માટે, બીલની બહાર પાંચ સોનાની દીનાર મૂકી. બીજે દિવસે સવારે બ્રાહ્મણ નાગરાજને પગે લાગી બલિ-બાકડા ચડાવી દૂધ મૂકે છે. ત્યાં તેના જોવામાં દીનાર આવી. પાંચ દીનાર પોતાને માટે જ નાગરાજ મૂકી છે એવું માનીને પોતે ગ્રહણ કરી. વેદપાઠ ભણીને દીનાર લઇ ઘરે આવ્યો. દીનાર લઇ બજારમાં ગયો. પ્રથમ તો ગાયને વેચાતી લીધી. ગાયના દૂધથી દરરોજ નાગરાજાની પૂજા ચાલુ કરી. નાગરાજ પણ રોજ પાંચ દીનાર, બીલ બહાર રાખે છે. બ્રાહ્મણ તે દીનાર લઇ જાય છે. સંતુષ્ટ થયેલો નાગરાજ બ્રાહ્મણના પુણે પાંચ દીનાર આપવા લાગ્યો. ગરીબાઇ દૂર થઇ. ધીમે ધીમે બ્રાહ્મણ ધનવાન થવા લાગ્યો. હવે તો કુટુંબનું ભરણ પોષણ, રહેવા માટે ઘર આદિ વસ્તુ વસાવવા લાગ્યો. નાગરાજની પૂજા એક દિવસ પણ ભૂલતો નથી. તો નાગરાજ પાંચ દિનાર આપવાનું ભૂલતો નથી. એકદા કોઇ કારણવસાત્ બ્રાહ્મણને બહારગામ જવાનું થયું. નાગરાજની પૂજા નું શું કરવું? ઘણા વિચારને અંતે પોતપોતાના પુત્રને પૂજા કરવાની વાત કરી. શું લઇ જવાનું. ત્યાં જઇ શું કરવાનું.બધું સમજાવીને છેલ્લે કહ્યું કે બીલ પાસે દીનાર જે હે ય તે ગ્રહણ કરજે. બેટા! દરરોજ બલિ-બાકડા દૂધથી પૂજા કરજે અને વેદપાઠ પણ ભણજે. હું ન આવું ત્યાં સુધી એક દિન પણ પૂજા કરવાની ન ભૂલતો. પુત્રે પિતાની વાત સ્વીકારી. પિતા પરગામ ગયો. બીજે દિને સવારે બ્રાહ્મણ પુત્ર સામગ્રી લઇને ખેતરે પહોંચ્યો. પિતાએ સમજાવેલ પૂજા વિધિએ પૂજા કરે છે, અને વેદપાઠ ભણે છે. વેદપાઠને સાંભળતોનાગરાજ દુધપાન કરે છે અને પાંચ દીનાર પણ મૂકી. તે પાંચ દીનારને બ્રાહ્મણ પુત્રે ગ્રહણ કરતાં વિચારે છે કે આ સર્પનું દર સોનાથી ભરેલું જણાય છે. દરરોજ આવીને પાંચ સોનામહોર લેવી તે કરતાં આ સપના ઘાત કરીને દર ખોલી ને તેમાંથી બધી જ સોનામહોરો હું ગ્રહણ કરી લઉં. આવું વિચારીને હાથમાં લાકડી લઇને સની પૂંછડી ને છેદી નાખે છે. પોતાની પૂંછડી ઉપર ઘાત થતાં પીડા પામતાં સર્પ મુખમાંથી ભયંકર જવાલા બ્રાહ્મણપુન પર નાંખી. તેને ભસ્મીભૂત કરી નાંખ્યો. પુત્ર ત્યાંને ત્યાં મરણને શરણ થયો. કેટલાક દિન ગયા બાદ પરગામ ગયેલો હરિદત્ત ઘરે આવ્યો. પુત્રના મરણની વાત સાંભળી ઘણો દુ:ખી થયો. સવારે પૂજા સામગ્રી લઇ ખેતરે આવ્યો. વૃક્ષ નીચે દર પાસે સર્પની પૂજા કરી. વેદપાઠ પણ ભણવા લાગ્યો. પુત્રના મરણથી ઘણો દુ:ખી થયેલો વારંવાર નાગરાજને સંભારતો ભકિત કરી રહયો છે. બ્રાહ્મણની ભકિતએ નાગરાજ બીલની બહાર આવ્યા. બ્રાહ્મણને જોતાં એક શ્લોક બોલે છે. વૈત : "त्वं स्मरसि निजपुत्रं पुच्छे दणं स्मराम्यहम् । भग्नचित्ते कुतः प्रीतिः तस्मात्सं वर पुस्तकम् ॥" અર્થ :તું તારા પુત્રને સંભારે છે અને હું મારા પુચ્છના છેદને સંભારું છું. મન જુદા થઇ ગયા પછી પ્રીતિ કયાંથી સંભવે? માટે હવે તું (વેદપ 6) પુસ્તક ને બંધ કર. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #307 -------------------------------------------------------------------------- ________________ આ કથા કહી. ત્યારપછી મિત્ર બાલપણાથી તમારું મન ભાંગી પડયું છે. તો હવે તમારી પત્ની મળે તા પણ તમારું ચિત્ત જરાયે વિચલિત થાય તેમ લાગતું નથી. અર્થાત્ હૈયાનો ડંખ દૂર થાય તેમ નથી. નારી ઉપર સાચી પ્ર.ત ઉપજે તેવું લાગતું નથી. અમરે કહ્યું:- હે સાહેબ! સાંભળો. તમે વાત કરી તે યોગ્ય નથી. તમને ભલે એમ લાગે, તમારી વાત તમને સાચી લાગે. પણ હવે એવું મારા મનમાં નથી. મારું મન તો તેને મળવા અને મેળવવા ઘણું તડપી રહયું છે. હું તેના વિના ટળવળી રહયો છું. વધારે તો શું તમને કહું? વિમલયશે કહ્યું- હે મિત્ર! હે વેપારી! તમારી પત્ની તમને હમણાં મળી જાય તો તમને કેટલો આનંદ થાય! અમર બોલ્યોઃ- સ્વામી! બધું અશકય છે. વિમલયશઃ- શેઠ! તમે સૈા વેપારી એટલે તમારે નિયમ હોય કે કયારેય સત્ય ન બોલવું. કેમ બરાબરને! એમ કહીને વિમલયશ મરક મરક હસવા લાગ્યો. અમરઃ- હે સાહિબ! આપ મારી સ્ત્રી માટે વારેવાર પૃચ્છા શા માટે કરો છો? દાઝેલાને ડામ ન દો. મારી પત્ની મને મળે તો મને કેટલો આનંદ થાય તે તો મારો ઇશ્વર જાણે! બાકી તમને વધારે શું કહું? વિમલયશઃ- હે મિત્ર! તમારી સુરસુંદરી તમને મેળવી આપું તો! અમર કહેઃ- શેઠ! બળતા હૃદયનો પરિહાસ શા માટે કરો છો? વિમલ :- હું પરિહાસ કરતો નથી. તમારી પત્નીને હાજર કરું તો મને શું ઇનામ આપશો? અમર :- મિત્ર બનીને આ દુઃખિયારે મિત્રને શા માટે વધુ દુ:ખી કરો છો! વિમલ :- રે મિત્ર! આપની કહાની સાંભળી ને હવે સહાય કરવાને બદલે તમને હું દુઃખી કરું! ના! શેઠ! ના! મારી એવી વૃત્તિ નથી. હું તમારી પત્નીને લઇ આવું છું. અમરની સામેથી વિમલયશ ઉઠયો. અમર :- રે મિત્ર તમે આ શું કરો છો! આ બધી સ્વપ્નની માયા નથીને? વિમલ કહે :- ના! ના! અમર- મને અહીંથી જલ્દી જવા દો. હું તેને મારું મોં બતાવવા લાયક નથી. વિમલઃ- ત્યારે શું તમારો પ્રેમ આટલો નિર્બળ છે? આટલું કહી વિમલયશ પોતાના શયનખંડમાં ચાલ્યો ગયો. અર્ તો બહાર દિવાનખાનામાં બેઠો છે. વિમલે રુપપરાવર્તિની વિદ્યાને સંભારી. રુપ ફેરવાઇ ગયું. પુરુષપણાને પરિહરીને સ્ત્રી સ્વરુપે આવી ગઇ. વિમલના રુપમાં જે સાહસ કઠોરતાં અને મર્દાનગીના ભાવ હતા. તે દૂર થયા. તેના બદલે ત્રિભુવનને વશ કરે તેવું લાવણ્ય ઉભરાયું. નયનો લજજાશીલ બન્યા. શરમના શેરડા મુખ ઉપર રમવા લાગ્યા. સ્વામી સામે જવું છે. સોળ શણગાર સજી લીધા. અરીસા સામે આવી ઊભી. રતજટી અને તેની પત્નીઓ યાદ આવી. તેણે પેલાં ઘરેણાં પહેર્યા. સાંદર્ય સો ગણું વધી ગયું. પોતાના પતિ પાસે જવા પગ ઉપાડયા. પણ પગ ભારે થઇ ગયા હતા. છતાં પણ ઉપાડયા. ઉતાવળી ઉતાવળી અમરની સામે ઊભી રહી. અમરકુમાર જોતાં જ આભો બની ગયો. હું કયાં છું? વિચારતો થઇ ગયો. આ શું સત્ય છે? હૈયાનો વેગ વધી પડયો. એક શબ્દ ન બોલી શકયો. સુરસુંદરી સ્થિર ભાવે ભી છે. એના નયનો રડવા માટે ઉતાવળા બન્યા છે. જયારે અમરના નયનોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા છે. આ પ્રમાણે આ મહાસતી સુરસુંદરીના રાસની ચોથા ખંડની અગિયારમી ઢાળ પૂર્ણ કરતાં, અમર અને સતીનો અંતરાય તૂટતાં જ દંપત્તિનું મિલન થયું તે સહુને ગમ્યું. ચતુર્થ ખંડે અગિયારમી ઢાળ સમાપ્ત (૨૭૪) (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #308 -------------------------------------------------------------------------- ________________ (દોહરો) સુંદરીને દેખી ક૨ી, હરખ્યો અમરકુમાર; સુરસુંદરીએ સહુ કહ્યો, પૂર્વ-તણો અધિકાર. ૧ સુંદરી કહે પ્રીતમ સુણો, આ પરમેષ્ઠી કાજ; તુમ વચને મેં એ ગ્રહ્યું, સાત કોડીએ રાજ. કુંવર કહે જગ તું સતી, તુઝ બહુ પુન્ય પસાય; દુઃખ દીધું સુખ થયું, તે તુઝ પુન્ય પસાય. ૩ વન-રણ-શત્રુ- જલાગ્નિમાં, એકાકી ગિરિશૃંગ; હરિ કરી સાગર કેસરી, પુણ્યે તસ ભય ભંગ. ૪ પુણ્યે ઉત્તમ સંગતિ, પુણ્યે દુર્જન નાસ; પુણ્ય વિહુણા પરભવે, કિંપિ ન પામે ઘાસ. ૫ પુણ્ય-રતિ જિહાં પાંસરી, તિહાં દુઃખ તે સુખ થાય; પુણ્ય-રતિ જસ પાતળી, તસ સુખ તે દુઃખ-દાય. ૬ છંદ રતિ તિહાં સિદ્ધ, રતિ તિહાં બુદ્ધ, રતિ તિહાં ભોગ સંયોગ રતિકો, અંક ભવિક ન લેખ લખ્યો હરિ, પરાક્રમ તો હનુમાન જતિકો; માંગ ગયો મહી બ્રહ્મ મહીતુલ, રાજય ગયો સબ લંકપતિકો, બ્રહ્મ ભણે સુણ સાહ અકબર, એક રતિ વિણ એક-રતિકો. ૧ (પૂર્વના દોહરા ચાલુ) કહે સુંદરી મેં બહુ કર્યો, જે તુમચો અપરાધ; ઉત્તમ વિ. સંભારશો, રીત એ સજ્જન સાધ. ૭ ચંદન ઓરસિયે ઘસ્યો, પરિમલ પ્રગટ કરત; ઇક્ષુદંડ વળી પીલતાં, અમૃત રસ આપંત. ८ અષ્ટાપદ અનલે ધર્યું, અધિકિ ઓપે કંત; તિમ ઉત્તમ અતિ દુહાવ્યો, નિજ ગુણ નવિ મૂકંત. ૯ મુઝ વીતક વીત્યું જિકે, તે જાણે જગદીશ; વાંક તુમારો નહિ ઇહાં, કર્મ- ગતિ શી રીશ. ૧૦ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨ (૨૭૫) Page #309 -------------------------------------------------------------------------- ________________ ઇમ અન્યો- અન્ય મળી, મિચ્છામિ દુકકઈ દીધ, ડેસ તજી મૃદુતા ભજી, અર્થ સહિત પરસિદ્ધ. ૧૧ ૧-ગ્રાસ ભોજન, ૨-સોનું પતિ-મીલન ભાવાર્થ વિમલયશ મટીને સુરસુંદરી બનતાં વાર ન લાગી. સુરસુંદરી સ્વામી સામે સ્થિર ભાવે ઊભી છે. બંને વચ્ચે મૌન છવાયું છે. અમરને બોલવાની બિલકુલ હિંમત રહી નથી. કારણ કે પૂરેપૂરો ગુનેગાર હતો. તો પણ મન ક્યાં સુધી? આખરે સુરસુંદરીએ મનનો ભંગ કર્યો. મૃદુ અને મધુર સ્વરે બોલી, આર્ય પુત્ર'! મારી સાધના બાર વર્ષે પૂરી થઇ છે. અમરને બોલવાનું સાહસ મળ્યું. દેવી! તારા પવિત્ર ચરણોમાં નમસ્કાર સિવાય હું બીજું કશું કરી શકું તેમ નથી. આટલું બોલતાં હૈયું ભરાઈ ગયું. અને પત્નીના ચરણોમાં ઢળી પડવા ગયો. પણ સતીએ વચમાં જ અટકાવી દીધો. સતી કયારેય પતિને પગમાં પડવા ન દે. નમતાં પતિને અટકાવી દીધો. બંને એકબીજાની હૈયાની હુંફમાં સમાઈ ગયાં. બંનેની આંખમાંથી આંસુનો ધોધ વહેતો હતો. હૃદયમાં અગમ્ય ધબકારા હતાં. સુરસુંદરી કહે- નાથ! હૃદયમાં કશું દુઃખ રાખશો નહિં. વિમલયશના વેશમાં હું પોતે જ હતી. મને ક્ષમા આપશો. મેં તમને ઘણાં હેરાન કર્યા? અમર- ના!દેવી! તને ક્ષમા? ના! શેની! તે તો આર્યકુળની સતીઓનો ઇતિહાસ ઉજજવળ બનાવ્યો છે. દિવાનખાનામાં બેઠા બંને વાતો કરી રહ્યા છે. અમરે પૂછયું- સુર! તું તું- ત્યાં યક્ષદ્વીપે? ત્યાંથી અહિયાં કેવી રીતે આવી? સુરસુંદરીએ યક્ષદ્વીપ થી માંડીને અહીં સુધી જે બન્યું હતું જીવનમાં તે સવિસ્તાર કહી સંભળાવ્યું. અમરને પારાવાર પસ્તાવો થયો છે. વળી સતી કહે છે, સ્વામી ! મારી વાત સાંભળો. આપણું પ્રેમ-મંદિર આજ પુનઃ પ્રતિષ્ઠિત થયું છે. બાર બાર વર્ષે આ મંદિરમાં ભેગા થયા ને પાપ પડલ ખસી ગયા છે. પુણ્યનો ઉદય થતાં વળી આપણે મળ્યાં. હવે આપણે એ પ્રમ-મંદિરમાં રહીને જીવનપર્યંત શ્રી નવકારમંત્રની આરાધના સહ વિશુદ્ધ જીવન ગાળીશું. ભૂતકાળ તદ્દન ભૂલી જવાનો. સ્વામીનાથ! બાલ્યકાળના બોલાયેલા શબ્દોની ગાંઠ બાંધી, મને છોડી દીધી, હવે તો નહિ છોડી દ્યોને! નાથ! ‘સાત કોડીએ રાજ મેળવજે' તમારા વચને રાજ મેળવ્યું. સાત કોડીના રાજ સાથે મારા શીયળવ્રતને આંચ નથી આવી, અને રાજકુમારી સાથે લગ્ન થયા છે. અમરકુમાર કહે દેવી! મારી ભૂલને ક્ષમા આપો. મેં તને દુઃખ આપવામાં બાકી રાખ્યું નથી. “સાત જોડીએ રાજ મેળવી.” તે મારા વચનને ચરિતાર્થ કરી બતાવ્યું. દેવી! તને ધન્ય છે. તારા જીવનમાં તારા પૂર્વના પુણ્ય વડે અને નવકાર મંત્રના જાપ વડે તારું સઘળું દુઃખ- સુખમાં પરિણમ્યું. તારા માથે દુઃખનો પાર નહીં રહ્યો હોય. સંકટોનો સામનો કરીને સતી તરીકે આ જગતમાં તું પંકાઇ. તને મારા તરફથી ધન્યવાદ. હે સુર! વનમાં, રણમાં, શત્રુના સમૂહમાં, જળમાં, અગ્નિમાં તું નિર્ભયપણે બચી છે. વળી હાથી, સિંહ, સાગર ગિરિશિખર તરફથી આવતા ભયો તે પણ તારા પુણ્ય થકી દૂર થયા. પુણ્યથી શું શું પમાય? પુણ્યથી સજજનો, ઉત્તમજનોની સંગતિ થાય, પુણ્ય થકી દુર્જનોનો નાશ થાય છે. પુણ્ય વિનાના પ્રાણીઓ આ ભવે કે પછીના ભવે ભોજન જેવાને પણ મેળવી શકતાં નથી. માનવીનું પુણ્ય પાંસરુ હોય તો દેખાતા દુઃખો પણ સુખમાં પલટાઇ જાય છે. પુષ્ય ન હોય તો સુખ દુઃખમાં પરિણમે છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રસ) Page #310 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી કહ- હે નાથ! મેં તમારો ઘણો જ અપરાધ કર્યો છે. મારા અપરાધને સમજો. ભૂતકાળની સર્વ વાતો ભૂલી જજો. મને તો નવું જીવન મળ્યું છે. આપ તો ઉત્તમ છો. મહાન છો. મારા ભૂતકાળને ભૂલજો. કહ્યું છે કે ચંદનના ટુકડાને પત્થરના ઓરસિયા ઉપર ઘસતાં સુંગધને પ્રગટ કરે છે, વળી શેરડીના ટુકડાને મંત્રમાં પોલતાં અમૃતરસને આપે છે, સોનાને અગ્નિમાં તપાવતાં અધિકાર આપે છે, ચમકે છે તેમ ઉત્તમ પુરુષો અતિશય દુહવ્યા છતાં, પોતાનામાં રહેલી સજજનતાનો ગુણ તે કયારેય ચૂકતા નથી. હે અમર! મને જે કંઈ વીતી ગયું છે તેતો મારો પરમાત્મા જાણે છે. એ વીતવામાં તમારો વાંક નથી. તે તો મારા કર્મનો વાંક હતો. તે કર્મ ઉપર રીશ કર્યો પણ શું થાય? ભોગવ્ય છૂટકો. આ રીતે અન્યોઅન્ય ભૂલની ક્ષમા યાચના લેતાંઆપતાં મિચ્છામિ દુકકડમ્ આપી રહ્યા છે. હૈયામાં જે ડખ હતો તે ત્યજીને મૃદુતા- સરલતાને વાતથી વાકેફ થતાં સ્વીકારી લીધી. ઢાળ-બારમી (લઘુ પણ હું તુમ મન નવિ માવું રે.- એ દેશી.) વાત સુણી ગુણપાલ તે આવ્યો રે, દેખી અચરિજ ચિતમાં ભાવ્યા રે; અમરકુમારને સુતા પરણાવે રે, દેખી ચરિય સ શીશ ધૂણાવે રે. ૧ કહે સુરસુંદરી સુણો ગુણપાલ રે, શ્રી નવકાર પ્રભાવ વિશાલ રે; જેહથી લહીએ સખ્ય રસાલ રે, સર્પ ટળી થાએ ફૂલમાળ રે. ૨ ઇત્યાદિક બહુ વર્ણવ કીધો રે, રાજાએ સવિ ચિત્તમાં લીધો રે; કે તા દિન તિહાં સુખભર રહેતાં રે, એક દિન તે વાત નૃપને કહેતાં રે. ૩ ચંપાપુરી જાવા મન કરતાં રે, વાત સુણી નૃપ ચિત્ત દુઃખ ધરતાં રે; હવે ગુણપાલ તે કરે સજાઈ રે, પુત્રીજાઈ તે નેટ પરાઇ રે. ૪ માંગ્યા ભૂષણે મમતા ધરવી રે, પ્રાહુણે ઘેર વસતિ કરવી રે; બાપતણું ઘર જિમ તિમ શોષે રે, પોતાનું ઘર જઇને પોષે રે. ૫ પ્રાયે જગ જન કહે ઉખાણો રે, પરિકર પુત્રી છાલી દુઝાણી રે; ઘંસ શિરામણ બદામનો નાણો રે, માને ધન બહુ કાંસા ભાણો રે. ૬ રાજ્ય અરધ નૃપ સાથ ચલાવે રે, ગજ રથ ઘોડા અવર ભળાવે રે; માતા ગુણવતી રાણી બોલે રે, પુત્રી બેસારી નિજ ખોળે રે. ૭ હઈડે ભેટી કહે સુણ બાલી રે, કદીયે ન દીઠીવયણ રીસાલી રે; હસિત-વદન ને અતિ હેજાલી રે, એતા દિનમેં સુખભર પાલી રે. ૮ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #311 -------------------------------------------------------------------------- ________________ પુત્ર થકી પણ અધિકી બેટી રે, તું મુઝ જીવન ગુણમણિ પેટી રે; શીખ કહું તે મનમાં ધારે રે, તું પણ પરમેષ્ઠી ન વિસારે રે. ૯ હૃદયારામે ધર્મ ન મૂકે રે, કુલ-આચાર થકી મત ચૂકે રે; દાન તણી મતિ ચિત્તમાં ધરજો રે, નાકારો કેહને મત કરજો રે. ૧૦ વિનય વડાના ચિતમાં ધરજો રે, ભોજન સહુને કરાવી કરજો રે, કુંટું જાડું આલ મ ભાંખો રે, સાચું મીઠું વચન ચિત્ત રાખો રે. ૧૧ મિથ્યા દર્શન જે કુલિંગી રે, દુર્જન માણસ અવિરતિ રંગી રે, સંમતિ તેહની દૂરે કરજો રે, તાસ વયણ હૃદયે મમ ધરજો રે. ૧૨ કહું કે તું તુજને ગુણપ્યારી રે, પક્ષ ઉભયની શોભ વધારે રે, નિર્મલ દૃષ્યે સહુને જો જો રે, દર્શન વહેલું મુજને દેજે ૨. ૧૩ અમરકુમરને કહે પ એસો રે, મુઝ પુત્રીને છેહ ન દેશો રે; સુરસુંદરી પ્રતિ ભૂપતિ બોલે રે, ગુણમંજરી છે તુમર્ચ ખોલે રે. ૧૪ સુરસુંદરીને રાસ રસાલે રે, ચોથે ખંડે બારમી ઢાળ રે; એ શિક્ષા નારી જે ધ૨શે રે, જગમાં જસ શુભ સુખ સા વરશે રે. ૧૫ ભાવાર્થ: અમર અને સુરસુંદરી પતિ અને પત્ની બંને દરિયાકિનારે આવેલા મહેલમાં વાતો કરી રહ્યા છે. વિમલયશના સેવકો વિમલ શોધી રહ્યા છે. વિમલને બદલે ત્યાં સ્ત્રીને જોઇને આશ્ચય પામ્યા. સુરસુંદરીએ સેવકોને બોલાવ્યાં અને કહ્યું નગરમાં જઇને રાજ દરબારે રાજાને સમાચાર આપો. ગુણપાલ સમાચાર સાંભળી ઘણા આનંદ પામ્યા અને તરતજ ત્યાં સુરસુંદરી ઉર્ફે વિમલયશના મહેલે દોડી આવ્યા. સુરસુંદરીએ રાજાને બધી હકીકત હતી તે કહી સંભળાવી. મહારાજાને આશ્ચયનો પાર ન રહ્યો. ‘“દેવી તમે તો તમારું જીવન સુવર્ણ અક્ષરે લખાય તેવું નિર્મળ બનાવ્યું છે.’’ “સાત કોડી થી રાજ અપાવનાર શ્રી નવકાર મહામંત્રને તથા તમારા શીયળવ્રતને અમારા કોટિ કોટિ વંદન હો” મહાસતીનું ચરિત્ર સાંભળી રાજા પરિવાર અને બેનાતટ નગરની પ્રજા આદિ સૌ ચિત્તમાં ચમત્કાર પામ્યાં. અમરના વહાણમાં રહેલા મુનિમજી-ખલાસીઓ આદિ અન્ય પરિવારને આ સમાચાર મળતા ખુશ થયા. સૌનાં હૈયાં નાચવા લાગ્યાં. સુરસુંદરી અને અમરકુમારના મિલનનો આનંદ જો વર્ણવી શકાતો હોત તો જગતમાં ઘરે ઘરે મિલનના ગીતો ગુજતાં હોત. રાજા ગુણપાલને અને નગરજનોને આ સુરસુંદરી કહે છે કે હે, રાજાના ખરેખર નવકાર મંત્રનો પ્રભાવ વિશાળ છે. નવકાર મંત્રની આરાઘના કદીએ નિષ્ફળ જતી નથી. અશ્રઘ્ધાના અંધકારમાં અથડાતાં ભલે કહે કે અસહ્ય છે. પણ ઇતિહાસના પાનાં ખોલતાં જણાશે કે નવકારમંત્રનો મહિમા અપરંપાર છે. તે મહામંત્રે સતીઓ પરના સીતમ દૂર કર્યા છે. સજજનોના સંકટો દૂર કર્યા છે, ભકતોના ભાવ પૂરા કર્યા છે, દુઃખીયાના દુઃખ દૂર કર્યા છે. અનિષ્ટો કાપી ઇષ્ટને (૨૭૮ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #312 -------------------------------------------------------------------------- ________________ આપ્યા છે. સર્પ ટળીફૂલ ની માળા થાય છે. આવી અપૂર્વ આરાધના કરનારનો આ ભવ ને પરભવ સુધરી જાય છે. મહાસુખી થાય છે. એની આરાધનાએ જ મારા જીવનમાં કંઇક મેળવી શકી. સુરસુંદરી અમરકુમાર મહારાજને પગે લાગ્યા. વહાલસોયી દીકરી પોતાની જાણે ન હોય તેવા પ્રકારના ભાવો મહારાજના હૈયામાં જાગ્યા. ને તેથી દીકરી જમાઇને આશીર્વાદ આપ્યા. પછી પોતાના મહેલે રાજા પધાર્યા. 46 સુરસુંદરી અમરકુમારની રજા લઇને રાજયના કામ પતાવવા અને ગુણમંજરી ને મળવા રાજદરબારે પહોંચી ગઇ છે. રાજના મહાલયના વિશાળ ઉદ્યાનમાં ગુણપાલ રાજાની પાસે, સુરસુંદરી ગુણમંજરીને લઇને આવી છે. ગુણમંજરીને માથે તો જાણે આભ તૂટી પડયું હોય તેવી હાલત થઇ ગઇ હતી. વિમલયશની સાથે લગ્ન થયાને આ તો વિમલા નીકળી. હવે શું કરીશ? ભારે વિમાસણમાં બેઠી છે. સુરસુંદરી પોતાનો ઇતિહાસ ગુણમંજરીને કહી રહી છે. મહારાજ તે બંનેને એકાંત મળે તે માટે ત્યાંથી ઊભા થઇ ગયા. સુરસુંદરીની દુઃખ ભરેલી વાતો સાંભળતાં ગુણમંજરી ધ્રૂજી ઊઠે છે. ‘“અહો! શું એક નારીએ આટલાં બધાં દુ:ખ સહન કર્યા. કુસુમથીયે કોમળ નારીએ આટલા કષ્ટો સહન કર્યા? સુરસુંદરીએ પોતાની જીવનની કરુણ કહાની સંભળાવી. પછી ગુણમંજરીને કહ્યું:- ગુણ? હવે મારી વાતો સાંભળી ને તારા મનને સંતોષ થયોને? ગુણમંજરી કહેઃ- “ જાઓ નહિ તો'' આવું તે કાંઇ હોતું હશે! હું તમારા પ્રેમમા પાગલ બનીને સ્વપ્નાં સેવતી રહી. બસ, શું તમે પ્રેમ આવો જ રાખ્યો હતો? આ શું પ્રેમ કહેવાય! તમે દગો કરો ને ભોગ હું બનું? હવે શું કરું! સુરસુંદરી કહે- પેલા મહાચોરને વિસરી ગઇ કે શું? તારા જીવનનો ભોગ તો ત્યાં જ થવાનો હતો. ગુણઃ- પરંતુ એ સમયે મને મારા વિમલ ઉપર વિશ્વાસ હતો. સુરઃ- તો અત્યારે? ગુણમંજરી :- ત્યારે મને શું ખબર કે તમે કોણ હતા? આવો ક્રુર પરિહાસ તો કોઇ ન કરે? સુરસુંદરી કહેઃ- બધી વાત તો ઠીક! પણ તું તો મારી જીતાયેલી વસ્તુ છે. અર્ધા રાજ સાથે તું પણ મારી બની છે. મારી આજ્ઞા માનવી પડશે. ગુણમંજરીઃ- વળી કઇ આજ્ઞા! આવા ને આવા એમાંયે કોઇ છળકપટ હશે? સુરસુંદરી- ના! મેં તને એકવાર કહ્યું હતું કે આપણે બંને સમાન છીએ. અને સમાન ભાવે જીવંતપર્યંત સાથે રહીશું.છે ને મારી વાત યાદ. ગુણમંજરી : એટલે? સુરસુંદરી :- તે મારી સાથે લગ્ન કર્યા છે. ગુણમંજરીઃ- મેં તમારી સાથે લગ્ન કર્યા નથી. સુર- હં! વિમલયશ સાથે કર્યા છે. હું ફરીથી વિમલયશ બની જાવું? ગુણમંજરીઃ- તો પણ હવે હું તમારી પત્ની નથી. સુરસુંદરીઃ- તો મારી બહેન તો ખરી. ગુણમંજરી કહેઃ- તેમાં મારો વિરોધ નથી. સુરસુંદરી કહે ઃતો પછી તારો અને મારો એક પ્રિયતમ ‘અમર’’ નાં ચરણે મારું હૈયું બિછાવું છું તે અમરના ચરણે તું તારું હૈયું પણ બિછાવજે. કેમ બરાબરને! સુરસુંદરીએ ગુણમંજરીને મનાવી લીધી. રાજમહેલથી નીકળીને સુરસુંદરી સીધી અમરકુમાર પાસે પહોંચી ગઇ. અમરને બધી વાત કરી. અમર કહેઃ- મારી રજા વિના બીજા રતને શા માટે ગોતી આવી? સુર કહેઃ- મંજરી વિમલયશની પત્ની હતી. આ સિવાય બીજો રસ્તો નથી. આપણું પ્રેમ-મંદિર કંઇ સાંકડું નથી. મારી સાથે મારી એક બહેન હોય તો મને પણ આનંદ કેટલો? તમે મારી આટલી વાત શું ન સ્વીકારી શકો? અમર હારી ગયો. જવાબ દેવાને માટે શબ્દો ન જડયા. મનથી સતીને વંદી રહયો હતો. મનમાં વિચારતો હતો હે સુર! તું મારા જીવનની ભાગ્ય વિધાતા છે. ખરેખર! નારી સ્વભાવની ઉદાર પ્રતિમા છે. સુરસુંદરીએ રાજા ગુણપાલને વાત કરી. અને ગુણસુંદરીના લગ્ન અમરની સાથે ભવ્ય અને મોટા ઠાઠથી કર્યા. આજે સુરસુંદરી નિસ્પૃહ બનીને પ્રમોદભાવથી આનંદ અનુભવવા લાગી. કલ્પના કરી જુઓ- આ સહેલું છે? સ્ત્રી શોકયને સહન કરી શકે? ગુણમંજરી પિતાને માતાને પગે લાગી. સુરસુંદરીને પગે લાગતાં સુરે આશીર્વાદ આપતાં કહ્યું કે-વિમલયશની પ્રયતમા! પ્રેમ અને હૈયાની ઉદારતાં હંમેશા જાળવી રાખજે.'' મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૭૯) Page #313 -------------------------------------------------------------------------- ________________ સુખભર રહેતાં સૈાના દિવસો ચાલ્યા જાય છે. હજારો ગાઉ દૂર રહેવા છતાં પણ પ્રાણ પ્યારા વતનમાં સંસ્મરણો હૈયામાં થી ખસતાં નથી. બંને પત્નીના સ્નેહમાં સઘળું દુઃખ અમર વિસરી ગયો હતો. વહાલું વતન તેનાથી નહોતું વિસરાયું. એક દિવસ રાજાને કહ્યું- મહારાજ! માતાપિતા અમારી રાહ જોતાં હશે. અમારું મન ચંપાપુરી જવા તલસી રહ્યુ છે. આપ સંમતિ આપો. જમાઇરાજની વાત સાંભળી રાજાના હૈયામાં દુઃખ થયું. અમરના અતિશય આગ્રહના અંતે દુઃખી હૃદયે મહારાજાએ હા પાડી. રાજા દીકરીને સાસરે વળાવવાની સજાઇ કરી રહયા છે. સૈા સમજે છે. “દીકરી જન્મી નિશ્ચય તે પરાઇ, પારકી છે.’’ પ્રસંગપર પહેરવા માટે પારકાના માંગી લાવેલા ભૂષણો પ૨ મમતા શી ધરવી? પ્રાહુણા- મહેમાન યકી ઘ૨માં વસ્તી કરવી તો કયાં સુધી? તેમ આ દીકરી પારકાના ભૂષણ સરખી છે. મહેમાન પણ છે. બાપાનું ઘર છોડીને સ્વામીના ઘરને શોધીને જાય છે. તે જ ઘરે પોતાનું જતન કરે છે. તો તેમની મમતા શી કરવી? લોકોમાં પ્રાયઃ એક ઉખાણું કહેવાય છે કે પરિવારમાં પુત્રી હોવી તો થાળીનું દૂઝણું છે. (ઘેર ભેંસ-ગાય ન હોય પણ થાળીમાં દૂધ લીધુ હોય તો તે થાળીનું દૂઝણું ગણાય.) ઘેંશનું શીરામણ તે બદામનું નાણું ગણાય. (બદામનું નાણું લાબું ટકે નહિ, સડી જાય, ભેંશના આહારથી ભૂખ ભાંગે નહી, ઝટ પાછી ભૂખ લાગે) તેમ પુત્રીનો પરિવાર હોય તો તે પારકે ઘેર જતો રહે તે વખતે ઘર ખાલીને ખાલી. ઘરે કાંસાના વાસણો હોય છતાં જાતને ધનિક માને તેમ પુત્રીઓને મોટો પરિવાન માને. ગુણપલ રાજાને આ એક જ ગુણમંજરી કુંવરી હતી. રાજાનું આ જ સર્વસ્વ હતું તે હવે પરદેશ ચાલી. રાજાનો મહેલ ખાલી થઇ જવાનો. સતીએ પોતાનું રાજય રાજા ગુણપાલને પરત કર્યું. હાથી,ઘોડા રથ, આદિ બધી વસ્તુ પણ રાજાને સોંપી દીધી. વતનમાં જવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વતનમાં જવાની વાત પરિવારમાં મળતાં આનંદ થયો. રાજરાણીગુણવંતી પોતાની પુત્રી ગુણમંજરીને પોતાની પાસે બેસાડી સ્નેહભરી શીખ આપી રહી છે. હૈયાભર ભેટીને રડી રહી છે. વળી પાછી કહે છે દીકરી! તું નાની બાળ હતી, ત્યારે પણ કદીયે અમારા કહેલા વચનથી રિસાઇ નથી. જયારે જુઓ ત્યારે તું હસતી જ હોય બધાની સાથે હળીભળીને રહેનારી વ્હાલી દીકરી! અત્યાર સુધી પરાઇ લાગતી નહોતી. અમારા આટલાં દિવસો તને જોઇને સુખમાં ગયાં. વળી લગ્ન પછી પણ તું રાજમહેલમાં રહેનારી, તારો વિ૨૭ જણાયો નથી. પુત્ર કરતાં પણ તું અમને વધારે વ્હાલી છે. હે બેટી! તું અમારી ગુણરુપી મણિની પેટી સમાન છે. જે કંઇ શીખ દઉં છું તે तु મનમાં ધારણ કરજે. બાલ્યકાળથી તારા પિતાએ અને મેં જે ધર્મના સંસ્કારો રેડયા છે એનું જતન કરજે. શ્રી પંચપરમેષ્ઠીને ક્યારેય વિશરીશ નહિ. તારી બેન, અમારી દીકરી સુરસુંદરી પણ રહેલી છે. તે તારું જતન કરશે. તો તે બેનની જેમ જીવનમાં શ્રી મહામંત્રનું ધ્યાન જરુર ધરજે. હૈયામાં મંત્રને સ્થાપન કરજે. આજ મંત્રની ઉપાસના કરજે. હૃદયરુપી બગીચામાં ધર્મરુપી ફુલઝાડ વાવજે. જીવન ધન્ય બનાવજે. હે પુત્રી! તું તો મારે એકની એક પુત્રી રહેલી છે. વધારે શું કહું? આપણા કુળને ઉજાળજો. તારા કુલાચાર પ્રમાણે વર્તજે, કયારેય આચારને ચૂકતી નહિ. આપણને મળેલા ધર્મમાં પ્રથમ દાનને કહ્યું છે. તો તે દાનધર્મને ચિત્તમાં ધારણ કરજે. આંગણે આવેલા કોઇપણને કયારેય જાકારો ન આપતી. વળી વડીલનો વિનય કયારેય ચૂકતી નહિ. વિવેક અને વિનય પૂર્વક જીવન જીવજે. ભોજનવેળાએ પરિવારના પ્રત્યેક સભ્યને જમાડી પછી જમવાનું . રખે કોઇ જમવામાં બાકી ન રહે. તેની તકેદારી રાખજે. જીવનમાં કુટ, કપટ, માયા પ્રપંચ, જુઠું બોલવું આદિ દુર્ગુણોથી દૂર રહેજે. સત્ય અને મીઠું વચન બોલવાનું રાખજે. કટુ વચનનો ત્યાગ કરજે. હિત-મિત અને પ્રિય વાણી બોલજે. મિથ્યા દર્શનીયો, અન્ય લિંગીયા, કુલિંગીયાના દર્શન કયારેય ન કરતી. અવિરતીયો, દુર્જન માણસો થી સાવધ રહેજે. તેનો સંગ કયારેય ન કરતી. આ બધાનો પડછાયો કયારેય પણ ન લેતી. હે બેટી! આ વચનો હૃદયમાં ખાસ ધારણ કરી લેજે. હે બેટી! હે પ્યારી દીકરી! ગુણની પેટીને (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૨૮૦) Page #314 -------------------------------------------------------------------------- ________________ સાચવજે. વધારે શું કહું? સાસર-પિયર બંનેની શોભા વધે તે રીતે રહેજે. આટલું બોલતાં બોલતાં ગુણવતી રાણી ઘૂસકે ધ્રુસકે રડી સુરસુંદરી રાજમાતાને આશ્વાસન આપતાં કહે છે મા! તમારી દીકરીની ચિંતા ન કરશો આટલું બોલતાં સતી પણ ગળગળી થઇ ગઇ. આગળ કંઈ ન બોલી શકી. ગુણપાલ મહારાજ પાસે ગુણમંજરી પહોંચી. પિતાને ગુણમંજરી વળગી પડી ને રડવા લાગી. રાજા કંઇ જ ન બોલી શક્યા. અમરકુમારને કહેવા લાગ્યા. કુમાર! મારી દીકરી સોંપું છું. ક્યારેય છેહ ન દેશો. વળી સતી સુરસુંદરીને પણ કહ્યું:- મારી દીકરી તારા ખોળે છે. તમે બંને તેને સાચવજો. સુરસુંદરીના રાસની ચોથા ખંડની બારમી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ કહે છે કે ગુણરુપી પેટી હિતશિક્ષાથી ભરેલી આ ઢાળ છે. જે સ્ત્રી આ હિતશિક્ષાને ગ્રહણ કરશે તે સ્ત્રી આ જગતમાં યશ, શુભ અને સારા સુખને મેળવશે. ચતુર્થ ખંડે બારમી ઢાળ સમાપ્ત * (દોહરા) પરહથ દીધી દીકરી, પિહરમાં ન રખાય; નયણાં આંસુ જલભરી, હિયું ભરાએ માય. ૧ વહુ પિયર નર સાસરે, સં જમીયા સહવાસ; એ તાં હો એ અલખામણાં, જો મંડે થીર વાસ. ૨ કહે ગુણપાલ સતી પ્રતે, તમ વિયોગ દુઃખ દાય; મુઝ નગરી જન સુખ થયો, તે સવિ તુમ્હ પસાય. ૩ લીંબાદિક ચંદન ભયા, મલયાચલની પાસ; દુર્જન તે સજજન હુવે, ઉત્તમ સંગ નિવાસ. ૪ ઉત્તમ સરસી ગોઠડી, ઉત્તમશું સંયોગ; પુન્યહ વિણ નવિ પામીયે, શ્યો કીજે મન સોગ. ૫ હંસ ચાલતો પરખીયે, સરિતા નીર વહેત; હે મ કસોટી પરખીયે, માણસ વાત કરું ત. ૬ હૃદયાત્યંતર દવ બલે, બાહિર ધૂમ ન હોય; કરતાં કીધો નેહડો, હવે કિમ જાગ્યે સોય. ૭ ઇમ કહી વોલાવી વલ્યાં, પિહરીયા પરિવાર; જોતાં ને રોતાં વહ્યાં, સીંચે આંસુ ધાર. ૮ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૨૮૧) Page #315 -------------------------------------------------------------------------- ________________ રાજ્ય અરધ ગુણપાલને, નિજ થયું સતી સુપ્રત; વિમલજસ ગુણપાલની, આણ સદા વરતંત. ૯ હવે સસરાને પૂછીને, કરતા કુંવર પ્રયાણ; ઋદ્ધિ દાણી સાથે લહી, ગાજં તે નિસાણ. ૧૦ કે તે દિવસે આવીયા, અધિકાનંદ અપાર; કંતા ઉભયે પરિવર્યા ચંપાનગરી બાર. ૧૧ વધામણી ગઇ તતખિણે, આવ્યા અમરકુમાર; ભૂપ ધનાવહ હરખિયા, હરખ્યા સહુ પરિવાર. ૧૨ ભાવાર્થ : વસમી વિદાય અમરકુમાર-સુરસુંદરી-ગુણમંજરી વતનની વાટે જવા તૈયાર થઇ ગયા છે. દીકરી જ્યારથી જન્મી ત્યારથી પરાઇ છે. સમજીને પારકા હાથમાં સોંપેલી દીકરી હવે પોતાને ઘેર, પિયરમાં મા-બાપ પાસે ન રહેવાય. સમજુ મ તાપિતા પિયરમાં રાખે નહિ. રાજારાણી પોતાની લાડકવાયી દીકરીને સાસરે મોકલવાની તૈયારી કરી રહ્યાં છે. વાતાવરણ ખૂબ ગમગીન બની ગયું. અમર અને સુરસુંદરીના જવાથી બેનાપુરના નગરવાસીઓને પણ ઘણું દુ:ખ થયું. સહુએ આંસુભર્યા નયને વિદાય આપી રહ્યા છે. મા તો હિબકા ભરી રોઇ રહી છે. વ્યવહારમાં પણ કહેવાય છે કે વહુ પિયરમાં, પુરુષ સાસરીમાં રહે તેમજ સંતસંયમીનો અતિશય સહેવાસમાં સ્થિરવાસ કરે તો અળખામણાં થાય છે. ગુણપાલ રાજા સુરસુંદરીને કહે છે- હે દીકરી! તારો વિયોગ અમને સહન નહિ થાય. વિમલના સ્વાંગમાં મારું તથા નગરવાસીઓનું દિલ જીતી લીધું છે. રાજય ઉપર આવેલી આપત્તિને તે દુર કરી.નગરજનો તારા પસાયે સુખી થયા. તારો ઉપકાર શું ભૂલાય! મલયાચલ પર્વત ઉપર ચંદનના વૃક્ષોની આસપાસ લીંબ-લીમડા આદિ ઘણાં વૃક્ષો વીંટળાઇ ને રહેલા છે. ચંદનસજજનની સંગે કડવો લીમડો પણ સજજનતા પામે છે. ઉત્તમની સંગતે દુર્જન પણ સજ્જન બને છે. તે સતી! ઉત્તમ જીવોની સાથે ગોઠડી, ઉત્તમનો સંયોગ, આ બધું પૂર્વના પુણ્ય વિના મળતું નથી. જો આ પ્રાપ્તિ ન થાય તો તે માટે શોક કરવાથી શું? પુણ્ય ન હોય તો આવી સામગ્રી પ્રાપ્ત થતી નથી પક્ષીઓમાં હંસ ઉત્તમ છે. સરોવરમાં હોય ત્યારે સરોવરની શોભા અધિકતર બની જાય છે. સરોવરમાં ચાલતો હંસ પણ પરખાઇ જાય છે. વહેતી નદી પણ નિર્મળ અને પવિત્ર છે. સોનાની પરખ કસોટી કર્યા પછી થાય છે. તે જ રીતે ઉત્તમજનો વાત કરતાં પરખાઇ જાય છે. રે દીકરીઓ! હૃદયમાં તમારા સૈના વિરહ દાવાનલ સળગી રહયો છે. આ દાવાનલનો ધૂમાડો બહાર દેખાય નહિ. તમારી સૌની સાથે સ્નેહની ગાંઠ બાંધતા એવી બંધાઇ ગઇ છે તે કેમે કરીને છૂટી જાય તેમ નથી. હે અમરકુમાર! વળી કયારેક આ તરફ જરુર આવવાનું રાખજો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #316 -------------------------------------------------------------------------- ________________ શુભવેળા વિદાયની આવી ગઈ. સાગરકિનારે સહુ વિદાય આપવા આવી ગયા છે. સહુએ આંસુભર્યા નયનોએ વિદાય આપી. રાજાએ બંને દીકરીને સાસરવાસો કરિયાવર ઘણો મોટો કર્યો હતો. સુરસુંદરીને પણ મૂલ્યવાન વસ્તુ ભેટ આપવામાં આવી હતી. કુમારે પોતાના વહાણોમાં પોતાનો માલ હતો તે બધો બહાર મૂકાવી દીધો. રાજાએ આપેલા દાયકામાં વસ્તુઓ તથા દીકરીઓનો કરિયાવર તે પણ વહાણમાં રાજાએ મૂકાવ્યું. તૈયાર થઈ ગયેલા વહાણો અને કુમાર, સુરસુંદરી અને ગુણમંજરીને માટે રાજાએ કરાવેલ વિવિધ પ્રકારના વહાણમાં નિશાન-ધ્વજા પતાકા ફરકી રહી છે. શુભ શુકન થતાં ત્રણેય રાજા રાણીને પગે લાગીને વહાણ ઉપર ચડયા. પવન અનૂકુળ હતો. વહાણો સફરે ઉપડયા. ભારે હૈયે વિદાય આપતાં રાજા રાણી તથા પરિવાર નગરજનો વહાણો દેખાયા ત્યાં સુધી કાંઠે ઊભા ઊભા સહુ હાથ હલાવી આવજો આવજો કરતાં વિદાય આપી રહ્યા હતા. વહાણ દેખાતાં બંધ થતાં પિયરનો પરિવાર રોતો રોતો સહુ પાછો વળ્યો. પળવારમાં વહાણો સમુદ્રમાં દેખાતા અદશ્ય થયા. ગુણપાલ નૃપે પોતાના રાજયમાંથી અર્થે રાજય સતીને આપ્યું હતું કે રાજયમાં વિમલયશની અને અડધા રાજયમાં પોતાની આ રીતે આણ વર્તાવી. સાસુ સસરાની આજ્ઞા લઈને પ્રયાણ કરતાં અમરકુમાર ઘણી ઋદ્ધિ સાથે લઈને પોતાના વતન તરફ જઈ રહ્યો છે. પ્રવાસ સુખરૂપ થઈ રહયો છે. અધિક આનંદમાં રહેતો કુમાર, બંને સ્ત્રીઓથી પરિવરેલો ચંપાનગરીએ પહોંચવાની તમન્ના સાથે દિવસો પસાર કરે છે. જોતજોતામાં કેટલાક દિવસો બાદ ચંપાનગરીએ વ્યાપારી અમરકુમાર વિશાળ રસાલા સાથે નગરી નજીક આવી ગયો. ચંપાનગરીની નજીક આવતાં અમરકુમારે પોતાના માણસો આગળ મોકલીને, સમાચાર માતાપિતાને રાજારાણી ને મોકલી આપ્યા. આ સમાચાર મળતાં ધનાવહ શેઠ, રિપુમર્દન રાજા તેમજ પરિવાર સૌ હર્ષિત થયા. સૌ દરિયાકાંઠે આવવા માટે નીકળ્યા છે. ઢાળ તેરમી (સાહેલડીયાની-દેશી.) સૈન્ય સહિત ગૃપ આવીયાજી જયવંતાજી, સુરસુંદરીનો તાત ગુણવંતાજી, નાગરજન સવિ આવીયા, જયવંતાજી, જાણી નૃપ જામાત. ગુ. ૧ શેઠ ધનાવહ તતખિણે, જ. નંદન સનમુખ જાય ગુ; રિપુમર્દન શણગારતો, જ. ચંપાપુરી સોહાય ગુ. ૨ 'પગર ભરાવ્યા શેરીયે જ. પંચવરણને ફૂલ. ગુ. પંથે ધૂપ ઘટા દીએ, જ. જાસ સુગંધ અમૂલ. ગુ. ૩ પંથે પંક કઢાવતા, જ. શણગાર્યા ઘર હાટ; ગુ. ધરતી વિષમ સમી કરે જ. જલ છંટાવે વાટ. ગુ. ૪ ગોખે ગોખે નારીયો જ બેઠી ધરી શૃંગાર, ગુ. જાણે ઉતરી નાકથી જ. દેખણ સુરની નાર. ગુ. ૫ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૨૮૩) Page #317 -------------------------------------------------------------------------- ________________ ગીત ધવલ મંગલ તણા જ. રથ બેથી શુભનાર; ગુ. યાચક જન બિરદાવલી જ. બોલે સહુ તિણિવાર. ગુ. ૬ સુંદરી શિર બેહડાં ધરી જ. હઈડે હરખ ન માય; ગુ. કે ઈ બાલા મુગતાફળે જ. હર્ષ ભરંત વધાય. ગુ. ૭ શિર સિંદૂરે શોભતાં જ. મદવંતા ગજરાજ; ગુ. તેજી તુરીય નચાવતા જ. બહુ વાજિંત્ર વિરાજ. ગુ. ૮ ઘર ઘર ગુડી ઉછળે, જ. ને જાં ને નિસાણ; ગુ. રથ ચકડોલ ને પાલખી જ. ઇમ મોટે મંડાણ. ગુ. ૯ જય જય શબ્દ પરિવર્યા, જ. આવે અમરકુમાર; ગુ. સુરસુંદરી ગુણમંજરી, જ. બેસી સુખાસન સાર. ગુ. ૧૦ સહસ નયણ માલા જુવે, જ. દંપતીને મનોહાર; ગુ. આવી સનમુખ ભટણું, જ. ઠવી કરે કેદ જુહાર. ગુ. ૧૧ પુરજન ઇણિપરે બોલતાં, જ. સકૃત કર્યા ઇણે સાર; ગુ. તેહ તણા ફલ ભોગવે, જ. સુંદરી અમરકુમાર. ગુ. ૧૨ ઇમ મહોત્સવ બહુલે કરી, જ. દેતાં અઢળક દાન; ગુ. નિજ ગેહે પોહતા સુખે, જ. દે સહુને બહુમાન. ગુ. ૧૩ માત પિતા હર્ષ મળ્યાં, જનિજ નિજ સૈધે જાણ; ગુ. જે દિન સયણ મેલાવડો, જ. ધન તે દિન સુવિહાણ. ગુ. ૧૪ પૂજા કરે જિનરાજની, જ. શુભધ્યાને ત્રણ ટંક, ગુ. સાતમી વચ્છલ બહુ કરે, જ. ટાળે પાપનો પંક. ગુ. ૧૫ બિંબ ભરાવે જિન તણાં, જ. કીધાં બહુ પ્રાસાદ; ગુ. કંચનમય તે સવિ કીયા, જ. સ્વર્ગ શું મંડે વાદ. ગુ. ૧૬ સુરસુંદરી સમરે સદા, જ. ઉપગારી નવકાર; ગુ. દાન દીયે મુનિરાજને, જ. નહિ કોઈને નાકાર. ગુ. ૧૭ દ્યો દેવરાવો દીજીએ, જ. દદો કરે દકાર; ગુ. દેવલોક પુરી તે ઠવો, જ. દાતાને નિરધાર. ગુ. ૧૮ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) છે ? Page #318 -------------------------------------------------------------------------- ________________ ના નથી નહિ આપીએ, જ. કરે મુખથી નાકાર. ગુ. નરક તણે ર તે ઠવો, જ. નિર્મુખને નિરધાર. ગુ. ૧૯ કોઇ દિન સવિ સહિયર મલી જ. વનમાં કેલ કરંત; ગુ. સુરપરે સુખ સંસારનાં, જ. વિલસે ૨મણી કંત. ગુ. ૨૦ સુખિયાને સુખ-સંગમાં, જ. જાતો ન લહે કાલ; ગુ. દુઃખિયાને પણ જાય છે, જ. પણ દાવાનલ ઝાલ. ગુ. ૨૧: સુખને ચાહે બહુ જના, જ. પણ સુખ પુણ્ય પ્રમાણ, ગુ. લૈાકિક સાખ્ય અનેકધા, જ. લોકોત્તર નિરવાણ. ગુ. ૨૨ સાતે સુખ આવી મલ્યાં, જ. લોક કહે રંગ રેલ; ગુ. પહિલું સુખ તનુએ નરા, જ. બીજું દંપતી મેલ.; ગુ. ૨૩ ત્રીજું સુખ તે જાણીએ, જ. રહે સુખમાં એકઠાય; ગુ. સુખ ચોથું શિર રિણ નહિ, જ. પંચમુ સઘલે મનાય. ગુ. ૨૪ છઠ્ઠું સુખ વિજ્ઞાનતા જ. રુપ કલા ગુણસાર; ગુ. સુત સજજન સુખ સાતમું જ. વિનયી સહુ પરિવાર. ગુ. ૨૫ એ સાતે સુખ સામટાં જ. અમરકુમારને સેવે; ગુ. કેલ કરે રસ રંગશું, જ. પર્વે પોસર લેવે. ગુ. ૨૬ સ્ત્રીના સાત સુખો. (ચોપાઇની -દેશી.) પહિલું સુખ જે પિહર ગામ, બીજું સુખ તે ગુણવંત સ્વામ; ત્રીજું પિયુ પરદેશ ન જાય, ચોથું સુખ લક્ષ્મી ઘરમાંય. ૧ પાંચમું સુખ જે દીલે નરી, છઠ્ઠું સુખ થોડી દીકરી; સહિયર સાથે વિનોદહ વાત, સુરસુંદરીના એ સુખ સાત. ૨ પુરુષના સાત દુઃખો. પહેલું દુ:ખ પાડોશી ચાડ, બીજું દુ:ખ ઘર વિષનું ઝાડ; ત્ર દુઃખ ન જરે આહાર, ચોથું દુઃખ શિર વહવો ભાર. ૩ પાંચમું દુઃખ પાલા ચાલવું, છઠું દુઃખ જે નિત માંગવું, કવિ કહે સાતે નર દુઃખ, નર નિર્ધનને ઝાઝી ભૂખ. ૪ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૮૫) Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧-ઢગલા ભાવાર્થ : સ્ત્રીના સાત દુઃખો. પહેલું દુઃખ જે સ્ત્રી અવતાર, બીજું દુઃખ જે મૂઓ ભરતાર; ત્રીજું દુ:ખ જે નહિ સુતરત, ચોથું દુઃખ જે નહિ ઘર ધન્ન. પ પાંચમું દુ:ખ જે કરવું પાપ, છઠ્ઠું દુઃખ જે નહિ મા બાપ; ગર્ભ ધર્યો તો વહેવો ભાર, નારી દુઃખ તણો ભંડાર. ૬ પૂર્વની ઢાલ- (૧૩) ચાલુ. ઉન્નતિ જૈન-તણી કરે, જ. સુંદરી દોઇ કૃપાલ; ગુ. ઇમ સુખભર રહેતાં થકાં જ. ગયો કેટલો કાલ. ગુ. ૨૭ ઇણિ અવસર ઉદ્યાનમાં, જ. જ્ઞાનધરુ મુનિરાય; ગુ. સમવસર્યા પરિવારશું, જ. ભવ્ય-વનજ બોધાય; ગુ. ૨૮ જંગમ તીરથ જાણીએ, જ. મુનિ શુભગુણ મણિમાલ; ગુ. ચોથે ખંડે તેરમી, જ. વીર કહે એ ઢાળ. ગુ. ૨૯ ચંપાનગરીમાં પ્રવેશ ધનવાહ શેઠનો લાડકવાયો દીકરો, રિપુમર્દન રાજાની લાડકવાયી દીકરી, અમરકુમાર અને સુરસુંદરી વિદેશ યાત્રા કરીને આવી રહ્યા છે. એ આનંદના સમાચાર નગરમાં વાયુવેગે પહોંચી ગયા. સૈાને મળવાની ઉત્કંઠા વધારે છે. પરિવાર, નગરજનો આદિ સૈા સમુદ્રકાંઠે જવા લાગ્યા. બંનેની માતાઓ પણ હરખાઇ છે. રિપુમર્દન રાજા જમાઇરાજનું સામૈયું કરવા સૈન્ય સહિત આવે છે. સુરસુંદરીનો પિતા દીકરી જમાઇન લેવા આવતાં ગુણવાન રાજા સદા જયવંતા વર્તે છે. પોતાના નગરના રાજાનો જમાઇ આવી રહયો છે. તે જાણી નગરજનો પણ તેને લેવા માટે સૈન્ય સાથે સમુદ્ર તીરે આવે છે. વહેલી સવારે વહાણો ચંપાનગરીનમાં સમુદ્ર કિનારે પહોંચી ગયા છે. લોકમેદની સ્વાગત માટે જામી રહી હતી. પ્રાતઃકાર્ય થઇ ગયા પછી સુરસુંદરીએ નિત્યનિયમ મુજબ શ્રી નવકાર મહામંત્રનું આરાધન કર્યું. હોડીમાં બેસીને ત્રણેય કિનારે આવ્યા. આનંદ મેળો જામ્યો હતો. સંયોગ મેળાવડો થઇ રહયો છે. ધનાવહ શેઠને ધનવતી શેઠાણી બાર વર્ષે દીકરાનું મુખ જોવા માટે કાંઠે આવ્યા છે. રાજાએ ચંપાનગરીને શણગારવા માટે આજ્ઞા આપી દીધી હતી. હોડી માંથી ઉતરીને કિનારે આવતાં પુત્ર અને પુત્રવધુને જોતાં શેઠ શેઠાણી આનંદ પામ્યા. દીકરી-જમાઇને જોઇને રાજારાણી પણ ઘણાં આનંદ પામ્યા. આવી રહેલા કુમાર તથા સુરસુંદરીને ગુણમંજરી માતિા- ધનાવહ ને ધનવતીને પગે લાગે છે. ત્યારબાદ રાજારાણીને પગે લાગે છે. પોતાની જન્મભૂમિને વંદન કર્યા. તથા સર્વ લોકસમૂહને પણ કુમારે હાથ જોડી પ્રણામ કર્યા. સમુદ્રની સફરમાં ચંપાનગરીની ઘણી વાતોથી ગુણમંજરી ઘણી જાણીતી થઇ ગઇ હોય છે. તેથી તેણે પણ સુ૨સુંદરીની જેમ જ વ્યવહાર કર્યો. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૮૬) Page #320 -------------------------------------------------------------------------- ________________ અમરની મા તથા મહારાણી રતિસુંદરીએ સર્વને વધાવ્યા. નગરશેઠ અને મહારાજાએ પુષ્પહાર પહેરાવ્યા. રાજાની આજ્ઞાથી નગરમાં શોભા થઇ હતી. નગરીના લોકો સામૈયામાં જવા તૈયાર થયા હતા. અમર-સુરસુંદરીના આગમનથી લોકોના હૈયા હિલોળે ચડ્યા હતા. ચંપાનગરી સાક્ષાત્ સ્વર્ગપુરી બની હતી. શેરીએ શેરીએ પંચવર્ણોના પુષ્પોના પગર ભરાવ્યા હતા. અમૂલ્ય ધૂપથી રસ્તે રસ્તે સુંગંધી ધૂપ ઘટા વહી રહી હતી. રાજસેવકોએ નગરીને સાફ કરીને સ્વચ્છ બનાવી દીધી હતી. કાદવ-કચરા આદિને પણ દૂર કર્યા હતા. ઘર, હવેલી, હાટ, દુકાનોને પણ અવનવી શણગારી હતી. શેરીએ ચાર રસ્તા જયાં ઊંચી નીચી એવી વિષમ ધરતીને સરખી કરાવી તેની ઉપર જલ છંટાવતા હતા. સામૈયાના સાજમાં અમરકુમારને જોવા નગરનારીઓ પોત-પોતાના ઘરના ગોખલે બેસીને શણગાર સજી રહી છે. શણગાર સજીને તૈયાર થયેલી નારીઓ કેવી લાગતી હતી? સાક્ષાત્ દેવલોકમાંથી દેવીઓ અહીં ચંપાપુરીમાં આવીને બેઠી હોય એવું ભાસતુ હતું. સામૈયાની તડામાર તૈયારી થઇ ગઇ. દરિયાકિનારેથી સામૈયું શરુ થયું. વાજતે ગાજતે નગર તરફ આવી રહ્યું છે. રથમાં બેઠેલી સૌભાગ્યવંતી નારીઓ ધવલ મંગલ ગીતો ગાઈ રહી છે. સામૈયામાં સામેલ પ્રજા બિરુદાવલી બોલી રહયા છે. જેના હૈયામાં આનંદનો પાર નથી તેવી સુંદરીઓ માથે બેડાં લઈને ઉલ્લાસભેર ચાલી રહી છે. કેટલીક નાની બાલિકાઓ હર્ષથી મોભડે વધાવે છે. લલાટે સિંદુર લગાડેલા, મદ ભરેલા હાથીઓ મલપતા મલપતા ચાલી રહ્યા છે. જાતવાન તેજવંત ઘોડાઓને નચાવતા અસવારો ચાલે છે. ત્યારપછી જુદા જુદા પ્રકારના વાજિંત્ર વાગતા હતા. કુમાર અને સતીને લઇને સામૈયું રાજમાર્ગ ઉપરથી જઈ રહ્યું છે. ઘર ઘર મંગળ સ્થંભ પાસે ઊભેલી સ્ત્રીઓ સતી અને કુમારને વધાવે છે. નગરમાં બાંધેલી ધજા અને પતાકાઓ આવકાર આપી રહયા છે. રથ, પાલખી, ચકડોલના ઘૂઘરાઓ પણ અવાજ કરતા સ્વાગત કરી રહયા છે. સાજન માજનથી પરિવરેલો કુમાર અને સતી ગુણમંજરી સાથે મોટા આડંબરપૂર્વક જય જય આદિ શબ્દોને સાંભળતા નગર પ્રવેશ થયો. વાજતે ગાજતે ઉલ્લાસ ધ્વનિ સાથે સર્વ યાત્રીઓ રાજદરબારે આવ્યા. સુખાસન પર બેઠેલા સુરસુંદરી અને ગુણમંજરી પોતાના સ્વામીને નિહાળતી. નગરના લોકોની હજારો આંખે જોવાતા દંપતી રા ૪દરબારે આવ્યા. રાજદરબાર ભરાયો. અમરની આગળ કેટલાક પુરજનો ભેટો મૂકતાં હતા. પુરવાસીઓ અંદરોઅંદર બોલી રહયા છે કે જુઓ તો ખરા! પૂર્વના સુકૃતનું ફળ કેવું? દંપતી દેવલોકના સુખ કરતાં ઘણાં સુખી દેખાય છે. પુણ્યના ફળ ભોગવી રહયા છે. સુકૃતનું ફળ આજે આપણને આંખ સામે દેખાય છે. બજારમાં, ચટા માં, શેરીઓમાં થઈને સામૈયુ રાજદરબારે પહોંચી ગયું. પાછળ સુકૃતની અનુમોદનાની મહેક ઉછળી રહી છે. માર્ગમાં આવતાં અમર અને સુંદરીએ યાચકવર્ગોને દાન આપ્યું. આપી આપીને સૌના હૃદયના આશીર્વાદ મેળવ્યા હતા. સર્વના સ્વાગતને ઝીલતા, જુહારને ઝીલતા. પ્રતિ જુહારે આપતાં, સભા તે વેળાએ વિસર્જન થઇ. દંપતીને જોતાં જોતાં નગરજનો છૂટા પડ્યા. ત્યારબાદ અમર, સુરસુંદરી અને ગુણમંજરી બંને સ્ત્રીઓને લઇને પોતાના ઘરે આવ્યો. માતપિતાને પગે લાગ્યા. કુશળતાના સમાચાર પૂછી રહેલા મા-પિતા દીકરાને જોઇ રહયા છે. ગુણિયલ વહુને પણ આશીર્વાદ દીધા. સુરસુંદરી માતાને ગુણમંજરીની ઓળખાણ કરાવતાં કહે છે કે મા! આ તમારા દીકરાની વહુ. ધનવતીએ કહ્યું- સુર! તું પણ ખરીને! હા! મા! હું તો જુની થઇ ગઇ. મને તો જોઇ છે? આ નવી વહુ લાવ્યા તેની વધામણી આપુ ને' સ્વજનો સૈ હસી પડ્યા. આનંદ કિલ્લોલ હવેલીમાં ઉછળી રહયા છે. કહ્યું છે જે દિન સ્વજન વર્ગ ભેગો થાય. તે દિવસ સુપ્રભાત તો સુખ અને આનંદ કહેવાય છે. આનંદની છોળો ઉછળી રહી છે. આપ્તજનો પણ આનંદ પામ્યા છે. હવે અમરકુમાર સુરસુંદરી-ગુણમંજરી પોત પોતાના ખંડમાં ગયા. સૌને પરમાત્માની પૂજા કરવા જવું છે. ત્રણેય (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #321 -------------------------------------------------------------------------- ________________ તૈયાર થઈને પરમાત્માની પૂજા કરવા ગયા. આવા પરમસુખના દિવસોમાં પણ પરમાત્માની ત્રિકાળ પૂજા કરે છે. કયારેય પ્રભુની ભકિત ભૂલ્યા નથી. ત્યારબાદ ગુણમંજરીને લઇને સુરસુંદરી પિતાને મળવા રાજમહેલે ગઈ. પ્રવાસની અવનવી વાતો કરતો અમરકુમાર માતાપિતા પાસે બેઠો છે. પોતાના પાપનો એકરાર પિતા સમક્ષ કર્યો. પ્રવાસની વાતો કરી. સુરસુંદરીની ચાતુરી, નવકારમંત્રની શ્રદ્ધા, શિયળની અડગતા, વગેરે ઘણી ઘણી વાતો કરી. માતાપિતાને હર્ષ ને દુઃખ બને થયાં. પિતાએ કહ્યું- ભાઈ! જીવન એ તો સાહસનું સંગ્રામ છે. પરંતુ તેમાં કુવિચાર પ્રવેશે છે તો તે કલહસ્થાન બની જાય છે. બેટા! તારો ગુનો તો મોટો કહેવાય. તું જયારે નિર્દોષ ભાવે કબૂલાત કરે છે તેથી ગુનો ક્ષમ્ય બની જાય છે. પાપની કબૂલાત કરવાથી પાપ સળગી જાય છે. પાપ છૂપાવવાથી ઘણાં દુ:ખ ઊભા થાય છે. દીકરા! જીવન ક્ષેત્રે પગલે પગલે પત્થર પડયા છે. વિચારીને પગ મૂકવો. બેટા! તારું કલ્યાણ થાઓ. અમરે માતાપિતાના ચરણે માથું મૂકયું. અને અશુપાતથી ચરણનું પ્રક્ષાલન કર્યું. માતપિતાની આંખો પણ સજળ બની. પ્રવાસની બીજી પણ અવનવી વાતો કરી રહ્યા છે. તેવામાં સુરસુંદરી ગુણમંજરીને લઇને પિતાને ત્યાંથી આવી ગઈ. સૌ ભેગાં થયાં છે. આનંદની છોળો ઉછળી રહી છે. હવે અમરકુમાર પોતાની પત્નીઓ સાથે દરરોજ પરમાત્માની પૂજા કરે છે. આરાધનામાં વધુ ઉદ્યમશીલ બનવા લાગ્યા. સાંસારિક કાર્યો પણ સંભાળી લીધાં છે. વળી પોતાના સાધર્મિકને ભૂલતો નથી. સ્વામીવત્સલ્ય ભકિતપૂર્વક કરે છે. આ રીતે પરમાત્માએ કહેલા આવશ્યક ક્રિયા સહ બીજા પણ ધર્મ અનુષ્ઠાનોને કરે છે. અને કલિમય પાપને પખાળે છે. ધર્મને સમજયા પછી સમજુ જીવો ભૌતિક સુખમાં રમતાં નથી. મળેલી લક્ષ્મીનો શુભકાર્યમાં વાપરે છે. શ્રી જિનેશ્વર ભગવાનની ત્રિકાળ ભકિત કરે છે. ગુરુભકિત કરે છે. શ્રી જિનેશ્વર ભગવાનની પ્રતિમા ભરાવે છે. નવાં જિનમંદિરો બંધાવે છે. જૂના જિનમંદિરનો ઉદ્ધાર કરાવે છે. મોટા આડંબરપૂર્વક, મહામહોત્સવ સાથે શ્રી જિનેશ્વર પરમાત્માની પ્રાણપ્રતિષ્ઠા કરાવે છે. જિનપ્રસાદો કંચનમય બનાવ્યા છે, જે પ્રાસાદો સ્વર્ગની સાથે વાદ કરતાં હોય તેવા શોભી રહયા છે. ચરિત્રનાયિકા મહાસતી સુરસુંદરી પોતાના પરમ ઉપકારી શ્રી નવકાર મહામંત્રને કયારેય ભૂલતી નથી. નિયમને પાળતી થકી વધુને વધુ જાપમાં તન્મય બને છે. પોતાની આરાધનાની સાથે સાથે મુનિભગવંતોને દાન( સુપાત્ર દાન) આપે છે. આંગણે આવેલા કોઇ પણ પાછા જતાં નથી. સતી કંઇને કંઇ પણ આપીને સંતોષતી હતી. દ”કારના લાભ કેટલા! પુણ્યયોગે મળેલી લક્ષ્મીને જે આપે છે લક્ષ્મીનું દાન દે, દેવરાવે, દેતાં હોય તેમાં સહકાર આપે તો તે ‘દ'કાર શ્રેષ્ઠ દેવલોક આપે છે. અર્થાત્ તે માણસને દેવલોકમાં સ્થાન મળે છે. નિશ્ચયથી તે દાતા દેવલોકને મેળવે છે. તો..નકાર” શું કરે? લક્ષ્મી ઘણી હોય પણ પોતાના પૂર્વના કર્મને અનુસાર તેની પાસે કોઇ માંગવા આવે તો શું કહે:“ના” મારી પાસે નથી. જા આપવાનો નથી. આંગણે આવેલાને અનુકંપાથી પણ ન આપે. તો સુપાત્રે લાભ કયાંથી લઇ શકે? તે માણસ લક્ષ્મીવાન હોવા છતાં પણ “નકાર’ નરકે લઇ જાય છે. નિશ્ચયથી નકારને ભણતાં નરકમાં સ્થાન મેળવે છે. આવા અવગુણોથી દૂર રહેતાં દંપતી પોતાના દિવસો આનંદમાં પસાર કરે છે. બંને સુંદરીઓ કોઇકવાર પોતાની સખીયોની સાથે વન ઉદ્યાનમાં રમત-ગમત કરવા, ફરવા માટે જાય છે. કોઇવાર અમરકુમાર પોતાની પત્નીઓ સાથે ક્રીડા કરવા બગીચામાં જાય છે. માત-પિતાની સાથે પણ દરરોજ વિનય વિવેકથી ધર્મની ચર્ચા કરતાં હોય છે. આ રીતે સ્વર્ગના દેવીની પેઠે સંસારના સુખોને સ્વામી સાથે ભોગવતી થકી રહી છે. પુણ્યશાળી જીવોને સંસારમાં સુખમાં સમય કેટલો જાય છે! તે ખબર પડતી નથી. દુઃખીયાના દિવસો દુઃખમાં જાય છે. પણ તે દિવસો વનમાં લાગેલા દાવાનળની ઝાળ સરખા (મહાસતી શ્રી સુરસુંદરીનો રસ) Page #322 -------------------------------------------------------------------------- ________________ લાગે છે. સુખની ઝંખના સૌ જીવો કરે છે. સુખ સૌને પ્રિય છે. પણ છતાં દુ:ખ વધારે મળે છે. કારણ ભવાંતરમાં જેટલા પુણ્ય કર્યા હોય તેટલા પ્રમાણમાં સુખ મળે છે. પછી તેને માટે ફાંફાં મારીએ તો સુખ કયાંથી વધારે મળે? લૈકિક ધર્મમાં સુખના અનેક પ્રકાર કહ્યા છે. લોકોત્તર એવા શ્રી જિનશાસનમાં સાચું સુખ-મોક્ષને માને છે. તે સુખ આગળ બીજા સુખો કોઈ વિસાતમાં નથી. અમર-સુંદરી તો વાનરના પ્રબળ પુણ્યના ઉદયે સંસારમાં કહેવાતા સાતે પ્રકારના સુખોને ભોગવી રહ્યા છે. આ સુખો જેને મળ્યા છે તે લોકો આનંદથી ભોગવી રહયા છે. મનુષ્યના સાત પ્રકારના સુખો કહે છે. ૧ શરીર નીરોગી હોય. ૨ દંપતીનો સુમેળ- પતિપત્ની વચ્ચે કયારેય મતભેદ નહોય. ૩ એક સ્થાનમાં રહે. ક્યારેય રખડવું ન પડે. ૪ દેવું કરજ ન હોય. ૫ જયાં જાય ત્યાં માન મળતાં હોય. ૬ સકલ કળામાં જાણકાર હોય. ૭ પુત્ર આદિ પરિવાર વિનયશીલ હોય આ સાતે પ્રકારના સુખો અમરને પુણ્યના યોગે મળ્યા છે. છતાં પણ પર્વના દિવસોએ દંપતી પૌષધ કરે છે. ધર્મને ભૂલતાં નથી. સ્ત્રીઓના સાત પ્રકારના સુખો હોયઃ ૧ પિયરનું સુખ. પોતાનું પિયર ગામમાં હોય તે સ્ત્રીને પ્રથમ એ સુખ. ૨ ગુણવાન સ્વામી. ૩ પોતાનો પતિ પરદેશ કયારેય ન જાય. ૪ પોતાનું ઘર લક્ષ્મીથી ભરેલું હોય. ૫ નીરોગી હોય. ૬ પરિવારમાં દીકરી ઓછી હોય. ૭ સખીઓનો સંગ સારો હોય. આ સાતેય પ્રકારના સુખો સતી સુરસુંદરી તથા ગુણમંજરીને હતા પુરુષના સાત પ્રકારના દુઃખો:- ૧ ચાડી ચુગલી કરનાર પાડોશી. ૨ ઘરમાં વિષનું વૃક્ષ હોય. ૩ ભોજન પુરુ ન હોય. ૪ માથા ઉપર ભાર વહન કરવો- મજૂરી કરવાની હોય. ૫ પગથી ચાલવાનું હોય. ગરીબાઈને લઈને વાહન વ્યવહારની સગવડ ઘરમાં ન હોય. તેથી જયાં જવું હોય ત્યાં પગપાળા જવું પડતું હોય. ૬ ભીખ માંગવી. ૭ નિર્ધનતા. આ સાતેય પ્રકારના દુઃખથી પુરુષ પીડાય છે. સ્ત્રના સાત પ્રકારના દુઃખો:- ૧ સ્ત્રીનો અવતાર. ૨ પતિ મૃત્યુ પામ્યો હોય. ૩ પુત્ર રત ન હોય. ૪ દરિદ્રપણું. ૫ ઘરમાં રહીને ન કરવા ના કરવા પડતાં પાપો. ૬ માત પિતા ન હોય. ૭ ગર્ભ ધારણ કરવો. આ સાતેય પ્રકારના દુ:ખથી સ્ત્રી પીડાય છે. મહાસતી સુરસુંદરી ઉત્કૃષ્ટપણે ગૃહસ્થ ધર્મને પાળતી રહી છે. જિન શાસનની ઉન્નતિને કરે છે. સુખમાં રહેતાં ઘણો કાળ વીતવા લાગ્યો. પોતાના પ્રબળ પુણ્યને ભોગવતી પરિવાર-સ્વજનોના દિલને જીતી લીધા છે. એ અવસરે નગરની બહાર ઉદ્યાનમાં જ્ઞાની ગુરુ ભગવંત શિષ્ય પરિવારથી પરિવરેલા આવ્યા છે. મુનિભગવંતો ભવ્યજીવોને પ્રતિબોધવાને માટે આ પૃથ્વીતળને વિષે સાક્ષાત્ જંગમ તીર્થ રુપ છે. આ પ્રમાણે ચોથા ખંડને વિષે તેરમી ઢાળ સમાપ્ત કરતાં કવિરાજ કહે છે કે એક સ્થળેથી બીજે સ્થળે ફરતાં મુનિભવતો શુભ ગુણરુપ મણિઓની માલા સમાન જંગમ તીર્થ છે. ચતુર્થ ખંડે તેરમી ઢાળ સમાપ્ત (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #323 -------------------------------------------------------------------------- ________________ (દોહરા) વનપાલક જઇ વિનવે, રિપુમર્દનને તામ; જ્ઞાનધરાખ્ય મુનિવરા, આવ્યા તુમ વન ઠામ. ૧ વનપાલકના મુખ થકી, સુણી આગમન ઉદંત; રોમ રોમ તનુ ઉલ્લસ્યો, પ્રગટયો હર્ષ અત્યંત. ૨ વિણ કિરીટ ભૂષણ દીયા, સોવન રસના દીધ; પ્રીતિદાન વનપાલને, જનમ અયાચક કીધ. ૩ ચતુરંગી સેના સજી, મદ ઝરતા ગજરાજ; મુનિવૃંદનને મહ્યા, રિપુમર્દન મહારાજ. ખડ્ગ છત્ર ચામર મુગટ, ઉપાનહ રાજ્યાંગ; એ સઘલાં નૃપ પરિહરી, કરે પ્રણામ પંચાંગ. પ અમરકુમાર રમણી બિહું, બહુ પરિવારે તામ; મુનિ નમી કરીય પ્રદક્ષિણા, બેઠાં નિજ નિજ ઠામ. ૬ હર્ષ ભરે પુરજન સવિ, પહેરી સવિ શણગાર; અઢલક દાન સમર્પતા, આવ્યા જિહાં આણગાર. ૭ બેઠી છે મુનિ-મંડલી, તેહના વંદી પાય; ગુરુ-મુખચંદ નિહાલતા, ભવિ-ચકોર સમુદાય. ૮ વંછે સુણવા ધર્મ તે, તવ મુનિ ધર્મ કહેત; મુનિનો એહ સ્વભાવ છે, નહિ વિકથા ક્ષણ-મંત. ૯ ૪ ભાવાર્થ : જ્ઞાની ગુરુભગવંતનું આગમન ચંપાપુરી નગરના ઉદ્યાનમાં શ્રી પૂ. જ્ઞાનધર મુનિ ભગવંત પરિવાર સાથે પધાર્યા છે. જ્ઞાન-ધ્યાન-તપ આદિ યોગમાં શિષ્યો લીન બનેલાં છે. ઉદ્યાનપાલકે નગરમાં ગઇને રિપુમર્દન રાજાને વધામણી આપી. હે મહારાજા! આપણાં ઉદ્યાનમાં શ્રી જ્ઞાનધર નામના મુનિભગવંત પરિવારયુકત પધાર્યા છે. આ સમાચાર સાંભળતાં રાજાના રોમે રોમે આનંદ થતાં રુંવાડા ખડા થઇ ગયા. અને હર્ષના આવેશમાં સિંહાસન ઉપરથી ઊભો થઇ ગયો. પોતાના માથા ઉપર રહેલા મુગટ સિવાયના પહેરેલા સર્વ અલંકારો વનપાલકને વધાવી ભેટ આપ્યા. વળી પાલકના જીભથી આ સમાચાર કહેવાયા તેથી રાજાએ સાનાની જીભ પણ બક્ષિસમાં આપી. તદ્ઉપરાંત જીવે ત્યાં સુધી ચાલે તેટલું દ્રવ્ય પ્રીતિદાનમાં આપ્યું જેથી કયારેય માંગવું ન પડે. રાજાને ગુરુ મહારાજના આગમનથી કેટલો આનંદ થયો. જિનશાળન હૈયે કેટલું મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૯૦) Page #324 -------------------------------------------------------------------------- ________________ વસ્યું હશે. શાસનપ્રેમી કેવો રાજા! જેના રગેરગમાં શાસન ૨મે છે. આત્માનું કલ્યાણ કરવાની ખેવના કેવી! મારા ગુરુજીની વધામણી આપનાર મારાથી પણ વધારે સુખી થાય એજ શાસન હૈયે વસ્યાના ભાવો દેખાઇ જાય છે. હવે રાજા ગુરુ ભગવંતને વાંદવા તેમજ દેશના સાંભળવા જવાની તૈયારી કરે છે. મદોન્મત હાથી, તોખારવ કરતાં ઘોડા અને ૨થ તેમજ સુભટો- બીજા ૫૨ પરિવાર સહિત ચતુરંગી સેના સહિત મુનિભગવંતને વંદન કરવા ઉત્સાહ પૂર્વક ચાલ્યો. ઉદ્યાનમાં આવતાં દૂરથી ગુરુભગવંતને જોતાં રાજચિહ્ન-ખડગ, છત્ર, ચામર, મુગટ અને પગમાં પહેરેલી મોજડીનો ત્યાગ કરીને પંચાંગ પ્રણામ કર્યા. અમરકુમાર પોતાના માતાપિતા, બંને સ્ત્રીઓ અને બીજા પણ પરિવાર સહિત ગુરુને વાંદવા ઉદ્યાનમાં આવ્યો. નગરવાસીઓ પણ સા યથોચિત શણગાર સજીને ગુરુને વાંદવા આવી રહ્યાં છે. આવનાર સૈા મુનિભગવંતને પ્રદક્ષિણા લઇ વંદન કરી સૈા પોત પોતાના ઉચિત સ્થાને દેશના સાંભળવા ઉત્સુક થઇને બેઠાં. રસ્તામાં મળતાં યાચકોને રાજા તથા અમરકુમાર આદિ શ્રેષ્ઠી તેમજ પુ૨વાસીઓ ગુરુવધામણીએ અઢળક દાન આપતાં આપતાં આવ્યા છે. મુનિમંડળના પાયે વંદન ક૨ીને બેસે છે. પ્રતિભા સંપન્ન પ્રશાંત, મહાન જ્ઞાની, જ્ઞાનધર ગુરુભગવંતજી ચંદ્રરુપી મુખને જોવાને માટે ચકોરરુપી ભવ્યજીવો તલસી રહ્યા છે. પર્ષદા સૈા ગુરુની વાણી સાંભળવા ઉત્સુક બની છે. મુનિ ભગવંત પણ પરમાત્માએ બતાવેલ ધર્મ કહે છે. મુનિભગવંતનો સ્વભાવ છે કે જિજ્ઞાસુઓની જિજ્ઞાસા સંતોષવી. કયારેય વિકથા-નિંદા કરે નહિ. મુનિભગવંત હવે દેશના આપે છે. ઢાળ ચૌદમી (નવમી નિર્જર ભાવના ચિત્ત ચેતો રે - એ દેશી) જિનવાણી સુણી, પ્રતિ રે. પ્રાણી બુઝો એ સંસાર અસાર, જીવ પ્રતિ બુઝો રે . તેહમાં ધર્મ તે સાર છે. પ્ર. ઘર્મ તણો આધાર જીવ. ૧ નરભવ શ્રુત સણવો સહી પ્ર. સહણા બલ ધર્મ; જી. પરમ અંગ ચઉ દુલ્લહા પ્ર. પામી લહો શિવ-શર્મ, જી. ૨ દશ દૃષ્ટાંતે દુલ્લહો, પ્ર ચુલ્લગ પાસગ ધશ; ઘૂત રતન સુપનતણો પ્ર. ચક્ર ક્રૂરમ સુવચન્ન, જી. ૩ યુગ પરમાણું તણી પંરે પ્ર. નરભવ દુલર્ભ પાય; જી. ઘુણાક્ષર ન્યાયે લહ્યો પ્ર. સરિત ઉપલને ન્યાય, જી. ૪ શ્રુત સુણવો ભક્તિ કરી પ્ર. સુગુરુ તણો લહી યોગ; તેર કાઠીયા આંતરે પ્ર. આલસ મોહને સોગ, જી. ૫ અવજ્ઞા કરે શાસ્ત્રની પ્ર. માની ક્રોઘ પમાય; જી. કૃપણ ભય અશાણતા પ્ર. વ્યાક્ષેપ ચિત્ત કહાય, જી. ૬ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૨૯૧ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ન ૨મણ કુતૂહલને વશે પ્ર. ન લહે શ્રુતનો યોગ; જી. વિણ શ્રુત તે પશુ નવિ લહે, પ્ર. પુન્ય પાપના ભોગ, જી. ૭ તે પણ પામ્યો ગુરુ તણો, પ્ર. વલી લહ્યો શ્રુતનો યોગ; જી. પણ ધૂર્તે વ્યુદ ગ્રાહિયો પ્ર. તિણે ન પડે કાંઇ ભોગ, જી. ૮ કહે ગુરુ પણ નવિ સહે પ્ર. નિજ મતિ અગ્ર કરત; જી. તત્ત્વ ન પામે બાપડો પ્ર. છાત્ર બઠર વૃત્તાંત, જી. ૯ લગન જાએ એક વૃષભનું પ્ર. ભાંગે બડ બડ ભંડ; જી. વૈદક લીંબ ગ્રહે ગુણે, પ્ર. ધૃત ગ્રહે તુર્ય અખંડ, જી. ૧૦ પાત્ર ચિંતન ધૃત ઢોળિયું પ્ર. આપમતિ ચઉ જાણ; જી. અથવા સહુ કરે તિમ કરે, પ્ર. સમુóિમ પ્રાય અજાણ, જી. ૧૧ ઇમ સહણા દોહિલી પ્ર. જિનવર વચને થાય; જી. તે વિણ સમકિત કિમ હુવે પ્ર. સમકિત શ્રદ્ધા કહાય, જી ૧૨ શાસ્ત્ર સકલ ચિત્તમાં રુચે પ્ર. જો ન રુચે પદ એક; જી. તે મિથ્યાત્વી જાણીએ પ્ર. સાખી સંઘયણ વિવેક, જી. ૧૩ સત્તર પાપના સ્થાનથી, પ્ર. એક મિથ્યાત્વ અધિક; જી. કષ્ટ કરો ઇન્દ્રિય દમો પ્ર. પણ સમિથ્યાત્વ અલીક, જી. ૧૪ ધર્મે અધર્મ મતિ ઠવે પ્ર. અધરમે ધમ્મ સશ; જી. મળ્યે ઉમગ્ગ કુમારગે પ્ર. મારગની ધરે સન્ન, જી. ૧૫ સાધુ અસાધુ અસાધુને પ્ર. સાધુ તણી મતિ રંગ; જી. જીવે અજીવ અજીવે જીવા, પ્ર. મૂત્તે અમૃત્ત પ્રસંગ, જી. ૧૬ અમૂર્ત રૂપી તણી પ્ર. સશા એ દશ ભેદ; જી. આભિગ્રહિક ખર પૂંછ જયું પ્ર. નિજમત ગ્રહિત અછેદ, જી. ૧૭ સહુ સરખા અનભિગ્રહી પ્ર. અભિનિવેશ તે પંક; જી. જે જાણી જૂઠું કહે પ્ર. સંશય જિન-વચ-શંક, જી. ૧૮ અનાભોગી તે અવ્યક્તતા, પ્ર. એ પણ પાંચ મિથ્યાત્ત; જી. દેવ ગુરુ પર્વ ગિકે, પ્ર. લોક લોકોત્તર થાત, જી. ૧૯ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #326 -------------------------------------------------------------------------- ________________ લૌકિક ત્રણ પ્રગટારથે પ્ર. લોકોતર દેવગત તેહ; જી. માનતા માને દેવને પ્ર. પુત્રાદિકની જેહ, જી. ૨૦ લોકોત્તર ગુસમિથ્યાત તે પ્ર. ગુરુ તે લક્ષણ હીન; જી. પર્વ ઇષ્ટ ઈહ લોકને, પ્ર. કારણે માને દીન, જી. ૨૧ ખટુ મિથ્યત્વ મલે થકે, પ્ર. એ એકવીસ મિથ્યાત; જી. પરમરોગ અંધકાર છે, પ્ર તજીએ મિથ્યા વાત, જી. ૨૨ *દોષ અઢાર રહિત જિના, પ્ર. ધારો હૃદયે દેવ; જી. તે દેવે પ્રકાશિયો પ્ર. દયા સંયમ તપ સેવ, જી. ૨૩ દશવિધ ધર્મ મુનિ તણો, પ્ર. ખંત્યાદિક ગુણવંત; જી. ત્રિવિધ ત્રિવિધ જે આદરે પ્ર. મુનિવર કહિએ સંત, જી. ૨૪ શ્રદ્ધા સમકિત મૂલ છે પ્ર. તે વિણ કિરિયા ધંધ; જી. હાવભાવ નારી કરે, પ્ર. જિમ પામી પતિ અંધ, જી. ૨૫ સમકિત લહતાં જીવને, પ્ર. આઠ દોષ અંતરાય; જી. "શુદ્ર લોભરતિ દીનતા, પ્ર. મચ્છરી પશઠ કહેવાય, જી. ૨૬ અન્ન તે કુલપુત્રક પરે, પ્ર. શ્રાદ્ધવિધિ શું કથાન, જી. શ્રમવાભિનંદી જાણીએ, પ્ર. દોષ અષ્ટમ ‘ભયવાન; જી. ૨૭ સમકિત લઢે અડગુણા, પ્ર. સૈમ્ય ૧૦ગંભીર ૧૧વૃતિ માન; જી. ૧ દક્ષ ૧ ધીર ભવ- ઉદ્ધિગો, પ્ર. ભદ્રક ગુણિ રાગવાન, જી. ૨૮ ધર્મે પરાક્રમ ફોરવે, પ્ર. તે પણ દુર્લભ અંગ; જી. શ્રાવક સામાયક કરે, પ્ર. પોસહ દુર્ગતિ ભંગ, જી. ૨૯ દિન પ્રતે લક્ષ સવા દીએ, પ્ર. કંચન જે નર સાર; જી. એક નર સામાયક કરે, પ્ર. તેહને લાભ અપાર, જી. ૩૦ નિંદા પ્રશંસા સમ ગણે, પ્ર. માન અને અપમાન; જી. સજ્જન પરજન સમ ગણે, પ્ર સામાયક શુદ્ધ જાણ, જી. ૩૧ સામાયિક લહી આતમા પ્ર. ઘરના કાર્ય કરાય; જી. આરત ધ્યાને આતમા પ્ર. કિરિયા નિરર્થક થાય, જી. ૩૨ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #327 -------------------------------------------------------------------------- ________________ (૨૯૪) સુરપતિ સરિખા ચિંતવે પ્ર. સુરના સુલભ ભોગ; જી. પામીએ પણ જગ દુલ્લહો પ્ર. સામાયિકનો યોગ, જી. ૩૩ મુનિવર સંયમ આચરે, પ્ર. મોક્ષ તણું મંડાણ; જી. દોય ધરમ એ દાખિયો, પ્ર. યોગ્ય ભવિજન જાણ, જી. ૩૪ યોગ્ય વિના શી દેશના, પ્ર. જિમ વાઘણનું દૂધ; જી. કંસાદિક નવિ સાંસહે પ્ર. સોવન ભાજન શુદ્ધ, જી. ૩૫ સાધુ સંગતિ આદરો, પ્ર. પાળો શ્રી જિન આણ; જી. જે નર જિન આણે રહે, પ્ર. કીજે તાસ વખાણ, જી. ૩૬ સુખ શીલ સ્વચ્છંદ ચારિયા, પ્ર. વિરાધે જિન આણ; જી. તે પાપી નર જાણીએ, પ્ર. શિવપથ વૈરી સમાન, જી. ૩૭ એક સાહુ વર સાહુણી પ્ર. સાવય સાવિયા વિખ્યાત; જી. સંઘ આણ જુત્ત ભાખિયો પ્ર. શેષ અષ્ટિ સંઘાત, જી. ૩૮ રત્નત્રયી-જુત્ત ભાખિયો પ્ર. સંઘ સકલ ગુણવંત; જી. તે સંઘ દુર્લભ પામવો, પ્ર. માને જસ અરિહંત, જી. ૩૯ આણાએ તપ સંયમ કહ્યો, પ્ર. પૂજા કરે ત્રણ ટંક; જી. આણા વિણ નિષ્ફલ સવે, પ્ર. શૂન્ય પથા વિણ અંક, જી. ૪૦ થોડી પણ આણા વહે પ્ર. રવિ તમ પરે ટલે પાવ; જી. આણા સહિત સમાચારો, પ્ર. દાન શીયલ તપ ભાવ, જી. ૪૧ દાન સુપાત્રે દીજીયે, પ્ર. મુનિવર લહી ગુણવંત; જી. ભાવ દાન પ્રાણી લહે પ્ર. ફલ શિવસાખ્ય અનંત, જી. ૪૨ ૧૭ગુજઝ-ખલે, તેલહ જલે, પ્ર. પ્રજ્ઞાવંતને શાસ્ત્ર; જી. અલ્પ યથા તિમ વિસ્તરે પ્ર. પામી ઉત્તમ પાત્ર, જી. ૪૩ અનાદર વિલંબતા, પ્ર. પરાઙમુખ કુંવાંચ; જી પશ્ચાતાપ સંતાપતા, પ્ર. દાન દૂષણ એ પાંચ, જી. ૪૪ આનંદ અશ્રુ રોમાંચતા પ્ર. બહુમાનને પ્રિય વાચ; જી. અનુમોદન દીધા પછે, પ્ર. દાનનાં ભુષણ પાંચ, જી. ૪૫ શીયલે સુખ સંપદ લહે, પ્ર. શીયલ વડો સંસાર; જી. શીયલને બત્રીસ ઉપમા, પ્ર. દશમે અંગે વિચાર, જી. ૪૬ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #328 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ ભેદે તપ કહ્યો, પ્ર. કર્મો ધન શિખી જાણ; જી. કર્મ તપાવન તપ કહ્યો, પ્ર. તપથી કેવલ નાણ, જી. ૪૭ ભાવ વિના દાનાદિકા, પ્ર. જાણે અલૂણો ધાન; જી. પાડોશણ વૃષ્ટિ લહી, પ્ર. દેતી મુનિને દાન, જી. ૪૮ વૃષ્ટિ ન થઈ કંચન તણી, પ્ર. ભાવ વિના સવિ કષ્ટ; જી. ભરતાદિક કેવલ લહે, પ્ર. ભાવથી કર્મ વિનષ્ટ, જી. ૪૯ ભાવો બારહ ભાવના, પ્ર. અનિત્યપણું સંસાર; જી. કુશ-શિરસિ જલબિંદુઓ પ્ર. ૧૯વજીચાપ અનુહાર, જી. ૫૦ એ વન ધન સંપદા પ્ર. સંધ્યારાગ વિલાસ; જી. આયુ તનુ સવિ અથિર છે, પ્ર. પામો ભવ ભવ ત્રાસ, જી. ૫૧ શેષ છ માસ જીવિત રહે, પ્ર. ઉપજે સુરને ભાવ; જી. દખે સુરદ્ર પ્રકંપતા, પ્ર. માલ્ય તે ગ્લાનિ લહાવ, જી. ૫૨ શ્રી હી નાસ નિદ્રા લહે, પ્ર. વસ્ત્ર તણો ઉપરાગ; જી. કામ રાગ અંગ ભગ્નતા પ્ર. દૃષ્ટિભ્રાંત દીનવાગ, જી. પ૩ માતપિતા સુત કામિની, પ્ર. ધર્મ વિના નવિ શર્ણ; જી. ગિરિકંદર જઈને વસે, પ્ર. પણ નવિ મૂકે મર્ણ, જી. પ૪ ઇણે સંસારે જીવડો, પ્ર. ભમતો નવ નવ વેશ; જી. દેવ નિરય ધની નિર્ધની પ્ર. કીટ પતંગ નરેશ, જી. પપ ૫ કુરુપ સોભાગિયો, પ્ર. વિપ્ર હુએ ચંડાલ; જી. ૨વામી દાસ પૂજનિક થયો, પ્ર. જિમ અરહટ્ટની માલ, જી. પ૬ નાટકીયા પરે જીવડે, પ્ર. કીધા નવ નવ વેશ; જી. કર્મ વિવશ એ બાપડો પ્ર. વિણ જિન શ્રત ઉપદેશ, જી. ૫૭ એકપણું ભવી ભાવીએ, પ્ર. તું એકાકી જીવ; જી. આવ્યો તિમ જાઇશ વલી, પ્ર. મૂક તું મમતા ટેવ, જી. ૫૮ ધન ઘર સ્ત્રી વિશ્રામતા, પ્ર. પેતવને સુત લોક; જી. ચય તનુ આખર એકલો, પ્ર. જીવ ચલે પરલોક, જી. ૫૯ અન્યપણું ભવી ભાવજો, પ્ર. સ્વાર થિયો પરિવાર; જી. પંથ શિરે પંથી મલે, પ્ર. પ્રેમ કરે કિણિ લાર? જી. ૬૦ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #329 -------------------------------------------------------------------------- ________________ એ કણ વૃક્ષ સમારૂઢા, પ્ર. નાના જાતિ વિહંગ; જી. પ્રાતર દિશિ દિશિ સંચરે, પ્ર. એ સંસારહ રંગ, જી. ૬૧ નયર ખાલ પરે તનુ વહે, પ્ર. કફ મલ મૂત્ર ભરીજ; જી. માંસ રુધિર મેદારસે, પ્ર. અસ્થિમજજા નરબીજ, જી. ૬૨ આશ્રવ પંચ નિવારીએ, પ્ર. દશમે અંગે વિચાર; જી. વિરતી વિવેકી આદરો, પ્ર. નિસ્તરીએ સંસાર, જી. ૬૩ અવિરતિથી એ કેન્દ્રિને, પ્ર. પાપસ્થાન અઢાર; જી. લાગે વિણ ભોગ્યજ થકાં, પ્ર. પંચમ અંગે વિચાર, જી. ૬૪ મિત્ર શત્રુ સમ ભાવતાં, પ્ર. જીવિત મરણ સમાન; જી. આશ્રવ ભાવથી ઓસરે, પ્ર. સંવર એહ નિદાન, જી. ૬૫ શ્રાવક ચિંતે હું કદા, પ્ર. કરશું કુશસસ્તાર; જી. સજજન ધન સંપદ તજી, પ્ર. લેશું સંયમ ભાર, જી. ૬૬ મુનિ નિત ચિત્તહિત ચિંતવે, પ્ર. નિર્દૂષણ ગ્રહી ગ્રાસ; જી. એકલ મલ્લ પ્રતિમા રહી, પ્ર. સૂત્ર ભણું ગુરુ પાસ, જી. ૬૭ વ્રત પચ્ચખાણે નિર્જરા, પ્ર. ઉર્ધ્વ પુરુષ આકાર; જી. પગ પહોળા કર દો કટિ, પ્ર. ભાવો લોક વિચાર, જી. ૬૮ ધર્મ સામગ્રી સવિ લહી, પ્ર. બોધિબીજ મમ હાર; જી. ચિંતામણિ યક્ષે દીઓ, પ્ર. હાર્યો જેમ ગમાર, જી. ૬૯ હિતકર ધર્મને ધારીએ, પ્ર. વારીએ મિથ્યાસલ્લ; જી. ક્રોધ માન માયા તજો, પ્ર. લોભ કુગતિનો માલ, જી. ૭૦ સાત વ્યસનને સેવતાં, પ્ર. આડાં આવે પાપ; જી. બંધન ચિંત ઉદય સમે, પ્ર. શ્યો કરવો સંતાપ? જી. ૭૧ કર્મ-વિવશ જગ જીવડા, પ્ર. સુખ દુઃખ વિશ્વ વરંત; જી. કર્મ જંજાલ તજી હજયો પ્ર. સિદ્ધિ-વધ-વરકંત, જી. ૭૨ ઇણિપરે દીધી દેશના, પ્ર. જિમ પુસ્કર ઘન નીર; જી. ચોથે ખંડે ચૌદમી, પ્ર. ઢાળ કહે શુભ વીર, જી. ૭૩ - આ અઢાર દોષ શ્રી જિનેશ્વર દેવોમાં હોતા નથી :- પાંચ અંતરાય-હાસ્યષક-હાસ્ય-રતિ-અરતિ, ભય, શોક, (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૨૯૬ Page #330 -------------------------------------------------------------------------- ________________ દુર્ગચ્છ, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિંદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ. 1-તુચ્છ-અગંભીર-છાંછરા મનવાળો, ૨-બાહ્ય પદાર્થોની અત્યંત તૃષ્ણાવાળો તે, ૩-યાચકવૃત્તિ તે, ૪-પારકી સંપત્તિ જોઇ અદેખાઇ કરે તે, પ-ઠગવાની વૃત્તિ વાળો, ૬-કુલ પુત્રકની જેમ તત્ત્વની વાત ન સમજી શકે તે, ૭ચૌદત્રિલીક સુખમાં રાચનારો, ૮-ધર્મ કરતા ભય પામે તે, ૯-પ્રશાંત ચિત્ત, સુંદર સ્વભાવ વાળો, ૧૦ઠરેલગંભીર, ૧૧ ધર્મ વિઘ્ન આવે તો પણ મક્કમ મનવાળો ૧૨-હેયોપદેય ને સમજનારો, ૧૩-સર્વજ્ઞ દર્શનમાં સ્થિર ચિત્તવાળો, ૧૪-સંસારને દુઃખરૂપ માની મોક્ષ માટે પ્રયત્ન કરનારો, ૧૫-માધ્યસ્થ ભાવવાળો, ૧૬ગુણીજનનો રાગી, ૧૭-ખલપુરૂષમાં ગુપ્તવાત, ૧૮-જલમાં તેલ,૧૯-ઇન્દ્રધનુ, ૨૦-દીનવચન. ભાવાર્થ : દેશના... ગુરુ ભગવંત દેશના આપતાં કહે છે. કે- હે પ્રાણી! તમે જિનવાણી સાંભળીને બોધ પામો. આ અસાર સંસારમાં સારભૂત એક ધર્મ છે. અને તે ધર્મનો આધાર મનુષ્યભવમાં જિનેશ્વર ભગવાનની વાણી સાંભળવી તે જ છે. અને તે જિનવાણીમાં શ્રદ્ધા રાખો તે જ ધર્મનું બળ છે. ઉ૫૨ કહ્યા તે નરભવ- શ્રુતનું શ્રવણ- શ્રુત-વચન ઉપર શ્રદ્ધા-અને તે ધર્મનું આચરણ- આ ધર્મના ૫રમ અંગ ચાર અતિ દુર્લભ છે. મનુષ્યભવ દસ દૃષ્ટાંતે દોહિલો કહ્યો છે. દસ દૃષ્ટાંત- ચુલ્લક,-પાસક(પાસા),-ધજ્ઞ(ધાન્ય),જુગાર, રત, સ્વપ્ન, ચક્ર, કૂર્મ(કાચબો), યુગ અને ૫૨માણુ- આ દસ દૃષ્ટાંત થી પણ મનુષ્યભવ દુર્લભ છે. તે ધુણાક્ષર ન્યાયે- એટલે લાકડાના જીવડા લાકડું ખાતરતાં તેમાં ક-ખ-ગ- આદિ અક્ષરો પાડે અથવા (નદી ધોળ ગોળ ન્યાયે- એટલે નદીમાં પત્થર ઘસાતાં ઘસાતાં ગોળ થાય તે ન્યાયથી.) સરિત ઉપલ ન્યાયથી દુર્લભ મનુષ્ય ભવ મળ્યો છે. તેથી સુગુરુનો યોગ જયારે મળી જાય ત્યારે ભકિતપૂર્વક-બહુમાનપૂર્વક શ્રુત -શાસ્ત્ર સાંભળવું જોઇએ. પણ તેર કાઠિયા- આળસ-મોહ-શોક- શાસ્ત્ર પ્રત્યે અનાદર, માન,-ક્રોધ, પ્રમાદ, કૃપણતા, ભય, અજ્ઞાન, ચિત્તની અસ્થિરતા કામ અને કુતૂહલ વગેરેને વશ થઇ શ્રુતનો યોગ શ્રુતનો લાભ જીવને થતો નહોય, તેથી કરીને શ્રુત વિનાનો નર પશુ જેવો હોય છે. પુણ્ય પાપનું જ્ઞાન પામી શકતો નથી. આવા સુગુરુનો યોગ પણ પુણ્યરાશિથી થાય છે. તેમની પાસેથી શ્રુતનો યોગ પૂર્વના પુણ્યથી થાય છે. પણ (કુગુરુ એવા) ધૂર્તે ચિત્તમાં ખોટું સમજાવી વ્યુદગ્રાહિત કર્યો. (ધર્મ ઉ૫૨થી ચિત્ત ઉઠાડી દીધું.) તે કારણથી શ્રુત કાંઇ પણ સાચું પ્રાપ્ત થયું નહિ. ગુરુ ભગવંત સાચી વાત સમજાવે, તો પણ તે વાતની શ્રદ્ધા કરે નહિ.અને પોતાની બુદ્ધિને આગળ કરે તે મૂર્ખ શિષ્યની જેમ દોઢ ડાહયો બની જાય છે. મૂર્ખ શિષ્યની કથા એક શિષ્ય પોતાના ગુરુ પાસે ન્યાયનો અભ્યાસ કરતો હતો. ન્યાયમાં ખૂબ તર્ક-વિતર્ક કરવાના હોય છે. એકવાર એવું બન્યું કે- તે શિષ્ય જે સમયે આહાર લેવા માટે ગામમાં જાય છે તે સમયે એક ગાંડો બનેલો હાથી દોડતો દોડતો આવતો હતો. ઉપર મહાવત તેને અંકુશમાં રાખવા બહુ પ્રયત્ન કરતો હતો. પણ ગાંડપણના યોગે હાથી તેને ગાંઠતો નહિ. આ રીતે ગાંડા હાથીને દોડતો આવતો જોઇને લોકો જીવ બચાવવા આમતેમ નાશભાગ કરી રહ્યાં હતા. એ જોઇને પેલો શિષ્ય વિચાર કરે છે કે- “આ હાથી પ્રાપ્ત કરેલાને મારે છે કે અપ્રાપ્તને? જો પ્રાપ્તને જ મારતો હોય તો તે પોતાના ઉપર બેઠેલા માણસને મારશે. અને અપ્રાપ્તને મારતો હોય તો પછી તે બધાને મા૨શે.’’ આ પ્રમાણે તે વિચાર મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૯૭) Page #331 -------------------------------------------------------------------------- ________________ કરીને ઊભો રહ્યો. એટલામાં જ ગાંડો હાથી આવી પહોંચ્યો. અને પેલા શિષ્યને મારી નાંખ્યો. આ વસ્તુ સૂચવે છેસ્વચ્છન્દ મતિને નહિ ધરતાં કલ્યાણના અર્થી આત્માઓએ મહાપુરુષના વચન ઉપર શ્રદ્ધા કેળવવી જોઇએ. કેવળ શ્રદ્ધાહીનપણે જેઓ પોતાની મતિને આગળ કરે છે, તેઓ તો તત્ત્વને પામી શકતાં નથી. વળી આપ મતિ રાખે, ભણ્યા હોય, ગણ્યા ન હોય તેઓનો ચાર મૂર્ખાઓ જેવો ઘાટ ઉતરે. ચાર મુર્ખાની કથા ચાર મુર્ખ મિત્ર પ્રવાસે ગયા. રસ્તામાં ભૂખ લાગવાથી કોઇ એક ગામને પાદરે રહ્યા. રથને ઊભો રાખ્યો. બળદને ચરાવવા જયોતિષ ભણેલો મુર્ખ ગયો. જોષીની ધૂનમાં બેઠો. બળદ ચોરાઇ ગયા. તપાસ કરવા લાગ્યો. ‘લગ્ન કુંડલી’ કાઢી બળદ જડશે કે નહિ. બીજો મૂરખ- શબ્દ શાસ્ત્રને જાણતો ખીચડી રાંધવા લાગ્યો. ખીચડી ચઢતી વેળાએ થતો ખદબદ ખદબદ શબ્દ અવાજ સાંભળી વિચારે છે કે : “આ કઇ જાતનો શબ્દ' શાસ્ત્રમાં કહ્યાં છે તેમાંનો એકપણ શબ્દ નથી માટે અપશબ્દ બોલે છે. આમ વિચારીને ખીચડીવાળા હાંલ્લાને આવો અપશબ્દ ન બોલવાનું કહે છે. છતાં અવાજ બંધ ન થયો. ખીજાઇને ખીચડીના હાંલ્લાને ફોડી નાંખી ખાવાનું ધૂળમાં ભેળવે છે. વૈદ્ય શાક લેવા ગયો છે. ‘કયું શાક લેવું?” જેટલા જુવે તે બધાં દોષવાળા દેખાય છે. વિચાર કરતાં લીંબડાને જ પસંદ કરે છે. ચોથો ન્યાય શાસ્ત્રી હતો. ઘી લેવા ગયો. ઘી લઇને આવે છે. રસ્તામાં વિચાર કરે છે કે- આ વાસણ ઘીના આધારે છે કે આ ઘી વાસણના આધારે છે. આ નિર્ણય કરવા માટે વાસણ ઊંધું વાળ્યું ઘી ઢોળાઇ ગયું. આમ એકે બળદ ખોયો, બીજાએ ખદબદ કરતી ખીચડી ગુમાવી, ત્રીજો લીંબડો લાવ્યો. ચોથાએ ઘી ઢોળ્યું. ગણતર વગરનું ભણતર કંઇ ઉપયોગી નીવડતું નથી. આ દૃષ્ટાંતમાં ચાર મુર્ખ પોતાની મતિએ દુઃખને પામ્યા. તેમ ધર્મ ઉપર શ્રદ્ધા થવી એ પણ પુણ્યાઇની વાત છે. શ્રદ્ધા દુર્લભ છે. સમુર્ચ્છિમની જેમ વર્તનારને પણ જિનવચનની શ્રદ્ધા દુર્લભ છે. આ પ્રમાણે શ્રદ્ધા થવી તે દોહિલી છે. ભગવાનના વચનમાં સમકિત વિના તે શ્રદ્ધા કેવી રીતે થાય? સમકિત તે જ શ્રદ્ધા કહેવાય છે. સર્વ શાસ્ત્ર ચિત્તને વિશે રુચવા જોઇએ. શાસ્ત્ર ગમે છે રુચે છે. એમાં એક પદ પણ જો શ્રદ્ધામાં ન આવતું હોય તો તે મિથ્યા કહેવાય. ‘‘સંઘ યણ વિવેક’” ગ્રંથ તેની સાક્ષી રુપ છે. પાપના સ્થાન સત્તર છે. મિથ્યાત્વ સ્થાનક અધિક કરતાં કુલ અઢાર પાપસ્થાનક થાય છે. કષ્ટ કરવામાં આવે, ઇન્દ્રિયનું દમન કરવામાં આવે પણ જો તે મિથ્યાત્વથી યુકત છે તો તે ધર્મ જૂઠ્ઠો કહેવાય છે. મિથ્યાત્વના પ્રભાવથી: ધર્મને વિષે અધર્મની બુદ્ધિ અને અધર્મને વિષે ધર્મ બુદ્ધિ સ્થાપન કરે છે. માર્ગને વિષે ઉન્માર્ગની બુદ્ધિ અને કુમાર્ગને વિષે માર્ગની બુદ્ધિ સ્થાપન કરે છે. સાધુને વિષે અસાધુની બુદ્ધિ અને અસાધુને વિષે સાધુની બુદ્ધિ સ્થાપન કરે છે. જીવને વિષે અજીવની બુદ્ધિ અને અજીવને જીવની બુદ્ધિ સ્થાપન કરે છે. મૂર્તને વિષે અમૂર્તની બુદ્ધિ અને અમૂર્તને વિષે મૂર્તની બુદ્ધિ સ્થાપન કરે છે. (૨૯૮) (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #332 -------------------------------------------------------------------------- ________________ આ દશ પ્રકારે સંજ્ઞા છે. વળી આગમમાં પાંચ પ્રકારના મિથ્યાત્વ કહ્યા છે. કદાગ્રહી ગધેડાનું પૂંછડું પકડે અને ગધેડો લાત મારે તો પણ તે પૂંછડું મૂકતો નથી. તેમ આભિગ્રહિક મિથ્યાત્વી પોતાના પકડેલા મતને છોડતો નથી. આ પહેલા પ્રકારનો મિથ્યાત્વ અનભિગ્રહિક મિથ્યાત્વી(બીજા પ્રકારનો) જગતના સર્વ દર્શનને સરખા માને. અભિનિવેશિક મિથ્યાત્વી(ત્રીજા પ્રકારનો) છે તે પોતાનું ખોટું છે એમ જે જાણે છતાં બીજાને જે જૂઠ્ઠું કહે છે સાંશયિક મિથ્યાત્વી(ચોથા પ્રકા૨નો) છે તેને જિનમતમાં શંકા જ હોય. અનાભોગિક(પાંચમા પ્રકાર) તે અજ્ઞાની છે તેનું જ્ઞાન સંમૂર્ચ્છમ જેવું અવ્યકત છે. આવા પાંચ પ્રકારના મિથ્યાત્વી છે. વળી દેવ-ગુરુ અને પર્વ આ ત્રણેની સાથે લૈાકિક અને લોકોત્તર મિથ્યાત્વના છે ભેદ થાય છે. તેમાં લૌકિક ત્રણ મિથ્યાત્વનો અર્થ પ્રગટ જ છે. કુદેવને કુગુરુ અને કુપર્વને માને તે લૈાકિક મિથ્યાત્વ સમજવા. (અહીં બતાવ્યા નથી.) દેવ સંબધી લોકોત્તર મિથ્યાત્વ કહે છે. પોતાના પુત્રાદિકની ઇચ્છાથી જે દેવની માનતા માને છે તે દેવ વિષયક મિથ્યાત્વ કહેવાય. શાસ્ત્રમાં બતાવેલા ગુરુના લક્ષણથી હીન એવા કુગુરુને આ લોકના સુખના આશંસા થી જે માને તે ગુરુ વિષયક લોકોત્તર મિથ્યાત્વ છે. અને આ લોકના સુખના આશંસાથી ઇષ્ટ પર્વને માનવા તે પર્વ વિષયક મિથ્યાત્વ કહેવાય છે. આ રીતે ૧૦ પ્રકારના સંજ્ઞા મિથ્યાત્વ, પાંચ પ્રકારના આભિગ્રહિક આદિ, અને છેલ્લે છ બતાવ્યા. તે મળીને કુલ ૨૧ પ્રકા૨ના મિથ્યાત્વ કહ્યા છે. આ મિથ્યાત્વ રુપી અંધકાર એ જ પરમ રોગ આ જીવને લાગેલો છે. માટે આ મિથ્યાત્વનો ત્યાગ કરવો જોઇએ. હવે જિનેશ્વર ભગવાનનું સ્વરુપ બતાવે છે. જિનેશ્વર દેવ અઢાર દોષથી રહિત છે. પાંચ અંતરાય કર્મ, હાસ્યાદિ છકર્મ કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા અવિરતિ, રાગ અને દ્વેષ. આ અઢાર દોષ છે. પરમાત્મા આ દોષથી પર છે. તેને દેવ રુપે હૃદયમાં તમે ધારણ કરો. આ કાળમાં સ્વદેહે પરમાત્મા નથી. જિનબિંબ રુપે મળ્યા છે. તે પ્રતિમા પણ રાગ દ્વેષના લક્ષણો થી રહિત- નિરંજન નિરાકાર સ્વરુપ છે. વળી આજ ૫રમાત્માએ દયા, સંયમ, અને તપ રુપ ધર્મ પ્રકાશ્યો છે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં પ્રથમ અધ્યયને પ્રથમ ગાથામાં આ વાત જણાવી છે. “ધમ્મો મંગલ મુક્કિકં, અહિંસા સંજમો તવો,” અહિંસા(દયા), સંયમ અને તપ રુપ જે ધર્મ છે તે જે ઉત્કૃષ્ટ મંગલ છે. આ ધર્મનું આચરણ કરો. વળી મુનિભગવંતને આશ્રયીને ક્ષમા આદિ દશ પ્રકાર નો ધર્મ બતાવ્યો છે. ક્ષમા -માર્દવ- આર્જવ મુકિત(નિર્લોભતા)- સંયમ-સત્ય-શાચઅકિંચન-બ્રહ્મચર્ય- આ દશ પ્રકારના ધર્મને મન-વચન-કાયા વડે- કરણ- કરાવણ અને અનુમોદન આ ત્રિવિધે ત્રિવિધે જે ગુણવાન મુનિવરો પાળે છે તે મુનિવરોને સંત કહેવાય છે. વળી ધર્મનું મૂળ શ્રદ્ધા રુપ સમકિત છે. તે સમ્યકત્વ વિનાની ક્રિયા માત્ર બાહ્ય ધંધારુપ છે. (નકામી છે.) જેમ અંધપતિની આગળ પત્નીના હાવભાવ એ નકામા છે તેમ આ ધર્મક્રિયા સમકિત-શ્રદ્ધા વિના નિષ્ફળ છે. સમ્યકત્વ પામતાં જીવને આઠ દોષો દૂર થાય છે. ૧ ક્ષુદ્રતા. ૨ લોભનો પ્રેમ. ૩ દીનતા. ૪ માત્સર્ય (અભિમાન). ૫ શઠ(માયાવીપણું.) ૬ અજ્ઞ- (અજ્ઞાનતા-શ્રાદ્ધ વિધિ તથા ગૌતમકુલકમાં દૃષ્ટાંત તરીકે આવતાં કુલપુત્રકની જેમ તત્ત્વની વાત સમજી ન શકે.) ૭ ભવાભિનંદી. ૮ ભય. આ આઠ દોષો ચાલ્યા છે. જીવને સમકિતની પ્રાપ્તિ થતાં આઠ ગુણ મેળવે છે. - ૧ સામ્યતા. ૨ ગંભીરતા. ૩ ધૈર્યતા. ૪ દક્ષતા.(ચતુરાઇ.) ૫ ધીરતા.(ધૈર્યતા એટલે ધર્મમાં વિઘ્નો આવે તો પણ મકકમ રહેનારો. તે ધૃતિમાન ધીરતા- સર્વજ્ઞ દર્શનમાં સ્થિર ચિત્તવાળો- ધીર.) ૬ સંસારથી ઉદ્વિગ્ન. ૭ ભદ્રિક પરિણામી. ૮ ગુણીજનનો રાગી. હોય છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૨૯૯ Page #333 -------------------------------------------------------------------------- ________________ ધર્મને વિષે પોતાનું વીર્ય પરાક્રમ ફોરવવું-દાખવવું તે. પણ દુર્લભ અંગ છે. શ્રાવક નિત્ય સામાયિક અને પર્વે પષધ કરે છે. તેનાથી દુર્ગતિનો ભંગ થાય છે. સામાયિકથી લાભ કેટલો? એક મનુષ્ય એક દિવસમાં સવા લાખ સુવર્ણનું દાન કરે છે. ને એક મનુષ્ય એક દિવસમાં સામાયિક કરે છે. તો દાન કરતાં સામાયિકમાં અપાર લાભ છે. જે આત્મા નિંદા અને પ્રશંસાને સમાન ગણે છે-માન અપમાનને સમાન ગણે છે. સ્વજન અને પરજનને સમાન ગણે છે. તેનું સામાયિક શુદ્ધ ગણાય છે. જે આત્મ સામાયિક લઈને ઘર સંબંધી કાર્ય કરે છે તે આત્મા આર્તધ્યાનમાં વર્તતો ગણાય. અને તેની સામાયિક નિષ્ફળ ગણાય છે. ઇન્દ્ર જેવા પણ વિચારે છે કે દેવોના ભોગો સુલભ છે. સુખે કરીને પ્રાપ્ત કરી શકાય છે. પણ સામાયિકની પ્રાપ્તિ થવી તે જગતના જીવોને વિષે દુર્લભ છે. મુનિભગવંતો સર્વવિરતિ ૫ જાવજજીવનનું સામાયિક સંયમનું પાલન કરે છે ત્યારથી મોક્ષનું મડાણ છે. અર્થાત્ મોક્ષ સન્મુખ તે જીવાત્માએ મંડાણ કર્યું કહેવાય. જિનેશ્વર ભગવંતોએ, ભવ્યજીવોને યોગ્ય બે પ્રકારનો ધર્મ બતાવ્યો છે. સર્વ વિરતિ અને દેશવિરતિ :- સર્વવિરતિ તે સાધુધર્મ, દેશ વિરતિ તે ગૃહસ્થ ધર્મ. જે જીવાત્મા યોગ્ય ન હોય તેને દેશના કેમ આપી શકાય? જેમકે વાઘણનું દૂધ કાંસા આદિ ભાજનમાં ન રખાય?- અને જો રાખો તો પાત્ર કાણું થઈને રહે. ટકી ન શકે તે દૂધમાં ગરમી ઘણી જ હોય તે ભાજનને કાણું પાડીને બહાર નીકળી જાય. જયારે તે દૂધને રાખવા તો સુવર્ણનું પાત્ર યોગ્ય અને શુદ્ધ કહેવાય છે. તેમ યોગ્યતા ધરાવતા પાત્રને ધર્મ દેશના અપાય છે. તો તે દેશના ફળ રુપે કંઇક પામી જાય છે. જેઓ સાધુની સંગતિ (સહવાસ) નો આદર કરે છે, જે જિનાજ્ઞાને પામે છે અને જિનાજ્ઞામાં રહે છે. તેઓની પ્રશંસા કરવી જોઇએ. જે આત્માઓ સુખશીલતાના સ્વભાવવાળા છે (સારુ ખાવું સારું પીવું જોઈએ.),જેઓની પ્રતિકલ્પના પ્રમાણે ઇચ્છા મુજબ જીવી રહ્યાં છે. જેઓ જિનાજ્ઞાની વિરાધના કરી રહયા છે તે મનુષ્યો પાપી છે, મોક્ષમાર્ગના વેરી છે. એમ સમજવું. જિનેશ્વર ભગવાનની આજ્ઞા યુકત શ્રેષ્ઠ સાધુ હોય, સાધ્વી હોય, આજ્ઞા મુજબ ગૃહસ્થ જીવન જીવનારો શ્રાવક અને શ્રાવિકા હોય તો તે સંઘ કહેવાય. જયારે બાકીના (આજ્ઞા વિનાના) તો હાડકાનો સમુદાય છે એમ જાણવું જોઇએ. જે રત્નત્રયી રુપ સમાન જ્ઞાન, દર્શન, ચારિત્રથી યુકત હોય તે ગુણવંત સંઘને મેળવવા અતિ દુર્લભ છે. પરમાત્માના માર્ગે ચાલનારો ચતુર્વિધ સંઘના દર્શન પણ દુર્લભ છે. ગુણિયલ શ્રી સંઘને અરિહંતો પણ આવકારે છે, માન આપે છે. પ્રભુ સમવસરણમમાં દેશના આપવા બેસતાં “નમો તિત્યસ્ત.” કહીને પછી બેસે છે. શ્રી સંઘને તીર્થ કહેવાય છે. પરમાત્માની આજ્ઞાપૂર્વકનો કરેલું તપ અને કરેલી સંયમની આરાધના સફળ થાય છે. ત્રિકાળપૂજા પણ આજ્ઞાપૂર્વક કહેલી છે. આંકડા વિનાના મીંડા નકામા છે તેમ આજ્ઞાવિનાના તપ સંયમ પૂજાદિ ક્રિયા પણ નકામી છે. સૂર્ય જેમ અંધકારનો નાશ કરે છે તેમ થોડી પણ આજ્ઞાયુકત કરેલી આરાધના તેનાથી પાપનો નાશ થાય છે. તે માટે દાન-શીલતપ-અને ભાવ ૫ ધર્મ આજ્ઞાપૂર્વક આચરવા જોઇએ. ગુણવાન મુનિવરોનો યોગ પ્રાપ્ત થતાં સુપાત્ર દાનનો લાભ લેવો જોઇએ. સુપાત્રમાં જે ભવ્યજીવો ભાવપૂર્વક દાન આપે છે તે મોક્ષના અનંતસુખ રુપ ફળને મેળવે છે. શઠ-(લુચ્ચા) પુરુષમાં ગુપ્તવાત, પાણીમાં તેલ- બુદ્ધિવાનમાં શાસ્ત્રજ્ઞાન થોડું હોય છતાં વિસ્તારને પામે છે તેમ દાન અલ્પ પણ સુપાત્રમાં હોય તો વિસ્તારને પામે છે. દાન આપતી વેળાએ અનાદર- અબહુમાન ભાવ, વિલંબમણું ધીરે ધીરે આપવું- પરાડમુખે એટલે મોં ફેરવીને આપવું. કુવાચ- એટલે ખરાબ વચન બોલવાપૂર્વક મોં ફેરવીને આપવું તે પશ્ચાત્તાપ - આપ્યા પછીમેં ક્યાં આપ્યું એવો પશ્ચાતાપ કરવો. સંતાપતા- વારંવાર મનમાં સંતાપ થાય- દુઃખ થાય. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૩૦ Page #334 -------------------------------------------------------------------------- ________________ ત્રાસનો અનુભવ થાય. તે આ પાંચ દાનના દુષણ છે. તો દાન કેવી રીતે આપવું? દાન આપવાનાં પાંચ ભૂષણ કહ્યાં છેદાન આપતી વખતે આનંદના અશ્રુ આવે. શરીરમાં રોમાંચ થાય. (વાંડા ઉભા થઇ જાય.) સુપાત્ર પ્રત્યે આંતરિક બહુમાન હોય વળી આદર સત્કાર ઘણો હોય. પ્રિય વચન બોલવાપૂર્વક આપે. દાન આપ્યા પછી વારંવાર મેં આ સુંદર કાર્ય કર્યું. આ સુકૃતની અનુમોદના કરે. આ રીતે દાન દાનધર્મ જગતમાં મહાન છે. વળી શીલધર્મનો પણ મહિમા અપરંપાર છે. ત્રણ યોગથી પળાતા શીયળના પ્રભાવે જીવ સુખસંપત્તિ મેળવે છે. શીલધર્મ પણ મહાન છે. શીલવતી સ્ત્રીઓ તથા શીયળવંત પુરુષોને દેવો નમસ્કાર કરે છે. શીયળવ્રત ઉપર બત્રીસ ઉપમા આપવામાં આવી છે. ૪૫ આગમોમાં પ્રથમ અગિયાર અંગ જે કહ્યા છે તેમાં દસમું અંગ જે છે તેમાં બત્રીસ ઉપમા અને તે અંગેની ઘણી વિચારણાપૂર્વક વાતો લખી છે. માટે હે ભવ્યો જીવનમાં શીયળવ્રતને ધારણ કરજો. તપ ધર્મની પણ આરાધના કરવી જોઇએ. પરમાત્માએ બાર પ્રકારે તપ ધર્મ કહ્યો છે. કર્મ રુપી બંધન (લાકડા)ને બાળવા માટે તપ એ અગ્નિ સમાન છે. કર્મને તપાવે છે. માટે(વ્યુત્પત્તિ અર્થથી) તેને તપ કહ્યું છે. તપથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મીઠા વિનાની રસોઇ ફીકકી લાગે છે. તેમ ભાવ વિનાના દાન-તપ-શીયળ ધર્મ ફિકકાં છે. પ્રથમના ત્રણ ધર્મની આરાધનામાં ભાવ-ધર્મ ભળે તો જ સફળ પ્રાણી સંપૂર્ણ ફળને મેળવી શકે છે. (કોઈ વેશ્યા) પાડોશણને ત્યાં ધનની વૃષ્ટિ થતી જોઇને મુનિને દાન આપે છે. પણ ફેર મોટો હતો. પાડોશણના હૈયામાં ભાવોલ્લાસ ઘણા હતા. તે ભાવોલ્લાસ વેશ્યાને ન હતા. ભાવ વિના (દાન વૃષ્ટિ જોઇને) કરાતા દાનથી પાડોશી (વેશ્યાને ઘેર) ના ઘરમાં ધનની વૃષ્ટિ ન થઈ. ભાવ વિનાનો ધર્મ કષ્ટદાયી બની જાય છે. ભરત મહારાજા વિગેરેએ ભાવધર્મથી કર્મનો નાશ કર્યો અને ઝળહળતું કેવલજ્ઞાન મેળવ્યું. બાર પ્રકારની ભાવના જીવનમાં દરરોજ ભાવવી જોઇએ.(પ્રથમ અનિત્ય ભાવનાનું ભાવન કરે છે.) આખો સંસાર અનિત્ય છે. કુશ નામના ઘાસના અગ્રભાગ પર રહેલા જલબિંદુ- તથા આકાશમાં દેખાતા ઇન્દ્રધનુષ (સંધ્યાના નવ નવ રંગો.) જેમ ક્ષણમાં દેખાય છે. વળી ક્ષણમાં નાશ પામે છે. તેવી જ રીતે જગતના સર્વ પદાર્થો ક્ષણભંગુર છે. આ વન-ધન-સંપત્તિ એ સંધ્યાના વિચિત્ર રાગના વિલાસ જેવાં થોડોક સમય રહેનારાં છે. શરીર આયુષ્ય આ પણ અસ્થિર છે. હે ભવ્યજીવો! માટે તમે આ ભવથી ત્રાસ પામો, ભય પામો, ને ઉદ્વેગ પામો. સંસારની સર્વ સામગ્રી નાશવંત છે, અનિત્ય છે. તે થકી ધર્મબોધ પામો. દેવલોકમાં વસતા દેવોને ધનસંપત્તિને સુખનો પાર નથી. પણ જયારે પોતાનું આયુષ્ય છ માસનું બાકી રહે છે ત્યારે દેવોને ખાવા પ્રકારના ભાવો ઉત્પન્ન થાય છે. કલ્પવૃક્ષ તે કંપતાં દેખાય છે. ગળમાં રહેલી ફુલની માળા તે ગ્લાનિભાવને પામે છે, કરમાવવા લાગે છે. વળી પોતાની લક્ષ્મી તથા લજજા, નાશ પામે છે, નિંદ્રા આવે છે, કામનો અત્યંગ રાગ પેદા થાય છે, પોતાના અંગોની ભગ્નતા દેખાય છે. પોતાની દૃષ્ટિમાં બ્રાતિ (જે છે તે ન દેખાય, ન હોય વે છે. દીન વાણી બોલે છે. આ પ્રકારે અનિત્યતા દેખાય છે. માટે હે પ્રાણીઓ! હંમેશાં અનિત્ય ભાવના ભાવતાં આ સંસારથી ઉદ્વિગ્નતાને પામો. - ૨. અશરણ ભાવના - સંસારમાં માતા- પિતા, પુત્ર- પુત્રી-સ્ત્રી આ બધાં મરણ સમયે શરણ થતાં નથી. મરણ વેળાએ ધર્મ વિના કોઈ શરણભૂત થતા નથી. પર્વતની ગૂફામાં જઇને વસો તો પણ મરણ તમને મૂકશે નહિ. ૩. સંસાર ભાવનાઃ- આ સંસારમાં જીવ ભમતા ભમતા કર્મરાજાના નચાવ્યા નાચતાં નવા નવા વેશને ધારણ કરે છે. કોઇક ભવમાં દેવ, કોઇક ભવમાં નારકી, કોઇક ભવમાં ધનવાન તો વળી કયારેક કોઇ ભવમાં દરિદ્રી, તો કોઈક ભવમાં કીડો કયારેક પતંગીયો, કયારેક કર્મરાજા રાજાના રુપમાં પણ બેસાડી દે છે. કયારેક રસ્તાનો ભિખારી પણ બનાવી છે. ક્યારેક રુપવાન, કયારે કદરુપો બનાવે છે. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #335 -------------------------------------------------------------------------- ________________ વળી કોઈક વાર આ જીવાત્માને સૌભાગ્યવાળો કયારેક દૌર્ભાગ્યવાળો બનાવે છે. કયારેક ચંડાળ તો કયારેક બ્રાહ્મણ બનાવે, કયારેક સ્વામી બનાવે, ક્યારેક દાસ પણ બનાવે, કયારેક નિંદક પણ બનાવે, કયારેક પૂજનિક( લોકોને માટે પૂજય) થાય છે. જેમ અરઘટ્ટ પાણીનો રેટ ચાલે ને વારાફરતી ઘડા ખાલી થાય ને ભરાય. તેમ જીવ જાદા જાદા ભવોને ધારણ કરે છે. આ સંસારની વિચિત્રતાને ભાવવી જોઇએ. જેમ નાટક કરનાર જાદા જુદા પ્રકારના વેશને ધારણ કરે છે તેમ આપણો જીવ પણ આ સંસારમાં જાદા જુદા પ્રકારના વેશને ધારણ કરે છે. બિચારો કર્મને પરાધીન બનીને આવા વેશને ભજવે છે. જિન આગમના ઉપદેશ શ્રવણ વિનાનો જીવ આ પ્રકારે સંસારમાં રખડે છે. ૪ એકત્વ ભાવના:- હે ભવ્ય જીવો! એકત્વપણાની ભાવના ભાવવાની છે . હે જીવ! તું એકલો છે, જગતમાં તું એકલો આવ્યો છે. અહીંથી જઇશ તો પણ એકલા જ જવાનો છું. માટે મમત્વની- મારાપણાની ટેવને તું મૂક! કારણ કોઇ મારું નથી. જયારે તું પરલોકમાં જઇશ ત્યારે તારું ધન તો ઘરમાં જ રહી જશે. સ્ત્રી ઘરના આંગણા સુધી સાથે આવશે. પુત્ર અને લોકો સ્મશાન સુધી આવશે. શરીર ચિતા સુધી આવશે. પછી પરલોકમાં તું એકલો જ જવાનો છે. આ રીતે એકત્વ ભાવના ભાવજો. ૫ અન્યત્વ ભાવના- હે ભવ્ય જીવો! તમે અન્ય ભાવનાનું ભાવન કરજો. આ સંસાર સ્વાર્થથી ભરેલો છે. તેમાં પુત્ર પરિવાર વધારે સ્વાર્થી છે. જેમ માર્ગમાં જતાં મુસાફર મળે તો તેઓનો પ્રેમ કેટલીવારનો હોય છે? માર્ગમાં હોય તેટલી વારનો પ્રેમ - પછી કોણ યાદ કરે છે? એક વૃક્ષમાં અનેક જાતિના પક્ષીઓ સાંજ પડતાં ભેગાં થાય છે. સવાર પડતાં પોતપોતાની દિશામાં તે ચાલ્યા જાય છે. તેમ આ સંસારમાં અનેક ગતિઓમાંથી જીવો આવીને ભેગાં થાય છે. અને આયુષ્ય પૂર્ણ થયે પોતપોતાના કર્માનુસાર ગતિમાં ચાલ્યા જાય છે. આ સંસારના રંગો આવા છે. ૬ અશુચિત્વ ભાવનાઃ-નગરની ખાળમાં જેમ અનેક પ્રકારની ગંદકી ગામની વહે છે તેમ આ શરીર રૂપી ગામમાં કફ-મળ-મૂત્ર- માંસ- લોહી- મેદ-રસ- અસ્થિ- મજજા- મનુષ્ય બીજ આવા અશુચિ પદાર્થો ભર્યા છે. અને શરીરના સાત દ્વાર રૂપ ખાળમાંથી વહયા કરે છે. આવા અશુચિ ભરેલા શરીર પ્રત્યે રાગ કેટલો? મમત્વપણાને છોડો. ૭ આશ્રવ ભાવના :- દશમા અંગમાં કહેલું છે કે પાંચ આશ્રવનો ત્યાગ કરવો જોઇએ. વિવેકી આત્માઓએ વિરતિનો આદર કરવો જોઇએ. તેનાથી આ સંસાર સાગરને પાર પમાય છે. પાંચમા શ્રી ભગવતીજી અંગમાં કહેલું છે કે એકેન્દ્રિયને અવિરતિ નામના કર્મબંધન હેતુથી કોઇપણ વિષયના ભોગવટા વિના અઢારે પણ પાપસ્થાનક લાગે છે. માટે હે ભવ્યો! પાપ આરંભના સ્થાનો ના પચ્ચકખાણ કરીને વિરતિમાં રહેવું જોઇએ. ૮ સંવર ભાવના:- સાધુ સંવરમાં રહેલા હોવાના કારણે મિત્ર અને શત્રુને સમાન ગણે છે. જીવન અને મરણને સમાન ગણે છે અને પાપના આશ્રવ ભાવોથી હંમેશા દૂર રહે છે. એટલે આશ્રવ ભાવનો ત્યાગ કરવો જોઇએ. વળી શ્રાધક પોતે ભાવના ભાવતાં વિચારે છે કે મારો ધન્ય દિવસ કયારે આવશે કે હું કુશ નામનો (ડાભ-ઘાસનો) સંથારો કરીશ! સ્વજન-ધન અને સંપત્તિનો ત્યાગ કરી આ આશ્રવના દ્વાર બંધ કરી હું કયારે સંયમનો ભાર સ્વીકારીશ? કયારે મુનિ બનીશ? મુનિ ભગવંત હંમેશા ચિતમાં ચિત્તવન કરે-પોતાના હિતનું અને નિર્દોષ આહીરની ઇચ્છા કરે. વળી વિચારે હું મલ્લની જેમ એકાકી પ્રતિમાને જ્યારે વહન કરીશ? અને ગુરુની પાસે સૂત્રનો અભ્યાસ કયારે કરીશ? ૯ નિર્જરા ભાવનાઃ- વ્રત પચ્ચકખાણ કરીને કર્મની નિર્જળા ક્યારે કરીશ? ૧૦ લોક સ્વભાવ ભાવનાઃ- પુરુષ ઊભો હોય, પોતાના બે હાથ કમ્મરે હોય, અને બે પગ પહોળા રાખ્યા હોય ને જેવો આકાર બને તે ચૌદ રાજ લોકનો આકાર છે. આવા લોકનું સ્વરુપનું ચિંતવન કરે. તે લોક સ્વભાવ ભાવના. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧૧ બોધિદુર્લભ ભાવનાઃ- ધર્મની સર્વ સામગ્રી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થઇ. ધર્મ પામવા છતાં સંસારના રાગે બોધિબીજ રુપ મુખ્ય ફળ મેળવવામાં હારી ગયો. જેમ કોઈ યક્ષ પ્રસન્ન થઈને મુર્ખને ચિંતામણી રત્ન આપ્યો. પણ તેના સ્વરૂપનું અજ્ઞાતપણું હોવાથી તે ગમારે કાગડો ઉડાડવા રતને ફેંકી દીધો. તે જ રીતે મનુષ્યભવમાં આ ધર્મરુપ રત મળવા છતાં હારી ગયો છે. ૧૨ ધર્મ ભાવનાઃ- આપણે હિતકર ધર્મને જીવનમાં ધારવો જોઇએ. મિથ્યાત્વરુપી શલ્યને દૂર કરવું જોઇએ ક્રોધમાન-માયાનો ત્યાગ કરવો જોઇએ. લોભ એ કુમતિ આપવામાં મલ્લ સમાન છે, તેનો ત્યાગ કરવો જોઈએ. સાત વ્યસનોનું સેવન કરતાં જીવને પાપો બંધાય છે અને દુર્ગતિમાં ચાલ્યા જાય છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે હે જીવ! તું કર્મ બાંધતી વખતે વિચાર કર. સાવધાન રહે. નહિ તો તે અશુભ કર્મ ઉદયમાં આવશે ત્યારે સંતાપ કરવા વડે કરીને શું? આ ધર્મ ભાવનાનું સ્વરુપ છે. આ વિશ્વમાં કર્મને પરવશ બનેલા જીવો સુખ અને દુઃખને ભોગવે છે. માટે કર્મની આ જંજાળનો ત્યાગ કરો તો સિદ્ધિરૂપી સ્ત્રીના તમે શ્રેષ્ઠ સ્વામીપણાને પ્રાપ્ત કરશો. પુષ્પરાવર્ત મેઘ ગંભીર હોય છે. જિનેશ્વર ભગવાનની વાણી મેઘની જેમ ગંભીર છે. આવી દેશનાને આપી. આ રીતે ચોથા ખંડમાં ચૌદમી ઢાળ શ્રી શુભવિજયજી મ.સા.ના શિષ્ય વીરવિજયજી મહારાજ સાહેબે પૂર્ણ કહી છે. ચતુર્થ ખડે ચૌદમી ઢાળ સમાપ્ત (દોહરા) ઇત્યાદિક ગુરુ દેશના, ગુરુમુખથી સુણી લો ક; હરખ્યા ધર્મ રસિક જના, જિમ પ્રહ સમયે કોક. ૧ સમકિત બહુ જીવે કહ્યું, દેશવિરતિ કઈ ભાવ; કેઈક સર્વવિરતિ લહે, ભવજલ તરવા નાવ. ૨ ધર્મ-તણો અવસર લહી, કરશે જેહ વિલંબ તે પસ્તાવો પામશે, પાકી ચાંચ અંબ. ૩ ઈણિપણે નિસુણી દેશના, જે કહી મુનિ ગુણવંત; લહી આશ્ચર્ય નરે સરૂ, ઈણિ પરે પ્રશ્ન કરત. ૪ મુઝ કુમારી સુરસુંદરી, યે કરમે? ભગવંત; સુખ દુઃખ કંત વિયોગડો, પામી કહો વિરતંત. ૫ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #337 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ : પૂર્વભવ જ્ઞાનવંત મુનિશ્રી જ્ઞાનધર મહારાજની દેશના સાંભળી. સભાજનો ઘણા આનંદ પામ્યા. તેમાં વળી રિપુમર્દન રાજા, અમરકુમાર આદિ ધર્મ રસિયાજીવો વધારે આનંદ પામ્યા અને સંસારથી ઉદ્વિગ્ન પણ પામ્યા. જેવી રીતે પ્રાતઃકાળે સૂર્યોદય થતા ચક્રવાક અને ચક્રવાકી આનંદમાં આવી જાય તે રીતે સૌ આનંદ પામ્યા. દેશનામાં તરબોળ થયેલ કંઇક ભવ્યજીવો બોધિબીજ સમકિતને પામ્યા. હળવાકર્મી આત્માઓએ દેશવિરતિરૂપ બાર વ્રતને ગ્રહણ કર્યા. ભવનિર્વેદ પામેલા પુણ્યત્માઓ ભવજલ તરવાને નાવ સમાન સર્વવિરતિ રૂપ સંયમને ગ્રહણ કરતા હતા. હે ભવ્ય જીવો! જીવનમાં ધર્મ આરાધવાની તક કયારેક મળી જાય છે. તે અવસરે જો વિલંબ કરે તો શું થાય? લક્ષ્મી ચાંલ્લો કરવા આવે તે વેળાએ કપાળ ધોવા જાય તો શું થાય? આંબાડાળે કેરી આવે તે વેળાએ કાગડાની ચાંચ મારેલી કેરી પાકે? કેરી ન ખાઇ શકે. તે જ રીતે ધર્મ ક૨વાને અવસરે જો પ્રમાદ કરે તો પાછળથી પસ્તાવાનું જ રહે. મુનિ ભગવંતની દેશના સાંભળ્યા બાદ, આશ્ચર્ય પામેલા નરેશ ગુરુમહારાજને હાથ જોડીને પૂછે છે. હે ગુરુભગવંત! મા૨ી કુંવરી સુરસુંદરી રહેલી છે. તેણે કેવા પ્રકારના કર્મ કર્યા હશે? જે કર્મના ઉદયે કરી સુખ પામી. વળી દુઃખને પામી સ્વામીનો વિયોગ થયો. તે પછી પણ ભયંકર દુઃખો ને પામી. પૂર્વભવે મારી કુંવરીએ શું શું કર્યુ. કૃપા કરીને આપ બતાવો. (૩૦૪) ઢાળ- પંદરમી (જગપતિ નાયક નેમિ જિણંદ- એ દેશી.) નરપતિ કહે મુનિ પૂર્વ વૃત્તાંત, કરમ ભરમ જગ વિસ્તરે; ન૨૫તિ કર્મ-વિવશ વાસુદેવ, નરક પ્રતે તે સંચરે. ૧ નરપતિ ભવ નાટિકમાં જોય, અવ્યવહારી રાશિમાં; નરપતિ અનંત પુદ્ગલ પરાવર્ત, ભ્રમણ નિગોદની રાશમાં. ૨ નરપતિ અનાદિ નિગોદ અવશ્ય, ઉધ્ધરી પૃથ્વીકાયમાં; નરપતિ સૂક્ષ્મ બાદરમાંહિ, તે વ્યવહારી રાશિમાં. ૩ નરપતિ ગિરિસરિ દુપલને ન્યાય, દુઃખ સહતાં સંસારમાં; નરપતિ પુણ્ય વિહુણો જીવ, ભમિયો વિષમ વિકારમાં. ૪ નરપતિ બહુવિધ કર્મ બનાવ, કર્મે જીવને સાંકલ્યો; નરપતિ પૂરવ ભવ વૃતાંત, તેહ ભણી તુમે સાંભલો. ૫ નરપતિ ગામ સુદર્શન નામ, નૃપ સુરરાજ તિહાં વસે; નરપતિ અરિગણમાં તે શૂર, વીર પરાક્રમ ઉલ્લસે. ૬ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ Page #338 -------------------------------------------------------------------------- ________________ નરપતિ રેવતી રાણી તાસ, જાસ વિલાસ ગતિ ભણી; નરપતિ પ્રમદા પ્રીતમ પ્રીત, સંપદ સેવે સુર તણી. ૭ નરપતિ એક દિન દંપતી દોય, ક્રીડા કારણ સંચર્યા; નરપતિ સુભટ સવે પરિવાર, વનમાં તરૂ-અધ-ઉતર્યા. ૮ નરપતિ ઈણિ અવસર તરૂપાસ, મુનિવર ધ્યાન-ઘટા વર્યા; નરપતિ એકણ કૃત કાઉસ્સગ્ગ, દંપતી દગૂપથ સંચર્યા. ૯ નરપતિ નૃપ કહે તવ સુણ નારી, એ મુનિવર રૂડો યતિ; નરપતિ ધ્યાન ધરે એક ચિત્ત, ધન ધન જગમાં એ વ્રતી. ૧૦ નરપતિ કહે સુણી રાણી તામ, સાચી વાત તમે કહી; નરપતિ પણ કહો તો ક્ષણમાંહી, ધ્યાન ચુકાવું હું સહી. ૧૧ નરપતિ ઇમ સુણી રેવતી રાણી, મુનિવર પાસે સા ઘણી; નરપતિ હાસ્ય વિલાસ કરંત, કરત દુગંછા ગુરુ-તણી. ૧૨ નરપતિ કરત હસામસ તાસ, મુહપત્તિ ઓછો સા ગ્રહે, નરપતિ અનુકૂલ મુનિ ઉવસગ્ગ, પણ મુનિવર ધ્યાને રહે. ૧૩ નરપતિ બાર ઘડી મુનિરાજ, વિગોવ્યા ધ્યાને છતે; નરપતિ મુનિવર ન ચલે ધ્યાન, તવ નૃપ કહે રાણી પ્રતે૧૪ નરપતિ એ રૂડો અણગાર, ન ઘટે હાંસી સુંદરી; નરપતિ ઇમ વારી તવ નારી, હાસ્ય કરણથી ઓસરી. ૧૫ નરપતિ ધ્યાન પૂરણ મુનિરાજ, યોગ્ય જીવ જાણી કરી; નરપતિ દંપતી આગળ તામ, મુનિએ વાણી ઉચ્ચરી. ૧૬ નરપતિ દાન દીયો સુપાત્ર, નિર્મલ શીયલ ધરો સદા; નરપતિ તપ કરો વિવિધ પ્રકાર, શુભ ભાવન શિવ સંપદા. ૧૭ નરપતિ ધર્મ સુણી બિહું તામ, નિજ નિજ ચિતે સહ્યો; નરપતિ તત્વત્રયી ઓલખંત, ઉપગારી મુનિ જે કહ્યો. ૧૮ નરપતિ રાણી તવ શુભ ભાવ, દાન દીએ મુનિરાજને; નરપતિ બાંધે પુન્ય અનંત, પાત્ર સવે શિરતાજને. ૧૯ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) 30 Page #339 -------------------------------------------------------------------------- ________________ નરપતિ અણઆલોઈ પાપ, સુરપદવી બેહું વર્યા; નરપતિ ભોગવતાં શુભ ભોગ, આયુ સંપૂરણ કર્યા. ૨૦ નરપતિ સુરરાજાનો જીવ, અમરકુમાર સંપદવરી; નરપતિ રેવતીનો ચવી જીવ, અગજા તુઝ સુરસુંદરી. ૨૧ નરપતિ બાર ઘડી મુનિરાજ, ધ્યાન ચૂકાવ્યો જિર્ણ કરી; નરપતિ બાર વરસ તિણે હેત, કંત વિયોગ સતી વરી. ૨૨ નરપત મુનિય દુગંછા કીધ, મચ્છ ઉદર વસતી સતી; નરપતિ મુનિવર દીધ આહાર, વિધા રાજય અધિપતિ. ૨૩ નરપતિ નવપદ શીયલ પ્રભાવ, જગ જસ સુખ લહી સંપદા; નરપતિ નિસુણી મુનિ- વચ દોય, જાતિ સ્મરણ લહે તદા. ૨૪ નરપતિ મુનિવરને સતી તામ, અમરકુમાર પણ ઈમ કહે; નરપતિ મુઝ આતિમ ઉધ્ધાર, કારણ તુમ વિણ કુણ કહે. ૨૫ નરપતિ તુમ સરીખા મુઝનાથ, માથે ગાજે ગુણનિલો; નરપતિ તિહાં નહિ કર્મ પ્રચાર, કેસરી આગલ છાગલો. ૨૬ નરપતિ રશ્મિ પ્રસર દિનનાથ, તિમિર તિહાં નવિ સંચરે; નરપતિ તાર તાર ભવ તાર, તવ મુનિવર ઇમ ઉચ્ચરે. ૨૭ નરપતિ દુરિત હરણ શિવદાન, સાધન છે શિવાજની; નરપતિ જેહ ગ્રહે શુભ ભાવ, દીક્ષા શ્રી જિનરાજની. ૨૮ નરપતિ અકુલી કુલિય કહાય, જ્ઞાન લહે મૂરખવલી; નરપતિ સુરવર-નૃપ- નત પાય, દીક્ષાએ જિન કેવલી. ૨૯ નરપતિ અમરકુમર સતી તામ, કહે સાહિબ તે આપીએ, નરપતિ ભવ ભવ સંચિત પાપ, દીક્ષા દેઈ કાપીએ. ૩૦ નરપતિ આજ્ઞા તવ માગંત, નિજ નિજ માતપિતા-તણી; નરપતિ મુનિવર તવ ભાખંત, માતપિતા ઉચ્છક ભણી. ૩૧ નરપતિ સંયમ લેતાં પુત્ર, રાખે માતપિતા ઘરે;, નરપતિ ઘાલે કૂપમાં તેહ, બાપડા કિણી પરે નિસરે. ૩૨ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #340 -------------------------------------------------------------------------- ________________ નરપતિ માતપિતા દીએ દીખ, નિશ્ચલ કાજ તે સુત તણે; નરપતિ શિવ નગરીને પંથ, પ્રસ્થાનો મેલ્યો તિણે. ૩૩ નરપતિ સંયમ પાખે જીવ, ભવ ભવ નાટકમાં પડે; નરપતિ જીવાયોનિ ભમંત, કિમહિ ન શિવ પંથે ચડે. ૩૪ નરપતિ પરણાવી મા-બાપ, મનમાંહી રૂડું વહે; નરપતિ છાર ઉપર લીપંત, કેતીવાર લીપણ રહે. ૩૫ નરપતિ ઇમ નિસુણી નૃપશેઠ, દીએ આજ્ઞા દીક્ષા-તણી; નરપતિ બહુ મહોત્સવ પરિવાર, સંયમ ગ્રહણ ઉચ્છક ઘણી. ૩૬ નરપતિ બેસી સુખાસન દોય, પ્રથમ પ્રભુ પૂજા કરી; નરપતિ આવ્યા મુનિવર પાસ, અમરકુમાર સુરસુંદરી. ૩૭ નરપતિ અરિહંતાદિક સાખી, સામાયક વ્રત ઉચ્ચરે; નરપતિ ભેદ સત્તર શ્રીકાર, સંયમ શુધ્ધ સમાચરે. ૩૮ નરપતિ વિચરે ગુરુને સાથ, અનુમતિ સજ્જનની વરે; નરપતિ રાજાદિક પરિવાર, ઉભા રહી વંદન કરે. ૩૯ નરપતિ ચોથે ખંડે ઢાળ, પશરમી રમી ગુણ સતી; નરપતિ વીર કહે જગમાંહી, ધન ધન એ વતી દંપતી. ૪૦ ભાવાર્થ : નરપતિની વાત સાંભળીને મધુરવાણીએ મુનિ પૂર્વ વૃત્તાંત કહે છે. સભામાં બેઠેલા સર્વ શ્રોતાઓ આ પ્રશ્ન સાંભળતાં તેનો જવાબ સાંભળવા સૌ ઉત્સુક બન્યા છે. હે રાજન! આ સંસારમાં કર્મરાજાની સત્તા ઘણી વિસ્તૃત છે. જેની કોઇ સીમા નથી. કર્મના વશ થકી વાસુદેવ નરકમાં જાય છે. ભવરૂપી રંગભૂમિ ઉપર આત્મા અવનવા નાટક ભજવે છે. એની શી વાત કરવી? આ જીવાત્મા અવ્યવહાર રાશિ નિગોદમાં અનંત પુદ્ગલ પરાવર્ત કાળ રહ્યો. તેમાં જન્મમરણના ફેરા ફર્યો. ત્યાર પછી સિધ્ધ પરમાત્માની સહાયથી અનાદિ નિગોદમાંથી આ આત્માનો ઉધ્ધાર થયો. અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં લાવનાર અનંત ઉપકારી સિધ્ધ પરમાત્મા છે. ત્યાંથી પૃથ્વીકાળમાં આવ્યો. જીવનું ભ્રમણ ચાલુ થયું. જીવનો વિકાસ નિગોદમાંથી નીકળ્યા બાદ ચાલુ થાય છે. પૃથ્વીકાળમાં પણ સૂક્ષ્મમાં ગયો. વળી ત્યાંથી બાદર પૃથ્વીકાયમાં આવ્યો. એકેન્દ્રિયમાં કયાં સુધી રખડ્યો? ગિરિસરિત ૬,પલ ન્યાયે કરીને એટલે નદી ધોલે.... ગોળ ન્યાયે કરીને સંસારમાં અનેક પ્રકારના દુઃખોને સહન કર્યા. કોઇકવાર સારો કોઇકવાર ખરાબ એમ કરતાં દુઃખોને સહન કરતો વિષમ વિકારપણાને પામી પુણ્યહીન બની ગયો. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #341 -------------------------------------------------------------------------- ________________ MOM. O Ute h AllL *10)11//// (૩૦૮) www \\//\_\\))// , \\0)// [30]//// દંપતીનો પૂર્વભવ રાજન! તમને સાને પૂર્વભવના વૃત્તાંત સાંભળવાની જિજ્ઞાસા છે. સાંભળો! ..&3 * \\\\11||, <<\\]// <<Page #342 -------------------------------------------------------------------------- ________________ એકદા આ દંપતી વનક્રીડા કરવા પરિવાર-સુભટો આદિ સાથે લઇને જંગલમાં જાય છે. લતા વેલડીથી વિંટળાયેલા ઘટાદાર વૃક્ષ નીચે રાજારાણીના આસન નંખાયા વિશ્રામ માટે બંને બેઠા છે. પરિવાર સૈા પોતાની પ્રવૃત્તિમાં પડયા છે. રાજા જયાં બેઠો છે ત્યાં નજીકના સામે દેખાતા વૃક્ષનીચે મુનિભગવંત કાઉસ્સગ્ગ ધ્યાનમાં ઊભા છે. આ મુનિને રાજારાણીએ જોયા. જોતાંની સાથે બંનેએ હાથ જોડી પ્રણામ કર્યા. મુનિને દેખી હર્ષિત થયા. મુનિભગવંત ધ્યાનમાં હતાં. રાજાએ પ્રણામ કર્યા. પછી રાણીને કહે છે- હે દેવી! આ મુનિભગવંત કેવા રુડા છે. યતિમાં શિરદાર છે. પોતાની આત્મસાધના કરતાં ધ્યાનમાં કેવા લીન બન્યા છે. ખરેખર! આ જગતમાં આવા વ્રતધારી મુનિભગવંતો સંત-મહાસંતોને ધન્ય ધન્ય છે. જેના વડે આ પૃથ્વી પવિત્ર બની જાય છે. રાજા મુનિભગવંતોના ગુણોમાં રકત બની ગુણગાન ગાઇ રહયો છે. રાણી રાજાની વાત એક ચિત્તથી સાંભળે છે. ત્યારબાદ રાણી કહેવા લાગી- હા સ્વામીનાથ! આપની વાત સાચી છે. પ્રસન્નતા મુખ ઉપર કેવી દીસે છે? ધ્યાનમાં મગ્ન છે. પણ છતાં તમે કહો તો આ મુનિભગવંતને ધ્યાનમાં વિચલિત કરી દઉં. રાણી રાજા પાસેથી ઊઠીને મુનિભગવંત પાસે પહોંચી ગઇ. ધ્યાનમાંથી ચલાયમાન કરવા આવી છે.’મુનિ પાસે હાસ્ય વિનોદ કરવા લાગી, ટીખળ કરવા લાગી. છતાં મુનિભગવંત ધ્યાનમાં રહયા. વળી મુનિની દુર્ગંછા કરવા લાગી. . વળી પાછી ફરતી હસતાં હસતાં ઠઠ્ઠા મશ્કરી કરવા લાગી. મશ્કરી કરતાં આગળ વધીને મુનિનો ઓધો અને મુહપત્તિ પણ ખેંચી લીધા. અનુકૂળ ઉપસર્ગ કરવા લાગી. પણ મુનિ ચલાયમાન નહિ થયા તેથી પ્રતિકુળ ઉપસર્ગ કરવા લાગી. મુનિને સંતાપવા લાગી. છતાં મુનિ ચલિત ન થયા. ધ્યાનમાં વધુ સ્થિર બન્યા. એકપણ ઉપાય રાણીનો મુનિને ચલાયમાન કરવ માં સફળ ન બન્યો. રાણીએ બાર ઘડી સુધી મુનિને સંતાપ્યા, છતાં મુનિ સ્થિરતાપૂર્વક ધ્યાનમાં છે. રાણી હારી થાકી. રાજા કહે- તારા આવા પ્રકારના ચાળા તને પાપો બંધાવશે. દેવી! સમજ રાજા રાણીને પાછો વારે છે. હે દેવી- આ મુનિભગવંત ધર્મની આરાધનામાં રુડા તેજસ્વી છે, હાંસી મશ્કરી કરવી ઘટતી નથી. રાજા વારંવાર પોતાની રાણીને મુનિને ઉપસર્ગ કરતી વારે છે. થાકેલી રાણી મુનિને સંતાપવા છોડી દઇને રાજા પાસે આવીને બેઠી. ત્યારપછી થોડીવારમાં મુનિનું ધ્યાન પૂર્ણ થયું. સામે થોડે દૂર રાજારાણી બેઠા છે. પોતાના જ્ઞાનબળે બંને યોગ્ય જીવ જાણ્યા. રાજારાણી મુનિભગવંત પાસે બેઠા. મુનિ બંનેને ઉદેશીને કહેવા લાગ્યા. રાણીએ સંતાપ્યા છતાં તેના પ્રત્યે દ્વેષ નથી. રાજા પ્રત્યે રાગ નથી. સમભાવમાં રમતાં મુનિ પરમ કરુણાવંત હતા. બંનેને ઓળખી લીધા. રાજારાણી છે તે રીતે નહિ. પણ નજીકના ભવમાં મોક્ષગામી છે. ભાવિ જોઇ લીધું. અમૃતધારા જેવા મુખમાંથી વચનો નીકળ્યા. હે રાજન! દાન-શીલ- તપ અને ભાવ આ ધર્મના પાયા છે. સુપાત્રે દાન દઇને દાનધર્મ કરો. નિર્મળ અને પવિત્ર એવા શીયળવ્રતનું પાલન કરો. યથ શકિતએ તપ ધર્મની અરાધના કરવી જોઇએ. સર્વ આરાધના ભાવપૂર્વક કરવાથી પ્રાણીઓ શુભફળ રૂપ સિધ્ધિને મેળવે છે. આ પ્રમાણે મુનિભગવંતની વાણી સાંભળી પોતપોતાના હૈયામાં ધર્મની સ્થાપના કરી. શ્રધ્ધાપૂર્વક ધર્મની આરાધનામાં જોડાયા. દેવ-ગુરુ ધર્મ રૂપ ત્રણની તત્વત્રયીને પણ ઓળખાવતા હતા. પોતાને બાર ઘડી સુધી આ રાણીએ સંતાપ્યો. છતાં તે બધું ભૂલી ગયા. અપકારને ભૂલીને ઉપકારમાં જેનું મન છે. આ વાત રાણીને સમજાણી. અંતઃકરણમાં મુનિને સંતાપ્યાનું દુ:ખ થાય છે. મુનિભગવંતના વચન અનુસારે ધર્મને હૈયામાં સ્થાપન કર્યો. શુભભાવનાથી મુનિભગવંતોને સુપાત્રદાન આપે છે. બીજા ક્ષેત્રોમાં પણ પોતાની લક્ષ્મીને વાપરે છે. દાનધર્મની આરાધનામાં ભાવધર્મ ભેળવીને અનંત પુણ્યને ઉપાર્જન કરે છે. યથાશકિત તપો કરે છે. શીલવ્રતને પણ ધારણ કરે છે. દંપતી પોતાના જીવનમાં ધર્મને આરાધતા કેટલો કાળ ગયો. મુનિને સંતાપ્યાથી લાગેલા પાપનું પ્રાયશ્ચિત લીધા વિના રેવતી મૃત્યુ પામી રાજા પણ મૃત્યુ પામ્યો. બંને જણા દેવલોકે પહોંચ્યા. બંને આત્મા દેવ સંબધી સુખોને ભોગવતાં દેવાયુ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૩૦૯) Page #343 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણ કરીને મનુષ્ય ભવ મેળવ્યો. હે રાજન! સુરરાજાનો જીવ તે તમારી નગરીમાં ધનાવહ શ્રેષ્ઠીને ત્યાં પુત્ર તરીકે અવતર્યો, જે અમરકુમાર અત્યારે તમારી સાથે બેઠા છે. રેવતીનો જીવ દેવલોકમાંથી આવી તારી પુત્રી સુરસુંદરી તરીકે અવતરી. મુનિ ભગવંતને બાર ઘડી સંતાપ્યા. ધ્યાનમાં વિચલિત કર્યા. તે કર્મના અનુસારે સુરસુંદરીને પોતાના પતિથી બાર વર્ષનો વિયોગ થયો. વળી મુનિની દુર્ગચ્છા કરવાથી મગરના ઉદરમાં જવું પડ્યું. તે પછી પોતે ધર્મને આરાધ્યો. દાન-શીલ-તપભાવરૂપ ધર્મની આરાધનાએ સુખસંપદા પામ્યા. મુનિભગવંતને આહાર પાણી પડિલાભીને યાચકોને દાન આપતી હતી. તે પુણ્ય થકી રાજરમણીના સુખો મેળવ્યાં. ઉત્તમ પ્રકારની વિદ્યાઓ મેળવી. પ્રબળ પુણ્ય થકી રાજયને પણ મેળવ્યું. નવપદમય નવકાર મહામંત્રના જાપથી, ધ્યાનથી તથા શીયળના પ્રભાવથી જગતમાં સંપત્તિ સુખ અને યશને વરી. મુનિના વચનો સાંભળીને પૂર્વભવની વાત સાંભળી અમરકુમાર અને સુરસુંદરી શુભવિચારે ચડ્યા. ને ત્યાં જ બંનેને જાતિસ્મરણશાન થયું. પોતાનો પૂર્વભવ જોયો. સંસાર બિહામણો લાગ્યો. સંસાર અસાર લાગ્યો. સંસારથી વિરકત થતાં દંપતી મુનિભગવંતને હાથ જોડી કહે છે. હે ગુરુદેવ! અમારા આત્માનો ઉદ્ધાર કરો. કારણકે આપ વિના અમારા હિતની વાત કોણ કહે. પરમ ઉપકારી ગુરુદેવ! આપ અમારા નાથ છો. તુમ સરિખા અમારા નાથ બનીને અમારા માથા ઉપર રહેલા છો. હે ગુણનિધિ! તમારી આજ્ઞા અમને શિરસાવંધ છે. આપની સનાથતાએ કર્મરાજાની તાકાત હવે અમને સતાવવાની કે પાસે આવવાની નથી. જેથી હવે અમારે સંસારમાં રખડવું નથી. અમારે માથે આપ સિંહ જેવા ગાજો છે. તેથી કર્મરાજા બોકડો બની ગયો છે. હે પરમ તારક! જગતમાં સૂર્યઉદયે સૂર્ય પોતાના કિરણો ફેલાવતાં અંધકાર નાશ પામે છે. તેમ અમારા જીવનમાં આપ સૂર્ય જેવા પ્રકાશમાં અમારો અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામ્યો છે. હું તરણ તારણહાર! આ ભવ સમુદ્રથી અમને તારો, અમારો ઉદ્ધાર કરો. અમર અને સુંદરીની વિનતિ સાંભળી પૂ. ગુરુ મહારાજ કહે છે, હે ભવ્ય જીવો! આ સંસારથી તરવા માટે પરમાત્માએ આદરેલી પ્રવજ્યા છે. જે દુરિતને હરે છે, કલ્યાણને કરે છે. મોક્ષ મેળવવામાં કારણભૂત મહાન ઉપકારી છે. ભવજલ તરવામાં નાવ સમાન છે. પરમાત્માએ બતાવેલ દીક્ષાને શુભભાવપૂર્વક જે ગ્રહણ કરે છે તે પ્રાણી જન્મથી અફલીન હોય તો કુલવાન થાય છે. એટલે નીચકુળમાં જન્મ થયો હોય અને ધર્મ પામતાં ગૃહસ્થાવાસ છોડીને જિનેશ્વરના માર્ગે દીક્ષા લઇને પ્રયાણ કરે તે કુલીન કહેવાય છે. દીક્ષામાં નીચ-ઉંચના ભેદ નથી. સર્વ સમાન છે. મૂરખ હોય તો ગુરુમહારાજ ભણાવીને જ્ઞાનવાન બનાવે છે. વળી દેવેન્દ્રો અને નરેન્દ્રો આજના દીક્ષિત મુનિના ચરણોમાં ઝૂકે છે. નમસ્કાર કરે છે. આવા પ્રકારની દીક્ષાના પ્રભાવે શાસનને સંપ્રતિ મહારાજ મળ્યા છે. જિનેશ્વર ભગવંતે ફરમાવેલી દીક્ષા એજ જગતના જીવોએ આદરવા યોગ્ય છે. તે આત્મા કલ્યાણકારી બને છે. સંવેગરસથી ભરપૂર દેશના સાંભળીને અમર-સતી બંને સંયમ ગ્રહણ કરવા ઉત્સુક બન્યા. દંપતી ગુરુમહારાજને વિનંતી કરે છે- હે ગુરુદેવ! હે સાહેબ! તો હવે અમને પરમાત્માની પાવનકારી પ્રવજ્યાનું દાન આપો. દીક્ષા આપીને અમારા ભવોભવના સત્તાના પડેલા, એકઠાં કરેલાં પાપોને કાપીએ. જ્ઞાનધર મુનિભગવંત કહે છે- હે પુણ્યાત્માઓ! આત્મ કલ્યાણ કરવા માટે પ્રવજયા પામવા માટે તમે તમારા માતપિતાની અનુમતિ માંગો. કલ્યાણ માર્ગે જતાં આ ભવના ઉપકારી માત-પિતાની આશીર્વાદ સહ આજ્ઞા મેળવો. તેથી સંયમમાર્ગ નિષ્કલંક અને નિષ્ફટક બની રહે. આ પ્રમાણે દંપતીને સૂચના આપી. દંપતી ગુરુની આજ્ઞા મેળવીને કહ્યા પ્રમાણે કરવા માટે ઉજમાળ બન્યા. મુનિભગવંત દંપતીના માતા-પિતા આદિ સભાને ઉદેશીને કહે છે તે સજજનો! સંસાર સમુદ્રથી તરવા માટે એક દીક્ષા (૩૧૦ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #344 -------------------------------------------------------------------------- ________________ જ નાવ સમાન છે. હે રાજન! હે શ્રેષ્ઠી! સંયમ માટે ઉત્સુક બનેલા તમારા સંતાનોને રજા આપો. ઉત્સાહ અને આનંદપૂર્ણ સંયમમાર્ગે જવા આજ્ઞા આપો. જે માતાપિતા પોતાના સંતાનને પ્રભુમાર્ગે જવા માટે મોહને કારણે રજા આપતા નથી અને સંસાર રૂપ કૂવામાં પડ્યા સંતાનને પણ એ કૂવામાં ઉતારે છે. તે કારણે કરીને આ કુવામાંથી કયારેય બહાર નીકળી શકતાં નથી. આ માનવભવમાં જ પરમેશ્વરી પ્રવજયાનો યોગ છે. આવો યોગ બીજી કોઈ ગતિ કે ભવમાં સાંપડતો નથી. આ તક ચૂકી જાય તો વળી પાછા ચોરાસીના ચક્રાવે ચડે છે. માટે સંતાનનું હિત ઇચ્છતા માતપિતા રાજી થઈને પોતાના સંતાનને : માર્ગે જવાની રજા આપે છે. સંતાનને રજા મળતાં તે શિવનગરી તરફ જવાને પ્રસ્થાન કરે છે. સંતાનને રજા આપતાં માતા-પિતા ને પણ પૂર્વાચાર્યો ધન્યવાદ આપે છે. ઉપદેશ પ્રસાદ ગ્રંથમાં લક્ષ્મીસૂરીશ્વરજી મહારાજ કહે છે કે – તે ધન્ના તે સાહુ, તેસિં પસંસા સૂરેહિં કિજંતિ | 'જેસિં કુટુંબ મજઝે, પુતાઇ લિંતિ પવાર્જ ” - dhpu sill, siKD ITTEE ચારિત્રના પંથે, મુક્તિના પંથે (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #345 -------------------------------------------------------------------------- ________________ અર્થ : તે ધન્ય છે, તે સાધુ છે, તેની પ્રશંસા દેવો પણ કરે છે કે જેમના કુટુંબમાંથી પુત્રાદિ પ્રવજ્યા અંગીકાર કરે છે. અમર- સુંદરીના દીક્ષાના ભાવ શ્રેષ્ઠીપુત્ર અમરકુમાર- પુત્રવધુ, સુરસુંદરી વૈરાગ્યથી દ્રવિત થયા, સંયમ ગ્રહણ માટે ઉત્સુક થયા. સંયમના ભાવ જણાવીને ગુરુભગવંતને વિનંતિ કરી. આપ હમણાં અત્રે સ્થિરતા કરો. આપની આજ્ઞા અનુસાર માત-પિતા પરિવારની અનુમતિ લઇને આવીએ છીએ. ગુરુભગવંત પણ તેમના ભાવિને જાણતા હતા. તેથી તેમના કલ્યાણ માટે ઉદ્યાનમાં સ્થિરતા કરી છે. દેશનાને અંતે સા નગરમાં આવ્યા. દંપતીના માત-પિતા હજુ પણ કહી રહ્યા છે. હે ભવ્યો! આ ભવ જ એવો છે કે શિવનગરીનું પ્રસ્થાન અહિંથી થાય છે. સંયમ વિના મુકિત નથી. સંયમ વિનાના જીવો બિચારા ભવોભવને વિષે ભ્રમણ કરતાં વિવિધ પ્રકારના નાટકો કરવા પડે છે. ચોરાસી લાખ યોનિમાં ભટકયા કરે છે. આવા જીવો કયારેય મોક્ષના માર્ગે ચડતા નથી. એટલે મોક્ષ જવાનો માર્ગ જડતો નથી. સંસારમાં સ્વાર્થી માત-પિતા પોતાનું નામ રાખવા, પેઢીને સંભાળવા, વંશ રાખવા માટે પુત્રને પરણાવી દે છે. આ માત-પિતા ખરેખર સંતાનના વૈરી કહેવાય. મનમાં મલકતા હોય છે. જ્ઞાનીઓ કહે છે કે રાખ- ઉપર લીંપણ કરે તો તે લીંપણ કેટલીવાર ટકે? લીંપવાની મહેનત કરી તેટલી વાર પણ તે લીંપણ ટકતું નથી. સંયમના માર્ગે મુનિરાજની વાણી સાંભળી નૃપતિ અને શ્રેષ્ઠીએ પોતાના સંતાનોને દીક્ષા લેવા માટે અનુજ્ઞા આપી. બંને પક્ષે સંયમ ગ્રહણના આનંદનો ભવ્ય મહોત્સવ જિન મંદિરે કરાવ્યો. યાચક વર્ગોને ઘણું દાન આપ્યું. ત્યારબાદ શુભદિવસે શુભવારે સંયમાભિલાષી બંને પુણ્યાત્માએ સવારે ૫રમાત્માની દ્રવ્ય અને ભાવ પૂજા કરી. અને ઘણા પરિવાર સહિત દંપતી સુખાસન ઉપર બેસીને નગરીની બહાર જયાં ગુરુ મહારાજ બિરાજમાન છે ત્યાં ઉદ્યાનમાં આવ્યા છે. નગરજનો પણ સૌ દીક્ષા-મહોત્સવને જોવા ટોળે ટોળે મળીને ઉદ્યાનમાં આવ્યા. ઉદ્યાનમાં માનવ મહેરામણ ઉભરાયો છે. સૈાના મુખ્ય થી એક જ વાત નીકળે છે... ધન્ય છે શ્રેષ્ઠીપુત્ર... ધન્ય છે રાજકુંવરીને. સંસારમાં સુખોની સર્વસામગ્રી હોવા છતાં પળવારમાં છોડીને પ્રભુના માર્ગે સંચરે છે. ધન્ય માત પિતાને, જેના કુળે આ કુલદીપકો આવ્યા. આ શબ્દો સાંભળતા સાંભળતા અમરકુમાર અને સુરસુંદરી ગુરુભગવંત પાસે આવી ગયા. ગુરુમહારાજને સૈા પરિવાર સાથે વંદન કર્યું. ત્યારબાદ દંપતીએ દીક્ષાની ભિક્ષા યાચી. હે ગુરુદેવ! ભવોદધિથી પાર ઉતરવા અમને સંયમ આપો. ગુરુમહારાજ અરિહંત સિધ્ધ આચાર્ય આદિની સાક્ષીએ સર્વવિરતિ રૂપ યાવજજીવન આજીવન સામાયિક વ્રત ઉચ્ચરાવે છે. સાધુના પાંચ મહાવ્રતના પચ્ચકખાણ કરાવ્યા. લોચાદિ ક્રિયા થઇ ગઇ. સમતારસનું પાન કરાવતાં ગુરુદેવ સત્તર પ્રકારના સંયમને શુદ્ધ રીતે આચરવાને માટે હિતશિક્ષા આપે છે. માત-પિતા સંતાન વિરહમાં આંસુ સારે છે. નગરજનો પણ નવદીક્ષિતને જોતાં આનંદસહ આંસુ વહાવી રહ્યા છે. રાજ-શ્રેષ્ઠી પરિવાર નવદીક્ષિતને વાંદી રહયા છે. શોક યુકત વંદના કરી રહયા છે. ગુરુમહારાજ રાજાદિ પરિવારને ધર્મ સમજાવી, નવદીક્ષિતને લઇને મહીતલને વિષે વિહાર કર્યો. સુરસુંદરીએ સાધ્વી વૃંદની સાથે અન્યત્ર વિહાર કર્યો. આ પ્રમાણે ચોથા ખંડે પંદરમી ઢાળે સતી અને અમરકુમારના ગુણોનું કીર્તન કર્યુ. વીરવિજયજી મહારાજ કહે છે કે આ જગતમાં ખરેખર મળેલા સુખ વૈભવનો ત્યાગ કરીને દંપતી સંયમી બન્યા. તેઓને ઘન્યવાદ છે. ચતુર્થ ખંડે પંદરમી ઢાળ સમાપ્ત (૩૧૨) (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #346 -------------------------------------------------------------------------- ________________ દોહરા રાજાદિક સવિ પુર જના, પદુત્તા નિજ નિજ ગેહ; ઋદ્ધિ જિણો છોડી છતી, ધન વ્રતી દંપતી તે હ. ૧ પંચાશ્રવથી વિરમતા, કોહ-ચઉ, ત્રણ દંડ; પાંચ ઇન્દ્રિય વશ કરે, સંયમ ધરત અખંડ. ૨ સંયમ પાલે બિહુ જણા, પાલે ગુરૂની આણ; વિષય-કષાયથી ચૂકીયા, મન રાખે વ્રત ઠાણ. ૩ કેશ મ લોચો અપૂણા, કેશે કિયો શ્યો દોષ? તિણે મન લોચો અપ્પણું, જે જગ ભમે સરોષ. ૪ ભાવાર્થ : અમર ઋષિરાજે ગુરુ પરિવાર સાથે વિહાર કર્યો. સાધ્વીવૃંદ સાથે સુરસુંદરી સાધ્વીએ પણ વિહાર કર્યો અશ્રુપૂર્ણ નયને રાજાદિક પરિવાર, નગરજનો જતા શ્રમણ સંઘને વાદી રહ્યા છે. જતાં નવદીક્ષિતને જોઈ રહ્યા છે. ગઈકાલ સુધી રાજભોગને ભોગવતા આજે ઉઘાડા પગે, સાદા શ્વેતવસ્ત્રમાં ચાલતા સાધુવેશમાં દંપતી વતીઓને જોઇ પેટભર અનુમોદન કરી રહ્યાં છે. દૃષ્ટિપથ પર દેખાય ત્યાં સુધી સ્થિર થઇને સહુ તેમને જોઈ રહ્યા છે. દેખાતાં બંધ થયા ત્યારે રાજા, રાણી, શ્રેષ્ઠી ને તેમના પત્ની પુત્ર-પુત્રીના વિરહમાં ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. પ્રઘાન આદિ સહુ પણ રહે છે. પ્રધાન સ્વસ્થ થઇને સૌને આશ્વાસન આપતાં રાજારાણીને રથમાં બેસાડયા. શ્રેષ્ઠીને પણ સાથે લીધા. નીરવ શાંતિ છે. કોઇ કંઈ બોલતું નથી. નગરજનો પણ પાછા વળ્યાં. ભગ્ન ચિત્તે સહુ રાજમહેલમાં આવ્યાં. ધનાવહ શેઠ-શેઠાણી અને ગુણ મંજરી પણ સાથે આવી છે. સૌને વિયોગ સાલે છે. ગુણમજરીતો સાવ સૂનમૂન થઇ ને રહી છે. ખરેખર અપાર ઋદ્ધિને પળવારમાં છોડીને ચાલી નીકળેલા સ્વામી અને મોટીબેન સુરસુંદરીને પળેપળે યાદ કરતી આંસુ સારતી રહી છે. પોતે સંયમ નથી લીધો તેનું પારાવાર દુઃખ થાય છે. સંયમ પાળવાને અસર્મથ હોવાથી સાસુ પાસે રહેલી છે. આ બાજુ ગુરુ પરિવારમાં રહેલા નવદિક્ષિત સંયમ નિરતિચાર પણે પાળી રહ્યા છે પંચાશ્રવથી વિરમતા, ક્રોધ માનમાયા-લોભ-રૂપ ચાર કષાયને જીવતા. મન, વચન, કાય રૂપ ત્રણ દંડનો ત્યાગ કરતાં જ્ઞાન-ધ્યાનમાં મગ્ન બન્યાં. પાંચ ઇન્દ્રિયોને વશમાં રાખવામાં તત્પર, અખંડ સંયમ ધરતા ને પાળતા બંને વ્રતધરો ગુરુની આજ્ઞામાં રહીને આરાધનામાં આગળ વધી રહ્યાં છે. વિષય કષાયોનો ત્યાગ કરીને મનનો નિગ્રહ કરવા તપને પણ કરવા લાગ્યા. ખરેખર! સાધુને લોન્ચ કરવાનો કરાવવાનો પરિષહ છે. વાળને દૂર કરવા તે લોચ નથી. વાળનો તેમાં શો વાંક? વાળનો લોચ કરવાથી શું? આત્માને લોન્ચ કરવાનો! આત્માને વશ કરીને પાપની પ્રવૃત્તિ અટકવાનું છે. તે સાચો લોચ કર્યો કહેવાય તેથી આત્માની સાથે મનનો નિગ્રહ કરીને લોન્ચ કરવાનો છે. જગતમાં રોષ સહિત ભમતું મનને આત્મા બંન્નેનો લોચ કરવો જોઇએ. મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #347 -------------------------------------------------------------------------- ________________ ઢાળ સોળમી (ભરત નૃપ ભાવશું એ દેશી) સંયમ ધરે સુરસુંદરી એ, સત્તર ભેદે સાર, વિહાર ભવિતલે એ. પાલે પંચાચાર. જયો જગ દંપતીએ.. એ આંકણી. ૧ પંચ સમિતિ સમતા ધરા એ, ત્રણ્ય ગુપ્તિ મનોહાર; છકાયને પાલતાં એ, સંયમ નિરતિચાર, જ. ૨ શાસ્ત્ર ભણે ગુરુ સન્નિધેએ, ખટ કારણે લહે આહાર; વળી ખટ કારણે એ, આહાર તજે અણગાર. જ. ૩ નવ વિધ જીવનિકાયનીએ, હિંસા મન વચ કાય; કૃતાદિક ત્રિક મલી એ, ભેદ એ કાશી થાય. જ. ૪ કાલ ટિકે તસ વર્જવું એ, અરિહંતાદિક સાખી; સતી પતિ પાલતાં એ, પ્રથમ મહાવ્રત ભાખી. જ. ૫ સત્ય અસત્ય મિસર ત્રિહું એ, દશવિધ ત્રિગુણા ત્રીશ; ભેદ દ્વાદશ વલીએ, વ્યવહાર ભાષા જગીશ. જ. ૬ બેતાલીશ ભેદે કરીએ, બીજું મહાવ્રત સાર; મધુર હિત મિત્ત વચ એ, બોલે શ્રી અણગાર. જ. ૭ જિન-ગુરુ-સ્વામી-જીવથીએ, અદત્ત ચતુર્વિધ હોય; દ્રવ્યાદિક ચઉગુણા એ, સોલ ભેદ એમ જોય. જ. ૮ કાલત્રિકે મન વચ તનુ એ, એકસો ચુંઆલીશ ભેદ; તૃણાદિક વિણ દીઓ એ, અદત્ત નગ્રહે ગત-ખેદ. જ. ૯ દેહ ઉદારિક વૈક્રિયે એ, ભેદ અઢારહ થાય; દ્રવ્યાદિક ચલે ગુણે એ, સર્વથી વિરતિ કરાય. જ. ૧૦ નવવિધ પરિગ્રહ ટાળતાંએ, મન વચ કાય અમાય, મહાવ્રત પંચમું એ, અંતર બાહા ટલાય. જ. ૧૧ જ્ઞાન ક્રિયા ધોરી બિહુ એ, વૃષભ જોતરીયા વેગ; સુસંયમ રથે ચડયા એ, વિચરે ભૂવિ સંવેગ. જ. ૧૨ (મહાસતી શ્રી સુરસુંદરીનો સસ) Page #348 -------------------------------------------------------------------------- ________________ ગારવ. ગણ્ય નિવારતા એ, ત્રણ્ય વિરાધન ટાળી, ચાર વિકથા તજે એ, કિરિયા પંચ નિવાણી. જ. ૧૩ ખટ જીવ વધ નિવારતા એ, સાતે ભય પરિહાર; અરિ મિત્તસમ ગણે એ, મદ આઠે અપહાર. જ. ૧૪ નવવિધ નવવાડે કરી એ, દશ વિધ સમાચાર; અમરમુનિ આદરે એ, પામવા ભવનો પાર. જ. ૧૫ આશાતન શ્રી ગુરુ તણી એ, જે ટાળે તેત્રીશ; વિનય ગુરુનો વહે એ, નામું તેહને શીશ, જ. ૧૬ ગુરુકુલવાસ તે સેવતા એ, ભાવના બાર વિશુદ્ધ; ગુરુ - શિક્ષા ગ્રહે એ, મારગ પાલે શુદ્ધ, જ. ૧૭ સંભ્રમ ચપલપણું તજી એ, નવકલ્પિત ગુરુ સાથ; વિહાર કરે મુનિ એ, દૃષ્ટિ દીએ ચઉ હાથ, જ. ૧૮ શીલાગરથ સંભારતાંએ, જે કહ્યો સહસ અઢાર; વિચાર સહિત મુનિએ, ભણી ગણી લહે પાર. જ. ૧૯ ઉણોદરી તપ આદરે એ, વલી રસ સ્વાદ સદોષ; વિવર્જિત ગોચરી એ, કરતાં સંયમ પોષ, જ. ૨૦ સૂત્ર અરથ લેઇ કરી એ, પહિલી પોરિસી ભણંત; દ્વિતીયે ધ્યાન જ ધરે એ, ત્રીજી એ આહાર કરંત, જ. ૨૧ પઢમ પોરિસી સાયમાં એ, બીજી એ કરતાં ધ્યાન, ત્રીજીએ નિદ્રાં લહે એ, ચોથી સજ્જઝાય માન, જ. ૨૨ તુચ્છ લોહી સૂકાં સહી એ, લૂખાં જેહના મંસં, મમત મચ્છર નહિ એ, વિષય કષાય ન અંસ, જ. ૨૩ નીરાગી પરિગ્રહ નહિ એ, ખિમા-ગુણ-ભૃત-દેહ; શશિપરે શીયલા એ, સાચા સદ્ગુરુ તેહ. જ. ૨૪ સુરસુંદરીના રાસનો એ, ચોથો ખંડ ૨સાલ; માલ ગુણ સોલમી એ, વીર કહે એ ઢાળ, જ. ૨૫ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ ૩૧૫ Page #349 -------------------------------------------------------------------------- ________________ આ છે અણગાર અમારા ... ભાવાર્થ : સંયમ ધરા સુરસુંદરી શ્રમણીવૃંદમાં ગુરુ પાસે હિતશિક્ષા પામતાં જ્ઞાન-ધ્યાનમાં મગ્ન સત્ત૨ પ્રકારે સંયમની આરાધના કરી રહ્યા છે. પંચાચારને પાળતાં પૃથ્વીતળને વિશે વિચરી રહ્યા છે. આ જગતમાં દંપતી વ્રતીઓ જયને પામો. ધન્ય છે. તે ઓને જેમણે અપાર એવી બાહ્ય લક્ષ્મી છોડીને જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ આત્મ લક્ષમીમાં ઉદ્યમવાળા બન્યા છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ આઠ માતનું રક્ષણ કરી રહ્યા છે. છકાયનુ રક્ષણ કરે છે. નિરતિચાર સંયમને પામે છે. ગુરુ સાંનિધ્યમાં શાસ્ત્રને ભણે છે. તપને કરે છે અને છ કારણે આહારને લે છે. છ કારણે જ મુનિ આહાર વાપરે ૧. ક્ષુધા વેદનીય શમાવવા ૨. આચાર્યાદિક સાધુની વૈયાવચ્ચ કરી શકાય તે માટે ૩. ઇર્યા સમિતિની શુદ્ધિ માટે ૪. સંયમ પાલન માટે ૫. દેહ ટકાવવા માટે ૬. ધ્યાનને સ્થિર કરવા માટે. સાધુ ભગવંત આહાર વાપરે. વળી સાધુ ભગવંત છ કારણોથી આહારનો ત્યાગ કરે છે. ૧. રોગના કારણે ૨. ઉપર્સંગ આવે ત્યારે ૩. શીલના રક્ષણ માટે ૪. જીવની રક્ષા માટે. ૫. તપ માટે. ૬. શરીર ત્યાગ (અંત સમયે) માટે. આ છ કારણે આહાર ન કરેં. ઉપર કહેલા કારણે દંપતી વ્રતીઓ આહાર લે છે. અને કારણસર આહારનો ત્યાગ પણ કરે છે. વળી પંચ મહાવ્રતને પાળે છે. તેમાં નવપ્રકારના જીવનિકાયની હિંસા કરતાં નથી. પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ બેઉ તેઇ ચઉ પંચી આ નવ પ્રકારના જીવોની મન-વચન કાય વડે ગુણતાં સત્તાવીશ થાય. વળી કરવું-કરાવવું અને અનુમોદવું. આ ત્રણ સાથે ગુણતાં ૮૧ ભાંગા થાય. વળી એકાશીને અતીત-અનાગત અને વર્તમાન કાળથી ગુણતાં ૨૪૩ થાય. તેને અરિહંત સિદ્ધિ-સાધુ અને આત્મા એ ચારની સાક્ષીએ ગુણતાં ૯૭૨ થાય. આ કહ્યા તેટલા ભેદ પહેલું પ્રાણતિપાત વિરમણ મહાવ્રતને અમરકુમાર મુનિ તથા સુરસુંદરી શ્રમણી પાળે છે. બીજું મૃષાવાદ વિરમણ મહાવ્રત - સત્યના દસભેદ,અસત્યના દસ ભેદ, સત્યાસત્યના દસ ભેદ અને અસત્યામૃષા ભાષાના બાર ભેદ એ પ્રમણે ચાર પ્રકારની ભાષાના ૪૨ ભેદે બીજું મહાવ્રત પાળે છે. ત્રીજું અદત્તાદાન વિરમણ મહાવ્રત : તીર્થંકર અદત્ત, ગુરુ અદત્ત, સ્વામી અદત્ત અને જીવઅદત્ત આ ચાર પ્રકારના અદત્તને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવથી ગુણતાં સોલ, આ સોલને મનવચન કાયાથી ગુણતાં ૪૮. તેને અતીત અનાગત અને વર્તમાનથી ગુણતાં ૧૪૪ ભેદ થાય. એટલા ભેદે ત્રીજું અદત્તાદાન વિરમણ મહાવ્રતને પાળે છે. ચોથું મૈથુન વિરમણ મહાવ્રત- ઔદારિક અને દિવ્ય એવા વૈક્રિય શરીર દ્વારા કામને મન વચન કાયાથી સેવે નહિ. ૨×૩ = ૬, તેને સેવે નહિ, સેવરાવે નહિ અને સેવતાંને અનુમોદે નહિ. ૬ ને ત્રણ સાથે ગુણતાં ૧૮ ભેદ થાય. વળી તેને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ આ ચાર સાથે ગુણતાં ૭૨ ભેદ થાય. આ ૭૨ ભેદથી ચોથું મહાવ્રત પાળે છે. પાંચમું પરિગ્રહ ત્યાગ મહાવ્રત : ધન ધાન્ય ક્ષેત્ર મકાન, સોનું, રૂપું, બીજી ઘાતુઓ, દાસ-દાસી અને પશુ. આ નવ પ્રકારના પરિગ્રહને મન વચન કાયાથી ગુણતાં ૨૭ ભેદ થાય. એ ૨૭ ભેદે પાંચમુ મહાવ્રત પાળે છે. ૨૭ ભેદ બાહ્ય પરિગ્રહના કહ્યા અંતર પરિગ્રહ ૧૪ પ્રકારે છે. ૪ કષાય ૯ નો કષાય અને મિથ્યાત્વ : આ ૧૪ અંતર પરિગ્રહનો પણ ત્યાગ કર્યો છે. વળી પ્રભુના ! માર્ગે જવા જ્ઞાન અને ક્રિયા એ બે બળદને સુસંયમ રૂપી રથને જોડયા છે. એવા રથ ઉપર આરુઢ થઇને મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) (૩૧૬ Page #350 -------------------------------------------------------------------------- ________________ સંવેગી પૃથ્વી પર વેચરી રહ્યા છે. રસ ગારવ, સાતા ગારવ, ઋદ્ધિ ગારવને પરિહર્યા છે. જ્ઞાન-વિરાધના દર્શન વિરાધના તથા ચારિત્ર વિરાધના ત્રણ વિરાધનાને ટાળી છે. સ્ત્રી કથા, ભક્ત કથા, દેશકથા, રાજકથા રૂપ ચાર વિકથાઓને ત્યજી દીઘી છે. પાંચ પ્રકારની ક્રિયા - કાયિકી, અધિકરણિકી, પ્રાદ્ધેષિકી, પરિતાપનિકી અને પ્રાણાતિપાતિકી- નું નિવારણ કર્યુ છે. છક્કાય જીવની વિરાધનાને નિવારતાં હતા. સાત ભય ઇહ લોક; પરલોક, મરણ; આજીવિકા, અપયશ, અકસ્માત અને આદાન. આ સાત પ્રકારના ભયને દૂર કરતા હતા. વળી મુનિવૃંદ શત્રુ અને મિત્ર બંન્ને ને સમાનપણે ગણે છે. મુનિને હવે કોઇ દુશ્મન નથી તો કોઇ મિત્ર પણ નથી. જગતના જીવ માત્રને મિત્રવત્ ગણે છે. આઠ મદ- જાતિ, કુલ, બલ, રૂપ, તપ, શ્રુતિ, લાભ અને ઐશ્ચર્ય એ આઠ મદ ને દૂર કરે છે. બ્રહ્મચર્યની નવ વાડ-વાડ એટલે ખેતરનું જેમ વાડથી રક્ષણ થાય છે. તે આ નવપ્રકારની વાડ થી શીલનું રક્ષણ થાય છે. ૧. સ્ત્રી- પશુ નપુંસક જયાં હોય ત્યાં ન વસે ૨. સ્ત્રી સાથે રાગથી વાતો કરે નહિ. ૩. સ્ત્રી બેઠી હોય તે આસને પુરુષ બે ઘડી સુધી બેસે નહિ. અને પુરુષ બેઠો હોય તે આસને સ્ત્રી ત્રણ પહોર સુધી બેસે નહિ. ૪. રાગવડે સ્ત્રીના અંગોપાંગ જુએ નિહ. ૫. ભીંતના આડે રહી સ્ત્રી પુરુષની થતી વાતોને સાંભળે નહિ. ૬. પૂર્વ કરેલી ક્રીડાને સંભારવી નહિ. ૭. સ્નિગ્ધ આહાર કરે નહિ. ૮. નીરસ આહાર પણ વધારે વાપરે નહિ ૯. શરીરની શોભા કરે નહિ. આ નવ વાડને શુદ્ધ રીતે પાળે છે. દસ પ્રકારની સમાચારી :- ૧. ઇચ્છાકાર :- નાના મોટા કોઇની પાસે પોતાનું કાર્ય કરાવવાનો પ્રસંગ આવે ત્યારે તમારી ઇચ્છા હોય તો આ પ્રમાણે કરી શકાશે. આવું પૂછીને જ કાર્ય ભળાળવું તે.’ ૨. મિથ્યાકાર : ભૂલ થઇ જાય ત્યારે મિથ્યા દુષ્કૃત માંગવું તે. ૩. તથાકાર : ગીતાર્થ ગુરુની વાતનો સ્વીકાર કરવો તે. ૪. આવીય : આવશ્યક કાર્ય કરવા માટે જતાં ‘‘આવહિ’’ બોલવું તે ૫. નયસેધિકીઃ (નિસીહિયા) મુકામોમાં પ્રવેશ કરતો નિસીહી-મન્થેએણ વંદામિ બોલવું તે, ૬. આપૃચ્છઃ કોઇ પણ કાર્ય કરતાં પહેલાં ગુરુને પૂછવું તે ૭. પ્રતિપૃચ્છા - એકવાર પૂછાઇ ગયા પછી કા૨ણે બીજીવાર પૂછવું તે. ૮. છંદણાઃ ગોચરી લાવ્યા પછી બાળ વૃદ્ધાદિકતપસ્વી જ્ઞાની વગેરેને “આપને જે કંઇ ઉપયોગી હોય તો આપની ઇચ્છાપૂર્વક ગ્રહણ કરો. એ રીતે વિજ્ઞપ્તિ કરવી તે. ૯. નિમંત્રણા : આહારાદિક લેવા જતાં પહેલાં સાધુઓને ‘હું આપને માટે આહારાદિ લાવું' એ વિજ્ઞપ્તિ કરે. અર્થાત્ આહાર લાવ્યા પછી ગુરુ આદિ મુનિ ભગવંતો નિમન્ત્રણા કરે. ‘પધારો - આહાર લ્યો વાપરો : મને લાભ આપો. આ રીતે વિજ્ઞપ્તિ કરે. ૧૦ ઉપસંપ : જ્ઞાનદર્શન ચારિત્રની પ્રાપ્તિ માટે પોતાના સમુદાયને છોડી બીજા સમુદાય-ગુરુનો આશ્રય કરવો. આ દસ પ્રકારની સમાચા૨ી અમરમુનિ તેમજ સુરસુંદરી સાધ્વી ભવનો પાર પામવા ઉત્કૃષ્ટથી આદરે છે, પાળે છે. ગુરુની આશાતના તેત્રીસ ૧. ગુડ્ડી આગળ ૨. પાછળ ૩. સમીપમાં ચાલે. ૪. ગુરુની આગળ પ. પાછળ ૬. સમીપમાં ઉભો રહે. ૭. ગુરુની આગળ ૮. પાછળ ૯. સમીપમાં બેસે. આ નવ ભેદ થયાં. વળી ૧૦ આચમન-હાથ પગ ઘૂએ ૧૧. ઇરિયાવહિ આલોવે ૧૨. રાતે ગુરુ પૂછતા જવાબ ન આપવો. ૧૩. આવનાર ગૃહસ્થને ગુરુ પહેલાં પોતે બોલાવે. ૧૪ ગોચરી ગુરુને છોડી બીજાની પાસે આલોવે. ૧૫. ગોચરી બીજાને દેખાડે. ૧૬. બીજાને નિમંત્રણા કરે. ૧૭. ગુરુ પહેલાં લાવેલી ગોચરી બીજા સાધુને વપરાવે. ૧૮. સારો આહાર પોતે વાપરી લે. ૧૯ દિવસે બોલાવ્યા છતાં ગુરુને જવાબ ન આપે. ૨૦. કઠોર વચન બોલે. ૨૧. પોતાના આસને બેઠા જવાબ આપે. ૨૨. શું કહો છો? ૨૩. તોછડાઇને બોલે. ૨૪. ગુરુની તર્જના કરે. ૨૫. વ્યાખ્યાન વખતે મન સારું ન હોય. સારી રીતે સાંભળે નહિ. મન બીજે ભટકે. ૨૬. આ અર્થ આ વાત તમને સાંભરતી નથી? ૨૭. તે કરતાં હું કથા સારી રીતે સમજાવીશ. ૨૮. ગોચરી વેળા (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૩૧૭) Page #351 -------------------------------------------------------------------------- ________________ થઈ છે. કરીને પર્ષદાનો ભંગ કરે. ૨૯. પર્ષદાને ચતુરાઈથી ઉઠાડે ૩૦. ગુરુના સંથારાને પગ લગાડે. ૩૧. ગુરુથી ઊંચા આસને બેસે. ૩૨. સરખા આસને બેસે ૩૩. ગુરુ કરતાં પોતે મૂલ્યવાન વસ્ત્ર રાખે. આ રીતે ગુરુની તેત્રીસ આશાતનાને ટાળે છે. ગુરુનો વિનય કયારેય ચૂકતા નથી. આવા મુનિભગવંતોના ચરણે મારૂં શીશ નમે છે. ગુરુકુલવાસમાં વસતાં, બાર ભાવનાને શુદ્ધ પરિણામે ભાવતાં અને ગુરુની હિત શિક્ષાને ગ્રહણ કરતાં સંયમ માર્ગે શુદ્ધતાપૂર્વક વિહરે છે. વળી શંકાકુશંકાનો ત્યાગ કરે છે. ચંચળતા દૂર કરી છે. ચાર હાથ દુર દષ્ટિ રાખીને માર્મને જોતાં નવકલ્પિત મુનિભગવંતની સાથે વિહાર કરે છે. શાસ્ત્રમાં શીલવ્રતના અઢાર હજાર ભેદ કહ્યા છે. તે ભેદને વિચારીને વ્રતને પાળે છે. સંયમજીવનને નિર્મળ બનાવતાં જ્ઞાન-ધ્યાનમાં પ્રતિદિન આગળ વધતાં ભણતર સાથે ગણતર રૂપ અનુભવ જ્ઞાનને પણ પ્રાપ્ત કરે છે. અઢાર હજાર ભાગાને કહે છે. પૃથ્વી-અપ-તેલ-વાઉ- વનસ્પતિ- બે-તે- ચઉપંચિ- પૃથ્વી આદિ ૯ અને ૧ અજીવ = કુલ ૧૦ને ૧૦ યતિધર્મને ગુણતા ૧૦૦ થાય. વળી ૧૦૦ ભેદને ૫ ઇન્દ્રિય સાથે ગુણતા ૫૦૦ ભેદ થાય. ૪ સંજ્ઞા વડે ગુણતાં ૨૦૦૦ ભેદ થાય. મન-વચન-કાય-રૂપ ૩ યોગ સાથે ગુણતાં ૬૦૦૦ ભેદ થાય. કરવું, કરાવવું અનુમોદવું આ ત્રણ વડે ગુણતાં ૧૮૦૦૦ ભેદ થાય. આ ભેદમાંથી કોઇપણ ભેદે અતિચાર વિનાના શુદ્ધ સંયમનું વહન કરે છે. વળી પરમાત્માના શાસનમાં બાર પ્રકારે તપ કહ્યો છે. બાહય તપ છ પ્રકારે - ૧ અનશન ૨ ઉણોદરી ૩ વૃત્તિ સંક્ષેપ ૪ રસત્યાગ ૫ કાયકલેશ ૬ સંલીનતા. અત્યંતર તપ છ પ્રકારે પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન, કાર્યોત્સર્ગ. આ તપમાંથી યથાશક્તિ તપ કરતાં, ઉણોદરી તપને કરતાં, રસાસ્વાદ આદિ ગોચરી ને લાગતા જ ૪૨ દોષને વર્જીને ગોચરી ગવેષણા કરે છે. સંયમનું પોષણ કરે છે. નિયમિત સૂત્ર અર્થને ભણે છે. હંમેશા પહલે પ્રહરે પહેલી પોરસીએ સૂત્રનો અભ્યાસ કરે. બીજા પ્રહરે બીજી પોરસીએ અર્થનો અભ્યાસ કરે. ત્રીજા પ્રહરે ત્રીજી પોરિસી - આહાર-નિહેર કરે. વળી સૂર્યાસ્ત પછી પ્રથમ પ્રહરે પહેલી પોરિસીએ સ્વાધ્યાય કરે. બીજા પ્રહરે બીજી પોરિસીએ અર્થની આવૃત્તિ કરે. ત્રીજા પ્રહરે નિદ્રા લે. વળી વહેલી સવારે ચોથા પ્રહરે ચોથી પોરિસીએ સુત્રનો સ્વાધયાયે કરે છે. આ પ્રમાણે અમરમુનિ સુરસુંદરી આર્યા સંયમજીવન પાળતાં ઉત્કૃષ્ટ પણે તપ આદિને કરતાં પૂર્વ સંચિત કઠિન કર્મોને બાળી રહયા છે. ઉગ્ર તપને કારણે શરીરમાં રહેલા લોહી માંસ સૂકાઈ ગયા છે. અષ્ટ કર્મને ખપાવવા માટે ઉત્કૃષ્ટ આરાધના કરી રહયા છે. તેથી શરીર પ્રત્યેની મમતા છૂટી ગઈ છે. વળી મત્સર આદિ દુર્ગુણો તો મહાત્મા સામે આવી શકતા નથી. વિષય અને કષાયને જડમૂળથી નાબૂદ કર્યા છે. તેથી તેનો અંશ પણ હવે રહયો નથી. સંસાર પ્રત્યે રાગ નથી. અને દ્વેષ પણ ચાલ્યો ગયો છે. પરિગ્રહથી મૂકાઈ ગયેલી આ મહાત્માઓના દેહ ક્ષમા આદિ ગુણોથી ભરાયેલા છે. ચંદ્રમાં જેવા શીતળતાને ધરતા સાચા ગુરુપણાને ધારણ કરે છે સાધુ બનવું કદાચ સહેલ છે. પણ સાધુતા ટકાવવી અતિ દુષ્કર છે. ગુનિશ્રામાં રહેતા અમરઋષિ અને શ્રમણી વૃંદમાં આરાધના કરી રહેલા સુરસુંદરી આર્યા પોતાના કર્મોને ખપાવી રહ્યા છે. આ પ્રમાણે સુરસુંદરીના રાસની ચોથા ખંડે સોળમી ઢાળ સંયમજીવનની તાલિમ લેતાં સોનાની પરે જીવનને ઝગમગાવતાં ગુણોને ગ્રહણ કરતી મહાત્માઓના ગુણોનું કીર્તન કરતાં વીરવિજય મહારાજે સમાપ્ત કરી છે. ચતુર્થ ખડે સોળમી ઢાળ સમાપ્ત (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #352 -------------------------------------------------------------------------- ________________ (દોહરો) ઇણિપરે સંયમ પાલતાં, સુંદરી અમર મુણિંદ; વિચરે ભુવિ પડિબો હતા, કજવૃંદ દિગંદ. ૧ સાંસારિક સુખ વિસર્યા, રહેતાં સંયમ વાસ; સાતે સુખ આવી વસ્યાં, મુનિવરના તસ પાસ. ૨ ભાવાર્થ પરમાત્માના માર્ગે નિરતિચાર પણે ઉત્કૃષ્ટ પણે સંયમની આરાધના કરતાં અમરમુનિ અને આર્યાસુર સુંદરી જગતના જીવોને પ્રતિબોધતા પૃથ્વી ઉપર વિચરે છે. સંયમ જીવનમાં ઓતપ્રોત બનેલા મહાત્માઓને સંસાર સંબધી સુખો યાદ આવતાં નથી. મુનિજીવનના સાત પ્રકારના સુખો કહ્યા છે. તે સુખોમાં લીન બની ગયા છે. ઢાળ- સત્તરમી ( ધન્ય દિન વેલા ધન્ય ઘડી તેહ, અચિરારો નંદન- એ દેશી). સંયમ ધરતા અમર મુણિંદ, સુરસુંદરી ચિત્ત શુદ્ધ હરિકસ્યાંજી, આતમરામ રમાવે રે ધ્યાન, સાતે રે સુખ બિહુને આવી વસ્યાંજી. ૧ પહિલુંરે સુખ સહુ વિનય કરંત,બીજુંરે સુખ ગુરુની બહુ માનતાજી; ત્રીજ રે સુખ પાલે જિમ આણ, ચોથું રે સુખ સંવેગ સુજ્ઞાનતાજી. ૨ પંચમ સુખ સઘલે લહે પૂજ, છઠું રે સુખ ઉસૂત્ર ન ભાખવુંજી; પાપ ઉસૂત્ર સમો નહિ કોય, જેહથી રે નરક નિગોદ પડે જવુંજી. ૩ સાતમું સુખ જે પદવી રે ધાર, સાતે રે સુખ દંપતીને સેવતાંજી, ચરણ કરણ સિત્તરી ગુણવંત, વંદે રે એહવા મુનિને દેવતાજી. ૪ કાઢયો રે જેણે વિષયનો પંક, કાલ અનાદિ તણો પસર્યો હતોજી; સ્નાતા રે સમતા સરિત મોઝાર, ક્રોધ રે યોધ તનમલ નાસતોજી. ૫ બોલ્યા રે ભૂપસમા મુનિરાજ, ભૂપ સમાન સમૃદ્ધ શોભતાજી, વૈરય જાસ પિતા અનુકૂલ, માત ક્ષમા મુનિવરની ગુણલતાજી. ૬ કાંતારે વિરતિ સુગતિ પ્રદાત, વિવેક મંત્રીશ્વર ગુણ દક્ષતાજી; સંવેગ પુત્રને નિત સમરંત, પોલિયો સંવર અહનિશ રક્ષતાજી. ૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૩૧૯) Page #353 -------------------------------------------------------------------------- ________________ આર્જવ પટ્ટહસ્તી કહેવાય, વિનય તુરંગમ બહુવિધ જાણીએજી, આરૂઢ રથ શીલાંગ સહસ્સ, અમદમ આગે બૃત્ય વખાણીએજી. ૮ ચામર ઉભય ધરમસુક્ક ઝાણ, સંતોષ રૂપસિંહાસને રાજતાજી; જિનવર આણ સુમસ્તક-છત્ર, શય્યા ભૂમિતલ શયન સમ્રાજતાજી. ૯ આત્મસ્વભાવ સુમંદિર ઠામ, દુરિત તિમિરહર દીપ સુજ્ઞાનતાજી; એહવું રે જાસ કુટુંબ કહાય, તે મુનિરાજને જિનવર માનતાજી. ૧૦ ગતક્રોધમાન જિસી જસ મુદ્ર, સંત પ્રસંત વશી ઉપચંતતાજી; અનાશ્રવ અમમ અકિંચન ધર્મ, છિન્નગ્રંથીને નિરૂપલેપતાજી. ૧૧ કાંસ પાત્ર પરે નિસનેહ, સંખતણી પરે મુનિ નિરંજણીજી; અપ્રતિ હતગતિ જીવસમાન, ગગન-તણી પરે નિરાલંબણીજી. ૧૨ અપ્રતિબદ્ધ અનિલ પરે જાણ, શુદ્ધ હૃદય સારદપાણી પરેજી; નિરૂપલેપ કમલ પરે સાધ, કૂર્મ પરે ગુખેન્દ્રિય મુનિવરેજી. ૧૩ ભારંડપક્ષી પરે અપ્રમત્ત, કેસરી-સિંહણી પરે દુદ્ધરાજી; ગંભીર સાગર રવિદત્તા તેજ, સૌમ્ય સ્વભાવ શશિપરે સુખ કરાઇ. ૧૪ નહિ પ્રતિબંધ મુનિને રે કયાંહિ, તે પ્રતિબંધ ચતુર્વિધ જિન કહેજી; દ્રવ્યહ ક્ષેત્ર કાલ વળી ભાવ, દ્રવ્ય સચિત્ત અચિત્ત મિસર નહેજી. ૧૫ ખેત્રથી ગામ નગર ખલ ગેહ, કાલથી આવલી ક્ષણ લવ વચ્છરેજી; ભાવથી કોહાદિક ભય હાસ્ય, રાગને દોષ કલહ દૂર કરે છે. ૧૬ સમ તૃણ મણિને કંચણ લે, સુખ દુઃખ ઈહ પરલોક સમઠીયાજી; જીવિત મરણ મુગતિને સંસાર, કર્મશત્રુ-નિગ્ધાયણ ઉઠીયાજી. ૧૭ ઇણિપર સંયમ કેટલો કાલ, વાસિત આતમ મુનિવર સાધવજી; શાંતિથી ક્રોધ મદવગુણે માન, આર્જવે કરીને માયા ટાલવીજી. ૧૮ સબલ સંતોષશું થોભિયો લોભ, રાગ ને ષ તે ભવતરૂ મૂલ છો; સમ પરિણામથી તેહ ટલાય, ધાતીયાં ચાર કર પ્રતિકૂલ છેજી. ૧૯ શુકલધ્યાને ક્ષયશ્રેણી આરૂઢ, સાધીઓ રાધાવેધ જિણપરેજી કેવલનાણ લહે સતી કંત, સુરવર જય જય રવ તિહાં ઉચ્ચરેજી. ૨૦ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૩૨૦ Page #354 -------------------------------------------------------------------------- ________________ ભવ્ય કમલ પ્રતિ બોધતાં તેહ, આયુ ક્ષયે વરિયા શિવસુંદરીજી; દંપતી સિધ્ધ સ્વરૂપી અરૂપ, અકલ નીરુજ કરમને ક્ષયકરીજી. ૨૧ પ્રણમો રે પ્રાણી દંપતી સિધ્ધ, શીયલને નવપદમહિમા સુખકરોજી; ઢાલ સત્તરમી ચોથે રે ખંડ, વીર કહે શ્રોતા શિવસુખ વરોજી. ૨૨ ૧-સોનાની જેમ કસોટીએ ચઢ્યા, ૨-પૂજા. ભાવાર્થ : સંયમધર અમર મુણીંદ તથા સુરસુંદરી આર્યાએ પોતાના આત્માને સોનાની જેમ કસોટીએ ચડાવ્યો. ચિત્તની વિશુધ્ધિએ શુધ્ધતર સોનાની પેઠે આત્માને લાગેલા કર્મમલને દૂર કરતા થકા, આત્મારામને જ્ઞાન-ધ્યાનની રમણતાં કરાવે છે. આ બંનેને સાત પ્રકારના સંયમીના સુખો મળ્યા છે. પહેલું સુખ - ગુરુકૂળમાં સર્વ શ્રમણોનો વિનય કરે છે. બીજું સુખઃ દીક્ષાદાતા. નિશ્રામાં વસતા ગુરુ ભગવંતની પ્રત્યે અહોભાવ પૂર્ણ બહુમાન કરે છે. વારંવાર અંતરમાં તારક ગુરુની અનુમોદના કરે છે. ત્રીજું સુખ - જિનેશ્વર ભગવાનની આજ્ઞાને મન-વચન- કાયાના યોગે પાળે છે. ચોથું સુખઃસંવેગ રસને ઝીલતા સુજ્ઞાનતાને પામે છે. પાંચમું સુખઃ- સંયમ જીવનમાં ઓતપ્રોત મહાત્માઓની પૂજા. છઠ્ઠું સુખઃકયારેય ઉત્સૂત્ર પ્રરૂપણા કરતા નથી. જે પ્રરૂપણા પાછળ પાપનો સંચય થાય. ઉત્સૂત્ર પ્રરૂપણાના પાપ જેવું બીજું કોઇ પાપ નથી. જે પાપે કરીને નરક નિગોદ મળે. આવા પાપથી ઘણા દૂર રહે છે. મુનિને સાતમું સુખ પદવીને ધારણ કરે છે. ગુરુની કૃપાએ જ્ઞાનવંત બનતાં ગુરુભગવંતે મુનિમાંથી પદવી આપીને પદસ્થ બનાવ્યા. સુરસુંદરીને પણ સાધ્વીમાંથી પ્રવર્તિની પદ આપ્યું. દંપતી મહાત્માઓ સાતેય પ્રકારના સુખો ભોગવે છે. ગુણવંત આત્મા ચરણસિત્તરી. કરમસિત્તરીને ધારણ કરે છે. આવા ગુણવંતોને દેવતાઓ નમસ્કાર કરે છે. અનાદિકાળથી આત્મા ઉપર વિષય કષાયનો કાદવ, તે કાદવને સમતા રૂપી સરિતામાં સ્નાન કરતાં દૂર કર્યો. વળી શરીરમાં ક્રોધરૂપી મલ્લ-યોધ્ધો જે કાંઇ હતો તે પણ હવે નાસી ગયો. શ્રમણનું કુટુંબ પરિવારમાં કોણ હોય? તે કહે છે. ધૈર્ય રૂપ, અનુકૂળ પિતા, ક્ષમા રૂપી માતા છે. સુગતિને અપાવનાર વિરતિ રૂપ મુનિની સ્ત્રી રહેલી છે. ડાહ્યો અને ગુણવાન વિવેકી મંત્રીશ્વર છે. સંવેગ રૂપ પુત્ર છે, જેને હંમેશા સ્મરણ કરે છે. સંવર રૂપ ચોકીદાર હંમેશા આ મુનિનું રક્ષણ કરે છે. આર્જવ રૂપ પટ્ટહસ્તી શોભે છે. વિનય રૂપ ઘોડા ઘણા છે. અઢાર હજાર શિલાંગ ૨થ ઉપર હંમેશા મુનિ ચડેલા છે . શમ-દમ-ત્યાગ આદિ મુનિવરના નોકરો પણ વખાણવા લાયક છે. મુનિવરની બંને બાજુ ધર્મધ્યાન શુકલધ્યાન રૂપ બે ચામર શોભે છે. વળી મુનિ કયાં બેસે? સંતોષ રૂપ સિંહાસન ઉપર બેઠેલા શોભે છે. મસ્તક ઉપર જિનેશ્વર પરમાત્માની આજ્ઞારૂપ છત્ર ધારણ કરે છે. ભૂમિ શય્યા શયન માટે સમાર્જન કરે છે. આત્મસ્વભાવ રૂપ મુનિનું મંદિર છે. સુજ્ઞાન રૂપ દીપક દુરિત અંધકારને હરણ કરે છે. આ ગુણિયલ મોટું કુટુંબ મુનિનું હોય છે. આ કુટુંબથી શોભતા મુનિવરને જિનેશ્વર ભગવાન સાચા મુનિ તરીકે માને છે. આ ચેતન તો દ્રવ્યમુનિ ઘણીવાર થયો. અને દ્રવ્ય કુટુંબ પરિવારને ધારણ કર્યો છે. ભાવમુનિપણાને ધારણ કરતા ભાવ કુટુંબની સાથે રહેતા જિનેશ્વરના માર્ગે ચાલતા ચાલતા અવ્યાબાધ શાશ્વતા સુખને મેળવે છે. વળી ક્રોધ અને માન ચાલ્યા ગયા છે જે મુનિ પાસેથી તે મુનિની મુખમુદ્રા કેવી હોય? શાંત-પ્રશાંત ઉપશાંત આદિ ગુણો મુખ ઉપર ઝળહળી રહ્યા છે. વળી આશ્રવના દ્વાર સદાને માટે બંધ કર્યા છે. મમત્વનો ત્યાગ કર્યો છે. અકિંચન આદિ ધર્મથી શોભતા મુનિશ્ચરોએ રાગદ્વેષના પરિણામ રૂપ જે ગ્રંથી તેનો છેદ કર્યો છે. નિરુપલેપતા-એટલે નિર્લેપતાઃ(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૩૨૧ Page #355 -------------------------------------------------------------------------- ________________ વાલ-ચણા વિગેરે સૂકા પદાર્થોથી જેમ પાત્રને લેપ લાગતો નથી; તેમ અનંતાનું બંધી કષાય, અપ્રત્યાખ્યાન કષાયપ્રત્યાખ્યાન કષાય આ ત્રણે કષાયો ગયા હોવાના કારણે મુનિને બાહ્ય નિમિત્તોની અસર પ્રાયઃ ક૨ીને હોતી નથી. (સંજ્વલન કષાય દસમા સુધી હોય છે તે વર્જીને ત્રણ કષાયની વાત કરી છે.) માટે નિર્લેપ ભાવમાં રમતા હોય છે તે. કાંસાના પાત્રની જેમ મુનિ ભગવંતો નિસ્નેહી હોય છે. જેમ કાંસાના પાત્રમાં ગમે તે ભોજન કરો. સ્નિગ્ધ પદાર્થવાળા ભોજન કરો. પણ આ પાત્રમાં કયારેય ચિકાસ હોતી નથી. તે જ રીતે મુનિમહાત્માઓમાં રાગદ્વેષ રૂપ સ્નેહની ચિકાશ હોતી નથી. કાંસાનું પાત્ર- આ પાત્ર સ્નિગ્ધ નથી. જેમ જીભમાં સ્વાભાવિક ગુણ છે કે ગમે તેવી ઘી-તેલની વાનગીઓ પદાર્થ મૂકો તો પણ ચિકાસ લાગતી નથી. કે સંઘરતી નથી. નિઃસ્નેહ રહે છે તેમ મુનિભગવંતો નિઃસ્નેહી હોય છે. શંખ જેવા નિરંજન હોય છે. શંખ ઉપર ગમે તેવું અંજન કરવું હોય તો લાગે જ નહિ. માટે નિરંજન કહેવાય. તેમ મુનિને ગમે તેવા નિમિત્તો મળતાં રાગદ્વેષનું અંજન લાગતું નથી. તે શંખની જેમ નિરંજન હોય છે. જીવનો સ્વભાવ અપ્રતિહત ગતિ છે તેના સમાન ગતિવાળા, નિરાલંબણ આકાશની જેવા- પવનની પરે અપ્રતિબદ્ધ, શરદઋતુ મેઘના પાણીની જેમ શુધ્ધ હૃદયવાળા નિરૂપલેપ-કાદવથી નહિ લેપાયેલ કમળની જેમ સાધુભગવંત નિર્લેપ છે. કાચબાની જેમ પાંચે ઇન્દ્રિયોને ગોપવી રાખે છે. દમન કરે છે. ભા૨ેડપક્ષીની જેમ અપ્રમત્ત ક્યારે પ્રમાદ કરતા નથી. કર્મરાજાની સામે કેસરીસિંહની જેમ દુર્ધર બનીને સામે ધસે છે. સાગરસમ ગંભીર, સૂર્ય જેવા તેજસ્વી, ચંદ્રની જેમ શીતળતા આપવાના સ્વભાવવાળા મુનિ છે. મુનિને કયાંય પ્રતિબંધ (આગ્રહ રાગ) નથી. જિનેશ્વર ભગવાને તે પ્રતિબંધ ચાર પ્રકારે કહ્યો છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ.- દ્રવ્ય થકી સચિત્ત, અચિત્ત અને મિશ્ર. ક્ષેત્ર થકી ગામ, નગર, ખલ અને ઘર. કાળ થકી - આવલી-શ્રણ- લવ અને વર્ષ. ભાવ થકી ક્રોધાદિ તથા હાસ્ય-ભય -રાગ-દ્વેષ કલહ આદિનો પ્રતિબંધ દૂર કરે છે. વળી મુનિભગવંતો કેવા હોય? ઘાસ- મણિ, સોનું અને માટીનું ઢેફું, સુખ-દુઃખ, આલોક ને પરલોક, સર્વ ઠેકાણે સમદૃષ્ટિવાળા હોય છે. તથા જીવિત-મ૨ણ, મુગતિને સંસાર-ઉપર પણ સમદૃષ્ટિવાળા હોય છે. મુનિની સર્વ આરાધનામાં કર્મને હણવાની વાત હોય છે. આ પ્રમાણે સંયમથી સુવાસિત મુનિવરોનો આત્મા કેટલો કાળ સુધી ક્ષમાથી ક્રોધને નમ્રતાથી માનને, સરલતાથી માયાને અને બળવાન સંતોષ થકી લોભને અટકાવ્યો છે. સતી અને અમર મુણીંદને રાગ-દ્વેષ તે સંસારરૂપ વૃક્ષના મૂલ જેવા છે, તે રાગ અને દ્વેષને સમતાના પરિણામ વડે દૂર કરે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય તેમજ અંતરાયકર્મ રૂપ. ચાર ધાતી કર્મ- આત્માના પ્રતિકૂળ છે. તેને દૂ૨ ક૨વા, ઉચ્છેદ કરવા દંપતી મુનિવરો ક્ષપકશ્રેણી ઉપ૨ આરુઢ થઇને, જિનેશ્વર પરમાત્માની જેમ રાધાવેધને સાધે છે અને રાધાવેધ થયે છતે અપ્રતિપાતી કેવલજ્ઞાનને મેળવે છે. બંને મહાત્માઓને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આકાશમાં રહેલા દેવો મનોહર જય-જય શબ્દો ઉચ્ચારે છે. દેવો આવીને દંપતીના કેવલજ્ઞાનનો મહોત્સવ કરે છે. ત્યારપછી જગતના ભવ્યજીવો રૂપી કમળને વિકસાવવા મહીતલે વિચરી રહ્યા છે. ભવોપગ્રાહી કર્મને ખપાવી રહ્યા છે. મનુષ્યનું આયુષ્ય પરિપૂર્ણ ભોગવીને આયુક્ષય થયે છતે શિવસુંદરીને વર્યા. દંપતી સિધ્ધ સ્વરૂપી થયા. રૂપ ચાલ્યું જવાથી અરૂપી(અમૂર્ત) અવસ્થાવાળા કોઇનાથી તેમનું સ્વરૂપ ન જાણી શકાય. એવા અકળ સ્વસરૂપી, રોગ રહિત અવસ્થાવાળા એવા નિરોગી(નિરુજ) થયા. ત્યારબાદ બાકી રહેલા અઘાતી કર્મોને છેદીને શિવલીલા પામ્યા. તે દંપતીને આપણે સહુ પ્રણામ નમસ્કાર કરીએ. ૩૨૨) મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #356 -------------------------------------------------------------------------- ________________ નવપદના ધ્યાનથી અને શિયળના પ્રભાવથી દંપતી મહાસુખ પામ્યા. હે ભવ્યજીવો. નવપદ રૂપ નમસ્કાર મહામંત્ર આપના સાચા સુખને અપાવનાર બન્યો છે. આ પ્રમાણે ચોથા ખંડની સત્તરમી ઢાળમાં વીરવિજયજી મ.સા. કહે છે કે આ ઢાળના ચારિત્રને સાંભળનારા શ્રોતાજનો પણ સકલ કર્મનો ક્ષય કરી અવ્યાબાધ સુખને મેળવે. ચતુર્થ ખંડે સત્તરમી ઢાળ સમાપ્ત (દેહરા) એ સુરસુંદરીની કથા, વ્યથા ભવાબ્ધિ નિવાર, ભવિયણ શ્રવણે સાંભળી, પામો ભવનો પાર. ૧ શીયલ ધરો ભવિ-પ્રાણીઆ, પરમેષ્ઠી નવકાર, સમરો એક ચિત્ત કરી, કમલ-કર્ણિ કાકાર. ૨ ભાવાર્થ અમરકુમાર-સરસુંદરી : સંસાર મળ્યો. ભોગ સામગ્રી મળી. પાંચે ઇન્દ્રિયોના ૨૩ વિષયો મળ્યા. ભોગવ્યા અને છોડી પણ જાણ્યા. પરમાત્માના શાન પામેલા આ પુણ્યાત્માઓએ કર્મપાશને તોડીને મહાસુખ મેળવ્યું. આ મહાસતી સુરસુંદરીની વ્યથાને કહેતી આ કથા ચરિત્ર કેવું છે? ભવ સમુદ્રનું નિવારણ કરે છે. જે ભવ્યજીવો આ કથાને સાંભળે છે તે ભવનો પાર પામે છે. હે ભવ્યપ્રાણી! આ કથાનો મહિમા શીયળ ઉપર તથા નમસ્કાર મહામંત્રની ઉપર છે. ૧૦૮ નવકારનો જાપ કરવાના નિયમે મહાસતીને સંકટોમાંથી બચાવી, પંચ પરમેષ્ઠીની આરાધનાથી તથા શીયળ વ્રતના પ્રભાવથી સુખ સામગ્રીને પામી. આ અને વેશપરિવર્તનના રૂપમાં રાજકન્યા સાથે રાજયને પણ મેળવ્યું. બાહ્ય સાહ્યબીની વાત થઈ. વળી સતીને આ સુંદરતર આરાધનાથી અત્યંતરલક્ષ્મીની પ્રાપ્તિ થઈ છે. તો મહામંત્રને હૃદયમાં કમલકર્ણિકાકારે સ્થાપન કરી શુધ્ધ ભાવથી એકાગ્ર ચિત્તથી સ્મરણ કરો તો તમારા સંસારનો મહાસતીની જેમ ઉરદ થશે. અને અવ્યાબાધ અનંત સુખની પ્રાપ્તિ થશે. ઢાળ- અઢારમી (કળશ) (ગાયો ગાયો રે મહાવીર જિનેસર ગાયો - એ દેશી.) ગાવો ગાવો રે સુરસુંદરીના ગુણ ગાવો, મોતીય થાલ ભરી ભરી ભવિયાં, સતી ગુણ ગાઈ વધાવો રે. સરસુંદરી. ૧ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #357 -------------------------------------------------------------------------- ________________ વિકથા વાતે નિરર્થક પ્રાણી, નરભવ કાંઇ ગમાવો; સતી ગુણ ગાવો હર્ષ ભરાવો, જિમ સુખ સંપત્તિ પાવો રે. સુ. ૨ શ્રી નવપદનો મહિમા મોટો, સુરમાં ઇન્દ્ર કહાવો, શૈલગણે જિમ સુરગિરિ મોટો, તરૂમાં સુરતરૂ પાવો રે. સું. ૩ તિમ નવપદ ગુરુમંત્ર સયલમાં, હૃદય-કમલમાં લાવો; આતમ અનુભવ ભાવ જગાવો, પાપ સમસ્ત હરાવો રે.સું. ૪ સંત સુલાયક શિવસુખ દાયક, ગાયક ભવજલ નાવો; પંચ પરમેષ્ઠી સમરણ શુધ્ધ,પંચમ ગતિએ સધાવો રે. સું. ૫ નવપદ સંપદ આઠ સુહાવો, સાત ગુરુમ્બર ઠાવો; ઇંગ સદ્ધિ અક્ષર લહુ કહીએ, તે નવપદ ચિત્ત લાવો રે. સું. ૬ સર્વ મલી અડસઠિ મણિમાલા, સંત સુકંઠેઠાવો; ગુરુમુખ કરી ઉપધાનની કિરિયા, નવપદ શુધ્ધ કરાવો રે. સું. ૭ સુરસુંદરીનો રાસ સુણીને, સજ્જન સમચિત લાવો રાગ દ્વેષ વાયસ ઉડાવો, જો હોય શિવપુર જાવો રે. સં. ૮ ભાવાર્થ: હે ભવ્યપ્રાણીઓ! મહાસતી સુરસુંદરીના ગુણને સૈ ગાવો અને ગવરાવો. મહાસતીના ચરિત્રને સાંભળીને ગુણના અનુરાગી બનો. વળી મોતીની થાળ ભરીને સતીના ગુણો ગાઇને મોતીડે વધાવો. હે પ્રાણીઓ! જીવનમાં કયારેય પણ નિરર્થક વિકથાની વાતો કરશો નહિ. નિંદા વિકથામાં ઘણો કાળ ગુમાવ્યો. હવે આ મળેલો માનવભવ એળે ગુમાવો નહિ. ગુણગ્રાહી દૃષ્ટિ કેળવીને સતીના ગુણો હર્ષપૂર્વક ગાઇને સતીની જેમ સુખસંપત્તિને મેળવો. શ્રી નવપદનો મહિમા ઘણો મોટો રહેલો છે. શાશ્વત મહામંત્રના મહિમાને અરિહંત પરમાત્માએ સ્વમુખે ગાયો છે. વળી દેવોમાં ઇન્દ્ર મોટો કહેવાય છે. સઘળા પર્વતોમાં મેરુપર્વત મોટો છે. વૃક્ષોમાં કલ્પવૃક્ષ શ્રેષ્ઠ કહેવાય છે. તેવી રીતે સઘળા મંત્રોમાં ગુરુસ્થાને(મોટો) મહામંત્રશ્રી નવકાર” મંત્ર રહેલો છે. મંત્રના પ્રભાવે દુઃખીઓના દુઃખો દૂર થયા છે. અપુત્રીયાને પુત્રની પ્રપ્તિ થઈ છે. નિર્ધનયાને ધન મળ્યું છે. જગતમાં સારભૂત નવકારમંત્રને હૃદય-કમલમાં સ્થાપન કરો. અને આત્મામાં અનુભવ ભાવને જગાવો. પૂર્વ સંચિત પાપોને ખપાવી દ્યો. વળી આ મહામંત્ર મહાનસંત છે, સુલાયક છે, શિવસુખદાયક ને ત્રાયક પણ છે. ભવરૂપી સમુદ્રમાં નાવ સમાન છે. જે મહાભાગ્યશાળી આ પંચ પરમેષ્ઠીનું મન વચન કાયાના વિશુધ્ધ ભાવે આરાધના કરે છે તેઓ સકળ કર્મક્ષય કરીને, ચારગતિ ભ્રમણમાંથી છૂટી પંચમી ગતિ જે મોક્ષ છે તેને મેળવે છે. (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) ૩િ૨૪ Page #358 -------------------------------------------------------------------------- ________________ આ મહામંત્રની આરાધનાથી કંઇક આત્માઓ મોક્ષે પહોંચ્યા છે. મહાપુરુષોના ગ્રંથોમાં પણ જોવા મળે છે. જેમ કે અમરકુમા૨, શ્રેણિકના દરબારે નવકારમંત્રના જાપથી અગ્નિકુંડને બદલે પાણીનો કુંડ બની ગયો. સતી સુભદ્રાએ કાચા તાંતણે કૂવામાંથી પ્રાણી ખેંચ્યું. શ્રીમતીએ ઘડામાંથી ફૂલની માળા બહાર કાઢી. શૂળીને માંચડે ચઢેલા સુદર્શન શેઠને સિંહાસન મળ્યું. આ દૃષ્ટાંત પ્રચલિત છે. આવા કંઇક દૃષ્ટાંત શાસ્ત્રમાં આવે છે. આત્મકલ્યાણની ભાવના હોય તો બીજા મંત્રોને ભજવા છોડી દઇને આ મંત્રને શરણે આવો. કલ્યાણ થઇ જશે. શ્રી નવકાર મહામંત્રના નવપદ છે. આઠ સંપદા છે. સાત ગુરુ અક્ષરો રહેલા છે. એકસઠ લઘુ અક્ષરો છે. સર્વ મળીને અડસઠ અક્ષરો થાય છે. ખરેખર! નવપદમાં અડસઠ અક્ષર તે તો અડસઠ તીર્થના સારભૂત રહેલા છે. આ અડસઠ અક્ષર રૂપ મણિઓની માળા બનાવી ભાવથી કંઠમાં લગાવો, જેથી કલ્યાણ થાય. વળી જૈનકુળમાં જન્મતા સાથે જ શ્રી નવકાર મળ્યો છે. ગુરુ નિશ્રાએ ઉપધાન ક૨વા વડે કરીને વિધિપૂર્વક નવકારમંત્રની વાચના મેળવી અનુજ્ઞાપૂર્વક અધિકા૨ી બનો. હે સજ્જનો! મહાસતી સુસુંદરીના રાસને સાંભળીને સમતાને સાધો. રાગ દ્વેષ રૂપ કાગડાને દૂર કરીને વેગપૂર્વક શિવલક્ષ્મીને મેળવો. મહાસતી સુરસુંદરીનો રાસ સમાપ્ત. ચતુર્થ ખંડે અઢારમી ઢાળ સમાપ્ત ઢાળ- ઓગણિસમી (પ્રશસ્તિ) (વીર જિણંદ જગત ઉપગારી- એ દેશી) તપગચ્છ કાનન કલ્પતરુપમ, હીર વિજયસૂરિ રાયાજી, હિંસક અકબર જસ ઉવએસે, જીવ અમાર પલાયાજી. ૧ તાસ પટ્ટપૂર્વાચલ સવિતા, વિજયસેન ગુણધારીજી, વિજય દેવસૂરી સૂરિમંત્રે, તેજ પ્રતાપ ઉદારીજી. ૨ મિથ્યાત્વી ગજ સિંહ સમાના, વિજયો સિંહસૂરૌંદાજી, જિનશાસન જયકાર સૂરીશ્વર, 'ભવિ-કજ વિકસિત ચંદાજી. ૩ તાસ શિષ્ય વૈરાગ્ય વિલેપિત, સત્યવચન ગુણગેહાજી, સત્યવિજય જયમાલ જગતવર, લક્ષણ લક્ષિત દેહાજી. ૪ કપૂર સમુજ્જલ જસ તનુ શોભિત, કપૂર વિજય નિરીહોજી, નાણ વિજ્ઞાણ પ્રમાણ અલંકૃત, વાદિમતંગજ સિંહોજી. ૫ મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ (૩૨૫ Page #359 -------------------------------------------------------------------------- ________________ (૩૨૬) તાસ શિષ્ય શશિસમ શીતલતા, ખિમાગુણ ભંડારોજી, સંવેગી ગીતારથ સારથ, ખિમાવિજય જયકારોજી. ૬ સંત પ્રસંત વિમલ જશવંતા, ખંત્યાદિક ગુણવંતાજી, ભવ્યવન જ વિકસિત સવિતાસમ, શ્રી જસવિજય મહેતાજી. ૭ તાસ શિષ્ય વૈરાગી ત્યાગી, રાગી શ્રુત સોભાગીજી, ઉત્તમ સંગી પરિણિત રંગી, શુભકીરિત જસ જાગીજી. ૮ પંડિત સુગુણ સનેહી સુખકર, અનિશ જે અપમાઇજી, શુભ શુભકાર્ય કરણ મતિગતિ વર, શ્રી શુભવિજય સવાઇજી. ૯ તાસ ચરણ સુપસાય લહીને, વયણ વિલાસહ કીધોજી, પરભૃત મંજરી આસ્ય પ્રવેશન મધુર વહેતુ પ્રસિધ્ધોજી. ૧૦ મુનિ શર હસ્તિ શશિ (૧૮૫૭) સંવત્સર, નમી શંખેશ્વર પાસુજી, શ્રાવણ સુદિ ગુરુવાર ચતુર્થી, રાજનગર ચોમાસુંજી. ૧૧ રાસ-તણી રચના એ કીધી, ભવિયણને હિત હેતેજી, બાવન ઢાળ રસાલ મનોહર, વયણ સુયુકિત ઉપેતેજી. ૧૨ એક સહસ્ર શત પંચ ઉપર વળી, ચઉરાસી અધિકેરીજી, ગાથા રાસની સકલ ઢાલની, સંખ્યા એહ ભલેરીજી. ૧૩ અધિકો ઓછો અક્ષર પદ, અણ-જાણપણે જે ભાખ્યોજી, તે મુજ મિચ્છા દુકકડ હોજો, સંઘ સકલની સાખ્યોજી. ૧૪ દોય સહસ શત દ્વય એક સત્તરી, શ્લોકની સંખ્યા જાણોજી, મૂલ સૂત્રની સંખ્યા ભાખી, બત્રીસ વર્ણ પ્રમાણોજી. ૧૫ પંડિતજન મત કરશો હાંસી, મંદમતિ મુજ દેખીજી, વીરવિજય કહે કંચન કસીએ, કરો કવિ શુદ્ધ ગવેખીજી. ૧૬ જે નર ભણશે સુણશે તસ ઘર, નવનિધ ઋદ્ધિ વિશાલાજી, કુંજર શિર સિંદુરે શોભિત, તસ ઘર ઝાકઝમાલાજી. ૧૭ (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #360 -------------------------------------------------------------------------- ________________ જીહા શ્રવણ સફલ તે કરશે, વરશે મંગલિક માલાજી, સુરસુખ અનુક્રમી કંઠ હવે તસ, શિવસુંદરી વરમાલાજી. ૧૮ ૧-ભવ્યજીવરૂપી કમળ, ભવ્યજીવરૂપી કમળ, ૩-સૂર્યસમાન, ૪-કોયલ પ્રશસ્તિ હવે કવિરાજ પ્રશસ્તિ કહે છે. આ જિનશાસનમાં તપગચ્છરૂપ નંદનવનમાં કલ્પવૃક્ષ સરિખા શ્રી હીરવિજયસૂરીશ્વરજી પ્રગટ થયા. તેમણે મોગલવંશભૂષણ હિંસક અકબર બાદશાહને જૈનધર્મનો પ્રશંસનીય તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપી ધર્મ (જીવદયા મળધર્મ) ને અમલમાં અણાવ્યો. અને ભારતમાં અમારિ પડહ વજડાવ્યો. તે હીરવિજયસરિ તો શ્રી જિનશાસનરૂપ વીંટીમાં જાતિવંત હીરા સમાન હતા. શ્રી હીરવિજયસૂરિના પાટા ઉદયાચલ-પર્વતને વિષે સૂર્ય સમાન પ્રતાપવંત તેજસ્વી-ગુણિયલ શ્રી વિજયસેનસૂરિ થયા. તેમની પાટે સૂરિમંત્રના આરાધક શ્રી વિજયદેવસૂરિ થયા. તેમનાં તેજસ્વી પ્રતાપે જિનશાસનને ઉજજવલ બનાવ્યું. વળી જેમનું નામ દશ દિશામાં પ્રખ્યાત છે તેમજ મિથ્યાત્વરૂપી હાથીઓને દૂર કરવા સિંહ સમાન શ્રી વિજયસિંહસૂરીંદ થયા. જિનશાસનનો ચારેકોર જયજયકાર બોલાવ્યો. વળી તે કેવા હતા? ભવ્યજીવરુપી કમલોને વિકસાવવામાં ચંદ્ર સમાન હતા. તેમની પાટે તેમના વૈરાગ્યના રંગથી લેપાએલા સત્યવચની, ગુણના ઘર સમા, જગતવર, સારા લક્ષણથી લક્ષિત, પૂજય સત્યવિજયજી મહારાજ થયા. તેમને માટે જેના શરીરની કાન્તિ કપૂર જેવી ઉજ્જવેલ છે તેવા શ્રી કપૂરવિજયજી મહારાજ થયા. તેમને પાટે- જ્ઞાન-વિજ્ઞાન- પ્રમાણ નય આદિ ગ્રંથોના અભ્યાસથી શોભતા, વાદી રૂપી હાથીઓમાં સિંહ સમા, ચંદ્ર - સરીખા શીતળ તેમના શિષ્ય ખિમાવિજયજી મ. સા. જયકારને કરાવતા હતા. તેમની પાટે શાંત-પ્રશાંત - નિર્મળ યશવાન ક્ષમા આદિ ગુણોથી અલંકૃત ભવ્યજીવો રૂપી કમલ વનને વિકસાવવામાં સૂર્ય સમાન, એવા તેમના શિષ્ય જશ વિજયજી મહારાજ થયા. તેમના શિષ્ય, ત્યાગી-વૈરાગી, શ્રુત જ્ઞાનના રાગી, સૌભાગ્યશાળી, ઉત્તમ સંગની ઇચ્છાવાળા શાસ્ત્ર પરિણતવાળા, તત્વરંગી હતા. વળી જેમની સારી કીર્તિ અને યશ જાગૃત છે એવા પંડિત સુગુણ , સ્નેહી અને અહર્નિશ સુખને કરનાર, શુભકાર્યમાં શુભ કરનાર, શ્રેષ્ઠ મતિવંત શ્રેષ્ઠગતિવાળા શાસનમાં સવાયા શ્રી શુભવિજય મહારાજ થયા. તેમની કૃપાથી તેમના ચરણ કમળ પામીને, કવિરાજ વીરવિજય મ.સા. કહે છે મેં તો વચનવિલાસ અહિંયા કર્યો છે. જેમ કે આંબાની ડાળે મંજરીને જોઈને કોયલ મુખમાં તે મંજરીને નાખીને, મધુર વચન-મીઠો ટહુકાર કરે તેમ મેં આ રાસના વચનો કહ્યા છે. રાજનગરમાં ચોમાસુ રહી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની કૃપાએથી આ રાસ બનાવ્યો. સં. ૧૮૫૭ની સાલે શ્રાવણ સુદ૪ ના સવારે ભવ્યજીવોના હિત માટે આ રાસની રચના કરી. વળી આ રાસમાં યુકિત સુયુકિતથી સુક્ત એવી મનોહર અને રસાલ બાવન ઢાળ- જેના ખંડ છે ચાર, જેની એક હજાર પાંચશો ચોરાશી ગાથા(૧૫૮૪ ગાથા) રહેલી છે. મારા ક્ષયોપશમના કારણે અજ્ઞાનપણે અઘટિત, ઓછો અધિકો અક્ષર જો લખાયો હોય, તો શ્રી સકલ સંઘની સાક્ષીએ મારા મિચ્છામિ દુકકડમ્ હોજો. (હું ક્ષમા યાચું છું.) (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #361 -------------------------------------------------------------------------- ________________ વળી આ રાસ મૂલસૂત્રમાં બે હજાર બસો સીત્તેર(૨૨૭૦) શ્લોકની સંખ્યા ભાખી છે. તેમાં એક શ્લોકના વર્ણ બત્રીસ પ્રમાણના છે. ન કોઇપણ પંડિતજન કે ઉત્તમ કવિ આ ચરિત્રને રાસરૂપે વાંચતાં કે સાંભળતાં, કૃપા કરીને મારી હાંસી ન કરશો કારણ હું મંદબુદ્ધિવાળો છું. આરીતે કવિ પોતાની લઘુતા દર્શાવે છે. કવિરાજ વળી આગળ કહે છે મંદબુદ્ધિથી આ લખ્યું છે. કંચનને ઘસવાથી, કસવાથી વધારે શુદ્ધિને પામે છે. તેમ મારા આ પ્રયત્નને પંડિતો (કંચનની જેમ ઘસીને) વાંચીને સુધા૨ીને વધારે શુધ્ધિને ક૨જો. જે ભવ્યજીવો આ ચરિત્રને વાંચશે, સાંભળશે, તેના ઘર વિશાળ ઋદ્ધિ સિદ્ધિ અને નવનિધિ પામશે. તેના આંગણે, કપાળમાં સિંદુરે શોભતા હાથીઓ ઝુલશે. વળી તેનું ઘર અતિશય ઝાકઝમાળ થશે. તે નર વાંચતાં પોતાની જીભને, સાંભળતાં પોતાના બંને કાનને સફળ કરીને માંગલિક માળાને વરશે. વળી દેવલોકના સુખ ભોગવી, અનુક્રમે શિવસુંદરીની વરમાળા કંઠે સ્થાપન કરશે. (ચોપાઇની- દેશી) સુરસુંદરીનો રાસ રસાલ, શ્રોતાને ઘર મંગલમાલા, તિર્ણ કારણ સુણી આદર કરો, વીર કહે જયલીલા વરો. ૧ આ મહાસતી સુરસુંદરીનો રાસ વિવિધ રસોથી ભરેલો છે. તેને સાંભળનારના ઘરે હંમેશા મંગળની માળા પ્રાપ્ત થશે. તે કારણથી બહુમાનપૂર્વક આ રાસને સાંભળીને વીરવિજયજી મ. સા. કહે છે કે જય વિજયની લીલાને મેળવો. ચતુર્થ ખંડ સમાપ્ત ઇતિ શ્રી સુદસુંદરીનો રાસ સમાપ્ત (૩૨૮) (મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ) Page #362 -------------------------------------------------------------------------- ________________ વજ... તેનો સ્વામિ ઇન્દ્ર.. ભલભલા શક્તિશાળી દેવો પણ વજધારી ઇન્દ્રની શરણાગતિ સ્વીકારી લે... વજ જેવો દૃઢ સંકલ્પ... સંકલ્પના કુમળા હૈયાને ય વજ જેવું દઢ બનાવી દે છે.. પછી સંસારની કોઇ હસ્તિ કે કોઇ શક્તિ તેને ડગાવી કે ઝુકાવી શકતી નથી... વિવેકપૂર્ણ દઢ સંકલ્પમાં જો પરમતત્ત્વ પરત્વેનું શ્રદ્ધાભર્યું સમર્પણ ભળે તો... પૂર્ણતાના - સિદ્ધિના સિમાડાઓને સ્પર્શવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સંકલ્પ રૂપી મોતીનું ઉદ્ભવ સ્થાન છે મન...' જ્યારે મન વજ જેવા દઢ સંકલ્પનું કવચ બની જાય છે, ત્યારે કુદરતે પણ સહાય કરવી પડે છે. મનની અગમ્ય તાકાતનો અદમ્ય આદર્શ પીરસતી કથા એટલે... શ્વાસ અને પ્રાણ રૂપે બની ગયેલ નમસ્કાર મહામંત્ર જાપના અગાધ વિશ્વાસે ઝઝૂમતી ચરમશરીરી મહાસતી સુરસુંદરી તથા ચરમશરીરી અમરકુમારની કથા... વાંચો...